________________
'વિવેચન ].
[ ૭૩
-
-
-
-
જૈનદર્શનની દષ્ટિએ આત્મા
યાને આત્માનું વાસ્તવિક સ્વરૂપ
(૧) આત્મા એક સ્વતંત્ર પદાર્થ છે. આવા આત્માઓ અનંત છે.
(૨) તે કશાથી પિદા થયેલ નથી કે કોઈનાથી નાશ પણ પામતે નથી. ' (૩) અર્થાત અનાદિકાળથી તેનું અસ્તિત્વ છે અને અનંતકાળ સુધી રહેશે.
(૪) અનાદિકાળથી જ તેની સાથે કમને સોગ છે. ' (૫) જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે અનંતગુણો તેનામાં રહેલાં છે.
(૬) કર્મના સંગના કારણે તેના સંપૂર્ણ ગુણે પ્રગટ થઈ શક્તા નથી. આ (૭ કર્મના સંગના કારણે દેવ, મનુષ્ય તિર્યંચ અને નરક આદિ ગતિમાં તેનું ભ્રમણ થાય છે.
(૮) આત્મા રૂપી પણ છે અને અરૂપી પણ છે. છે. (૯) નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.
(૧૦) જ્ઞાનાદિ ગુણેથી જુદો પણ છે અને જ્ઞાનમય પણ છે. | (૧૧) આત્મા દેહથી જુદો પણ છે અને દેહ સ્વરૂપ પણ છે.