________________
વિવેચન ]
[ ૧૦૯ નહીં. અર્થાત્ આ કરણ લાગ્યા પછી સુખ આપનારા (સાતા વેદનીય) કર્મ અને દુઃખ આપનારા (અસાતાવેદનીય) કર્મમાં કે સરી કીર્તિ બળ વગેરે આપનારા શુભ કર્મને અપકીર્તિ કે દુર્બલતા આપનાર કર્મોમાં ન ફેરવી શકાય.
અર્થાત્ જે રૂપે બાંધ્યા હોય તે જ રીતે ભેગવવું પડે તેના સ્વભાવમાં ફરક ન જ કરી શકાય. ન તે આ કર્મને ઉદય આવે ત્યારે તેને રોકી શકાય કે ન તે ઉદયમાં સમય પહેલા તેને ઉદયમાં લાવી શકાય. ' મતલબ કે ઉપશમના ઉદ્દીરણા કે સંક્રમણુકરણ આવા કર્મોને લાગી ન શકે એટલે અમુક અપેક્ષાએ આ પણ નિકાચિત કર્મના નાના ભાઈ જેવું છે. - આ સિવાય પણ “ઉદ્દીરણાકરણ” તેમજ “ઉપશમનાકરણ” નામના બીજા બે કરણે છે. “ઉદીરણાકરણ એ આત્માની એક એવી શકિત છે કે જેના દ્વારા આત્મા લાંબા કાળે ઉદયમાં આવનારા કર્મોને પણ જલ્દીથી ઉદયમાં લાવે છે.
આ કરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સાસ કર્મોને ઉદય ચાલતો હોય ત્યાં પણ એકાએક ખરાબ કર્મને ઉદય આવી શકે છે. તેમજ ખરાબ કર્મનો ઉદય ચાલતા હોય ત્યાં પણ સારા કર્મને ઉદય આવી શકે છે.
સારા કર્મને ઉદય ચાલે છે, એટલે હમણું તે કશો વાઘ નથી એમ સમજનારે પણ મટી ભૂલ કરે છે. કારણ કે તેવા પ્રકારના શુભકર્મ ઉદયમાં હોવા છતાં પણ અશુભપરિણામથી ખરાબ કર્મો બળાત્કારે જલ્દીથી ઉદયમાં આવી જાય છે.