________________
૫૬ ]
વિવેચન
જો સાચી વાત અને પ્રત્યક્ષવાતને બધા એક જ મતે માનતા હોય તા દુનિયાના કયા માનવી ભલે પછી તે ધાર્મિક હોય કે અધામિક હોય, ચાર હોય કે શાહુકાર હોય, એમ માને કે સત્ય ખેલવું નુકશાનકારક છે ખરામ છે, અધમ છે. છતાંય ખરેખર અંતરથી તેના સ્વિકાર કરનાર કેટલા ? સત્ય ખેલવાના પ્રત્યક્ષ મૂળા શુ આપણુ જેયા નથી ? દુનિયામાં કોઈને ય અપ્રત્યક્ષ છે ? છતાંય કાઇ સત્યને સ્વીકારે છે ?
અહી વાત તા એ છે કે “જાતિસ્મરણજ્ઞાન થનાર પણ જાતિસ્મરણજ્ઞાનને એ જ જન્મમાં ભૂલી જાય એટલુંજ નહીં પણ જાતિસ્મરણ મને થયું હતું કે નહીં એ પણ ભૂલી જાય.
એક વાત લક્ષ્યમાં રાખજો કે જાતિસ્મરણુજ્ઞાન એ માત્ર યાદ કે સ્મૃતિરૂપ જ્ઞાન જ છે. માટે તે જ્ઞાનમાં જે જે અનવા પામે તે બધું આ જ્ઞાનમાં બની શકે! એટલે ખયાંને પૂર્વજન્મનું જ્ઞાન ન થવામાં આવા પણ કારણા હાય છે.
એકદમ હલકા એટલે કીડી–પતંગીયા કે માખી જેવા ભવમાંથી મનુષ્ય બન્યા હોય તો પૂર્વનુ શુ યાદ આવે? ત્યાં જે બધાં સંસ્કારા હોય તે માટે ભાગે અવ્યક્ત સંસ્કારી હોય છે. પશુઓમાં પણ એટલી તીવ્ર સ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ ભાગ્યે જ હોય છે. એટલે તેમને તેમના જીવનમાં જ દૃઢ સંસ્કાર પડતા નથી કે પડેલા સંસ્કારે તેમના ચાલીશ-પચાસ વર્ષના જીવનગાળા દરમ્યાન તેમને યાદ રહે.
કેટલાક એવા દૃઢ સંસ્કાર બીજા જન્મ સુધી રહે એવા પણ હોય છે પણ બીજા જન્મમાં તેને સ્પષ્ટરૂપે બીજાને સમજાવી શકતા નથી.