________________
૧૦૨ ]
[ શ્રી સિદ્ધપદ પુદ્ગલ માત્રમાં કલ્પી ન શકાય તેવા અનેકાનેક ગુણો છે. કાશ્મણવર્ગણમાં પણ વિચિત્ર સ્વભાવ છે જેને કારણે આત્મા તેની સાથે સંબંધ થઈ જાય છે.
આ સંબંધ થઈ ગયા પછી કમપરમાણુઓ આત્માની સાથે એક-મેક થઈને જ રહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં આત્માના પુરૂષાર્થ સિવાય કોઈપણ બાહ્ય પદાર્થની મદદથી આત્મા અને આ કમપરમાણુઓનું વિયોજન થઈ શકતું નથી.
પ્રશ્ન :– શું આત્માના પુરૂષાર્થ વિના કર્મ છુટે જ નહીં ?
જવાબ – કર્મો પોતાની મેળે અમુક સ્થિતિ પૂર્ણ કર્યા બાદ ઉદયમાં આવે છે પણ તેનો ઊદય આત્મામાં કંઈને કંઈ પરિવર્તન તે અવશ્ય કરે જ છે.
પણ અહીં પુરૂષાર્થ” શબ્દથી આત્મપરિવર્તન અર્થ સમજવાનો છે. એટલે કે આત્મામાં જ પરિવર્તન થયા સિવાય કઈ પણ દ્રવ્યની અપેક્ષાથી કર્મો છૂટા પડી શકતા નથી.
આત્મા સાથે સંબંધ થયા પછી કર્મપરમાણુઓને કેટલોક કાળ એ હોય છે જે સમય દરમ્યાન આ કર્મપરમાણુઓમાં કેઈ પણ જાતનો ફેરફાર થતો નથી કે આ કર્મપરમાણુઓને કઈ પણ પ્રભાવ આત્મા પર પડતો નથી. આવા સમયને શાસ્ત્રીય પરિભાષામાં અબાધાકાળી કહેવામાં આવે છે. - જે સમય દરમ્યાન આત્માને લાગેલાં કર્મોને કઈ પણ જાતને ફેરફાર (બાધા) પેદા ન થાય તે સમયને અબાધાકાળ કહેવામાં આવે છે. કર્મોની સ્થિતિના પ્રમાણમાં