________________
૬૦ ]
[ વિવેચન
જે પરિસ્થિતિથી હસવું આવે તે પરિસ્થિતિ પિતાને પ્રિય છે તેવી પાલકને ખબર પડે માટે જ બાળક હસતો કે રડતો હોય છે.
પણ, જે આ બધી ચેષ્ટા કરનાર જીવને પરલોકથી આવનારે ન માનીએ તો, તે જીવ માતાના પેટમાં પેદા થયેલ હોય તો ક્યારે તે જીવ આ બધી વાત શીખે તેને કોઈ ઉત્તર છે ખરો ?
જે પૂર્વના અભ્યાસ વિના પણ તેનામાં હસવાની કે રડવાની ક્રિયા આપ મેળે જ થયા કરે છે. એમ કહીએ તો હંમેશા બાળક હસ્યા કે રડયા જ કરતો નથી ? દુ:ખ પડે ત્યાં પણ હશે. અને સુખ સાંપડે ત્યાં રડે આવુ કેમ ક્યાંય જોવામાં આવતું નથી.
આમ હસવા અને રડવાને કિયાનું નિયતપણું જ બતાવે છે કે આ ક્રિયાની પાછળ કોઈ જ્ઞાન કામ કરી રહ્યું છે અને એ જ્ઞાન આ જન્મમાં ગ્રહણ નથી કર્યું એ વાત પણ એટલી જ સત્ય છે. માટે હસવા અને રડવાની કિયા કરનાર આ શરીરમાં કોઈ બહારથી આવીને વસેલે છે એ નકકી જ છે અને તેનું નામ જ “આત્મા'..
તમે ખાલી તર્ક લગાવવા માટે જ તર્ક લગાવો કે માતાના પેટમાં જ આ વાતનું તેણે શિક્ષણ લીધું હોય છે અને તેથી જન્મતાની સાથે જ તેને હસવા કે રડવા વિગેરેની નિયત કિયા કરવાનું ભાન આવી જાય છે તો આ પણ એક સાહસ છે.
પહેલાં એટલું લકી કરે કે કેટલું શરીર બની ગયા પછી તેમાં ચેતના અભ્યર્ કે આવી શાનશકિતવાળું તત્ત્વ