Page #1
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ ડૉ. ભાનુમતી જાંની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ ડૉ. ભાનુમતી જાની | વિતરક પાર્શ્વ પબ્લિકેશન: અમદાવાદ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ વિતરક બાબુભાઈ હાલચંદ શાહ પાર્શ્વ પબ્લિકેશન નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ 001 પ્રકાશક ડૉ. ભાનુમતી જાની 18, માણેકનગર સોસાયટી, જૈન મરચન્ટ સોસાયટીની બાજુમાં, પાલડી, અમદાવાદ-૩૮૦ 007 પ્રથમ આવૃત્તિ : 1998 પ્રત : 500 મૂલ્ય રૂા. ર૨૫-૦૦ (c) ડૉ. ધીરેન એચ. શાહ લેઝર કમ્પોઝ લેખિત” 10, રૂપમાધુરી સોસાયટી, યોગાનર્સરી પાસે, માણેકબાગ, અમદાવાદ-૩૮૦ 015 મુદ્રક સર્વોદય ઓફસેટ ઈદગા ચોકી પાસે, પ્રેમદરવાજા, અમદાવાદ, (ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી પ્રગટ) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ અર્પણ પરમપૂજ્યમાતુશ્રી કાન્તાબહેન જાનીને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ ઋણસ્વીકાર અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ' વિષય પરના મારા શોધનિબંધને લગભગ સવાછ વર્ષ લાગ્યાં. આ ભગીરથ કાર્યમાં મને અનેક સ્વજનો, વડીલો, મિત્રોની મદદ અને માર્ગદર્શન મળ્યાં છે. જેનો ઋણસ્વીકાર ન કરું તો નગુણી કહેવાઉં. સૌ પ્રથમ પરમ પૂજ્ય સ્વામીશ્રી મનુવર્યજી (યોગસાધન આશ્રમ પ્રિતમનગર), મારા પૂજ્ય પિતાજી, સ્વ. પ્રભુલાલ જાની, પરમ પૂજય - બા - કાન્તાબહેન જાની, ડૉ. ધીરુભાઈ પરીખ માર્ગદર્શક અધ્યાપક, (અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯.), પ્રિ. શ્રી ચતુરભાઈ પટેલ (નિવૃત્ત આચાર્ય એમ. પી. આર્ટ્સ એન્ડ એમ. એચ. પટેલ કોમર્સ કોલેજ ફોર વિમેન), પ્રિ. શ્રી સારાભાઈ સંઘવી (આચાર્ય, એમ. પી. આર્ટ્સ એન્ડ એમ. એચ. પટેલ કોમર્સ કોલેજ ફોર વિમેન), પ્રિ. શ્રી મધુભાઈ બક્ષી (નિવૃત્ત આચાર્ય જી. એલ. એસ. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ), સુ શ્રી સુમિત્રાબહેન ટેબલે, સુ શ્રી ભામિનીબહેન મુનસફ, શ્રીમતી ભક્તિબહેન વોરા, પ્રો. નીલાંજનાબહેન (નિવૃત્ત અધ્યાપક, ગુજરાત કૉલેજ), સ્વ. જશવંતભાઈ ઠાકર (નાટ્યાચાર્ય), શ્રી બિપીનભાઈ પરીખ (મહેમદાવાદ), શ્રી ગિરીશભાઈ સાગર કોપીયર્સ, શ્રીમતી વિદુલાબહેન મિસ્ત્રી, ભો. જે. વિદ્યાભવન, શ્રીમતી રેખાબહેન જોશી ગ્રંથપાલ એમ. પી. આર્ટ્સ એન્ડ એમ. એચ. પટેલ કોમર્સ કોલેજ ફોર વિમેન, શ્રીમતી કપિલાબહેન પટેલ ગ્રંથપાલ જી. સી. ગર્લ્સ હાઈસ્કુલ, બ્રિટીશ લાઈબ્રેરી, ગુજરાત યુનિવર્સિટી, સાહિત્ય પરિષદ ગ્રંથાલય, ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, એમ. જે. લાઈબ્રેરી, પાર્થ પ્રકાશનના બાબુભાઈ શાહ, ગુજરાત સાહિત્ય અકાદમી - મંત્રીશ્રી ડંકેશ ઓઝા ઉપરાંત અનેક કવિમિત્રો, ગઝલકારો, અધ્યાપકોનું પણ ઋણ સ્વીકારું છું. - ડૉ. ભાનુમતી જાની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ મૃત્યુનું દાર્શનિક-કલાકીય આકલન જે જાયું તે જાય', આ હકીકતે જન્મ અને મૃત્યુ વિશે શું આપણે ત્યાં કે શું પશ્ચિમમાં, શું વર્તમાનમાં કે શું અતીતમાં અનેકોએ અનેક પ્રકારે વિચારણા કરી છે. બહુધા આ મૃત્યુચિતનમાં ભાવનાત્મક સમ પર આવવાનું બન્યું હોય અને બનતું હોય તેમ જણાય છે. એની નિશ્ચિતતાનો નકાર તો કરી શકાય તેમ નથી. તો પછી એના વિશે શું વિચારવું ? એક આ પ્રકારની વિચારધારામાંથી મૃત્યુ નામશેષ બની જીવાતું જીવન જ કેન્દ્રમાં રહ્યું છે. તો અન્યથા મૃત્યુની નિશ્ચિતતાના સંદર્ભમાં જીવનનો અર્થ સમજવાનો અને મૃત્યુનું રહસ્ય પામવાનો પ્રયત્ન થયેલો જોવા મળે છે. મનુષ્યને આ જીવનમાં મૃત્યુનો અનુભવ પ્રથમ પરાનુભૂતિ દ્વારા થયો હશે ત્યારે એના ચિત્તની સ્થિતિએ તરેહ તરેહના વળાંકો લીધા હશે. આપણી પાસે સિદ્ધાર્થનું દૃષ્ટાન્ત સદામોજૂદ છે. મૃત્યુના દશ્યમાંથી જ એમણે જીવનનું રહસ્ય ખોજવાનો પ્રયત્ન અને પુરુષાર્થ ખેડ્યો.મૃત્યુ વિશે આમ દાર્શનિક ચિંતનાત્મક ભૂમિકાએ પૂર્વ-પશ્ચિમમાં કાળક્રમે જે વિચારણાઓ થઈ છે તેનો સુપેરે અભ્યાસ કરી ડૉ. ભાનુમતી જાનીએ આ શોધનિબંધના પ્રથમ પ્રકરણમાં માંડણી રૂપે તેનો સમ્યક્ નિચોડ આપવાનો પ્રયાસ કર્યો છે. આમાં એમની વ્યુત્પન્નતા તથા આકલનશક્તિનો સુપેરે પરિચય થાય છે. અહીંનું પ્રથમ પ્રકરણ એ રીતે મનનીય બની રહે છે. પરન્તુ શોધનિબંધનો વિષય તો છે “અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ'. આમ, એક તરફથી મૃત્યુ વિશેની વિવિધ દાર્શનિક ભૂમિકાઓ છે તો બીજી તરફથી તેનો દાર્શનિક દષ્ટિએ નહિ, પણ કવિ કલાકારની દૃષ્ટિએ વ્યાપાર-વિનિયોગ કેવી રીતે થયો છે તે છે. આથી મૃત્યુની ઘટનાને એક કલાકાર કઈ રીતે જુએ છે, એની પાસે કેવા સંદર્ભો છે, વગેરેની પ્રત્યક્ષતામાં એને નિહાળવાનો, નાણવાનો ઉપક્રમ છે. - ડૉ. ભાનુબહેન જાનીએ પ્રથમ અને ભૂમિકારૂપ પ્રકરણમાં મૃત્યુની અત્રતત્ર થયેલી તાત્ત્વિક વિચારણાનો સદષ્ટાંત પરિચય આપી, પછીનાં પ્રકરણોમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના તબક્કાવાર કાવ્યસર્જનને તપાસ્યું છે. પણ એ ય પૂર્વેના પ્રકરણમાં કવિતામાં મૃત્યુના નિરૂપણની પીઠિકારૂપે તેમણે મધ્યકાલીન કવિઓની આ વિષયની વિચારણા તપાસી છે, તો લોકસાહિત્યમાં તે વિષયનું કેવું નિરૂપણ થયું છે તે ય તપાસ્યું છે. - એક લોકગીતમાં “નગરસાસરેમાં શોક્ય આપેલી ચૂંદડીમાં વિષ ભેળવેલું હતું અને તેને કારણે મૃત્યુને વરેલી એ અભાગી સ્ત્રીની ચિતાનું વર્ણન લોકકવિ આ રીતે અલંકારપૂર્વક કરે છે ત્યારે એમાં દિલ કંપાવનારો કરુણ નિષ્પન્ન થયા વગર રહેતો નથી : - સોનલવરણી બાની ચેહ બળે છે ને રૂપલાવરણી બાની રાખ ઊડે છે. તો ભજનઢાળમાં કવિ પીઠો મૃત્યુની નિશ્ચિતતા સામે જીવનની ક્ષણભંગુરતા મૂકી, જીવનમાં અભિમાનથી દૂર રહેવાની વાત સરસ રીતે કરી લે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ ક્યાં જઈ રે'શો રાત આતમજીવડા, ગાડું ભર્યું ચંદન લાકડે ચડવાને ઘોડી કાટ - ચાર જણાં તુંને ઉપાડી ચાલ્યા ખોખરી હાંડીમાં લીધી આગ.” દયારામે મૃત્યુની મનુષ્યને સૂઝસમજ નથી તેને ઉદાહરણ દ્વારા કાવ્યાત્મક રજૂઆત કરી છે - ‘મૂરખ તું સમજે નહિ - આયુષ્ય ઓછું થાય; જ્યમ સરોવરની માછલી સમજે નહિ સલિલ સુકાય રે.' સુધારકયુગમાં કવિ દલપતરામ મિત્ર ફાર્બસના મૃત્યુનો શોક ફાર્બસવિરહમાં કથનાત્મક-વર્ણનાત્મક-ભાવભાવનાત્મક રીતે રજૂ કરે છે. તેમાંની આ એક ભાવમય ઉક્તિ જુઓ : a “વ્હાલાં તારાં વેણ સ્વપ્નામાં પણ સાંભરે નેહભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ' તો વળી ભવાનીશંકરે કરસનદાસ મૂળજીના અવસાનનિમિત્તે “કૃષ્ણવિરહ' કાવ્ય લખ્યું છે. તેમાં વૃત્તિમય ભાવાભાસનો આશ્રય લઈ નિજ શોકને આમ વર્ણવ્યો છે : પશુપંખીએ ઝૂરવા માંડ્યું છાંડ્યું ચરતા ઘાસ ચકલાએ ચારો ત્યજ્યો મુખ ચરતા, દિલગીરીથી ઉદાસ.” શેઠ વલ્લભદાસ પોપટે મહુવા ગામના જાણીતા શિક્ષક માહેશ્વર ઈચ્છારામના મૃત્યશોકથી વિકલિત પોતાના હૃદયભાવને આવી રીત્યાત્મક અભિવ્યક્તિ આપી છે : વાર “છણ છણ છણ બાળે છાપ છાતી છપાણી ગુરુ ગુરુ ગુરુ બોલું નેત્રમાં પૂર્ણ પાણી.” જ્યારે નર્મદ “નર્મકવિતા'માં “નવ કરશો કોઈ શોકમાં મૃત્યુનું ચિંતન રજૂ કરતાં તેને શોકાકુલ પ્રસંગ તરીકે લેવા કરતાં મંગલ નિયતિ તરીકે લેવાનું કહે છે, અને તે માટે હિમ્મત રાખવા સૂચવે છે. જગતનીમ છે, જનનમરણનો દઢ હજો હિમ્મતથી.” સ્નેહમુદ્રામાં ગોવર્ધનરામ મૃત્યુજનિત શોકનું આખરે શમન થાય છે તેમ સ્વીકારે છેઃ જનન મરણ ને રડવું હસવું થશે લીના અંતે અનંત પ્રવાહમાં મળે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ તો વળી બળવત્તરાય ઠાકોર મૃત્યુના શોકને માત્ર લાગણીવેડાની સ્થિતિએ નહીં પરમ બૌદ્ધિકની પૈર્ય-ધર્મવૃત્તિથી નવાજે છે તે આ રીતે : ડૂબું હું શીદ શોકમાં ગયો જ તું અશોકમાં. ત્રિભુવન પ્રેમશંકરે ૧૯૦૨માં “કલાપીવિરહ' પ્રકાશિત કર્યું. તેમાં આલંકારિક રીતે જીવનમરણની સાતત્યપૂર્ણ ઘટનાને આમ નિરૂપે છે. ખરતાં જૂનાં પાન નવીન તરુવર ધરતાં એવાં દેહનાં દાન જન્મ જન્મ જીવને મળે.' જ્યારે ન્હાનાલાલ દ્વારિકાપ્રલયમાં યુદ્ધજન્ય મૃત્યુનું આમ નિરૂપણ કરે છે. પાનખરમાં પાંદડાં ખરે એવા ખરતા'તા યદુકુમારો મારો જાણે મમરા પડ્યા કાળ-દેષ્ટ્રાઓમાં ખબરદાર જેવા ઉપકવિ પણ પુત્રીવિરહના શોકમાંથી સમ્યફ જ્ઞાનોદય થતાં મૃત્યુને સુન્દર રૂપે નિહાળે છે : કોણ સૌંદર્ય એ મૃત્યુનું નિરખશે? કોણ જોશે બધી એની લીલા ?" ગાંધીયુગના કવિઓએ પણ મૃત્યુને વિભિન્ન રીતે ચિંતવ્યું-નિરૂપ્યું છે. રા.વિ. પાઠકે પત્નીના મૃત્યુની છેલ્લી સ્થિતિ-ધટનાને “છેલ્લું દર્શન'માં શાન્ત-સ્વસ્થ રૂપે નિરૂપી છે અને મૃત્યુના શોકને ગૌરવાન્વિત કરી બતાવ્યો છે. એમના એક બીજા કાવ્ય “ઓચિંતી ઊર્મિમાં ગતપાત્રની સ્મૃતિની જાગ્રતિને આમ ધીરગંભીર ભાવશૈલીએ વણર્વે છે. ઓચિંતી વાયુ ઊર્મિથી વાસેલી પોથી ઊઘડે - પર્ણોમાં ગૂઢ ઢંકાયું હિમબિંદુથી ખરી પડે.” ગોવિંદ સ્વામી જેવા અકાળે ચાલ્યા ગયેલા આશાસ્પદ કવિએ પણ શોકના અનુભવને કેવી ધારદાર અભિવ્યક્તિ આપી છે! ‘રે ત્યાં વચ્ચે સમયની કટારે ઉરે કાપ મૂક્યો હૈયાકેરું અરધ જ કરી સાવ રે છેહ દીધો. ઉમાશંકર મૃત્યુની કરાલતા અને ભવ્યતાને પિછાની યુગપત અભિવ્યક્તિ કરે છે : આવ મોત, સંદેશ બોલ તવ ઘર્ઘર નાદે નહીં ન્યૂન, વધુ ભલે રુદ્ર તવ રૂપ, ધરીશ તું.” અને જાણે વીરવભર્યો પડકાર ફેંકતા હોય તેવી ઉક્તિ રજૂ કરે છે : “વક્રદંત, અતિચંડ, ઘમંડ ભરેલ વિષાદ ના મુખ ઉઘાડ તુજ, શાંત ચિત્ત તવ દંત ગણીશ હું.” તો વળી “સપ્તપદી'માં મૃત્યુનું સમીકરણ પ્રભુ સાથે માંડે છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ લે પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને? '}}')" મૃત્યુ એટલે પ્રભુ સાથેનું હસ્તધૂનન.' પ્રયાણઘડીએમાં મૃત્યુની સુન્દરતાનું કવિ સ્નેહરશ્મિ આ પ્રમાણે સૌમ્ય નિરૂપણ કરે : “નહિ રજની આંસુ સાર દિશાઓ રોશો મા, આ પ્રયાણઘડી અભિરામ પાછું જોશો મા.” અનુગાંધીયુગમાં પણ મૃત્યુનું નિરૂપણ કવિઓની કલમે વૈવિધ્યસભર થયું છે તે પણ ડૉ. ભાનુબહેન જાનીએ એમના એ પ્રકરણમાં વિગતે અને સદષ્ટાંત ચચ્યું છે. બાલમુકુન્દ દવેનું “તું જતાં' કાવ્ય પત્ની વિરહનું કરુણગર્ભ કાવ્ય બની આવ્યું છે. પત્નીવિહોણું શેષ જીવન કેવું બની ગયું છે ? કવિ કહે છે : દિન સૌ ભડકા છ આગના, રજની સૌ ઢગલા છ ખાખના વિધિના વસમા છ વાયરા પ્રિય આશા અવસાન જિંદગી.' મૃત્યુસમયે, મૃત્યુ પામેલા કોઈ સ્વજનને ભાવાંજલિરૂપે જ્યારે પુષ્પો ધરવામાં આવે છે ત્યારે હૃદયની સ્થિતિ કેવી હોય છે? સુરેશ દલાલ એક વિરોધાભાસથી હૃદયની અપાર વિકલતાને રજૂ કરે છે : શબ પર ફૂલ મૂકીએ છીએ - એ પહેલાં હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.” શેષ અભિસાર' જેવા કાવ્યમાં આપણા મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ સ્ત્રીપાત્રોક્તિ દ્વારા હર્ષભેર મૃત્યુના આગમનને વધાવે છે. મુખ્યત્વે એમનાં કાવ્યોમાં મૃત્યુ વિશેનું મંગલ ચિંતન જોવા મળે છે. લાભશંકર ઠાકરે “માણસની વાત'માં, સિતાંશુએ “જન્મીનું મૃત્યુ'માં મૃત્યુને ચિંતનમનની ભૂમિકાએ પ્રમાયું છે. તો રાવજી પટેલે “મારી આંખે કંકુના સૂરજ'માં કે માધવ રામાનુજે “હળવા તે હાથે'માં ભાવનાત્મક સ્તરે મૃત્યુનું નિરૂપણ કર્યું છે. આમ, આ શોધનિબંધમાં તેનાં લેખિકાએ મૃત્યુસંદર્ભે અર્વાચીન ગુજરાતી કવિતાને સમજ અને શ્રમપૂર્વક તપાસી છે. અનેક નામી-અનામી, સિદ્ધ-અસિદ્ધ-પ્રસિદ્ધ કવિઓની રચનાઓમાંથી તે પસાર થયા છે. તેની આ પછીનાં પ્રકરણપૃષ્ઠોમાં પ્રતીતિ થાય છે. એક સંશોધકને છાજે તેવી અભ્યાસશીલતા અને સ્વસ્થતાથી તેમણે આ વિષયને ન્યાય આપવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. મૃત્યુને સામાન્ય રીતે પ્રત્યેક કવિએ મુખ્ય વિષય નહિ, પણ સ્વજન નિધનના નૈમિત્તિક વિચારભાવરૂપે નિરૂપ્યું છે. તે અહીં જોઈ શકાશે. આ રીતે જીવનના આવા ગંભીર પાસાને નિરૂપવાનો પડકાર ઝીલી લઈ ડૉ. ભાનુમતી જાનીએ જે સુતા દાખવી છે તે આ પુસ્તક વાંચનારને તરત જ સમજાશે. કલાસ્વરૂપમાં મૃત્યુ જેવા વિષયનું આપણા વિવિધ કવિએ વિવિધ તબક્કે અને વિવિધ પ્રસંગે જે આશા-નિરાશાજન્ય, માધુર્ય-માંગલ્યમય, ભવ્ય,રાલરૂપે નિરૂપણ કર્યું છે તેનું અહીં શ્રમસાધ્ય આકલન થયું છે. - ધીરુ પરીખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ નિવેદન વર્ષોથી ગુજરાતી કવિતા ભણાવતાં ભણાવતાં “મૃત્યુ” વિશે થોડું વિચારવાનું પ્રાપ્ત થયું ને કોઈ એક સુભગ પળે “મૃત્યુ' અને કવિતાને સાથે વિચારવાની ફુરણા થઈ. ત્રણચાર મહિના એ માટે વ્યવસ્થિત વાંચ્યું. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ધીરુભાઈ પરીખ પાસે જઈ એમના માર્ગદર્શન હેઠળ કામ કરવાની મારી ઇચ્છા મેં વ્યક્ત કરી. તેઓએ મને તરત જ એ માટે સંમતિ આપી. ને કામ આગળ ચાલ્યું. જેમ જેમ કામ આગળ ચાલતું ગયું, તેમ તેમ આનંદાશ્ચર્યથી હું ઝૂમી ઊઠી. મૃત્યવિષયક કવિતાનો આસ્વાદ કરતાં કરતાં સમજાયું કે મૃત્યુ ભયાનક પણ નથી, ગહન પણ નથી. ગુજરાતી કવિઓની કવિતાએ મૃત્યુમાં રહેલા સત્યમ્ શિવમ્ સુંદરમ્ તત્ત્વોનો મને પરિચય કરાવ્યો. અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ' - એ વિષય પર વ્યવસ્થિત રીતે, વાંચવાનું, નોંધો ઉતારવાનું શરૂ કર્યું. ભારેખમ અવતરણોનો મોહ રાખ્યો નથી. કામ કરતી વખતે, કવિતાએ જ પોતાનું હૈયું મારી પાસે ખોલ્યું. મૃત્યુની વાત જીવનના સંદર્ભમાં જ વિચારી શકાય. જન્મ, જીવન, મૃત્યુ માનવઅસ્તિત્વના અવિભાજય અંશો છે. આ ત્રણ તત્ત્વોનો વિચાર એક સાથે જ કરી શકાય. અલગ અલગ નહિ. તેથી સૌ પ્રથમ આ વિષયને સમજવા માટે ભારતીય તત્ત્વચિંતન તેમજ પાશ્ચાત્ય તત્ત્વચિંતનનો થોડો અભ્યાસ કર્યો. પ્રથમ પ્રકરણ “ભૂમિકા' રૂપે તેથી જ મૃત્યુની વિભાવના'નું લખ્યું. તથા લોકસાહિત્ય, પ્રાચીન ભજનો અને મધ્યકાલીન ગુજરાતી કવિતામાં આવતા મૃત્યુસંદર્ભને પીઠિકારૂપે વિચાર્યો. ત્યાર પછી “અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ' વિશે યુગવાર પ્રકરણો તૈયાર કર્યા. અહીં કોઈ યંત્રવત ક્રમ સાચવવાનો ઉપક્રમ નથી. જે યુગમાં જે મુદ્રાની છણાવટ પ્રાધાન્ય ધરાવે છે. એ પ્રમાણે ક્રમ આપવા પ્રયાસ કર્યો છે. આ વિષય જ એવો છે. જેમાં કોઈ મુદ્દાને કોઈ એક નિશ્ચિત ચોકઠામાં મૂકી ન શકાય. ને તેથી જ ક્યાંક સમજી વિચારીને પુનરાવર્તન-દોષ સ્વીકાર્યો છે. જેમ કે મૃત્યુના કરુણ સંદર્ભની વાત “પ્રેમ અને મૃત્યુ” તથા “મૃત્યુનું માંગલ્ય' - ને પરસ્પરથી અલગ પાડી શકાય તેમ નથી. આ મહાનિબંધમાં અર્વાચીન ગુજરાતી કવિતામાંના મૃત્યુ વિષયક તત્ત્વદર્શન તથા નિરૂપસૌંદર્યને જ પ્રાધાન્ય આપ્યું છે. આવા ભવ્ય વિષયનો પાર તો કોણ પામી શક્યું છે? મૃત્યુ વિશે ઘણું બધું લખાયું હોવા છતાં આ વિષય એક સનાતન રહસ્યનો રહ્યો છે. તેથી આ વિષયને સમજવાનું, કે એ વિશે આધારભૂત રીતે કશું કહેવાનું મારું તો શું ગજું? ને છતાં થોડીઘણી સમજ મને મળી હોય તો તે આ કવિતા દ્વારા. એકલા તત્ત્વજ્ઞાનનો તો ભાર લાગે. પણ કવિતાને કારણે જ “મૃત્યુ' જેવા વિષયનો પણ મને ભાર નથી લાગ્યો. આ વિષયનો વ્યાપ અને ઊંડાણ અગાધ છે. મૃત્યુ વિશે ગમે તેટલું વાંચીએ, વિચારીએ તો પણ ઓછું પડે. પણ ક્યાંક તો લક્ષ્મણરેખા દોરવી પડે. તેથી એકત્રિત કરેલી માહિતીમાંથી પણ શક્ય તેટલું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ 10 દોહન કરીને અહીં મૂક્યું છે. ગઝલમાં મૃત્યુનું નિરૂપણનો થોડોક જ ભાગ અહીં સામેલ કર્યો છે. “ગઝલમાં મૃત્યુ નિરૂપણ' વિશે અલગ પુસ્તિકા પ્રગટ કરવા વિચાર્યું છે. કવિતાના ઘૂઘવતા સાગરમાંથી માત્ર અંજલિભર જ હું પામી શકી છું. આ વિષયને સમજવામાં તથા એને વ્યક્ત કરવામાં મને મારા માર્ગદર્શક અધ્યાપક ડૉ. શ્રી ધીરુભાઈ પરીખે સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા છે. અવતરણોમાં જોડણી જે તે કવિઓની યથાવત્ રાખી છે. મારા મહાનિબંધ “અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યનું નિરૂપણ'ને પુસ્તક રૂપે પ્રગટ કરતાં અનેરો આનંદ અનુભવું છું. આ પ્રગટ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીએ મને આર્થિક સહાય કરી છે એ માટે અકાદમીના પ્રમુખશ્રી મનુભાઈ પંચોળી તથા મંત્રીશ્રી ડેકેશભાઈ ઓઝા, તથા પસંદગી સમિતિની હું ખૂબ આભારી છું. ડૉ. ભાનુમતી જાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ ડૉ. ભાનુમતી જાની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ અનુક્રમ 77 1. “મૃત્યુની વિભાવના” (પૂર્વમીમાંસા તથા પશ્ચિમની મીમાંસા) 13 2. લોકસાહિત્ય, પ્રાચીન ભજનો તથા મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 46 3. “સુધારકયુગ'ની કવિતામાં મૃત્યુનું નિરૂપણ 4. પંડિતયુગની કવિતામાં મૃત્યનું નિરૂપણ 102 5. ગાંધીયુગની કવિતામાં મૃત્યુનું નિરૂપણ 173 6. અનુગાંધીયુગની કવિતામાં મૃત્યુનું નિરૂપણ 284 7. અદ્યતન યુગની કવિતામાં મૃત્યુનું નિરૂપણ 365 * ઉપસંહાર 467 * સંદર્ભ ગ્રંથોની સૂચિ 486 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ 1. પૂર્વાર્ધ - “મૃત્યુ” - પૂર્વમીમાંસા બધી કલાઓમાં, જીવન, પ્રેમ અને મૃત્યુ મહત્ત્વના વિષયો રહ્યા છે, ને માનવચિંતનના કેન્દ્રસ્થાને છે “મૃત્યુ'. શોપનહોવરે તેથીજ મૃત્યુને Muse of Philosophy' તરીકે બિરદાવ્યું છે. “મૃત્યુ' “જિંદગી' જેટલુંજ, કદાચ એના કરતાં પણ વિશેષ, રહસ્યમય રહ્યું છે. તો કવિ પણ તત્ત્વષ્ટા થયા વિના મહાન બની શકતો નથી. “મૃત્યુ' જ્યારે કલાત્મક રૂપ ધરીને આવે છે, ત્યારે એ “સૌંદર્ય તત્ત્વ' બની જાય છે. આમ તો “મૃત્યુ' એ ચિંતન કે વિચારનો પ્રદેશ જ નથી, અનુભવનો પ્રદેશ છે. શરીરભાવથી અલગ થઈ આત્મભાવનો અનુભવ કરીએ ત્યારે સમજાય છે કે “મૃત્યુછે જ નહિ. ને છતાં જીવનનું એક પણ ક્ષેત્ર એવું નથી, જેમાં મૃત્યુનો વિચાર ન કરાયો હોય. એક ધબકતું અસ્તિત્વ, ચૈતન્યસભર એક વ્યક્તિત્વ જ્યારે ધબકવાનું બંધ કરી દે છે, ત્યારે સૌને વિચાર તો આવે જ છે કે આ શું થયું ? કયું છે એ તત્ત્વ, જે થનગનતા વ્યક્તિત્વને એકાએક નિશ્ચેતન બનાવી દે છે? ને તેથી જ અવિરત વહેતી જીવનધારાના બે અનિવાર્ય તત્ત્વો “જીવન” અને “મૃત્યુ' ને આપણે ઓળખવા મથીએ છીએ. “જીવન' ને તો થોડુંઘણુંયે ઓળખી શકીએ કે સમજી શકીએ છીએ પણ “મૃત્યુને હજુ કોઈ સમજી કે ઓળખી શક્યું નથી. એને સમજવાની મથામણ માનવજાત યુગોથી કરતી આવી છે. “જીવન” અને “મૃત્યુ'ની સીધીસાદી વ્યાખ્યા આ રીતે આપી શકાય. “શ્વાસનું આવવું, શરૂ થવું, એ જીવન. શ્વાસનું જવું, થંભી જવું, એ “મૃત્યુ'. જે દિવસે કોઈ મૃત્યુને પ્રેમથી આલિંગન આપે છે, ત્યારે મૃત્યુનો ડંખ, મૃત્યુનો ભય અદૃશ્ય થઈ જાય છે. મૃત્યુને આશ્લેષવાવાળા મૃત્યુંજ્યી બની જાય છે. કોઈના મૃત્યુનો પ્રસંગ આપણને આપણા મૃત્યુની સંભાવના વિશે વિચારતા કરી મૂકે છે. પ્રત્યેક મૃત્યુ એ આપણું પણ મૃત્યુ છે. સોક્રેટીસને મૃત્યુ જોવાની ખૂબ ઉતાવળ હતી. એ જાણવા માગતો હતો કે મોતની ઘટનામાં કોણ મરે. છે, મૃત્યુ કે માનવ? તેથી તો છેક અંતિમ ક્ષણ સુધી એ કહેતો રહ્યો. “ધીરે ધીરે બધું ડૂબવા માંડ્યું છે, ને છતાં હું તો એનો એ જ છું, સદાય જીવંત.” આપણે પણ સોક્રેટીસની જેમ આપણું મૃત્યુ જતાં શીખીશું, ત્યારે મૃત્યુ અદૃશ્ય થઈ જશે. અસ્તિત્વની અનેકવિધ ચિંતાના બોજ હેઠળ કેટલાક લોકો “મૃત્યુ” વિષે વિચારતા જ નથી. વિચારવા માગતા પણ નથી. ને પછી અચાનક મૃત્યુના ઓળા એમના પર ઊતરી આવે છે, ત્યારે તેઓ મૂઢ બની જાય છે. પારણાથી સ્મશાન સુધીની કૂચનો આરંભ એટલે જન્મ અને અંત એટલે મૃત્યુ. જીવનની સૌથી ઊડીને આંખે વળગે એવી વિશેષતાનું નામ છે “મૃત્યુ'. જે ક્ષણે આ વિશેષતાનો સાક્ષાત્કાર કરવાની ઘડી આવી પહોંચી કે તરત જ બધી જ શક્યતાઓનો અંત આવી જવાનો. “મરવું એટલે આ દુનિયામાં ન હોવું, અથવા આ દુનિયામાં હોવા છતાં અન્ય વસ્તુઓ, નિર્જીવ વસ્તુઓના જેવા હોવું કે બનવું. પછી એનો સંબંધ વ્યવહારમાં માત્ર ઉત્તરક્રિયા પૂરતો જ મર્યાદિત રહે છે. ઉત્તરક્રિયા પતી ગયા પછી તે આ જગતમાં નથી. એ હકીકત વાસ્તવિક્તા બની જાય છે અને વ્યક્તિ તરીકે વિસારે પડતી જાય છે. “મૃત્યુનો અનુભવ મરનાર વ્યક્તિને જ થાય. એ અનુભવ કેવો હોય, મૃત્યુ વખતે મરનારની માનસિક સ્થિતિ કેવી હોય છે, તેનું વર્ણન મળી શકે નહિ. P.P.AC. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 14 કારણ મરનાર વ્યક્તિ, પછી એ કહેવા હયાત કે હાજર હોતી નથી. તેથી મૃત્યુના અનુભવ અંગે માત્ર કલ્પના જ કરવી રહી. માનવશરીરનું વિઘટન આપણે જોઈ, જાણી, અનુભવી ન શકતા હોવાને લીધે જ મૃત્યુના રહસ્યનો ભેદ હજી આપણાથી ઉકેલાયો નથી. જેમણે મૃત્યુને સ્થળાંતર કે રૂપાંતરરૂપે જોયું કે અનુભવ્યું છે, જીવનને જેઓ અવિરત યાત્રારૂપે, જોઈ શક્યા છે તે કાન્તદષ્ટાઓની દૃષ્ટિએ મૃત્યુ “અલ્પવિરામ' સિવાય કશું વધારે મહત્ત્વ ધરાવતું નથી. બૃહદારણ્યક ઉપનિષદના બીજા બ્રાહ્મણના પહેલા મંત્રમાં કહ્યું છે કે “આરંભમાં કાંઈ જ ન હતું. સર્વત્ર “મૃત્યુ' જ વ્યાપ્ત હતું. “તે મૃત્યુ શું હતું ? આ પ્રશ્નનો ઉત્તર એવો બતાવ્યો છે કે “અશનાયા' અર્થાત બુભુલા, વાસના, તૃષ્ણા, અવિદ્યા તત્ત્વનું નામ જ મૃત્યુ'. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ નહોતી ત્યારે મૃત્યુ જ હતું. “મૃત્યુને વૈદિક ભાષામાં “અશનાયા' કહેવામાં આવે છે. “અશનાયા'થી વિપરિત તે “અન્નસંભારણ” (“અન્નગ્રહણ') કહેવામાં આવે છે. આને જ અનુક્રમે “મૃત્યુ અને “જન્મ' અથવા “મૃત્યુ' અને “અમૃત” કહેવામાં આવે છે. “મૃત્યુ' બધા જ પ્રશ્નોનું પૂર્ણવિરામ છે. વ્યક્તિ જીવે છે, ત્યાં સુધી જ પ્રશ્ન છે. “મૃત્યુ” એટલે બધા પ્રશ્નોનો અંત.” મહાભારતના “શાંતિપર્વના બસોછપનમાં અધ્યાયમાં મૃત્યુની ઉત્પત્તિ વિષે માહિતી આપવામાં આવી છે. મહાબળવાન અને સામર્થ્યવાળા પુરૂષો યુદ્ધભૂમિમાં જ્યારે નિશ્ચેષ્ટ પડ્યા છે, ને “તેઓ મરણ પામ્યા છે એવો મૃત્યુ સૂચક વાક્યપ્રયોગ કરવામાં આવે છે ત્યારે યુધિષ્ઠિર ભીષ્મપિતામહને “મૃત્યુ' સંજ્ઞાની ઉત્પત્તિ, મૃત્યુ કોનું થાય છે? સ્થૂળ દેહનું કે આત્માનું? તથા “મૃત્યુશા માટે બધાનું હરણ કરી જાય છે? વગેરે પ્રશ્નોના જવાબમાં ભીષ્મપિતામહ નારદ દ્વારા અકંપન નામના રાજાના પુત્ર હરીનો શત્રુઓએ નાશ કરતાં જન્મેલા પુત્રશોકને હરનારું આખ્યાન કહેલું. જેમાં મૃત્યુની ઉત્પત્તિનું વર્ણન છે. જેમાં બ્રહ્મદેવની સર્વ ઈન્દ્રિયોમાંથી લાલ અને કાળા વસ્ત્રવાળી પ્રગટેલી સ્ત્રીને “મૃત્યુ' તરીકે ઓળખાવી છે. જેને બ્રહ્મદેવ પ્રજાઓનો સંહાર કરવાની આજ્ઞા કરે છે ત્યારે દુ:ખી થયેલી એ સ્ત્રી ધેનુકા નામના તીર્થમાં જઈ અનેક વર્ષ સુધી તપ કરે છે. ને પ્રજાઓનો સંહાર કરવામાં પાપ નહીં લાગવાનું વરદાન મેળવે છે. વ્યાધિઓથી પીડાએલા માનવો રોગને જ મૃત્યુનું નિમિત્ત માનશે, ને તેથી મૃત્યુદેવને દોષ નહિ દે, એવું સાંત્વન મેળવ્યું ત્યારથી સ્ત્રીમાં સ્ત્રીરૂપે પુરૂષમાં પુરૂષરૂપે તથા નપુંસકમાં નપુંસકરૂપે રહી મૃત્યુદેવી સૌનો નાશ કરે છે.” 2 (‘શાંતિપર્વ) તો જીવના સ્વરૂપની ચર્ચા પણ મહાભારતના શાંતિપર્વમાં કરવામાં આવી છે. ' અધ્યાય ૧૮૭માં “જીવ'નું આ પ્રમાણે વર્ણન કર્યું છે. * “પ્રોડત ગીવી દ્રત્તર્ણ 2, - યાતિ ટ્રેહાન્તરં પ્રાણી શરીરં તુ વિશૌર્યતે" - ભૃગુએ કહ્યું “જીવનો કદી નાશ થતો નથી. જીવે આપેલા દાન તથા કર્મનો પણ નાશ થતો નથી. મરણ સમયે જીવ બીજા શરીરમાં ચાલ્યો જાય છે ને ત્યારે તેમનો અગ્નિ શાંત થઈ જાય છે, ઉષ્ણતા રહેતી નથી. તેને સ્પર્શ કે રૂપનો અનુભવ થતો નથી.” 3 (“શાંતિપર્વ) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 15 “મૃત્યુલોકના માનવીઓમાં પ્રથમ મત્ય માનવ યમરાજ છે, જેઓએ મરીને વૈવસ્વત’ નામના સંગમસ્થાનની સ્થાપના કરી. ત્યાં મરણ પછી બીજા માનવોનાં આગમન થાય છે.” * (‘ઋગ્વદ પરિચય) “પહેલા મત્ય માનવ યમરાજે “જેનો જન્મ છે, તેનું મૃત્યુ છે,” એ નિયમનું પાલન કર્યું, ને બીજા મત્ય માનવો માટે એ માર્ગ સરળ કરી આપ્યો.” " (‘ઋગ્વદ પરિચય) સાધારણ રીતે “યમ” ને જ “મૃત્યુ” ગણવામાં આવે છે. પરંતુ યમ તો શુભાશુભ કર્મના નિયામક છે. યમરાજના દર્શન કરવા કુમાર નામનો એક બાલઋષિ ત્યાં જઈ પહોચે છે. ને યમરાજને ગુરુપદે સ્થાપે છે.” “યમરાજ પાસેથી મૃત્યુની રહસ્યવિદ્યા પામી પાછો આવેલો નચિકેતા યમલોકને પુણ્યશાળી જનોને આનંદ આપનાર વિશ્રામસ્થાન તરીકે ઓળખાવે છે.” (“ઋગ્વદ પરિચય”). “કઠોપનિષદમાં આખુંય નચિકેતાવૃત્તાંત આપવામાં આવ્યું છે. જેમાં મૃત્યુની રહસ્યકથાની વાત કરવામાં આવી છે. “કઠોપનિષદ'નો સંબંધ કુષ્ણયજુર્વેદની “કઠી શાખા સાથે છે. આ શાખા અત્યારે પણ પ્રાપ્ત થાય છે. આ શાખાનો એક પ્રાચીન “બ્રાહ્મણ' પણ હતો, જે હવે પ્રાપ્ય નથી. “કઠોપનિષદ' એ તેનો જ બચી ગયેલો અંશ છે. આમાં યમ પાસે જઈ મૃત્યુની રહસ્યકથા જાણી લાવનાર નચિકેતાનું વૃત્તાંત છે. નચિકેતા યમરાજાને ત્યાં પહોંચી જઈ, મૃત્યુ પછી જીવની સ્થિતિ અંગે જાણવાની ઇચ્છામાં, અનેક પ્રલોભનો છતાં અડગ રહ્યો ત્યારે યમરાજે એ મૃત્યુના રહસ્યની વિદ્યાનું જ્ઞાન નચિકેતાને આપ્યું. જીવનનો અંત શો? ને મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે? આ પ્રશ્નનો જવાબ યમે નચિકેતાને ચોવીસ શ્લોકમાં આપ્યો છે. જે બીજી વલ્લીમાં પ્રસિદ્ધ થયો છે. આત્મનિરૂપણ એ મેધાવી આત્મા ન તો જન્મે છે, કે ન મરે છે. એ જાતેજ સ્વયંભૂ બનેલો છે. એ અજન્મા નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીર નષ્ટ થવા છતાં એ પોતે તો નથી જ મરતો.” (કઠોપનિષદ') મારનાર જો આત્માને મારવાનો વિચાર કરતો હોય કે મરનાર પોતાને મરેલો માનતો હોય તો, એ બંને એને ઓળખતા નથી. કારણ એ નથી કોઈને મારતો, કે નથી કોઈથી ભરાતો.” (“કઠોપનિષદ') “તું આત્માને રથી જાણ, શરીરને રથ, બુદ્ધિને સારથી, અને મનને લગામ સમજ.” (“કઠોપનિષદ') “આ શરીરમાંથી એમાં રહેનાર દેહી આત્મા) મુક્ત થઈ જતાં આ શરીરમાં પછી રહે પણ શું?” (“કઠોપનિષદ') . “એ આત્મા ન તો વાણી વડે, ન મન વડે, કે ન તો નેત્ર વડે પમાય છે. કે ન અન્ય ઈન્દ્રિયો વડે એ પમાય. તેમ છતાં તે જગતનું મૂળ છે એવું પ્રતીત થવાથી, “એ છે જ. કાર્યનો વિલય પણ, કોઈક અસ્તિત્વના આશ્રયે જ શક્ય છે.” (“કઠોપનિષદ') ચૌદમા શ્લોકમાં “અમરત્વ' વિશે કહેવાયું છે “હૃદયમાં રહેનારી સંપૂર્ણ કામનાઓ જે સમયે વિરમી જય, એ સમયે મય માનવ અમર બની જાય છે અને સદેહે જ બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.” (“કઠોપનિષદ), “જ્યારે આ જ જીવનમાં એની હૃદયગ્રંથિઓ સંપૂર્ણપણે છેદાઈ જાય છે, ત્યારે મરણધર્મા અમર બની જાય છે.” (“કઠોપનિષદ). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 16 "मृत्युप्रोकतां नचिकेतोऽथ लब्धवा विद्यामेतां योगविधि च कृत्स्त्रम् ब्रह्मप्राप्तो विरजोऽम् द्विमृत्यु रन्योप्येवं यो विध्यात्ममेव" (कठोपनिषद) “મૃત્યુએ કહેલી આ વિદ્યા અને સંપૂર્ણ યોગવિધિને પામીને નચિકેતા બ્રહ્મભાવને પામી વિરજ (ધર્માધર્મશૂન્ય) અને મૃત્યુહીન થઈ ગયો. એટલે કે મુક્ત બની અમર થઈ ગયો.” - મૃત્યુ બે મૂળભૂત પ્રશ્નો ઊભા કરે છે. એક સાતત્યનો ને બીજો સાતત્યભંગનો. સાતત્યનો પ્રશ્ન મરેલાની સાથે સંબંધ ધરાવે છે. અને સાતત્યભંગ કે વિયોગનો સંબંધ જીવતા’ સાથે છે. અજુર્નને ભારે વિષાદ થાય છે, કારણ એ મૃત્યુનો પ્રશ્ન સમજ્યો નથી. મૃત્યુની અનિવાર્યતા અને જન્મમરણના તેમજ પુનર્જન્મના પુનરાવર્તન દ્વારા જીવનનું સાતત્ય. આ બે અગત્યના વિષયોથી “ગીતાનું શિક્ષણ શરૂ થાય છે. જયારે શ્રીકૃષ્ણ મનુષ્યનાં શરીર મરણશીલ અને નાશવંત તરીકે વર્ણવે છે, ત્યારે એ મૃત્યુ પછી આવનાર પુનર્જન્મ વિશે પણ કહે છે. મૃત્યુના પ્રશ્નને મરણ પછીની સ્થિતિ અને પુનર્જન્મના સંદર્ભમાં જ જાણી શકાય. મૃત્યુની સાક્ષાત ક્ષણ જ અમરતાનું રહસ્ય દર્શાવી શકે, કારણ મૃત્યુની પળ જ ખરેખર સાતત્યભંગની પળ છે. “ગીતા” આપણને કેવી રીતે મરવું એ શીખવાડે છે. જેથી મરણ પછી આપણે એવા પ્રદેશમાં પ્રવેશી શકીએ કે જ્યાં જન્મ અને મરણ નથી. “છાંદોગ્યઉપનિષદ'ના છઠ્ઠા અધ્યાયના અગિયારમા ખંડમાં બતાવ્યું છે કે “પ્રાણધારી શરીર વૃક્ષ જેવું છે. તેની પ્રત્યેક શાખામાં પ્રાણનું અસ્તિત્વ રહે છે. પણ મુખ્ય રીતે તો તે મૂળમાં જ રહે છે. મૂળ છેદાઈ જતાં વૃક્ષ સુકાઈ જાય છે તેવી જ રીતે મુખ્ય પ્રાણ ન રહેવાથી શરીર ટકતું નથી. તેને જ અણિમા અથવા અણું કહેવામાં આવે છે.” 8 (‘ઉપનિષદ નવનીત'). કા ચોથા અધ્યાયના ચોથા “બ્રાહ્મણ'માં બદ્ધ અને મુક્ત પુરૂષની આત્મગતિનું વર્ણન છે. પહેલી અને બીજી કંડિકામાં કહ્યું છે કે “જયારે આત્મા શરીર છોડવા લાગે છે ત્યારે તેના સર્વ પ્રાણો અથવા ઈન્દ્રિયો તેનો સાથ છોડી દે છે અને તે એકલો રહી જાય છે. મન તથા ઇન્દ્રિયો સર્વ પ્રકારની સંજ્ઞાઓથી શૂન્ય બની જાય છે. જેમ સાપે ઊતારી નાખેલી કાંચળી રાફડા પર પડી રહે છે, તેવી રીતે આત્માથી વિહીન આ શરીર પણ અહીં પડી રહે છે અને અશરીરી અમૃત પ્રાણસ્વરૂપ આત્મા બ્રહ્મતેજમાં લીન થઈ જાય છે.” " . (“ઉપનિષદ નવનીત') શ્વેતાશ્વેતર' ઉપનિષદમાં પ્રાણીની પાસે આવતા કાળને એક બાજુથી અમૃતનું અને બીજી બાજુથી મૃત્યુનું રૂપ કહ્યું છે, કારણ કે આ કાળ જ જીવનને ઘટાડનાર તેમજ વધારનાર બંને રૂપો છે.” (“ઉપનિષદ નવનીત') “છાગ્યેય’ ઉપનિષદમાં આત્માને શરીરના પ્રેરક સાક્ષી તરીકે વર્ણવવામાં આવ્યો છે. શરીરને રથ, ઇન્દ્રિયોને ઘોડા તરીકે ઓળખાવાયા છે. નાડીઓ એ આ રથને બાંધનારી દોરીઓ છે. આ રથને ટટ્ટાર ઊભા રાખનાર લાકડાં છે. લોહી, આ રથને ઊંજવાનું દ્રવ્ય, P.P.AC. Gunratnasuri .S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 17 કર્મ ચાબુક, શબ્દ એ રથનો ધ્વનિ, ને ત્વચા રથનું ઢાંકણ છે એમ જણાવાયું છે.” 11 (‘ઉપનિષદ નવનીત'). “ધી ડીવાઈન લાઈફમાં શ્રી અરવિંદ જણાવે છે કે “મૃત્યુ મનુષ્ય જીવનના અસ્તિત્વ પર નિયમરૂપે લદાયું છે. જે કાંઈ અરસણીય છે, તેનું નામ મૃત્યુ.” શ્રી અરવિંદ જીવનની પ્રક્રિયાના અંત તરીકે મૃત્યુને અનિવાર્ય ગણે છે. શ્રી અરવિંદના મહાકાવ્ય “સાવિત્રી'માં મૃત્યુના સ્વરૂપનું ભારતીય દષ્ટિબિંદુ કાવ્યમય રીતે અભિવ્યક્ત થયું છે. શરૂમાં જ તેઓએ મૃત્યુને Limitless denial of all being' એટલે કે “સમગ્ર અસ્તિત્વના અસીમ ઇન્કાર' તરીકે ઓળખાવ્યું છે. મૃત્યુના સામ્રાજ્યની વિશાળ સત્તા સામે અવિરત પુરૂષાર્થ કરતા માનવની, મૃત્યુ આમ તો મજાક ઉડાવે છે. પણ સાવિત્રી તો અડગ છે. એ ખુમારીથી goud , 'l bow not thee, o huge mask of Death.' 12 (Savitri). તો બીજી બાજુ મૃત્યુને શ્રી અરવિંદે કાળસામ્રાજ્યના સર્વોપરી શાસક પણ ગણાવ્યું છે. મનુષ્યની ચેતના કાળના બંધનમાં બંધાયેલી છે. તેથી મૃત્યુની મહાન શક્તિનો એ સામનો કરી શકતી નથી. "I am Death and the dark terrible mother of life. I am Kali, black and naked in the world. I am Maya and the universe in my cheat. I lay waste human happiness with my breath. And slay the will to live, the joy to be" 13 (Savitri). જો કે સાવિત્રીએ ક્યારેય મૃત્યુ અથવા પ્રારબ્ધનો વિજય સ્વીકાર્યો નથી. સાવિત્રીના આલિંગનમાંથી સત્યવાન ચાલ્યો જાય છે. સાવિત્રી મૃત્યુને નજરોનજર નિહાળે છે. બંને સામસામે આવી ઊભા રહે છે. શ્રી અરવિંદ કહે છે, “મૃત્યુ' જ “મૃત્યુની રહસ્યમયતાને સમજાવી શકે. “મૃત્યુ' ને જાણ્યા વિના એને પરાજિત ન કરી શકાય. ને પરાજિત કર્યા વિના અમરત્વને પામી ન શકાય. મૃત્યુનું અપાર્થિવ, ભારેખમ, ભવ્ય મુખ સાવિત્રી સામે ઊભું રહે છે. સમગ્ર અસ્તિત્વના એ અસીમ ઇન્કારની-મૃત્યુની આંખ એ સમયે જાણે કે મૃદુતાવાળી હતી. જે દેવોને નષ્ટ કરતી વેળા પણ ઊંડી અનુકંપા ધરાવતી હતી. મૃત્યુ પોતાના સામ્રાજ્યનું વર્ણન કરતાં જણાવે છે “આ મારો અશબ્દ અંધકારમય વિરાટ પ્રદેશ અસીમ રાત્રિનું આ ગૃહ સૂનકારનું આ ગહન રહસ્ય” ન રહ” પણ સાવિત્રી મૃત્યુના હુંકારથી ગભરાતી નથી. એ કહે છે, "I am immortal in my mortality. I tremble not before the immobile gaze of the unchanging marble hierarchies. That look with the stone eyes of Law and Fate. My soul can meet them with its living fire. Out of thy shadow give my back again." 14 (Savitri). મૃત્યુ અંધકારના આવરણમાં વીંટળાઈ મૌન ઊભું રહે છે. મૃત્યુના અતિ તીક્ષ્ણ હથિયારને માત્ર “પ્રેમ” જ બુઠું બનાવી શકે. શ્રી અરવિંદ “પ્રણય અને મૃત્યુ ને મિત્રો તરીકે વર્ણવે છે. મૃત્યુનો કડક ચહેરો પ્રેમ પાસે આવતાં અત્યંત મૂદુ બની જાય છે. સાવિત્રી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 18 કહે છે, "My love is not a hunger of the heart. My love is not a craving of the flesh. It came to me from God, to God returns" 15 (Savitri). | મૃત્યુ આ પ્રેમનું પારખું લેવાનો પ્રયત્ન અવશ્ય કરે છે. પોતાના વર્ચસ્વને સ્થાપવા આકાશપાતાળ એક કરે છે. "Man has no other help but only Death. He comes to me at his end for rest and peace" 18 (Savitri). Se s9 - "I am the Immobile in which all things move. I am the nude, inane in which they cease. I have no body, and no tongue to speak, I commune not with human eye and ear, only thy thought gave a figure to my void". 17 (Savitri). ' પણ મૃત્યુ સાવિત્રીને પ્રભાવિત કરી શકતું નથી. એ કહે છે, "O, Death, I have triumphed over thee within" 18 (Savitri). . સાવિત્રી મૃત્યુના નિયમ કરતાં પણ પોતાની ઇચ્છાશક્તિને વધુ પ્રબળ ગણાવે છે. ને એનો પ્રેમ તો વળી સૌથી વિશેષ સામર્થ્યવાન છે. "My love is stronger than the bonds of Fate. Our love is the heavenly seal of the supreme. I guard that seal against thy rending hands. Love must not cease to live upon the earth. For love is the bright link twixt earth and heaven. Love is the far Transcendent's angel here, Love is man's lien on the Absolute" 19 (Savitri). હજુય મૃત્યુ પર આની કોઈ અસર થતી નથી. સત્યવાન અને સાવિત્રી પાસે જઈ ઊભું રહેલું મૃત્યુ કહે છે, "For thou must die, to thyself, to reach God's height. I, Death am the gate of immortality" 20 (Savitri). મૃત્યુના એ ભવ્ય ઓળાને સાવિત્રીએ ઉત્તર આપ્યો. સાવિત્રીએ જેવું બોલવાનું શરૂ કર્યું, કે તરત એનું મયત્વ અદશ્ય થવા લાગ્યું. એનામાં રહેલું દિવ્યત્વ એની આંખમાં ચમકવા લાગ્યું. એના ચહેરા પર જાણે સ્વર્ગના સ્વપ્નનો પ્રકાશ રેલાવા લાગ્યો. "O Death, if thou couldst touch the Truth supreme. Thou wouldst grow suddenly wise and cease to be" 21 (Savitri). સાવિત્રીના દિવ્યત્વભર્યા પ્રેમબળે અંતે મૃત્યુ પ્રભાવિત થાય છે. સાવિત્રી એને દેહમાં છુપાયેલું દિવ્યત્વ લાગે છે. "Who then at thou hiding in human guise ? Thy voice carries the sound of infinity. Knowledge is with thee, Truth speaks through thy words. The light of things beyound shines in thy eyes. But where is thy strength to conquer Time and Death" 2 (Savitri). - સાવિત્રીની અંદર જો દિવ્ય માતાજી બિરાજમાન હોય તો મૃત્યુ એમનાં દર્શન કરવા ઉત્સુક બને છે. "Let deathless eyes look into the eyes of Death. And love and joy overtake fleeting Time" 23 (Savitri). સાવિત્રી મૃત્યુ સામે જોઈ રહે છે. નીરવ મૌનમાં સંપૂર્ણ શાશ્વતરૂપ જાણે પ્રેમનું. જગતનો અંધકાર જાણે સ્વર્ગ પ્રકાશમાં ફેરવાઈ જાય છે. કોઈ દિવ્ય રૂપાંતર જણાય છે એના ચહેરા પર, દૈવી તેજ પ્રસરે છે એના મુખ પર. સમગ્ર શરીર સુવર્ણરંગે ચમકીલું બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 10 છે. સાવિત્રી જાણે અનંતતાની મૂર્તિ બની રહે છે. "Eternity looked into the eyes of Death. And Darkness saw Gods living Reality. Then a voice was heard that seemed the stillness self, or the low calm utterance of infinity" 24 (Savitri). મૃત્યુના હૃદયમાં કોઈક નવા જ આશ્ચર્યનો સંચાર થાય છે. એની આંખમાં સાવિત્રી O, Savitri ? Bright ever thou wast a goddess still and pure. Yet dearer to me by thy sweet human parts. Earth gave thee making thee yet more divine" 25 (Savitri). સાવિત્રીના છેલ્લા તબકમાં કવિ બધીજ વસ્તુનો ઇન્કાર કરનાર નિરપેક્ષ તત્ત્વ નિર્વાણ'ની શોધમાં ચર્ચા આરંભે છે. “તુષારબિંદુ સમુદ્રમાં પડે ત્યારે એક મહત્ત્વની ઘટના બને છે કે જ્યાં સમુદ્ર હરપળે બિંદુમાં પ્રવેશે છે.” જીવન અને મૃત્યુનાં રહસ્યો સીમાઓની પેલે પાર રહેલા સામ્રાજ્યમાં આરોહણ કરવા સાવિત્રીને સૂચવે છે. બૃહદારણ્યક'માં યુક્તાહાર, તથા ઊંડા અને સમધારણ શ્વાસથી થતી પ્રાણશુદ્ધિની મદદ વડે ચિત્તના વિલય ભણી પહોંચી ચેતન તત્ત્વને પામતા મૃત્યુંજય પુરૂષનું વર્ણન કરવામાં આવ્યું છે. “યઃ અકામો નિષ્કામ આપ્તકામ, આપ્તકામો, ન તસ્ય પ્રાણા ઉત્કર્માન્ત બૌવ સન્ બ્રહ્માયેતિ તથા જયોતિષામ્ અપિ તદ્ જયોતિઃ તમસઃ પરમ્ ઉચ્યતે તમસથી પર એવી આત્મજ્યોતિ સાથે આત્મચૈતન્ય સાથેનું નિત્ય અનુસંધાન એ જ અચિમાર્ગ. મૃત્યુને દ્વારે એના વડે જ દીપમાળ પ્રગટાવી શકાય. ચૈતન્યનાં સાગરમાં જ્યાં સુધી અલગ અસ્તિત્વના ડગ માંડીએ ત્યાં સુધી ડગલે પગલે મોતને ભેટવાનું છે. મૃત્યુ સાથેના સંગ્રામમાં જીવનની શરૂઆત, સ્વીકાર અને ત્યાગના પાયા પર થાય છે અને પછી સર્વત્યાગ એ જ સંપૂર્ણ સ્વીકાર બની સર્વગ્રાસી મૃત્યુનો કોળિયો કરી જાય છે. આ મહાઆશ્ચર્ય વર્ણવતાં સંતોની વાણી થાકતી નથી. ઘર બાળે ઘર ઉગરે ઘર રાખે ઘર જાય એક અચંબા ઐસા દેખા મડા કાળકુ ખાય” માણસની આંતરિક કંગાલિયત વચ્ચે મૃત્યુનો ભયંકર પડછાયો આવી પડે છે. મનુષ્યનો અંતરાત્મા ત્યારે ચિત્કાર કરી પૂછી ઊઠે છે. નાદું નામૃતસ્યાં કિમિદં તેને " P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 20 જેનાથી હું અમૃત ન બને તે પૂળ વૈભવ લઈને કરું શું? ભારતના પ્રાચીનતમ કાળથી આ પ્રશ્ન ઊઠ્યો છે. આપણી આસપાસ બધુંજ સ્થિરતાનો અંચળો ધરી બેસે. પણ આ ચંચળ શ્વાસનું ઘર ક્યારે દગો દેશે તે કોણ કહી શકે?” (“ચિદાનંદા” મકરંદ દવે, 67, 68, 84). મૃત્યુ સમયે અંતરમાં કાળી અને હિમ ઠંડી રાત પાથરનારી અવસ્થા વિશે જ્ઞાનેશ્વર મહારાજ કહે છે “મરણ સમયે કફ-વાતાદિ દોષનો અતિ ઉછાળો થવાથી અંતઃકરણમાં અંધારું વ્યાપી જાય છે. સર્વ ઇન્દ્રિયોની ગતિ કુંઠિત થઈ જાય છે. સ્મૃતિને ભ્રમ ઉત્પન્ન થાય છે. મનમાં ઉત્પાદનો સંચાર થાય છે અને પ્રાણ રુંધાય છે. જઠરાગ્નિ બુઝાઈ જાય છે અને ચારેતરફ તેનો ધૂમ્ર પ્રસરી જાય છે. આથી શરીરમાં રહેલું જ્ઞાન આચ્છાદિત થાય છે.” આપણું શરીર, સગાવહાલાં તથા માલમિલકત સાથે આપણી ઘોર આસક્તિ ધુમાડાના ગોટાની જેમ, મૃત્યુ સમયે ઘેરી વળે છે. આવા ધૂમ્રછાયા ચિત્તવાળો મનુષ્ય ચંદ્રલોકને કે પિતૃલોકને પામી ફરી જન્મગ્રહણ કરે છે, તેમ કહેવાય છે. આ ચન્દ્ર તે મનમાં વાસનાના બીજરૂપે ઊગતો ચન્દ્ર છે. “ચંદ્રમા મનસો જાત.” મન નથી કર્યું ત્યાં સુધી ફરી ફરી મૃત્યુ પામવાનો વારો આવે છે.” (“ચિદાનંદા' પૃ. 65, મકરંદ દવે) - ડૉ. રાધાકૃષ્ણન્ પણ એમના “ભારતીય દર્શન” પુસ્તકમાં મૃત્યુના સર્વવ્યાપી આક્રમણ વિશે લખે છે. “સંસારમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં મૃત્યુના આક્રમણથી બચી શકાય. મૃત્યુની સાર્વભૌમિક શક્તિનો કોઈ સામનો કરી શકતું નથી. મૃત્યુ એ જીવનનો નિયમ છે.” 28 (‘ભારતીયદર્શન ડો. રાધાકૃષણણ”) સ્વામી વિવેકાનંદ કહે છે, “જો કોઈ વસ્તુ ચોક્કસ હોય તો એક “મૃત્યુ જ છે. “મૃત્યુ એ વસ્તુમાત્રનો અંત છે. “શરીરનો ઉપયોગ પૂરો થઈને નકામું થઈ જાય છે, ત્યારે આત્મા બીજું શરીર લે છે અને એ, પ્રમાણે કાયમ ચાલ્યા કરે છે. એટલે કે પુનર્જન્મ.” 29 (“જ્ઞાનયોગ' પૃ. 36) - સ્વામી વિવેકાનંદ આત્માની અમરતામાં માને છે. તેઓ કહે છે, “આત્માનું કદી મૃત્યુ નથી, કારણ કે “મૃત્યુ એટલે પોતાનાં અવયવોમાં પાછા જવું” ને જે સદા મુક્ત છે, તેનું જેમ મૃત્યુ ન હોય તેમ એનું જીવન પણ ન હોય. કારણ કે જીવન એ મૃત્યુનું જ અને મૃત્યુ એ જીવનનું જ બીજું નામ છે.” 30 (‘જ્ઞાનયોગ' પૃ. ૭ર, વિવેકાનંદ) સ્વામી વિવેકાનંદ મૃત્યુને વિશ્લેષણ તથા વિખૂટા પડી જવાની ક્રિયા તરીકે ઓળખાવે છે. | તો શ્રી અરવિંદ આશ્રમનાં માતાજી જીવન કદી મૃત્યુ ન પામતું હોવાની વાત કરે છે. તેઓ તો એવી શ્રદ્ધા ધરાવતાં કે જીવનનાં બાહ્યરૂપોનું જ વિસર્જન થાય છે. શ્રી માતાજી કહે છે, “તમારે જો મૃત્યુમાંથી મુક્ત થવું હોય તો પછી કોઈપણ નાશવંત વસ્તુની અંદર તમે તમારી જાતને બંધાઈ જવા ન દઈ શકો.” " (“યોગની પગદંડી') કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે, “મૃત્યુના પુરાવા ચારેકોર પડેલા છે. તેમ છતાં માણસ બોલી ઊઠે છે.” “અરે, સાંભળો તમે અમૃતના પુત્રો છો તમે મૃત્યુના પુત્રો નથી.” “શ્રુણવન્ત વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાનિ દિવ્યાનિ તસ્ય: વેદાહમાં પુરૂષ મહાન્ત....” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 21 “તમે દિવ્યધામવાસી અમૃતના પુત્રો છો. તમે સંસારવાસી મૃત્યુના પુત્રો નથી. જગતની મૃત્યુની બંસરીમાં થઈને આ અમૃતનું સંગીત ફેલાય છે.” 32 (‘શાંતિનિકેતન” ખંડ-૩) કવિવર રવીન્દ્રનાથ મરણને “શ્યામ' સમાન ગણાવે છે. મરણના હાથને રક્તકમળ સાથે સરખાવે છે. એના અધરપુટ લાલ છે, મૃત્યુના ઓળાને તેઓ “તાપાહારી' કહે છે. ને તેથી જ મૃત્યુને તેઓ નિમંત્રે છે, ને મૃત્યુ પોતાના ભુજપાશમાં લઈ લે એવી વિનંતિ કરે છે.” 33 (‘ગીતાપંચશતી') કવિવર રવીન્દ્રનાથ એમ માને છે કે “માનવે મરણને પારકું કરી દીધું છે. તેથી જ તો એનું જીવન તુચ્છ થઈ ગયું છે.” કવિવર કહે છે, “હવે વિદાય થવાનો સમય થયો છે. મધુર મરણથી પ્રાણને પૂર્ણ કરીને તારે ચરણે સોંપી દઈશ. જેને તે ઓળખી નથી તે ગુપ્ત વ્યથાની નીરવ રાત્રિનો અંત આવો.” 34 (“ગીતાપંચશતી) - કવિવર કહે છે, “જન્મ નાચે છે, પાછળ પાછળ મૃત્યુ નાચે છે, તાતા થૈ થૈ, તા તા થૈ થૈ” " (“ગીતાપંચશતી' પૃ. 306) “કાળના મંજીરા સદા વાગ્યા કરે છે ડાબા જમણા બંને હાથે - સાંજ સવાર એના તાલેતાલે રૂપના સાગર તરંગિત થઈ ઊઠે છે. ધોળા અને કાળા કંકમાં એના જ છંદના અનેક રંગ પ્રગટ થાય છે. એ તાલમાં મારું ગીત બાંધી લે. ક્રન્દન અને હાસ્યની તાન સાધી લે સાંભળ ! મૃત્યુ અને જીવને નૃત્યસભાના ડંકાથી સાદ દીધા છે.” * (‘ગીતપંચશતી' પાનું. 330) કાકાસાહેબ કાલેલકર લખે છે, “મૃત્યુ સમયે માણસને જે વેદના થાય છે, તે મૃત્યુને કારણે થતી નથી. મૃત્યુમાં સાચેસાચ ઊંઘ જેટલી જ મીઠાશ છે.” 32 (‘પરમસખા મૃત્યુ') કાકાસાહેબ કહે છે, “જીવવાના અસફળ ફાંફામાંથી ઉત્પન્ન થતી વેદનામાંથી મુક્ત કરી મૃત્યુ આપણને આરામ આપવા સહાયક બને છે.” 38 (‘જ્યાં દરેકને પહોંચવું છે....) આ કાકાસાહેબ અધ્યાત્મજાગૃતિના નાશને જ “મરણ' કહે છે. સંતો અને મહાપુરૂષોએ મૃત્યુ પર વિજય મેળવવાની વાત કરી છે તે આ જ. મામૂલી મોતથી નથી બચ્યા ભગવાન બુદ્ધ કે નથી બચ્યા ભગવાન મહાવીર. સૌને શરીર તો છોડવું જ પડ્યું છે. પરંતુ તેમણે આત્મનાશરૂપી મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. સંત કવિ કબીરજી માનવઅસ્તિત્વને ધુમાડાનો મિનારો' કહે છે. “ધૂવાં કેરા ધૌલહર જાત ન લાગે બાર' - જોકે કબીરજી પોતે ક્યારેય મૃત્યુથી ડર્યા નહતા. કારણે મૃત્યુની, તથા જીવન પરના કાળના પ્રકારની સમજણ તેઓ પામી ચૂક્યા હતા. જગતને તેથી તો તેઓ “કાળનું ચવાણું કહે છે. ને માનવજીવનને તેમજ સંસારને કબીર પાણીના પરપોટા સાથે સરખાવે છે. પરોઢિયાના તારાની જેમ તે જોતજોતામાં અદશ્ય થઈ જાય છે. આવનાર જવાનું જ. પછી એ રાજા હોય કે રંક. “આયે હૈ સો જાયેંગે રાજા રંક ફકીર' -- P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 22 કાળની આ ચાલતી ચક્કી જોઈને કબીરજીની આંખો છલકાઈ ઊઠે છે. જન્મ અને મૃત્યુ નામનાં કાળની ચક્કીનાં બે પડની ભીસમાં માનવજીવન પીસાય છે. એમાંથી કોઈ સલામત બચતું નથી. તો બીજી બાજુ કબીર મૃત્યુને મંગલ સ્વરૂપે પણ જુએ છે. “આણાના દિવસ' તરીકે મૃત્યુને ઓળખાવે છે. મૃત્યુને પરમ મહોત્સવ તરીકે વર્ણવતાં તેઓ કહે, “આયો દિન ગૌન કે હો મન હોત હુલાસ” - અંતિમ દશ્યની વાત કરતાં કબીરજી કહે છે. - “ચંદન કાઠ કે બનત ખટોલના, તાપર દુર્લાહન સૂતલ હો. ઊઠો સખી મોર માંગ સંવારો, દુલ્હા મોસે રૂસલ હો.” 39 (“કબીર વચનાવલી') જમરાજ પલંગ પર ચઢી બેઠા છે, ને નયને અશ્રુધાર. સાધુ ટી. એલ. વાસવાનીએ મૃત્યુને સૂર્યાસ્ત સાથે સરખાવ્યું છે. હકીકતમાં સૂર્ય કદી આથમતો જ નથી. એ રીતે મૃત્યુ પણ છે જ નહિ. અહીંનું મૃત્યુ એ બીજા સ્થળનો જન્મ છે. શ્રીમદ્ શંકરાચાર્ય એમના “અષ્ટાદશસ્તોત્ર'ના “ચર્પટપંજરિકા' નામના સ્તોત્રમાં પાણીના પરપોટા જેવી કાયાનો ઉલ્લેખ કરતાં કહે છે, પ્રાપ્ત સન્નિહિત મરણે નહિ નહિ રક્ષતિ ડુક્ક રશે.” “મૃત્યુ સમયે વ્યાકરણનું સૂત્ર રક્ષા કરી શકતું નથી. તેથી ભગવાનને ભજવાના છે. કાલ રમત કરે છે, ને આયુષ્ય ચાલ્યું જાય છે.” 40 (“અષ્ટાદશસ્તોત્ર', “ચર્પટપંજરિકા') તો ભર્તુહરિ જીવનની ક્ષણભંગુરતા માટે “શતકચતુષ્ટયમાં કહે છે, ભોગા ન ભક્તા, વયમેવમુક્તાસ્તો ન તપ્ત વયમેવ તપ્તા: કાલો ન યાતો વયમેવ યાતાર તૃષ્ણા ન જી વયમેવ જીર્ણાઃ” 41 (“શતકચતુષ્ટય સંગ્રહ - શ્લોક - 12) પ્રો. ફિરોઝ દાવર કહે છે, “મોત માત્ર એક ફેરફાર જ હોય અને પોતે મરીને માણસને અમર કરી જતું હોય તો પછી મોતનું અસ્તિત્વ ક્યાં રહ્યું? ખરું જોતાં મોત જેવું કશું નથી. જ્યાં જુઓ ત્યાં જીવન જ જીવન છે. મોત તો માત્ર જીવનનો પડછાયો છે.” 42 (“મોત પર મનન - ફિરોઝ દાવર) જે કૃષ્ણમૂર્તિ કહે છે, “મૃત્યુ દરરોજ તમારી પાસે અને આજુબાજુ ફરતું હોય છે. તેને આપણે સંપૂર્ણ રીતે મળી શકીશું કે જેથી તે આપણે માટે કોયડો નહિ બને. તે માટે બધી આશાઓ, ભીતિઓનો અંત આવવો જોઈએ.”૪૩ (‘ફીડમ ફ્રોમ ધી નોન' પાનું: 10) શ્રી જૈનતત્ત્વપ્રકાશ'ના શ્રી ઉત્તરાધ્યનસૂત્રના પાંચમા અધ્યાયમાં મૃત્યુના બે પ્રકારો વર્ણવાયા છે. “બાલાણં તુ અકામ તુ, મરણં અસઈ ભવે. પંડિયાણ સકામ તુ, ઉકકોએણે સઈ ભવે.” - “બાલ અજ્ઞાની જીવો અકામ મરણે મરે છે. તેમને વારંવાર મરવું પડે છે, અને પંડિતો જે સકામ મરણે મરે છે તેને ઉત્કૃષ્ટ, એક જ વખત કરવું પડે છે, અર્થાત્ તેઓ મોક્ષ P.P.AC. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 23 પ્રાપ્ત કરી લે છે.” જૈનધર્મીઓ એમ માને છે કે “કર્મના સિદ્ધાંત પ્રમાણે જીવો પુનઃજન્મ ધારણ કર્યા જ કરે છે. કર્મનો સંપૂર્ણપણે ધ્વંસ થતાં આત્મા સિદ્ધિની અવસ્થામાં પ્રવેશે છે. ને જન્મના ચક્રમાંથી મુક્તિ પામે છે.” કર્મબંધનને વધુ મહત્ત્વ આપતો જૈનધર્મ મૃત્યુને ‘કલ્પવૃક્ષ ગણે છે. તેની છાયામાં બેસીને અર્થાત મૃત્યુ સમયે જે વિષય, કષાય, મોહ, મમત્વાદિ ખરાબ ઇચ્છા કરે છે, તે નરક તિર્યંચાદિ દુર્ગતિનાં દુઃખો પામે છે અને જે સમક્તિયુક્ત ત્યાગ, વૈરાગ્ય, વ્રત, નિયમ, સત્ય, શીલ, દયા, ક્ષમા આદિ ગુણોના આરાધન સહિત સમાધિભાવ ધારણ કરે છે.” * (“જૈનતત્ત્વપ્રકાશ'). જૈન ધર્મમાં ભૂખ્યા મરી જવાનો અદ્ભુત પ્રયોગ “સંથારો' છે. કોઈ સાધક મૃત્યુનો ઉપયોગ સંકલ્પ માટે કરે, એ માટેની છૂટ માત્ર આ જગતમાં એક મહાવીર સ્વામીએ જ આપી છે. કોઈ વ્યક્તિ પોતાની અંતિમ કસોટી મૃત્યુમાં કરવા ઈચ્છે તો તેમ કરી શકે. શ્રી રજનીશજી કહે છે, “મહાવીરે આ છૂટ આપી એનાં બે કારણ છે. એમને ખાત્રી હતી કે કોઈ એમ મરતું નથી. મરવા માટે આટલી ચિંતા કરવાની જરૂર નથી, ને માણસ આમ સંકલ્પ કર્યા પછી નેવું-સો દિવસ સુધી મૃત્યુની કામના કરે એ ઘણી મહાન ઘટના છે. કોઈ વિધાયકરૂપે મૃત્યુ શું છે? એ જાણવા માગતો હોય તો જીવનથી ભાગી છૂટતો નથી. અહીં જીવનનો વિરોધ કે નિષેધ નથી.” 42 (‘મેં મૃત્યુ સિખાતા હું, તો બૌદ્ધધર્મમાં તૃષ્ણાના નાશને “મૃત્યુ' કહેવામાં આવ્યું છે. આ અવસ્થામાં કોઈ જ વાસના બાકી રહેતી નથી. તેથી એ જ નિર્વાણ. વાસનાઓથી અલિપ્ત થઈ મુક્તિ મેળવવી એનું નામ જ “નિર્વાણ', ‘નિવાર્ણ', શબ્દનો અર્થ છે કે “બુઝાઈ જવું અથવા “ઠંડું પડી જવું', એટલે કે વિલોપ થવો'. ઠંડું પડી જવું એટલે સર્વથા શૂન્યભાવ નહિ, પણ માત્ર ઉષ્ણતામય વાસનાનો નાશ થવો.” " (“ભારતીય દર્શન) ડૉ. રાધાકૃષ્ણને “ભારતીય દર્શન’માં ચાર્વાકવાદ તથા ભૌતિકવાદના સંદર્ભો પણ ઉલ્લેખ્યા છે. જેમાં ચાર્વાકવાદનાં બીજ ઋગ્વદની ઋચાઓમાં મળતાં હોવાનો નિર્દેશ છે. બૌદ્ધ મતની પૂર્વેના ભારતમાં વિશુદ્ધ ભૌતિકવાદની ઘોષણા તેઓએ કરી હતી, આ સંપ્રદાયની માહિતી “સર્વદર્શન-સંગ્રહમાં મળે છે. ચાર્વાકવાદ પ્રત્યક્ષાનુભવની જ પ્રમાણિક્તાઓનો સ્વીકાર કરે છે. તેમના શાસ્ત્રને “લોકાયત' કહેવામાં આવે છે. તેઓ આ જ એક લોક છે' એમ માને છે. “મૃત્યુને તેઓ બધાના અંત તરીકે ઓળખાવે છે. આ મતના સંસ્થાપકના નામ પરથી એને “ચાર્વાકવાદ' કહેવામાં આવે છે. શરીરથી અલગ કોઈ આત્મતત્ત્વના અસ્તિત્વનો તેઓ સ્વીકાર કરતા નથી. તેઓની દષ્ટિએ આત્મા અને શરીર જુદાં નથી. તેઓ કહે છે, “આત્મા અને શરીરના અલગ અસ્તિત્વનો તેઓ સ્વીકાર કરતાં નથી. તેમજ આ બંનેના અલગ અસ્તિત્વનો સાક્ષી હજુ સુધી મળ્યો ન હોવાનું તેઓ કહે છે. કારણ શરીરથી અલગ આત્મા આપણને દેખાતો નથી. તેમની દષ્ટિએ ચેતના અનિવાર્યપણે શરીરના સંપર્ક દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. તેથી આ શરીર જ સર્વસ્વ છે. સ્વર્ગ અને નરકને ચાર્વાકવાદીઓ, પાખંડીઓના ભેજાની નિપજ તરીકે ઓળખાવે છે. (‘ભારતીય દર્શન) જ્યાં સુધી જીવન તમારી પાસે છે ત્યાં સુધી સુખેથી જીવો. મૃત્યુની તીવ્ર દૃષ્ટિથી કોઈ બચી શકે તેમ નથી. જ્યારે એકવાર આપણા આ શરીરને લોકો બાળી નાખે, પછી એ પાછું ક્યાંથી મળવાનું?” 40 (‘ભારતીય દર્શન'), P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 24 ધમ્મપદમાં જાગૃતિને અમરતાનો પંથ, ને પ્રમાદને મૃત્યુનો કહેવામાં આવ્યો છે. મૃત્યુની નિશ્ચિતતા માટે “ધમ્મપદમાં કહેવાયું છે: “ન બાળકો, ન બાપ, ન કુટુંબ, કોઈને મૃત્યુના પંજામાંથી બચાવી શકશે. મૃત્યુનો પંજો જોતજોતામાં ફરી વળશે.” K (‘ઓન ધમ્મપદ', “માતાજી' - અનુ. યંતીલાલ આચાર્ય પાનું-૯૮) અનેક પ્રશ્નોના ફણગા મૃત્યુના મહાપ્રશ્નમાંથી ફૂટતા આવે છે. આપણે એ પ્રશ્ન ઉડાવી દઈને મહાકાળની વેદી પર વધેરાતા પશુની જેમ માથું નીચે ઢાળી દઈએ છીએ.... પણ જેઓ આ મહાકાળની સામે માથું ઊંચકી જાણે છે, તેમને તો શોક, જરા મૃત્યુથી ભરેલા કાળના મહાસમુદ્ર પર સેતુ દેખાય છે. અમૃતનો સેતુ. ઉપનિષદની વાણીમાં - અથ ય આત્મા, સ સેતુ વિકૃતિઃ એષાં લોકાનામ્ય અસંભેદાય, ન એd સેતુ અહોરાત્રે તરતો ન જરાઃ ન મૃત્યુ ન શોકો ન સુકૃત ન દુષ્કૃતમ્ સર્વે પાખાનોડતો, નિવર્તન્તડાહતપામ્નાહિ, એષ બ્રહ્મલોક (છાંદોગ્ય ઉપનિષદ અષ્ટમ્ પ્રપાદક ચતુર્થખંડ) શરીર પાણીના પરપોટા જેવું, પણ એની નીચે પરબ્રહ્મનો સાગર લહેરાય” - આપણા કોઈ આદિદષ્ટાને આ નુરમણા કે તિથિપલટામાંથી અમૃતનો સંદેશ મળ્યો હશે, ને એ એક અદ્ભુત મંત્ર બોલી ઊઠ્યો હશે, “અમૃતસ્ય પુત્રા આ પૃથ્વીમાં સર્વત્ર મૃત્યુની કાળી છાયા તળે જીવતા મનુષ્યોને “અમૃતના પુત્રો' કહેવા એ કેટલી હિંમતની વાત ! આ મરણશીલ જગતમાં કોઈ અક્ષરતત્ત્વના દર્શન વિના આવી વાણી ન પ્રગટે.૪૯ (‘ચિદાનંદા') મૃત્યુનો વિચાર ન હોય, એનું દર્શન હોય. દર્શન નિર્વિચાર અવસ્થા છે. ગુલાબના પુષ્પને પૂર્ણરૂપે પામવા માટે વિચારોને હટાવી અ-મન થવું પડે. વચ્ચે કોઈ વ્યવધાન ન ચાલે. છેવટે દશ્ય અને દષ્ટાનું પણ વિસર્જન, એજ રીતે “મૃત્યુનું દર્શન કરવાનું છે. જે “મૃત્યુ' સાથે આંખ મેળવી શકે છે, એ જ એમાં પ્રવેશ કરી શકે અને એના રહસ્યને પામી શકે. બીજનું મૃત્યુ વૃક્ષનું જીવન બની જાય છે. ત્યારે એને પછી નષ્ટ થવાનો ભય રહેતો નથી. માણસ એ સમજી લે કે ન તો એ જન્મે છે, ન મરે છે. માત્ર રૂપ બદલાય છે. ઉદયમાં જ અસ્ત, ને અસ્તમાંજ ઉદય છુપાયેલો છે. માત્ર ઉપરની ખોળ જ જન્મે છે, ને મરે છે. જીવનસાગર અવિરત લહેરાયા કરે છે. જે જન્મે છે, ને મરે છે તે તો માત્ર લહર.” એ સમજ્યા પછી માનવને મૃત્યુનો ભય રહેતો નથી. જે દિવસે માણસને સમજાય છે કે જન્મ અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુ છે ત્યારે એના માટે જન્મ અને મૃત્યુ બંને આનંદસ્વરૂપ બની જાય છે. જન્મ જ આગળ જતાં મૃત્યુ બની જાય છે. મૃત્યુમાં સૂક્ષ્મ શરીર મરતું નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ 0 6P A અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 25 લેવા સ્થૂળ શરીરમાં પ્રવેશે છે. સૂક્ષ્મ શરીર જ નવા જન્મનું કારણ બને છે. જ્યારે મોક્ષમાં તો સૂક્ષ્મ શરીર પણ મરી જાય છે. મૃત્યુનો અનુભવ શરીરને ન થઈ શકે. કારણ એ સમયે એ જાગૃત હોતું નથી ને આત્માને તો મૃત્યુ છે જ નહીં. તેથીજ તો રજનીશજીએ મૃત્યુને સામાજિક ભ્રાંતિ’ કહ્યું છે. શરીર અને ચેતનાના વિયોગને “મૃત્યુ' કહેવામાં આવે છે. માત્ર એક સંબંધ શિથિલ થઈ છૂટી જાય છે. જે વ્યક્તિ જીવન એ જીવન નથી, ને મૃત્યુ એ મૃત્યુ નથી એવું સમજી લે છે. એને પછી કોઈ વાસનાઓ, કામનાઓ રહેતી નથી. ને તેથી ફરી જન્મવાનું પણ એને રહેતું નથી. એજ છે “નિર્વાણ', જ્યાંથી પછી પાછા ફરવાનું નથી. ગીતા જેને ‘પરમધામ' કહે છે, તે આ. પછી જન્મ અને મરણ બને છૂટી જાય છે. “પોઈન્ટ ઑફ નો રીટર્ન' આવી જાય. જીવન અને મૃત્યુની અસારતા જેણે પ્રમાણી લીધી છે એ માણસ મરે ત્યારે સાર - અસાર બધું છૂટી જાય છે. “પંખી જાય અકેલા'. લેણદેણ બધું છૂટી જાય છે. સારું-નરસું પણ. કબીરજીએ કહ્યું “યોં કી ત્યોં ધર દીની ચદરિયાં ખૂબ જતનપૂર્વક ઓઢી, જેથી કોઈ હિસાબ-કિતાબ બાકી ન રહી જાય. ને પછી હંસલો એકલો ચાલ્યો જાય, સાથી વિના, સંગી વિના, ન મિત્ર, ન શત્રુ, ન સારું ન બૂરું, ન શાસ્ત્ર, ન સિદ્ધાંત-કશુંજ પછી ન રહે. મરવું એ તો અનુમાન છે, કેવળ કલ્પના. મરતા માણસની આપણે માત્ર પીડા જોઈએ છીએ. કોઈને મરતાં આપણે શી રીતે જોઈ શકીએ? મરવાની પ્રક્રિયા તો દરેકની આંતરિક ને અંગત છે. એનો કોઈ સાથી ન હોઈ શકે. હજુ સુધી કોઈ વ્યક્તિ કોઈના મૃત્યુને, મરવાની પ્રક્રિયાને જોઈ, જાણી શક્યું નથી. આપણે તો માત્ર જીવને જીવનથી છૂટો પડતો જોઈએ છીએ. જીવનના તટથી એક ચેતનાને અલગ થતી જોઈ, એક હદ પછી આપણને એ ચેતના નથી દેખાતી. આપણા હાથમાં બાકી રહેતું શરીર, કાલ સુધી હતું એવું જીવંત નથી. તેથી આપણે વિચારીએ છીએ કે વ્યક્તિ મરી ગઈ. હકીકતમાં મૃત્યુની ઘટનાને પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. જીવતી વ્યક્તિ વિચારે છે કે, હું મરીશ ત્યારે પણ આવી મુશ્કેલીઓ નડશે, તેથી યુક્તિપૂર્વક તેણે મૃત્યુના તથ્યને જીવનથી અલગ કરી દેવાની યોજના ઘડી છે. સ્મશાન ગામથી દૂર બનાવ્યું, જેથી વારંવાર મૃત્યુની યાદ ન આવે. પણ એ ભૂલી જાય છે કે “મૃત્યુ જેવી નિશ્ચિતતા બીજી એકેય નથી. રજનીશજીએ મૃત્યુને એક મહાન “સર્જીકલ ઑપરેશન’ કહ્યું છે. તેઓ કહે, “આવડું મોટું ઑપરેશન હજુ સુધી કોઈ ડૉક્ટરે કર્યું નથી.” મૃત્યુ સમયે પ્રાણને શરીરમાંથી આખે આખા કાઢી લઈને બીજાના શરીરમાં પ્રસ્થાપિત કરવાના છે. તેથી કુદરતે પહેલેથી વ્યવસ્થા કરેલી છે કે તે વખતે માણસ બેભાન થઈ જાય. મૃત્યુ સામે લડવા જનાર હારી જશે. એને પ્રેમથી સ્વીકારનાર જીતી જાય છે.” (“મેં મૃત્યુ સિખાતા હૂં' - રજનીશ) અનિલ જોશી કહે છે, “યમના હલકભર્યા કંઠમાં સંભળાતું મૃત્યુનું હાલરડું કાનમાં અલંકાર થઈને ઝૂલવા લાગે છે. યમ ગમે તેટલો ક્રૂર દેખાય પણ એની ક્રૂરતામાં મને વાઢકાપ કરતા ડૉક્ટરની માયાળુતા દેખાય છે. સહરાની રેતીમાં તપેલો એક કણ જેમ પહેલા વરસાદને છાંટે ટાઢોબોળ થઈ જાય એમ મૃત્યુની છાલક વાગે ને માણસ છલકતો થઈ જાય.” પ” (“સ્ટેચ્ય) “મૃત્યુનો મુકાબલો હસતાં હસતાં કોણ કરી શકે?” આ બાકી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 26 છે અને તે બાકી છે, આ મારું છે અને હજી તેને વધુ સારું કરવું છે, તથા માણવું છે.” વગેરે આસક્તિઓ, અધૂરાપણું છે. ત્યાં મૃત્યુ માટેની તૈયારી ઠોઠ નિશાળિયાની પરીક્ષા માટેની તૈયારી જેવી હોય છે. “શું આપણે દરેક દિવસે બધાનો અંત આણીને, બધી મમતાનો છેદ ઉડાવીને રોજિંદું જીવન મૃત્યુ સાથે જીવી ન શકીએ? તે જ મૃત્યુનો અર્થ છે. જ્યારે જીવન અને મૃત્યુ ભેગા થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે ત્યારે મગજમાં સ્મરણરૂપી જ્ઞાનનો અંત આવે છે, જીવવું એટલે જ મરવું.” આ પૃથ્વી અદ્ભુત છે, ભરી ભરી છે, સમૃદ્ધ છે, સુંદર છે અને જીવન જીવવા યોગ્ય છે. આ સુંદર પૃથ્વી ઉપર એકે એક વસ્તુ જન્મે છે, જીવે છે અને કરમાઈ જાય છે. જીવનની આ આખીયે ગતિનો પાર પામવા જોઈએ છે બુદ્ધિ, વિચારો, પુસ્તકોમાંથી, જ્ઞાનસાધનામાંથી લીધેલી બુદ્ધિ નહી. પણ પ્રેમમાંથી, કરુણામાંથી અને એ બંનેમાંથી પ્રગટેલી સંવેદનશીલતામાંથી જાગેલી બુદ્ધિ, જેમ ખરી પડેલા કોઈ પાંદડાનું સૌંદર્ય અને રંગછટા નિહાળીએ, તે જ પ્રમાણે આપણે આપણું પોતાનું મૃત્યુ કેવું હોય તેની સંવેદના, તેની અભિજ્ઞા, પ્રગટાવી શકીએ. તેને ઊંડે ઊંડે અનુભવી શકીએ અને તે પણ જીવનને અંતે નહિ, પણ જીવનના આરંભે, આપણે જેમ બાળકોને ગણિત, લેખન, વાચન અને જ્ઞાનપ્રાપ્તિની બધી પ્રક્રિયાઓ શીખવીએ છીએ તે જ પ્રમાણે એમને મરણનું ગૌરવ પણ શીખવી શકાય એમ જે. કે. એ કહ્યું હતું. જીવન અને મૃત્યુનો અસરકારક મુકાબલો કરવા જે. કે. ના બે અવતરણો ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. 1. “જીવનની મોઢામોઢ થાઓ અને ખૂબ ગંભીરતાથી જીવો. અનિશ્ચિતતાઓથી ભરપૂર દરિયા જેવા જીવનમાં સફર કરો અને બધો જ સમય જાગૃત રહો.” 2. “પ્રત્યેક દિવસે તમે ગઈકાલની ચીજોથી મૃત્યુ પામો અને આજની ચીજોને આવતીકાલ ઉપર લઈ ન જાઓ. મરવું એટલે સંગ્રહની, ભયની અને અમરતાની પ્રક્રિયાને સમજવી. જાણે કે આજનો એક જ દિવસ જીવવાનો બાકી છે, એ જ રીતે દરરોજ જીવો.... ખુલ્લાપણું જીવન છે અને બંધિયારપણું મૃત્યુ છે.” (જ. કૃષ્ણમૂર્તિની દષ્ટિએ “મૃત્યુના ભયનું રહસ્ય') (બાબાભાઈ પટેલ) (ગુજરાત સમાચાર - 17-2-93) 1. ઉત્તરાર્ધ મૃત્યુ - પશ્ચિમની વિચારધારા તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં મૃત્યુ'નો પ્રશ્ન કેન્દ્રસ્થાને રહ્યો છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ માનવને મૃત્યુ માટે તૈયાર કરે છે. મૃત્યુના મૂળ માટે પશ્ચિમમાં ભારતીય વિચારધારા કરતાં જુદા પ્રકારની માન્યતા પ્રવર્તે છે. ભારતીય વિચારધારામાં સૌ પ્રથમ “મૃત્યુ' જ હોવાની વાત કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમમાં એવી માનયતા છે કે માનવ સૌ પ્રથમ મૃત્યવિહીન હતો. અમરતાનો સંદેશ લઈ આવનાર દૂતની કોઈ ભૂલ કે પછી એના કોઈ બદઈરાદાને કારણે વિશ્વમાં મૃત્યનો પ્રવેશ થયો, એવું માનવામાં આવે છે. પૃથ્વી પરના માણસોની ઇર્ષ્યા આવવાથી દેવોએ પૃથ્વી પર મૃત્યુ મોકલ્યાની પણ એક માન્યતા છે. મૃત્યુના સાર્વત્રિક ભયે મૃત્યુની અનિવાર્યતા અંગે હઠીલી માન્યતાઓને જન્મ આપ્યો છે. એમાંથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 27 બચવા માટેના બધા જ પ્રયત્નો સદંતર નિષ્ફળ ગયા છે. તો બીજી બાજુ મૃત્યુના મૂળ વિશેની અનેક દંતકથાઓ ખૂબ જાણીતી છે. અમુક વૃક્ષનાં ફળ નહીં ખાવાના દિવ્ય હુકમના અનાદરના પરિણામરૂપ મૃત્યુનું અસ્તિત્વ કલ્પાયું. માનવસંસ્કૃતિની શરૂઆતના યુગમાં મૃત્યુ કુદરતી કારણોના પરિણામરૂપ મનાતું હતું. શેતાન, રાક્ષસો, કે અન્ય અનિષ્ટ, દુરિતોની ખલેલનો જ એ અવિર્ભાવ કે પરિણામ મનાતું. જગતના મહાન આશ્ચર્યસમો માનવ “મૃત્યુ નો ઇલાજ શોધી શક્યો નથી. શોપનહોવર (1788-1860) મૃત્યુને તત્ત્વજ્ઞાનની દેવી તેમજ, તત્ત્વજ્ઞાનના કાવ્ય તરીકે ઓળખાવે છે. મૃત્યુની નિશ્ચિતતાને સરસ રીતે સમજાવવામાં આવે તો માનવ મૃત્યુથી ભય ના પામે. જર્મન કવિ નિત્યે (1844-1900) મૃત્યુને “મહોત્સવ' ગણે છે. સી. ડબલ્યુ. હોલ કહે છે, “માનવના રોજબરોજના પ્રશ્નોને ચર્ચાતું મનોવિજ્ઞાન “મૃત્યુના ભય' વિશે ખાસ કશું કહેતું નથી. “માણસ સંપૂર્ણપણે મરી જાય છે એ વાત આદિમાનવ સ્વીકારતો ન હતો. ઈ. સ. પૂર્વે ૬૦૦માં સોક્રેટિસની અગાઉના તત્ત્વચિંતકોમાં, એરવિન, રૉહોડ જણાવે છે તેમ “ગ્રીક લોકોની નજરમાં “મૃત્યુ' અત્યંત તિરસ્કૃત ઘટના હતી.” - ઈ. સ. પૂર્વે પ૭ર થી 497 સુધીમાં પાયથાગોરસ દ્વારા “મૃત્યુ અંગેનું ઑફ્રિક દૃષ્ટિબિંદુ ફેલાઈ ગયું. જેમાં “આત્માનું રૂપાંતર', “જન્માન્તરો', “જીવનચક્રોની શુદ્ધિ, ઈશ્વર સાથેની આખરી એક્તા', “શુદ્ધિ પછી નવો જન્મ', “શરીરમાં કેદી આત્મા' વગેરે વિશેની છણાવટ જોવા મળે છે. હેરક્લાયન્ટ્સ (ઈ. સ. પૂર્વે પ૩૩-૪૭૫) બધીજ વસ્તુની પરિવર્તનશીલતાનો ઉલ્લેખ કરતાં મૃત્યુને પણ મત્ય ગણાવે છે. એ કહે છે, "Death itself is not permenant." 52 ....Death is not the absolute and irreversible cessation, but that there is a unity of life and Death, that means not only that life dies but that death generates life." 53 તેઓ માને છે “વ્યક્તિ મરે છે, પણ જીવન મરતું નથી.” પરમેનિડેસ (ઈ.સ. 495) મૃત્યુને શાશ્વતીની ઘટના તરીકે ઓળખાવે છે. જ્યારે ડેમોક્રેટીસ (ઈ.સ. પૂર્વે 460-370) જીવનની મત્યતા પર ભાર મૂકે છે. તેઓ આત્માને પણ મત્ય માને છે. સોક્રેટિસ (ઈ.સ. પૂર્વે ૪૬૯-૩૯૯)ની દષ્ટિએ જીવન કરતાં મૃત્યુ વધુ સુંદર છે. "Death may be better than life." બી સોક્રેટિસે શાંત ચિત્તે કરેલા મૃત્યુના સ્વીકારને તેમના જમાનાના લોકો સમજી શક્યા ન હતા. માનવમૃત્યુને સોક્રેટિસે “અમસ્ય' તત્ત્વ તરીકે પ્રમાણેલું. બુદ્ધિની અમરતા પર ભાર મૂકતા સોક્રેટિસનું માનવું હતું કે “મૃત્યુ બુદ્ધિને મારી શકતું નથી.' પ્લેટો આત્માની શરીરથી વિખૂટા પડવાની ઘટનાને “મૃત્યુકહે છે. "Death is the Release of the soul from the body." 55 પ્લેટો જીવતા અમસ્યપણા વિશે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતો હોવા છતાં મૃત્યુની ભીતિ એ તેના તત્ત્વજ્ઞાનનો મેધાવી પ્રશ્ન રહ્યો છે. ગુરુ સોક્રેટિસના મૃત્યુથી પ્લેટોનું હૃદય હલી ઊડ્યું હતું. એ પછી એમના તત્ત્વજ્ઞાનનો વિચારપ્રવાહ બદલાઈ ગયો હતો. માનવના અસ્તિત્વની પામરતા અંગે પ્લેટોએ ‘ફેડો” તથા “ફેટ્સ' માં જણાવ્યું છે કે “કોઈ મત્ય તત્ત્વ, અમરત્વના સ્વરૂપ વિશે જાણી શકે નહિ.' Aristotle felt very strongly that hu P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 28 man existence is meaningful and important in this cosmic plan. Death may be evil but not 'et absurd." S8 - જ્યારે “મૃત્યુ” એટલે “દનાની ગેરહાજરી’ એમ માનતા એપિક્યુરસને (ઈ.સ. પૂર્વે 341-270) મૃત્યુની પરવા દેતી. તેઓ કહે છે, "Death is nothing to us." - મૃત્યુ' જેવી કોઈ ચીજ જ ન વાનું તેઓ પણ કહે છે. એપિક્યુરસે કહ્યું હતું કે " “આપણે જ્યાં સુધી હયાત છીએ, ત્યા સુધી મૃત્યુ નથી, અને મૃત્યુ થાય ત્યારે આપણે હયાત હોતા નથી. એક રોમન કહેવત પણ આ પ્રકારની છે. “મૃત્યુ પછી કશું નથી, ખુદ મૃત્યુ પણ નથી.” 28 સ્ટોઈકવાદના ચિંતકો અન્ય ચિંતકોથી જુદા પડે છે. તેને કા, એપિકટ્સ, માર્કસ ઓરેલિયસ જેવા ચિંતકોએ જીવન જીવવાની જ નહિ, મૃત્યુ પામવાની કલાનો પણ નિર્દેશ કર્યો છે. સેનેકા એમ માને છે કે વિજ્ઞાન અને જ્ઞાનના પ્રવાહો આપણને સારી રીતે મૃત્યુ પામતા શીખવે છે. જે તત્ત્વજ્ઞાન આપણને સારી રીતે જીવતાં શીખવે છે. એજ સુંદર રીતે મરતાં પણ શીખવે છે. આપણે જેને આપણો અંત ગણીએ છીએ અને તેઓ નવા જન્મની શરૂઆત કહે છે. જિંદગીને કાળમાં સીમિત થઈ ગયેલી માનતા સેનેકાનો મૃત્યુભય દૂર થતાં “મૃત્યુની ગહનતા'ની વાત પણ દૂર થઈ. તો મૃત્યુથી નાસી છૂટવામાં નહિ માનનારા એપિકસે (ઈ.સ. 60 થી 117) મૃત્યુને ભયાનક ગયું નથી. Meditation' નામના પુસ્તકમાં માર્કસ ઓરેલિયસ જીવનની મૂલ્યવિહીનતા માટે એની ક્ષણભંગુરતાને જવાબદાર ગણાવે છે. એમનું ચિંતન મૃત્યુને તિરસ્કારથી જુએ છે. એમને એક તરફથી જીવનનો થાક લાગ્યો હતો ને બીજી બાજુ મૃત્યુનો ડર. હિબ્રૂઓના “ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં મૃત્યુનું મૂલ્ય શોધવું કપરું હોવા છતાં એમની ચિંતનધારામાં “મૃત્યુન અગત્યનું સ્થાન હતું. એ ચોક્કસ, વિચિત્ર વાત એ છે કે “ઓલ્ડ ટેસ્ટામેન્ટ'ની શરૂઆત જ “મૃત્યુના મૂળ' વિશેના ચિંતનથી થઈ છે. તેઓ કહે છે, “માનવે પોતેજ જ્ઞાનવૃક્ષની શોધ કરી, જે ખરી રીતે તો મૃત્યુવૃક્ષ જ હતું. શાશ્વતને તેઓ ‘ભૂતકાળ અને ભાવિથી પર માને 9.' "There is no escape from death and there is no other life. It is in his children that man can find a pale semblance of immortality. "Se મોન્ટેઈનના ચિત્ત પર વર્ષો સુધી મૃત્યુની બીક સવાર થઈ ગયેલી હતી. જાણે મૃત્યુ માટે જ જિંદગીનું નિર્માણ ન થયું હોય, એમ તેમને લાગતું. જિંદગી એમને સતત ધમકીરૂપ લાગી. 1588 પછી વિચારોમાં પરિવર્તન આવતાં, તેઓ એમ માનતા થયા હતા કે “મૃત્યુ વિશે ખૂબ વધારે વિચાર કરવાથી જીવન વધુ વિક્ષિપ્ત થાય છે. જ્યારે તત્ત્વજ્ઞાન આપણને મૃત્યુ' ને નજર સમક્ષ રાખવા હાકલ કરે છે. એમ તો તેઓ પણ માનતા. આશાવાદી જયોડાનેં બૂનો (1548-160) મૃત્યુને જ અશક્ય માનતા. - ડેકાર્ટે (1596-1650) 1646 ની સાલમાં પંદરમી જૂને શેનેટ નામના મિત્રને પોતાને “મોત સામેની નિર્ભયતાનો માર્ગ મળી ગયાનું લખે છે. “મૃત્યુ પછીની જિંદગીના સુખમાં ડેકોર્ટે શ્રદ્ધા ધરાવતા. પાસ્કલ પણ (૧૬૨૩-૧૬૬ર) મરણ પછીની અન્ય જિંદગીમાં શ્રદ્ધા ધરાવતા. જો કે મૃત્યુની વાસ્તવિક્તાથી તેઓ સભાન હતા. તેઓ એમ માનતા હતા કે માત્ર ક્રિશ્ચિયન દૃષ્ટિબિંદુ જ મૃત્યુની બીકથી દૂર રહે છે. જ્યારે સ્પાઈનોઝા ક્રિશ્ચિયન પ્રથાઓથી સાવ જુદું જ વિચારતા. (1632-1977) “મૃત્યુ વિશે કોઈએ વિચાર સરખો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 29 ન કરવો” એવો એમનો આગ્રહ હતો. પણ એમ કરવું સહેલું નથી, એ તેઓ જાણતા હતા. મૃત્યુના ચિંતનને કાંઈ કલમના એકજ ઘસરકે અટકાવી શકાતું નથી. સ્પાઈનોઝા અમરત્વની અવસ્થાને મુક્તિની અવસ્થા કહેતા. તો લેબનીઝ (1646-1716) એમ માનતા હતા કે, “કોઈ જીવંત પ્રાણી પૂરેપૂરું મરતું નથી. માત્ર રૂપાંતરો થાય છે. આત્મા અને શરીરના ઐક્યને તેઓ સ્વીકારતા. અઢારમી સદી અમરત્વનો ઇન્કાર કરે છે. તેમ છતાં આજ સદીમાં, મૃત્યુ પછી શું થાય છે? એ પ્રશ્નનું સંશોધન પણ ઘણું થયું છે. કેન્દ્ર આત્માની પ્રખર શક્તિમાં માનતા. કોન્ડોરસેટ નામના તત્ત્વવેત્તાએ (1743-1794) જીવનમાં મૃત્યુના સાચા સ્થાનનો મહિમા સ્પષ્ટ કર્યો. મૃત્યુને લંબાવવાથી કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવી શકે, એમ તેઓ માનતા. “કોઈ અમર થાય એ વાતમાં એમને શ્રદ્ધા હતી. ડેવીડહ્યુમને પણ (17111776) અમરત્વની ચર્ચા શંકાસ્પદ લાગે છે. પોતાનું મૃત્યુ જયારે નજર સમક્ષ દેખાયું ત્યારે એમને કોઈ જાતની બીક લાગતી ન હતી. પોતાના શરીરનું વિલીનીકરણ બહુ ઝડપથી થાય એમ તે ઇચ્છતો. મૃત્યુ સમયે પણ એમનું ખડખડાટ હાસ્ય અને તેજસ્વી મુખ સ્વજનોને પ્રભાવિત કરનારાં હતાં. હેગલ (1780-1831) એમ માનતા હતા કે “માનવ શાંત અને મય હોવાથી પોતાની જાતની પેલે પાર જોઈ શકતો નથી, હેગલ તો એમ માને 69, "Man is not only mortal, he is death incarnate, he is his own death." 20 હેગલની દષ્ટિએ માનવ પોતેજ એક મૂર્તિમંત મૃત્યુ.” 0 તો બીજી બાજુ Lectures on the philosophpy' માં હેગલ કહે છે "Death is love itself, in death absolute love is being revealed, it is the identity of the Divine and the human, that God is at one with Himself in man, in the finite. Through death God has reconciled the world and reconciles Himself eternally Himself." 61 રોમેન્ટીક્સોએ મૃત્યુ અંગેના વિચારનું ઉદારીકરણ કર્યું છે. હેનરિક વોન કલીસ્ટ નામના એક વિદગ્ધ મેધાવી કવિએ, સ્વર્ગમાં સદ્દગત પત્ની સાથે આનંદમય રીતે જીવવાના સ્વપ્ન સાથે પોતાની પ્રિયતમાની કબર પાસે આપઘાત કર્યો. જયારે શેલિંગ પોતાની પ્રિયતમા કેસેલીનના અવસાનને પરિણામે આધ્યાત્મિક્તા તરફ વળ્યો. શોપનહોવર (1788-1860) મૃત્યુને તત્ત્વજ્ઞાનની દેવી તરીકે પૂજતા. મૃત્યુને તેઓ સાચી પ્રેરણાદાયી દેવી અને તત્ત્વચિંતનની કવિતા તરીકે સન્માન્ય માનતા. "Death is the true inspring genius or the muse of philosophy". ફાયરબાર્ક (1804-1872) મૃત્યુના અસ્તિત્વ છતાં જિંદગીને ભરપૂર જીવવામાં માનતા. મૃત્યુને તેઓ પ્રેમની આખરી સંમતિ ગણતા. અન્યથા ગોપન મૃત્યુ વ્યક્ત થતાં મુક્ત થાય છે. બંને મૃત્યુ એકરૂપ થતાં પછી એની બીક રહેતી નથી. "Death in itself is not terrible, no, The natural, the healthy death which occurs in old age, which occurs when man has enough of life, as the old Testament tells us of the patriachs and the other blessed ones is the last will and desire of man, at least in so far as he remains in his wishes and ideas true to Nature." 63 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 30 જર્મન કવિ ફિલસૂફ નિર્લ્સ (1844-1900) “મૃત્યુ” ને “મહોત્સવ' કહેતા. માનવ અસ્તિત્વને તેઓ દુઃખદ ઘટના ગણતા તેથી પોતાના અંત માટેની એમને ભૂખ લાગી હતી. માનવને જીવંત અસંવાદિતા ગણતા આ કવિએ રોમેન્ટીક્સ યુવકોની જેમ તેમણે પણ મૃત્યુને આવકાર્યું છે. માણસનું મૃત્યુ અનિવાર્ય છે તો પછી એ સ્વસ્થ કેમ રહેતો નથી.” બર્ગસન, કલાગ્સ, સીમેલ, તત્ત્વચિંતનની ધારાના આંદોલનકારી પ્રતિનિધિઓ હતા. બર્ગસન (1859-1941) મૃત્યુનો ઉલ્લેખ લાપરવાહીથી કરે છે. ઉત્તરાવસ્થામાં તેઓએ મૃત્યુ પછીના અસ્તિત્વ વિશે સારી એવી નોંધ તૈયાર કરી હતી. લુડવિક કલાગ્સ (૧૮૭ર૧૯૫૫)ની દષ્ટિએ “માણસ રોજ થોડો થોડો મરી રહ્યો છે. તેઓ એમ માનતા કે થોડાક સંઘર્ષ પછી દરેક વ્યક્તિ “શાશ્વત મૌન'માં અદૃશ્ય થઈ જાય છે. "The philosophy of life becomes with Klages a philosophy of death." 64 તો સીમેલ (1858-1910) મૃત્યુને ભયજનક ન ગણવાનું કહે છે. મૃત્યુને રહસ્યમય તત્ત્વ તરીકે કે શિકાર પર ઝઝૂમતા વાઘ તરીકે જોવાની જરૂર ન હોવાનું પણ તેઓ કહે 9. "Death is bound up with life from the very beginning. Death is immanent in life. The hour of death is merely the last phase of a continuous process that began with birth." 65 સર થોમસ બ્રાઉન માણસના જન્મ સાથે જ મૃત્યુ નિર્માયાની, તેમજ આપણે સતત મૃત્યુ સાથે જ જીવતા હોવાનું જણાવે છે. કોઈ એકાદી વિશિષ્ટ પળે આપણે મૃત્યુ પામીએ છીએ એવું નથી. સતત મૃત્યુ પામીએ છીએ કારણ સંસારમાં સર્વકાળે સર્વત્ર મૃત્યુ ફરી વળેલું છે એમ તેઓ માને છે. શીલર (1874-1928) મૃત્યુને બીજા જન્મ તરીકે ઓળખાવે છે. માનવજીવનનો તેઓ સત્કાર કરતા હોવા છતાં મૃત્યુ પછીના જીવનની શક્યતાને તેઓ નકારતા નથી. શીલર કહે છે, “મૃત વ્યક્તિ જે કરી રહી હશે, તે આપણે જોવા નથી પામતા. કારણ કે તે સૂક્ષ્મ છે. તેથી જ તેઓ મૃત્યુની સમગ્ર ઘટનાને એક ખંડમાંથી બીજા ખંડમાં જવાની પ્રક્રિયા સાથે સરખાવે છે. સમકાલીન તત્ત્વજ્ઞ વ્હાઈટહેડ માને છે, “મૃત્યુ દ્વારા અલગતા પામવાની નથી.” ગટે મૃત્યુને જીવનની પ્રાણશક્તિ પ્રાપ્ત કરાવનાર કુદરતી યોજના ગણે છે. તેઓ કહે છે, “મૃત્યુ આવવાનું છે, એવી સમજ અને સચેતનતા એક માનવનેજ મળી છે. નિષ્ણેને મૃત્યુ સૌ પ્રથમ તો અસહ્ય અસ્તિત્વમાંથી છુટકારો આપતું જણાયું. નિજોનાં લખાણોમાં “મૃત્યુનું ઉદારીકરણ જોવા મળે છે. "Dying is not a slander against man and the earth. all that became perfect, all that is ripe wants to die. Death has been made into bitter medicine by narrow pharmacist minds where as one, should make a feast out of ones death. On the other hand death often appeared to him to be an enemy. One is certain to die, why should one not be gay ? the act of dying is not so important after all." 66 અસ્તિત્વવાદની વિચારધારામાં મૃત્યુને માનવીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. મૃત્યુ માનવીય ઘટના હોવાને લીધે એ સમગ્ર જીવનને સ્પર્શે છે. સાસ્ત્ર અને હેડગર મૃત્યુને અમૂર્ત ખ્યાલ રૂપે નથી જોતા. આ બંનેની વિચારધારા સમજવા માટે સૌ પ્રથમ કિકેગોર્ડની મૃત્યુ વિષયક વિચારણા જોવી જરૂરી છે. મૃત્યુની અનિશ્ચિતતાથી ઉદ્ભવતી વ્યગ્રતા પ્રત્યે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 31 કિગોર્ડ આપણું ધ્યાન દોર્યું છે. મૃત્યુ કોઈ એવી સમસ્યા નથી કે વર્ષમાં એકવાર એની ચર્ચા થાય. અથવા તો કોઈ કમિટીને તેની વિચારણા સોંપી શકાય. મૃત્યુની અનિશ્ચિતતા દરેક વ્યક્તિને અંગત રીતે દરેક ક્ષણે સ્પર્શે છે. કિર્કગાર્ડ (1817-1855) ને મતે વ્યક્તિ પોતાના મૃત્યુનો અંગત વિચાર કરે ત્યારે તેણે મૃત્યુને અંતર્મુખી દૃષ્ટિએ વિચાર્યું કહેવાય. બધા માણસ મરણશીલ છે તેને બદલે “હું મરણશીલ છું' તેવું વિધાન મૃત્યુની આંતરિકતા દર્શાવે છે. જો કે એવો વિચાર અકળાવનારો જરૂર છે. અસ્તિત્વવાદનો સમર્થ પુરસ્કર્તા સાત્રે મૃત્યુને એક આકારહીન સંકલ્પ તરીકે ઓળખાવે છે. માણસને તેઓ “પ્રાણી કે અશરીરી આત્મા’ કશા તરીકે ઓળખાવતા નથી. માણસને તેઓ કાળ અને શાશ્વતીના સમન્વય તરીકે ઓળખાવે છે. સાત્રે મૃત્યુને “ચેતનરૂપી સત’ના અંત તરીકે ઓળખાવે છે. “મૃત્યુ માટે તેઓએ “દીવાલ'નું પ્રતીક પ્રયોજ્યું છે. આ જગતમાંની સામેલગીરીના અંત તરીકે પણ મૃત્યુને તેઓએ નિહાળ્યું છે. સાસ્ત્રની દષ્ટિએ “જન્મ અને મૃત્યુ બંને અસંગત છે. તેઓ એમ માને છે કે મૃત્યુ જીવનને “પૂર્ણ નથી કરતું પણ સમાપ્ત કરે છે. સાત્રે બરાબર જાણે છે કે મનુષ્ય પોતાની જિંદગીને અર્થ આપી શકે એ પહેલાં મૃત્યુ એને એની જિંદગીમાંથી ઉખાડી નાખે છે. આ વિસંગત જગતમાં મૃત્યુના પડછાયામાં જ સતત જીવન વીતાવતો માનવ ભારોભાર બેચેન હોવાનું સાસ્ત્ર માને છે. મૃત્યુની હકીકત માનવને અસંગતતાનો અનુભવ કરાવે છે. સાસ્ત્રની દૃષ્ટિએ અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રયોજન વગર જન્મે છે. નબળાઈથી ટકી રહે છે. ને આકસ્મિક રીતે મૃત્યુ પામે છે. મૃત્યુ તમામ બાબતોનો અંત હોવાથી મૃત્યુ પર વિજય’ એ શબ્દપ્રયોગ જ એમની દષ્ટિએ નિરર્થક છે. “અચાનક આવી પહોંચતું મૃત્યુ સાસ્ત્રની દષ્ટિએ માનવસ્વાતંત્ર્ય માટે મોટો અવરોધ નથી. એ સ્વાતંત્ર્યનો અંત છે. નાટક પૂરું થયા પછી પડદો પડે એવી રીતે મૃત્યુ ગોઠવાયેલું નથી. આ પડદો ગમે ત્યારે પડે છે, ને પ્રેક્ષકો ઉપર પણ પડે છે.” સાર્નની દષ્ટિએ “મૃત્યુ' માણસના જીવનનો એક બનાવ નહિ, પણ બધા બનાવોનો અંત છે. મૃત્યુ પામેલ વ્યક્તિ વસ્તુરૂપી સત બની જાય છે અને વહુરૂપી સત ને સ્વાતંત્ર્ય હોઈ શકે નહિ. મૃત્યુથી તેનાં કાર્યો સ્થિર થઈ જાય છે. મૃત્યુ પછી બીજી વ્યક્તિઓ મૃત્યુ પામેલી વ્યક્તિના જીવનમાં સરવાળો કરીને તેને અર્થ આપે છે.” દમ અને ક્ષયના રોગી જેસ્પર્સન (1883) મૃત્યુની પ્રક્રિયાનું પૃથ્થકરણ કરવા પ્રયાસ કરે છે. મૃત્યુની ઘટનાને તેઓ જીવનની આખરી નિષ્ફળતા તરીકે ઓળખાવે છે. - મૃત્યુની અનિવાર્યતા સામે મરજીવા બની અસ્તિત્વનું ગીત જીવનભર ગાનાર આ સદીના ઉત્તમ અદ્દભુત ચિંતક હેડેગર (૧૮૯૯)ના ચિંતનનો મહત્ત્વનો વિષય “મૃત્યુ' છે. મૃત્યુ દ્વારા માનવની બધી યોજનાઓ અને પ્રશ્નોનો અંત આવી જાય છે. આત્માના અમરત્વના ખ્યાલને નૈતિક, સામાજિક દષ્ટિએ જરૂરી હોવા છતાં, તેઓ અનિવાર્ય ગણતા નથી. તેથી જ તેમનું ચિંતન વધુ વાસ્તવિક અને અસ્તિત્વલક્ષી બન્યું છે. મૃત્યુ પછીના અસ્તિત્વનો તેઓ સ્વીકાર કરે છે. “સામાન્ય રીતે જીવાતા જીવનનો સ્વાભાવિક અંત એટલે નૈસર્ગિક મૃત્યુની પળ અને તેથી આવા સ્વાભાવિક મૃત્યુને હેડેગર જીવનનું સર્વોચ્ચ શિખર માને છે.” “મૃત્યુ એટલે જીવનમાં જે કરવાનું હતું તે કર્યાના સંતોષને અનુભવવાની ઘડી. એને માટે આંસુ સારવાનાં ન હોય. માણસનો જન્મ જ મૃત્યુને ભેટવા માટે તો થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 32 છે. આ જગતમાંથી જે દિવસે મૃત્યુ વિદાય લેશે તે દિવસે જીવન પણ જીવન નહિ હોય. જન્મનો આનંદ પણ મરી પરવાર્યો હશે.” હેડેગર એમ માને છે કે “મૃત્યુની મીમાંસાથી જે વ્યક્તિ સભાન છે, જેને જન્મનો આનંદ કે મૃત્યુનો ડર હોતા નથી. મૃત્યુને બધી જ શક્યતાઓના અંત તરીકે ઓળખાવતા હેડેગર તેમ છતાં મૃત્યુને જીવનની સૌથી આકર્ષક વિશેષતા ગણે છે. તેઓ કહે છે, “આપણે મૃત્યુથી એટલા બધા નજીક છીએ કે તેનાથી ડરીને દૂર ભાગવાની કોશિષ કરવી વૃથા છે. મુક્તિના ભારતીય સિદ્ધાંતની જેમ મૃત્યુને સ્વાતંત્ર્ય મુક્તિ' તરીકે ઓળખાવે છે. મૃત્યુ માનવને સાંસારિક બંધનમાંથી મુક્તિ અપાવે છે. સાત્ર હેડેગરની જેમ મૃત્યુને એક વિશેષતા નથી ગણતા. તેઓ તો એમ માને છે કે “મૃત્યુથી જીવનને કોઈ જ અર્થ પ્રાપ્ત થતો નથી. (1) “સાસ્ત્રનું તત્ત્વજ્ઞાન' પ્રો. એમ. વી. બક્ષી. (2) માર્ટીન હેડેગરનું “તત્ત્વદર્શન લેખક ડૉ. જયેન્દ્રપ્રસાદ જયશંકર શુક્લ. (‘સેઈન એન્ડ ઝેઈનની સાતમી આવૃત્તિનો અનુવાદ “બીઈંગ ઍન્ડ ટાઈમ' શીર્ષક હેઠળ જેન મેકવરી અને એડમન્ડ સેબિન્સને કર્યો. “હાર્પર એન્ડરો' પ્રકાશકોએ ન્યૂયોર્કથી ૧૯૬૨માં પ્રગટ કર્યો.) હર્મનફીફેલ સંપાદિત “મૃત્યુનો અર્થ’ નામના પુસ્તકમાં “મૃત્યુ' અંગેના ભિન્ન તેમજ પરસ્પર વિરોધાભાસી ખ્યાલોની વિશદ છણાવટ કરવામાં આવી છે. આ પુસ્તકમાં “મૃત્યુ વિષેની સૈદ્ધાંતિક, બૌદ્ધિક, મનોવૈજ્ઞાનિક, વિવેચનાત્મક તેમજ પ્રાયોગિક સ્તરની ચર્ચાનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, ડૉક્ટરો, દરદીઓ, બાળકો તથા કિશોરોના પણ આ અંગેના મંતવ્યો રજૂ થયા છે. આ પુસ્તકમાં યંગ, હોલ, ટીલીચ, કાફમેન, મર્કયુઝ, મારિયા એચ. નેગી, કાસ્ટેનબામ, હરમનફિફલ, ગોટલીબ મેન્ડેલબામ, જેક્સન, હટશંકર, એરોન્ઝન, કેસ્પર, નેઈડમેન, રીચર તથા મર્ફ એ મૃત્યુ વિષયક વિચારો શબ્દબદ્ધ કર્યા છે. કાર્લયુગ નામના જર્મન તત્ત્વચિંતકે “આત્મા અને મૃત્યુ' નામના લેખમાં બંને તત્ત્વોનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. માનવસત્ત્વના જન્મને અર્થસભર ગણતા કાર્લયુગ મૃત્યુને અંત ગણતા નથી. તેઓ મૃત્યુને પણ અર્થસભર ગણાવે છે. દેખીતા “મૃત્યુ પહેલાંજ મૃત્યુનો પ્રારંભ થઈ જતો હોવાનું તેમનું માનવું છે. સી. ડબલ્યુ. હોલ (‘મૃત્યુનો ભય') એમ માને છે કે “મૃત્યુનો પ્રશ્ન માનવને એકજ ક્ષણમાં તુચ્છ બનાવી દે છે' મૃત્યુના સાર્વત્રિક ભય અંગે વાત કરતાં તેઓ કહે છે, “માણસ “મૃત્યુ' નામનો શબ્દ વાપરવા પણ તૈયાર નથી “ગુજરી ગયા' “વિદાય લીધી” વગેરે શબ્દોનો પ્રયોગ “મૃત્યુ માટે કરવામાં આવે છે. સોળ સોળ વર્ષ કેન્સરના જીવલેણ રોગ સાથે ઝઝૂમનાર ફ્રોઈડે પોતાના પુત્રો જ્યારે યુદ્ધભૂમિમાં મૃત્યુનો સામનો કરતા હતા, ત્યારે 'Times on War and Death' તેમણે લખ્યું. મૃત્યુના માનસશાસ્ત્રને નિખાલસતાથી સમજવામાં ને સ્વીકારવામાં જીવનને વધુ સહ્ય બનાવવા માટેની સમજણ અને ગુણ રહ્યા હોવાનું તેઓ માને છે. વોલ્ટર કૉફમેન (“અસ્તિત્વવાદ અને મૃત્યુ) “અવર રિલેશન ટુ ડેથ' (પૃ. 332-333) માં “યુદ્ધ મૃત્યુ સાથેના સંબંધો વિક્ષિપ્ત કરી નાખ્યાનું ફ્રોઈડનું વિધાન તેઓ ટાંકે છે. કોફમેન ફોઈડને ટાંકતાં કહે છે કે “મૃત્યુ અનિષેધ્ય, અનિવાર્ય ને કુદરતી તત્ત્વ હોવા છતાં આપણે સૌ મૃત્યુ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 33 વિશે શબવત ખામોશી રાખવા પ્રયત્ન કરીએ છીએ.” એ વાત પર ફોઈડ ખાસ ભાર મૂક્યો છે. પોલ દિલીચે અસ્તિત્વવાદી વ્યગ્રતાનું બહુ વ્યવસ્થિત પૃથ્થકરણ કર્યું છે. તેઓ કિહે છે, “મૃત્યુની ચિંતા મૂળભૂત, સાર્વત્રિક અને અનિવાર્ય છે. તેને દલીલોથી દૂર કરી શકાતી નથી. આત્માની અમરતાના સિદ્ધાંતની સાબિતી પણ આ વ્યગ્રતાને દૂર કરી શકતી નથી. અસ્તિત્વવાદ સિવાયના ફિલસૂફીના ગ્રંથોમાં મૃત્યુ વિશે વ્યાપક નિર્દેશ બહુ ઓછો જોવા મળે છે. હર્બટ માર્કસ (“મૃત્યવિષયક વિચારધારા') “મૃત્યુનો જ્ઞાન સાથે સ્વીકાર કરવાની વાતને માનવના જન્મસિદ્ધ હક્ક તરીકે ઓળખાવે છે. તેઓ માને છે કે શરીરની બંધિયાર અવસ્થામાં આપણે સૌ કેદ છીએ. હર્બટ માર્કસ માનવસમાજને વ્યવસ્થિત કરવા મૃત્યુના અસ્તિત્વને જરૂરી માને છે તથા ન્યાયપૂર્ણ પણ. ફેડરીક હોફમેન (‘મયતા અને અદ્યતન સાહિત્ય') પોતાના લેખમાં વીસમી સદીના સાહિત્યમાં થયેલા મૃત્યવિષયક નિરૂપણની વિશિષ્ટતાઓનો નિર્દેશ કરે છે. “માનવ, વિશ્વયુદ્ધની અસરને કારણે આધુનિક સાહિત્યમાં “શબ' વિષયક વાતો વધુ ઉલ્લેખાઈ છે. ફેડરિક અમરતાના ભ્રામક વળગણને નિરાશાજનક ગણાવે છે. તેઓ કહે છે, “શેતાને એનું માઈથોલોજીકલ આકાર તરીકેનું સ્થાન ગુમાવી દીધું છે. વીસમી સદીમાં દુઃખદ અંધશ્રદ્ધાનો અંત આવે છે. મૃત્યુને દૂર ધકેલવાનું, તેમજ પૃથ્વી પર સ્વર્ગીય શહેરને સ્થાપવાનું વિજ્ઞાનનું કાર્ય સરળ થતું જાય છે. વિજ્ઞાનના મુખ્ય હેતુઓમાંનો મહત્ત્વનો એક હેતુ એ છે કે “મૃત્યુને દૂર કરવાના પ્રયાસ વિશે વિચારવું' મૃત્યુના નાશ વિશે વિજ્ઞાને કામ કરવાનું છે. જો કે એ સાચું છે કે કોઈ વૈજ્ઞાનિકે મૃત્યુને દૂર કરવાની ન તો શક્તિ બતાવી છે કે નથી તો એનો સંપૂર્ણ નાશ કરવાની આશા ધરાવી છે. ત્રાસદાયક હિંસા અને તનાવભર્યું જીવન એલિયટ, એઝરા પાઉન્ડ, જોય્યસ તથા ફોકનર ને ચિંતન કરવા પ્રેરે - હવે “મૃત્યુનૃત્ય”, “મૃત્યુ પામવાની કલા', “મૃત્યવિજય' જેવા વિષયોની સાથે દફનક્રિયા, “કફન' “સ્મશાન', “પંખીમૃત્યુ' વગેરે નવા વિષયો ઉમેરાય છે. તો “મૃત્યુશધ્યા” (ડથબેડ' પણ એક નવો વિષય છે. મારિયા એચ. નેગીએ મૃત્યુ વિષે બાળકોના અભિગમને સ્પષ્ટ રીતે સમજવા તથા એમના મૃત્યવિષયક ખ્યાલોનો અભ્યાસ કરવા ત્રણ પદ્ધતિ વડે સામગ્રી ભેગી કરી હતી. ત્રણસો અઠ્ઠોત્તેર જેટલાં બાળકોની વિગતો એકઠી કરી તેઓએ તારણો કાઢ્યાં. “પાંચ વર્ષનાં બાળકો મૃત્યુને અનિવાર્ય ઘટના તરીકે ઓળખી શકતાં નથી.” “પાંચ વર્ષથી નવ વર્ષનાં બાળકો મોટે ભાગે મૃત્યુને એક મૂર્તિમંત માનવસ્વરૂપમાં તથા આકસ્મિક ઘટના તરીકે ઓળખે છે.... જ્યારે નવ વર્ષ અને એની ઉપરની ઉંમરનાં બાળકો મૃત્યુને ચોક્કસ નિયમની પ્રક્રિયારૂપે જુએ છે.' પહેલા જૂથનાં બાળકો “મૃત્યુ' ને “મૃત્યુ' તરીકે ઓળખી શતાં નહિ. મૃત વ્યક્તિમાં પણ જીવન અને ચેતના હોવાનું તેઓ માનતાં. અથવા તો મૃત્યુને “વિદાય' કે નિદ્રારૂપે અલગ પાડી ઓળખાવતાં. કેટલાંક બાળકો મૃત્યુને “ખરાબ વસ્તુ' માનતાં. તો કોઈક વળી મૃત્યુ પામવાને અદશ્ય થવા સાથે સાંકળતાં. મૃત વ્યક્તિ કબ્રસ્તાનમાં આવતી હોવાનું કે કૉફિનને કારણે સ્થગિત થઈ ગયી હોવાનું પણ તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 34 માનતાં. પાંચથી છ વર્ષનાં બાળકો મૃત્યુને કોઈ ચોક્કસ ઘટના તરીકે સ્વીકારવા શક્તિમાન ન હતાં. “મૃત્યુ'ના અસ્તિત્વથી તેઓ અજાણ ન હતાં. પરંતુ “મૃત્યુ' ને ક્રમશઃ કે ક્ષણિક વસ્તુ તરીકે જોતાં. - બીજા સ્તબકનાં બાળકોના જૂથમાં (છ થી નવનાં) મોટાભાગનાં બાળકોએ મૃત્યુને મૂર્તિમંત સ્વરૂપે કલ્પેલું. કોઈક વળી મૃત્યુને બરફ જેવું શ્વેત કલ્યું છે, તો કોઈકને એ હાડપિંજર જેવું દેખાય છે. મૃત્યુને અત્યંત મૂર્તિમંત માનતા બાળકને તો એનાં પગલાંનાં નિશાન પણ દેખાય. મૃત્યુને તેઓ જડમૂળથી ઉખેડી નાખવા માગતાં. નવ વર્ષને અગિયાર મહિનાના એક છોકરાએ મૃત્યુને ખૂબ ખતરનાક ગણાવ્યું હતું. તે એમ માનતો કે રાત્રે મૃત્યુ દરેકની પાસે આવે છે, ને સવાર પડતાં અદશ્ય થઈ જાય છે. ચાર વર્ષ ને નવ માસના એક બાળકને તો મૃત્યુનું સરનામું જાણવું હતું. જેથી એ ત્યાં જઈ એને મારી શકે. એક બાળક મૃત્યુને એટલા માટે ખરાબ માનતું કે મૃત્યુ માનવને જીવતો અટકાવી દે છે. આઠ વર્ષ ને પાંચ માસનો એક છોકરો, મૃત્યુ હાથમાં દાતરડું રાખતું હોવાનું માનતો. મૃત્યુ ખરાબ હોવાથી એને ઘર હોતાં નથી, ને તેથી એ આમતેમ રઝળ્યા કરે છે. પંદરેક ટકા બાળકો સાંજે મૃત્યુ વિષે વિચારવા ટેવાયેલાં હતાં. મૃત્યુ સાથે અંધકારને ગાઢ સંબંધ હોવાનું ય તેઓ માનતાં. “મૃત્યુમાનવ” મુખ્યત્વે રાત્રે આવતો હોવાની તેઓની કલ્પના હતી. કેટલાંક બાળકો મૃત્યુ પામેલી વ્યક્તિની જગ્યાએ “મૃત્યુ” જ શબ્દ વાપરતાં. સાત વર્ષ ને અગિયાર માસની છોકરી એ. સી. માને છે કે “મૃત્યુ બોલી શકતું નથી કે ચાલી શકતું નથી. મૃત્યુ મોટેભાગે કબ્રસ્તાનમાં જ હોય છે. માણસ જ્યારે મરી જાય છે, ત્યારે એ મૃત્યુબની જાય છે. બી. એમ. નામનો આઠ વર્ષ ને બે માસનો છોકરો જણાવે છે “મૃત્યુ જીવિત ન હોવાથી વાત કરી શકતું નથી, એને મન હોતું નથી, એ લખી વાંચી શકતું નથી. કારણ એનામાં ચૈતન્ય નથી. આમાંના પોણાભાગનાં બાળકો મૃત્યુને એક વિશિષ્ટ વ્યક્તિત્વ તરીકે કલ્પતાં. પહેલા જૂથની અપેક્ષાએ બીજા જૂથમાં વાસ્તવની સમજ વિસ્તરેલી જોવા મળે છે. પહેલું જૂથ તો મૃત્યુનો અસ્વીકાર જ કરે છે. જ્યારે બીજું જૂથ મૃત્યુનું અસ્તિત્વ તો સ્વીકારે છે, પણ બીજી બાજુ મૃત્યુના વિચાર પ્રત્યે સખત અણગમો ધરાવે છે. એને ક્યાંનું ક્યાં દૂર ફેંકી દઈ શકાય તો સારું એમ તેઓ માનતાં. - ત્રીજા સ્તબકનાં બાળકોએ મૃત્યુને મહદ્દઅંશે “શારીરિક પ્રવૃત્તિની સ્થગિતતા' તરીકે ઓળખાવ્યું છે. નવ તથા તેની ઉપરનાં બાળકો મૃત્યુને પાર્થિવ જિંદગીના અંત તરીકે ઓળખતાં શીખી જાય છે. તેઓ જ્યારે એમ સમજતાં થાય છે કે “મૃત્યુની પ્રક્રિયા આપણી અંદર જ થયા કરે છે ત્યારે એમને મૃત્યુના વૈશ્વિક સ્વરૂપની ઓળખ થાય છે. એફ. ઈ. નામની દસ વર્ષની એક છોકરી “મૃત્યુ એટલે ગુજરી જવું” એમ કહે છે. જેમાંથી આપણું શરીર પછી ઉત્થાન પામતું નથી. એવા મૃત્યુને એ કરમાઈ ગયેલા ફૂલ જેવું કહે છે. નવા વર્ષ ચાર માસની સી. જી. નામની છોકરી મૃત્યુને જિંદગીના “અંત' તરીકે ઓળખાવે છે. નવ વર્ષ અને અગિયાર માસનો એફ. જી. જાણે છે કે, “મૃત્યુના પ્રહારમાંથી કોઈ છટકી શકતું નથી.” એ કહે છે “શરીર મરી જાય છે, આત્મા જીવે છે. જો કે આ છોકરો એટલું જાણે છે કે, “મૃત્યુનો ચિતાર એ પોતે મૃત્યુ નથી.' નવ વર્ષ ને ચાર માસનો એસ. ટી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 35 મૃત્યુને વ્યક્તિના જીવનના એક ભાગ તરીકે ઓળખાવે છે. “મરવું એટલે એક નવી જિંદગી’ એમ કહેતા આ બાળક આત્માને અમર માને છે. કિશોરો મૃત્યુ વિશે શું વિચારે છે? એનો અભ્યાસ રોબર્ટ કેસ્ટનબીએ “કાળ અને મૃત્યુ' નામના એમના લેખમાં શબ્દબદ્ધ કર્યો છે. કિશોરો મૃત્યુ વિશે અત્યારથી કશું વિચારવા માગતા નથી. દક્ષિણ કેલિફોર્નિયામાં મધ્યમકક્ષાની એક શાળાના બસોસાંઈઠ વિદ્યાર્થી ભાઈબહેનને અભ્યાસી કેટલાંક તારણો તેઓએ કાઢ્યાં છે. કિશોરોના વિચારો અને વિષયોની ફેઈમમાં “મૃત્યુ ને લગભગ કોઈ સ્થાન નથી. તેમ છતાં ક્યારેક સમય મળે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ આના વિશે વિચાર કર્યો છે. દેવળની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ને ધાર્મિક વૃત્તિના વિદ્યાર્થીઓ મૃત્યુ વિશે સચેત હતા. કિશોરો સામાન્ય રીતે મૃત્યુના વિચારોને પોતાનાથી દૂર રાખે છે. એટલું જ નહિ, જુદી જુદી રીતે મૃત્યુ સાથે સંકળાયેલા હોય, એવા વિષયોથી પણ દૂર ભાગવાનો તેઓ પ્રયત્ન કરતા હોય છે. અસ્વસ્થ તેમજ માનસિક માંદગી અનુભવતા માનવોનો મૃત્યુ પરત્વેનો દષ્ટિકોણ હર્મન ફિફલે વિચાર્યો છે. માનસિક રોગના કેટલાક દરદીઓના મનમાં મૃત્યુના વિચારો સતત ઘોળાયા કરતા હોય છે. કયા રોગના દરદથી મરવાનું પસંદ કરવું ? એ પ્રશ્નના જવાબમાં મોટા ભાગનાઓએ રિલાયા વિનાનું ઝડપી મૃત્યુ ઇચ્છયું. મૃત્યુના વાસ્તવને જગજાહેર બનાવી વધુ દુર્બોધ બનાવાયું છે. મરતા દરદીઓ ડોક્ટરની મૃત્યુભીતિને વધુ સતેજ બનાવે છે. તેથી તેઓમાં ક્યારેક મૃત્યુ વિષે “કાઉન્ટર ફોબિક વલણ જોવા મળે છે. છે. કેટલાક એમ વિચારે છે ને કહે પણ છે કે “મરતા માણસો પાસે મૃત્યુની વાત કરવી એ ક્રૂરતા છે.” પણ હર્મન ફિફલનાં તારણો કંઈક જુદું જ કહે છે. “મરતા દરદીઓને મૃત્યુ વિષયક વિચારો અને લાગણીઓ વિશે ઘણું ઘણું કહેવાનું હોય છે. પણ આપણે જ એ માટે દ્વાર બંધ કરી દઈએ છીએ. હર્મનફિફેલ કહે છે, "Death is one of the essential realities of life." 67 આવનાર “મૃત્યુ એ ચિંતાનો વિષય હોતો નથી. પણ માનવની કરુણતા એ છે કે એ અપરિપક્વ રીતે ને મોભા વિના મરે છે. કેટલાકને મતે મૃત્યુ, પીડામાંથી મુક્તિ અપાવનાર શાંતિદાયક નિદ્રામાં લઈ જનાર મિત્ર ગણાયું છે. કાર્લા ગોલીબ મૃત્યુને માનવ અસ્તિત્વના એક ચોક્કસ શૃંગ તરીકે ઓળખાવે છે. તે ડેવીડ જી. મેન્ડેલબોમ “દફનવિધિના સામાજિક ઉપયોગો' નામના લેખમાં મૃત્યુ પામેલી વ્યક્તિની હયાત રહેલી વ્યક્તિ પર થતી ઊંડી અસરનો નિર્દેશ કરે છે. કેટલાક પ્રદેશોમાં મૃત્યુને એક સુખદ ઘટના ગણવામાં આવે છે. “શોક અને ધર્મ નામના લેખમાં એગર. એન. જેક્સન કહે છે “મરનાર વ્યક્તિઓના અસ્થિની એટલે કે એના દર્શનની તથા એની અન્ય વસ્તુઓની જીવંત વ્યક્તિઓ પર ઊંડી અસર થાય છે. મૃત્યુની વાસ્તવિક્તા તથા સ્વજનોથી વિખૂટા પડવાની પ્રક્રિયા એમને દુઃખ પહોંચાડે છે. તો બીજી બાજુ એક માન્યતા એવી પણ છે કે દિશા અને કાળની પેલે પાર ક્યાંક શાશ્વતતાનું મહામૂલ્ય રહેલું છે. આર્નોલ્ડ એ હડ્ડનેકર એમના “દાક્તરી અને પ્રાયોગિક અભ્યાસ' નામના લેખમાં જણાવે છે કે “જિંદગી અને મૃત્યુના માનવજીવન સાથેના સંબંધનું દાક્તરો અવલોકન કરતા હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 36 - ડૉ. ફેન્કંડેર કહે છે “મરનાર દરદી પોતાના અંત ભાગે મૃત્યુ વિશે જાણતો જ હોય છે. ને જીવન છોડી દેવા એ તૈયાર પણ હોય છે. દરદીઓ અંતે પોતાની જાત સાથે સુલેહ કરી જ લેતા હોય છે. તેઓ સમજી સ્વીકારી લે છે કે “જીવનસંગ્રામ પૂરો થયો છે' મરણપથારી પરનાં દરદીઓનું અવલોકન કરતાં ફલિત થાય છે કે મૃત્યુની બીક મરનાર માણસ કરતાં સાજાસમા એમના અન્ય સ્વજનોને વિશેષ હોય છે. આ જીરોલ્ડ જે. એસોન્સન “મરણશીલ દરદીની સારવાર' નામના લેખમાં દરદીઓની મનઃસ્થિતિ તથા તેમની સાથેની ડોક્ટર તથા સ્વજનોની વર્તણૂક વિષેના વિચારો રજૂ કરે છે. છેક મૃત્યુ આવી પહોંચે ત્યાં સુધી દરદીની જીવનઆશા મરવી ન જોઈએ. ને છતાં પરિસ્થિતિની ગંભીરતા પણ જળવાવી જોઈએ. દરદીને તેના મૃત્યુ અંગેનો સંકેત આપવાની વાત ઘણી સૂક્ષ્મતા, યુક્તિ તથા સમયની સાવચેતી માંગી લે છે. આઈસ્લર તેના “સાઈક્યા ટ્રસ્ટ ઍન્ડ ધી ડાઈંગ પેશન્ટ' નામના પુસ્તકમાં જણાવે છે કે “બીજા બધાએ દરદીના મૃત્યુની રાહ જોતા હોય તેમ ગોળ કુંડાળામાં ત્યાં બેસી ન જવું જોઈએ.” લોકોની અણઘડ રીતે મરવાની રીત પર તેઓએ અણગમો વ્યક્ત કર્યો છે. - “ડૉક્ટર અને મૃત્ય' નામના લેખમાં ઑગસ્ટ કેસ્પર લખે છે “દાક્તરી માવજત કે સારવાર ઊર્મિ કે ઉષ્માથી સભર ન હોય તો દરદી કોઈક ઊંડા અંધકારમાં ધકેલાઈ જાય છે. જ્યાં એને મૃત્યુ સિવાય કશું દેખાતું નથી, ને ત્યારે થોડીઘણી બાકી રહેલી જિંદગી પણ એ ટકાવી શકશે કે કેમ એની શંકા થાય છે. ધાર્મિક વલણવાળા સભ્યો પોતાના મૃત્યુ વિષે વારંવાર ચર્ચા કરવા તૈયાર હોય છે. જ્યારે બિનધાર્મિક વૃત્તિવાળા માણસો મૃત્યુને જીવનના કુદરતી અંત રૂપે જુએ છે. તેમને માટે મૃત્યુ એ પરાકાષ્ઠા નથી, પણ ગુલાબના વિખરાઈ જવા જેવી પ્રક્રિયા છે. મૃત્યુ અંગેની ચિંતા ઘટાડવા લેખકે જીવનના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તેમજ મૃત્યુ પછીના જીવનને પણ મહત્ત્વ આપવાની વાત કરી છે. મૃત્યુના પ્રશ્ન પરત્વે ઘણી જાગૃતિ રાખવા પણ જણાવ્યું છે. છે. ગ્રીક તેમજ યુરોપીય સાહિત્યમાં, ખાસ કરીને કવિતામાં મૃત્યવિષયક ચિંતન અવારનવાર પ્રગટ થયેલું જોવા મળે છે. માનવજીવનની ક્ષણભંગુરતાનું સત્ય કવિ હોમરે પિછાન્યું હતું. તેઓએ કહ્યું "The heroes are the dying one, on the battle field of life, death is the end of the fight." સોફોફિલસની ગ્રીક ટ્રેજડીમાં મૃત્યુ આ રીતે નિરૂપાયું છે. ભયંકર કરાલ મૃત્યુ અવનિ પરે વ્યોમમાં છવાય અહીં પુષ્પમાં, ફળફળાદિમાં, ઘાસમાં સમાં છવાય અહીં મૃત્યુ, કો જનની ગર્ભમાં, સર્વત્રમાં મરે કરુણ મૃત્યુમાં “અખિલ' આર્તનાદે ભર્યું છે - (બે ગ્રીક ટ્રેજેડિ) તો દાન્તનો “ઈન્ફર્ને મૃત્યુની જ અભિવ્યક્તિ નહિ તો બીજું શું? “ઈન્ફર્ની એ એક કાળું નરક છે. લંબાવેલું મૃત્યુ.” દાત્તે કહે છે "Death ultimately means agony, chaos, despair." યુરોપીય કવિતામાં પણ મૃત્યવિષયક ચિંતનનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. બ્રાઉનીંગ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 37 મૃત્યુને બહાદુર વીરની જેમ પડકારે છે. "I was ever a fighter, so one fight more, the best and the last." ફેંચ નવલકથાકાર કામૂ માને છે કે “જે કારણે જીવવા માટે છે, એવું જ સુંદર કારણ મૃત્યુનું હોઈ શકે.” કૉલરિજ મૃત્યુ વિશે કહે છે, "O sleep, it is a gentle thing, beloved from pole to pole." 274244 'In Memoriam' Hi se s9, "Sleep is deaih's twin brother." બેકોન કહે છે, "Men fear death, as children fear to go in the dark, and as that natural fear in children is increased, with tales, so i other." ઉ9 (Francis Bacon Essays of Death). “મૃત્યુ જૂના ઘરમાંથી નવા ઘરમાં થતું પ્રસ્થાન માત્ર છે.' આ સમજાય તો મૃત્યુનો ભય ચાલ્યો જાય. મૃત્યુ એ તો માંદા થાકેલા, ને જીર્ણ થયેલાનો વિસામો છે.” મૃત્યુ પાર્થિવ શરીર છોડવાની પ્રક્રિયા છે. જયારે જન્મ પાર્થિવ શરીર ધારણ કરવાની. વોલેસ સ્ટીવન્સ “મૃત્યુને સૌંદર્યની જનની કહે છે. તેઓ માને છે કે મૃત્યુ જ આપણાં સ્વપ્નોને સાકાર કરે છે. 