________________
૯૪]
[શ્રી સિદ્ધિપદ
;
--
જૈન શાસન | ! માં | કર્મને વિચારો
–
–––––;
સિદ્ધના સ્વરૂપને જાણવા માટે આપણે આત્માના સ્વરૂપને થોડો વિચાર કર્યો. વળી કર્મોની સિદ્ધિ કરી અને કમ હોવા જોઈએ તેવું સાબિત કર્યું.
હવે આપણે કર્મો કેવા છે? આત્માની સાથે લાગ્યા પછી પણ તેમાં કેવા કેવા ફેરફારો થઈ શકે છે. વિગેરે વિચારીશું. '
(૧) અનાદિથી સુવર્ણના ૨જકણે જેમ માટીમાં મળી એકમેક થઈ ગયા છે તેમ આત્માની સાથે એકમેક થયેલા કમેને આપણે વિચાર કરવાને છે.
આત્માના સ્વરૂપમાં આપણે વાત કરી હતી કે “આત્મા અરૂપી છે.”
અરૂપી એટલે માત્ર રોગ જ ન હોય તેમ નહીં પણ જેને રૂ૫, સ્પર્શ, ગંધ, રસ, કશું જ ન હોય તે અરૂપી.
જેમ જેનદર્શન પ્રમાણે ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, આ દ્રવ્ય અરૂપી છે. તેમ આત્મા પણ અરૂપી જ છે.