________________
૪ કર્મ અને આત્માનો સંબંધ છે
- આપણે આગળ એટલું વિચારી જ ગયા છીએ કે આત્મા અને કર્મ એ બંને જુદા જુદા સ્વભાવવાળી વસ્તુઓ છે. આત્માને તેના વિશુદ્ધ સ્વરૂપને અનુભવ થવા દેવામાં જે કઈ આડે આવતું હોય તો તે કર્મના જડ પરમાણુઓ જ છે. પ્રતિક્ષણે સંસારી આત્મા નવા નવા કમને બંધ કરતે જ જાય છે તેના ઉદયમાં સુખ–દુઃખ વિગેરેની પ્રાપ્તિ કરે છે. તે સુખ–દુઃખના વિષયમાં રાગદેષ કરીને વળી પાછા નવા નવા કર્મો બંધાતા જાય છે. - હવે એ વિચારવાનું છે કે, આ આત્માને કર્મનો સંબંધ ક્યારને છે ? શું પહેલા આત્માને કદી કમ હતા જ નહી, અને કર્મ લાગ્યા છે કે પહેલેથી જ આત્માને કમ લાગ્યા છે.
આત્માને કમ લાગવાનું કારણ શું?
આ પ્રશ્નનો જવાબ વચિારતા પહેલાં એક વાત નક્કી કરી લેવી જરૂરી છે કે, “આત્માને કર્મ કેમ લાગે છે” શાસ્ત્રમાં કર્મબંધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ આ ચાર બતાવ્યા છે.
આ ચારમાંથી પહેલાં ત્રણ તે મેહનીયકર્મના જ જુદા જુદા વિભાગે છે. અને “ગ” એટલે મન, વચન કે