2 ટી. સી. વિલિયમ મૃત્યુને જીવનનો તાજ કહે છે ને મૃત્યુના ઈન્કારને જીવનની નિરર્થક્તા માને છે. કવિ મિલ્ટનને એમના દ્વારે ઊભેલા ફિક્કા અશ્વરૂપે મૃત્યુ દેખાયું. ટેનિસન “ધી વીઝન ઑફ સીન'માં મૃત્યુ સાથે ગોષ્ઠિ કરવા માટે શાંત પ્રહરની યાચના કરે છે. મોન્ટેગ્યુ મૃત્યુને “ઋણ' કહે છે. જહોન ગોલ્યવર્ધી મૃત્યુના સમુદ્ર તરફ પોતાના શઢ ખુલ્લા મૂકી દીધાનું કહે છે. દ્વાર પાસે પ્રાણ હરી જવા ઊભા રહેલા મૃત્યુની વાત કરતાં એન. પી. વીલ્સને ઊગતો ચંદ્ર વિશ્વાસ નથી આપતો કે દિવસને તેઓ પૂર્ણ કરી શકશે. શેલિ કહે છે, અહીં છે મૃત્યુ ત્યાંય મૃત્યુ || [9છે રાની મૃત્યુ ચારે કોર ઉપર નીચે સર્વત્ર ને આપણે સૌ મૃત્યુ” 1 મૃત્યુ સૌ સાથે સમાન રીતે વર્તે છે. એને કોઈ પ્રકારના ભેદ હોતા નથી. બનાર્ડ શો કહે છે, "Life levels all men, death reveals the eminent." 2 વોલ્ટર કોલ્મન પણ ન્યાયકર્તા મૃત્યુની વાત કરતાં કહે છે, "Death levels master and slave, the sceptre and the law, and makes unlike like."73 હોરેસ કહે છે, "Pale Death, with impartial step, knocks at the poor man's cottage, and at the palaces of Kings." 14 એ લોંગફેલો (“રીપર એન્ડ ધી ફલાવર) મૃત્યુને માળી સાથે સરખાવે છે. મૃત્યુ એનું દાતરડું સરસ ચલાવતું હોવાનું તેઓ કહે છે. આ 5 ( v y / સી. ડી. શેલિ કહે છે, "She died in beauty like a rose, Blown from its parent stem." 76 Palladas se 9, "Weep not for him who departs from life, for there is no suffering beyond death." 77 (Greek Antology Bk. X. epig. 59) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 38 હોરેસ સ્મિથ મૃત્યુને જીવનના નિદ્રિત ભાગીદાર તરીકે ઓળખાવે છે. ફેલિશિયા હેમેન્સ કહે છે, “મૃત્યુને પણ એની આગવી ઋતુઓ છે. પાંદડાઓ એના નિશ્ચિત સમયે ખરે છે. ને ઉત્તરના પવનઝપાટે પેલાં ફૂલો વિલાય છે. ને પેલા તારાઓ પણ એના નક્કી સમયે જ અદશ્ય થાય છે.” 78 "There is a remedy for everything, but death, whirh will be sure to lay us out that sometime or other." 79 (Cervantes. Don Quixote Pt. ii ch 10) ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં આપણે સૌ એક સૂકા પાનની જેમ ખરી જવાના” એ સત્ય પ્રગટ કરાયું છે. 80 જોસેફ જેફરર્સન કહે છે, “આપણે સૌ ભાડુઆતો છીએ, ટૂંક સમયમાં પેલો મહાન ઘરમાલિક આપણું “કરારનામું પૂરું થયાની નોટિસ આપશે.” 81 "When Life knocks at the door no one can wait. When Death makes his arrest we have to go." 82 (John Masefield - The widow in the Bye street / Pt. ii) * “જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે એ નથી તો કોઈની ઉંમરનો વિચાર કરતું કે, ન તો ગુણોનો. એ તો આ દુન્યવી અસ્તિત્વમાંથી માંદા, કે સશક્ત, ગરીબ કે તવંગર સૌને એકસરખી રીતે ઉપાડીને ફેંકી દે છે ને આપણને સૌને પ્રત્યેક પળે “મૃત્યુ માટે તૈયાર રહેવાનું શીખવે છે.” * (એન્ડ જેક્સન) . - લોંગફેલો કહે છે, "There is a Reaper, whose name is Death, And with his sickle keen, He reaps the bearded grain at a breath. And the flowers that grow between." 85 (The Reaper and the flowers') "The fear of death is worse than death itself." 88 (Publilius syrus sententi 9. 54) Hey miluies se s9, "No lamentation can loose prisoners of death from the grave." 87 (Merope I 527) શેક્સપિયર “મૃત્યુને વણશોધાયેલા પ્રદેશ તરીકે ઓળખાવે છે, જ્યાંથી કોઈ મુસાફર પાછો ફરતો નથી.” 88 (‘હેમ્લેટ' અંક-૩ દશ્ય-૧) Joa Quin Miller કહે છે "Death is delightful, Death is dawn, The waking from a weary night of fevers unto truth and light." (r) (391) Hartley Coleridge એક સુંદર શૈશવ મૃત્યુ લખે છે. "She passed away like morning dew, Before the Sun was high. So brief her time, She scarcely knew meaning of a sigh." 90 (Early Death') ( 1 , જુલિયટના મૃત્યુ અંગે શેક્સપિયર લખે છે, "Death lies on her like an untimely frost upon the sweetest flower of all the field." (Shakespeare "Romeo and Juliet" P. 400 Act. iv. Sc. 5) નાવ ( ટેનિસન કહે છે, "Come not, when I am dead. To drop thy foolish tears upon my grave. To trample round my fallen head. And vex the unhappy dust thou wouldst not save. There let the wind sweep and P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 39 the polver cry - But thou, go by" se (Tennyson - Come Not when I am dead') જ્હોન ડન પણ મૃત્યુ પર માનવના વિજયની તેમજ મૃત્યુના મૃત્યુની વાત કરે છે, તે મૃત્યુના અસ્તિત્વને પડકારે છે. "Death be not proud, though some have called thee mighty and dreadful, for thou art not so, For, those, whom thou thinkst, thou dost overthrow. Die not, poor death, nor yet canst thou kill me.... One short sleep past, we wake eternally, And death shall be no more, Death thou shalt die." 9 (John Donne Holy Sonnets' No. x) એડવીન આર્નોલ્ડ જન્મ મરણના ચકરાવાની વાત કરતાં કહે છે, “જન્મનો અંત મૃત્યુ છે, ને મૃત્યુનો જન્મ' Nascemes Morimur જન્મ સાથેજ માનવ પળેપળે થોડો થોડો મરતો હોવાથી, ને મૃત્યુ સાથેજ એ થોડો થોડો જન્મતો હોવાની વાત કરે છે. માનવના જન્મની શરૂઆત સાથેજ એનો અંત સંકળાયેલો હોવાનું એ કહે છે.” (Astronomic Bk. v. sec. 16) ટેનિસન પણ એમ જ કહે છે, "Every minute dies man, Every minute one is born." 95 (Tennyson 'The Vision of Sin' Pt. iv. St. 9) જે કાવ્ય પરથી કોઈનો લાડકવાયો' લખવા મેઘાણી પ્રેરાયા હતા. એ 'Somebody's darlings slumbers here' ni Marie R. Lacoste cu c, "Tenderly bury the fair young dead. Pau-sing to drop on his grave a tear. Carve on the wooden slab at his head." 96 ન્યૂ ટેસ્ટામેન્ટમાં કહ્યું છે, "O death, where is thy sting ? o grave, where is thy victory" ? 97 (New Testament i Corinthians X 54, 55) લોંગફેલો લખે છે, "There is no Death, What seems so is transition. This life of mortal breath. It but a suburb of the life elysian Whose Portal we call Death." >> (Longfellow, Resignation 1848) Charles Mackay મૃત્યુના અસ્તિત્વનો જ અસ્વીકાર કરે છે. કશું જ મૃત્યુ પામતું નથી. દરેક વિનાશને છેડે કોઈ નવસર્જનની કૂંપળ ફૂટતી દેખાય છે.” 29 (Charles Mackay - "No such things as death') | Victor, Marquis De Mirabeau “સંગીતની સુંદર સંગતમાં મૃત્યુ પામવાની OjWll daal." "Let me die to the sounds of delicious music." 100 (Victor, Marquis De Mirabeau) અર્નેસ્ટ રેનન કાળની અનંતતામાં શ્રદ્ધા ધરાવે છે. એ કહે છે, “આપણે નાશ પામીશું, અદશ્ય થઈશું, પણ સમયની રફતાર તો અવિરત વહ્યા જ કરશે.” * Sir harry Vane sec, "Death is but a little word, but it's a great work to die." 102 (Sir harry vane on the scaffold 1662) પ્રકૃતિ અને સંગીતનો ચાહક એલેકઝાંડર વીલ્સન કહે છે, "Buy me where the birds will sing over my grave." 103 (Alexander Wilson, the Ornithologist) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 40 અંગ્રેજ કવિ એલિયટ (1888-1965) એમના “ધ લવ સોંગ ઑફ જે. આફ્રેડ પ્રફોક”માં સ્વયં કાળભગવાનનાં અનંત સ્વરૂપોને સ્પર્શતું ચિતંન આપે છે. જે સતત છેક ફોર ક્વાસ સુધી એક સ્તરે અખંડ વહેણરૂપે જોવા મળે છે. જોરોન્સનનો કાવ્યવિષય પણ મૃત્યચિંતન છે. દરિયાને કવિ એલિયટ એક સાથે જીવન અને મૃત્યુના પ્રતીક તરીકે ઓળખાવે છે. સમયના પરિમાણને સિદ્ધ કરવાની એલિયટની પ્રતિજ્ઞા છે. “ઇસ્ટોકર'ની આરંભની પંક્તિ છે, "In my end is my beginnig, In my beginning is my કાળની અખંડિતતા તેઓ આ રીતે વર્ણવે છે. "Time present and time past are both perhaps present in time future and time future contained in time past." 106 - નગરલંડન બ્રિજ પર વહી આવેલા એક શૂન્યતાના પ્રતીક સમા માનવટોળાને જોઈ કવિ બોલી ઊઠે છે, “મેં ધાર્યું નહોતું, મૃત્યુએ આટલા બધાને મહાત કરી દીધા હશે.” મરણના નૃત્ય મહીં છાયાતણા છંદન તથા કોઈ ખિન્ન પિશાચનું કલ્પાંત સંભળાય છે. કવિ મૃત્યુના જ બહુપાંખડિયા ગુલાબને એક આશાચિન ગણાવે છે. “માણસની આ ખાલીખમ, ને અતિદીર્ઘ જિંદગીમાં સાંધ્ય પ્રકાશિત લોકમહીં. મૃત્યુના બહુપાંખડિયા ગુલાબમાંજ એક આશા રહી છે.” યૂનિકોન નામના દિવ્ય પ્રાણીને કવિએ સોને મઢ્યા રત્નખચિત મૃત્યુથને ખેંચતું કપ્યું છે. “મર્ડર ઇન ધી કેથીડ્રીલ માં બેકેટનો મૃત્યુ પામીનેય વિજય થાય છે. મૃત્યુ હારશે, બેકેટ જીતશે” એ સાચું નીવડે છે. હવે કવિ ભારપૂર્વક કહે છે, "We shall not cease from exploration." 103 જ આ લિરિકના પહેલા ખંડમાં વિનાશ અને વિનાશ જ.... પણ નીચે ઊતરતું અવતારકૃત્યની જાહેરાત કરતું કબૂતર તથા ભવિષ્યકથન કરતી જિદ્દાઓ આપણી સંભવિત મુક્તિની શરતો જાહેર કરે છે. એલિયટનું “ધ ઈસ્ટ લંડ’ વેરાન થયેલા ઉજ્જડ થયેલા માનવીના આદર્શો, પ્રેમ, ભૂતકાળ, મૂલ્યો, સમયસભર શૂન્યતા અને એકલતાને અનેક સાહિત્યિક અધ્યાસોથી આલેખે છે. 'Mythical method' દ્વારા અનેક સમયનાં પાત્રોની સહપસ્થિતિ, તથા આંતરવિરોધો કાવ્યમાં ઊભા કર્યા છે.” 07 . "April is the cruellest month" વ્યક્તિગત અને સંસ્કૃતિગત મૂંઝવણો આ રીત પ્રથમ પંક્તિમાં ધ્વનિત થાય છે. એપ્રિલ માસની ક્રૂરતા અહીં વિનાશ વંધ્યત્વ અને વેરાનીનું પ્રતીક છે. સમય પોતે હવે માત્ર ભયંકર વિનાશકતાનો પર્યાય બની રહે છે. “આ એક એવી મભૂમિ છે, જેમાં ઘણા માણસો જીવતા નથી. કવિતાનું મુખ્ય વસ્તુ સિબિલના I wish to die' માં જોઈ શકાય. પણ પેલા વરદાનમાં આપેલો જીવવાનો શાપ જ જાણે માનવીનું સત્ય બની રહે છે. પ્રથમ ખંડમાં મરણને જીવતા માનવીઓની વાત આવે છે” % - લાલ ટેકરીના પડછાયા નીચે શું છે? ત્યાં સુખચેન નથી. તે તો મૃત્યુનો પડછાયો છે. બીજો ખંડ છે A Game of chess' અહીં બે પ્રકારની જિન્દગી અને બે જાતનાં મૃત્યુની વાત ગૂંથી લેવામાં આવી છે. આ મભૂમિમાં પાત્રો કશું જોતાં નથી, કશું જાણતાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 41 નથી. આમ જોઈએ તો જીવતાં જ નથી. અહીં મરણ પણ વંધ્યતાનો જ પર્યાય બની રહે છે.” 19 - Death by water' “જળથી ઘાત' માં એલિયટે આગળ ફ્રેંચમાં લખેલી કાવ્યરચનાનો ભાવ ફરી વર્ણવ્યો છે. ફિનિશ્યન ખલાસી જે ડૂબીને મૃત્યુ પામ્યો છે. તે આપણને દેવોની, જળમાં વિસર્જન કરવાની વિધિનું સ્મરણ કરાવે છે. સાથે સાથે Furtility "Cult' ના વિધિની પણ યાદ કરાવે છે. “ધરતીની ફળદ્રુપતાને સમયના ચક્ર સાથે ટકાવી રાખવાનો આ વિધિનો આજે શો અર્થ ? અંતે તો બધું મરણ જ છે. ફિનિશિયાના કલીબાસની કથા આ રીતે મૃત્યુની નજીક ઊભેલી સંસ્કૃતિની કથા છે. અંતે તો આ અસ્તિત્વ જળને શરણે જ જવાનું છે. કશું ટકવાનું નથી. ઋતુઓ, ઇચ્છાઓ, કશું નહિ. આ મિથમાં નિરૂપાયેલો સમય વર્તુળાકાર છે. આ મિથદ્વારા મનુષ્ય પોતાનાં મૂળિયાં શોધવા પ્રવૃત્ત થવાનો નથી. કારણ કે તેના મૂળિયાં મૂળથી જ સડેલાં છે.” આ વાર્ષિક દેવને પાણીમાં ડુબાડવાનો વિધિ માત્ર 'Death of summer' જ નહિ, પણ Death by drowing of christian baptist પણ છે.” 19 તો “ધ હોલોમન'ની પ્રથમ ખંડની અંતિમ પંક્તિઓમાં કવિ પ્રત્યક્ષ દૃષ્ટિ' (Direct eyes) ના એક નોંધપાત્ર કલ્પન પાસે આપણને લાવી મૂકે છે. 11 (પ્રવીણ દરજી). જે લોકો એવી “પ્રત્યક્ષ દષ્ટિ' ને પામીને મૃત્યુના અવર સામ્રાજ્યમાં પહોંચી ગયા છે એવાઓ, આ ખોખલા. બોદા કે અર્થહીન માણસને યાદ કરે તો પણ આ અભરખો તો અસમર્થ જનીની એકોક્તિરૂપ છે. બીજા ખંડમાં લકવાગ્રસ્ત માનવીના પેલા Death's other Kingdom' સુધી પહોંચી નહીં શકવાના અસામર્થ્યનું એક વધુ આસ્વાદચિત્ર કવિએ ઉપસાવ્યું છે. 13 "This is the dead land. This is Cactus land." જેવી સ્મરણીય પંક્તિઓથી આરંભાતા તૃતીય ખંડમાં “કાંટાળીભૂમિ' માં Death's dream kingdom' ના ભયની લાગણી પણ ઉમેરાય છે. ને એમ રિક્તતાનું, અર્થહીનતાનું, નિષ્ફળતાનું વિશ્વ વિસ્તરે છે. ચોથા ખંડમાંના આરંભે પેલી “આંખ eyes' ની ઇમેજ ફરી દેખા દે છે. પણ અહીં પેલા મૃત્યુ પામી રહેલા તારકોની ખીણ સામે એનું કોઈ મહત્ત્વ નથી. હવે જુઓ, શારી નાખે તેવું અટૂલાપણાનું, અંધકારનું, મૃત્યુનું, ખાલીખમપણાનું ચિત્ર ઘટ્ટ થતું જાય છે.” 113 “આંખ' eyes' નું કલ્પન અહીં વધુ સૂક્ષ્મ બન્યું છે. એલિયટ અહીં દાન્તમાંથી પેલો multifoliate rose' નો સંદર્ભ લઈ આવે છે. આ બહુપાંખડીય ગુલાબ' દાન્તની જેમ રિક્ત માનવીની પણ એકમાત્ર બચેલી આશા છે. “ફોર ક્વાર્ટસ” માં ગતિમાં થતા સમયના વિસ્તારની વાત કરતાં એલિયટ અગાઉ પ્રયોજેલું એક કલ્પન યોજે છે. "at the still point of turning world." દાત્તે unmoved mover' દ્વારા જે વાત કહી ગયા હતા તે જ વાત એલિયટ આપણા સંદર્ભમાં કહે છે. “બસ્ટ નોર્ટન આ કાવ્યનો સૌથી વધુ ચિંતનાત્મક ભાગ છે. ઇસ્ટ કોકર'ના આરંભમાં ....In my beginning is my end' કહી એલિયટ સમય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 42 અને ઇતિહાસ વિશે ચર્ચા કરે છે. w - “ધ ડ્રાય સાલ્વેજિઝ' માં સમય અને અપરિવર્તનશીલતા જ રહેલી છે. time the destroyer is time the presever' ના સંદર્ભે શ્રી કૃષ્ણના નિષ્કામ કર્મયોગની ભૂમિકાનો એલિયટ જે નિર્દેશ કરે છે, તે સમજી શકાય. The end is where we start from થી શરૂ થયેલા બધા જ વિષયવસ્તુઓ ફરીવાર સ્થાન પામે છે. દરેક વાક્ય અંત છે અને આરંભ છે, દરેક કાર્ય મૃત્યુ પ્રત્યેનું ડગ છે અને સાથે સાથે મોક્ષ પ્રત્યેનું પણ.” * | “ઈસ્ટ કોકર'માંની પંક્તિ "We must be still and still moving." ધ્યાનમાં રાખવા જેવી છે. " ( આ પ્રમાણે સૌંદર્ય ઉપાસકો અને ગાયકો જેવા કવિઓએ (યુરોપ તથા એશિયાના) જીવન અને મૃત્યુના સૌંદર્યત્વ અને સત્વના વિવિધ સંદર્ભો અને સંસ્પર્શી માનવજગતને આપ્યા છે. ને સૌના હૃદયપ્રદેશમાં મૃત્યુના સૌદર્યની આભા પ્રસરાવી શાંત, સ્નિગ્ધ તથા સૌમ્ય એવા “મૃત્યુ તત્ત્વની મહત્તા ગાઈ છે. આમ પશ્ચિમની વિચારધારામાં જુદા જુદા ચિંતકોએ વિશદ મૃત્યચિંતન આપ્યું છે. સૌએ પોતાની આગવી રીતે વિશ્વના તથા જીવનના આ ગહન રહસ્યમય વિષય પર સતત ચિંતન કર્યું છે. ને છતાં કોઈ સંપૂર્ણ ઉત્તર પ્રાપ્ત થયો નથી. તો ક્યાંક વિરોધાભાસી મંતવ્યો પણ આપણને મળે છે. પૂર્વ અને પશ્ચિમ બંને વિચારધારામાં ઘણા ચિંતકોના વિચારો સામ્ય ધરાવે છે. આત્માની અમરતા, મૃત્યુ પછીનો પુનર્જન્મ, સૂક્ષ્મજીવ, શરીરની ભટકન જેવા ખ્યાલો બંને વિચારધારામાં જોવા મળે છે. તો મૃત્યુની ભીતિ તથા મૃત્યુના અગમ્ય રહસ્યની વાત પણ બંનેમાં વિચારાઈ છે. “માત્ર શરીર એ જ જીવન” “શરીર અને આત્મા જુદા નથી” “શરીર સાથે આત્માનો નાશ' જેવાં વિધાનો પણ બંને વિચારસરણીમાં જોવા મળે છે. મૃત્યુને “મુક્તિ', આનંદની પરિસીમા, બધી યાતનાનો અંત તથા “મંગલ અવસર' તરીકે પણ પૂર્વ તથા પશ્ચિમ બંને તત્ત્વચિંતનમાં વર્ણવાયું છે. પ્રકૃતિમાં તેમજ માનવજાતમાં થતો દરેક અંત આપણને જાણે કે મોટેથી કહે છે. “તમારો પણ એક દિવસ અંત આવવાનો” તો સમયની શાશ્વત ભૂમિમાંથી આવ્યાની ને તેમાં પાછા જવાની વાત કેટલાક સ્વીકારે છે, કેટલાક નહિ. મહાભારતના વસ્તુ પર આધારિત “સાવિત્રી મહાકાવ્યમાં શ્રી અરવિંદ, પ્રેમનો મૃત્યુ પરનો વિજય, તેમજ માનવની મસ્યતામાં પણ રહેલી એની અમરતાને ગાય છે. પાદટીપ અ.નં. વિગત પાનાનંબર 1. “ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત 118 શાંતિપર્વ અનુ. શાસ્ત્રી ગિરજાશંકર મયાશંકર 3. “શાંતિપર્વ અનુ. શાસ્ત્રી ગિરજાશંકર મયાશંકર 390 “ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત 315 5. “ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત 317 6. “ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત 325 7. “ઢોપનિષદ્' श्रीमद शंकराचार्य कृत उपनिषद 70, 72, भाष्य खड - 1 72, 81, 230, 236, 262, 66, 67 5 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 43 8. ઉપનિષદનવનીત' હિન્દી લેખક વાસુદેવશરણ અગ્રવાલ અનુ. શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ 9. ઉપનિષદનવનીત' વાસુદેવશરણ અગ્રવાલ અનુ. શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ - હિન્દી લેખક વાસુદેવશરણ અગ્રવાલ 10. ઉપનિષદનવનીત' અનુ. શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ - હિન્દી લેખક વાસુદેવશરણ અગ્રવાલ 11. ઉપનિષદનવનીત અનુ. શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ 92. Savitri Sri Aurobindo એજન 169 206 588 535 589 612 593 593 633 633 647 663 663 664 665 ચિદાનંદા શ્રી મકરંદ દવે 718 67, 68, 84 65 28. “ભારતીય-દર્શન' 334 ડૉ. રાધાકૃષ્ણનું અનુ. નંદકિશોર ગોવિલ વિદ્યાલંકાર) સ્વામી વિવેકાનંદ ર૯. જ્ઞાનયોગ' 30. 31. યોગની પગદંડી માતાજી અનુ. સુંદરમ્ ૩ર. શાંતિનિકેતન ખંડ-૩, રવીન્દ્રનાથ ટાગોર 33. “ગીતપંચશતી’ રવીન્દ્રનાથ ટાગોર 34. ૩પ. 36. પરમસખા મૃત્યુના કાકાસાહેબ કાલેલકર 38. “જ્યાં દરેકને પહોંચવું છે કાકાસાહેબ કાલેલકર 39. કબીર વચનાવલી અનુ. પિનાકિન ત્રિવેદી સહ અનુ. રણધીર ઉપાધ્યાય 40. “અષ્ટાદશસ્તોત્ર' “ચર્પટ-પંજરિકા શ્રીમશંકરાચાર્ય 41. શતરંતુષ્ટય સંગ્રહ ભર્તુહરિ (શ્લોક 12) 196 306 330 પર 10 110 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ 411 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 44 42. “મોત પર મનન ફિરોઝ દાવર 83. "Freedom from J. Krishnamurti the known' 44, “જૈન-તત્ત્વ-પ્રકાશ અનુ. શ્રી ઝવેરચંદ જાદવજી 45. “મેં મૃત્યુ સિખાતા હૂં શ્રી રજનીશજી 46. ભારતીયદર્શન ડૉ. રાધાકૃષ્ણન અનુ. વ. નંદકિશોર ગોવિલ (વિદ્યાલંકાર) 47. “ભારતીયદર્શન ડૉ. રાધાકૃષ્ણન ર૫૭, 258 અનુ. સ્વ. નંદકિશોર ગોવિલ (વિદ્યાલંકાર) 48. “ઓન ધમ્મપદ' માતાજી અનુ. જયંતીલાલ આચાર્ય 49, “ચિંદાનંદા મકરંદ દવે 50. “મેં મૃત્યુ સિખાતા હું શ્રી રજનીશજી 51. -અ“સ્ટેચ્યું અનિલ જોશી 51. -બ-“મૃત્યુના ભયનું જે કૃષ્ણમૂર્તિની દષ્ટિએ (બબાભાઈ પટેલ રહસ્ય . (“ગુજરાત સમાચાર' 17-2-93). 42. "Death and Western Thought' - Jac-Ques Choron 4 53. 54. 55. 56. 57. "153,154 આ 155 " 162 " 197, 198 210 64. 210 છે કે 204 115 34 67. 68. “બે ગ્રીક ટ્રેડિ અનુ. જશવંત ઠાકર ભાનુમતી જાની 69. 'Stevenson's on Death' - Book of Quotations (R. 808-88). 70. (Stevenson's on Death' - Book of Quotations એજન 387 374 379 383 383 383 384 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 45 76. ? Stevenson's on Death' - Book of Quotations એજન 77. 78. 78. 400 405 379 379 380 381 381 383 84. 384 85. 384 88. 388 388 389 391 394 89. 400 407 407 405 406 94. 95. 410 97. 412 98. 412 99: 413 100. 416 101, તા 416 ૧૦ર. 416 103. 417 104. “કવિલોક' ટી. એસ. એલીયટ સંપાદક ધીરુ પરીખ ર૬૭ 105. 146 106. 269 107. 239 108. 246 109. 250 110. 111. ર૬૧ 112. ર૬ર 113. 114. 267 115. 268 116. 270 999. Encyclopaedia of Religion and Ethics - (R. 293. 1. E. Vol. 4) 254 263 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 46 2. લોક સાહિત્ય, પ્રાચીન ભજનો તથા મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ જન્મ, જીવન અને મૃત્યુ - આ ત્રણ તત્ત્વ વિશે માનવ સતત વિસ્મય અનુભવતો આવ્યો છે. આ તત્ત્વોને સમજવા માટેની સદીઓ જૂની એની મથામણ હજુ આજેય ચાલુ છે. ને છતાં એનો પાર એનાથી પામી શકાયો નથી. માનવ પોતે ક્યાંથી આવ્યો? એ કોણ છે? જીવન દરમ્યાન એને શું કરવાનું છે? જીવનને અંતે એને કેવો અનુભવ થાય છે ? એ પછીની સૃષ્ટિ કેવી છે ? - આવા વિચારો તથા પ્રશ્નોનો અંત નથી. ને બધા પ્રશ્નોના ઉત્તરો મળતા નથી. ને છતાં માનવની એ અંગેની શોધ અવિરત વણથંભી જ રહેવાની. આ બધા પ્રશ્નો, વિચારો અને અનુભવોને વ્યક્ત કરવા વિવિધ કલા-સર્જકોએ અનેકવિધ મથામણ કરી હશે. ને તોય જન્મ જીવનસૃષ્ટિ તથા મૃત્યુ તેમજ આ બધાના રચયિતા વિશે પૂર્ણપણે કશી પ્રતીતિ કોઈ પામી શક્યું નહિ હોય. જોકે એ અંગેની મથામણ અવશ્ય સ્તુત્ય છે. માત્ર વ્યક્તિ જ નહિ, ક્યારેક સમગ્ર માનવસમૂહને પણ અનેકવિધ સંવેદનો ઝીલતાં, અનુભવતાં આ બધા પ્રશ્નોની છણાવટ કરતાં આપણે જોઈએ છીએ. સમગ્ર સમૂહે એને શ્લોકબદ્ધ કે શબ્દબદ્ધ કર્યા છે. લોક-હૃદયનાં ઊંડાં, મર્માળાં, નિખાલસ ભોળાં સંવેદનોની અભિવ્યક્તિ એ જ તો આપણું લોકસાહિત્ય. જેને સ્વ. મેઘાણીએ “લોકોર્મિ તથા સંઘોર્મિના સાહિત્ય' તરીકે ઓળખાવ્યું છે. લોક-સાહિત્યને શોધી ગ્રંથસ્થ કરવાનો ભગીરથ પ્રયત્ન ગુજરાતમાં આપણાં રાષ્ટ્રીય શાયર સ્વ. મેઘાણીએ કર્યો છે. લોકસાહિત્યમાં મૃત્યુ કરુણરૂપે વિશેષપણે નિરૂપાયું છે. તો ઉત્કટ સંવેદનામાંથી જન્મેલા પ્રેમ અને એ સંઘર્ષમાંથી નીપજેલા મૃત્યુનેય ક્યારેક અહીં સાંકળવામાં આવ્યાં છે. ગુજરાતનું લોકસાહિત્ય પણ માતબર છે. માનવહૈયાંની ભાવસમૃદ્ધિ એમાં મન મૂકીને વરસી છે. આનંદ, ઉલ્લાસ, સુખ, ઉત્સવ, અવસર, જીવનરીતિ, દુઃખ તથા વિરહ અને મૃત્યુ એમ જન્મથી માંડી છેક મૃત્યુ સુધીના સમયનો પથરાટ લોકસાહિત્યની સરવાણીનું નિમિત્ત બન્યાં છે. તેમ છતાં કોણ જાણે કેમ પણ હંમેશ મુજબ લોકસાહિત્યની ભાવસમૃદ્ધિની પરાકાષ્ઠા તો એના કરુણરસના ઝરામાંથી જ આપણે પામી શકીએ છીએ. અહીં મૃત્યુસંદર્ભે વ્યક્ત થયેલી ભાવાનુભૂતિ જ પ્રસ્તુત હોવાથી એનો જ ઉલ્લેખ કરીશું. આ લોકગીતો ગવાયાં છે મોટે ભાગે ગૂર્જર નારીને કંઠે. સ્વ. મેઘાણીએ કહ્યું છે, એમાંય વ્હાલાંઓના વિજોગ અને અવસાન ગાઈને તો સ્ત્રીઓએ હાથ ધોઈ નાખ્યા છે.”1 સ્વ. મેઘાણી કહે છે “જે કરુણામય છે તે જ આખરે સાચું હોઈ શકે.” 2 કરુણાન્ત ઘટનાના કોયડાની અગમ્યતાથી તેઓ સૌ સભાન હતા. ને કોયડાનો ઉકેલ પેલી રહસ્યમય નિગૂઢતામાં રહ્યો હોવાની પણ તેઓને જાણ હતી જ. સમગ્ર માનવજાત આદિકાળથી એમ માનતી આવી છે કે જીવનનો સાચો અર્થ જ મૃત્યુ દ્વારા પમાય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 47 લોકસાહિત્ય અને મૃત્યુ કરુણરૂપે બારબાર વરસે ઘેર આવનારો રજપૂત ઘરમાં પોતાની પરણેતર ન જેનાં “પાતળી પરમાર'ને શોધવા નદીએ, અને નહેરે, ઘંટીએ અને રથડે, પારણીએ ખારણીએ કરી વળે છે. પણ ક્યાંય - નો દીઠી પાતળી પરમાર જાડેજી મા મોલમાં દીવો શગ બળે રે 3 ને આખરે પાપણી માતાએ એની હત્યા કરી ને લટકાવેલી લોહીભીની ચૂંદડી નજરે પડતાં, “કોરી ટીલડી’ને ‘કોરી ઓઢણી મળે છે. આવો જ હૃદયસ્પર્શી કરુણસંદર્ભ “વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં લોકગીતમાં વણાયો છે. મા અને બહેનનાં, પોતાની પત્ની પરત્વેનાં મહેણાં ટોણાંથી ને કલેશથી હારી ચૂકેલો યુવાન અફીણ ઘોળી, પત્ની વ્હાલી હોવા છતાં એને કહે છે, “પીવો ગોરી, નીકર હું પી જાઉં જો ત્યારે પતિ પર પ્રેમનીતરતી લાગણી ધરાવતી પત્ની કોઈ જ શબ્દ ઉચ્ચાર્યા વિના ઘટક દઈને ગોરા-દે પી ગયાં રે લોલ “સોનલા સરખી વહુની ચે' ને રૂપલાંસરખી વહુની રાખનો નિકટનો દા અને સૃષ્ટા જીવડો, પતિ, બાળીગળીને ઘેર આવે છે. વહુ જતાં માના ઘરમાંથી માની દૃષ્ટિએ તો કાશ જાય છે. મોકળાશ વ્યાપે છે. પણ પતિ તો સદા માટે ભવનો ઓશિયાળો બની રહે છે. નગરસાસરે માં સાત શોધે આપેલી ચૂંદડી ઝેર ભેળવાયેલી હોવાથી, કાળી ચીસ પાડી ઊઠતી સ્ત્રીની વેદનાને અંતે મૃત્યુ, લોકકવિ આ રીતે વર્ણવે છે - સોનલવરણી બાની ચેહ બળે છે ને રૂપલાવરણી બાની રાખ ઊડે છે. લોકસાહિત્યમાં લોકગીતોની જેમ લોકવાર્તાઓ પણ અર્ધા ગદ્ય, અધ પદ્ય કે ક્યારેક સળંગ પદ્યરૂપે આપણને મળે છે. સામાજિક લોકગાથામાં હૃદયને હચમચાવી નાખે એવી કથા “સોનબાઈની ચુંદડી' ની છે. જેમાં ઘરમાં ખટકતી નણંદીનું કાસળ કાઢવા ઇચ્છતી સ્ત્રીનો પતિ બહેનને મારી નાખે છે. ને ભાભીની ચૂંદડી લોહીથી રંગાય છે. જ્યાં બહેનની કોમળ કાયા દાટી છે, ત્યાંથી વીર પસાર થાય છે, ત્યારે, ભૂતકાળનાં ગીતસ્મરણ ભણકારા રૂપે હૃદયને કંપાવી દે છે. “કોણ હલાવે લીમડી ના શબ્દ રણકાર હૃદયને વીંધી નાખે છે. તો ક્યાંક સાસરિયે સાસુનાં મહેણાંને લીધે જીવનને હોમી દીધું છે, એવી બહેનના વહાલસોયા ભાઈની કરુણાભીની વાત્સલ્યવ્યથાઓય અહીં ગૂંથાઈ છે. લોકકથાઓ કરતાં લોકગીતો વધુ પ્રાચીન અને પુરોગામી હોવાનો પૂર્ણ સંભવ છે. યોગ્ય વિચાર તો તેને કવિતાબદ્ધ કરીને કંઠસ્થ રાખતો. લોકગીતોમાં અત્યંત કરુણ સંદર્ભ મળે છે. “મરસિયામાં, સ્વજનના મૃત્યુ નિમિત્તે નારી હૃદયમાંથી આપમેળે સરી પડેલા લાગણીભીના ઉદ્ગારો મૃત્યુજન્ય કરુણાની પરાકાષ્ઠા છે. મૃત્યુ અહીં કેવળ કરુણ અને કરૂણ જે રૂપ ધરીને આવે છે. આપણા લોકસાહિત્યમાં કુંવારી કન્યાઓની દેદો ફૂટવાની રમતનો સંદર્ભ મળે છે. આ રમતના મૂળમાં લાઠીના ચોકમાં બાદશાહની કેદમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 48 બદદાને કોણ કોણ વહાલું રે દેદો રણ ચડે રે દેદાને બહેન વહાલી હોય દેદો રણ ચડે રે 4 તો સૂરજના અજવાળે રથ જોડીને જતા પ્રાણને ઉદ્દેશીને પણ હૃદયંગમ મરસિયાં લખાયાં છે. મરઘાનું પ્રતીક યોજીને લખાયેલા રાજિયામાં કુટુંબના મોભસમા પુરૂષને મરઘાનું પ્રતીક ગણવામાં આવ્યો છે. મૃત્યુ પામનાર યુવાન હોય તો એને “રાજવી', મોટી ઉંમરનો હોય તો “બાપજી' અને જમાઈ હોય તો “પરોણલો' તથા નવપરિણીત વહુ અવસાન પામે તો “મૈયારીઢેલડી' જેવાં ઉદ્દબોધનો મરસિયામાં હોય છે. અભિમન્યુ અને ઉત્તરાના સંદર્ભમાં પણ રાજિયા મરસિયાં લખાયા છે. આ રાજિયામાં “વરસાવ્યા વાર-કવાર', “જેવા પહેર્યા તેવાં ઉતર્યા માં નંદવાતાં સૌભાગ્યની વાત વેધક રીતે સૂચવાઈ છે. રાણી રૂવે રે, રંગ મહેલમાં - દાસી રૂવે રે દરબાર, ઘરમાં રૂવે રે લીલાં ઝાડવાં છોરું રૂવે રે ઘર આંગણે પણ અહીં અભિમન્યુના વીર મૃત્યુની તથા ઉત્તરાના કમનસીબની વાત ગૂંથાઈ છે. તો બીજે એક સ્થળે પણ મરનારને “મરઘા' રૂપે વર્ણવી આજનો ઉપડી ગયેલો દીકરો હવે નહિ મળે. છ એક માસે, ભાદરવાના પાછલા પખવાડિયે મળશે, એમ કહી, શ્રાદ્ધવિધિ વખતે જીવંત થતી સદૂગત સ્વજનની સ્મૃતિનો નિર્દેશ કરાયો છે. અભિમન્યુ અને ઉત્તરાની જેમ રામ અને સીતાના રાજિયા પણ લોકજીભે કંડારાયા છે. “શ્રી રામરામ રે, રાંધી રસોઈઓ ઇમ રહી રે . . ઢાળેલા પોઢિયા ઇમ રહ્યા રે. શ્રી રામરામ રે, કાચા તે કંપનો ઘડુલિયો રે નંદાતા ન લાગે રે વાર....પ્રાણીયા” 6 આ ઉપરાંત તિથિ અને માસના સંદર્ભવાળા રાજિયા પણ રચાયા છે. પડવે તે ગામ જઈએ પડવે બેસતું વર્ષ જો, ઘડી રે રાખો ને બેની પાલખી” મૃત્યુના અર્થમાં ગામ “ગામતરે જવું' શબ્દનો પ્રયોગ કરાયો છે. કેટલીક લોકવાર્તાઓ “પ્રેમ મૃત્યુની ભાવનાને સ્પર્શે છે. જે અંતે તો કરુણમાં જ પરિણમતી જોવા મળે છે. સળંગ પદ્યરૂપે રચાયેલી લોકવાર્તામાં વેળુ અને ભોજાની વાર્તા પ્રેમ તથા મૃત્યુને સાંકળતી એક કરુણકથા છે. બંને વચ્ચે પ્રીત બંધાતાં વૃક્ષવેલીના મંડપ વચ્ચે લગ્ન થાય છે. પણ જાહેરમાં તો અંતે વેળુને રાણા સાથે પરણવું પડે છે. કરુણની હદ એ કે જાહેરલગ્નમાં પાછો ઢોલ વગાડનાર તો ભોજો છે. દારૂના નશામાંય એ વેળુને ઓળખી કાઢે છે. ભોજાની વાટ જોતી ઊભેલી વેળુ એકવાર રાતા શીગડે રંગાયેલી ગાય પાસેથી જવાબ માગે છે ત્યારે ભોજાએ તાણેલી અંતિમ સોડની ગાય વાત કરે છે. ને એ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 49 સમાચાર સાંભળી શોકગ્રસ્ત વેળુ વગડા તરફ ચાલી નીકળે છે. ભોજાના મૃત શરીરને ખોળામાં લઈ ભડભડ બળતી ચિતામાં બેઠેલી વેળુ કહે છે. હરખે પૈણ્યા'તાં ભોજા વગડે વળી હરખે બળીશું આજ” અહીં પ્રેમની ઉત્કટતા, મૃત્યુનેય વહાલું ગણી સામેથી મૃત્યુનો સ્વીકાર કરે છે. પ્રેમી વિનાનું જીવન અકારું લાગતાં કરાયેલો મોતનો સ્વીકાર, મૃત્યુ પરના પ્રેમનો વિજય-મહિમા ગાય આવી જ કરુણ લોક ગાથાઓમાં “સદેવંત સાવગિંગા' “નાગવાળો નાગમતી' ઢોલામારૂ” “શેણી વિજાણંદ' તથા ‘વીર માંગડાવાળો' નો સમાવેશ થઈ શકે. ગીતકથાઓમાં “શેણી વિજાણંદ' નો પ્રસંગ મુખ્ય છે. વિજાણંદને શોધવા, હિમાલયમાં હેમાળો ગાળવા નીકળી પડેલી શેણી અંતે વિજાણંદને છેલ્લી વારનું અંતર બજાવવા કહે છે જે સાંભળી શાતા પામી એ અંતે મૃત્યુ પામે છે. અહીં કરુણ અંત હોવા છતાં પ્રિય મિલનને અંતે મૃત્યુ શાંતસ્વરૂપમાં પરિણમે છે. અહીં પ્રેમ અંતે શાંતિથી મૃત્યુને વરે છે. - એ જ રીતે રૂઢિના સગપણને દાવે રાણકનું કાંડું માગવા આવનારો ગૂજરો નાથ હાથ મસળતો રહે છે, ને રાણક પ્રેમલગ્નના પ્રીતમની ચેહ પર અંતે ચડે છે. આ પણ મૃત્યુ પર પ્રેમના વિજયની જ વાત. હલામણ અને સોનલની પ્રેમકથા પણ અત્યંત કરુણ અને હૃદયદ્રાવક છે. વડીલો દ્વારા દેશવટે નીકળેલાને સોનલ શોધવા નીકળી પડે છે. જ્યાં હાબા ડુંગર પાસે અખાત્રીજને મેળે હીંચકા ખાતાં આભ ફંગોળાતાં પટકાઈને હલામણ મૃત્યુ પામે છે. ત્યારે છેલ્લો મેળાપ ન થતાં સોનલ હૃદયભેદક કલ્પાંત કરે છે. પહાડપુત્રી ઊજળી અને રાજવંશી મેહની કથા એવી જ રોમાંચક ને હૃદયસ્પર્શી છે. મેઘલી વર્ષારાત્રિએ ભીંજાઈને ઠીકરું થઈ ગયેલા રાજપૂતને દેહનો ગરમાવો આપી જીવતદાન દેનાર ઊજળી અને મેહ વચ્ચે પ્રીત બંધાતાં કદાચ બંને ગાંધર્વ વિવાહથી પરણી ચૂક્યાં હશે. વિધિસરનાં લગ્નનું વેણ આપી રાજપૂત મેહ તો વડીલોની ધાકધમકીને વશ થઈ ફરી બેસે છે. ત્યારે આ કાળઝાળ યુવતી એનું સત્યનાશ જવાનો અભિશાપ આપે છે ને મેહ ખરેખર પછી ભૂંડે મોતે મરી જાય છે. પણ મેહને સાચી પ્રીત કરનાર ઊજળી મેહની સાથે જ જીવતી સળગી જાય છે એવી કથા છે. (જો કે આ છેલ્લી વાતને કોઈ લેખિત સમર્થન નથી.). ભરજોબને વૈરાગ્ય પાળતી ને જાત્રાએ જતી ખંભાતપુત્રી લોડણ રસ્તામાં એક કિશોર સાથે પ્રીત બાંધી બેસે છે. જાત્રા પતાવી જલ્દી એ પ્રિયતમને મળવા જાય છે. ત્યારે પ્રિયતમ તો ઝૂરી ઝૂરી મરી ચૂક્યો છે. લોડણ પ્રિયતમ ખેમરાની ખાંભી માથે લોહી ચડાવે છે. પ્રેમ પણ મુક્ત, મૃત્યુય મુક્ત. પ્રેમ અંતે અહીં બલિદાન આપે છે જીવનનું. લોકસાહિત્ય અને યુદ્ધજન્ય મૃત્યુ સોરઠી પ્રજા પાસે જીવનની જેમ મૃત્યુની ફિલસૂફી પણ પોતાની આગવી હતી. સોરઠી વીરોનાં મૃત્યુમાં શાંત મૃત્યુની નિરાળી ભાત પડેલી છે. મચ્છુ નદીને કિનારે તલવાર કાઢીને ઊભેલો વૃદ્ધ ફકીરો કરપડો સામે કાંઠે ઊભેલા શત્રુઓની સનસનતી ગોળી વડે વીંધાઈને પોતાના બાલ રાજાને ખાતર મૃત્યુ પામે છે, ત્યારે છેલ્લી ઘડી સુધી પોતાની પછેડીની ફાંટમાં ધૂળ ભેગી કરે છે. જીવતાંય જમીનની રક્ષા ને, મૃત્યુ પામવામાંય વતનની - ધૂળની એ રક્ષા કરે છે. જ્યારે દુહાબદ્ધ ગીતકથાઓમાં જીવનની વેદનામય બાજુ વધારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 50 વ્યક્ત થઈ છે. આ કથાગીતોની નિમિત્ત રૂપ જિંદગી રુધિરભીની અને અસ્તવ્યસ્ત હતી. યુગના જીવનતત્વને ઉપાસતાં એમાં શોક, સંતાપ વચ્ચે વીંટળાયેલ શૌર્ય, દિલાવરી, ને સચ્ચાઈનો રણકાર તથા ધબકાર ધબકતા અનુભવાયા. ને આખરી પ્રતીતિ હતી મૃત્યુના સ્થાનની, એના કારુણ્યની. બહારવટિયાનાં કાવ્યોમાં લોકકવિઓએ બહારવટિયાઓની દિલાવરી, સચ્ચાઈ, હિંમત તથા એમનાં જાજરમાન મૃત્યુને બિરદાવ્યાં છે. મૃત્યુ અહીં વીરત્વભરી મરદાનગીરૂપે વ્યક્ત થયું છે. મૃત્યુને એક બાજી રૂપે સ્વીકારનારાને મન હારજીત કદી મહત્ત્વનાં ન હતાં. મહત્ત્વની હતી માત્ર જીવનની ખેલદિલીભરી રમત, ને તેથી તો આ કાવ્યોમાં સૌથી વધુ સુંદર અને મધુર પંક્તિઓ તેમનાં મૃત્યુ વિષેની છે. “નારિયું નત્ય રંડાય, નર કો'દિ રંડાય નહિ , ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય મોતી હતું તે રોળાઈ ગયું, માણેક ડુંગરમાંય” 8 અહીં મૂળુ માણેકનું મૃત્યુ “પરમમૃત્યુ' બની રહે છે. સન્માન્ય ને વંદનીય મૃત્યુ. બહારવટિયા સંસ્કારી, અહિંસાત્મક અને સૂક્ષ્મ રીતિઓ જાણતા ન હતા. એટલે ત્યારે શારીરિક મોત તથા નિરાધારી ઉપજાવવા એ જ અંતિમ સાધન હતું. પોતાના હક્કો તથા ન્યાય જયારે ન મળતા ત્યારે એમના આત્મા કકળી ઊઠતા. રાજસત્તાની કટિલ દગાબાજીનો ભોગ બનેલા ને તેથી બહારવટિયે નીકળી પડતા. તેઓ જીતવા કે જીવવાની નહીં, પણ મૃત્યુ વડે પોતાના શોણિતાક્ષરે અન્યાય સામે અવાજ ઊઠાવવા મરણિયા થઈ મચી પડતા. બીજા પ્રકારના બહારવટિયાઓ કુટુંબ કલહમાંથી, એકાદ કોઈ ગુનામાંથી કે પરસ્પરના તંતમાંથી જમ્યા હતા. બહારવટું જીવનમરણનો ખેલ જ, અનેક શારીરિક કષ્ટો, અસલામતી, ને અંતે પરિણામસ્વરૂપ મૃત્યુ. એ સિવાય બીજું જરાય ઓછું નહિ, એ જાણે તેઓનો જીવનમંત્ર હતો. આમ લોકસાહિત્યમાં મૃત્યુનો સંદર્ભ મહઅંશે કરુણસ્વરૂપે, પ્રેમસ્વરૂપે તથા ન્યોછાવરીસ્વરૂપે વણાયો છે. પ્રાચીન ભજનોમાં મૃત્યુનું નિરૂપણ છે પ્રાચીન ભજનોમાં મૃત્યુનો ભય બતાવી આત્મખોજ ભણી લોકોને વાળવાનો પ્રયાસ ભક્તકવિઓએ કર્યો છે. ભક્તજનોને પોતાને તો કદી મૃત્યુનો ભય ન હોય. તેથી આ ભજનોમાં મૃત્યુ કરુણરૂપે ક્યાંય આવતું નથી. પરંતુ જેઓ જીવનમાં મૃત્યુના અસ્તિત્વ સંદર્ભે ચેતતા નથી, એવા લોકોને તેઓએ મૃત્યુભયની ચેતવણી જરૂર આપી છે. આ ભજનોમાં મૃત્યુ એક વાસ્તવિક ઘટના કે સ્થિતિરૂપે વ્યક્ત થયું છે. જેને તેઓએ હંમેશાં મંગલ મધુર રૂપે જ પ્રમાયું છે. લોકો સત્કાર્ય કરવા પ્રેરાય એ માટે ક્યારેક મૃત્યુનો ભય તથા મૃત્યુની અનિવાર્યતા સૂચવાયા છે. જો “ભજનસાગર' ભાગ-૧ તથા ભાગ-રમાં એકસોળ્યાશી ભક્તોનાં બારસો તોંતેર ભજનો ગ્રંથસ્થ થયાં છે. જેમાં ભક્ત કવિઓએ જીવન અને જગતની તેમજ શરીરની ક્ષણભંગુરતા તથા મૃત્યુની નિશ્ચિતતાનો ઉલ્લેખ હૃદયસોંસરવી, તળપદી અને સાચુકલી વાણીમાં કર્યો છે. અખો ભગત કહે છે, “એક દિન એવો આવશે”) વ્યક્તિના મૃત્યુ પછી જાણે જીવ જભ્યો જ ન હોય, એમ એને બહાર કાઢવાની સૌ ઉતાવળ કરતાં હોય છે. અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ 13 83 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 51 જગતના વ્યવહારો પ્રત્યે કવિ આપણું ધ્યાન દોરે છે. જાણે કે મૃત્યુ બાદ મરનાર સાથેના બધાજ સંબંધો નષ્ટ ન થઈ જતા હોય? કોઈ કોઈનું ન હોવાનું કહેતા આ કવિ, અંતકાળે એકલા જવાની કટુ વાસ્તવિક્તાને આપણી સમક્ષ માર્મિક રીતે મૂકી આપે છે. મૃત્યુ પછી જીવે તરાપો કે તુંબડા વિના યાત્રા કરવાની હોય છે. સંત આશારામ મરતી વખતે થતી જીવની દશાનું વર્ણન કરે છે. (“મરવા ટાણે') મૃત્યુના આકસ્મિક આગમનની સામે કોઈની કશી હોંશિયારી ન ચાલતી હોવાની વાસ્તવિક્તા પ્રત્યે તેઓ આપણું ધ્યાન દોરે છે. કવિ કેશવ દેહરૂપી પિજંર પર માનવનો અધિકાર ન હોવાની વાત ભારપૂર્વક કહે છે. અહીં મૃત્યુની યાદ સ્વઓળખ માટે અપાઈ છે. (પૃ. 60) ગણપતરામનાં પદોમાં (પાનું 71) “મરણ ભમે છે માથે કે (પૃ. 77) “તારે માથે નગારા વાગે મોતના જો' કહી બળિયાઓ પણ મોતના પંજામાંથી છટકી શક્યા ન હોવાના સત્યને પ્રગટ કરે છે. સધળો સાંસારિક વૈભવ મૃત્યુ પાસે તુચ્છ હોવાની વાત આ કવિ રાવણના દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરી આપે છે. રાજા રાવણે અલખત ઈન્દ્રની આણી પણ પીવા નવ રહ્યો પાણી રે 9 એક જગ્યાએ માછલું પકડવા બેઠેલા બગલા સાથે મોતને સરખાવ્યું છે. સિંહણની આગળ હરણીના ઉગરવાના ફાંફાની જેમ મોતના પંજામાંથી ઉગરવાના ફાંફા વ્યર્થ છે. ગોપીચંદ એક પદમાં જમડાના મારને બૂરો” કહી મૃત્યુ “ખરાબ' હોવાનું કહે છે. “કૂલ્યા સો કરમાય જેવી અર્ધ પંક્તિમાં કોઈક પરમસત્યની ઉચ્ચતા પ્રગટ થઈ છે. ગોવિંદરામ કહે છે મૃત્યુ આવતાં “બળ કરી બોલાશે નહિ, જયાં બેઠું જમનું થાણું” જ જીવની પાછળ જમ પડેલો જ હોવાથી કવિ ગૌરીશંકર અભાગી જીવને આળસ તજવા કહે છે. કવિ ગંગદાસ પણ જમના મારનો ભય દર્શાવી ટૂંકા આયુષ્યનો નિર્દેશ કરે છે. તેઓ કહે છે, “મીઠી નીંદમેં પાંવ પસારા, ચિડિયા ચુગ ગાઈ ખેત તુમ્હારા” | તોરલદે જેસલને સંસારની સ્વપ્નવતતા સમજાવતાં માથે જમ કેરો ભાર હોવાની ચેતવણી આપે છે. ત્રિભુવન કવિ પણ એકલા જવાની તેમજ જમના મારની વાત કરે છે. ધીરો ભગત ટૂંકા આયુષ્યની વાત કરતાં કહે છે - “ઝાકળજળ પળમાં વહી જાશે, જેમ કાગળ ને પાણી કાયાવાડી તારી એમ કરમાશે, થઈ જાણે ધૂળધાણી જીવનકાયાને સગાઈ કેટલી, મૂકી ચાલે વન મોઝાર" " મરણના મારથી કોઈ ઉગરી શકે તેમ નથી, એ વાત ધીરો આ રીતે ઉચ્ચારે છે “મરનારાને તમે શું રવો નથી રોનારા રહેનાર” રહી કવિ નથુરામ પણ અંતકાળે “હાથી ઘોડાના ચડનારા જવાના' કહી દરેકને માટે મૃત્યુ નિશ્ચિત હોવાના વાસ્તવને રજૂ કરે છે. કવિ નરભેરામ રાજિયા મરસિયાં જેવું મૃત્યુકાવ્ય આપે છે. જીવ ગયે થયું શૂન્ય સૌ જ કાયા નગર સૂનકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * પર દશે દરવાજા બંધ છે, તૂટ્યા શ્વાસ તણા તાર રે” 13 કવિ પીઠો બાળપણના સાથી જીવ હંસલાને ઉદ્દેશી કહે છે - ક્યાં જઈ રે ' શો રાત આતમજીવડા, ગાડું ભર્યું ચંદન લાકડા ચડવાને ઘોડી કાટ * ચાર જણા તું ને ઉપાડી ચાલ્યા ખોખરી હાંડીમાં લીધી આગ 4 બુલાખીરામે “સાવિત્રીયમસંવાદમાં સાવિત્રી અને યમના સંવાદની કથા આલેખી છે. જેમાં યમરાજાનું પરંપરાનુસારી ભયજનક વર્ણન કર્યું છે. પણ છેવટે યમરાજાનેય બાંધી લેતી સાવિત્રીનો પ્રેમવિજય દર્શાવાયો છે. (પૃ. 503). કવિ ભાણ લોકોના સ્વાર્થી વ્યવહારનો ઉલ્લેખ કરતાં “કંકુવરણી કાયા કામ ન લાગે કે “મૂઆ પછી સળગાવી દેશે જેવી પંક્તિઓ આપે છે. જ્યારે જમ આવે છે લૂંટવા ત્યારે ઘરમાં ભયથી નાસી જતા માનવોની મૃત્યુબીકનો નિર્દેશ માંડણ કરે છે. તો કવિ રામદાસ જમકિંકરના જોરનો ઉલ્લેખ કરે છે. કવિ વીર, મૃત્યુ નાતજાત ન જોતું હોવાની ને કોઈ અમરપટો નહિ લખાવી લાવ્યાની વાત કરે છે. પણ કવિ અનંત, પ્રભુશ્રદ્ધાની વાત કરી મૃત્યુને સ્વસ્થપણે સ્વીકારવાની વાત કરે છે. જ્યારે બધી નાડી તૂટશે ને વ્યાકુળ જીવડો ગભરાશે, ત્યારે એ જ અલબેલા પ્રભુ લેવા આવશે એવી દઢ શ્રદ્ધા એમની છે. પ્રાચીન કવિ ભજનિકોએ કાળનું સ્વરૂપ તથા મૃત્યુના ભયને એકસાથે ઉલ્લેખ્યા છે. જન્મ્યો ત્યાંથી કાળે ઝાલિયો રે' કહેતા કવિ સંસારી સુખને વીજળીના ઝબકારા સાથે સરખાવે છે. મૃત્યુના આગમનની વાસ્તવિક્તાનું ભાન સતત કવિ કરાવતા રહે છે. સાપ જેમ ઉંદરને પકડે તેમ કાળ જીવને પકડે છે. માથા પર ફરી રહેલો કાળ ક્યારે જીવને પકડે એ કહી શકાતું નથી. આ વાત સમજાવતાં કવિ રામદાસ કાયાને ઢાંબડું કહે છે. ફૂટશે ફૂટશે ફૂટશે રે - તારું કાયારૂપી ઠાંબડું ફૂટશે રે” 15 તો કવિ ઋષિરાજ કહે છે, જમ દે નિત્ય ઝપાટા રે કોઈ ચેતનહારા ચેતો એક દિન કરશે કાળ હળાહળ ચડપ સુવાડે ચેહમાં” તો મન હરિદાસ ખુમારીપૂર્વક મૃત્યુને ભેટી પાછા આવ્યાનો આહલાદ વ્યક્ત કરી મૃત્યુ સાથેની પરમ મૈત્રીનો ઉલ્લેખ કરી મૃત્યુને મંગલ સ્વરૂપે વ્યક્ત કરે છે. કારણ જેણે ભવબંધન ત્યજી દીધાં છે. એને કોઈ કશાં બંધનમાં બાંધી ન શકે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ મધ્યકાલીન ગુજરાતી ભક્ત-કવિઓએ ઈશ્વરપ્રેમ અને ભક્તિ મોકળે મને ગાયા છે. એમાં એકરૂપતા અને દ્વૈત અનુભવ્યાં છે. તેથી મૃત્યુનો સંદર્ભ એમની કવિતામાં ઓછો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 53 આવે છે, ને આવે છે ત્યાં પણ પરત્વના અનંત સ્વરૂપને બિરદાવતાં જરૂરી હોય એટલો જ. મધ્યકાલીન ગુજરાતમાં પ્રેમલક્ષણા ભક્તિ તથા પૌરાણિક ભક્તિની બે ધારા સમાંતર રીતે વહેતી હતી. પૌરાણિક ભક્તિની પ્રેરણાથી જ નરસિંહ મહેતાના હાથે પ્રેમલક્ષણા ભક્તિની પરંપરાનો નવો ઉન્મેષ પ્રગટે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં (૧૪૧૦૧૮પર) સંત કે ભક્ત કવિઓના કવન-નો વિષય મહદ્અંશે ભંક્તિ તથા ધર્મ જ રહ્યો છે. જેમાં ખાસ કરીને નરસિંહ, મીરાં, ભાલણ, અખો, પ્રેમાનંદ અને દયારામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિરાંત, ધીરો, ભોજો, પ્રીતમ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનો ફાળો પણ સ્તુત્ય ગણાય. કવિ શામળભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ હોવા છતાં એ એમના યુગના કવિઓથી જુદા પડે છે. કવિતાવિષયક દૃષ્ટિકોણ પણ એમનો અલગ પડે છે. તો પદ્મનાભ જેવા કવિએ પણ વીર-કરુણ-રસસભર પ્રબંધનું આલેખન કર્યું છે. જે એ યુગના અન્ય કવિઓ કરતાં જુદા પ્રકારનું છે. મધ્યકાલીન કવિઓની કવિતામાં આવતા મૃત્યસંદર્ભને તપાસવાનો છે. નરસિંહ, મીરાં તથા દયારામે પ્રેમલક્ષણાભક્તિ ગાઈ છે. આ બધાએ ક્યારેય મુક્તિ કે મોક્ષની વાંછના કરી નથી. કારણ તેઓ તો સદેહે જ જીવનમુક્ત થઈ ગયેલાં હતાં. એ મુક્તિનો અનુભવ એમની કવિતામાં જોવા મળે છે. મૃત્યુને મંગલ અવસર ગણનારાને મૃત્યુનો ભય શો? વળી આ સૌ તો ભક્તિ કરવા ખાતર ફરી ફરી અવતરવા પણ ઇચ્છે છે. તેઓ તો બ્રહ્મસત્યમ્ જગત્ સત્ય'ના પુરસ્કર્તા છે. ને તેથી જ તેઓની કવિતામાં મૃત્યુ વિશેની વાતો બહુ આવતી નથી. ઈશ્વર પર અખૂટ શ્રદ્ધા રાખનારા આ કવિઓને ન તો જીવનનો ભય છે, કે ન મૃત્યુનો. આ બધા તો ભગવાનવત્સલ ભક્તો છે. કવિતા તો તેઓને માટે ભક્તિ વહાવવાનું નિમિત્ત માત્ર છે. મધ્યકાલીન સર્જકોએ પોતાના જીવનની તવારીખનો બહુ વિચાર કર્યો નથી. ઈહલોકના જીવનનું મહત્ત્વ એમને મન કદાચ બહુ ન હતું. તેથી સ્વ વિશે તેઓ મોટેભાગે મૌન રહ્યા છે. - ભગવાન શંકરને તપ દ્વારા પ્રસન્ન કરનાર નરસિંહે (1410-1480) તો સદેહે મુક્તિપુરી જોઈ હતી. એનો આનંદ જ એને એટલો બધો હતો કે એ સિવાય કશું ગાવાનું એને ગમે પણ નહિ. ત્યાં આપણે દુન્યવી લોકો જેને “મૃત્યુ' કહીએ છીએ તેવા મૃત્યુની વાત ભાગ્યે જ આવે. ને આવે ત્યારે પણ કરૂણારૂપે તો નહિ જ. પાર્વતીપતિએ હાથ ઝાલીને બતાવેલી મુક્તિપુરીની ભવ્યતા માણી હોય એને મૃત્યુનો ભય ક્યાંથી હોય ? નરસિંહ કહે છે - મંડળિકરાય જો મુજને મારશે તેહમાં તો તારું પત જાશે - મૃત્યુને ભયે નરસૈયો બીતો નથી “ભક્તવત્સલ” તારું બિરુદ જાશે” નરસિંહને મૃત્યુનો ભય નથી એ સાચું, પરંતુ મૃત્યુની અનિવાર્ય વાસ્તવિકતા તરફ આપણું ધ્યાન તેઓ જરૂર દોરે છે. “મામેરા માં પત્ની માણેકબાઈ અને પુત્ર શામળના મૃત્યુ સંદર્ભે સ્વસ્થ સાક્ષીભાવે નરસિંહ સ્વજન મૃત્યુનો સ્વીકાર કરે છે. જે એના જ્ઞાન અને સમજ નું પરિણામ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 54 “અવધ જેની થઈ તેહ જાયે સહી લેશ નહિ શોક કરતું રે મન.” 18 નરસિંહ મૃત્યુની સીધી વાત ઉચ્ચારતો ન હોવા છતાં ભક્તિબોધનાં પદોમાં, દેહ પર માનવનો કોઈ અધિકાર ન હોવાની વાત તો કરે જ છે. “દેહ તારી નથી, જો, ને જુગતે કરી રાખતાં નવ રહે, નેટ જાયે” દેહ તણા સંબંધ તે દેહ લગણ હશે પુત્રકલત્ર પરિવાર વહાવે” 19 “તાહારા માહરા નામનો નાશ છે, જેમ લૂણ-નીર દૃષ્ટાંત જોવે” 20 શરીર રાખવા ઈચ્છનાર પણ એને રાખી શકવાનો નથી. એવો સ્પષ્ટ સત્યદર્શનસૂર અહીં વ્યક્ત થયો છે. જેમનો જીવનકાળ 1498 થી 156365 નો અનુમાનાયો છે. એવી મીરાંને મૃત્યુનો ડર તો ક્યારેય ન હતો. મીરાંને શ્રી નિરંજન ભગતે નિબંધ મુક્ત માનવહૃદય તરીકે ઓળખાવી છે. આવા જીવનમુક્ત હૃદયને વળી શરીરનું મૃત્યુ શેનું સતાવે? અખંડવરને જે વરેલી હોય એને ભય પણ ન જ હોય. ને છતાં જીવનની ક્ષણભંગુરતા વિશે મીરાં સભાન છે. મીરાંને મોકલાયેલા વિષના પ્યાલાના પ્રસંગમાં પણ અંતે વાત તો એમજ સિદ્ધ થાય છે કે મૃત્યુનો જેને ભય નથી એને કોઈ ક્યારેય લાખ પ્રયત્નેય મારી શકતું નથી. ને કદાચ મૃત્યુ આવે તોય શું? હરિની ભક્તિ કરતાં મૃત્યુ પમાય તો ઉત્તમ. જીવડો જાય તો જાવા દઉં, હરિની ભક્તિ ન છોડું' કહેતી મીરાંને અજરઅમર અનંત પરમેશ્વરમાં અણનમ શ્રદ્ધા છે. પરમેશ્વરને અખૂટ પ્રેમ કરનારને શરીર-મૃત્યુનો ભય ન જ હોય. મીરાંને મન તો “સંસાર' એટલે “મૃત્યુ' છે. સંસાર દુઃખમય, પરિવર્તનશીલ, અનિત્ય હોવાથી મૃત્યુ સમાન હોવાનું મીરાં કહે છે. જીવનની ક્ષણભંગુરતાનો ઉલ્લેખ મીરાંએ વારંવાર કર્યો છે. કાયાને એણે દીપસરખી કહી છે. પિંજર જેવી પણ. પિંજરમાંથી પોપટ-આત્મા ઊડી જતાં પછી પિંજર-શરીર ઝોલાં ખાતું પડી રહે છે. મીરાંની શ્રદ્ધા પુનર્જન્મમાં તથા જન્માન્તરમાં હશે એ એમની કેટલીક પંક્તિઓ પરથી સમજાય છે. “પૂર્વજન્મની પ્રીત હતી ત્યારે હરિએ ઝાલ્યા હાથ” કે “મારી પ્રીત પૂરવની રે શું કરું? પૂર્વજન્મની હું વ્રજતણી ગોપી ચૂક થાતાં અહીં આવી રે” ર પૂર્વજન્મની વાત કરતી મીરાં પુનર્જન્મ ઇચ્છતી નથી. મીરાંને આ સંસાર અને જગતનો એવો તો કડવો અનુભવ છે કે પ્રેમલક્ષણાભક્તિ ગાવા છતાં એ ફરીફરી જનમ માગતી નથી. એ કહે છે, “હવે ન પામું ગર્ભાધાન” અહીં જગતના મિથ્યાત્વનો ભાવ પ્રગટ થાય છે. પરમેશ્વર પ્રત્યેના, પ્રેમ અને ભક્તિને મીઠા જળ અને અમત માનનાર મીરાંની કવિતામાં ક્યારેક જ સીધા મૃત્યુ ઉલ્લેખો આવે છે. ને આવે છે ત્યારે નજાકતભર્યા પ્રતીક સંયોજન રૂપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ * અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 55 “જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું તારે ને મારે હંસા પ્રીતું રે બંધાણી - ઊડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું” 22 તો મૃત્યુને કાયાના આણા તરીકે ઓળખાવતી મીરાં જમ કદી પાછા ન ફરતા હોવાના વાસ્તવને પણ રજૂ કરે છે. ભક્તિ કરતાં કરતાં મીરાને અનહદનો ઝણકાર સંભળાય છે. ને એનો માહ્યલો ઝૂમી ઊઠે છે, ને કહી ઊઠે છે, “ભક્તિ આનંદરંગની હોળી, પણ ચાર દિવસની જ છે.' અલ્પાયુષી આ મનખાદેહનો તેથી તો મીરાં સદુપયોગ કરી લેવા ચાહે છે. જે ફાગણ કે દિન ચાર, હોલી ખેલો મના રે. બિન કરતાલ બજત પખવાજ રે. અનહદકી ઝંકાર.” 23 આપણા સંતકવિઓએ મૃત્યુઘટનાના દશ્ય દ્વારા વૈરાગ્યનો અનુભવ કર્યો છે. ઈ. સ. 1655 માં જન્મેલા સોરઠી કવિ મૂળદાસ લુહારી લાકડું સળગાવતાં મરી ગયેલી કીડી જોઈ . સઘળું છોડી ચાલી નીકળવાની ખુમારી દર્શાવી ગયા. આ આત્મજ્ઞાની કવિ ઉત્તમ મૃત્યુની વાત કરતાં કહે છે “મરવું એને કઈયે, મરણના બે ટળે, તો “કાયા બેડી કાગદજી માંઈ સતગુરુ ખેવણહાર' કહેનાર ત્રિકમદાસ (‘ભજનમાં ભીનાં') શરીરને કાગળની હોડી જેવું ક્ષણજીવી કહે છે. કાયાને કદી મેલ ચડવા ન દેનાર ને એનું પળે પળે ઘણું જતન કરનારને અંતે કાયા લાકડામાં હોમી દેવી પડવાની. એ વાસ્તવ દ્વારા દાસી જીવણ માનવના મૃત્યુભયને સુપેરે વ્યક્ત કરે છે. એ કહે છે જમદૂત જયારે પકડવા આવે છે ત્યારે જીવ હરેરી જાય છે. પાણીના પરપોટા જેવી કાયાને જમરા ગટગટ ગળી જવાના એ કડવા સત્યને દાસી જીવણ રજૂ કર્યા વિના નથી રહી શકતા. મૃત્યુની નિશ્ચિતતા દર્શાવવા તેઓ રાવણનું દષ્ટાંત આપે છે. ઢોલિયે જમને બાંધવા છતાં દશ મસ્તક ને વશ ભુજાળો રાવણ પણ મૃત્યુથી પર રહી ન શક્યો તેથી તો “તેડાં આવ્યાં શ્રીરામનાં ત્યારે હાટડી પડી રહી” 24 એમ તેઓ કહે છે. (“હાટડિયે કેમ રે'વાશે') રામની મરજી વિના કોઈ આ શરીરમાં એક ક્ષણ પણ વધારે રહી શકતું નથી. કહી દાસી જીવણ અંતકાળે લખેલા પદમાં મૃત્યુની વાસ્તવિક્તા સાથે પ્રભુની મરજીને સાંકળી લે છે. કવિ અખૈયો કહે છે જીવ જ્યારે દેહ છોડી વિદાય લે છે ત્યારે શરીર જાણે કે વિલાપ કરે છે. કાયમ સાથે રહેનારા જીવ અને શરીરને અંતે કાયમનું છેટું પડી જાય છે. ભક્ત કવિ દેવળદે દેહ અને આત્મા જુદા પડતાં સર્જાતી સ્થિતિનું હૃદયસ્પર્શી વર્ણન કરે છે. “જી રે હંસા રાજા, એક રે વાડીનાં દોદો ઝાડવાં રે અને વાલીડા, તમે ચંપો ને અમે કેળ રે માળી તો તે હલ્યો વિયો રે મારા અને તારી આજ બાગ પડી પસતાય રે અને તારી સેજલડી સુનકાર” રપ કવિ કાનપરી માનવને માથે હરપળે ભમી રહેલ મૃત્યુના આગમનની વાત કરતાં કહે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ પદ “તારું પડયું રે'શે પરિયાણું બળી બળીને ઓલાઈ જશે જેમ સગડી માંયલું છાણું” રજ છે (“ઓચિંતાના જમ આવશે) સંતકવિ મીઠો અંતિમ સફરની પરિસ્થિતિનું વર્ણન પ્રતીકાત્મક રીતે કરે છે. “બેડીના નાંગર તૂટ્યા ને નાડાં થિયાં નાપડાં, " બૂડી ગિયા એના હાકણહાર રે” શરીરરૂપી હોડી જર્જરિત થયાની વાત મૃત્યુના આગમનની અહીં એંધાણી આપે છે. અંત સમયે શ્વાસ ધમણની જેમ ચાલે, ને નાડીનું ઠેકાણું ન રહે. પલકમાં વહી જનારા આયુષ્યની ક્ષણભંગુરતાનો નિર્દેશ ગંગાસતીના અતિ પ્રસિદ્ધ ભજન “દેખાડું એ દેશ માં થયો છે. “વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ જ નહિતર અચાનક અંધકાર થાશે જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ | એકવીસ હજાર છસોને કાળ ખાશે” 24 (આવરદાના સાઠ વર્ષના દિવસોની સંખ્યા) ગંગાસતી મૃત્યુના વાસ્તવનો સંદર્ભ આપતાં કહે છે, “જાણવા યોગ્ય આત્મતત્વનું જ્ઞાન પામી લેવામાં નહિ આવે તો જોતજોતામાં મૃત્યુ આવી પહોંચશે ને દેહની રાખ થઈ જમીનમાં ભળી જશે. આખ્યાનશિરોમણિ પ્રેમાનંદ “દશમસ્કંધ' માં મૃત્યુ કોઈનેય ન મૂક્ત હોવાની વાત સરસ રીતે કરે છે. પર્વત કોરી પેસીએ, બેસીએ ધરા અંતર જઈ - લક્ષ રક્ષક સંગે, કવચ અંગે, તોયે મૃત્યુ મૂકે નહિ” 27 પ્રેમાનંદ આખ્યાનો ઉપરાંત “સ્વર્ગનિસરણી” નામનું એક લાંબુ કાવ્ય લખ્યું છે. જેમાં જમપુરીનાં દુઃખની વાત મૃત્યુના ભયને વ્યક્ત કરે છે. જમ જ્યારે જીવને લેવા આવે છે ત્યારે જીવને કેવાં દુઃખ પડે છે એનું હૃદયદ્રાવક ચિત્ર પ્રેમાનંદે અહીં રજૂ કર્યું છે. ચંબુઝારી એક કોરાણે મેલી | ખોખરી દોણી આપી રે લોલ ભૂંડો રે જમડો ફટકા બહુ મારે | જીવ રડે કોઈ છોડાવો રે” 28 કાયાનગરને કવિ “કારમું કહે છે. જીવતાંની સાથે જ સૌને સંબંધ છે. અંતે કોઈ કોઈનું નથી. જમકિંકર જ્યારે જીવને બાંધે છે, ત્યારે સમગ્ર પરિવાર દૂર નાસી જાય છે. સત્તરમા સૈકાનો જ્ઞાની કવિ અખો તો મૃત્યુનો જ ઇન્કાર કરી, મૃત્યુને તુચ્છ ગણે છે. જીવભાવનો તાણો અદશ્ય થતાં માયા સતાવતી નથી. અખાને મન મૃત્યુ ભયજનક નથી. મનને મારીને જીવતાં જ જીવનમુક્ત થયેલા ખુમારીવાળા જીવને વળી મૃત્યુનો ભય શો? તેમ છતાં માનવને પોતાના દેહની નશ્વરતાનો તથા આત્માની અમરતાનો અનુભવ થવો જોઈએ એમ તો અખો માને જ છે. એ સમયની વહેમ અને અંધશ્રદ્ધાભરી પરિસ્થિતિમાં જેતપુર પાસેના નાના ગામ દેવકીગાલોલમાં જન્મેલા ભોજા ભગતે અંગારઝરતી વાણીમાં સચ્ચાઈભર્યા હૃદયસોંસરાં ઊતરી જાય એવાં પદો આપ્યાં છે. મૂર્ખ અજ્ઞાન લોકોને ઢંઢોળવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 57 તાતા તીર જેવી વાણીમાં સંસારની અસારતા તથા ક્ષણભંગુરતાનો પરિચય એમણે આપ્યો છે. મૃત્યુ પામ્યા પછી શરીરની થતી દશાનું નિરૂપણ હૃદય હલબલાવી નાખે એવું છે. “ઠીક કરીને તેને ઠાઠડીમાં ઘાલ્યો’ કે ‘ઉપર ફરેરા ફરહરે “ને હેઠે શ્રીફળ ચાર' નો અંદરનો મર્મ સત્યદર્શનનો છે. “જીવને શ્વાસ તણી સગાઈ માં પણ મૃત્યુ બાદ થતી શરીરની દશા અને સંસારના સ્વાર્થી ક્ષણિક સંબંધોની વાતમાં કટુ સત્ય-દર્શન કરાવતા કવિ અચકાતા નથી. કવિ પ્રીતમ મનુષ્યદેહની નશ્વરતા આ રીતે નિરૂપે છે. દેહ તણો વિશ્વાસ ન કરશો વાયે ઓલાય જેમ દીવો રે આયુષ્ય તારું નીર અંજલી ઘડીઘડી ઘટી જાય” " ના મરણની આકસ્મિક્તા માટે કવિ પ્રીતમ કહે છે - જન્મ મરણની આપદા, નથી કંઈ સંકટ સહેલ ધંધો કરતાં ઢળી પડ્યો, જેમ કાંઈ ઘાણીનો બેલ” 30 તો “મહિના' પ્રકારના કાવ્યમાં કારતકે નહિ ચેતનારને માગશરે મરણનું મોટું સાલ ઝળુંબશે, કહી પ્રીતમ જીવને ચેતવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિઓએ જીવનને સત્યરૂપે સ્વીકાર્યું છે. એમની દષ્ટિએ જીવન સ્વપ્ન નહિ, પણ નરી વાસ્તવિક્તા છે. શરીર નકામું નથી. છતાં જડ અને મૂરખ લોકોને જાગૃત કરવા મૃત્યુનો ભય બતાવાયો છે. ભક્તિ ન કરનાર જીવને ઉદ્દેશીને ચેતવણી આપતાં દેવાનંદ કહે છે. તારે માથે નગારાં મોતનાં રે જીભ ટૂંકી પડે ને તુટી નાડીઓ રે થયું દેહ તજયાનું તત્કાળ” " મૃત્યુના વાગતા સતત નગારા, તથા મૃત્યુ સમયે થતી દેહની સ્થિતિનું વર્ણન કરાયું છે. શરીરના મૃત્યુને પાછું વાળી શકાતું નથી. “મૂરખ નર કરે કોટી ઉપાય, મૃત્યુ પાછું નહિ વળે” 32 “દેવાનંદના “તારે માથે નગારાં મોતનાં રે’ ને ડૉ. રમણલાલ જોશી અમૃત તત્ત્વની અભીપ્સાના “ગાન' તરીકે ઓળખાવે છે. અંતકાળે યમના આગમનનું ચિત્ર અને મૃત્યુની ભયાનક્તાનું વર્ણન વેધક છે. “રોમ કોટિ વીંછી તણી વેદના રે પદમાં મૃત્યુની અભિજ્ઞતા, મૃત્યુનો પરિવેશ, યમનું આગમન, મૃત્યુની વેદના, દેહત્યાગની અવસ્થા, ને અંતે અમૃત તત્ત્વની અભિમુખતા, એમ આખી જીવનયાત્રાનું કવિ વર્ણન કરે છે. આવા વિરોધી વર્ણન દ્વારા જ અંતે અમૃત તત્ત્વ રૂપ પરમાત્માની જ પ્રધાનતા સૂચવાઈ છે.” 33 નારણદાસ સ્વામીએ પણ આ દેહની મર્યતાને પોતાનાં પદોમાં વણી લેતાં કહ્યું છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જી” 34 સંતકવિ બ્રહ્માનંદ શરીરના રંગને પતંગિયા જેવો કહે છે. ફૂલફટાક થઈ ફરતા ને અભિમાનમાં રાચતા જીવની ઝાટકણી કાઢતાં તેઓ કહે છે. 33 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 58 બહારે તાકી રહી બિલાડી લેતાં વાર ન લાગે છે આજકાલમાં હું તું કરતાં જમડા પકડી જાશે જી” 35 માનવને ખરાબ કામ કરતો અટકાવવા આ સંપ્રદાયે જમના મારની વાત અવારનવાર કરી છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો “યમદંડ' નામનું આખું લાંબું કાવ્ય જ મૃત્યુ વિશે લખ્યું છે. જેમાં માત્ર “મરણ” જ નહિ, જન્મસમયસની યાતનાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. જમ્ના દુઃખને પણ અહીં ઘણું વિકટ ગણવામાં આવ્યું છે. જર્જિત કાયાના મૃત્યુ-પ્રયાણની ઘડીનું વર્ણન હૃદયસ્પર્શી છે. યમ એટલે મહાકાય વિકરાળ રાક્ષસ. યમને કવિએ અહીં રુધિરથી લથબથ, બહાર નીકળેલા રાતા દાંતવાળો વર્ણવ્યો છે. લાંબા જ્હોરવાળી વજથી પણ કઠોર આંગળી યમની હોવાનું કવિ કહે છે. કવિ નિષ્કુળાનંદ કહે છે, જમદૂત જોરથી જીવને પકડી એના કંઠમાં કાળપાશ નાખે છે. જમ રોજ જીવને બસો સુડતાલીસ જોજન ચલાવે છે. જમ જ જીવને સમજાવે છે કે “અહીં કોઈ કોઈનું નથી' ને જમપુરમાં તો વળી કોઈ સગાવહાલાં નહિ હોય. જમદૂતનું વર્ણન અહીં નિષધાત્મક અને ભયરૂપે કરાયું છે. નરકના એકવીસ નામની ને જીવને પીડા આપવાના અઠાવીસ કુંડની વાત કવિ કરે છે. કવિ નિષ્કુળાનંદ પણ દેવાનંદની જેમજ જીવને માથે વાગતા મોતનાં નગારાંની વાત દ્વારા માનવને ચેતવે છે. દયારામ પોતે તો તત્ત્વજ્ઞ ને ભક્ત કવિ, પણ સ્વાર્થી અને માયાલુબ્ધ માનવોને મૃત્યુના વાસ્તવનું દર્શન કરાવી ચેતવે છે. “મારું તારું મે'લો મે'લો મૂર્ખ, જમડા ઝાડે બાંધે ધગધગતી અંગીઠી માંહે, સાંધે સાંધો સાંધે” ને આવા સંસાર ભૂખ્યા લોકોની વ્યથાને વાચા આપતાં કવિ દયારામ કહે છે. “મરણાં ટાણે રે મેં થી કેમ કરાશે ? કે જન્મકિંકરના મુદુગર મોટાઈ કેમ જોવાશે” 30 પ્રભુભજનની અગત્ય સમજાવતાં મૃત્યુના સત્ય પ્રત્યે આંગળી ચીંધી કવિ ચેતવણી આપે છે. જગ્યું તેને મરણ તો - જ્યારે ત્યારે થાય પણ તેને ધન્ય જેનો હરિભજતા દિન જાય” 38 ટૂંકા જીવનની એકએક ક્ષણ કિંમતી હોવાની વાત દયારામ કરે છે ત્યારે જીવનની ક્ષણભંગુરતા પ્રત્યે આપણું ધ્યાન દોરે છે. મૂરખ તું સમજે નહીં આયુષ્ય ઓછું થાય” જયમ સરોવરની માછલી સમજે નહિ સલિલ સુકાય રે 39 અજ્ઞાનને લીધે ધીરે ધીરે ઓછા થતા આયુષ્યના વાસ્તવને માનવ સમજી કે સ્વીકારી શકતો નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 59 મધ્યકાલીન કવિતામાં “મૃત્યુ” તત્ત્વચિંતન રૂપે નરસિંહ સગુણ અને નિર્ગુણના અસ્તિત્વને એક સાથે પ્રમાણે છે. માનવને પોતાના મૂળને વિચારી જોવા ચેતવતો નરસિંહ કહે છે, “માયા દેખાડીને મૃત્યુ વહાવે.' હરિનું ધ્યાન ધરવા સિવાયની જીવાત્માની અન્ય પ્રવૃત્તિ નરસિંહને મન મિથ્યા છે. માયામાં ડુબાડી મૃત્યુ લાવનારી છે. નરસિંહને મન તો કૃષ્ણભક્તિ એટલે જીવન, અન્યથા સઘળું મૃત્યુ. “દેહ તારી નથી, જોને જુગતે કરી રાખતાં નવ રહે નેટ જાયે દેહતણા સંબંધ તે દેહલગણ હશે, પુત્રકલત્ર પરિવાર વહાવે” ~ મૂઢ જો મૂળમાં ભીંત કાચી' માં પણ દેહની ક્ષણભંગુરતાનો જ નિર્દેશ છે ને? ક્યાંક મૃત્યુ પછીની સ્થિતિની ચિંતા પણ નરસિંહ કરે છે. તો ક્યાંક માનવના અજ્ઞાન પ્રત્યે પણ આંગળી ચીંધે છે. “કોણ છું ? ક્યાં થકી આવિયો જગ વિશે જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે ?" 41 ભક્તિ માટે જ સદા જનમ ધરવાનું વાંછતા આ કવિ કહે છે. હરિના જન તો મુક્તિ ન જાયે જાએ જનમોજનમ અવતાર રે 42 દેહ તથા કરમને જૂઠાં ગણાવતા નરસિંહને તો હરિલીલારસ ગાવા માટે વારંવાર જનમ ધર્યાના ઓરતા છે. - જયારે મીરાં તો પોતે જ સ્થળ અને કાળની સીમાઓમાં ન બંધાઈ શકે એવો અનાદિ અનંત આત્મા હોવાનું શ્રી નિરંજન ભગત કહે છે. ઈશ્વર સાથેની એકરૂપતાને મીરાં અમરતા ગણતી ને એની સાથેના વિયોગને “મૃત્યુ. જો કે પ્રેમની પરિસીમા એવી છે કે ભક્તહૃદય “વિયોગ” અને “મૃત્યુ' બંનેને જીરવી જાય છે ને સંસારનો વર નશ્વર હોવાથી એ પરમેશ્વર સાથે પરણે છે. મીરાં માને છે કે આ નાશવંત દેહપિંજરની માયા કે પ્રીત શું કામના ? એની માયા, મમતા ને આસક્તિ વ્યર્થ છે. ૧૬૫૫માં જન્મેલા સોરઠી કવિ મૂળદાસ લુહારી આત્મજ્ઞાની કવિ હતા. ઉત્તમ મૃત્યુની વાત કરતાં કહે છે. “મરવું એને કઈયે, મરણના બે ટળે, ને “બાળવું એને કઈએ ફરીને ઊગે નહિ, તેઓ કર્મ અને એષણાના નાશનો ઉલ્લેખ કરી મુક્તિ સંદર્ભ રચી આપે છે. કવિ અખૈયો જીવતાં જીવત મરવાની વાત કરે છે. અર્થાત જીવન-મુક્તિની. દેહભાવને ઓગાળવાનો છે, જીવનમુક્ત માનવને શરીરના મૃત્યુનો ભય હોતો નથી. આવી અનાસક્ત વ્યક્તિ જમને પાછા વાળી મૃત્યુને જીતી શકે. જિંદગીનો તૃષ્ણાસવ પીતાં પીતાં હાથમાં ટાઢીહીમ ખોપરી રહી જાય છે ને દયનીય પશુની જેમ માણસને પ્રાણ છોડવા પડે છે. પણ આજ સ્થળે સંતો મેદાન રહેતો, એમની પાસે મૃત્યુ પરાજય પામે છે. ગંગાસતી “હરિ સાથે એક તાર' માં પોતાના આત્મકલ્યાણની વાત કરતાં, શરીર મૃત્યુ પામતાં પોતાનો જીવ શિવમાં ભળ્યાની જાણે અગાઉથી એંધાણી આપે છે. આત્મજ્ઞાની જ ખુમારીથી કહી શકે. P.P.AC. Gunratnasun V.S. Jun Gun Aaradnak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 60 “ભાઈ રે નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને વરતી લાગી ઇંડની પાર રે * ગંગાસતીનું શરીર પડી ગયું ને ! મળી ગયો હરિમાં તાર રે 43 (પૃ. 78) જગતમાં નામરૂપી વૃત્તિ ટળી જવાથી વૃત્તિઓ નાડીતંત્રની પેલે પાર સ્થિર થઈ અને કેવળ પરમાત્મામાં જ ચિત્ત સમાઈ ગયુ. (શરીર મૃત્યુ પામતાં જીવ શિવમાં ભળી ગયો) પ્રેમાનંદના “રણયજ્ઞ માં રામને હાથે મૃત્યુ પામવાની રાવણની ઇચ્છા મુક્તિ માટેનો તલસાટ સૂચવે છે. રઘુનાથને હાથે મર્ણ પામવા માટે જ કરાયેલું સીતાહરણ રાવણને ઉદાત્ત પુરુષ તરીકે સ્થાપે છે. ભાગવતમાંથી કથાવસ્તુ લઈ રચેલા “દશમસ્કંધ' માં રાક્ષસસંહારનું વર્ણન કરતાં પ્રેમાનંદ સીધું જ મૃત્યુ ચિંતન રજૂ કરે છે. જન્મ મૃત્યુ જીવના હાથમાં નહીં પણ ઈશ્વરાધીન હોવાનું તેઓ કહે છે. “હું હણું છું, મુને હણશે કોણ? - એ સંકલ્પ વિકલ્પ પ્રાણીના તે વૃથા અક્ષર કેમ હશે ? જે લખ્યા પુરૂષ પુરાણીના” જ 49 મા કડવામાં પ્રેમાનંદ જન્મમરણના ચકરાવાની તથા ઈશ્વરભજન કરનારને જમદર્શન હોતાં નથી એવી પરંપરાગત માન્યતાને રજૂ કરે છે. સત્તરમા સૈકાના નોંધપાત્ર કવિ અખાએ એમની કવિતામાં વેદોને એક દર્શનશાસ્ત્ર જ નહિ, અનુભવશાસ્ત્ર તરીકે સ્થાપિત કરી આપ્યા છે. અખાની દષ્ટિએ માનવ પોતેજ આત્મસ્વરૂપ હોવાથી એણે કશું પામવા કે ગુમાવવાની ઇચ્છા કરવાની કે મૃત્યુ કે અન્ય જન્મની વાંછના રાખવાની જરૂર નથી. અખાને મન તો મુક્તિની ઇચ્છા જ “બંધન' સમાન છે. કારણ સાચો આત્મજ્ઞાની સદાય મુક્ત છે. જીવનમુક્ત થવા સંદેશ આપતો અખો અહંકારને ઓગાળવાની જરૂરત પર ભાર મૂકે છે. કારણ શરીરનો નાશ તો થવાનો જ છે. એને કોઈ ટાળી શકવાનું નથી. મન વડે મરવાની વાત કરીને મૃત્યુના ભયને ખંખેરી નાખવાનો અખો આદેશ આપે છે. શરીરનું મૃત્યુ થાય, ત્યારે તો સૌ કોઈ મરે છે. પણ એ પહેલાં દેહભાવથી જે મરી ચૂક્યો છે એ જ સાચું મર્યો ગણાય. “અખો અજાતિવાદ (ગૌડપાદાચાર્ય પ્રમાણે ન કશ્ચિદ્ વસ્તુ જાયતે” ગૌડપાદકારિકા, 4-22) “કશું જન્મતું નથી' એ સૂત્રનું પ્રતિપાદન કરે છે. ને કશું જન્મતું ન હોય તો પછી કશું મરે પણ શેનું? તેથી અખાને મન તો મૃત્યુનું અસ્તિત્વ જ નથી.૪૫ * સાપ કાંચળી ઉતારે એમ જીવભાવને, દેહાધ્યાસને ખંખેરી નાખનાર “છતે અણછતા જેવો બની રહેનારને મૃત્યુ કદી સતાવે નહિ, સ્થૂળ મૃત્યુની એ પરવા પણ ન કરે. તેથી તો અખો પંચમહાભૂતોમાં ભળી જતાં પહેલાં (આ શરીર મૃત્યુ પામે એ પહેલાં) મરી જવાની વાત કરે છે. “મરતાં પહેલાં જાને મરી (જ્યમ) અણહાલ્યું જળ નીતરે 4 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 61 અણહાલ્યા જળની જેમ સંસારમાં જે જલકમલવત રહે છે એને મુક્તિ શોધવા જવી પડતી નથી. જીવતાં જ એને મુક્તિ મળી જાય છે. દુન્યવી મૃત્યુની તુચ્છતાને અખો પિછાને છે. મૃત્યુ નામનો પરપોટો પણ જયાં નાશ પામે ત્યાં કેવળ ચૈતન્યવિલાસના અનુભવની આનંદ-છોળ જ છલકતી રહે છે. જે મૃત્યુ નહિ પણ અમૃતના સંદેશને વાચા આપે છે. ભૂતભૂત પ્રત્યે વિચરે 1 . અને મૃત્યુ નામ પરપોટો મરે” 40 માં મૃત્યુની ક્ષુલ્લક્તાની કવિ વાત કરે છે. તો ક્ષણે ક્ષણે જન્મ ટળે, એવું મરવું એમ કહેતો અખો મંત્રદૃષ્ટાની પેઠે પોતાની બ્રહ્માનુભૂતિનો આનંદ કવિતામાં વ્યક્ત કરે છે. મૃત્યુ પાછળ શોક કરનારને અખો ઘેલા ગણે છે. કારણ અખાની દૃષ્ટિએ તો કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી. “અખા સમજે જો સમજી જુએ બાપના બાપને ઘેલા રૂએ 48 સમજ અને જ્ઞાન ધરાવનારને જીવન, મૃત્યુનો ભેદ હોતો નથી. “અખે જગતથી અવળું કર્યું જીવત મૂકી મૃતક આદર્યું મૃતક સમું મીઠું કાંઈ નથી સારમાંથી સાર કાર્યું કથી 49 અખાને મન આ જીવન બાળકની રમત જેવું છે. બાળક રમતને પછી નકામી ગણે છે. જયારે ઘરડો માણસ આ રમતને જ (દેહને, જીવનને) સત્ય માને છે. પણ આવો જીવ ક્ષણેક્ષણે કાળ વડે લૂંટાય છે. એના તન, મન, ધનને કાળ હરી લે છે. નિરાંત અને ધીરાને ગુરુપદે સ્થાપનાર કવિ બાપુસાહેબ ગાયકવાડ (ઈ. સ. 1777/ 1843) કાયાને “આકડાના નૂર' તરીકે ઓળખાવે છે. ને આત્માની અખંડિતતાનો મહિમા ગાય છે. “ફૂલ ખીલીને ખરી પડે, એવું કાયાનું છે કામ રે” કવિ ભોજો પણ મૃત્યુમાંથી અમૃત તરફ જવાની વાત એમની કવિતામાં કરે છે. “પ્રથમ કટારિયું પહેરીને નીસર્યા, મરી મટ્યા તેહને કોણ મારે ?" જન્મ્યા ત્યારથીજ જેઓ ખાંપણ ખભે નાખીને ચાલે છે એને વળી કોણ મારી શકવાનું? આવા પરમયોગીને પોતાના દેહાવસાનનો પહેલેથી ખ્યાલ પણ આવી જતો. તેથી શિષ્ય જલારામને આપેલું વચન પાળવા અંતિમ દિવસોમાં તેઓ વીરપુર પહોંચી જાય છે. કવિ ભોજો કહે છે “જ્યાં સુધી વ્યક્તિનો શ્વાસ ચાલે છે, ત્યાં સુધી ઘરમાં રહેવાનો અધિકાર એને મળે, શ્વાસ બંધ થતાં એને કાઢવાની સૌ ઉતાવળ કરે છે. છેલ્લે આંગણું લીંપીગૂંપી પછી સમય થતાં સૌ એને લઈ જવા તલપાપડ થાય છે. એક વખતના નિકટના સ્વજનને, પ્રાણપ્યારાને સ્પર્શતાં પછી આભડછેટ લાગે છે. અનાસક્તિ ભાવને જેણે જીવી જાણ્યો છે, રાગદ્વેષથી જે પર બની ચૂક્યા છે એને હરખશોક સુખદુઃખ બધું એકસમાન છે. ને તેથીજ “મૃત્યુ' તત્ત્વને તો ભોજો વિચારવા જેટલું * પણ મહત્ત્વ આપતો નથી. કવિ પ્રીતમ પણ જીવનમુક્ત જોગી હતા. તેઓ કહે છે “જીવ જ્યારે આ શરીર છોડીને જાય ત્યારે ગગનનો ગગનને, પવનનો પવનને, તેજનો તેજમાં, જળનો જળમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 62 ને પૃથ્વીનો પૃથ્વીમાં ભાગ મળી જાય - એ સત્ય કહેતાં અચકાતા નથી. તો સ્વજનના મૃત્યુસંદર્ભે લખાતા રાજિયા પણ પ્રીતમ લખ્યા છે. જો ને વિચારી જીવડા રે માથે મર્ણનો છે. ભાર” પ૦ એક પદમાં કવિ કાયાને ઝાકળનાં નીર સાથે તથા કારમા કુસુમ (કુસુમ કારમું?) સાથે સરખાવે છે. જેને વણસતાં વાર લાગતી નથી. કાયાને કાચા કુંભ સાથે તથા જળના પરપોટા સાથે સરખાવી, તેની નશ્વરતાનો નિર્દેશ પ્રીતમ કરે છે. જીવનની નશ્વરતા વિષે વારંવાર ટકોર કરનાર આ કવિએ પ્રેમ અને આનંદનો કદી નિષેધ કર્યો નથી. પ્રેમભાવ વિનાના માનવને કવિ “હાલતાચાલતા મસાણ' તરીકે ઓળખાવે છે. પ્રીતમ પૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોને સ્વીકારે છે. પણ “નામ તેનો નાશ' એ ન્યાયે દેહના નાશની વાત પણ કરે જ છે. પાંચ જ પાનામાં “જ્ઞાનગીતા' લખનાર પ્રીતમ જીવપણાને “જોખમ' કહે છે. “જીવપણાનું જોખમ મોટું મરવું ને અવતરવું” | શરીર ધારણ કરનારને સતત જન્મમરણના ચક્રનું જોખમ રહેલું છે. તનમનની શુદ્ધિના આગ્રહી કવિ પ્રીતમનો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક છે. એમને તો જીવન અને મૃત્યુ બન્ને સ્વાભાવિક લાગે છે. તેથી તો માનવપિંડમાં રહેલાં તત્ત્વોનું તેઓ વિશ્લેષણ કરી શકે છે. આ તત્ત્વોની સપ્રમાણતા ઘટતાં બીમારી આવે, જે અંતે મૃત્યુમાં પરિણમે છે. સત્કાર્યો કરતાં મૃત્યુ પામનાર માટે એ મંગલ અવસર બની જાય છે. પણ પામરને તો પ્રીતમ તીખી વાણીમાં ચેતવણી આપે છે. “એક ઘડી ઘરમાં નહિ રાખે કાઢો કાઢો કહેશે રે દિન દશ આઠની બાજી કાયા છે કાળની ભાજી" પર અ. પ્રીતમે માનવના ચિત્તમાં સાચા વૈરાગ્યની ભાવના જગાડે એવા રાજિયા પણ લખ્યા છે. પ્રીતમ જેવા જીવનમુક્ત કવિએ શરીરના મૃત્યુને ક્યારેય પૂર્ણવિરામ ગણ્યું ન હતું. મૃત્યુને તેઓ મર્યાદિત માનવજીવ-તથા સર્વવ્યાપી અનંતજીવનને જોડતી કડીરૂપે જ જુએ છે. તેઓ માને છે કે - શરીર જન્મથી કાંઈ પામવાનું નથી મૃત્યુથી કાંઈ ગુમાવવાનું નથી” પ્રીતમ સંસારીઓને ત્યાગનો મહિમા સમજાવતાં કહે છે “મૃત્યુ આથું આવું છે એમ માની આત્મકલ્યાણક પુણ્યકાર્યો કરવાનું પાછું ઠેલવું નહિ જોઈએ. કારણ મૃત્યુ આવશે ત્યારે એ ઘડીક થોભવાનું નથી. પ્રીતમ પુનર્જન્મ અને પૂર્વજન્મમાં માનનારો છે. જીવન ચોર્યાસી લાખ ફેરામાંનો એક તે મનુષ્યાવતાર એકેક જન્મ રોંટના ઘોલકાંઓની જેમ આવે છે, ને જાય છે. જન્મ અને જીવનની આ ઘટમાળમાં “જગતનું સુખ ઝાકળનું છે પાણી રે”. પ્રીતમ મૃત્યુને અનંતતાના ચિન્મય ભાગ સમાન માને છે. એક જ માલિક જુદાં જુદાં ક્ષેત્રનો જાણે ભોંયબદલો કરતો હોય તેવી આ મૃત્યુની પ્રક્રિયા છે. મર્યાદિત માનવજીવન અને અનંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 63 ચેતનાયુક્ત સર્વવ્યાપી જીવન વચ્ચેની ‘મરણ” એ તો એક માત્ર ચૈતન્યકડી છે. પ્રતમના “હરિનો મારગ' પદને તો ઑક્સફર્ડ સ્પેનિશ વિદ્વાન મસ્કરોએ દુનિયાના ભક્તિકાવ્યોમાંનું એક અણમોલ રત્ન કહ્યું છે. ઉમાશંકરે એ કાવ્યને હિસાબે જ બબ્બેવાર ઉત્તમકોટિના કવિ લેખે પ્રીતમને બિરદાવી ઉપરનો અભિપ્રાય ટાંકતાં અંજલિ આપી. ઉમાશંકર કહે છે “પ્રીતમદાસનું ભજન “હરિનો મારગ' સહેજે વિશ્વભજનસંચયમાં સ્થાન પામે એવું છે. કેમ કે પશ્યન્તી વાણીની એ પ્રસાદી છે.” પરબ. સ્વામિનારાયણ સંપ્રદાય માનવદેહની નશ્વરતા અને અપવિત્રતા તરફ ઉપેક્ષાવૃત્તિને બદલે સ્વર્ગથી સુંદર ને મોક્ષથી મોહક એવા આ જન્મની મહત્તાનું ગાન ગાયું છે. તેમ છતાં શરીરની દૃષ્ટિએ કોઈ અસર નથી, એ સત્યને પણ તેઓએ વ્યક્ત કર્યું જ છે. શરીરને નિરર્થક ન માનતા આ સંપ્રદાયે જડ અને મૂર્ખ લોકોને જાગૃત કરવા મૃત્યુનો ભય બતાવ્યો છે. પ્રેમસખીએ ભક્તિ દ્વારા મુક્તિ પામવા પર વધુ ભાર મૂક્યો છે. જન્મમૃત્યુના ભયને પણ ભક્તિ વડે જ દૂર કરવાની તેઓએ વાત કરી છે. નારણદાસ સ્વામી જન્મમરણના ચક્રની વાત કરતાં સતત આવરદા ઓછી થતી હોવાની વાસ્તવિકતા પ્રત્યે આંગળી ચીંધે છે. “મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી” 53 આ શરીરના નાશ સાથે બધા દુન્યવી સંબંધોનો પણ નાશ થાય છે. ઋણસંબંધે મળેલા સૌ અંતકાળે અળગા થઈ જાય છે. તેથી જ કાયાની માયાને ઝાકળના પાણી જેવી કવિ કહે છે. ભક્તકવિ નારણદાસ શરીરની નશ્વરતા તેમજ કાયાની જૂઠી માયા વિશે આપણને સતત ટપા-રે છે. ઝાકળનાં પાણી સરિખી, કાયા, માયા જૂઠીજી વ્હાલાને વિસારી જાવું, એક પલકમાં ઊઠી હરતાંફરતાં ખાતાંપીતાં, કાળ વસે છે પાસેજી જયારે ત્યારે પકડી લેશે, કહ્યું છે નારણદાસ” 54 બ્રહ્માનંદના રે શિર સાટે માં જગદીશ દવે વીર યોદ્ધાની ફનાગીરીના દર્શન કરે છે. હરિને ભજવા માટે સો ટકા સમર્પણ જરૂરી છે. એમાં મૃત્યુનો ડર કામ ન આવે. તો ઉમાશંકર જોશી “રહે રાજી રે મતવાલા' પદ માટે કહે છે “યોદ્ધો સજ્જ થઈને નીકળ્યો છે, તે તો મરણ છે.” 55 એવા શબ્દોથી કાઈ પાછો વળવાનો નથી. બધું છોડી જમની સાથે જવાનું છે. ભક્તિ નહિ કરનારને નરકમાં જવું પડશે એવી પણ માન્યતા છે. સ્વામી નિષ્કુળાનંદ યમદંડ નામના કાવ્યમાં દેહવત્તિ ત્યજી દેહથી અળગા થવાનો એટલે કે જીવનમુક્ત થવાનો આદેશ આપે છે. જન્મમરણ છે, ત્યાં સુધી જ જમનું જોર છે. મુક્તદશા પામ્યા પછી જીવને જમ સતાવતા નથી. ૧૭૭ર માં જન્મેલા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા જ્યોતિર્ધર દયારામ પણ નરસિંહ મીરાંની જેમ પ્રેમલક્ષણાભક્તિ ગાય છે. આ કવિને પણ મુક્તિ ખપતી નથી. તેઓની દષ્ટિએ પંચમહાભૂતોથી યુક્ત બધા પદાર્થો ક્ષર છે. જયારે તેમનામાં રહેલા અંતર્યામી અક્ષર છે. દયારામની દષ્ટિએ વસ્તુનો નાશ થતો નથી. વસ્તુમાં રહેલા જીવના મારાપણા નો P.P.AC. Gunratnasun M.S. Jun Gun Aaradnak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 64 નાશ થાય છે. દયારામને મન સંસારાસક્ત જીવ જીવતો છતાં મૃત્યુ પામેલો જ છે. ગર્ભવાસનાં કષ્ટોથી ત્રાસી ગયેલો જીવ પરમાત્માને પ્રાર્થના કરી એમાંથી મુક્ત થવાની ઝંખના વ્યક્ત કરે છે. પણ પાછો આ દુનિયામાં પ્રવેશતાંની સાથે પેલાં કષ્ટ, આજીજી, પોકાર, સઘળું વિસરી જઈ સંસારમાં રચ્યોપચ્યો રહે છે. ને પરિણામ સ્વરૂપે “પુનરપિ જનનું પુનરપિ મરણ, પુનરપિ જનની જઠરે શયનમ્” સ્થિતિને પામે છે. ચિંતા કરનાર જીવને દયારામ આત્મઘાતી કહે છે. “જનાર વસ્તુ એણિ પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે માં માનવજીવનની નશ્વરતાનો નિર્દેશ થયો છે. દયારામ પોતે જ પોતાનો ગુરુ બની શિષ્ય જેવા મનને સ્વદેશભણી પ્રયાણ કરવા સૂચવે છે. “મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી 2 મુસાફરી થઈ છે ઘણી” પt લાંબી મુસાફરી કરી જીવનપ્રદેશના અનેક મુલકો જોયા પછી છેવટે “સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભુલતા ભાઈ.” આ દેહમાંજ સ્વપુર જવાની તૈયારી કરી લેવાની, જીવનની નશ્વરતાને સમજી શકીએ તોજ વૈરાગ્યવૃત્તિ દઢ થાય. જીવન ટૂંકે છે, ને એની એકએક પળ કિંમતી છે. તેથી તો દયારામ કહે છે. “મૂરખ તું સમજે નહિ આયુષ્ય ઓછું થાય” પ૭ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં કાળનું નિરૂપણ નરસિંહ પોતે જીવન-મુક્ત હોવાથી ને જીવતાં જીવંત એણે મુક્તિપુરી જોઈ હોવાથી, એને તો મૃત્યુની બીક ન હતી. પરંતુ માથે ભમી રહેલા મોતની જેને ખબર નથી એવા અમર મનુષ્યને તો એ જોરદાર ચેતવણી આપે છે, ને માથા પર દાંત કચકચાવતા કાળનું ભયાનક વર્ણન કરે છે. “અલ્પ સુખ સારું શું મૂઢ ફૂલ્યો ફરે શીશ પર કાળ રહ્યો દંત કરડે 58 ૧૬૫૫માં જન્મેલા આત્મજ્ઞાની કવિ મૂળદાસ લુહારી કાળને “વિકરાળ કઠિયારો' કહે છે. કવિ મૂળદાસ કહે છે “પીપળાના પાન જેવા ચંચળ સંસારમાં દેહ અને જીવરૂપી બે પંખીડાં પાંખો પરોવીને પોઢ્યાં છે. પળેપળે નાશની નોબત વાગી રહી છે. કાળનો વિકરાળ કઠિયારો, પંખી જે ડાળ પર પોઢયાં છે તેને કાપી નાખે છે અને દેહ તથા જીવરૂપી પંખી જુદાં પડી જાય છે. કવિ ગોરખ કાળથી ડરતા નથી. આ નશ્વર શરીર પણ કાળના ઘણના ઘા ખમી શકે એવી અદ્દભુત એરણ બનાવ્યાનું કહે છે. માથે કાળરૂપી વેરી બેઠેલો હોવાની ચીમકી આપતા રવિરામ ખુદાની બંદગી કરી લેવા કહે છે. કચ્છી સંત ડાડા મેકરણ “મેકા' અજ્ઞાાનમાં પોઢી રહેલા જીવરૂપી ભમરાને જગાડવાની વાત કરે છે. જે જાગૃત બનીને અમીરસ પીએ છે, તેની આગળ કાળનું કાંઈ ચાલતું નથી. તે મૃત્યુંજય બની જાય છે. કવિ કહે છે “પોઢેલા ભ્રમરરૂપી પામર જીવને કાળરૂપી હાથી આવીને જોતજોતામાં છેદી નાખશે. * ગંગાસતીએ તો કાળને બરાબર ઓળખી લીધો હતો. ખૂબ સજાગ હતાં તેઓ કાળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 65 અંગે. વીજળીના ચમકારા જેવા મનુષ્યદેહને બરાબર જીવી લેવામાં ન આવે તો કાળ કોળિયો કરી જશે ને પછી અંધકાર થઈ જશે. તેથી મનખાદેહનો સદુપયોગ કરવા ચેતવે છે. તો “વખત ગયા પછી પસ્તાવો થાશે, પાનબાઈ, અચાનક ખાશે તમને કાળ' - માં ગંગાસતી મૃત્યુસંદર્ભે પામર જીવને ચેતવણી આપી જાગૃત કરે છે. ને ભક્ષક તરીકેના કાળ' ના સ્વરૂપથી માનવને માહિતગાર બનાવે છે. આખ્યાનશિરોમણિ પ્રેમાનંદ “અભિમન્યુઆખ્યાન' માં બાલક અહિલોચન પિતાના મૃત્યુનું વેર લેવા ભગવાન શ્રીકૃષ્ણને મારવા નીકળે છે ત્યારે કહે છે “કુંવરે કેશવ નહિ જાણ્યા, જે કાળતણા છે કાળ” પ૯ પ્રેમાનંદ અહીં કૃષ્ણને કાળ-નાથ કાળ કહી વંદે છે. ભગવાનને મારવા નીકળેલો રાક્ષસબાળ પોતે જ પોતાનો કાળ બની રહે છે. “જેમ તેતરને તેડે વાધરી એમ કાળે પેટી આગળ ધરી જેમ કોશ વિષે પેસે તરવાર તેમ દૈત્ય પેઠો પેટી મોઝાર” 0 કુરુક્ષેત્રના આરંભાયેલા યુદ્ધમાં દ્રોણે અભિમન્યુને મારવાની આકરી પ્રતિજ્ઞા કરી છે. ત્યારે ગભરાયેલા પાંડવો પિયર ગયેલી ઉત્તરાને તેડું મોકલે છે. એ ગભરાટનું વર્ણન કવિ કરતી વખતે કાળની ન્યારી “ગતિ' ની રહસ્યમયતા પર ભાર મૂકે છે. કાળતણી હો અવળી વાત છે ન જાણીએ હો કેવો ઉગશે પ્રભાતજી” 1 અભિમન્યુને ચારે બાજુથી મહારથીઓએ ઘેરી લીધો છે ત્યારે એ છ મહારથીઓને કવિ ‘કાળસરીખા' કહી આક્રોશ વ્યક્ત કરે છે. “દશમસ્કંધ' માં કવિ પ્રેમાનંદ કંસને કાળરૂપ ગણાવી, કાળના મૂર્તિમંત સ્વરૂપ જેવો કહે છે. પણ દેવકીનો આઠમો પુત્ર અવતરવાનો થયો ત્યારે કંસની ઊંઘ હરામ થઈ જાય છે. એ કહે છે, “કાળ મારો સર્વથા એ હવે ઉગરવું નથી”. 12 મરણ તો કંસનેય મૂકવાનું નથી. તેથી કંસને ચિંતા થાય છે. પૂતના પાસે બધાં બાળકો મરાવવાનું કંસ નક્કી તો કરે છે. પણ કાળસ્વરૂપ ભગવાનને કોણ ઓળખી શક્યું છે ? માસી પૂતના નજીક આવતાં અવિનાશ ઊંઘી ગયાનો દેખાવ કરે છે. પૂતના આવી પારણા પાસે આવ્યો ન જામ્યો કાળ રે” 23 કરે અમૃતનો આહાર' કહી હળવેકથી ભગવાનને પૂતના માસી ઉપાડે તો છે. પણ પછી - તીવ્ર અગ્ર નખનાં કરી રે વીંધ્યું માસીનું શરીર આકર્ષે પ્રાણ પરમેશ્વરે - તવ માસી પાડે ચીસ 4 કંસે મોકલેલા ગંધર્વાસુરનું મસ્તક ભાંગીને ભૂકો થાય છે. બધાની ના છતાં જમનાના કાલિનાગનું મર્દન કરે છે. ને ત્યારે નારદજી ફરી કંસને ચેતવે છે. સાંભળ ભૂપાળ, કનિષ્ઠ પુત્ર છે તારો કાળ આવ્યો કાળ કાંઈ થા સાવધાન કહી નારદ થયા અંતર્ધાન P.P. Ac. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * દદ સત્તરમા સૈકાનો અગ્રણી જ્ઞાની કવિ અખો પણ કાળના વર્ચસ્વની વાત કરે છે. “કરકરો થયે કાળ નહિ બીએ, જોરે જમ જીત્યો છે ઉભે છે “કાળચક્ર સુભાવે ફરે (ત્યાં હાં) સહેજે ઉપજે સહેજે મરે એમ જાણી અખા જ ભળી આ પુનરપિની કચકચ ટળી 60 અખો કહે છે, “ચાલાક બનવાથી કાંઈ કાળને પરાજિત કરી શકતો નથી. કળવકળ કાળ મન કશી ? શું બાળક છે જે છેતરશો હસી? હિર્શકશપે મૃત્યુ મેટું છળે હરિએ તે ઘાટ ઘાલ્ય કળે” 8 પાછળ પડેલા કાળને વર્ણવવા અખો સરસ દષ્ટાંત આપે છે. કપિને જેમ શંગાર્યો નટે ભીખ મંગાવે રહ્યો ચોવટે . અખા લે સર્વે ઉદાલ કંઠ દોરડી પૂછે કાળ” 29 પ્રત્યેક જીવ, જો એ જીવનમુક્ત ન હોય તો પળેપળે કાળ વડે લૂંટાય છે. એના તન, મન ધનને કાળ હરી લે છે. અખાની દષ્ટિએ કાળ કરડો છે. જે સૌને તત્કાળ સાવ ખોખાં કરી નાખે છે. - “ખોખાં કરી નાખે તત્કાળ અખા એવો કરડો કાળ” 0 નિરાંત ભગત પણ માનવને ચેતવણી આપતાં કહે છે. “ફૂલ્યો શું ફરે છે છાકમાં છાયા ન જોતો ચાલ વરણાગીયાં વાટ ઊઠશે, લૂંટી લેશે કાળ” * જીવનમુક્ત કવિ ભોજો કાળના પ્રહારથી સભાન અને સજાગ છે. “કાળનું કારણું દળ આવી દેહને દળી નાખશે.' કહેતો ભોજો પોતે તો મૃત્યુથી ડરતો જ ન હતો. મૂરખ તથા પામર માનવને ચેતવણી આપતો. આવતીકાલ અને ભવિષ્યની વાતો કરનારાઓને કાળચક્રના આવર્તનો અને શાસનથી સજાગ બનાવતાં ભોજો સરસ વાત કરે છે. “મૂરખો કાલની વાતું કરે માથે કાળનું ચક્ર જ ફરે” એક પદમાં ભોજાએ “વાંસડા' નું વર્ણન કાળના પ્રતીક તરીકે કર્યું છે. “જીવને શ્વાસતણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ મૂરખો મોહને ઘોડે ચડે રે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 67 માથે કાળનગારાં ગડે. પ્રાણિયા ભજી લેની કિરતાર આ તો સપનું છે સંસાર” " સંસારને સ્વપ્ન માનનાર ભોજો જીવનમુક્ત હતો. તેથીજ તો મૃત્યુને એમણે તુચ્છ ગણું હતું. મૂરખ, ને પામરને ચેતવવા તેઓ કાળનો ડર બતાવે છે. એમના જેવા અનાસક્ત જીવને તો કાળ પણ ખાઈ ન શકે. આવી બ્રહ્મખુમારી વ્યક્ત કરતો ભોજો કાળના શાસનનોય સ્વીકાર કરતો નથી. મૃત્યુ અંગે ચેતવણી આપતાં કવિ પ્રીતમ કાળને પારધી સાથે સરખાવે છે. “કાયા ઉપર તાકે કાળ મહાપારધીએ માંડી જાળ” 73 તો કાળઘંટીમાં દળાતા માનવજીવનની વાત કરતાં કહે છે. “કાળઘંટીમાં સહુ દલાયું કોય રહ્યો નહિ આખો” 4 કાયાને કાળનો કંપો, ને જગતને કાળના ચવાણા તરીકે નિરૂપનાર કવિ પ્રીતમ એક સ્થળે કાળસ્વરૂપી વાછડું આવરદાને ચાવે' એમ કહી દહાડે દહાડે નજીક આવી રહેલા મૃત્યુનો નિર્દેશ કરે છે. કાળસ્વરૂપી વાછડું કહીએ આવરદા ચાવે દહાડે દહાડે મૃત્યુ ટૂકડું આવે” 5 કાળ શિર પર તાકી રહેલો હોવાથી કવિ પાણી પહેલાં પાળ બાંધવાનું કહે છે. પવનઝપાટાથી દીવો હોલવાય એમ કાળના ઝપાટાથી દેહ વિલાઈ જશે એમ ભોજો કહે છે. કાયાને કાળની ભાજી કહેતો પ્રીતમ જગતનું વાસ્તવદર્શન કરાવ્યા વિના રહેતો નથી. એક ઘડી ઘરમાં નહિ રાખે કાઢો કાઢો કહેશે રે દિન દશ, આઠની બાજી કાયા છે કાળની ભાજી કાયાને તો કાલ નિરંતર ખાયે” 34 જન્મે છે તે મરે જ એ દીવા જેવા સત્યને પ્રીતમ આ રીતે રજૂ કરે છે. જે ઉગ્યા તે આથમ્યા, ને ફૂલ્યા કરમાયા કાળચક્ર કોને નવ મૂકે, કોણ રંક ને રાયા રે 5 થી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ નારણદાસ સંસારને “કાળનું ચવાણું' કહે છે. કાળનું સાન્નિધ્ય નિરંતર આપણી પાસે છે. એ આપણી પાસે જ વસે છે. ગમે ત્યારે પકડી લે. તો યમદંડ’ નામનું કાવ્ય લખનાર સ્વામી નિષ્કુળાનંદ કહે છે, “જેમ બિલાડી ઉંદરને, ને બગલો માછલીને પકડે, કે બાજ તેતરને ઝાલે એમ કાળ જીવને પકડે છે.” કવિ દયારામ “કાળજ્ઞાનસારાંશ' કાવ્યકૃતિમાં “કાળ' નો અર્થ “મહાકાળ' અર્થાત “મનુષ્ય દેહનું અવસાન' એવો કરી કાળનું જ્ઞાન કરાવવાનો પ્રયત્ન કરે છે. દેહની ક્રમિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 68 જર્જરિતતા અહીં વર્ણવાઈ છે. “જન્મે તેણે મરણ તો જ્યારે ત્યારે થાય” 08 | મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મૃત્યુ મંગલ, મુક્તિદાતા સદેહે મુક્તિપુરી જોયાનો આનંદ નરસિંહનો એવો હતો કે એ સિવાય કશું ગાવાનું એને ગમે પણ નહિ. ત્યાં આપણે દુન્યવી લોકો જેને “મૃત્યુકહીએ છીએ એવા મૃત્યુની વાત ભાગ્યે જ આવે. ને છતાં મૃત્યુની વાસ્તવિક્તા વિશે તેઓ સજાગ છે. જો કે કવિ સ્વજનમૃત્યુનો શોક નથી કરતા. અવધ જેની થઈ તે જવાનું. એનો વળી શોક શો? એવી સમજ નરસિંહ ધરાવતો. નરસિંહને મૃત્યુની ભીતિ ન હતી. પણ ઉત્તમ પ્રકારના મૃત્યુની ઝંખના એ જરૂર સેવતો. કવિને મન મૃત્યુ મંગલ અવસર છે. ઈશ્વરમિલનનું એ તો નિમિત્ત છે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે અહીંયા કો નથી કૃષ્ણ તોલે” 9 ઈશ્વરચરણે મૃત્યુ માગવાનો આ પરમ ભક્તને હક્ક પણ છે. મૃત્યુને ઈશ્વર સાથે તરૂપ થવાની પ્રક્રિયા ગણતા કવિ “મંગલ' માને એ સ્વાભાવિક છે. નરસિંહની જેમજ પરમેશ્વર ને અખૂટ પ્રેમ કરતી મીરાં પણ મૃત્યુનો ભય ન રાખતી. એટલું જ નહિ મૃત્યુનો સહર્ષ સ્વીકાર કરવા એ ઉત્સુક હતી. હરિની ભક્તિ કરતાં મૃત્યુ આવે તો પોતાને એ બડભાગી માનતી તેથી તો એ કહે છે - જીવડો જાય તો જાવા દઉં હરિની ભક્તિ ન છોડું રામ” છે મૃત્યુને મીરાં સ્વેચ્છાએ નિમંત્રે છે. મૃત્યુને એ મંગલ અવસર ગણે છે. તેથી તો “અગર ચંદનની ચિતાયે જલાવવાની વાત કરે છે. મૃત્યુ દ્વારા ઈશ્વરમિલન સધાતું હોય તો એ મૃત્યુ મંગલ” અને “આનંદસ્વરૂપ છે. સોરઠી કવિ મૂળદાસ લુહારી પણ ઉત્તમ મૃત્યુની વાત કરે છે. મરણનો ભય ટળી જાય એવા મૃત્યુને આ કવિ ‘ઉત્તમ' અને “મંગલ' ગણાવે છે. દાસી જીવણને પણ મૃત્યુનો ભય ક્યારેય ન હતો. જેણે અહમભાવ ઓગાળી નાખ્યો હોય એને શરીરના મૃત્યુની પરવા જ ન હોય. જિંદગીનો સરવાળો મોતને ટાણે મંડાતો હોય એમના નફાનો પાર નથી રહેતો. મોત અહીં પરાજિત તથા દયામણું બનીને આવે છે. આવા મહાનુભાવોને લઈ જઈ “મૃત્યુ પોતે ધન્ય થઈ જાય છે. આ સંત કવિ મૃત્યુને મંગલ અવસરરૂપે સ્વીકારવા તૈયાર છે. જયારે કવયિત્રી ગંગાસતી અગાઉથી જ જીવશિવમાં ભળ્યાની જાણે એંધાણી આપતાં નામરૂપની ઉપાધિ મટી ગયાની જીવતાં જીવત અનુભૂતિ કરે છે. એને વળી મૃત્યુનો ડર શો? શરીર પડી રહે છે ને પ્રાણનો-આત્માનો તાર હરિમાં ભળી જાય છે. “મૃત્યુ ને પ્રભુમિલન માનતાં ગંગાસતી માટે તો મૃત્યુ “મંગલ મહોત્સવ' જ હોય ને ? કાન્હડદે પ્રબંધ' ના કવિ પદ્મનાભે યુદ્ધજન્ય વીરોચિત મૃત્યુને “મંગલ સ્વરૂપે જ બિરદાવ્યું છે. જ્યારે યુદ્ધમાં જીતવાની કોઈ શક્યતા ન હોય ત્યારે દુશ્મનને શરણે જવા કરતાં રજપૂતો કેસરિયા કરવાનું પસંદ કરતા, જે મંગલ મૃત્યુ જ ગણાતું. પ્રથમ એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 69 રજપૂતોની સ્ત્રીઓ સ્નાન કરી કિંમતી વસ્ત્રાભૂષણો સજીને સૂર્યને અધ્ય આપીને ચંદન કાઠની ચિતા પર ચડતી, જે વીરમૃત્યુને “મંગલ અવસર' તરીકે બિરદાવવાની ભાવનાનું સૂચક છે. આ વિધિને “જમહર' (યમગૃહઃ) “બ્રહર' કહેવામાં આવતી, ને પછી વસ્તીની તમામ સ્ત્રીઓ પણ રાણીઓની પાછળ જૌહર કરતી. પ્રભુમય સુધન્વાને મરણનો ભય નથી. ને મરણ આવે તો એનો શોક પણ નથી. આ વાત પ્રેમાનંદે “સુધન્વાખ્યાન' માં રજૂ કરી છે. ઉકળતા તેલમાં પડવા છતાં એને કાંઈ કષ્ટ નથી પડતું. ઈશ્વરકૃપાએ કરીને સુધન્વા મૃત્યુમુખમાંથી ઉગરી જાય છે. અર્જુનને યુદ્ધ માટે પડકારતો સુધન્વા પ્રભુદર્શન કર્યા પછી મરણ પામવા ઉત્સુક બને છે. ને આવાગમનના ફેરામાંથી મુક્ત થવા ઇચ્છે છે. મૃત્યુને અહીં “મુક્તિ'ના માધ્યમ તરીકે ઓળખાવતા કવિ મંગલ અવસર' તરીકે મૃત્યુને વર્ણવે છે. તો ‘રણયજ્ઞ” માં પણ અંતે રાવણના મૃત્યુ સમયની સ્થિતિનું કવિ પ્રેમાનંદ મંગલ” દર્શન કરાવ્યું છે. માગીને મૃત્યુ મેળવી, ભગવાન દ્વારા “મુક્તિ પામ્યાની વાત અહીં રાવણના ચરિત્ર દ્વારા કવિએ કરી છે. રાવણ અંતકાળે એક મસ્તકે ઊભા રહી વીસ હાથની અંજલિ વડે શ્રીરામનું સ્તવન કરે છે ને જન્મમરણના ફેરામાંથી છોડાવવા વિનંતિ કરે છે. રામ રીઝે છે, ને અગત્સ્ય ઋષિનું બાણ મૂકી રાવણનું દસમું શીશ કાપે છે. “જેમ ગ્રહસિંગાથે પડે સવિતા મૂળ થકો મેર રે તે રીતે પડ્યો લંકાપતિ શબ્દ થયો ચોફેર રે” 81 ભાગવતનું વસ્તુ લઈ લખેલા “દશમસ્કંધ' માં પ્રેમાનંદે કરેલું પૂતનાવધનું વર્ણન પણ મુક્તિદાતા” “મંગલ' મૃત્યુનું ઉત્તમ દષ્ટાંત છે. ' “પૂતનાનો પિંડ પરજળે, છૂટી દશે દિશા કસ્તુરી અગર, તગર, મલિયા-ગર ચંદન પરમવિલાસ માધુરી” 82 જે અંતકાળે “શ્રીકૃષ્ણ' કહે તે જમપુરી નવ જાય' કવિ પ્રેમાનંદ પૂતનાના મૃત્યુને માત્ર મંગલ જ નહીં “સુંદર', “મધુર' અને “સુગંધી’ સ્વરૂપે વર્ણવે છે. જ્ઞાની કવિ અખો તો “મૃત્યુ' ને તુચ્છ ગણે છે. અરે, “મૃત્યુ' ના અસ્તિત્વનો જ અસ્વીકાર કરે છે. “મૃત્યુ' નામનો પરપોટો પણ જ્યાં નાશ પામે ત્યાં કેવળ ચૈતન્યવિલાસના અનુભવની આનંદ છોળ જ છલકતી રહે છે.’ ‘હું હસતો રમતો હરિમાં ભળ્યો' જેવી પંક્તિમાં અમૃતતત્ત્વનો પરિચય આપણને મળે છે. જે મૃત્યુ પરત્વેની અખાની મંગલ દષ્ટિને પ્રગટ કરે છે. અખો જીવનને નહિ, મૃત્યુને પરપોટો' કહે છે. ક્ષણે ક્ષણે જન્મ ટળે, એવું મરવું” એમ કહેતો અખો મંત્ર-દષ્ટાની પેઠે પોતાની બ્રહ્માનુભૂતિનો આનંદ કવિતામાં વ્યક્ત કરે છે. “અખા કથનીથી અનુભવ તે અલગ 83 નિરાંત ભગત, મરીને જીવનારાના દેશનો મહિમા વ્યક્ત કરતાં દેહભાવ ઓગાળવાની વાત કરે છે. ને એ જ તો “મૃત્યુ ને મંગલરૂપે સ્વીકારી શકે. રામમાં અખૂટ શ્રદ્ધા ધરાવનાર ગોઠડાનો કવિ ધીરો બારોટ દેહમૃત્યુની કદી પરવા ન કરતો. એમની ભક્તિનો આનંદ મૃત્યુને સહજ રીતે “મંગલ સ્વરૂપે જ જોતો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 70 જેતપુરનો કવિ ભોજો જભ્યો ત્યારથી જ ખાંપણ ખભે નાખીને ચાલતો. આ પરમયોગીને પોતાના દેહાવસાનનો અણસાર પહેલેથી આવી ગયો હતો. તેથી તો સહજભાવે મંગલ મૃત્યુને સ્વીકારવા તથા સત્કારવા, તેમજ શિષ્ય જલારામને આપેલું વચન પાળવા એ અંતિમ દિવસોમાં વીરપુર પહોંચી જાય છે. ચુડારાણપુરમાં સંવત 1774 માં જન્મનાર ને 1854 માં મૃત્યુ પામનાર (1720 | 25-1798) પ્રીતમ કવિ સંવત 1817 માં સંદેસરને પોતાની કર્મભૂમિ બનાવે છે. ને સં. 