________________
વિવેચન
. [ ૭૫
સ્વરૂપે પ્રગટ થઈ જાય છે માટે પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ એટલે જ જૈનદર્શન.
આ જ વાતને મહાપુરુષોએ સ્વરચિત ગ્રંથોમાં ઘણી ઘણી રીતે સમજાવી છે. પૂ ઉપા, યશવિજય મહારાજ ફરમાવે
- “ચાં વર્ષના વિરાન્તિ, નપુર તેડુ मालायां मणयो लुठन्ति न, पुन Wस्तेषु मालापि सा" ।
જૈનશાસનરૂપ મણીની માલા વિષે બધાં જ (દર્શન) નો સમાઈ જાય છે. પણ જુદા જુદા વિખરાયેલા મણિરૂપ દર્શનમાં જૈનદર્શન સમાઈ શકતું નથી.
અર્થાત્ જુદા જુદા દર્શને એ મણિઓ છે. જેમ તે બધાં મણિને વેધ કરીને દેરામાં પરોવવામાં આવે ને મણિની માળા બને છે. તેમ ભિન્ન ભિન્ન રહેલાં એકાંતદર્શને જ્યારે પિતાના. મિથ્યા આગ્રહના ત્યાગરૂપ વેધને
વીકારીને જ્યારે મધ્યસ્થરૂપ દેરામાં પરોવાઈ જાય ત્યારે જે દશના૫ મણિમાલા સ્વયં જ પેદા થઈ જાય.
આમ જૈનદર્શનના સ્યાદવાદ અને નયવાદની પવિત્રતા અનુપમ છે. પણ હમણાં આપણે પ્રસ્તુત વિષય આત્માના સ્વરૂપને જણાવવા દ્વારા સિદ્ધના સ્વરૂપને જણાવવાનું છે. એટલે અહીં તે બધી વાતને વિચાર કરી ન શકાય માટે ફકત આત્માનું સ્વરૂપ જ વર્ણવ્યું છે.