________________
સિદ્ધપદ ]
[ ૫૩
પ્રશ્ન:-શુ આ જાતિસ્મરણજ્ઞાન સાચુ જ હોય એવા નિયમ છે?
ઉત્તર:–ના, તમે તમારા જ અનુભવની વાત કશ ને કે, તમે જોયું હોય અને સાંભળ્યુ હોય તેવુ જ તમને યાદ રહે છે કે, કંઈ ભૂલ પણ થઈ જાય છે ? તમે તમારી જાતે જ વસ્તુ મૂકી હોય છે પણ પછી કયાં મૂકી છે એ યાદ જ હોય છે. અને કેટલીક વખતે ઠેકાણે પાતે ન મૂકી હોય તે ઠેકાણે પણ મૂકી છે તેવું યાદ આવે છે. તેથી જાતિસ્મરણજ્ઞાનમાં આવી કેઇ ખાટી યાદ ન જ આવે. એવા કોઈ નિયમ નથી. અને જે યાદ આવે તે પ્રમાણે જ બધું 'હોય તેવું પણ નથી.
પેાતાના જ પૂર્વ જન્મની ચાર વાત યાદ આવે અને ચાર વાત યાદ ન આવે એવુ પણ બને. અને જે ચાદ આવે છે તેમાંય સ્થળની, નામની કે નાની મોટી હકીકતાની ભૂલ આવે તેમ પણ અને.
એકદમ ખાટી વસ્તુ પડવી એટલે કે જેવી ન હોય તેવી જ વસ્તુ યાદ આવવી કે હોય તેનાથી તદ્દન વિપરીત જ યાદ આવે એવુ અનવુ મુશ્કેલ છે. પણ એ જ્ઞાન જેને જેને હોય તેને સો ટકા સાચું જ જ્ઞાન હોય છે એવું માનવાની જરૂર નથી.
તેથી કાઇના પૂર્વજન્મની વિગતા સાંભળતાં કાઈએ કહેલી વિગતમાંથી બે-ચાર વિગત ખરાખરા ન હોય તેટલા માત્રથી તેને જાતિસ્મરણુજ્ઞાન નથી તેવું ન કહેવાય કારણ કે એક વાત તેા નકકી જ છે કે જે યાદ આવે છે તેના સાર તા પૂર્વના જન્મમાં કયાય પડેલા જ છે,