1854 ના વૈશાખ વદ બારસના રોજ સૌને અગાઉથી જણાવી બપોર ઢળતાં સ્વર્ગારોહણ કરે છે. આ જીવનમુક્ત મહાન આત્માને મૃત્યુ અમૃત જેવું લાગતાં સર્વત્ર અપાર પ્રેમનો અનુભવ કરે છે. જે મૃત્યુ મંગલ, દિવ્ય અને ભવ્ય હોવાનું સૂચવે છે. મૃત્યુની સાથે સિંગાર કરતાં અપાર પ્રેમ પ્રીતમમાં પ્રગટે છે. “બાહરભીતર નાથ નિરંતર આપે અકળ રૂપ મૃત્યુ તે અમૃત થઈ નીવડ્યું પ્રગટ્યો પ્રેમ અપાર” 84 આવા જીવનમુક્ત જોગીને પછી જન્મમરણના સંશયો નડતા નથી. વાસનામુક્ત જીવ માટે મૃત્યુ અમૃતફળ-સ્વરૂપ, મંગલ મહોત્સવ બની રહે છે. સ્વામીશ્રી સહજાનંદની પ્રેરણાથી “યમદંડ નામના સળંગ કાવ્યની રચના કરનાર સંતકવિ નિષ્કુળાનંદ સત્સંગને જન્મમરણના ફેરામાંથી મુક્તિ અપાવનાર રાહ તરીકે ઓળખાવે છે. જીવનમુક્તોને પરમધામમાંથી વિમાન તેડવા આવે, હાથી, ગરૂડ, ઘોડાવાળી વેલ લેવા આવે. ને મુક્તદશા પામ્યા પછી જીવને જમ ન સતાવે. ને આવા લોકો તન ત્યાગતી વેળા કષ્ટ નહિ પણ પરમ આનંદનો અનુભવ કરે છે. ૧૭૭ર માં જન્મેલા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા જ્યોતિર્ધર દયારામના કવનમાં જ નહિ, જીવનમાં પણ મૃત્યુની મંગલતા અને આનંદમયતા જોવા મળે છે. પોતાના જીવનના અંતિમ દિવસોમાં એમના શિષ્યવર્ગને પોતાના મરણ બાદ રડવાને બદલે ઓચ્છવ મનાવવા કહેલું. મરણને મહોત્સવ માનનારા કવિ દયારામે અનેરી મસ્તીમાં જ પોતાનાં રચેલાં પદો સાંભળતાં મૃત્યુની મંગલતા તથા ભવ્યતાનો અનુભવ કરી દેહત્યાગ કર્યો હતો, ને આત્માને અંતે પરમ શાશ્વતીમાં ભેળવી દીધો હતો. પોતે સદા જીવનમુક્ત હોવાથી શિષ્ય જેવા પોતાના મનને સ્વદેશ ભણી, નિજધામભણી પ્રયાણ કરવા સૂચવે છે. લાંબી મુસાફરી કર્યા પછી સંતોષપૂર્વક “સ્વપુર' જવાના સમયના આગમનની પ્રતીતિ કરે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 71 મધ્યકાલીન ગુજરાતી કવિતામાં યુદ્ધજન્ય મૃત્યુ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પદ્મનાભે રચેલું ‘કાન્હડદે પ્રબંધ' સમગ્રપણે યુદ્ધનું કાવ્ય છે. જેમાં “યુદ્ધ, પ્રેમ અને મૃત્યુ' કેન્દ્ર સ્થાને છે. યુદ્ધકથામાં વીરમૃત્યુ નિમિત્તે કરુણરસ પણ અવશ્ય આવવાનો. ‘કાન્હડદે પ્રબંધ' ઐતિહાસિક કાવ્ય હોવાથી એમાં વર્ણવાયેલા મૃત્યુપ્રસંગો પણ ઐતિહાસિક અર્થસંકેત જ આપે, નહિ કે તત્ત્વબોધ. રજપૂતોએ કેસરિયાની તૈયારી કરી એનું વર્ણન કવિએ સરસ કર્યું છે. વીરમૃત્યુ મંગલદાયી તથા કલ્યાણકારી બની રહે છે. ને સ્વર્ગ અપાવે છે. એવી શ્રદ્ધા રજપૂતોમાં હતી. મૃત્યુ પામેલા મુગલ, તુરક યોદ્ધાઓની નારીઓના શોકવિલાપનું પદ્મનાભે હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. કોઈના બાંધવ, કોઈના ભરથાર, તો કોઈના રૂપાળા કુમાર, કોઈના મામા તો કોઈના બાપ... જે જે રણશૂરા હતા, તે સૌ હણાયા હતા. બાદશાહ ફરી સૈન્ય સાબદું કરી કબરમાં સૂવાની તૈયારી સાથે ઝાલોર કબજે કરવાની પ્રતિજ્ઞા સાથે પ્રયાણ આદરે છે ત્યારે રજપૂત રાણીઓ જૈહર કરવાનો પોતાનો સંકલ્પ વ્યક્ત કરે છે. સાંતલની રાણીઓ સત્વર શણગાર સજી, ચંદન અણાવી, પરિવાર એકત્ર કરી સૌની સમક્ષ સાહસપૂર્વક ચિતા ઉપર (જમહર) ચડે છે. સાંતલની રાણી નારંગિદે અને પ્રેમાદે અગ્નિપ્રવેશ કરે છે. મૃત્યુથી ન ડરતો સાંતલ, પાદશાહની એના પક્ષમાં ભળવાની લોભામણી લાલચને ઠોકર મારે છે. અંતે ત્રણ પહોર મુસ્લિમ લશ્કરની સામે લડીને સાંતલ ઘણે ઘાએ રણમાં પડે છે. સાંતલનું શૂરાતન વખાણીને એનું લોહી શત્રુ સુલતાન પણ લલાટે લગાડી ચંદન કરે છે. કાન્હડદે પણ અનેક પ્લેચ્છોનો સંહાર કરી પછી પોતે રણમાં પડી વૈશાખ માસની શુક્લપક્ષની પંચમીને બુધવારે (સં. 1368) વીરમૃત્યુને વરે છે, ત્યારબાદ સાડાત્રણ દિવસ રાજ્ય કરે છે. એની રાણીઓ જૌહર કરે છે. યુદ્ધમાં કદાચ મુસલમાનો પોતાને કેદ પકડશે, એ બીકે પોતાના પેટમાં ઊંડે કટારી પહેરીને રોષથી તુર્કો પર તૂટી પડે છે. મ્લેચ્છોને મારી પોતેય રણમાં ખપી જાય છે. વીરમદેનું મસ્તક સુગંધી દ્રવ્યમાં સાચવી દિલ્હી લઈ જવામાં આવે છે. મસ્તક આડું ફરી જાય છે. બાદશાહની દીકરી પિરોજા તરફ એ જોતું નથી. કુંવરી અત્યંત કલ્પાંત કરે છે. કુંવરીએ તો વીરમદે સાથે પોતાને પરણાવવા માટેની જીદ કરી હતી. પોતાના છ પૂર્વજન્મની વાત, યુદ્ધમાં વિરમદેવના પ્રાણત્યાગની તિથિની, તેમજ વિરમદેવના મસ્તકને અગ્નિદાહ કરાવી પોતે જમાનામાં ઝાઝાપાત કરી ભર્તૃભક્તિને સાચી ઠેરવી બંને દેવલોકમાં જશે, એવી ભવિષ્ય કથની પિતાને કહી હતી, ને સાચે જ પછી પિરોજા વિરમદેવના મસ્તકને લઈને માતપિતાની રજા લઈ યમુનાતટે ઝઝાપાત કરે છે. આ કાવ્યમાં વિપ્રલંભશૃંગાર અને કરુણરસ એકબીજાને પોતાના રંગનો પાસ દે છે. ઉદ્દામકરુણ નહિ, સંયમનિબદ્ધ કરુણ અહીં છે. છેલ્લે પિરોજાના વિલાપ ગીતનો કરુણ, પ્રેમના મૃત્યુ પરના વિજયનું પ્રતીક બની રહે છે. ધર્મરસ સાથે સંસારરસ વહાવનાર પ્રેમાનંદ વીરરસભર્યા યુદ્ધવર્ણનો પણ આપે છે. જેમાં “વીરમૃત્યુજન્ય' કરુણરસ એમનાં આખ્યાનોમાં અવારનવાર મળે છે. અભિમન્યુઆખ્યાન' માં પ્રેમાનંદે કરેલું અભિમન્યુના પરાક્રમનું, ને અંતે કપટ વડે થતા એના વધનું વર્ણન હૃદયસ્પર્શી છે. ઉત્તરા જ્યારે અભિમન્યુને રણે ન જવા વિનંતી કરે છે ત્યારે કર્મની રેખા ટળી ન શકવાની વાત કરતો અભિમન્યુ “મહિલા એકવાર છે મરવું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 72 તો રણથી શું ઓસરવું' કહી વીરમૃત્યુ માટે સજ્જ થાય છે. દુર્યોધનનો પબ માં . દુર્યોધને કરેલું કલ્પાંત પણ હૃદયદ્રાવક છે. ધૃતરાષ્ટ્રને આ વાતની જાણ થાય છે, ત્યારે આ પણ એવોજ કરુણ વિલાપ કરે છે. અભિમન્યુ યુદ્ધમાં એકલે હાથે શલ્યનું અંગ ભેદે છે. કર્ણનું કપાળ છેદે છે. દુઃશાસનને મૂછ પમાડે છે. કૌરવોમાં કાગારોળ મચી જાય છે. પ્રેમાનંદ યુદ્ધમાં લડતા અભિમન્યુનું વર્ણન કરતાં કહે છે. “પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ 85 અનેક શત્રુઓથી ઘેરાવા છતાં મચક નહિ આપતો અભિમન્યુ મારવો સહેલો નથી. એવી પ્રતીતિ થતાં શ્રીકૃષ્ણ કપટપૂર્વક, ઉંદરનું રૂપ લઈ અભિમન્યુના ધનુષ્યની પ્રત્યંચા કાતરી ખાય છે, ત્યારે ધનુષ્ય ભાંગ્યું જાણી કૌરવો આ બાળક અભિમન્યુને ઘેરી વળે છે. ને દ્રોણ, કર્ણ, કૃતવર્માના બાણ વડે આ પાર્થપુત્ર ધરણી પર ઢળી પડે છે. વીરમૃત્યુને વરેલા અભિમન્યુનું વર્ણન નજાક્ત ભર્યું છે. દીપે અરુણ ઉદય સરખો કેસરી કટિનો મોડ, અકળાઈ પડ્યો પૃથ્વી પર જાણે ભાંગ્યો ચંપાનો છોડ 84 અભિમન્યુના વધ પછી સ્વજનોએ કરેલા શોકનું વર્ણન હૃદયસ્પર્શી છે. જે વીર મૃત્યુમાંથી નિષ્પન્ન થતા કરુણનું દૃષ્ટાંત છે. ‘રુએ યુધિષ્ઠિર હો, ઊઠોને બાપજી હું શો દઈશ હો, અર્જુનને જવાપજી, કોમળ જેવી હો, કમળની પાંખડીજી તે કેમ જીવે તો ઉત્તરા રાંકડીજી' 80 અભિમન્યુના વધના સમાચારે સમગ્ર પાંડવ સૈન્ય શોકગ્રસ્ત બને છે. “સુભદ્રાને શોક ન જાયે શમાવ્યો છે. એવામાં અર્જુન આવી પહોંચતાં “આથમ્યો સૂરજ સાંભળી એય મૂછ પામે છે. અભિમન્યુના વધને કવિ “સૂરજના અસ્ત સાથે સરખાવે છે “ફરી ન આવે રુદન કીધે' કહેતા કૃષ્ણના મુખે કવિ સનાતન સત્યનું ઉચ્ચારણ કરાવે છે. સુધન્વાખ્યાન” માં સુધન્વા અને અર્જુનના યુદ્ધવર્ણનમાં અર્જુનને યુદ્ધ માટે પડકારતા સુધન્વાની મુક્તિઝંખના વર્ણવી છે. અર્જુન દ્વારા કરાયેલા સુધન્વાનું શીશ કૃષ્ણ પાસે આવે છે. સુધન્વાના મુખમાંથી નીકળતા તેજનું ભગવાન પોતે પાન કરે છે એવું વર્ણન પ્રેમાનંદે કર્યું છે. તો “રણયજ્ઞ” માં યુદ્ધ પરવરતા પતિ રાવણને ઉદ્દેશી થતા અપશુકનની વાત હૃદય વેધક શૈલીમાં મંદોદરીના મુખે કવિએ મૂકી છે. આજનો દહાડો લાગે મને ધૂંધળો દીસે ઝાંખો દીનકર દેવ’ 88 રાવણને અહીં પ્રેમાનંદે ઉદાત્ત સ્વરૂપે વર્ણવ્યો છે. રામને હાથે મૃત્યુ પામવા ઇચ્છતા રાવણની ઝંખના રામદ્વારા મુક્તિ પામવાની છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 73 જાણી જોઈને જાનકી હર્ણ કીધું ઘેલી નાર મેં માગીને મર્ણ લીધું 89 કુંભકર્ણના મસ્તકને બાણ વડે રામ છેદી નાખે છે. કુંભકર્ણ મરાતાં ધરતી ધ્રૂજી ઊઠે છે. “લંકકોટના પડ્યા કાંગરા' એમ કવિ કહે છે. મેઘનાદની સામે લક્ષ્મણ યુદ્ધે ચડે છે. ઇન્દ્રજીતનું શીશ છેદાઈને લંકાધીશના ખોળામાં પડે છે. ત્યારે રાવણ મૂછ પામે છે. તે માતા મંદોદરી આજંદ કરે છે. કવિ કહે છે “લંકા દિનકર પામ્યો અસ્ત” “થઈ લંકા ઉજ્જડ સમશાન” કહી પુત્રના ગુણગાન ગાતી મંદોદરી મૂછિત બને છે. પુત્ર મેઘનાદના વધ પ્રસંગે શોક-વિલાપને કવિ આ રીતે વર્ણવે છે. કપીન્દ્રરાયને બંધન કરી મારા મેઘનાદ ઘેર આવો ફરી મારી વહુવર ત્રણે લૂટાણી કુમુદિની પેરે કરમાણી આવો અતિકાય અલબેલા આવો અક્ષરકુંવર લાડઘેલા પયપાન દેઈ મેં ઉછેર્યા ગુણવંત કાળે કેમ ઘેર્યા 90 રામ ગુસ્સે થઈ રાવણ પર બાણ છોડે છે. જમદૂત જેવા બાણ રાવણની પાછળ પાછળ જાય છે. કવિ રામ-રાવણ યુદ્ધનું વર્ણન કરે છે. રાવણના દસ મુગટને રામ છેદી નાખે છે. શત સહસ્ર બાણની ભીંસમાં રાવણને આવરી લે છે, વિરથ બનેલો રાવણ ભયભીત થઈ નાસી જાય છે. ફરી સંગ્રામમાં આવે છે. રામની ક્રોધ ભરી દષ્ટિ રાવણને પોતાના અંત કાળની પ્રતીતિ કરાવે છે. વીસ લોચન વડે રાવણ રામને હૃદયમાં સ્થાન આપે છે. રાવણના કંઠે રામ એક બાણ મૂકે છે. ને ત્રણ મસ્તક છેદાય છે. બીજું બાણ મૂકતાં બીજાં છ મસ્તક છેદાય છે. પછી એકજ મસ્તક બાકી રહે છે. અંત કાળે એક મસ્તકે ઊભા રહી વીસ હાથની અંજલિ વડે રામનું સ્તવન કરતો રાવણ રામને જન્મમરણના ફેરામાંથી છોડાવવા વિનંતિ કરે છે. રાવણ રામના બાણ વડે જ મૃત્યુ પામી મુક્તિ મેળવે છે. આખ્યાનનો અંત કરુણ નહિ, મંગલ બની રહે છે. પાદટીપ અ.નં. વિગત 1. “લોકસાહિત્ય “ધરતીનું ધાવણ (ખંડ-૧) ઝવેરચંદ મેઘાણી “લોકસાહિત્ય “ધરતીનું ધાવણ (ખંડ-૨) ઝવેરચંદ મેઘાણી રઢિયાળીરાત ભાગ-૧ ગીત-૧૮ લોકસાહિત્યમાં માનવસંવેદના લેખિકા હાયદા પંડ્યા 38, 39 ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો ચોથો 130 (‘મરસિયા અને રાજિયા') કનૈયાલાલ જોષી સંપાદકો ડૉ. મંજુલાલ ર. મજમુદાર, પુષ્કર ચંદરવાકર, શ્રી કનૈયાલાલ જોશી 6. “ગુજરાતી લોકસાહિત્યમાળા” મણકો ચોથો 2. 61 ૧૩ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 74 (‘મરસિયા અને રાજિયા) કનૈયાલાલ જોશી સંપાદકો ડૉ. મંજુલાલ 2. મજમુદાર, પુષ્કર ચંદરવાકર, શ્રી કનૈયાલાલ જોશી 7. “ગુજરાતી લોકસાહિત્યમાળા’ મણકો ચોથો ૧૩ર (‘મરસિયા અને રાજિયા') કનૈયાલાલ જોશી સંપાદકો ડૉ. મંજુલાલ 2. મજમુદાર, પુષ્કર ચંદરવાકર, શ્રી કનૈયાલાલ જોશી લોકસાહિત્ય “ધરતીનું ધાવણ ખંડ-૨, ઝવેરચંદ મેઘાણી 137 ભજનસાગર' ભા-૧-૨ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય 82 ‘ભિક્ષુ અખંડ આનંદની પ્રસાદી’ અમદાવાદ 186 308 312 338 415 699 17. નરસિંહ મેહતાની કાવ્યકૃતિઓ પપ સંશોધક-સંપાદક શિવલાલ તુલસીદાસ જેસલપુરા 28 77 384 લેખક. નિરંજન ભગત લેખક. કુ. મીરાં મહેતા 147 ર૧. મીરાં 22. “નરસિંહ, મીરાં, અખો અને દયારામની કવિતામાં તત્ત્વદર્શન 23. “ભજનસાગર' ભા-૧-ર ‘ભિક્ષુ અખંડ-આનંદની પ્રસાદી 24. સંત કેરી વાણી 25. " ૨૬એ. ૨૬બ. “ગંગાસતી એમ બોલિયાં રે 27. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય 608 અમદાવાદ. લેખક. મકરંદ દવે 126 149 164, 165 સંપાદક. સુનંદા વ્હોરા 26 ખંડ-ર સંપાદક. કેશવરામ 600 કે.કા.શાસ્ત્રી શિવલાલ જેસલપુરા 478 ડિૉ. અશ્વિનભાઈ ડું. પટેલ ર૩૯, 241 28. 29. “પ્રીતમ એક અધ્યયન 3c 286 31. “કીર્તન મુક્તાવલિ સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ - 206, 207 196 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ ર૬૦ 236 ર૭૦ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 75 33. “સ્વામિનારાયણ સંતસાહિત્ય' લેખક. રઘુવીર ચૌધરી ર૫૭ 34. “કીર્તન મુક્તાવલિ સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ 247 ૩પ. 36. “પ્રાચીન કાવ્યમાળા’ દયારામરચિત 37. દયારામ કાવ્યસંગ્રહ દયારામ 38. પ્રાચીન કાવ્યમાળા” દયારામરચિત 145 39. ‘દયારામ કાવ્યસંગ્રહ દયારામ ર૫૩ 40. “નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ સંશોધક, સંપાદક. 263 શિવલાલ તુલસીદાસ જેસલપુરા 41. 42. ૩પ૯ 43. “ગંગાસતી એમ બોલિયાં રે સંપાદક. સુનંદા વહોરા 78 44. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ખંડ-૨ દOO સંપાદકો. કેશવરામ કા. શાસ્ત્રી, ડૉ. શિવલાલ તુલસીદાસ જેસલપુરા 45. “અખો એક અધ્યયન' લેખક. ઉમાશંકર જોશી 281 46. “અખા ભગતના છપ્પા લે. ભૂપેન્દ્ર ત્રિવેદી, બાલકૃષ્ણ ત્રિવેદી 47. “અખો એક અધ્યયન લેખક. ઉમાશંકર જોશી 322 48. “અખા ભગતના છપ્પા” લે. ભૂપેન્દ્ર ત્રિવેદી, બાલકૃષ્ણ ત્રિવેદી 49. “અખાના છપ્પા” સંપાદક. ઉમાશંકર જોશી 142 50. “પ્રીતમ એક અધ્યયન ડિૉ. અશ્વિનભાઈ તું. પટેલ 212 51. 370 પર.. 215 પરબ. 382 (સંસ્કૃતિ વર્ષ ર૬ અંક 11 નવે. 1972) 53. “કીર્તન મુક્તાવલિ સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ ર૪૭ 54. 248 પપ. “સ્વામિનારાયણ સંતસાહિત્ય લેખક. રધુવીર ચૌધરી 253 પ૬. ‘દયારામ કાવ્યસંગ્રહ 297 પ૭. ‘દયારામ કાવ્યસંગ્રહ ર૫૩ 58. “નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ સંશોધક, સંપાદક શિવલાલ તુલસીદાસ જેસલપુરા પ્રસ્તાવના 59. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ખંડ-૨ 111 સંપાદકો. કેશવરામ કા. શાસ્ત્રી, ડૉ. શિવલાલ તુલસીદાસ જેસલપુરા 117 61. 141 610 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 76 63. “પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ખંડ-૨ 64. 66. ‘અખા ભગતના છપ્પા સંપાદકો. ભૂપેન્દ્ર ત્રિવેદી, બાલકૃષ્ણ ત્રિવેદી 633 635 પ૯૭, 598 28 68. “અખાના છપ્પા’ સંપાદક. ઉમાશંકર જોશી 124 182 184 ૪ર૭ 71. “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-ર “સાહિત્ય પરિષદ સંપાદકો - ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સહસંપાદક-ચિમનલાલ ત્રિવેદી (મધ્યકાલીન) લે. અનંતરાય મ. રાવળ ડૉ. અશ્વિનભાઈ ડું. પટેલ 72. “ગુજરાતી સાહિત્ય 186 73. “પ્રીતમ એક અધ્યયન 266 74. 273 382 276 કાળજ્ઞાન-સારાંશ દયારામ 4, 5 79. “નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ સંશોધક, સંપાદક 385 શિવલાલ તુલસીદાસ જેસલપુરા 80. નરસિંહ, મીરાં, અખો કું. મીરાં મહેતા 145 અને દયારામની કવિતામાં તત્ત્વદર્શન 81. “પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ખંડ-૧ સંપા. કેશવરામ કા. શાસ્ત્રી, 584 ડૉ. શિવલાલ તુલસીદાસ જેસલપુરા 82. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ખંડ-ર સંપાદકો. કેશવરામ કા. શાસ્ત્રી, 637 ડૉ. શિવલાલ તુલસીદાસ જેસલપુરા 83. “અખાના છપ્પા સંપાદક. ઉમાશંકર જોશી 133 84. “પ્રીતમ એક અધ્યયન’ છે. અશ્વિનભાઈ ડું. પટેલ 379 ખંડ-૧ સંપાદકો. કેશવરામ કા. શાસ્ત્રી, 177 ડિૉ. શિવલાલ તુલસીદાસ જેસલપુરા 86. “પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ખંડ-૨ ડો.શિવલાલ તુલસીદાસ જસલપુરા 178 87. “પ્રેમાનંદની કાવ્યકૃતિઓ ખંડ-૧ સંપાદકો. કેશવરામ કા. શાસ્ત્રી, 179 ડિૉ. શિવલાલ તુલસીદાસ જેસલપુરા 535 544 566 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 77 3. સુધારકયુગમાં મૃત્યુનું નિરૂપણ પરિબળો “સાહિત્યજગતમાં અર્વાચીનતાનો આરંભ દલપતરામે “બાપાની પીંપર' કાવ્ય લખ્યું ત્યારથી ૧૮૪૫ની સાલથી ગણાય. તે પહેલાં શિક્ષણ અને છાપખાનું. સાહિત્યનાં એ બે પોષક બળોનો પ્રભાવ શરૂ થઈ ચૂકયો હતો.” 'ઓગણીસમી સદીના પૂર્વાધમાં ભારતની પ્રજાના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક જીવનમાં એવું ક્રાંતિકારક પરિવર્તન આરંભાયું કે ત્યારથી શરૂ થઈને, આજ સુધી વિસ્તરી રહેલા કાળખંડને આપણે “અર્વાચીન યુગ” તરીકે જ ઓળખીએ છીએ. સાહિત્યમાંથી સાંપ્રદાયિક્તા ઘસાતી જઈને માનવતા અને વિશ્વજનીનતાની સ્થાપના થતી ગઈ. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે તુમુલ સંઘર્ષ પેદા થયો. આ સંઘર્ષે ગુજરાતી સાહિત્ય પર વ્યાપક અને દૂરગામી અસર ઉપજાવી. નર્મદ, નવલરામ, નંદશંકર, મહીપતરામ વગેરે પાશ્ચાત્ય શિક્ષણ પામેલ આપણા સાહિત્યકારોની પહેલી પેઢીના અગ્રણીઓ હતા. અંગ્રેજ અધ્યાપકો પાસે ભણવાની અને અંગ્રેજ અમલદારોના સંસર્ગમાં રહીને કામ કરવાની તક તેમને સાંપડી હતી. અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી નર્મદ જેવાને ગુજરાતીમાં પ્રણય, પ્રકૃતિ ને દેશભક્તિને લગતાં આત્મલક્ષી પદ્ધતિનાં કાવ્યો લખવાની, કવિતામાં ઊર્મિના આવેશને પ્રાધાન્ય આપતી કાવ્યભાવના ઘડવાની, ગુજરાતી ગદ્ય ખેડવાની અને ગદ્યના પ્રકારો ખીલવવાની પ્રેરણા મળી હતી. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કથી અંગ્રેજી કેળવણીનો લાભ આ યુગના લેખકોને મળ્યો. વિચારો તેમજ અભિવ્યક્તિ બંનેમાં અંગ્રેજી કેળવણીના પ્રભાવથી નવી દિશાઓ ખૂલી. શ્રી યશવંત શુક્લ કહે છે, જેને આપણે અર્વાચીન યુગ કહીએ છીએ તેનો પ્રારંભ વળાંક હતો.” ? ( પશ્ચિમની આ અસરે મુક્તિની ઝંખના સૌ કવિઓમાં જગાવી. શ્રી યશવંત શુક્લ કહે છે, “પરિવર્તનનું સાહિત્યિક રૂપ ખરેખરું ક્રાંતિકારી હતું. પશ્ચિમી સાહિત્યનાં રૂપોને ગુજરાતીમાં સિદ્ધ કરવાનો પુરુષાર્થ શરૂ થયો હતો. તેથી કાવ્યના વિષયો જ નહીં પણ સારોયે અભિગમ બદલાઈ ગયો. અભિવ્યક્તિમાં જ નવતા આવી.” 4 ક. મા. મુનશી “ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર' માં જેને Sanskrti Revival ના સંસ્કૃતના ‘પુનરભુદય' ના ગાળા તરીકે ઓળખાવે છે. એવા આ યુગની વિશેષતા એ હતી કે અંગ્રેજીમાંથી તેને નવા દષ્ટિકોણોનો અને મૂલ્યબોધક શબ્દોનો પરિચય થતો. સંસ્કૃત સાથે તેની સરખામણી થતી અને સંસ્કૃત તત્સમોનો આશ્રય લઈ ગુજરાતી પર્યાયો યોજ્યા. ગુજરાતી ગદ્યની ઇબારતોને પણ અંગ્રેજીના સંસ્પર્શથી એક નવું જ પરિમાણ મળ્યું.” પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 78 સુધારક્યુગ મૃત્યુનું નિરૂપણ - કરુણ સ્વરૂપે કવિ સુંદરમ દલપતરામના સૌથી વિશેષ રસયુક્ત સર્જન તરીકે “ફાર્બસવિરહ' ને ગણાવે છે. જો કે ‘પદ્યની પામર ચમત્કૃતિમાં કવિ સરી પડે છે' એમ તો તેઓ કહે છે. સુંદરમ્ કહે છે “એમાં મિત્રવિરહની ઊંડી અંતર્થથાને બળે કેટલાંક ચિરંતન, સૌંદર્ય ભર્યા મુક્તકો અને ઉદ્ગારો સર્જાઈ ગયાં છે.” આ કાવ્યમાં કવિએ ઉત્તમ પ્રકારનો સોરઠાનો પણ ઉપયોગ કર્યો છે. આ કાવ્યમાં કવિનું શોકગ્રસ્ત હૃદય ખૂબ ઠલવાયું હોવાનું શ્રી યશવંત શુક્લ નોંધે છે. “કવિતાજહાજનો તે ભાંગી પડ્યો કુવાથંભ - તરીકે જેનો ઉલ્લેખ થયો છે તે ફોબર્સને વિષય કરીને રચાયેલાં આ કાવ્યને તેઓ અર્વાચીન કવિતાના પ્રથમ શોકપ્રશસ્તિ કાવ્ય તરીકે ઓળખાવે છે.” (પાનું. 46) (ગુ. સા. ઇતિહાસ, ગ્રંથ-૩, પ્રકરણ-૨) કારણ કે એમાં મિત્ર વિરહનું ઘેરું દર્દ, મિત્રના ગુણોની પ્રશસ્તિ અને મૃત્યુની ઘટના વિશે ચિંતન કરે છે. સોરઠામાં કવિ શોક ઠાલવે છે, ત્યારે વ્યાજસ્તુતિ અલંકારનું તે અખંડ ઉદાહરણ બની રહે છે. “વ્હાલા તારાં વેણ સ્વપ્નામાં પણ સાંભરે નેહભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ” છેલ્લે કવિ મરણની અનિવાર્યતાનું સ્મરણ કરીને સ્વર્ગમાં મિત્રને મળવાનો દિલાસો લેતાં લેતાંયે રડી નાખે છે.” 7 અર્વાચીન કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામના સમયથી બંધાયાનો ઉલ્લેખ કરીને શ્રી ધીરુભાઈ ઠાકર લખે છે “મૃત્યુ વિશે સાદાં છતાં વિચારપ્રેરક કાવ્યો હૃદયસ્પર્શી શૈલીમાં તેઓએ લખ્યાં છે. દલપતરામનાં આ પ્રકારનાં કાવ્યોની ખૂબી એ છે કે જગતની નશ્વરતા વર્ણવતાં તે નિરાશા કે વિષાદમાં ઊતરવાને બદલે ભક્તિના શાંતરસનો સાત્વિક આહ્લાદ પ્રગટ કરે છે.” " (અ. સા. વિ. (પાનું. 40) ધી. ઠા.) “એકલા “ફોર્બસવિરહ (1865) કાવ્યમાં જ કવિની અંગત હૃદયોર્મિ સીધેસીધી પ્રગટ થયેલી છે.” “(પાનું. 46 અ. સ. વિ. પી. ઠા.) “ફોર્બસવિરહ' ગુજરાતી ભાષાના પહેલા કરુણપ્રશસ્તિ કાવ્ય તરીકે ઓળખાયું છે. દલપતરામની કાવ્યશક્તિના સુંદર દૃષ્ટાંત તરીકે આપણા કાવ્યસાહિત્યમાં ફોર્બસવિરહ'નું સ્થાન સ્મરણીય હોવાનું શ્રી ધીરુભાઈ ઠાકર નોંધે છે. એલિજીમાં વેધક નીવડતી ઊર્મિની ઉત્કટતા ને ચિંતનની ગહરાઈ દલપતરામે “ફોર્બસવિરહ' ના કેટલાક સોરઠામાં સુંદર રીતે ઝીલી છે. દા. ત. પૂછો ચાહી ચકોરને, પૂછો જળચર કાય, કાય, કાં તો પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય?” 10 પૂર્વાનુરાગસ્મરણ” માં કવિ એમના મિત્ર ફોર્બસસાહેબની પ્રીતિને યાદ કરીને શોક પ્રગટ કરે છે. એમના જવાથી લાડ લડાવનાર દિલદાર દોસ્ત ગયાની વ્યથા તેઓ અનુભવે છે. પહેલાં સુખ આપી, આમ અચાનક મૃત્યુ પામતાં રડાવી, જનાર આ મિત્રાવસાને કવિ બેચેન બને છે. મિત્રની હયાતીમાં એમના પત્રો શાતા આપતા. એ જ પત્રસ્મરણ એમના ગયા પછી કાળજાને કંપાવતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 79 “જો તું જળસ્વરૂપે તો હું બનું મચ્છરૂપે જો તું ચંદ્ર હોય તો, ચકોર થવા ચાહું છું... " (‘ફોર્બસવિરહ - 11) મિત્ર દવારૂપે હોય તો પોતે પતંગ થવા, વસંતરૂપે હોય તો કોકિલગાન ગાવા તૈયાર થાય છે. કવિ ફોર્બસસાહેબરૂપી સૂરજ વિના કરમાતા કમળ હોવાનું કહે છે. પૂરાં પીસતાળીસ વર્ષ પણ ન જીવનાર એ નિરાભિમાની, સંધિકાર ફોર્બસ વિનાની દુનિયા કવિને આદિત્ય : વિનાના અંધારથી ઘેરાયેલી લાગે છે. કવિ દલપતરામ ફોર્બસસાહેબને રત્નનગરના સર્વોપરિ રત્ન તરીકે બિરદાવે છે. પંદર દિવસની પીડા પામી દેહ ત્યજનાર મિત્રનું નામ તો અજરઅમર રહેવાનું, એવી કવિને શ્રદ્ધા છે. સુંદરમ્ નર્મદની કવિતામાં અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર જુએ છે. અંગ્રેજી સાહિત્યના પરિચયના પ્રથમ પરિણામરૂપે નર્મદ અંગ્રેજી કાવ્યો પરથી ઉદુભાવેલી બે કાવ્યવાર્તાઓ લલિતા' અને “સાહસ દેસાઈ આપી. બંને કાવ્યોમાં વાર્તાકથનની ખૂબ કચાશ છે. “લલિતામૃત્યુ કાવ્ય' માં લલિતાના મૃત્યુ અંગે તે કરણની પોષક ઘણી વિગતો લાવે છે પણ તેમાં ચારુત્વ નથી લાવી શકતો. કર્ણની નિષ્પત્તિ માટે છેવટે તો તેને હહહ.... હાહાહા.... હહહ.... અઅ અઅઅ જેવા શબ્દોમાં જ રસનું શિખર દેખાય છે. “લલિતામૃત્યકાવ્ય' થી કવિની જાણમાં આવેલી વિગત પ્રમાણે ઓછામાં ઓછા પચાસ ડોસાડોસીઓએ આંસુ પાડેલા એવી વિગત તેમણે નોંધી છે.” “લલિતામૃત્યુ કાવ્ય' એક કરુણ-પ્રશસ્તિ કાવ્ય છે. શરૂમાં ઈશ્વરસ્તવન, પછી વ્રજબાઈ માતાના સ્થાનક તથા એની આણનું અટકળથી જ કરેલું વર્ણન (જે હકીકતે સાચું વર્ણન બની રહે છે.) (પાનું. ૧૯)”1ર વાવાઝોડા અને તોફાનના વમળમાં અટવાતી દીકરી ઉપર વૃક્ષ, ધૂળ, પત્થરોનો વરસાદ વરસે છે. ને એમ એ દટાઈને મૂંઝાઈ મરે છે. દીકરીને શોધવા વનમાં જતો બાપ પોતાની દીકરીના રૂપને યાદ કરી વિલાપ કરે છે, એ જરા અજુગતું લાગે એવું છે. “દિપતી ઘાઘરી ઘાટડી તણી થઈ જ ઘાટડી ઠાઠડી તણી” (48). દીકરીનું મૃત્યુ ઊલટી ગંગા સમાન હોવાનું તેઓ જણાવે છે. વિલાપ કરતો બાપ કહે છે. “સહજમાં કયમે છેતર્યો મને મરણoળ મેં ના દિઠી તને” 4 (20) જોબન ફૂલ ઊગ્યું પૂરું ન રે ખિલત દેખતાં તે ખર્યું ખરે” 15 (રર) કવિ કહે છે “આ લીટીઓ લલિતાના બાપની અથવા મારા બાપની સ્થિતિ બતાવે છે. અંતે દીકરીનો બાપ પણ વનમાં જ વિલાપ કરતાં મૃત્યુ પામે છે. 1858 ની પચ્ચીસમી નવેમ્બરે કવિ નર્મદ “સાહસ દેસાઈ' નામનું વાર્તાકાવ્ય રચે ઓળખાવે છે. સીરીઝ ઓફ લેસન્સમાં સાઉધીનો લોર્ડ વિલિયમ વાંચતાં એમાંના વર્ણનની ઘેરી અસર તળે તેઓએ આ કાવ્ય રચ્યું. તેમ છતાં દેશ તથા રીતભાત પ્રમાણે વર્ણન મૂળ કરતાં ઘણું જુદું છે. સાહસ દેસાઈનો ભાઈ ધીર શત્રુના ગામમાં જઈ પરાક્રમ કરી અંતે મૃત્યુ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 80 પામે છે. ધીરના મૃત્યુનો શોક ઘેરઘેર વ્યાપે છે. પતિના મૃત્યુની વાત સાંભળી એની પત્ની બેબાકળી બને છે. “ખોળે રમતા પુત્રને, નીહાળી તે જોય બેટા બેઠું આપણું ઘર કહિ ડગડગ રોય” 14 (39) ભાભી પોતાના પુત્ર શ્રીફળને મૂકી મરી જાય છે. કાકા શ્રીફળને નીચે સુવાડી દુપટ્ટાથી મુખ ઢાંકી દઈ પહેલાં ગરદન કાપી અંગઅંગ પછી જુદાં કાપે છે. ચાકર પર આળ મૂકી એનેય મારી નાખે છે. શ્રીફળના મૃત્યુનો ઘેરઘેર શોક થાય છે. બધા બહાવરા બને છે. “આ ટાણે એ ગામમાં શોક નારી સ્વરૂપ” (પાનું. 43). શોકે જાણે નારીનું રૂપ ધર્યું પછી તો ખૂની સાહસ પણ આક્રંદ કરે છે. શ્રીફળ માટે નહીં, પણ પોતાનાં કર્મ માટે માથા કૂટે છે, આંસુ પાડે છે, શ્રાદ્ધ કરે છે. તેર દિવસ પછી ધીરનો વારસો લઈ લે છે. પણ પછી પળેપળે તેને શ્રીફળનો આકાર દેખાય છે. પેલી ઘોડી વડ, ચાકર, બધા જાણે એણે કરેલા કુકર્મનો જવાબ માગતા હોય એમ લાગે છે. “જમદૂતો શસ્ત્ર ભરયા દાંત પીસી રિસભેર અતિ ભયાનક રૂપથી બિવડાવે બહુ પેર” 8 ચારે બાજુ જમની ફોજ જોતો રીબાઈને અંતે એકદમ ચીસ પાડી ઊઠી મૃત્યુ પામે છે. કવિ નર્મદના સગામાં કેટલીએક બાળવિધવાનાં અસહ્ય દુઃખો જોવામાં આવતાં. વિધવાનાં દુઃખ રડતાં, પોતાનાંય દુઃખને વાચા આપતાં કાવ્યો “વૈધવ્યચિત્ર ભાગ-૧ લો’ કવિ રચે છે. (“નર્મકવિતા' ભાગ-૧) સં. 1915 ઈ.સ. ૧૮૫૯ના ચોમાસામાં “નર્મકવિતા' અંક પાંચ, છ માં છપાયું. જેની ત્રણેક આવૃત્તિ થઈ હતી. જો કે આજના સંદર્ભમાં સાવ સામાન્ય કક્ષાની એ કવિતા. પતિ મરી જતાં જેમ વિધવાના વિલાપનું વર્ણન કવિએ કર્યું છે. તેમ પત્ની મરી જતાં પતિની વ્યથા પણ વ્યક્ત કરી છે. “બાળરાંડનું રુદન' માં સદ્ગત પતિને ઉદ્દેશી પતિ એક બાળક પણ આપી ન ગયાનો વસવસો વ્યક્ત કરે છે. તો બીજા એક કાવ્યમાં પતિએ પોતાને એકલી મૂકીને કરેલા સ્વર્ગવાસ માટે પતિને ઠપકો આપતી વિધવાનું ચિત્ર મૂક્યું છે. ઘણી જગ્યાએ રુચિભંગ થાય એવાં વર્ણનોય છે. તો ક્યાંક સીધીસાદી વાણીમાં વિધવાના વલોપાત વ્યક્ત થયા છે. “ઓ વ્હાલા મહેલીને પિયુ કેમ ગયા ?' પતિના મંદવાડની ચાકરી કરનાર સ્ત્રી પણ અંતે પતિને બચાવી ન શકવાને કારણે વિધવા થતાં અશ્રુધારા વહાવતી હોય એવાં વેધક ચિત્રોય કવિએ આપ્યાં છે. “વિધવાહ' લખતાં તો કવિ પોતે પણ રડ્યાનો ઉલ્લેખ કરે છે. જેમાં “મરસિયા' પ્રકારનું વર્ણન કરે છે. હાય હાય વર ક્યાં ગયો સાહેલી રે 18 (પા. 1) કહેતી વિધવાને ખાનપાનની વસ્તુ ગળે ઊતરતી નથી. ભાતભાતનાં લૂગડાં, ઘરેણાં ધગધગતા અંગાર જેવાં લાગે છે. સ્વજનના મૃત્યુ પછી બાકી રહેલા સગાંઓની કફોડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 81 સ્થિતિનાં વર્ણન પણ કવિએ કર્યા છે. સાચું છે તનમન આજારી - બિહું જોઈ રે, જમદૂતની સવારી” 0 કવિ “મોતને ભૂખરવાયુ' કહે છે. નર્મદે એક રાજીઆ પ્રકારનું મૃત્યુ-કાવ્ય પણ લખ્યું છે. કરુણરસની છાલવાળા આ કાવ્યમાં જીવને ઉદ્દેશીને શોક તજી બ્રહ્મને ગાવાનું કહેવાયું છે. મૃત્યુની અફરતાનો કવિએ અહીં નિર્દેશ કર્યો છે. “જન્મ્યા જાવાના જરૂર રે,’ કહી મૃત્યુની નિશ્ચિતતા તરફ નર્મદ આપણું ધ્યાન દોરે છે. ને તેથી જ તો બ્રહ્મની આજ્ઞા ન ઉથાપવા જીવને ઉપદેશ અપાયો છે. વિલ્સન-વિરહ' નામનું કરુણ-પ્રશસ્તિ કાવ્ય રચનાર કવિ મલબારીની કાવ્યરીતિ પર શામળ અને દલપતરામની ભાષા અને પદ્યરચનાની છાયા જોવા મળે છે. નાની ઉંમરે માતાનું મૃત્યુ થતાં, મૃત્યુને પહેલીવાર નજરે જોયું. જીવનમાં સંક્રાન્તિના કાળનો અનુભવ કર્યો. ઈ. સ. 1907 માં એમની મોટી પુત્રી ત્રણ અઠવાડિયાના બાળકને મૂકી સ્વર્ગવાસ પામી. પિતાએ તત્ત્વજ્ઞાનીને છાજે તેવું બૈર્ય દાખવ્યું. ઈ. સ. 1912 માં જુલાઈ માસમાં ઇચ્છિત સ્થળે સિમલા ખાતે એકાએક હૃદય બંધ પડવાથી તેઓ મૃત્યુ પામ્યા. સિમલામાં હિમાલયની ઉન્નત ટેકરીઓ વચ્ચે સુંદર દેવદારૂના વનમાં આવેલી પારસી આરામગાહમાં મલબારીની કબર આવેલી છે અને એ કબરની ઉપર એમના પોતાના જ એક સુંદર કાવ્યમાંથી નીચલી અગમસૂચક પંક્તિઓ કોતરેલી છે. નનામી છૂપી કો, બિયાબાનમાં કે પરવતની ઢળતી તળેટી ઉપર ગમે કોતરે, તુજ ખુદમાનમાં ફક્ત બે જ બોલો “ઇલાહી શુકર” " સ | (મલબારી કાવ્યરત્નો, પૃ. 276) કવિનાં કાવ્યનો સંગ્રહ “મલબારીનાં કાવ્ય-રત્નો' નામે પ્રકાશિત થયો છે. સ્નેહસંબંધી' માં “એક ઘાયલ હૃદયની સ્ત્રીનો વિલાપ અને અંત માં સ્વજન પ્રિયજનના મૃત્યુને કારણે આઘાત પામેલી સ્ત્રીનો હૃદયદ્રાવક વિલાપ રજૂ થયો છે. કવિ કહે છે પ્રિયજનના આનંદ અને મોજ કાળ સહી શકતો નથી. તો બીજાં એક કાવ્યમાં “પત્નીના મરણથી એક યુવાન પતિનો વિલાપ' વર્ણવાયો છે. જેમાં પત્નીના અવસાને જગત જીવન નિઃસાર થયા અનુભવતા પતિની વેદનાને કવિએ વાચા આપી છે. “પતિના મરણથી એક યુવાન પત્નીનો વિલાપ' કાવ્યમાં ફરી એકવાર સ્વજનના મૃત્યુએ બેબાકળી બનેલી નારીની વ્યથાને કવિએ વાચા આપી છે. ગરમ અંગારા જેવાં આંસુ નેવાની જેમ વહી જતા હોવાનું કવિએ કપ્યું છે. જમરાજાએ પોતાના પ્રાણસમા પતિને હરીને, પોતાના જ પ્રાણને હરી લીધાનો એ અનુભવ કરે છે. સુંદરમે જેને એક સુંદર અવિરતકાવ્ય' તરીકે ઓળખાવ્યું છે એ " વિલ્સનવિરહ' ઈ.સ. 1878 માં કવિના મિત્રના મૃત્યુ નિમિત્તે લખાયેલું આઘાતજનક કરુણ કાવ્ય છે. વિલ્સનના જીવન તથા તેના મરણનું વર્ણન સાધારણ છે. પણ વિલ્સનના જીવનનો એક કરુણ પ્રસંગ આ કાવ્યનું ઉત્તમ અંગ બની જાય છે, ને તે વિલ્સનની પત્નીના મૃત્યુનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 82 પ્રસંગ. જેને સુંદરમે આ ગાળાની ઊંચા સ્થાનની કૃતિમાં બેસી શકે એવો કાવ્યમય', ગણાવ્યો છે. કવિ મલબારી પોતાના આ કાવ્યને “તીવ્ર કલ્પનાસહિત, મધુર કરુણરસ પાતું' ગણાવે છે. વિલ્સનનાં પત્ની માર્ગરેટ વહેલાં અવસાન પામે છે. બંનેનું અતૂટ સુખ યમ ન સાંખી શક્યાનું કવિ કહે છે. પત્નીનો આત્મા ઉદ્વિગ્ન પતિને જાણે દિલાસો આપતો હોય એવી કલ્પના કવિએ કરી છે. પત્ની વિયોગે ઝૂરતું હૈયું પોકારી ઊઠે છે. “ચકોર હું ચંદા વિન જીવું કેમ જો” રર “હૃદયરુદન માં પતિનો વિલાપ બતાવાયો છે. વિલ્સનવિરહ' નું કાવ્ય વિલ્સનના મૃત્યુનું હોવા છતાં, વધુ ભાગ તો એમનાં પત્નીના અવસાન અંગે તેમને થયેલા પરિતાપના વર્ણનમાં રોકાયો છે. સ્કોટલેન્ડ ગયા પછી વરસમાં પાછા ફરે છે ને પોતાની પ્રાણપ્રિય પ્રિયા જ્યાં શાશ્વત નિદ્રામાં પોઢી છે, ત્યાં પોતાનું બાકી રહેલું આયુષ્ય વીતાવે છે. (પાંચ દીવાળી) વિલ્સન મૃત્યુ પામ્યા પછીના એમના દેખાવનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છે. “કંચનકાયા ઝેહ, શરીર સરવરસમ કીધું આ ફિÉ પીળું એક, વક્ર બીજું કરી દીધું 23 યમરાજને કવિ દારુણ કહે છે. મૃત્યુ પર કરુણ આક્રોશ ઠાલવતાં તેઓ કહે છે. “વીર તો સીધાર્યા સ્વર્ગમાં ( તું લંડળથી શું થાય ?" 24 કવિ મલબારી મિત્ર વિલ્સનના મૃત્યુથી અત્યંત ખિન્ન થયા. જાણે હૃદય પછડાઈને મૂછ પામ્યું. પથારી આંસુધારે ભીંજાઈ. મિત્રવિરહે કવિહૃદય કરમાયું. - લોર્ડ મેયોની કતલ કાવ્યમાં ‘હાકમ ઊડ્યો રે આપણો' થી શરૂ કરી લોર્ડ મેયોની ગુણપ્રશસ્તિ ગાઈ છે. મેયોનું મૃત્યુ કુદરતી ન હોવાથી દેશના એ કલંકનું દુઃખ કવિને વિશેષ હતું. કવિ ભવાનીશંકર નરસિંહરાવને સુંદરમ્, નર્મદના અનુયાયીઓમાં ઠીકઠીક તેજસ્વી લેખક તરીકે ઓળખાવે છે. કવિ ભવાનીશંકરે 1876 માં 9 મી એપ્રિલે “ફાર્બસવિરહ' ની ઢબે “કૃષ્ણવિરહ' નામનું કરસનદાસ મૂળજીના અવસાન નિમિત્તે કાવ્ય લખ્યું. (1832 માં ૧૫મી જુલાઈએ જન્મેલા સુધારાના આગેવાન અને “સત્યપ્રકાશ ના અધિપતિ કરસનદાસ મૂળજીનું અવસાન 1871-28 મી ઓગસ્ટને દિવસે સવારે નવ વાગ્યે થયું. શરૂના દોહરામાં દીલગીરી નહીં ધરવા અને ધીરજ રાખવા સજ્જનોને તેમણે ઉપદેશ આપ્યો છે. “વૃત્તિમ્ય ભાવાભાસ' નો ઉપયોગ કરી તેઓએ કરસનદાસના મૃત્યુ સંદર્ભે પશુપંખી પણ સ્તબ્ધ થયાનો ઉલ્લેખ કર્યો. - પશુપંખીએ ઝૂરવા માંડ્યું છાંડયું ચરતાં ઘાસ ચકલાએ ચારો તો મુખ ચરતા, દીલગીરીથી ઉદાર” ર૫ (1). કરસનદાસના મૃત્યુથી શહેરમાં તિમિર છવાયાની વાત કરતા આ કવિ પોતેય આઘાતમાં આર્ત પોકાર કરે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 83 “વિદ્યાર્થભ તૂટીને પડીઓ હીરો હાથમાંથી રે છળીઓ” (પ) “શોક નિરંતર, અંતર ભીતર મિત્ર વિના નથી આંખ ઠરતી” " (6) કવિને તો એમના અવસાનને લીધે ભોગાવાનાં નીર પણ ધીમાં થઈ ગયેલાં લાગે છે. કોયલના શોર કઠોર લાગે છે. બધા મહિનાના વર્ણન સાથે તેઓ શોકભાવને સાંકળે છે. ગારુડીના ખેલ જેવા સ્વપ્ન-વત જગત માટે કવિ “દુઃખદાયક વેલનું વિશેષણ વાપરે છે. દલપતરામના અંગત શિષ્ય કાશીશંકર દવેએ “નર્મદવિરહ' (1896) તથા “દલપતવિરહ વિલાપ' રચ્યાં. (1898) - કવિ કહે છે 1896 ફેબ્રુઆરીની પચીસમી તારીખે આર્યભૂમિના મહાનવીર કવિરાજ નર્મદાશંકરે આ માયાવી દુનિયા છોડી પરલોકે ગમન કર્યું. આ કાવ્યનું સર્જન “કવિચરિત' તથા ‘નર્મદવિરહ' એવા બે ભાગમાં કર્યું છે. “કવિચરિત' (ગદ્ય) પાનું-૨૧ માં કવિ નોંધે રે અમુલ્યરત્ન, જેને આ આર્યભૂમિનો બીજો કોહિનૂર કહીએ છીએ તેને આર્યભૂમિના ઉછંગમાંથી રે દુષ્ટ કાળયવન ઝડપી ગયો છે. મર્ણસમયે કવિ નર્મદની ઉંમર ત્રેપન વર્ષ પાંચ માસ ને બાર દિવસની હતી. નર્મદના અવસાને સમગ્ર દુનિયા કવિને દુઃખરૂપ ભાસી, પશુપંખી, પ્રકૃતિ સૌ નર્મદના અવસાને દુઃખી થયાનું કવિ કહે છે. “કવિતાના સવિતાનો અસ્ત થયો છે' એવું લખતાં કવિનો હાથ ધ્રૂજે છે. મરવાની અનિવાર્યતા તથા એમાંથી નાસી છૂટાય એવી કોઈ જગ્યા ન હોવાની વાસ્તવિક્તા તરફ પણ ધ્યાન દોરે છે. નર્મદ જતાં જાણે સુરત કહે છે, મારે શણગાર નાશી ગયો | મુંબઈ કહે છે મારો શોક ભરપુર છે.” (પૃ. 57). આ જ કવિ એટલે કે ભવાનીશંકર નરસિંહરાવ દલપતરામના મૃત્યુનિમિત્તે દલપતિવિરહવિલાપ' નામનું અવસાનકાવ્ય રચ્યું છે. “અણધાર્યો, અણચિંતવ્યો, આપોઆપ હૃદય વધીને “દલપતવિરહવિલાપ” વાધ્યો હોવાનું કવિએ નોંધ્યું છે. ગુજરાતનો એ ગુરુ જતાં ગુજરાતનું શું નથી ગયું ?" વિદ્યાનો સાગર ને જ્ઞાનનો ભંડાર ગયો અનુભવનો અંબાર, જગ છોડી” 28 (પૃ. 3) દલપતરામ જતાં પાંજરાને તોડી કવિતાનો પ્રાણ ચાલી ગયાનું કવિ કહે છે. ગુજરાતની કાવ્યપ્રતિભા જગતમાંથી લુપ્ત થઈ હોવાનું કવિ અનુભવે છે. જગના તન અને મન કવિના અવસાને તપ્ત થયાનું કવિ લખે છે. બંધન આ વિશ્વના, તે બધાંને વિદારીને કાવ્યપુષ્પવાટિકાનો, શાણો તો શ્રીમાળી ગયો” 29 (પૃ. 8) કવિ કહે છે “દલપતરામ જતાં વિશ્વને વિયોગ ને સ્વર્ગને સંયોગ થશે.” સ્વજનો અને મિત્રોને શોક સહરાના રણથી સહસ્રગણો સખત બની તનમનને સંતાપે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 84 દલપત જતાં “અરે રસ આઠ આજે તો કરુણનું રૂપ પામ્યા છે.” 30 (પૃ. 12) આમ આ કાવ્યમાં કવિ દલપતરામનું ગુણદર્શન તથા એમના અવસાન નિમિત્તે એમને થયેલા આઘાતનું તથા દુઃખનું વર્ણન કરે છે. ડાકોરના ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામે પણ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈના સ્વર્ગવાસ વિષે “દલપતવિરહ' નામનું શોકકાવ્ય સં. 1954 સને 1898 માં રચ્યું. કવિ કહે છે દલપતરામના અવસાનનો મોટો કારી ધા દેશને લાગ્યો હતો. જો કે આત્માની અમરતામાં કવિ વિશ્વાસ ધરાવે છે. તેથી તો કહે છે. અચળ અમર કીર્તિ, એમની તો રહી નથી સંશય એમાં ફક્ત કાયા ગઈ છે.” 3" (પૃ. 6) દલપતરામ જતાં જાણે ભાણ અસ્ત થયાની લાગણી આ કવિ અનુભવે છે. કવેશ્વર' જવાથી તેઓના મનમાં શોકનો થોક વળ્યો છે.... આંખમાંથી દડદડ આંસુ સરે છે. સદ્દગત કવિની બેઠકનાં સ્થાનો તેમના ગયા પછી ખાવા ધાતાં હોવાનું કવિ અનુભવે છે. કરુણ વિલાપ કરતાં કવિ લખે છે. કમળ સૂરજ ચકોર ચંદ્રને જેમ બપૈયા મેહ તેમ હું તમને, દીલથી ચાહું છું મનમાં રાખી સ્નેહ” 32 (પૃ. 11). સન 1898 ની માર્ચની પચ્ચીસમીએ કવિએ સ્વર્ગવાસ કર્યો. છેલ્લે કવિ દલપતરામના મૃત્યુ પ્રસંગને ઈશ્વરાધીન માની માનવની નિરૂપાયતા વ્યક્ત કરે છે. કચ્છ અંજારમાં વસતા લુહાણાના બારોટ અયાચિ કવિ લાધારામ વિશ્રામ રઘુવંશીએ ૧૮૭ર માં હંસવિરહ' હંસરાજ કરમસી જે. પી. ના સ્વર્ગવાસનું “ફાર્બસવિરહ' ની ઢબનું કાવ્ય લખ્યું છે. કવિ સદગતની વિગત નોંધે છે. શેઠ હંસરાજ કરમસીએ વિક્રમ સંવત ૧૯ર૭ ના અષાઢ વદ બુધની રાત્રિએ બાર ઉપર એક વાગતાં આ દુનિયા છોડીને સ્વર્ગવાસ કર્યો. તેમનો જન્મ વિક્રમ સંવત 1899 ના માગશર વદ બુધનો. શરૂમાં કવિ શેઠ હંસરાજના જન્મ અને વિવિધ વિદ્યાભ્યાસ તથા કાર્યનિપુણતાનો નિર્દેશ કરે છે. તેઓએ ભાષા, વૈદક તથા વ્યાકરણશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો. “માતુદેહાંત સમે મુખ બોલીયા પાળવા તે પરમાણ આઠમાસના અંતરાયે ગયા મા પાસે મતિના ખાણ” (પૃ. 6) આ કવિએ પણ એમની કવિતામાં વૃત્તિમય ભાવાભાસનો વિનિયોગ કર્યો છે. “જે ઝાડ છાંયે ગયા હશે રોશે તે તરૂના ઝુંડ” 34 (પૃ. 7) કવિ કહે છે શેઠ અઠાવીસ વર્ષ જ જીવ્યા, પણ થોડી ઉંમરમાં જશકાર્યો તેઓએ બહુ કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 85 માનસરોવર હંસ હતો તે પોચ્યો શ્રી પ્રભુની પાસ” 35 (પૃ. 8) કવિ વારંવાર શેઠના મૃત્યુ અંગે વિધાતાનો દોષ કાઢે છે. હંસરાજને કવિ “સ્નેહતણો સિંધુ' કહે છે. “પ્યારા તારી પ્રીત, વિસરે નહીં વિસારતાં * (પૃ. 32) કવિને શિયાળાનો નાનો દિવસ પણ હંસવિરહ લાંબો લાગે છે. સુત રડી કહે વાત તે ક્યાંય રે ગયા આવો ગોતી રે 3 (હંસવિરહ) વચ્ચે મરસિયા જેવી રચના પણ કવિ લઈ આવે છે. સૂના તમ વિના બંગલા બાગ રે જ તે આગની જેવા રે કીધાં ઓચીંતા એ પરિઆણ રે ન જાણતા કો એવું રે(પૃ. 11) કરુણ અનુભવને સીધી પણ સોંસરવી વાણીમાં કવિ વાચા આપે છે. અવલી વિધાતાએ અવડું દીધું પ્રીતમાં પાડ્યું ભંગ વિષે ભગ હંશ અમારો ઉડી ગયો, હવે કેનો કરિયે સંગ જાજું કહીને કેને દેખાડું જોનારો ગયો પરદેશ પરભૂમિનો પ્યાર કરી જેને અવડાં કીધાં વેશ 39 (પૃ. 71) મૃત્યુ પછીના દેશને પરદેશ તથા “પરભૂમિ કવિએ કહ્યાં છે. નર્મદરીતિના નાના મોટા લેખકોમાં મધુવછરામ બળવછરામના “સુવાસિકા' (1888) કાવ્યને સુંદરમે ઘણી રીતે મહત્ત્વનું ગણાવ્યું છે. કવિએ આ કાવ્યમાં “પ્રેમ અને મૃત્યુ' ના તત્ત્વજ્ઞાનને એક સાથે મૂક્યું છે. પ્રેમ અને વેદના, પ્રેમ અને મૃત્યુનો સંબંધ અહીં નિરૂપાયો છે. પતિવ્રતા નારીને હરી જતા યમને કવિ “દુષ્ટ' કહે છે. નાયક, પત્નીની યાદ આપતી પુત્રીની છબી નિહાળી રહે છે. બીજીવાર લગ્ન કરે છે. દીકરીને બાજુમાં રહેતી એક વિધવાના કુસુમ નામના પુત્ર સાથે પ્રીત બંધાય છે. સુવાસિકાના લગ્નની વાત સાંભળી કુસુમ વ્યથા પામે છે. ગામ છોડતાં પહેલાં ગામને પાદર આવી મુકામ કરે છે. સખીની દરમ્યાનગીરીથી બન્ને મળે છે. સુવાસિકા કુસુમ શબ્દ ઉચ્ચારતા ગળગળી થઈ જાય છે. ક્ષમા માગે છે આંખમાંથી અશ્રુધાર વહે છે. સુવાસિકા ઘેર પહોંચે છે. સંતાપ વધતો અનુભવે છે. પતિ અનેક ઉપચારો કરે છે. પણ એ તો વધુને વધુ ક્ષીણ થતી જાય છે. સુવાસિકા મૃત્યુ પામે છે. ને સ્નેહીજન કલ્પાંત કરે છે. કુસુમ પોતાની હૃદયવ્યથા કોઈને કહેતો નથી. રાત્રે ગુરુશિષ્ય સૂઈ જાય છે. પ્રભાતે શિષ્ય ગુરુને નહિ જોતાં પુષ્પનો પુંજ નિહાળે છે. ચકિત બને છે. નમન કરી હેતપૂર્વક પુષ્પને મસ્તકે અડાડે છે. શોક વ્યથિત ચિત્તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 86 ત્યાંથી જવા લાગે છે. છોટાલાલ સેવકરામે લાડકી બહેન લીલાવતીના મૃત્યુ નિમિત્તે “સૌ લાડકી બહેન (લીલાવતી) વિરહ' (1902) નામનું શોક-કાવ્ય લખ્યું છે. એ શોકોદ્ગાર નિમિત્તે સુંદર મૃત્યુ ચિંતન પણ અહીં રજૂ થયું છે. “લીલાવતીવિરહ' કાવ્ય લલિતછંદમાં રચાયું છે. દેવોની અમરતા અને માનવની મર્યતા વિશે કવિ ફરિયાદ કરે છે. અત્યારસુધી મનને જે જે રીઝવતું હતું એ જ આજ વ્યથા જન્માવે છે. “અનુરાગ ઊઠી ગયો રસ તો રીસાઈ ગયો વ્યાપિ રહ્યો રોમરોમ વિશેષ વિષાદ છે.” (“લીલાવતીવિરહ' 10) માતાપિતાની હયાતીમાં નાની ઉંમરનાં સંતાન અવસાન પામે, એ કષ્ટ અસહ્ય છે. વાછરડું મરી જતાં આંસુ સારતી ગાય પીડાનો પોકાર કરે, મૃગલાંનાં ટોળાંમાંથી એક મૃત્યુ પામતાં બને તેમ સ્વજનના મૃત્યુએ સગાંઓ વ્યથિત બને છે. જો ભેખ ધરવાથી શોકનું સમાધાન થતું હોય તો, વેરાન વનમાં વાસ કરવા પણ કવિ તૈયાર છે. કવિ કહે છે સૌ આપવીતી જાણે છે. અન્યની નહિ. મૃત્યુ માનવીને માથે જન્મથીજ સંકળાયેલું છે, માટે ક્લેશ ટાળવો, એવો બોધ આપવો સહેલો છે, પાળવો કઠણ. સં. 1957, પોષ સુદ બારસ બુધવાર કાળે નાખી જાળ, જીવ લીધો બહેન લાડકીનો” 45 (પાનું 37). કવિ કરુણ આક્રોશ તથા વેદના વ્યક્ત કરતાં કહે છે લોકો અને શાસ્ત્રો પરલોક પરધામની વાતો કરે છે. પણ એનું પૂરું ઠામ ઠેકાણું કોઈ આપતા નથી. લાગણીની સ્વાભાવિક્તા અને સચ્ચાઈને કારણે વાણી નીતર્યા નીર જેવી ક્યારેક વહી આવે છે. “અખૂટ નીર આ ખૂટ્સ નાખૂટે ઝરણ શોકનાં જૂજવાં ફૂટે 42 (પાનું 87) કવિના હૃદયમાં કષ્ટ અને પરિતાપનો જળનિધિ ભર્યો છે. જન્મ જીવન અને મરણની આખી રમત ઈશ્વરે પોતાના હાથમાં રાખ્યાનું કવિ કબૂલે છે. ભગિની-પ્રેમના કાવ્ય તરીકે ગુજરાતી કવિતામાં પ્રથમ કાવ્ય તરીકે ગણાવતાં સુંદરમ્ આ કાવ્યને ‘વિરહકાવ્ય' તરીકે પણ એટલીજ અગત્ય આપે છે. તેઓ લખે છે તેમાં આવેલું જીવન અને મૃત્યુના રહસ્યનું ચિંતન તેને elegy ની કોટિમાં પણ બેસાડે તેવું છે' (આ. કે. સુંદરમ્ 107) “કાવ્યનો સૌથી ઉત્તમ ભાગ બહેનના સંભારણાનો છે” ભાવની સચ્ચાઈ આપોઆપ કળામય ઉદ્ગારો લઈ આવે છે. બેનના કેટલાંક સુંદર શબ્દચિત્રો પણ આમાં છે. - નર્મદ પછીના ને પંડિતયુગના પહેલાનાં કેટલાંક કવિઓએ પણ નર્મદ તેમજ દલપતરીતિના શોકકાવ્યો આપ્યાં છે. શુક્લ નથુરામ સુંદરજીએ પોરબંદરના રાણા ભાવસિંહજીના મૃત્યુનો શોક ગાતું “ભાવવિરહબાવની' નામનું કાવ્ય 1902 માં લખ્યું. જે 1908 માં છપાયું. મહારાણાનું અવસાન થતાં પ્રકાશ વિના દિશાઓ પણ ઝાંખી પડી ગયાનો નિર્દેશ કવિ કરે છે. રાણા ભાવસિંહ જતાં પ્રસિદ્ધ પોરબંદરનું રૂપ ઝંખવાઈ ગયાનું કવિ કહે છે. કવિ વિયોગને વ્યાધિથી પણ વધુ તીક્ષ્ણ ગણાવે છે. કવિ કહે છે “ભાવસિંહજી જતાં મનોરથનાં મંડપ તૂટી પડ્યા'. લહેરની લતાઓ સાથે સૂકાયાં સુખોના વૃક્ષ. આનંદનો બાગ ઉજ્જડ થઈ ગયાનું ને મનોહર માર્ગ શૂન્ય બની ગયાનું કવિ કહે છે. “આનંદના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 87 અવસર’ સમા ભાવસિંહજી જતાં કવિને એટલો તો આઘાત લાગે છે કે અશ્રુનાં પૂર એવાં તો રેલાય છે, કે સાતે વારિધિ જાણે નેણમાં વસ્યાં ન હોય ! આ કાવ્યમાં ક્યારેક એની એ પંક્તિઓ સહેજ શબ્દફેર સાથે આવતાં પુનરાવર્તન દોષ થાય છે. શિયાળાનો સમય છતાં વ્યાધિરૂપ વાદળ ધસી આવ્યાં છે. નક્કી અમારાં નયનમાં . - વર્ષાઋતુ આવી વસી” 43 (પૃ. 16) પેલો શોક શિયાળામાંય ગ્રીખનો અનુભવ કરાવે છે. નથુરામના શિષ્ય બારોટ કેશવલાલ શ્યામજીએ “ભાવવિરહષોડશી' લખી. જેમાં રાણાના રૂપને રવિ સાથે ને પોરબંદરની પ્રજાને પદ્મ સાથે સરખાવી છે. આધાર અલગ થતાં દુઃખદરિયે જાણે તેઓ ડૂબી મરે છે. પીડાનો પાર નથી. શોકને કાવ્યમાં શી રીતે વર્ણવવો એની મૂંઝવણ છે. શેઠ વલ્લભદાસ પોપટે સંવત 1936 સન 1880 માં મહુવાના પ્રખ્યાત મહેતાજી માહેશ્વર ઇચ્છારામના સ્વર્ગવાસથી થયેલ આઘાતના સંદર્ભમાં “માહેશ્વરવિરહ' કાવ્ય લખ્યું. મહુવાના લોકપ્રિય મહેતાજી માહેશ્વર ઇચ્છારામનો સ્વર્ગવાસ તા. 4 થી ફેબ્રુઆરી 1879 એકાદશીને મંગળવારે થયો. આ માયાળુ મહેતાજીના નાની વયે અચાનક થયેલા મરણથી કવિના અંતઃકરણમાં અતિશય અસર થતાં આ કરુણ-રસમય લઘુગ્રંથ રચાયો. માહેશ્વર ઇચ્છારામનો સ્વર્ગવાસ થતાં કવિ કહે છે, “આનંદ આદીત્ય આજ આથમ્યો જણાય છે' માહેશ્વરના મૃત્યુ નિમિત્તે થયેલો શોક ક્યારેક મરસિયાની જેમ સાવ સીધી સાદી વાણીમાં વહે છે. “મરણ આપનું સઘ સાંભળી હૃદય રાત દી જાય છે બળી શરીરમાં બધે લાગી લાય રે ગુણિ ગુરૂ ગયા હાય હાય રે જ (પૃ. 12) સદ્ગતની સાથે કવિનો સ્વપ્નમાં સંવાદ ચાલે છે. બરકે તોય તે ના ઊભા રહ્યા પકડવા ઉઠ્યો તુર્ત ત્યાહરે' (પૃ. 16). કવિના મૃદુ હૈયામાં માહેશ્વરના મૃત્યુથી ઊંડો ઘા પડ્યો છે. જેવી રીતે પાગલ માણસ સુધબુધ વિસરીને વિકળ થઈ ફરે તેમ કવિ પણ બહાવરા બહાવરા ફરે છે. ‘છણ છણ છણ બાળે છાપ છાતી છપાણી 1 ગુરૂ ગુરૂ ગુરૂ બોલું નેત્રમાં પૂર્ણ પાણી' (18) સંસારને ક્ષણભંગુર અને સુખદુઃખ પ્રધાન ગણવા છતાં મનમાંથી માહેશ્વરના મૃત્યુનો વિચાર જતો નથી. ક્યારેક આત્મલક્ષિતાનો અતિરેક ભાવોને કાવ્યત્વની કોટિએ પહોંચાડી શકતો નથી. અધિક ઉપાય કરવાં છતાં કવિનું આંતરદુઃખ જતું નથી. આમ તો સૌ કોઈ જાણે છે કે વ્યક્તિના મૃત્યુ પછી કોઈ એને મળી ન શકે કે ન એ કોઈને, છતાં એક ઝંખના રૂપે કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 88 “મળવા માટે આવો મલપતા ઓલવો અંતરદાઝ 7 (પૃ. 33) અશ્રુધાર થંભતી નથી. કવિ કહે છે. આંખો અમારી ઓડે ગઈ રે ત્યાંય આંસૂની ધાર' 8 (પૃ. 34) ભાવવાહિતા હૃદયસ્પર્શી છે. માહેશ્વરે જાણે મૃત્યુ સામેથી માગી લીધું હોય એમ લાગે છે. કવિને આખું ગામ સ્મશાન જેવું લાગે છે. માહેશ્વરનો સ્નેહ વિસરી શકાતો નથી. ક્યાંક ક્યાંક થોડા ભાવ સભર ચમકાર જોવા મળે છે. ઓથ અમારી આજ ગઈ રે લીલા - વિરહ વશંભો થાય મન અમારે માળવો તુટ્યો કીધો કાળો કેર 9 (પૃ. 41) કવિના ચિત્તમાં ઝડ ઝડ જ્વાળા ઊઠે છે. ભારે ભયંકર ભેખ ધરીને રૂએ નિત્ય નિશાળ” કવિ કહે છે, “પ્રીત પ્રમાણે પીડા ને સ્નેહ પ્રમાણે શોક થવાનો છે (પૃ. 41) ને “આખર સઘળું ફોક' કહી જગત, જીવનની નિસારતાનો નિર્દેશ કરી માહેશ્વરની યાદ સાથે બહુ બળતી છાતીની વ્યથાની અભિવ્યક્તિ સાથે કાવ્ય પૂરું કરે છે. શેઠ વલ્લભદાસ પોપટને કવિ સુંદરમ્ એ ગાળાના એક સ્વતંત્ર વિચારના ઉત્સાહી અને જોશીલા કવિ તરીકે ઓળખાવે છે. કવિ આનંદજી લવજી લાખાણીએ ઝંડુ ભટ્ટજીને શ્રદ્ધાંજલિ આપતાં “ઝંડવિરહ કાવ્યની રચના કરી છે. જેનું અર્પણ પણ તેઓએ સદ્ગત ઝંડુ ભટ્ટજીને જ કર્યું છે. દેશી ઔષધિઓથી અવનવી સુખપ્રદ શોધો શોધીને પ્રાચીન આર્યધર્મ શાસ્ત્રરૂપી ઉદધિમાંથી અમૃતતુલ્ય ઔષધોપચાર ઉપજાવી દેશના મોટા ભાગની પ્રજા ઉપર અગણિત ઉપકાર કરવામાં જિંદગીનો સઘળો ભાગ વ્યતીત કરી સડસઠ વર્ષની વયે અવસાન પામે છે. એ વિયોગદુઃખે કવિ લાખાણીનું પ્રેમભક્તિવશ હૃદય ચીરાય છે. કવિ કહે છે “સુની સદ્ય ચૅ છે દશે તો દિશાઓ રવિ શોક અભ્ર અરેરે છવાયો’ 55 (‘ઝંડવિરહ' પાનું-૪). ઝંડુ ભટ્ટજી સ્વર્ગે જતાં સરિતા વધુ શોક-મગ્ન બની. ઝંડુ જતાં વૈદકવિદ્યાનું ખરું નૂર અને શૂર ગયાનું કવિ કહે છે. ઝંડુ ભટ્ટજી જતાં નિરાશ્રિતોનો આશ્રય, ધર્મનું પાત્ર, દીનદુઃખીયાઓની દયા, દેશી વૈદવિદ્યાનું વીરત્વ, વિવેકવશ ટેકભરી વૃત્તિ, ઉત્સાહી ઉમંગીઓનાં દલડાં - આ બધું જાણે કે ચાલ્યું ગયું છે. ઝંડુ ભટ્ટને કવિ કાઠિયાવાડનું કલ્પવૃક્ષ, ઝાલાવાડનો અનુપમ જવાહર, ગુર્જર પ્રાંતનો જ્ઞાની, ભારત વર્ષનો ભડ વીર, ભેરૂ, વૈદવિદ્યાનો સુકાની' ગણાવે છે. વીસ દિવસમાં પાછો આવું છું” કહી નડિયાદ ગયેલા ઝંડુ ભટ્ટજી પરભાર્યા સ્વર્ગે પરવર્યા - પછી શોકની અવધિ બતાવતાં કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 89 તનડું તપાયું તાપમાં દિલડું દુઃખમાં દિલગીર કરૂણા વરસાવી વિશ્વમાં આમ કરવું નો'તું કરુણેશ” પ૨ (‘ઝંડવિરહ' 19) પારસી કવિ મનસુખ મંચરજી કાવસજી શા-પુરજીએ “ગંજનાહ' નામની કૃતિ રચી છે. એમાં મૂકેલો સોહરાબ અને રૂસ્તમના શાહનામામાંનો પ્રસંગ, સુંદરમ્ કાવ્ય-ગુણવાળો ગણાવે છે. રસ અને આવેગ છૂપા રહેતાં નથી. ? (અ. ક. સુ. પાનું 134) (“ગંજનાહ' પૃષ્ઠ-૨૫) ના કરણને કવિ સુંદરમે પોતાના પુસ્તકમાં નોંધ્યો છે. હાયેરે.... એ બેટા, હાયેરે સોહરાબ હાયેરે.... એ માએના ખુદ મનની મુરાદ હાયેરે.... દીકરા દેલાવર દલેર હાયેરે.... લડાઈના મેદાનના શેર, એ સોરાબ સગુણી અને દીકરા સભાગ એ કેરઆણીની તોખમની રોશન ચેરાગ એ માએની હઈ આતી ને ખુશીના દમ તું વગર કોણ પાસે મુજ દુઃખની ગમ એ “સમનગાન' ના સુબા એ સુરાસુગન તું વગર થઈ મારી સુરારું જંદગી જબુન 54 સુંદરમે બીજા અગત્યના કવિ જાંબુલી રૂશતમના “શાધારણકવિતા' માના એક સુંદર કાવ્યની કરુણ પંક્તિઓ (પુત્રમૃત્યુ અંગેની) “અર્વાચીન કવિતા' માં નોંધી છે જે કવિના દર્દને બહુ કળામય રીતે રજૂ કરે છે. ‘રે હશતો ને રમતો તું આએ તે શું ? રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું ? એક દિવસમાં શું જોઈ દુનિયાની મજાહ શું જોઈ તે નીતિને શું જોઈ લજા ? રે પોતાની ઉમેદના ફૂલવંત જહાડ એકાએક શું આવી રે જેમની ધાડ' 25 ‘સુધારકયુગની ગુજરાતી ભાષા હજુ વિકાસની દિશામાં પ્રથમ પગલું હતી. તેથી ભાષાકીય અણીશુદ્ધતાનો આગ્રહ આ યુગના સર્જકો પાસે રાખવો એ વધારે પડતું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 90 સુધારકયુગ - અને મૃત્યચિંતન મૃત્યુ એક વાસ્તવિકતા તથા મૃત્યુની ભયાનક્તા કવિ દલપતરામ “મોતવિશે કાવ્યમાં મોતની નિશ્ચિતતા બતાવતાં કહે છે મંદિર, માળિયા, ગોખ, મેડી, બાગ બગીચા, પેઢી, તજી સ્મશાને સુકા કાષ્ટ્રમાં સૌએ એક દિવસ વાસ કરવાનો છે. ને એ મોત કોઈ જાતના કાગળ કે સંદેશા વિના એકદમ આવશે. ખેદ કરીએ કે ન કરીએ મોત કોઈનેય મેલતું નથી એ વાત કવિ ભારપૂર્વક વ્યક્ત કરે છે. ખાતા ભોજન ભાવતાં રાતા માતા રૂપ જાતા જોયા જમપુર, ભાતા વિણ બહુ ભૂપ” પs (‘મોત વિશે પાનું 86, દ. કા. ભા. 1) “સ્વદેશવાત્સલ્યકળા કૌશલ્ય' નામના બીજા પ્રકરણમાં ગરુડપુરાણ અંગ' માં કવિ મૃત્યુની વાસ્તવિક્તાનો નિર્દેશ કરે છે. જન્મે ત્યાંથી જાણવું એક દિવસ મરનાર રહ્યા ન રાજા રંક કો, શોધિ જુઓ સંસાર” પર (દ. કા. ભા. 2 પ્રકરણ 2 પાનું 8) આ જ કાવ્યમાં જમદૂતનું વર્ણન કરતાં કવિ જમદૂતની ભયંકર ભ્રકૂટિ, મુસળ જેવા દાંતનો નિર્દેશ કરી જણાવે છે કે એને જોતાં જ જીવને તરત ત્રાસ ઉપજે છે. નેવું હજાર જોજન દક્ષિણ દિશામાં જમપુરીનો રસ્તો કપ્યો છે. જ્યાં પહોંચતાં ત્રણસોસાઠ દિવસ થાય. “આ દુનિયામાં કોઈ રહેવાનું નથી વિષે' કાવ્યમાં વિક્રમ રાજાભોજ તથા બીજા અનેક વીરોનાં મૃત્યુનો નિર્દેશ છે. કવિ કહે છે સાથે કશું નવટાંક પણ નહિ આવે. મૃત્યુ કોઈનેય છોડતું નથી. એમ કહી કવિ મૃત્યુની સર્વોપરિતાનો ઉલ્લેખ કરે છે. કવિ નર્મદ “નર્મકવિતા' ભાગ-૧ ના વિધવાઘેહ માં મૃત્યુ વિશેનું ચિંતન રજૂ કરતાં કહે છે. નવમાસ ગંદા ઉદરમાં પસાર કર્યા પછી પામર જીવ, જન્મથી મોત લગી જ્ઞાનપ્રકાશ જોઈ શકતો નથી. ને સતત ભવપાશમાં બંધાતો રહે છે, એ વાત પણ કરી છે. મૃત્યુ પાછળની રોકકળને તેઓ નિરર્થક ગણાવે છે, એક સ્થળે નર્મદ મૃત્યુ પામેલી વ્યક્તિનું વેધક નિરુપણ કર્યું છે. “ફાટિ આંખ ને હેડે ફીણ બહુ દાંતો તો બીડલા કુવા પેટમાં, હાડ જણાતા શી આ હારી વેલા” (“નર્મકવિતા' ભાગ-ર પાનું 697) નીતિસંબંધી' કાવ્યમાં કવિ મૃતક માટે કલ્પાંત કરનારને સ્વાર્થી ગણાવે છે. મૃત્યુની અનિવાર્યતાનો નિર્દેશ કરતાં કવિ કહે છે. “સાંજ પડે ને વાહા ફૂલ કો ખીલે બિડાએ રે દરેક ઘટઘટ નાશ જોએ જગ આ ઘટમાળ નાણે રે” પ૯ (નીતિસંબંધી નર્મકવિતા. ભાગ. 2 પાનું. 694) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 91 એનો પછી શોક શો કરવો ? “નવકરશો કોઈ શોક' માં મૃત્યુના વાસ્તવનો નિર્દેશ કરતાં કવિ કહે છે. “જગતનીમ છે, જનનમરણનો. - દઢ હજો હિંમતથી” 0 (પાનું. 97) નર્મકવિતા-૧ કવિ મલબારી, વ્યક્તિનું મરણ થતાં જીવ અને કાયા વચ્ચેના સંવાદની કલ્પના સરળ છતાં કાવ્યમય શૈલીમાં રજૂ કરે છે. વિલ્સનવિરહ' માં વિલ્સનની મૃત્યુ પહેલાંની સ્થિતિનું વર્ણન “ઘડપણની કૂચ' માં કવિ કહે છે. વિલ્સન મોતથી ડરતા ન હતા. વંદરાજ જયારે “મોત નહિ આવે મોડું' એમ કહે છે ત્યારે તેઓ હિંમત હારતા નથી. “મારી યમને લાત ઉડ્યો વિલ્સન સિંહ જેવો” 1 (39) “વિલ્સનવિરહ' “રુદન કરતા મિત્રોને શિખામણ' કાવ્યમાં કવિએ, વિલ્સન એમના મિત્રોને, સ્વજનોને દિલાસો આપતા હોય એવી કલ્પના કરી છે. કવિ મલબારીએ નીતિસંબંધી કાવ્યોમાં પણ મૃત્યચિંતન પ્રગટ કર્યું છે. - “આયખું કરરર ભુસ, બળી ભસ્મ થશે' ની વાત કરતા કવિ “કાલનો ભરોસો નથી માં “કાલ કાળ લઈ આવશે' ના સત્યને પ્રગટ કરે છે. સર્વત્ર ફેલાયેલી યમરાજની આવનું વર્ણન કવિએ “મોત' નામના કાવ્યમાં કર્યું છે. કોઈ પથ્થરના કિલ્લામાં વસે, ને લોઢાનાં દ્વાર વાસી છુપાઈ જાય તો ત્યાંય પેલું સંતાઈ રહેલું મોત સૌને જોયા કરતું હોય છે. મરણથી બીનારને મૃત્યુનું વાસ્તવ દર્શન કરાવતાં એને “મૂરખ' ગણાવે છે. (“મરવાથી શું બિહ?”)” જીવતું મરશે, મૂવું જીવશે. સૃષ્ટિ નિયમનીતિ એકર (110) માં જન્મમરણ-ચક્રની વાત કવિ કરે છે. કાયાના અસ્તિત્વને જ રોગ કહેનાર આ કવિ એના એક માત્ર ઉપાય તરીકે “મરણ ને ગણાવે છે. તે “કાયા એજ કહું રોગ કારમો મરણ જ તેનો ઉપાય” (પૃ. 112 “નીતિસંબંધી કાવ્યો) “સંસારની વિચિત્રતા' વિભાગમાં જીવ અને જમ વચ્ચેનું યુદ્ધ' કાવ્યમાં માથા પર કાળને ધારણ કરીને જ જન્મતા માનવની વાત સનાતન સત્યનું ઉચ્ચારણ કરે છે. કવિ કહે છે. “સૌનો શ્વાસ યમ પાસે છે.” (પૃ. 205) મોત મુખ સામે આવી દુરકતું હોવાની વાત કવિ કહે છે. “જીવ ફેરા ફરે, સ્થિર તે ના ઠરે' માં પુનરપિ જનનં, પુનરપિ મરવું નો સૂર સંભળાય છે. “જમ સાથે જતી વેળા જીવની કાયાને ધમકી' કાવ્યમાં કવિ મલબારી કાયાના મોહમાં ફસાઈ યમરાજાને ભૂલી ગયાનો જીવ એકરાર કરતો બતાવે છે અને કાયા જમને જીવ સોંપવા તૈયાર થાય છે. તેથી કાયાને ઠપકો આપવામાં આવ્યો છે. કાયાને કાળઝાપટથી ચેતવવાનું કહેવામાં આવ્યું છે. જેમ સિંહ ઓથે રહી ઓચિંતો દેખાય તેમ મોત પૂછ્યા વિના પાછળથી ખાવા ધાય છે.” t" | (‘પ્રભુની ભક્તિ પૃ. 215) પ્રભુપ્રાર્થના' માં અંતસમયે યમ સંગાથે ધીરજથી બાથ ભીડવાનું સૂચન કરવામાં આવ્યું છે. જમથી ડર્યા વિના હરિમાં શમી જવાનું પણ કહેવાયું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 92 કવિ ભવાનીશંકર નરસિંહરાવે પણ તેમના “કૃષ્ણવિરહ' કાવ્યમાં મરણની અનિવાર્યતાનો સંદર્ભ ગૂંચ્યો છે. તેઓ કહે છે. “મરણ સર્વને શીર છે. તેનો શોક ન હોય” (“કૃષ્ણવિરહ' પાનું 15) કાશીશંકર મૂળશંકર દવે ‘નર્મદવિરહ' માં માણસનો પીછો કરતા મૃત્યુની અનિવાર્યતા માટે કહે છે. “મરણ નહીં મૂકનાર સાત પાતાળે પૈસો - મરણ નહીં મૂકનાર દેવ ડેરામાં બેસો મરણ નહીં મૂકનાર કાળ છે જીવનો પાજી” " કવિ અહીં કાળને “પાજી' કહે છે. - દલપતરામના અવસાન નિમિત્તે ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામે લખેલા “દલપતવિરહ' નામના શોકકાવ્યમાં પણ મૃત્યુના વર્ચસ્વ વિશે કવિ કહે છે. “જરીક વારમાં મૃત્યુએ ગ્રહ્યો અરર, શીધ્ર ઓ, ક્યાં કવિ ગયો?” (દલપતવિરહ' પાનું 8) તો બીજી બાજુ આજ કવિએ માનવની નિરાધારી અને મૃત્યુનો વિજય ઉલ્લેખ્યો છે. કાવ્યને અંતે દલપતરામના મૃત્યુપ્રસંગને ઈશ્વરાધીન માની માનવની નિરૂપાયતા વ્યક્ત કરી છે. મિ કચ્છ અંજારના લુહાણાના બારોટઅયાચિ કવિ લાધારામ વિશ્રામ રઘુવંશીએ હંસવિરહ માં મૃત્યુની નિશ્ચિતતા “મન વાળવા વિશે' કાવ્યમાં વ્યક્ત કરી છે. “હું તો વારી રે, સુંદર શ્યામ તારા લટકાને' એ રાગમાં મૃત્યુની અનિવાર્યતા કવિએ સારી ગૂંથી છે. “રે ચંચલ થઈ મન ચેત આ જગ જાવાનું” " (પૃ. પર). “શ્રીમંતો એ વાટ સિધાવ્યા લીધી જમે ન લંચ (લાંચ)” (પૃ. 53). “ખાતે ખોજી લીધા ના લક્ષણવંતા લોકો એમ જ હેતુ હંશ, ગયાનો સમજી તજ મન શોક રે” (પૃ. 24). કોઈ પાંચે, પચાશે, શો સાઠે, એંશી કે નેવું એકાણુંએ પણ જાય તો ખરો જ - “જભ્યો જાય'). છોટાલાલ સેવકરામે પોતાની લાડકી બહેન લીલાવતીના મૃત્યુ નિમિત્તે લખેલ “સૌ લાડકી બહેન વિરહ' (1902) નામના શોકકાવ્યમાં બહેનના મૃત્યુસંદર્ભે ગૂઢ પ્રશ્નોની હારમાળા ચિંતનરૂપે વ્યક્ત કરી છે. સ્થૂળના વિનાશની, જીવ તથા એની ગતિની, એનાં સુખદુ:ખની, એક શરીર તજી અન્યમાં એ પ્રવેશ કરે છે? વગેરે પ્રશ્નોની વણઝાર કવિચિત્તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 93 પ્રસરે છે. મૃત્યુચિંતન રજૂ કરતાં કવિ કહે છે. “પિંજરમાં પૂરાયેલું પંખી જેમ ઊડી જાય તેમ કાયા પિંજરથી, જીવ ઊડી જાય છે.” 1 ('લીલાવતી વિરહ' પાનું. 42) “દેહ વિના જીવ કેવો? જીવ વિના દેહ કેવો? નામ અને રૂપતણો ભેગાભેગો નાશ છે ? (‘લીલાવતી વિરહ' પાનું. 45) કોઈ કહે જીવ મરે, કોઈ કહે જી કાયા મરે ખરેખરું કોણ મરે ? કોણ તે બતાવે છે? પંચભૂત ભેગાં મળી પૂતળું બન્યું છે આ તો છૂટાં પડી જાય ત્યારે કહે જીવ જાવે છે” 03 (“લીલાવતી વિરહ' પાનું. પ૭) આજના સંદર્ભમાં ક્યારેક આ લાગણીના ઉભરા જેવું પણ લાગે છે. સદ્ગતનો શોક કરનાર માટે કવિ કહે છે. “અરે જીવ શાને માટે શોકમાં ગરક થાય? જેને માટે શોક ધરે, તે તો નથી જાણતા” * (“લીલાવતી વિરહ' પાનું. 71) જેના માટે ખેદ કરીએ છીએ, વિયોગની વ્યથા ધરીએ છીએ, એને તો એની ખબર નથી. તેઓ તો મોહ મૂકીને ગયા છે. મેળાપની આશા તેઓ પ્રમાણતા નથી. કવિ કહે છે, બધું શક્ય છે. પણ એક વાત અશક્ય, ને તે - “જીવ ગયા પછી કોઈ ના જાગ્યું” શેઠ વલ્લભદાસ પોપટે પણ “માહેશ્વરવિરહ માં સરળ ભાષામાં મૃત્યચિંતન રજૂ કર્યું છે. “ચકિત કેમ છો આપ આ પળે અમર તો નથી કોઈ ભૂતળે મરણ પામિયા રંક રાય રે” જ (‘માહેશ્વર વિરહ' પાનું. 15) સુધારકયુગ મૃત્યુનું સ્વરૂપ મૃત્યુ પામેલી વ્યક્તિનું વર્ણન, સ્મશાન અને ચિતા-વર્ણન નર્મકવિતા' ભા. 2 માં નર્મદે એમના પિતા લાલશંકરના મૃત્યુ વિશે લખતાં પિતાની મૃત્યુ બાદની સ્થિતિ તથા સ્મશાનમાં એમની ચિતા વિશે લખ્યું છે, ભાઈ અંતે આ પિંજર જોઉં લાંબુ પડ્યું આમ રે છો ના દૂતા થયા ગુણગ્રામ જોત જોતામાં રે સંવત વીસ ને સુદ પોશ માસ દસેમ અઢી વાગતે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 94 દીવો ઘેર ગયો ખૂટે તેલ ન પડી રહી વાટ રે....” (નર્મકવિતા ભાગ-૨ પાનું. 657 “લાલશંકરભાએ પડવું') પિતાના મૃત્યુ પછી એમની ચિતા જોયા પછી કવિના ચિત્તમા પડેલા ઘેરા પ્રત્યાઘાતો અહીં વર્ણવેલા છે. (નર્મકવિતા ભા. 2 પાનું 658) ભાઈ ભડ ભડ ચિતા શબ થાય, ખોખું એ રહે નહીં પાસ રે, દેહના તત્ત્વ ભળે તત્ત્વમાંહિ, જુઠી જગની આશ રે રાતે ઝાઝો, ટાઢો, મુંગો શુદ્ધ, પસરયો વાયુ વાય રે એવા એકાંતમાં સંસ્કાર દહન ક્રિયા થાય રે (લાલશંકર-ચિતા) લીલો કાળો માણે દેખાય તે તો હાડ ચામનો, ફૂલ ઉગે ખીલે ચીમળાય | તેવું જ દેહ ફૂલ આ અરે, ચણ ચણ કરતું બળી તે જાય, કહેવાય એ હતું ફૂલ રે રાખ નાંખી દીધી પાણી માંહ્ય, દાટી કકડી ખોપરી ઘટસ્ફોટ કરી કર્યું સ્નાન, લાલશંકર આવી ગયા જ, જગતનીમ એટલો નર્મદ ઘેર વળ્યો મૂકી શ્વાસ, કરે શોક કેટલો ? 7 અગ્નિસંસ્કાર ક્રિયા, સ્મશાનની એકલતા, ભીષણ વાતાવરણ, ચણ ચણ બળતી ચિતા, પાણીમાં નંખાતી રાખ, પછી કરવામાં આવતું સ્નાન વગેરેની વિગતો દશ્યરૂપે જાણે વ્યક્ત થઈ છે. કવિ મલબારીએ “નીતિસંબંધી કાવ્યોમાં મોત કયા કયા સ્વરૂપે એનું પોત પ્રકાશે એની વાત કરી છે. “મોત' તો સાર્વત્રિક છે. જમીનમાં કર વાસ, તાપ પડે ટળવળશે, જળમાં જઈ કર વાસ, મગર થઈ મોત નીકળશે આકાશે કર વાસ, વાયુમાં વાયુ મળશે રણમાં જઈ કર વાસ, ધૂળશું માટીમાં ભળશે” % (‘નીતિસંબંધી કાવ્યો' પાનું. 104) છોટારામ સેવકરામે તેની લાડકી બહેન લીલાવતીના મૃત્યુ સંદર્ભે મૃત્યુના સ્વરૂપની સરસ કલ્પના કરી છે. મૃત્યુને શાસકરૂપે વર્ણવ્યું છે. સ્વજન મૃત્યુથી હલી ઊઠેલા કવિનો ક્યારેક આક્રોશ ચિત્કાર બની ઊઠે છે. . ‘રૂપ રંગ તે નવ લહે કોમળવંત કઠોર મૃત્યુ મન સરખાં અકળ કયાં માનવી ક્યાં ઢોર ? - મૃત્યુ - કાપણી કરતું તે ફરે જંપ નહિ દિનરાત’ 79 કવિ છોટારામ કહે છે “મૃત્યુમાં રવિનું તેજ નથી છતાં એ ત્રણે લોકને તપાવે છે. રૂપ, રંગ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 95 અંગ વિના પણ જગતના જીવને હરાવે છે, કવિની સ્વાનુભૂતિ વિચારે છે કે મૃત્યુ જેવું કોઈ બળવાન નથી. મૃત્યુની સર્વોપરીતા વિશે કવિ કહે છે મૃત્યુ આગળ બધી સૃષ્ટિ રંક બની જાય છે. રિદ્ધિ, સિદ્ધિ, અસ્ત્રશસ્ત્ર, દ્રવ્યભંડાર બધુંજ મૃત્યુ આગળ વામણું બની જાય છે. નવખંડવસુધામાં કોઈ ચાળી ન શકે એવો અંધારપછેડો મૃત્યુએ ઓઢેલો છે. કિલ્લો તોડવા જેમ તોપનો પ્રહાર તેમ કાયાના કિલ્લાની સામે મૃત્યુનો ધસારો છે. શ્વાસનો વિનાશ થતાં, નાટકનો અંત આવે | મૃત્યુનો પ્રવેશ થતાં રંગ ભંગ થાય છે? 80 (“લીલાવતીવિરહ' પાનું-૬૮) સુધારકયુગ અને કાળનું વર્ણન આકાશ તથા કાળ વિશેની ગરબી' માં કાળના રહસ્યને વ્યક્ત કરવાનો કવિએ પ્રયાસ કર્યો છે. બંનેનો સચરાચરમાં વાસ હોવાનું કવિ જણાવે છે. (૧દલપતકાવ્ય” ભાગ૧) કાશીશંકર મૂળશંકર દવેએ “કવિચરિત' (ગદ્ય) પાનું 21 માં નર્મદને અમૂલ્યરત્ન, આર્યભૂમિના ઉછંગમાંથી ઉપાડી લેનાર કાળને “દુષ્ટ યવન' નું વિશેષણ આપ્યું છે. કવિ કહે છે કે “કાળ પોતાનો ભક્ષ્ય લેવાનું ચૂક્યો નહીં. કાળને કવિ કસાઈ સાથે સરખાવે છે. નર્મદને ઉપાડી જનાર કાળને ઠપકો આપતાં કવિ કહે છે. અરે અરે કાળ કર્યું શું કાળું, સમર્થ હું જૈ, ક્યમ નર્મ ખોળું” 81 (‘નર્મદવિરહ'-૩૬) આવેશમાં કાળ “જીવનો પાજી' હોવાનું કહી નાખે છે. કવિ એવી કલ્પના કરે છે કે નર્મદને ચોરીને કાળ નાસતો ફરે છે. કાળને પડકાર ફેંકતા આ કવિ ડરતા નથી. કારણ મરવાનું તો એકવાર છે. “કાળ નર્મદને પાછો નહિ આપે તો એનું સત્યાનાશ જશે' એમ કવિ કહે છે. માતાપિતાની હયાતીમાં સંતાન વિનાશ પામે એ કષ્ટની અસહ્યતાને વ્યક્ત કરતાં કવિ છોટાલાલ સેવકરામે લાડકી બહેન” “લીલાવતીવિરહ' માં કાળનું સરસ વર્ણન કર્યું છે. માર માર કરતો, ફૂલી ફૂલીને ફરતો કાળ કસાઈનું કામ કરે છે. વિના વાંકે વિપતનાં વાદળથી વીંટી વસુધામાં કષ્ટના બીજને એ વૃથા વાવે છે. માનવીના મનોરથ પાર પડે એ પહેલાં જ રંગમાં ભંગ પાડી એને શોકસાગરે ઝબોળે છે. કવિ આવા કાળ માટે આગળ કહે છે. અંધારપછેડો નાંખી ભૂલમાં ભમાવી મારે, છળતાથી છેતરતો ધીંગો તું ધૂતારો છે.” 2 | (‘સૌ લાડકીબહેન (લીલાવતી) વિરહ' પાનું. 17) કાળ શરીરના અને જીવના સંબંધનો સાંધો તોડી જીવને જુદો પાડી દે છે. સ્થૂળનો સંબંધ તોડી હંસ ઊડી જાય છે. પક્ષીઓના માળામાંથી બચ્ચાંને કોઈ ઉપાડી લે ને તે કિકરણ કરી મૂકે, તેમ સ્વજનો દુ:ખ પામે છે, ખાસ કરી માતાપિતા આગળ. કવિ કાળનું ખૂબ કાવ્યમય શૈલીમાં વર્ણન કરે છે. “પુષ્પની કળીમાં જેમ બેઠો બેઠો કીટ એક ફોલી કરકોલી ખાય, કાળ તેવો જાણીએ” 83 (‘સૌ લાડકીબહેન (લીલાવતી) વિરહ' પાનું. 45) P.P.AC. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 96 શુક્લ નથુરામ સુંદરજીએ પણ પોરબંદરના રાણા ભાવસિંહજીના મૃત્યુનો શોક ગાતા ‘ભાવવિરહબાવની' માં કાળને ફૂર લૂંટારા તરીકે વર્ણવ્યો છે. આ કવિ કાળને “માર્જર' કહે છે. “ગયો કાળ માર્જર હરી રાંક જનોનો રોટલો 84 (‘ભાવવિરહબાવની' પાનું 11) તો નથુરામના શિષ્ય બારોટ કેશવલાલ શ્યામજીએ રાણા ભાવસિંહ માટે રચેલી ભાવવિહષોડશીમાં કાળને “કબાડી સાથે સરખાવ્યો છે. “ઝાઝાં સુખનું ઝાડની છેવું કાળ કબાડીએ” (2 (‘ભાવવિરહષોડશી' પાનું 28) કવિ આનંદજી લવજી લાખાણીએ પ્રસિદ્ધ ઔષધશાસ્ત્રી ઝંડુ ભટ્ટના અવસાન નિમિત્તે લખેલા “ઝંડવિરહ' કાવ્યમાં કાળને ઠપકો આપતાં લખ્યું છે. “ફટય ભૂંડા કાળ વિકરાળ કેમ વેરી થયો? આખરે આવીને કામો કર્યો અદેખાઈનો” 84 | (‘ઝંડવિરહ' પાનું 10) કાળની ક્રૂરતાનું વર્ણન કરતાં કવિ કહે છે. “પરમારથનો પંથી વિદાર્યો રોગીનું રત્ન જ રોળ્યું છે સોરઠનો શણગાર સંહાર્યો હાલ્યો હાલારી હીરોજી.” 87 (ઝંડવિરહ' પાનું. ૧રા નઠારા કાળને કવિ લાખાણી ક્યારેક બાળક સાથે પણ સરખાવે છે. ને એવા સાવ નાના બાળને આમ કોઈને મૃત્યુ પમાડવાનો અધિકાર વિશ્વભરે કેમ આપ્યો હશે એ સમજાતું નથી. કાળને ઉદ્દેશીને કવિ કહે છે. “વિક્વંભરને આ વખતે શું સુઝીયું કે આપ્યો તે અર્જકને અધિકાર 88 ' (‘ઝંડવિરહ' પાનું 15) સુધારકયુગ - અને મૃત્યુ મુક્તિદાતા - મંગલ રૂપે નર્મદના અતિપ્રસિદ્ધ શોકસંદેશ” (નર્મકવિતા' ભા. 2) માં કવિએ એમના મૃત્યુસંબંધે શોક ન કરવા કહ્યું છે. કારણ કવિ મૃત્યુને મુક્તિદાતા ગણાવે છે. મૃત્યુ પામતાં જીવનાં દુઃખ દૂર થાય છે. જીવ સુખી બને છે. કવિ કહે છે. મૂઓ હું તમે પણ વળિ મરશો મુક્ત થશો જગતમથી” 89 (‘નર્મકવિતા' 2. પાનું. 97) કવિ મલબારીએ “વિલ્સનવિરહ માં મિત્ર વિલ્સનના મૃત્યુ નિમિત્તે રજૂ કરેલા ચિંતનમાં લખ્યું છે. “સમી સાંજ ચાર વાગ્યે કાળે ત્રણ પેટે જીવતદાન માગ્યું, જન્મ, જીવન અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 97 મરણ આ ત્રણેય એમનાં ધન્ય થયાનું કવિ કહે છે.” “મહાસુખી તુજ મરણ પણ મણાયો' વિલ્સનનું મૃત્યુ એક પરમ મંગલ મહોત્સવ બની રહ્યું. સુધારકયુગ - પ્રેમ અને મૃત્યુ ' દલપતરામે “ફોર્બસવિરહ માં કિન્લોક ફોર્બસ' સાથેના સ્નેહસ્મરણરૂપે, અંતઃકરણના નેહની પ્રતીતિરૂપે પોતાના ઉદ્દગારો વ્યક્ત કર્યા છે. પ્રીત અંતે સ્વજન જતાં વ્યથા અને આઘાત જ આપે છે. એ વાત તેઓએ અહીં વ્યક્ત કરી છે. “મહારોગની રીત પ્રીત વિશે પ્રત્યક્ષ છે. માટે કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુઃખ પ્રાણને 90 | ('ફોર્બસવિરહ' પાનું. 32) “મલબારીનાં કાવ્યરત્નો” માં “સ્નેહસંબંધી માં એક ઘાયલ હૃદયની સ્ત્રીનો વિલાપ અને અંત સ્વજન પ્રિયજનના મૃત્યુને કારણે આઘાત પામેલી સ્ત્રીનો હૃદયદ્રાવક વિલાપ સ્વજન પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. જે પ્રેમ આમ તો અંતે કરણમાં પર્યવસાન પામે છે. એજ રીતે “પત્નીના મરણથી એક યુવાન પતિનો વિલાપ' કાવ્યમાં પણ સદ્ગત પત્નીને જીવાડવાની આજીજી કરતો કાવ્યનાયક પોતાને પણ વિરહત્રાસ સહન ન થતાં બળતી ચેહમાં હોમી દેવા વિનવે છે. “પતિના મરણથી એક યુવાન પત્નીનો વિલાપ'માં સ્વજનના મૃત્યુએ બેબાકળી બનેલી નારીની વ્યથા, “ગરમ અંગારા, આંસુધારા નેવા પેરે જાય.” - પ્રેમની ઉત્કટતાનું કરુણમાં થતું પર્યવસાન છે. વિલ્સનવિરહ' માં કવિ મલબારીએ વિલ્સનના મૃત્યુથી અત્યંત ખિન્ન થઈ આંસુધારે ભીંજાતાં કાવ્ય રચ્યું. જેમાં વિલ્સન અને એની પત્નીના દાંપત્યપ્રેમનું માંગલ્ય પણ વણી લીધું છે. જેમાં પ્રેમ અને મૃત્યુને કવિએ સાંકળ્યા છે. તેથીજ સુંદરમ્ નોંધે છે, “વિલ્સનના જીવન તથા તેના મરણનું વર્ણન સાધારણ છે. પણ વિલ્સનના જીવનનો એક કરુણ પ્રસંગ “નાયકનાં પત્નીનું મૃત્યુ ને કવિ કાવ્યના એક ઉત્તમ અંગ તરીકે ગણાવે છે.” 91 આગળ તેઓ નોંધે છે - “કાવ્યની એકાગ્રતા નાયકના મૃત્યુમાં નહિ પણ પત્નીના મૃત્યુથી નાયકને થતી વેદનામાં સધાય છે.” 2 “મનનું સ્વર્ગવાસી સ્ત્રીમાં ભળવું' કાવ્યમાં મરનાર અંત સુધી પોતાની પ્રિયાને ભૂલ્યા નથી એ બતાવાયું છે. પ્રેમની પરાકાષ્ઠા સદ્દગત પત્નીનો પત્ર આવ્યાનો ભાસ કરાવે છે. - મધુવછરામ બળવછરામે “સુવાસિકા' (1888) કાવ્યમાં “પ્રેમ અને મૃત્યુ' ના તત્ત્વજ્ઞાનને એક સાથે મૂક્યું છે. પ્રેમ અને વેદના” તથા “પ્રેમ અને મૃત્યુ નો સંબંધ અહીં નિરુપાયો છે. જેમાં પ્રેમદર્દની તડપનવાળી બીજે પરણાવાઈ દીધેલી કન્યા “સુવાસિકા'નું મૃત્યુ થાય છે. પરિણામે એના પ્રેમી કુસુમ' ની અકથ્ય હૃદયવ્યથાનો નિર્દેશ થયો છે. છોટાલાલ સેવકરામે એમની બહેન લીલાવતીના મૃત્યુ પ્રસંગે વર્ણવેલી વ્યથા પણ અંતે ભાઈબહેનના પ્રેમનું જ પ્રતીક છે. જેમાં બહેનના વહાલભર્યા વચનો હવે સાંભળવા નહિ મળે. એ વિચારે શોકજ્વાળાનો અનુભવ કવિ કરે છે. કવિને સદૂગત બહેનની છબી અનેકરૂપે દેખાય છે. જો ભેખ ધરવાથી શોકનું સમાધાન થતું હોય તો, વેરાન વનમાં વાસ કરવા પણ કવિ તૈયાર થાય છે. કવિ આંસુના નીરને અવનવું કહે છે. શોકનાં એ નીર P.P.AC. Gunratnasun M.S. Jun Gun Aaradnak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 98 અયોગ્ય છે. કવિના હૃદયમાં કષ્ટ અને પરિતાપનો જળનિધિ ભર્યો હોવાનું તેઓ કહે છે. “કાવ્યનો સૌથી ઉત્તમ ભાગ બહેનનાં સંભારણાંનો છે” એમ સુંદરમે નોંધ્યું છે. સુધારકયુગમાં મુંબઈમાં 1874 માં થયેલા હુલ્લડનાં બે કાવ્યો મળી રહે છે. જેમાં રામશંકર ગૌરીશંકરનું “દરગાહી દંગો માં કવિએ સબોધપરાયણતાના કાવ્યકાળમાં ઘણી હિંમત બતાવ્યાનું સુંદરમે નોધ્યું છે. તેઓ કહે છે, “સરસ ખુમારી જ આ કાવ્યને તે યુગની કવિતામાં અનોખું સ્થાન અપાવે છે. “પ્રેમ અને મૃત્યુ અહીં જુદી રીતે સંકળાયેલાં છે. ફાંસીએ ચડતાં આ પાત્રોને પ્રણયનું અને જીવનનું સાર્થક્ય દેખાય છે. બંને જણ ગર્વથી સંતોષ સાથે મૃત્યુ પામે છે. તે કહે છે - નથી ભોગવ્યો, ને નથી ભોગવવાના જવું જોડ સાથે, કહો શોક શાનો” 93 (અ). પ્રેમી ખાતર ધણીને મારી નાખનાર બાઈ તથા એના પ્રેમીને ફાંસી અપાયાની વાત અહીં છે. પ્રેમ ખાતર બંનેએ મૃત્યુ સ્વીકાર્યાની ખુમારી અહીં છે. જ સુધારકયુગ - “અજંલિકાવ્યો દલપતરામે “અંગ્રેજી રાજ્ય પ્રકરણ માં ગર્વનર જનરલ લૉર્ડ મેયોના તા. 8 ફેબ્રુઆરી ૧૮૭રમાં થયેલા મૃત્યુસંદર્ભે હિમાભાઈ ઇન્સ્ટીટ્યુટમાં ૧૫મી ફેબ્રુઆરીએ ભરાયેલી સભા વખતે કવિતા કરી. જેમાં “લોર્ડ મેયોની ગુણસ્તુતિ કરવામાં આવી છે. શુભ કામ કરનાર આ ઉપકારી પુરુષની સદ્ગતિ માટે કવિ અંતે પ્રાર્થના કરે છે. - “તે દૂર થયો દુરકરણથી, કરું શી કથા તે ક્લેશની” 93 (બ) (દલપતકાવ્ય' ભા. 2 પાનું. 16) - કવિ નર્મદ નર્મકવિતા ભાગ-૨ માં આલ્બર્ટના અવસાન સંદર્ભે અંજલિ આપતાં આલ્બર્ટને “દેશના દીવા' તરીકે બિરદાવ્યા છે. જો કે આ કાવ્ય ક્યાંક નરી સામાન્યતામાં સરી પડે છે. કવિ મલબારીએ પણ આલ્બર્ટને અંજલિ આપી છે. (“નીતિસંબંધી કાવ્યો'). જેમાં આલ્બર્ટની ગુણપ્રશસ્તિ ગાઈ છે, આલ્બર્ટને દેશદીપક તરીકે કવિએ ઓળખાવ્યા છે. એમના અવસાને સમગ્ર પ્રજાને પરિતાપ થયાનું તેઓએ નોંધ્યું છે. “સુરત મિશન સ્કૂલના પાદરી ડિક્સનનું મૃત્યુ' કાવ્યમાં મોતને દયાના ખૂની, અદેખા દુષ્ટ દુશ્મન તરીકે મલબારી વર્ણવે છે. કવિ કહે છે ડિકસનની કદર બધાએ કરી, પણ કાળે ન કરી તો “સ્વ. રુસ્તમજી જમશેદજી જીજીભાઈ' કાવ્યમાં રુસ્તમજીને સૂર્ય તરીકે કલ્પી દિવ્ય દીપક તરીકે પણ બિરદાવ્યા છે. કવિ કહે છે, એને ઉપાડી લેતાં કાળને જરાય શરમ ન આવી? જમડાં આવું કાર્ય કરી હસતા હોય એવું કવિને લાગે છે. “લૉર્ડ મેયોની કતલ” કાવ્યમાં “હાકમ ઉડ્યો રે આપણો' થી શરૂ કરી લૉર્ડ મેયોની ગુણપ્રશસ્તિ કવિએ ગાઈ છે. મેયોનું મૃત્યુ કુદરતી ન હોવાથી એ કલંકનું દુઃખ કવિને વિશેષ છે. “સ્વ. ભાઉદાજી' ના મૃત્યુ માટે લખાયેલા કાવ્યમાં ભાઉદાજીની ગુણપ્રશસ્તિ કરી કાળને ક્રૂર અને એના, ભાઉદાજીને લઈ જવાના કામને કવિ ધિક્કારપાત્ર ગણાવે છે.. સુધારકયુગ - સામાજિક રીતરિવાજ અને મૃત્યુ સ્વદેશવાત્સલ્ય કળાકૌશલ' નામના બીજા પ્રકરણમાં “ગરુડપુરાણઅંગ” માં કવિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 99 દલપતરામે મરનારની પછવાડે રોવા કુટવાના નિષેધ વિશે “ગરુડપુરાણ' ને આધારે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. મરનારની પાછળ રડવાનો એક સામાજિક રિવાજ પણ છે. જે કવિ દલપતરામને ગમ્યો ન હતો. તેથી “મરનારની પાછળ ન રોવા વિશે પદ' માં તેઓ મરનાર પાછળ રડનારને શત્રુ તરીકે ઓળખાવે છે. “નર્મકવિતા' ભાગ-૧ માં “વૈધવ્યચિત્ર' ભાગ૧ માં નાનપણમાં વૈધવ્ય પામનાર સ્ત્રીની વેદના તથા શોક પ્રગટ થયા છે. જેમાં પતિનું મૃત્યુ અને સામાજિક કુરિવાજો બંને અંતે કરુણની પરાકાષ્ઠા સર્જે છે. એક પણ દિવસ લગ્નજીવન ભોગવ્યું ન હોય એવી વિધવાઓના ચૂડીકરમ, દુઃખ અને ત્રાસની પરિસીમાં ગણાય. આ ચૂડીકરમની ભયાનક્તાનો નિર્દેશ પણ નર્મદ ‘વેશ ઉતારતી વખતની અકળામણ' કાવ્યમાં કર્યો છે. “હૈયા શોક ખૂણે રહી, પોકો મૂકીને રોય” " (પાનું. 71) પાદટીપ અ.નં. વિગત પૂ. નંબર 1. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા'-૧ ધીરુભાઈ ઠાકર 19 4 (દલપતરામથી કલાપી) 8. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા'-૧ ધીરુભાઈ ઠાકર $ $ $ $ $ 11. “ફોર્બસવિરહ 12. ‘લલિતામૃત્યુ કાવ્ય” કવિ દલપતરામ ડાહ્યાભાઈ કવિ નર્મદાશંકર 13. 14. 16. “સાહસ દેસાઈ 17. કવિ નર્મદાશંકર 18. કવિ નર્મદાશંકર 19. “નર્મકવિતા' ભાગ-૧ 20. 21. “મલબારી કાવ્યરત્નો 22. “વિલ્સન-વિરહ 23. 24. “વિલ્સન-વિરહ' 25. “કૃષ્ણવિરહ કવિ મલબારી કવિ મલબારી ! કવિ મલબારી કવિ ભવાનીશંકર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 100 26. “કૃષ્ણવિરહ' કવિ ભવાનીશંકર 27. “નર્મદવિરહ કાશીશંકર મૂળશંકર દવે 28. દલપતિવિરહ વિલાપ” કાશીશંકર મૂળશંકર દવે ર૯. 30. છે કે હું જ 1 1 2 1 2 1 % 6 જ 33. “હંસવિરહ લાધારામ વિશ્રામ રઘુવંશી 40. “લીલાવતીવિરહ' છોટારામ સેવકરામ 41. 37 87 42. 43. “ભાવવિરહબાવની 44. “માહેશ્વરવિરહ 45. 46. 47. શુક્લ નથુરામ સુંદરજી શેઠ વલ્લભદાસ પોપટ 18 49. 33 34 41 41 કવિ આનંદજી લવજી લાખાણી 4 19 સુદરમ્યાન 134 134 134, 135 કવિ દલપતરામ ડાહ્યાભાઈ 86 50. 51. “ઝંડવિરહ પર. 53. “અર્વાચીન કવિતા' 54. પપ. પ૬. ‘દલપતકાવ્ય” ભાગ-૧ 57. 58. “નર્મકવિતા' ભાગ-૨ 59. “નર્મકવિતા' ભાગ-૨ 60. 61. “વિલ્સનવિરહ 62. “મલબારીનાં કાવ્યરત્નો” 63. 64. 65. “કૃષ્ણવિરહ' 66. નર્મદવિરહ 697 કવિ નર્મદાશંકર કવિ નર્મદાશંકર 694 39 કવિ મલબારી કવિ મલબારી 112 215 કવિ ભવાનીશંકર નરસિંહરાવ 15 કાશીશંકર મૂળશંકર દવે 48 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 101 67. “દલપતવિરહ ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામ 68, “હંસવિરહ લાલારામ વિશ્રામ રધુવંશી 69. પર 71. “સૌ લાડકી બહેન (લીલાવતી) વિરહ છોટારામ સેવકરામ 72. 73. 74. 15 શેઠ વલ્લભદાસ પોપટ કવિ નર્મદાશંકર " કવિ મલબારી છોટારામ સેવકરામ 657 658 104 75. “માહેશ્વરવિરહ 76. “નર્મકવિતા' ભાગ-૨ 77. 78. “મલબારીનાં કાવ્યરત્નો” 79. “સૌ લાડકી બહેન (લીલાવતી) વિરહ 80. 81. “નર્મદવિરહ - 82. “સ લાડકી બ્લેન (લીલાવતી) વિરહ 658 59 68 36 કાશીરામ મૂળશંકર દવે છોટારામ સેવકરામ શુક્લ નથુરામ સુંદરજી બારોટ કેશવલાલ શ્યામજી 28 કવિ આનંદજી લવજી લાખાણી 10 84. “ભાવવિરહબાવની' 85. “ભાવવિરહપોડશી’ 86. “ઝંડવિરહ 87. 88. " 89. “નર્મકવિતા' ભાગ-૧ 90. “ફોર્બસવિરહ' 91. “અર્વાચીન કવિતા 97 કવિ નર્મદાશંકર કવિ દલપતરામ ડાહ્યાભાઈ સુંદરમ્ ૩ર 91 ૯૩એ. " ૯૩બ.“દલપતકાવ્ય' ભાગ-૨ 94. “નર્મકવિતા' ભાગ-૧ : ( 129 કવિ દલપતરામ ડાહ્યાભાઈ 15,16 કવિ નર્મદાશંકર 71 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 102 4. પંડિતયુગની કવિતામાં મૃત્યુનું નિરૂપણ “નર્મદની પેઢી અસ્ત પામી તે પહેલાં તેના કરતાં વધુ સત્ત્વશાળી, એટલું જ નહીં, સમગ્ર ગુજરાતી સાહિત્યમાં માગ મુકાવે તેવી પ્રતિભાશાળી પેઢી, ઉચ્ચ જીવનદષ્ટિ અને અનોખી સાહિત્યછટા સાથે ઉદય પામતી હતી.” 1 “નર્મદના અવસાન વખતે મુંબઈમાં ગોવર્ધનરામની વકીલાત જામી ગઈ હતી. તે વખતે “સરસ્વતીચંદ્ર’ બહાર પડ્યો ન હતો. પણ તેનો પહેલો ભાગ પૂરો લખાઈ ગયો હતો. નવી પેઢીની પ્રતિનિધિ કૃતિઓ “સરસ્વતીચંદ્ર' (ભા. 1) તથા “કુસુમમાળા'ને નવલરામે વિદાય થતાં પહેલાં સત્કારી હતી.” ર અંગ્રેજો દ્વારા પશ્ચિમના સંપર્કમાં મુકાતાંવેંત આપણે ત્યાં નવજાગૃતિ-ની હવા પ્રકટી. દેશે એક નવીન વૈચારિક સૃષ્ટિનો ઉધાડ અનુભવ્યો. નવા વિચારોના પરિચયથી ઠીગરાઈ ગયેલા દેશ-સત્ત્વમાં ધીમે ધીમે ચેતનનો સંચાર થવા લાગ્યો. સ્વાભાવિક રીતે જ એ નવજાગૃતિની હવા પ્રથમ પ્રકટી. સાંસ્કૃતિક ક્ષેત્રે નવોત્થાનના પિતા હતા રાજા રામમોહનરાય.” 3 યુનિવર્સિટીના યુવકોમાં રાજકીય ક્ષેત્ર કરતાં વધારે વ્યાપક એવા સાંસ્કૃતિક ક્ષેત્ર અંગે જાગેલી એક સંગીન સ્વાભિમાનવૃત્તિ - આ બધાંને લઈને તેમની માનસમૃષ્ટિમાં કોક અજબ ભાવનાભર્યા સ્વપ્નો પુરવા લાગ્યાં.” 4 “ગોવર્ધનરામના જન્મનો સમય એ સુધારાની ભરતીનો સમય હતો. પણ તેમનું માનસબંધારણ ચોક્કસ આકાર લેવા માંડે તે સમય સુધીમાં એટલે કે તેમની યુવાવસ્થાના સમય સુધીમાં તો સુધારાના વળતાં પાણી થઈ ચૂક્યાં હતાં.” ગોવર્ધનરામના સમયમાં દેશનો સવાલ મુખ્યત્વે સાંસ્કૃતિક હતો. દેશની માત્ર સાંસ્કૃતિક જ નહિ, પણ આર્થિક સ્થિતિ સુધારવાનાં પગરણ પણ મંડાય અને વિશાળ અર્થમાં ધાર્મિક પ્રેરણાઓનો લાભ પણ લેવાય, પૂર્વનું જાળવવા જેવું જાળવી રખાય અને પશ્ચિમમાંથી વિવેકપૂર્વક લેવા જેવું પણ લેવાય એ ઇષ્ટ હતું. આવા સમયમાં પ્રચંડ મનોઘટનાશાળી સાહિત્યકાર ગોવર્ધનરામ આપણી ભૂમિ પર પાકે છે. તેમણે વિદ્યોપાસનામાં સ્વધર્મ જોયો. “વિદ્યા દ્વારા દેશોદ્ધાર એ જાણે કે ગોવર્ધનરામનું જીવનસૂત્ર બન્યું. એમના તેજસ્વી સાક્ષરજીવનની સિદ્ધિઓનાં સુફળ ગુજરાતી પ્રજાનો સાંસ્કૃતિક વારસો છે.” * ગોવર્ધનરામના જીવનદર્શનના પાયામાં પ્રવૃત્તિમૂલક સંન્યસ્તનો વિભાવ રહેલો છે. વૈયક્તિક જીવન સાધનામાં અને પરલક્ષી સાહિત્યસર્જનમાં પણ એનો પ્રભાવ પ્રતીત થાય છે. આ પ્રવૃત્તિમય સંન્યાસ 'Practical - Asceticism' નો વિચાર જ શબ્દાન્તરે એમનાં એવાં બીજાં સૈદ્ધાત્ત્વિક નિરૂપણોમાં પણ રહેલો છે. અહીં ગોવર્ધનરામ નૈષકમ્પનો જોરદાર વિરોધ કરે છે. અધ્યાત્મમૂલક કર્મપ્રવણતામાં જીવનસાર્થક્ય જુએ છે. ધર્મના બાહ્યરૂપ ઉપર તેમને પક્ષપાત નથી.” પશ્ચિમના સંપર્કમાં મુકાયા પછી જે સાંસ્કૃતિક નવોત્થાનનો યુગ આવ્યો. એમાં આપણા ચિંતકોએ ધર્મમાં રોપેલા કર્મનો મહિમા સમજીને એનો પુરસ્કાર કરવાનું યોગ્ય ધાર્યું. આ એક વિચાર તત્કાલીન ભારતીય ચિદાકાશમાં સાર્વભૌમ જણાય છે. અભિનવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 103 ભારતના આ દર્શનરૂપ વિચારનું વાહન ગોવર્ધનરામ જેવા મનીષી છે.” 8 “જીવનની પારાવાર કરુણતા વચ્ચે પણ જીવનની સાચી અર્થસૂચક્તા significane of Life' શોધવી એ સાચી શાંતિ મેળવવાનો માર્ગ છે. એમ ગોવર્ધનરામ માનતા હતા.” ગોવર્ધનરામ સુધારાવાદી નથી તેમ સંરક્ષણવાદી પણ નથી. પશ્ચિમની બુદ્ધિપૂત વિજ્ઞાનદષ્ટિ અને સબળ કર્મયોગ તેમજ પૌર્વાત્ય અધ્યાત્મપરંપરામાંથી બળ મેળવતું સમાજ-સત્ત્વ એ બંને પ્રત્યે આદર સેવનારી સમન્વયદષ્ટિ તેમનામાં છે.” 10 - સુંદરમ્ આ યુગની કવિતાને સુધારકયુગ કરતાં વધારે ગહન અને વ્યાપક ગણાવે છે. તથા તેના કળાતત્ત્વના ઊંડાણ તથા વિશાળતાને બિરદાવે છે.” * (અ. ક. 145) ગોવર્ધનયુગમાં ગોવર્ધનરામ, નરસિંહરાવ દિવેટિયા, ભીમરાવ દિવેટિયા, દોલતરામ પંડ્યા, કલાપી, કાન્ત, ખબરદાર, ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર, જટિલ, સંચિત, બોટાદકર, કવિ ત્રિભુવન, ગજેન્દ્ર બુચ, સાગર જેવા કવિઓએ પોતાની કવિતામાં વિવિધ સંદર્ભે મૃત્વચિંતન રજૂ કર્યું છે. આ યુગની કવિતાને ઘડનારાં બાહ્ય પરિબળોમાં મુખ્ય બળ યુનિવર્સિટીની કેળવણી છે. સંસ્કૃત, અંગ્રેજી તથા ફારસી સાહિત્યની અસર આ યુગના કવિઓએ ઝીલી છે. “અર્વાચીન કવિતા ઉપર અંગ્રેજી કરતાંયે વધારે પ્રબળ અસર તેના યુરોપીય ખાસ કરીને ગ્રીક સાહિત્યની કલામીમાંસાથી સમૃદ્ધ બનેલા વિવેચને નિપજાવી.” 2 (અ. ક. 148) ધીરુભાઈ ઠાકર વય અને ગુણની દષ્ટિએ ગોવર્ધનરામ (૧૮૫૫-૧૯૦૦)ને આ ઊગતી પેઢીના અગ્રણી ગણાવે છે. તો મુનશીએ ગોવર્ધનરામથી શરૂ થતા સમયને સંસ્કૃત જાગૃતિના કાળ' તરીકે ઓળખાવ્યો છે. આ યુગના બધા કવિઓને સંસ્કૃત જાગૃતિના કવિઓ કહી શકાય. યુનિવર્સિટી શિક્ષણક્રમમાં મળેલા સંસ્કૃતના અભ્યાસને મળેલું મહત્ત્વ, હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, સ્થાનિક સ્વરાજ્યની ચળવળો, ટિળક અને ફિરોજશાહ મહેતાની રાજકીય પ્રવૃત્તિઓ તથા રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો નૂતન હિંદુ-ધર્મ પ્રબોધ, સામાન્યતઃ સાક્ષરયુગના ને ખાસ કરીને ગોવર્ધનરામના સાક્ષરજીવનના મુખ્ય પ્રેરકબળો હતાં.” 13 (ગુ. સા. વિ. 12) (ધી. ઠા.) નર્મદ, દલપત અને નવલરામે આ દુનિયામાંથી વિદાય લીધી તે પહેલાં તેમનું સ્થાન શોભાવવા અને તેમના કાર્યને સોળે કળાએ ખીલવે તેવી શક્તિને દૃષ્ટિવાળા તેમની અનુગામી પેઢીના ત્રણ સમર્થ પ્રતિનિધિઓ ગોવર્ધનરામ, મણિલાલ અને નરસિંહરાવનું સાહિત્ય અને સંસ્કારક્ષેત્રે શુભ આગમન થઈ ચૂક્યું હતું. - ગોવર્ધનયુગ અને મૃત્યુનું નિરૂપણ : કરુણ સ્વરૂપે ગોવર્ધનરામનાં પ્રથમ પત્ની હરિલક્ષ્મી પોતાના એક સંભારણા લેખે એક બાળક મૂકી સ્વર્ગવાસ પામ્યાં. (1974) એમના વિરહશોકમાં લખાયેલી “સ્નેહમુદ્રા' કાવ્ય પ્રકારની દષ્ટિએ કરુણ પ્રશસ્તિ કે વિરહકાવ્ય છે. કાવ્યના સર્જનનું નિમિત્ત પત્નીનું મૃત્યુ હોવા છતાં તે શોક તદ્દન બિનંગતરૂપે રજૂ થયો છે. ૧૮૮૯માં “સ્નેહમુદ્રા'ની પ્રથમ આવૃત્તિ બહાર પડે છે. “સ્નેહમુદ્રાને સુંદરમ્ આપણી કવિતાના વિચિત્ર છતાં અસાધારણ આવિર્ભાવ તરીકે ઓળખાવે છે તથા એને “કાચા સુવર્ણ' જેવું કાવ્ય કહે છે. (અર્વાચીન કવિતા પૃ. 215) અનંતરાય રાવળ કહે છે “સ્નેહમુદ્રામાં શોકસરિતા બે કાંઠે વહે છે અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 104 કર્તાના ગંભીર ચિંતન, ઊંચા વિચારો ને ઉત્કૃષ્ટ ભાવનાઓના ભર્યા ભર્યા ગાન વચ્ચે નિયમિત અંતરે એમનાં ડૂસકાં છેક સુધી સંભળાયા કરે છે.” 15 (‘સ્નેહમુદ્રા' પૃ. રરઅ.)” * કરુણપ્રશસ્તિઓમાંનું ચિંતન મૃત્યુજનિત શોકનું શામક જ બહુધા હોય છે. “જન મરણ ને રડવું હસવું થશે લીન અંતે અનંત પ્રવાહમાં મધ્યે આવી જેની દષ્ટિ હોય તેને મૃત્યુના આઘાતે શોકમૂઢ અને જીવન ઉદાસીન અને નિષ્ક્રિય બની બેસે એ તો ન જ ગમે.” * (અ. રા. 39) “પરિણામે આ કૃતિમાં “કરુણ'ની માત્ર આછીપાતળી લહર જ જોવા મળે છે. કૃતિનો મોટો ભાગ તત્ત્વચિંતનથી યુક્ત છે. એટલે તો અનંતરાય રાવળ કહે છે. (પૃ. 33) “ફિલસૂફ ગોવર્ધનરામ આ કાવ્યમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.” 17 - ગોવર્ધનરામે એમની પુત્રી લીલાવતીના મૃત્યુ સંદર્ભે ૧૯૦૫માં “લીલાવતી જીવનકલા' નામની ગદ્યપદ્યાત્મક કૃતિ રચી છે. કવિ અહીં યમને જ સાચા પિતા તરીકે ઓળખાવે છે. “કુમળી હૃદયકળી બંધ થઈ ગઈ ગયા પ્રાણ ને મંદિર તેનું પડ્યું અગ્નિને ઢંઘ 8 (‘લીલાવતી જીવનકલા' પૃ. 137) પોતે લીલાવતીને જાણે સંબોધી ન રહ્યા હોય એ રીતની લખાવટ છે. પુસ્તકની નાયિકા તે લેખકની પુત્રી લીલાવતી જ નથી. પણ અનેક પિતાઓની પુત્રીઓ અહીં નાયિકાને સ્થાને છે.” દોલતરામ - કૃપાશંકર પંડ્યાએ (1856-1915) લખેલું “ઇન્દ્રજીતવધ' કાવ્ય સંસ્કૃત શૈલીના મહાકાવ્યની પહેલ તરીકે અર્વાચીન કવિતાના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાય. સુંદરમ્ લખે છે “ગુજરાતી કવિતામાં આવી રીતનું સાંગોપાંગ પૂર્ણરૂપે સંસ્કૃત મહાકાવ્ય લખવાનો આ પહેલો પ્રયત્ન છે.” 19 (આ. કે. પૃ. 205) “ઇન્દ્રજીતવધ' (1887) રામાયણના “ઈન્દ્રજીતવધ'ના પ્રસંગને કેન્દ્રમાં રાખી મહાકાવ્ય-રચના આનંદ અને ઉપદેશ આપવાના હેતુથી થઈ. આમ તો આખું કાવ્ય યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતા કરુણરસનું છે. પરંતુ નિર્ભેળ કરુણ પચીસમા સર્ગમાં શૃંગારના વિરોધમાં સુલોચનાના વિરહવર્ણનમાં કવિએ રેલાવ્યો છે. તો ક્ષણ મૂર્શિત થાય સુંદરી ક્ષણમાં સ્તબ્ધ બને કૃશોદરી” 0 (‘ઇન્દ્રજીતવધ' પૃ. 137) સુલોચનાનો હૃદયદ્રાવક વિલાપ વિપ્રલંભ શૃંગારજન્ય કરુણનું સારું ઉદાહરણ છે. સુલોચનાને પોતાની નહિ, પણ લંકાના લોકોના ઝુરાપાની ચિંતા છે. જે ક્ષત્રિયાણીની ખુમારીનું સૂચક બને છે. ભૂતકાળનાં સ્મરણો, એમાંય દાંપત્યજીવનનાં વિશેષ દાહક હોય છે. ઇન્દ્રજીતની ગજચાલ, કૃપાળુ કાળજું ને માર્મિક વચનો હજુ ગુંજે છે. પતિ અંતિમ પ્રમાણે જવા છતાં પોતે હજુ પ્રાણ કેમ ધરી રહી છે? હૃદય કેમ ફાટી જતું નથી ? એ એને સમજાતું નથી. P.P. Ac. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ ને સુલોચના અંતે મૃત્યુને હરાવવા નીકળે છે. ભીમરાવ દિવેટિયાએ (1851-1890) “પૃથુરાજરાસા' મહાકાવ્ય લખવાનો પ્રારંભ તો છેક ૧૮૭૫માં કરી દીધો હતો. પણ તે પૂરું થયું “ઇન્દ્રજીતવધ' પછી અને પ્રસિદ્ધ થયું તે પછી પૂરા એક દાયકે, “પૃથુરાજરાસા' ૧૮૯૭ની પાંચમી ઓક્ટોબરે પ્રસિદ્ધ થયું. આ કાવ્ય પણ યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતા કણનું ઉદાહરણ છે. ડૉ. ધીરુભાઈ ઠાકર ભીમરાવની આ કૃતિને વિશેષ સાહિત્યગુણવાળી ગણે છે. તો સુંદરમ પણ “પૃથુરાજરાસાને ભીમરાવની સર્વશ્રેષ્ઠ કૃતિ તથા આ સ્તબકની ત્રીજી શકવર્તી કૃતિ ગણાવે છે. અગિયારમાં સર્ગ કાવ્ય પૂરું થાય છે. વીરરસકથા પૂરી થાય છે. અંતે “પૃથુરાજના અંત વિશેની કરુણકથા મર્મવેધક શૈલીમાં કવિ રજૂ કરે છે. સંયુક્તાનો વિલાપ હૃદયદ્રાવક છે. રવિનું તેજ ઉદાસીમાં પડેલું લાગે છે. પાણી અગ્નિ જેવું અનુભવાય છે. ચંદ્રિકા શીતળતાને બદલે દઝાડે છે. આ કલ્પના કરુણરસ સભર છે. વાસ્તવિક્તાના અભાવનો દોષ એમાં નડતો નથી. કવિ કહે છે “પૃથરાય પડતાં પૃથ્વી જાણે ડોલવા લાગી. જળસ્થળ સર્વત્ર શોક મચી ગયો. રાજપૂતી કુલભાનુ અસ્ત થતાં વનતરુઓએ નીચાં નમી પુષ્પાંજલિ આપી. અગિયારમો સર્ગ કવિની સર્ગશક્તિનો સારો નમૂનો છે. પતિના વીરવભર્યા મૃત્યુની વાત સાંભળી શરૂમાં સંયુક્તા મૂછ પામે છે. વાત સાચી નથી મનાતી. ઉષ્ણ અશ્રુ, ખાળવા છતાં નથી ખાળી શકાતાં. રાણીઓ આક્રંદ કરવા લાગે છે. કૃપા અને ક્ષમાભરી વૃત્તિ ધરાવનાર પતિ આજે આવા નઘરોળ કેમ થયા એ સમજાતું નથી. “કરીને સઘળું વૃથા ફોક મુજ સૌભાગ્ય સદા અદૃશ્ય જે.” (‘પૃથુરાજરાસા' પૃ. 96). ખૂબ રડી સંયુક્તા પતિને પાછા આવવા સમજાવે છે. પણ પછી, મૃત્યુ પામેલ વ્યક્તિ પાછી ન આવે, એ સત્યનો સ્વીકાર કરે છે. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (1859-1937) એમના અનુગામી કવિઓ માટે એક ભૂમિકા તૈયાર કરી આપે છે. ૧૮૮૭માં “કુસુમમાળા' પ્રકટ થતાં ગુજરાતી કવિતામાં એક નાનો ઉન્મેષ તો જરૂર પ્રગટ થાય છે. કવિનું ચિતન ભલે પ્રારંભ દશામાં પણ જોવા તો મળે જ છે. જેમાં કાળ, કાળચક્ર, માનવજીવનની ક્ષણભંગુરતા તથા પરપોટારૂપ મૃત્યુનો સમાવેશ થાય છે. કવિના કવિતાવાદ્યને કરુણરસ વિશેષ ભાવે છે. એ તો તેમણે જ કબૂલ્યું છે. “કુસુમમાળા'માં પણ આ શોકજન્ય કરુણભાવ અવારનવાર આવ્યા કરે છે. વિશાળ સિંધુસમાં જનસમુદાયમાં માનવ એક બુદ્દબુટ્સમાન હોવાનું કવિ માને છે. યુવાનપુત્ર નલિનનું મૃત્યુ થતાં થયેલા ચિત્તક્ષોભમાંથી “સ્મરણસંહિતા'નું સર્જન થાય છે. ટેનિસનના “ઇનમેમોરિયમ્'ની ભરપૂર અસર તેના પર છે. તો સાથેસાથે કવિના જીવનવિચારમાં પ્રાર્થનાસમાજનાં જ્ઞાન અને શ્રદ્ધાભક્તિનું મિશ્રણ રસાયણ થયેલું જોવા મળે છે. પુત્રના અવસાનની તારીખ અને પ્રસંગ કવિની રોજનીશીમાં નોંધાયેલો છે. (2) 31915) એ દિવસે બપોર પછી બે વાગ્યે કવિનો લાડકો નલિન દેહ ત્યજી દે છે. જીવનમાં ઊભી થયેલી રિક્તતાને લીધે કવિ પ્રકૃતિનો આનંદ માણી શકતા નથી. માનવની જિંદગીમાં મોટામાં મોટું દુઃખ વિચ્છેદનું છે. તેમાંય મૃત્યુજન્ય વિચ્છેદ વધુ અસહ્ય બને છે. કવિ પૂછે છે. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #107
