________________
સિદ્ધપદ 1
[ પ૭
વળી મનુષ્યમાં પણ એવું જોવા મળે છે કે બધાં જ દેશની એક જ ભાષા હોય તેવું બનતું નથી અને બધાં જ માનવી કંઈ બધી જ ભાષા જાણતા હોય તેવું પણ બને નહીં. એટલે નાના છોકરા તે જ્યાં સુધી અહીંની ભાષા બરાબર ન શીખ્યા હોય ત્યાં સુધી પોતાના પૂર્વજન્મની ભાષામાં જ બોલે. જે ભણેલા, ગણેલા કે ધમી માતા-પિતા હોય તે સમજે કે, આ કંઈ બોલે છે. પણ કોઈ અણઘડ અને વહેમી હોય તો ભૂત છે, પલિત છે, વ્યંતર છે. એમ છોકરાને દુઃખી દુ:ખી કરી નાંખે અને છોકરે જ્યારે મોટો થાય, પોતાની વાત કરવાની શકિત પેદા થાય, ત્યારે માંડમાંડ સાચવી રાખેલા સંસ્કાર પણ નષ્ટ થઈ જાય.
તેથી આ મુશ્કેલી પણ પૂર્વજન્મની યાદવાળા બાળકને ખરેખર પૂર્વજન્મની યાદવાળું છે કે નહીં તેને નિર્ણય કરી શક વામાં આડે આવે છે.
આવા પણ કેટલાક દાખલાઓ બને છે કે માબાપને ન આવડતી, કેઈ સગા-સંબંધીને ન આવડતી હોય તેવી ભાષામાં પણ છોકરા પૂર્વજન્મની વાતો કરતા હોય છે.
કેટલાકનું એવું પણ માનવું છે કે, બાળક નાનપણમાં એકદમ હસવા કે રડવા માંડે છે. તે કોઈપણ કારણ વિના તેમ નથી કરતા. ત્યારે એને પૂર્વજન્મની યાદ આવતી હોય છે. એમાં કેટલું સત્ય છે એ તો કેવી રીતે ખબર પડે ? પણ કોઇપણ કારણ વિના એકદમ હસવા જ માંડે કે રડવા માંડે તેમાં કોઈ કારણ તો હોવું જ જોઈએ.
ઘણી વખત કેટલાક બાળકો દેખાવમાં બહુ હોશિયાર હોવા છતાં ય ખૂબ મોટી ઉંમરના થાય છતાં ય બોલતા