________________
વિવેચન ]
[ ૭૭
બધું જ નકામું! મૂળ વસ્તુ ન માનીએ ત્યાં સુધી તેના પેટા વિભાગે ગમે તેટલા માનીએ તે ય શું લાભ?
નહીં તે પછી “સીતાના હરણ” જેવી વાત થાય! .
સીતાનું હરણ -
એક ગામમાં એક ગેરમહારાજ રામાયણ વાંચતા લોકોને ખૂબ “રસ આવે કથા માં કેને રસ ન આવે પણ જ્યાં તત્ત્વની વાત આવે કે ખસખસ થઈ જાય ને !
ઘણું શ્રોતાઓ આવે તેમાં એક ભેળાશંકર પણ આવતા હતા.
એક દિવસ ગોરમહારાજે વાર્તામાં કહ્યું કે “સીતાનું હરણ” થયું. ભેળાશકરના તે આશ્ચર્યને પાર જ ન રહ્યો રોજ કથામાં જાય અને રાહ જુએ કે હરણની સીતા ક્યારે થશે?
ભેળાશંકર દરરોજ ધ્યાન દઈને સાંભળે પણ કયારે પણ એવી વાત ન આવી કે હરણમાંથી પાછા સીતાજી બન્યા.
છેવટે રામાયણ પૂરું થવા આવ્યું હતું. સીતાજી ધરતીમાં પેસી ગયા. તે વાત પણ આવી તો ય ભેળાશંકરને - એ સાંભળવા ન મળ્યું કે હજણમાંથી સીતાજી પાછા ક્યારે થયા?
હવે ભેળાશંકરથી ન રહેવાયું એટલે તેણે પૂછી નાખ્યું “ભટ્ટજી! આ બધી વાત તે ખરી પણ એક વાત તે ભૂલી ગયા લાગે છે? હરણમાંથી પાછા સીતાજી ક્યારે થયા તે તે ન કહ્યું
ભટ્ટજીને આશ્ચર્ય થયું તે પૂછે ભલા! પણ સીતાજી વળી હરણ ક્યારે થયા હતા ?