________________
૪૮ 1
શ્રી સિધ્ધપદ
t.
એટલા બધાં કાળની વાત શા માટે કરે છે ? ગઇકાલે શું ખાધું? એ. આ સભામાંથી કેટલા ગણાવી શકે? સમજો કે આ બધું ના ઠીક છે પણ કેટલાયને પૂછીએ છીએ કે ભાઇ પાંચ પ્રતિક્રમણ આવડે છે?
..
હા, મહારાજ સાહેબ ! પાંચ વર્ષ પહેલાં તે એ વ સુધી મહેનત કરીને શીખ્યા હતા ને યાદ રાખ્યા હતા. પણ હમણાં એક-બે વર્ષથી બિલકુલ કેાઈ દિવસ જોયા જ નથી એટલે ખધાંય ભૂલી ગયા છું.
•
કેટલાકની મિચારાની તે એવી દશા હોય છે કે આગળ કરે તા પાછળ ભૂલે ! ને પાછવુ ગેખે તા આગળનુ ભૂલે ! ત્યારે કેટલાક એવા પણ અમારા જોવામાં આવે છે કે એક વખત વાંચે એટલે બસ યાદ જ રહી જાય. વર્ષો પછી પૂછીએ તા ય તે ભૂલ્યા ન હેાય.
તેથી પૂર્વજન્મની વાત તે શું કરવાની પણું આ જન્મમાં જેને યાદ રાખવા માટે કેટલી મહેનત કરી હાય છે. તેવા પાડો ય યાદ નથી રહેતા તે ગયા જન્મની વાત યાદ જરહે એવું કેવી રીતે બને ?
તેર્થી એવા કોઈ નિયમ નથી કે હોય કે જે અનુભવ્યું હૈાય તે બધું યાદ જ રહે! માટે આ જન્મમાં બધાંને પૂર્વજન્મની યાદ આવે જ તેવા નિયમ નથી પણ જેને પૂર્વના જીવનની યાદ આવે છે તે કઇ દિવસ આ નવા દેહમાં નહી દેખેલા એવા સ્થળની પૂરેપૂરી માહિતિ આપે છે. પેાતાના પૂર્વ જન્મનાં બધાં સ્વજનેાના નામ, કામ, ગુપ્તવાત બધું જ કહી દે છે. અને ત્યાં તપાસ કતાં ખબર પડે છે કે અમુક વર્ષ પહેલાં ઘરની અમુક વ્યક્તિ મૃત્યુ પામી છે.