________________
વિવેચન ]
[ ૧૩૫ એવું કારણ તમારે બતાવવું જોઈએ કે, જે કારણ આત્મામાં હોય અને આકાશમાં ન હોય તો જ તે કારણ દ્વારા આત્માને કર્મ સૌથી પહેલ વહેલા લાગ્યું તેવું કહી શકાય.
આત્મા અરૂપી છે, માટે આત્માને કર્મ લાગ્યા તેવું કહેવું પણ નિરર્થક છે. કારણ કે આકાશ અરૂપી જ છે. ' માટે તે જ કારણથી આકાશને પણ કામે લાગશે. '
હવે કલ્પના કરો કે, આમામાં “જ્ઞાન”ચેતના હતી એટલે કર્મો લાગ્યા. તે એક મહત્વનો બીજો વિચાર આવી પડશે કે, કયાં તો જ્ઞાનને આત્માનો સ્વભાવ માનીને આત્મામાં જ્ઞાન અનાદિથી છે, તેમ કહેવું પડશે.'
અથવા આત્મમાં જ્ઞાન પાછળથી પેદા થવું એમ ૨વીકાવું પડશે. બીજી તો કોઈ શકયતા વિચારી શકાય તેમ નથી.
હવે આત્મમાં જ્ઞાન અનાદિથી છે, અને તે જ જ્ઞાન અમુક કાળ બાદ કર્મને ગ્રહણ કરે છે. અર્થાત્ જ્ઞાન દ્વારા પહેલ વહેલે કયારે ય પણ કર્મની સાથે આત્માનો સંબંધ થયે આવું માનવું ઉચિત નથી. આ કારણ કે, આનાદિ કાળથી કર્મબંધનું કારણ જ્ઞાન કે ચેતનાદિ મંજૂદ હોવા છતાં ય કેમ કર્મબંધન થયો. આ પ્રશ્ન આવી પડશે.
જે એમ કહે કે, જ્ઞાન અને ચેતના પણ આત્મામાં અમુક કાળ પછી પેદા થયા અને તે જ્ઞાન કે ચેતના દ્વારા આત્મા અને કર્મને સંબંધ થયો; તો “બકરું કાઢતાં ઊંટ પેસે તેવી વાત થઈ.
કારણું તમારે એ વિચારવાનું હતું કે, સૌથી પહેલું કર્મ આત્માને કેવી રીતે લાગ્યું, તેનો જવાબ , આપતા