________________
૧૨૨ ]
[ શ્રી સિદ્ધપદ
અસ ! જે આવે તેને એક જ વાત કરે કે, મગનલાલ મારા દેવાદાર છે. અને શેઠે પૈસા પાછા લઈ લેવા માટે આજીજી કરે તેા ય એક જ વાત કરે. · મારે તેા હતેા એટલે હપ્તા જ વહેલા ય નહી અને મેડા ય નહીં’
નિકાચિત કમ પણ આવુ. લુચ્ચું અને હઠીલુ છે. કમ કરા એટલે ભાગવા. હુંવે તમારી ગમે તેટલી શર્કિત હાય તે ય શું ?
ત્રણે જગતના પ્રાણીઓના ઉદ્ધાર કરવાની ભાવનાવાળા પણ તીર્થંકરાને ભાગ ભોગવવા પડે, તે આવા લુચ્ચા શેઠના દેવા જેવું જ છે ને ? પણ જેમ પેલા ગગનદાસ શેઠ ભલે મગનલાલને દેવાદાર કહી શકે પણ દેવાળીયા કહી શકે તેમ નથી. તેવી જ રીતે નિકાચિત કર્મો ભલે આપણને દેવાદાર બનાવી શકતા હોય, પણ દેવાળિયા બનાવવાની તાકાત તેમાં ય નથી. દેવાળીયાએ બધું માંડેવાળ કરી દીધુ હોય. જ્યારે દેવાદારમાં કેઈ દેવું પુરૂ કરવાની ભાવનાવાળા તેા શુ? દેવાની રકમ કરતાં ય અનેગણું ધન હોય પણ નિાચીત કમ એવા લુચ્ચા લેણદાર છે કે, તમે ગમે તેટલા ધનવાન તે ય દેવાદાર તા કહેવડાવે જ. છતાં ય તેની એ તાકાત નથી કે તમને ભિખારી બનાવી શકે કે તમને દેવાળિયા બનાવી સકે, માટે નિકાચિતકમના ઉદયમાં પણ આત્મા બૈરાગ્યવાન રહી શકે છે, સમતાના સાગર બની શકે છે. તે બધી આત્માની પોતાની જ શક્તિ છે, તે શક્તિ આગળ તે કર્મીને પણ ઝુકવુ' પડે છે. અને જેમ ગમે તેવા પણ લુચ્ચા લેણદારના હાથમાંથી દેવાદાર મહાર આવી શકે છે, તેમ ગમે તેવા નિકાચિત કર્મીને પણ ખપાવી આત્મા એક વખત