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 106 કાલ્ય ને દિન આજનો ભેદ, બેમાં શો પડ્યો ? નાચતું ઉર થંભિયું , ગૂઢાર્થ કોને એ જડ્યો?" રર (“સ્મરણસંહિતા” પાનું-૨). લ્યુસી હતી અને નથી, એ બે વચ્ચેના ભેદની વર્ઝવર્થે પાડેલી ચીસની જેમ કવિ પણ આર્ત ચીસ પાડી ઊઠે છે. “કાલ્ય જે રમતો હતો, પૂર જીવનજોશમાં આજ એ ચાલી ગયો - હા, લાડકો મુજ રોષમાં” 23 (સ્મરણસંહિતા” પાનું 3). સ્મરણસંહિતામાં ચાલતો શાંતરસ કરુણરસની સાથે સાથે જ વહે છે. શોકમાંથી નીકળી જઈને શોકને અંતગૂઢ ઘનવ્યથરૂપ આપવાની કવિની ક્ષમતાને સુંદરમે આ કાવ્યની રસસિદ્ધિ ગણાવી છે. “એલિજી' મરણનિમિત્તક શોકો દૂગારના આકારની કવિની યોજના ‘ટેનિસન'ના “ઇનમેમોરિયમ'ની હોવા છતાં કવિતાનું સૌદર્ય કવિનું આગવું અને સ્વતંત્ર કવિ કાન્તની કવિતાને (1827-1923) સુંદરમે અર્વાચીન કવિતાના વસંતવિજય' તરીકે ઓળખાવી છે. કાન્તની કવિતામાં દેહ અને આત્માનું સામંજસ્ય સુંદરમને દેખાયું. કવિ કાન્તની કૃતિઓનો સંગ્રહ ‘પૂર્વાલાપ' તેમના આકસ્મિક મરણ સમયે - ૧૯૨૩માં પ્રગટ થાય છે. જે જોવાનો મોકો તેમને ન મળ્યો. મિત્ર કલાપી, ભાવનગરના મહારાજા ભાઉસિંહજી, પ્રથમ પત્ની નર્મદા, પુત્ર પ્રાણલાલ, પુત્રી હૃદયલક્ષ્મી ઉપરાંત ત્રણ પુત્રીઓ અને પુત્રના અકાળ અવસાનની ઘેરી અસર તેમની કવિતામાં જોવા મળે છે. વ્યથા અને પીડાભર્યા જીવન કરતાં પ્રેમપૂર્ણ મૃત્યુ વધુ શ્રેયસ્કર હોવાનું કવિ માને છે. “પ્રમાદી નાવિક'માં પતિએ ભવસાગરમાં સાથે ચાલનારી સહચરીને પોતાના પ્રમાદથી ગુમાવ્યાનો નિર્દેશ છે. જેમાં પછી પ્રમાદી નાવિક પશ્ચાત્તાપમાં અને વિપ્રયોગના આઘાતથી દરિયામાં પડતું મૂકી જીવનનો અંત આણે છે. વિધુર કુરંગ'માં કુરંગ એ કવિનું જ પ્રતીક છે. પત્ની જતાં બાલમૃગની સંભાળ લેવા શીંગડા વડે જમીન સુંવાળી કરનાર, પથારી પાસેના કાંકરા જીભ વડે દૂર કરનાર કુરંગ પણ કવિની જ મનઃસ્થિતિનું સૂચન કરે છે. “પ્રિયા, પ્રિયતમા ગતા ! જગત સર્વ ઝાંખું થયું ગયું સુખ, ગયું બધું, ન પણ જીવવાનું ગયું” * (‘પૂર્વાલાપ' પૃ. 269) માંની વેદના તથા, કદી સ્મરણ આવતાં, રુધિર નેત્રે ઝરે દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે નહીં સ્વજન તે સખી, સ્વજન એકલી તું હતી, સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી હતી ? (‘પૂર્વાલાપ' પૃ. 132) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 107 દ્વારા કવિના હૃદયમાં પ્રિયાનું સ્થાન કેવું ઊંચું હતુંએ સૂચવાય છે. અનેક સંકટો મુસીબતોમાં શાંતિ અને આરામની પથારીસમું પ્રિયાનું સાન્નિધ્ય તો ગયું. મૃત્યુ પામનાર વ્યક્તિને શું થતું હશે, તે તો જાણી નથી શકાતું. પણ એના સ્વજનોની યાતના તો અતિદારુણ હોય છે. એ અહીં સમજાય છે. આકાશ તથા જયોજ્ઞાની ધારા એના એ છે. નિશા પણ તારુણ્યસભર છે. પણ પત્ની ક્યાં ? એને હવે જોવાની નહિ? જો કે કવિનું જીવનદર્શન બદલાતાં કવિ એવી કલ્પના કરે છે કે સ્વર્ગમાં રહેલી પત્ની પૃથ્વી પરના પતિની અશ્રુભીની આંખ લૂછે છે. નિકટના સ્વજનનું મૃત્યુ હંમેશાં અજંપો અને અશાંતિ સર્જે છે. ‘વિદાય” કાવ્ય કાન્તનાં પત્નીનાં અવસાન નિમિત્તે લખાયું છે. પત્નીની અસહ્ય માંદગીને અંતે મૃત્યુ નિશ્ચિત બનતાં, જાણે કે એ મૃત્યુદિવસ ખૂબ જ નજીક આવતો દેખાય છે. ચિત્તની શાંતિ હરી લેતો દિવસ આવી પહોંચ્યાના જાણે ભણકાર સંભળાય છે. બળવંતરાય ઠાકોર (૧૮૬૯-૧૫ર). ૧૮૮૮થી શરૂ થયેલી ઠાકોરની કાવ્યરચના પ્રવૃત્તિ ૧૮૯૨માં રીતસર કાર્યશિબિર (Work shop) રૂપ બની જાય છે.” * (‘અ. ગુ. વિ. રે. પાનું ર૬૨) “છેક ઊગતી વયથી રૂઢિથી ઊફરા ચાલવાનું વલણ તેમનામાં બંધાયું હતું. તેમના દાદા ચતુર્ભુજદાસ અવસાન પામ્યા ત્યારે (1889) એમની પાછળ ગરુડપુરાણને બદલે પ્લેટોના “કીડો' સંવાદનો અંતભાગ વાંચેલો.” (અ. ગુ. વિ. 2. પાનું ૨પ૬) ધીરુભાઈ ઠાકર) “બ.ક.ઠા. ના જીવનમાં મૃત્યુનો અનુભવ એ સૌથી માર્મિક અને મર્મભેદક અનુભવ છે. મૃત્યુને તીરે તીરે એમના જીવનની નાવ વહી છે.” 28 (ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૩ પરિષદ) " “વિરહમાં કવિ સ્વયં નાયક છે. કવિ-પત્ની ચંદ્રમણિ નાયિકા છે. ૧૯૧૫માં ચંદ્રમણિનું ચાલીસ વર્ષની અતિ કાચી વયે અવસાન થયું હતું. ૧૯૧૪માં ચંદ્રમણિ વિદ્યમાન હતાં ને જ ‘વિરહ'નો આરંભ કર્યો હતો. એથી “પચ્ચીશી મહાલ્યાંપૂરી” 25 વર્ષનું દાંપત્ય એ વિરહની પૂર્વભૂમિકા છે. ૧૯૧૪માં કેન્સરના રોગનું નિદાન થયું ત્યારથી મૃત્યુ નિશ્ચિત હતું. એથી “વિરહ'નો આરંભ મૃત્યુની ગાઢ છાયામાં થયો હતો. ૧૯પર લગીનું એમનું જીવન મૃત્યુના સ્મરણમાં જ ગયું. પોતાના મૃત્યુની પ્રતીક્ષામાં જ વહ્યું. એમના વાર્ધક્યનો સમય એ જાણે મૃત્યુ માટેની સજ્જતાનો હતો. મૃત્યુ માટેની પાત્રતા કરવાની પૂર્વતૈયારીનો સમય હતો.” 30 મૃત્યુ એ બલવંતરાયના અંગત આત્મલક્ષી અનુભવનાં કાવ્યોમાં કેન્દ્રનો અનુભવ છે.” * ડૂબું હું શીદ શોકમાં, ગયો જ તું અશોકમાં” ચંદ્રમણિ અને કાન્તના મૃત્યુ વિશેનાં બલવંતરાયનાં સર્વશ્રેષ્ઠ કાવ્યો છે. કાન્તના મૃત્યુથી ઠાકોરે અનુભવેલી વિરહવ્યથાની ઊંડી વેદનામાંથી કોકિલવિલાપ' કાવ્ય જગ્યું. વેદનાગ્રસ્ત સ્થિતિમાં જ કાન્ત મૃત્યુ પામતાં, ઠાકોરની વેદના શબ્દાતીત છે. દેવને તેથી કવિ અવળચંડું, નફફટ અને ઉરહીશું કહે છે. રુદનના ભીષણ સૂરો ખૂબ સ્વાભાવિક રીતે વહે છે. પછી તો ઠાકોર મોકળે મને રડી પડતા હોય એવા ઉદ્દગાર નીકળી પડે છે. “ઓ રે કોકિલ રે રે કોકિલ અંતે આજ હતું નિર્મિત તો સર્વજ્ઞ તું શાને સર્જયો P.P.AC Gunratnકોમલ દિલ કોકિલ?” 32 Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 108 - પ્રિય મિત્ર કાન્તના મૃત્યુથી થયેલી અકથ્ય વેદના વ્યક્ત કરવા માટે કાન્તના અંજની ગીતનો જ બલવંતરાયે ઉપયોગ કર્યો. સ્વાભાવિક રીતે જ થઈ ગયો. ને તેથી તો સુંદરમ ને કોકિલવિલાપ' કાવ્ય સ્વ. કાન્તના જીવનકારુણ્યથી ટપકતું લાગ્યું. આ કાવ્યમાં તેઓને મૈત્રીના ઉછાળા, વિધિના ક્રૂર આઘાત અને મિત્રનો વિયોગ પ્રખર સામર્થ્યથી આલેખાયેલા લાગ્યા. ગાંભીર્ય, દઢતા અને સરલતા માટે કાન્તને મોહ પમાડનાર ઠાકોર પણ “ઘણે ઘણે વર્ષે કાવ્યમાં સંયમ ગુમાવી બેસે છે. ને કાન્ત માટે ઝૂરે છે, બહાવરા બને છે. “સખે હૃદય ક્યાં ગયો ? જીવન એકલું ધૂળ આ” કહેતા કવિને કશું સૂઝતું નથી. કળ વળતી નથી, પામતાં તપ્ત હૃદય કવિ ઉરના અજેપાની છૂટે મોંએ વાત કરે છે. જે માત્ર ઊર્મિઉદ્ગાર ન રહેતાં રમણીય કાવ્યમયતાને ધારણ કરે છે. ક્યાંય ઉર ના થરપે મ્હારું રે પ્રભુ હું તે કેમ જિગર ઠારું ?" 33 ભૂતકાળમાં પ્રિયાના સાથમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય રમ્ય હોવા છતાં આજે રમ્ય લાગતું નથી. ઊલટું એ પ્રિયાની દુ:ખદ યાદ વધુ અપાવે છે. “સુખીગ્રીખ'માં પણ ભૂતકાળનાં સ્મરણો વિપ્રલંભશૃંગારને અંતે કરુણમાં પલટાય છે. વતનમાં પત્નીના સાન્નિધ્યે ગાળેલી ગ્રીષ્મ ફરી ફરી યાદ આવે છે. પત્ની મૃત્યુ પામતાં બધું જ વિરમી ગયું. ગયું બધું જ ગયું, જતાં જ મુજ સૃષ્ટિનો મેર તું” 34 (“ભણકાર' 184). “જાગરણ' કાવ્ય પણ આમ તો મૃતિવેદનાનું જ છે, મૃત્યુ પામનાર તો કદાચ સંવેદનોથી, સંબંધોથી મુક્ત થઈ જાય છે. પણ એમની પછી એમના સ્વજનોની પીડા વિશેષ કષ્ટભરી હોય છે. યમનો ઘા એમના જ પર ગંભીર ઝીંકાયાનો જાણે તેઓ અનુભવ કરે છે. ઉર ગત સ્વજનને સતત સ્મર્યા કરે છે. બળતા હૃદયને શીતળતા અર્પવા કવિ પવિત્ર ઘાસદુર્વાનો પટ રચે છે. જીવતા મોતની યાતના બે પંક્તિમાં મર્મવેધક રીતે રજૂ થઈ છે. “મોત, જીવતું મોત બેમાં વધુ વસમું કયું ?" 32 (‘ભણકાર' 181). સ્મરણો વધુ કરુણતા સર્જે છે. “ઘુતિકણી'માંય આમ તો વાત સ્મરણોની જ છે. જે વધુ યાદ આવે એ સ્મૃતિરૂપે જાણે દશ્યરૂપ બની આકારિત થાય, તો “આરતી'માં પત્ની જતાં કવિની મૃદુ મુલાયમ બનેલી વાણીનો નિર્દેશ થયો છે. દોડતા ઝરણની જેમ નયનમાંથી અશ્રુધાર વહે છે. હોઠ દબાવીને રડવાથી, હોઠ પર દાંત ભીંસાતા લોહીના ટશિયા ફૂટે છે. મનુજતંતુની અલ્પતા' કાવ્ય પણ માણેલા દાંપત્યજીવનની મધુર સ્મૃતિઓનું છે. સ્વાનુભવમાં ભળે છે, સૌંદર્યમંડિત કલ્પના. તો ગઈ'માં પત્ની તેમજ પેલી માણેલી રજનીઓ ગયાનો સંક્ત છે. આંતરચેતનામાં પત્નીના સહવાસ-અનુભવ થયાની વાત પ્રલાપ'માં કવિ વર્ણવે છે. એ હૃદયસ્થિત સગત પ્રિયા જ કવિના ઉત્તરાયુની અનિમેષ સાક્ષી બની રહે છે. સાથે જેટલાં વર્ષ ગાળ્યાં, એનાથી વધારે વર્ષ તો એકલાં ગાળવાનાં આવ્યાં. સ્થૂળસૂક્ષ્મનો નાતો તો શક્ય નથી. કવિના પ્રશ્નનો જવાબ સદ્ગત પત્ની તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 100 આપી શકવાની નથી. તેથી કવિ તીવ્ર વેદના સાથે અંતે સમગ્ર વિશ્વને “બહેરા મૂંગાનું વિશ્વ' કહી કરુણ આક્રોશ વ્યક્ત કરે છે. કવિ ત્રિભુવન પ્રેમશંકર (1865-1923) ૧૯૦૨માં “કલાપીનો વિરહ' કલાપીના અવસાનથી પ્રેરાઈને લખ્યું. કરણ અને શાંતિની મિલાવટવાળું દીર્ઘકરુણપ્રશસ્તિકાવ્ય આ છે. જેનું સ્થાન ગુણદષ્ટિએ “ફાર્બસવિરહ' તથા “સ્મરણસંહિતા'ની મધ્યમાં છે. સુંદરમે આ કવિની પ્રતિભાને હીરા જેવી પહેલદાર ગણાવી છે. કવિ ન્હાનાલાલ લખે છે. “સુરસિહ જાતાં સૂનકાર વ્યાપ્યો છે અને એ સૂનકાર અનુભવતાં વિરાગની ઊર્મિ ઊઠે છે. ને એમ કાવ્યની શરૂઆત થાય છે.” 3 (ઉપોદ્ધાત, “કલાપીનો વિરહ' પાનું. 6) બીજા ભાગમાં કવિ અશ્રુનાં પૂર છૂટાં મૂકે છે. કવિને પૂર્વસ્મરણો ખડાં થઈ સંતાપે છે. પંખીઓની કુદરતકલિ ગમતી નથી. એક દિનના રાજહંસનું સ્મરણ સ્મરતાં બીજો ભાગ સમાપ્ત થાય છે. “વિરહ' નામના બીજા ભાગમાં કવિએ કલાપી જતાં અનુભવેલી વેદનાને વાચા આપી છે. કલાપી જતાં કવિનો સુહૃદસ્નેહભાવ ફૂટી ગયો છે. હું કુમુદ ચંદ્ર તું વિયોગ નિત્યનો થયો અખંડવિરહ અગ્નિ, કુમુદ બળી જતું નથી” 39 * - (‘કલાપીવિરહ' પાનું. 33) કવિ વિધાતા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. ગયાં પંખી રૂડાં ઊડી, થયું છે આ ચમન ખાલી વડા વેરાનમાં વસીને, હવે તો જીવવું મારે - ખજાના ફૂલડાંઓના થયા છે ખાખના ઢગ - હવે એ ખાખની સેજ, સૂવાનું છે લખ્યું” 38 વાર રે (‘કલાપીનો વિરહ' પાનું. 43) કલાપીના અવસાને કવિનું મન એટલું બધું બેચેન બન્યું છે કે તેઓ પંખીઓનેય એમનો કિલકિલાટ બંધ કરી શાંતિ આપવાની કપા કરવા કહે છે. પણ દગ્ધ દિલને કેમેય શાંતિ મળતી નથી. સાચો સારસ સ્નેહ એક મરતાં બીજું મરે કમબખ્ત આ દેહ, ફૂટ્યો ન મળનો માળો” 39 (“કલાપીનો વિરહ' પાનું. 43) કલાપી જતાં પોતે હજુ જીવતા કેમ છે, એ જ સમજાતું નથી. સિદ્ધ સુકાની જતાં આ કવિની બેડલી જાણે બૂડી ગઈ. કે ૧૮૭૪માં જન્મેલા કવિ કલાપી ૧૦૬૧૯૦૦ના રોજ એક જ રાતની ટૂંકી જીવલેણ માંદગી ભોગવી છવ્વીસ વર્ષની કાચી ઉંમરે અકાળ અવસાન પામ્યા. ચિત્રાત્મક્તા તેમજ ભાવોની સ્નિગ્ધ મધુરતા કવિની સમર્થ કળાશક્તિના નોંધપાત્ર અંશો હોવાનું સુંદરમ જણાવે છે. “મૃત્યુ' કાવ્યમાં પ્રેમ અને વાત્સલ્યનો મહિમા કવિએ સમજાવ્યો છે. પ્રણયના ગીત સમા ભોળા પારેવડા જેવા બાળકનો દેહવિલય થતાં બેબાકળા બનેલા પિતા “મૃત્યુ તત્ત્વને સમજી શકતા નથી. આ કોમળ ફૂલને લાકડાના ઢગ પર સુવાડે છે ત્યારે પિતૃહૃદય કકળી ઊઠે છે. “આ લાલું કઠિન અગ્નિ વતી ન બાળો' (પાનુ. 89) એમ પોકારી ઊઠે .P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #111
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 110 છે. એમની વાત કોઈ સાંભળતું નથી. “મૃતપુત્રી લાલાંની છબી દષ્ટિથી ખેસવતાંમાં મૃત પુત્રીની છબી આકારિત થાય છે ને આંખમાં આંસુ આવે છે. પણ તરત વિચાર આવે છે, ભૂલાયેલા દુઃખને ફરી ભૂલી જવાનો. મૃત્યુ પાછળ દુઃખ શાને ? “મૃતપુત્રી' લલાંની છબી દૃષ્ટિથી દૂર કરી' કાવ્યમાં પોતાની પ્રિય પુત્રીની છબીની અંદર રહેલી લાલા આંસુડાં ખેરતી દેખાય છે. પછી બંનેનાં નેત્રો મળતાં તેનો શોક જાણે કે ભૂંસાય છે. “વીણાનો મૃગ'માં મૃગના હૃદયમાં તીર ભોંકાતાં, ને પછી એનું મૃત્યુ થતાં વ્યથિત કન્યાનું હૃદયસ્પર્શી ચિત્ર કવિએ આપ્યું છે. તે દ્વારા સંસારની અસારતાનો નિર્દેશ થયો છે. પ્રિય સ્વજન જતાં હૃદય ચિરાઈ જતાં મૃગને મળેલું મરણનું પ્યાલું પોતેય ઇચ્છે છે. કલાપીના સાથી તરીકે જાણીતા સંચિત રૂપશંકર ઉદયશંકર ઓઝાના (18661932) “શ્રી સંચિતનાં કાવ્યો' (૧૯૩૮)માં પણ મૃત્યુસંદર્ભો મળે છે. ૧૯૩૮માં સંચિતનાં સંતાનોએ સંચિતના અવસાન પછી “શ્રી સંચિતનાં કાવ્યોનું સંપાદન કર્યું.” (“કલાપી અને સંચિત’ રમેશ શુક્લ, પાનું. 60) “સુમનહંસ' રૂપકાત્મક કાવ્ય છે. વાજસુરવાળાના સંતાનના અવસાન નિમિત્તે લખાયેલા આ કાવ્યમાં પુષ્પ જેવા મુલાયમ બાળકનો આત્મહંસ ઊડી જતાં ચોમેર છવાયેલી શૂન્યતાનો કવિ ચિતાર આપે છે. કરુણપ્રશસ્તિ પ્રકારના આ કાવ્યમાં ગમે તેવી વિષમ અને કરુણ પરિસ્થિતિમાં પણ મનની સ્વસ્થતા ન ગુમાવતા એવા વાજ-સુરવાળાની આંતરવ્યથાને વાચા આપવામાં આવી છે. કલાપી વિનાનો સંસાર કવિને સાર વિનાનો લાગે છે. “કલાપીને' કાવ્યમાં ભૂતકાળમાં સાથે કાશ્મીર ગયેલા એ સ્મરણોને વાચા આપી છે. તો “કલાપી' કાવ્યમાં પ્રકૃતિદર્શન નિમિત્તે કલાપીની જ યાદ વ્યક્ત થઈ છે. “ડાયરી-ખમાં “પ્રેમાશ્રયુક્ત અંજલિ' નામથી એક કરુણપ્રશસ્તિ કાવ્ય ઉતારાયું છે. જે તેમના જયેષ્ઠ પુત્ર મનહરલાલના જન્મ (૧૪૮૧૮૯૩)ના થોડા દિવસ પહેલાં મૃત્યુ પામેલા પુત્ર પ્રતાપ વિશેનું છે. જેમાં “જગતમાં ફરતા અસ્તોદયના ચક્રમાં મૃત્યુતારે આવીને હૃદય વીંધાયાના અનુભવની વાત છે.' સંચિતનાં ૧૮૯૪નાં ચાર કાવ્યો “કુસુમકંદન” “સુમનહંસ “લૌકિક “સ્વાન્તન્તસ્મૃતિ' વાજસુરવાળાના સંતાનના અવસાન નિમિત્તે લખાયાં છે. “લૌકિક' કાવ્યમાં પણ “તનું મરતા પિતા પહેલાં” અથવા “ચડે નીર નેવના મોભે' એવી વિધિની વક્રતાને કવિ આક્રોશ છે. રમેશ શુક્લ નોંધે છે “સ્નેહીજનોના અવસાનના આઘાતે હૃદયને કરુણ-ઘેરું બનાવી કેવળ અશ્રુકવિ બની રહેવાનો અભિગમ સંચિત નો નથી.” " (“કલાપી અને સંચિત્' પૃ. 287) “જુદાઈ” અને “અવધૂત” કલાપીના નિધન પછી રચાયેલી ગઝલો છે. દસ વર્ષ સાથે રહ્યા, ને દસ માસમાં જ મિત્ર સાથેના સ્નેહનો વિજોગ થયો. કલાપીના મૃત્યુનું રહસ્ય વણઉકલ્યું રહી ગયું. સ્વજનના મૃત્યુએ આંસુ સારતાં કવિ કહે છે. * “સ્પર્યા નહીં, લૂછયાં ન લાગે ન હોય શીતળ જે સર્યા એ આંસુડાં મુગાં ગરીબડાં મુજ વ્હાલા ક્યાં વહે?” 42 (પૃ. 314) કલાપીની સંવત્સરી” અને “કલાપીને' કલાપીના મૃત્યુ પછીના લગભગ એક દશકાને ગાળે રચાયેલાં સ્મરણાંજલિ કાવ્યો છે. પહેલું દુહામાં રચાયેલું મરસિયા પ્રકારનું છે. જેમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 111 કલાપી-સ્મરણ સાથે જાગતી વેદનાના સૂર સંભળાય છે. વયમાં સ્થાનો બાળ, વૃદ્ધ બની રહ્યો બાપલા લા છવ્વીશ વર્ષે કાળ કીધો, સાધુ સૂરસિંહ રોતાં રાખ્યા આમ, પરણી ઘરણી બાપને ગુરુ પાછળ પરિયાણ, વિરહ સહ્યો ના સૂરસિંહ” 43 | (“કલાપી અને સંચિત', પૃ. 321) “ગુરૂ પાછળ પરિયાણ' કહી કવિએ મણિલાલના અવસાનથી કલાપીને લાગેલા આઘાતનું વિશેષ ભારપૂર્વક નિરૂપણ કર્યું છે. “બહાવરું બુલબુલ' (1904) “ભીષ્મ પ્રતિજ્ઞા” “કબ પર નજર' (1922) અને દર્દદીલ (1907) આ ચાર ગઝલો કલાપીવિષયક છે. કલાપીના મૃત્યુનો પંજોગમ તેના હરેક હરફમાં વ્યક્ત થયો છે. “અભેદ સ્વરૂપની સમજના જ્ઞાનની સજ્જતા, નિર્વેદની ઉત્કટતા અને ભક્તિદ્રવની તીવ્રતાથી મૃત્યુનો ડર રહેતો નથી અને જીવ સંપૂર્ણ અભયથી શિવનો સાક્ષાત્કાર કરવા અધીર બને છે.” * (“કલાપી અને સંચિત ' 350) “આખી જિંદગી જ્યાં વેરવિખેર હોય ત્યાં ખંડિયેર થયેલી કબરને ફરી ચણવાથી શું? આ સમાધિ પથ્થરોનો ઢગલો નથી, જીવનની પ્રેમસભર કરુણતાના રક્તનો સ્રોત છે. આશકોનું પ્રેમતીર્થ છે.” 42 (‘કલાપી અને સંચિત રમેશ શુક્લ, 169) જીવણરામ લક્ષ્મીરામ દવેએ (જટીલે) રચેલી કાવ્યરચનાઓ “જટિલપ્રાણપ્રબંધ' (૧૮૯૪)માં ગ્રંથસ્થ થઈ છે. બારન મેન્ટેન્ડ પરથી રૂપાંતરિત “મૃતપ્રિયાનો પ્રિયતમ' કાવ્યમાં પ્રિયતમાના મૃત્યુ પછી ઉદ્વિગ્ન બનેલા પ્રિયતમની મનોદશાનો ચિતાર અપાયો છે. પ્રિયતમાના અવસાન પછી પ્રિયતમનું જીવન અર્થશૂન્ય બને છે. ચિંતા અને દુઃખને કારણે ઊંઘ હરામ થઈ જાય છે. અદૂભુત ઝરણાંઓમાં સ્નાન કરવા છતાં શાંતિ મળતી નથી. જીવવાનું નિરર્થક લાગે છે. સદૂગત બાળકનાં સ્મરણો “પાછું નહિ મળે'માં આલેખાયાં છે. (“કાવ્યાંગના” સંગ્રહ) થોડા સમય માટે પોતાના મૃત બાળકને વિસરી ગયેલી, અન્ય જનનીનું કૂણું કુસુમ મૃત્યુની ભીંસમાં રગદોળાતું જોતાં ભૂતકાળમાં દટાયેલી એ કરુણ ઘટના યાદ આવી જાય છે. કાળજા ઉપર રાખેલો પથ્થર અન્ય જનનીની વેદના જોતાં ખસી જાય છે ને પેલો ઘા ફરી દૂઝવા લાગે છે. “મીઠી ટશર' નામના કાવ્યમાં (“સંસ્પર્શ' સંગ્રહ) કોઈ વહાલાએ આદરેલી દૂરની સફરનો શોકપૂર્ણ નિર્દેશ કરતાં કવિ કહે છે. ગાઢ છાયા શોકની ઘેરાઈ છે પાંપણ ઉપર કોઈ વ્હાલું દૂરની છે આચરી બેઠું સફર” 40 (‘સંસ્પર્શ પાનું. 44) કહેવાય નહિ, સહેવાય નહીં એવી વ્યથા કવિ અનુભવે છે. અશ્રુઓ પણ પૂછ્યા વિના જ આંખ છોડી ચાલ્યાં ગયાં છે. કવિ પુષ્પોને જ્યાં પાનખર ન પહોંચે એવા સ્થળે ખીલવા સૂચવે છે. સુહૃદુમિત્રનો વિરહ અને તસંબંધિની કથા “કવિ જટિલની અગ્રંથસ્થ કૃતિ છે. હરિલાલ ધ્રુવના અવસાન નિમિત્તે લખાયેલી આ કૃતિને સુદરમે ' સૌથી મહત્ત્વાકાંક્ષી કૃતિ તરીકે ઓળખાવી છે.” આપણા વિરહકાવ્યોમાં એને “પ્રૌઢ કોટિનું કાવ્ય ગણાવે છે.” (“અર્વાચીન કવિતા” સુંદરમ્, પૃ. 375), . . P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 112 સ્વર્ગવાસી ગુર્જર વિદ્વાન હરિલાલ ધ્રુવના અવસાન અંગેનું આ વિરહાકાવ્ય છે. કવિ જટિલ નોંધે છે તે મુજબ “જે ઢ૫ પર અંગ્રેજી કવિ મિલ્ટને લીસીડાસ ગાયો છે જે ઢબ પર એ જ ભાષાના કવિ શેલિએ “એડોને ગાયો છે, તે જ ઢબને વિચારમાં લઈ લેખનો ઘાટ ઊતાર્યો છે.” 48 (‘ચંદ્ર' 161) પહેલા ખંડની જ કેટલીક વિગતો મળી શકી છે. આ ખંડ વસંતતિલકામાં રચાયો છે. કાવ્યત્વ અતિસામાન્ય છે. સાહિત્યલહરીમાં, રસસરોવરે તરતા શીખવનારના મીઠડા જીવનને મૃત્યુએ હર્યું એનો રંજ કવિને છે. , “કાળે હર્યો સુહૃદ એ મુજ સંગમાંથી - ખોવાયું આપણું વિહંગમરત્ન એવું ઔદાર્ય વિશ્વ શું અમી ધરતું ગયું છે” 49 (‘ચંદ્ર' 162) ભૂતકાળના એ મૈત્રીસંબંધોના શુભ કાળનું સ્મરણ સતત રહ્યા કરતું. “ચાલ્યો હુલાસ ઘટ ઘેરી રહી નિરાશા આજે હવે નયનથી જળધાર સારું આજે હવે નિમનું છું હવે ખગમિત્ર ઓ . . એ આદ્ર ઉર ધરતો ખગબંધુ ખોયો છે, આ કાળ અચિન્તી ક્રૂરતા અજમાવી” પ૦ (162). (ઈ. સ. 1897 સંવત 1953) “ચંદ્ર નામના મેગેઝિનમાંથી (વૈશાખ અંક. 7 પુસ્તક. પમાંના ખંડ-૧માંથી મળેલી વિગત) 1 (બોટાદકર) દામોદરદાસ ખુશાલદાસ. (1870-1924) બોટાદકરે મહદ્અંશે ગૃહજીવન અને કૌટુંબિક જીવનના મંગલકરણ ભાવો વિશેષ ગાયા છે. “બાલાવસાન' અને પુત્રવિરહ (શૈવલિની) બે કાવ્યો કરુણરસના સારા નમૂના છે. જેનું મૃત્યુ સમીપ છે એવા બાળકના પ્રિયજનોના હૃદયક્ષોભ અને વ્યથાનું વર્ણન અહીં છે. “પુત્રવિરહમાં પુત્રનું મરણ થતાં માતાની હૃદયદ્રાવક અવસ્થાનું વેધક નિરુપણ કવિએ કર્યું છે. છેલ્લા શ્વાસ લેતા બાળકને બચાવવા આકાશપાતાળ એક કરતી માની કાકલૂદીનું આ કાવ્ય મૃત્યુ પાસે માનવની પામરતાનું દર્શન કરાવે છે. “નમેરા મૃત્યુના ઉરનખર વાગે ઘડઘડી' " (99 બાલાવસાન “શૈવલિની) માની દૃષ્ટિસમક્ષ જ શું મરણ એ બાળને ઉપાડી જશે ? એ પ્રશ્ન મૂંઝવે છે. જનનીનું ભોળું હૈયું ઘડીક તો પ્રાણ આપવા તૈયાર થઈ જાય છે. મૃત્યુને કોઈ પકડી રાખે એવી વિનંતી કરે છે. “ગ્રહી રાખો ને કો ફડફડ થતા આ હૃદયને હઠાડોને યત્ન નફટ બનતા આ નિધનને” પર (બાલાવસાન પૃ. 100 “શૈવલિની') પણ મૃત્યુ કાંઈ વ્યથિત ઉરનાં છંદનો સાંભળવા તૈયાર નથી. સૌ સ્વજનો કાળના એ છેલ્લા કઠિન ફટકાને અસહાય જોઈ રહે છે. ને જાણે કોઈ જ્યોતિ સ્વરૂપ આવીને બાળકને લઈ લે છે. (“ગયો ઊડી અંતે હૃદય કુમળું કાળ ઝડપી) આ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિને (1877-1946) પિતાની મહાનુભાવિતાની પિછાન પુત્રને તેમના મૃત્યુ પછી જ થઈ. “પિતૃતર્પણ' એક ઉત્તમ શ્રદ્ધાંજલિ કાવ્ય છે. કોયલની જેમ પિતાનાં સ્મરણો કવિ હૃદયે ટહુકે છે. આ કાવ્યને ધીરુભાઈ ઠાકરે ન્હાનાલાલની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 113 સર્ગશક્તિના અનન્ય આવિષ્કાર તરીકે ઓળખાવ્યું છે. તો નિરંજન ભગત કવિ પિતાની કરેલી “અવગણના” તથા “અસત્કાર'ને કાવ્યનું કેન્દ્ર ગણાવે છે.” નિરંજન ભગત નોંધ છે. “મહાનદના પૂરની માફક આગળ વધતો અનુરુપ છંદ ગુજરાતી કવિતામાં આટલી અન્વર્થતા ભાગ્યે જ પામ્યો હશે.” (‘સંસ્કૃતિ' 1963, ઑગષ્ટ પૃ. 35) કવિ પોતાના પિતાને “મનુષ્યોમાં વિહરતા ફિરસ્તા તરીકે ઓળખાવે છે. આ તર્પણ કાવ્યમાં માત્ર ઉરસંવેદનાની જ ગૂંથણી નથી. કાવ્યત્વ પણ એમાં ભરપૂર મહોરે છે. જેમકે સ્મિતની સુંદરતાના કપોલે અંકુરો ઊભા મધુરા હાસ્યની દીપે મુખડે મધુરી પ્રભા” પ” (104) (“કેટલાંક કાવ્યો) કવિ પિતૃછાયાથી તૃપ્ત હતા. છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય” પ (100). (કેટલાંક કાવ્યો-૩) પિતાની કરેલી અવહેલનાનો છૂટે મોએ કવિ એકરાર કરીને પશ્ચાત્તાપ અનુભવે છે. આભ જેવા અગાધ એ પુણ્યાત્માના ઊંડાણને યાદ કરે છે. ને મારા દિનો છેલ્લા ઝેર કીધા, સહુ ગયું-પછી” પ (107) (“કેટલાંક કાવ્યો'). પિતાના મૃત્યુએ કવિને જીવનનું ઊંડાણ સમજાવ્યું. કવિને જયસ્નાની ધારમાં દૂધધોયો મંત્ર પિતૃદેવોભવ' સંભળાય છે. આ જ કાવ્યમાં કવિ તેમની માતાને પણ અંજલિ આપે છે. કવિના શૈશવકાળમાં જ એમનાં માતૃશ્રીનું અવસાન થયું હતું ને છતાં એમના હર્ષભર્યા હાસ્યને કવિ ભૂલ્યા નથી. કવિ તેમના પિતાને ધર્મ-મૂર્તિ અને માને ભક્તિમૂર્તિ તરીકે બિરદાવે છે જમશેદજી નશરવાનજી પીતીત (1858-1888) કવિશ્રી પીતીતના ત્રીસમે વર્ષે થયેલા અવસાન પછી ચાર વર્ષે ૧૮૯૨માં કવિ મિત્ર જીજીભાઈ પેસ્તનજી મીસ્તરીએ એમનાં કાવ્યોનો સંગ્રહ “માહરી મજેહ તથા બીજી કવિતાઓ' નામે પ્રગટ કર્યો છે. ભાંગેલું વાહન' (લોંગફેલો પરથી) બાપ દીકરીના મૃત્યુની કરુણ કથા કહેતું કાવ્ય છે. દરિયાઈ તોફાનમાં પિતાના મૃત્યુ બાદ રડી રડી દીનહીન બનેલી દીકરીના મૃત્યુનું કવિએ કાવ્યમયવર્ણન કર્યું છે. સવાર ઊગતાં માછીમારે કિનારા પર તેને મૃત અવસ્થામાં જોઈ. ' “સુકાયું હતું તેની છાતી ઉપર દરિયાનું જલ ને આંખો અંદર સૂક્યાં'તાં આંસુઓ તેનાં સદા જાન તેનો તજીને ગયો'તો તન ને આવ્યો તો આફતનો છેડો ને અંત” 58 (માહરીમજેહ તથા બીજી કવિતાઓ” પૃ. 320) મૃત્યુ પામેલા ભાઈને યાદ કરતી બહેનનો પરિતાપ “ગુજરેલો ભાઈ (નગીલમેન ઉપરથી) વર્ણવાયો છે. ભાઈ કેમ સૂતો છે? ને એ બોલતો કેમ નથી ? એવા પ્રશ્નો એ કરે છે. ને ત્યારે મા, ભાઈએ બીજી જગતમાં અમર જનમ લીધો હોવાનું આશ્વાસન આપે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 114 ઊંઘાયેલી માશુક લોંગફેલોની કવિતા પરથી રચેલું કાવ્ય છે. મૃતપ્રિયાના સંદર્ભમાં દર્દમધુર સંવેદન અહીં વ્યક્ત થયું છે. ત્યાં કબરમાં પોતાની પ્રિયા સૂતેલી હોવાથી નાયક વાદળી આકાશની અંદર ઊગેલા ઉનાળાના તારાઓને એની રોશની ઓછી કરવા સળગતા ચંદ્રને પર્વતની પીઠમાં છુપાઈ જવા ને દોડતા પવનને વેલા પર થોભી જવા વિનવે છે. પંખીઓને પાંખોનો ફફડાટ તથા ઘોંઘાટ ત્યજી દેવા કહે છે. પરંતુ ઉનાળાના સ્વપ્નને કવિ સામેથી નિમંત્રે છે. જેથી એ એની શાશ્વત નિદ્રામાં પોઢેલી પ્રિયાને જાણ કરે, કે તે (પ્રેમી). એની પડોશમાં રોજ રાત દરમ્યાન પ્રિયાની ભાળ કાઢવા આવે છે. “ગુમ થયેલો પ્યાર'માં (વડઝવર્થ પરથી) એક અજાણી કન્યાના મૃત્યુ અંગેનો પરિતાપ વ્યક્ત થયો છે. એ કોણ હતી એની દુનિયાને ખબર નથી. પણ કવિને એના મૃત્યુ સંદર્ભે દુઃખનું કફન જરૂર મળ્યું. પચ્ચીસ જ વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામનાર કવિ ગજેન્દ્રરાય બુચની પ્રતિભા નિરાળી હતી. 1922 થી 27 સુધીનાં છેલ્લાં પાંચેક વર્ષમાં તેમણે અગત્યની કાવ્યરચનાઓ કરી. “પ્રકૃતિના આલંબનથી મુક્ત રહેલા સીધા ચિંતનપ્રધાન તથા ભાવનાપ્રધાન કાવ્યોમાં કવિની શક્તિ વધુ વિકસેલી છે.” (અ. ક. સુંદરમ્ પૃ. 432) સૌથી વધુ વેધક્તા અરૂઢ નવીન શૈલીમાં લખેલાં ત્રણ મૃત્યુકાવ્યોમાં છે. “વિધુ “બાબુ” અને “સ્મશાને. બાળકના મૃત્યુની વ્યથાને મર્મવિદારક કારુણ્યથી આલેખ્યાં છે. “વિધુ' પ્રો. દુર્કાળના પુત્રના અવસાન અંગે લખ્યું. જેમાં મૃત્યુની નીરવ ભયાનક્તાને કવિ વાચા આપે છે. દૂર ચિતામાં પોઢેલા ભાઈના ભડકા નિયંતા પરના બહેનના વિશ્વાસને અદશ્ય કરે છે. આકાશમાં સહેજ અમથી ઝબકીને વિરમી જતી ઉષાની જેમજ મૃત્યુ પામેલી પોતાની દીકરી ઉષાના વિદ્યુતજ્વાળા સમા નાનકડા જીવનનો નિર્દેશ ‘ઉષાનો સંદેશ'માં થયો છે. જો કે નાના પણ પ્રેમપુષ્પ બની રહેનારા એ મધુર સુંદર જીવનનું પ્રભુને થયેલું સમર્પણ કવિ ઉત્તમ ગણે છે. “સ્મશાને' કાવ્ય પણ સ્વાનુભૂતિમાંથી ટપકેલું હોવાથી વિશેષ ભાવવાહી બન્યું છે. પુત્રી ઉષાના અવસાન પછીના આઘાતને વ્યક્ત કરતું આ કાવ્ય સહજ ઊર્મિઉછાળને પ્રગટ કરે છે. ભાવની સુમધુર નજાકત અહીં સીધી હૈયામાંથી જાણે ટપકે છે. “ઢળી ખાંધે, કહે શું અમ ઘર | ‘ઉષા' આથમી ગઈ” 59 (‘ગજેન્દ્રમૌક્તિકો 64) જરાય તકલીફ ન પડે એમ કુસુમની ચાદર ઉષાને ઓઢાડવા તૈયાર થાય છે. નીરવ શાંતિમાં નિરાંતે જંપી ગયેલા બાળકને ખલેલ ન પડે તેથી પિતા કહે છે. “કહે ત્યાં પોઢાડું કટુરવ, જરી કાન ન પડે” 0 (પાનું. 64). પણ જે હાથે લાડ કર્યા એ હાથ વડે એ બીડાયેલી કળીને અંગારનો સ્પર્શ તો નહિ જ આપી શકું. સ્મશાને ગયા ત્યારે કવિ તો રડી પણ ન શક્યા. બસ નદીનાં ખળખળ જતાં નીરને અન્યમનસ્ક ભાવે તેઓ જોઈ રહ્યા. બળેવને દિવસે અવસાન પામેલી બાળકી અગાધ સ્મરણો મૂકી ગઈ, ને તમામ બળેવને બળતી કરી ગઈ. કવિ કહે છે ખાલી હાથે પાછા વળતાં પત્ની પૂછશે” વળું ખાલી હાથે ઘરભણી પૂછે દ્વારમહીં એ “પ્રતાપી તાપીને તટ મુજ બટું શું નહિ રુવે? 'બળેવે બાળકી પોઢી એ બળેવ સદા બળે 5 (ગજેન્દ્ર-મોક્તિકો’ પાનું 64) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 115 , વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના દીકરા “બાબુ'ના મૃત્યુ સંદર્ભે લખાયેલું “બાબુ' લાગણીસભર કાવ્ય છે. બાબુ ગયો છે એમ કોઈ માની શકતું નહિ. બાબુના અવસાન પછી પણ એની પથારી નિયમિત પથરાતી પણ પાછો તરત ખ્યાલ આવતાં સમજાતું કે “હતું તે તો તું રહ્યું સાદી સરળ વાણીમાં “છે” ને “હતું'નો મસમોટો ભેદ કવિ સમજાવે છે. ફૂલ શા કોમળ બાળકને અપાયેલો અંગાર સ્પર્શ પિતા ભૂલી શકતા નથી. ચિતાનો તાપ શમી જાય છે. પણ પેલો આંતરતાપ કેમેય નથી શમતો. કાળજાની વ્યથા કાળજામાં ભંડારી દઈ પિતા કહે ભૂલ્યો.... ન મારે ઉર ખોલવાનું” પરમશાંતિની ઇચ્છા ધરાવતો સ્વસ્થ થવા મથતો માનવ હવે નીરવં એકાંત ઈચ્છે છે. સંભારણાં'માં સ્વજન, મૃત્યુ પામતાં પછી જીવનમાં વ્યાપેલા સૂનકારની વ્યથા વ્યક્ત થઈ છે. આમ તો જગતમાં ક્યાંય કશું બદલાયું નથી.... પણ.... . ચકિત નયને આજે શોધો હવે મૃગતૃપ્લિકા” 2 (ગજેન્દ્ર-મૌક્તિકો પૃ. પર) સતના ભણકારા, ગયેલા માટેની ઝંખના “મૃગતૃષ્ણિકા' છે ને છતાં માનવ એને ઝંખે છે. નાનાં નાનાં બાળ અકાળે મુરઝાઈ જતાં વિધાતાને કરેલી ફરિયાદ “ભગ્નહૃદય (‘ગજેન્દ્રમૌક્તિકો' પૃ. ૬૨)માં વ્યક્ત થઈ છે. પૂરું ખીલતાંય પહેલાં અકાળે કુસુમો કેમ કરમાઈ જાય છે? બાળક મૃત્યુ પામ્યા પછી ક્યાંય સુધી પિતાને એ કાળભૈરવના ખડખડ થતા અટ્ટહાસ્ય સંભળાય છે. કવિ “સાગરે' (જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી) (1883-1936) ઈ. સ. ૧૯૦૯માં (વિ. સં. 1965) સો પાનાનું કાવ્ય “થાકેલું હૃદય' પ્રગટ કર્યું. સાગરની કવિતાને બિરદાવતાં સુંદરમ નોંધે છે “એકાદ મધુર શબ્દને લઈને તે બેવડાવવા, તેવડાવવાની કવિની સુંદર યુક્તિ કેવળ શબ્દનું જ નહિ, પણ અર્થનું પણ સંગીત સાધવામાં ખૂબ કામ આવે છે.” (અ.ક. મું. ર00) “થાકેલું હૃદય કલાપીને અપાયેલી પ્રેમાશ્રપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. કલાપીના મૃત્યુની જ નહિ, એમના જીવનની વેદના પણ આ કવિને હલાવી ગઈ હતી. “જન્મ શું? મૃત્યુ શું? લોકો લગારે જાણતા નથી” (“થાકેલું હૃદય' 72). પ્રેમીઓ માત્ર પ્રેમના અભાવને જ “મૃત્યુગણે છે. દીવાનસાગર' પ્રથમ તબક્કામાં 1901 થી 1908 સુધીનાં કાવ્યો ગ્રંથસ્થ થયાં છે. જેમાંનું ‘નિવાપાંજલિ” કાવ્ય પિતાની પુણ્યતિથિએ રચાયેલું અંજલિ-કાવ્ય છે. પિતા વિનાનો પુત્ર નિરાધારીનો અનુભવ કરે છે. અરેરે સાલે છે શબવહન હારું મમ ખભે”e૫ (‘દીવાને સાગર' પહેલો તબક્કો પૃ. 16) એ પ્રસંગ યાદ કરતાં તેઓ અસ્વસ્થ બને છે. દીવાને સાગર’ બીજો તબક્કો 1908 થી 1913 સુધીનાં કાવ્યોનો છે. કલાપીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 116 કવિ “મહાત્મા' તથા “સ્નેહયોગી' તરીકે બિરદાવે છે. કલાપીને સાચી શ્રદ્ધાંજલિ એમને પ્રિય આંસુનાં ફૂલ વડે ન્હાનાલાલીય શૈલીમાં કવિ અર્પે છે. ચીતરનારની પીંછી આડે પાછા આંસુડાંનાં પડ છે. “રુદન' કાવ્ય શીર્ષક સૂચવે છે તેમ સાચેજ લાગણીવેડાથી સભર છે. કવિ વિચારે છે. એમનું હૃદય હજુ ફાટી કેમ નથી જતું? સદૂગત વ્હાલાંઓની મૃત્યુખટક હૃદયમાં સતત રહ્યા કરે છે. “જંગલનો મહેમાન'માં કવિ આંસુની સ્મૃતિનો મહિમા ગાય છે. ને એને પ્રેમની ફિલસૂફી તરીકે બિરદાવી હંમેશ તાજી રાખવાનો અનુરોધ કરે છે. કલાપીરૂપી કુરંગ નેહદવમાં શેકાતું રહ્યું, ને છતાં પ્રેમના એ ઘાને પણ કવિ મધુર ગણાવે છે. પણ હવે તો વિચિત્ર જંગલનો એ નિવાસી કોઈક દૂર દેશનો પ્રવાસી બની ચૂક્યો છે. મ યુવાન વયે અવસાન પામવાથી લગભગ અજાણ્યા રહી ગયેલા કવિ નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટને સુંદરમ્ એક આશાસ્પદ કવિ તરીકે ઓળખાવે છે. કાન્તના સફળ અનુયાયી તરીકે પણ બિરદાવે છે. (અ. ક. સું. 37576) કવિએ પોતાના મૃત્યુ પહેલાં મહિનાઓ લગી ટકેલી ગ્લાનિના આવેશમાં કેટલીક કૃતિઓ ફાડી નાખેલી. જેમાં કેટલીક સારી પણ હતી. બધી કૃતિઓમાં “શાપસંભ્રમ'ને સુંદરમે ઉત્તમ કૃતિ કહી છે. આ કાવ્ય કવિએ કાન્તના ‘વસંતવિજય'ની શૈલીમાં ઈ. સ. ૧૮૯૪/૯૫માં લખેલું, ને “સુદર્શન'માં છપાવ્યું હતું. મૃત્યુ પામેલી હરિણીઓએ જાણે શાપ દીધો હોય એમ કોપેલી અશરીરી વાણી પાંડુ સાંભળે છે. ને પછી પોતેજ જણાવે છે કે એ મારા હૃદયમાંના અત્યંત પરિતાપનો જ પ્રતિધ્વનિ કાને સંભળાયો. જાણે શાપના શબ્દો સંભળાય છે. દુઃખાબ્ધિમાં દયિત પ્રાણ હરી ડબાવી દો તારી પ્રિયામણી થજો સ્થિત થજે સ્થિત - આર્ત આવી.... કારી કર્યો જખમ તીરથી કાળજામાં તું પામજો મરણને, મુજ શી દશામાં” " (પાનું. 26). મગનલાલ ચતુરભાઈ પટેલ ઈ. સ. ૧૯૨૭માં “કુસુમાંજલિ” નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “પ્રીતિગલપાશ'માં બાબુનો અવસાન સંદર્ભ ગૂંથી કવિ કહે છે કે જનાર જીવ તો પ્રીતિના પાશનેય સ્વીકારતો નથી. સદૂગત બાબુને ઉદ્દેશી કવિ કહે છે “અમને તો એમ કે તને તો કદી મૃત્યુની દિશા નહિ જડે, તને એ દિશા બતાવી કોણે? અર્થાત એ શી રીતે મરી શકે? એ મૃત્યુ પામ્યો છે એમ મનાતું જ નથી. “મધુરિ મૂર્તિ કાવ્ય પણ કરુણરસને વહાવતું કાવ્ય છે. પેલા મૃત પામેલા શિશુને જ યાદ કરીને શોક વહાવાયો છે. બાબુની મધુર મૂર્તિ ક્ષણે ક્ષણે તરવરે છે. પ્રિય બાળકનું મૃત્યુ સ્વીકારી નથી શકાતું. બાબુ જાણે આજુબાજુ હરતો ફરતો હોય એવો ભાસ થાય છે. કવિ લલિતજીનાં કાવ્યોમાં પણ ક્યાંક થોડો મૃત્યુસંદર્ભ વણાયો છે. (18771946) “લલિતજી એટલે લલિત જ, લગીર પણ સુંદર' ન્હાનાલાલના આ શબ્દોમાં લલિતની લોકપ્રિય કવિતા-પ્રવૃત્તિનો સાર આવી જાય છે. ઈ. સ. ૧૯૧૨માં “લલિતનાં કાવ્યો' તથા ૧૯૩૨માં “લલિતનાં બીજાં કાવ્યો' પ્રગટ થાય છે. “ભૂલી શકું કેમ કહે ?' (‘લલિતનાં કાવ્યો')માં વસમા શાશ્વત વિયોગની વાત છે. પતિપત્નીનાં સહવાસ-સ્મરણો, Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #118
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 117 પત્ની જતાં વિશેષ સાંભરે છે. આંસુને અભિષેકે સંસારને મસ્તક પર ધારણ કરવામાં સતત ભાગીદાર બનેલી પત્ની તો એમની “જિંદગી’ સમાન હતી. એ શી રીતે ભૂલી શકે ? તો દવસમાં સ્વજનોને આપવી પડતી વિદાયને કવિ “વસમી’ ગણાવે છે. વિદાય સમય કહી પણ શું શકાય? કેવળ અશ્રુભરી શ્રદ્ધાંજલિ. “સત દેવીનો સંવત્સર' રચાયું પત્નીની મૃત્યુતિથિના સંદર્ભમાં. સાથે સાથે અન્ય દિવંગત સ્વજનોને પણ કવિ શ્રદ્ધાંજલિ અર્પે છે. સખિનો માતૃવિરહ' કાવ્યમાં પત્નીનાં માનું અવસાન થતાં દુઃખદ ચિત્તસ્થિતિને કવિ વાચા આપે છે. એ કુમળા વદન પર એ સમયે અકથ્ય અસહ્ય કરુણરસના ભાવો હતા. ભાઈશંકર કુબેરજી શુક્લે “કાવ્યવિલાસ' નામનો કાવ્યસંગ્રહ બહાર પાડ્યો. જેમાં “યમ” અને “નચિકેતાનો સંવાદ' નામનું કાવ્ય કઠોપનિષદના સંવાદના ભાવાનુવાદરૂપ લખ્યું. વત્સરાજ વાસવદત્તા વિનોદ' “નૃપવિલાપ' કાવ્યનું વસ્તુ ભાસના “વાસવદત્તા' નાટક પર આધારિત છે. વાસવદત્તાને સંકેત પ્રમાણે ભોંયરા વાટે બહાર રવાના કરી રાજકીય ઉત્કર્ષના હેતુ માટે, રાણી વાસવદત્તા બળી ગયાના સમાચાર દાસી રાજાને આપવા જાય છે. ત્યારની રાજાની મનઃસ્થિતિનું કવિએ અહીં વર્ણન કર્યું છે. “દેવી કેરો જગતમહીં શું નાશ એ હોય સત્ય?” 2 (‘કાવ્યવિલાસ' પાનું. 91). દેવીને બાળી નાખનાર અગ્નિને એ ક્રૂર પાવક તરીકે ઓળખાવે છે. આક્રોશથી કોઈ મેઘખંડ ખળભળી ઊઠે, ને અવનિતલને અંધકાર છાઈ દે તેમ “મૂછ પામી દડદડ પડ્યો દીર્ઘ નિશ્વાસ નાંખી” " (પૃ. 91) “કાવ્યવિલાસ “નેત્રોમાંથી ખરર કરતી અશ્રુધારા અખંડ ચત્તોપાટ અબુધ પડીઓ હોય શું ચંદ્ર અખંડ.” (“કાવ્યવિલાસ' (1) આ કાવ્યમાં ચોથો ખંડ રાજાના વિલાપનો છે. ઉદયન વધુ વ્યથિત એટલા માટે છે કે પોતાની પ્રિયાનું શબ પણ જોવા ન પામ્યો. એને તો પ્રિય પત્નીની ભસ્મ પણ ન મળી એનો તીવ્ર આઘાત એ અનુભવે છે. વીસમી સદીના આરંભકાળમાં આપણને દીપકબા દેસાઈની કવિતાઓ મળે છે. સ્તવનમંજરી' નામનો સંગ્રહ તેઓ આપે છે. “ધર્મજ્ઞાના અવસાન નિમિત્તે અપાયેલી અંજલિમાં ખીલતી કારમી લતા (લતાને કારમી કહેવાય ?) પલકમાં શૂન્ય ચેતના બની ગયાનો વિષાદ કવયિત્રીએ વ્યક્ત કર્યો છે. અર્ધખીલેલા એ ફૂલડાએ મૃત્યુના પ્રખર તાપને શી રીતે સહન કર્યો હશે? ‘પ્રિયાને'માં ક્રૂર કાળને ઉદ્દેશી દીપકબા કરુણ આક્રોશ વ્યક્ત કરે છે. “અકાળે કુમળી કળી કાં શૂટી”? (‘સ્તવનમંજરી” 80) સદૂગત સ્વજનના ગુણો સંભારી તેઓ ઝૂરે છે. પોતાની આશાઓને છિન્નભિન્ન કરી ચાલી જનાર મધુરમૂર્તિ બહેનને તેઓ યાદ કરે છે, ને કલ્પાંત કરે છે. પોતાને ઘેર જ ફરી જન્મ લેવાનો અનુરોધ તેમની પુનર્જન્મની માન્યતાને પ્રગટ કરે છે. “દીપકબાનાં ખંડકાવ્યોમાં ‘ચિત્રદર્શન અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 118 પૂર્વસ્મરણ' વિશેષ રસપ્રદ કાવ્યાત્મકતા ધારણ કરે છે. જો કે બંને ખંડકાવ્યો અનુવાદિત છે. ક્યારેક અલંકાર, પદાવલિ અને છંદ ત્રણેય દ્વારા ભાવાત્મક ગતિશીલ ચિત્ર અંકિત થઈ જાય એવું કે - “અને ત્યાં શું દીઠું... દિમૂઢ ખરે હું બની ગયો. બિચારો કોઈ ત્યાં કુમળી કદળીશો ઢળી પડ્યો પડ્યો છે ઘા ઊંડો અરર, વહતી રક્તસરીતા ગળામાંથી બોલે, કરુણવચનો “હા થયું શું આ” “અજાણ્યા આંધળા ઘા-નો રોષના ધરીએ જરા .... રે રે ત્રણે અગ્નિને સોંપિયા મહે” - (“કાવ્યપંદિતા' પૃ. 24) સૌ સુમતિબહેન ભૂપતરાય મહેતા (ઈ. સ. ૧૮૯Q/૧૯૧૧)નો મરણોત્તર કાવ્યસંગ્રહ હૃદયઝરણાં' ૧૯૧૨માં પ્રગટ થાય છે. જેમાં સ્થળે સ્થળે અંગ્રેજી કવિ બ્રાઉનિંગની રચનાઓમાં રૂપાંતરાદિ નજરે પડે છે. સૌ સુમતિએ કાવ્યનો આરંભ ભાષાંતરથી જ કર્યો હતો. “વીરની વિધવા' ટેનિસનના હોમ પે બોટ હર વોરીયર' કાવ્યનું ભાષાંતર છે. “મૃત્યુ દ્વારા જીવન ઇલિઝાબેથ બ્રાઉનિંગના “આઈડોલ્સ ઑફ લાઈફ એન્ડ ડેથ' નામના કાવ્ય ઉપરથી કરેલું છે. “વીરની વિધવા મૃત્યુ પામેલા વીર સૈનિકની સૂનમૂન બની ગયેલી પત્નીનું હૈયું મોકળું કરવાના પ્રયત્નરૂપે એક વૃદ્ધા, સૈનિકની પત્નીના ખોળામાં એના બાળકને સુવાડતાં એ ‘તું જ અર્થે જીવું છું હું કહી હૈયાફાટ રુદન કરે છે. એ પ્રસંગ વણ્યો છે. સ્મશાનભૂમિ કાવ્યમાં માતપિતા તરફની ભાવોર્મિ સંયુક્ત રૂપે પ્રગટ થાય છે. સ્મશાનનું વર્ણન ભયાનક નથી. અન્યના મૃત્યુ સંદર્ભે પોતાના મૃત્યુ પામેલાં સ્વજનો વિશેષ યાદ આવે. અહીં સૌની ધીર, વીર, ઊંચ, નીચ.... બધાની ચિતા બળે છે. રહેલાના હૃદયને ખિન્ન કરે છે. મરણ આટલું દુઃખદ હોઈ શકે એ ખ્યાલ જ ન હતો ને અચાનક “મૃત્યુદેવ છૂપાઈ પૂર્ણ સમયે પેઠો હમારે ગૃહ ખેંચી લીધી ગરીબ મ્હારી ભગિની દુઃખ હૈયું સહે” 2 (‘હૃદયઝરણાં' પૃ. 21). ....જેના આધાતે કવયિત્રીનાં માએ પણ પછી અંતિમ પ્રયાણ કર્યું. માતાના મૃત્યુ અંગે પરિતાપ નથી. અહીં બધા સ્વસ્થ છે. સદ્દગત માતાને પરલોકમાં સુખી રહેવા જણાવે છે. સ્મશાનભૂમિ જોઈ માનું મૃત્યુ યાદ આવી જતાં ઉર લાગણીથી ભરાઈ જાય છે. તેઓ કહે “ના તુટયાંની બુટી છે.” તો નાના બાળકને વિધાતા કેમ ખૂંચવી લે છે એ પણ કવયિત્રી સમજી શકતાં નથી. કવિ ખબરદારનો (1881-1953) પ્રથમ કાવ્યસંગ્રહ “કાવ્યરસિકા' ૧૯૦૧માં પ્રગટ થાય છે. “કવીશ્વર દલપતરામનું શોકજનક મૃત્યુ' લાગણીઓના ઉભરાવાળું સામાન્ય કાવ્ય છે. “પુત્રીવિરહ' કવિએ પોતાની ચૌદમાસની પુત્રીના અવસાન નિમિત્તે લખેલું સામાન્ય કાવ્ય છે. દીકરી મહિનો જન્મ 28/10/1899 ને અવસાન 18/12/1900 એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્વનું નિકા : 16/8 થયેલું. આ કાવ્યમાં કૂડા કાળે પ્રીતિતણું આશાવંતું ઉલ નાધ જાન, શ્રેય જજ જ ‘કલિકા' કાવ્યસંગ્રહ ૧૯૨૬માં પ્રગટ થાય છે. આ સંગ્રહમાં છે, જાત, કt -જ પ્રેમવિષયક ચિંતન રજૂ થયું છે. “દેહ નહીં રહે માત્ર છે કામનું જન જન જીવનના સનાતન નિયમનું કવિ ઉચ્ચારણ કરે છે. નાનાં બાણ લલ્મ કરુણમાં પર્યવસાન પામે છે. કવિ કહે છે “જીવન મુકે છે અદા ખજુના - 8 - 4 - છતાં દેહ વિલીન થતાં કોઈ અપૂર્વ તેજગર્ભની શાશ્વતતામાં કય, શ્રદ્ધા છે. કવિ ખબરદારની પુત્રીના (હેમીના) અકાળ મરવા જાઇ - કાવ્યસંગ્રહનો (1931) જન્મ થાય છે. પુત્રી ëમીનાના અકાળ અવસાન,રિ ઇ. પંક્તિનું લાંબું કરુણપ્રશસ્તિ કાવ્ય આખું જ મોટો મૃત્યુસંદર્ભ બનીને આવે છે. (હરી-વના જન્મ 9/11/1901 અવસાન 17/7/1928) જીવન પાછળ ન કયમ, જીવન બીજું રહે મૃત્યુનાં પડ પછી પડ ઉપડતાં” (“રિક . 3) આવું કહ્યા પછી પણ કવિ વિવશ બને છે. ડૂમો ભરાય છે. જ્ઞાન પાછું દિલું છે. જય છે. “વિકાસની વેદના' નામના ચોથા ખંડમાં વળી પાછો નિરાશાનો સૂર સંભળાય છે, કદ અહીં “અંધાર'ને મૃત્યુના પ્રતીક તરીકે ગણવે છે. અંધારરૂપી સર્પ (મૃત્યુ) કથાનું સૌ હોમાતા જતા હોવા છતાં દુઃખથી હારી જવાની તો કવિ ના જ પાડે છે. ફા મહાશિલ્પી મહાકવિની સર્જનકળામાં શ્રદ્ધા રાખવાનું કહે છે. ને અનુભવ માનવને કંઇ અને ભંગ કરવા પ્રેરે છે. “છો બધાં દુઃખ ખાતાં હૃદય કોતરી છો બધી વેદના દેહ પીલતી” (140 દર્શનિક) બધી વ્યાધિ તથા બધી વેદના કવિ પી જવા તૈયાર છે. “ધર્મવાદનું ધુમ્મસ નામના પાંચમા ખંડમાં કવિ જુદી જ રીતે ધર્મચિંતન રજૂ કરે છે. “સ્વર્ગ અને નરકને કવિ માનવ કદી નહીં જોયેલા “સ્વપ્નલોક'નું નામ આપે છે. જ્ઞાન એક વાત છે, ને અનુભવ જુદી વાત છે. જ્ઞાનની ગમે તેટલી વાતો કરવા છતાં જયારે કોઈ આત્મીયજન મૃત્યુ પામે છે, ત્યારે માનવનું હૈયું ખળભળી ઊઠે છે. કવિ ધર્મમાં માને છે, ધર્મવાદમાં નહિ. સાન માત્વ અનંતત્વનો ભેદ શી રીતે પામી શકે ? “સંતોનાં પગલાંની કેડીમાં કવિની છાતીમાં બાપુના ઉરની પાંદડીઓના પમરતા સ્નેહનો નિર્દેશ થયો છે. કવિની ઉરવાંસળી કરુણ સૂર કાઢે છે. “બાપુજીની મશાલ પૂઠેમાં કવિ પોતાના જ જીવને રહ્યાંસહ્યાં ગીતો.માઈ લેવાનું સૂચવે છે. ગાંધીજીનું જીવન પણ કાળની ચક્કીમાં પિસાઈ જતાં કવિના હૃદયે ઊંડા ચીરા પડ્યા છે. “ફૂલચૂંટણી' કાવ્યમાં કવિ પોતાના વાસ્તવિક અનુભવોમાંથી ટપકતી વેદના રજૂ કરતાં વ્યથાતો અનુભવે જ છે. સ્વજનના મૃત્યુનું દુઃખ અસહ્ય છે. કવિના જીવનમાં કંઈક કળી ખીલ્યા વિના જ કરમાઈ ગઈ છે. નાનાં પુષ્પ સમાં બાળ કરમાઈ જતાં કવિનું હૈયું | ચિરાઈ ગયું છે. ને એ પુષ્પોની સુંદરતા યાદ કરતાં કવિ અશ્રુ સારે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 120 ગોવર્ધનયુગ-મૃત્યુ સ્વરૂપ મૃત્યુચિતન, મૃત્યુની વાસ્તવિકતા - તથા મૃત્યુની ભયાનકતા સ્નેહમુદ્રા'ના સર્જકનું ચિંતન જ મૃત્યુજનિત શોકનું શામક છે. “મૃત્યુ એટલે બસ આત્યંતિક વિનાશ જ, કે પછી તેની પાર કંઈ હોતું હશે? મૃત્યુ જે આમ અપ્રતિહત અને અનિવાર્ય, તો જીવનનો અને પુરુષાર્થનો અર્થ શો ? આવા આવા પ્રશ્નો કવિહૃદયને ઘેરી વળે છે. “સ્નેહમુદ્રાનું મૃત્યચિંતન ધ્યાન ખેંચે તેવું છે.”) એમ અનંતરાય રાવળે નોંધ્યું છે." વણ આદિ ને વણ અંત વણ આકાર ને વણ માપ સ્થિર એક ને જગ સંચરે તે માંરી જે તે એક હું” કઇ 85 મા કાંડમાં સમુદ્રગર્જન બટુકડા માનવીને અમૃતત્ત્વના સતના અનંત પ્રવાહની ઝાંખી કરાવી ભવ્ય ગંભીર વાણીમાં ઉદ્યો છે. જગતમાં કંઈ જ નષ્ટ થતું નથી. નાશનો તો માત્ર આભાસ દેખાય છે. હતું તે હજી છે. પ્રતિધ્વનિ'માં મૃત્યુ પછી જીવનો કેવી રીત ઐહિક જગત સાથે સંબંધ રહે છે, તે વિશે પ્રશ્નોત્તર છે.” “સ્વપ્નમાધુર્યમાં પ્રિયારૂપી લહરીનું શરીર પંચમહાભૂતમાં લીન થઈ પંચભૂતના જગતમાં મળી અદશ્ય થઈ ગયાનો નિર્દેશ છે.” * “એવા રૂડા આંબલિયાની ડાળ મૂકીને | કોયલ ક્યાં ગયા રે તમને આવી છે આવી પાંખ આંબલિયો અપંગ છે રે ઊભો ઊભો ફૂલે ને કરમાય” 7 માં અન્યોક્તિના ચમકારા છે. યમતિમિરના પડદા તળે પોતાની પત્ની ઢંકાઈ રહેલી છે. કંઈ નાશ નથી પામી. મૃત્યુનો પડદો ફાડી તેની પાછળના સત્ય પળવાર દેખાડનાર જગવ્યાપી સ્મશાન પ્રબોધરૂપ શોકનાશક પ્રકાશ તે (નાયક) પોતે છે. નાયકની પ્રિયા અનંતતામાં લીન થયેલી છે. તેથી દેખાતી નથી. શરીર જીવન મૃત્યુથ લાગે છે. પણ આત્મા તો મૃત્યુના પડદાની પેલે પાર એવો ને એવો તેજસ્વી છે. “જીવ મરતો, મૃત્યુ જીવતું” & “સ્નેહમુદ્રા (પૃ. 131 સ્નેહમુદ્રા) - ગોવર્ધનરામની મૃત્યુ પામેલી દીકરી લીલાવતી નિમિત્તે કવિએ “લીલાવતી જીવનચરિત્ર' લખ્યું. જેમાં મૃત્યુ પામેલી દીકરી તત્ત્વચર્ચા કરતી હોય એવી કલ્પના કવિએ કરી છે. મૃત્યુ પામેલી દીકરી જાણે “કોણ સ્ત્રી? ને પુરુષ કોણ ? અપત્ય કો, કો તાત ?' એવા સનાતન પ્રશ્નો મૂકતી ગઈ. કવિને સમજાતું નથી શોક શો કરવો ? શકે ત્યવોય શે? શોકપાન કર્યું ત્યાં જ્ઞાનનો ઉદય થયો. મોહતિમિર વિરમી જાય છે. પણ જ્યાં આ તિમિર નષ્ટ થાય છે ત્યાં દીકરીને ઉછેરનાર કવિભગિની પણ ડુલી જાય છે. સૌ મરણશીલ, તેથી કવિ કહે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 121 “હું દેખું વિશ્વમાં રાખ હું દેખું વિશ્વને ખાખ” (“લીલાવતી જીવનકલા' પૃ.૧૪૬) પ્રકૃતિવિકૃતિ ભેગા મળી ઘડીક આ શરીર ધારણ કરે છે. ને પછી કારણકાયા શમી જાય છે. મલકાતી લીલાવતી જાણે “આ જ પરલોક” કહેતી ઊભી દેખાય છે. પુત્રી પિતાને આત્મદષ્ટિએ પોતાને જોવા વિનવે છે. “નહિ હું પુત્રી તમે નહીં તાત” ભવસાગરમાં અટવાતા પિતાની મૂંઝવણનું સુકાન પુત્રી ઝાલીને બેઠી છે. એ નયનની કીકીમાહીં કવિ પરલોકને નિહાળે છે. ને આનંદ-પારાવાર અનુભવે છે. પિતાએ દીકરીનું જીવનમરણ સંન્યાસી બનીને જોયું. ઇન્દ્રજીતવધ'માં કવિ દોલતરામ પંડ્યા ઇન્દ્રજીતનું વર્ણન કરતાં કહે છે, ઈન્દ્રજીત એમ માને છે કે એકવાર મરવાનું જ છે, તો રણમાં મૃત્યુ પામવું એ તો અતિઉત્તમ છે. ઇન્દ્રજીત બડાઈ મારતાં એટલે સુધી કહે છે કે અતિ કોમળ રામ પોતાના યમદંડસમા શરને જીરવી નહિ શકે, રામ જાણે સૂતેલા યમને જગાડી સામેથી મોત માગે છે, એવું એ માને છે ને ધારો કે રણાંગણમાં પોતાનું મૃત્યુ થાય તો એનાથી વળી રૂડું શું? તો રાણી મંદોદરી પુત્ર યમરાજ સાથે બાથભીડી છે એ જાણવા છતાં માનું હૈયું તો આશીર્વાદ જ આપે છે. મંદોદરી સીતાને સમજાવવાનો પ્રયાસ કરતાં કહે છે “મરણ રાધવનેય મૂકશે નહિ તેથી રામને મરણમાંથી બચાવવા માટે પણ રાવણ સાથે પરણવાનો અનુરોધ એ કરે છે. અઢારમા સર્ગમાં ફરી મંદોદરી એ જ વાત કરીને સીતાને વધુ સમજાવવા યત્ન કરે છે. “સૌ કાળના વશમાં હોમાય છે કોઈ અમર અને અનંત નથી. જન્મ અને મરણનું ચક્ર અભેદ્ય છે.” પણ સીતાને તો પરમનિધાન પતિમાં, રામમાં અખૂટ શ્રદ્ધા છે. રામને અખંડ, અભેદ્ય ને વિકટ યમરાયના અંત તરીકે તેઓ પ્રમાણે છે. મરણથી પર પૂરણ બ્રહ્મ” 80 (પૃ. 99 “ઇન્દ્રજીતવધ') રામ મરણથી પર છે એટલું જ નહિ એતો કાળનો કાળ છે એ વાતમાં સીતાને અતૂટ શ્રદ્ધા છે. રામ પ્રત્યે અપાર સ્નેહભાવ દર્શાવતા વાનરો “મૃત્યુને વિરહ કરતાં વધુ શુભ ગણે છે. એ વાતનો ઉલ્લેખ ત્રેવીસમાં સર્ગમાં થયો છે. દોલતરામ કવિએ “સુમનગુચ્છ' (ઈ. સ. 1899 સં. 1955) રચ્યું જેમાં સીધું જ મૃત્યચિંતન છે. “મોહ' નામના કાવ્યમાં કવિ મરણનું ઋણ ઉતારવાની અનિવાર્યતાનો નિર્દેશ કરે છે. અખૂટ ધનધાન્યનો સંગ્રહ કરી ઇન્દ્ર જેવો વૈભવ ભેગો કરી વટમાં ફરતો માનવી મરણનો દેવાદાર છે. મરણને પૈસા વડે ખરીદી, કે હંફાવી શકાતું નથી કે એને લાંચ આપી શકાતી નથી. “મરણને નહિ દ્રવ્ય મૂંળું કરે” અભિમાની માનવને કવિ મૃત્યુનું કરાલદર્શન કરાવે છે. આગળના પ્રદેશમાં, મૃત્યુ પછીની યાત્રા તો એકલા જ કરવાની છે. તો “મૃત્યુ' કાવ્યમાં તો ખૂબ જ સ્પષ્ટપણે સીધું જ મૃત્યચિંતન વ્યક્ત થયું છે. કવિ કહે છે જોતજોતામાં આ કાયાનો ઘડો ફૂટી જવાનો, જંતરનું તંતર તૂટી જશે, તો પછી આ બધી ઝંઝટ શાને? કવિ કહે છે “અંતે કાયાનો શાશ્વત વિયોગ થવાનો જ હોય તો પછી એની માયા શાને? સૃષ્ટિની સર્વ ઔષધિઓ ભેગી કરવામાં આવે, જ્યોતિષી પાસે મંત્રજાપ કરાવવામાં આવે, તોય મૃત્યુનો કોઈ વિકલ્પ નથી. મરનારની માનો વિલાપ, બાપનો અભિશાપ, પત્નીની વ્યથા કે બાળકોની અવદશા કશું જ મૃત્યુને સ્પર્શી શકતું કે P.P.AC. Gunrathasur M.S. Gun Saladhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 122 રોકી શકતું નથી. મૃત્યુ વિષે કવિ અહીં નિષેધાત્મક રીતે વિચારે છે. જીવનવારિની આ નાનકડી ઘેર જોતજોતામાં વહી જશે. ને એકાએક ચમચમ કરતી મૃત્યુસોટી વાગશે. ‘વિરાગ' વિભાગના વૃદ્ધા' કાવ્યમાં સ્પષ્ટપણે મૃત્યુનું આલેખન નથી. પણ ધીમે ધીમે આવી રહેલા મૃત્યુનો અણસાર જોતાં વૃદ્ધાની મનોદશા વર્ણવી છે. “જન્મને આરેથી નીકળી આવ્યો મૃત્યુકિનારે' જોતજોતામાં માનવ જન્મને કિનારેથી મૃત્યુકિનારે આવી પહોચે છે. મૃત્યુનો સોટો વાગતાં હબકી ધ્રૂજી જતા માનવનું વર્ણન “અવસાન' કાવ્યમાં કર્યું છે. જન્મથી સાથ નિભાવનાર દેહને ત્યજ્વો પડશે. કાળના બળબળતા ચક્રમાં ચગદાવું પડશે. ઘોર વેરાનમાં એકલા ચિરકાળ સુધી ફરવું પડશે. મૃત્યુ-સમયની ક્ષણની પરિસ્થિતિની કલ્પના કરતાં કવિ કહે છે, મૃત્યુષણ આવતાં ચારે બાજુ અંધારું અંધારું લાગશે, છાતીમાં બળતરા થશે. કાળ માનવને અંતે દળી નાખશે ને પછી ચાળશે. પહેલેથી નહી ચેતનારાને કવિ જાણે અહીં ચીમકી આપે છે. મરણ પછીનું સ્થાન પણ સૌનું નક્કી જ હશે. સાથે રાખ પણ નહિ આવે. ખાલી હાથે જ જવાનું. “અસારતા' કાવ્યમાં કવિ સંસારની અસારતા તથા માથે ગાજ્યા કરતા મરણ તરફ ધ્યાન દોરે છે. અંતઃકરણને જ “યમ” તરીકે ગણાવતા આ કવિ બહારના કરતાં અંદરના યમથી વધારે ગભરાવાનું કહે છે. “કુસુમાંજલિ' કાવ્યસંગ્રહમાં કવિ ભીમરાવે સને ૧૮૮૫ના મે મહિનાની ૭મીને ગુરુવારે વડોદરાના મહારાજા સયાજીરાવનાં ધર્મપત્ની મહારાણી ચમનાબાઈના અકાળે થયેલા અવસાન નિમિત્તે “સ્મરણચિહુન' નામનું શ્રદ્ધાંજલિ કાવ્ય લખ્યું છે. આ કાવ્યને સત્યેન્દ્ર ભીમરાવે શોકપૂર્ણ પણ મધુર કાવ્ય તરીકે ઓળખાવ્યું છે. ચંદ્રની બીજરેખા સહેજ પ્રકાશી ગયાનું કવિ વર્ણવે છે. એક ફૂલ ખીલે, ને બીજું કોઈ સૂએ, કોઈ જાગૃત થાય, કોઈક હસે ને કોઈક રડે, અસ્તોદયના આ નિયમ કળી શકાતા નથી. ૧૮૮૭માં નરસિંહરાવના “કુસુમમાળા' કાવ્યસંગ્રહ સાથે અર્વાચીન ગુજરાતી કવિતામાં એક નવો ઉન્મેષ પ્રગટ થાય છે. “કાળચક્ર' કાવ્યને અંતે કાળના સપાટામાં ચૂરો થતા માનવની નષ્ટપ્રાયતા કવિએ વર્ણવી છે. માનવની પામરતાનો નિર્દેશ કરતાં કવિ, આ વિશાળ સિંધુસમા જનસમુદાયમાં માનવને એક બુદ્ધદૂ સમાન ગણાવે છે. “આશાપંખી' કાવ્યમાં મૃત્યુને રાક્ષસ તરીકે ઓળખાવતાં કવિ મૃત્યુની પેલે પાર ગયા પછી આનંદ જ આનંદ હોવાનું માને છે. ને તેથી જ ત્યાં સુધી પેલા આશાપંખીને ધીરજ ધરવાનું તેઓ કહે છે. “વિધવાનો વિલાપ'માં વિધવા નારી જમને ઉદ્દેશી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. મોત ઘડ્યું તો ભલે ઘડ્યું પણ તરુણને શિરે એ કેમ વહેલું આવે ? પોતાની દીકરી માટે કદી ન મરે એવો વર શોધવાની તરંગી કલ્પના એની વેદનાજન્ય અભિવ્યક્તિ છે. ૧૮૯૬માં પ્રગટ થયેલ “હૃદયવીણાનાં કાવ્યોમાં નરસિંહરાવે વિવિધ સંદર્ભે મૃત્યચિંતન પ્રગટ કર્યું છે. મૃત્યુની ઘેરી છાયાએ એમના પહેલાના ઉત્સાહને ક્ષીણ કરી નાખ્યો હતો. રમણીય પ્રકૃતિતત્ત્વોય પછી તો એમને શોકનું ગંભીર ગાન સંભળાવતાં હોય એમ લાગતું હતું. “જળધોધમાંથી પણ કવિને શોકઘેરો ઊંડો પ્રતિધ્વનિ સંભળાય છે. “તિમિરનું ગાન'માં માતાપિતા વિના ટળવળતા અનાથ શિશુની અવદશાનું ચિત્ર કવિ આપે છે. પણ પછી હૃદયની સ્વસ્થતા અને જ્ઞાનદષ્ટિ મૃત્યુને કવિનો મિત્ર બનાવી દે છે. હવે અવસાનનો નાદ એમના હૃદયકુંજમાં પ્રવેશી અલૌકિક કૂજન કરે છે. એ રહસ્યમય કૂજન કવિ કળી શકતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 123 ન હોવા છતાં એ “મૃત્યુગાન' કવિને ગમે તો છે જ એને પરિણામે સર્જાતાં કવિ કવિ પાછા દોસ્ત અવસાનને “અવસાન' કાવ્યમાં સમર્પિત કરે છે. હૃદયવીણા' પછી અઢાર વર્ષે નૂપુરઝંકાર' બહાર પડે છે. અહીં પણ અવારનવાર મૃત્યુનો સંદર્ભ કવિ ગૂંથી આપે છે. પ્રકૃતિ તરફનું વલણ પણ બદલાયું છે. “મૃત્યુને પ્રાર્થના'માં કવિ મોતને ઘડીભર થોભી જવા વિનવે છે. કારણ હજુ તો એમનાં અરમાનો અને ગાન અધૂરાં છે. કવિ ટેનિસનના ‘ટેરર ઑફ ડેથ' નામના અનુવાદ કાવ્ય (“ગોલ્ડન ટ્રેઝરી') “મરણનો ભય'માં કવિની લેખિની પરિપક્વ ગ્રંથની રચના કરે એ પહેલાં મૃત્યુ આવી પહોંચવાની કવિની ભીતિ પ્રકટ થાય છે. બીજું બધું તો ઠીક પણ મૃત્યુ આવી પહોંચશે તો પછી સૃષ્ટિસૌદર્ય તથા પ્રેમના પારાવારનો રસ ચાખવા નહિ મળે. મારી કોરેલીની છેલ્લી નવલકથા “લાઈફ એવર લાસ્ટીંગ' વાંચ્યા પછી એક મિત્રની સૂચના પરથી રચાયેલા “મૃત્યુનું મરણ” નામના પ્રેરિત કાવ્યમાં સ્વસ્થ ચિત્તની પરમ શાંતિની પરમજ્ઞાનની પળોનો આવિષ્કાર જોવા મળે છે. અહીં શરૂમાં મૃત્યુની દુર્જયતા બતાવનારા વિચારો છે. પછી એનો ઉત્તર આપતાં અજ્ઞાન દૂર થતાં ને જ્ઞાન પ્રકટતાં કવિ મૃત્યુના નાશ'ની વાત કરે છે. વ્યર્થ ભયને કારણે અત્યાર સુધી મૃત્યુની ભયાનક મૂર્તિ રણ્યાનું કવિ કબૂલે છે. અમરપણું એ વ્યાપક સ્વરૂપ હોવાની પ્રતીતિ થાય છે. જીવનબેટને પરજીવન સાથે જોડનાર તત્ત્વ “મૃત્યુ' હોવાનું સમજાય છે. પણ આમ કહ્યા પછી તરત કવિ પાછા કરાલ કાળના પ્રહારની વાત કરે છે. માના મોં સામે જોઈ કાલું હાસ્ય કરતા શિશુને કરાળ કાળ ઝડપી લેશે. આશ્લેષમાં રમતાં પ્રેમીઓ પળવારમાં કરાળ મૃત્યુનો કોળિયો બની જશે જગમાં અનિવાર રમતા મૃત્યુને કોઈની દયા નથી. મૃત્યુનો વધ કરવા કોણ સમર્થ છે? એમ કહ્યા પછી તરત કવિ કહે છે “અજ્ઞાનતિમિર ચાલ્યું જતાં મૃત્યુ મરી જાય છે. ને ત્યારે જીવન પરજીવન બેય એકજ સરિતના વ્હેણ સમ ભાસે છે. “કિસા ગોતમી’ બૌદ્ધકથાને કેન્દ્રમાં રાખી લખાયેલા “મૃત્યુની અનિવાર્યતામાં ખૂબ નજાતથી તળપદી, નાજુક મધુર સંવેદના છલકાઈ છે. બાળકના મૃત્યુ સમયનો પ્રસંગ અને પળ ખૂબ જ નાજુક હોવા છતાં વેધક રીતે કવિ નિરૂપે છે. 1 “અધર પુટના બન્યથી મુજ સ્તન તર્યું વળી તે ક્ષણે” દ્ર' (‘હૃદયવીણા' પૃ. 67) મૃત્યુની અનિવાર્યતાને કવિ “દિવ્ય કટુ અમૃત' તરીકે ઓળખાવે છે. “જીવન' કાવ્યમાં જીવનમરણના અવિરત ક્રમપ્રવાહને પ્રકૃતિના સંદર્ભ દ્વારા કવિ વ્યક્ત કરે છે. જૂના પરપોટાનો ભંગ થાય છે, ને નવા રંગીન પરપોટા જન્મે છે. ને ફીણભરી છોળ પ્રગટાવે છે. અવસાન નિમિત્તે અવસાન ખુદ અશ્રુ સારે એવી અપેક્ષા મૃત્યુ સાથેની મિત્રતાનું સૂચક સ્મરણસંહિતા' કાવ્ય કવિની તીવ્રતમ સંવેદનામાંથી ટપકેલું છે. મૃત્યચિંતન પણ ઘેરી સ્વાનુભૂતિનો જ પરિપાક છે. જે, તર્કવાદના વાદથી સીધી રીતે સધાતું નથી, તે મૃત્યુ અને દુઃખના અનુભવો સાધી આપે છે. તેથી જ પ્લેટો તત્ત્વજ્ઞાનને (Meditation of Death) કહે છે. મૃત્યુને કવિ સળંગ ધારાવાહિક જીવન વચ્ચેનો પરદો માને છે. આત્માની અમરતામાં એમને શ્રદ્ધા હોવાથી સર્વ જગ્યાએ મૃત પુત્ર નલિનકાન્તને ઉપસ્થિત જોઈને
Page #125
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 124 તેઓ આતંત્ય અને શાશ્વતીનો અનુભવ કરે છે. કવિના પોતાના જીવનનો ઉત્તરાર્ધ એક મોટી કરુણાંતિકા સમો રહ્યો છે. ને પ્રત્યેક પળે મંગલ મંદિર ખુલવાની પ્રતીક્ષામાં તેઓએ જીવન વીતાવ્યું. આ કાલાધીન જીવનની પાર રહેલા સનાતન જીવનમાં કવિ શ્રદ્ધા ધરાવે છે. માનવ-અસ્તિત્વને તેઓ નિત્યજીવનની છાયારૂપ માને છે. નરસિંહરાવ દિવેટિયાને મન મૃત્યુ એક રૂપાંતર છે. અધિક અધિક વિકાસની ભૂમિ. મૃત્યુ એ જીવનનું જ અન્ય રૂ૫ છે. મૃત્યુ જીવનને એક જુદો જ અર્થ આપે છે. અનંત જીવનસિંધમાં મૃત્યુ તો પછી બની રહે છે કેવળ બુબુદ્દ, પરપોટો જીવન નહિ. મૃત્યુ પરપોટો બની રહે છે. જીવનસિંધુ તો અવિરામ ધારે વહ્યા કરે છે. અમરપણું પ્રગટતાં જ મૃત્યુ મરી જાય છે. અહીં શરૂમાં અકળામણ છે. મૃત્યુની અનિવાર્યતા કવિ સ્વીકારે છે. પણ જૂના પહેલાં નવું જાય એ શી રીતે બને? વસંતમાં જ કૂણાં પર્ણો ખરી જાય તો પછી ઋત ક્યાં રહ્યું ? જ્ઞાન અને ભક્તિનું અપૂર્વ સંયોજન આ કાવ્યમાં થયું છે. માનવજીવન કાલસિંધુના પટ પર ઘસડાતું બબુતરંગ જ હોય તો પછી એ વિવર્તી વિલીન થતાં શોક કે દુઃખ શા માટે ? એ સત્ય કવિને હવે સમજાય છે. (સ્મરણસંહિતા પાનું. 34) “મૃત્યુ એ જીવનતણું છે અન્ય રૂપ બુધી કહે નિત્યનિત્ય યમાલ, જાય જગના જીવ જો” દ૨ (પૃ. 34) અહીં મૃત્યુને જીવનના જ અન્યરૂપ તરીકે કવિ ઓળખાવે છે. - અર્વાચીન કવિતાના ‘વસંતવિજય'નું બહુમાન મેળવનાર કાન્તની કવિતામાં મૃત્યુને તુચ્છ માનવામાં આવ્યું છે. કવિ સૌંદર્ય, વસંત તેમજ યૌવનને, જીવનને તથા એની પ્રેમપૂર્ણ મૃત્યુ વધુ શ્રેયસ્કર હોવાનું કવિ માને છે. “ચક્રવામિથુન' કાવ્યમાં કવિ ‘વિરહ ને જ મૃત્યુ તરીકે ઓળખાવે છે. વિરહ કરતાં મૃત્યુ ઈષ્ટ “પ્રણયમાં કાલક્ષેપ તે જ મૃત્યુ. એ કરતાં તો મરણનું શરણ ભલું” 8 (આપણાં ખંડકાવ્યો, ટિપ્પણ 210) વિરહમાં જ ઝૂરવાનું હોય તો વિરહદુ:ખનો અને સાથે જીવનનો પણ અંત લાવવા સિવાય બીજો ઉપાય નથી. એ ચક્રવાકનું પ્રિયાને સૂચન. દિવસ જોતાં જોતાં સહયોગમાં જ ગહનમાં, મૃત્યુની ઊંડી ખીણમાં પડી દુઃખી જીવનનો અંત લાવવા ચક્રવાકયુગલ વિચારે છે. (પછી ફૂદડીના ચિહનથી એમ કર્યાનું જીવનનો અંત આણ્યાનું સૂચન છે.) અવર કાંઈ ઉપાય હવે નથી - વિરહજીવન સંહરિયે મથી ગહનમાં પડિયે દિન દેખતાં | નયન મીંચી દઈ કરી એકતા” 84 આમ વિરહ-જીવન બંનેનો અંત આણવા માટે આ પ્રેમીયુગ્મ મૃત્યુના ગહનમાં દિન દેખતાં જ એટલે કે જોડાયેલા રહીને જ વિરહમૃત્યુ અને રાત્રિના પરિણામ ન જોવા માટે આંખ મીંચીને એક્તા કરીને મૃત્યુના ગહનમાં પડે છે. “મેનાવતીનું મૃત્યુમાં જનેતા જતાં ખરો તાજ ગુમાવ્યાનો ગોપીચંદનો અનુભવ વર્ણવાયો છે. છતાં અહીં મૃત્યુનું દુઃખ કે વ્યથા નથી. મા માટેનો અહોભાવ અને ઋણ-સ્વીકાર વ્યક્ત થયા છે. “હૃદયગીતા'માં આત્માની શાશ્વતતા તથા અમરતાનો ઉલ્લેખ થયો છે. દેહી એટલે કે આત્મા અમર હોવાથી સ્વર્ગમાં , P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 125 સ્નેહપૂર્વક ભેટવાની કવિ આશા સેવે છે. આત્મા નવકુસુમ સમાન છે. એ મરે નહિ. પ્રભુની સમીપ પહોંચે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. “અવસાન' કાવ્યમાં કવિ પોતાનાં કાવ્યો મૃત્યુ ને અર્પણ કરે છે. જે સૂચવે છે કે “મૃત્યુ' એમને માટે હવે કલ્યાણમિત્ર બની ગયું છે. કવિ મીઠાં ફૂલડાં સમાન સદૂગત સ્વજનોને યાદ કરી લે છે. પોતાના બધા જ રસભાવો અવસાનને હૃદયે હંમેશ વસે’ એવી પ્રાર્થના કરી મૃત્યુદેવને વંદે છે. તે બલવંતરાય ઠાકોર માણસ માત્ર જંતુડું હોવાનું જણાવે છે. જીવન અપર્યાપ્ત છે. કવિનો પોતાનો પત્નીના નિયત નિશ્ચિત મૃત્યુ સામેનો સંઘર્ષ વ્યર્થ છે. કવિ બલવંતરાય સમગ્ર સંસારને જ મૃત્યુમય ગણાવે છે. ને એમાં સ્વજનમૈત્રીને તેઓ અમૃત સમાન ગણે છે. કવિ અંતે સ્મૃતિનોય લોપ ઇચ્છે છે. આવી સજ્જતા જેણે કેળવી હોય તેને મૃત્યુની ભીતિ તો શેની જ હોય ? એ આવો કાલનું આજ આ આજનું અબઘડિયે એ અગ્નિ ઘડેલું ઝાઝ નિતનિત ચિંતવિયે એ હવે અમે છો, સજ્જ સફર માટે બાબુ નહિ રહ્યાં અમારે કન્જ, કશાં ઈહનાં બાબુ” 1 - (“એક જવાબ' ભણકાર પૃ. 139) મૃત્યુનું નિત્ય ચિંતન કરવાનું કવિ કહે છે. મૃત્યુને કવિ આ ભવસમુંદરને તરી જવા માટેના અગ્નિ ભરેલા ઝાઝ તરીકે ઓળખાવે છે. નવી યાત્રા કરવા માટેના અંતિમ બંદરે પહોંચવાના જરૂરી સાધન તરીકે મૃત્યુનો સ્વીકાર કર્યો છે. બ. ક. ઠા. ની સ્વસ્થતાસભર જીવનદષ્ટિને કારણે મૃત્યુ મોટી વિભીષિકા’ તેમને કદી લાગી નથી. કવિ અજ્ઞેયવાદી હોવા છતાં પરમતત્ત્વને મૃત્યુ પછીની સ્થિતિ માટેના પરમાલંબન ગણીને પ્રબળ લાગણીથી તેઓ આગળ વધે છે. “ચડે અગનખોળિયું પછી શું શેષ ?" 86 (157) મૃત્યુ પછી શું ? કયા રૂપે ? ક્યાં કેમ કરીને જીવતું હશે ? તેની લેશ સમજ નથી. સર્વસમર્પણવૃત્તિને લીધેજ કવિ ન્હાનાલાલના અવસાન સમયે એકદમ મુખર બનીને મૃત્યુ રે ઉપાડ પગ ઉપાડી લે મહને” 8 (પૃ. 159) કહી મૃત્યુને સહર્ષ નિમંત્રણ પાઠવી દે છે. “મૃત્યુને સીધું સંબોધન કરતાં કવિ મૃત્યુને પ્રશ્ન કરે છે. “તું જાણતો શું બાળ યુવા વૃદ્ધ ભેદને?” 88 (પૃ. 160) કવિ મૃત્યુને મિત્રભાવે કહે છે કે પોતે હવે સજ્જ છે. કોઈ પણ પળે એ દાપું ચૂકવી આપવા તત્પર છે. મિત્રની સાથે વાર્તાલાપ કરતા હોય તેમ ઢંઢોળીને પૂછે છે. “મૃત્યુ રે ! હશે જ કાન સાન : . ; વિનંતી સાંભળે તું શું કદી ' . . . ---- - તું શું કહ્યું કરે ?" 89 (પૃ. 160) મૃત્યુ કદી કોઈની વિનંતી કાને ધરતું નથી કે કોઈનું કહ્યું માનતું નથી. તો “યમને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 126 નિમંત્રણમાં મૃત્યુનું વિધેયાત્મક રૂપ વર્ણવી એનો સહર્ષ સ્વીકાર થયો છે. બધાજ દલો જેના સુશોભિત બન્યાં છે, એવું પુષ્પ ગહનનિશાના આલિંગને જકડાય છે. જાગીને જુએ છે ત્યાં એની નીચે નવી ફૂટ આવી હોય છે, ત્યારે પોતાનું સ્થાન અન્ય સુંદર પુષ્પ લઈ લીધાના પરમ સંતોષ સાથે એ નિશાગહનને યમને-મૃત્યુને નિમંત્રણ આપે છે. કવિને મૃત્યુનો ડર નથી. પણ એની અનિશ્ચિતતા એમને ભડકાવે છે. કવિને ભીતિ છે, મૃત્યુના દૂરવની, સામીપ્ય તો તેઓ ઇચ્છે જ છે. વૃદ્ધત્વ, એકલતા ને વિષાદમાંથી મુક્ત થવા વહેલું મૃત્યુ ઇચ્છતા કવિથી જાણે મૃત્યુ દૂર ભાગતું હોય એમ લાગે છે. મૃત્યુને કવિ ‘વિરામમધુ' કહે છે. ને “વિસામો” પણ કહે છે. એનો અર્થ એ કે આગળ યાત્રા ચાલુ છે, નામ ભલે પુનર્જન્મનું ન આપીએ. મૃત્યુ તો એની રીતે એની ધૂનમાં જ આવે ને ક્યારેક ક્રૂર તો કદીક કટુ બનીને, ક્યારેક ત્વરિત તો કદીક મંદ મંથરગતિએ આવે. જો કે કવિ તો મૃત્યુને કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યારે સ્વીકારવા તત્પર હતા. “એક મિત્રનું ભરજુવાનીમાં મૃત્યુ' કાવ્યમાં સ્વાનુભૂતિની સચ્ચાઈનો રણકો સંભળાય છે. કાવ્યનો ઉપાડ ચોટદાર છે. અરે, ખતમ આમ સર્વ ચપટીમહીં થઈ જતું બગાસું બસ એક અર્ધ ! ચરખો જ થંભી જતો” 0 . (પાનું-૧૭૨ “ભણકાર') “મો. કા. ની કારને અકસ્માતમાં અકસ્માતનું આબેહૂબ વર્ણન કરતા કવિ મૃત્યુને “અગનફાળ” તરીકે ઓળખાવે છે. પીડાદાયી જીવન કરતાં મૃત્યુ શ્રેષ્ઠ સુધાસમું હોવાનું કવિ “ઝેરસુધા'માં કહે છે. માંદી, થાકેલી, હારેલી પત્ની દરદથી મુક્ત થવા પતિને સ્મિત મધુર નિદ્રા આપી દેવા (અંતિમનિદ્રા) વિનંતિ કરે છે. “બાલ જડાયું બારીએ'માં જીવન મરણનો ભેદ ન સમજતા બાળકની નિર્દોષતાને વાચા આપી છે. માના મૃત્યુ છતાં બાળક તો ગાય છે, હસે છે, અપકવ ડાળે શોક ફાલતો નથી એ જોઈ કવિ ઈશ્વરને માયાળુ કહે છે. અવયંભાવી મૃત્યુ પ્રતિ આમ તો મનુષ્યની કણશઃ ને ક્ષણશઃ ગતિ છે. પણ એનીયે નિશ્ચિત ક્ષણ આવે છે ખરી, “અકળને અગમ્ય ક્ષણ સમીપ ઝર આવશે ચરણમાં મુને તારા સમર્પિ ધરી દઈ જે વહી જશે અગાધોદરે” 91 અહીં પદોની રચના મૃત્યુગતિને સાક્ષાત્ કરી આપે છે. વહી જનારી આખરી ક્ષણ સ્વયં પોતે પણ કાલના અગાધ ઉદરમાં સરી સમાઈ જશે. કવિને માટે મૃત્યુની એ અન્નેય ક્ષણ કેવીક ? મૃત્યુષણની કલ્પના કરતાં કવિ એને “અકથ્ય', “અનન્ય', “ગહન” જેવાં વિશેષણોથી નવાજે છે. પ્રભુના એ પાવક સ્પર્શે અહમ્ પ્રજવલન થતા શું પરિણામ આવે છે? જીવ માત્રનો પ્રશ્ન તે જ કવિનો પ્રશ્ન. મૃત્યુના ઓગાળરસમાં લય પામ્યા પછી જીવનને બલિરૂપે' હોમાઈ સુપક્વ સુપવિત્ર થવાનું? અહીં હિંદુધર્મનો જીવના પુનર્જન્મ ને તેના શક્ય વિકાસક્રમનો ખ્યાલ પણ પ્રકટ થયો છે. અજ્ઞેયવાદી આસ્થાળુ કવિ અહીં એ સંભાવનાયે સ્વીકારે છે. “તું જ હશે શું મંછા હવે? કવિ વિમાસી રહે છે. આ ભસ્માન્તમ્ શરીરમ્ અગ્નિએ ચડતાં તેનું કોઈ સર્વોત્તમ શેષ તત્ત્વ “આત્મા' જેવું કંઈ ખરું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #128
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 127 કે નહિ? કે પછી કશું નહિ? કવિને મૃત્યુની ગતિ ન સમજાય છતાં પ્રભુ પતિ પૂરા આસ્તિક “ચડે અગન ખોળિયું, પછી શું શેષ જીવે શું કહ્યું ત્યાં ? કઈ તરહી લેશ પડે સમજ આજ અથવા અશેષ અગાધતમ સાગરે જ ડૂબકી શુભેશ, બસ તૂ ભરોસે પ્રભો કર કવિ ત્રિભુવન પ્રેમશંકર (1865-1923) ૧૯૦રમાં “કલાપીનો વિરહ પ્રકટ કર્યું. કલાપીના અવસાનથી પ્રેરાયેલું કરુણ અને શાંતિની મિલાવટવાળું દીર્ઘ કરુણપ્રશસ્તિ કાવ્ય છે. જીવાત્માના પુનર્જન્મ ને જન્માન્તરની યાત્રાઓ વિશેના કવિના સિદ્ધાંતો “પ્રકાશ'ના ૨૭મા ખંડમાં ઉચ્ચ રસિકતાવાળા કવિત્વથી વર્ણવાયેલા છે. “કલાપીનો વિરહ'માં કવિએ મૃત્યુના સ્વરૂપને સમજાવવા રમ્ય ઉપમાઓનો વિનિયોગ કર્યો છે. વિરાગ' નામના પહેલા વિભાગમાં કવિ જીવનને સંધ્યાના ક્ષણજીવી રંગો જેવું કહી મોં વિકાસી ઊભી રહેલી રજનીના ઉલ્લેખ દ્વારા પરોક્ષ રીતે આવી ઊભેલા મૃત્યુનું સૂચન કરે છે. દિવસ વીતતાં જેમ કમળો મુરઝાઈ જશે તેમ જીવ પણ તિમિરે મૃત્યુના) હોમાશે. તેથી કવિ કુદરતનાં બચ્ચાંને, નાજુક કુસુમોને ચેતવણી આપતાં અનિલઝૂલે ક્ષણિક રમી લેવા જણાવે છે. પ્રલયના વેગભર્યા વાયુ અધનિમિષમાં આયુ ખૂટી જવાની એંધાણી આપે છે. પાર્થિવ સુખને કવિ રેતીના ઢગલા પરનાં પાણીનાં ટીપાં જેવું ગણાવે છે. કાળી રાત્રિ જાણે કાળરાત્રિનું પ્રતીક છે. પૃથ્વી પર કીડીની હાર, પવનના ઝપાટે જેમ અટવાય, ફંગોળાય એમ મૃત્યુના પગલામાં માનુષી જીવનક્રીડા અટવાઈને પળમાં પીલાઈ જાય છે. સૂકેલાં પાન જેમ પવનના વેગે ઊડીને ક્યાંય ચાલ્યાં જાય એમ જીવ મૃત્યુ ઝપાટે ઊડી જઈ ક્યાંય જઈને પડે છે. જેની કોઈને સમજ નથી. કવિ મૃત્યુને મગરમચ્છ સાથે સરખાવે છે. પર્વત જેવો મચ્છ મોં સામે ઊભો રહે છે. જન્મમરણવિપત્તિને નિત્યનો નિયમ માનવા છતાં, ધૂળનો નાશ સ્વીકારવા જ માનવી દેવાયો હોવાથી સ્વજનમૃત્યુ એને દુઃખ આપી જાય છે. “પ્રકાશ' નામના ત્રીજા ભાગમાં કવિ જ્ઞાનની વાણી ઉચ્ચારે છે. શાંત અને અનંતની પણ ચર્ચા કવિ કરી લે છે. જભ્યાનું નામ જાણિયું રે અભ્યાનું નામ ન હોય નામનો લય પણ નાશમાં . . . . . અ ભ્યાનો નાશ ન હોય રે” (“કલાપીનો વિરહ' 92). સતત નવાં પાન ધારણ કરતાં ને જૂના ખેરવતાં વૃક્ષની સાથે, માનવના જીવનને સરખાવવામાં આવે છે. તેમ કવિ પણ - - “ખરતાં જૂનાં પાન નવીન તરૂવર ધારતાં એવાં દેહનાં દાન જન્મ જન્મ જીવને મળે” (“કલાપીનો વિરહ 107) ડાયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 128 કવિ મય જીવનની નિરર્થકતા દર્શાવતાં જણાવે છે કે માનવનું મૃત્યુ થતાં એનું ચમારપણુંશરીરપણું છૂ થઈ જાય છે. ને આત્મા મુક્ત થઈ વિહરે છે. તેથી તો ચમારપણાને વ્હાલ ન કરવા સૂચવે છે. આ વિશ્વ એ કાંઈ માનવનો પોતાનો દેશ નથી. માનવ તો અહી મહેમાન છે. એનો નિજ દેશ તો નિરાળો ને અલૌકિક. મસ્ત કવિ અહીં કલાપીની શલામા જ કહે છે. “હમારા દેશમાં જાતાં હમોને કોઈ ના રોકે હતા મહેમાન બે દિનના હમોને કોઈ ના રોકે” 95 (‘કલાપીનો વિરહ' 111) ક્લાપાના મૃત્યુનો આઘાત કવિને જરૂર છે. પણ હવે તેઓ અન્ય કવિઓની જેમ અધ્યાત્મરગ રંગાઈ પ્રભુની પ્રેમધૂણીમાં પોતાનું મુડદું જલાવી (દેહભાવ ઓગાળી) અહમને પણ ઓગાળી મુક્ત બને છે. જ્ઞાન અને સમજને લીધે અંતે ચિત્ત શાંતિ અને સમાધાન પામે છે. પણ મિત્રસ્નેહ યાદ આવતાં કવિહયું મિત્રવિયોગે ઝરવા લાગે છે. આત્માની અમરતા અને દિવ્યતાની ઝાંખી થતાં મૃત્યુ શરીરનું હોય, આત્માનું નહિ એ સત્ય સમજાય છે. 1 ક્લાપીનાં કાવ્યોમાં મૃત્યુનો સંદર્ભ અવારનવાર આવે છે. “મૃત્યુ” કાવ્યમાં પ્રેમવાત્સલ્ય સાથે મૃત્યુની વેદનાને સાંકળવામાં આવી છે. બાળકનું મૃત્યુ કવિચિત્તને હલાવી નાખે છે. કિંઈ સમજાતું નથી. એમનો વિલાપ સાંભળી ગુફામાં દૂર રહેલો એક અવધૂત આવીને હારું ગયું કમલ મૃત્યુ તણે બિછાને ત્યાં સૌ જશે, જગત તો ભ્રમછાબડ છે 96 (‘કલાપીનો કેકારવ') . છે મૃત્યુ જન્મ, જીવવું સહુ ભાસ માત્ર તો મૃત્યુથી રુદન, જન્મથી હાસ્ય શાને ?" 9 | (‘કલાપીનો કેકારવ' પાનું 91) અવધૂત પાસેથી જ્ઞાન મેળવતાં કવિનો (નાયકનો) શોક શમે છે. ને બાળકની ભાળવણી તેઓ મૃત્યુને જ કરે છે. એકાંત કલ્પનાવિલાસનો એકરાર કરી પોતાના નિરાળા રાહનો ઉલ્લેખ કરતાં આ કવિને મરવાનું મન થઈ આવતું. તેથી તો કહે છે. “હમોને શોખ મરવાનો હમારો રાહ છે ન્યારો” 98 (કલાપીનો કેકારવ' પૃ. 103) સારસી' કાવ્યમાં પ્રેમઘાયલ હૈયાનાં દુઃખનો નિર્દેશ કવિએ કર્યો છે. શિકારી વડે પ્રિયતમ મરાતાં જલપુરનેત્રે ઊભેલી સારસીનાં બાલુડાં તો પર રમવાય નથી શીખ્યા, આ 3 શું પિછાને? “ભરત' કાવ્યમાં પુનર્જન્મ પરની કવિની શ્રદ્ધા વ્યક્ત થાય છે. મૃત્યુ સમય જેમાં વાસના રહી જાય તેની તેમાં જ ગતિ થાય છે. એમ કહેવાય છે. ભારતની વાસના અંતિમ પળે મૃગમાં રહી જવાથી પછીના જન્મ અને મૃગ થઈ જન્મવું પડ્યું એવી કથા છે. તો બિલ્વમંગલમાં સીધી કોઈ મૃત્યુ-ધટના ભલે ન હોય. દેહની નશ્વરતાનું ચિંતન જરૂર છે. કામાંધ પુરુષની મનોદશાના ઉદ્દીપન તરીકે, દીવામાં બળી મરતાં પતંગનાં પ્રતીકરૂપ વિનિયોગ કરાયો છે. યમુનાતીરે શબ જોતાં નાયિકા જીવનના અંતનું, અન્યથા સુખરૂપ લાગતા દેહની નશ્વરતાનું દર્શન પ્રિયજનને કરાવે છે. મરણ પછી એ સુદર દહન, લાકડામાં જ બાળવાનો છે, એ સત્ય-કથન દ્વારા પ્રિયતમને અગાઉથી મૃત્યુ માટે તૈયારી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 129 કરી લેવા સમજાવે છે. “ડોલરની કળીને' કાવ્યમાં કવિ મૃત્યુની સાર્થક્તાને બિરદાવે છે. મૃત્યુ પણ સત્કારવા યોગ્ય છે એમ કવિ કહે છે. તો સગત વ્યક્તિના સ્મરણને કવિ ‘લ્હાણું' તરીકે ઓળખાવે છે. ‘વિધવા બહેન બાબાને'માં સ્વજનનું મૃત્યુ થતાં ઈષ્ટનું સ્મરણ કરવા એને સથવારે જીવવાની વાતને લ્હાણું ગણવા કહે છે. સ્વજનના મરણ પછી, એની સાથેના બધા સંબંધો તૂટી જતા નથી. સ્મરણરૂપે ટકે છે. એ વાત સ્પષ્ટ કરી છે. “આશા' કાવ્યમાં કવિના કાનમાં સંભળાતા મૃત્યુના પડઘાનો નિર્દેશ થયો છે. માનવની જીવનઆશા કદી મૃત્યુનો સ્વીકાર જ કરતી નથી. કવિ મૃત્યુને “આરામ' કહે છે. “હવે આરામ આ આવ્યો'માં મૃત્યુની અંધાણી મળતાં પુલકિત થઈ ઊઠેલા નાયકનું ચિત્ર દોરાયું છે. સૌને કવિ બે દિનના મહેમાન કહે છે. પછી આ ઘર-શરીર સૂનું થઈ જવાનું. પણ અંતે “આરામ મળશે. જીવનની વેદના અહીં મૃત્યુની ઝંખના કરે છે. “જન્મદિવસ' કાવ્યમાં ચોવીસમા જન્મદિને (351) “શું લ્હાણ કાળની મળી બસ એટલી જ? કહેતાં કવિને જાણે મૃત્યુની એંધાણી મળી ગઈ ન હોય ? “બે ચાર જન્મદિવસો વહી કાલ જાશે ને મૃત્યુની જલદ પાંખ સમીપ થાશે” 99 (351). - “હમીરજી ગોહેલ' નામના મહાકાવ્યના પ્રયાસરૂપ કાવ્યમાંનો નાયક હમીરજી જે અંતે તો કવિની જ પ્રતિચ્છવિ છે, પોતાને મૃત્યુના મુસાફર તરીકે ઓળખાવે છે. સ્નેહીઓ મૃત્યુવેળાએ પણ સ્નેહનો આદર પાછો ઠેલતા નથી. મૃત્યુ નજીક આવતાં તેઓ સૌની ક્ષમા યાચે છે. મૃત્યુના સત્કારની બધીજ તૈયારી એણે કરી લીધી છે. રંજ માત્ર એટલો કે મૃત્યુ પામતાં જગતસૌંદર્યનો અભિલાષ જતો કરવો પડશે. “અતિદીર્ધઆશા'માં જિંદગીને પાણીનું પતાસું કહી જિંદગીની ક્ષણભંગુરતા તરફ નિર્દેશ કર્યો છે. “હમારી પિછાન'માં કવિ પોતાને અને પોતાના જેવાઓને સ્મશાન ટૂંઢનારા તરીકે ઓળખાવે છે. સ્મશાન અને મૃત્યુના પ્રેમી એવા આ કવિ અહીં સ્મશાનનો મહિમા ગાય છે. “ભાવના અને વિશ્વ' કાવ્યમાં કલાપીએ આત્મા અને દેહ વિશે ગૂઢ ચિંતન કર્યું છે. આત્માને શરીરનાં આવરણો નડતાં નથી. પણ શરીરને સ્થળ અને સમયનાં બંધન જરૂર છે. વિશ્વનાં સ્થૂળ તત્ત્વોમાં કદી અમરતા ન વસતી હોવાનું કવિ જણાવે છે. “પ્રિયાને પ્રાર્થનામાં સન્નિપાતમાં મૃત્યુ નજીક હોવાના સતત થતા આભાસનો નિર્દેશ થયો છે. મૃત્યુને વળી દૂર શું નજીક શું? એ કદી દૂર હોતું નથી. હુકમ કરતાં જ આવી પહોંચવાનું. કારણ ચોમેર એ મરણનદ ઘૂઘવતો હોય છે. બધી વેળા જો કે તું જ - જીવિતનો ખેલ ડગતો અને ચોપાસે આ મરણનદ મોટો ધૂધવતો” 10 (પૃ. 542). પ્રથમ નિરાશા'માં કવિની મૃત્યુઝંખના વ્યક્ત થઈ છે. “કાળમુખે જાવા પ્રીતિ છે વીતી છે તે વીતી છે” 11 (પૃ. 544) જીવનહાનિચોવીસ વર્ષમાં ચોવીસ વર્ષ નિરર્થક ગુમાવ્યાનો અનુભવ કવિ વ્યક્ત કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 130 તારાની જેમ પલકવારમાં મૃત્યુ પામવા તેઓ ઇચ્છે છે. યુવાવસ્થામાં જ કવિને મૃત્યુના પડઘા સંભળાય છે. “હારો ખજાનો'માં કવિ “મોતને મહેફિલ' કહે છે. મોતની મહેફિલમાં જ સઘળી મૂડી એમને દેખાય છે. મોતની છબી નજર આગળ દેખાય છે. “સનમની શોધમાં માનવના જન્મ સાથે જ મોતનો જન્મ થયાની વાત કવિ કહે છે. માણસ મોતમાં જ જન્મ્યો છે. રૂપશંકર ઉદયશંકર ઓઝા (સંચિત-૧૮૬૯-૧૯૩૨) “કલાપીના સાથી તરીકે જાણીતા સંચિત - રૂપશંકર ઉદયશંકર ઓઝાના “શ્રી સંચિતનાં કાવ્યો' (૧૯૩૮)માં 1893 થી 1929 સુધીનાં મળી આવે છે.” 11 (અ. ક. સુ. પાનું. 374) “અવસાન' કાવ્યમાં કવિ ઈશ્વરને આખરી સમયે પધારવાનું નિમંત્રણ આપે છે. ને એ રીતે છેલ્લી વિષમય ઘડી સુધરે એવું ઇચ્છે છે.” (“સંચિતનાં કાવ્યો' રર/ર૩) અંતિમ સમયે પત્ની દ્વારા ગંગાજળપાન, પુત્ર, પૌત્રની કાંધ અને જ્યેષ્ઠ પુત્ર દ્વારા અંત્યેષ્ટિ ક્રિયાની કવિ ઇચ્છા ધરાવે છે. ૧૯૨૭માં આ કાવ્ય રચાય છે. ને પાંચેક દિવસની માંદગી ભોગવી મૃત્યુને સત્કારે છે. “આખરી અરજીમાં (25) વિવિધ પુનર્જન્મો જે તે રૂપે, પણ વૃંદાવનમાં જ થાય એવી ઝંખના કવિ વ્યક્ત કરે છે. કવિને પોતાના જીવનથી, સ્વજનો, મિત્રોથી પૂરો સંતોષ હતો. તેથી “છેલ્લી અરજીમાં કાચા કુંભ જેવી સાઠ સંવત્સરથી ટકી રહેલી આ કાયાને પંચમહાભૂતમાં કવિ ભેળવી દેવા વિનવે છે. તેઓ સ્વસ્થ મૃત્યુ ખતા હતા, ને એવું જ મૃત્યુ એમને પ્રાપ્ત થયું. સ્વાન્તાન્તની વિરતિમાં આશ્વાસન શોધતા કવિ અંતે અવિઘન અનંતમાં શાંતિ અનુભવવા મથે છે. “વિરામઘન સ્વાન્ત - અંતે વિરામ જ' “વિશ્વતંદ્ર-અમર આશામાં કવિ સનાતન નિયમને વાચા આપતાં વારાફરતી થતા સતત અસ્તોદયના સંદર્ભે જન્મમરણચક્રની વાતનું સૂચન કરે છે. જીવણલાલ લક્ષ્મીરામ દવે (જટિલ) યુવાન અને મૃત્યકાલ'માં મૃત્યુશધ્યાએ પડેલા યુવાનની ચિત્તસ્થિતિનો ચિતાર આપે છે. દેશવાસીઓનાં દુઃખ જોતાં જોતાં જ મરવાનું નસીબે આવ્યાનો રંજ છે. મરણદૂત ભૂલમાં આવી ગયાનું એ કહે છે. છેલ્લે છેલ્લે સારું કામ કરવાની એ રજા મરણદૂત પાસે માગે છે. પણ મરણદૂત એક પળ પણ એને છોડે એમ નથી. તેથી પ્રિયજનોને અંતિમ વંદન કરે છે. “કાંટા વિનાનો ન ગુલાબ સંભવે'માં જન્મ સાથે જ મૃત્યુના અસ્તિત્વની સચ્ચાઈનો નિર્દેશ થયો છે. વસંતના અંતરમાં શિશિર છે. અને શિશિરાન્તર ફૂલડાં ભર્યા” 104 (કાવ્યાંગના'-૧૮) કવિ કહે છે “જિંદગી સતત મૃત્યુભયે ભરેલી છે. જન્મ જીવન મૃત્યુ એકબીજાથી જરાય જુદાં નથી. એકેયનો અલગ રીતે વિચાર કરી શકાય તેમ નથી. સૂર્યના દૃષ્ટાંત દ્વારા અસ્ત-મૃત્યુ સમયની સ્વસ્થતાનો નિર્દેશ કવિએ કર્યો છે. સંધ્યાસમે સૂર્ય સદા હસે છે” (“કાવ્યાંગના' 63) કલાપીના અવસાને ઉદ્વિગ્ન બનેલ કવિ અંતે સ્વસ્થ બને છે. ને જ્ઞાનવાણી ઉચ્ચારે છે. જેમાં આંસુ ન સારવા વિનવણી કરવામાં આવી છે. મૃત્યુ પછીના પ્રદેશ-ધામમાં સદાકાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 131 ચાંદની હોવાનું નાયક (કવિ) જણાવે છે. ને તેથી જ પોતાના મૃત્યુ માટે સ્વજનોને આંસુ ન સારવા વિનવે છે. હરિ હર્ષદ ધ્રુવના અવસાન નિમિત્તે રચેલું “સુદદમિત્રનો વિરહ અને તસંબંધિની કથા’ (અગ્રંથસ્થ કાવ્યોમાં પણ મૃત્યુના વાસ્તવનો કવિએ નિર્દેશ કર્યો છે. છે પ્રાણીમાત્ર શિર અંતિમ, આ જ લેખ વ્હાલા ત્યજી દઈ જ એકલું છે જવાનું રોતા જવું જ, રડતાં પ્રિય મૂકવાં જ 10 (‘ચંદ્ર 161/162) બોટાદકર (187-1924) મહદ્અંશે ગૃહજીવન અને કૌટુંબિક જીવનના મંગલ કરુણ ભાવો વિશેષ ગાયા છે. “સ્મશાન' કાવ્યમાં સ્મશાનની આજુબાજુના વાતાવરણનું કવિ વર્ણન કરે છે. નદી, વૃક્ષ, બધાંજ શોકમગ્ન હોવાનું કવિ વર્ણવે છે. “સ્મશાન'ને કવિ માનવના છેલ્લા વિરામ સ્થાન તરીકે ઓળખાવે છે. મનુનગણનું સાચું છેલ્લું “સુવાતણું સ્થાન' કહે છે. (“કલ્લોલિની' પાનું ર૨) આ વિષમ સ્થળ સૌનાં હૈયાં શોકથી ભરી દે છે. સ્મશાન” એવું સ્થાન છે જયાં ગુરુ વિના આપોઆપ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. અહીં ક્ષણમાં જ જીવનમરણની અસારતાનો મર્મ સમજાઈ જાય છે. “કુસુમ' કાવ્યમાં સુકાતા પુષ્પની શ્યામતા' મૃત્યુની પ્રબળ છાયાની શ્યામતા હોવાનું કવિ કહ્યું છે. પુષ્પનો સુરભિસંદેશ અવિસ્મરણીય છે, ને છતાં આત્માની અમરતાને કવિ શ્રેષ્ઠ ગણે છે. એને તો મૃત્યુ પણ ન લૂંટી શકે. “મૃગ અને ગાન'માં સંગીતલુબ્ધક મૃગને ચેતવણી આપવામાં આવી છે. મૃગને લોભાવનારું સંગીત શિકારીઓએ મૃગ માટે તૈયાર કરેલી “મૃત્યુભવાઈ” હોવાનું કવિ કહે છે. સંગીતપ્રેમી મૃગ સામે ચાલીને મરણમુખે હોમાય છે. શિકારીને કવિ “મૃત્યુના અનુચર' તરીકે ઓળખાવે છે. “અવસાન' કાવ્યમાં (સ્રોતસ્વિની પાનું-૧૭) મરણોન્મુખ માનવની મનોદશાનું, અંતસ્થ ભાવોનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. મૃત્યુબિછાને રહેલો માનવ પોતે પોતાનો અનુભવ કહેતો હોય એવી કલ્પના કવિએ કરી છે. પાતાળમાં ઊંડે ઊતરી પડવાનો, વિવશ બની આકાશમાં ઊડવાનો તથા શ્રવણની બધિરતાનો અનુભવ કરે છે. પણ પછી તરત જ એને બીજો દિવ્ય વિરલ અનુભવ પણ થાય છે. તો વળી ક્ષણેક સ્વર્ગમાં સ્વર્ગસ્થોનો સહચર બનીને વિહરવાનો, તો ક્યારેક જૂના ગાઢ અરણ્યમાં ભયંકર ગ્રીષ્મ ઋતુમાં ભટક્તો હોવાનું ય અનુભવાતું. પરમભૂમિના રમ્ય અનુભવો મળવાની શ્રદ્ધાથી એ મરણોન્મુખ માણસ આશ્વાસનના ઉચ્ચારો પણ વ્યક્ત કરે છે. મૃત્યુ પછી સંસારના કોઈ દુઃખ સતાવતાં નથી એ આશ્વાસનને લીધે વિતથ મિથ્યા જગતમાંથી મનને ઊઠાવી લઈ પોતાના અસ્તિત્વને કોઈ અનેરી સૃષ્ટિમાં લઈ જવા એ જીવ ઉત્સુક બને છે. વિમલ વિશુદ્ધ જીવ મરણથી ડરતો નથી. હવે તો એ વિમલ મનથી શાંતિપૂર્ણ અને સ્વસ્થ રીતે મરવા ઇચ્છે છે. ઈ. સ. ૧૯૨૧માં “નિર્ઝરિણી' પ્રગટ થાય છે. “વિશ્રાંતિ' કાવ્ય (નિર્ઝરિણી)માં પ્રિયજનોને વીણી વીણીને ઉપાડી જનાર મૃત્યુ ભયરૂપે પ્રત્યક્ષ થયું છે. કોઈનાય રુદનને કાને નહિ ધરનાર મૃત્યુને કવિ “લુંઠક' “નિર્દય” અને “ક્રૂર' કહે છે. - કવિ બોટાદકરના મૃત્યુ પછી પ્રગટ થનાર શૈવલિની' (ઈ. સ. 1925) કાવ્યસંગ્રહમાંના ‘શર્વરી' કાવ્યમાં કવિએ થોડી વિચિત્ર કલ્પના કરી છે. “મૃત્યુની સરખામણી Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #133
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 132 પુરુષ સાથે કરી છે. ને નારીની સંજીવની સાથે. “કાલનિદ્રામાં પંખીના બચ્ચાની માના થયેલા ક્રૂર મરણનો નિર્દેશ થયો છે. જનનીના અકાળ મૃત્યુની કરુણતા સામસામા બે વિરોધી ભાવો દ્વારા વિશેષ વેધક બની છે. કવિ કહે છે જનનીની મરણપળનું કલ્પાંત કાળથી પણ જોયું ન ગયું. “બાલ્યસ્મરણમાં જીવનની ક્ષણભંગુરતા અને સુખની નશ્વરતા વિશેનું ચિંતન રજૂ થયું છે. મૃત્યુને જ કવિ સાચા દશ્ય તરીકે ને “અંતિમ સત્ય' તરીકે ઓળખાવે છે. મૃત્યુને શાશ્વત સનાતન સત્ય ગણવાની વાત કવિએ કરી છે. નાજુક કરુણ ઉરભાવ વહાવતા “બાલાવસાન' કાવ્યમાં આકાશપાતાળ એક કરતી મા અંતે કરુણ આક્રોશ વ્યક્ત કરતાં મૃત્યુને “નમેરું' “નફફટ' ને “કઠોર' ગણાવે છે. “અભિલાષ' કાવ્યમાં જન્મમરણના ચકરાવામાંથી મુક્ત થવાની ઝંખના વ્યક્ત થઈ છે. લાંબો જીવનપથ કાપ્યા પછી વિસામાની–મોક્ષ મુક્તિની ઇચ્છા વ્યક્ત થઈ છે. - કવિ ન્હાનાલાલ (1877-1946) એમનાં કાવ્યોમાં ઊંડું મૃત્યચિંતન રજૂ કર્યું છે. મ્હારો મોર' (“કેટલાંક કાવ્યો' ભાગ-૩ ૧૯૩૫)માં મોરના મૃત્યુના વિષાદમાંથી સર્જાયેલી એક નારીની વેદના નિમિત્તે કવિએ મૃત્યચિંતન આપ્યું છે. મૃત્યુ પામેલા મોરને જીવાડવા યોગીને વિનવતી સ્ત્રીને યોગી કહે છે. સૃજનની સાથે જ બાલે 1. યમરાજે જાળ નાંખેલી છે.” 107 (કેટલાંક કાવ્યો' ભા. 3/21) મૃત્યુને કવિ જન્મનો પડછાયો કહે છે. મયૂરનું જગજીવન પૂરું થતાં અમૃત જીવન આરંભાવાની વાત યોગી કરે છે. યોગી કહે છે “મૃત્યુમુક્ત દીઠું માનવીનું કો કુલમંદિર?” 18 (‘કેટલાંક કાવ્યો' ભાગ 3|31) - કવિ કહે છે “માટીના માળખાં નં-દાય તે મૃત્યુ”. કવિ નવસર્જનનો ઉલ્લાસ સહર્ષ સ્વીકારે છે. જગતમાં મૃત્યુના સૂર્યાસ્તો છે. તો નવસર્જનના સૂર્યોદય છે. ડાબી આંખે મૃત્યુ નિરખી માનવી કંપે છે. સૃજનના નવપલ્લવ નિરખી નિરખી જમણી આંખે આનંદjય ઘટે. જોકે જીવનનો વિશેષપણે પુરસ્કાર કરતાં આ કવિ મૃત્યુથી ઘડકતા જગતને લાલબત્તી પણ અચૂક ધરે છે. સ્વજનોની પીડાની યથથતા દશાર્વતાં કવિ કહે છે “મૃત્યુના માહાઓઘ સમાંતર જ જીવનનો મહાપ્રવાહ વહેતો હોય છે. પણ માનવીઓ સ્વજન જતાં હૈયાં-સૂના વ્યાકુળ બની જાય છે. (“કેટલાંક કાવ્યો' ભાગ-૩-૩૭). મયૂરને મનાવી લઈ જનાર યમરાજાની કરુણા અપાર હોવાનું કવિ કહે છે, ને તેથી જ તો મોરનું મૃત્યુ મરી ગયું” “અવધે યમ તો ઉતારવે છે જ સૌના સંસારવાઘાઓ” ને ઓઢાડે છે ચિતા સંન્યાસની કંથા” સૌરાષ્ટ્રનો સાધુ'માં પઢિયારને શ્રદ્ધાંજલિ આપતાં કવિ ઈહલોક અને પરલોકની ચર્ચા કરે છે. એને વળી પ્રેમનાં બંધન શાં? અનિત્યમાંથી નિત્ય ધામમાં તેઓ જતાં સોરઠ સાધુસૂનો થયાનું કવિ કહે છે ઈહલોક અનિત્ય પરલોક નિત્ય. “પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ' (૧૯૪૧)માંના ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ” તથા “શુકનની ઘડીઓમાં ઇચ્છામૃત્યુને વરેલા ભીખ પિતામહનો મહિમા બતાવતાં કવિ કહે છે. ભીખ મૃત્યુનેય ખાળીને યુદ્ધવાટે શાંતિ પ્રબોધતા પોઢ્યા. વીરોને ભીષ્મ પિતામહની જેમ મૃત્યુને પરહરી શાંતિમંત્ર ઉચ્ચારતાં યુદ્ધવાટે સંચરવા હાકલ કરે છે. વીરને વળી મૃત્યુ શાં? દેશ માટે શહાદત વહોરનારાને મૃત્યુ ન હોય, વીરો તો મરીનેય અમર બને છે. મૃત્યુને મુઠ્ઠીમાં લઈને યુદ્ધમાં જવા તત્પર P.P.AC. Gunratnasurf M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 133 બનેલા પતિને હોંશે હોંશે વિદાય આપતી, પતિને “કેસરભીના કંથ કહી પાનો ચઢાવતી રજપૂતાણીનું ચિત્ર અનુપમ છે. પતિ જો વીર ગતિને પામે તો સતી થવાની પૂર્ણ તૈયારી પણ એની છે. મૃત્યુ પછી સ્વર્ગમાં તો પતિને મળશે જ. એવી શ્રદ્ધા વ્યક્ત કરે છે. બ્રહ્મદીક્ષા'માં કવિ મૃત્યુને પ્રભુના રાજમાર્ગ તરીકે ઓળખાવે છે. પિતા-ને પગલે એ રાજમાર્ગ પર પ્રયાણ કરનારા ભાઈને અંજલિ આપતાં કવિ મૃત્યુને અખંડ નિદ્રા તરીકે પણ ગણાવે છે. કાળની ખંજરીમાં લગ્નમાં મહેમાનને યજમાન ભાવભીનું આમંત્રણ આપે, તેમ રુદ્ર, જોગણી, યમદેવ, સૌને જાણે કે આમંત્રણ અપાયાં છે. તો “સંગ્રામચોકમાં મૃત્યુદેવે ચારેયબાજુ રેલાવેલા રુધિરની ભયાનકતાનું ચિત્ર અંકાયું છે. “ન્હાનાલાલ મધુકોષ'માં “શરદપૂનમ' કાવ્યમાં પૂર્ણિમાનો આનંદોત્સવ માણતા કવિ અને તેમનાં પત્ની સદ્ગત સ્વજનોનેય યાદ કરી લે છે. સુખ અને દુઃખ બંને પ્રસંગોએ મૃતસ્વજન વધુ યાદ આવે. મરણશીલ કવિ અનંતતાના પ્રતીકસમા સાગરને અણઆથમ્યાં ગીત ગાવા સૂચવે છે. “મારે જાવું પેલે પાર'માં પ્રતીકાત્મક રીતે ઈહલોક અને પરલોકની વાત ગૂંથાઈ છે. ઈહલોકમાં દેહ છે ને પરલોકમાં આત્મા. કવિ અહીં પેલે પાર જવાની તમન્ના સેવે છે. માછીડા' મૃત્યુદેવનું પ્રતીક ગણી શકાય. યમદેવને કવિ પેલે પાર આ હોડી હંકારી જવા કહે છે. જેથી દેહબંધન ત્યજી સામે પાર જઈ શકાય. ૧૯૪૨માં “વેણુવિહાર' પ્રગટ થાય છે. “અસ્થિરોમાં સ્થિર'માં ચારેબાજુ નશ્વર પિંડના ફૂટતા પરપોટાનો નિર્દેશ કરતાં કવિ કહે છે “પિંડ પિંડના પરપોટા ત્યાં - પલકે ક્ષણભંગુર 10 (પા. 113 વેણુવિહાર') તો “મૃત્યુલોકને ઘાટ સૂંઠું છું અમૃતનું મંદિરમાં મૃતતામાં અમૃત અંશો શોધવાની કવિની મથામણ વ્યક્ત થઈ છે. તો સાથે સાથે કવિ કાળનો વિજય પણ ગાય છે. “રાજયયુવરાજને સત્કાર'માં સ્મૃતિલેખ, મૂર્તિઓ, મંડપ સૌને કવિ રેતી પરના કીર્તિલેખ તરીકે ઓળખાવી બધાની ક્ષણભંગુરતા દર્શાવે છે. “દેવર્ષિનું ત્રિકાલદર્શન'માં દેવર્ષિ દ્વારા “કાલોડિમ લોકક્ષયકૃત પ્રવૃદ્ધને કવિ એકપક્ષી સત્ય ગણાવે છે. જગતમાં મૃત્યુના મહાઓટ છે, તો સૃજનની ભરતી એથીયે મોટી હોવાનું કહેતા કવિનો જીવન પરત્વેનો દૃષ્ટિકોણ આશાવાદી છે. તેથીજ જાણે લોકોન્નતિ માટે પ્રવૃત્ત થવા તેઓ કહે છે. કવિ પોતાના કુરુક્ષેત્ર' કાવ્યને (1926, 1940, 1942) Epic' કોટિનું મહાકાવ્ય ગણાવે છે. આ કાવ્યમાં સ્મશાનને સંસારના છેલ્લાં તીર્થસ્થાન તરીકે ઓળખાવાયું છે. મહામૃત્યુની ઘોર ઘોષણાઓથી કુરુક્ષેત્ર સદાયનું ગાજી ઊઠે છે. યમરાજ કાળના પલ્લાં માંડી પૃથ્વીના પુણ્યપાપ જોખવા બેઠા હોવાનું કવિ કહે છે. કૃષ્ણને કવિ “મૃત્યમૂર્તિ' તરીકે ઓળખાવે છે. પિતામહ ભગવાનને હાથે મરવા ઉત્સુક છે. અમૃતને તુત કરવાની ધન્યતાએ, હવે તેઓ મૃત્યુને સદા સ્વીકારવા ઉત્સુક છે. યમને જીતી શકાય પણ ભીખને નહિ, એ વાત કૃષ્ણ સૌને સમજાવે છે. “શિખંડીના સુંદર મુખકમળમાં પિતામહે દીઠી મૃત્યુજોગણી ને બાણ મૂકી દીધાં” 111 (“કુરુક્ષેત્ર' 44). ભીખનો મૃત્યુમર પાંડવો જાણી લાવે છે. પિતામહને કવિ રણયજ્ઞની પરમઆહુતિ તરીકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 134 ઓળખાવે છે. “માયાવી સંધ્યા' નામના આઠમા કાંડમાં અર્જુનને કવિ સાક્ષાત ઘૂમતા મૃત્યુ' તરીકે ઓળખાવે છે. એકાદશકાંડ (‘શરશયા)માં ભીખના પ્રાણત્યાગનું કવિ વર્ણન કરે છે. યોગધારણ કરી જે જે અંગોનો ત્યાગ કરવા માંડ્યો, તે તે અંગમાંથી બાણ બહાર નીકળી જવાં લાગ્યાં. ભીષ્મ શલ્યોથી રહિત થઈ ગયા. એટલે તેમનો પ્રાણાત્મા મસ્તકને ભેદીને આકાશભણી ઊડ્યો. દેવવ્રત દેવદેશે સિધાવતા હતા મૃત્યુલોકનું એ કલ્યાણ મુહૂર્ત હતું” 12 (કુરુક્ષેત્ર 14 એકાદશકાંડ) યુગસમાપ્તિના છેલ્લા મંત્રોચ્ચાર ભીષ્મ ઉચ્ચારે છે. “શરશયાની આ અઠ્ઠાવન વરધોમાં શતાબ્દીની વેદના વેઠી છે મહેં. ભીષ્મના મૃત્યુને કવિ જન્માન્તરના મહોત્સવ તરીકે વર્ણવે છે. કવિ મૃત્યુને અંધાર નહિ, પણ તેજમાર્ગ કહે છે. “સૂર્યચંદ્રમાં થઈ હતી યમટેડી અંધારમાર્ગ નથી તેજમાર્ગ છે.” 113 (“કુરુક્ષેત્ર' પૃ. 29 “શરશયા એકાદશકાંડ'). કવિ કહે છે “પિતામહ મૃત્યુ પી અમર થયા જગતે જાણ્યું આજ હિમાલય પડ્યો મૃત્યુને કવિ અહીં “નવપ્રભાત'નું નામ આપે છે. “સંહાર વિના શું સંસાર જ ન નભે ? પાંડુપુત્રોનો આ ત્રિકાળ પ્રશ્ન દીવાલોને જઈને અથડાય છે. બ્રહ્મર્ષિ કહે છે. “સંહાર એટલે નવસૃજન, મૃત્યુ એટલે નવજન્મ” “જગતની જોગમાયાના ગરબામાં જોગમાયા પોતાને કલકલંદર કાળિકા તરીકે ઓળખાવે છે. “જન્મમૃત્યુને એના “નેણનાં હાસ્ય તરીકે કવિ ઓળખાવે છે. “જન્મ પહેલાં સર્વત્ર મૃત્યુ જ હતું સૃષ્ટા સૃજનપૂર્વે સંહારને સર્જે છે જન્મ પહેલાં મૃત્યુ અવતરી ચૂકે છે.” 4 | (‘કુરુક્ષેત્ર' “જગતની જોગમાયાનો ગરબો” પૃ. 23) જન્મમૃત્યુથી પરના દેશને કવિ પરમાનંદના દેશ તરીકે ઓળખાવે છે. એ મૃત્યુની કેડીઓ વીરાંગનાઓની પગદંડીઓ છે. મૃત્યુને કવિ જન્માન્તરની વાર્તા કરે છે. “કુરુક્ષેત્ર'માં કૃષ્ણનિધન માટે કવિ આ પ્રમાણે વર્ણન કરે છે. “યદુવંશની સાગરસમાપ નિરખીને કૃષ્ણદેવે કીધા જગતને જુહાર, કાળને વડલેથી એમ ખરી પડી કેટલી એક કૂપળો” મૃત્યુના પડદા પાછળના અમૃતને કવિ સનાતન ગણાવે છે. ને પાંડવોના મહાપ્રસ્થાનને તેઓ કાળકારમું ગણાવે છે. ૧૯૪૪માં “દ્વારિકાપ્રલય' પ્રગટ થાય છે. આ કાવ્યમાં કવિએ શ્રી કૃષ્ણદેવનું નિરાળું ત્રીજું સ્વરૂપ રજૂ કર્યું છે. નારદ અને કૃષ્ણના સંવાદ-રૂપે જન્મ અને મૃત્યુનું ચિંતન કવિ અહીં રજૂ કરે છે. “નારદ નથી જાણતો તું જન્મસંગાથે જ જન્મે છે મૃત્યુ (દ્વારિકાપ્રલય’ 35) ને “વહાલાંઓનાંય શબ તો છે બાળવાનાં” (37 ‘દ્વારિકાપ્રલય') P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 135 બીજા ખંડમાં કવિ યદુસંહારની વાત કરે છે. મરતા યાદવોનું કવિ આમ વર્ણન કરે છે. “પાનખરમાં પાંદડા ખરે એવા ખરતા'તા યદુકુમારો જાણે મમરા પડ્યા કાળ-દંષ્ટ્રાઓમાં” is દ્વારિકાપ્રલય' પાનું. 65). ત્રીજા ખંડમાં યોગેશ્વર કૃષ્ણના મહામૃત્યુનો પ્રસંગ કવિ ભાવસભરતાથી વર્ણવે છે. કવિ કહે છે “યમની ઘડીઓ વાગતી હતી, સર્વત્ર ઢોળાઈ રહેલા સૂનકારમાં મહામૃત્યુ ગાજતું હતું. કોઈકવાર કવિ શબ્દવ્યામોહમાં સરી પડે છે. ને ત્યારે અર્થ સ્પષ્ટ થતો નથી. જેમકે જન્મ અને મૃત્યુને કવિ અહીં ગગન પ્રસાદના ઝરૂખા તરીકે ઓળખાવે છે. તો બીજી બાજુ કૃષ્ણનિધનનું નિરૂપણ સુંદર છે. “શિલાસમા ડાબા ગોઠણે, ઝીલી હતી જમણા પાયની પાપાંદડી”, તેઓ અવ્વપ્ન આસને હતા. કૃષ્ણને બાણ મારનાર શિકારીને કવિ “મૃત્યુમૂર્તિ તથા “યમરાજનો જાણે લઘુબંધુ' કહે છે. કૃષ્ણ એની આંખોમાં પશ્ચાત્તાપ વાંચ્યો. કરુણા વરસાવી મૃત્યુ પાનારાને ભાવથી ભીંજવ્યો. શિકારીને તેઓ સૌને મૃત્યુ એકવાર તો આવવાનું જ, એ સત્ય સમજાવે છે. દારૂકથી કૃષ્ણની દશા સહન ન થતાં એ રડી ઊઠે છે ત્યારે કૃષ્ણ કહે છે, મૃત્યુથી કોઈ પર નથી. કવિ કહે છે “અવતાર પણ મૃત્યુમુક્ત નથી. ને મૃત્યુ તો અમૃત છે, ને મુક્તિ પણ.” આત્મા છે અમૃતપાયો ને દેહ છે મૃત્યુજાયોમાં ગીતાની વાણીનો રણકાર સંભળાય છે. “ચંદનની ત્યહાં પાથરી ચિતા કૃષ્ણદેવ અગ્નિશયામાં પોઢ્યા હતાશ લીધો છેલ્લો હવિ મૃત્યુલોક કમભાગી, ને અમરભોમ સૌભાગ્યવાન બન્યો (‘દ્વારિકાપ્રલય' 103) ‘દ્વારિકાપ્રલય'ના ચોથા ખંડમાં કવિ મહામૃત્યુ ઉચ્ચરતા પ્રારબ્ધના આંકડાની વાત કરે છે. કૃષ્ણના નિધન પછી, પ્રાણ ઊડી ગયા પછીની પંખિણી જેવી સુવર્ણદ્વારિકા થઈ ગઈ. ને હસ્તિનાપુરમાં સમાચાર પહોંચતાં નગર હલી ઊઠ્યું - કૃષ્ણસૂના ગોમતીઘાટે પાર્થે અર્પી ઉદક અંજલિ કૃષ્ણદેવને 18 નિર્માણના કાળદૂતોને કોઈ ભેદભાવ હોતા નથી. કવિ કહે છે, સાગરે ઉઘાડ્યા મૃત્યુમુખ યમદાઢ સમી દાખવી જંતુડીઓ ને સહસ્રમુખો ધાયો સાગર યદુનગરીને પી જવાને સાગર છોળે ભૂંસી કૃષ્ણપગલીઓ” 19 ૧૯૪૪માં કવિ ન્હાનાલાલનું અંતિમ કાવ્યતીર્થ ‘હરિસંહિતા' પ્રગટ થાય છે. જેને તેઓએ પોતાની કાવ્યયાત્રાના મહાતીર્થ તરીકે ઓળખાવ્યું છે. વચ્ચેજ “કાળની ખંજરી' વાગતાં આ કાવ્ય અધૂરું રહે છે. આભમાં ઊડતા કાજળકાળા ગીધનો નિર્દેશ યમદેવનું પ્રતીક છે. સત્તરમા અધ્યાયમાં (“ફૂલડોલ') સૂકું લીલું બનાવીને, ખરેલાને, ફરી ખિલવીને વસંતખેલો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 136 ખેલતા હરિનો નિર્દેશ, જન્મ, મૃત્યુ, જન્મના ચક્રનું સૂચન કરે છે. કવિ કહે છે “માનવીને મૃત્યુ છે ને અમૃતો દેવને ગયાં” 20 (‘હરિસંહિતા' પૃ. 148) કદાચ અહીં પહેલીવાર કવિ દેવ અને માનવની સરખામણી કરતાં માનવને મળેલ “મૃત્યુનો અફસોસ કરે છે. અગિયારમા અધ્યાયમાં (‘અગ્નિહોત્રનાં તીર્થ') કવિ માનવને માત્ર “પંચભૂતોનાં પૂતળાં' તરીકે ઓળખાવે છે. આ જગતમાં કોઈ નિત્યના વાસી નથી. એ સત્ય અહી રજૂ થયું છે. “હરિસંહિતા' ગ્રંથ-ર ચતુર્થમંડળના આઠમા અધ્યાયમાં યમની દાઢનું વર્ણન કરતાં કવિ કહે છે. કરે કંઠાળ દંતાળો યમના દંષ્ટ્ર દાખતો - સાગર રમતો તો ત્યહાં ભવાન્સ શો ભયાનક” 121 (47) સોળમા અધ્યાયમાં કવિ જીવનના અર્થનો કોયડો ઉકેલવા મથે છે. કવિ કહે છે, આયુષ્યની પેલે પાર તો પછી મૃત્યુ પણ નથી હોતું. મૃત્યુથી ઢંકાયેલો જીવનદીપ કંઈ ખરેખર બુઝાઈ જતો નથી. જમશેદજી નશરવાનજી પીતીત કહે છે મોતથી સતત દૂર ભાગતા સિકંદરનેય મોત છોડ્યું ન હતું. અસંખ્ય મુલકો સર કરનાર સિકંદર પણ અંતે તો કબરને પામ્યો એ વાત કવિ “મારી મજેહ નામના કાવ્યમાં કહે છે. “જનમ જીંદગી, મરણ છે પગલાં તરણ આયો, રેહ્યો, ગીયો ને પછી તારું તન મિસ્તીના પરદામાં થશે અનદીઠ” પર (‘મારી મજેહ તથા બીજી કવિતાઓ' પૃ. 83) “મારી મજેહ' (૭)માં કવિ વિચિત્ર સંદર્ભમાં મૃત્યુની વાત કરે છે. “ખૂનના સંદર્ભમાં કવિ કહે છે, ખૂનની રાતોનો મેલ ધોવાતો નથી. ખૂન કંઈ કેટલાનેય કમોતે મારે છે. “મારી મજેહ' (૧૬)માં ફરી પાછા કવિ “મ્યોતને મારા હું જોતો જ નથી' કહેનાર સિકંદરને મોતનો પયગામ મળ્યો ત્યારે એણે શું કર્યું? એનો ચિતાર આપે છે. રક્ષણ માટે અનેક ઉપાયો છતાં ‘સિકંદરનો જીવ માટીનો ઢગ થઈને પડ્યો હેઠલ' લાખ ઉપાય કરવા છતાં મોતથી ન બચી શકાયું. તો મોતના સંભળાતા ભણકારાનો નિર્દેશ કવિ “બેચેન ઘડી (૧૯૪)માં કરે છે. જિંદગીના પાણીમાં ઓટ આવતાં હોત આવીને હૈયાતી બુઝવી નાખશે. ને કવિનું માટીનું ઘર (શરીર) લૂંટી લેશે. માટીનું બનેલું એ ઘર માટીમાં મળી જશે. “જુદાઈ' કાવ્યમાં કવિની મોતને મળવાની ઇચ્છા વ્યકત થઈ છે. કવિનું મન એ જ વિચારમાં સતત ઘુમરી ખાતું. “મોહત' (શેખ સાઅદી પરથી) કાવ્યમાં અનેક નામવરોના મોત દ્વારા મિટાઈ ગયેલી હસ્તીનો ઉલ્લેખ કરી નશ્વરતા અને સમગ્ર વિશ્વ પરના મોતના સામ્રાજ્યનો મહિમા કવિ દર્શાવે છે. “એક અટૂલી ઘોર' (શલિ પરથી)માં એક કબરનું હૃદયદ્રાવક વાસ્તવિક ચિત્ર રજૂ થયું છે. “એક કમબખ્તની ઘોર-ધોર પણ કોણ કહે ? માત્ર પથ્થરનું રોતું, ત્યાં ઉત્તરના દરિયાકિનારા પર સદા તોફાની વાયરા વાય છે. ત્યાં આર્ત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 137 પોકાર કરવા કોઈ આવતું નથી. ત્યાં તો છે માત્ર દરિયાઈ ઘોઘાટ ને ફરતાં છે પાણીનાં વમળો”, “જીંદગી' કાવ્યમાં વધતી ઉંમર અને ઘટતી જિંદગીનો ઉલ્લેખ છે. જે ધરતી પર બાળકરૂપે માનવ જન્મે છે, ત્યાં જ, એ ધરતી પર જ જન્મવતાંવેંત મ્હોત તરફ એ ડગ માંડે છે. “ગુજરેલો ભાઈ'માં કવિની પુનર્જન્મશ્રદ્ધા સુંદર આશ્વાસન રૂપ ધરે છે. એ આશ્વાસન શોધતી મા મૃત્યુ પામેલા બાળક માટે કહે છે. મુવા પછે બીજી તે જગની અંદર શોભીતો, સુંદર એક જુદોજ આકાર” 23 (પૃ. 361) “માણસની જીંદગી' (બરનાદ બારતન ઉપરથી)માં પણ મૃત્યુની વાસ્તવિકતાનો નિર્દેશ કરતાં કવિ કહે છે “ફૂલ ઊગી પાછું સુકાઈ જાય છે તે રીતે માણસ પણ ફક્ત મરવા માટે જ જન્મ લે છે.' એક ગુજરેલા બાળક વિષે' (દેવીદ મેકબેથ મોયર પરથી)માં કવિએ મૃત્યુને કાયમનું સુખ કહ્યું છે. બાળકની નાની છાતીમાંથી બહાર નીકળી મરી જઈ જીવ સુખી થઈ ગયો હોવાનું કવિ કહે છે. જો કે સ્વજનોને એ દુઃખી કરી જાય છે. કવિને તો મોત પણ સુંદર લાગે છે. કદાચ બાળકનું બધું જ સુંદર ? “પણ હાલ જ્યારે પડ્યું છે તું હોતની અંદર દેખાય છે મહને વધુ તું દિપતું સુંદર” પર (“મારી મજેહ તથા બીજી કવિતાઓ' પૃ. 419) કવિ કહે છે જિંદગીની રતાશ ત્યાં ભલે ન હોય પણ “અમરગી” - અમરતાનો નવોજ શણગાર એણે કર્યો હતો. બાલક પર પડેલા મોતના આકારને કવિ “સુંદર' ગણાવે છે. સીલરના કાવ્ય પરથી રચેલું “એક ઓરતનું મરણ' કાવ્યમાં ભરપૂર ખૂબસુરતીમાં મૃત્યુ પામેલી સ્ત્રીનું સુંદર વર્ણન કવિ કરે છે. ફૂલ પર પડેલો બરફ સૂર્ય કિરણોના સ્પર્શે ઓસરી જાય, સૂર્યતાપે તારાઓ અદશ્ય થઈ જાય, ઉનાળામાં વાદળાં વિનાનો ગર્ય આકાશમાં ચમકે તેમ એ ખૂબસુરતીમાં મૃત્યુ પામી હોવાનું કવિએ કહ્યું છે. “હોતનું બીછાનું કાવ્યમાં દેશ્યાત્મક રૂપે એક સુંદર વિચારતણખો રજૂ થયો છે. કબર પર પડેલી એક સ્ત્રીના સંદર્ભમાં હોઠ, ત્યાંથી જીવ વિદાય થવાની એંધાણી આપે છે. “અમર જીંદગીમાં મૃત્યુ પામેલા માનવની જિંદગી સૂક્ષ્મરૂપે અમર હોવાની વાત કરતાં શરીરની ક્ષણભંગુરતા અને હૈયાની અમરતાનો નિર્દેશ થયો છે. કવિ ગજેન્દ્રરાય બુચને (1901-1927) મૃત્યુમાં વિશ્વસંગીત સંભળાયું, અલબત્ત સ્નેહનું, તો “પચ્ચીસમે વર્ષે'માં સ્વજનમૃત્યુની વેદના કવિ પાસે મૃત્યુના નિષેધાત્મક વિચારો કરાવે છે. સ્વજન-મૃત્યુ સકળ વિશ્વના સૌંદર્ય તથા માનવજીવનની મૃદુતાનો લોપ કરે છે, એવો અનુભવ કરતા કવિના દિલની ગુલાબી સ્વજનમૃત્યુએ અદશ્ય થઈ જાય છે. તો પ્રો. દુર્કાળના પુત્ર “વિધુના અવસાનકાવ્યમાં મૃત્યુની ભયાનકતાનો ચિતાર કવિ આપે છે. દૂર ચિતામાં પોઢેલા ભાઈના ભડકા, નિયંતા પરના બહેનના વિશ્વાસને અદશ્ય કરે P.P. Ac. Gunratnasuri M.S.
