________________
વિવેચન ]
( [ ૧૦૩
આ અબાધાકાળ નિયત હોય છે. આ કાળ પસાર થઈ ગયા બાદ જ તે બંધાયેલા કર્મો ઉદયમાં આવી શકે છે.
પણ જેવું કર્મ બંધાય તેવું અને તેટલું જ કર્મ ઉદયમાં આવે તેવું બનતું નથી. કારણકે કર્મ બંધાયા પછી અનેકાનેક પ્રકારના ફેરફારો થાય છે.'
આઠ કારણે તે બધાં ફેરફાર આત્માના સારા કે ખરાબ પ્રયત્ન ( અધ્યવસાય ) દ્વારા જ થાય છે. આત્માના આવા પ્રયનને “કરણ કહેવામાં આવે છે. આવા કરણે આઠ છે. (૧) બંધનકરણ. (૨) સંક્રમણકરણ. (૩) ઉદ્વર્તનાકરણ. (૪) અપવર્તનાકરણ. (૫) ઉદીરણુકરણ. (૬) ઉપશમનાકરણ. (૭) નિધત્તિકરણ. (૮) નિકાચનાકરણું. - સૌથી પ્રથમ બંધનકરણ છે. વિવક્ષિત કર્મબંધ સમયે આત્માનો જે ચોક્કસ પ્રકારને પરિણામ હોય છે તે બંધનકરણ કહેવાય છે.
- જેનાવડે તે બંધાતુ કર્મ કર્મોની મૂલ ૮ પ્રકૃતિઓ તેમજ ઉત્તર ૧૫૮ પ્રકૃતિઓમાં જુદી જુદી રીતે વહેંચાઈ જાય છે.
સૌથી પ્રથમ કરણ આ જ છે. બાકીના બધા જ કરણે આ કરણના પછી જ લાગી શકે છે. અર્થાત્ આત્મા સાથે સંબંદ્ધ થયેલે પ્રત્યેક કમને આ કરણ લાગે જ છે. - જેમ કે ઈમેટા મશીનમાં નાંખેલી વસ્તુઓ જુદા સંચામાં જુદા જુદા પ્રમાણમાં વહેંચાઈ જાય છે, તેમ આ કરણદ્વારા કર્મો પણ જુદી જુદી મૂળ તેમજ ઉત્તર પ્રકૃતિએમાં નિયમ મુજબ વહેંચાઈ જાય છે.