________________
૩ “શું જૈનદશન કમવાદી છે?
$
અહીં આપણે પ્રસ્તુત વિષય કમને વિચાર કરી સિદ્ધના સ્વરૂપની જાણ કરવાનો છે. કરણવિષયક વિસ્તારથી વિચાર એટલા માટે કર્યો છે કે, જ્યાં સુધી આ કરણની વાત ન સમજાય ત્યાં સુધી કર્મવાદનો અનેકાંતવાદ સાથે મેળ કેવી રીતે છે તે ન સમજાય.
જો કે, દુનિયાના બધા ય ધર્મો એક યા બીજી રીતે કર્મોનું વર્ણન અને તેને મહિમા પણ કરે છે. છતાંય જેનદર્શન જેટલા વિસ્તારથી વિચાર કેઈ પણ દેશનકારે કર્યો નથી.
છતાં ય ખૂબી તે એ છે કે જેનદર્શનમાં એકાંતે કર્મવાદને મહત્તા નથી અપાઈ માકે જ આટલે બધે કમવાદનો વિચાર જેનદર્શનમાં હોવા છતાં ય જેનદર્શન કર્મ વાદી નથી. અને કોઈ દર્શનકાર તેને કર્મવાદી છે એમ પણ કહી શકતા નથી. આ કારણથી પણ જેનદર્શનની સર્વ શ્રેષ્ઠતા સમજી શકાય છે.
“વિશેષ” નામના પદાર્થને એકાંત સ્વતંત્ર પદાર્થરૂપે માનનાર કણાદનું દર્શન વિશેષવાદી કે વૈશેષિક કહેવાયું, સારૂં ય સચરાચર જગતું બ્રહ્મમય છે એમ માનનારા બ્રવાદી કહેવાયા.