________________
૧૧૦ ]
[ શ્રી સિદ્ધપદ
કહેવાય છે કે અત્યુત્ર પુણ્યપાપાનાં ફૂલ અગેય લભ્યતે ” અત્યંત ઉગ્ર એવા પુણ્ય અને પાપના ફ્લા આ ભવમા` જ મળી જાય છે. તે માટે ભાગે આ કરણના આધારે જ થાય છે.
ઉપશમનાકરણ એ આત્માની એવી શકિત છે કે આવી શક્તિ જ્યારે આત્મામાં પેદા થાય છે અને જેકમ પ્રકૃતિને લાગુ પડે છે તે પ્રકૃતિએ જાણે સ્થિર જ ન થઈ ગઇ હાય તેમ રોકાઇ જાય છે.
જેમ અગ્નિ પર ધૂળ કે રાખ નાંખવામાં આવે અને તે અગ્નિ છે કે નહીં તે માલૂમ પડે જ નહીં તેવી રીતે આ કરણુ લાગે ત્યારે ખાસ કરીને ક્રોધ, માન, માયા, લેાભ, મિથ્યાત્વમેહનીય વિગેરે કર્મો જાણે આત્મા સાથે હાય જ નહીં તેવી રીતે વર્તે છે. અને એટલા જ માટે ઘણી ઘણી વખત આપણને ગુસ્સો આવતા હાય-ગુસ્સા કરવાના સ્વભાવ થઈ ગયા હોય છતાંય કોઈક જ્ઞાનીના વચનથી કે આત્માની સમજથી ગમે તેવી ગાળા દેનાર કે માર મારનાર કે અપમાન કરનાર પર પણ કોઈ વખત બિલકુલ ગુસ્સો નથી આવતા ને દબાવી દઇએ છીએ. ત્યાં આ કરણના પ્રભાવ છે એમ માનવું પડે !
આ કરણની અસર મહાપુરૂષામાં જોવા મળે છે. ગમે તેવા પ્રખળનિમિત્તો ભેગા થયા હાય છતાં ય આત્માને અડાલ રાખનારી શક્તિ ઉપશમનાકરણના પ્રતાપે અનુભવાય છે.
તેથી એવું માનવું કે “મારા કર્મો જ એવા છે કે મને ગુસ્સા આવે છે. પૂર્વીના કર્મો જ એવા છે કે કમ'ના ઉચ સામે આપણું શું ચાલે ?” આવી બધી વાત કરનારે