________________
--
વિવેચન ]
[ ૧૦૫ તેમજ અગણિત સુખ આપનાર કમને તુચ્છ સુખ આપનાર બનાવી શકે છે. - તેથી જ મહાપુરૂષોએ જણાવ્યું છે કે જાણે કે અજાણે થઈ ગયેલા પાપકર્મોની વારંવાર નિંદા કરે ! ગુરૂઓની પાસે તેની આલોચના કરે ! તેનું પ્રાયશ્ચિત્ત કરે !
તેમજ કોઈપણ સારૂ કાર્ય કરીને માન કે સત્તાના ભિખારી ન બને, નહીં તો તમારી બધી જ મહેનત પાણમાં જશે. - આ ઉપરાંત પણ બીજા બે કારણે ઉદ્વર્તન તેમજ અપવર્તનાકરણ નામના છે.
ઉવર્તનાકરણવડે સારા કે ખરાબ બાંધેલા કર્મોની સ્થિતિ મોટી કરી શકાય છે. અને અપવતનાકરણ વડે મોટી સ્થિતિના સારા કે ખરાબ કર્મોની પણ ઓછી સ્થિતિ કરી શકાય છે. અને તીવ્ર કે મંદરસવાળા કર્મને પણ મંદ કે તીવ્ર રસવાળા કરી નાંખે છે. - જેમ સંક્રમણુકરણ કર્મોને પોત–પિતાના સ્વભાવમાંથી બીજા સ્વભાવમાં કર્મોને ફેરવી નાખે છે અને મંદ કર્મને તીવ્ર, અને તીવ્રકર્મોને મંદ બનાવે છે. તેમ આ બે કરણે મોટી કે નાની સ્થિતિવાળા કર્મોને નાની કે મેટી સ્થિતિમાં ફેરવી નાખે છે.
આમ આ ત્રણે કરણની ભેગી (સમૂહ) શકિતને વિચાર કરીએ તે એક આત્મા તેના વડે બંધાયેલા કમને નહીં બંધાયેલા જેવું નબળું કે નાનું કરી નાંખે છે. તેમજ સારા કે ખરાબ–નહીં બંધાયેલા કમને પણ નવા જેવું જોરદાર તેમજ ઘણે કાળ સુધી ટકનારું કરી શકે છે,