________________
વિવેચન ]
[ ૪૧
-
પણ ભાઈ ! અમારે એવું કૈાઈ પ્રજન નથી. કે “આત્મા’ છે એવું ગયું મારવું પડે. પણ એ વાત ખરી લાગે છે કે, તમારે યુકિત અને તર્કથી આત્મા માનવે પડે છે માટે આત્મા હોવા છતાંય તમે ગપુ કહેવા તૈયાર થયા છે.
આત્મા છે' એ ભલે કઈ પણ ઈદ્રિયથી જાણી ન શકાય. છતાંય માત્ર અનુમાનથી જ જાણી શકાય છે તેવું પણ નથી આત્મા પ્રત્યક્ષ પણ છે. પણ, હમણાં તેની વાત રહેવા દે.
આત્મા'ની સિદ્ધિ માટે અનુમાન તમે અનુમાનને સ્વીકારવાની તે હા પાડી છે ને? તે એનાથી સિદ્ધ કરીને બતાવવામાં આવે છે કે, દેહાદિથી કઈ જુદી “આત્મા” નામની વસ્તુ છે. તે તે માનવા તૈયાર થાવને?
ઠીક, ત્યારે તેનાં અનુમાનેને વિચાર કરીએ.
વિચાર કરો કે અમુક વ્યક્તિ જીવે છે અને અમુક વ્યક્તિ મરી ગઈ છે. આ તફાવત કેમ પડે છે? અથવા લાકડુ નિર્જીવ છે અને માણસ સજીવ છે આ તફાવત કેમ?
આપણે ભલે માણસમાં આત્મા છે તેમ કહેવા તરત તયાર ન થઈ જઈએ. છતાંય એટલું તે માનવું જ પડશેને કે લાકડામાં કે મડદામાં જ્ઞાનશકિત, દુઃખથી દૂર થઈ જવાની કે સુખને મેળવવાની ચેષ્ટા જોવામાં આવતી નથી. . અર્થાત લાકડાના ટુકડે ટુકડા કરી નાંખશે કે મડદાંને સળગાવી નાંખશે તે ય, કશી પ્રતિક્રિયા પેદા નહીં થાય ત્યારે નાની કીડી પણ, તડકામાંથી દોડી જઈને છાંયડામાં