________________
સિદ્ધપદ ]
[ ૫૯
ત્યાંના જેવું અડીં કશું હોતું નથી. જેથી તે જોતાં નરક કે સ્વર્ગની સહેલાઈથી યાદ આવે.
જે કે શાસ્ત્રોના વર્ણન તો છે જ અને તેથી અવંતિસુકુમાલ જેવાને સાધુઓના મેઢેથી પાઠ કરતાં કરતાં દેવલોકનું વર્ણન સાંભળી જાતિ મરણજ્ઞાન થયું પણ આજે તમારા જેવા જેનંને ય શાસ્ત્રમાં દેવલોક કેવો છે ? કેવો વર્ણવ્યું છે તેની ખબર નથી તે બીજાને શું ખબર પડે ?
તે છતાંય, એવા દાખલાઓ મળી આવે છે જ્યાં મનુષ્યોને પોતાના મનુષ્ય સિવાયના પૂર્વભવની પણ યાદ આવતી હોય ! પણ માત્ર પૂર્વજન્મથી જ આત્માની સાબિતી થાય છે તેમ નથી. બીજી પણ દલીલે છે.
તરત જન્મેલ બાળકનું હાસ્ય અને રૂદન
જરા વિચારો કે તરતના જન્મેલા બાળકને એ જ્ઞાન કોણે આપ્યું કે દુ:ખ આવે ત્યારે રડવું અને સુખ આવે ત્યારે હસવું ?
હજી તો માતાના ગર્ભમાંથી બહાર આવીને એણે દુનિયા જોઈ નથી. તે પહેલાં આ દુનિયાના વ્યવહારનું જ્ઞાન કેવી રીતે આવ્યું ?
જે જીવ પરલોકમાંથી આવ્યું છે તેમ માનીએ તો કહી શકાય કે, પૂર્વજન્મના તેના સંસ્કાર તેણે લીધાં છે અને તેથી આ જાસમાં પણ તેને યાદ છે કે દુ:ખ થાય ત્યારે રડવુ. જેથી પિતાની સંભાળ લેનાર જે હોય તેનું ધ્યાન જાય. દયા ઉપજે તેને પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિનો ખ્યાલ આવે હસવાથી પિતાને કોઈ પ્રસન્નતા થઈ રહી છે