Page #139
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 138 છે. સદ્ગત-ભણકારા તથા ગયેલા માટેની ઝંખના “મૃગતૃષ્ણિકા' હોવા છતાં માનવ એને જ ઝંખે છે, એ વાતની પ્રતીતિ કરાવે છે. (“સંભારણાં') “જળપ્રલય'માં કોઈ મહાવિનાશનો નિર્દેશ થયો છે. આકાશમાં જાણે કાળના કરાળ વાદળોની ગર્જના સંભળાય છે. એના અખંડ સપાટામાં જીવનદીપ હોલાય છે. મૃત્યુ એ કંઈ નવી વાત નથી ને, છતાં સ્વજન મૃત્યુપથે પરવરતાં માનવ અનાથ, અસહાય થઈ બેસે છે. વાર્ઝવર્થના “ઇન્સોટૉલિટી ઑડને આધારે લખાયેલા “વિસ્મરણ' કાવ્યમાં જીવન વિષેના નિષેધાત્મક વિચારો જરા જુદી રીતે મૃત્યુની તરફેણ કરે છે. કવિ અહીં મૃત્યુને નહિ, જન્મને નિદ્રા કહે છે. તો મૃત્યુ જાગૃતિ ? જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠીએ (“સાગર') “દીવાને સાગર પ્રથમ તબક્કામાં વ્યક્તિની મત્યતા અને એનાં કાર્યોની અમરતાની વાત કરી છે. (‘સ્વર્ગે વસેલા પ્રિય જનકને) કર્મયોગી પિતાની સાચી પિછાન થતાં કવિનાં નયનો અશ્રુ સારતાં નથી. પિતાની આત્મમૂર્તિ હમેશાં સૂક્ષ્મ શરીરે સદા સદોદિત બની દર્શન આપે છે. “હમારા ખ્યાલ' (‘દીવાને સાગર' પ્રથમ તબક્કો) કાવ્યમાં માનવજીવનની ક્ષણભંગુરતાનો કવિ નિર્દેશ કરે છે. “અરેરે છે નહીં અહીં કોઈ જાયૂકનાં મહેમાન” 22 (‘દીવાને સાગર' (63)). ને તોય સૌ પંથ ભૂલેલા છે, દિશાશૂન્ય જીવનઝરણાનું મૂળ સ્થાન, ને અંતે એ ક્યાં જઈ જોડાતું હશે ? એવો ગૂઢ પ્રશ્ન કવિ કલાપીને ઉદેશી' કાવ્યમાં રજૂ કરે છે. (‘દીવાને સાગર' તબક્કો બીજો) મૃત્યુને કવિ ઝેરનો કપટમય ધરો કહે છે. જંગલનો મહેમાન'માં આંસુની સ્મૃતિનો મહિમા ગાતા કવિ કલાપીને યાદ કરી જીવનની ક્ષણભંગુરતાને વાચા આપે છે. કવિ કહે છે. આ વિશ્વ છે કાયમનું ન થાણું માપેલ વખતે જ ઊડી જવાનું ધીમે ધીમે વર્ષ બધાં જવાનાં પર લાખો કરોડો નથી ગાળવાનાં” પ ('દીવાને સાગર' બીજો તબક્કો 210) તમે છો સનમ સરકારમાં મૃત્યુ અંગેની બેપરવાઈ વ્યક્ત થઈ છે. કલાપી માટે પણ આ વાત સાચી હતી “જીવ્યો છે સિંહ આ સ્વેતાં કબરમાંયે સુતો હસતાં” 2 (‘દીવાને સાગર' ત્રીજો તબક્કો). સિંહ એટલે સુરસિહં હસતાં હસતાં જ મૃત્યુ પામ્યાનું કવિ કહે છે. આશકની મઝા જ મોતમાં, પછી એ દુન્યવી આશક હોય કે પ્રભુનો. “મ્હારી કબર પર લેખ આ બસ લોહીથી લખાવજો કે મોત તો બહાનું હતું, એ તો હરિવિરહ મુવો” 128 (‘દીવાને સાગર' ત્રીજો તબક્કો પૃ. 497) Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #140
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 139 નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ “પ્રતાપ અને શક્તિસિંહ નામના કાવ્યમાં પ્રાણપ્રિય ચેતક ઘોડાના મૃત્યુને કારણે રાણા પ્રતાપને થયેલા આઘાતનું વર્ણન કરે છે. સૌ મરણવશ છે એમ સમજવા છતાં તેઓ મનને વારી ન શક્યા. ને ઘોડાનું નિધન જીરવી ન શક્યા. “કરે ઊંડું ઊંડું રૂદન કંઈ તોયે હૃદય આ.” | મગનલાલ ચતુરભાઈ પટેલ “કુસુમાંજલિ' નામના કાવ્યસંગ્રહમાં મૃત્યચિંતન આપે છે. “પ્રીતિગલપાશ'માં બાબુના અવસાન નિમિત્તે સ્વજનના મૃત્યુનો આઘાત હયાત રહેનારને કેવો થાય છે એનું ચિત્ર અપાયું છે. “અમરઆત્મા'માં આત્માના અમરત્વનું સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. પહેલા પ્રશ્ન થાય છે. જીવનનાં પચાસ વર્ષ શું મૃત્યુ માટે વીતાવવાનાં ? આત્માના અમરત્વનો સ્વીકાર કરીએ તો મૃત્યુની કરાળ કાળી જવાળ પણ મંદ પડી જાય. માનવને લાગતા મૃત્યુભયનું સચોટદર્શન કવિ કરાવે છે. “મૃત્યમુખમાં પડ્યો હોવા છતાં માનવ આશાઓના ડુંગર ખડકયે જઈ ભોગવિલાસમાં રાચે છે ને મૃત્યુનું નામ પડતાં થથરી ઊઠે છે. ને પછી હૃદયવેધી કલ્પાંત કરે છે. જીવન તો સદાય અમર છે. એનો કુંભ કદી ખાલી થતો નથી. જીવનધારા સતત વહેતી રહે છે. “સૃષ્ટિનો ખેલ'માં શરૂમાં મૃત્યુની બીક અને ગભરાટ વ્યક્ત થયા છે, પણ પછી સૃષ્ટિમાં ચાલતા અવિરત સર્જનસંહારના ચક્રનો સ્વીકાર કરાયો છે. સુંદર ફૂલની ધાર કચરાતી જોઈ માનવહૈયું કકળી ઊઠે છે. પણ એ જ તો છે સત્ય, માનવનો સુંદર દેહ, પણ આ ફૂલને આધારે ટકી રહે છે. ને પ્રેરણા પામે છે. નાનું શું જીવન સૌરભ, પ્રસરાવી ચાલ્યું જાય. સમગ્ર જીવનના ખેલને કવિ આશ્ચર્યજનક ગણાવી મૃત્યુમાંજ સાચું જીવનસૂત્ર હોવાનું જણાવે છે. બીજા નવા જીવનમાં પ્રવેશવા માટે મૃત્યુને કવિ એક આધારસ્તંભ ગણાવે છે. “મૃત્યુને નિમંત્રણ'માં કવિ હિંમતભેર મૃત્યુને બોલાવે છે. મૃત્યુને પ્રેમભર્યા વીર, કહી એને ભેટવા તેઓ ઉત્સુક બને છે. આત્મમિત્ર મૃત્યુને તેઓ મળશે ત્યારે મિત્રોના પરસ્પરના મિલને પ્રેમસ્પંદનો ઉછળશે એવી એમની શ્રદ્ધા છે. કવિ શરીરને દુ:ખરૂપ બંધન ગણે છે. સંસારીઓ મૃત્યુને શત્રુ કેમ કહે છે એ એમને સમજાતું નથી. મૃત્યુને કવિ દુઃખના ભાગીદાર તરીકે ઓળખાવે છે. શ્રીમનૃસિંહાચાર્ય “નૃસિંહવાણી વિલાસ' (તૃતીય પુસ્તકોમાં સાધકનાં લક્ષણો દર્શાવી જણાવે છે કે એ કદી શોકાગ્નિમાં શેકાતો નથી. મૃત્યુના ભયને એ મારી નાખી શકે છે. તો એક પદમાં સંત કવિ જીવત્વ એટલે કે જન્મને જ સૌ દુઃખનું મૂળ ગણાવે છે. માનવની અણસમજને વ્યક્ત કરતાં કવિ કહે છે “જીવ્યાથી સુખ કે મૃત્યુથી? એ જીવ સમજી શક્યો નથી. બીજા એક પદમાં મરણને ભયંકર અનિષ્ટ ગણાવાયું છે. મૃત્યુ પામનાર પ્રત્યેના લોકોના વર્તન પરત્વે ધ્યાન દોરતાં કવિ કહે છે “કાળ ઝીલી લે તે ઘડી જગમાં કોઈ ન રાખે” કવિ પોતે યોગી હોવાથી સ્વસ્થ ચિત્તે મૃત્યુને સ્વીકારવાની તૈયારી બતાવે છે. અનેક લોકોને મરતા જોવા છતાં એમના મનમાં ત્રાસ થતો નથી. જરા મરણ, ને વ્યાધિ તનમાં સહધર્મિણીવત છે” 129 129 (“શ્રીમનૃસિંહ વાણીવિલાસ” તૃતીય પુસ્તક પ૭) શરીર હોય ત્યાં સદા જરા, મરણ વ્યાધિ, એની સાથે સતત વીંટળાયેલાં જ હોય. પણ જ્ઞાનીને કદી મૃત્યુનો ભય સતાવતો નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 140 “નથી ભય તેને આ મૃત્યુનો જેણે જ્ઞાને ગાળ્યાં હાડ” 130 (નૃસિંહવાણીવિલાસ' તૃતીય પુસ્તક (60)) જન્મી મરવું વારંવાર એ જીવને અધીન છે. મરણ કેડો મૂકતો નથી, ને મૂઢ જન પોતાનું અભિમાન છોડતો નથી. “કાળ ગ્રહી કર કાઢતો દેહ ગ્રામ ઘર બહાર” " (“નૃસિંહવાણીવિલાસ' તૃતીય પુસ્તક પૃ. 109) તેથી જ તો સંસારમાં રહેવા છતાં મનથી વેગળા રહેવા કહેવાયું છે. જગતની વાસના તો જીવભાવ પ્રગટાવી વિવિધ યોનિમાં સદા જન્મમૃત્યુ પામે છે. - ભાઈશંકર કુબેરજી શુક્લ (‘કાવ્યવિલાસ' નામના કાવ્યસંગ્રહમાં કઠોપનિષદની નચિકેતાવાર્તાનો સંદર્ભ ગૂંથી મૃત્યુ ચિંતન વ્યક્ત કર્યું છે. વિષ્ણુના સ્વરૂપમાં અગ્નિનું જ્ઞાન તથા વરદાન પામનાર નચિકેતા જન્મ મૃત્યુના ચકરાવામાંથી મુક્ત થઈ ત્રિગુણાતીત બને છે ને અમરત્વ પામે છે. નચિકેતા મૃત્યુનું રહસ્ય પામવા ઇચ્છતો હતો. નચિકેતાની અડગતાથી પ્રસન્ન થઈ નચિકેતાને યમરાજે “મૃત્યુના રહસ્યનું જ્ઞાન-વરદાન આપ્યું હતું. બુલાખીરામ ચકુભાઈ દ્વિવેદી રચિત “કાવ્યકૌન્તુભ'માં ઉપદેશાત્મક રીતે મૃત્યુની છણાવટ કવિએ કરી છે. “કોણે દીઠી કાલીમાં અલ્પ આયુના આદમીને ચેતીને ચાલવાની શિખામણ આપવામાં આવી છે. “નામ તેહનો નાશ'માં આકાશ અને અવનીને પણ અમર નથી ગણાવ્યા. મૃત્યુની વાસ્તવિક્તાનો નિર્દેશ કરતાં કવિ કહે છે. ધુમાડાના બાચકા ને મૃગજળની મીઠાશ જેવા આ સંસારમાં નામ તેનો નાશ છે. કનૈયાલાલ મુનશીનાં માતૃશ્રી તાપી મુનશી “અનુભવતરંગ” નામનો કાવ્યસંગ્રહ આપે છે. સ્થૂલ અને સૂક્ષ્મ વચ્ચેનો ભેદ બતાવતાં તેઓ કહે છે. એ તો સ્થૂલ શરીરસંબંધ છૂટી જાશે રે કરો સૂક્ષ્મ દેહનો સંગ જ્ઞાન જ થાશે રે” 132 (“અનુભવતરંગ' પાનું. 4 “કાવ્યપંદિતા' - ર૯). સૌ. સુમતિ ભૂપતરાય મહેતા (ઈ. સ. 1890 થી 1911) “હૃદયઝરણાં'માં માનવીના દેહ અને આત્માના સંબંધને સ્પષ્ટ કરે છે. દેહની પ્રત્યેક સુખદ તેમજ દુઃખદ અનુભૂતિની આત્મા પર અસર થતી હોવાનું તેઓ કહે છે. જીવનનાં દુઃખો માણસને સુખની ક્ષણિક્તાનો ખ્યાલ આપે છે. હૃદયઝરણાં, કવયિત્રીનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. (1912) “પ્રભુપ્રસાદી' ભા. 2 (40 પદો)માં ક્યાંક કાવ્યશક્તિના ચમકારો છે. પોતાની નાજુક સ્થિતિનું યોગ્ય રૂપક દ્વારા આÁવર્ણન તેઓ કરે છે. પોતે કૃતિકાનું પાત્ર હોવાથી, વધુ ભાર ન દેવા વિનવે છે. અન્યથા એ ફૂટી જશે. પોતાના નાના ને અસ્વસ્થ જીવનથી હાર્યા વગર ક્યારેક સ્વયમ્ સમાધાનકારક પ્રશ્ન કરે છે. “જ્યોતિ હોય અનંત અંતર વિષે અલ્પાયુ હો તોય શું?” કવયિત્રીના ઉત્તમ કાવ્ય “શાંતિ હૃદયના ઊંડાણમાં એવો ધ્વનિ જગાડે છે, કે જેમાં જીવનના અંત સમયના એંધાણ હોય, એના છંદોબદ્ધ સ્વરૂપમાં જીવનની સચ્ચાઈનો રણકો સંભળાય છે. પોતાને થયેલા વ્યાધિને કારણે એમના મૃત્યુની એંધાણી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 141 એમને મળી ચૂકી હતી. “મૃત્યુશા કાવ્યમાં સર જોર્જ ક્લાર્કની ગુણવતી પુત્રીના મરણના સંદર્ભમાં કવયિત્રીએ મૃત્યચિંતન વ્યક્ત કર્યું છે. મૃત્યુ સમયે એમના વ્યાધિગ્રસ્ત મુખ પર પણ અપૂર્વ શાંતિ છવાઈ હતી. એને માટે જીવનદેવ અને મૃત્યુદેવ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. એક સંસારમાં, ને બીજું સંસારપાર એને ખેંચતું હતું. બેભાનાવસ્થામાંના એના મોહકસ્મિત પર મૃત્યુદેવ પણ મોહી પડ્યા હતા. * “હાસ્યથી મૃત્યુનો દેવ મોહીને મધુરી પર દિોડી આવ્યો ચુંટી લેવા. ગ્રહ્યો તે બાલિકા કર” 133 (“હૃદયઝરણાં' પૃ. 20). સ્મશાનભૂમિ' કાવ્ય બહેનના અવસાન સંદર્ભે લખાયું છે. મૃત્યુને અહીં વ્યક્તિરૂપે કચ્યું છે. “મૃત્યુદેવ છુપાઈ પૂર્ણ સમયે પેઠો હમારે ગૃહ ખેંચી લીધી ગરીબ મહારી - ભગિની દુઃખ હૈયું સહે” 134 (‘હૃદયઝરણાં' પૃ. 21) સ્મશાનભૂમિ જોઈ માનું મૃત્યુ યાદ આવતાં ઉર લાગણીથી ભરાઈ જાય છે. તેઓ કહે છે, “ના તુટ્યાની બુટી છે'. “અશક્તિ' કાવ્યમાં મૃત્યુની નિશ્ચિતતાનો સંદર્ભ કવયિત્રીએ આપ્યો છે. બધાને માથે ઈશ્વર રક્ષક તરીકે બેઠો હોવા છતાં મૃત્યુ તો સૌ માટે નિશ્ચિત છે. “મૃત્યુ દ્વારા જીવનમાં કવયિત્રી પ્રતીકાત્મક રીતે જીવન અને મૃત્યુની વાત સમજાવે છે. એક જોડલું શાંત સ્તબ્ધ, બેઠું નહિ અને વસે એ અનંતકાળ સુધી વહિ.” 135 છે (હૃદયઝરણાં પૃ. 156) જેમાંના એકે (મૃત્યુ) શરીર પર શોકવસ્ત્ર ધારણ કરેલાં ને અન્ય (જીવન) સુંદર પણ તકલાદી શોભતાં વસ્ત્ર પહેર્યા હતાં. જીવનના સહસ્રરંગથી ઓપતાં વસ્ત્રો છતાં એ બધામાં ‘તદપિ છાયો શ્યામ વર્ણ તે સર્વમાં' (મૃત્યુ) જીવનની રંગીનીમાં મૃત્યુની કાળી ઝાંય હોવાનું કવિ કહે છે. મૃત્યુ પાસે કોણ રાજા, ને કોણ રંક? મૃત્યુ પાસે સૌ સમાન. કવયિત્રી કરુણકટાક્ષ સાથે કહે છે” અને કાષ્ઠના કીડાએ પૂછયું નથી મરનારની પદવી રાજવીની હતી કે સેવકની? જીવડું પણ પદવીની પૃચ્છા કરતું નથી. જીવન નિશ્વાસથી રડે છે એ જોઈ મૃત્યુ હસે છે ને કહે છે. “કારણ જે તુટવાનું તે તુટી જશે . * નાશવાન સર્વેનો નાશ થઈ જશે.” 13 (“હૃદયઝરણાં'—૧૫) વિકારી વસ્ત (દેહ) અવિકારી ક્યાંથી બને ? જડથી બનતી દેહ નિત્ય ક્યાંથી રહે ? કવયિત્રી કહે છે જે આત્મા મુક્ત થવા ઇચ્છે છે એને મૃત્યુ મુક્ત કરે છે. આ જગમાં નહિ જન્મેલા ને જન્મ સમયની રાહ જોતા આત્માઓ જન્મવા માટે આગળ ધસે છે, ને દેહત્યાગી ગયેલા જીવો તો પાછા ફરી જૂના જગતમાં નેહ ધરીને આવે છે. (નવે જન્મ, નવે રૂપે) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 142 ખબરદારને ધીરૂભાઈ ઠાકર પારસી કવિઓમાં શ્રેષ્ઠ ગણે છે. (6/11/1881/ 1953) કવિ ખબરદારે “કાળ' નામના કાવ્યમાં મૃત્યુની અનિવાર્યતા તથા માનવમાત્ર પર કાળના વર્ચસ્વની વાત કરી છે. જે જાયું તે જાય” ને “નામ રૂપનો નાશ” કહેતા કવિ મને “અજીત’ ગણાવે છે. ૧૯૨૬માં પ્રકટ થયેલા “કલિકા' કાવ્યસંગ્રહમાં દેહ, આત્મા, મૃત્યુ તથા પ્રેમવિષયક ચિંતન રજૂ થયું છે. “દેહ નહીં રહે માત્ર રહે દેહાભાસ'માં કવિ જીવનને માથે મૂકાયેલા મૃત્યુના મુગટની વાત કરવા છતાં દેહ વિલીન થતાંય કોઈ અપૂર્વ તેજગર્ભની શાશ્વતતામાં શ્રદ્ધા દાખવે છે. નાયકનું ચાલે તો કાળનેય તેઓ થોભાવી દે. આખું જીવન આ નાયકને મૃત્યુના નખરા જેવું લાગે છે. જાણે બધા જ મૃત્યુના આવિર્ભાવો, મૃત્યરૂપી યુવતી જન્મ જન્મ જુદાં જુદાં વસ્ત્ર પહેરીને આવતી જણાય છે. ને પોતાનું મોહનૃત્ય કરી પોતાના અંતઃપુરે ચાલી જતી હોવાનું લાગે છે. મૃત્યુનાં બીજ માનવના લોહીમાં જ જન્મથી ભળેલાં હોવાનું કવિ કહે છે. જીવનના જન્મ સાથે એના રક્તમાં જ મૃત્યુબીજ ગૂંથાયેલું પડ્યું છે. ધીરે ધીરે એ બીજ અંકુરિત થઈ માનવના શ્વાસ પર “મૃત્યુછોડ’ બનીને ઝૂલી રહે છે. જો કે કવિ જન્મ અને મૃત્યુ બંનેને સુંદર ગણાવે છે. જન્મ અને મૃત્યુ કવિને અનંતકાળનાં બે ભેદી જોડિયા બાળકો જેવાં લાગે છે. જીવનને બંને છેડે જન્મ અને મૃત્યુ અંગુલિ ધરીને ઊભાં હોવાનું કહે છે. માત્ર જન્મ જ નહીં. મૃત્યુના હાસ્યને પણ કવિ “રમ્ય' કહે છે. પોતાની પુત્રીના અકાળ મરણના આઘાતથી ૧૯૩૧માં ખબરદાર ‘દર્શનિકા' નામનો સંગ્રહ બહાર પાડે છે. આ પુસ્તક માટે આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું કહેવું છે કે શુષ્ક હૃદય, તર્કજાળ કે બુદ્ધિમાંથી એ ઉદય નથી પામી કે નથી એ કેવળ કરુણ નાદ. એમાંથી જ્ઞાનીના હૃદયમાં ઉત્પન્ન થતું જીવન અને મૃત્યુના ગંભીર પ્રશ્નોનું ચિંતન છે.” 17 (કાર્તિક. સં. ૧૯૮૮ના “વસંત'માંથી) પુત્રી મીનાના અકાળ અવસાન નિમિત્તે 6000 પંક્તિનું લાંબુ કરૂણ પ્રશસ્તિ કાવ્ય આખું જ મોટો મૃત્યુ સંદર્ભ બનીને આવે છે. (હમીનાનો જન્મ 9/11/1901, અવસાન 17/07/1928). , કવિ ખબરદાર જન્મ તથા મૃત્યુ બંનેને શુભ ગણે છે, સુંદર પણ. મૃત્યુને વધુ સુંદર ગણે છે. તે * * “પણ ખરે મૃત્યુ એ અધિક સુંદર દિસે - જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણ ક્યારા” 138 (‘દર્શનિકા' 13) તીવ્ર મહાવેદનામાંથી ટપકેલું “દર્શનિકા' આખું કાવ્ય મૃત્યચિંતનનું છે. સૃષ્ટિની અસ્થિરતા નામના પ્રથમ ખંડમાં કવિ જીવનમરણ, સુખ દુઃખ તથા પાપપુણ્યના વિચારો વ્યક્ત કરે છે. કવિને સમગ્ર સૃષ્ટિમાં અસ્થિરતા દેખાય છે. માનવી જન્મીને મૃત્યુ ખોળે સૂએ નવ દિસે સ્થિર કશું જગત થાળે” 139 (‘દર્શનિકા'-૭). તો તરત જ પાછા કવિ કહે છે “માણસનું શરીર મરે છે, જીવન નહીં. કોઈ વ્હાલા સ્નેહીઓ ક્યાંય ગયા નથી. એ તો દૂર પ્રવાસે ગયાનું કવિ કહે છે. વાસનાસભર જીવનમાંથી છુટકારો મેળવી તેઓ ચાલ્યા ગયા હોવાનું સમાધાન અંતે કવિ મેળવે છે. ને છતાં પ્રશ્નો તો પ્રશ્નો જ રહે છે. જીવનની પાર શું હશે એ કોઈ જાણતું નથી. પણ એ જાણવા માનવ સતત વલખાં મારે છે. , Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #144
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 143 “મૃત્યુનું નૃત્ય' નામના બીજા ખંડમાં મૃત્યુના અખંડ નૃત્યનો કવિએ નિર્દેશ કર્યો છે. અનંતત્વના સિંધુ પર ઊઠતા જીવનનાં બુદ્દબુદ્દો પોતાનો રંગ સહેજ માટે દાખવી ફરીને સદા માટે લુપ્ત થઈ જતાં હોવાનું કવિ કહે છે. કવિ જીવનનું યથાર્થ દર્શન પણ અહીં કરાવે છે. જ્યારે પોતાનું પ્રાણપ્રિય સ્વજન અકાળે અવસાન પામે છે ત્યારે ચિંતકો અને ફિલસૂફોની ડાહી ડાહી વાતો રસ પમાડતી નથી. સ્નેહનો પંથ હજુ પૂરો મળે ન મળે ત્યાં તો જીવનનું સ્વપ્ન તૂટી જાય છે ને મૃત્યુ એક વધુ કૂંપળને ચૂંટી લે છે. કવિ ખબરદાર અહીં મૃત્યુની સાવ સીધી સાદી વ્યાખ્યા આપે છે. “મૃત્યુ એટલે હોવું નહિ આગળ” એ સત્યનો સ્વીકાર કરવાનો છે. જે ગયું છે તે ફરી એના એ સ્વરૂપે ક્યારેય પાછું આવતું નથી. એક વખત શ્વાસ થંભી ગયા પછી પાછો આવતો નથી. એ હકીક્ત છે. મૃત્યુના રંગને કવિ સંધ્યાના રંગ જેવા કહે છે, ને પછીની રાત્રિને, એની નીરવતાને શાંતિદાયક. મૃત્યુને ભયાનક યર્થાથરૂપે ચીતરી પછી કવિ મૃત્યુને જુદી રીતે જુએ છે. તેઓ મૃત્યુનો જ નિષેધ કરે છે. અર્થાત મૃત્યુના અસ્તિત્વને જ તેઓ નથી સ્વીકારતા. નહિ અનંતત્વમાં મૃત્યુ ક્યાંયે દિસે” 40 (‘દર્શનિકા' 66) અજ્ઞાન અને અણસમજને લીધે વિરૂપ દેખાતું મૃત્યુ જ્ઞાન પ્રાપ્ત થતાં સુંદર લાગે છે. “કોણ સૌદર્ય એ મૃત્યુનું નિરખશે ? કોણ જોશે બધી એની લીલા ?" 141 (‘દર્શનિકા' 72) મૃત્યુનું મહત્ત્વ કવિ જરાય ઓછું આંકતા નથી. જીવન એટલે સર્વસ્વ નહિ, ને મૃત્યુ એટલે સર્વનાશ નથી' એમ તેઓ દઢપણે માને છે. કવિને મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા છે. “જીવન પાછળ ન ક્યમ જીવન બીજું રહે - મૃત્યુનાં પડ પછી પડ ઊપડતાં 142 (‘દર્શનિકા' 77) ને છતાં આવું કહ્યા પછી કવિ વિવશ બને છે, ડૂમો ભરાય છે જ્ઞાન પણ પાછું ફિક્કુ પડી જાય છે. જન્મ મૃત્યુને કવિ જીવનનાં બે દ્વાર કહે છે. જન્મદ્વારમાં પ્રવેશેલાને મૃત્યુના દ્વારમાંથી પસાર થવું જ પડે છે. બીજા ખંડમાં કવિ “મૃત્યુનો મહિમા ગાય છે. તો ત્રીજામાં જીવનનો પુરસ્કાર'. જીવન બુદ્ધસમું હોય તોપણ એ નિરર્થક તો નથી જ. પણ જીવનનું મૂલ્ય તો ત્યારે જ સમજાય છે જયારે એના પર મૃત્યુની મહોર વાગે છે. એક વિના બીજાનું અસ્તિત્વ નથી. : “કુસુમ કળી તો પ્રભાતે ઊગી ખીલતી પાંદડી ખેરવે સાંજ પડતાં” 43 (‘દર્શનિકા' 104) . કવિ માને છે જન્મ અને મૃત્યુ તો “જીવન” હોય. “જીવન'નાં નહિ. જીવન તો સતત અવિરત વધેજ જાય છે. વિકાસની રેખા’ નામના ચોથા ખંડમાં વળી પાછો નિરાશાનો સૂર સંભળાય છે. - “ધર્મવાદનું ધુમ્મસ' નામના પાંચમા ખંડમાં કવિ જુદી રીતે ધર્મચિંતન રજૂ કરે છે. જ્ઞાન એક વાત છે, અનુભવ જુદી. જ્ઞાનની ગમે તેટલી વાતો કરવા છતાં જયારે કોઈ આત્મીયજન મૃત્યુ પામે છે, ત્યારે માનવનું હૈયું ખળભળી ઊઠે છે. “અનંતત્વની સાંકળી * નામના છઠ્ઠા ખંડમાં કવિ જગતને માયા તથા છાયા તરીકે વર્ણવે છે. મૃત્યુ આજ કે કાલમાં P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust.
Page #145
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 144 આવી જવાનું હોવા છતાં કવિને મન જીવનનું મૂલ્ય નિરાળું છે. કવિને મૃત્યુ પારના પ્રદેશમાં શ્રદ્ધા છે. મૃત્યુ સૌ સ્થૂળક્રિયાનો માત્ર અંત છે. “જીવનના અંતનું દશ્ય જીવનના બીજમાં સમાયેલું છે, એ સત્ય સ્વીકારવું જ રહ્યું. પાંદડામાં રહેલી સૌદર્યલીલાને આપણે એના બીજમાં જોઈ શકતા નથી. કવિનો આશાવાદ હવે સર્વત્ર અમૃતમય જયોતિનાં દર્શન કરે છે. મૃત્યુ કે અંધારનાં ક્યાંય એમને દર્શન થતાં નથી. આઠમા ખંડમાં કવિ માનવજીવનના કર્તવ્યનો નાદ જગાવે છે. તેઓ કહે છે જીવન મૃગજળ સમું હોવા છતાં એનો છેદ ઊડાડી શકાતો નથી. નાના કે મોટા કોઈનાય જન્મને કવિ નકામા' નથી ગણતા. “માટીમાં સજડ જકડાયું તે છતાં આ વૃક્ષ પણ ખીલતું ઊધ્વકાલે” જ (‘દર્શનિકા' 320). કવિ ખબરદાર કર્મયોગમાં શ્રદ્ધા ધરાવે છે. સ્વજન મૃત્યુ પામતાં માનવે અસ્વસ્થ બની કર્તવ્યવિમુખ બનવાનું નથી. ૧૯૪૦માં “કલ્યાણિકા' પ્રગટ થાય છે. જેમાં ક્યાંક ક્યાંક મૃત્યુ વિષયક ચિંતન રજૂ થયું છે. “માયાની લગની'માં જન્મ અને મૃત્યુની વચ્ચે જીવનસિંધુની ઊર્મિનાં ફીણ હોવાનું કવિ કહે છે. “પ્રકાશ' કાવ્યમાં પ્રાણના આઘાઆઘા પ્રયાણની વાત કરતા કવિ, જોતજોતામાં આયખું પૂરું થઈ જવાની વાસ્તવિક્તાનો નિર્દેશ કરે છે. તો “અમૃતપાત્રમાં પ્રાણને દેહની અંધારી ગલી છોડવાનો આદેશ અપાયો છે. “આનંદ' કાવ્યમાં પણ મૃત્યુને કવિ “ઈશ્વરકૃપા કહે છે. માટીના પિંજરમાંથી પ્રાણ ઊડી જતાં દુઃખમાંથી સુખમાં પ્રયાણ કરી શકાય છે. મૃત્યુને આમંત્રણ આપતા કવિને મૃત્યુનું આગમન સંગીતમય લાગે છે. (“દૂરને નિમંત્રણ') મૃત્યુ અને જન્મના ચંદ્રને કવિ સૌદર્યમય ગણાવે છે. લાખો રૂપેરી ઘંટડી રણકી ઊઠે છે. કવિને સ્વગૃહે જવાની ઉતાવળ હતી. મૃત્યુ જાણે વાજતે ગાજતે જીવને લેવા આવે છે. રજનીની ખુલતી અંજનમય આંખ એટલે મૃત્યુની આંખ”. “મૃત્યુ' એટલે “વિનાશ' એવું કવિ માનતા નથી. “રાષ્ટ્રિકા' પણ ૧૯૪૦માં પ્રગટ થાય છે. આ સંગ્રહમાં સ્વાતંત્ર્યવીરોની શહાદતના સંદર્ભમાં મૃત્યુચિંતન રજૂ થયું છે. “એક વાર મરી ફીટો'માં મૃત્યુને નિચોવીને મારી ફીટવાની વાત કરતાં કવિ કાયાને અનુપમ ચૈતન્ય તરીકે ઓળખાવે છે. “માનવ અને કાળ'માં ચારેય બાજુ કાળની અનંતતાનો સાગર ઘૂમતો હોવાનું કવિ કહે છે. “જીવન ભૂંસાય ને ભૂંસાયા તેની સાથે બધું અહીં તહીં રહે કોની લાંબી ટૂંકી યાદ” (“રાષ્ટ્રિકા' 136) જીવન ભૂંસાતાં કાળના ગર્ભમાં બધું ચાલ્યું જતાં સઘળું વિસરાઈ જાય છે. શૈશવ તથા યૌવનને યાદ કરીએ ત્યાં તો મૃત્યુની કાળી રાતનું અંધારું જાણે કે ફરી વળે છે.” (મૃત્યુની કાળી રાત) કમળની પાંદડી પર જેમ ઝાકળનું બિંદુ ઝાઝું ટકતું નથી તેમ જગતમાં કશું શાશ્વતપણે રહેતું નથી. કવિ કહે છે. બુબુદ્દે જેવા માનવની અહીં શું મહત્તા? નંદનિકા” ૧૯૪૪માં પ્રગટ થયું. અહીં પણ પાછો સનાતન પ્રશ્ન લઈને કવિ આવે છે.” મૃત્યુ સાથે લડવા માટે જ જીવવાનું?” સ્વજનોને નજર સમક્ષ મરતાં જોવાની અસહ્ય પીડાને લીધે મૃત્યુ કવિનેય જાણે બોલાવી રહ્યું હોય એમ લાગે છે. જોકે પછી તો કવિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 145 મૃત્યુ જ મરતું દેખાયું. “જન્મ અને મૃત્યુમાં એક વિશિષ્ટ તર્ક રજૂ કરતાં કવિ કહે છે. લોકો જીવન અને મૃત્યુને જોડકું કેમ કહે છે? મૃત્યુ જીવનને તો અડકી જ શકતું નથી. જીવન છે ત્યાં સુધી મૃત્યુનું ઊંટ દૂર જ રહે છે. જગતમાં ખરું જોડકું તો જન્મ અને મૃત્યુનું છે. “અપૂર્ણતાનું માધુર્યમાં ક્ષણભંગુરતાના સૌંદર્યને વ્યક્ત કર્યું છે. રમત અને પ્રભાતના આગવા સૌદર્યનો કવિ નિર્દેશ કરે છે. ખીલવું, કરમાવું, ફરી ખીલવું એમાં જ સૌંદર્યની ખુબુ હોવાનું કવિ જણાવે છે. “જગે મૃત્યુ થકી જ આ જીવન તાજું રહે મૃત્યુને લીધે જ જીવનની તાજગી છે. મૃત્યુનો આવો મહિમા ગાયા પછી તરત “ફૂલચૂંટણીમાં પોતાના વાસ્તવિક અનુભવોમાંથી ટપકતી વેદના રજૂ કરતાં કવિ અત્યંત વ્યથા અનુભવે છે. સ્વજન મૃત્યુનું દુઃખ અસહ્ય છે. કવિના જીવનમાં કંઈક કળી ખીલ્યા વિના જ કરમાઈ ગઈ છે. નાનાં પુષ્પ સમાં બાળ કરમાઈ જતાં કવિનું હૈયું ચિરાઈ ગયું છે. ને એ પુષ્પના સૌંદર્યને યાદ કરતાં કવિ અશ્રુ સારે છે. “શાશ્વત જીવનમાં મૃત્યુ કાનમાં ફૂંકાતો કોઈ વસંતમંત્ર તો નથી ને? એવો પ્રશ્ન કવિ પૂછે છે. સૂકા વૃક્ષ સમા ઝૂરતા જીવનનો અંજામ આવે એવી તમન્ના “જીવનમુક્તિ'માં વ્યક્ત થઈ છે. ઈશ્વર પોતાના બાગમાં ફૂલને ચૂંટીને કવિના જીવનના શિર પર મૃત્યુની કલગી મૂકશે. ને પછી ઈશ્વરની સાથે જ કવિ જવા માટે તૈયાર થઈ જવાના. ગોવર્ધનયુગ અને “કાળ’નું વર્ણન કવિ દોલતરામ પંડ્યાએ “ઇન્દ્રજીતવધ'માં રામાયણના (યુદ્ધવર્ણનમાં) છઠ્ઠા સર્ગમાં સૈન્યપ્રયાણ' વર્ણનમાં “સૈન્ય જાણે કાળરૂપી અશ્વને મનુષ્યરૂપી ચારો ચરાવવા નીકળ્યું હોવાનું કહ્યું છે. જયારે ચોવીસમાં સર્ગમાં કાળ ફાળ ભરતો આવતો હોવાની કલ્પના કવિએ કરી છે. કવિ દોલતરામે “સુમનગુચ્છ' નામના કાવ્યસંગ્રહમાં પણ મરણના દેવાદાર માનવીને ચેતવણી આપતાં કાળના વર્ચસ્વની વાત આ પ્રમાણે કરી છે. રમણ કાળની સાથે ઘટે નહિ મરણદર્પ સદર્પ સે સહી” આ જ કવિ “સંસાર' કાવ્યમાં સંસારની સ્વપ્નમયતાનું વર્ણન કરે છે. ત્યારે “કાળના અગ્નિરથ'માં સૌ બેઠેલાં હોવાનું કહે છે. માના મોં સામે જોઈ કાલું હાસ્ય કરતા શિશુને કરાળ કાળ ઝડપી લેશે એ ચિંતા કવિને છે. આશ્લેષમાં રમતાં પ્રેમીઓ પળવારમાં કરાળ કાળનો કોળિયો બની જવાના, કારણ પ્રાણ કાળને વશ છે. તો કવિ જટિલ “ખરતી નથી કાવ્યમાં કાળ પોતાનું ખપ્પર ભરવા ઘેરઘેર આથડતો હોવાનું કહે છે. જટિલે હરિ હર્ષદ ધ્રુવના અવસાન નિમિત્તે લખેલા “સુહૃદ મિત્રનો વિરહ અને તતસંબંધિની કથા'માં પ્રાણ પરના કાળના આધિપત્યનો ઉલ્લેખ કર્યો છે. “એ હંસ કાળથી હણ્યો વિખૂટો પડ્યો. 147 (પૃ. 3 “ચંદ્ર) નરસિંહરાવ દિવેટિયા (1859-1937) પ્રાકૃતિક વર્ણન કરતી વખતે “કાળની વારી ગતિ’ વિશે વિચાર્યા વિના રહી શકતા નથી. તો “કાળચક્ર'ના સપાટામાં ચૂરો થતા માનવની નષ્ટપ્રાયતા તેઓએ “કુસમાળા' કાવ્યના અંતે વર્ણવી છે.” “ચિ. પ્રિય મનુભાઈને' નામના અર્પણકાવ્યમાં નરસિંહરાવ કાળને “નમેરો' કહી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. કવિની વિનંતીને માન આપી કાળ જો ક્રૂર ન બને તો પોતાની બધી કવિતા કાળને સમર્પી દેવાનું કવિ વચન આપે છે. કવિ કહે છે. કાલ અને કાલી આ ભુવનપટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 146 ઉપર પ્રાણીમાત્રને, મનુષ્ય સુદ્ધાંને શોગટાં બનાવીને રહે છે. અહીં આ વિશ્વની “અણદીઠ અને બળવાન Cosmic Force' સંગે આપણે ખેલીએ છીએ અને તે શોગટાં આપણે આપણાં કરીને માનીએ છીએ તેને ક્ષણવારમાં એ મારીને હરી લે છે. કવિ વિશ્વના નિયમોમાં માંગલ્ય અને શ્રદ્ધા રાખવા સૂચવે છે. કાળને દુઃખના ઔષધ તરીકે તેઓ સ્વીકારતા નથી. કાળ નામના સત્ત્વને આક્રોશપૂર્વક કવિ કહે છે. “કાળ ઓ તું તૃપ્ત થા બાળ મુજ મોંઘો હરી” 148 (“સ્મરણસંહિતા” પાનું. 19) હવે વિસ્મૃતિનો મંત્ર આપી નવો પ્રહાર કાળ શા માટે આપે છે એ સમજાતું નથી. બ. ક. ઠા. એ. “આરતી નામના કાવ્યમાં કાળની ભયાનકતાનું વર્ણન કર્યું છે. તર્કવિતર્કમાં પણ કાળ વિશે કવિ ચર્ચા કરે છે. તેઓ કહે છે કાળ જ બધાને છેહ દે છે. મયોનાં શરીર જ માત્ર નહિ અનુભવ, વીતક, હીર બધું જ એ ભૂલી જાય છે. અર્થાત કાળ ભક્ષક છે.” - કવિ ત્રિભુવન પ્રેમશંકર કાળને મણિધર નાગ તરીકે વર્ણવે છે. (“કલાપીનો વિરહ પાનું. 8) 149 તો કલાપીને ઉપાડી લેનાર કાળને તેઓ “કબાડી' પણ કહે છે. કલાપી કાળની અચોક્કસ ગતિનો ઉલ્લેખ કરતાં કહે છે. ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે. ભરતી પછી ઓટ જ હોય સખે” ‘ઝેરી છૂરી'માં કાળ પર આક્રોશ ઠાલવતાં કવિ કહે છે કે અપક્વ ઉરપુષ્પોને ચૂંટી લેવાનો, આશાભર્યા જિગરને ઊંચકી જવાનો, અકાલ મૃત્યુ દ્વારા કોઈની સ્મૃતિને લૂંટી લેવાનો પરવાનો પ્રભુ પાસેથી કાળને મળ્યો નથી. “હાનાલાલ મધુકોષ'માં જીવનસંધ્યાના પ્રતીકરૂપ “સંધ્યા' કાવ્યમાં સમગ્ર વિશ્વમાં ઘૂઘવતી “કાળસંધિકાનો નિર્દેશ થયો છે. પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ'માં “કાળપ્રભુને વધાવો'માં સામેથી કાળની પધરામણી થાય એ માટેનો ઉત્સાહ કવિ વ્યક્ત કરે છે. કવિ કાળને સત્કારવા ઉત્સુક છે. “ગગનધડાકામાં કાળના ડંકાની વાત કવિ કરે છે. “કુરુક્ષેત્રમાં કુરુક્ષેત્રને જ કવિ કાળબ્રહ્મના ઇતિહાસગોત્ર તેમજ ઇતિહાસની મહાસંધ્યાઓની કાળકથા કહે છે. એને “કાળના કારમા બોલ' તરીકે પણ ઓળખાવે છે. કાળની નોબતના પડઘાઓની ઇતિહાસગાથાય કહે છે. “મહાસુદર્શન' નામના બારમાં કાંડમાં “આશ્રમવાસિકપર્વમાં “ભીખાદિનું દર્શન' નામના બત્રીસમા અધ્યાયમાં યાદવોના નાશની વાત સાંભળી યુધિષ્ઠિર કહે છે. કાળના પાશને હું માન આપું છું” 150 (‘કુરુક્ષેત્ર” પાનું. 10) ‘દ્વારિકાપ્રલયમાં યમની વાગતી ઘડીઓ તથા સૂનકારમાં મહામૃત્યુ ગાજી રહ્યું હતું, ત્યારે એ મૃત્યુઢગલાઓ વચ્ચે કેવળ કાળસ્વામી જ અમર્યા હોવાનું કવિ કહે છે. કવિનું “હરિસંહિતા કાવ્ય જ “કાળની ખંજરી' વાગતાં અધૂરું રહ્યાનું સત્ય, માનવજીવન પરના કાળના વર્ચસ્વનું દ્યોતક છે. “હરિસંહિતા'ના “મહાભ્ય'માં કવિ કાલિંદીના ધરાને “કાળના મુખ જેવો' કહે છે. ને હરિને કારમાં કાળના કાળ-મહકાળ' તરીકે વર્ણવે છે. પ્રથમ મંડળના પહેલા અધ્યાયમાં “સાંધ્યરોગમાં પણ અવિરત ઉછળતા “કાળના લોઢ'ની કવિ વાત કરે છે. ને અંધાર તથા તેજને “કાળની બે પાંખો' કહે છે. ચોથા અધ્યાયમાં કાળના ડંકાની ગર્જનાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 147 કવિ ઉલ્લેખ કરે છે. પાંચમા અધ્યાયમાં “કાળનું સરોવર' ચિદાકાશે જોયાનો નિર્દેશ કરે છે. દસમા અધ્યાયમાં “કાળચક્રને થંભાવવાનો જુસ્સો વ્યક્ત થયો છે. અગિયારમા અધ્યાયમાં વિશ્વવિધાત્રીમાં કાળના કલિભાવને વાંચવા ઉત્સુક કવિ વિશ્વવિધાત્રી પાસે કાળવણીમાંથી કાળલીલાનું કથન કરવા માંગણી કરે છે. માનવકાય કાળવણીનો કાંડ લખવાનું શરૂ તો કરે છે, પૂરો લખ્યો નથી. કાળની સાગરસીમ જોઈ તેઓય કંપી ઊઠે છે. તો અઢારમાં અધ્યાય “મહાસુધર્મધર્મા કોલાહલ'માં યુગસંધિની વાત કરતા કાળની છાંયને કવિ “ઘોર'નું વિશેષણ આપે છે. કવિ ન્હાનાલાલ કહે છે " “કાળ કાળનું કામ કરે છે. કાળના શાસન અને સામ્રાજ્યનો અનાદર કોઈથીયે શક્ય નથી” 151 (અધ્યાય-૧૮ “હરિસંહિતા' “મહા સુધર્મધર્મા કોલાહલ' પૃ. 149) એકવીસમા અધ્યાયમાં “કાળને કોક કાંઠે મળવાની કવિ વાત કરે છે.' હરિસંહિતા'ના દ્વિતીયમંડળ “પંચવટી પરિયાણ'માં પણ કવિએ કાળચર્ચા કરી છે. જેમાં સૃષ્ટિનાં તત્ત્વો ખીલવા ખરવાની વાસ્તવિક પ્રક્રિયાનો નિર્દેશ છે. પાંચમા અધ્યાયમાં ‘દાનભૂલી મહાનગરી'માં કવિ કહે છે. પૃથ્વી પોતે જ ચિરંજીવ નથી તો પછી સૃષ્ટિનું સંતાન ચિરંજીવ શી રીતે હોય ? જેનાં અંત અને આદિ છે, એ માનવી તો મૃત્યુ પીધેલો છે. આખું વિશ્વ કવિને કાળના બાણ વડે કોરાતું કુરુક્ષેત્ર જણાય છે. ચતુર્થ મંડળના સત્તરમાં અધ્યાયમાં ન્હાનામોટા સૌ એક સાથે કાળવાસી છતાં કાળથી પર હોવાનું કવિ કહે છે. નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ “શુષ્કવૃક્ષ' નામના એક અન્યોક્તિ કાવ્યમાં કાળની ગતિને ન્યારી’ કહી છે. કવિ મગનલાલ ચતુરભાઈ પટેલ “કુસુમાંજલિ” નામના કાવ્યસંગ્રહમાં “ક્ષત્રિપાળ' નામના કાવ્યમાં વીરોને બિરદાવતાં કહે છે “વીરો તો મૃત્યુને હરાવી પોતે મૃત્યુના કાળ બની રહે છે. કાળ વીરોનાં શરીરને પોતાની દાઢમાં ચાવી શકે, વીરોના વીરત્વને નહિ. “અનંતકાળ” નામના કાવ્યમાં કવિ મગનલાલ કાળને “કઠણ ખેલાડી તરીકે ઓળખાવે છે. કવિ કહે છે “આ નશ્વર જગતમાં એક કાળ જ અનશ્વર અનંત છે.” “કાળજ્વર' કાવ્યમાં કાળનું ભયાનક વર્ણન કરવા છતાં કવિ એને કરુણાળુ પણ કહે છે. જગતના મૂર્ખ લોકોને કાળ ભયાનક લાગે છે. બાકી એ તો સદા વાર્તાલ્યમૂર્તિ જ છે. માનવને દુઃખી સંસારમાંથી એ મુક્ત કરે છે. પણ પાછું નિકટનું સ્વજન મૃત્યુ પામે છે ત્યારે કાળ બિહામણોય લાગે છે. કાળના વખાણ કવિ કરતા હતા ત્યાંજ કોમળ કવિને કાળે ઝડપી લેતાં સ્વજનો વ્યથિત બને છે. બુલાખીરામ ચકુભાઈ દ્વિવેદી “કાવ્યકૌન્તુભ' નામના સંગ્રહમાં “કોણે દીઠી કાલ' કાવ્યમાં અલ્પ આયુના આદમીને ચેતીને ચાલવાની શિખામણ આપે છે. પશુ, પક્ષી, પ્રાણી સૌ કાળના ગ્રાસ હોવાનું કવિ કહે છે. કાળની સાથે છળ કરી કોઈ છૂટી શકતું નથી. કહી, કવિ કાળની સર્વોપરિતાને સ્પષ્ટ કરે છે. દીપકબા દેસાઈ “સ્તવનમંજરી'માં ક્રૂર કાળને ઉદ્દેશી “પ્રિય-ને' કાવ્યમાં “અકાળે કુમળી કળી કાં ચૂંટી?” એવો પ્રશ્ન કરે છે. ૧૫ર (પાનું. 80) કવિ ખબરદાર કાળ અને જમને પર્યાય ગણે છે. “જે જાયું તે જાય', “નામરૂપનો નાશ”, “કાળ ન મૂકે કોઈને કહેતા કવિ કાયા અને જીવની પ્રીતને પલકમાં તોડી નાખતા જમને “અજીત' ગણાવે છે. કવિ કહે છે કાળ કદી કાગળ લખીને કે અગાઉથી કહેવડાવીને આવતો નથી. દશ્યરૂપે દેખાતા . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિઋણ * 148 છતાં ઘણા દાવ ખેલતા કાળને કવિ “પાતકિનું વિશેષણ આપે છે. કાળ કદી કોઈની રાખરખાવટ કે શરમ રાખતો નથી. “વખત” કાવ્યમાં પણ કવિ કાળના જ મહિમાનું વર્ણન કરે છે. પુત્રીમરણ નિમિત્તે લખાયેલી કરુણપ્રશસ્તિ ‘દર્શનિકા'માં કાળસાતત્યની વાત કરતાં કવિ કહે છે પેલા મહાકાળમાં રાત્રિ કે દિવસ કશું નથી. માત્ર અણરંગી દર્શન છે. કાળ કદી થાક ખાવા બેસતો નથી. “સંતોને આમંત્રણ'માં કાળ ગુહાની ઉઘડતી ગુફાનો નિર્દેશ થયો છે. કાજળકાળું કોડિયું (કાયા) જયોતિનો પ્રકાશ સહી શકતું નથી. “અમરબાપુ કાવ્યમાં કવિ ગાંધીજીને “કાળજેતા' કહી બિરદાવે છે. “માનવ અને કાળ'માં ચારેય બાજુ કાળનો સાગર ઘૂમતો હોવાનું કવિ કહે છે. “જીવન ભૂંસાય ને ભૂંસાય તેની સાથે બધું અહીંતહીં રહે કોની લાંબી ટૂંકી યાદ” 153 (‘ગાંધીબાપુને પવાડો' પાનું. 136 1948) જીવન ભૂંસાતાં કાળના ગર્ભમાં બધું ચાલ્યું જતાં સઘળું વિસરાઈ જતું હોય છે. ગોવર્ધનયુગ-અને મૃત્યુ મંગલ દિવ્ય, મધુર સુંદર સ્વરૂપે તથા મૃત્યુ મુક્તિદાતા રૂપે તેમજ મૃત્યુઝંખના કવિ દોલતરામ પંડ્યાએ “ઈન્દ્રજીતવધ'માં છવ્વીસમા સર્ગ “સમુદ્રવર્ણન અને સમાપ્તિ'માં સતીની ચિતા અને એના અંતિમ પ્રયાણનું સુંદર વર્ણન કર્યું છે. જે મૃત્યુની મંગલતાને સિદ્ધ કરે છે. સતી થવા સજ્જ બનેલી સુલોચનાનું વર્ણન હૃદયંગમ છે. કપાળે કંકુની અરધશશિ પિયેળ દિસતી સજી કુંળાં અંગે, અભિનવ અલંકાર સતી” 54 (“ઇન્દ્રજીતવધ' 144) પતિના મસ્તકને ખોળામાં લઈને ચિતામાં સુલોચના વિરાજે છે, એ સમયના એના ભવ્ય તેજનું વર્ણન કરતાં કવિ કહે છે. સતીને અંગુઠે સહજ પ્રકટ્યો વહિન ક્ષણમાં વશ્યો આવી ત્યારે શરદઋતુનો ચંદ્ર તનમાં” 155 (144) અગ્નિમાં સ્નાન કરતું શરીર જાણે કે દિવ્ય જ્યોતિ ધારણ કરે છે. શરીર છે ત્યાં સુધી જ દ્વિત છે. પછી નીરવ અદ્વૈત. ધરી આ બે સત્વો પુનિત - રતિ અદ્વૈત બનતાં” 15 (“ઈન્દ્રજીતવધ' પૃ. 146) સદ્ગત પતિ સાથે અદ્વૈત સધાતાં લિંગાભાસ ત્યજી એ અચલ પદને પામી, કવિ સુલોચનાને સાક્ષાત “નિર્વાણમૂર્તિ' તરીકે ઓળખાવે છે. સંસારની આવજા છોડી અનંતની એ પુત્રીએ અનંતનગરે પ્રયાણ કર્યાનું કવિ કહે છે. જે મૃત્યુની મંગલતાને સિદ્ધ કરે છે. ભીમરાવ દિવેટિયા પૃથુરાજના મૃત્યુ પછી સંયુક્તાના વિલાપને અસરકારક રીતે વર્ણવે છે. ખૂબ વિલાપ કર્યા પછી સ્વસ્થ થતાં સતી સંયુક્તા પણ સતી થવા તત્પર બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 149 છે. ને મંગલવસ્ત્રો એ માટે ધારણ કરે છે. “ધરીને પરિધાન અંતનાં કરી ધૂપાર્થિ પ્રદીપ જ્યોતમાં પિયળ, શિર કર્ણિકારનાં કુસુમે તે સતી ચાલી ઘોતમાં” 157 | (‘પૃથુરાજરાસા' પૃ. 99) સતીએ અહીં મૃત્યુને મંગલરૂપે સ્વીકાર્યું. તેથી તો કવિ કહે છે સંયુક્તા જતાં જાણે ભારતની પ્રતિષ્ઠા ગઈ. - નરસિંહરાવ દિવેટિયા “સ્વપ્ન અને પ્રત્યક્ષ' નામના કાવ્યમાં મૃત્યુ પછીના જીવન પ્રત્યેની આસ્થાને (‘હૃદયવીણા') વ્યક્ત કરે છે. રાજા સાતમા એડવર્ડના મૃત પુત્ર પ્રિન્સ માંદું બાળક કાવ્યમાં મૃત્યુની મધુરતાનું કવિ મૃત્યુના મુખે જ વર્ણન કરાવે છે. મૃત્યુ જાણે ભયાનક નથી, પણ રમ્ય છે. મૃત્યુ કહે છે “કહે બાલે મૃત્યુ, હું કેવો રમણીય દીસું” ? તો “બેસ્વપ્ન દર્શન'માં કવિ મૃત્યુને સંસારની અગનઝાળ હોલવનાર શાંતિપ્રદ તત્ત્વ તરીકે ઓળખાવે છે. તેમજ મૃત્યુ પછીના પ્રદેશને “સુખકુંજ' તથા ત્યાંના વાસને “દિવ્યવાસ તરીકે ઓળખાવે છે. મૃત્યુ તો વચ્ચે દ્વારપાલ તરીકે ઊભું રહે છે. “એક બાળકીના મરણ વિશે' (પૃ. ૮૨)માં નિર્દોષ વાચારહિત શિશુને સંભળાતા અમરભૂમિના ગાનનો નિર્દેશ કરે છે. શિશુને એની ઉજ્જવલભૂમિ સાંભરી આવી કે શું ? એવો પ્રશ્ન કવિ કરે છે. નૂપુરઝંકારમાં કવિ અમરપણાના વ્યાપક સ્વરૂપની પ્રતીતિનો નિર્દેશ કરે છે. મૃત્યુને કવિ અહીં એક “સ્થિત્યન્તર' તરીકે ઓળખાવે છે. કવિને એવી દઢ શ્રદ્ધા છે કે અજ્ઞાનતિમિર ચાલ્યું જતાં મૃત્યુ મરી જાય છે. ને ત્યારે જીવન પરજીવન બેય એકજ સરિતના વ્હેણ સમાન ભાસે છે. “અવસાન નિમિત્તે અવસાન ખુદ અશ્રુ સારે એવી અપેક્ષા મૃત્યુ સાથે મિત્રતાનું સૂચક છે. તો “સ્મરણસંહિતા'માં પુત્રના અવસાનની ઘટનાને સમજવાની મથામણમાંથી મૃત્યચિંતન નિષ્પન્ન થયું છે. મૃત્યુથી હું ના ડરું રૂડી ભૂમિ વિષે જવું” 158 (પૃ. 5) મૃત્યુ પછીના પ્રદેશને કવિ “રૂડીભૂમિ' કહે છે. નલિનના મુખે મુકાયેલા આ શબ્દો આખા કાવ્યનો સૂર છે. તિમિરની ઘોર નિરાશાની ક્ષણે ભાંગી પડવાને બદલે કવિ શ્રદ્ધા, માંગલ્ય અને ઉજાસની પ્રાર્થના કરે છે. શાશ્વતીની શોધ આરંભે છે. મૃત્યુ પામેલા પુત્રની અનશ્વર છબી સ્મૃતિમાં અંકિત કરવા મથે છે. “દેહ ભસ્મ બની જતાં, તું બન્યો અસત્ય શું ? - કેમ એ કલ્પી શકું? તુજ સત્યતા હું કયમ ભૂલું?” 159 (પાનું. 18) પુત્ર શાશ્વતકાળ સુધી હોવાની દઢ શ્રદ્ધા કવિ ધરાવે છે. જીવનસિંધુ અવિરામ ધારે વહ્યા કરે છે. અમરપણું પ્રગટતાં જ મૃત્યુ મરી જાય છે. જીવન અને મૃત્યુને તેઓ જુદાં ગણતાં જ નથી. જીવનસાગરની શાશ્વતતાનો તેઓ સ્વીકાર કરે છે. જીવનસાગરનું એક બુદ્દબુદ્, તે મૃત્યુ. તેઓ મૃત્યુને એક અવાન્તર ભૂમિકા રૂપે જુએ છે. વિશ્વના નિયમોમાં માંગલ્ય Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #151
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 150 અને શ્રદ્ધા રાખવા કવિ સૂચવે છે. આત્માની અમરતામાં કવિને શ્રદ્ધા છે. જીવનસંગીત ઘડીભર થંભી ગયું લાગે પણ એ નષ્ટ થતું નથી. કવિ કહે છે. મત્ય જીવન તો ખરે માત્ર પૂર્વાલાપ છે. પૂર્ણ ગીત સમૃદ્ધિ તો પરકાલ સંગીત વસે ૧૫૯:બ મૃત્યુને મંગલરૂપે નિહાળતા આ કવિ મૃત્યુમાંગલ્યના કવિ છે. - કવિ કાન્ત પણ મૃત્યુ પછીની દુનિયાની ધન્યતાનો નિર્દેશ કરે છે. દિવસ જોતાં જોતાં સહયોગમાં જ ગહનમાં મૃત્યુની ઊંડી ખીણમાં પડી, દુઃખી જીવનનો અંત લાવવાનો વિચાર કરી તેમ કરતાં એ પંખી આ દુનિયામાં તો નહિ, પણ બીજી (મરણ પછીની) દુનિયામાં જીવનધન્યતાનું મંગલ દર્શન જાણે કે કરે છે. વિરહજીવન બંનેનો અંત આણવા વિરહમૃત્યુ અને રાત્રિ બંનેનાં પરિણામ ન જોવા માટે આંખ મીંચી એક્તા કરીને મૃત્યુના ગહનમાં પડે છે ત્યારે દિવ્ય અનુભૂતિ એમને થાય છે. “પાછું જોતાં દ્વિજ યુગલને * અન્યથા થાય ભાસ ઊંડું ઊંડું દિનકરસમું કંક દેખાય હાસ” 140 (“આપણાં ખંડકાવ્યો' પાનું. 18) ને આશ્ચર્યની વાત એ કે મૃત્યુ અને રાત્રિના અંધકારમાં પ્રવેશ થવાને બદલે અણધાર્યા ઊંડા ઊંડા તેજોમય પ્રદેશમાં પ્રવેશ થાય છે અને ચક્રવાક મિથુન આનંદપૂર્ણ ઉદ્દગાર કાઢે છે. “આહ આહા અવર દુનિયા ધન્ય” 1 (પાનું. 18) (દિવ્યમંગલ મૃત્યુના અનુભવનો અલૌકિક આનંદ અહીં વર્ણવાયો છે) ચક્રવાકમિથુને મૃત્યુ પારની દિવ્ય સનાતન ભૂમિનું દર્શન કર્યું હોવાનું સમજાય છે. “સ્વર્ગ-ગંગાને તીરમાં કવિનો વિશિષ્ટ કલ્પનાવિહાર જોવા મળે છે. જેમાં મૃત્યુ પામેલી પત્ની સ્વર્ગમાંથી પૃથ્વી પર પોતાના શયનમાં અપ્સરારૂપે જાણે વિમાન લઈને આવે છે. ને કવિને સ્વર્ગમાં લઈ જવાનું સૂચવે છે. કવિ સદ્ગત પત્ની સાથે સ્વર્ગમાં પહોંચી જતા હોય એવો રોમાંચ અનુભવે છે. વેદનાપ્રદ છતાં અંતે મૃત્યુ મંગલ હોવાની વાત “વદાય' કાવ્યમાં વ્યક્ત થઈ છે. પ્રિયા પત્નીના ગુણો સ્મરણમાં રહેશે એમ કહી કવિ મૃત્યુ પામતી પત્નીને સ્વસ્થતાથી વિદાય આપે છે. તેઓ પોતાનું દુઃખ ભૂલી પત્નીના સ્વપ્નપ્રદેશની સુરખીનો વિચાર કરે છે. પોતાનું ગમે તે થાય પણ જનારનો પથ કલ્યાણમય બને એવી આશીર્વચનની વાણી મૃત્યુને સાચેજ મંગલમધુર બનાવી દે છે. અહીં દષ્ટિનો જ ભેદ છે. માનવની દષ્ટિ મૃત્યુને મંગલરૂપે જુએ એ મહત્ત્વની વાત છે. આ કવિ પોતાનાં કાવ્યો મૃત્યુને જ અર્પણ કરે છે. (“અવસાન') જે સૂચવે છે કે મૃત્યુ એમને માટે હવે કલ્યાણમિત્ર બની ગયું છે. કવિ મીઠાં ફૂલડાં સમાન સદ્ગત સ્વજનોને યાદ કરી લે છે. પોતાના બધા જ રસભરભાવો “અવસાનને” હદયે હંમેશ વસે એવી પ્રાર્થના કરી મૃત્યુદેવને કવિ વંદે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 151 બળવંતરાય ઠાકોરની મૃત્યુઝંખના વિશિષ્ટ પ્રકારની હતી. અર્ધદૃષ્ટ સ્વપ્ન જેવાં તેમનાં અપૂર્ણ કાવ્યો પૂરાં કરીને તેઓ હીંચકે હીંચતા હોય, ચિરૂટનો ધૂમ ચડતો હોય ને શૂન્યને, સુષુપ્ત ચિત્તે તેઓ જતા હોય, બસ ત્યાં જ મૃત્યુ તરાપ મારીને એમને ઉપાડી લે એવી એમની તમન્ના હતી. “પડંત કાય ખોખું ધબ્બ હેઠ”માં ઢળી જતા ઢીમનો જાણે કવિ પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. “ઊઠું તિહાં જ ખાટ હેઠ કાય ખોખું ગડબડે અને કોઈ વહેલું જાગનાર મૃત્યુ સોડમાં હને નીંદર્યો નિહાળી સા' કરે બધાય, મૃત્યુ તારી હાક એ ભલે બને” 2 (‘ભણકાર' 160) તો કુદરત અને મોતમાં મૃત્યુની પ્રક્રિયાને સરળમધુર વર્ણન બ. ક. ઠા. એ કર્યું છે. જેમાં મૃત્યુને શાંત મધુર સુંદર પ્રસંગ તરીકે વર્ણવાયું છે. સૂર્યાસ્ત થતાં મા બાળકને ઘોડિયામાં સુવાડે, ને માનાં મધુર ગીત સાંભળતાં એ બાલ જોતજોતામાં મીઠી નિદ્રાને ખોળે, શાંતિછોળે વિરમે - તેમ કુદરત-માતા પોતાના થાકેલા હારેલા છતાં જિંદગીના રમકડાંને ન છોડતાં જૈફ બાળને મોત એના ખોળે પ્રેમપૂર્વક લે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. વૃદ્ધત્વ તથા મૃત્યુને સાંકળતા કવિ “જર્જરિત દેહને'માં હારેલા થાકેલા જર્જિરત દેહ વડે પણ અધૂરાં કામ પૂરાં કરવાની નેમ રાખતા. એ પૂરાં થયાં પછી દેહ અને પોતે અલગ થઈ જાય તો વાંધો ન હતો. આ કવિને મન મૃત્યુ “મધુવિરામ” છે. ત્વરિત કે મંદમંથર ગમે તે ગતિએ આવનાર મૃત્યુને સત્કારની કવિની તૈયારી હતી. તો “ઝેરસુધા' કાવ્યમાં કવિ બ. ક. ઠા. મૃત્યુને શ્રેષ્ઠસુધા' કહે છે. થાકેલી હારેલી માંદી પત્ની દરદથી મુક્ત થવા અહીં પતિને સ્મિતમધુર નિદ્રા આપી દેવા વિનંતિ કરે છે. પીડાદાયી જીવન કરતાં મૃત્યુ શ્રેષ્ઠ સુધાસમું હોવાનું એ કહે છે. અહીં “ઝેરસુધા' જેવો વિરોધી શબ્દપ્રયોગ કવિ કરે છે. મૃત્યુ વડે અહીં “ઝેર' એ જ સુધા બને છે. મૃત્યુ વડે જ મુક્ત થવાય. કનુબહેન (1892/1928) પોતાના કાવ્યમાં પ્રિયતમ પોતાને ક્યાં શોધે? એ કલ્પનામાં મૃત્યુ પછીના પોતાના વાસ અંગેની ઝંખના વ્યક્ત કરે છે. પોતે મૃત્યુ પછી પોતાને પ્રિય એવા મોગરાની કળીમાં વિલીન થશે, અથવા નાજુક થડકતા અવાજમાં, ચન્દ્ર કે શુક્રનીછૂપી વાતોમાં પ્રિયજન પોતાના સાન્નિધ્યનો અનુભવ કરી શકશે એમ કહે છે. - કવિ ત્રિભુવન પ્રેમશંકરને પણ જ્ઞાન અને સમાજને અંતે મૃત્યુનો વિચાર શાંતિ અને માંગલ્યની અનુભૂતિ કરાવે છે. કલાપીના મૃત્યુનો આઘાત (‘કલાપીવિરહ') જરૂર થયો. પણ પછી તેઓય બીજા કવિઓની જેમ અધ્યાત્મરંગે રંગાયા. આધ્યાત્મિક દર્શન લાધતાં મૃત્યુનો તેઓ વિધેયાત્મક મંગલસ્વરૂપે સ્વીકાર કરે છે. આત્માની અમરતા અને દિવ્યતાની ઝાંખી થતાં મૃત્યુ શરીરનું હોય આત્માનું નહિ, એ સત્ય સમજાય છે. કલાપી મૃત્યુને શાંતિનું ભુવન, પ્રેમે બળેલ દિલનો મધુકાલ, હાસ્ય અને રુદન તથા અશ્રુનાં ઝરણાં તેમજ જ્ઞાન સ્થળ તરીકે (“મૃત્યુને') ઓળખાવે છે. આવા પરમ મધુર મૃત્યુને માનવ ઓળખી શકતો નથી એનું એમને દુઃખ છે. જ્યાં સૌ રડે છે ત્યાં મૃત્યુ ખડખડીને હાસ્ય કરતું લાગે છે. મૃત્યુનું આધિપત્ય સર્વકાલ ચાલે છે. કલાપી ગતકાલ તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 152 ભાવિ અંધકારના દીવા તરીકે મૃત્યુને જ ગણાવે છે. બાળકની ભાળવણી પણ તેઓ પ્રેમપૂર્વક મૃત્યુને જ કરે છે. કન્યા અને ક્રૉચ' કાવ્યમાં પણ કલાપીએ મૃત્યુને “મધુર' કહ્યું છે. મૃત્યુથી લોકો કેમ ડરતા હશે? એવો પ્રશ્ન કવિ કન્યાના મુખે મૂકે છે. મરનાર તો વધુ સુખી છે એવું એ જણાવે છે. વિરહ કરતાં મૃત્યુ વધુ મધુર ગણાવાયું છે. વૃદ્ધટેલિયો” નામના કાવ્યમાં કવિ મૃત્યુને સૌ કષ્ટના અંત તરીકે ઓળખાવે છે. પેલા વૃદ્ધનો એક પગ ચિતાની અગ્નિજવાળામાં છે. બીજો ઉપાડે તો કષ્ટનો અંત આવી જાય. મોતનો એને ડર નથી. “ડોલરની કળીને' કાવ્યમાં કવિ મૃત્યુની સાર્થકતાને બિરદાવતા મૃત્યુને સત્કાર યોગ્ય ગણાવે છે. “મૃત પુત્રી લાલાંની છબી દષ્ટિથી ખેસવતાં' કાવ્યમાં હૈયામાં મૃત પુત્રીની છબી આકારિત થતાં આંખમાં આંસુ આવ્યાની વાત થયા પછી તરત કવિને વિચાર આવે છે. ભૂલાયેલ દુઃખને ફરી ભૂલી જવું એજ યોગ્ય છે. મૃત્યુ પાછળ દુઃખ શાને? અર્થાત મૃત્યુ દુઃખદ નથી. તો “મધ્યમદશામાં મૃત્યુને કવિ કલાપીએ આધિ, વ્યાધિ અને દુઃખના સાચા ઇલાજરૂપ ગણાવ્યું છે. “જન્મદિવસ' કાવ્યમાં કલાપી મધુરમરણના સત્યને સ્વીકારવા અનુરોધ કરે છે. જો મરણ એજ સત્ય હોય તો રુદન શાને? જિંદગી કરતાં મૃત્યુ વધુ મધુર દિીસે છે. મૃત્યુ કડવો, પણ ઉજાસ છે. “ઇશ્કનો બંદોમાં કવિ “મોતની મીઠી પથારી'નો ઉલ્લેખ કરી મૃત્યુ મધુર હોવાનું કહે છે. “એ તો હમારી માદરે પાયું હમોને જન્મતા ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ જ છે.” 3 (“ઇશ્કનો બંદો' પૃ. 358 “કલાપીનો કેકારવ') “હમીરજી ગોહેલ'નો હમીરજી પોતાને “મૃત્યુના મુસાફર' તરીકે ઓળખાવે છે. મૃત્યુના સત્કારની બધી તૈયારી એણે કરી લીધી હતી. અહીં મૃત્યુને સ્વજન ગણવામાં આવ્યું છે. એ અતિ મધુર અને કોમળ પણ છે. મૃત્યુ જ એમ કહેવા માગે છે કે માનવીઓશિકારીઓજ યમદેવ બની જાય છે. મૃગને ઊંચકી જવાનું ખુદ મૃત્યુને પસંદ નથી. તેથી તો મૃગને બચાવવા મૃત્યુ પોતે હમીરજીને આજીજી કરે છે. પણ બીજી બાજુ આ કષ્ટદાયી પીડાનો ઉપાય પણ કેવળ મૃત્યુ જ ને ? મૃત્યુ જ મુક્તિદાતા નહીં ? “દૂર છે'માં પણ જિંદગીમાં જે શાંતિસુખ ન મળ્યાં, એ મોતમાં મળવાની શ્રદ્ધા વ્યક્ત થઈ છે. અર્થાત મોત શાંતિપ્રદ. કવિ જટિલે તો મૃત્યુની સ્તુતિનું કાવ્ય કર્યું છે. “અવસાન સ્તુતિ' એ રીતે વિશિષ્ટ પ્રકારનું કાવ્ય છે. મૃત્યુથી ડરીને કોઈ ઈશ્વરની સ્તુતિ કરે, અહીં તો મૃત્યુની જ સ્તુતિ કરાઈ છે. સંહારના દેવતા ચંદ્રમૌલિના સંબોધનથી શંકરની સ્તુતિ એ જ “અવસાન સ્તુતિ', તો “મૃત્યુ' કાવ્યમાં કવિ જટિલના વિચારો વિધેયાત્મક છે. (‘કાવ્યાંગના” પુસ્તક) કવિ અહીં મૃત્યુને એમના નવજીવનની શક્તિદાત્રી સમાધિરૂપે વર્ણવે છે. તો “સંસ્પર્શ' નામના કાવ્યસંગ્રહમાં “મીઠી ટશર' નામના કાવ્યમાં જટિલે મૃત્યુ પછીના પ્રદેશનું વર્ણન કર્યું છે. જયાં સદાકાળ ચાંદની હોવાનું વર્ણવાયું છે. ને તેથી જ પોતાના મૃત્યુ પછી આંસુ ન સારવા સ્વજનોને વિનંતિ કરાઈ છે. કવિ બોટાદકર ‘પતંગ' કાવ્યમાં પતંગિયાના મૃત્યુને બિરદાવે છે. ને મૃત્યુની મંગલતા ગાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 153 કેવું અહો મરણરમ્ય પતંગ હારું? સર્વત્ર પ્રેમરસને વરસાવનારું” (“કલ્લોલિની' પૃ. 13) પ્રણયીને ખોળે શરીર સમર્પી દેનાર પતંગિયાના મૃત્યુને કવિ “વિરલ' ગણાવે છે. આ મૃત્યુ કવિની દષ્ટિએ તો “નિર્વાણ' છે. કવિએ પણ પતંગ જેવા રમ્પમંગલ મૃત્યુની ઝંખના અહીં વ્યક્ત કરી છે. તો સામે ચાલીને મરણમુખે હોમાતા સંગીતપ્રેમી મૃગના મૃત્યુને કવિ ‘વિરલ' અને “મીઠા મૃત્યુ' તરીકે બિરદાવે છે. (“મૃગ અને ઉદ્યાન”) રસજલનિધિમાં એકત્વ પામી તે અંતે “મીઠું મૃત્યુ પામ્યું હોવાનું કવિ કહે છે. “અવસાન' કાવ્યમાં (“સ્રોતસ્વિની') મૃત્યુ પછીના અનુભવની વાત કવિ કરે છે. મૃત્યુ પછી સંસારનાં કોઈ દુઃખ અસ્તિત્વ ધરાવતાં નથી. એ આશ્વાસનને લીધે વિતથ-મિથ્યા જગતમાંથી મનને ઊઠાવી લઈ પોતાના અસ્તિત્વને કોઈ અનેરી સૃષ્ટિમાં લઈ જવા જીવ ઉત્સુક બને છે. વિમલ વિશુદ્ધ જીવ મરણથી ડરતો નથી. હવે તો એ વિમલ મનથી શાંતિપૂર્ણ અને સ્વસ્થ રીતે મરવા ઇચ્છે છે. “બાલ્યસ્મરણ' કાવ્યમાં (“શૈવલિની') મૃત્યુને કવિએ સાચા દશ્ય તરીકે ને “અંતિમ સત્ય” તરીકે ઓળખાવ્યું છે. કવિ અહીં સંસારને ક્ષણભંગુર અને મૃત્યુને શાશ્વત સનાતન તત્ત્વ ગણાવે છે. “અભિલાષ' કાવ્યમાં જન્મમરણના ચકરાવામાંથી મુક્ત થવાની ઝંખના વ્યક્ત થઈ છે. સંસારના દુર્ગંધભર્યા ગર્તમાંથી છૂટવાની ઇચ્છા કાવ્યનાયક ધરાવે છે. લાંબો જીવનપથ કાપ્યા પછી વિસામાની, મોક્ષ મુક્તિની ઈચ્છા અહીં વ્યક્ત થઈ છે. કવિ ન્હાનાલાલ મૃત્યુ પછીના અમૃત જીવનની વાત “મારો મોરમાં કરે છે. (કેટલાંક કાવ્યો ભા.૩) મયૂરનું જગજીવન પૂરું થતાં અમૃતજીવન આરંભવાની વાત યોગી કરે છે. જન્મ મૃત્યુને-બંનેને કવિ ઉત્સવ-પર્વ ગણાવે છે. મૃત્યુ એટલે કવિને મન મુક્તિ. ‘વિદાય લેશો વીર'માં દુનિયાની વિદાય લેતા, દેવભૂમિમાં જનારાના પથને, મૃત્યુપથને કવિ “કલ્યાણપથ' કહે છે. દરેક વિચારકને મૃત્યુની પેલે પારના પ્રદેશને જાણવાની ઉત્કંઠા હોય. કાશીરામ દવેને અંજલિ આપતાં કવિ (‘ગુરુદેવ') સ્વર્ગ, વૈકુંઠ, અક્ષરલોકની પૃચ્છા કરે છે. તો “સૌરાષ્ટ્રનો સાર્ધમાં અનિત્યમાંથી નિત્યધામમાં ગયેલા, “સાત્ત તજી અક્ષરમાં ગયેલા એ સાધુ સંદર્ભે ઈલોકને અનિત્ય અને પરલોકને નિત્ય ગણાવે છે. “ધર્મરાયના પાર્ષદને વિદાય' (પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ) (1941) કાવ્યને ધીરુભાઈ ઠાકર (અ. ગુ. વિ. 231) જાનાલાલની પ્રતિભામાંથી નીપજેલું મૃત્યવિષયક અમૂલ્ય રતન' ગણાવે છે. મૃત્યુની ભવ્યતા અને મંગલમયતાનું હૃદયસ્પર્શી નિરૂપણ ન્હાનાલાલે જ કરાવ્યાનું તેઓ કહે છે. સ્વજનના પ્રાણ લઈ જતા ધર્મરાયના પાર્ષદને વિદાય દેતી વખતે કવિ શોકને જીરવીને સ્વસ્થપણે મૃત્યુદૂતને” મોટા ઘરના મ્હોડવી તરીકે સત્કારવા આતુર છે. “અસ્થિરોમાં સ્થિર' (વેણુવિહાર, 1942) કાવ્યમાં મૃતતામાં અમૃત અંશો શોધવાની કવિની મથામણનો નિર્દેશ છે. કવિ કહે છે “મૃત્યુલોકને ઘાટ તૂટું છું અમૃતનું મંદિર” તો ભીષ્મના મૃત્યુને કવિ “જન્માન્તરના મહોત્સવ' તરીકે વર્ણવે છે. (‘કુરુક્ષેત્ર') મૃત્યુના પડદા પાછળના અમૃતને (આત્માની અમરતા) કવિ સનાતન ગણાવે છે. ને પાંડવોના મહાપ્રસ્થાનને તેઓ “કાળકારમું કહે છે. ‘દ્વારિકાપ્રલયમાં કૃષ્ણનિધનનું સુંદર નિરૂપણ કવિએ કર્યું છે. કવિ કહે છે “અવતાર પણ મૃત્યુમુક્ત નથી ને મૃત્યુ તો અમૃત છે ને મુક્તિ પણ.” “આત્મા છેઅમૃતજાયો ને દેહ છે મૃત્યજાયોમાં ગીતાની વાણીનો રણકાર સંભળાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 154 “ચંદનની ત્યહાં પાથરી ચિતા કૃષ્ણદેવ અગ્નિશયામાં પોઢયા (દ્વારિકા પ્રલય) 103 હુતાશે લીધો છેલ્લો હવિ, મૃત્યુલોક કમભાગી ને અમરભોમ સૌભાગ્યવાન બન્યો” ન્હાનાલાલે મહઅંશે અખંડ યૌવન, અખંડ સૌદર્ય અને આત્મસ્નેહની વાત વધુ લખી છે. મૃત્યુની વાત તેમની કવિતામાં ઓછી આવે છે. ને આવે છે ત્યાંય વ્યાપક ચિતંનરૂપે. વિષાદ અને શોકનાં ગીત ન ગાવાનું એમનાં પાત્રોને મુખે વારંવાર કહેતા આ કવિની કવિતામાં ક્યારેક વિષાદની લહર ડોકિયાં કરે છે ખરી. સ્વજનો મૃત્યુ પામતાં શોક અને ખની લાગણી અનુભવતાં ઉત્તમ શ્રદ્ધાંજલિકાબો એમની કલમમાંથી સરકી પડ્યાં છે. પણ એને વિશેષ આત્મલક્ષીરૂપે તેમને વ્યક્ત કર્યા નથી. તો પુરાણકથાઓના સંદર્ભે કાળ અને મૃત્યુનું ચિંતન વ્યાપક ફલક પર તેઓએ કર્યું છે. ત્યાં કવિતા અને તત્ત્વજ્ઞાન એકરૂપ બની પરમસત્યો રજૂ કરે છે. કવિ જમશેદજી નસરવાનજી પીતીત “મૃત્યુને આફતનો છેડો' કહે છે. (“ભાંગેલું વહાન”). “જાન તેનો તજીને ગયો'તો તન ને આવ્યો તો આફતનો છેડો ને અંત” (‘મારી મજેહ ને બીજી કવિતા' પૃ. ૩ર૦) કવિ કંગના “નાઈત થાત” પરથી રચેલા “ઊંઘ અને રાત' કાવ્યમાં “મૃત્યુને મુક્તિદાતા ગણાવાયું છે. જેઓ સદાની ઊંઘમાં પોઢ્યા છે, મૃત્યુ પામ્યા છે એમને સુખી ગણે છે. ઊંઘ અને રાત બંને અહીં મોતનાં પ્રતીક છે. “એક ગુજરેલા બાળક વિશે' (‘દેવી મેકબેથ મોયર ઉપરથી')માં કવિએ “મૃત્યુને કાયમનું સુખ ગણાવ્યું છે. જગન ભજી ઊંઘી ગયેલો બાળક સુખી થઈ ગયો હોવાનું કવિ કહે છે. બાળકની નાનકડી છાનઃ વો બહાર નીકળી મરી જઈ, જીવ સુખી થઈ ગયો હોવાનું કવિ કહે છે. - ગજેન્દ્રાય બુચના “હંસગાન'ને માત્ર બુચના જ નહીં, સમગ્ર ગુજરાતી કવિતાના સુંદર કાવ્ય તરીકે સ્થાન મળ્યું છે. કવિને મૃત્યમાં વિશ્વસંગીત સંભળાય છે, અલબત્ત સ્નેહનું. મગનભાઈ ચતુરભાઈ પટેલે “અમરઆત્મા' કાવ્યમાં આત્માના અમરત્ત્વની વાત કરી છે. (“કુસુમાંજલિ સંગ્રહ) કવિ કહે છે. આત્માના અમરત્ત્વનો સ્વીકાર કરીએ તો મૃત્યુની કરાળ કાળી જવાળ પણ મંદ પડી જાય. “સૃષ્ટિનો ખેલ'માં શરૂમાં મૃત્યુની બીક અને ગભરાટ વ્યક્ત થયા છે. પણ પછી મૃત્યુમાં જ સાચું જીવનસૂત્ર હોવાનું કવિ કહે છે. બીજા જીવનમાં પ્રવેશવા માટેના આધારતંતુ તરીકે “મૃત્યુને બિરદાવાયું છે. કવિ મૃત્યુને દુઃખના ભાગીદાર તરીકે ઓળખાવે છે. નૃસિંહ વાણી વિલાસ' (તૃતીય પુસ્તકોમાં શ્રી નૃસિંહાચાર્ય કહે છે. . “નથી ભય તેને આ મૃત્યુનો જેણે જ્ઞાને ગાળ્યાં હાડ” 18 (“નૃસિંહવાણીવિલાસ' પૃ. 60) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 155 ભાઈશંકર કુબેરજી શુક્લ યમ અને નચિકેતાનો સંવાદમાં મૃત્યુને મુક્તિ રૂપે ઓળખાવ્યું છે. નચિકેતા અહીં બીજું વરદાન મૃત્યુ વિનાના સ્વર્ગમાં જવાની ઇચ્છાનું માગે છે. સુમતિ મહેતાના ૧૯૧૨માં પ્રગટ થયેલા મરણોત્તર કાવ્યસંગ્રહ “હૃદયઝરણા”ના શાંતિ(પાનું 160) કાવ્યમાં અંતિમ શાંતિની દેવીને હૃદયના ઊંડાણથી આવાહન અપાયું છે. “રહો શાન્ત છે, હું શ્રવણ કરું છું શાન્તિના મધુરા રવો એ છેક સમીપે આવી ગાએ હાલા ....શા મધુરા સ્વરો ને શાંત તે મુજ અંગ શાન્તિ ધરી વાતો આદરે કંઈ શબ્દ પણ ઉચર્યા વિના ને વાતો મહારાથી કરે” 9 (‘હૃદયઝરણાં' 160) (કાવ્યસ્પંદિતા’ 37) આવી રહેલા મૃત્યુ અને એ પછી મંગલદાયક શાંતિનો સંદર્ભ પણ અહીં ગૂંથાયો છે. આ ગાનનો મૂક રવ હૃદયના ઊંડાણમાં એવો ધ્વનિ જગાડે છે, કે જેમાં જીવનના અંત સમયના એંધાણ હોય, એના છંદોબદ્ધ સ્વરૂપમાં જીવનની સચ્ચાઈનો રણકો સંભળાય છે. સુમતિ મહેતાએ “દિવ્ય બાળક' કાવ્યમાં મૃત્યુને “મુક્તિધામ “દિવ્યધામ' તરીકે ઓળખાવ્યું છે. બાળક એની માને “દિવ્યધામ'ના અલૌકિક આનંદનો અનુભવ જાણે કહે છે. બાળક પર પ્રેમ હોય તો માનેય દિવ્યધામ આવવાનું આમંત્રણ આપે છે. કવયિત્રી કહે છે “વિશ્વમાં જે જીવન આરંભાયાં, સુખી થયાં, ટક્યાં, ને પાછાં ગયાં તે સૌને મૃત્યુથી વધુ આનંદ થયો છે. જીવન કરતાં મૃત્યુ વધુ યશદાયી હોવાનું કવિ કહે છે. જીવનમુક્તિના એક માત્ર ઉપાય તરીકે કવયિત્રી “મૃત્યુને ગણાવે છે. પુત્રી હેમીનાના મૃત્યુ નિમિત્તે લખાયેલા “દર્શનિકા' નામના કાવ્યમાં “સૃષ્ટિની અસ્થિરતા નામના ખંડમાં કવિ ખબરદાર મૃત્યુને વાસનાસભર જીવનમાંથી છુટકારો હોવાનું કહે છે. મૃત્યુ પામેલાં સ્વજનો દૂર પ્રવાસે ગયાનું કવિ માને છે. કવિ કહે છે માણસનું શરીર મરે છે, જીવન નહિ. જ્યારે “મૃત્યુનું નૃત્ય' નામના બીજા ખંડમાં કવિ મૃત્યુનો જ અસ્વીકાર કરે છે. અર્થાત્ મૃત્યુ જેવું તત્ત્વ ન હોવાનું જણાવે છે. કારણ “મૃત્યુને તેઓએ “મંગલરૂપે હવે સ્વીકાર્યું છે, જોયું છે. મૃત્યુ દ્વારા નવજીવન પામતું જગત સદા તાજું ને નવપલ્લવિત રહે છે એમ તેઓ માને છે. કવિ ખબરદાર કહે છે “જીવન તો હજુ યે વણસે, પણ મૃત્યુ કદી વણસતું નથી' એ પોતે હારી જઈ જીવનને, શ્વાસને વિજય અપાવે છે. “મૃત્યુ ન હોય તો વિજય ક્યાં-શ્વાસનો”?(‘દર્શનિકા' 69) મૃત્યુથી ન ડરવાનું કહેતા કવિ મૃત્યુને જીવનના મીઠા અંત તરીકે ઓળખાવે છે. કવિ ખબરદારને મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા છે. અજ્ઞાન અને અણસમજને લીધે વિરૂપ દેખાતું મૃત્યુ હવે જ્ઞાન પ્રાપ્ત થતા સુંદર લાગે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 156 “કોણ સૌદર્ય એ મૃત્યુનું નિરખશે? કોણ જોશે બધી એની લીલા” ? 11 (‘દર્શનિકા' 72) કવિ મૃત્યુનું મહત્ત્વ જરાય ઓછું આંકતા નથી. કલ્યાણિકા' કાવ્યસંગ્રહમાં “દ્વિરંગીયોત' કાવ્યમાં જીવન અને વલનને પર્યાય માનતા કવિ એમ માને છે કે જીવન વિરમતાં-મૃત્યુ આવતાં બધી જલન વિરમી જાય છે. આનંદ કાવ્યમાં પણ મૃત્યુને કવિ “ઈશ્વરકૃપા' તરીકે ઓળખાવે છે. “પ્રભુનાં તેડા'માં આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કવિ મૃત્યુની મંગલતા ગાય છે. સ્વજન રડે કે સ્નેહી રડે ઘડી મારે તો હાસ્ય અનન્ય” 12 (‘કલ્યાણિકા - 130) ... મૃત્યુ દ્વારા થનારા પ્રભુમિલનની ધન્યતાની કલ્પનામાં કવિ આનંદમગ્ન છે. તો મૃત્યુને નિમંત્રણ આપતા કવિને મૃત્યુનું આગમન સંગીતમય લાગે છે. (“દૂરને નિમંત્રણ') મૃત્યુ અને જન્મના ચક્રને કવિ સૌંદર્યમય ગણાવે છે. કવિએ ગાંધીજીની હત્યા સંદર્ભે ત્રણ ભાગમાં “ગાંધી બાપુનો પવાડો' લખ્યો. ત્રીજા ભાગમાં બાપુએ દેશ ખાતર કરેલા મનોમંથનનો ચિતાર છે. ઓગણીસો ઉડતાલીસ જાન્યુઆરીની તારીખ ત્રીસમીએ સંધ્યાકાળે પ્રાર્થનાસ્થાને પધારતા બાપુ પર ગોળી છૂટી પણ કવિ કહે છે બાપુ તો મરીને અમર થઈ ગયા. બાપુની ચિરનિદ્રાને કવિ ચંદનની સેજ સાથે સરખાવે છે. ને મૃત્યુની ક્ષણને “ચોઘડિયા કહેતા કવિ મૃત્યુ મંગલ હોવાની શ્રદ્ધા ધરાવે છે. “નંદનિકા'ના “અપૂર્ણતાનું માધુર્ય કાવ્યમાં કવિ ખબરદારે ક્ષણભંગુરતાના સૌંદર્યનો મહિમા ગાયો છે. રાત અને પ્રભાત બંનેના આગવા સૌંદર્યનો કવિ નિર્દેશ કરે છે. ખીલવું, કરમાવું, ફરી ખીલવું એમાં જ સૌંદર્યની ખુબૂ હોવાનું કવિ જણાવે છે. મૃત્યુને લીધે જ જીવનની તાજગી હોવાનું કવિ કહે છે. તો “આમંત્રણ” કાવ્યમાં કવિની મૃત્યુ માટેની તૈયારીનું સૂચન છે. મૃત્યુ નિમિત્તે આવતા ઈશ્વરના ઘરના તેડાની પ્રતીક્ષા કરતા કવિ મૃત્યુના અવસરને “ધન્ય' ગણાવે છે. ને એ માટે તેઓ તૈયાર હોવાનું કહે છે. ગોવર્ધનયુગ-પ્રેમ અને મૃત્યુ ગોવર્ધનરામની “સ્નેહમુદ્રામાં સ્નેહનો મહિમા ગવાયો છે. અહીં મૃત્યુ નેહથી પરાજિત થયાનું અનંતરાય રાવળ નોંધે છે, “નિર્મળ રતિવાળા દંપતીસ્નેહનો નાશ કરવાની કોઈ માનવીની તો મગદૂર શી? યમરાજના પ્રકારની પણ તાકાત નથી. મૃત્યુ દંપતીને ખંડિત કરે એટલું જ, સ્નેહયોગને ખંડિત કરી શકતું નથી” 13 (અં. રા. 31) “સ્નેહમુદ્રા'. દોલતરામ પંડ્યાએ “ઇન્દ્રજીતવધ'માં ઇન્દ્રજીત હણાતાં સુલોચનાનો હૃદયદ્રાવક વિલાપ વિપ્રલંભ શૃંગારજન્ય કરુણનું ઉદાહરણ છે. પતિ સાથેના સહવાસનાં સ્મરણો દઝાડે છે. ઇન્દ્રજીતની ગજચાલ, કૃપાળુ કાળજું ને માર્મિક વચનો એના હૈયે ગુંજે છે. પતિનું મૃત્યુ થતાં સુલોચનાને આ અસાર સંસારમાં બધા પદાર્થ પતિમય લાગે છે. અગ્નિમાં સ્નાન કરતું શરીર જાણે કે દિવ્યજ્યોતિ ધારણ કરે છે. સળગતા શરીરમાં ભવ્ય સુગંધી મહેકે છે. ચિતાની જવાલાઓ સાથે પ્રણયરસની જ્વાળા મળતા સતીને શાંતિનો અનુભવ થાય છે. પ્રેમનો સદાય મૃત્યુ પર વિજય થતો રહ્યો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 157 “તુટ્યા જોતાં જોતાં સજડ પડ અષ્ટાવરણનાં ઉડયા ઉડયા પંખી વિમલ થઈને દ્વૈતવનમાં 14 (‘ઇન્દ્રજીતવધ' 146) શરીર છે ત્યાં સુધી જ દ્વિત જુદાઈ ને પછી તો નીરવ અદ્વૈત. “ધરી આ બે સત્વો પુનિત રતિ અદ્વૈત બનતાં 11 (ઇન્દ્રજીતવધ' 146) સદૂગત પતિ સાથે અદ્વૈત સધાતાં લિંગાભાસ ત્યજી એ અસલ પદને પામે છે. એ જ રીતે ભીમરાવ દિવેટિયાએ લખેલા “પૃથુરાજરાસા'માં પણ પ્રેમ અને મૃત્યુને સાંકળ્યા છે. “પૃથુરાજના મૃત્યુ સમયે આક્રંદ કરતી સંયુક્તાનું વર્ણન કરતાં કવિ કહે છે. કૃપા અને ક્ષમાભરી વૃત્તિ ધરાવનાર પતિ નઘરોળ કેમ થયાનું, સંયુક્તા કરુણ આક્રોશમાં પૂછે છે. પછી મૃત્યુ પામેલી વ્યક્તિ પાછી ન આવે એ વાસ્તવ સ્વીકારી, પતિના વિરહ તપ્ત બનેલી સંયુક્તા સતી થવા તત્પર બને છે. ને સ્વેચ્છામૃત્યુનો સ્વીકાર કરે છે. - નરસિંહરાવ દિવેટિયાએ યુવાન પુત્ર નલિનના મૃત્યુ નિમિત્તે સ્નેહના સાતત્યનો ઉલ્લેખ કર્યો છે. પુત્રરૂપી આશાતંતુ તૂટી જવા છતાં ભક્તહૃદય પ્રભુશ્રદ્ધામાં સમાધાન અને શાંતિ શોધતું હતું. કવિને સમજાયું, આત્માનું દિવ્ય સંગીત મૃત્યુથી નષ્ટ થતું નથી. કવિની અતૂટ શ્રદ્ધા છે કે મૃત્યુ પ્રેમના સંબંધોનો વિચ્છેદ કરાવી શકતું નથી. મૃત્યુ પોતે તો નાશવંત છે. જ્યારે પ્રેમ સનાતન છે. તો કવિ કાન્ત તો સમગ્ર જીવન દરમ્યાન સ્નેહનોજ મહિમા કર્યો હતો. મિત્ર, પત્ની, પુત્ર, પુત્રી વગેરેના અવસાને ઉદ્વિગ્ન બનેલા કવિની, સ્નેહમાં અતૂટ શ્રદ્ધા હતી. જગતના રચનારનું ક્રૂર એશ્વર્ય સ્નેહજીવનમાં વિઘ્નરૂપ બને છે ત્યારે આ લોકમાં પ્રણયસુખની આશા રાખવી દુષ્કર બનતાં ચક્રવાકયુગલ સ્વેચ્છામૃત્યુનું શરણ સ્વીકારી પરલોકમાં નિરવધિ સ્નેહજીવન શોધવા પ્રયાણ કરે છે. મૃત્યુ પર પ્રેમનો વિજય અહીં ગવાયો છે. આ દુનિયામાં નહિ, પણ બીજી-મરણ પછીની દુનિયામાં જીવનની, પ્રેમની ધન્યતાનો અનુભવ થશે એ શ્રદ્ધાએ બંને મૃત્યુ પામીને પ્રેમભાવની એક્તાને અમર બનાવી દે છે. ચક્રવાક મિથુન (મૃત્યુ વખતે સહવાસનો આનંદ) ઉદ્ગાર કરે છે. આહા આહા અવર દુનિયા ધન્ય” 12 (‘આપણાં ખંડકાવ્યો' પૃ. 18) મૃત્યુ પારની નવી સનાતન દિવ્યભૂમિનું દર્શન પણ પ્રેમની દિવ્યતાનું જ પરિણામ. તો વસંતવિજય'માં પણ મૃત્યુ પર પ્રેમનો વિજય થતો કવિએ બતાવ્યો છે. સ્નેહજીવન સ્વીકારતાં પાંડનું મૃત્યુ થાય છે. મૃત્યુ કરતાં સ્નેહજીવનનો મહિમા અહીં વિશેષ ગવાયો છે. પાંડુનું મૃત્યુ દેખીતી રીતે કરુણ લાગવા છતાં કરુણ નથી. પાંડુ મરીને અમર બની ગયો, ને નેહજીવનની અમરતા ગાઈ ગયો. “વસંતવિજય' શીર્ષક જ વસંત, યૌવન, પ્રેમ, સ્નેહનો વિજય ગાય છે. આ બધાની પાસે શરીરનું મૃત્યુ કોઈ વિસાતમાં નથી, એય અહીં સૂચવાયું છે. પાંડુએ સ્નેહવિહોણા જીવન કરતાં સ્નેહયુક્ત મૃત્યુ પસંદ કરી સ્નેહ તથા સૌંદર્યનો મૃત્યુ પરનો વેજય સ્થાપી બનાવ્યા છે. P.P.AS. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 158 કાન્તનાં પ્રણયકાવ્યો કવિનાં બંને પત્નીઓને ઉદેશી લખાયાં. પહેલી પત્નીના મૃત્યુની વ્યથા કાન્તને માટે અસહ્ય હતી. “વિધુરકુરંગ', “વિપ્રયોગ', “તદ્રે તદ વંતિકે'માંના શોક અને પ્રેમના ભાવોની અભિવ્યક્તિ અજોડ છે. “સ્નેહ માટે સ્વર્ગયાગ” કાવ્યમાં પોતાના મરણથી પ્રિયતમને ઓછું આવવાનું હોય તો મરણની મમતા મૂકી દેવી જોઈએ. પતિના હૃદયમાં પોતાનું સ્થાન અનિવાર્ય હોય તો સ્વર્ગના સુખને છોડવા તૈયાર નાયિકા પ્રેમ ખાતર મરણનો ત્યાગ કરે છે. ને પોતાના જીવને કહે છે. “અરે, મૂકી દે રે મરણ પરથી જીવ મમતા” આ કવિએ હમેશાં પ્રેમને જ અમર ગણ્યો છે. “પ્રણયની ખાતર પ્રણય'માં તેથી જ તો “પ્રેમના અભાવને તેઓ “મૃત્યુ' કહે છે. “સ્વર્ગગંગાને તીર'માં કવિનો વિશિષ્ટ કલ્પનાવિહાર પ્રેમસ્મરણનું જ પરિણામ છે. પત્ની સ્વર્ગમાંથી પોતાના શયનમાં અપ્સરા રૂપે આવી પતિને સ્વર્ગમાં લઈ જવાનું સૂચન કરી પતિને સ્વર્ગમાં લઈ જતાં થતો રોમાંચનો અનુભવ કવિ વર્ણવે છે. જ્યારે બ. ક. ઠા. મૃત્યુ અને પ્રેમ વિશે જુદી જ વિચારસરણી ધરાવે છે. તેઓ મૃત્યુને યથાર્થરૂપે સ્વીકારે છે ને તેથી “મૃત્યુને પ્રેમમાં વિઘ્નકર્તા માને છે. “પ્રેમ' મૃત્યુને કારણે જ મર્યાદિત બનતો હોવાનું તેઓએ અનુભવેલું. જ્યારે “પ્રેમનો દિવસ” અને “વિરહ'માં પ્રેમ અને મૃત્યુ-બે એકજ અનુભવ હોવાનું તેઓ કહે છે. “પ્રેમનો દિવસ પ્રેમનું કાવ્ય પૂરું કર્યું અને તરતજ ૧૯૧૪માં “વિરહ' મૃત્યુના કાવ્યનો આરંભ કર્યો છે એ કેટલું સૂચક છે” (ગુ. સા. છ. ગ્રંથ-૩ પાનું 517) “પ્રેમનો દિવસમાં અંતે મૃત્યુ છે. “વિરહમાં આરંભે મૃત્યુ છે. પ્રેમ પછી મૃત્યુ, પ્રેમનું મૃત્યુ “પ્રેમમૃત્યુ “પ્રેમ = મૃત્યુ” આમ પ્રેમ અને મૃત્યુ એ બે ભિન્ન ભિન્ન અનુભવ નથી. એકજ અનુભવ છે. એનું એમાં સૂચન છે.” 18 (ગુ. સા. ઈ. ગ્રંથ-૩ પાનું 517) કવિ બ. ક. ઠા. નો પોતાનો અનુભવ એવો રહ્યો છે કે, મૃત્યુ સામેનો સંઘર્ષ વ્યર્થ નીવડ્યો. ને મૃત્યુની જીત થઈ. પત્નીના અવસાન સંદર્ભે ક્ષણભર મૃત્યુની જીત થતી એમણે જોઈ. ને છતાં સ્નેહ, તથા સ્નેહસ્મરણમાં શ્રદ્ધા અચૂક રહી છે. બ. ક. ઠા. એ પ્રેમનો મૃત્યુ પરનો વિજય ભલે અનુભવ્યો ન હોય. પણ સૌંદર્યનો મૃત્યુ પરનો વિજય તો પ્રમાણ્યો છે. ગ્રીક કવિ કેલિમાસકના મુક્તક કાવ્યના અનુવાદમાં સૌને પરાજિત કરતું મૃત્યુ પોતે પરાજિત થતું જોયું છે. દેહ કાલાધીન હશે, પણ મનુષ્યના જીવનમાં કેટલીક ક્ષણો કાલાતીત છે. ને તે “સૌંદર્યની ક્ષણો”. મૃત્યુ સૌદર્યને નષ્ટ કરી શકતું નથી. બુલબુલના કંઠમાં કવિને નાયિકા ચંદ્રમણિનો મિષ્ટ અવાજ અમર હોવાનું પ્રતીત થાય છે. એનું કદી મૃત્યુ નથી. કાળ પણ સદા એને સુયા કરશે એવી કવિની શ્રદ્ધા હતી. “સતી' (ગુચ્છ. ૪)માં સદ્ગતને ઉદ્દેશીને વ્યથાના ઉદ્ગાર વ્યક્ત થાય છે. પતિનું મૃત્યુ થતાં દાહર્તા મળી. ખાખ તો ન થવાયું. વેદનાએ મૃત્યુ ન આપ્યું, બળતરા જ આપી. પણ તરત નાયિકા સ્વસ્થ બની મૃત્યુ પર પ્રેમના વિજયનો સ્વીકાર કરે છે. સતીના હાથને એના પતિના સાન્નિધ્યમાંથી કોઈ, યમ પણ નહીં છોડાવી શકે. અહીં શાશ્વત અભેદના સામ્રાજયનો મૃત્યુ પર થતો વિજય સૂચવાય છે. કલાપીની કવિતામાં પ્રણય અને મૃત્યુનું અદ્વૈત જોવા મળે છે. એમનો પ્રશ્ન છે. “માનવને પ્રેમી બનાવ્યો, તો આયુષ્ય કેમ ઓછું આપ્યું?' પ્રેમીના હૃદયભાવ ઓળખાય, ન ઓળખાય ત્યાં તો મૃત્યુ આવી પહોંચે છે. તો “મૃત્યુ” કાવ્યમાં મૃત્યુ અને વાત્સલ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 159 સાંકળતાં, વાત્સલ્યનો મહિમા બતાવ્યો છે. ભોળા પારેવડા સમા બાળકનો દેહવિલય થતાં બેબાકળા બનેલા પિતા મૃત્યુ તત્ત્વને સમજી શકતા નથી. “કન્યા અને ક્રૌંચ'માં પણ પ્રેમ અને મૃત્યુનું ચિંતન રજૂ થયું છે. કન્યાનો પ્રેમી શત્રુના હાથે મરાયો છે. ને છતાં એના હૈયામાં ઉગ નથી. વિરહ કરતાં મૃત્યુને વધુ મધુર ગણતી એ કન્યા વિરહ અસહ્ય બનતાં ધરતી પર ઢળી પડે છે. ને વિરહનો પણ અંત આવે છે. “હૃદયત્રિપુટી'માં પણ પ્રેમ અને મૃત્યુને કવિએ સાથે સાંકળ્યા છે. પ્રેમના જ કારણે જીવન અને મૃત્યુ બંને સુખદ અને સુંદર બને છે. કવિ કહે છે પ્રેમના રંગે આ વિશ્વ જો રંગાયું ન હોત તો જિંદગી અને મૃત્યુમાં હર્ષ શો રહેત? “હજુય મળવું'માં વિરહના અગ્નિમાં શેકાતી પ્રિયતમાની મરતાંય પ્રિયતમને મળવાની ઝંખના વ્યક્ત થઈ છે. મૃત્યુપળ પ્રેમ કે પ્રેમીને ભુલાવી શકતી નથી. “વિદાય'માં પ્રેમ દ્વારા મૃત્યુ પર વિજય પામવાની તમન્ના વ્યક્ત થાય છે. પ્રેમના બળ વડે મૃત્યુનો પડદો ચીરવા તેઓ તૈયાર થાય છે. જન્મ જન્મ પ્રિયતમાને મળવાની ઝંખના વ્યક્ત થઈ છે. પ્રેમના પારાવારને પામવા આ જિંદગી ઓછી પડે એમ કવિ કહે છે. (“વહાલીને નિમંત્રણ') એજ રીતે “હૃદયરસ'માં પણ પ્રેમરસ પીવા જિંદગી ટૂંકી પડવાનો અફસોસ વ્યક્ત થયો છે. પ્રેમવિહોણું જીવન મૃત્યુ સમાન ગણાયું છે. “ઇશ્કનો બંદો'માંય પ્રેમનો મહિમા ગાતાં ગાતાં કલાપીએ મૃત્યુની સરખામણી જ પ્રેમ સાથે કરી છે. અહીં પ્રેમને મૃત્યુના પર્યાય તરીકે ઓળખાવાયો છે. “દૂર છે'માં પ્રેમ અને મૃત્યુની ગોષ્ઠિની વાત છે. જિંદગીમાં જે શાંતિસુખ ન મળ્યાં એ મોતમાં મળશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. બોટાદકરે પણ પ્રેમનો મૃત્યુ પરનો વિજય ગાયો છે. પ્રેમયોગમાં સત્યવાન સાવિત્રીની કથાના સંદર્ભમાં કવિએ મૃત્યુ પર પ્રેમના વિજયને પ્રસ્થાપિત કર્યો છે. પ્રેમયોગને કાળ પણ ભેદી ન શક્યો. કાળને-કમને કવિ અહીં “મુગ્ધ' કહે છે. શું મૃત્યુંજય યોગ શુદ્ધ પ્રણયે દેખે ન તું દષ્ટિએ” 19 (42) “કલ્લોલિની' આયુનો ક્રમ પ્રેમયોગપથમાં આડો ન આવી શકે. પ્રેમનું હૃદય અમર્યા છે. એને મૃત્યુનો ભય ડરાવી ન શકે. સાવિત્રી યમને કહે છે “પ્રેમ પાસે વિધિ નિષેધ ન ફાવે તો તું શી રીતે ફાવે'? “જયદેવપત્ની પણ પ્રેમ અને મૃત્યુ પરનું કાવ્ય છે. પ્રિયનું મરણ થતાં પ્રેમી સાથે સહગમન કરી શરીર છોડવું જોઈએ એમ માનતી જયદેવપત્નીને માટે શરીર કંઈ પ્રેમી કરતા વિશેષ ન હતું. તો “મીરાંને” કાવ્યમાં ઝેર પચાવી જનાર મીરાંના પ્રભુપ્રેમનો મૃત્યુ પરનો વિજય ગવાયો છે. જ્યાં અભેદ છે. પ્રેમાદ્વૈત છે, ત્યાં મૃત્યુ નથી. પ્રેમ, પછી તે માનવ પ્રત્યેનો હોય, કે ઈશ્વર પ્રત્યેનો મનુષ્યને નિર્ભય બનાવે છે. ઝેરનો પ્યાલો મીરાંને મારી ન શક્યો. મૃત્યુ મીરાંને સ્પર્શી ન શક્યું. “એ ઊંચા ઉરમાંહી મૃત્યુરસ ન ના પોચી લગારે શક્યો ૧૮૦(પાનું. 97 “કલ્લોલિની' બોટાદકર) શૈવલિની' સંગ્રહમાંના “શર્વરી' કાવ્યમાં પણ મૃત્યુ પર પ્રેમના વિજયનો મહિમા અંકાયો છે. જેઓ પોતાનાં સ્વજનોને પોતાનાં પ્રાણ પીયૂષ પાઈને પોષે છે. તેને “વિષજનિત મૃત્યુ સ્પર્શી શકતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 160 ન્હાનાલાલ તો “પ્રેમભક્તિ' ઉપનામ જ ધરાવે છે. સ્વાભાવિક રીતે જ પ્રેમનું ઊંચું મૂલ્ય તેમની કવિતામાં હોય. “પારેવડાં' (કટલાંક કાવ્યો. ભા. 3. પાનું. 95) કાવ્યમાં પ્રેમનો મૃત્યુ પરનો વિજય કવિએ ગાયો છે. કવિ કહે છે સ્નેહીઓ મૃત્યુથી પર છે ચિતાઓ શરીરને બાળતી હશે પણ સ્નેહને નહીં” 181 (“કેટલાંક કાવ્યો' ભા. 3 પૃ. 95). તાજમહેલ' (‘ચિત્રદર્શનો')માં કવિ પ્રેમ અને મૃત્યુનું ચિંતન રજૂ કરે છે. પ્રેમિકાના મૃત્યુમાંથી પાંગરેલું, મહોરેલું કાવ્યપુષ્પ એટલે “તાજમહેલ'. કવિ અહીં મૃત્યુને જુદા જ દૃષ્ટિકોણથી નિહાળે છે. શરીરનાં-સ્નેહીનાં મૃત્યુ હોય. સ્નેહનાં ને સૌંદર્યનાં કદી મૃત્યુ ન હોય. મૃત્યુથી અજેય હોય તેઓ. મહાકાળની વાસુકિફણા એની જીભ ફેલાવતી કુત્કારતી હોય, ને સર્વભક્ષી યમની યંત્રણાનું સામ્રાજ્ય ચારેય બાજુ વ્યાપેલું હોય ત્યારેય પ્રેમ અને સૌદર્ય તો અડીખમ રહે છે. તયાપિ મૃત્યુ રસનાં નથી. નથી, સૌદર્ય, ને સ્નેહ અજિત મૃત્યુથી” 182 (‘ચિત્રદર્શનો' પાનું. 60) તો “તાજમહેલને કવિ યમુનાતીરે ગવાયેલી પ્રેમીની પ્રેમગીતા કહે છે. જે મૃત્યુ પરનો સદા વિજય ગાયા કરે છે. ગજેન્દ્રરાય બુચે પણ મૃત્યુ નહિ, સ્નેહને સર્વોપરી ગણાવ્યો છે. “હંસગાન' કાવ્યમાં નેહને મૃત્યુમાં પણ વિશ્વસંગીત સંભળાતું હોવાની વાત કવિ કરે છે. કો મૃત્યુમાંયે શું વિશ્વસંગીત સ્નેહને નહીં તો જીવ રેસાતાં, ગાન તે કેમ નીસરે” ? 183 , (‘ગજેન્દ્ર મૌક્તિકો' પાનું. 3) આ કાવ્ય પ્રતીકાત્મક છે. સ્નેહના સંગીત સાથે મૃત્યુયે ઠાવકું થઈ બેસી જાય છે. પ્રણયસૂરસરિતાને તોડવાની હામ મૃત્યુમાંય નથી. મૃત્યુવેળાએય સ્નેહ એજ પરમૌષધિ. (નાની વયે મૃત્યુ પામેલા કવિનેય શું મૃત્યુમાં વિશ્વસંગીત લાધ્યું ?) “પ્રશ્ન' કાવ્યમાં આંખડી મીચાતાં સ્નેહ સ્વપ્નની શાશ્વતતા સ્મરણરૂપે રહેતી હોવાથી મૃત્યુ પર અંતે સ્નેહના થતા વિજયની વાતને સિદ્ધ કરી આપે છે. | કવિ જગન્નાથ દામોદર ત્રિપાઠી (સાગર) પણ પ્રેમ અને પ્રેમીની અમરતાનો મહિમા ગાયો છે. “ઇસા, અર્જી કબૂલી લે'માં પ્રેમ અને પ્રેમીની અમરતાનો મહિમા ગાયો છે. પ્રસ્તાવના' કાવ્યમાં પણ પ્રેમીની અમરતાનો મહિમા કરતાં કવિ કહે છે “પ્રેમ કરનાર તો મૃત્યુ પછી પણ ચાહે, પ્રેમને જીવન કે મરણ કશાનાં બંધન નથી હોતાં. કવિ સાગરને ('દીવાને સાગર, ત્રીજો તબક્કો') પોતાની કબર પર “સાગર” કહી રડનારાં સ્વજનોના અવાજ સંભળાય છે. “કબરમાંથી સ્વપ્ન' કાવ્યમાં પણ સ્નેહને કારણે થતા આભાસની વાત છે. પોતાની કબરમાં પ્રિયાનું આગમન તથા કફન ઉકેલી સુંદર પુષ્પો બિછાવી ઘૂંઘટ ખોલી જાણે પ્રિયાએ ચુંબન દ્વારા નવું જીવન બક્યું હોય એવો ભાસ થાય છે.... પ્રેમ તથા પ્રેમી જાણે કબરમાંથીય બેઠાં થાય, જાગૃત થાય. એવો પ્રેમમહિમા કવિ ગાય છે. ઇજન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 161 મેં પારનું કીધુંમાં પણ પ્રેમ તડપનની વાત છે. મિત્ર વિના, જીવતાં, છતાં મૃત્યુનો * અનુભવ કરતા પ્રેમદીવાનાઓ માટે તો પ્રેમ એ જ જીવન છે. ને પ્રેમ એ જ મૃત્યુ. પ્રેમીઓને મૃત્યુની પરવા હોતી નથી. તમે તો છો સનમ સરકારમાં પણ મૃત્યુ પરત્વેની બેપરવાઈ વ્યક્ત થઈ છે.' સુમતિ મહેતાના “સ્નેહીની આકાંક્ષામાં (‘હૃદયઝરણાં) મરીને પણ સ્નેહનો મહિમા ગાવા નીકળેલા માનવોની મહત્તા દર્શાવાઈ છે. નેહી એની પ્રિયતમાને કહે છે. “વૈકુંઠથી સાક્ષાત્ પ્રભુ એને લેવા આવે તોપણ એ જશે નહિ. આત્મા જેના આધારે ટક્યો હોય એવા પ્રિયજનને સૂક્ષ્મરૂપે નિત્યધામે જતાં પ્રિયાની રાહ જોતો પ્રિયતમ વીરજાને તટે ઊભો રહેશે. પ્રિયા મૃત્યુ પામીને આવશે ત્યાં સુધી એ રાહ જોશે. પ્રેમનો આવો મહિમા છે. પ્રિયા વિનાનું પરમધામનું સુખ પણ નકામું. ત્યાં પણ બંને સાથે જ જશે એવી ઝંખના, એવી અતૂટ પ્રીત, ને અહીં વર્ણવી છે. મૃત્યુ પ્રેમ કે પ્રેમીને ખંડિત કરી શકતું નથી એ ભાવના દૃઢપણે અહીં ઉચ્ચારાઈ છે. ખબરદાર પ્રેમ અને મૃત્યુનો મહિમા ગાતા પિછાન” (“કલિકા' 7) કાવ્યમાં જણાવે છે કે પ્રેમના પારવારમાં ન્હાવા માટે આ આયખું જાણે ટૂંકું પડે. પ્રિયતમના મૃત્યુને લીધે નાયકને જીવન રેતીના રણ જેવું લાગે છે. કવિ કલાપીએ મૃત્યુ પછી થનારા પિંડદાનના શિષ્ટાચાર પર કટાક્ષ કર્યો છે. પ્રીતવિહોણી પિંડદાન વિધિમાં કવિને રસ નથી. લોહીની સગાઈ પણ જાણે સ્વજન મૃત્યુ પામતાં પૂરી થાય છે. કવિ બોટાદકરે “શૈવલિની' કાવ્યસંગ્રહના વૈધવ્ય' કાવ્યમાં એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ? એ પ્રશ્નમાં મૃત્યુ પર આક્ષેપ કર્યો છે. પરંતુ રેશમ શા એ કોમળ કેશ વિદારતાં કેમ હણાયા એ નહિ નિર્દય હાથ જો'માં વિધવાને વિરૂપ કરનાર રૂઢિદાસો પર કવિએ કરુણ કટાક્ષ કર્યો છે. આ ઉપરાતં સતીપ્રથાના ઉલ્લેખો પણ મળે છે. ગોવર્ધનયુગ અને યુદ્ધજન્ય મૃત્યુ - દોલતરામ પંડ્યાના “ઇન્દ્રજીતવધ' તથા ભીમરાવ દિવેટિયાના “પૃથુરાજરાસા' મહાકાવ્યના પ્રયોગો મહદ્અંશે યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતા કરુણને વહાવે છે. ઇન્દ્રજીતવધ'માં પહેલા સર્ગમાં યુદ્ધના મહાવિનાશની ભયાનકતાનું વર્ણન હૃદયદ્રાવક છે. આવ્યો ચઢી નાશ કૃતાન્ત ઘોડે . દુરંત છે યુદ્ધ મહાન જોડે” 84 (“ઇન્દ્રજીતવધ' પાનું. 3) રણમાં મૃત્યુ પામનારના પ્રસંગને ઇન્દ્રજીત અતિ ઉત્તમ ગણાવે છે. સૈન્ય રચનાનું વર્ણન કરતાં, કવિ લડવા જતા ઇન્દ્રજીતને જગત હણવા આવેલા કલ્કિના અવતાર જેવો કહે છે. (સર્ગ-૫) રણમાં દેહ પડે તો સ્વર્ગ મળે એ કલ્પનાનું કાવ્યમય વર્ણન, યુદ્ધવર્ણન, કવિ આપે છે. આઠમા સર્ગમાં રુદ્રરસથી સભર યુદ્ધ વર્ણન કવિ આપે છે. મસ્તક એટલાં બધાં છેદાયાં કે વૃક્ષ પર બેઠેલાં પક્ષીઓ વૃક્ષ પરથી જ પોતાનાં લાખો ભક્ષને નિહાળી રહ્યાં. મરણ સાથે જાણે સૌએ મૈત્રી આદરી ન હોય? (સર્ગ-૨૪) ભાદ્રપદના મેઘની જેમ સૈન્યની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 162 તલવારો વીંઝાય છે. ને સૈન્ય ક્ષણમાં ઠાર થાય છે. શબના ડુંગર ખડકાય છે. લક્ષ્મણ ઇન્દ્રજીતનો હાથ કાપે છે. ને સિંહ જેવી ફાળ ભરી, કાળની જેમ શત્રુના શિર પર ચડી - બેસે છે. ઈન્દ્રને જીતનાર રણમાં તલવાર વડે મરાય છે. ઉતર્યું ધડ ઉપરથી શીશ ઉતર્યું યુદ્ધ કેરું મીષ ઉતર્યો ભૂમિ કેરો ભાર ન ઉતર્યો ઇન્દ્રજીત ભવપાર” 185 (‘ઇન્દ્રજીતવધ' 134). સર્પ કાંચળી, યોગીઓ દર્પ, પંડિતો વાણી છોડે તેમ પાટવીકુંવર ઈન્દ્રજીત પ્રાણ ત્યજે છે. ઈન્દ્રજીતના વીરોચિત મૃત્યુનું કાવ્યમય વર્ણન કવિ કરે છે. . “ભાલ પ્રતાપી લંકના સુલોચનાના પ્રાણ / અનંતમાં લય થઈ ગયા ભર દરીએ જ્યમ છાણ” 18 (ઇન્દ્રજીતવધ' 135) ભીમરાવ દિવેટિયાએ “પૃથુરાજરાસા'માં યુદ્ધજન્ય મૃત્યુનું વર્ણન કર્યું છે. અગિયારમાં સર્ગ કાવ્ય પૂરું થાય છે. વીરરસની કથા પૂરી થાય છે. નવમા સર્ગમાં પૃથુરાજના વીરત્વનું સુંદર વર્ણન કવિ કરે છે. યવનોએ કપટ કરી પૃથુરાજને કેદ કરી એની આંખો ફોડી નાખી. શાહબુદ્દીને પડેલાને પાડી ઘોર કપટ કરી મરેલાને માર્યો. ન્હાનાલાલે લખેલાં વીરકાવ્યોમાં યુદ્ધજન્ય વીર મૃત્યુની વાત આવે છે. “ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ” (“પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુર) તથા “શુકનની ઘડીઓમાં ભીષ્મ પિતામહની જેમ મૃત્યુને શાંતિમંત્ર ઉચ્ચારતાં યુદ્ધવાટે સંચરવા કવિ વીરોને હાકલ કરે છે. વીરને વળી મૃત્યુ શાં? દેશ માટે શહાદત વહોરનારાને મૃત્યુ ન હોય. તો મૃત્યુને મુઠ્ઠીમાં લઈ યુદ્ધમાં જવા તત્પર બનેલા પતિને હોંશે વિદાય આપતી, પતિને “કેસરભીના કંથ’ કહી પાનો ચઢાવતી રજપૂતાણીનું ચિત્ર અનુપમ છે. પતિ જો વીર ગતિને પામે તો સતી થવાની પૂર્ણ તૈયારી પણ એની છે. મૃત્યુ પછી સ્વર્ગમાં તો પતિને મળાશે જ એવી શ્રદ્ધા એ વ્યક્ત કરે છે. “કુરુક્ષેત્ર તો આખુંય યુદ્ધવર્ણનનું કાવ્ય છે. પણ યુદ્ધ નિમિત્તે કવિએ મૃત્યચિંતન પણ આપ્યું છે. ને યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતો કરુણરસ પણ વહાવ્યો છે. મહામૃત્યુની ઘોર ઘોષણાઓથી કુરુક્ષેત્ર સદાયનું ગાજતું કવિએ વર્ણવ્યું છે. ને યમરાજ કાળનાં પલ્લાં માંડી પૃથ્વીના પુણ્યપાપ જોખવા બેઠા હોવાનું ય કવિ કહ્યું છે. અભિમન્યવધનું વર્ણન કરતાં કવિ લખે છે “વીજળીની જેમ જયદ્રથનું ખઞ પડ્યું ને વધેર્યું એણે કુમાર મસ્તકને. “અભિમન્યુના મૃત્યુ સાથેજ કળિયુગ પૃથ્વી પર બેઠો હોવાનું કવિ કહે છે.. “પિતા પૂર્વે પુત્રે લીધી યમરાટ 180 (‘કુરુક્ષેત્ર) (પર) “માયાવી સંધ્યા' નામના આઠમા કાંડમાં અર્જુનને કવિ સાક્ષાત ઘૂમતા “મૃત્યુ' તરીકે ઓળખાવે છે. યુધિષ્ઠિરના અર્ધસત્ય “અશ્વત્થામા હણાયો' સાંભળતાં શસ્ત્રત્યાગ કરનારા દ્રોણને ધૃષ્ટદ્યુમ્ન સંહારે છે. અશ્વત્થામા પિતૃહત્યાનું વેર લેવાના શપથ લે છે. ને એ બને છે સ્વયં સંહારમૂર્તિ. અર્જુન દ્વારા કર્ણ ભરાય છે. દુર્યોધન ભીમની ગદાથી પડે છે. પિતાનું તર્પણ કરવા તત્પર “અશ્વત્થામાને પાંડવ શિબિરે જવા આદેશ અપાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ.