________________
૧૨૦ ]
| [ શ્રી સિદ્ધપદ “ગગનદાસના હપ્તા જેવું નિકાચિત કમ'
એક ગામમાં બે શેઠ રહેતા હતા. કેક વખતે મેટા ગણાતા મગનલાલ શેઠ ખોટમાં આવી ગયા. પૈસાની પુષ્કળ ભીડ થઈ. તેથી તેમનાથી ઠીક-ઠીક ઉતરતા કહેવાય એવા ગગનદાસ પાસે પૈસા લેવા જવું પડયું. ગગનદાસ લુચ્ચે હતો. તેને મગનલાલ શેઠ સાથે સંબંધ પણ રાખ હતું અને તેમની બેઈજજતી પણ કરવી હતી. તેથી એદાવ કર્યો.
લે શેઠ! તમારા જ પૈસા છે ને લઈ જાવ, પણ એક વાત તમારે પૈસા હતે હતે ભરી દેવા પડશે. તેમાં વહેલું–મોડું નહિ ચાલે. | મગનલાલના પેટમાં પાપ હેતું. તે કહે: “હા હમણાં હું જરા અટવાઈ ગયો છું, પણ પૈસા જેવા આવશે તેવા તમને આપી દઈશ.” ( ગગનદાસ તે પિતાની પેરવીમાં એમ જ બેલ્યા કરતઃ “એ ભલે ગમે તેમ કરે, પણ સારે તે પૈસા હતે હસ્તે મળવા જોઈએ, વહેલા મોડા નહિં ચાલે.” બસ તમે આટલું લખી આપે એટલે જેટલા જોઈએ તેટલા પૈસા તમને આપી દઉં.
મગનલાલે ભેળા ભાવે પૈસા લઈ લીધા થડા દિવસ થયા અને ચારે બાજુથી મગનલાલ શેડની પાસે પૈસા આવવા માંડયા એ તે તરત જ ગગનદાસ પાસે દોડયા. આના-પાઈ શીખવે લઈને ઉપડ્યા. પણ શેઠે તે એકે ય પૈસો લેવાની ના પાડી. | મગનલાલ કહેઃ “આમ કેમ ? મું મોડું થયું એટલે છેટું લાગ્યું છે ? પણ જેવા મારી પાસે પૈસા આવ્યા તે જ તે હું અહીં આવી ગયો છું, બીજું શું કરું ?