________________
-
- -
વિવેચન ]
[ ૧૧૯ શકાય તેવું નથી. જેમ તીર્થકર ભગવંતોને જે સાંસારિક ભેગ-સુખ મળે છે, તે પૂર્વના નિકાચિત કર્મના હિસાબે જ હોય છે, અને તેથી જ તેઓ અમુક કાળ પહેલાં દીક્ષા અંગીકાર કરી શકતા નથી, પણ તે ભેગ–સુખ વખતે તેમના હૃદયમાં જે વૈરાગ્ય હોય છે તે આત્માની જ શકિત છે.
વૈરાગ્યભાવનાએ મેહનીયકર્મના ક્ષપશમથી થાય છે. અને તેમના કામસુખના ભેગે પણ નિકાચિત મેહનીય અને પુણ્યકર્મના ઉદયથી મળેલા હોય છે અને ભેગવાતા પણ હોય છે.
છતાંય તે વખતને તેમને વૈરાગ્ય કેટલે પ્રબળ હોય છે કે, આ વૈરાગ્યના કારણે જ તેઓ નિકાચિત કર્મોને ઉદય ભેગવતા હોવા છતાં ય વૈરાગ્યને પ્રબળ રાખી શકે છે. ભેગસુખ ભોગવતા છતાં ય અતંરથી અલિપ્ત રહે છે.
કહે કે, મેહનીયના નિકાચિત ઉદયમાં ફસાયેલા હોવા છતાં ય તેમાં ગુંગળાયેલા નથી. તેથી નકકી કરી શકાય છે કે, આત્મામાં મોક્ષની તીવ્ર ઝંખના હોય, દેવગુરૂધમ પરની અનન્ય ભકિત હોય, મન તેમની આજ્ઞામાં જ પરેવાયેલું હોય તો, નિકાચિત કર્મનો ઉદય પણ તેવા આત્માને ફસાવી ભલે શકે, પણ ગુંગળાવી મારવાની તાકાત તેનામાં નથી. ભગવાનને સંસાર છોડીને બહાર નહીં જવા દેવાની તાકાત તેમના નિકાચિત કર્મોમાં હતી, પણ તેમને બૈરાગ્ય છોડાવી ભેગમાં મસ્ત કરવાની તાકાત તો તે નિકાચિત કર્મોમાં પણ નહતી. - આ કર્મ હઠીલા-તુચ્ચા શેઠીયા જેવું છે.