૦ 163 કેળા લૂમ શી ખીંટડિયાળી કેશાવલિવન્તા દ્રૌપદેયોનાં મસ્તકો પૃથ્વીખોળે પડ્યાં 88. (‘કુરુક્ષેત્ર') (આઠમો કાંડ “માયાવી સંધ્યા” પાનું. 36). પછીનું વર્ણન રૂદ્રભયાનક છે. કાળના કોળિયો સમો મસ્તક કુંભ રગડી પડ્યો” 189 (‘કુરુક્ષેત્ર) (‘માયાવી સંધ્યા' આઠમો કાંડ. પૃ. 43) વ્યાસજી કુરુક્ષેત્રને પરાજયની પરાકાષ્ઠા ગણે છે. “સંહાર વિના શું સંસાર જ ન નભે? પાંડુપુત્રોનો આ ત્રિકાળપ્રશ્ન દીવાલોને જઈને અથડાય છે. જેના જવાબરૂપે બ્રહ્મર્ષિ કહે “સંહાર એટલે નવસૃજન અને મૃત્યુ એટલે નવજન્મ.” ખબરદારે લખેલાં વીરકાવ્યોમાં યુદ્ધજન્ય મૃત્યુનો કે વીરોની શહાદતનો સંદર્ભ વણાયો છે. માટીનું મૂલ'માં વીરત્વની ગાથા ગાતાં ગાતાં કાયરને જીવતો મૂએલો, ને “રણશૂરો મરણે, રણધીર' કહી રણમાં મૃત્યુ પામનાર મરીને અમર બન્યાનો નિર્દેશ કવિ કરે છે. (“સંદેશિકા') “ભારતનો ટંકાર' (૧૯૧૯)નાં કાવ્યો મુખ્યત્વે વીરોની શહાદતનાં છે. “સ્વપ્ન' કાવ્ય શહીદોની આપવીતી ગાય છે. ભારતના જીવંત સપૂતોની સાથે જાણે મૃતવીરો પણ ઝઝૂમતા હોવાનું કવિ કહ્યું છે. “રત્નહરણ'માં ભારતમાતાના ગયેલા પુત્રો પાછા આવશે? રત્ન પાછું મળશે ? એમ કહી વીરના મૃત્યુ પર આંસુ સારતા માનવોની વાત કરી છે. “ગુંજનમાં ભારતમાં અનેક જન્મ લઈ વતનને માટે ખપી જવાની વીરોની તમન્ના વ્યક્ત થઈ છે. “શંખનાદ”માં દેશ માટે હાકલ પડતાં શૂરવીરોના રક્ત આભ સુધી ઉછાળવાની તથા કાયરોના મરસિયા તથા વીરોની વીરગાથા ગાવાની કવિ વાત કરે છે. “મરશું તો પણ ધન્ય બનીશું મૃત્યુ વિશે ક્યાં બેડી ?" 190 (“ભારતનો ટંકાર' પ૭) મૃત્યુને બેડી નહિ, પણ મુક્તિ માનતા વીરો મરીને ધન્ય બનવાનો અવસર શોધે છે. “શૂરવીરનાં રણસૂત્ર'માં દેહનો મોહ ન ધરાવતા વીરો, શરીર દેશ માટે અર્પવાના અવસરને ધન્ય ગણાવે છે. નવજીવનનાં આદ્યાન”માં શૂરાઓનું સ્નાન રૂધિરવાટે જ હોવાનો નિર્દેશ છે. “શૌર્યનાં સ્મરણ'માં શહીદ થયેલા શૂરવીરના શૌર્યને યાદ કરી વિરત્વને પ્રોત્સાહન આપનારાંઓને અંજલિ અપાઈ છે. “મય કાય'ને દેશ માટે કુરબાન કરવાનો અહાલેક કવિ જગાવે છે. ૧૯૪૦માં ખબરદારે પ્રગટ કરેલા “રાષ્ટ્રિકા' સંગ્રહમાં સ્વાતંત્ર્યવીરોની શહાદતના સંદર્ભમાં મૃત્યચિંતન થયું છે. “સૌની પહેલી ગુજરાતમાં આશા નિરાશાનો ત્યાગ કરી પોતાની જાતને હોમાવી મૃત્યુની ભેરી વાગતાં સાબદા બની.. જઈ સમર્પણ કરનારાઓની કુરબાનીઓનાં ગીતની કવિ વાત કરે છે. “હલદીઘાટનું યુદ્ધ દુશ્મનોનો સંહાર કરવા તત્પર બનાવતું પ્રેરણાગીત છે. મૃત્યુમુખે હોમાવા તત્પર થયેલા બાવીશ હજાર શૂરાઓના રણમાં ખપી જવાના કોડ વ્યક્ત થયા છે. તો “પુરોહિતની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 164 રાજભક્તિ સેવકે સ્વામી માટે આપેલા બલિદાનની ગાથા ગાય છે. “મૃત તનનું અમૃતમાં શહાદતનું અમૃત રગેરગમાં ભરી, ભારતને જીવાડવા એના સપૂતોએ મરી ફીટવું જોઈએ એમ કહી યુવાનોની રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહન આપ્યું છે. ગોવર્ધનયુગ અને અંજલિકાવ્યો ભીમરાવ દિવેટિયાએ “કસમાંજલિ કાવ્યસંગ્રહમાં (ઈ. સ. ૧૯૦૩-સં. 1959) કેટલાંક અંજલિકાવ્યો પ્રકટ કર્યા છે. મહાન સમાજસુધારક કરસનદાસ મૂળજીના અવસાનથી આઘાત પામી “કરસનદાસની ગરબી' (1870) કાવ્ય રચ્યું. કરસનદાસ જતાં રંક રખેવાળ ગયાનું તેમજ ગુજરાત સૂની થયાનું કવિ કહે છે. સુધારાબાગનો એ માળી જતાં તિમિર ફેલાયું ને છતાં કવિને શ્રદ્ધા છે કે સદ્દગતના અક્ષય મહિમાને કાળ ઢાંકી નહિ શકે. સને ૧૮૮પના મે મહિનાની ૭મી ને ગુરુવારે વડોદરાના મહારાજા સયાજીરાવનાં ધર્મપત્ની મહારાણી ચમનાબાઈના અકાળ અવસાન નિમિત્તે કવિ “સ્મરણચિન' નામનું શ્રદ્ધાંજલિ કાવ્ય લખે છે. જે એ જ વર્ષના જુલાઈ માસમાં “બુદ્ધિપ્રકાશ'ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. (“ભીમરાવ) - કવિ સંચિતે “ફાર્બસવિરહ'ના અનુકરણમાં શ્રીરંગધર સાથે “મહાબત વિરહ' નામના કાવ્યનું સંપાદન કરેલું. જૂનાગઢના નવાબ મહાબતખાનનાં ૨૯૯૧૮૮૨ના રોજ થયેલા ઈન્તકાલસંદર્ભે આ કાવ્ય રચાયું. કવિ કહે છે તેમનો ઇન્તકાલ થતાં સમસ્ત રાજ્યમાં ગમગીનીનું વાતાવરણ ફેલાઈ ગયું. તેનું બાહકીકત વર્ણન કરવાને બદલે વૃત્તિમય ભાવાભાસજન્ય કલ્પનામૂલક ગદ્યપદ્યાત્મક નિરૂપણ કર્યું છે. કવિ જટિલે હરિ હર્ષદ્ધવના અવસાન નિમિત્તે “સુહૃદમિત્રનો વિરહ અને તત્સંબંધિની કથા' નામનું એકસોદસ કડીનું અંજલિકાવ્ય લખ્યું. સ્વર્ગવાસી ગુર્જર વિદ્વાન હરિલાલ ધ્રુવ અંગેનું આ વિરહકાવ્ય છે. જેમાંના પ્રાપ્ત થયેલા પ્રથમ ખંડમાં કવિએ આપેલી આખા કાવ્યની ભૂમિકા જોવા મળે છે. આ ખંડ ‘વસંતતિલકામાં લખાયો છે. જેમાં સદ્ગતની ગુણસમૃદ્ધિનો ઉલ્લેખ છે. સાહિત્યલહરીના રસસરોવરે આ કવિને તરતાં એમણે શીખવેલું. એવા મીઠડા જીવનને મૃત્યુએ હણ્યાનો એમને ઘેરો વિષાદ છે. તો કવિ ન્હાનાલાલે કેટલાંક સુંદર અંજલિકાવ્યો લખ્યાં છે. કાશીરામ દવેને અંજલિ આપતાં ‘ગુરુદેવ'માં કવિએ સ્વર્ગ, વૈકુંઠ, અક્ષરલોકની પૃચ્છા કરી છે. સદ્દગતનું જીવન તથા મૃત્યુ બંને ઉજમાળાં હોવાનું કવિ કહે છે. “ઊધ્વગામીનું જવું ય ધન્ય લાગે છે એમને. સૌરાષ્ટ્રનો સાધુ'માં પઢિયારને અંજલિ આપતાં “સાન્ત તજી અક્ષરમાં તેઓ ગયાનું કવિ કહે છે. પઢિયારને “નિબંધ આત્મા' તરીકે તેઓ બિરદાવે છે. જ્યારે કવિ ન્હાનાલાલનું પિતૃતર્પણ' તો એક સર્વોત્તમ અંજલિકાવ્ય છે જ. પિતાના અવસાન પછી બાર વર્ષે લખાયેલા આ કાવ્યમાં કેન્દ્રસ્થાને “શોક' હોવાનું નિરંજન ભગતે કહ્યું છે. પિતાને પોતે અવગણ્યા” ને “અસત્કાર્યા તેના પસ્તાવામાંથી આ કાવ્ય જખ્યાનું પણ તેઓ કહે છે. આ જ કાવ્યમાં કવિ તેમના માતાને પણ અંજલિ આપે છે. શૈશવકાળમાં જ ગુમાવેલાં માતાનું હર્ષભર્યું હાસ્ય, કવિ ક્યારેય ભૂલ્યા ન હતા. પિતાને ધર્મમૂર્તિને માને “ભક્તિમૂર્તિ કહી તેઓ બિરદાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 165 જમશેદજી નશરવાનજી પતીતે “ગુજરેલીમાય' નામનું એક સામાન્ય શ્રદ્ધાંજલિ કાવ્ય લખ્યું છે. કવિ પોતાની સદૂગત માને બેહસ્ત (સ્વર્ગ)માંથી પાછી બોલાવે છે. મા જીવતાં ત્યારે કદર કરી ન હતી. એનો તેઓ અફસોસ કરે છે. જો કે ગયેલી મા, કે કોઈપણ - પાછું આવવાનું નથી એ સત્ય સ્વીકારવું પડે છે. જગન્નાથ દામોદર ત્રિપાઠી એ (સાગરે) “પિતૃહૃદય' કાવ્યમાં પિતાને અંજલિ આપતાં પિતાના ગુણદર્શન કરાવ્યા છે. પિતાના પ્રયાણ કવિ-હયું સૂનું બન્યું છે. “નિવાપાં-જલિ” પણ પિતાની પુણ્યતિથિએ રચાયેલું અંજલિકાવ્ય છે. પિતા વિના પુત્ર નિરાધારીનો અનુભવ કરે છે. “મરણને નિવારી ન શકાય'? એવો પ્રશ્ન પણ કવિ હૈયે જાગે છે. પણ અંતે પિતા મૃત્યુ ન પામ્યાની, તેઓ અમર હોવાની સમાધાનવૃત્તિ કેળવે છે. “સ્વર્ગે વસેલા પ્રિય જનકને' કાવ્યમાં પણ “સાગરે' પિતાને અંજલિ આપી છે. કર્મયોગી પિતાની સાચી પિછાન થતાં કવિનાં નયનો અશ્રુ સારતાં નથી. પિતાની આત્મમૂર્તિ હંમેશાં સૂક્ષ્મ શરીરે સદા સદોદિત બની દર્શન આપે છે. “દીવાને સાગર' બીજા તબક્કામાં કવિ સાગરે ન્હાનાલાલય શૈલીમાં કલાપીને અંજલિ આપી છે. ચીતરનારની પીંછી આડે પાછા આંસુડાનાં પડ છે. આ હૃદયાર્પણમાં કદાચ કલાનું સૌંદર્ય ન હોય, પણ સંવેદનાની ઉખા તો ભરપૂર છે. “સનમ સરકાર છે' કલાપીને સાગરે આપેલી અંજલિ છે. કલાપીને મૂડીમાં મોત મળ્યું હોવાનું તેઓ કહે છે. પ્રેમનો નશો પી તેઓ હંમેશ માટે સૂઈ ગયાનું કવિ કહે છે. મિત્રના અવસાનને ખાળી નહિ શકવાથી પોતાની જાતને પાપી માનતા કવિ “સાગર” “જીવનભર' શું જિગર રડ્યા જ કરશે? એવો પ્રશ્ન પોતાની જાતને પૂછે છે. “ગુરુદેવને ચરણે'માં કલાપીને કવિ હૃદયવૈદ્ય, આત્મવૈદ્ય, પ્રેમશાસ્ત્રકાર તરીકે વંદી જાણે એમની આરતી ઉતારે છે. નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટે' નિવાપાંજલિ' નામનું કાવ્ય પોતાના ઓરમાન ભાઈ જીવનરામ પ્રભુરામના અવસાન નિમિત્તે રચ્યું (જન્મ સંવત 1921 મરણ સં. 1935). કિવિ આસોવદ ચૌદસને “ખરાબ દિવસ' કહે છે. ભાઈની સાવ ઝાંખી પણ મોહક આવૃત્તિ સદાય હૃદયમાં રમી રહેતી. કવિ ચિરાતે હૃદયે સજળ નયને પ્રેમ અને કર્તવ્યપૂર્ણ અશ્રુભીની અંજલિ આપે છે. કવિ લલિતે પણ કેટલાંક અંજલિકાવ્ય રચ્યાં છે. “અંગ્રેજ કવિ શેલિને' કાવ્યમાં કવિએ શેલિની શતાબ્દી સમયે આપેલી અંજલિ છે. લલિતે શેલિને કરુણરસના દેવ તરીકે બિરદાવ્યા છે. તો “રસકવિ કાંતના સહદર્શન'માં કવિ કાન્તને યાદ કરી કાન્ત કવિ પર કરેલા અનુગ્રહોને યાદ કરે છે. ટહૂકી ઘૂમતા લાડલીના કલાપીની કુંજમાં' કાવ્યમાં કવિ કલાપીને તેમજ કાન્ત બંનેને અંજલિ આપે છે. અશ્રુભીના રસર્ષિ કલાપીની સુકુમારતાને તેઓ વંદે છે. અશરીર ઊડતા એ બંનેના મૈત્રી અદ્વૈતને પણ કવિ વંદે છે. “અશ્રુકવિને કાવ્ય પણ કલાપીને અપાયેલી અંજલિ છે. “રાગ અને ત્યાગના એ કવિને અંજલિ આપતાં કવિ શૃંગાર તથા સૌદર્યના પરમ અભુત રસાત્મા તરીકે એમને બિરદાવે છે. તો “સદ્ગત દેવીનો સંવત્સર' કાવ્ય લલિતે રચ્યું પત્નીની મૃત્યુતિથિના સંદર્ભમાં, જેમાં સાથે સાથે અન્ય દિવંગત સ્વજનોને પણ કવિ શ્રદ્ધાંજલિ અર્પે છે. ભાઈશંકર કુબેરજી એ મોરબીના સ્વર્ગસ્થ મહારાજા શ્રી સર વાઘજી બહાદુરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 166 અમર આત્માને નિવાપાંજલિ આપતાં સદ્ગત રાજવીના વ્યક્તિત્વનું ભાવવિભોર બની વર્ણન કર્યું છે. રાજાને તેઓ પૃથ્વીરાજના અવતાર તરીકે બિરદાવે છે. “ગયા ગયા અમ રાજવી, રૂવેરૂ જન સર્વ સંભારે બહુ મોરબી, ગયો ઉતારણ ગર્વ” 19 ('કાવ્યવિલાસ' (પૃ. 121)) રાજાને ગરીબના પ્રતિપાલ તરીકે બિરદાવતાં કવિ વારંવાર ઓવારણા લે છે. - “સ્તવન મંજરી'ના રચયિતા સૌ દીપકબા દેસાઈએ એમનું પુસ્તક અંજલિરૂપે માતપિતાને અર્પણ કર્યું છે. જેમાં માતાપિતાના ઋણનો તેઓએ સ્વીકાર કર્યો છે. “હૃદયપદેથી દૂર ન થાયે દેવ સમા દાતાર અલ્પવયે મુજને મૂકીને થયો માત તમ કાળ” 192 (‘સ્તવનમંજરી' 21). પ્રિયજનને પણ અંજલિકાવ્ય છે. વડીલબંધુ, કાકાકાકી સૌ-સ્વર્ગે સિધાવેલાં, બધાંને યાદ કરી કવયિત્રીએ અંજલિ અર્પી છે. મૃત્યુ પામેલી બે બહેનોય યાદ આવી જતાં કવયિત્રીને નયને અશ્રુધાર વહે છે. કાવ્યત્વની શ્રેષ્ઠતા અહીં ભલે સિદ્ધ ન થતી હોય પણ સ્વાનુભૂતિની સચ્ચાઈનો રણકો અવશ્ય જોવા મળે છે. - સૌ સુમતિવ્હન ભૂપતરાય મહેતાના મરણોત્તર કાવ્યસંગ્રહ ‘હૃદયઝરણાં'માં સર જોઈ ક્લાર્કનું, મૃત્યુ પહેલાંનું સુંદર વર્ણન કર્યું છે. એના વ્યાધિગ્રસ્ત મુખ પર અપૂર્વ શાંતિ છવાયાનું તેઓ કહે છે. આ યુગનાં પ્રધાન કવયિત્રી સુમતિવ્હનને અંજલિ આપતાં એ જ સમયનાં કવયિત્રી વિજયાલક્ષ્મી હ. ત્રિવેદીએ (1888 થી 1913) ઘરાળુ ભાવે સુમતિબ્બેનને અંજલિ આપી છે. “સ્વ. વિજયાલક્ષ્મીની કૃતિઓ' એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. ભલે વહાલી ભલે છોડ્યાં દુઃખ દર્દી, ફ્લેશ સૌ તમે ગ્યાંને, અમારેય તમે : દીન જોડે ચાલવું નવી શૈલી કવિતામાં સાક્ષરે, શ્રી સુમતિ સાહિત્ય ઉપવને જાણે શોભતી કો સરસ્વતી 193 (“કાવ્યપંદિતા' 42) કવિ ખબરદારે “કાવ્યરસિકા'માં “મહારાણી વિજયાદેવીનો વૈકુંઠવાસ' નામનું રાણી વિક્ટોરિયાના અવસાન નિમિત્તે એમની બિરદાવલી ગાતું કાવ્ય લખ્યું. કવિ કહે છે. સૂર્ય અગાઉથી જ શોકગ્રસ્ત થઈ અસ્ત થઈ ગયો. વિધાતાને “વાંકો' કહી કવિએ રાણીની અતિશયોક્તિભર પ્રશંસા કરી છે. “રાષ્ટ્રિકા'માં કવિ ખબરદારે મિ. કે. ખુશરો નવરોજજી કાબરાજીના મૃત્યુની પ્રથમ પુણ્યતિથિએ રચ્યું. (254/1905) (પ્રથમ પુણ્યતિથિ) કેવળ લાગણીના અતિરેકને કારણે કાવ્ય અતિ સામાન્ય બન્યું છે. અહીં અંજલિ સાથે રાષ્ટ્રભાવ પણ ભળ્યો છે. “એ ગાંધી સંત સુજાણ'માં કવિ ખબરદારે મૃત્યુને મુઠ્ઠીમાં રાખી ફરતા ઓલિયાની સ્તુતિ કરી છે. ગાંધીજીએ મરીને જીવવાનો મંત્ર સૌનો આપ્યો હોવાનું કવિ કહે છે. એ જ રીતે “સ્વામી શ્રદ્ધાનંદના મૃત્યુને પણ કવિ “વીરમૃત્યુ' તરીકે નવાજે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 167 જગને જીવન દેવા શું લાગ્યાં જીવ્યાથી મીઠાં મરવાં 194 (‘રાષ્ટ્રિકા' 88) સ્વામી શ્રદ્ધાનંદની ભડભડતી ચિતામાંથી ભારતને ઉજાળવાનો સંદેશ મળતો હોવાનું કવિ કહે છે. “કવિ નર્મદનું મંદિર તથા “કવિ નર્મદની શતાબ્દી' કાવ્યો નર્મદનાં કાવ્ય પુષ્પોને અંજલિ અર્પતાં કાવ્યો છે. ગુલામીની જંજીર ફોડી લાહોમ કરી ઝુકાવનાર નર્મદની સ્તુતિ અહીં કવિ કરે છે. “ગુર્જરીનો અશ્રુપ્રવાહ' (૧૦૧)માં ૧૯૦૭ની ચોથી જાન્યુઆરીએ થયેલા ગોવર્ધનરામના અવસાન નિમિત્તે રચાયેલા કાવ્યમાં ગોવર્ધનરામ જતાં અનાથ બનેલી ગુર્જરી ભાષાનાં આંસુનો કવિ નિર્દેશ કરે છે. એમની હયાતીમાં ગુર્જરદેવીની આસપાસ કવિરાજની કીર્તિ ગાતી વસંતશ્રીનો વૈભવ ભરપૂર ખીલેલો હતો. “મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળાના મૃત્યુપ્રસંગે કાવ્ય લખતાં કવિના મૌનની વ્યથા વાણીમાં સમાવવાનું દુષ્કર બન્યું હતું. એમના અવસાનથી કવિએ જાણે એક આંખ ફૂટી હોવાની વેદના અનુભવી હતી. “વીસમી સદી' માસિકના તંત્રી અને માલેક સ્વ. હાજી મહમ્મ અલારખિયા શિવજીને અંજલિ આપતાં કવિ કહે છે હાજી તો આંસુના અનેક દરિયા તરી ગયા” કવિ ખબરદારે ગાંધીજીની હત્યાના સંદર્ભમાં ત્રણ ભાગમાં “ગાંધી બાપુનો પવાડો' ૧૯૪૮માં બહાર પાડ્યું. ગાંધીજીના આત્મસમર્પણને કવિ દોહ્યલું કહે છે. બીજા ભાગમાં કવિએ ગાંધીજીને “પ્રભુના ફિરસ્તા તરીકે બિરદાવ્યા છે. ને ત્રીજા ભાગમાં બાપુએ દેશ ખાતર કરેલા મનોમંથનનો ચિતાર છે. બાપુ મરીને અમર થઈ ગયાનું કવિ કહે છે. એજ વર્ષમાં એટલે કે ૧૯૪૮માં “ગાંધીબાપુ' નામનું બાપુને શ્રદ્ધાંજલિરૂપે પુસ્તક પ્રગટ કર્યું. કવિ કહે છે. - “મૃત્યુના દૂત, દુષ્ટોતણા વેશમાં ઘૂમતા બાપુની આસપાસ” 192 (‘ગાંધીબાપુ” 11) બાપુ ગયા'માં બાપુના મૃત્યુએ થીજી ગયેલાં સૌનાં હૈયાની વેદનાને વાચા આપવા કવિએ પ્રયાસ કર્યો છે. ગાંધી હણાતાં શાંતિદૂત હણાયાનો કવિએ અનુભવ કર્યો હતો. મહાત્મા ગાંધીની શહીદી'માં કવિ ગાંધીજીને “ભારતભાણ’ તથા ભારતના ભાગ્યવિધાતા તરીકે બિરદાવે છે. સંતસૂની' કાવ્યમાં ગાંધીજી જતાં પંથસૂની થઈ ગયેલી પૃથ્વીનો તેમજ સૂની પડી ગયેલી જગતની સિતારીનો કવિ નિર્દેશ કરે છે. કૂલવિસર્જન'માં બાપુની રાહ જોતી આંખો અધીર બન્યાનું કવિ કહે છે. “અસતનાં તોલ'માં ત્રણ ગોળીએ ચઢીને ગાંધીજી સ્વર્ગ સિધાવ્યાનો નિર્દેશ છે. “અંદેશામાં બાપુ જતાં સૌનાં વ્હાલા બની ગયેલાં હૈયાંનો ઉલ્લેખ છે. “બાપુજીના ખૂનીઓ સાવ સામાન્ય કાવ્ય છે. સંતના જીવનતંતુ તોડનાર કૃત્યને કવિ ઘાતકી ગણાવે છે. “અમરધામનો ફુવારોમાં પણ ગાંધીજીનાં સ્મરણોને કવિએ વાચા આપી છે. “એક ગાંધી બાપુથી' ગઝલમાં કવિ ગાંધીજીને દુનિયાનું સર્વસ્વ ગણાવે છે. મૃત્યુને મુઠ્ઠીમાં લઈ, મરીને જીવવાનો મંત્ર ગાંધીજીએ આપ્યાનું તેઓ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ જે છે 4 ઇ : એજન 145 22 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 168 પાદટીપ અ.નં. વિગત પાનાનંબર 1. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની ધીરુભાઈ ઠાકર વિકાસરેખા-૧' એજન 103 ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૩ ગુજરાતી સાહિત્ય પરિષદ, 216 અમદાવાદ એજન 2017 એજન 217 એજન 218, 219 224 એજન ૨૨પ એજન 225 10. એજન 1. 227, 228 11. અર્વાચીન કવિતા સુંદરમ્ 12. એજન 148 13. અર્વાચીન ગુજરાતી સાહિત્યની ધીરુભાઈ ઠાકર 102 વિકાસરેખા-૧” 14. “અર્વાચીન કવિતા' સુંદરમ્ 215 15. “સ્નેહમુદ્રા” શ્રી અનંતરાય રાવળ એજન 39 17. એજન 33 લીલાવતી જીવનકલા” ગોવર્ધનરામ મા. ત્રિપાઠી 137 અર્વાચીન કવિતા' સુંદરમ્ 205 ‘ઇન્દ્રજીતવા દોલતરામ કૃપાશંકર પંડ્યા 137 પૃથરાજરાસા ભીમરાવ દિવેટિયા સ્મરણસંહિતા? નરસિંહરાવ દિવેટિયા 23. પૂર્વાલાપ' મણિશંકર રત્નજી ભટ્ટ “કાન્ત ર૬૯ 25. એજન ૧૩ર અર્વાચીન ગુજરાતી સાહિત્યની ધીરુભાઈ ઠાકર 262 વિકાસરેખા-૧ 27. એજન 256 ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગુજરાતી સાહિત્ય પ૨૩ ગ્રંથ-૩ પરિષદ, અમદાવાદ. ર૯. એજન 517 એજન પરર 31. * એજન પર૩ ૩ર. “ભણકાર' બલવંતરાય ક. ઠાકોર 32 33. એજન 183 34. એજન 184 35. એજન 181 36. કલાપીનો વિરહ કવિ ત્રિભુવન પ્રેમશંકર ઉપાદ્યાત-૬ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust 24. 26. 28.
Page #170
--------------------------------------------------------------------------
________________ 33 100 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 169 37. એજન એજન , 43 એજન 53 40. “કલાપી અને સંચિત રમેશ શુક્લ 260 41. એજન 287 42. એજન 314 43. એજન 321 44. એજન 350 45. એજન 169 46. સંસ્પર્શ જીવણરામ લક્ષ્મીરામ દવે 44 47. “અર્વાચીન કવિતા” સુંદરમ્ 375 48. “ચંદ્ર ખંડ-૧ (મેગેઝિન) સંપા. જટિલ 161 49. એજન ચંદ્ર ખંડ-૧ (મેગેઝીન) 162 50. એજન 162 51. શૈવલિની કવિ બોટાદકર 99 એજન 53. “અર્વાચીન ગુજરાતી કવિતાની ધીરુભાઈ ઠાકર ર૨૮, રર૯ વિકાસરેખા-૧ એજન રર૯ પપ. “કેટલાંક કાવ્યો' ભાગ-૩ કવિ ન્હાનાલાલ 104 પ૬. એજન 102 એજન 107 મારીમદેહ તથા બીજી કવિતાઓ જમશેદજી નશરવાનજી પીતીત 320 ગજેન્દ્ર મૌક્તિકો ગજેન્દ્રાય બુચ 64 એજન 64 એજન 64 એજન અર્વાચીન કવિતા' સુંદરમ્ * 200 64. “થાકેલું હૃદય જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી (સાગર) દીવાને સાગર' (‘પહેલો તબક્કો) જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી (સાગર). 66. શાપસંભ્રમ અને બીજી કવિતાઓ નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ કાવ્યવિલાસ” ભાઈશંકર કુબેરજી શુક્લ એજન 69. એજન 70. કાવ્યપંદિતા ડૉ. ગીતા પરીખ 71. “હૃદયઝરણાં સૌ. સુમતિબહેન ભૂપતરાય મહેતા 21 72. “દર્શનિકા” અરદેશર ફરામજી ખબરદાર 77 એજન 140 74. “સ્નેહમુદ્રા” ગોવર્ધનરામ મા. ત્રિપાઠી 35 સંપા. અનંતરાય રાવળ 75. એજન P.P. AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust 57, પર 67. 24 73. 35
Page #171
--------------------------------------------------------------------------
________________ 88 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 170 સ્નેહમુદ્રા' ગોવર્ધનરામ મા. ત્રિપાઠી સંપા. અનંતરાય રાવળ 77. એજન 78. એજન 79. “લીલાવતી જીવનકલા” ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ઇન્દ્રજીતવધ' દોલતરામ કૃપાશંકર પંડ્યા હૃદયવીણા' નરસિંહરાવ દિવેટિયા સ્મરણસંહિતા નરસિંહરાવ દિવેટિયા 83. “આપણાં ખંડકાવ્યો (ટિપ્પણ) સંપા. ધીરુભાઈ ઠાકર, ચંદ્રશંકર ભટ્ટ (આવૃત્તિ-ર) 146 80. 99 82. 34 210 એજન 214 85. ‘ભણકાર' બળવંતરાય ક. ઠાકોર એજન 139 160 159 160 160 ૧૭ર 156 ગુચ્છ. 3 કવિ ત્રિભુવન પ્રેમશંકર 157 87. એજન 88, એજન 89. એજન એજન 91. એજન : 2. એજન 93. “કલાપીનો વિરહ' 94. એજન 95. એજન કલાપીનો કેકારવ” એજન 68. એજન 99. એજન 100. એજન 101. એજન 102. “અર્વાચીન કવિતા 103. “સંચિતનાં કાવ્યો 92 107 111 કવિ કલાપી 91 103 - 9 542 544 સુંદરમ્ 374 રૂપશંકર ઉદયશંકર ઓઝા 103 સંચિત” જીવણલાલ લક્ષ્મીરામ દવે (‘જટિલ')૧૮ સંપા : જટિલ કવિ ન્હાનાલાલ 161, 162 104. “કાવ્યાંગના” 105. એજન 106. “ચંદ્ર મેગેઝિન 107. “કેટલાંક કાવ્યો' ભા. 3 108, એજન 109. “કેટલાંક કાવ્યો' ભા. 3 110. “વેણુવિહાર 111. “કુરુક્ષેત્ર 112. એજન “શરશય્યા” એકાદશકાંડા 113. એજન 114. એજન 115. દ્વારિકાપ્રલયl M.S. કવિ ન્હાનાલાલ કવિ ન્હાનાલાલ કિવિ ન્હાનાલાલ કવિ ન્હાનાલાલ - 21 31 37 110 44 14 - પૃ. 23 કવિ ન્હાનાલાલ Gun Aaradha 35, 37
Page #172
--------------------------------------------------------------------------
________________ 63 પ૭ 2 RO અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 171 116. એજન 65 117. એજન : 103 118. એજન 115 119. એજન 12 120. “હરિસંહિતા'. કવિ નાનાલાલ 148 121. એજન 47 122. “મારી મજેહ તથા બીજી કવિતાઓ જમશેદજી નશરવાનજી પીતીત 123. એજન 361 124. એજન 419 125. “દીવાને સાગર' (પ્રથમ તબક્કો) જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી (સાગરા 126 એજન (બીજો તબક્કો) 210 127. એજન 128. એજન 497 129. “શ્રીમનૃસિંહવાણી વિલાસ' તૃતીય પુસ્તક શ્રીમનૃસિંહાચાર્ય 130. એજન 60 131. “શ્રીમનૃસિંહવાણી વિલાસ' તૃતીય પુસ્તક શ્રીમનૃસિંહાચાર્ય 109 132. “કાવ્યપંદિતા” ડૉ. ગીતા પરીખ 133. “હૃદયઝરણા” સૌ. સુમતિ ભૂપતરાય મહેતા 134. એજન 21 135. એજન 156 136, એજન 159 137. “વસંત' કાર્તિક સં. 1988 આનંદશંકર બાપુભાઈ ધ્રુવ 138. “દર્શનિકા” કવિ અરદેશર ફરામજી ખબરદાર. 213 139. ‘દર્શનિકા” કવિ અરદેશર ફરામજી ખબરદાર 7 140. એજન 141, એજન 142. એજન 143. એજન 104 144. એજન 320 145. “રાષ્ટ્રિકા અરદેશર ફરમાજી ખબરદાર 146. “સુમનગચ્છા કિવિ દોલતરામ કૃપાશંકર પંડ્યા 147. “ચંદ્ર' ખંડ. 1 સંપા. જટિલ . 148. “સ્મરણસંહિતા' નરસિંહરાવ દિવેટિયા 149. “કલાપીનો વિરહ' કવિ ત્રિભુવન પ્રેમશંકર 150. “કુરુક્ષેત્ર કિવિ ન્હાનાલાલ 151. “હરિસંહિતા કિવિ ન્હાનાલાલ 149 ૧૫ર. “સ્તવનમંજરી” દિપકબા દેસાઈ 80 153. “ગાંધીબાપુનો પવાડો અરદેશર ફરામજી ખબરદાર 136 154. “ઇન્દ્રજીતવધ” કવિ દોલતરામ કૃપાશંકર પંડ્યા 144 155. એજન 144 156. એજન 146 157. પૃથુરાજરાસંasuri M.S. ભીમરાવ દિવેટિયા n Aaradhak Trust 99 77
Page #173
--------------------------------------------------------------------------
________________ 13 146 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 172 158. “સ્મરણસંહિતા” નરસિંહરાવ દિવેટિયા ૧૫૯એ. “સ્મરણસંહિતા' નરસિંહરાવ દિવેટિયા ૧૫૯બ.એજન 160. “આપણાં ખંડકાવ્યો” સંપા. ધીરુભાઈ ઠાકર, ચિમનભાઈ ત્રિવેદી, ચંદ્રશંકર ભટ્ટ 161. એજન 162. “ભણકાર' બલવંતરાય ક. ઠાકોર 160 163. “કલાપીનો કેકારવ' કવિ કલાપી 358 164. “કલ્લોલિની કવિ બોટાદકર 165. “અર્વાચીન કવિતા' સુંદરમ્ 231 166. દ્વારિકાપ્રલય’ કવિ ન્હાનાલાલ 103 167. “મારી મજેહ તથા બીજી કવિતાઓ જમશેદજી નશરવાનજી પીતીત 320 168. “નૃસિંહવાણીવિલાસ” શ્રી મનૃસિંહાચાર્ય - 60 169. “કાવ્યપંદિતા' ડૉ. ગીતા પરીખ 37 170. “દનિકા અરદેશર ફરામજી ખબરદાર 171. એજન 172. “કલ્યાણિકા અરદેશર ફરામજી ખબરદાર 130 173. “સ્નેહમુદ્રા ગોવર્ધનરામ મા. ત્રિપાઠી 31 સંપા. અનંતરાય રાવળ 174. “ઇન્દ્રજીતવધ' દોલતરામ કૃપાશંકર પંડ્યા 146 175. એજન 176. “આપણાં ખંડકાવ્યો સંપા. ધીરુભાઈ ઠાકર, 18 ચિમનભાઈ ત્રિવેદી, ચંદ્રશંકર ભટ્ટ 177. “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૩ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ 178. એજન 517 179. કિલ્લોલિની કવિ બોટાદકર 180. એજન 181. “કેટલાંક કાવ્યો' ભાગ-૩ કવિ ન્હાનાલાલ * 95 182. ચિત્રદર્શનો પ્રકાશક, શ્રીમતી જયાબેન મનોહર કવિ 60 183. “ગજેન્દ્ર મૌક્તિકો ગજેન્દ્રાય બુચ 184. “ઇન્દ્રજીતવધ' દોલતરામ કૃપાશંકર પંડ્યા 185. એજન 186. એજન 135 187. “કુરુક્ષેત્ર કવિ ન્હાનાલાલ પર 188. કુરુક્ષેત્ર’ આઠમો કાંડ કવિ ન્હાનાલાલ 36 189. એજન 43 190. “ભારતનો ટંકાર” અરદેશર ફરામજી ખબરદાર 57 191. “કાવ્યવિલાસ” ભાઈશંકર કુબેરજી શુકલ 121 192. “સ્તવનમંજરી સૌ. દીપકબા દેસાઈ 193. “કાવ્યપંદિતા” ડૉ. ગીતા પરીખ, 194. રાષ્ટ્રિકા' અરદેશર ફરામજી ખબરદાર 15. ‘ગાંધીબાપુ” અરદેશર ફરામજી ખબરદાર 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust 517 82 134 જV
Page #174
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 173 પ. ગાંધીયુગમાં મૃત્યુનું નિરૂપણ ભૂમિકા * “છેલ્લાં સો વર્ષનો આપણી કવિતાનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે નર્મદદલપતે અર્વાચીન કવિતાને જન્મ આપ્યો. કાન્ત તેને વિશિષ્ટ કલાસ્વરૂપ બક્યું. ન્હાનાલાલે તેના રૂપગુણ ખીલવીને તેનું મધુર સુહુ, વ્યક્તિત્ત્વ ઘડી આપ્યું. બળવંતરાયે તેનું કાઠું મજબૂત અને સ્નાયુબદ્ધ કર્યું. ગાંધીજીની અસરથી તેની દષ્ટિનો ક્ષિતિજવિસ્તાર થયો. સુંદરમ્-ઉમાશંકરે ત્રણે પુરોગામીઓના સંસ્કારનું સંયુક્ત સિંચન કરીને તેને સમાજાભિમુખ બનાવી, પ્રફ્લાદ-રાજેન્દ્રાદિએ તેને સૌદર્યલક્ષી ઝોક આપ્યો અને તે પછીના સુરેશ જોશી આદિ નવીનતર કવિઓએ તેને અતિવાસ્તવલક્ષી, અસ્તિત્વવાદી છાપ આપી.” ' આનંદશંકર ધ્રુવે પણ કહેલું “આ નવો યુગ બેસતાંની સાથે જનસમાજની વૃત્તિઓમાં ઉછાળો આવશે. ....એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાનાં તત્ત્વો પ્રવેશાવવાનું કર્તવ્ય સાહિત્યને શિર રહેશે.” 2 એ પછી એક દસકે સ્વાતંત્ર્યયુદ્ધની હવા જામી. તે અરસામાં ઉમાશંકર સુંદરમૂનો ઉદય થયો. તેમણે નવા યુગનું અભિજ્ઞાન કરાવતાં અને ક્ષણિક પરિવર્તન દર્શાવનારાં તત્ત્વોને તેમ ઉર્ધ્વગમન પ્રેરનારાં શાશ્વત તત્ત્વોને કવિતામાં પ્રગટ કરી બતાવીને ગાંધીયુગની આઈડેન્ટિટી' સ્થાપી આપી. “સુંદરમ્ ઉમાશંકરના કરતાં વહેલું લખવાનું શરૂ કરેલું. સાક્ષરયુગથી નવા યુગને જુદો પાડી આપવાનું ઇતિહાસપ્રાપ્ત કાર્ય ઉમાશંકરના વિશ્વશાંતિ' કાવ્ય બનાવ્યું. કાકાસાહેબે કાવ્યની પ્રસ્તાવનામાં લખેલું “યુગયુગની નિબિડ પર્વતમાળાઓને ભેદીને આવતો આ મંગલ શબ્દ “તું પાપ સાથે નવ પાપી મારતો) ગાંધીયુગના સંદેશરૂપે ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ થાય છે.” ? વખત જતાં તે શબ્દ ઉમાશંકર તેમજ ગાંધીયુગની કવિતામાં વિવિધ રીતે વિસ્તરતો રહ્યો છે. આ યુગના કવિઓની દષ્ટિ ગાંધીજીની અસર નીચે વિસ્તૃત બની. ગામડામાંથી આવેલા કવિઓ ગાંધીવિચારસરણીથી આકર્ષાયા. નાનામોટા તમામ વિષયો વિષે કવિતા કરવાની તેમને ગાંધીજી તરફથી પ્રેરણા મળી. અસુંદરમાં સુંદરતા જોઈ તેનું અંતર્ગત રહસ્ય પ્રગટ કરવું, ગંભીર ચિંતન તથા મનુષ્ય-ચિત્તનો અભ્યાસ આ યુગના કવિઓની કવિતાનાં મુખ્ય લક્ષણો બન્યાં. ગાંધીજીના વ્યક્તિત્વ જમાનાનાં બળો અને સાહિત્યની પાર જઈને સમગ્ર દેશના જીવન અને સાહિત્યમાં નવો યુગ પ્રગટાવ્યો. સાહિત્યિક પ્રતિષ્ઠાનો કોઈ વ્યામોહ નહિ રાખનારા ગાંધીજીએ ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન કરી દેશભરના સાહિત્ય અને જીવન પર “યુગપ્રવર્તક તરીકેની અસર પાડી. ૧૯૧૪ના જુલાઈમાં ગાંધીજીએ કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડ્યું. ગુરુ ગોખલેની શિખામણ મુજબ દેશમાં ફરીને તેમણે લોકજીવનનો અભ્યાસ કર્યો. ૧૯૧૮માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. ૧૯૧૯માં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ખેલાયો. ૧૯૨૦માં ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણના ઉદ્દેશથી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૦માં તેમણે કોંગ્રેસની નેતાગીરી લીધી. અસહકારનું આંદોલન શરૂ કર્યું. “૧૯૪૭ના ઑગસ્ટની પંદરમીએ સ્વરાજ્ય-સિદ્ધિ થઈ. દેશના જીવનનો એ સુખદમાં સુખદ બનાવ ભાગલાએ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 174 સર્જેલા કોમી હુલ્લડોને કારણે દુઃખદમાં દુઃખદ પ્રસંગ બની રહ્યો.” “૧૯૪૮ના જાન્યુઆરીની ત્રીસમી તારીખે કોમી વૈરના અગ્નિમાં પ્રેમમૂર્તિ ગાંધીજીનું બલિદાન દેવાયું.” (ખ) રાજકીય અને સાંસ્કૃતિક જીવનમાં ધરખમ ફેરફારો થયા, તેમજ ગાંધીજીના અદ્ભુત વ્યક્તિત્ત્વ નવયુગનું સર્જન કર્યું. તેણે ગુજરાતી જ નહિ, ભારતની તમામ ભાષાઓના સાહિત્યને પ્રેર્યું છે. “ગાંધીજીના વિચારોએ સમગ્ર દેશના જીવન પર મૂલગામી અસર કરી હતી. ધર્મ, અર્થ, સમાજ, શિક્ષણ, રાજકારણ અને સાહિત્ય એમ તમામ ક્ષેત્રે પ્રવર્તાવેલ મૂલ્યપરિવર્તનની અસર થઈ હતી.” જબ) ગાંધીજીના પ્રભાવથી પંડિતયુગે લાદેલી સીમાઓનો લોપ થયો. તેમણે દલિત, પતિત, ગ્રામીણ, શ્રમજીવી અને અસ્પૃશ્ય ગણાતા વર્ગની શિષ્ટ સમાજ તરીકે પ્રતિષ્ઠા કરી. ગાંધીજીના આ યુગસંદેશનો મંગળ ધ્વનિ ઉમાશંકરના “વિશ્વશાંતિ' કાવ્યમાં જોવા મળે છે. સાહિત્યસર્જનમાં વિષયની સાથે સંવેદનાનો પણ વિસ્તાર વધ્યો. “પ્રજાજીવન તેમજ સાહિત્યજગતમાં ગાંધીજીની અસર વ્યાપક અને સૂક્ષ્મ પ્રકારની રહી છે.” 5 " ગાંધીયુગ - મૃત્યુ કરુણસ્વરૂપે ૧૯૩૮માં “શેષનાં કાવ્યો' પ્રસિદ્ધ થયાં. (૧૮૮૭-૧૯૫૫)ને શેષ વિગત થતાં તેમનાં પત્ની હીરાબહેન પાઠકે ૧૯૫૯માં “વિશેષકાવ્યો' પ્રસિદ્ધ કર્યા. “જીવતાં જ અર્પણ કરવાં હતાં એ કાવ્યો પ્રિયજનનું અવસાન થતાં ગત પ્રણયપાત્રની સ્મૃતિરૂપ સંવેદનાનો કરુણગર્ભ ઉદ્ગાર બની રહે છે. અવસાનોત્તર અર્પણ બની રહે છે.” * પત્નીના મૃત્યુ નિમિત્તે લખાયેલું સોનેટ “છેલ્લું દર્શન એના સ્વસ્થ કરુણ માટે નોંધપાત્ર છે. મરણની ઘટનામાં માંગલ્ય જોનાર કવિ પત્નીના મૃત્યુના કરુણને આશ્વાસનમાં ઝબકોળી સહ્ય બનાવે છે. ધમાલ ન કરો' કહી પોતાની જાતને સ્વસ્થ થવા તેઓ સૂચવે છે. અહીં તત્ત્વજ્ઞાનની તટસ્થતાને બદલે સંયમથી વેદના વધુ કરુણગર્ભ બને છે. સદ્ગત પત્નીને જીવનમાં ફરી એકવાર પાછાં મળવાની આરત વ્યક્ત કરતાં “સખિને' કાવ્યમાં કવિ મોકળે દિલે પોતાની વિરહવ્યથા વ્યક્ત કરે છે. “ગત જીવનની પ્રીતે સખિને આવવા નિમંત્રે છે. જેથી શેષ જીવન ઉલ્લાસમાં વીતે. તો “સખિ જો' કાવ્યમાં ગત સખીની મૃતિમાંથી જન્મતી પ્રસન્ન કરુણ લાગણીનું સંયમ-પૂર્વક છતાં તીવ્ર આલેખન, સાગર અને કૌમુદીનાં રૂપકોનું આયોજન, કવિના કૌમુદીઅસ્ત જીવનની સ્મરણભરતીને જ વ્યક્ત કરે છે. તો વિશાળ ઉર નર્મદા સાથે કવિ સખીનું સામ્ય નિહાળે છે. (“નર્મદાને આરે') બેય કાંઠા ભરી નર્મદાની જેમ સખી પણ બેય કાંઠા ભરી પ્રેમે વહેતી. પણ એ ગઈ તે ગઈ જ. અહીંની દશા શી, એ પાછું ફરીને જોયું ય નહિ. ને એ પછી અફાટ રેતીમાં સ્મરણોના વીરડા ગાળવાના મિથ્યા પ્રયાસ જેવું જીવન કવિ માટે અસહ્ય બને છે.' સ્મરણનું દુઃખ પણ અહીં કરૂણ બનીને વહે છે. “અને છીપવવા તૃષા, અસલ નીતર્યા પાણીથી મથું અફલ વ્યાકુલ સ્મરણવીરડા ગાળવા” 0 તો “આવી નિશા'માં પ્રકૃતિ, કરુણ સ્મરણોની પીઠિકારૂપે આવે છે. ભૂતકાળનાં સુખદ સ્મરણોમાંથી કવિ દિલાસો મેળવે છે. ખાલી થઈ ગયેલા રસકોષમાં માત્ર આવી નિશાનાં સ્મરણ આત્માને કંઈક પોષણ આપે છે. “ઉદ્ગાર'માં પણ સ્મૃતિના વિવિધ રંગોનો આલેખ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 175 છે. જીવનમાં એકલું લાગતાં સદ્ગત પત્નીના સાનિધ્યની તરસ જાગે છે. સ્વપ્નમાંય સખીના સાન્નિધ્યની તીવ્ર ઝંખનાની ઉત્તમ નકશી સાદી સરળ ભાષામાં ગૂંથી છે. મનમાં સદ્દગતની અવનવી મૂર્તિ કંડારાતી રહે છે. અવશ આત્મા જૂના રસનો તરસ્યો હોવાથી રસ માગે છે. તો “માઝમરાત' પણ સ્મરણોના તંતુ ઉપર વિરહવિષાદનું ઝીણું ગીત સંભળાવે છે. પોતાની જેમ સખી પણ (સ્વર્ગમાં) માઝમ રાતનું સૌદર્ય જોતી હશે, એમ કલ્પી ઉભયપથે રહેલા વિયોગના દુઃખનું ભાન તાજું કરાવે છે. “ઓચિંતી ઊર્મિ” પણ સ્કૃતિકાવ્ય જ છે. સૂર્યાસ્ત થતાં પૂર્વાકાશમાં દેખાતા પૂનમ ચંદ્રમાં નાયકને પોતાની સખીનું મુખ દેખાય છે. તે પૂર્વપરિચયને લીધે ચિત્તમાં જે સંક્ષોભ જાગે છે તે આખરે આંસુ બનીને ખરે છે. આ સ્થિતિને કવિએ અંતની પંક્તિઓમાં ધ્વન્યાત્મક રીતે આલેખી છે. જીવનપોથીના આ પાનામાં ખરેલું સ્મરણ અશ્રુબિંદુ નિપજાવે છે. કવિ પોતાની સ્થિતિને પેલા વૃક્ષના ટૂંઠા જેવી કલ્પ છે. હોઠ પર આંગળી મૂકેલું પ્રિયાનું મુખ યાદ આવે છે, ને પાછો વિષાદ વ્યાપે છે. ઓચિંતી વાયુ ઊર્મિથી વાસેલી પોથી ઊઘડે પર્ણોમાં ગૂઢ ઢંકાયું હિમબિંદુ ખરી પડે” 8 અહીં પુટપાક જેવો સંયમિત સિઝાયેલો કરુણ છે. “પર્ણમાં રહેલા શ્લેષનો ચમત્કાર રમણીય છે.” - ઝવેરચંદ મેઘાણી (૧૮૯૬-૧૯૪૭)ની કવિતામાં મૃત્યસંદર્ભ મહુદઅંશે સ્વાતંત્ર્યસંગ્રામના એટલેકે વીરત્વના સંદર્ભમાં જોવા મળે છે. તેથી કરુણગર્ભ મૃત્યુનો સંદર્ભ ઓછો હોય. શહાદત અને વીરત્વને વરેલું મૃત્યુ મંગલ જ હોય. મેઘાણીનાં કાવ્યોમાં મૃત્યુનું નિરૂપણ માંગલ્યસૂચક રહ્યું છે. મેઘાણીએ નિરૂપેલું મૃત્યુ એટલે જાણે અનેરો ઉત્સવ. મેઘાણીએ આત્મલક્ષી કાવ્યો ઓછાં લખ્યાં છે. એમાંનું “બાળુડાં સુંદર કરુણ હૃદયસ્પર્શી કાવ્ય છે. ૧૯૩૩માં બોટાદમાં પ્રથમ પત્નીના અગ્નિસ્નાન પછી લગભગ પોણાત્રણ વરસે મુંબઈમાં આ કાવ્ય રચાયું. કવિ કહે છે “બધું જ ખતમ થઈ ગયું હતું.” “બા નથી'નો ખ્યાલ આવવા છતાં મહેન્દ્ર અને ઈંદિરા મૌન રહ્યાં હતાં. ને એ “મૌન' કવિ પિતાને અસહ્ય બન્યું હતું. સમજવા છતાં ચૂપ રહેનારાં એ બાળકોને કવિપિતા છેલ્લે પ્રણામ કરે છે. “આખરી સંદેશ'માં “ધી ન્યુઝ ઑફ બેટલ' નામના અંગ્રેજી બેલેડને આધારે અશુભ સમાચાર લઈ આવનાર રણદૂતના મૌનનો સંદર્ભ વિશિષ્ટ રીતે ગૂંથાયો છે. “કુલવંતીના કંથ જીવતા છે કે મરેલા'? એ પ્રશ્નના જવાબમાં રણદૂતની સુકાયેલી જીભ, નીચે ઝૂકેલી આંખ સાથે ભાંગેલો ભાલો ઝુલાવી ત્રિરંગી ધ્વજ ફરકાવી સૌને હૈયાફાટ રુદન કરવા જણાવે છે. દેશકાજે જેણે મૃત્યુને પરાજિત કર્યું છે, એવાઓની વીરગાથાનો આ સંદેશ છે. સાક્ષરયુગ અને ગાંધીયુગના સંધિકાળ જેવા વાતાવરણમાં સ્નેહરશ્મિની માફક ચંદ્રવદને કાવ્ય લેખનનો આરંભ કરેલો.” - (જન્મ 6-4-1901, અવસાન 4-5-1991). ૧૯૨૨/૨૩માં કવિએ ભ્રમ' નામનું એક કરુણપ્રશસ્તિ જેવું ખંડકાવ્ય લખ્યું હતું. જે હજુ પણ અગ્રંથસ્થ છે. કવિના જ અક્ષરોમાં પ્રાપ્ત થયેલા આ કાવ્યને કવિએ સાંજ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 176 મધરાત ને પરોઢ' એમ ત્રણ વિભાગમાં વહેંચેલું છે. ઇલા ગુજરી જતાં યુવકને સમગ્ર વિશ્વનો રાસ થંભી ગયેલો લાગે છે. વિશ્વના પંચ તત્ત્વને સંબોધી એ બહેનના અમોલા દેહની ભાળ માગે છે. તો “પ્રણામ' કાવ્યમાં સ્મરણ આદરનું સ્થાન લે છે. ઈલા વિના અંતરમાં તિમિર પથરાયું છે. ને સ્મરણ દઝાડે છે. “ઓળખ”માં બહેન હયાત હતી ત્યારની વાત ઉલ્લેખાઈ છે. એ કદી “મૃત્યુ પામે તો એ વિચાર અંતે સત્ય હકીકતમાં પલટાય છે. કવિના હૈયામાં નિગૂઢ મૌન વ્યાપે છે. હાડ તોડીને બહેનને બંધોલે લઈ દોડવા તેઓ ઉત્સુક છે. પણ બહેન જ ક્યાં છે? ૧૯૨૬માં લખાયેલું “યમલ' ઠાકોર પછીની સોનેટમાળા છે. જેમાં ભાઈબહેન સંસારના રંગે રંગાયા વિના દેવલોક પામ્યાની વાત છે. બહેનની માંદગી પ્રસંગે ભાઈનો સંયમ ખૂટી જતાં એ આત્મહત્યા કરી બેસે છે. ભાઈને સર્વત્ર વિષ વ્યાપે છે. લથડાતા સ્વરે “બહેન ઓ.... બોલે છે. ઢળી પડે છે. ચેતના થંભી જાય છે. બંનેની જીવનતંત્રીના સૂર અગમ્ય સંગીતમાં ભળી જાય છે. ભાઈબહેન સાથે મૃત્યુ પામે છે. કવિ “ઈલા’ શબ્દને જ ભવ્ય સ્મારક તરીકે ઓળખાવે છે. ઈલા સાથેના સથવારાની અમૂલ્ય પળ ધૂમસધુપ સાથે ભળી ગયાનો નિર્દેશ “વિદાય' કાવ્યમાં કવિએ કર્યો છે. “અર્પણ” કાવ્ય “પ્રિયવંદાને ઉદ્દેશીને લખાયું. સ્મરણોથી કવિહૃદય ભરાઈ આવે છે. “પ્રિય' એ નામ બોલાય એની સાથે જ બધું યાદ આવે છે. સ્મરણો વેદના આપે છે. “નથી મરવું વધુ સ્મરણ જે ઠર્યા એ રૂઠી દમે હૃદયને રૂંધે અધિક આજ આ અર્પતાં” દુઃખ થવા છતાં સ્મરણોને કવિ સદ્ગત બહેન પ્રિયંવદાને ચરણે ધરે છે. સળંગ પૃથ્વી છંદમાં લખાયેલા લાંબા કાવ્ય “રતન'માં સ્મરણોની દાહકતા કરુણને જન્માવે છે. કાવ્ય જેને અર્પણ થયું છે, તેની હયાતી નથી. હૃદયચરણમાં શીળી છાંયડીનો અનુભવ કરાવતી સુમતિ ને ઈલા, કોઈ ન હોવાથી અગ્નિમાં ઘી ઉમેરાતાં થતા ભડકા જેવી દાહકતા કાવ્યનાયક અનુભવે છે. નાયિકા રતનના શરીરમાં વિષમ મોતના દૂત સમો કીટ-ચોર એના શરીરે વસ્યો' ....ને એ જ્યોતિને અનંતને પ્રદેશ લઈ લીધી. “મા” ચંદ્રવદનનું એક વિશિષ્ટ પ્રકારનું કાવ્ય છે. અહીં બહેનનું સ્થાન “મા” એ લીધું છે. શૈશવસ્મરણ તો અહીં પણ છે. પોતાની કાલી ભાષા, ચાંદાપોળીની રમત વગેરેને તેઓ યાદ કરે છે. પોતાને નગુણા ગણાવી માતૃઋણને શી રીતે વાળી શકાશે, એની ચિંતા વ્યક્ત કરે છે. ગાંધીયુગના અન્ય સર્જકોની જેમ સ્નેહરશ્મિએ પણ સ્વાતંત્ર્યયજ્ઞની ઋચારૂપે કવિતાનું સર્જન કર્યું હતું. (જન્મ 1903 અવસાન 6/1/1991) સ્નેહરશ્મિની બીજી વિશિષ્ટતા તેમનાં સુદીર્ઘ ચિંતનકાવ્યો છે. ૧૯૨૧માં બહાર પાડવા ધારેલો સંગ્રહ “અધ્ય' કવિના મિત્ર કાંતિલાલના આકસ્મિક અવસાનને કારણે છેક ૧૯૩૫માં બહાર પડે છે. અમરપથમાં', “સ્વપ્ન', “અશ્રદ્ધા', “દિલાસા', દર્શન', “કબર', “છબી”, “કોણ', “શાશ્વત', “નીરવ’ અને ‘પ્રયાણઘડી આ અગિયાર કાવ્યો સ્નેહરશ્મિના પરમમિત્ર કાંતિલાલ કાપડિયાના અવસાન આઘાતમાંથી જન્મ્યાં છે. મિત્રમૃત્યુના તીવ્ર આઘાતમાંથી કરુણગર્ભ આક્રોશ જન્મે છે. નિર્દય હૃદયશૂન્ય ઈશ્વર, સામે મળી જાય તો એનું માથું પછાડી પૂછશે તારી સુધા તૃપ્ત થઈ કે ? (`દર્શન') ઉષાના રંગે રંગાયેલી હોડી શણગારી સૂર્ય ઊગતા નીકળવાના કોલને તરછોડી ચાલી ગયેલા મિત્રની કવિ અનિમેષ નયને રાહ જોયા જ કરે છે (‘કોણ?) સદૂગત મિત્રને કવિ “શાશ્વતી પ્રભા' તરીકે ઓળખાવે છે. કવિને સ્વપ્નમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 177 રાખી શૂન્ય નભમાં ચાલી ગયેલા મિત્રના મૃત્યુએ કવિને અસ્વસ્થ બનાવી દીધા છે. નીરવ' કાવ્યમાં શરૂમાં નિરાશા તથા અશ્રદ્ધા, પણ પછી દિવ્ય શ્રદ્ધાની સિતારી રણકી ઊઠે છે. ને છતાં સદા માટે મૌન બની ગયેલા મિત્રના મૃત્યુએ કવિને હલબલાવી તો નાખ્યા જ છે. તો ભલે જાઓમાં જ્યાં નિશદિન શોકના થર ન ચડે એવા કોઈ પ્રદેશમાં પ્રયાણ કરનાર સ્વજનને સહર્ષ વિદાય આપવામાં આવી છે. અહીં કરુણ સ્વસ્થ રૂપે પ્રગટે છે. જનારને રોકી શકાય તેમ નથી. પરંતુ પાછળ રહેનાર વ્યથિત સ્વજનોની રુધિરઝર આંખને બને તો લૂછવા જણાવે છે. “પળજો સુખેથીમાં પણ મૃત્યુપંથે પ્રયાણ કરનારને સ્વસ્થતાપૂર્વક વિદાય અપાયાની વાત છે. અશ્રુ સારવાથી પણ શું? સ્વજનનાં અશ્રુ, વિનંતિ કશું જ જનારને ડગાવી શકતાં નથી.' | દીકરી સ્વ. ઉમાને અર્પણ થયેલો કાવ્યસંગ્રહ “સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' (1967) મૃત્યુજન્ય કરુણભીનાં સ્મરણોની અભિવ્યક્તિ છે. ઝાકળ જેવું જીવી ગયેલી દીકરી ઉમાનાં ભીનાં સ્મરણોની કથા અહીં ગૂંથાઈ છે. એક નિરભ્ર રાત્રિમાં ક્યાંકથી આવી ચડેલી આછેરી વાદળી, એટલે બીજું કોઈ નહિ, કવિપુત્રી “ઉમા': વેલાઓ અને નાનાં સુંદર ફૂલોથી ઢંકાયેલી વાડ જોઈ એવું જ ઢંકાયેલું કાવ્ય સ્વરૂપ અનાવૃત થાય છે. ને કવિને મળી જાય છે. “હાઈકુ', દીકરી ઉમા જતાં એકલા પડી ગયેલા કવિની મનઃસ્થિતિનો નિર્દેશ પવન પડે બિન હલેસે હોડી એકલી તરે'માં જોવા મળે છે. વીસ વર્ષની નાની વયમાં અવસાન પામી વર્ષાના ઝાપટાની જેમ પ્રેમવર્ષા કરી ગયા પછી હવે “ભીનાં સ્મરણો' જ રહ્યાં હોવાનું કવિ કહે છે. અનેફાઈટીસના રોગરૂપે આવેલા ભયાનક વાવાઝોડાએ ઉમાના ચૈતન્યનો દીવડો હોલાઈ ગયો. ને કવિચિત્તે વેદનાની આગ સળગી ઊઠી. મોત સામે ઘણું ઝઝૂમતી દીકરીને કવિએ વ્યથિત હૈયે જોયા કરી છે. બીજું કરી પણ શું શકાય? દીકરીને વિદાય આપવાની હતી, અંતિમ વિદાય. આંખથી આંખ મેળવવાની હામ ન જ હોય. નયનો ઢાળી. ઉદ્વિગ્ન હૈયે તાજું ફૂલ ચૂંટી મૃત્યુદેવને ચરણે સમર્પી દેવું પડયું. ઢળેલે નેણે, " આપી વિદાય ચંટી ! | ફૂલ તાજું તે” 11 ઘુવડનો અવાજ અનિષ્ટની એંધાણી આપે ને અંધકાર મૃત્યુનું પ્રતીક. ઉમાના મૃત્યુએ કવિનો જીવનચંદ્ર પણ થીજાવી દીધો હતો. ઉમાના મૃત્યુબાદ જોરદાર ઝંઝાવાત પછીની શાંતિનો કવિ અનુભવ કરે છે. ઉમાના મૃત્યુ-એ શૂન્યતાની કલાનો કવિને પરિચય કરાવ્યો. એકલા અટૂલા બનેલા કવિની કાયા જાણે વેદનાના પરિતાપમાં કજળ્યા કરે છે. ઊડી ગયું કો | પંખી ક્રૂજતું રવ હજી યે નભે પાર જીવનનો સહેજ અમથો સ્પર્શ થયો, ન થયો ત્યાં તો મૃત્યુ આવી પહોંચે છે. - “અરે, સ્પર્શ તો જરા જેટલો અને લજામણી આ” 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 178 એ નાજુક મધુરતા મૃત્યુ સ્પર્શે અળપાઈ ગઈ. શ્વાનના રુદનસ્વર, સ્વજનમૃત્યુની એંધાણી આપે એમ મનાય. જે રાત્રિની શાંતિ જ નહીં જીવનની શાંતિનેય ડહોળી જાય. પુત્રી ઉમાનું મૃત્યુ કવિની ઊંઘને હરામ કરી દે છે. પેલા શ્વાને (મૃત્યુદૂત) બધું વિખેરી નાખ્યું. ૧૯૭૪માં “અતીતની પાંખમાંથી' નેહરશ્મિ પ્રગટ કરે છે. કવિને પોતાનો જીવનરવિ અસ્ત થતો ભાસે છે. પોતાના આવી રહેલા મૃત્યુનો સંકેત “અધ્ય કોને ? માં વ્યક્ત થયો છે. “પાનખરમાં ઉમા જતાં કવિના જીવનમાં વ્યાપેલી એકલતા વ્યક્ત થઈ છે. “વિજન વાવપણ કવિના ખાલી જીવનનું પ્રતીક છે. ઉમાના અવસાન પછી માનવની પામરતાનો, ને કાળના શાસન તથા વર્ચસ્વનો અનુભવ થઈ ચૂક્યો છે. “શાના આ ઉધામા ? માં દીકરીના મૃત્યુના આઘાતથી ભાંગી પડેલા કવિના થાકઅનુભવને વાચા અપાઈ છે. સાગર કિનારે દૂર દૂર જતી દીકરીની પગલીઓ જોઈ કવિ એને થોભી જવા કહે છે. પણ એ નથી થોભતી. મૃત્યુ પામનાર વ્યક્તિ અને હયાત રહેનાર બંને ગમગીનીનો અનુભવ કરે છે. ગમે તેટલી સમજણની વાતો કરીએ કે તત્ત્વજ્ઞાન ડહોળીએ પણ માનવમન, સંવેદના એવાં છે, કે જન્મ એને હર્ષ આપે, ને મૃત્યુ વેદના. “લેખા” કાવ્યમાં કવિ વ્યવહારૂ વાત લઈને આવે છે. મૃત્યુ પામનાર રોગમુક્ત થાય છે. પાછળ રહેનાર વેદના અનુભવે છે. ૧૯૮૪માં કેવળવીજ' પ્રકાશિત થાય છે. સિતાંશુ યશશ્ચંદ્ર લખે છે. “ગુજરાતીમાં ખરું હાઈકુ-સ્વરૂપ તો આવ્યું શોકને શ્લોકત્વ અર્પવાના સ્નેહરશ્મિના પ્રયોગોમાંથી, હાઈકુના સ્વરૂપની શક્તિ છે કે મૃત્યુ પરનાં કાવ્યો પણ ચીલાચાલુ ચિંતનથી ખરડાવામાંથી બચી જાય છે. રહે છે કેવળ ભાવસ્પંદન ભર્યું કલ્પન.” * એક તરફ મરણની ફરી ફરી થતી વાત. બીજી તરફ કિશોરી યુવતીના દેહમનના ઓરતાઓમાં ને મોહકતામાં છલકાતો જીવનનો ઉત્સવ. આ બે સ્નેહરશ્મિના હાઈકુકાવ્યના થીસીસ ને એન્ટિથિસીસ” પખ કવિને જન્મદિવસમાં હવે આમ તો કોઈ રસ રહ્યો ન હતો. પણ જીવનપથ થોડો ટૂંકાયાની પ્રતીતિ થોડીક રાહત આપે. કવિનું જીવન ઉમાના મૃત્યુ પછી સૂકાં પર્ણ જેવું, અંધારી રાત જેવું વેરાન બન્યું. ને રસ્તો વિજન, વેરાન, ને સૂમસામ. ૧૯૮૪માં પ્રગટ થયેલ “નિજલીલા'ને શ્રી યશવંત શુક્લ નિર્મુક્ત અભિવ્યક્તિ' તરીકે ઓળખાવી છે. ઘરના મોભે આવીને બેઠેલા કોક અજાણી ભોમના પંખીમાં દીકરી જ નવારૂપે આવી ચડ્યાની પ્રતીતિ, કવિને થાય છે. ઈન્દ્રધનુની ઝાંયથી ચમકતાં તેજલ ચીર એણે પહેરેલાં દેખાય છે. “ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ' સંગ્રહ પણ ૧૯૮૪માં પ્રગટ થાય છે. ધીરુભાઈ પરીખ નોંધે છે એ પ્રમાણે “એમનાં મૃદુ અંગતોર્મિનાં કાવ્યો વધુ ચોટદાર બની આવ્યાં છે. સદ્ગત પુત્રીએ શિશુવયમાં એક વૃક્ષ પર કોતરેલ ફૂલ જોઈ જે કરુણમધુર સંવેદન કવિને જાગ્યું. તેનું થડ પરનું ફૂલ” નામના સુબદ્ધ સોનેટમાં અસરકારક નિરૂપણ થયું છે.” ૧૫-બ (644 સકલ કવિતા.) . “એ અપરમા”, “વિદેહ પુત્રીને', “પુત્રીને' જેવાં કાવ્યોમાં કરણની કલાત્મક નિષ્પત્તિનો આસ્વાદ પામી શકાય છે. “એક ઘવાયેલી પંખિણી'માં Mercy killing' (કરુણા પ્રેરિત હત્યા)ની કરુણઘેરી ઊર્મિ પણ સચોટતાથી નિરૂપાઈ છે.” * આ ગદ્યકાવ્યો Poetic Prose' ના કુળનાં છે. સ્વજનમૃત્યુથી થતી સ્વજનોની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 179 એકલવાયી દશાનો ચિતાર “શીર્થડાળે'માં અપાયો છે. એકાકી પર્ણશૂન્ય થડસમા કવિચિત્તની વેરાની અહીં પ્રતિબિંબિત થઈ છે. ટેકરી પરના ઘરમાં મધરાતે એકાકી કવિ ટકોરાનો આભાસ અનુભવે છે. (‘પગલાં') “વિસ્મૃતિની ખાંભી'માં પ્રિયજનોની વસમી યાદનો ઉલ્લેખ થયો છે. એ યાદોથી સંવેદનાની સપાટી તતડી ઊઠે છે. કવિ જાણે હવે બધું ભૂલવા મથે છે. સદ્ગત દીકરી ઉમાના અવસાન નિમિત્તે અહીં સળંગ અપાયેલાં પાંચ કાવ્યો કવિની સહાનુભૂતિના નીતર્યા નીરસમાં કાવ્ય બની રહે છે. સદ્ગત દીકરીનાં સ્મરણો ક્યારેક કવિને વ્યથિત બનાવે છે. તો “થડ પરનું પુષ્પ'માં દીકરીએ કંડારેલું થડ પરનું પુષ્પ વરસો વીતતાં વિકસીને, અતિ રમણીય બન્યાનો આનંદ પણ થયો છે. પણ પછી તરત પાછા વિષાદના ઓળા પથરાય છે. એ ફૂલ જેવીજ વિકસિત ઉમાને જોવા ઝંખતું ઉર, ચૈતરના તડકામાં ડૂબી ગયેલાં પગલાંને મૃગજળે, કવિ નિરર્થક શોધે છે. તો દીકરી પોતાને સાથે લઈ જવા કેમ ન થોભી? એવો કરુણ મીઠો ઠપકો “ક્યાં તું? માં અપાયો છે. એકલી ગયેલી દીકરીના પથમાં કાદવ કે કંટક હશે? એ વિચારે કવિ હૈયું ચિંતિત બને છે. દીકરીના પગલાના થડકાને શોધતા પિતાનું વ્યાકુળ હૃદય “તારે આવ્યમાં વ્યક્ત થયું છે. ભૂતકાળનાં સ્મરણોમાં ખોવાઈ જતા કવિ સદૂગત દીકરીને સંબોધન કરી બેસે છે. ને પછી સત્યનો - ખ્યાલ આવતાં વ્યથિત બને છે. “તારાં રમકડાંમાં વર્ષોથી ઉમાએ સાચવી રાખેલાં રમકડામાં લીન બનેલી પૌત્રી ગોપીને જોતાં જ ઉમાના જ સાનિધ્યનો જાણે કે કવિ અનુભવ કરે છે. મૃત માની ખોટ ન સાલે એવી પ્રેમાળ અપરમાનો સંદર્ભ આપી “મૃત સ્ત્રીને યાદ કરતા પતિની કરુણ છતાં મધુર સંતુષ્ટ અનુભૂતિની વાત “એ અપર મા'માં રજૂ થઈ છે. તો પોતાને જ મારવા તત્પર બનેલા સૈનિક સાથે પોતાનાં સ્વજનોને મૃત્યુનો શોક ન કરવાનો સંદેશ મોકલતી પંખિણીની વાત “એક ઘવાયેલી પંખિણી'માં વ્યક્ત થઈ છે. પિસ્તોલ કમરબંધમાં ખોસી પંખિણીને અતિ મૃદુતાથી ઉપાડી, એની આંખોમાં, મૃત્યુમાં રહેલી વેદનાહર અમૃત સંજીવનીને એ શોધે છે. - ઉમાશંકરના આગમનને ધીરુભાઈ ઠાકર ગુજરાતી સાહિત્યની જ નહિ, ભારતીય સાહિત્યની મહત્ત્વની ઘટના ગણે છે. “ગાંધીયુગ, અનુગાંધીયુગ અને સ્વાતંત્ર્યોત્તરકાળ દરમ્યાન ચાલેલી તેમની સર્જન અને ચિંતનની પ્રવૃત્તિએ જીવન, કલા અને કવિતાના અનેક આયામોનું દર્શન કરાવ્યું છે. 1931 થી 1981 સુધીમાં ઉમાશંકરે દસ કાવ્યગ્રંથો આપ્યા છે. ૧૯૮૧માં એ દસ ગ્રંથોના સમુચ્ચયરૂપે “સમગ્ર કવિતા' ગ્રંથ એમના સીત્તેરમા જન્મદિવસે પ્રગટ થયો.” 1 “સદૂગત મોટાભાઈ”માં ('નિશીથ' 1939) મૃત્યુ કરુણ સંવેદનરૂપે નિરૂપાયું છે. કવિ કહે છે. “સર્વને એક ક્ષણમાં સદા માટે ત્યજીને જનારની મૂંઝવણો શી રીતે સમજીશું? જીવિતમાત્રની પ્રકૃતિરૂપે “મૃત્યુ હોવાના સત્યને સ્વીકારનાર કવિ વસંતમાં પર્ણ ખરે એ વાત સ્વીકારી શકતા નથી. પણ પછી તરત “મૃત્યુ પાસે લાચાર બની જતા તેઓ મૃત્યુની અફરતાને સ્વીકારી અશ્રુના મિથ્યાત્વને પ્રમાણે છે. ને તોપણ પેલું “કરુણ વાસ્તવ” તત્ત્વદર્શનને તો નથી જ ઝીલી શક્ત. ૧૯૪૪માં પ્રગટ થયેલ “પ્રાચીના' સંગ્રહનાં મોટાભાગનાં કાવ્યો યુદ્ધજન્ય પરિસ્થિતિમાંથી જન્મેલી યાતનાનાં છે. માત્ર “ભરત કાવ્યમાં કરુણ સંવેદના પિતા દશરથના મૃત્યુ સંદર્ભે રામની વ્યથારૂપે વ્યક્ત થઈ છે. રામવનવાસના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 180 સમાચારે રામને વનમાં મળવા જતા ભરતને પિતાની સ્વસ્થતા વિશે પૂછતાં ટપટપ ખરતાં ભરતનાં અશ્રુ તથા માતાઓનાં શ્વેત વસ્ત્રો જોઈ હચમચી ઊઠતા રામના હૈયાને કવિએ સુપેરે વ્યક્ત કર્યું છે. “વત્સલ ઓ પિતા માટે નિમિત્તે ત્યજ્યો જ દેહ” " કહેતા રામનો વિલાપ હૃદયદ્રાવક છે. પૂજાલાલ દલવાડીએ (જન્મ. 1901, અવસાન 27 ડિસે. 1985) “ઇસુજન્મ મહોત્સવમાં એ પરમવિભૂતિને જડ જગતે પીવડાવેલા મરણ નિમિત્તે વ્યથા અને ઉગ વ્યક્ત કર્યા છે. તો મૃગના મૃત્યુ અંગેનો વિષાદ “મૃગ મુંડક જોઈને'માં વ્યક્ત થયો છે. મૂર્તિમંત માર્દવ પર મરણની છરી ફેરવનારનું હૃદય કેમ ન દ્રવ્યું? એ પ્રશ્ન કવિચિત્તે ઊઠે છે. “મારા સદ્ગત પિતાજીને શ્રદ્ધાંજલિ (પારિજાત) પૂજાલાલનું એક સુંદર તર્પણકાવ્ય છે. પિતાશ્રીના અવસાન સાથે વહાલનો ગાજતો ટુકડો શમી ગયાની વેદના વ્યક્ત થઈ “અગ્નિના ઓજમાં આખા એ હવે ઓગળી ગયા” 9 પિતા જતાં કવિનું કુટુંબ ઉપવન ઉજ્જડ બને છે. આ “થીજેલાં ઓગળી આંસુ, ટૂંઢે પ્રેમલનાં પદો” 20 કવિ બ. ક. ઠા. એ પ્રવેશકમાં આ કાવ્ય વિષે લખ્યું છે “આખી કૃતિ એવી તો સંશ્લિષ્ટ છે કે, કાપકૂપમાં અવતરણો આપવાં ન જ ગમે. આખી જુઓ, અને જોતાં જોતાં એક, વર્ષોથી જાણીતા કાવ્યની સાથે તુલના પણ આપોઆપ સ્ફરવાની.” - એજ રીતે પૂજાલાલનું “દાદા' કાવ્ય પણ એક અનોખું તર્પણકાવ્ય છે. વિપુલ વડ જેવા દાદાની સ્મૃતિઓને મન ભરીને અહીં વાચા અપાઈ છે. બાળકોનાં દુઃખાશ્રુને આનંદમાં પલટાવી દેતા દાદાજીનું સુંદર ચિત્ર કવિએ આપ્યું છે. - “હથેળીમાં લઈ અમારું મુખ અશ્રુભીંજયું - દ્રવી સ્વયં ગદ્ગદ્ કંઠ ચૂમતા” 2 દાદાના એકેક સ્મરણે કવિહૃદય દ્રવે છે. ગળ્યો કાળાધિના કારણે જળમહીં મહાડુંગર ગળ્યો” 23 નાનીબહેન' વિશેના કાવ્યમાં પૂજાલાલનો ભગિનીભાવ આદ્રતાપૂર્વક વ્યક્ત થયો છે. (‘સોપાનિકા' તો “ચિરંજીવ સ્મૃતિમાં પણ સદૂગત બહેનના જૂઈના પુષ્પ જેવા મધુર સ્મિતભર્યા સુકોમળ વદનને ન વિસરી શકવાની વાત વ્યક્ત થઈ છે. “સુખે સિધાવો' પણ સ્વજનની અંતિમવિદાયનું કાવ્ય છે. જનારને કવિ સુભાગી ગણે છે. “જ્ઞાન” વિદાય આપવા કહે, ને “ઉર' ના પાડે. ૧૯૦૮માં જન્મેલા કવિ રતુભાઈ દેસાઈએ જેલમાં માના મૃત્યુના સમાચાર સાંભળી “જનની નામની શોકસંહિતા રચી, જે મિત્રના આગ્રહથી ૧૯૪૦ના નવેમ્બરમાં પ્રગટ થઈ. જેને તેઓ શોકપર્વની “ઉજવણી' તરીકે ઓળખાવે છે. કવિ અહીં સાદી અને સંયમિત વાણીમાં પોતાની લાગણી વ્યક્ત કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 181 “રુદનની મુખથી હળુ બે કડી સરી અને જલ ઓઠ પરે વહ્યાં નવ જીવું અવ કાળ વધુ અહીં” 24 જનનીના ઉચ્ચારોને મૂઢ પુત્ર સમજી શક્યો નહતો. માતાના દેહના ભસ્મરાશિને લઈને વહેતી પૂર્ણા નદીને કિનારે ઊભા રહી કવિ સ્મૃતિઓમાં ખોવાઈ જાય છે. “કયા નિધુર યમદૂત આવી ચેતન ચોર્યું જીવનકેરું ધીમે ધીમે મૃત્યુવેશે”૨૫ - કવિ રતુભાઈ ૧૯૮૧માં “સાસુમાની ઝાલરી' નામનું એક અંગત શોકપ્રશસ્તિ કાવ્ય લખે છે. ૧૫૧૦/૭૯ના રોજ સાસુમા “ઝીણીબેન દયાળજી વશી'નું અવસાન થયેલું 15 1080 પ્રથમ નિર્વાણદિને કવિ આ રચના કરે છે. કવિ સ્નેહરશ્મિને આમાંની પ્રત્યેક કૃતિ આત્મીયતાના સ્પર્શથી ધબકતી લાગી હતી. સાસુમાના અગ્નિસંસ્કારનું વર્ણન કાવ્યમય ભાષાને લીધે કરુણમધુર ભાવ જન્માવે છે. “સાસુમાની અર્થી મૂકી નીચે, રચી ચેહ સીંચ્યા કાષ્ઠ, નેને શ્રાવણના મેહ મૂક્યાં થોડાં ચંદનના કાઠ કર્યા ધૃત કેરા લેપ” 24 એ કંચનકાયાને ચિતા પર મૂકી, શાંતિપાઠ ઉચ્ચાર્યા ને પછી અધ્ય આપ્યાં. “અને અંતે અરે ભસ્મ બન્યો દેહ થઈ શાંત ને શીતલ વિપુલ વિપુલ જલરાશિ થકી ચેહ” 27 ૧૯૮૬માં રતુભાઈ યાત્રાપથનો આલાપ' કાવ્ય પુસ્તક પ્રગટ કરે છે. જે સમગ્રપણે તત્ત્વજ્ઞાનની કવિતા બની રહે છે. પરિણામે એમાં “કરુણ' ને સ્થાન જ નથી. તો “ખંડેરનો ઝુરાપો' પત્ની મમતા દેસાઈની પ્રથમ પુણ્યતિથિએ પ્રકાશિત થાય છે. કવિ પત્નીનો જન્મ 2271914 તથા અવસાન ૧૧ર/૧૯૮૯ના રોજ થયાં. “ખંડેરનો ઝુરાપો'માં પત્નીના મૃત્યુથી થયેલા અંગત શોકને સર્વજનીન બનાવવા પ્રયત્ન કરાયો છે. ખૂબ અશ્રુ વહાવ્યાં બાદ સ્વસ્થ બનેલું કવિચિત્ત મૃત્યુ વિષેના નિષેધાત્મક વિચારો ત્યજી દે છે. કવિની જીવનપ્રતિમાને દેહપ્રાણે બાંધી ખભે લઈ ક્ષણાર્ધમાં એ મૃત્યુદૂત આંચકીને અલોપ થઈ જાય છે. તેથી દુઃખ અને આક્રોશ છે. કવિ મૃત્યુને ભિક્ષુક જ નહિ, મહાભિક્ષુક કહે છે. મૃત્યુનું દાપુ રોજ કેટલું ચુકવવું ? ૧૯૩૭માં અમીદાસ કાણકિયાનો “દીપશિખા’ નામનો કાવ્યસંગ્રહ બહાર પડે છે. ક્યાં જનની શોધે ?' કાવ્યમાં મૃત બાળકને ખોળામાં લઈ એને કપાળે ભાવભર્યું ચુંબન કરતી માતાનું હૃદયસ્પર્શી ચિત્ર કવિએ આપ્યું છે. “પૃથ્વીના પાલવમાં પોઢે અંગે ફૂલની ચાદર ઓઢે હાસ હતું કે તેના મોઢે 1 ક્યાં જનની શોધે ?" 28 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 182 એ હાસ્ય તો હવે કેવળ સ્મરણશેષ રહ્યું. “ચંદ્રશંકરનાં કાવ્યો' ૧૯૪રમાં કાંતિલાલ પંડ્યાએ સંપાદિત કર્યા. કાવ્યલેખનના . આરંભે મિત્રના મૃત્યુ સંદર્ભે કાઢેલા શોકોદ્ગાર “નહોતું જાણ્યું મનની મનમાં આમ રે હા ! સમાશે” એમને માટે પણ સાચા પડે છે. જ્યારે ચંદ્રશંકર પોતાનાં સગત સ્વજનોને અંજલિ આપે છે ત્યારે દિલને ભીનું કરે એવી કોમળતા આવી જાય છે. માતૃશ્રીના મરણ નિમિત્તે લખાયેલા “જાતાં સ્વજન' કાવ્યમાં તેમજ અન્ય કાવ્યોમાં પણ માતૃશોકની ગંભીર છાયા જોવા મળે છે. કાવ્યત્વ કરતાં લાગણીનો ઉદ્રક અહીં વિશેષ જોવા મળે છે. ૧૯૧૬ના ઑગસ્ટમાં જન્માષ્ટમીની નજીકના દિવસોમાં કવિપત્ની વસંતબહેનનું અવસાન થતાં “હા આખરે ચાલી ગઈ” (7/3/1917) કાવ્ય રચાય છે. કવિની મોટી પુત્રી, બહેન મદનલક્ષ્મી તા. 11/10j20 ને દિવસે વિષ લઈ જીવનનો અંત આણે છે. ત્યારે “ધેલી એ તો ત્વને શું સૂઝયું' ? કાવ્ય રચાય છે. જેમાં પિતાએ આપેલું જ્ઞાનકવચ નિષ્ફળ ગયાનો રંજ વ્યક્ત થયો છે. તો “ચમકી અને ચાલી ગઈ'માં પત્નીના મૃત્યુસંદર્ભે જીવનમાં વ્યાપેલી અશાંતિ અને વેદનાનું નિરૂપણ છે. પરિમલ' (1942) નામના - સંગ્રહમાં - કવિ - રમણીકલાલ - દલાલે જાણીતા ઊર્મિકાવ્ય The old familiar faces' - ના “ગયાં ગયાં' નામના ભાવાનુવાદમાં વૃદ્ધ વ્યક્તિની સાથે રમેલાં પણ હવે વિદાય પામેલા બાલસખાઓનાં કરુણમધુર સ્મરણોને વર્ણવ્યાં છે. શેક્સપિયરનાં Remembrance' નામના કાવ્યના ભાવાનુવાદ યાદીમાં મિત્રના હેતનું મીઠું સ્મરણ વાચાબદ્ધ બન્યું છે. સુંદરજી બેટાઈનું ઈન્દ્રધનું કાવ્ય એમના દસ માસના બાળકના અવસાન નિમિત્તે લખાયું (૧૯૩૯માં) પુત્રના અવસાનની ઘેરી અસર પ્રકૃતિ તત્ત્વો પર થયાનું કવિ નોધે છે. સ્તન્યભર્યા દૂધઝરતા હોઠવાળા મુખનું રોમાંચક દેશ્ય કવિ કેમેય ભૂલી શકતા નથી. - “વાણીને સાંપડ્યું મૌન, પ્રેમને શોક સાંપડ્યો - રિદ્ધિ હર્ષતણી ખૂટી, જાતાં, તું અમ બાલુડો” 24 મિલનથી “સૂક્ષ્મદર્શન' સુધીનાં કાવ્યો બેટાઈના મિત્ર રવિશંકર દવેના અવસાનથી પ્રેરાયેલાં મસ્તીનાં સંસ્મરણોને તથા વર્તમાનના વિષાદને ગૂંથ્યો છે. “ઋણમુક્તિ'માં કવિ પ્રશ્ન કરે છે “એ મૈત્રીઝરણું, એ મસ્તી તોફાન, એ નિર્દોષ કલહાસ્ય બધું શું ઈન્દ્રજાળ હતું? ૧૯૫૯ના ફેબ્રુઆરીમાં પ્રગટ થયેલી બેટાઈની કૃતિ " સત ચંદ્રશીલા ને મનસુખલાલ ઝવેરીએ “અમૃતની વાડમયી મૂર્તિ' તરીકે બિરદાવી છે. ૧૯૫૮ની ૨૧મી જુલાઈએ કવિપત્નીનું અવસાન થયું. “યમ બંધુ ગયા ટૂંકી કિંતુ વા ન વા વળ્યા પાછા અને ઘેરી હૈયે શી હોંશની હવા પરંતુ છેવટે આવી ઓચંતા લઈ ઊપડ્યા 30 પત્ની અવસાન પામતાં બેટાઈની સ્થિતિ ચાંદનીનષ્ટ ચંદ્ર, નષ્ટગંધ ગુલાબ, મંજરીભ્રષ્ટ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 183 આમ્ર, ને હતપ્રભ સરોવર જેવી બને છે. ૧૯૬૧માં બેટાઈ “તુલસીદલ' લઈને આવે છે. કૂલ અગનમાં બળે' (૧૨/૫/૫૮)માં પ્રતીકાત્મક રીતે ભૂતકાળમાં મૃત્યુ પામેલા બાળકની મૃતિને વણી લેવામાં આવી છે. “અરે કાં ફૂલ અગનમાં બળે'? કહી વિષમ વિરોધ દ્વારા વેદનાની પરિસીમા કવિએ બતાવી છે. ૧૯૬૯માં કવિ બેટાઈ વિશેષાંજલિ' પ્રગટ કરે છે. કવિની લાડલી પૌત્રી વ્યંજના વિશે અહીં વધુ ભાવસભરતાથી લખાયું છે. તો પત્ની મૃત્યુ તો કવિની વેદનાની પરાકાષ્ઠા છે. “શ્રાવણી ઝરમર'માં “સખી હૃદયમંડના'માં પત્ની સાથેના દાંપત્યસહવાસનાં ભૂતકાલીન સંસ્મરણો વાચાબદ્ધ બન્યાં છે. પત્નીએ મૃત્યુબાદ સ્વર્ગમાં કદાચ નવું જગત વસાવ્યું હશે, પણ અહીં તો કવિની એકલતાનો પરિતાપ આકારાયો છે. સુંદરજી બેટાઈના કાવ્યસંગ્રહ “ઈન્દ્રધનુ'ના “પ્રણયમંગલ' વિભાગનાં બધાં જ કાવ્યો સ્મરણાંજલિ કાવ્યો છે. જનની જતાં પ્રેમવાત્સલ્યની પરમદોર તૂટી ગયાની વેદના “જનની કાવ્યમાં વ્યક્ત થઈ છે. જ્યોતિર્મયી જનની માં માતૃજયોતિના સાક્ષાત્કારે નયનની ધન્યતાને વાચા આપવામાં આવી છે. સગત માતાનું ભાવદર્શન વેદના નહિ સંતોષ આપે છે. “અંધશ્રદ્ધાના શ્રાદ્ધ'માં અસ્ત પામતો ચંદ્ર જાણે પુણ્યશાળી પિતૃના આત્માના પિંડનું પ્રતીક બની રહે છે. ગોદાવરીના ગંગાશા માંગલ્યમય પ્રવાહમાં એમને તેમય મૂર્તિનાં દર્શન થાય છે. “વત્સલ વાઘેર' ઓખામંડળની વાઘેર જાતિના એક પુરૂષના અવસાન સ્મરણ સંદર્ભે ભાવાંજલિ અર્પતાં સદ્ગતના આત્માનાં પ્રેમનીર વત્સલભાવે શાશ્વતરૂપે ભીંજવતા હોવાની અનુભૂતિ વ્યક્ત થઈ છે. પોતાની દોઢ જ વર્ષની વયે મા મૃત્યુ પામવાને લીધે માનું કોઈ સ્મરણ કે છબી ન હતાં. માની માર્દવ ઘડેલી નિષ્પાપ ઉરભાવનાઓ કેવી હશે? એ વિચારે કવિ નિરાશ થતા. પણ પછી તરત હૃદયની શ્રદ્ધા કહેતી, મત્યત્વનાં બંધન તૂટશે ત્યારે અનંતસાગરે ભળેલી માનું દર્શન જરૂર થશે. ૧૯૦૮માં જન્મેલા તથા 13 જાન્યુઆરી ૧૯૯૧ના રોજ અવસાન પામેલા કવિ સુંદરમે સ્વાતંત્ર્યોત્સાહ તથા શહીદોની સ્મરણાંજલિને તેમનાં કાવ્યોમાં કેન્દ્રસ્થાને મૂક્યાં છે. જો કે ઉત્તરાવસ્થામાં પછી તેઓ ગાંધીદર્શનમાંથી નીકળી અરવિંદ દર્શનમાં પ્રવેશે છે. “ગઈકાલે'માં પત્ની વહેલી અવસાન પામતાં જીવનનો સઘળો સાર ગુમાવી બેઠેલા કાવ્યનાયકની વ્યથિત મનોદશા વ્યક્ત કરી છે. ધનયુગનો સ્થિતપ્રજ્ઞ'માં (“વસુધા') અમીરી, ગરીબી, જીવન-મૃત્યુ, શોક બધાથી અલિપ્ત રહેનાર સ્થિતપ્રજ્ઞ શોફરની દારુણ ચિત્તસ્થિતિનું વર્ણન હૃદયસ્પર્શી છે. નાના કલ્લોલતા પંખીસમા બાળકની અંતિમ પ્રયાણની - ઘેરી વ્યથાયુક્ત વાત મૃત્યુની કરુણતાને આલેખે છે. સ્વજન મૃત્યુ ક્યારેક સ્મરણરૂપે ઊભરે છે. “અનુદીકરી' કાવ્ય દીકરીના અવસાનને ઘણો સમય વીતી ગયા છતાં ઊભરતાં સ્મરણો સત દીકરીની મૂર્તિને તાદ્રશ કરે છે. - કૃષ્ણલાલ શ્રીધરાણી (1911-1960) ગાંધીજીએ જગવેલ સ્વાતંત્ર્યનાદને કવિતાના પાત્રમાં ઝીલે છે. “મારી બા' શ્રીધરાણીનું લાગણીસભર ભાવદર્શન કરાવતું કાવ્ય છે. ઉષાસંધ્યાને જોતાં કવિ સ્મૃતિના અધે ચડે છે. માટે તેઓ “માતૃત્વની કવિતા' કહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 184 બિરદાવે છે. બા ગઈ જ ન હોય, એવો અનુભવ પણ થાય છે. - કવિ કરસનદાસ માણેક (1912-1980) ૧૯૩૫માં “આલબેલ' પ્રગટ કરે છે. જેનું પ્રથમ કાવ્ય “ખાખનાં પોયણાં' વિશિષ્ટ તત્ત્વદર્શનનું કાવ્ય છે. દાંપત્યજીવનનો ભૂતકાલીન સંસ્મરણો તથા પત્ની જતાં વ્યાપેલી વેરાનીને વિષાદધેરી કલમે કવિએ વાચા , આપી છે. પત્નીના દેહવિલયનું વર્ણન કાવ્યમય છે. વરણ, વાસ, કુમાશ મહિં સરી જયમ ગુલાબ વિભક્ત થઈ છુપે શશી ગળી નિજ ચાંદનીમાં મળે દ્રવી, ભળી, સખિ, તેમ અવ્યક્તમાં” 31 સગુણ સ્વરૂપને અમૂર્તમાં ત્યજી દઈ એ અનંતવિહારિણી સખી અગમ્યમાં અદશ્ય થઈ ગઈ. સદ્ગત પત્નીને ઉદ્દેશી તેઓ કહે છે. “જીવનમાં જગવી ઘનવેદના ઘટતું ના જવું, જીવનસાથિની” 32 કરસનદાસ માણેક જનારાને જાવા દેજોમાં મૃત્યુ પામતા સ્વજનને જવા દેવાની વાત વ્યથિત હૈયે કરે છે. હૃદયને ચૂપચાપ ચીરાવા દેવાનું. નયનમાં અશ્રુ નહિ લાવવાનાં, * વાણીને ધ્રૂજવા નહિ દેવાની, જરાય ઢીલા નહિ થવાનું. પ્રાણપુષ્પની પાંખડી છાનામાના જ છેદાવા દેવાની. કાળજે કાપા પડે તોય નીરવમાં એકલા ઝુરાપો જીરવી લઈ જનારને કઠણ હૈયે વિદાય આપવાની. ૧૯૧૪માં જન્મેલા કવિ શ્રી પ્રેમશંકર ભટ્ટ 29/43 ના દિવસે “ધરિત્રી' સંગ્રહ પ્રગટ કરે છે. એક નવયુવાનનું મૃત્યુ થતાં આઘાત પામેલું હૃદય મૃત્યુ પામનારનાં સ્વજનોની વેદનાને વાચા આપે છે. બે કંકણો નંદવાતાં જેનું હૈયું જ નંદવાઈ ગયું છે, એ શી રીતે વ્યથાને શમાવશે ? એકાદ ક્ષણ ઇન્દ્રરેખામી પ્રગટી ને પછી લુપ્ત થઈ ગયેલી, મૃત્યુ પામેલી નાનકડી દીકરીને ઉદ્દેશી “ઉપરતા' કાવ્ય લખાયું. કાવ્યની કોક કોમળ કલ્પનાની જેમ તેઓ એને વ્યક્ત કરવા ચાહતા હતા. ત્યાં તો એ જ ક્ષણાર્ધમાં ઘર તેમજ બે ઉર (માતપિતાને) સૂનાં કરી ગઈ. “ફલ્થને'માં પિતૃભક્તિ તથા નદી પ્રત્યેની મમતા વ્યક્ત થઈ છે. પિતાના મૃત્યુ સમયે, પિતાનું મોં પણ ન જોઈ શક્યાનો વલોપાત અહીં વ્યક્ત થયો છે. પિતાના અગ્નિ સંસ્કારનાં વેધક સ્મરણો સાથે સંકળાયેલ હોવાથી ‘ફલ્થ” નદી, કવિ માટે “તીર્થધામ બની ગઈ હતી. દેવજી. રા. મોઢાની કવિતામાં (‘શ્રદ્ધા') જિંદગીને અર્થવતી અને મૃત્યુને મૂલ્યવંતુ કરવાનો ઉત્સાહ છે. પ્રિય સ્વજનના મરણનો ભાવ હૃદયસ્પર્શી રીતે આલેખાયો છે. પિતાના મૃત્યુનો શોક પોતાનાં સંતાનો થતાં, એમણે દાદા ગુમાવ્યાની પ્રતીતિ સાથે ગિણતર બને છે. તો “મારી માતા આવી ગઈ યાદ જેવા સાદા સરળ વચનમાં મૃત જનનીના સ્મરણથી જાગૃત થતી શોકવૃત્તિનો આછોઘેરો રંગ પુરાય છે. બેનીના મૃત્યુનો ઘા તો વળી ખૂબ જ અસહ્ય બને છે. શોકની પરાકાષ્ઠા છતા “સદાય હસશું અમે, રસશે જિંદગી હાસ્યથી' એવી પ્રતિજ્ઞાને ભૂલતા નથી. “કેવડી ખોટ' સદૂગત પિતાને ઉદ્દેશી લખાયેલી કરુણપ્રશસ્તિ છે. ઘણાં વર્ષે પિતાનું મૃતિ કાવ્ય લખવા બેઠેલ કવિનો સ્મર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 185 દીવો જરા પણ ઝાંખો થયો નથી. ઠેલી દીધો સમુદ્ર’ બહેનના મૃત્યુ આઘાતને વર્ણવતું ચોટદાર મુક્તક છે. ઘા ઉખેળી ફરીથી મુજને ઠેલી દીધો સમુદ્ર” 33 ‘તારિકા” કાચી વયે મૃત્યુ પામેલી બહેનની સંસ્કૃતિને વાચા આપે છે. “હજુ ક્ષિતિજે ઊગે ન ઊગે ; સ્થિર થાય આભમાં, ને થાય ત્યાં તારિકા અણચિંતવી ક્યાંક સરી ગે ને નભની નિહારિકાને સૂની કરી ગઈ” 34 સ્મરણોને દૂર કરી શકાતાં નથી. સ્મરણના ડંખ રહી રહીને પીડા આપે છે. આયુષ્યની વીશી વટીને બીજીમાં હજુ પ્રવેશ માત્ર કર્યો. તે ઈર્ષાળુ ભાગ્યે બહેનને લઈ લીધી. જેનું કરુણઘેરું નિરૂપણ “સગતબહેનને'માં વ્યક્ત થયું છે. ૧૯૫૯માં મોઢા “આરત' કાવ્યસંગ્રહ આપે છે. સદ્ગત ભગિનીને બહેનના મૃત્યુની સ્મૃતિથી થયેલા ચિત્તક્ષોભમાંથી રચાયેલું સામાન્ય કાવ્ય છે. જો કે એની અભિવ્યક્તિ કાર્યની ઊંડી ધારાથી રસાદ્રિ બની છે.” “મૃત્યુનો તાર ત્રાટક્યો’ શબ્દો વિધિના ક્રૂર પંજાને યથાર્થ રીતે ચિત્રિત કરે છે. “તૃષા' કાવ્યસંગ્રહમાં દેવજી મોઢા મૃત્યુજન્યવિરહપીડાની કવિતાઓ તો આપે જ છે. પણ કવિતા દ્વારા સ્વર્ગવાસી પત્નીની વિરહાકુલ દશાને પણ સચોટ રીતે આલેખે છે. પત્નીના મૃત્યુજનિત વેદનામાંથી રચાયેલી કવિતા-માંનો મૃત્યુલોક અને સ્વર્ગલોકને સાંધતો વિરહ, કવિકલ્પનાના બળે અવારનવાર સંયોગ' બની રહે છે. પ્રિયતમાને બોલાવવા છતાં એ ન આવતી હોવાથી વ્યક્ત થતો મીઠો રોષ અંતે કરુણનો જ પર્યાય બની રહે છે. “કલહમાં સદૂગત પત્નીને યાદ કરી સ્ત્રીઓના રીસાળ સ્વભાવની નોંધ લેતા કવિ પ્રિયતમાના દ્રગ-જલ અને રોષ છણકાને લીધે જીવતર મધુર બન્યાનું કબૂલે છે. જનેતા, ભગિની, દાદીમા, પુત્રી.... સૌને અગ્નિમુખનો કોળિયો થતાં જોયાં, ને એ ઓછું હોય તેમ ઓચિંતી પત્ની પણ મૃત્યુમુખે હોમાઈ. ને વધુ એક ભડકો” સદ્ગત પત્નીને ચંદન કાષ્ઠનું દહન ન આપી શક્યાનો વસવસો કવિને હંમેશ રહ્યો. (‘એકલો) પત્નીના અવસાને વ્યથિત બનેલા કવિ આત્મદર્શન કરે છે. પત્નીને કાંટો વાગતો, તોય કકળી ઊઠતું કવિ હૃદય વહાલીને જલતી ચિતામાં, પ્રજળતી શી રીતે જોઈ શક્યું? કવિની કલ્પના તથા ભ્રમણાની પરાકાષ્ઠા તો ત્યાં છે કે પત્ની ઘેર આવી પતિની આંખો દબાવી “કોણ હું? એવો પ્રશ્ન કરે છે. ને સ્પર્શધ્વનિ, મહેક વગેરેને ઓળખી લે છે. સદૂગત પત્ની આવે છે ત્યારે પતિને જે આનંદાનુભવ થાય છે, એનું કાવ્યમય વર્ણન આવી ગયાં તમે? માં કવિએ કર્યું છે. અલબત્ત આ બધું સ્મરણ કારુણ્ય જ છે. “કો કેસૂડાં સમ ખાખરે આવી ગયાં તમે કોળ્યાની જેણે આણ તે આંબોય મહોર્યો, એનેય થઈ શું જાણે કે આવી ગયાં તમે ?" 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 186 એકલતાની કરુણા ક્યારેક કવિને સંસારના વૃક્ષ પરથી ખરી જવાની ઇચ્છાય કરાવે છે. ૧૯૮૨માં “અમૃતા' સંગ્રહ દેવજી મોઢા આપે છે. એક સ્વજન મૃત્યુ પામતાં બાકી રહેલાની સ્થિતિ અત્યંત દયનીય બને છે. “તું નવ ગેમાં કવિનો એક જુદો જ વિચાર પ્રગટ થાય છે. પત્ની અવસાન પામી હોય તેમ કવિનું મન કબૂલતું નથી. પણ એકાએક કવિની આંખ સમક્ષ સ્મશાને ચેતેલી ચેટ દેખાય છે. પત્નીની સુંદર સુંવાળી કુસુમકાયાને અગ્નિને હવાલે પોતે જ તો કરેલી. પત્ની સૂક્ષ્મરૂપે પોતાની વધુ ને વધુ પાસે, સાથે હોવાનું આશ્વાસન કવિ મેળવે છે. “સ્મશાનેથી વળતાં” પણ સ્વાનુભૂતિમાંથી ટપકતી કરણાનું કાવ્ય છે. લાકડા અને છાણાની સાથે પત્નીને બાળી નાખી એ વિષાદ કવિ કેમેય ભૂલી શકતા નથી. ખાલીપો' કાવ્ય પણ પત્ની જતાં જીવનમાં વ્યાપેલા સૂનકારનું નિરૂપણ કરે છે. “સદ્ગતસુતા' કોઈ પણ પિતાના નિર્ચાજ ઉદ્ગારનું પ્રતીક બની રહે છે. અશ્રુ ભલે વહે, પણ સુતાની મૃતિ ટકે એવી અભિલાષા કવિની છે. સ્મરણલોપને કવિ જીવનલોપ કહે છે. “ચહું' કાવ્ય પણ સદ્દગત પુત્રીના સંદર્ભમાં રચાયું. પુત્રીને સીધોજ પ્રશ્ન કરતા હોય તેમ કવિ કહે છે. અહીં એવું તે શું દુઃખ હતું કે આવું ભર્યુંભાદર્ય ધર છોડીને જવું પડ્યું? પણ પુત્રી હયાત નથી, એ સમજાતાં હૈયે ડૂમો ભરાય છે. ને આંખથી અશ્ર ઝરે છે. એકાએક ચાલી જઈ બધાને દઝાડી, સૌને વેરાન કરી ગયેલી પુત્રીનાં સ્મરણને ‘ટહુકશે” માં ફરી વાચા અપાઈ છે. “મોરગળક્યા'માં ગોરંભાયેલો ઘન, ગાજવીજ બધું તો છે. પણ માની પાંખમાં ભયભીત બની ભરાઈ જતી દીકરીની હયાતી ન હોવાનો વલોપાત વ્યક્ત થયો છે. “અવસાન” કાવ્ય પણ ગોળીથી કોઈએ વીંધી નાખેલા વિહગશિશુની વાત દ્વારા કવિની પુત્રીના અવસાનનું જ સૂચક બને છે. મિત્રપુત્રના અવસાન વખતે સ્વાનુભવની વેદનાને કારણે આશ્વાસન આપતાં કાવ્યનાયક કહે છે. “સગા હાથે ચિતામાં શિશુની કાયા મૂક્યાનું ઘણું કપરું છે. સમય એનો ચહેરો ભૂલવવા મથશે, સ્મરણ પણ.... ને છતાં પુત્ર સાથે જીવેલી બધી ક્ષણોને સ્મરણદ્વારા ફરી જીવી લેવા તેઓ અનુરોધ કરે છે. સ્નેહસરિતા'ના કવિ જયેન્દ્રરાય દૂરકાળે ઉત્તરવિભાગમાં મૂકેલી “સ્નેહસરિતાને આનંદશંકરભાઈએ “કરુણપ્રશસ્તિ' તરીકે ઓળખાવી છે. આ કાવ્યસમુચ્ચયનું નિમિત્ત કવિનાં પત્ની સંયુક્તાનું અવસાન છે. વિ. સં. ૧૯૭૯ની વસંતપંચમીએ પત્નીનું, એ પહેલાં સાતેક વર્ષે સં. 1972 લેખકના નાનાભાઈનું ને સં. 1982 ભા. સુ. 1 ને રોજ પુત્રનું અવસાન થાય છે. પત્નીનું અવસાન થતાં નિર્મળ સ્નેહસરિતા, જે એકને પરિતોષ આપતી હતી તે સમગ્ર વિશ્વને પરિતોષે એવી વ્યાપક સ્નેહભાવનાનો ઉલ્લેખ થયો છે. ક્યારેય વંચના ન કરનાર પત્ની એકાએક આમ છેતરીને સ્વર્ગે કેમ ચાલી ગઈ એ સમજાતું નથી. અહીં ભાવો ખૂબ સામાન્યતામાં સરી પડ્યા છે. વસંતપંચમીને દિવસે પત્ની અવસાન પામતાં પોતાની જીવનવસંત વિલાયાનો કવિને અનુભવ થાય છે. (“સંભારણાં') “હું જાઉં તો મહારી કવિતા લખો કે? એવું મજાકમાં પૂછનાર પત્ની સાચે જ ચાલી જતાં કવિ હૈયું બહાવરું બને છે. સદૂગત પત્નીનાં સ્વપ્નો અદશ્ય પત્નીને જાણે દશ્યમય બનાવી દે છે. વિદેહી પત્નીએ કવિને ઈશ્વરના મહિમાનું દર્શન કરાવ્યું. “રૂઢસંસ્કારમાં પત્ની સાથેના - ભૂતકાળનાં સહવાસસ્મરણોને વાચા અપાઈ છે. ભાવનાઓની એ સૌરભ, તથા માધુર્યની અષાઢહેલીઓ ભુલાતી નથી. તો બીજી બાજુ વર્તમાનનો વિચાર કરતાં શોકાગ્નિમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 187 સરતાં અશ્ર પ્રગટે છે, પાછા શમે છે. પાછાં સરે છે. “ખંડ-૨'નાં “અધ્ય', “શ્રાદ્ધ' અને શ્રદ્ધાંજલિનાં કાવ્યો પણ સદ્દગત પત્નીને જ અર્પણ થયાં છે. “જન્મતિથિ' પણ પરોક્ષ રીતે સદ્ગત પત્નીને અંજલિ આપતું કાવ્ય છે. જનાર જાય પછી હયાત રહેનારની વ્યથા અકથ્ય હોય છે. પોતાના હૃદયનો વલોપાત મૃત પત્નીને શી રીતે દેખાડી શકવાનો એ પ્રશ્ન સંદેશામાં વ્યક્ત થયો છે. તો અહીં રહેલાં સ્વજનોનાં ઉન્ડાં ઝાંખમાં આંસુ રખે પત્નીને દેવદર્શનમાં બાધારૂપ બને એની ચિંતા “પરલોકનાં પ્રયાણ'માં વ્યક્ત થઈ છે. દેવપૂજા કરવા બેસતી વખતે પણ સદ્દગતનાં સ્મરણો જાગી ઊઠતાં વિષાદજન્ય અથુ ઉભરાતાં સમાધિમાં એકરૂપ બનતાં, એ અશ્રુ પ્રભુ માટેનો પ્રસાદ બની રહે છે. હજુ આ બધાં દુ:ખ ઓછાં હોય તેમ પુત્રનું અવસાન થાય છે. જે પ્રથમ શોકને વધુ ઘેરો બનાવે છે. સદ્ગત પુત્રની સૌમ્ય અને રમ્ય મૂર્તિને તેઓ યાદ કરે છે. દેશળજી પરમારે (જન્મ ૧૩/૧/૧૮૮૪/અવસાન-૧૯૬૬) ૧૯૧૧માં પત્નીનું અવસાન થતાં સદ્ગતાની સ્મૃતિમાં “મણિમંદિર' નામનો પચાસ રાસનો એક સંગ્રહ તૈયાર કર્યો. “આ સતામાં કાવ્યનાયકને સ્મરણસંગે મૂકી વિપ્રલંભ કરુણને સર્જી ચાલી ગયાનો વિષાદ વ્યક્ત થયો છે. “સ્નેહને મૃત્યુ નથી હોતાં એવી શ્રદ્ધાય ક્યારેક ડગી જાય છે. પત્ની ચાલી જતાં પ્રીતની અમર ક્ષણ લુપ્ત થયાનું અનુભવાય છે. (‘અષાઢસ્ય પ્રથમ દિવસે') “સ્વપ્નમૂર્તિ' પણ સદૂગત પત્નીને જ અનુલક્ષીને લખાયું. એકાએક કોઈ રજતવરણી વિસ્તરતી દેવદૂતી પાંખો મઘુતિ પ્રકાશતી અનુભવાય છે. પણ એ સ્વપ્નભોમમાંથી જાગ્રત થતાં જ વાસ્તવનું ભાન થાય છે. “સહચરીને'માં પણ સદ્ગત પત્નીનાં સ્મરણોની દાહકતાના અનુભવની કવિ વાત કરે છે. માતાના અવસાને વ્યાપેલી હતાશાની વાત કવિ કાલિંદીમાં કરે છે. ૧૯૨૨માં બાળપુત્ર પ્રવીણના અવસાન નિમિત્તે લખાયેલા “સપ્તર્ષિને આરે' કાવ્યમાં વસુંધરાને આપેલો એ બાળ જાણે મૂઢ બનેલા પિતૃહૃદયને “બાપુ” કહી જગાડતો હોય એવી અનુભૂતિ એમને થાય છે. પુષ્પસમાં બાળકના મૃત્યુ પછી પિતૃહૃદય સૂનું બન્યું છે. મૂગાં બનેલાં ફૂલ જાણે કવિથી રિસાઈ ગયાનું તેઓ કહે છે. લાડે રમાડું બાળ મીટ ભરો મીઠડી નીંદરને ઘેન, કેમ ઝડપાઈ ગયાં ફૂલ મારાં રિસાઈ ગયાં."૩૬ કવિતામાં જ્યાં જયાં સ્વાનુભૂતિની સચ્ચાઈ આવી છે. ત્યાં એ વિશેષ અસરકારક બની છે. રમણલાલ વસંતલાલ દેસાઈ (182/1954) 1935 ડિસેમ્બરમાં નિહારિકા કાવ્યસંગ્રહ આપે છે. “વિધવા' કાવ્યમાં સ્વજન મૃત્યુએ ઉદ્વિગ્ન બનેલી સ્ત્રીની મનોવ્યથા પ્રગટ થઈ છે. પોતાના હૃદયને ઉદેશીને એ કહે છે હવે તને ધડકવું શું ગમે?” વિધવાનાં અશ્રુનું કવિ અહીં સુંદર વર્ણન કરે છે. “આકાશે નથી વાદળી નવ હજી વીતી ગઈ રાત્રિ વાત . ક્યાંથી આ સમયે તુષાર P.P.AC. Gunratnasuri M.S. સરીખાં ભીનાં ખરે મૌક્તિકો” 30 un Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 188 નાયિકા આંસુને પાછા વળવા કહે છે, કારણ આંસુને લૂછનારો તો સદા માટે ચાલ્યો ગયો મગનલાલ ભૂધરભાઈ પટેલ ‘પતીલ'ના કાવ્યસંગ્રહ “પ્રભાતનર્મદા” (૩૧/૧૨૪૦)માં વર્ઝવર્થની ભૂસી ગ્રે'ના “ગુમ થયેલી ગુલાબ'ના અનુવાદ-કાવ્યમાં શરૂમાં કવિ સ્મશાન વર્ણન કરે છે. કાદવમાં ખૂંપી ગયેલી ગુલાબ અંતે એક કલ્પનારૂપે, સ્મરણરૂપે જ રહી હોવાનું કવિ કહે છે. “દરિયા પર નાવ ડોલતી' કાવ્યમાં મૃત્યુ પામનાર સ્વજનના બાકી રહેલા સ્વજનના આઘાતની પરાકાષ્ઠા એવી કરુણ રીતે વ્યક્ત થઈ છે કે, તેઓ મૃત્યુને નહિ, પણ મૃત્યુ પામનાર સ્વજનોને “નૃશંસ' કહી બેસે છે. કવિ મગનલાલ ભૂધરભાઈ પટેલ (પતીલ) પિત્રાઈ ભાઈ વૃજલાલના અવસાન બેચેન બનતાં ‘વિષાદ' નામનું કાવ્ય આપે છે. મિત્ર સમા ભાઈના મૃત્યુની વેદના મગજને ખાલી બનાવી વિષાદજ અનુભવ -કરાવે છે. “સ્વજનવિરહ' કાવ્ય સદ્ગત સ્વજનોના વિયોગને કારણે સોહામણું સ્વવાર સરકી ગયાની અનુભૂતિને તીવ્ર રૂપે રજૂ કરે છે. કવિ કહે છે “દીઠા કદીય આવતા, કબરમાંથી પત્રો તમે ? તો મિત્રાવસાને મૃત્યુવત્ વેદનાનો અનુભવ “દીઠો મેં દોસ્તને મારામાં રજૂ થયો છે. જીવતાં જીવત જાણે કફન અને જનાજાનો અનુભવ થયો છે. કવિ શંકરલાલ પંડ્યા “મણિકાન્ત-કાવ્યમાળા' (1928 ઈ. સ.) પ્રગટ કરે છે. જે એમના હૃદયના ખળભળાટમાંથી ઊભી થઈ છે. નિર્ભાગી નિર્મળા યાને એક યુવકની કરુણાજનક પ્રેમકથા એમના જમાનાનું અતિ લોકપ્રિય થયેલું કથાકાવ્ય છે. નિર્મળા અને શશિકાન્તનો પ્રણય કરુણમાં પરિણમે છે. નિર્મળાની નવી માની ચડવીથી એના લગ્ન બીજે ગોઠવાતાં એ આત્મહત્યા કરવાનો સંકલ્પ કરે છે ને પોતાના લગ્નની કંકોતરી શશિકાન્તને મોકલે છે. જેમાં પોતે મૃત્યુ સાથે પરણવાની હોવાનો સંકેત આપે છે. શશિકાન્ત પણ બે વખત દેહ ત્યજવા પ્રયાસ કરે છે. અંતે એક વખત નદી કિનારે ભેખડ પરથી નદીમાં પડે છે. વિદ્યુતના ચમકારથી ચળકાટ જળમાં થઈ રહ્યો હે નિર્મળા ! એવું વદી શશિકાન્ત જળવાસી થયો” 8 ને ગામમાં એની પથ્થરની સમાધિ ગામલોકો ચણાવે છે. કવિ નલિન મણિશંકર ભટ્ટ ૧૯૩૨માં “નલિનીપરાગ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. વીજળીની જેમ થોડુંક અલપઝલપ ઝબકી થોડું જીવી વિસ્મૃતિમાં ધરબાઈ ગયેલી પ્રિયાની શોધ કરતો નાયક મૃત્યુને ઉદ્દેશી કહે છે. ક્યાં છુપાવ્યાં મરણ વદ ને અસ્થિશેષો પ્રિયાના” ? 