________________
૧૦૪]
[ શ્રી સિદ્ધપદ (૨) સંક્રમણુકરણ આ કરણની વિશેષતા એ છે કે તે બંધાયેલા ખરાબ કર્મોને પણ સારામાં ફેરવી નાંખે છે. અને સારા કર્મોને પણ ખરાબ કર્મોમાં પલટાવી દે છે.
દાખલા તરીકે શરીરને સુખ ઉપજે તેવું કર્મ ઉપાર્જન કર્યું હોય તે પણ કર્મ બાંધ્યા પછી ખરાબ ભાવ પેદા થવાથી તે સારું પણ કર્મ શરીરને દુઃખ ઉપજાવનારૂં બને છે અને કેઈક વિચારથી દુઃખ આપે તેવું પણ બાંધેલું કર્મ પાછળથી કરેલા પશ્ચાત્તાપ કે શુભભાવના પ્રભાવે સુખ ઉપજાવનારું પણ બને છે.
આ કરણ દ્વારા આપણને એ સમજ પ્રાપ્ત થાય છે કે એક વખત પાપ થઈ જાય તે એમ ન વિચારી લેવું કે હવે તે તે પાપ જવાનું જ નથી માટે તેનું પ્રાયશ્ચિત વિગેરે કરવું નકામું જ છે. પણ દુષ્ટભાવે કદાચિત પાપ થઈ જાય તે પણ તેને પશ્ચાત્તાપ કે પાપવિચાર પરથી પાછા શુભ વિચાર પર આવી જવાની જરૂર છે.
જે આ પ્રમાણે થાય તે દુઃખ અને દર્દ જન્માવનારૂં પણ કર્મ સુખ અને શાંતિ આપનારું બની શકે છે. તેમજ કેટલાક મુદ્ર આત્માઓ એમ જ સમજે છે કે, જીંદગીમાં એક વખત સારૂં પુણ્યકાર્ય ખૂબ જ મોટા પાયા પર કરી નાખ્યું છે તેથી હવે બીજુ કંઈ પુણ્ય નહીં કરીશું તે પણ ચાલશે.
પણ “સંકમણુકરણની તાકાત છે કે એ તમારા પુણ્યકમને પણ પાપકમમાં ફેરવી શકે છે. એટલું જ નહીં મામુલી દુખ આપનાર કમને ભયંકર દર્દ ઉપજાવે તેવું કામ બનાવી શકે છે.