________________
વિવેચન ]
[ ૧૩૯ એક જ વાક્યના હજારે અર્થ થઈ ગયા. આટલા અર્થો કરીને વિકલ્પો કરીને મલવાદી સૂ. મ. બોધવાદીને કહે
બોલ ભાઈ, તારા વાના આટલા અર્થો થઈ શકે છે, એમાંથી કયા કયા તારા સિદ્ધાંતથી સાચા છે ? અને કેટલાના તને જવાબ આપું ?”
વાદી કે ઈ બુદ્ધિમાન ન હતું તેમ નહીં, પણ સ્યાદ્રવાદના જ્ઞાન વિના મલવાદી સૂ. મ. કંઈ પદ્ધતિને અનુસરી વિકોને રજૂ કરે છે તે બૌદ્ધવાદી સમજી ના શક્યો. જ્યાં સુધી મૂળ પદ્ધતિ હાથમાં ન આવે ત્યાં સુધી વિક
ને સમજવા કેવી રીતે ? એને યાદ રાખીને જવાબ આપવા કેવી રીતે ? - પેલો વાદી તે સમજતો હશે કે મારા પ્રશ્નોના મલવાદીજી અમુક-અમુક ઉત્તર આપશે. પછી હું તે ઉત્તરે પર નવા પ્રશ્ન કરીશ એટલે તે વધારે સુંઝાશે! પણ... એવી રીતે ફસાય તે મલવાદી શાના? જવાબ આપવાની વાત પછી એમને તે પ્રશ્ન પણ રજા ન કરી શકાય તેવી દશા ઉભી કરી દીધી.
પિલે વાદી ઘડીભર તે દિમૂઢ થઈ ગયે. તે વિકલ્પ યાદ રાખે કે, કેવી રીતે વિકલ્પ કરે છે. તે સમજે કે કેટલા વિકલ્પો પિતાને માન્ય નથી. તેના જવાબ માંગે. શું કરે ?
આખરે વાદી કહેઃ “આજ વાદ-વિવાદ બંધ રાખો, બધાના ઉત્તર હું કાલે આપીશ.” (જો કે આમ વિલંબ થાય તે એક રીતની વાદીની હાર જ કહેવાય, પણ પહેલેથી તે કરાર હોય તે જુદી વાત છે.
મલવાદી સૂ. મ. કહે “ભલે ! કાલે જવાબ આપજો. મારે તે હજી તમારે પ્રશ્ન જ તમને પૂછવાનો છે ને?”