________________
વિવેચન ]
" [ ૮૮
મળે છે અને અધર્મ કરનારાઓ પણ સુખ મેળવે છે તે કેના કારણે કોઈ એવું તત્ત્વ માનવું જ પડશે કે જે આ જન્મમાં કરેલા ધર્મનું ફળ પણ આવે આ જન્મમાં પાપ ન કર્યું હોય છતાં જે દુખે મળે તેનું સાચું કારણ બતાવે આ જ તત્વનું નામ કર્મ છે. - એક વાત ધ્યાનમાં રાખજે કે આપણે આત્માની સિદ્ધિ કરી ચુક્યા છીએ. એટલે એમ ન કહી શકીએ કે આ જન્મમાં કરેલા કાર્યોનું ફળ આ જન્મમાં મળે તે જ બરાબર કહેવાય અને બીજા જન્મમાં મળે તો એ બરાબર ન જ કહેવાય. * કારણકે વ્યવહારમાં પણ કોઈ એ કાયદો નથી કે ધોળા કપડાં પહેરીને ચોરી કરે ને કાળા કપડાં પહેર્યા બાદ ચોર ન કહેવાઓ.
દુકાન પર બેસીને ગુહે કર્યો હોય છતાંય વોરન્ટ નીકળે તે હિન્દુસ્તાનમાં શું દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય તે પણ તમને પકડી શકાય કારણકે કપડાં બદલાયા એટલે કંઈ તમે બદલાયા ન કહેવાઓ.
કારણકે ચેરી કરનાર કપડાં નથી પણ તમે પિતે છે. તેમ દેશ બદલાય કે કાળ બદલાય એટલે તમે બદલાયા એમ ન કહેવાય. કારણકે, ગમે તે દેશમાં, ગમે તે કાળે તમે ચોરી કરી હોય તે ચોર કહેવાશે જ.
આમ આત્માને માનનારા તે જાણે જ છે કે આ શરીરભવ એ તો દેહ છે. પણ પાપ કરવાવાળે કે ધર્મ કરવાવાળે તે આત્મા જ છે માટે દેહ, કાળ કે ક્ષેત્ર બદલાય તે પણ જે આત્માએ પાપ કર્યું છે તેનું આત્માને જ ફળ મળે છે. સાચી રીતે આત્માને માનનારે ત્યારે જ આત્માને માનનારે કહેવાય કે તે આત્માની સાથે કર્મને પણ માનતો જ હોય.