________________
વિવેચન |
[ ૪૭
એ જે તત્ત્વ આવ્યું. - જે દેહમાં પેદા થયેલી શક્તિ માત્ર જ આત્મા હોય તે પુનર્જન્મની યાદના દાખલા કદી બની શકે જ નહીં. જો
પુનર્જન્મની યાદ એ નિર્વિવાદ સિદ્ધ કરે છે કે દેહ અને ઇંદ્રિયથી જુદું કોઈ તત્ત્વ અવશ્ય છે. જે શરીર ખલાસ થતાંની સાથે ખલાસ થઈ જાય છે તેવું નથી કે જે શરીર પેદા થતાંની સાથે જ પેદા થાય છે તેવું નથી. એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે અને ત્યાં જઈને ન દેહ ધારણ કરે છે. . જ પ્રશ્ન ઃ તે બધાંને કેમ જાતિસ્મરણ જ્ઞાન થતું નથી?
ઉત્તર : પહેલાં એ ખ્યાલ કરે કે જાતિસ્મરણ જ્ઞાન એટલે કઈ નવું કે મહાન જ્ઞાન છે તેવું નથી. પણ જે આજે કરેલી વસ્તુની યાદ બે-ચાર વર્ષ પછી આવે તેમ પૂર્વશરીરમાં કરેલા કાર્યની કે અનુભવની બીજા શરીરમાં યાદ આવે તેનું નામ જ જાતિસ્મરણ જ્ઞાન છે.
આ જાતિ : જન્મ-સ્મરણ = (પૂર્વજન્મના અનુભવોનું) યાદ આવવું તે જ્ઞાન. * - હવે તમારે પ્રશ્ન એ છે કે બધાંયને પૂર્વ જન્મ તે હોય છે છતાં ય કેમ બધાંને પોત પોતાના પૂર્વજન્મની યાદ આવતી નથી. આના માટેના થડા કારણે સમજવાની જરૂર છે. યાદ કેને આવે ? સ્મરણ કોને થાય ?
અહીં બેઠેલામાંથી કેટલાકને યાદ છે કે, તેમને પિતાના પાંચમા વર્ષે શું કર્યું હતું? માંડ પાંચ જણ એવા હશે કે, જેને યાદ હોય કે પાંચમા કે સાતમા વર્ષે શું કર્યું હતું.