________________
૮૬ ].
[ શ્રી સિદ્ધપદ
યણ તે ય બરાબર નથી. ગરમીનું પ્રમાણ એ છું હેય એટલે ન બળે ! બાકી આગ તે બાળીને જ રહે અને તેથી જ તે લોખંડ વિગેરેની ભમ બને છે, સેના અને હીરાની ય ભષ્મ બને છે. માટે અગ્નિ તે બાળવાના સ્વભાવવાળે જ કહેવાય.
જે પુરૂષાર્થ સુખી બનવાનું કારણ હેય કે ધનવાન બનવાનું કારણ હોય તે એકને પુરૂષાર્થ કરે પડે અને બીજાને વિના પુરૂષાર્થ જ ધન કે સુખ મળી જાય તે કેમ બને? - જે કારણ હેય તે તે બધાની તરફ સમાન વર્તનારૂં જ હોય. એક માટે એક રીતે વર્તે અને બીજી તરફ બીજી રીતે વર્તે તેવું ન બને દંડથી ઘડે બને. તે કેઈક ઘડે બને અને કેઈક ઘડે ન બને આવું બને જ નહીં અને જે એવી રીતે થાય તે ઘડાનું કારણ દંડ છે એમ કહેવાય જ નહીં. શાસ્ત્રીય ભાષામાં આને “વ્યભિચાર કહેવાય. અર્થાત્ કોઈપણ કાર્યનું કઈ પણ કારણે ત્યારે જ કહેવાય કે જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે તે કારણ હેય અને હેય જ. માટે
જ્યાં જ્યાં સુખ કે સંપત્તિ મળે ત્યાં ત્યાં પુરૂષાર્થ હો જ જોઈએ. ત્યારે જ પુરૂષાર્થ સાચું કારણ કહેવાય. પણ આપણે જે દષ્ટાંતને વિચાર કરીએ છીએ તેમાં તેના પિતા તે વસિયતનામું કરીને મૂકી ગયા છે, અને તેમાં લખ્યું છે કે તેની પહેલી સંતતિને પિતાને વાર મળે પણ બનવાજોગ બન્યું પણ એવું કે તેને જેડલું પેદા થયું એક બાળક કલાક પહેલા આવ્યું અને બીજુ બાળક એક કલાક પછી આવ્યું. હવે બતાવે કે આમાં પહેલાં જન્મનાર બાળકને પુરૂષાર્થ શું? અને બીજા જન્મનાર બાળકને ગુન્હો શું?
અહીં માત્ર પુરૂષાર્થને જ કારણ માનનારે આગ્રહી છે. આગ્રહી જ વિગ્રહી (ઝગડા કરનારે ) બને છે. અને