________________
વિવેચન ]
[ ૧૧૧ સમજવાનું છે કે આત્માની ઉપશમના નામની એક એવી અદ્દભુત શક્તિ–અધ્યવસાય છે કે સિંહ જેવા બળવાન કર્મ પણ બકરી જેવા નબળા બની ગયા હોય તેવી રીતે વતે છે. અને તેથી જ કેટલાકના જીવનમાં આપણને એકાએક પરાવર્તન થયેલું દેખાય છે. આ બધું આવા ઉપશમભાવને આભારી છે.
આ આઠેય કરણમાં માત્ર મોક્ષના પુરૂષાર્થરૂપ કહી શકાય એવું પ્રાયઃ આ જ કારણ છે. - “નિધત્તિ કે નિકાચિત કરણ તે કમને ભોગવે જ છૂટકે કરે તેવા બનાવે તેવા છે. તેથી એક રીતે કહીએ તો આ બે કરણે સંસારના સમથકે છે. ઉદ્વર્તનાકરણ પણ કર્મની સ્થિતિ વધારનાર હોવાથી સંસાર સમર્થક છે.
જ્યારે ઉદ્દીરણ, અપવર્તના દેશના સાધક છે તેમ કહેવાય, પણ મેક્ષના જ સાધક છે તેવું કહેવું મુશ્કેલ છે. કારણ કે “ઉદ્દીરણું” અને “અપવર્તના” તે ખરાબ કર્મોની પણ અશુભ અધ્યવસાયથી થઈ શકે છે.
મતલબ કે અશુભ પરિણામ દ્વારા પણ પુરાણું બાંધેલા શુભ કર્મની ઉદ્દીપણું તેમજ અપવર્તન થઈ જાય છે. એટલે મેક્ષમાં સહાયક થાય તેવા કર્મોનો પણ નાશ થઈ જાય ! પરિણામે સારા-સારા કર્મોનું જોર ઓછું થતાં ખરાબ કર્મો પ્રબળ બને સંસારનું ભ્રમણ પણ પ્રબળ બને !
સંક્રમણકરણ પણ દહીં દૂધીયા જેવું કારણ છે તેથી આ ઊપશમનાકરણને જ પ્રશસ્ત માત્ર મોક્ષસાધકકરણ કહી શકાય તેવું છે.
આમ જુદા જુદા કરણેની જુદી જુદી શક્તિઓને