________________
વિવેચન ]
[ ૧૩૭ ગ કરવા પાછળ ઈશ્વરનો હેતુ છે? ઈકવર સામાન્ય માનવી કરતાં વધારે બુદ્ધિશાળી કે ઓછા ?
(૩) ઈશ્વરને કોઈપણ આત્મા તરફ પક્ષપાત તો હતો જ નહીં, તે બધાને સરખા કર્મ કેમ નહિ?
(૪) સુખ આપનારા કર્મો અર્જાયા તે તે હજી કોઈ ભદ્રિક માણસ હોય તે સ્વીકારી લે, પણ દુઃખ આપનારા કર્મી પરમાત્માએ શા માટે આત્માની જોડે જોડયા?
અહીં કેઈક તાર્કિક વળી એ તર્ક કરે કે, સુખમાં આવીને માણસ છકી ન જાય અને એકલું સુખ રહે તે પણ સારૂં ન લાગે, માટે ઈશ્વરે દુઃખ આપનારા કર્મો પણ સજર્યા છે. તો તેની બુદ્ધિને ધન્યવાદ આપવા.
વાહભાઈ વાહ ! તેં તો કમાલ કરી નાંખી !
શું તું પ્રત્યક્ષ જોતો નથી કે દુઃખ આપે તેવા કર્મો હેવા છતાં ય માણસ સુખમાં છકી જાય છે, માટે ઈશ્વરના પ્રયત્નમાં કંઈક ખામી જ રહી ગઈ છે, તેમ માનીશ ? વળી કેઈ આત્મા દુઃખ આવવા માત્રથી કે દુઃખથી કરીને જ ભવિષ્યમાં આવનાર સુખમાં છકી નથી જાતો, તો વાત પણ ખોટી છે. કારણ દુઃખના ડર માત્રથી કદી કેઈસુખમાં છકી ન જાય એ બનવું પણ અશક્ય છે. જ્યારે આત્મામાં વિવેક પેદા થાય છે ત્યારે જ તે સુખમાં શાંતિ રહે છે, અને તેના મદમાં ભરાતો નથી. પણ દુઃખના ડર માત્રથી કોઈ સુખમાં સાચી રીતે શાંત બને તેવું કદી ય બન્યું નથી અને બને પણ નહીં.
વળી જે સુખથી કંટાળો પેદા થાય કે અભિમાનમાં આવી જવાય તેવું સુખ ઈશ્વરને શા માટે સર્જવું પડયું?
આવા આવા તો કેટલાય વિકલ્પો ઉઠાવી શકાય છે કે જેને જવાબ આપવાનું કોઈ સ્થાન જ નથી.