36 મૃત્યુ પર પ્રિયાના અસ્થિશેષ છુપાવ્યાનો આરોપ કરાયો છે. “ક્યાં ગઈ તું એકલી'? માં પણ પ્રિયતમને છોડીને ચાલી ગયેલી મૃત્યુ પામેલી પ્રિયતમાનો ઉલ્લેખ છે. ‘વિલાપ'માં પ્રિયા ચાલી જવા છતાં એની જીવંત પ્રતિકૃતિ બધે જોવા મળતી હોવાનો સંતોષ વ્યક્ત થયો છે. પ્રિયાના મૃત્યુએ હૃદયમર્મ તૂટ્યા હોવા છતાં જીવન કરતાં મૃત્યુને વિશેષ પ્રેમસભર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 189 ગણાવાયું છે. પ્રિયતમાની અંતિમવેળાની પ્રેમળ નજર કાવ્યનાયક ભૂલી શકતો નથી. (‘છેલ્લી પળો') “પ્રાતઃકાલ તણા પરંતુ સમયે નેત્રો બીડાઈ ગયાં” * મૃત્યુજન્ય વિષાદની વાત કરતાં કાવ્યનાયક ગીતાજ્ઞાન દુઃખસમયે નિરર્થક હોવાનું કહે છે. (“મરણ') “શ્રવણવધર્મમાં શ્રવણની પ્રસિદ્ધ કથા વર્ણવામાં આવી છે. શરૂમાં ભાવિ ઘટનાની એંધાણીરૂપ મૃત્યુજન્ય કરુણ શાંતિનું વર્ણન છે. ભૂલમાં રાજા દશરથ વડે શ્રવણ મરાતાં, દશરથનો વલોપાત હૃદયભેદી બન્યો છે. સમગ્ર પ્રકૃતિમાં એના મૃત્યુની કરુણતા છવાઈ હોવાનું કવિ વર્ણવે છે. શ્રવણના માતાપિતા પણ પુત્રવિયોગ ન સહેવાતાં પાણી વિહોણાં માછલાંની જેમ પ્રાણ ત્યજે છે. રાજાને પોતાની જેમ પુત્રવિયોગે ઝૂરીને મરવાનો અભિશાપ આપે છે. રાજા ત્રણેયની ચિતા રચી અગ્નિસંસ્કાર કરી તર્પણાંજલિ અર્પે છે. ગોવિંદ હ. પટેલ ૧૯૩૭માં “સાવિત્રી'ની કથાને આધારે “તપોવન' નામનું કાવ્ય પ્રગટ થાય છે. આ કાવ્યનો આત્મા જ “કરુણરસ છે. ટૂંક સમયમાં યમ પધારી સત્યવાનના લિંગદેહને પાશબધ્ધ કરી પ્રયાણ કરે છે. ત્યાં કરુણરસની પરાકાષ્ઠા જણાય છે. નયનજળ વહે ? ના રક્ત હૈયાતણું ત્યાં જળમય થઈ જતું, ધર્મપંથે પળાતાં” 41 | મુકુંદરાય પટ્ટણી સાથે પ્રબોધ પારાશર્યે લખેલી કવિતાઓ “અર્ચન' સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. (૧૯૩૮માં) પત્નીના અવસાન નિમિત્તે લખાયેલા “ગતાને' કાવ્યમાં તેઓ સુખની શમી ગયેલી ધમાલનું, ઘરની જીર્ણતાનું, હૃદયના પ્રાણસ્પંદનોના સ્થંભનનું આર્દિકે વર્ણન કરવા છતાં, પત્ની સહવાસની સ્મૃતિને શાશ્વત ગણાવે છે. સગત સ્વજન આવ્યાનો આભાસ કાવ્યનાયકની વ્યાકુળતાની પરાકાષ્ઠા છે. “ક્યાં જવું' ? માંનો મૃત્યુ પામનાર સ્વજનો ક્યાં જવા માગે છે ? પ્રશ્ન માનવ માત્રનો સનાતન પ્રશ્ન છે. તો જનારનેય સ્વજનોનાં આંસુ અને ઘરનાં દ્વાર રોકે છે. એનેય ક્યાં જવું હોય છે? છતાં જવું પડવાનું. પ્રબોધરાય ભટ્ટનો “અંતરીક્ષ' કાવ્યસંગ્રહ ૧૯૬રમાં પ્રગટ થાય છે. ફૂલને અકાળે મચડી ન નાખવા કવિજગત માળીને પ્રાર્થે છે. પારિજાત હજુ પરીઓના પ્રદેશમાં ઊંધે છે. જૂઈ ચમેલીની કળીઓ હજુ તો માની સોડમાં શૈશવની મધુર નિદ્રા માણે છે. કરેણના ફૂલગુચ્છ હજુ તો છોડમાંથી પાંગરી રહ્યા છે. પવનમાં એનું પારણું ઝૂલી રહ્યું છે. ત્યાં એના પારણેથી એને ન વછોડવા કહે છે. પ્રબોધરાય ભટ્ટે “સગત પિતાને' (અંતરીક્ષ)માં પિતાના અંતિમ દર્શન ન કરી શકનાર પુત્રનો વલોપાત વ્યક્ત કર્યો છે. ફરતા વીંટળાયેલા સ્વજનસહિતનો, ચંદનચર્ચિત, ફૂલેવીંટ્યો દેહ જોવા ન મળ્યાનો કવિને રંજ છે. “પિતાની છબી' કાવ્યમાં પણ 15 કાર (પિતાના મિત્ર) છબી લેવા આવતાં, સુકુમાર સંવેદનશીલ છબી માને મળતી ન હોવાની વેદના વ્યક્ત થઈ છે. બાના અંતરમાં રહેલી પિતાની છબી ફોટોગ્રાફર શી રીતે ઉપસાવી શકે? બે પંક્તિના કિરણતા' કાવ્યમાં વર્ષાના અકાળ મૃત્યુનો સંદર્ભ વણાયો છે. જગતને ઠારવા જન્મેલું અમૃત સૃષ્ટિના તાપથી પોતે જ આમ સળગી ગયાની વ્યથા વ્યક્ત થઈ છે. કવિ ગોવિંદ સ્વામી (64/1921 જન્મ 5/3/1944 અવસાન)ની કલાત્મકતા અને વેદનશીલતાને સુંદરમે બિરદાવી છે. શાશ્વત આનંદમાં નિર્વાણની તેમજ અમૃતની પ્રાપ્તિ માટે કવિનું મથન ચાલુ જ હતું. સુંદરમ કહે છે તેમ સાચે જ આ કવિને એમનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 190 ઇચ્છિત એવું મધુર મરણ મળ્યું. પ્રિયજન જતાં બધું ઉજ્જડ બની ગયાની અનુભૂતિને પ્રિય જતાં' કાવ્યમાં વાચા અપાઈ છે. શિશિર સાવ જળી જવા છતાં કોઈ અનંત જીવનરાહની કાવ્યનાયક સતત આશ રાખી બેઠા છે. પ્રિયજન જતાં વિલાઈ ગયેલા સુખની વાત “તું જતાં'માં થઈ છે. અન્યોન્યના સથવારે હૈયાં તાજા ખીલ્યા કમળની જેમ ઉપવનમાં વાયુલહેરે મલકી ઊઠતાં, ને પાણીના એક હેલારે નાચી ઊઠતાં.... અચાનક... રે ત્યાં વચ્ચે સમયની કટારે ઉરે કાપ મૂક્યો . હૈયાકેરું અરધ જ કરી સાવ રે છેહ દીધો” 42 ગોમતીને કિનારે'માં પણ પ્રિયજન જતાં કરુણમધુર સ્મરણો આશ્વાસનરૂપ બની રહ્યાની વાત રજૂ કરાઈ છે. “મૃતિ પણ સ્મરણલીલાનું જ કાવ્ય છે. સ્વજનજીવન અને સ્વજનમૃત્યુની સ્મરણલીલા કાવ્યનાયકની આંખે તરવરે છે. રમણિક અરાલવાળા ૧૯૪૧માં “પ્રતીક્ષા કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. કવિએ વતનની યાદ સાથે સગત માની સ્મૃતિને જોડી દીધી છે. “વતનનો કાંટો'માં શૈશવ સ્મરણ સાથે સદ્દગત માનાં સ્મરણો સંકળાયાં છે. વાત્રકકાંઠે દેખીતું પ્રકૃતિ કાવ્ય લાગે. પણ એની એકએક પંક્તિએ સદ્ગત માની સ્મૃતિનું આલેખન છે. - “સૂતાં આજ ત્યાં ભરી નયનમાં અધૂરી ઊંઘ આયુષ્યની” 43 અગ્નિને કવિ અરાલવાળા “અદય' કહે છે. કારણ એની માને એણે ભસ્મીભૂત કરી છે. કવિએ હજુ એક પણ પુષ્પ ધર્યું નહતું ત્યાં તો “ત્યાં સુમન શાં જ ચૂંટાઈ એ અનંતયુગથી ઊણી સુકવવા ગયાં છાબડી ચલી વિમલ ચંદિરા” જ તાપણું' કાવ્ય પણ માતૃસ્મરણ સંવેદનાનું કાવ્ય છે. બાળકોનો વિકાસ અપૂર્ણ રહ્યાની કકળતી આંતરડી સાથે મા વિદાય થઈ.... મા વિના વહાણું તો વાય છે. પંખી બધાં ગાન ગાય છે. પવન લહેરાય છે. પ્રકૃતિ એની એ છે. પણ કવિ માટે એ બધું સૂનું છે. એ વેદના તારા વિના' કાવ્યમાં રજૂ થઈ છે. “મૃતિરક્ષામાં પણ એવી શીતલ છાંયડી પાછી નહિ મળવાનો નિર્વેદ વ્યક્ત થયો છે. હવે તો સ્મરણો જ આશ્વાસન. કવિ રમણિક અરાલવાળા સ્વપ્નખંડેર'માં મિત્ર શાંતિલાલ જૈનીની સ્મૃતિ શબ્દબદ્ધ કરે છે. મિત્રના અવસાનને કારણે કવિને હવે સૂરજ, ચંદ્ર કે સચ્ચિદાનંદમાં શ્રદ્ધા રહી નથી. તો “સળગતી સ્મૃતિ' પણ મિત્રને અપાયેલી સ્મરણાંજલિ છે. મિત્ર જતાં જીવન ભલે થંભી ન ગયું હોય પણ એ પાયામાંથી ડગમગી તો ગયું જ છે. “વિખૂટા મિત્રને'માં પણ મિત્રને શ્રદ્ધાંજલિ અપાઈ છે. જો કે ભૂતકાળની મૈત્રીગાથા યાદ કરી નયનને સહેજપણ ભીનાં કરવા તેઓ ઇચ્છતા નથી. તો નપાસ થયેલા નાનાભાઈને આશ્વાસન આપતાં કવિ માને યાદ કરે છે. મૃત્યુ પામીનેય જીવી જવાની રીત જાણે મા શીખવી ગઈ હોવાનું કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 191 રમણ વકીલ ૧૯૪૦માં ‘ચિત્રલેખા' કાવ્યસંગ્રહ આપે છે. “માર્ગદર્શન' કાવ્ય સાત જ દિવસના સંતાનના અવસાનને ઉદ્દેશી લખ્યું. સ્નેહભરી માનું દૂધ પણ પીધું ન હતું. ને એણે અદશ્યમાં ગતિ કરી. પિતાના આનંદઅંજનને એ મૃત્યુએ એકાએક ભૂંસી નાંખ્યું. કેશવ હ. શેઠનો કાવ્યસંગ્રહ “પદ્યપરાગ' ૮/૫/૪૬ના રોજ પ્રગટ થાય છે. આરામગાહ' કાવ્યમાં તેઓએ પ્રિયાવિયોગનું સુભગ દર્શન કરાવ્યું છે. જીવનના ચિદાકાશમાં બીજ ઊગી, ચમકી ને આથમી ગઈ. જયમનગૌરી પાઠકજી “તેજછાયા' સંગ્રહમાં “સ્વ. કમળાશંકર ત્રિવેદીને નિવાપાંજલિ અર્પતાં કમળાશંકરની ગુણપ્રશસ્તિ કરે છે. અનંતકાળ વહી જશે તોય એ અક્ષરવાડીનાં પુષ્પો સુકાવાનાં નથી એમ તેઓ કહે છે. નેત્રે નીરભરી હળવી શબ્દમાળ તેઓ સદ્દગત સદગુરુને અર્પે છે. જયમનગૌરી પાઠકજીએ “તેજછાયા' નામના કાવ્યસંગ્રહમાં “સંભારું' કાવ્યમાં સદ્ગત પ્રિયતમનાં સ્મરણો વાગોળતી નાયિકાનું ચિત્ર આપ્યું છે. અથુ ઝરવા છતાં એ સ્મરણો એને મધુર લાગે છે. તો સંતાનના મૃત્યુની વ્યથા “એક બાળકનું મૃત્યુમાં શબ્દાંક્તિ થઈ છે. બાળકની હયાતી સમયના સ્મરણને વાગોળતી કાવ્યનાયિકા બાળકના મૃત્યુને સ્વીકારી શકતી નથી. અંતે સ્મરણને જ આશ્વાસન રૂપ ગણવાં પડે છે. દીકરી કલ્પનાના અકાળ અવસાન પછી દસ વર્ષે લખેલું “કલ્પના' લીના મંગલદાસનું એક નોંધપાત્ર સર્જન છે. ગદ્યકાવ્યની કોટિમાં મૂકી શકાય એવું આ લખાણ છે. અનુભૂતિની સચ્ચાઈ અહીં હૃદયસ્પર્શી બની છે. મૃત્યુ પામેલી બાળાને ઉદ્દેશી કવયિત્રી પ્રશ્ન કરે છે. “રગેરગ શ્યામલ છાયા ક્યાં જાંબુ ખાઈને હોઠ કાળા કર્યા? બાળકીના ભૂતકાળનાં સંસ્મરણો વધુ દઝાડે છે. સવારે સ્મશાને જવાની તૈયારી કરવાની, માના દેહમાં અગ્નિરૂપ બીજ સંચાયું હતું. તે બીજ તે આ બાળક.... આજે પિતાએ જ એને માના ખોળામાંથી લઈ કાષ્ઠની ચિતા પર મેલી દીધું.... તેમણે આપેલું બીજ તેમનાથી જ અગ્નિમાં પાછું અપાયું. મૃત બાળકના જન્મ સમયનો ભૂતકાળ લેખિકા યાદ કરે છે. આવ્યાં ત્યારે અમર થઈને રહો' એ હાલરડું આજ ઘડીકમાં અદશ્ય અગોચર થયું. એ એની ફૂલપાંદડી શી આંગળીઓનો સ્પર્શ એ એનો “મા....મમી” અવાજ, એની કાળી કીકીનો ચમકાટ.... તેના રાતા ગાલ, એ રૂપ.... એ તેના વાળની સુવાસ, બધું જ અદશ્ય થઈ ગયું. પ્રો. ગોવિંદભાઈ પટેલે ૧૯૬૦માં પિતાના મૃત્યુથી પ્રાપ્ત થયેલ વિષાદમૃતિ અને દર્શન “પિતૃવંદના' કાવ્યસંગ્રહમાં વ્યક્ત કર્યા છે. પિતાનો સ્વર્ગવાસ 20 સપ્ટે. ૧૯૫૯ને માતાનું અવસાન 14 સપ્ટે. 1967. સૌ વહેલું મોડું જતું એ વાત સમજવા જાણવા છતાં, જ્યારે સ્વજનનું મૃત્યુ થાય ત્યારે હૈયે હામ રહેતી નથી. વિધાતા સામેનો આક્રોશ વધે છે, તત્ત્વનું ટૂંપણું ત્યારે તુચ્છ ભાસે છે. પિતા જતાં કપાળે હાથ મૂકી ભાગ્ય પર, દુખાર્ત બની રડતી કકળતી, બહાવરી બની વિશૂન્ય ઘર જોઈ, હીબકાં ભરતી માના શબ્દચિત્રમાં સાદગીનું કરુણઘેરું સૌદર્ય જોવા મળે છે. પિતાના મૃત્યુદિન વસમો લાગ્યો હતો. પણ પછી ચિત્ત સ્વસ્થ થતાં મૃતિઓ દીપ્તિમંત બની રહે છે. ક્યારેક મમત્વભરી સ્મૃતિ જાણે પોકારી પોકારી કહે છે “પિતાશ્રી અહીં છે, અહીં છે, અહીં છે.” “માતૃવંદના'માં ૧૯૬૭માં મૃત્યુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 192 પામેલી માની સ્મૃતિઓ ગોવિંદભાઈએ શબ્દબદ્ધ કરી છે. તુલસી વિલાઈ જતાં તુલસીની ક્યારી પ્લાન બને, એમ મા જતાં ઘર સૂનું બન્યાનું કવિ અનુભવે છે. કવિ માને પતાસા જેવી મીઠી શિક્ષિકા તરીકે ઓળખાવે છે. “મને નહિ દવાનું વ્હાલ હતી વ્હાલપોની દવા” 41 માનાં અંતિમ દર્શન કરવા સદભાગી ન થયાનું કવિને ઘણું દુઃખ હતું. હવે તું જ શરીર તો કજળી પંચભૂતે ભળ્યું હવે નયન બીડી સૂક્ષ્મ થકી ભળવાનું રહ્યું જ ગોવિંદભાઈ પટેલ નાની બાળકી મનીષાના અવસાનના દુ:ખને હળવા કરવાના માર્ગ તરીકે કાવ્યાભિવ્યક્તિને શ્રેષ્ઠ ગણે છે. ૧૯૬૯માં “સત મનીષાને' લખ્યું. જો કે સંતાનમૃત્યુના દુઃખને અક્ષરદેહ આપતી વખતે પણ કવિપિતાએ ભરપૂર યાતના અનુભવતાં વચ્ચે ક્યાંક કલમ મૂકી દીધી હતી. કવિ કહે છે “હંયાં રહ્યાં તાં દ્રવી એવી રીતથી છે કે જ્ઞાન સૌ પલળી જતું ત્યહીં” 40 મૃત્યુ પામેલી દીકરીની આંખમાં કાજળરેખ આંજી, ગાલ પર ઝીણું ટપકું કર્યું. ને કપાળેય ઝીણી કાળી બિંદી કરી પછી સુકોમળ દેહને પુષ્પોથી ઢાંકી દીધો. “કૂલો થકી તું રહી મઘમઘી ને - તું શાં બન્યાં સુંદર ફૂલ સંગતે” 48 રાતાં વસ્ત્રોમાં વિંટાળી, જાળવીને એને હાથમાં લઈ, કવિ પિતાએ, એના પર ચુંબન વરસાવી હૈયાફાટ રુદન કર્યું. ફૂલ જેવી બેબીને ઉપાડતાં કવિ પર્વત ઉપાડીને ચાલતા હોવાનું અનુભવે છે. “માથું કરો ઉત્તરમાં, મૂકી દો” 49 પડોશીના એ વ્યવહાર-બોલમાં કવિને જાણે લોકક્ષયકૃત પ્રવૃધ્ધનો અંતરને ભેદી નાખતો આદેશ સંભળાયો. છેલ્લે છેલ્લું મુખદર્શન કરી વસ્ત્રથી મુખ ઢાંકી, વેદનાને અંતરમાં ભારી રાખી અનંત પારણે સુવાડતા હોય એમ ઊંડાણમાં દીકરીને મૂકી દીધી. એના પર યંત્રવત સુગંધી દ્રવ્યો, મીઠાઈના પીંડ, પુષ્પો દ્રવતે આંસુએ મૂક્યાં. - “બેબી મને તું ન કઠોર માનતી જાણું નહીં આ બધું શું થતું રહે 50 એક, બે, ત્રણ, એમ દોહ્યલી ક્ષણો વીતતી ચાલી, ભીની માટીએ એને દબાવી. દાટી તોય જાણે એ પહેલાની જેમ જ હસી રહી. ત્યાં ઘીનો દીવો પ્રગટાવ્યો. ને એ સાથે જ બેબી પણ જાણે નાની જ્યોતિ સ્વરૂપ બની. નિર્મોહી શી નિજત્વને પ્રકાશી રહી, ઘેર આવ્યા પછી ખાલી હાથમાં માત્ર શોકને ઝુલાવવાનો રહ્યો. તારા વિનાના કર ખાલી એ હવે, ઝુલાવવાનો અવ ત્યાં શું શોકને” ચિરંજીવી મનીષા સદૂગત બની ગઈ. હવે અગણ્ય સ્મૃતિરૂપે જ એને યાદ કરવાની હતી. સ્વજનના મૃત્યુ સમયે ઋણાનુબંધ સહુ આવતું જતું S1 P.P. Ac. Gunratnastics Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 193 આત્મા નશ્વર નથી, એ જાણવા છતાં કવિ હૈયું રડી ઊઠે છે. દુર્ગેશ શુક્લ ૧૯૪૯માં “ઝંકૃતિ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. સ્વ. પિતાને બીલીપત્ર' કાવ્યમાં અંજલિ આપતાં કૃતાંતની કરાળ વિષફૂંકને યાદ કરે છે. ચિતાના તણખાઓ થોડી ક્ષણે ઝળહળી જાતે જ પછી ઊડી ગયા હતા. શોકપૂર્ણ સ્મૃતિ પણ કરુણરમ્ય માધુરી સર્જે છે. પિતાનાં વચનો કાને ન ધર્યાનો વસવસોય વ્યક્ત થયો છે. અધિક નેહની આ દશા” કહી સદ્ગત પિતાની તેઓ ક્ષમા માગે છે. હસમુખ મઢીવાળા ૧૯૫૬માં “આશ્લેષ” નામનો કાવ્યસંગ્રહ આપે છે. “અમે રોયાં નામના કાવ્યમાં જુદા જ પ્રકારનો વિષાદ રજૂ થયો છે. બહેનના મૃત્યુ માટે અસંખ્ય કલેશને યાદ કરી રહ્યા છતાં જીવનના કલેશમાંથી બહેન મુક્તિ પામી એનો સંતોષ તેઓ કબૂલે છે. કવિ હસમુખ મઢીવાળા (“આશ્લેષ') “ભાઈનું મૃત્યુ” કાવ્યમાં કારમાં કાળને મૃત્યુના પર્યાય તરીકે ઓળખાવે છે. ને કાળના હાસ્યને “કાળું' કહે છે. ૧૯૦૯માં જન્મેલા (૧૯૭૭માં અવસાન) કવિ પ્રફ્લાદ પાઠકનો ખરતા તારાને મરણોત્તર સંગ્રહ ઈ. સ. ૧૯૮૦માં પ્રગટ થાય છે. પરંતુ એમનું કાવ્યસર્જન મહદઅંશે ગાંધીયુગમાં થયું છે. કોમળ, મધુર અને કવિત્વસભર હૈયું ધરાવતા આ કવિની કવિતામાં ચિંતન-મનનની ગાંધી યુગની તાસીર ઝિલાઈ છે. નિજાનંદ માટે કાવ્યો લખનાર આ કવિનાં કાવ્યો એમના અવસાન પછી એમનાં સંતાનોએ પ્રકાશિત કર્યા. કવિ પોતાના અસ્તિત્વને “આંસુડે' કહે છે. ને તે પણ “માતૃચખનું આંસુ', મૃત્યુતટે ઉભેલી માને આંસુમાં વિવશ બની તેઓ જોઈ રહ્યા હતા. (“હું તો છું આંસુડું) પોતાના શૈશવકાળમાં જ મા મૃત્યુ પામી હતી. કવિનું ઉર અશ્રુસિંધુ વહાવી, ખાલી થઈ જઈ રણ બની ગયું હતું. કવિ કહે છે, “બળેલાં બીજોથી કદીય નવઅંકુર નીકળે?” કવિ પ્રફ્લાદ પાઠકે “ઘસઘસાટ ઊંઘી જતાં'માં નાનપણમાં વાંચવા જગાડતી માની સ્મૃતિને તાજી કરી છે. મા ગયા પછી તો આપોઆપ નિદ્રા ઊડી ગઈ હતી. માતૃવિરહ હૃદયને સતત ભીંસતો હતો. “તને સંભારું શું ?' પણ કવિ પાઠકે માને આપેલી અંજલિ છે. મા જતાં બધું કકળી ઉઠ્યું હતું. આંખમાંથી આંસુ નહિ, જાણે રૂધિર ઝમતું. ' ખૂબ નાની ઉંમરે અવસાન પામેલા ભાઈને અંજલિ આપતાં કવિ મીનુ દેસાઈ ભાભીના ખંડિત થયેલા સૌભાગ્યસુખની ચિંતા કરે છે. “નિર્મળાં લોચનમાં મિત્રપત્નીના અવસાન નિમિત્તે મિત્રની વ્યથિત અવસ્થાને રજૂ કરાઈ છે. સ્મરણો રહેશે એ એક જ શ્રદ્ધા રહી છે. “પ્રીત’ નામના કાવ્યસંગ્રહમાં કવિ મીનુ દેસાઈ માને કરેલા ઉદ્દબોધનમાં વ્યક્ત થયેલી પારદર્શક સરળતા આપણા હૃદયને સ્પર્શી જાય છે. માટે તેઓ “યુગયુગની કવિતા તરીકે બિરદાવે છે. મા જતાં જગતને ક્ષણવાર હતઅરથ' (વસંતે) ગણનાર ભાઈશ્રી ગુલાબદાસ બ્રોકરે પોતાના મોટાભાઈના “વત્સલવિવેકને વર્ણવી અપૂર્વ ઋણબુદ્ધિ દર્શાવી છે. “હતઅરંથ દીસે જગત કાં' ? માને અંજલિ આપતું કાવ્ય છે. બધું એનું એ, છતાં મા જતાં બધું બદલાઈ ગયેલું લાગે છે. તો “મૃતિમૂછ મિત્રને અંજલિ આપતું કાવ્ય છે. બ્રોકર એ મૈત્રી સ્મરણો યાદ કરતાં કહે છે. “હેતા વિશ્વના ચળવિકળ તત્ત્વોની વચમાં, બંને મિત્રભાવે કેવા ઊભા હતા? ભૂતકાળના દિવસોની ધન્યતાને યાદ કરતાં ફરીફરી કવિ હૈયું સ્મૃતિમૂછમાં P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 194 ઢળે ને ગળે છે. સ્વ. બહેન શ્રીમતીની ગદ્ય અને પદ્યકૃતિઓનો “અભિલાષ' નામનો મરણોત્તર સંગ્રહ ૧૯૪૫માં પ્રગટ થયો હતો. જેમાં કવયિત્રીએ સ્વ. ગોવિંદભાઈને (ભાઈ) અંજલિ આપતાં એક તારક વ્યોમતલમાં ઊગી ને આથમી ગયાનું કહ્યું છે. હીંચકે હીંચતાં જાણે ભાઈના આગમનના પડઘા સંભળાય છે. પણ એ તો કેવળ ભ્રમણા. “સ્વપ્નવસંત'ના કવિ કુસુમાકરે માતાને અંજલિ આપતાં “મૂક અધ્ય' નામના કાવ્યમાં પોતે હૃદયના ઊર્મિભાવોને વાણી વડે સોંઘા કરવામાં ન માનતા હોવાનું કહે છે. માત્ર મીઠા મૌન પ્રભાવે જ ભવોભવનું ઋણ વ્યક્ત કરવા માગે છે. - કવિ બાદરાયણે એલ્ફિન્સ્ટન કૉલેજના અધ્યાપક પ્રોફેસર કુલકર્ણીની પુણ્યસ્મૃતિનું આલેખન “સ્મરણ' કાવ્યમાં કર્યું છે. અમદાસ કાણકિયાએ (‘દીપશિખા') “પિતૃચરણે નામનું પિતાને અંજલિ આપતું કાવ્ય રચ્યું છે. શાંત અરવ રજનીના વહનમાં પિતાની પુનિત સ્મૃતિ કવિ હૃદયમાં વ્યાપે છે. કવિ ચંદ્રશંકરે (“ચંદ્રશંકરનાં કાવ્યો') માતુશ્રીના અવસાન નિમિત્તે “જાતાં સ્વજન' લખ્યું. જેમાં માતૃશોકની ગંભીર છાયા જોવા મળે છે. કવિને સ્વજનના મૃત્યુ પ્રસંગે જ્ઞાન કે તત્ત્વજ્ઞાનની વાતો જચતી નથી. તો “ચાલી જતાં હા પ્રિય પંડ્યાજી' કાવ્ય મણિશંકર મૂળશંકર પંડ્યાના તા. 4/5/1920 ને દિવસે થયેલા અવસાન નિમિત્તે રચાયું. અહીં પણ કેવળ સામાન્ય ભાવોદ્રક જ છે. પંડ્યાજીના અવસાનના ક્રૂર સત્યને વીસરવાનું કવિ મુશ્કેલ ગણાવે છે. નડિયાદવાસી પ્રતિભાશાળી નવજુવાન પત્રકાર ઠાકોરભાઈને “ઠાકોરભાઈ, આમ તું કાં ચાલ્યો ગયો', કાવ્યમાં અંજલિ આપતાં કવિ ચંદ્રશંકર કહે છે “ઊંચે વ્યોમમાં ઊડવા મથનાર કવિ પોતાના જ છંદમાં ઘૂમવા નીકળી પડ્યા છે.” “વીર વાડીલાલને વિદાયવંદન'માં વાડીલાલના વીરતભર્યા મૃત્યુને બિરદાવ્યું છે. જ્યારે “સદ્ગત સાક્ષર શ્રી છગનલાલ પંડ્યાને અંજલિ આપતાં એમની સજ્જનતા અને સાક્ષાત્કારના સંગ્રામને બિરદાવ્યા છે. મોહનલાલ ભટ્ટ (મોહિનીચંદ્ર) વ્યવહારૂ રૂઢિ અનુસાર મૂકેલી પોક પરથી પિતાના મૃત્યુ સમયે કવિ મોહિનીચંદ્ર “પોક' કાવ્ય રચ્યું. પિતાના શબના કર્ણમાં ગદ્ગદ્ કંઠે ફરી પોક મૂકી ત્યારે, પિતાએ સ્થૂળ શરીરને છોડી દીધું પણ જાણે પિતૃહૈયાને પોકનો આત્મમર્મ સ્પર્શી ગયાનું કવિ કહે છે. “ભસ્મ' કાવ્યમાં મોહિનીચંદ્ર પિતાના ગુણોને અંજલિ આપી છે. પિતાની એકેક ભસ્મકણમાં પિતાના આંતરચિત્તને તેઓ વાંચે છે. સ્મૃતિત્રય'માં પણ પિતાના ભૂતકાળનાં સ્મરણોને વાચા અપાઈ છે. પિતાનું શરીર ભલે ન હોય, પણ સૂક્ષ્મ શરીરે તેઓ અમર હોવાની પ્રતીતિ કરે છે. ઇન્દુલાલ ગાંધીના ઉત્તરીય (1962) સંગ્રહમાં “કોણ નથી એકાકીમાં મૃત્યુની અનિવાર્યતામાંથી જન્મતી કરુણતા નિરૂપાઈ છે. મૃત્યશયા પરના કાવ્યનાયકનાં દુઃખ પરિતાપ વ્યક્ત થયાં છે. પ્રિયતમાને મૂકીને જવાનું ન ગમે પણ મૃત્યુની અનિવાર્યતાને કોણ ટાળી શક્યું છે? ૧૯૨૧માં જન્મેલા કવિ હસિત બૂચ પિતાના અવસાન નિમિત્તે અસ્થિફૂલ પધરાવતાં રગેરગમાં પિતાની યાદના ગુંજારવને અનુભવે છે, ને છતાં સતત નિરંતર કોઈક તેજ એમને પ્રેરણા આપતું હોય એવો અનુભવ થાય છે. એ વાત નિરંતર' સંગ્રહના પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 195 ફૂલ પધરાવતાં' કાવ્યમાં તેઓએ પ્રગટ કરી છે. (1973) પિતાની યાદનો દીવો સ્થિર જલતો હોવા છતાં શૂન્યતાના અંધકારને તેઓ ભેદી શક્યા ન હતા. “તમે છો ના હવે, એ જ સત્ય બીજું બધું છલ’ એ પ્રતીતિ સતત થયા કરી છે. જો કે પિતાની મૈત્રીની મહેક, પિતાજીનો હાથ ખભે મૂકાયાની અનુભૂતિ પિતાના મૃત્યુબાદ પણ તેઓને કરાવે છે. તો સદ્દગત માને અંજલિ આપતાં કવિ માના ગુણોને સંભારે છે. અંતનો શોક ન હોય “મૃત્યુ'ને રડવું ન ઘટે એ સમજવા છતાં, મા જતાં આંખમાંનાં અશ્રુ તેઓ ખાળી શકતા ન હતા. જશભાઈ કા. પટેલ સં. ૨૦૦૬માં પ્રત્યુષ' નામનો કાવ્યસંગ્રહ આપે છે. “જતાં તું કાવ્યમાં મિત્રના મૃત્યુ સંદર્ભે કવિ શૈશવની પ્રીતને યાદ કરે છે. દૂર રહેલું આકાશ સ્મશાન, ને શિશુસહજ બીકે નીરખેલી ચિતા તેઓ ભૂલી શકતા નથી. તો “સદાનું સિઝાવું'માં પત્નીના અવસાને શતધા ખંડિત બનેલું હદય વ્યક્ત થયું છે. ઘડીમાં રિસાતી ને ઘડીમાં હાસ્યના ઊભરો ઠાલવતી પ્રિયાની છેલ્લી રમત એમને ભારે પડી જાય છે. “રડી રહેમાં પણ પ્રિયાની સંજીવનીથી ઉછરેલું હૃદય પ્રિયા જતાં રડી રડી પ્લેયવિહોણું બની ગયાની વેદના વ્યક્ત થઈ છે. “પૂજય પિતાશ્રી' કાવ્ય કવિના પિતાના મૃત્યુ પ્રસંગે લખાયેલું શ્રદ્ધાંજલિ કાવ્ય છે. પિતાના દેહ પર અગ્નિ ચાંપવાનું દુષ્કર હતું. અષાઢી મેઘ જેમ તેઓ સદા વરસ્યા એના જ દેહ પર આગ ચાંપવાની? પિતાને અણમૂલ સંપત્તિ માનનાર કવિ, પિતાના અવસાને ધ્રૂજી ઊઠયા હતા. ગાંધીયુગ , મૃત્યુનું સ્વરૂપ, વાસ્તવ, ભયાનકતા, મૃત્યુ પામેલી વ્યક્તિ, સ્મશાનવર્ણન, ચિતાવર્ણન, મૃત્યુચિંતન ‘વિશેષકાવ્યો' કવિ રા. વિ. પાઠકના અવસાન પછી એમનાં દ્વિતીય પત્ની હીરાબહેન ૧૯૫૯માં પ્રગટ કરે છે. “બુદ્ધનું નિર્વાણ'માં બુદ્ધના આયુષ્યના અંતનો પ્રસંગ નિરૂપાયો છે. જેમાં શરીર-પૂજાના પ્રપંચમાં ન પડવા જણાવાયું છે. કાવ્યનો અંત કલાત્મક છે. અનુરુપની ગંભીર ચાલમાં ચાલતું આ કાવ્ય એક ઉચિત ઉપમાના વર્ણનથી સમેટાય છે. - “નિર્વાતે ગેરવે પુષ્પો, નિશીથે પારિજાતકને તેમ અશુધ્ધ સંઘેયે, આંસુઓ આંખથી ગ્રવ્યાં 53 “જે વસ્તુ જન્મ પામી છે, તેનો નાશ થશે. એને અટકાવી ન શકાય. સર્વ પ્રિય વસ્તુઓથી આપણો વિયોગ થવાનો “આ વાત પહેલાં પણ બુદ્ધ સમજાવી હતી. અંતિમ વેળાએ હોઠ પર સ્મિત રેલાવતાં બુદ્ધ તેલ ખૂટવાની, પ્રદીપ ઓલાવવાની પળનો નિર્દેશ કરે છે. નિર્વાણ સમીપ હોવાની વાત ખૂબ સ્વસ્થતાથી તેઓ કરે છે.” માતા જેમ બાળકને એક સ્તનેથી છોડાવીને બીજે સ્તને લઈ જાય છે તેમ પ્રકૃતિ માતા મૃત્યુમાં મનુષ્યને એક જીવનમાંથી છૂટો કરી બીજા જીવનમાં લઈ જાય છે.” રવીન્દ્રનાથની જ આ વિચારધારા સાથે કવિ “કવિવર રવીન્દ્રને' અંજલિ અર્પે છે. “તુકારામનું સ્વર્ગારોહણ'માં સ્પૃહા અન વાસના વિનાના સંત તુકારામની સુંદર છબી કવિએ દોરી છે. સ્વર્ગના વિલાસ અને મસ્યલોકના કર્મબંધનથી છૂટવા માગતા તુકારામ સ્વર્ગની ભુલભુલામણી અને મત્સ્ય લોકના કર્મપાશથી ત્રાસી ગયા હતા. પરથમ પરણામ મારા' શેષનું એક અનોખું કાવ્ય છે.. P.P.AC. Gunratnasuri M.S. n Gun Aaradhakrust
Page #197
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 196 પોતાની અંતિમ વિદાયની પળે પોતાની અશેષ કૃતજ્ઞતાની લાગણી ભેટ ધરીને સૌ ઉપકારીઓ પ્રત્યેનો પોતાનો ઋણભાર હળવો કરવા ગુણાનુક્રમે સૌને સંભારતા જાય છે. સૌ પ્રથમ માતા પછી પિતા, ગુર, મિત્રો, શત્રુને પ્રણામ પાઠવે છે. છ સ્થાને અધિકી યાદ એવી જીવનસાથીને યાદ કરે છે. ગાંધીજીને પ્રણામ પાઠવી આખા જગતને પ્રણામ પાઠવે છે. કવિ ઝવેરચંદ મેઘાણીએ સ્વાતંત્ર્યસંગ્રામના સંદર્ભમાં વીરત્વ અને ખુમારીભર્યા મૃત્યુને બિરદાવ્યા છે. પરિણામે “મૃત્યુ' એમને માટે ભવ્ય મંગલ જ રહ્યું છે. કોઈક અજાણ્યા લાડકાને ઉદ્દેશી (“શ્રીમતી લોકો તેના' સમ બડીઝ ડાર્લંગ પરથી) રચાયેલા કોઈનો લાડકવાયો'માં મૃત્યુ ચિરશાંતિ રૂપે વર્ણવાયું છે. એની ચિરશાંતિમાં ખલેલ ન પડે એ માટે હળવેકથી ધૂપસળી ધરી, પ્રણામ કરી કાનમાં પ્રભુપદ ઉચ્ચરવા વિનંતિ કરાઈ છે. સૂના સમંદરની પાળે” દૂર સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયા પછી એક નમતી સાંજે છેલ્લા શ્વાસ લઈ રહેલ યુવાને એના સાથીદારને આપેલા છેલ્લા સંદેશમાં મરનાર યુવાને બાપુની તેગ ટોડલે ઝુલાવી ત્યાં ઘીનો દીવો પેટાવવા જણાવ્યું છે. પ્રિય પત્નીના ફૂલ શાં હૈયાને ચિરાવાનું આવશે, એની તો ખબર હતી, તેથી દાંપત્યસુખનો ટૂંકો ઇતિહાસ કહેતાં એનો કંઠ રુંધાય છે. મૃત્યુને કવિ અહીં ‘વિસામો' કહે છે. દિવસભરની રમતથી થાકેલા બાળકને મા સોડમાં લઈ સુવરાવે એ રીતે મૃત્યુ સંસારથાકેલા માનવને પ્રેમપૂર્વક પોતાને ખોળે લે છે. મૃત્યુના કાળા ઓઢણાની કોર સુંદર, શ્વેત ને ઝળહળતી હોવાનું મેઘાણી કહે છે. મૃત્યુ સમીપે જતાં સંસાર આપોઆપ છૂટી જાય છે. મૃત્યુની ભગવી કંથા ભયભરી લાગે છે. પણ “માહીં રમે ગોરા ગોરાં રૂપ' મૃત્યુ મંગલ જ નહિ રમ્યસુંદર પણ છે. રવીન્દ્રનાથ ઠાકુરના વિદાય' કાવ્ય પરથી મેઘાણીએ “મરતા બાળકનું આશ્વાસન' લખ્યું. જેમાં મૃત્યુ પામ્યા પછી બાળક માના હૈયા પર ગેલવા, ને ખેલવા હવાનો હિલોળો બનીને લાંબી લટમાં હવા બની પુરાઈ જઈ એની સાથે જ રહેવાનું આશ્વાસન આપે છે. ચારપાંચ ચુમી ભરી એ પછી ચાલ્યો જશે. ચંદનતલાવડીનાં નીરમાં માને એ જાતી જોશે ત્યારે મોજું બની માને અંગેઅંગ એ લહેરાશે. ને વીજળીનો ઝબકારો થઈ જાળિયેથી “હાઉક' કરી ચાલ્યો જશે. બાળક મૃત્યુને સાહજિકતાથી સ્વીકારે છે. પોતે વડીલ બની માને પોતાના મૃત્યુ માટે શોક ન કરવા સમજાવે છે. કારણ મૃત્યુ પામવા છતાં સ્મરણોરૂપે તો એ માની સન્મુખ રહેવાનો જ. શિવાજીનું હાલરડું'માં સીધો મૃત્યુસંદર્ભ નથી. પણ ભાવિ મોતની એંધાણી જરૂર અપાઈ છે. “મૃત્યુ પ્રહરી બન્યું' મેઘાણીની એક વિશિષ્ટ કલ્પના છે. ૧૯૪૩માં ગાંધીજીએ કારાવાસમાં એકવીસ ઉપવાસનું વ્રત આદર્યું ત્યારે જીવનહર્તા મૃત્યુએ જ ગાંધીજીના રક્ષણની જવાબદારી સ્વીકારી. ગાંધીજી ઉપવાસ કરતાં મૃત્યુ પામે તો બદનામી તો મૃત્યુની થાય. તેથી મોતનેય ગાંધીજીની દશા જોઈ આંસુ આવત. મોતને તો કાળના શાસન પ્રમાણે ફરજ બજાવવાની હોય છે. એ કંઈ સ્વેચ્છાએ જીવને લઈ જતું નથી. રવીન્દ્રનાથના “સ્વર્ગ હઈ-તે વિદાય” પરથી સ્વર્ગેથી વિદાય' કાવ્ય રચાયું. જેમાં મૃત્યુ તરફથી જીવન પ્રત્યેના પ્રયાણની વાત છે. “માની યાદી પણ રવીન્દ્રનાથના “મને પડા' કાવ્યનો ભાવાનુવાદ છે. જેમાં ભાવિહોણા બાળકની, પોતાની મૃત્યુ પામેલી મા અંગેની કલ્પના વ્યક્ત કરવામાં આવી છે. સૂવાના ખંડને ખૂણે બેસી આભમાં મીટ માંડતાં .P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust :
Page #198
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 197 આકાશમાંથી માની આંખો પોતાને જોઈ રહી હોવાની જાણે એને અનુભવ થાય છે. ચંદ્રવદન મહેતા ભ્રમ' નામના કરુણપ્રશસ્તિ કાવ્યમાં શરૂમાં મૃત્યુને ક્રૂર અને પછી મંગલરૂપે જુએ છે. એક ઇલા ગુજરી જતાં આઘાત લાગતાં યુવાન મૃત્યુ પ્રત્યે ધૃણા અનુભવે છે. બીજી ઇલા મૃત્યુ “ભ્રમ' હોવાનું સમજાવી આશ્વાસન આપે છે. ત્યાર પછી યુવાન મૃત્યુને મિત્રભાવે જુએ છે. મૃત્યુ પછીના અન્ય જન્મના આકાર વિષેની કલ્પના કવિની પુનર્જન્મ-શ્રદ્ધાને વ્યક્ત કરે છે. “ધરી હશે ન તે દેહકામળી તુજ હશે કશી આકૃતિ નવી” 54 ને છતાં યુવાનના મનમાં એક પ્રશ્ન તો જરૂર લાગે છે. “આ જગતમાં શું માત્ર એક “મોત’ જ અમર છે ? બીજી ઇલા યુવાનને મૃત્યુની સમજ આપતાં મૃત્યુને અમરત્વનાં દ્વાર ખોલનાર દૂત તરીકે ઓળખાવે છે. મધરાત અને અજ્ઞાનના અંધકારનો સમય પૂરો થતાં જ્ઞાનનું પરોઢ પાંગરે છે. ને ત્યારે મૃત્યુ એક સુંદર “સ્વપ્નજળ' હોવાનું સમજાય છે. મૃત્યુને ચંદ્રવદન “ગાઢ નીંદર' સાથે પણ સરખાવે છે. સુખનીંદરમાં સૂતેલી બહેનનું મૂદુ કાવ્યમય વર્ણન “ગાઢનીંદરમાં થયું છે. જોડિયા ભાઈબહેન સંસારના રંગે રંગાયા વિના દેવલોક પામ્યાની વાત “યમલ' નામની સોનેટમાળામાં કવિએ ગૂંથી છે. જેમાં મૃત્યુને કવિ અનંત દુઃખોની ઔષધિ તરીકે ઓળખાવે છે. તો ધન્વન્તરી વૈદ્યરૂપેય મૃત્યુને તેઓ નિરૂપે છે. ઇલાના મૃત્યુનો ડંખ પોતાના મૃત્યુ વડે જ દૂર કરી શકાય. મૃત્યુ સાથે જ સર્વ સ્મરણો પણ ખરી પડવાનાં. “પ્રયાણ'માં જીવનની દાહકતા મિટાવવાના ઉપાય તરીકે “મૃત્યુવાંછના' વ્યક્ત થઈ છે. “અવસાન' કાવ્યમાં કાવ્યનાયક મૃત્યુનો ભેખ ધરવા ઇચ્છે છે. જેથી પૃથ્વીની પેલે પાર ઇલાને મળી શકાય. જન્મ અને મરણની ઘડીને કવિ ચંદ્રવદન “અતીવ ગૂઢલીલા' તરીકે ઓળખાવે છે. રતનનું મૃત્યુ થતાં કવિ કુદરતને આંસુ ન સારવા કહે છે, અહીં ઘર વિશે મૂકી ફક્ત ડોલતું પીંજરું, થયો અમર હંસલો અભયમાં આત્માની અમરતાનો નિર્દેશ થયો છે. - ચંદ્રવદન મહેતાએ “કાળરાત્રિ' “યમસાવિત્રી' “માઘનું મૃત્યુ' જેવાં રેડિયો રૂપકો રચ્યાં છે. કાળરાત્રિમાં ભારતના ભવ્ય ભૂતકાળને બિરદાવી મૃત્યુ પણ ત્રાસ પામતું કવિએ કપ્યું છે. યમસાવિત્રી' પુરાણસંદર્ભ પર રચાયેલું એક પ્રસંગકથાકાવ્ય છે. સત્યવાનના મૃત્યુને સાવિત્રી સ્વીકારતી નથી. માને એ આત્માની અમરતાની વાત સમજાવે છે. “જીવનનો કદી નાશ થતો નથી. શરીરનો નાશ થાય છે.” કહેતી સાવિત્રી મૃત્યુ પર પ્રેમ અને સતીત્વનો વિજય ગાય છે. સત્યવાનને લેવા આવતા યમરાજને પણ એ હંફાવે છે. ને કહે છે. 1. “જીવનનું કદી મૃત્યુ ન થાય .. 1 1 1 શીદ અસત્ય વદો યમરાજપ૪ ત્યારે યમરાજ કહે છે “મૃત્યુ સદા નિજ ભોગમાગેપ સાવિત્રી યમરાજને પડકાર ફેંકતાં મરણના મૃત્યુની દઢપણે વાત કરે છે. એક પ્રચલિત કિંવદંતી પરથી રચાયેલા “માઘનું મૃત્યુ” કાવ્યમાં ચંદ્રવદન મૃત્યુને “સુખશયા' કહે છે. જે શ્લોકથી રાજાની વિદ્વદ્ સભા ખુશ થાય છે એ શ્લોક પતિ પાસેથી પત્ની સાંભળવા ઉત્સુક છે. જેમાં ઉદય-અસ્ત, જન્મ-મરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 198 તથા સુખ-દુઃખનાં ગતિ ચક્રોની વાત કરાઈ છે. કુમુદવનની શોભા ખીલી ઝંખવાય રવિ શશિ નભ ઊગે, આથમે એમ થાય સુખદુઃખ ગતિ ચક્ર, યોગ વૈચિત્ર્ય જાણે વિધવિધ વિધિલીલા, માનવીની પ્રમાણ” પર કવિ કહે છે “મૃત્યુ ઉજળું થયું માઘ વડે” “કાળના ગર્ભથી તાર્યો ઉજળી મૃત્યુની ઘડી મારું આજે અમર ઊજળું મૃત્યુનું કાવ્ય કીધું” પછ મૃત્યુ બાદ મૌન બની ગયેલા મિત્ર માટે કરુણતા સાથે કવિ સ્નેહરશ્મિ ‘અમરો મૌનમાં રાચતા' હોવાનું કહે છે. પશુદયાની કરુણભીની વ્યથા શબ્દબદ્ધ કરતા સ્નેહ-રશ્મિ “મુક્તિમાં માણકા પર ફરી વળેલા કાળના ઓળાનો નિર્દેશ કરીને મૃત્યુને મુક્તિ તરીકે ઓળખાવે છે. “છાયા' નામના નાનકડા મુક્તકમાં કાયારૂપી ભાનુના નિધન સાથે જીવ અદશ્ય થવાની વાત માનવના જન્મમરણના નિયમને રજૂ કરે છે. “મૃત્યુને કાવ્યમાં માનવના જન્મ તેમજ મૃત્યુ એક સાથે ઉદ્ભવ્યા હોવાની વાત કવિએ કરી છે. માનવ અને મૃત્યુ નિશદિન સાથે જ ફરતાં હોય છે. ફરક એટલો કે માનવ દશ્યરૂપે હોય, ને મૃત્યુ અદશ્યરૂપે હોય. માનવનો મૃત્યુ સાથેનો પરિચય યુગો જૂનો હોવા છતાં મૃત્યુ કદી માનવના હાથમાં આવતું નથી. કવિ કહે છે, પણ માનવની આંખમાં જ્યારે મૃત્યુ આંખ પરોવશે ત્યારે એની મુખરેખા થોડી છુપાઈ શકવાની? “કોણ ફરી બોલાવે'માં સ્નેહરશ્મિએ સ્વમૃત્યુકલ્પના કરી છે. દુનિયામાંથી વિદાય લેવાની વેળા આવે છે ત્યારે પ્રકૃતિ અને સાદ દઈ પાછો બોલાવે છે. ઘરનાં નેવાં હીબકાંથી છલછલ થતાં, જનારને અટકાવે છે. વનની કુંજકુંજ, પુષ્પોના પુંજની ભીની વ્યાકુળ આંખો જનારના હૈયેય અશ્રુપુર ઉમટાવે છે. ૧૯૬૭માં “સ્નેહરશ્મિ” “સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' હાઈકુસંગ્રહ પ્રગટ કરે છે. જે એમની પુત્રી ઉમાને અર્પણ થયો છે. પ્રિયસ્વજનના અશ્રુભીનાં સ્મરણની વાત અહીં ગૂંથાઈ છે. “નેફાઈટીસ'નો ભોગ બનેલી દીકરી ઉમાએ ૧૯૬૩ના મેની છઠ્ઠી તારીખે વિદાય લીધી. એ એક દાયકા સુધી મૃત્યુને કવિએ સતત પોતાની સાથે રહેતું અનુભવ્યું. કવિ સદ્ગત પુત્રીને ઉદ્દેશી કહે છે. ઝાકળ જેવું જીવી ગઈ તું હવે સ્મરણો ભીનાં” 19 તો ભીતરી ચૈતન્યમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા કવિ સદ્ગત દીકરીનાં સ્મરણોથી સ્વસ્થ બનવા યત્ન કરે છે. દીકરીનું શરીર મર્યું છે, ચેતના નહીં. ચૈતન્યદીપને મૃત્યુના અંધકારની પીંછીંનો સ્પર્શ ન જ થાય. “ફરતી પીંછી અંધકારની દીપ ; ' કહે છે કે જે કે : ' ' કે ' જ ' કે ' . . નહીં રંગાય” * : : ફી 9 _ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 199 જન્મ, જીવન અને મૃત્યુ ક્રમનો નિર્દેશ કવિએ આ રીતે કર્યો છે. “ખખડે સૂકાં પર્ણો નીચે ઉપર કૂંપળ ફૂટે” 1 પ્રકૃતિમાં ચાલ્યા કરતો સર્જન વિસર્જનનો ક્રમ જ તો સૃષ્ટિનું સૌંદર્ય વિલસાવે છે. હોલાતો જીવનદીપ અંતે મૃત્યુ દ્વારા પરમત્વ સાથે એકરૂપ બને છે. તો સતત ખર્યા કરતાં પાનને, નવા મહેકતાં ફૂલ પણ જન્મમરણના અવિરત નિત્યક્રમનો નિર્દેશ કરે છે. ઉમાનો હંસલો કવિના જીવનહિમ શિખરે સ્મરણનાં રંગીન પીંછાં વેરી ગયો. મૃત્યુ એક ઝંઝાવાત છે. ઉમાના મૃત્યુબાદ જોરદાર ઝંઝાવાત પછીની શાંતિનો, શૂન્યતાનો કવિ અનુભવ કરે છે. સૂકા ધાસ પર ઝાકળના બિંદુને સ્નેહરશ્મિ મૃત્યુને જીતનારી કલા તરીકે ઓળખાવે છે. સૂકું ઘાસ મૃત્યુનું, ને ઝાકળ જીવનનું પ્રતીક છે. મૃત્યુ પર જીવનના વિજય તરીકે ઝાકળનું બિંદુ સૂચવાયું છે. જગતમાં આવ્યા પછી જીવને સંબંધની માયા વળગે છે. એ પહેલાં અને એ પછી કોઈ સંબંધો રહેતા નથી. આતમપંખી તો ઊડતું ભલું. ઊડી ગયું કો પંખી કૂજતું-રવા હજીયે નભે” કર અહીં મૃત્યુ પામનાર વ્યક્તિની સંબંધવિહીનતા “કો પંખી' દ્વારા સૂચવાઈ છે. કવિના જીવનનભમાં એ પંખીગાને શાશ્વત સંગીત સર્જયું છે. પતંગિયાસમું ઉમાનું જીવન અલોપ થઈ શૂન્યમાં ભળી જઈ, શૂન્યને રંગી દઈ, એના આતમજને પહેલા મહાતેજમાં ભેળવી ગયું. મૃત્યુથણીના મહાપ્રસ્થાનના એ માર્ગને કવિ “શ્વેત” “શુભ' કહે છે. કવિ એમ માને છે કે મૃત્યુને પંથે પ્રયાણ કરતા માનવ-આત્માને રજનીગંધાની (દિવ્ય) સુગંધનો અનુભવ થાય છે. જીવનો સત્કાર કરતું મૃત્યુ ઈશ્વર જ પ્રતીક. મૃત્યુનો મહિમા કોઈ સમજી શકતું નથી. વરમાળ લઈ જીવને સત્કારવા ઊભેલા મૃત્યુનો મહિમા કવિ ગાય છે. દીકરીનું અવસાન કવિને પોતાની અંતિમ સફરનો વારંવાર વિચાર આપે છે. પછી પોતેય અગમ્ય પ્રદેશ પ્રયાણ કરવાના સંબંધો બધા પછી વેરાઈ જવાના. ને બસ પછી વિસ્મૃત થઈ જવાનું. મૃત્યુની પળને કવિ “અગમપળ' તરીકે ઓળખાવે છે. કવિ મૃત્યુ પહેલાંની એ પળનું સુંદર વર્ણન કરે છે. મૃત્યુપળે શબ્દો વિરમી જાય, આવેગો બધા શમી જાય, પરિચિત કૃતિ બધી દૂર હડસેલાઈ જાય ને કોક અજાણી લહર ક્યાંકથી આવીને વીંટળાઈ વળે. કવિ કહે છે “માતાના ગર્ભમાં જીવનના જન્મ પહેલાં મૃત્યુએ જાણે પારણું બાંધી પ્રવેશ કર્યો હતો. જીવન એના જન્મ સાથે છેક સુધી આ મૃત્યુના પારણામાં જ ઝૂલે છે. મૃત્યુ આટલું ચિરપરિચિત હોવા છતાં આજે કવિનાં દ્વાર ભણી આવતાં, અજાણ્યા બનવાનો ભાસ શા માટે રચતું હશે ? “આપણ બને સાથે જન્મ્યા ભવસાગરે હું તરું છું, મીન સમાન ને તું દોડે છે જળ બનીને, આગળ, આગળ, આગળ, આગળ. 3 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 200 ભાળ્યું છે? માં કવિ દરેકને પ્રશ્ન પૂછે છે “ભાળ્યું છે મૃત્યુ તમે ?' મૃત્યુને કવિ પાંદડાં, ડાળ કે થડ વિનાના નિર્મળ અને નિરાકાર તત્ત્વ તરીકે ઓળખાવે છે. એ એવો પુરુષ છે જેને નથી મસ્તક, નથી ઉર, નથી હાથ ન પગ ન કોઈ અંગઉપાંગ. રેખા, ગતિ, સ્થિતિ, તેજ કે અંધકાર વિનાનું. જાણે એ તો નિઃસીમ અંધકાર. ‘તું અને હું માં પુત્રીમિલનની તીવ્ર ઇચ્છાનો આવિર્ભાવ થયો છે. ઉમાના દેશવેશ તો હવે જુદા છે. પણ તેથી શું? તું આવ, નથી તારે પૂરવ કે પચ્છમ જ નથી અહીં ઉત્તર કે દખ્ખણ અહીં નથી તું, નથી હું જ માનવના મૃત્યુ પછી હું તું ને દૈત ઓગળી જાય છે. હું તું ના ભેદ ઓગળી જાય એવી કોઈ વિરલ ભૂમિકાએ, સદ્ગત દીકરીને કવિ આમંત્રે છે, કે જ્યાં પછી ક્યારેય વિદાય કે વિરહ ન હોય. તો બીજી જ પળે પાછા કવિ સ્વજનમૃત્યુની વેદનાના અનુભવની વાત “લેખામાં કરે છે. મૃત્યુ પામનાર રોગમુક્ત થાય છે. પાછળ રહેનાર વેદના અનુભવે છે. માંદગીને બિછાનેથી મૃત્યુ કાંઠે હવા ખાઈ - રોગી તાજો થાય” tપ કવિ કહે છે ઇતિહાસ રુદન અને મિલનની શાહીથી મૃત્યુ અને જીવનની કથાનાં લેખાં જોખાં આલેખે છે. સ્નેહરશ્મિ અંતે ઉમાના મૃત્યુના સત્યનો સ્વીકાર સમજણપૂર્વક કરી લે છે. દીકરીનું મૃત્યુ એમને વિશાળ દષ્ટા બનાવે છે. ઉમા માટેનું સ્નેહગીત હવે વ્યક્તિનું મટી સમષ્ટિનું બને છે. ગીત આ પહેલું દીકરીનું અરે હા મા તે વિશ્વ આખાનું જ ઉમા પોતેજ હવે એક અનંત શાશ્વત ગીત બની જાય છે. કારણ મૃત્યુ દ્વારા અમર બની એ એકની મટી વિશ્વની બની ગઈ છે. જીવના આતંત્ય માટે કવિ કહે છે. ત્યાંથી એ આવે તેમાં રહે, તે મહીં એનું નિર્વાણ 7 કવિને દ્વિધા એની છે કે એ કોને અમર કરે ? “લો તો ખીલે, ને ખરે કાકા કવિ કોને અમર કરે 8 (કેવળ વીજ) માનવપુષ્પ પણ ખીલે, ને ખરે. જન્મ, જીવન મૃત્યુ, કવિ એની કવિતામાં કોને અમર કરે ? સ્મશાનઘાટે એકવાર નીરવ પગલાં સંભળાયાની વાત કવિ “જૂના સ્મશાન ઘાટે'માં કરે છે. ચિતાની શીતળ ઘેરે અંગ પુલકિત થયાનો અનુભવ થાય છે. મૃત્યુ સાથેની પરિચિતતાની જેમ સ્મશાનભૂમિ સાથેની પરિચિતતા તેઓ અનુભવે છે. ઉમાના મૃત્યુને કારણે જ નહિ. પણ અનેક જન્મોમાં અંતે તો સ્મશાનમાં જ ઠરીઠામ થયા હશે ને? સમગ્ર અસ્તિત્વમાં એક સાથે ધબકતા જીવન અને મૃત્યુના ક્રમનો નિર્દેશ લોકગીતના ઢાળમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 201 રચાયેલા “કોને કોની ખોટમાં થયો છે. ખાલી જગ્યાઓ સતત પુરાતી રહે છે. તેથી જ કોઈની ખોટ કોઈને વરતાતી નથી. જીવન ધબકે નાડીએ : તો મૃત્યું રોમેરોમ દીકરો આવ્યો ખોળલે કાંઈ ખાંધે. ચઢિયલ બાપ” 69 બાપ વિદાય લે છે, ને દીકરો પધારે છે. એક જાય, એક આવે, એ ક્રમ સતત ચાલ્યા કરે. દાયકાઓના અનુભવોથી રંગબેરંગી ઝાંયવાળા દેહના ઉત્તરીયને કાંચળી ઊતારતા સાપની જેમ ઊતારી ક્યાંક હવે ટીંગાડી દેવા કવિ ઉત્સુક છે. મને તો છે ભૂમાના કોડ જેમાં મારે હું મટીને નામરૂપથી પર થવું છે એ તો મૃત્યુ મૃત્યુ ?" 30 નામરૂપથી પર થવાની વાતને કવિ “મૃત્યુ' તરીકે ઓળખાવે છે. ને મૃત્યુ જ માનવને નામરૂપમાંથી મુક્તિ અપાવે. પોતાની આત્મકથની કહેતા “એટમને કવિ “મૃત્યુદેવતા' તરીકે વર્ણવે છે. નવા રૂપે એ જ યમદેવતા છે. કવિ ઉમાશંકરે મૃત્યુઘટનાને જુદા જુદા સ્તરે, સમયે, ક્ષણે જુદી જુદી રીતે અનુભવી છે. “કલાનો શહીદ'માં સૌદર્ય અને કલા ખાતર મૃત્યુ પામવાનો મહિમા વ્યક્ત થયો છે. ને જન્મદિને કવિ મૃત્યચિંતન કરે છે. (નિશીથ') જન્મદાતા પિતાનું મૃત્યુ યાદ આવતાં ૧૯૩૪માં “પિતાનાં ફૂલ' કાવ્ય લખાય છે. પોતાની યુવાન વયે પિતાનું મૃત્યુ થવા છતાં કવિ મૃત્યુથી નથી ગભરાયા. મૃત્યુને કવિએ શુભ્રધવલ કલગીસમું કહ્યું છે. અગ્નિમાંથી બચેલાં અસ્થિફૂલ વીણતાં કવિ એક વિચિત્ર અનુભવ કરે છે. શમ્યા મૃત્યુલોકો, અમર ફરકતી નીરખીને પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની” 1 જન્મમરણનો વિશ્વક્રમ ધવલ કલગી સમો હોવાનું કવિ કહે છે. કવિને મૃત્યુ સાથે કૈક દહાડાની વાતો આટોપવી હતી, “મૃત્યુને'માં આ વાતચીત એમણે શબ્દાંક્તિ કરી છે. મૃત્યુ સાથેનો માનવનો સંબંધ યુગો જૂનો હોવાનું તેઓ કહે છે. મૃત્યુએ જ માનવ સાથે વધુ નિકટનો ઘરોબો કેળવ્યો છે. માનવના પ્રથમ શ્વાસ સાથેજ મૃત્યુ જન્મી ચૂકે છે. કોઈને કદી જાકારો ન આપતા મૃત્યુને કવિ “વિસામો' કહે છે. પોતાને દ્વારે ઘણા લાંબા સમય સુધી ઘેરા ગંભીર મૂક સ્વરૂપે મૃત્યુને બેઠેલું કવિએ જોયું હતું. જિંદગીના પાત્રમાં અંતે તો મૃત્યુને જ બેઠેલું માનવ જુએ છે. મૃત્યુ માનવનો બાળપણનો સાથીદાર અંતે દૈને જીવ-ને હાથતાળી માતો થાતો અંતથી જીવ કેરા” 72 સૃષ્ટિ પર મૃત્યુ અને ચેતનાની સ્પર્ધા અવિરત ચાલતી હોવા છતાં કવિ મૃત્યુને વિજયી તો ક્યારેય ગણતા નથી. શરીર ભલે વિલાય, જીવનતત્ત્વની, જિંદગીની ધારા તો વણથંભી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 202 ચાલ્યા જ કરે છે. તેથી જ મૃત્યુ સાથે જયાફત માણવા, એને સત્કારવા કવિ તૈયાર છે. મૃત્યુના પ્રેમાળ અને હૂંફાળા સ્પર્શ સાથે આયુષ્યની અનંત આશાઓનો અંત આવે છે. હંમેશ મૌન ધારણ કરતા મૃત્યુને કવિ પોતાના પ્રશ્ન પ્રત્યે રસ ન કરવા સમજાવે છે. કારણ મૃત્યુ પોતે જ એક મહાપ્રશ્ન છે. પ્રશ્નોથી ના રીસ હે, નિત્યમૂક શોભે તું ને, જે સ્વયં પ્રશ્નરૂપ ?" 73 કવિ જિંદગીને મૃત્યુના અર્ક તરીકે ઓળખાવે છે. તેથી મૃત્યુથી ત્રાસવાનું ન હોય. જો કે વિશ્વકુંજે જગડાળ પર પ્રસરેલી જીવનક્રીડા સંકેલી લેવા મૃત્યુએ માંડેલી મીટથી કવિ સભાન છે ખરા. (“મૃત્યુ માંડે મીટર) કવિ ઉમાશંકર મૃત્યુની કરાલતા તેમજ ભવ્યતાને ઓછી કરવા માગતા નથી. તેઓ એ પૂરેપૂરું સમજે છે કે ભીષણ મૃત્યુમુખને કોમળ ન જ કહેવાય. ને છતાં, મૃત્યુને એના મૂળ સ્વરૂપ સાથે જ કવિ આવવા કહે છે. “આવ મોત, સંદેશ બોલ તવ ઘર્ઘર નાદે નહીં ન્યૂન, વધુ ભલે રુદ્ર તવ રૂપ, ધરીશ તું જ કવિ અહીં મૃત્યુના સ્વરૂપનું ભયાનક વર્ણન કરે છે. પણ પોતે તો ડરતા નથી. મૃત્યુના દાંત ગણવા તેઓ ઉત્સુક છે. મૃત્યુને એનું મુખ ઉઘાડવા પડકારે છે. વક્રદત, અતિચંડ, ઘમંડભરેલ વિષાદે મુખ ઉઘાડ તુજ, શાંત ચિત્ત તવ દંત ગણીશ હું” 05 તો “નિશાપંથ'માં મૃત્યુની મીઠી હૂંફ તરફ કવિ પ્રતીકાત્મક રીતે ઇશારો કરે છે. જિંદગીના અનેક કોલાહલો વચ્ચે કોઈ ગેબી દિવ્યસ્વર “આવ રે આવ ચાલ્યો' સંભળાય છે. “થાક્યા દેહ ફરી શરૂ કરી આખરી એક યાત્રા” અહીં તેજસ્વી મૃત્યુને મળવા જવાની આખરી યાત્રાનો કવિ ઉલ્લેખ કરે છે. સૌને જ્યારે જન્મથી મૃત્યુ તરફ આગળ વધવાનું છે, ત્યારે કવિ મૃત્યુથી જન્મ તરફનો નવપથ શોધે છે. (“દેશવટે) કદાચ પુનર્જન્મ પ્રત્યેની શ્રદ્ધાનો સૂર અહીં વ્યક્ત થયો છે. સૌ મત્યને ભમવું જન્મથી મૃત્યુ યાવત હું મૃત્યુથી જનમતો નવપંથ શોધું 5 આ જ કાવ્ય મૂળ અંગ્રેજીમાં “ધિ એલ્ફિન્સ્ટોનિયન' (૧૯૩૫)માં છપાયું હતું. પ્રાચીના'નાં કાવ્યો મહદઅંશે યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતી યાતનાનાં છે. માત્ર બાલરાહુલ' કાવ્ય એમાં જુદું પડે છે. પોતાના કુલદીપકને જોતાં ભગવાન બુદ્ધને રાહુલના નિર્વાણની સાથે સાથે સંસારના સહુ જીવોના નિર્વાણનો વિચાર આવે છે. આ શરીરમાં જ બધા કલેશ સમાયા હોવાનું તેઓ કહે છે. આનંદ સાથેના સંવાદમાં તેઓ જણાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 203 “આયુષ્ય છે ત્યાં સુધી છે જ યુદ્ધ કો મૃત્યુ પૂર્વે ન સંપૂર્ણ બુદ્ધ” 37 “હા, દેહ જોયો પ્રિય નાશવંત જોયો સુખોનો અનિવાર્ય અંત વિચારતો કે હું તરીશ ધન્ય હવે ફરી જન્મ ન દેહ અન્ય” 08 ફરી જન્મ, ફરી દેહ, ફરી મૃત્યુની ઘટમાળમાંથી મુક્તિ એ જ નિર્વાણ. કવિને પહેલાં મૃત્યુનો ડર લાગતો. પણ પછી તો તેઓ સામેથી જ મૃત્યુ પાસે “અમીભિક્ષા માગે છે. મૃત્યુની બાથ શિક્ષા નથી રહેતી, ઊલટું એ સાથે સંસારના સર્વ ઘા રુઝાઈ જવાના. “એ તને બાથમાં ભીડે તો રખે ગણે તું શિક્ષા” 09 ૧૯૬૫માં પ્રકાશિત થયેલા “મહાપ્રસ્થાન'નાં કાવ્યોમાં પણ મૃત્યચિંતન જોવા મળે છે. મહાપ્રસ્થાન' કાવ્યમાં હિમાળો ગાળવા હિમાલયે પ્રયાણ કરતા પાંડવોના ક્રમશઃ મૃત્યુની વાત કરાઈ છે. સહદેવ પોતાને તેમજ બાંધવોને “મૃત્યુયાત્રી' ગણાવે છે. “મૃત્યુની શીળી હિમશયા' સૌની પ્રતીક્ષા કરી રહી હોવાનું કવિ કહે છે. દ્રૌપદીના મૃત્યુ સમયની આભાને અમત્ય ગણાવી છે. નકુલ મૃત્યુ સામે અમય જેવા જીવનસૌંદર્યનો જયજયકાર બોલી વિદાય માગે છે તો દ્રૌપદી અને ચાર ભાઈઓનાં મૃત્યુને યુધિષ્ઠિર હિમશુભમૃત્યુ' કહે છે. ને પોતે પણ એવા જ મૃત્યુની ઝંખના કરે છે. યુધિષ્ઠિર' કાવ્ય “મહાપ્રસ્થાનના અનુસંધાનમાં લખાયું લાગે છે. સ્વર્ગમાં દુર્યોધનને સુવર્ણ રાજસિંહાસને વિરાજમાન જઈ યુધિષ્ઠિર અકળાય છે ત્યારે નારદ એમને સમજાવે છે. વૈરમાત્ર મરણાન્ત' મરણ સાથે વેર માત્રનો અંત આવે છે. યમદેવની પરીક્ષામાં ત્રણ વખત ધર્મય્યત થયેલા યુધિષ્ઠિર “યમઃ પિતરઃ કહી યમદેવનો અનુગ્રહ યાચે છે. ને સુયોધન તથા અન્ય અભાગી બાંધવો સાથે વસવાટની અનુમતિ માગે છે. ધારાવસ્ત્ર'માં કવિ મૃત્યુને અખંડકાળમાં માનવના થતા પુનઃપ્રવેશ તરીકે ઓળખાવવા મથે છે. તેઓ કહે છે મૃત્યુ, અખંડ કાળમાં પુનઃ પ્રવેશ? જીવનકાળનો સ્વાદ ક્ષણક્ષણનો ઘંટ, એકરસ અસ્મિતા” 80 કવિ કહે છે “કોઈ એક ક્ષણની નિકા હટાવી મૃત્યુ સ્વયં બોલી રહેશે “લે પ્રભુ સાથે તારે હાથ - મિલાવવા હતા ને? મૃત્યુ એટલે પ્રભુ - સાથેનું હસ્તધૂનન” 81 પુરાણોમાં મૃત્યુનૃત્યની વાત ઉલ્લેખાઈ છે. કવિ ઇન્દુલાલ ગાંધી મૃત્યુની ક્યકાલીન વાત કરે છે. (‘ગોરસી” 1939) ચિતાની ભડભડ જ્વાળાઓ નિલાકાશે પહોંચે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 204 મૃત્યુ મૂંગી કથકલી રચે છે. મૃત્યુના અવિરત ચાલતા આ કથકલી નૃત્યથી ધરતી ડોલી ઊઠે છે. એ મૃત્યુનૃત્યથી દિશાઓની ઊંચી અડીખમ દીવાલો ખળભળી ઊઠે છે. પણ નૃત્યનાં . અમી કોઈથી સહેવાતાં નથી કે નથી ગમતી એની મધુરી શોભા કોઈને. કાયાથી આયુષ્યને અલગ શી રીતે પડાય? એ પ્રશ્ન કોયડો' કાવ્યમાં કવિ ઉપસ્થિત કરે છે. વિધાત્રી બસ સતત કાચી માટીનો ઘડો ઘડે છે. ફોડે છે, ફરી ઘડે છે. “મોતનાં ગાણાં'માં કવિ “મૃત્યુને મીઠું' કહે છે. ઇન્દુલાલ ગાંધીનો “શતદલ' સંગ્રહ પણ ૧૯૩૯માં જ પ્રગટ થાય છે. “હામ નથી'માં મૃત્યુને સુપેરે માણી શકવાના બળને મેળવવાની કાવ્યનાયક પ્રાર્થના કરે છે. દરદગ્રસ્ત બની દેહ સડી સડીને મરે એવું એ ઇચ્છતા નથી. કોઈ અગમ્ય પ્રદેશમાં, ને એકજ ઝાટકે કવિ મરવાનું પસંદ કરે છે. જ્યાં પછી મરનાર તથા બાકી રહેનાર કોઈને મોહમાયા ન સ્પર્શે. કવિ ઇન્દુલાલ જીવનને “ઝેર' ને “મરણ” ને “માધુરી' કહે છે. મરણ દુઃખમાંથી મુક્તિ અપાવે તેથી જ કવિ એને “માધુરી' કહે છે. “અંતકાળે કોઈ સગું થવાનું નથી એ સત્ય “ખમૈયા રાખો'માં રજૂ કરી પોતાના શબશરીરને સ્મશાને જાતેજ ઊંચકી લઈ જવાની વાત કવિ કરે છે. સદ્ગત સખિને “રસસંજીવની' તરીકે ઓળખાવતા કવિને જ્ઞાનપ્રકાશ લાધતાં મૃત્યુની અનિવાર્યતા સમજાય છે. જો કે ભૂતકાળના પ્રણયપ્રસંગો તેઓ ભૂલી શકતા નથી. “અશેષ', “શ્રેષ્ઠતા આમ તો ગૌતમના ગૃહત્યાગને નિરૂપે છે. શરીરને પ્રાણથી અલગ કરી સૌ મરણને મળવા માટે જ ન જીવતા હોય? એવો પ્રશ્ન કવિ કરે છે. પવનની પાવડીએ ચડી વિશ્વને વીંટી વળતા નિધનનું વર્ણન કરતાં કવિ કહે છે. “થોર શી રુક્ષ એની હથેળી મહીં કમલ હૈં પોઢવાની અપેક્ષા શિશિર ને ગ્રીષ્મનાં ગીત ધરીશ હું અંકમાં આત્મભક્ષા” 82 “સારથિ' કાવ્યમાં મૃત્યુને કવિ અનંતજગકાલના ક્રાંતિચક્ર તરીકે ઓળખાવે છે. મૃત્યુને તેઓ પરમલક્ષ્ય કે નૂતન પ્રભાની “કેડી' તરીકે ઓળખતા નથી. ૧૯૬રમાં ઇન્દુલાલ ઉત્તરીય સંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુમાં આયુષ્યની નૂતન કેડીનું કવિને દર્શન થાય છે. “હું નહિ હોઉં ત્યારે'માં મૃત્યુ સાથેના હૃદયયુદ્ધની કવિ વાત કરે છે. ૧૭૧૨/૬૧ની સાંજે કવિતા લખતાં રાત્રે દસ વાગ્યે પોતે જીત્યાની ને મૃત્યુ હાર્યાની તેઓ અનુભૂતિ કરે છે. કવિ અહીં સરસ કલ્પના કરે છે. પોતે નહિ હોય ત્યારે ધરતી પરની સુંદરતા, કુરૂપતા, સ્વાર્થ, અંધારાં, અજવાળાં, ચાંદા સૂરજના તેજ બધું હોવાનું. કવિની શ્રદ્ધા એવી છે કે કવિ કદી મરતો નથી'. એકમેકની આંખોમાં ચિરયૌવના કવિતા કેરું સ્મિત હશે. અનેક કંઠમહીં યૌવનનું - અણકરમાયું ગીત હશે. એક એક હૈયામાં મારી P.P. Ac. Gunratnasuri M.S. પરમચિંતન પ્રીત હશે Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * મૃત્યુ પર મારા જીવનની એ જ સનાતન જીત હશે એકએક હૈયામાં ચિરંતન પ્રીત એ જ એમનો મૃત્યુ પરના તન , મનસુખલાલ ઝવેરીનાં કાવ્યોમાં હૃદયની સચ્ચાઈનો રણકે એનાથ છે. (- - શ્રધ્ધાંજલિ અર્પતાં તેમણે કરેલું મૃત્યવિષયક નોંધપાત્ર ચિંતન ભાન છે , we કાવ્યમાં સ્મરણોથી મૂંઝાતી નારીની મનોવ્યથા પ્રગટ થઈ છે, જી.કે છે. જેથી જ ગમે છે. પોતાના અંતકાળે પણ દાંત વિનાના હોઠ પર ભૂતકાળના આ જ મિતરેખા રમી રહે એવું નાયિકા ઝંખે છે. મૃત્યુ સમયે એ સ્મિતાના જ છે રહેવાની ને? ૧૯૩૯માં કવિ મનસુખલાલ ઝવેરીનો “આરાધના' એક ટકા છે. જે પછી અધૂરી કાવ્યમાળા જ રહે છે. “સુદર્શનચક્ર'ને કવિ “ક િદ છે, વિશિષ્ટ સિદ્ધિસમું “મહાપ્રસ્થાન' ખંડકાવ્ય યુધિષ્ઠિરના આત્મચિંતનનું છે કે, જેને અંતિમ વિદાય આપવી પડે છે એ સૌને ભીની આંખે એ યાદ કરે છે - જે- 8 છે. માનવવંશની બજતી મરણખંજરીને એ યાદ કરે છે. ૧૯૮૧માં. " દ =ક પ્રગટ થાય છે. “દાદાજીને અંજલિ આપતાં મનસુખલાલ કહે છે, દાદાજી- ----- જીત્યું, ને પૌરુપે જીત્યું જીવન “ને હશે મૃત્યુ શું? અંત હશે એ દૃષ્ટિ સૃષ્ટિનો? વા હશે તોરણદ્વાર નવા કોઈ પ્રદેશનું ?" જ જ્યાંથી વ્યક્તિ પાછી ફરતી નથી, ને જ્યાં માનવના હર્ષશોક, ત્યાગ, બ૬ ૯-કાર. એવી ભેદી ભૂમિએ દાદાજી ગયાનું કવિ કહે છે. ૧૯૫૯માં પ્રગટ ક. 49 મનસુખલાલના કાવ્યસંકલનમાંનું “મૃત્યુને' કાવ્ય મૃત્યુ વિષેનું સુંદર ચિંતક 8. 9 સાથેના મોઢામોઢના સંવાદની અહીં વાત છે. મૃત્યુનું અકાળે આવવું કોને 8 મૃત્યુની બીક ન હતી, પણ કવિ મરવાના મુડમાં ન હતા કારણ દેશ અાદ . *_ હતો. મૃત્યુ મિત્ર ભલે હોય તોય એ અકાળે આવે એ તો ન જ ગમે. પણ એ ત્રિ છે, એ કવિ જાણે છે. તેથી સ્વર્ગમાં લઈ જવા માટે નહિ, પણ નવા નો રૂ. 1 વતનમાં જન્મવા મૃત્યુ આવે એવી વિનંતિ તેઓ મૃત્યુને કરે છે. કારણ તે જાણે છે ચંચળ વિશ્વમાં માત્ર મૃત્યુ જ નિશ્ચલ છે. ગાંધીયુગના કવિઓએ ક્યાંક ક્યાંક અ~નિમિત્તે મૃત્યુ ચિંતન વ્યક્ત કર્યું છે. જન્મની સાથે જ મૃત્યુની ગાંઠ પણ બં યે રે. “વર્ષગાંઠ' કાવ્યમાં મનસુખલાલે એક વર્ષ એક લહરી વિરામતાં કાળના મહાને 26 કર્યો છે. જ્યાં ક્ષણે ક્ષણે અનેક જનક મરતા હોય ત્યાં એકાદ જન્મનું ગુમાન રે “ને મૃત્યુ જયાં અરવ * તોય પદે અચૂક ....ભૂસી જવા પગલી રેતી પરની સર્વ 85 રેતી પરની પગલી જેવાં જીવનવર્ષોને ભૂંસી નાખવા પેલું મૃત્યુ અરવ પદે ચૂકે છે. ઊભું રહેતું હોય ત્યારે વર્ષગાંઠનો હર્ષ શો ધરવો ? ને છતાં પૃથ્વી પર સુન્સ પર ધન્યતાનો અનુભવ તો જરૂર કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 206 ૧૯૫૬માં મનસુખલાલ “અનુભૂતિ' લઈને આવે છે. “મધુમાસની મહેકની વસંતના નવા સ્પર્શની વાત કરતાં કરતાંય મૃત્યુને કવિ યાદ કરી લે છે. મૃત્યુના મલક્તા ચહેરામાં જીવનનો આનંદ સ્ફરતો હોય એવું કવિને દેખાય છે. “પુનર્જન્મ કાવ્યમાં કવિ પુનર્જન્મની નવીજ વ્યાખ્યા આપે છે. આનંદ અને પ્રેમદ્વારા પ્રાણનો જાણે પુનર્જન્મ થાય છે. એક નવીજ ભૂમિકા પર પ્રાણનો વિશ્વ સાથે સંબંધ રચાતાં મૃત્યુ મહોરી ઊઠે છે, ને જીવન પાંગરી ઊઠે છે. મૃત્યુ આજ અહો મ્હોર્યું ઊર્યું જીવન પાંગરી 80 તો “જીવન અને મૃત્યુ' કાવ્યમાં કવિ મૃત્યુના અસ્તિત્વનો જ ઈન્કાર કરે છે. કારણ સંધ્યાની છેલ્લી પાંખડી વિલાઈ જાય છે, એજ પળે બીજે ક્યાંક ઉષાની આંખડી ઊઘડે છે. અહીં કોકનું મૃત્યુ થાય, ને બીજે ક્યાંક જીવનનું પોપચું ખૂલે છે. “અસ્તિત્વનો નહિ અત્ત તો પછી મૃત્યુનો અવકાશ ક્યાં?” 80 સત્તરવર્ષની ઉંમરે મૃત્યુદેવને ઉદેશી કાવ્ય રચનાર વિલિયમ બ્રિયાન્ટ (અમેરિકન કવિ)ને મનસુખલાલ યાદ કરે છે. વિલિયમ બ્રિયાન્ટ પૃથ્વીને જ એક “મોટી કબર' માનતા. આ જગતમાં એવું એકપણ સ્થળ નથી જ્યાં કોઈ માણસ ન મર્યું હોય, મૃત્યુદેવનો અપાર મહિમા ગાતા એ કવિએ કહ્યું છે “માનવને ખબર પણ ન પડે એ રીતે મૃદુતાથી માનવના ઉરમાં પ્રવેશી મૃત્યુદેવ માનવના ઘા રુઝવે છે. ને છતાં જીવનની અંતિમ પળે એને જનાજો, કફન વગેરેના વિચાર આવે છે. ને એ થથરી ઊઠે છે. “કૌતુક' કાવ્યમાં જીવનમૃત્યુના ચક્રની સર્જન અને સંહારના ક્રમની કવિએ વાત કરી છે. મૃત્યુ મૂઠ મારી પાંદડા-ને ઢાળી દે છે. પણ પાછી જીવનની એક ફંકે ચેતના છોળ મારી છલકી ઊઠે છે. ને સૂર્યનાં કેસરી કિરણમાં ઠૂંઠા પર કૂંપળો પાછી મલકવા માંડે. મૃત્યુ પુનર્જન્મ રૂપે, નાનકડી રતુમડી કૂંપળ રૂપે આમ મોરે. ૧૯૭૫માં મનસુખલાલ ડૂમો ઓગળ્યો' સંગ્રહ આપે છે. “પાંદડું' કાવ્યમાં કવિ પ્રતીકાત્મક રીતે મૃત્યુને અપાયેલા નિમંત્રણની વાત કરે છે. એને મૃત્યુની એક ફંકની માત્ર પ્રતીક્ષા છે. ક્રૂર કે દયાવાન, જે રૂપે આવવું હોય એ રૂપે પણ એ મૃત્યુ આવે એવી ઝંખના વ્યક્ત થઈ છે. કવિ કહે છે મૃત્યુ આવે એ પૂરતું નથી. એણે બીજું પણ એક કામ કરવાનું છે. ને તે નવસર્જનનું. બીજો જન્મ પણ મૃત્યુ જ આપી શકે ને ? તો “એકજ સત્યમાં મૃત્યુના સર્વોપરીપણાનો કવિ સ્વીકાર કરે છે. કવિ “મરણ” ને “સત્યને જીવનને ‘ભ્રમણા' કહે છે. પણ તરત જ પ્રકૃતિના સૌંદર્યની લીલા જોઈ કવિ વિચાર બદલે છે. ત્યારે મૃત્યુ નહિ “જીવન' સત્યરૂપ લાગે છે. ને મૃત્યુ જ “બ્રાંતિ'. પણ ખરી વાત એ છે કે મૃત્યુ જીવનતંતુને આગળ ધપાવે છે. તો વળી “મૃત્યુનો કરસ્પર્શ'માં મૃત્યુના સ્પર્શને ક્રૂર અને અભદ્ર કહ્યો છે. વૃદ્ધાવસ્થા સાથે જ થતા મૃત્યુના સ્પર્શનું કવિ આબેહૂબ વર્ણન કરે છે. શરીર જીર્ણ થઈ જાય છે. બુદ્ધિ અચેત બની જાય છે. બધાં જ મંથનો શમી જાય છે. સ્થિતપ્રજ્ઞતાને લીધે નહિ, મૃત્યુના અભદ્ર સ્પર્શને લીધે આમ થાય છે. મૃત્યુનો સ્પર્શ પ્રત્યેક પળે માનવને કોઈક નાનકડા કોચલામાં ધકેલી દેવા મથતો હોય છે. “અઘરું' કાવ્યમાં Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #208
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 207 સદ્દગત માને યાદ કરતાં કવિ મૃત્યુને “અંતિમમંઝિલ' તરીકે ઓળખાવે છે. તો નાનકડા ચિતનકાવ્ય “મૂંઝવણ'માં કવિ સરસ કલ્પના રજૂ કરે છે. મૃત્યુની પેલે પારનો પ્રદેશ દેખાવા લાગે ત્યાં જ ગત સ્વજનો અહીંથી મૃત્યુ પામી પ્રયાણ કરનારને સત્કારવા તત્પર બન્યા હોવાનું દેખાય છે. “કોની દ્વારા'માં કશાનો સંપૂર્ણ લોપ થતો ન હોવાનું કવિ કહે છે. મૃત્યુને કવિ જીવનનો લોપ કે પૂર્ણવિરામ ગણતા નથી. શરીરથી મૃત્યુ પામનાર અદમ્ય વાસના વડે તો જીવતો જ હોય છે. તેથી તો ગીતાકારે કામનાત્યાગ પ્રબોધ્યો ને બુદ્ધ તૃષ્ણા તથા પ્રમાદને જ “મરણ' કહ્યાં. નાયગરાના વહેણને (‘નાયગરા), કવિ “મહામૃત્યુનું વહેણ' કહે છે. સતત દોડ્યા કરવાની પ્રક્રિયા જ “મહામૃત્યુ'. માણસ પ્રત્યેક ક્ષણે મરે છે. ને નવો જન્મ પણ ધરે છે. કાવ્યસર્જન પણ કવિના નવજન્મની જ પ્રક્રિયા. પૂજાલાલ દલવાડીની (1901/1985 27 ડિસે.) કવિતાની વિશિષ્ટતા એની આધ્યાત્મિકતા છે. આ કવિને મોક્ષ કે સ્વર્ગની ખેવના ન હતી. જડમાંથી ચેતનમાં, મૃત્યુમાંથી અમૃતલોકમાં લઈ જનારી શ્રીમતી ઈશ્વરીના સ્વરૂપમાં તેમને લીન થઈ જવાની તમન્ના હતી. ૧૯૫૪માં ‘પારિજાત' સંગ્રહ પ્રગટ થાય છે. “રસાયન' કાવ્યમાં કાવ્યનાયક મરણનું રસાયણ બનાવીને પીધાની વાત કરે છે. મરણ તથા એના ભયને ઘોળીને પી જનાર માટે “મરણ' એ તો એક ઔષધિ. મરતા પઠાણની વતન પ્રીતિનો મહિમા ગાતા કવિ “પઠાણની, પુત્રને છેલ્લી આજ્ઞા' કાવ્યમાં મૃત્યુને જગતનાં દુઃખ નિવારનારી જડીબુટ્ટી તરીકે ઓળખાવે છે. કારણ મૃત્યુ પછી કોઈજ દુઃખદર્દ રહેતાં નથી. કવિ કાયાને કાચી માટીનું “કડિયું' કહે છે. પણ માટીનો દેહ માટીમાં મળી જવાનો હોવા છતાં જીવનતંતુના સાતત્યમાં કવિ શ્રદ્ધા છે. (‘જીવનદીપ') ૧૯૫૭માં “પાંચજન્ય'ની પ્રથમ આવૃત્તિ પ્રગટ થાય છે. જોદ્ધાને ઉદ્દેશી લખાયેલા “જા જોધ' કાવ્યમાં “મૃત્યુ તો કોને છોડવાનું? એવો પ્રશ્ન કરી તરત જ પાછા કવિ મૃત્યુનો ભય ન સેવવા કહે છે. મૃત્યુને આરોગનારા "મૃત્યુંજયી' બની જતા હોવાનું પણ તેઓ કહે છે. “જીવન” તથા “મરણ” બંનેને સમાન :ણતા કવિ “મરવાનું એકજ વાર છે' એમ કહી મૃત્યુના ભયને ખંખેરવા સૂચવે છે. (‘કવાર') તો જગતમાં આવ્યા ત્યારથીજ થયેલા મૃત્યુ નિર્માણનો નિર્દેશ ‘ઝળહળ'માં થયો. ‘કર્મવીર'માં કવિ મરણને “મદ્ય' સાથે સરખાવે છે. પુરુષાતન પ્રેરિત પુરુષ પણ એ પીને અંતે લેટી જાય છે. કાળને ઘોળી ઘોળી એનો કસુંબો કરનાર નિર્ભય લોકોને યાદ કરી કવિ માનવની યમ સાથેની યારીનો નિર્દેશ “હોય ના હૈયામાં હામ' કાવ્યમાં કરે છે. ૧૯૫૯માં પૂજાલાલનો “ગુર્જરી' કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. “તારા હાથમાં' કાવ્યમાં મરણશીલ એવા પોતાને અમૃતલોકમાં લઈ જવાની પ્રાર્થના કવિ કરે છે. તો “આરોહમાં પોતાના ઉરને મૃત્યુસાગરભણી ન ઘસડાવા જણાવાયું છે. “પરમસખાને' મિત્ર સ્મરણનું કાવ્ય છે. હમણાં આવું છું કહી હંમેશ માટે ચાલ્યા ગયેલા મિત્રના કોમળ હૃદયને યાદ કરી દિવ્યદર્શન દ્વારા પોતાને પ્રસન્ન કરવા સદ્ગતના આત્માને તેઓ વિનવે છે. તો પોતાની કાયાની ક્ષુદ્રતાનો એકરાર કરતા કાવ્યનાયક મરણોન્મુખ દીનતા અદશ્ય થાય એવી વાંછના માટીનો' કાવ્યમાં વ્યક્ત કરે છે. કવિ પૂજાલાલ “મરણ'ને માનવના અનુચર તરીકે ઓળખાવે છે. (‘મરણ”) માનવના ચારુચરણ પડે ત્યાં એ એની પાછળ અનુચર બનીને જાય છે. માનવની સેવામાં સતત હાજર રહેનાર મરણ એને જગતજનની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 208 પાસે લઈ જાય છે. ૧૯૭૯માં “શુક્તિકા' બહાર પડે છે. મરણને એકબાજુ સેવાભાવી અનુચર કહેનાર પૂજાલાલ “મરણને જીવલેણ જોખમભર્યા અંધકાર તરીકે પણ ઓળખાવે છે. (‘ત્રીજી શુક્તિકા') જો કે પ્રભુપ્રેમને તેઓ મરણના “મારણ' તરીકે ગણાવે છે. વીરોની મૃત્યુ સાથેની મૈત્રીનો નિર્દેશ કરતાં કવિ જીવનની સગાઈને ઠગારી ને મૃત્યુની સગાઈને કાયમી ગણાવે છે. તો વળી એકત્રીસમી શુક્તિકામાં “મૃત્યુને કવિ મહાયજમાન” કહે છે. સાડત્રીસમી શુક્તિકામાં પણ મૃત્યુના મહેમાન બનવાની કવિ વાત કરે છે. નચિકેતાની જેમ મૃત્યુનો મહેમાન થનાર જ અમરતપાન કરવાની આશા રાખી શકે. પચાસમા દુહામાં મૃત્યુઉછેરે છલકતા અમૃતના પાત્રનો ઉલ્લેખ કરી યમગૃહે અમૃત પીરસાતું હોવાથી મગૃહ જનારા વીરો અમૃતરસ પી અમર બનતા હોવાનું કવિ કહે છે. બાવનમાં દુહામાં મૃત્યુનો અફસોસ ન કરવાનું કહેતા અન્યના નવજીવનનો મહિમા ગવાયો છે. “સૂકું પાન ખરી પડે, તેમાં શો અફસોસ કૂંપળકાજ જગા થતી, એ એનો સંતોષ” 88 જૂનું જાય ને નવું પાંગરે, એ તો સૃષ્ટિનો ક્રમ છે. કવિ પૂજાલાલ જીવન અને મરણ બંનેને મિત્રો કહે છે. જીવન મરણને, ને મરણ જીવનને વારાફરતી નિયંત્રતા હોવાનુંય તેઓ માને છે. મૃત્યુ પામ્યા પછી પાછો પુનર્જન્મ. “આવનજાવનનો નિયમ, એવું યમનું રાજય કશું નાશ ના પામતું, જાય આવવા કાજ” 9 તેથીજ સ્વજનના મૃત્યુનિમિત્તે થતા રુદનને કવિ નિરર્થક ગણાવે છે. મૃત્યુ પછીના માર્ગે એ નિર્વિબે પળે એવી પ્રાર્થના સ્નેહીઓએ કરવાની હોય. આ વિશ્વને કવિ પૂજાલાલ જીવન અને મૃત્યુના ક્રીડાંગણ તરીકે ઓળખાવે છે. અંતે બધાં સર્જનો મૃત્યુના ઉદરમાં વિસર્જન પામતાં હોવાનું કવિ કહે છે. કવિ કહે છે “મૃત્યુ મહાસુખમાં પ્રવેશાવે' વેરઝેરથી ભરેલા આ ત્રાસદાયક જગતમાંથી મૃત્યુના માર્ગને સ્વીકારી જીવ એકલો જ મહાસુખમાં પ્રવેશે છે. તો બીજી જ પળે કવિ યમરાજના ઘરને “જડ' કહે છે. માનવના ચિદાત્માને કવિ અમૃતનો આવાસ' કહે છે. તો ક્યાંક વળી કવિ મૃત્યુના અસ્તિત્વનો જ ઇન્કાર કરે છે. અજ્ઞાનના અંધકારમાં વસતા લોકોનો એ તો “ભ્રમ' છે. ૧૯૭૪માં “મા ભગવતી' નામનું કાવ્ય કવિ પૂજાલાલ શ્રી અરવિંદાશ્રમનાં માતાજીના અવસાન નિમિત્તે રચે છે. 1974 નવેમ્બરથી ૧૭મીએ સાંજે મા ભગવતીએ સૌની વચ્ચેથી ચૂપચાપ વિદાય લીધી, પણ આત્મસ્વરૂપે તેઓ સર્વત્ર રાજતાં હોવાની કવિની શ્રદ્ધા છે. માતાજીના શરીરને તો કવિ પૃથ્વી પર પદ માંડવાના એક આધારરૂપ માત્ર ગણે છે. જીવનબાલ તથા મૃત્યુબાલ બંનેને માનું સ્તન્ય પ્રાપ્ત થયાનું કવિ કહે છે. કવિ કહે છે પ્રેમના પય પાવાં મૃત્યુને પણ માએ પોતાને ખોળે ધર્યું. ૧૯૭૮માં પૂજાલાલ “મુક્તાવલી” પ્રગટ કરે છે. કવિનું માનવું છે કે મૃત્યુ પીધા વિના અમૃત પ્રાપ્ત થતું નથી. અતિતેજ એવા મૃત્યુમદ્યનું પાન કરનાર દુનિયાના બાદશાહ બની જતા હોય છે. “નથી જરા, મૃત્યુ નથી જ મારું' એવી ભાવના રાખનારો લાંબા અનંત પથે પ્રયાણ કરી અનંતને પામી ધન્ય બનતો હોવાનું, કવિ માને છે. મત્ય માનવના જીવનને “ક્ષુદ્ર ગણાવતા કવિ મૃત્યરસના સ્વાદને અનેરો ગણાવે છે. મૃત્યુ વિષે વિરોધાભાસી વિચારો ધરાવતા કવિ પૂજાલાલ એક જગ્યાએ P.P.AC.'Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 209 મૃત્યુને કાળો કદરૂપો ભમરો' કહે છે. (મુક્તાવલી 127) કવિ કહે છે, મૃત્યુ નિશ્ચિત અને અનિવાર્ય હોય તો એને અંગે આટલી વિમાસણ શાને ? ૧૯૭૯માં “અપરાજિતા' પ્રગટ થાય છે મરણશીલ માનવને કવિતાનાં અમૃત પાઈ અમર બનાવવાનું કામ કવિઓ કરે છે, સુદૂર ત્યાં'માં મૃત્યુ પછીના દિવ્ય માર્ગનું વર્ણન કવિ પૂજાલાલે સરસ કર્યું છે. વિશ્વ અન્ય સર્વને વિસરીને ઈહલોકની છેવટની વિદાય લે છે. પરમધામને કવિ શ્રી સચ્ચિદાનંદ સ્વરૂપધામ તરીકે ઓળખાવે છે. ૧૯૮૦માં “દુહરાવલી' પ્રગટ થાય છે. ભગવાનનું સ્મરણ કરતાં ભાવોર્મિના આવિષ્કારરૂપે “દુહરાવલી' છંદ કવિને પ્રાપ્ત થાય છે, ૪૮માં દુહામાં કવિ મૃત્યુને વચગાળાનો માર્ગ કહે છે, મૃત્યુને તેઓ “અંત’ તો ગણતા જ નથી.. ગીતાની જ વાતને વાચા આપતા હોય તેમ ૪૯માં દુહામાં કવિ આત્માની અમરતા નિર્દેશ કરે છે. મૃત્યુ માત્ર, શરીરને પીડા આપી શકે. આત્મા પર એની કોઈ અસર થતી નથી. ત્રેપનમાં દુહામાં પણ એ જ વિચારનું પુનરાવર્તન કરતા કવિ મૃત્યુને યાત્રા આવેલા ‘વિરામ' તરીકે ઓળખાવે છે. જેઓ જ્ઞાનપ્રકાશ જયોતમાં જીવે છે એ અમદે છે. અજ્ઞાનનો અંધકાર એ જ મરણ” એવું કવિ માને છે. જેમને મૃત્યુનો ભય નથી વ. ક્ષણે ક્ષણે મૃત્યુની મીઠાશને અલૌકિક રસાયણરૂપે માણી શકે છે. મૃત્યુને “પુરાવા કહેતા કવિ, એ માર્ગે પગ રાખી અમૃતત્ત્વના યાત્રીઓ બ્રહ્મપરાયણ બનતા હેરાનું 8 છે. તો ક્યારેક કવિ મૃત્યુને “છાવેશી મિત્ર' પણ કહે છે. જે લાગે દુશ્મન, પડ્યું કામ મિત્રનું કરે છે. તેથી જ જ્યારે એ દ્વાર પર આવે ત્યારે, એ પરમ અવસરે એને સત્કારવા તત્પર રહેવાનું કવિ કહે છે, દેહનું ઘર સમયના બંધનમાં બદ્ધ હોવાથી એના પર મુક થવાનું નથી. કવિ મરણના ભયને મરણથી પણ વધુ ખરાબ ગણાવે છે. સૂર્યપુત્રી સાવિત્રીને કવિ મૃત્યુના ગર્તમાંથી તારવા આવનારી સન્મિત્ર તરીકે ઓળખાવે છે. તો નચિકેતાને અગ્નિ અને એનું આરાધિત અમૃતત્ત્વનું જ્ઞાન સ્વયં મૃત્યુને પણ મનાવી લઈ અમૃતનું વરદાન આપી દેતા હોવાનું કવિ જણાવે છે. ૧૯૮૦માં “સોપાનિકા' પ્રગટ થાય છે. માર્ગમાં મૃત્યુ આવે તો એનો મિત્રભાવે હાથ પકડી લેવાની કવિની અભીપ્સા “સંકલ્પમાં વ્યક્ત થઈ છે. “સુંદરના શૃંગમાં ને પંથે પ્રયાણ કરવાની તમન્ના વ્યક્ત થઈ છે. કવિ જીવનને બંધિયાર ને મૃત્યુ ને મુક્ત ગણાવે છે. “આનંદને આવાહનમાં ફરી કવિ સંસારને “મરણાલય' તરીકે વર્ણવે છે. જ્યાં મૃત્યુમાર્ગે જ જઈ શકાય એવી દૂરની સફરની વાત “સુદૂર સફરે'માં કરાઈ છે. કાવ્યનાયક આડા ઊભા રહી માર્ગ ન રોકવા જણાવે છે. કારણ તેઓ તો મિત્રને (મૃત્યુ) ઘેર જઈ રહી છે. જ્યારે અસીમ સિંધુ સાદ પાડી રહ્યો છે ત્યારે જીવને પળનોય વિલંબ ન કરવા જણાવે છે. દિવ્યપંથે પ્રયાણ કરનારાની વિદાયને કલ્યાણમયી કહે છે. આંખમાં અશ્રુ ને હોઠ 52 જ્ઞાનના સ્મિત સાથે “શુભના મહાયાત્રી પ્રિયોને આપજો અભિનંદનો" એમ કરે છે છે. “કાવ્યકેતુ' પણ ૧૯૮૦માં પ્રગટ થાય છે. રમણલાલ જોશી આ કવિતાને સ્વાભિમુજ કવિની કવિતા' તરીકે ઓળખાવે છે. સંધ્યાકાળે સમુદ્ર સ્નાને ગયેલા કવિમિત્ર સારાભાઈ દોશીનો સમુદ્ર ભોગ લીધો હતો. કવિ કહે છે, “જીવન દશ્યમાન ન જાય, એટલા માત્રથી એને “મૃત્યુ' શું કહેવાય? “રતિને આશ્વાસન'માં એક વિશિષ્ટ પ્રકારનો મૃત્યુસંદર્ભ વણાયો છે. શિવજીએ કામદેવનું દહન કર્યા પછી રતિએ દારુણ વિલાપ કર્યો હતો. કારે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 210 રતિને સીધું આશ્વાસન આપતા હોય એ રીતે કહે છે કે એનો પતિ અનંગ પોતાના દહબંધનથી મુક્ત થયેલો હોવા છતાં વિશાલતર, વિશ્વરૂપે સચરાચરમાં વિસ્તરી રહ્યો છે. મરીને એ વધુ અમર થયાનું કવિ કહે છે. મૃત્યુ કે શિવ કામદેવને મારી ન શકે. બહુ બહુ . તો એને અનંગ બનાવે. “ક્યાં છે ? માં ઘોરમાં ઘોર ગણાતું મૃત્યુ અને એનો અમૃત સ્પર્શ જ પીયૂષરસ પિવાડશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. ૧૯૮૬માં “યોગતપસ્યા” કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. જેમાં અશ્વપતિની પ્રતીકાત્મક ભુવનયાત્રા વર્ણવાઈ છે. અશ્વપતિ જીવનું પ્રતીક છે. પૃથ્વી પરના મૃત્યુને જીતી શકાયું નથી. રતુભાઈ દેસાઈને એમનાં મા માટે લખેલા “જનની' કાવ્યમાં મોતની છાયને સ્થિર, મધુર ને ધવલ કહી છે. મુખ પરે મધુરી સ્થિર મોતની ધવલ છાય, સુધીર ઢળી રહી” 91 મૃત્યુ પછી માનો યાત્રાપથ કેસરકંકુમથી સભર, ને કુસુમપુંજથી સુગંધિત હોવાનું કવિ કલ્પ યદિ ન જન્મ અને નિધન હશે અમર મંગલ જીવન ત્યાં વસે” 92 મરણને કવિ નવજન્મની ભૂમિકા તરીકે અહીં ઓળખાવે છે. પહેલા મરણનો ભય હતો, પણ પછી મરણને શરણ થવા દિલ ડરતું ન હતું. ૧૯૬૩માં “કલ્પનાનામનો સંગ્રહ રતુભાઈ આપે છે. “પાલખીમાં રતુભાઈ જન્મ મૃત્યુ આવાગમનના રમ્ય ક્રમનો નિર્દેશ કરે છે. પૂર્વમાંથી નિત્ય નૂતન અભિનવ પાલખી અંતે પશ્ચિમમાં શમતી હોવાનું કહે છે. “પૂર્ણવિરામ'માં કવિ જીવનને સાન્ત વાક્ય સાથે સરખાવે છે. આરંભ છે, એનો અંત છે. મૃત્યુને કવિ શાંતિમય પૂર્ણવિરામ કહે છે. રોજ મૃત્યુને ચોક મનુજની નશ્વરતાનું ધ્યાન” 7 એ સત્ય કવિ સમજે છે. કાવ્યનાયક સામાન્ય પ્રકારનું મૃત્યુ પામવાના નથી. ચાર અશ્વના રથ સમ ચાર મનુજના સ્કંધે ચડીને પોતે જવાના એવો કવિનો વિશ્વાસ છે. જે દિ એમનાં નયનનલિનો બીડાઈ જશે, ઓઠની પાંદડી વિલાઈ જશે, કંઠ વિહંગ ચૂપ થઈ જશે. તે દિ એમને દ્વાર આવી એક સેવક ઊભો રહેશે ને તેઓ કૃતકૃત્ય થઈ જશે. કવિની શ્રદ્ધા છે કે એમના મૃત્યુ બાદ કલ્પના તો જરૂર અમર રહેશે. ૧૯૮૧માં રતુભાઈ “સાસુમાની ઝાલરી નામનું એક અંગત શોકપ્રશસ્તિકાવ્ય લખે છે. કૃતિની શરુઆતમાં જીવન અને મૃત્યુ બંનેની અટલતાનો કવિ નિર્દેશ કરે છે. મૃત્યુ પછીના પ્રદેશના નિમંત્રણનું વર્ણન કવિ આ રીતે કરે છે. “આજ સહુ દિશા દે છે નિમંત્રણ માત્ર વહે શાંત વાયુ યેહી પુષ્પો ખીલે, ઝરી જાય છાની ગંધ યહીં, સંગીતના સપ્તસૂર... મહીં, સૂરમાં વિલીન થાય. ચલો તહીં મા.... મૃત્યુને કવિ આનંદલોકની મહાયાત્રા કહે છે. “શું સાચે જ જવા વેળા થઈ ? એ વિચારે ધ્રૂજી ઊઠતા કવિ સાસુમાના મૃત્યુ પછીના નવલા દિવ્યદેશે થનારા પ્રયાણની વાતે સ્વસ્થતા ધરે છે. મૃત્યુ તો કવિને મન પિયામિલનનો અવસર. સી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 211 “દેવળપરમ મૃત્યુદેવપદે લળવાનો જાણે પરિતોષ જાણે પિયામિલનનો પ્રાણ મહાશોષ” 94 “સ્વલ્પચિંતન'માં કવિ જીવન તેમજ મૃત્યવિષયક ચિંતન રજૂ કરે છે. અવ્યક્તમાંથી વ્યક્ત બનતા તત્ત્વને જીવન તથા વ્યક્ત અવ્યક્તમાં ભળે એને જ શું મરણ કહેવાનું હશે? તેઓ મૃત્યુના રહસ્યને ઘેરું ને અસ્પષ્ટ કહે છે. મૃત્યુ પારનું જીવન કેવું હશે? આ સનાતન પ્રશ્ન આ કવિ પણ પૂછી નાખે છે. ને છતાં મૃત્યુ પરત્વેની નિર્ભયતા તો તેઓ વ્યક્ત કરે જ છે. મૃત્યરૂપી બાલ ભલે ને દંશ દે આત્માનાં ઉડ્ડયન અપાર' જીવનસાતત્યના જળને વિધાતાએ મૃત્યુની પાળ બાંધી છે. પણ પેલો આત્મા એ પાળનેય તોડી ઊડી જાય છે, ક્યાંક દૂર દૂર.... જીવનનો પ્રારંભ, શું ત્યાં જ શરૂ મૃત્યુ?” કવિ મૃત્યુને એક બાજુ અતિથિ કહે છે. તો બીજી બાજુ માગણ. - ૧૯૮૬માં રતુભાઈ દેસાઈ “યાત્રા-પથનો-આલાપ’ પુસ્તક આપે છે. જેને અમૃતલાલ યાજ્ઞિકે “અંતર્યામીની દર્શનયાત્રા' તરીકે ઓળખાવ્યું છે. કવિ કહે છે “જે રાખની ઢગલીમાંથી આપણે પ્રગટ્યા છીએ તે જ રાખની ઢગલીમાં આપણે પોઢી જનારા છીએ.” ઉપ પ્રત્યેક જન્મગાંઠે આપણે એક ગાંઠ છોડીએ છીએ, ને બીજી વધુ એક બાંધીએ છીએ. જન્મ ને મૃત્યુને જુદાં પાડી શકાતાં નથી. એકની વાત કરતાં બીજાની વાત કરવી પડે છે. કવિ કહે “જન્મ પર તમારો અધિકાર ન હતો અને મૃત્યુ પર પણ તમારો અંકુશ હશે નહિ” 9 કવિ મૃત્યુને એક પવન' તરીકે ઓળખાવે છે. જે પાકેલાં ફળોને તેની ડાળથી છૂટાં પડે છે. પરિણામે તે રસાળ ભૂમિમાં વેરાઈ જઈ ફરી તે નવવૃક્ષ રૂપે પ્રગટે. મૃત્યુની વ્યાખ્યા આપતાં કવિ કહે છે. * “મરવું એટલે પવનની પીઠે ચડી અનંતની ક્ષિતિજોમાં અલોપ થઈ જવું” 97 મૃત્યુને કવિ જીવનનો નહિ, જિજીવિષાનો અંત ગણે છે. જીવનનો પિંડ મૃત્યુનો અભિનવ સ્પર્શ પામીને નવલ આકૃતિ ધારણ કરવા ઝંખતો પિંડ છે. મૃત્યુને ધીરતાથી લાડપૂર્વક ને લાલિત્યસહ ભેટવાની વાત કરે છે. જીવનમાં અનિશ્ચિતતા છે. જ્યારે મૃત્યુ તો નિશ્ચિત છે. કવિ કહે છે. “અગમ્ય આવિષ્કારોથી સભર જીવનનો અંતિમ આવિષ્કાર તે મૃત્યુ?” << કવિ કહે છે. “જીવનની બંસરીમાં જે પળે સૂર વહેતો થયો તેને માનવે જન્મ ગણ્યો. જીવન બંસરીમાંથી જે દિને સૂર વહેતો બંધ થયો તે મૃત્યુ.” 99 એકએક જન્મદિન મૃત્યુ તરફની ગતિ, ને મૃત્યુદિન નવા જન્મની શરૂઆત. કવિ પોતાના મૃત્યુને “વેશપલટો' કહે છે. કવિને પુનર્જન્મમાં કદાચ શ્રદ્ધા છે. તેથી ફરીવાર જરકશી જામો અને મલમલી ટોપી પહેરી તેઓ આ સૃષ્ટિમાં સૌની વચ્ચે આવવાના. કવિ વિદાય વેળાએ પણ મૌનનો ભંગ ન કરવા જ સૌને વિનવે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 212 “સ્થલ ભેગું સ્થલ : અને જલ ભેગું જલ બની જશે” % પણ કવિ તો પોતાને જલDલથી પર ગણાવે છે. પોતાની અંતિમ ઈચ્છાના કાવ્યમાં કવિ પોતાની જાતને પંચતત્ત્વના પૂતળા તેમજ અમૃતસ્ય પુત્ર તરીકે ઓળખાવે છે. રતુભાઈના કાવ્યસંગ્રહ “યાત્રાપથનો આલાપ'ને પ્રાપ્ત થયેલ સુવર્ણચંદ્રક તથા રક્તસ્રાવથી અચાનક રતુભાઈનાં પત્ની મમતા બહેનનું અવસાન થયું. (11/2/88) કવિ રતુભાઈએ અંગત શોકને સાર્વજનીન સ્વરૂપ આપ્યું ને “ખંડેરનો ઝુરાપો' (1989) કાવ્ય સર્જાયું. જેમાં મૃત્યુ પહેલાની રાત્રિનું, ને મૃત્યુ પછીની સ્વજનોની સ્થિતિનું હૃદયસ્પર્શી ચિત્રણ છે. તખ્તસિંહ પરમાર આ કાવ્યને “અશ્રુસિંચિત કાવ્યવેલી પર ખીલેલું પુષ્પ” કહે છે. મૃત્યુ પછી સ્વજન ક્યાં જાય છે? એની કોઈને ખબર નથી. પત્ની પાસે નથી, એવું ન માનવા તેઓ કહે છે. ફેર એટલો કે પહેલાં દશ્યરૂપ હતી. એ હવે અદેશ્યરૂપ બની છે. ખૂબ અશ્રુ વહાવ્યા બાદ સ્વસ્થ બનેલું કવિચિત્ત અંતે મૃત્યુ વિષેના નિષેધાત્મક વિચારો ત્યજી દઈ નિયતિદીધા સત્યનો સ્વીકાર કરે છે. મૃત્યુને કવિ જીવનના કલામય સત્યમય અભિનવ ધારણ' તરીકે ઓળખાવે છે. કવિ અહીં મૃત્યુદૂત, યમદેવનું પણ વર્ણન કરે છે. શ્યામકેશ, શ્યામવેશ ધરાવતા યમદેવનો પ્રદેશ તિમિરથી ભરેલો છે. પોતાની પત્નીને પલકમાં લઈ જનાર મૃત્યુદૂત પ્રત્યે રોષ છે કવિને. મૃત્યુને કવિ ભિક્ષુક જ નહિ, મહાભિક્ષુક કહે છે. મૃત્યુનું દાપું રોજ કેટલું ચુકવવું? એ કવિનો મહત્ત્વનો પ્રશ્ન છે. કવિ સુંદરજી બેટાઈ “જયોતિરેખા', “ઈન્દ્રધનુ', “તુલસીદલ', “વિશેષાંજલિ' અને વ્યંજના' એમ પાંચ કાવ્યસંગ્રહો આપે છે. ને છઠ્ઠો સંગ્રહ “સદ્ગત ચંદ્રશીલાને'. “ઈન્દ્રધનુ' તથા “સદ્ગત ચંદ્રશીલાને' કાવ્યોને ધીરુભાઈ ઠાકર ઉત્તમ કોટિનાં કરુણપ્રશસ્તિ કાવ્યો ગણાવે છે. કવિ બેટાઈ કહે છે. જીવનઝરણાં મૃત્યુની સીમા આગળ અટકી જતાં દેખાય, પણ એ ખરેખર અટકી જતાં નથી. મૃત્યુ પારના પ્રદેશમાં એનો શાંત પ્રવાહ વહ્યા કરવાનો. “જનમમરણના ઓરડા' કાવ્યમાં વિરલ ભાવદર્શન જોવા મળે છે. ગર્ભસ્થ અવસ્થાની વાત દ્વારા કવિએ હળવેકથી પુનરપિ જનનું પુનરપિ મર-જન્મમરણના વારાફેરાનો નિર્દેશ કર્યો છે. ભરતવાક્યમાં જીવનના પૂર્ણવિરામ તરીકે “ભરતવાક્યનો ઉલ્લેખ કરી, જગતની વિદાય લેનાર જીવ સર્વત્ર શાંતિ અને સુખ પામે એવી પ્રાર્થના કરે છે. વિદાય લેતા ભાઈને ઉદ્દેશી લખાયેલા “વિદાય' કાવ્યમાં મૃત્યુને અતિ પવિત્ર માનતા કવિ “મૃત્યગંગાનો પ્રવાહ” કહી મૃત્યુને ગંગા સાથે સરખાવે છે. “ઇન્દ્રધનુ'ના પ્રવેશકનું ખરેલો તારો' કાવ્યમાં રજનીના ઉરથી અંધારામાં ખરી પડતો તારો, માતાના ઉરથી મૃત્યુમુખમાં સરી પડતા બાળકનું પ્રતીક છે. દસ માસના બાળકના અવસાન નિમિત્તે લખાયેલા ઇન્દ્રધનુ' નામના કરુણપ્રશસ્તિ કાવ્યમાં શરુમાં શોક અને પછી શાંતિનો અનુભવ વ્યક્ત થયો છે. પોતાના સદૂગત બાળકને પ્રભુપ્રભાના એક “રશ્મિ' તરીકે કવિ ઓળખાવે છે. કવિનો માહ્યલો સ્તવી ઊઠે છે. મેં મૃત્યુઆંક મુજબાલસંગે સૂતેલ જોયાં શિશુઓ અસંખ્ય” પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 213 જન્મ, જીવન, મૃત્યુમાં આદિશક્તિનો વ્યાપક વિલાસ નિહાળતા કવિને કાલોસ્મિ વદતા કાળભગવાનની શક્તિનો સાક્ષાત્કાર પમાય છે. મૃત્યરૂપી અંજનથી માનવના ચક્ષુને નવું તેજ મળતું હોવાનુંય કવિ કહે છે. ઈશ્વરશ્રદ્ધાના બળે કરીને પછી ચિત્તલોભ ઓસરી જાય છે. કવિ સર્વત્ર મૃત બાળકનાં દર્શન કરે છે. શશિમાં બાલમુખનું માધુર્ય, તારાઓમાં બાળકનાં નેત્ર, જગતનાં બાળકોનાં હાસ્યમાં પોતાના બાળકના ઓઠનું વિકસન નિહાળી, હૈયામાં પ્રકૃતિની રંગલીલા જોઈ શિશુની હર્ષસમૃદ્ધિનો કવિ અનુભવ કરે છે. “મૃત્યુના હસ્તથી બાલ રેલાયો વિશ્વમાં દિસે અદશ્ય થઈને પાછો | નવરૂપ ધરી રમે” મૃત્યુએ તો બાળકને વિશ્વવ્યાપી બનાવી દીધો. સમસ્તમાં વ્યસ્ત ને વ્યસ્તમાં સમસ્ત, અદષ્ટમાં દષ્ટ, ને દૃષ્ટમાં અદષ્ટનો અનુભવ કવિને થાય છે. નરસિંહરાવના મૃત્યુ નિમિત્તે “વાઘનાશ' કાવ્યમાં કવિ કહે છે “વાઘ ફૂટી, શીર્ણ, વિશીર્ણ બને તોપણ એનું વિરાટ સંગીત આથમતું નથી. કશાનો નાશ થતો નથી. માત્ર સ્વરૂપ બદલાય છે. જીવનપ્રવાહ સતત વહે છે. નવા રૂપે જીવન વિલસે છે. એ ભાવ નરસિંહરાવની જેમ બેટાઈ પણ અનુભવે છે. સ્વજનમૃત્યુ કવિ દષ્ટિને વિશાળ બનાવે છે. મિત્ર રવિશંકર દવેના અવસાન નિમિત્તે લખાયેલા કાવ્યમાં પણ પ્રકૃતિનાં તત્ત્વોમાં થતું મિત્રદર્શન કવિની વિશાળ દષ્ટિનો પરિચય આપે છે. વિલીન થયેલા મિત્રમિતને છીપલામાં તેઓ શોધતા. સૂક્ષ્મ મૈત્રીઝરણું સતત વહેતું હોવાની પ્રતીતિ એમને થતી. “સૂક્ષ્મદર્શન' નામના સ્મરણાંજલિ કાવ્યમાં પણ, સગત મિત્રે ધરેલાં અનેક સ્મૃતિદેહનો કવિને અનુભવ થયાની વાત રજૂ થઈ છે. મિત્રના અવસાને મોહની ભેખડો તોડી નાખતાં સૂક્ષ્મતાનું સૌદર્ય કવિને દષ્ટિગોચર થાય છે. એને તેઓ ભૂલવા માગતા નથી. મૃત્યુ પછીના પ્રદેશની, બ્રહ્મમાર્ગના પ્રવાસની વાત “કેડી' કાવ્યમાં થઈ છે. જે મૃત્યુને સમજી શકે, તે એનો સહર્ષ સ્વીકાર કરી શકે. ને એ જ જ્ઞાની કહેવાય. આગળ ગયેલા પ્રવાસીઓએ કંડારેલી આ કેડીએ જોગીભોગીના ભેદ નથી. મૃત્યુની દષ્ટિએ સૌ સમાન, પણ આત્મજ્ઞાની જ મૃત્યુને મિત્ર બનાવી શકે. ૧૯પરમાં બેટાઈનો ‘વિશેષાંજલિ સંગ્રહ બહાર પડે છે. જીવનયાત્રાના વસમાપણાને જન્મની ફેરશિક્ષા'માં રૂપકાત્મક રીતે કવિ નિરૂપે છે. જેમાં ફરી ન જન્મવાની તેમની ઝંખના (મુક્તિ) પ્રગટ થઈ છે. કવિ જન્મ અને મૃત્યુને કાયાના બે “તટ' કહે છે. મૃત્યુ દુઃખદ ન લાગતું હોવા છતાં જન્મની જાગૃતિ વચ્ચે પાછી “મૃત્યુ છાયા કેમ ઢાળી ?' એવો પ્રશ્ન તો ઊઠે જ છે. (‘પૂછવુંયે અનંત') અત્ર તત્ર સર્વત્ર વરસતા પરમ શાશ્વત સત ના આવિષ્કારો તરીકે કવિ જન્મ અને મૃત્યુને ઓળખાવે છે. તો બીજી બાજુ મૃત્યુને સોનાની થાળીમાં લોઢાની મેખ પણ કહે છે. તો વળી લોનાવાલાના Tower of silence' જોઈ સ્ફરેલા “શાંતિતીર્થ' કાવ્યમાં કવિ મૃત્યુને “શાંતિનિર્ઝરણ' કહે છે. નવા જન્મના આનંદનો કવિ સહર્ષ સ્વીકાર કરવા તૈયાર છે. ' ' “લેશે પ્રગાઢતમ નીંદર મત્યની એ છે કે :ને જાગશું ફરી વળી નવ જન્મ લેશું 103 - P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 214 કવિને મન જન્મ અને મૃત્યુ બંને સુંદર છે. જન્મમરણચક્રને કવિ આનંદ અને શાંતિના અનુભવ તરીકે ઓળખાવે છે. પત્નીના ભાઈના અવસાન નિમિત્તે લખાયેલા “અદીઠસવારી' કાવ્યમાં યમરાજના અદશ્ય પાશનો ઉલ્લેખ કરી કવિ મૃત્યુને “ગર્જનશૂન્ય સિંધુ' કહે છે. ‘વણનીર સાગર એ પણ મૃત્યુનો'. મૃત્યુની અશબ્દ શક્તિનો પરિચય તો આ પહેલાંય પુત્રપુત્રીના અવસાન સમયે મળી ચૂક્યો છે. પરમ શક્તિના બે સ્તનરૂપ જન્મ અને મૃત્યુનો અનુભવ એક પછી એક લેવાનો જ હોય તો “ડાબુંજમણું ના ભેદને જોવો નકામો છે. મૃત્યુની શોકપ્રદ લીલાને જ્ઞાન વડે જ સમજી શકાય, એમ માનતા કવિ મૃત્યુના વજચક્રનો અનુભવ પોતાના સંતાનોના મૃત્યુ વખતે કરી ચૂક્યા છે. “ત્યાં ક્યાંયથી દીઠ અદીઠ આવી અશબ્દ શી મૃત્યુતરી સવારી” 04 પણ કવિ તો ક્રાંત-દા ને તેથી એ અદીઠ સવારી તેમની કલ્પનાદષ્ટિને જરૂર દેખાય, અષ્ટ ધજા, અનિવાર વેગ ને અદીઠ રથમાંની એ સવારી, એમાં આરૂઢ થયેલું તત્ત્વ શસ્ત્ર કે સારથી વિનાનું.... અંધાર કે તેજ કશાથી સામનો ન થઈ શકે તેવાએ મૃત્યુતત્ત્વના પ્રચંડ, એકચક્રી ને બ્રહ્માંડવ્યાપી શાસનનો નિર્દેશ કવિ કરે છે. સ્વજનમૃત્યુના આઘાત સામે બધું જ્ઞાન રંક બની જતું હોવા છતાં મૃત્યુની અનિવાર્યતાને સ્વીકારવી જ રહી. “મૃત્યુંજયો ભીખસમાય આખરે શક્યા ઉવેખી નહિ કાલધર્મને” વ મૃત્યુને સમજી નહિ શકવાથી જ એ અમંગલ લાગે છે. નચિકેતાને મળેલા મૃત્યુરહસ્યજ્ઞાનની કવિ પણ ઝંખના કરે છે. ૧૯૬૧માં બેટાઈ “તુલસીદલ' પ્રગટ કરે છે. “આવજે બંધુ આવજેમાં કવિની જન્માંતરોમાંની શ્રદ્ધા પ્રગટ થઈ છે. કવિ કહે છે, માનવને એક જન્મમાંથી બીજા જન્મમાં લઈ જનારને “અંતક' શી રીતે કહેવાય? દરેક જન્મગાંઠે કવિને “મૃત્યુસ્મારક' દેખાય છે. મૃત્યુલીલાને કવિ અલૌકિક ગણે છે. કવિ પોતાના જન્મદિને ભયમુક્ત બની મૃત્યુમિત્રને આવકારવા તત્પર બને છે. આ મૃત્યુ કેવા કેવા રૂપે આવે છે એનોય કવિ સરસ ચિતાર આપે છે, ક્યારેક એ વજઘાતે આવે છે, તો કદિક ફૂલની જેમ કોમળતાથી હાથ પ્રસારે છે. કદીક વાજતે ગાજતું તો કદીક ચોરની જેમ લપાતું પાતું આવે છે. “પ્રાણાધિક ચિરંજીવ' સદ્ગત પુત્રને ઉદેશી લખાયેલું કાવ્ય છે. જેમાં સર્વદિશામાં, સર્વકાલમાં વ્યાપેલા મૃત્યુના ઘોર નિર્જલ સાગરનો કવિ નિર્દેશ કરે છે. “બળેલું પાન' પ્રતીકાત્મક પ્રસંગકાવ્ય છે. બળી ગયેલા છતાં પ્રત્યેક રેખાએ અખંડિત પાંદડાંને પોતાની નાજુક હથેલીમાં સાચવીને દાદાને બતાવતી પૌત્રીના હાથમાંના એ પાંદડાને જોઈ મૃત્યુની રેખાએ રેખામાં તેમને જીવનનો આલેખ દેખાય છે. કવિને અહિં જન્મ મરણ સંદર્ભ દેખાય છે. 