________________
વિવેચન ]
[ ૧૨૯
શકાય છે. માટે કમ અને આત્માના સબંધ અનાદિના છે. એ તો સ્પષ્ટ જ છે. છતાં પણ તમને એનેા જવાબ નથી એવુ કેમ લાગે છે ?
એનું કારણ એ જ છે કે તમે એમાંથી કોઈ તો પહેલુ હાવુ જ જોઇએ, એવા જવાબની અપેક્ષા રાખેા છે. પણ વસ્તુ તેા જેવી હોય તેવી રીતે જ દશાંવાય. સજ્ઞના શાસનમાં કોઇ ગડબડ ચાલે જ નહી, જે પદાર્થ જેવા હોય તેવી જ રીતે તેનું નિરૂપણું થાય.
પણ, તમારા તો મનમાં બેઠેલું જ છે કે બેમાંથી કોઇ ને કોઇ તો પહેલ હોવું જ જોઇએ. અને આમ થવાનું કારણ પણ એ જ છે કે આપણને સંપૂર્ણ જ્ઞાન નથી. માટે આપણને દુનિયામા જે દેખાય છે, તેના પરથી આપણે બધુ` કેવુ હોવું જોઇએ તેના વિચાર કરીએ છીએ.
આપણે જોઇએ છીએ કે ખમીસ ન્હોતું ને થયુ ઘરેણું ન્હોતું ને થયું. એક ગામ ન્હોતું ને નવું વસ્યું એટલે બધાયની કારે ય શરૂઆત તો હાવી જ જોઇએ. તેવા નિયમ મનમાં બાંધી લીધેા અને તેમાંથી મગજમાં સમજ પેદા કરી કે જે જે વસ્તુઓ હાય તેની કોઈપણ વખત શરૂઆત તે થઈ જ જોઈએ.
તેથી આત્મા ક અને આત્માને કમના સયાગની પણ ક્યારેક શરૂઆત થઈ જશે. અર્થાત્ તેની આદિ હશે જ શરૂઆત કયારે ય થઈ જ હશે !
પણ, આ આપણા જ્ઞાનની ખામીનું પરિણામ છે. દુનિયામાં કાઈ પણ પદાર્થ બધી જ રીતે કયારે ય નવે અની શકતા નથી. ખમીસ નવું બન્યું પણ કપડું તે એનું એજ આમ દૃષ્ટિ જેટલી વિશાળ તેટલા જ્ઞાનના વિકાસ થાય.