3. “જન્મમાં મરણની રેખ-ને મૃત્યુમાં જન્મની રેખ જોયું મેં પર્ણ એ 100 એ મૃત્યુરેખમાં કવિ સમગ્ર જીવના લેખ જુએ છે. તો ટેકા વિના ઊભેલું એક બાલવૃક્ષ (“અધ્ધર બાલવૃક્ષ') મૃત્યુની અવહેલનાનું સૂચક છે. જીવન તો ક્યાં ક્યાં ફૂટી નીકળતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 215 હોય છે. જીવનની સુંદરતા મૃત્યુનો વિચાર સરખોય ન કરે. ઉવેખે મૃત્યુને શું આ ફૂટતું નવજીવન ઉલ્લસે વિલસે જાણે સંદાનવ સનાતના 107 પોતાના અસ્તિત્વના સૌંદર્ય પર એ એવું મુસ્તાક છે કે મૃત્યુની તો જાણે એને મન ઐસીતૈસી, જીવનના સૌદર્યનો સ્વીકાર અને મૃત્યુનો તિરસ્કાર કરતું એક સુંદર કાવ્ય, તો “જર્જરવૃક્ષ' વળી ભાવિ મૃત્યુની ભીતિની વાત લઈને આવે છે. ભેખડે બાઝી માંડ ટકી રહેલા વૃક્ષના ચિત્ર દ્વારા જીર્ણતંત જિજીવિષાનું સૂચન થયું છે. મોતના ભયે ધ્રૂજી રહેલી એ જીર્ણતંતુ જિજીવિષાને કવિ નિરર્થક ગણે છે. જન્મમૃત્યુના બે બિંદુઓનો નિર્દેશ શૂન્યસૃષ્ટિ'માં થયો છે. જન્મમૃત્યુને બાંધતી એ રેખા જાણે શૂન્યનો જ વિસ્તાર છે. મૃત્યુની ખીણના અંધારા જાણે રસ્તામાંય સુકોમળ ગલીના કોમળ મધુર પ્રકાશની કવિ ઝંખના “ન જાણું કયમ' ? માં વ્યક્ત થઈ છે. કલ્પના તથા સ્મરણમાં સદ્ગત પત્નીનો સહવાસ અનુભવતા કવિ માટે સદ્દગત ચંદ્રશીલાની પુણ્યતિથિ શ્રાવણી શુક્લપંચમી વસતપંચમી બની જાય છે. ભૂતકાળના રંગગુલાબો સ્મરણરૂપે કવિના અંતરની અમાસને અજવાળે છે. (“શ્રાવણી ઝરમર') ૧૯૦૮માં જન્મેલા અને 1991 (13 જાન્યુ) એ અવસાન પામેલા કવિ સુંદરમ્ ના ઘડતરનો કાળ રાષ્ટ્રીય પુનરુત્થાનનો પણ કાળ હતો. “કોયા ભગતની કડવી વાણી' અને ગરીબોમાં ગીત'માં મૃત્યુનું નિરૂપણ સામાજિક કરુણતાના સંદર્ભમાં થયું છે. “લાડવા ખવાડમાં મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચ તથા મૃત્યુ પામનાર તથા “મૃત્યુની આમન્યાના લોપ પરત્વે કવિ આપણું ધ્યાન દોરે છે. કવિને માનવ અસ્તિત્વનું કુતૂહલ જરૂર છે. પણ સાથે સાથે જીવનના માધુર્યને મોતના ફાકા વડે કેમ રોળી નાખ્યું? એ પ્રશ્ન સતાવે છે. “હે દેશ મારામાં દેશપ્રેમ માટે “અમરમૃત્યુ' વરવા સજ્જ થયેલ હૃદયની તથા “ઊઠો રે કાવ્ય “મોતનાં તેડા'ના સહર્ષ સ્વીકારનો પરિચય આપે છે. “જન્મગાંઠ'માં (કાવ્યમંગલા'). જિંદગીને જ એક પ્રચંડ ગાંઠ કહેતા કવિ કાળના અનંત સૂત્રનું ચિંતન રજૂ કરે છે. ને તેથી જ જન્મગાંઠની વાતે માનવ આટલો આહલાદતો કેમ હશે, એ કવિ સમજી નથી શકતા. એ ના ગઈ” (“યાત્રા')માં એક નાનકડી બાળાના અવસાન સંદર્ભે વ્યથિત થયેલા એક શિક્ષકની મનોવ્યથા અને મૃત્યુના ક્રૂર પંજા સામેનો આક્રોશ વ્યક્ત થયો છે. તો યુવાન કવિ ગોવિંદ સ્વામીનું મૃત્યુ સુંદરમ્ સમક્ષ એક પ્રશ્નાર્થ બનીને આવે છે. કમનીય વાસંતી પ્રભાતે ઉમંગભેર ટહેલવાની મનોરમ ઘડીએ કવિની કાંધે શબ બની ચડવાનું ગોવિંદે કેમ પસંદ કર્યું ? એ પ્રશ્ન કવિને હલબલાવી જાય છે. મૃત્યુના દરદની દવા હજુ કોઈને ન જડવાનું કવિ કબૂલે છે. “તવ નિરૂતરી મૌનને ઘટે નહિ જ ખંડવું.” % કવિના મનમાં એક સનાતન પ્રશ્ન જાગે છે. “ચૈતન્યનો રાશિ વિલય થતાં એ બધો અણુસમુચ્ય શું સદંતર વિલય પામે?” સદ્ગત મિત્રની સાથે અગ્નિમાં શયન કરી વેદના વિલોપવાનું મન થઈ આવેલું. પણ એય ક્યાં શક્ય છે? અનાદિ યુગથી અગમ્ય જન અગ્નિ અંકે શમ્યા છતાં નહિ સજીવ ચિત્ત પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 216 - અંક એકે ચડ્યા વદંત યમરાજની અકળ પલ્લવીની કળા” 09 અનેક માનવો મૃત્યુ પામે છે. બાકી રહેનારના ચિત્તે આંકો સરખોય નથી પડતો. યમરાજની અકળ કલા આ સત્ય આપણને સમજાવે છે. “સુધા પીવી' કાવ્યમાં કવિની અમર થવાની અનિચ્છા વ્યક્ત થઈ છે. “દ્રૌપદી' કાવ્યમાં સુંદરમ્ દ્રૌપદીના વિશિષ્ટ વ્યક્તિત્ત્વને શબ્દબદ્ધ કરે છે. કુરુક્ષેત્રના સ્મશાનમાં ચિતાના શતશઃ અગ્નિને જોઈ અગ્નિજા કંઈક વિચારતી જીવનના અંતે જીવનના પર્વત પરથી મૃત્યુની કરાડમાં ગબડી પડે છે. મૃત્યુની હિમાળી આંધી જીવનની ઉષ્માને ઠારી દે છે. “અગ્નિની દુહિતા કેરી ચિતા હિમમાં થઈ” 110 વિધિની વિચિત્રતા એ કે અગ્નિદુહિતાની ચિતા હિમાલયે થઈ. “સ્વ. પંડિત નારાયણ મો. ખરને અપાયેલી અંજલિ, એક ઉત્તમ કાવ્ય છે. (“કાવ્યમંગલા') સદ્ગતનાં ગીતો કવિને, મૃત્યુને જીતવાનું બળ પૂરતું પાડતાં. “અબ હમ અમર ભયે, ન મરેંગે'ની સુરાવલિના આશ્વાસને વિયોગની કપરી વેદનાઓ ડૂબી જતી ને મૃત્યુ જાતે જ જાણે મૃત્યુ પામતું. પંડિતજીના મૃત્યુનું અનુપમ દિવ્યદર્શન કરાવતાં પાંદડી પ્રભુ સાથે જોડાઈ ગયાનું કવિ જણાવે છે. અહીં મૃત્યુને સુંદરમે નાસતું, બીતું, હાંફતું પશુ કહ્યું છે. કવિ શ્રીધરાણી એકવીસ વર્ષની ઉંમરે કાળગંગાને સામે પાર બિરાજતા જગતના રાજાધિરાજને પડકાર ફેંકે છે. ને એને બારણે કહેણ પાઠવ્યા વિના પહોંચી જવાની તમન્ના વ્યક્ત કરે છે. અનેક જન્મોના, ચકરાવામાં પડવા છતાં ધ્રુવ તત્ત્વ ન પમાયાનો અફસોસ એકવીસમે વર્ષે'માં વ્યક્ત થયો છે. જિંદગી કે મૃત્યુ એકેયનું રહસ્ય પોતે જાણતા ન હોવાની વ્યથા અહીં વ્યક્ત થઈ છે. પોતાની જાતને તુલસીના છોડની સાથે સરખાવવામાં એક એક વર્ષને અગ્નિદાહ આપવા જવાની વાત કરે છે. જેથી પછી મૃત્યુનો ભય ન રહે. પોતાનાં વર્ષોને અગ્નિદાહ આપતાં શ્રીધરાણી કહે છે. કરી કઠણ ઠાઠડી શિર ધરી સ્મશાને ગયાં મૂક્યાં સકલ લાકડાં જરીક આગ વનિ થયો” 11 તો “અમૃતના ઉંબરમાં વરવાં મોત ઊભાંની વ્યથા વ્યક્ત થઈ છે. મૃત્યુને મહાત કરી શકે એ જ અમૃતને દ્વાર પહોંચી શકે ને ? પણ કવિ શ્રીધરાણી મૃત્યુથી કદી ડર્યા ન હતા. ગાંધીયુગના ભેખધારી કવિ ખરા ને ? તેથી તો તેઓ મૃત્યુને “સુગંધીવાયુ” કહે છે. (“મૃત્યુને) મૃત્યુનો સ્પર્શ ધન્ય હોવાનું કહેતા આ કવિ અનેરા અદેશ્ય કાવ્યને ગાઈ ઊઠે છે. કવિ મૃત્યુને સુંદર કરુણતા કહે છે. એ સુંદર કરુણભાવ એમને ગમી પણ જાય છે. પણ તરત જ પાછો એક થથરાવતો વિચાર આવે છે. “મૃત્યુ પણ આમ જે એક દિવસ ચિતામાં બળીને ખાખ થઈ જશે. ને તો તો પછી પેલું કરણ સૌદર્ય નષ્ટ થઈ જાય. કવિ હિંમત હારી જાય છે. મૃત્યુને બળેલી ઝળેલી કુરૂપ સ્થિતિમાં તેઓ જોવા માગતા નથી. (ભલે કરુણ પણ એ સુંદર તો હોવું જ જોઈએ). કવિ શ્રીધરાણી મૃત્યુને અહીં માનવીય રૂપે કંડારે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 217 આકાશ શી નીલ ગભીર આંખો ઉષા સમા ઓઠ સુવર્ણ તારા સુનેરી એ કેશકલાપ ઝાંખો - બળી જશે દેહની તેજ-ધારા” 12 ને આ વિચારેજ તેઓ ધ્રૂજી ઊઠે છે. “મૃત્યુનૃત્યમાં કવિએ મૃત્યુના સૌંદર્યને વર્ણવ્યું છે. પ્રકૃતિની હરિયાળી વચ્ચે ચાલતા મૃત્યુના અતિરમ્ય અભિરામ નૃત્યની કવિએ સુંદર કલ્પના કરી છે. દિશા પારથી આવતી મૃત્યુની સવારી જાણે ભેરવતાનની વેણ વાય છે. બુલબુલ આવીને ડાળે બેસી જાણે મૃત્યુનૃત્યની સાથે તાલ આપતાં નાચતાં નાચતાં ખરી પડે છે. પ્રણયસ્પર્શ, સૌંદર્ય, માધુર્ય, સંગીત આ બધું મૃત્યુ સાથે જાણે અનુપમ નૃત્ય કરે છે. જીવનમાં જે નૃત્ય કર્યું ના મૃત્યુમાં એ અંગ મરોડ 113 મૃત્યુની, એના નૃત્યની મોહિની જ એવી કે બધું જ નૃત્ય કરતું થઈ જાય. એજ સૂચવે છે ' કે જીવન કરતાં મૃત્યુ વધુ સંગીતમય છે. “મૃત્યુની દીપકવાટ'માં કવિ મૃત્યુને પથદર્શક દીપક સાથે સરખાવે છે. જીવનનો ઝળહળતો દીવો પહેલ વહેલો જે દિવસે પ્રકાશ્યો એ જ દિવસથી મેઘધનુષ્યની રંગલીલામાં જ મૃત્યુનો પ્રેમળ સ્પર્શ પમાયો છે. મૃત્યુ પણ અંતરમાં અનેક અરમાનો લઈને આવે છે. “કાઠિયાવાડમાં સીધો મૃત્યુસંદર્ભ નથી. બેએક ઉલ્લેખો મળે છે. કૃષ્ણપ્રભુને મરવા લાયક દેશ તરીકે કાઠિયાવાડને કવિ ઓળખાવે છે. કબરે કબરે સીતાફળીની છાંયા | મૃત્યુનોંધનો મધુપ્રમેહ એમાં માય” 14 કવિ કરસનદાસ માણેક ૧૯૩૫માં “આલબેલ” પ્રગટ કરે છે. કાવ્યનાયકની મૃત પત્ની ક્યારેય પાછી આવવાની નથી. પણ માનવ હંમેશ અશક્યના જ અભિલાષ સેવે છે. સખિની ઝાંખી ક્ષણેક થાય તો બદલામાં હજાર મૃત્યુઓની યાતનાઓ ને કરોડો નરકવ્યથા ભોગવવા તેઓ તૈયાર છે. સ્વજનમૃત્યુની વેદનાની ટીમ પોતાના જીવનને પણ સતત મૃત્યુવારિધિ તરફ પ્રયાણ કરવું અનુભવાવે છે. (બપોરે ને અત્યારે) કવિ કરસનદાસ માણેકે તો પહેલેથી જ પોતાના મૃત્યુબાદ કોઈ પણ પ્રકારનું સ્મારક ન રચવાનું સ્વજનો, મિત્રોને જણાવી દીધું હતું. “કબર પૂરશો ના ફૂલો વેરશો મા પ્રશસ્તિના ફોગટ ન ફાતેહા ભણશો” 115 એમના મૃત્યુબાદ ગુણકથા, ફૂલપ્રશંસા, પ્રશસ્તિવચનો થાય એ એમને પસંદ ન હતું. ૧૯૬૪માં “રામ તારો દીવડો' પ્રકાશિત થાય છે. જીવન અને મૃત્યુ જુદાં કે વિરોધી નથી. ફૂલની તું જ હરિ ફોરમમાં એ વાત રજૂ થઈ છે. તો મૃત્યુની ભીષણ મઝધારે નવજીવનદાયી અમૃત બની પ્રગટવા પણ કવિ પ્રાર્થે છે. (“ઉરની એકલતામાં રામ') “માનવ મૃત્યુને જીતી લે’ એવા કસબની યાચના “કોઈ એવો કસબ બતાવો'માં થઈ છે. જીવનની પ્રારંભાવસ્થામાં જ મૃત્યુએ ખખડાવેલાં એમનાં કારનો નિર્દેશ કરતા કવિએ એકલતા અને નિરાધારીનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 218 ભાવ “જીવનને જોયું પહેલીવાર'માં વ્યક્ત કર્યો છે. પ્રેમશંકર ભટ્ટ ૧૯૪૩માં “ધરિત્રી' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “રાજેસરની દેરીઓને કાવ્યમાં કવિએ મૃત્યુને સમાનકર્તા રૂપે વર્ણવ્યું છે. કિનખાબની જાજમ પર પગ મૂકનારા, ને શિર પર મુગટ અને છત્રથી શોભતા માંધાતા, કે ભૂખ્યા, નગ્ન, દીનહીન સહુ સાથરે ધૂળના સમાન બની પોઢતા” મૃત્યુ પામેલી નાનકડી દીકરીને ઉદ્દેશીને “ઉપરતા” કાવ્ય લખાયું. દીકરી લુપ્ત થઈ નથી, એવી સમજ કવિ અંતે કેળવે છે. કોઈ ભવ્ય ગીતમાં એ ભળી ગયાનું આશ્વાસન મેળવતા કિવિ સદ્ગત દીકરીનો અવાજ હવે પંખીના કલરવમાં સાંભળે છે. “જીવન શું માં જીવનની સાર્થક્તાનો સંદર્ભ અપાયો છે. યમદાઢ સમા જીવનજળની ભીતરમાં પંથ ભૂલેલા પટકાઈ વિદીર્ણ થાય, એ જોયા કરવામાં જીવનની ધન્યતા ન હોવાનું કવિ કહે છે. અન્ય કાજ મરીને અમર બની સીમાચિહ્નરૂપ બનવામાં સાર્થક્તા કવિ નિહાળે છે. દેવજી રા. મોઢા સદ્ગત માને શ્રદ્ધાંજલિ અર્પતાં જીવન અને મૃત્યુના ચિંતનની વાત કરે છે. પુષ્પોએ ખરી ધૂળમાં મળી જવાનું હોય તેથી શું? ખીલવું જ નહીં ? જન્મ ધારણ કરીને મરી જવાનું છે. એ સાચું, પણ તેથી જીવવું નહિ એવું થોડું છે? કવિ મોઢા મૃત્યુને ભયાનક છતાં સ્પૃહણીય માને છે. પોતાની જિંદગી સાથે જ જન્મી ચૂક્યું હોવા છતાં એ પોતાની જાતને પ્રગટ કેમ કરતું નથી ? એ પ્રશ્ન કવિ “મૃત્યુને પૂછે છે: મૃત્યુની રાહ જોવાતી હોય, ત્યારે તો એ ન જ પ્રગટ થાય. ઊલટાનું થીજી ગયેલા જીવનરસને ફરીથી વહાવવા મથે. બોલાવવા માત્રથી મૃત્યુ આવતું નથી એ ખબર હોવા છતાં મૃત્યુને તેઓ આમંત્રણ તો જરૂર આપે છે. “એવા જીવનનો હો જય'માં જીવનમાંગલ્યની જયભેરીના નાદને ગુંજારવ સાથે જ શિર પર સતત તોળાયેલા મૃત્યુના ભયની પણ વાત કવિ કરી નાખે છે. જીવન અનિશ્ચિત, ને મૃત્યુ નિશ્ચિત હોવાનું કવિ કહે છે. તો સાંજના સમયે સૂર્યાસ્ત જોઈ કવિને પોતાના જીવનસૂર્યાસ્તનો વિચાર આવી જાય છે. (“એક શિયાળુ સાંજે'). ભયાનક ને વિકરાળ, છતાં સ્પૃહણીય મૃત્યુરૂપને પીવા તેઓ અધીર બન્યા છે. “તારું સ્વરૂપ વિકરાળ પીવા બાળી રહું મુજ અધીર હું નેત્રદીવા”. છ કવિ દેવજી મોઢાની કવિતાનું ફલક ખાસું વિસ્તૃત છે. મૃત્યુજન્ય વિરહપીડાની કવિતા તો તેઓ રચે જ છે. પણ કલ્પનાદ્વારા, સ્વર્ગવાસી પત્નીની વિરહાકુલ દશાને પણ સચોટ રીતે આલેખે છે. પોતાના ઘેર પરલોકથી પાછી ફરેલી પત્ની બધું જ બદલાઈ ગયેલું જુએ છે. એવી કલ્પના “પૃથ્વી પરના ઘરે' કાવ્યમાં કરવામાં આવી છે. ધરા છોડી કોઈ નવતર સ્થળે પહોંચી ગઈ હોય એવો અનુભવ કરતી પત્ની “સ્વર્ગમાં અજાણ્યા પર્યાવરણમાં ફેંકાઈ ગઈ હોય' એવી પ્રતીતિ કરે છે. પત્નીની ખૂબ રાહ જોયા પછી પત્ની જાણે કે પાછી આવે છે. એનું આનંદભર્યું કાવ્યમય વર્ણન કવિ કરે છે. કો કેસૂડાં સમ ખાખરે આવી ગયાં તમે કોળ્યાની જેણે આણ તે આંબો મોર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ - મજ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 219 * એનેય થઈ શું જાણે કે આવી ગયાં તમે” ? 18 છેલ્લે પોતાની જીવનસંધ્યાએ અગ્નિદેવ પાસે કવિ તેજસ્વી મેધાનું વરદાન માગે છે. જેથી જીવન અને મૃત્યુનાં રહસ્યો ઉકેલી શકાય. ૧૯૮૨માં મોઢા “અમૃતા' સંગ્રહ લઈને આવે છે. સદ્ગત પત્નીને જન્માન્તરની પત્ની તરીકે બિરદાવતાં કવિ કહે છે, બીજે દેહ ધારણ કરી લીધેલી પત્ની મળે તો ઓળખી ન શકાય. પણ પત્ની તો એમને ઓળખી કાઢશે એવી એમને શ્રદ્ધા છે. “જીવતા હશું'માં સ્વમૃત્યુ કલ્પના રજૂ થઈ છે. પોતાની સ્થૂળ હસ્તી મટી ગઈ હશે, પણ સૂક્ષ્મ તો નિરંતર રહેવાની. સંતતિના હાથમાં અનંત અસ્તિત્વની છડી સમર્પ દઈ ક્યાંક તો તેઓ જીવતા હોવાના એ શ્રદ્ધા જીવનતત્ત્વના સાતત્યનું સૂચન કરે છે. “મને અમૃત અર્પજેમાં માનવના જન્મ, જીવન અને મૃત્યુ વિશેના કવિના વિચારો વ્યક્ત થયા છે. જન્મ અને મરણના અવિરત ચક્રનો નિર્દેશ કવિ આ રીતે કરે છે. ઉભય જન્મ ને મૃત્યુનો અહીં જબરદસ્ત થાક મુજ સ્થૂળ આ લહે” 119 અહીં અમૃતને પામવાની અભીપ્સા વ્યક્ત થઈ છે. કવિ જયેન્દ્રરાય દૂરકાળ “સ્નેહસરિતા' લઈને આવે છે. આનંદશંકરભાઈ આ કાવ્યોને કરુણપ્રશસ્તિ' તરીકે ઓળખાવે છે. આ કાવ્યો મહદ્અંશે શોક અને કરુણાનાં છે. જેનું નિમિત્ત સદ્ગત કવિપત્ની સૌ સંયુક્તા છે. છેલ્લા “ઉત્તરાલાપ' કાવ્યમાં શોક પછીના સ્થાઈ ભાવનો અનુભવ જોવા મળે છે. શોક અંતે અખંડ લીલામય વિરાટમાં તથા આનંદમય પરમપ્રેમાસ્પદ આત્મસ્વરૂપમાં અંતહિત થાય છે. શોક કરીનેય શું ? કારણ એ શોક વિશ્વાત્માને તો સ્પર્શવાનો નહિ. વળી ચૈતન્યધામમાં તો સદા આનંદના ઓઘ જ ઉછળતા હોવાથી કવિ શોક ન કરવા કહે છે. કવિ દેશળજી પરમાર ૧૯૧૧માં પત્નીનું અવસાન થતાં સદ્દગતાની સ્મૃતિમાં મણિમંદિર' નામનો સંગ્રહ આપે છે. આ જ સંગ્રહ ૧૯૨૯માં “ગૌરીનાં ગીતો'ને નામે પ્રગટ થાય છે. બીજની કલા સમી ઊગી ને આથમી ગયેલી પત્નીને આ કાવ્યો અર્પણ થયાં છે. (લગ્ન 1910 અવસાન 1911) કવિ અહીં અમેરિકન સંત થોરોના વિચારો વ્યક્ત કરે છે. “આપણા આપ્તજનના અનંત વિયોગ કરતાં ભવ્ય ઘટના બીજી કોઈ નથી” સાન્ત અને અનંતના સાચા અર્થભેદનો અનુભવ થયાનું કવિ નોંધ છે. ૧૯૫૪માં કવિ “ઉત્તરાયન” સંગ્રહ આપે છે. “આહુતિ'માં મૃત્યુભારથી ઝૂરતા ઉરની હૃદયવ્યથા વ્યક્ત થઈ છે. મૃત્યુ અંગેનું વિભીષિકાયુક્ત ચિત્ર અહીં રજૂ થયું છે. પાષાણનાં ચક્ષુ ધરાવતો યમદૂત સદા, સમીપમાં રહેતો હોવાનું કવિ કહે છે. “પાષાણચાવત્ આ યમદૂત ક્રૂર સદા સમીપ” 120 હોવાનું કવિ કહે છે. ખરી પડતી લીંબોળી (‘પાકી લીંબોળી) જોઈ કૃતાન્તના પગભાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 220 નીચે માનવ પણ આમ જ એક દિવસ ચગદાઈ જવાના વાસ્તવને યાદ કરી મૃત્યુને “રૂડાં કર્મ' તરીકે ઓળખાવે છે. મૃત્યુનો અસવારમાં મૃત્યુ માનવ પર નહિ, પણ માનવ મૃત્યુ પર અસવાર થતો હોય એવી કલ્પના કરી છે. “અકાળ મરશે મૃત્યુ મારું' કહેતા કાવ્યનાયક મૃત્યુના મરણની ચિંતા કરે છે. ૧૯૩૫માં પ્રગટ થયેલા 2. વ. દેસાઈના “નિહારિકા' કાવ્યસંગ્રહના નિહારિકા' કાવ્યમાં દેવયોનિ સાથે ગૂંથાયેલી જન્મમરણની જાળનો નિર્દેશ કવિએ કર્યો છે. તિમિર અને તેજના મહાતત્ત્વ અને જન્મમૃત્યુના કરાલ સત્ત્વમાં માનવની નાવ ઘૂમતી હોવાનું કવિ કહે છે. વીરોના વીરત્વને બિરદાવતી વખતે કવિ “મૃત્યુને પનોતા અતિથિ' તરીકે ઓળખાવે છે. મૃત્યુ દ્વારા પીસાતા જીવને જોઈ જેમનું હૃદય વલોવાઈ ગયું છે એવા બુદ્ધ પણ કહે છે. (“બુદ્ધનો ગૃહત્યાગ') “મોતના કૂર પંજાને આવતો કોઈ રોકી શકતું નથી. પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સૌ મોતને આધું ઠેલવા સતત પ્રયત્નશીલ રહે છે. બુદ્ધ નિમિત્તે કવિ અહીં જીવનમૃત્યુના ગહન પ્રશ્નો છેદે છે. “જીવન મૃત્યુ માટે ઘડાયું છે? કે પછી મૃત્યુ અન્ય કોઈ વિશાળ જીવનની ખુલનારી ગવાક્ષ છે?' “કો કો વ્યાપ્યા જીવનજલમાં મૃત્યુ વિશ્રામઘાટમાં” 121 ને જો ખરેખર મૃત્યુ વિશ્રામઘાટ હોય તો પછી આ અપાર પીડા શાની ? મરણની પીડા ટાળી શકાય એવો કોઈ ઉપાય ખરો ? એવો પ્રશ્ન પણ કવિ કરે છે. ને બધો ભય ત્યજી બુદ્ધ મૃત્યુની કાલભૈરી સુણવા કારુણ્યના કંપન સાથે નીકળી પડે છે. સમસ્ત મૃત્યુને ઉજાળવા તત્પર બને છે. તો “આખરી સલામ' કાવ્યમાં કવિ 2. વ. દેસાઈ મૃત્યુને જીવન નાટકના પ્રિય અંક તરીકે ઓળખાવે છે. મૃત્યુના પ્રિય ખોળામાં આરામ અને સુખપૂર્વક સુવાનું કવિ કહે છે. અણદીઠા પ્રદેશમાં પ્રયાણ કરવાનો આનંદ હોવાથી સ્વજનોને અશ્રુબિંદુ ન વહાવવા કાવ્યનાયક વિનંતિ કરે છે. ૧૯૫૯માં 2. વ. દેસાઈનો “શમણાં' કાવ્યસંગ્રહ એમના અવસાન બાદ પ્રગટ થાય છે. “મહાકાલને' કાવ્યમાં કવિ મૃત્યુએ જીવનને કરેલા ચુંબનની વાત કરે છે. “સહુમાં સહુ મળી જીવનનો હો દિવ્ય રાસ રમે અહો મૃત્યુ જીવન ચૂમે” 122 પ્રિયજનસમું મૃત્યુ જીવનને પ્રેમ કરવા ચૂમવા આવતું હોવાથી કવિ કહે છે જે સૂચવે છે કે મૃત્યુ જીવનવિરોધી નથી, તો “પ્રલય” કાવ્ય સર્વત્ર મૃત્યુ જાગ્યાની વાત કરે છે. - મગનલાલ ભૂધરભાઈ પટેલે (પતીલ) ૧૯૪૦માં “પ્રભાતનર્મદાનું પ્રકાશન કર્યું. અંગ્રેજી ‘દર્જ પરથી રચેલા ખૂબસૂરતીનું મરણ' બેગમ થનાર સ્ત્રીની કબર પર ગુલમહોરનાં ગુચ્છ અર્પણ કરતો કાવ્યનાયક એ સ્ત્રીના મૃત્યુને ખૂબસૂરતીનું મરણ' કહે છે. “ખપના દિલાસા શા'માં કટાક્ષ સાથે વાસ્તવિક્તાનો નિર્દેશ કરાયો છે. જીવતાંની કદર ન કરનારને ઉદ્દેશી કવિ મૃત્યુને ઉજવવાનો તમાશો કરવાની ના પાડે છે. જેની નિકટ હંમેશ મૃત્યુદીવો ઊભો છે, એવી જિંદગીને કવિ “પતંગવત ગણાવે છે. જિંદગીનું પતંગિયું ઘડીકમાં મૃત્યુદીવામાં ચચડી મરવાનું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 221 લીના મંગલદાસે દીકરી કલ્પનાના અવસાન નિમિત્તે રચેલા “કલ્પના' કાવ્યમાં મૃત્યુ વિષે ચિંતન પ્રગટ કર્યું છે. લેખિકા વિચારે છે “મરેલાંની પાછળ રડનારાં અમે પણ મરવાનાં. કોણ રડી શકે?' કોને કાજે “કીસા ગૌતમીની મૂઠી રાઈ કોઈ પાસે ન હતી”૨૩ મૃત્યુના અનુભવે લેખિકાના દર્પના ચૂરેચૂરા થઈ ગયા. મૃત્યુ અહંકારને ઓગાળી નાખે છે. લેખિકા કહે છે “મૃત્યુ અકસ્માત નથી, જીવન અકસ્માત છે. મૃત્યુનો ભરોસો છે, જીવનનો નથી. ૧૯૫૯માં છપાતા “ઘડિયાળ' કાવ્યમાં લેખિકા મૃત્યુની વિરુદ્ધ એટલે કે થનગનતા જીવનની ચૈતન્યની વાત કરે છે. ઘડિયાળ ચાલે છે. કાળક્રમે સુખ નહીં, દુઃખેય નહીં - પણ જડતા-મૂઢતા અને જીવનનો અંત” 24 મનુષ્ય ઇષ્ટદેવ પાસે સદેવ અમરત્વ, પ્રાધ્યું છે. પોતાની જાતને, વિશ્વને ટકાવી રાખવાની ભાવના જીવમાત્રમાં રહેલી છે. લેખિકા કહે છે સ્થિતિની કાયમતામાં નહીં, પણ પરિવર્તનમાં અમરત્વ દેખી શકાય તો દુઃખ રહે ખરું? કવયિત્રી કહે છે . “આ કાયા વાંસળી જેવી છે : તેમાં શ્વાસ પુરાય છે ત્યાં સુધી સૂર નીકળે છે” 25 ચિનારનું પાન’ પ્રતીકાત્મક કાવ્ય છે. પુત્રી કલ્પનાના મૃત્યુસંદર્ભનું સ્મરણ? ગઈ કાલના વંટોળમાં ઊડી જઈ સુકાઈ ખરી પડેલું ચિનારનું પાન ઝાડની ડાળીએ ફરી વળગવા ચાહે તો એ વળગી શકે? કવયિત્રી માનવમાત્રને “વટેમાર્ગુ' કહે છે. ખીલવું, ખરવું પુનરપિ મરણનો આદેશ આપી જાય છે. ૧૯૬૬માં લીના મંગલદાસ “ઊડતાં બીજ પ્રગટ કરે છે. ભાંગેલી વૃદ્ધ જડમાં જન્મેલી વસંતની નવી કૂંપળમાં મરેલા જીવતા થયાનો ચમત્કાર જોયો. નવસર્જન, પુનર્જીવનનો ક્રમ? કવયિત્રી રસ્તા પરના એકેએક મુખમાં સદૂગત દીકરીના મુખને શોધવા પ્રયાસ કરે છે. બિલાડીને જોઈ કકળતા લેલાને નિહાળી કવયિત્રી બિલ્લીને ડાંગ વડે મારવા દોડે છે. પછી વિચારે છે લેલાનું ભક્ષણ પતંગિયું બિલ્લીનું ભક્ષણ લેલું હું પણ તે એક પતંગિયા જેમ જ મૃત્યુનું ભક્ષણ” 12 પદ્મપત્ર પર ઝબકતાં સરકતાં જલબિંદુ જોઈ ભાવવિભોર થયેલાં કવયિત્રીનું મન રડતું હતું. “ઓ સુંદર ઘડી તું જઈશ મા' અને પદ્મપત્ર પરનાં તરલ જલબિંદુ અને ઢગલો થઈ વેરાઈ પડેલી પદ્મપાંદડીઓ કહેતી હતી. આ સર્વ જવાનું જ છે પણ જે જવાનું છે, તે તથ્યના સૌંદર્યને તું પામી લે, પામી લે” The soul' માં કવયિત્રી કહે છે The soul has no colour.. ને છતાં સ્વજનમૃત્યુ હૃદયને હલબલાવી જાય છે. તેથી જ તો કવયિત્રી કહે છે “કાળના યુગયુગાન્તર પાસે તો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 222 બધું “અકાળે' જ કહેવાય, ને બાળકી એક કલાકમાં ગઈ. રમતી, બોલતી, ભેટતી, હસતી ગઈ. એક ક્ષણ, એક યુગ, એક વર્ષ એ આપણા મનની કલ્પના, મૃત્યુ પોતેજ કાળ છે. અકાળ નહિ. મૃત્યુ અકસ્માત નહિ, જીવન અકસ્માત છે. મૃત્યુનો ભરોસો છે. જીવનનો નહિ. ઘડિયાળને તેઓ શરીરનું પ્રતીક ગણે છે. ટિકટિક ધબકાર ધ્વનિ, ચૈતન્ય પ્રતીક. ( હસિત બૂચના “સાન્નિધ્ય” સંગ્રહમાં “રહ્યા ન ગાંધી' કાવ્યમાં કવિ કહે છે. મહાવિભૂતિઓ માટે તો મૃત્યુ પોતે અખંડ ધારે અમૃત વરસાવે છે. મૃત્યુના દિવ્ય હસ્તનો અહીં નિર્દેશ કરાયો છે. મૃત્યુ પોતે એ વિભૂતિને લઈ જતાં ધન્ય બન્યાનું કવિ કહે છે. ને છતાં મૃત્યુ એ મૃત્યુ જ છે. ગાંધી હવે નથી. એ સત્ય ક્ષણે ક્ષણે કઠે છે. સદ્ગત માને અંજલિ આપતાં કવિ હસિત બૂચ કહે છે “અંતનો શોક ન હોય”, “મૃત્યુને રડવું ન ઘટે એ સમજવા છતાં મા વિનાનો ઓરડો સૂનો અનુભવાય છે. ને આવું જ પિતાના અવસાન સંદર્ભે બને છે. “તમે છો ના હવે, એ જ સત્ય બીજું બધું છલ'. મૃત્યુ અને જીવનના સહસંચારમાં જ ઋત હોવાનું કવિ કહે છે. બંનેને વિખૂટાં પાડી એનો મર્મ ન પામી શકાય. મૃત્યુ તો ઊલટું દ્વારે દ્વારે જીવન વહેતું કરે. તેથી જ પિતાની ભસ્મ કે અસ્થિ જોઈ કવિ વિલાપ કરવા માગતા નથી. ૧૯૮૭માં હસિત બૂચનો કાવ્યસંગ્રહ “ઓચ્છવ” પ્રગટ થાય છે. જન્મને તેઓ મુસાફરી, ખેપ, તરીકે ઓળખાવે છે. જગત એક ડાળ - વિસામો, માનવપંખી આવે, કૂજે, ઊડી જાય, ને પછી ડાળ (સ્વજન) ધ્રુજ્યા કરે ઝૂર્યા કરે. તો મોતની વાસ્તવિક્તા પ્રત્યે ધ્યાન દોરતાં “મોત અફર છે જુદી સફર છે.” કહી આખી દુનિયાએ મોતની અદબ ભરવી પડતી હોવાના સત્યને પ્રગટ કરે છે. ઈશ્વરના તેમજ મૃત્યુના મૌનને કવિ “પનોતું' કહે છે. સંવેદના'ના કવિ નંદકુમાર પાઠક મરણ પછી પણ જીવન હોવાનું કબૂલે છે. પ્રાણહારક કાળ જ પાછો શાશ્વત ચેતન પણ આપે છે. “જગતાત'માં કવિ કર્મયોગનો મહિમા ગાય છે. કર્મયોગ કરતાં મૃત્યુ પમાય તો એને કવિ શ્રેષ્ઠ ગણે છે. “ટાણું' કાવ્યમાં જીવનનો ઉત્સાહ ગવાયો છે. પણ મૃત્યુની વિસ્મૃતિ નથી. જોકે પરમજીવનની વાતો, વિચાર, ને દલીલને કવિ નકામા ગણે છે. મૃત્યુનું સ્મરણ રાખીને જીવનનો આનંદ માણવાની કવિ વાત કરે છે. ‘લ્યુસીનું ગીતમાં કવિ જશભાઈ કા. પટેલ યમને “નિષ્ફર' કહે છે. 'Virtue નામના કાવ્યના અનુવાદ “આત્મા'માં શરીરની ક્ષણભંગુરતા તથા માનવની મયતાનો નિર્દેશ થયો છે. કવિ કહે છે શીતલ, મીઠો, પ્રકાશમાન જીવનદીપ એક રાત્રિએ બુઝાઈ જવાનો. માનવના મોતની અફરતાની વાત કરાઈ છે. કવિ નલિન મણિશંકર ભટ્ટ “કમલસંદેશ' કાવ્યમાં “મૃત્યુ જીવનનો જરૂરી અંત હોય તો વિલાપને નિરર્થક ગણ્યો છે. કવિ નલિન ભટ્ટ સૌંદર્યને “અવિનાશી' ગણાવે છે. માત્ર એક જ દિવસ અને રાત જન્મીને જીવી જનાર ભ્રમરની સ્મૃતિમાં આયુષ્યની અનંતતા રહી હોવાનું કવિ માને છે. તો મૃત પ્રિયાની શોધ કરતો કાવ્યનાયક મૃત્યુનેજ ઉદ્દેશી કહે છે. “ક્યાં છુપાવ્યાં મરણ | વદ ને અસ્થિશેષો પ્રિયાનાં 20 મૃત્યુ પર પ્રિયાના અસ્થિશેષ છુપાવ્યાનો આક્ષેપ કરાયો છે. “મરણ' કાવ્યમાં આત્માની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 223 શાશ્વતતા મૃત્યુ તથા એના સ્વરૂપની ચર્ચા કરે છે. “મૃત્યુને નથી મૃત્યુ શું? મરણ પહેલાં શું હશે? મૃત્યુને જગતસૌદર્ય માણવાનો શો અધિકાર છે?” વગેરે પ્રશ્નો કવિના મનમાં ઉદભવે છે. “મૃત્યુના પરિહાર્ય તો જન્મવું એથી શી મોટી પીડા? શું મરણ એક અધ્યાસ જ કેવળ ?" 28 મૃત્યુના સ્વરૂપ, સ્થિતિ અને પ્રત્યાઘાતો વિશેનું ચિંતન “ભયનિવારણ' કાવ્યમાં કવિ નલિન ભટ્ટ આપે છે. મૃત્યુની અનિવાર્યતા, જન્મમરણનો અનાદિ ક્રમ, અમૃતત્વ પર મરણનું આવરણ વગેરે ને ડહાપણવાળી વ્યક્તિ પિછાનતી હોવાનું કવિ કહે છે. ને તેથી જ તેવી વ્યક્તિઓ મૃત્યુને હસી કાઢે છે. પેલું અમૃતત્વ મૃત્યુના સ્વરૂપની હાંસી ઉડાવે છે. મોતને કવિ માનવના હિતકારી મિત્ર તરીકે ઓળખાવે છે. “અનાર' ખંડકાવ્યમાં પ્રિયતમના મધુર સ્મરણ સાથે મરણનો સ્વીકાર કરવાનું ઇષ્ટ માનતી, મૃત્યુ પછી જ ખરા જીવનની શરૂઆતમાંની અનારની શ્રદ્ધા કવિના જ વિચારોનું પ્રતિબિંબ છે. અનારને કવિએ, એ મિત્રને મળવા જતી હોય એમ મૃત્યુને મળવા જતી વર્ણવી છે. જે મૃત્યુ પરત્વેની નિર્ભયતાનું સૂચન કરે છે. ગોવિંદ હ. પટેલ ૧૯૩૭માં “તપોવન' નામનું કાવ્ય આપે છે. “અસ્તિત્વ માત્રનો, શાસક યમ કે અતુલ શક્તિમય પ્રેમ ?' આ પ્રશ્નના ઉત્તર તરીકે આ કાવ્યને શાંતિલાલ ઠાકર ઓળખાવે છે. યમના સ્વરૂપની કલ્પના કવિએ આ રીતે કરી છે. “પ્રસારતું ઓજસ મુખકેન્દ્ર, શરીર કોનું નજરે જણાય? સુરકત છે વસ્ત્ર, સુરકત આંખ, સંમુખ શે એ કર થાય પાશ” 129 યમની ભયંકરતાનું વર્ણન ભયાનક રસનું જ્વલંત ઉદાહરણ છે. કે ઉદ્ભવ્યું કાજળકૂપથી શું, ના મૂર્ત તો દુર્જન ઉરનું શું?” 130 યમના પ્રાગટ્યનું વર્ણન અદભુત છે. જળભરેલું વાદળ વીજળી ચીરી નાખે, એ રીતે યમરાજ આકાશ ભેદીને પોતાના પતિના પ્રાણ હરવા આવે છે, એ જાણવા છતાં એમનું સ્વાગત સાવિત્રી મોહક અને વિનયશીલ વાણીથી કરે છે. સૌ પ્રથમ તો પૂજ્યપાદ રૂપે એ યમને વંદન કરે છે. યમદેવે જાતે આવવાનો શ્રમ શું લીધો? એવો માર્મિક પ્રશ્ન સાવિત્રી પૂછે છે. સાવિત્રીને યમ સાથે મિત્રતા કરવી આવશ્યક લાગી. યમનાં ચરણને ધોવા ઉભરાતા સાવિત્રીના અશ્રુજળનું વર્ણન કવિએ સરસ કર્યું છે. યમ પોતાને મનુષ્યના શુભાશુભ કર્મનાં ફળ આપનાર નિમિત્ત તરીકે ઓળખાવે છે. વિશ્વજનો જેને પ્રણામે એવી સાવિત્રીને યમ પતિભક્તિની અનેરી પ્રતિમા તરીકે બિરદાવે છે. પણ સાથે સાથે મૃત્યુના હાથમાંથી કોઈ પાછું ન આવ્યાનો સનાતનક્રમ પણ સમજાવે છે. પણ બ્રહ્મરૂપિણી તનયા સાવિત્રી મૃત્યુને જીતી જાય છે. ને યમ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. યમ કાલાતીત છે. તેથી વહેલું કે મોડું એવો પ્રશ્ન યમને માટે ન હોય. યમના શરીરનો વર્ણ શ્યામ છે. તેમનું તેજ શ્યામ મુખાકૃતિમાંથી બહાર પ્રસરતાં સુંદર લાગે છે. સાવિત્રીનાં વસ્ત્રો પર પ્રસરતાં અંધકારનો એ નાશ કરે છે. મૃત્યુના સ્વરૂપને સમજી શકનાર સાવિત્રી સત્યવાનના સ્થળ શરીરના નાશને ન જ ગણકારે. એને મન તો સૂક્ષ્મ સાન્નિધ્ય જ સર્વોપરી” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 224 કવિ ગોવિંદ હ. પટેલે પોતાના “ગુરુ ગોવિંદસિંહ' કાવ્યને “મહાકાવ્ય' તરીકે ઓળખાવ્યું છે. (1/3/45) તેમણે “ગુરુપુત્રોનાં મૃત્યુને તેમજ “ગુરુની મહાસમાધિનો પ્રસંગ સુંદર રીતે વર્ણવ્યો છે. “અવ્યક્ત મૃત્યુફળ વ્યક્ત જેમ ગ્રહે અરિના ગુરુબાણપ્રાણ દેહે જરા વ્યાધિ વસેલ મોત સંબંધ સાથે નિવસે વિયોગ”. દેહની મરણવશતાને સમજી શકનાર સુપુત્રો હમેશાં મરણ સાથે ખેલનારા જ હોય. પત્રો સહિત માને મારી નાખવાની ધમકીથી તેઓ ડરતા નથી. બાળકો ખુમારીપૂર્વક જવાબ આપતાં કહે છે વપુ તો ગૃહ છે શરીરને ગૃહવાસી ચિર, નાશ અંગને" 132 મુસલમાનો શું મરણ પામતાં નથી? એવો પ્રશ્ન કરી બાળકો સહર્ષ મરવા તૈયાર થાય છે. મરતી વખતે કમળ સમાન નયનો બંધ થાય છે. સહેજ અંતર્મુખ બને છે તેઓ. અંતિમ સમયે દીપ વધુ ઝગે, શરીર ભલે બખોલમાં સમાયાં, ઉર તો અકાલમાં વિહરે છે. “પ્રતિપદા'ના કવિ ગોવિંદ સ્વામી મૃત્યુ ચીસને ઉર ઠારતી કહે છે. મૃત્યુને જીવતર જેવું મીઠું પણ એ કહે છે. (‘સંધ્યાકાળે') સૂર્યાસ્તનું કવિએ અહીં પ્રતીકાત્મક વર્ણન કર્યું છે. ( હર જિવતરસમું મૃત્યુ મીઠું કશું રવિને વરેલી, ના કબર પણ શી શુક્રી ફૂલે સફેદ સુધી રહે” 133 શૂન્ય બની ભવરણમાં આથડતા કાવ્યનાયક ઝિંદાદિલીથી જીવતાં જીવતાં “મધુર મરણ” પામવાની ઝંખના સેવે છે. “હૃદયગમતા પંથે ઝિંદાદિલે . . નિત જીવતા ' મરણ મધુરું પામું, ઝંખી રહ્યો, બસ આજ ઓ૩૪ કવિ રમણિક અરાલવાળા અગ્નિને અદય કહે છે કારણ એણે જ તો માને ભસ્મીભૂત કરી હતી. કવિ વિચારે છે “બળતા જીવન કરતાં શીળું મૃત્યુ હિતકર” કે સુરેશ ગાંધી ૧૯૪૪માં “વરદાન' સંગ્રહ પ્રગટ કરે છે. “મૃત્યુપગલી' કાવ્યમાં મૃત્યુપગલીએ અર્ધવિકસિત પાંખડીને છેદી નાખ્યાની વ્યથા પ્રગટ થઈ છે. જીવનની સૌદર્યસુગંધ તેમજ સંગીતની મધુરતાને મૃત્યુ નષ્ટ કરી નાખે છે, એમ કવિને લાગે છે. તો મૃત્યુભયમાં કાવ્યનાયકની નિર્ભયતા શબ્દબદ્ધ બની છે. મૃત્યુનો એમને ડર નથી, પણ એ સૌમ્યરૂપે આવે એવી એમની ઝંખના છે. જીવનદીપની ઓથે, કાવ્યનાયક પોતાનાં કાર્યો પૂરાં કરે ત્યારે ધીમા પગે અશાંત રાત્રિએ આવીને જીવનપ્રદીપ ઓલવી જશે એ કવિને ખબર છે. - કવિ મીનુ દેસાઈ જીવનની એક કરુણ ધન્યતાએ નિમિષ' માત્રમાં કાવ્યો સર્જે છે. સત્યનિષ્ઠ સોક્રેટીસ'માં સ્વાર્પણમંત્ર તથા મૃત્યુ પામવાની ખુમારી વ્યક્ત થયાં છે. મોતની સજાની રાજયાજ્ઞા સાંભળી એમણે બાળકસમું મુક્ત હાસ્ય રેલાવેલું. બાહ્ય વિનાશને તેઓ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 225 વિનાશ ગણતા જ નથી. “ધૂર્ત સૃષ્ટિ ત્યજી' સત્ય ભણીના પ્રયાસને “મૃત્યુનું નામ શી રીતે અપાય ? - મુકુંદરાય વિજયશંકર પટ્ટણી ૧૯૪૧માં “સંસ્કૃતિ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. ‘કર્મણ્ય' કાવ્યમાં કાળની રૌદ્રતાની તથા જીવનની ક્ષણભંગુરતાની વાત કરી છે. કવિ કહે છે, કાળની ગતિને ઓળખનાર મૃત્યુ સમયે દુઃખ પામતો નથી. મૃત્યુ-ગદ્વરે આગે ધપતા માનવને માટે આગળ જતાં મૃત્યુ પોતેજ ટેકો બની રહેશે, એવી શ્રદ્ધા અહીં અપાઈ છે. ‘ચિત્રલેખા'ના કવિ રમણ વકીલ મૃત્યુ પછીના પ્રદેશને ઘોર વસમા વિજન પ્રદેશ તરીકે ઓળખાવે છે. કારણ મૃત્યુ પછીના એ પ્રદેશમાં પછી નયન ભરીને નદી કે સૂર્ય, ચંદ્ર, પંખી જોવા નહિ મળે. મીઠું ઝરણ નહિ મળે. તરુઘટા કે પર્વતની મોહિની ત્યાં નહિ હોય. “સૈનિકની સમાધિ' કાવ્યમાં એક કરુણ વાસ્તવની કવિ રમણ વકીલ વાત કરે છે. મૃત સૈનિકોને વસંતના પંખીગણોનાં ગીતો જગાડી શકે એમ નથી. સ્નેહીજનોનાં દુ:ખસ્મરણો એમને સ્પર્શતાં નથી. સ્વ. બહેન શ્રીમતીની ગદ્ય અને પદ્યકૃતિઓનો મરણોત્તર સંગ્રહ “અભિલાષ” ૧૯૪૫માં પ્રગટ થાય છે. પોતાની પ્રભાવંતી જ્યોત ફેલાવી પળમાં અદશ્ય થઈ જતાં સ્વજનોના શોકમાં સૌ ઝૂરતા હોવાનું કવયિત્રી કહે છે. ભાઈ (ગોવિંદભાઈ)ના અવસાન સમયે વ્યથિત થયેલાં કવયિત્રી યમરાજ પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવે છે. કાળા યમરાજ' કહી તેઓ યમરાજને ધિક્કારે છે. “મૃત્યુને કાવ્યમાં કવયિત્રી સ્વમૃત્યુકલ્પના કરીને અંગત સખીને પોતાને યાદ કરી નયન લાલ કરી ભીંજવવાની ના પાડી માત્ર ફૂલપાંખડી અર્પવા વિનવે છે. ૧૯૪૬માં “પદ્યપરાગ' નામનો કાવ્યસંગ્રહ પ્રકટ કરનાર કેશવ હ. શેઠ “જિંદગીની જ્યોત'માં જીવનના મહિમાને બરબાદ ન કરવાનું સૂચવે છે. મોતની ફરિયાદ કરવાની ના પાડે છે. “પુનર્જન્મ'માં પુનર્જન્મનો મહિમા સમજાવી પુનર્જન્મમાં સુખ હોવાનું કવિ કહે છે. સ્વર્ગની અટારીનો મોહ ન ધરાવતા કવિ વ્રજની વેળમાં પુનર્જન્મ ઝંખે છે. કવિ કુસુમાકરનો કાવ્યસંગ્રહ ૧૩/૮/૬૩ના રોજ એમના સંતાનો કવિના અવસાન બાદ પ્રગટ કરે છે. (“સ્વપ્નવસંત') ચંદ્રની જેમ લય પામતા આયુષ્યની સભાનતા ધરાવતા કવિ, એમના મૃત્યુ બાદ, ખાલી હીંચકો જોઈ, આંસુ ન સારવા સ્વજનોને પ્રાર્થે છે. ‘તેજછાયા' નામના નાનકડા મુક્તકમાં મૃત્યુની પૂંઠમાંયે સોહી રહેલી જિંદગીના સૌંદર્યનો મહિમા કવિએ ગાયો છે. કવિને મૃત્યુની કાલિમાની છાયમાં નવી જિંદગીના અંકુરની લાલિમા દેખાય છે. કવિ કુસુમાકરના “પ્રાર્થના' કાવ્યમાં રા. વિ. પાઠકના “પ્રભુ જીવન દે' કાવ્યનો ધ્વનિ સંભળાય છે. “મધુ મૃત્યુ તણા અમૃત દે કહેતા કવિ મૃત્યુ પણ અમૃતસમું વાંછે છે. “માનસી હસીને' કાવ્યમાં જીવનને સ્વપ્ન અને બુબુટ્સમું ગણાવે છે. ને મૃત્યુની કરાલ છાયાને અખંડ ઓવારા કહે છે. મુરલી ઠાકુર (‘સફર અને બીજાં કાવ્યો') “સફરમાં મરણ ન આવે ત્યાં સુધી જીવનસાગરની સફરની અનિવાર્યતાનો નિર્દેશ કરે છે. “મશાણ' કાવ્યમાં મશાણ જોઈ કાવ્યનાયકને સદ્ગત સ્વજનોની યાદનાં તાંડવ દેખાય છે. છતાં કવિ સ્મશાનભૂમિને વંદે છે. ત્યાં વિરલ શાંતિનો અનુભવ તેઓ પામતા. જયમનગૌરી પાઠકજીના “તેજછાયા' સંગ્રહનાં કાવ્યોનો પ્રધાન સૂર કમનીય, કરુણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 226 મધુર છે. સ્વજને મૃત્યુ વૈરાગ્ય જન્માવે, મરનારની પાછળ જવાના વિચારો આવે, સ્મરણો વેદના આપે. “પિતૃવંદના'માં પિતાના મૃત્યુથી પ્રાપ્ત થયેલ વિષાદમૃતિના સંદર્ભમાં પ્રો. ગોવિંદભાઈ પટેલે કેટલુંક મૃત્યચિંતન આપ્યું છે. કવિ માને છે કે “વિલય તો માત્ર સ્થળનો જ થાય છે હવામાંય પિતૃસ્મૃતિનાં તીવ્ર, મૃદુ, મંદ્ર આંદોલનો, લઘુક વર્તુલો રચતાં ને અનતમાં વ્યાપી જતાં, સૂક્ષ્મરૂપે અંતરમાં પિતાનો શાશ્વત વાસ અનુભવતા કવિ, પિતા નહિ પરંતુ સ્વયં મૃત્યુ પોઢી ગયાનું કહે છે. “અને મરણ સેજમાં, વિકળતાભર્યું છોભીલું થઈ કળતર, સ્વયં શિથિલ મૃત્યુ પોઢી ગયું”૧૩૫ ગોવિંદભાઈ પટેલે “માતૃવંદના' કાવ્ય પણ લખ્યું છે. માના અવસાન પછી સ્થૂળ દેહે ન દેખાતાં માને સૂક્ષ્મ દેહે, આંખો મીંચી, અંતરમાં જોવાનો પ્રયત્ન કર્યો છે. “દેહ નષ્ટ થાય, સ્નેહ નહીં, પરમ ચૈતન્ય રૂપે સકળ તત્ત્વોમાં એ સદા વિલસે.” પણે તુલસી છોડથી વહતી ગંધ કોની ફૂટી ? * કિલોલ કરી રહેતું કોણ તર, વેલ, ને પત્રમાં ?" * પણ છેલ્લી વખતે મા એવું ઊંધી ગઈ ને ચેતના શરીર ત્યજી ક્યાંક સરકી ગઈ, ને પેલું સ્થૂળ જલી જઈ વિભૂતિ' બની રહ્યું. નાની બાળકીના અવસાન નિમિત્તે લખાયેલા “સગત મનીષાને' કાવ્યમાં પોતાની મૃત પુત્રી જાણે નાની જયોતિસ્વરૂપ બની નિર્મોહી શી નિજત્વને પ્રકાશતી મૌન રહ્યાં રહ્યાં પ્રકાશને દાટી શકાય શું કદી' ? એવો પ્રશ્ન પૂછી ન રહી હોય ? એવી અનુભૂતિ કવિપિતાને થાય છે. દુર્ગેશ શુક્લ ૧૯૪૯માં ઝંકૃતિ' કાવ્ય-સંગ્રહ પ્રગટ કરે છે. પિતા શિવશંકર શુક્લને અંજલિ આપતાં કવિ (“બીલીપત્ર') વૃતાંતની સૂંકને “કરાલ' કહે છે. પ્રજારામ “અંજલિ' કાવ્યમાં અમૃતની અંજલિના છંટકાવના અનુભવની વાત કરે છે. - “અણધાર્યું આભ થકી ઢોળાયું અંગ પર રૂપ હસે, કોણ જાણે કોનું ?" 137 આત્માની અંદર ડોકિયું કરનાર તપસ્વી ચિત્તને સતત કોઈ રૂ૫ હસતું ઢોળાતું અનુભવાય છે. અમૃતની શોધ કરવી નથી પડતી, અમૃત પોતે જ માનવની હયાતી દરમ્યાન જ એને શોધતું આવે. જ્યાં પછી બાહ્ય રીતે શરીરથી મૃત્યુ પામવાની પ્રતીક્ષા કરવાની પણ જરૂર રહેતી નથી. “ફિક્સ' કાવ્યમાં માનવના જીવનતત્ત્વની શાશ્વતતાનો નિર્દેશ કરાયો છે. એટલે કે દેહ નષ્ટ થાય છે. જીવનતત્ત્વ નહિ. જીવનનું એ ફિકસ પક્ષી રાખમાંથી, મૃત્યુમાંથી પાછું ફરી ઊભું થાય છે. તો “યાત્રાવિરામ'માં સાંકેતિક રીતે જીવનયાત્રાના વિરામની, મૃત્યુની વાત કહેવાઈ છે. શ્રી અરવિંદના કાવ્યના આ ભાવાનુવાદમાં પ્રદોષના ઓળાની વાત દ્વારા મૃત્યુની વાત સાંકેતિક રીતે વર્ણવાઈ છે. મૃત્યુ પછીના વિશાળ ચૈતન્યાનુભવને અહિં વાચા અપાઈ છે. “બુદ્ધનાં નયનમાં બુદ્ધના ચરિત્ર દ્વારા જન્મ, જીવન, મરણનાં સંદર્ભો વણાયા છે. મૃત્યુ એ રોગનું નહિ પણ આસક્તિ અને વાસના, તૃષ્ણાનું પરિણામ હોવાનું બુદ્ધ સતત કહેલું, એક જ મરણને જોયું ને બુદ્ધ અમૃતની શોધમાં નીકળી પડ્યા હતા. જીવન પૂરું થવાની તૈયારીમાં હોય ત્યારે બધું જ કોક મહાશાંતિમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 227 વિલાતું, વિરમતું જણાય એ વાત કવિ “ઢળે દિન'માં કાવ્યમય ભાષામાં વ્યક્ત કરે છે. વિલીન જયમ શર્કરા મધુર ક્ષીરમાંહી થતી વસાય, દિનદ્વાર, રાત નિજ ખોલતી બારણાં” 138 અહીં દિન જીવનનું ને રાત્રિ મૃત્યુનું પ્રતીક બનીને આવે છે. જીવનનો દિવસ થાકીને સૂઈ જાય ત્યારે “ખીલી ઊઠતી નિશા જાગૃત'. - મૃત્યુને કવિ પ્રજારામ મુરઝાવાની નહિ, ખીલવાની પ્રક્રિયા કહે છે. જીવન કરતાંય વધુ જાગૃત, પ્રશાંત રાત્રિનો ઉદય થતાં, મૃત્યુ સમીપ આવતાં કવિ સૃષ્ટિનું કોક નવું જ રૂપ નીરખે છે. “નોળવેલ' કાવ્યમાં પણ એ જ દિવ્ય અનુભૂતિનો સંસ્પર્શ જોવા મળે છે. કવિની હૃદયગુહામાં કોક અમૃતમય તત્ત્વ નોળવેલ' બનીને બેઠું હોવાનો અનુભવ તેઓ કરે છે. આ અમૃતસ્ય પુત્રને જીવનની સમાપ્તિને અંતે અમૃત પીવાની ઇચ્છા છે. ૧૯૬૩માં પ્રજારામ “નાન્દી” લઈને આવે છે. પ્રજારામનાં કાવ્યોમાં પ્રતીકાત્મક રીતે સંધ્યાનો નિર્દેશ અવારનવાર આવે છે. “સંધ્યા નમે'માં સંધ્યાની અંતિમ અવસ્થા જીવનની અંતિમ અવસ્થાનું સૂચન બની રહે છે. સંધ્યા સમયે જેમ પેલું બાહ્યરૂપ પોઢી જાય છે, તેમ જીવન પૂરું થતા પણ બાહ્યરૂપ પોઢી જાય છે. ને આંતર-ચેતના પેલી પરમ ચેતના સાથે મળી જાય છે. શરીરના પાંચ મહાભૂતો બાહ્ય, વિરાટ, વિશાળ પંચમહાભૂતો સાથે મિલન સાધવા ઉત્સુક બને છે. “સુદૂરની આરતી'માં પણ પરમતત્ત્વના તેડાનો જ સંકેત છે. “અહો સમય'માં સમયના સરકવા સાથે થનારા મધુર મિલનની આનંદભેર કવિ વાત કરે છે. મૃત્યુ દ્વારા થતી જીવનસમાપ્તિ જ પરમ તત્ત્વ સાથેના મધુર મિલનની પળને વધુ નજીક લાવી શકે. પ્રજારામે વિવેકાનંદનાં કાવ્યોનો અનુવાદ કર્યો છે. “મા કાલીને ભયાનક મોતના આગમન સાથે સરખાવવામાં આવ્યું છે. મૃત્યુને મિત્ર બનાવનારને માના દર્શન થતાં હોવાનું કવિ કહે છે. તો સંન્યાસીને કવિ જીવન અને મરણના સાક્ષી તરીકે ઓળખાવે છે. એ વિમુક્તાત્માઓ કર્મ ખૂટતાં મુક્ત થઈ જાય છે. પુનરપિ જન્મ ધારણ કરતા નથી. પ્રજારામે શ્રી અરવિંદનાં કાવ્યોના અનુવાદ પણ કર્યા છે. “અજ્ઞાનમાં આત્મામાં આત્માને એની મૃત્યુ-વિમુક્તતા જાણી લેવાનો અનુરોધ કર્યો છે. કાલ, સમયથી પર બની અમર્યમાં પુનઃ સ્થિત થવાનું પણ એને સૂચન કરાયું છે. “રૂપાંતર'માં આત્માના લય સાથે અસ્તિત્વના ગૂંથાયેલા એકતારાની વાત કવિના અંગોમાં દિવ્યબળ ભરી દે છે. કવિ કહે છે પ્રાણ ધારી-શરીરને ઈશનું જ નિમિત્ત કારણ માનતા શ્રી અરવિંદને ક્યારેય ઇન્દ્રિયની સાંકળી જાળ નડી ન હતી. ‘દેવનું કર્મ'માં જીવન અને મૃત્યુના દ્વારો વચ્ચે અથડાતા માનવતી કરુણતા વ્યક્ત થઈ છે. માનવ જન્મના દૃઢ બંધન સોંસરો ઊતરી આત્મામાં મુક્તિની ઝંખના જગાડે છે. - કવિ સાલિક પોપટિયા રર૧૦/પરના રોજ (જન્મ 21/8/27) ઉદાસીથી નીતરતો કાવ્યસંગ્રહ “નયનધારા' આપે છે. “ચાર દિન”માં જીવનની ક્ષણભંગુરતા દ્વારા પરોક્ષ રીતે મૃત્યુની અનિવાર્યતાનો નિર્દેશ થયો છે. મૃત્યુને કોઈ જીતી ન શક્યાનું ય કવિ માને છે. ગયેલા આખરી શ્વાસો કોઈ પાછા લાવી શકતું નથી. એ વાસ્તવથી કવિ સભાન છે. દૂર પાનખરના આગમનની વાસ્તવિકતાનો પણ તેઓ સ્વીકાર કરે છે. તેમ છતાં આત્માની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 228 અમરતાનો કવિ અવશ્ય મહિમા ગાય છે. “આંખો બીડાઈ જશે'માં પણ સાલિકે મૃત્યુની અનિવાર્યતાનો સંદર્ભ ગૂંચ્યો છે. દેહ માટીમાં મળી જવાનો હોવાથી દેહના શણગારને કવિ નિરર્થક ગણે છે. ખાકના અંબાર પર મઝારની જરૂર કવિ જતા નથી. (“એના જ વિચારો શા માટે?) દેહનાં બંધનમાંથી આત્માને મૃત્યુ જ છોડાવી શકે. સાલિક પોપટિયાએ રૂબાઈત પણ આપી છે. જેમાં નાના મુક્તક જેવી કવિતા સંગ્રહાઈ છે. “શાન પામ્યો'માં અનુભવેલા અપમાનની વ્યથાને વાચા આપતાં મૃત્યુનો મહિમા ગવાયો છે. જગત છોડી જવાની પળ આવે છે ત્યારે સમજાય છે કે જિંદગાની મોત માટે જ મળી હતી. શાંતિથી પોઢેલી અચેતન કાય પર કંદન ન કરવા કવિ સૂચવે છે. “નહીં નહીં'માં કાવ્યનાયક એમના મૃત્યુ બાદ અત્તર ન લગાવવા, ફૂલોની ચાદર ન ઓઢાડવા ને કબરમાં એમનો આત્મા તડપે ત્યારે આંસુ પણ ન વહાવવા વિનવે છે. તો “માગણી' કાવ્યમાં મરનાર વ્યક્તિ પોતાની લાગણી ન દુભવવા પ્રેમીજનને વિનવે છે. ૧૯૭૪માં હસમુખ મઢીવાળા “યરલવ' સંગ્રહ પ્રગટ કરે છે. “મસ્ત ફકીર' કાવ્યમાં જીવન કરતાં મૃત્યુનો વિશેષ મહિમા ગાતા આ કવિ કહે છે “મને મૃત્યુ લાગે અધિકતર વ્હાલું જીવનથી” (પૃ. ૧૩યરલવ) જીવનની ખુલ્લી આંખના દર્શનને કવિ સીમિત ગણાવે છે. મૃત્યુ થતાં આંખ બીડાય, બીડાયેલી આંખે દર્શન વધુ મધુરાં થતાં હોવાની વાત મૃત્યુની મધુરતાને સ્પર્શે છે. મરણને તેઓ મસ્તફકીર' તરીકે ઓળખાવે છે. “નનામી આ મારી'માં કવિ પોતાના મૃત્યુની વાત કરે છે. સ્વજનો એમની કાંધે પોતાનું મૃતશરીર લઈ જઈ રહ્યાની તેઓ કલ્પના કરે છે. નનામીમાં પોઢેલા ચેતનહીન ચખો જાણે મરણ પછીના પોતાના જીવનને નિહાળી રહ્યા હોય એવું લાગે છે. હસમુખ મઢીવાળા ૧૯૫૬માં આશ્લેષ' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. આ સંગ્રહમાં અંજલિ કાવ્યો ઠીકઠીક પ્રમાણમાં છે. કવિ કહે છે “થયું ન થયું, બનવાનું નથી, તો પછી " “મૃત્યુ અંગે મિથ્યા રુદન શાને?” વીસ વર્ષના પુત્રને ગુમાવનાર ડોસાના આ શબ્દોએ કવિને જીવનમાં મરણના મૂલ્યને પામતાં શીખવ્યું છે. કેડી'ના કવિ બાદરાયણ મૃત્યુના માર્ગને “તેજનો માર્ગ કહે છે. નરસિંહરાવના અવસાન નિમિત્તે રચેલા “તેજને મારગ' કાવ્યમાં જીવનનો ત્યાગ કરી સનાતન ભવ્ય જીવનમાં પ્રયાણ કરતા આત્માને “ઓરે પ્રવાસી'નું સંબોધન કવિ કરે છે. મૃત્યુના અસ્તિત્ત્વના ઈન્કારનો સંદર્ભ કવિ અહીં ટાંકે છે. બાદરાયણ મરણને માત્ર “સ્થિતિભેદ' કહે છે. જે વસ્તુતઃ આત્માનું ઉન્નત દશા ભણી પ્રયાણ જ છે. “સ્મરણોને વિદાય' નિર્લેપતાનું કાવ્ય છે. સ્વજનોનાં મરણ પછી સ્મરણોની આસક્તિ પણ શા માટે ? તો “પ્રકૃતિનું ગીત'માં પરોક્ષ રીતે જન્મમરણચક્ર નિર્દેશાયાં છે. “અપૂર્ણ શોધ'માં કવિ બાદરાયણ સૂક્ષ્મ સૌંદર્યની શાશ્વત વાંછનાનો નિર્દેશ કરે છે. સ્થૂળ દેહના વિલય સાથે એ વાંછના શમતી નથી. અન્ય જન્મમાં પણ એ એવી ને એવી રહે છે. “નરસિંહરાવના અવસાન નિમિત્તે લખાયેલા ગાનવિરામ' કાવ્યમાં નરસિંહરાવના મૃત્યચિંતનને કવિ યાદ કરે છે. માનવ-જીવન પૂર્વાલાપ પછીનું સૂક્ષ્મ જીવન તે ઉત્તરાલાપ. ગાન કદી વિરામ પામતું નથી. અખંડઅક્ષર જીવન અવ્યક્તના ગાનમાં સતત વહેતું રહે છે. આ અમીદાસ કાણકિયા ૧૯૩૭માં “દીપશિખા' કાવ્યસંગ્રહ આપે છે. હંસને આત્માના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 229 પ્રતીક તરીકે ભારતીય તત્ત્વજ્ઞાનમાં વર્ષોથી સ્થાન અપાયું છે. “રાજહંસને સંસારમાં અવતરેલા પરમાત્મ સ્વરૂપ માનવ આત્માને કરાયેલું સંબોધન છે. “ઉધ્વપ્રયાણ'માં મૃત્યુ પામી રહેલા શરીરમાંના આત્માની ઉર્ધ્વગતિની વાત કરાઈ છે. તેથી જ શરીરના મૃત્યુથી દુઃખી થયાની જરૂર ન હોવાનું કવિ કહે છે. પેલે પાર જનાર આત્મા કોઈ નવીન તેજદર્શન કરે છે. એવી શ્રદ્ધા અહીં વ્યક્ત થઈ છે. મૃત્યુનું અભાન જેની નિર્દોષતાને લુષિત નથી કરતું એવા બાળકનો માતા સાથેનો સંવાદ “નિર્દોષઅજ્ઞાન'માં રજૂ થયો છે. માની આંખમાં આંસુ જોઈ બાળક દ્રવિત બને છે. પણ મૃત્યુ એટલે શું, એની એને સમજ નથી. “પ્રેમ અને મૃત્યુ'માં શરૂમાં પ્રેમનું, ને પછી મૃત્યુનું ચિત્ર છે. “પ્રેમ તથા મૃત્યુ' બંનેને કવિ નવજીવનનાં દ્વાર કહે છે. પોતાનો જીવનદીપ ઝાંખો થતી વેળાએ કાવ્યનાયકને ગતસ્તવનમાં સ્મરણ વીંટળાઈ વળે છે. ૧૯૬૧માં કવિ અમીદાસનું બીજું પુસ્તક “દીપજયોતિ' પ્રકાશિત થાય છે. “આજ આનંદ એક સારું પ્રતીકાત્મક કાવ્ય છે. કાવ્યનાયક જાણે રૂપશૂન્ય અને નામશૂન્ય બની અનંતના ધામે ઊડતા હોવાનો અનુભવ કરે છે. “સોડમ્' કાવ્યમાં નિયતિના વારાફેરાનો અનંત ભવ્ય વિભુરૂપ “સોડહમ્” જીવશિવઐક્યનો નાદ ઉચ્ચારે છે. કાંતિલાલ પંડ્યાએ “ચંદ્રશંકરના કાવ્યો' ૧૯૪રમાં પ્રકાશિત કર્યા. 1916 ઓગસ્ટમાં જન્માષ્ટમીની નજીકના દિવસોમાં પત્ની વસંતબહેનના થયેલા અવસાન નિમિત્તે “હા આખરે ચાલી ગઈ” (7/3/1917) કાવ્ય રચાય છે. અન્ય સ્વજનોનાં અવસાન નિમિત્તે પણ “ચાહેલાં ચાલ્યાં જતાં, રહે સ્મૃતિ અવશેષ” કહી કવિ વિરહસુખને શાશ્વત ગણાવે છે. ને તેથીજ શરીરને બદલે આત્માને સ્નેહ કરવાનું તેઓ કહે છે. રમણીકલાલ જયચંદભાઈ દલાલ James Montego Mery ના The loss of friends by death' નામના કાવ્યના ભાવાનુવાદ “વિદાયવેળા'માં મૃત્યુથી અસ્તિત્વ નાબૂદ થતું ન હોવાની વાત કરે છે. “મૃત્યુ કેરા શ્યામ પંજાની પીઠે દૈવી દેશ હોવાનું કવિ se 9. J. Shirley l 'Death the Leveller' 41441 $14HI 424 ML R14213 બધા સરખા થઈ જવાનું કવિ કહે છે. મૃત્યુને તાબે થયા વિના કોઈનો છૂટકો નથી. યમ કને નિરૂપાય થવું પડે ઈલમ કો ઉપયોગી ન નીવડે” 139 મરણની નીલલોહિત વેદીમાં દરેકના સકલ શ્વાસ અંતિમ સમાધિમાં શમી જતા હોવાનું કવિ કહે છે. c. Rossetti ના song' નામના કાવ્યાનુવાદ “અવસાનસંદેશ”માં સ્નેહસંબંધીઓને મૃત્યુ સમયે બિલકુલ શોક ન કરવાનું કાવ્યનાયક દ્વારા કહેવામાં આવ્યું છે. “અંતિમ વિશ્રામ’ સમયે દિલમાં સુખ કે દુઃખ કશાની લાગણી થતી નથી. મરનાર વ્યક્તિની સંપૂર્ણ સ્વસ્થતા, નિર્લેપતા અહીં રજૂ થઈ છે. “અંતિમ સ્મરણ” Lord Tennysonના Farewel' નામના ભાવગીતનું રૂપાંતર કાવ્ય છે જેમાં અક્ષરદેહે અમર રહેવાની કવિની શ્રદ્ધા પ્રગટ થઈ છે. કવિ ચાલ્યો જાય છે, પણ એનું કાવ્યઝરણું સતત શાંત નિર્મલરૂપે વહ્યા કરે છે. “મંજૂષા'ના કવિ મોહિનીચંદ્ર દેહની જેમ કવિતામાં પણ મૃત્યુ અને અમૃતના અંશો રહ્યા હોવાનું માને છે. તો “અણુઅણુ' કાવ્યમાં નિધનરજનીઓ આપ્યાની કવિ ફરિયાદ કરે છે. જીવનની અપૂર્ણકળા મૃત્યુની પીછી ફરતાં પ્રપૂર્ણ બનતી હોવાની વાત “કલા' નામના બે પંક્તિના કાવ્યમાં કવિએ કરી છે. કવિ જન્મને કવિતાના પહેલા શબ્દ તરીકે ઓળખાવે છે. જીવનને વિવિધ છંદી રાગરાગણીનું કાવ્ય ગણાવી “મૃત્યુ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #231
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 230 મહીં જીવનકવિતાનો છેલ્લો શબ્દ લીન થતો જાય. “ધૂલિ' કાવ્યમાં માટીના ગૌરવની વાત, માટી પોતે કહેતી હોય એમ જન્મ સૌ મુજ અંકમાં વળી, લિયે છેલ્લી સમાધિ હંમા” 40 માટીમાંથી જન્મી, સૌ અંતિમ સમાધિ માટીમાં જ લે છે. લોંગફેલોની પંક્તિ યાદ આવે. "Dust thou art to dust returnest." “સળંગ' કાવ્યમાં જન્મ જન્માન્તરની વાત ગૂંથાઈ છે. જન્મ પાછળ પડેલું મૃત્યુ, ને મૃત્યુ પાછળ પડેલો જન્મ પોતાની સફળતા માટે ઝૂમતા હોવાનું કવિ મોહિનીચંદ્ર કહે છે. તો પુત્રજન્મને તેઓ “પુનર્જન્મ' તરીકે ઓળખાવે છે. પિતાની ભસ્મકણીની વાત કરતા કાવ્યનાયક પુત્રને પણ મૃત્યુના ઝંઝાનિલમાં લુપ્ત થઈ ભસ્મકણી બની જવાના સત્યને વિચારે છે. ૧૯૭૩માં હૈયું અને શબદ' નામનો કાવ્યસંગ્રહ આપનાર કવિ ચાંપશીભાઈ ઉદ્દેશી આ જિંદગીના ઠાઠને થોડા દિવસનો ગણાવે છે. માણસને થોડા દિવસનો મુસાફર તેઓ કહે છે. મૃત્યુપંથને “જીવનમાર્ગના વિરામ' તથા “નવજીવનના દ્વાર' તરીકે તેઓ ઓળખાવે છે. યુ જીર્ણોદ્ધાર પણ છે. ને સંસારનાં કર્મોનું પ્રતિનિધિ પણ, મૃત્યુ પછીના ફરી જન્મને કવિ કર્મના વ્યવહાર તરીકે ઓળખાવે છે. ક્ષણભરમાં આવીને ચાલ્યા જતા મૃત્યુની "ાસ્તવિક્તા પ્રત્યે કવિ આપણું ધ્યાન દોરે છે. “હૈયાની આંખમાં સ્મશાનમાં દેહની થતી રાખનો નિર્દેશ કરે છે. ૧૯૫૬માં મણિશંકર દવે “ગાંધીવિરહ' નામનું પુસ્તક પ્રગટ કરે છે. ગાંધીજીના મૃત્યુને “મહામોંઘું મૃત્યુ” કહેતા કવિ મૃત્યુને “મોંઘેરો મિત્ર' કહે છે. “મૃત્યુ છે મિત્ર મોઘેરો | સરખી દૃષ્ટિનો સદા, સર્વનું શ્રેય સાધે છે સંહરી સર્વ આપદા” 41 ગાંધીના નિર્વાણે શોક ન કરાય, દેહ પંચત્વ પામ્યો હોવા છતાં આત્મા અમર હોવાનું કહેતા કવિ લખે છે. જન્મ ને મૃત્યુથી મુક્ત અલિપ્ત દેશકાળથી આત્મા છે નિર્મળો નિત્ય ભવ્ય છે ભિન્ન દેહથી” 42 કવિ પ્રલાદ પાઠકના “ખરતા તારાનેકાવ્યમાં આભમાં ઝગમગતું ને સહેજમાં ખરી જતું મૂદુલ તારલું જીવનની ક્ષણભંગુરતાનું પ્રતીક છે. ખરતા તારાને જોઈ સૌ જુદા જુદા તર્ક કરે છે. કોઈ “જીવન ભંગુર' હોવાનું કહે તો કોઈ વળી “હરિરૂપે ભળ્યાનું જણાવે જયારે અદ્વૈતવાદીઓ કશું જ ન કહે. કવિના મનમાંય વિચાર સ્ફરે છે. “અરે પ્રકાશભર ફૂલડું અબઘડી સ્ફરન્તુ નભે, ખર્યું ખર્યું અને પડ્યું રજનીના આંસુના બુંદ સમું” 43 ખરતા તારાને કવિ રજનીનાં અશ્રુબિંદુ સમું ગણાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 231 ગાંધીયુગ - અને કાળનું સ્વરૂપ ગાંધીયુગના કવિઓએ પણ “કાળ વિશે જુદી જુદી રીતે પોતાનું ચિંતન રજૂ કર્યું છે. કવિ ઝવેરચંદ મેઘાણી' “મૃત્યુ પ્રહરી બન્યું' કાવ્યમાં કાળના શાસન મુજબ મૃત્યુએ ફરજ બજાવવાની હોય છે. એમ કહી ગાંધીજીએ કરેલા ઉપવાસ વખતે કાળ મૂછ મરડી મલકી રહ્યો હતો ત્યારે પણ મૃત્યુએજ ખડે પગે ગાંધીજીનું રક્ષણ કર્યાની વાત કરી છે. રણસંગ્રામને મેઘાણી “કાળની કચેરી' કહે છે. - ચંદ્રવદન મહેતા “યમલ' કાવ્યમાં કાળતિમિરના રૂપને સોહામણું કહે છે. સ્નેહરશ્મિ કાળને' (‘પનઘટ') કાવ્યમાં સૌનાં સ્વપ્નોને રોળી નાખતા કાળના પ્રહારનું વર્ણન કરે છે. કવિ ઉમાશંકર જોશી ‘સદ્દગત મોટાભાઈ” કાવ્યમાં ('નિશીથ') કાળ સામેનો હૃદયદ્રાવક આક્રોશ વ્યક્ત કરે છે. કાળને તે કહીએ શું? જરીકે નવ ચૂકિયો - પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો” 44 મૃત્યુ માંડે મીટ માં (‘આત્માના ખંડેર') કાળના જડબાને, એનું મુખ ઉઘાડવા કવિ કહે છે. જેથી શાંતચિત્તે મૃત્યુની મીઠી હૂંફ માણી શકાય. કાળ ગોકળગાયની જેમ ડગુમગુ ચાલતો હોવાની કલ્પના “ગોકળગાય'માં (‘ધારાવસ્ત્ર') કવિએ કરી છે. “ફરફરાટ'માં કાળની અનંતતાનો નિર્દેશ થયો છે. કવિ પૂછે છે “સ્થળને ખભે લહરાયા કરતું નવું અનેરું કાળઉત્તરીય કોઈએ જોયું છે ? (કાળ તો અનુભવગમ્ય છે દેશ્યગમ્ય ક્યાં છે?) કવિના પ્રશ્નમાં જ એનો નકારાત્મક ઉત્તર મળી શકે તેમ છે. કવિ ઓડેનના મૃત્યુ સંદર્ભે આક્રોશ ભર્યો આઘાત અનુભવતાં કવિ કહે છે “કાળ જયારે ઘા કરે છે ત્યારે કશુંય જોવા બેસતો નથી.” “મૃત્યક્ષણ' (“સપ્તપદી') કાવ્યમાં પણ કવિ કાળને યાદ કરે છે. કાળ અહીં ‘સમય’ અને મૃત્યુ બંનેનો પર્યાય બનીને આવે છે. “જન્મદિને કાળને ખંડિત કર્યો હતો. મૃત્યુ, અખંડ કાળમાં પુનઃપ્રવેશ? જીવનકાળનો સ્વાદ ક્ષણક્ષણનો લૂંટ મૃત્યુ અનંત સાથે એકરસ અસ્મિતા” જ તો કવિ ઇન્દુલાલ ગાંધી માનવને કાળના મહાસાગર પરના એક બિંદુ તરીકે ઓળખાવે છે. કાળનું ભૈરવનૃત્ય અવિરત પણે ચાલતું હોવાનું તેઓ કહે છે. “દેવકી' કાવ્યમાં દેવકીએ કરેલી કાળવાણીનો નિર્દેશ છે. ખંડિત માતૃત્વની ખાખ પર જાણે કાળવાણી બેઘડી થાક ઊતારવા ઇચ્છતી ન હોય ? ગાંધીજીના મૃત્યુ સંદર્ભે લખાયેલા “મહાઅધ્ય' કાવ્યમાં મૃત્યુદેવને કાળની કામળી ઓઢીને આવેલા કવિ વર્ણવે છે. મનસુખલાલ ઝવેરી અભિમન્યુના વીરત્વને “કાળનાય કાળ' તરીકે વર્ણવે છે. (“અભિમન્યુ” “ફૂલદોલ') P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 232 “જાણે પાદ પ્રહારે ધરણિ ધ્રુજવતો કાળનો કાળ કૂદે 4 ન્હાનાલાલના અવસાન નિમિત્તે લખાયેલા “સિધાવો' કાવ્યમાં મહાકાળનું વર્ણન કરતાં કવિ કહે છે “મહાકાળના આ સાગરે કૈક આવતાં નાનામોટાં બુબુદો ઊડશે ને નાચશે. પણ જીવન સાગર તો લહેરાતો જ રહેવાનો, ને ત્યારે ગુજરાતની વાણી કવિને સ્મરશે. ફૂલના ખીલવા અને ખરવાની પ્રક્રિયાની વાત કરતાં કવિ “કાળની મંથરા' જેવો શબ્દપ્રયોગ પ્રયોજે છે, ને આદિકાળ સામે અવળો એકડો માંડ્યાની વાત કરે છે. તો પોતાના જીવનનો ગંજીપાનો મહેલ મહાકાળની એક ફંકે વેરવિખેર થઈ જવાની કલ્પનાથી ધ્રૂજી ઊઠતા કાવ્યનાયક એ પહેલાં જ મૃત્યુ ઝંખે છે. (“મા” “ડૂમો ઓગળ્યો') કવિ પૂજાલાલ એમ માને છે કે કાળના તાલ વડે જ મરણની ઘડીને પામી શકાય. (‘કાળને “ગુર્જરી') હથેલીમાં અંજલિ કરી કવિ કાળને પરાસ્ત કરી પી જવા ઉત્સુક હતા, તો દાદાને ડુંગર તરીકે ઓળખાવતાં કવિ કહે છે “ગળ્યો કાળાબ્ધિના જળમહીં મહાડુંગર ગળ્યો” 40 “અનુરુપ નામના વિભાગમાં તોંતેરમી “શુક્તિકા'માં કાળને માનવીય સ્વરૂપે વર્ણવતાં કાળને તાલકે માત્ર ટાલ હોવાનું, તથા દાઢી હોવાનું કહે છે. કાળ આવે કે તરત એની દાઢી ઝાલવાની વાત પણ કવિ કરે છે. જન્મમરણને કવિ કાળનાં વાહન કહે છે. સાદ' કાવ્ય (‘અપરાજિતા') (દુહો-૫૨૦)માં કવિ કાળને “દૂર લૂંટારો' કહે છે. ને છતાં તે ક્રૂર કાળની ફાળ પોતાની પાસે પહોંચી શકતી ન હોવાનુંય તેઓ કહે છે. તો કાલઅકાલ'માં કરાલ કાલના ઘોર અટ્ટહાસ્યના સૌ ભોગ બનતા હોવાની વાત કરાઈ છે. કાળની કટોરીએ અમૃત' પીવાની ઇચ્છા “કાળની અટારીએ'માં વ્યક્ત થઈ છે. કાળનાથમાં (“સોપાનિકા') “કાળ મૃત્યુનો પર્યાય બનીને આવે છે. કવિ કાળને અહીં કાળસર્પ” તથા “કાળકેસરી' કહે છે. “મહામૌન” (“સોપાનિકા')માં “કાળના કાળા હૈયામાં પ્રેમમય પ્રવેશ કરીને અમૃતના આત્મામાં મૃત્યુના પ્રદેશને પાર કરવાની પ્રાર્થના કરાઈ છે. મિત્ર સારાભાઈનો ભોગ લેનાર પોંડિચેરીના સાગરને આક્રોશમાં કવિ “કાળસાગર' કહી બેસે છે. તેમ છતાં આત્માઓને કાળ નાથી શકતો નથી, એવી શ્રદ્ધા તો કવિની છે જ. (“કાવ્યસેતુ”) કર્ણાટકના વિખ્યાત જમીનદાર કુટુંબમાં જન્મેલા “શંકરગૌડના પાંચમી ઑગસ્ટે (1950) થયેલા સ્વર્ગવાસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પતાં કવિ કહે છે જાણે એમનું શુભ્ર સુહાસ કાળની કાજળશક્તિને રુચ્યું નહિ. ને દેવળ તો શૂન્ય થઈ ગયું (“કાવ્યકેતુ') “યોગતપસ્યા' (1986 મે)માં કવિ કાળનો પ્રદેશ દુ:ખ સભર હોવાનું કહે છે. માનવ માગે છે મુક્તિ પણ કાળના બંધનમાં રહેવાની અને જરૂર પડે છે. ને હમેશાં યાત્રા કરવા છતાં એ ક્યાંય પહોંચતો નથી. * * ની રતુભાઈ દેસાઈ “જનની' કાવ્યમાં કહે છે “કાળ માને ભરખી જઈ શક્યો, પણ મૃતિને ઝૂંટવી ન શક્યો' તો “યાત્રાપથના આલાપમાં રતુભાઈ કાળના શાસનની વાત કરે છે. તેઓ કહે છે. “કાળને કોઈ અતિક્રમી શક્યું નથી કે નથી કાળને કોઈ હડસેલી શક્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #234
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 233 કે નથી કાળની ઝાપટથી કોઈ બચી શક્યું. “માતાના ઉદરમાં બીજરૂપે ગર્ભસ્થ થઈ તમારે કાળની નિશ્ચિત મર્યાદાને આધીન થવું પડે છે.” w8 સર્વત્ર સઘળું કાળરૂપ' હોવાનું કવિ કહે છે. સૂર્યચંદ્ર, ઋતુઋતુનાં પરિવર્તનો, સમુદ્રનાં ભરતીઓટ બધું કાળનાં બંધને બંધાયેલું છે. કાળને કવિ અહીં “મહાકાયપશુ” અને માનવને એનું પુચ્છ કહે છે. પશુની પીઠ પાછળ પુચ્છને અનુસરવું પડતું હોય છે. ૧૯૮૯માં પત્ની મમતા દેસાઈના અવસાન નિમિત્તે રચાયેલા “ખંડેરનો ઝુરાપો' કાવ્યની શરૂઆતમાં જ કવિ કાળદેવતાને નમે છે. કવિ અહીં કાળદેવતાને અહોભાવથી નહિ વ્યથિત આક્રોશથી નમે છે. તેથી જ તો જરાય અણસારો આપ્યા વિના આવી પહોંચેલા “કાળને' કવિ “નમેરો' કહે છે. કાળની એ સર્પફૂંકે કવિને તિમિરઘન' “મૃત્યુનાં પારખાં થાય છે. કાળના જ ઇશારે એ જીવન-ઝારી પાત્ર ટપકતું બંધ થયું છે. કવિ સુંદરમ્ “રણગીત' (“કાવ્ય મંગલા)માં કાળભુજંગ સાથે હોળી ખેલી મરવા તૈયાર થનાર ભારતવીરની ગાથા ગાય છે. “જનમગાંઠ' કાવ્યમાં કવિ સુંદરમ્ “કાળના અનંતસૂત્ર'નું ચિંતન કરે છે. કરસનદાસ માણેક વિનષ્ટિના કાળઉદધિની ધૂધવતી ગર્જનાનો અવાજ સાંભળતા હોવાનું છેલ્લા લંગર' કાવ્યમાં કહે છે. (‘આલબેલ') જો કે પ્રેમ પાસે કાળ પરાસ્ત થતો હોવાનું પણ તેઓ કહે છે. “પ્રેમના પ્રતીક રૂપ “તાજ' પાસે કાળ પરાજય પામ્યાનું ઉદાહરણ કવિ આપે છે. - કવિ પ્રેમશંકર ભટ્ટ પણ કાલદેવ આ ભૂમિમાં આંગળીથી મહાનિ:શબ્દ ભવ્ય ભૂતકાળને ગજવી રહ્યો હોવાનું કહે છે. (“રાજસેરની દેરીઓને “ધરિત્રી') “ગયો નવ હું હોત તોમાં કવિ ખંડેરની મુલાકાતે ઉદ્વિગ્ન બની કહે છે. “બધું મૃત્યુની નીંદમાં સમાપ્ત થઈ જતું હોવાનું, ને બસ એક “કાળ' જ અમર હોવાનું કહે છે. “મુકામભણી'માં પણ કાળનો જ મહિમા કવિ ગાય છે. કવિના મનની રંગભૂમિનું મુખ્ય પાત્ર 'કાળ' જ છે. સામાન્ય રીતે કાળને મૃત્યુના જ શાશ્વત પર્યાય તરીકે સ્વીકારવામાં આવ્યો છે. કવિ કહે છે. “મહાન ખગરાજ કાળની ઝાપટે જે ચડ્યા એ અંતે ઢળી પડે છે. જીવનસંગિનીને અધવચ્ચેથી ઊપાડી લેનાર કાળરૂપી ખગરાજને કાવ્યનાયક પોતાને ઊઠાવી લેવા પ્રાર્થે છે. કવિ દેવજી મોઢા કાળના તાપને પ્રખર ગણાવે છે. (“ભગિનીને “આરતી) કાળના પ્રખર તાપમાં બહેનની જીવનજળ-વીરડી સુકાઈ ગયાનો વલોપાત તેઓ કરે છે. કાળની કરવત ક્યારે માનવને ખતમ કરે એ શું કહેવાય ? “કાળના મેગળ ધસતા આવે | હાવળે નામે હય કાળના મુખે કોળિયા થઈ રહેવું આનંદમય” 149 કવિ જયેન્દ્રરાય દૂરકાળને પણ કાળની કળા ગેબી લાગે છે. (“સ્નેહસરિતા' ખંડ-૨) કાળના ક્રૂર કટાક્ષ'નો પણ કવિ અવારનવાર નિર્દેશ કરે છે. કવિ દૂરકાળના મનમાં પ્રશ્ન જાગે છે. “માનવજીવનની ક્રૂર વિડંબના કાળ કેમ કરતો હશે ?' કવિ દેશળજી પરમાર માનવને આ સંસારના અતિથિ ગણાવે છે. મહાકાળની ઝાલર શS P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 234 બજતાં અતિથિને સંસારમાંથી વિદાય લેવાની રહે છે. (‘અતિથિને') કવિ રમણલાલ વસંતલાલ દેસાઈએ પણ “મહાકાલ'ને ગીતમાં મઢી લીધો છે. (“મહાકાલ') મૃત્યુના પર્યાય સમો “મહાકાલ' (“શમણાં') ગીત ગાતો ચારેયબાજુ ઘૂમ્યા કરતો હોવાનું કવિ કહે છે. કવિ કહે છે 'લય અને વિલયને ઝૂલે ઝૂલતો એ મહાકાલ અવકાશને ભરી દઈ, ચેતનને ચમકતું કરે છે.' કવિ હસિત બૂચ એના ગુરુ “સ્વ. ચતુરભાઈને' અંજલિ આપતાં ગુરુ મૃત્યુને “કાળના છલ' તરીકે ઓળખાવે છે. નંદકુમાર પાઠક રજની અને દિવસને કાળની બે પાંખો કહે છે અને એ જ રીતે જીવનમૃત્યુને ચૈતન્યની પાંખો. પ્રાણહારક કાળ જ પાછો શાશ્વત ચેતન પણ આપે છે. ભાઈનું અવસાન કવિને મહાકાળની વાગતી વિશ્વવ્યાપી ખંજરીનો રણકાર સંભળાવે છે. “પાવાગઢ'માં પાવાગઢે સહન કરેલા કાળપલટાને કવિ યાદ કરે છે. કવિ નંદકુમાર કાળની નિયત ધટનાને અફર ગણા છે. ને માનવજીવનને કાળના નાદપડઘા રૂપે ઓળખાવે છે. ને છતાં “કાળકિનારાને કવિ ગરવાય કહે છે. કવિ શંકરલાલ પંડ્યા કહે છે જે રીતે તેતર પર બાજ ફરી વળે તેમ કાળના ઝપાટામાં સૌ આવી જવાના (‘મણિકાન્તમાલા” “પલકમાં પ્રાણ જવાનો') કવિ ગોવિંદ હ. પટેલ કાળને વિધેયાત્મક રૂપે જુએ છે. ભગવાન કાળને તેઓ નિષ્પક્ષતાવાળા કહે છે. રમણિક અરાલવાળા શાંતિલાલ જૈનીની સ્મૃતિમાં લખેલા “સ્વપ્નખંડેર' કાવ્યમાં પોતેય કાળની એટલે કે મૃત્યુની ફૂકે ઓલવાઈ જવાની ઝંખના કરે છે. મુકુંદરાય પટ્ટણી જીવનની ક્ષણભંગુરતા (‘પ્રતીક્ષા') તથા કાળની રૌદ્રતાની વાત કરતાં કહે છે “કાળની ગતિને ઓળખનાર મૃત્યુ સમયે દુઃખ પામતો નથી” (“કર્મ” સંસ્કૃતિ') કવિ મુકુંદરાય એમ માને છે કે કાળ કદી ગજગતિએ નહિ, વાયુસંગે ઝડપથી સરકે છે. આંસુ) આ “કાલાબ્ધિનો કિનારો' એટલે જ “મૃત્યુ” કાળની શાંતિને કવિ દગાબાજ અને જૂઠી ગણાવે છે. કાળને કોઈ જીતી શક્યું નથી. પણ ગાંધીજીને કવિ “કાલનાયકાલ” તથા કાલતા' કહે છે. જીવનની રેતમાં ઊંડા લિસોટા ચીતરતા ખબખબ ફાળ ભરતા કાળપુરુષનું કવિ કુસુમાકરે ચિત્રાત્મક વર્ણન કર્યું છે. જોકે પછી કાળપુરુષના પ્રાયશ્ચિતનાં અશ્રુની પણ વાત કરી છે. રવીન્દ્રનાથના અવસાન નિમિત્તે લખાયેલા “કવિનિધન' કાવ્યમાં “કાળને નિષ્ફર' કહી કવિ પોતાનો આક્રોશ ઠાલવે છે. પણ પછી તરત કવિ વિચારે છે “કાળને શું ઠપકો દેવો' દર પર એડી પડતાં ચગદાઈ જનારો કીડો, “સૌ કાળના ઉદરમાં આમ જ સમાઈ જતાં હોવાનો સંદેશ આપી જાય છે. તો કવિ હસમુખ મઢીવાળા કારમાં કાળને મૃત્યુના પર્યાય તરીકે ઓળખાવે છે. ને, કાળના હાસ્યને “કાળું' કહે છે. (“ભાઈનું મૃત્યુ') સ્વ. મશરૂવાળાને, એ દૈવી ચૈતન્યપૂંજને કાળયાત્રામાં ભળવું પડ્યાનો અફસોસ “પ્રજ્ઞામૂર્તિ કાવ્યમાં વ્યક્ત થયો છે. તો ગાંધીના મૃત્યુદિને કાળના હાથે કાળી કલંકકથા લખાઈ હોવાનું મઢીવાળા કહે છે. સ્વાતંત્ર્યસંગ્રામ અને બીજા વિશ્વયુદ્ધના પ્રત્યાઘાતોની વાત કરતાં એ રાતને કવિ અમીદાસ કણકિયા “કાળના કડાકાવાળી રાત' તરીકે ઓળખાવે છે. (‘અનવસર') “ઓ રે કાલ કરાળ' કાવ્યમાં ચારેય બાજુ કાળનાં ધાડાં વ્યાપ્યા હોવાની કવિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 235 વાત કરે છે. કવિ મોહનદાસ દલસુખરામ ભટ્ટ, અણુઅણુમાં સંભળાતા ને અવિરત ગરજતા કાળના ઘોર ગીતનો, તથા મહાકાળના પ્રચંડ મૃત્યસૂરના શંખ ફૂંકાવાનો નિર્દેશ “મથન” કાવ્યમાં કરે છે. “હૈયાની આંખ' કાવ્યનું કવિ ચાંપશીભાઈ ઉદ્દેશીએ કરેલું કાળચિંતન સાવ સામાન્ય કક્ષાનું છે. જેમાં કાળ કોઈને છોડતો ન હોવાની વાત કરાઈ છે. ઈશ્વર તથા કાળને અહીં સર્વોપરી ગણાવાયા છે. માનવજીવન કાળના તાલ પર નાચી રહ્યું હોવાની વાત તેઓએ કરી છે. “ગાંધીવિરહ'ના કવિ મણિશંકર દવે કાળની કારમી પાંખો બધાનો સંહાર કરતી હોવાનું કહે છે. દુર્ગેશ શુક્લ “ક્રાંતિનું રૂપમાં બધું પ્રજાળતા રૂઠેલા કાળને યાદ કરે છે. “માન્યતાનાં પ્રતીકોમાં આકાશમાં કાળવિમાન સતત ભમ્યા કરતું હોવાનું કવિ કહે છે. ગાંધીયુગ - મૃત્યુ મંગલ - મુક્તિદાતા ભારતીય પરંપરામાં વર્ષોથી મૃત્યુને મંગલ મુક્તિદાતા તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ગાંધીયુગના કવિઓએ પણ મહદઅંશે મૃત્યુને “મંગલ’ સ્વરૂપે જોયું છે ને વર્ણવ્યું છે. રા. વિ. પાઠક પત્નીના મૃત્યુ નિમિત્તે લખાયેલા સોનેટ “છેલ્લું દર્શન' કાવ્યમાં મૃત્યુપર્યત વિકસતા રહેલા સૌદર્યનું અંતિમ દર્શન શક્ય બને તે માટે પોતાના નયનને રડવાની ના પાડે છે. મૃત્યુને કવિ “મહોત્સવ' માને છે. “સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો” પરમ મૃત્યુના મંગલ અવસરને દીપ, ધૂપ, ચંદન, ગુલાલ, ફૂલ, શ્રીફળ આદિ મંગલ સામગ્રીથી સત્કારવાનો તેઓ અનુરોધ કરે છે. ને છતાં શોક જરાય ઊણો કે ઓછો નથી. સદ્ગત પત્નીનું હૃદયસ્થાન સંસ્મરણ કે સ્વજન પૂરી શકે તેમ નથી. કાંતિલાલ કાલાણી આ કાવ્યમાં વર્ણવાયેલા મૃત્યુના સૌંદર્યની વાત આ રીતે કરે છે. “નાયિકા પંચભૂતના બનેલા દેહ સાથેના સંબંધ છોડે છે. મનને આકુળ વ્યાકુળ કરનારી પરિસ્થિતિમાં નાયક પાંપણો પર તોળાઈ રહેલાં અશ્રુઓને ખરવા દેતો નથી. મૃત્યુ વેળાનું ચહેરાનું સૌદર્ય ખાખ થઈ જાય એ પહેલાં એ જોઈને કૃતાર્થ થવા ઇચ્છતા કવિ “નયન વારિને થંભી જવા કહે છે” (1) સદ્ગત “સખીને' નાયક એના સૂક્ષ્મ સૌદર્યરૂપે હવે જુએ છે. તેથી તો ફૂલપગલે પરિમલની જેમ પધારવા “સખિને વિનંતિ કરાઈ છે અથવા અમરભૂમિમાં પોતાને પણ અમૃતનો સહભાગી કરવા બોલાવે એમ ઈચ્છે છે. “કવિવર રવીન્દ્રને અંજલિ આપતાં કવિ રવીન્દ્રનાથની મૃત્યવિચારણાને સ્મરે છે. પ્રકૃતિમાતા મૃત્યુ દ્વારા મનુષ્યને એક જીવનમાંથી છૂટો કરી બીજા જીવનમાં લઈ જાય છે. ને એવા કવિ રવીન્દ્રનાથે જીવનને ગીત ગાઈ શુભ બનાવ્યું હતું ને મૃત્યુને “અનન્યમંગલ' બનાવ્યું હતું. પરથમ પરણામ મારા શેષની એક અનોખી કૃતિ છે. પોતાની અંતિમ વિદાયની મંગલપળે અશેષ કૃતજ્ઞતાની લાગણીની ભેટ ધરી પોતાના સૌ ઉપકારીઓ પ્રત્યેનો ભાર હળવો કરે છે. . ગાંધીયુગમાં રાષ્ટ્રીય ચેતનાનો જુવાળ પ્રસરેલો. શહાદતને વરનારા વીરોનાં મૃત્યુ મંગલ અવસરરૂપ બની ગયાં. ઝવેરચંદ મેઘાણી “ઊઠો' કાવ્યમાં મૃત્યુના રસબસફાગની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #237
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 236 વાત કરતાં વીરોની પત્નીઓનાં ખમીરને બિરદાવે છે. પતિદેવો રણસંગ્રામમાં મરી ફીટે તો એને પરવા નથી. વિજય મળે તો વિજયોત્સવ, નહિ તો ચિતામાં સાથે ચડી મરણોત્સવ ઉજવવાની વાત. શ્રીમતી લોકો તેના “સમબડીઝ ડાર્લીગ” કાવ્ય પરથી કરેલા ભાવાનુવાદ કોઈનો લાડકવાયો'માંની કોક અજાણી શહાદતને કવિ શાંત, મધુર, મંગલરૂપે વર્ણવે છે. ધૂપસળી ધરી પ્રણામ કરી કાનમાં પ્રભુપદ ઉચરવાનું કહેતા કવિ મેઘાણી “મૃત્યુને મંગલરૂપે જુએ છે. ૧૯૩૦માં કારાવાસમાં મેઘાણી સૈનિક ત્રિવિક્રમનું શબદર્શન કરતાં મૃત્યુનો ગરબો' કાવ્ય રચે છે. જેમાં મૃત્યુને મંગલરૂપે વર્ણવ્યું છે. નિર્ભય લોકોને મૃત્યુદેવીનું મુખ સુંદર, રળિયાત લાગે. અજ્ઞાનના આવરણને લીધે મૃત્યુની દિવ્ય રમ્યતા પમાતી નથી. એના કાળાં ઓઢણાંની કોર તો સુંદર, શ્વેત ને ઝળહળતી હોવાનું કવિ કહે છે. કવિ મેઘાણી કહે છે મૃત્યુ દ્વારા જગતજનનીને ખોળે જવાનું છે. મૃત્યુ સમીપે જતાં સંસાર આપોઆપ છૂટી જાય. મૃત્યુની ભગવી કંથા ભયભરી લાગે. પણ “માહીં રમે ગોરા ગોરાં રૂપ'. મૃત્યુ મંગલ જ નહીં રમ્યસુંદર પણ છે. તો “મોતના કંકુઘોળણ' કાવ્યમાં રાષ્ટ્ર કાજે મૃત્યુ પામવાની વાતને કવિ “અદકાલગ્નોત્સવ' તરીકે બિરદાવે છે. “રોપાય મંડપ મોતના, ગુર્જરી કેરે ઘરઘરે” 121 અહીં ચારેય બાજુ ગહેકતા મરણમયૂરોનું સ્વાગત કરવા ઉત્સુક મીંઢળબંધા નવપરિણીતોની શીશ સમર્પી દેવાની ભાવનાને કવિ શબ્દબદ્ધ કરે છે. રાજકીય બંદીવાનોની દશા સુધારવા માટે બોંતેર દિવસના મરણાંત અનશનને અંતે (1929) પોતાના દેહને મૃત્યુની ગોદમાં ધરી દેનાર જતીન્દ્રના મૃત્યુને કવિ “મંગલ અવસર' કહે છે તેથી જ કવિ અશ્રુની વાદળીને દૂર ચાલી જવાનું કહે છે. ગાંધીજીના ઉપવાસ વખતે મૃત્યુ જ એમનું પ્રહરી બન્યાનું મેઘાણી કહે છે. (“મૃત્યુ પ્રહરી બન્યું') ગાંધીજીના રક્ષણ માટે મૃત્યુ અમૃતના કુંભ લઈ ઊભું રહેતું. ગાંધીજી મૃત્યુ ન પામે એ માટે મૃત્યુ પોતે અહીં પ્રાર્થના કરે છે. જે મૃત્યુની મંગલતાનું સૂચન કરે છે. - ચંદ્રવદન મહેતા મૃત્યુની સુખનીંદરમાં સૂતેલી બહેનનું મૃદુ કાવ્યમય વર્ણન ગાઢનીંદરમાં કરે છે. (“ઇલાકાવ્યો રતન ને બીજા બધાં') જેમાં મૃત્યુને મંગલમય વર્ણવ્યું છે. બહેન સાત સમંદરની પાળે જઈ પહોંચી છે. અહીં ચંદ્રવદન પરલોકનું માંગલ્યદર્શી વર્ણન કરે છે. થોકબંધ ફૂલનાં પરિધાન એણે ધર્યા છે. કંકુના ચોક ચીતર્યા છે. ચારેબાજુ ધૂપસુગંધ મહેકે છે. સચરાચરનો રાસ મંડાયો છે. દેવાલય સમા આવાસમાં પોઢેલી બહેનનાં દર્શન કરી તરત સૌને ચાલ્યા જવાનું સૂચન કરે છે. જેથી બહેનને પરમશાંતિ મળે. “માઘનું મૃત્યુ' કાવ્યમાં માધના મૃત્યુને સુખશયા કહેવામાં આવ્યું છે. કવિવર સુખશયા મૃત્યુની માણતા'તા”. માઘને લઈ જઈ મૃત્યુ ઊજળું થયાનું કવિ કહે છે. મૃત્યુ પણ જાણે ઉત્તમ મુહૂર્ત જોઈને પળ જોઈને આવે છે. ને મૃત્યુ મધુરું મલકે છે. કવિએ માઘના મૃત્યુની મૃદુતા અને મંગલતાનું સુંદર નિરૂપણ કર્યું છે. મૃત્યુએ જાણે સંજીવનીરૂપ ન લીધું હોય? એનાં પગલાં લલિત અને રમ્ય છે. માઘ પાસે આવતાં મૃત્યુનું મુખ ઉજજવલ બને છે. કવિ માઘના મૃત્યુ દ્વારા મૃત્યુ પરનો માનવનો વિજય ઉલ્લાસાયો. કવિ-પત્ની પતિના આવા વિરલ મૃત્યુ છતાં વિષાદ તો અનુભવે છે. પત્ની પાસેથી હર્ષભરી વિદાય ઝંખતા પતિ પોતાને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જવા પ્રાર્થે છે. ઉપનિષદની નચિકેતાની વાતને કવિએ અહીં ગુજરાતીમાં કાવ્યરૂપે મૂકી છે. (“નચિકેતાને') P.P. Ac. Cunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #238
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 237 'Death itself is a Divine Poetry - મૃત્યુ પોતેજ એક દિવ્ય મંગલ કાવ્ય છે. યમરાજ નચિકેતાને મૃત્યુનું રહસ્ય સમજાવતાં, મૃત્યુછાંયડીને સાગરની લહરીઓ જેવી ગણાવે છે. યમદેવનું ભીષણ રૂપ જોઈ ભલભલા કંપી ઊઠે છે, ત્યારે નચિકેતા પોતાને યમદેવનાં ઘણીવાર અંતરદર્શન થયાનું જણાવી યમદેવ કોમળ હોવાનું કહે છે. યમદેવે પોતાના પ્રેમપૂર્વક કરેલા સ્વાગતની વાત નચિકેતાએ સમગ્ર જગતને કહી હતી. કવિ સ્નેહરશ્મિ “એકોહબહુસ્યામ્' કાવ્યમાં (‘અર્થ’) જન્મ અને મૃત્યુના હીંચકાને ભવ્ય' ગણાવતા મસ્યાવતાર રૂપે ઈશ્વર જ સ્વયંભૂ પૃથિવીપરે જન્મને મૃત્યુના ભવ્ય હીંચકે ઝૂલતા હોવાનું ગણાવે છે. મૃત્યુનો ખોળો શાંત હોવાનું કહેતા આ કવિ પોતાનો મિત્ર રિસાઈને સૂઈ ગયાનું જણાવે છે. “નીરવ' કાવ્યમાં શરૂમાં નિરાશા તથા અશ્રદ્ધા, પણ પછી દિવ્ય શ્રદ્ધાનો રણકાર સંભળાય છે. મિત્ર અમર બની ગયાની શ્રદ્ધા અહી વ્યક્ત થઈ છે. કવિ સ્નેહરશ્મિ એવું પણ કહ્યું છે કે પરલોકમાં પેલા વિરાટને ઘાટ મિત્રનાં સ્વાગતગીત ગવાશે. (‘પ્રયાણઘડીએ) મૃત્યુની ઘડીની સુંદરતાનું વર્ણન કરતાં સ્નેહરશ્મિ કહે છે. નહિ રજની આંસુ સાર | દિશાઓ રોશો મા આ પ્રયાણઘડી અભિરામ !! પાછું જોશો મા” 112 અંતિમ પ્રયાણની અભિરામ ધડીને બિરદાવતા કવિ દિશાઓને રડીને અપશુકન ન કરવા વિનવે છે. ને રાત્રિને આંસુ ન સારવા આજીજી કરે છે. “મુક્તિ' કાવ્યમાં માણકા બળદની અવદશાની ગાથા ગાઈ, અંતે માણકો મૃત્યુ પામતાં એ “મુક્ત' બન્યાની નિરાંતનો અનુભવ વર્ણવ્યો છે. “પળજો સુખેથીમાં શરૂમાં અશ્રદ્ધા છે. (‘પનઘટ') પણ કાવ્યને અંતે મૃત્યુની મંગલતાનો સ્વીકાર કરી મૃત્યુને કવિ “જીવનસાથી' તરીકે બિરદાવે છે. એટલું જ નહિ, મૃત્યુને તેઓ ‘હૃદયવિહારી' કહી ઈશ્વરની જેમ હૃદયમાં સ્થાન આપી મૃત્યુને પણ ઈશ્વરસમું ભવ્ય મંગલ ગણે છે. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'માં દીકરી ઉમાના અકાળ અવસાન નિમિત્તે લખાયેલાં હાઈકુ' ગ્રંથસ્થ થયાં છે. ઉમાનું સ્થળ અસ્તિત્વ પંચમહાભૂતમાં વિલીન થઈ જવા છતાં વાતાવરણમાં રહેલાં એનાં સ્મરણસ્પંદનો જાણે ઉમાની લીલીછમ પ્રતીતિ કવિપિતાને કરાવે છે. “હિમશિખરે ગયો હંસલો વેરી પીંછા રંગીન” 153 હંસલો હિમશિખરે પહોંચી ગયા છતાં વાતાવરણમાં એનાં રંગીન પીંછાં મૂકી ગયાનું કહેતા કવિ, પુષ્પની જેમ અનેરી રંગમહેક મૂકી ગયેલી ઉમાને એક ક્ષણ ભૂલી નથી શક્યા. મૃત્યુએ ઉમાને તો મૂદુ આલિંગન આપ્યું, પણ એથી કવિનો પંથ કંટકછાયો બને છે. “ગાઢ નિદ્રામાં ફૂલ આ સુરભિત મૂદુ આશ્લેષ” 54 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 238 ઉમાનું જીવનપુષ્પ મૃત્યુના મૃદુ આશ્લેષે, એની સ્પર્શ સુગંધે સુરભિત બની જઈ પિતાનો ખોળો ત્યજી મૃત્યુને ખોળે પોહ્યું, ને દૈવી સુગંધે મહોરી ઊઠ્યું. મૃત્યુને પંથે પ્રયાણ કરતા માનવઆત્માની ખુશાલીનો અનુભવ કવિ ૩૬૧મા હાઈકુમાં આ રીતે વર્ણવે છે. . આજ હવે હું . પળું એકલો હેકે રજનીગંધા” 55 મૃત્યુપંથે પ્રયાણ કરતા એકાકી આત્માને રજની-ગંધાની (દિવ્ય અલૌકિક) સુગંધનો અનુભવ થાય છે. - ૧૯૮૪માં સ્નેહરશ્મિનો ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ' સંગ્રહ પ્રગટ થાય છે. મૃત્યુ વિષેનું કવિનું દૃષ્ટિબિંદુ હંમેશ પરમમંગલ રહ્યું છે. “એક ઘવાયેલી પંખિણી'માં મૃત્યુમાં રહેલી વેદનાહર અમૃત સંજીવનીનો નિર્દેશ થયો છે. પંખિણી પોતાના મૃત્યુનો શોક ન કરવા એટલા માટે કહે છે કે પોતે શાશ્વત, વસંતયુક્ત, દિવ્ય, અમર પરમધામમાં જવાની છે. (પંખિણી-સત દીકરીનું પ્રતીક?) દીકરી ઉમાના ગમનને કવિ અતિશય રમણીય અને દિવ્ય ગણાવે છે. એણે ઊધ્વગમન કર્યું ત્યારે હંસોનાં ગીતના પડછાયા ધરતી પર તરતા હતા. ફૂલોની સુગંધના ઓળા આકાશની નીલિમાને અજવાળતા હતા. પોતાને ગાઢ રીતે આલિંગી રહેતી શાશ્વતીને એણે જોઈ. મૃત્યુ એટલે કવિને મન શાશ્વતી સાથેનું મિલન. કવિએ કોઈ અગમ્ય “મૃત્યુનૃત્યની Dance of Death' ની કલ્પના કરી છે. (‘નથી જાણતો છતાં) મૃત્યુ પછીના પ્રદેશનું વર્ણન કરતાં કવિ કહે છે, મૃત્યુ બાદ, કદી નહિ જોયેલો દરવાજો (મંગલમંદિરનો) ખૂલે છે. આરસમઢી દીવાલમાં નુપૂરની ઘૂઘરીઓ રણકે છે. જેમાં પછી કંડારાય છે રંગોની વિવિધ ઝાંય. કવિને મન મૃત્યુ એટલે અંધકાર નહિ, પ્રકાશ. નિબિડ અંધકારમાં ઝળહળતો પ્રકાશ એટલે મૃત્યુ. જયારે કવિ એમ વિચારે કે યમદેવને ઘેર નિમંત્રણ વિના જવાશે ખરું ?' ત્યાં તો નિબિડ અંધકારમાં એકાએક નજરનાં કૌતુક ડૂબી જાય છે. ને કોઈક પ્રેમાળ સ્પર્શનો (યમદેવના ?) અનુભવ થાય છે. જ્ઞાન છે, અનુભવ નથી. પૂર્વજન્મોના અનુભવની અચેતન મનમાં સ્મૃતિ હશે? પણ સ્મૃતિ સ્પષ્ટ નથી. તેથી જાણવા છતાં નથી જાણતા કહ્યું હશે? પ્રેમનો સ્પર્શ આપી મૈત્રીનો હાથ લંબાવતું મૃત્યુ મંગલ જ હોય ને? મૃત્યુ કહે છે “તો આવ, ગુલાબની કળીની પાંખડીઓ ઊઘડે તે પહેલાં જે કાંઈ અગોચર છે. અણદીઠ છે. તેને પરિચિતતાના કાંટાથી ગુલાબની સૌરભમાં મઢી લઈએ” (760, “સકલ કવિતા'). કવિ ઉમાશંકર “પિતાનાં ફૂલ' કાવ્યમાં મૃત્યુને શુભ્ર ધવલ કલગીસમું કહે છે. અગ્નિમાંથી બચેલાં અસ્થિફૂલ વીણતાં કવિ એક વિચિત્ર અનુભવ કરે છે. “શમ્યા મૃત્યુ શોકો, અમર ફરકતી નીરખીને પિતાનાં ફૂલોમાં, ધવલ કલગી વિશ્વક્રમની” પૃ. 170 (“સમગ્રકવિતા” નિશીથ.) નિશાપંથ'માં પ્રતીકાત્મક રીતે મૃત્યુની મીઠી હૂંફ તરફ કવિ ઇશારો કરે છે. તો “પ્રાચીના” માં “ગાંધારી' કાવ્યમાં ગાંધારીએ કૃષ્ણને આપેલા મૃત્યુના અભિશાપને ‘વરદાનરૂપે કૃષ્ણ સ્વીકાર્યાની વાત પણ મૃત્યુના માંગલ્યનું સૂચક છે. તો “મહામનાલિંકન' કાવ્યમાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 239 લિંકનને મળેલા મૃત્યુના વરદાનનો મહિમા કવિએ આંક્યો છે. ઈન્દુલાલ ગાંધી “જયકાર' કાવ્યમાં “મંગલમૃત્યુ'નો જયજયકાર ગાય છે. તો સાથે સાથે જીવનનો પણ. ક્ષણેક્ષણે મળતા મૃત્યુના આમંત્રણને કાવ્યનાયક ઠેલવા માગતા નથી. જીવનના આરોહણને અંતે મૃત્યુનું મીઠું મુખદર્શન પ્રાપ્ત થવાની કવિની શ્રદ્ધા છે. મૃત્યુના રૂપને કવિ સુંદર કહે છે. મૃત્યુના રથની ઘૂઘરીઓના ઘમકારે કાવ્યનાયક જાગી જાય છે. મૃત્યુ કદી બોલતું નથી. માત્ર એનો હાથ લંબાવી માનવનો હાથ માગે છે. કાવ્યનાયકને મૃત્યુનો ભય કે કંપ નથી કે નથી મુખ પર પ્લાન વિષાદ. કવિ મૃત્યુને કહે છે. “કાર મૂકી ઊઘાડાં, શરણું લીધું તારું જ કવિને મૃત્યુમાં જ આયુષ્યની નૂતન કેડીનાં દર્શન થાય છે. મૃત્યુને હંમેશ મંગલ માનનાર આકાશ અને પૃથ્વીની સાથે પ્રેમનો નાતો બાંધનાર રવીન્દ્રનાથ ને કવિ યાદ કરે છે. પ્રભુપ્રીતિની સાથે મૃત્યુને માણવાની વાત કવિ “કેમ જીવાશે”? માં કરે છે. મૃત્યુને મોજ અને મહોત્સવ ગણનારા કવિ જીવન અને મૃત્યુ બંનેમાં પ્રભુનો સથવારો ઝંખે છે. મનસુખલાલ ઝવેરી દાદાજીના મંગલમૃત્યુથી કૃતાર્થ તો થાય છે. પણ ‘બેટા’ ‘બેટમજી' શબ્દો દોહ્યલા બન્યાનો વસવસોય વ્યક્ત કરે છે. “મિચાયાં તુષ્ટ નેત્રો ને પોઢ્યા શાંતિસનાતને” 157 મૃત્યુમાંથી અમૃતની અંજલિ પીને દાદાજી મૃત્યુંજય બની ગયા. કવિ સદા અખૂટ આત્મરસ ઝીલવા ઉત્સુક છે. હૃદય પુનિત શ્વેત વાર્ધક્યને નમે છે. જયાં પછી મરણ પણ “મહોત્સવ બની જાય છે. (“હું તો ચહું) પાઠક સાહેબના સહજ મૃત્યુને કવિ અપૂર્વ વરદાન ગણાવે છે. (‘પાઠક સાહેબને “અનુભૂતિ') તેથી મૃત્યુનો શોક તો નથી જ. માનવને ખબર પણ ન પડે એ રીતે મૃદુતાથી અકળ રીતે ઉરમાં પ્રવેશી મૃત્યુ માનવના ઘા રુઝવતું હોવાની શ્રદ્ધા પણ અહી વ્યક્ત થઈ છે. કવિ પૂજાલાલ મૃત્યુને જગતનાં દુઃખ નિવારનાર જડીબુટ્ટી કહે છે. (‘પઠાણની પુત્રને છેલ્લી આજ્ઞા') “મરણરસાયન' પીધાની વાત પણ કવિ વારંવાર કરે છે. હોઠ પર વહાલથી વતનની માટી દબાવી આનંદપૂર્વક મૌનના આવાસે સિધાવેલા સૈનિકોનાં મરણને કવિ “મીઠાં મરણ' કહે છે. (“સ્વાતંત્ર્યસૈનિકો’ ‘પારિજાત') તો “અમરજીવનમાં મૃત્યુને મહામંગલ ગણાવી એનો ડર ત્યજી દેવાની વાત કવિએ કરી છે. ૧૯૭૮માં પૂજાલાલે પ્રકાશિત કરેલું “શબરી' સમગ્રપણે મૃત્યુની મંગલતાને વ્યક્ત કરતું કાવ્ય છે. શબરીની આત્મજાગૃતિને કેન્દ્રમાં રાખી રચાયેલી આ કવિતામાં શબરીના મૃત્યુને કવિએ ‘મહોત્સવ' તરીકે સન્માન્યું છે. “રામચંદ્ર પધાર્યાના સમાચારે એનું વૃદ્ધત્વ અલોપ થઈ જાય છે. સ્વશરીરનું અર્થ ધરી એ સનાતન સમાધિના ધામમાં સંચરે છે. જયોતિર્મય મરણે ચિરકાલ વૈકુંઠવાસી બનીને એ વિરમે છે. શબરીના મૃત્યુની ચિતા ગામે સ્વયં પ્રગટાવી, ને લક્ષ્મણે પોતે સ્નેહમૂર્તિ શબરીને પ્રેમે ચિતામાં પધરાવી, એ પાવક જ્યોતને જગદીશ્વરે સ્વયં જલાવી ને શબરીનો શુભ્ર આત્મા અગ્નિને સોપાને ચડી અમૃત સ્વરૂપ બની ઊર્ધ્વને માર્ગે પ્રયાણ કરી ગયો. “શુક્તિકા'ની રચનામાં મૃત્યુને કવિ પૂજાલાલ યજમાન' કહે છે. વીરો મૃત્યુના અતિથિ બની અમૃતને ભોગવતા હોવાનું કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ વતા અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 240 ૧૯૭૪માં અરવિંદાશ્રમનાં શ્રી માતાજીના અવસાન નિમિત્તે કવિ પૂજાલાલ “મા ભગવતી' નામનું તર્પણકાવ્ય રચે છે. માના દેહનો વિલય થવા છતાં કવિ માને માંગલ્યભરી મૃત્યુંજયી રૂપ હોવાનું અનુભવે છે. ને જેને જન “મૃત્યુ” એમ વદતા ત્યારે તું પારમાં રાજે રાજે જીવન-મૃત્યુ પાર | Dલને કાલાદિની પાર મા” 158 મારે જાવું છે'માં મૃત્યુ પછીના દિવ્ય માર્ગનું સુંદર વર્ણન કવિએ કર્યું છે. દૂરના દેશ જવાની કાવ્યનાયિકાની તાલાવેલી અહીં રજૂ થઈ છે. અસીમનાં તેડાં આવ્યાની જાણે એંધાણી મળે છે. હાલાઓ વહેલી વિદાય આપે એવી વિનંતિ કરવામાં આવી છે. જીવનની સંચિત સમૃદ્ધિ સમર્પી અસીમને આલિંગવાની મૃત્યુની મંગલતાનું સૂચન કરે છે. “મૃત્યુ પામવામાં મઝાકાવ્યમાં કવિ પૂજાલાલ કહે છે “મર અમર બને છે મૃત્યુ કેરે રસાયણે.” 59 ક ૧૯૮૦માં “દુહરાવલી' પ્રગટ થાય છે. ૧૯રમાં દુહામાં મૃત્યુને કવિ મધુર યજમાન કહી બિરદાવે છે. ૧૯૩માં દુહામાં મૃત્યુને “ગાઢ મિત્ર' કહ્યું છે. જીવન તો ક્યારેક પણ છેહ દે. મૃત્યુ અવયંભાવી છે. મૃત્યુને કવિ દુઃખો અને વળગણોમાંથી મુક્તિ અપાવનાર પરમમિત્ર કહે છે. કવિ પૂજાલાલ કહે છે, મૃત્યુથી ન ડરનારાને મૃત્યુ જ અપાર પીયૂષ પાય છે. દુહો 348) મૃત્યુને અમૃતના આગારના રક્ષક તરીકે તેઓ ઓળખાવે છે. ૩૫૦માં દુહામાં ફરી કવિ “મૃત્યુને “શરીરબંધનથી મુક્ત કરાવનાર મિત્ર' કહે છે. પર૦ માં દુહામાં જીવનધર્મના પાલન માટે કુરબાન થતા માનવના મરણને મંગલ “મહોત્સવ' ગયું છે. દિવ્યપંથે પ્રયાણ કરનારાની વિદાયને “મૃત્યુ' ને કવિ “શુભ વિદાય' ગણાવે છે. વેદનાને કવિ અહીં “કલ્યાણમયી ગણાવે છે. આંખમાં અશ્રુ ને હોઠ પર જ્ઞાનના સ્મિત સાથે “શુભના મહાયાત્રી પ્રિયોને આપજો અભિનંદનો - એમ કવિ કહે છે. જ્ઞાની, મૃત્યુને શુભ ગણે. “સિધાવો” (“કાવ્યકેતુ') કાવ્ય સ્વજનના મૃત્યુનું હોવા છતાં મૃત્યુના ભાર કે ઓથારને સહેજ પણ કળાવા નથી દેતું. કવિએ મૃત્યુને અહીં મંગલ અવસરરૂપે જ વર્ણવ્યું છે. સ્વજનને સ્મિતમુખે સિધાવવા કહેવાયું છે. વિરહ-વિદાયનું આ પર્વ છે એ સાચું. પણ દિવ્ય પંથે જનાર સ્વજન માટે દુઃખ વહાવવાનું ન હોય. મૃત્યુપંથે પ્રયાણ એ તો કવિને મન પાવનયજ્ઞ' છે. સાસુમાના અવસાન વેળાએ શરૂમાં કવિ રતુભાઈ વ્યથિત બને છે, પણ પછી તરત જ મૃત્યુ પછી નવલા દિવ્યદેશે એમના થયેલા પ્રયાણની વાત વિચારતાં સ્વસ્થ બને છે. મૃત્યુ પછીના પ્રદેશને કવિ દુઃખ શોક વિનાનો અને આનંદપૂર્ણ ગણાવે છે. મૃત્યુને કવિ પિયામિલનનો અવસર' કહે છે. તો સાથે સાથે મૃત્યુ વાસનામુક્તિ પણ અપાવે. રતુભાઈ દેસાઈનું મૃત્યુ ચિંતન તેમના “યાત્રાપથના આલાપ' પુસ્તકમાં સુપેરે વ્યક્ત થયું છે. મૃત્યુને ચિરપ્રકાશ માનતા આ કવિ કહે છે. અગણ્ય આવિષ્કારોથી સભર .. જીવનનો અંતિમ આવિષ્કાર મૃત્યુ? જીવનની અધિક પ્રકાશ માટેની ઝંખના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 241 મા તે મૃત્યુ ? મૃત્યુના ચિરપ્રકાશમાં જીવનનું પર્યવસાન તે પણ મૃત્યુ - તા. : " ચિદાકાશ અને ચિદૂધનનું મિલન તે મૃત્યુ - " અમરધામની યાત્રા ટાણે કવિ પોતાના પંચતત્ત્વોનું વિસર્જન કરે ત્યારે સૌને અશ્રુ ઢાળવાની ને શોકથી વિઠ્ઠલ થવાની ના પાડે છે. પોતાના પર પુષ્પાંજલિ વેરવાની, દેહ સમીપ દીપ પ્રગટાવવાની, ધૂપદાની ધરવાની કે અર્થયાત્રા કાઢવાની પણ ના પાડે છે. એમના અણવ્યક્ત વિચાર, અમૂર્ત શબ્દો, અસ્પષ્ટ ભાવના દ્વારા જ અમર જીવનની ચાહના તેઓ વ્યક્ત કરે છે. કવિ એમના મૃત્યુના મંગલ પ્રસંગે અશ્રુની લ્હાણી ન કરવા વિનવે છે. મૃત્યુને પોતાના માળા પ્રત્યેના આકાશી ઉડ્ડયન તરીકે તેઓ ગણાવે છે. પત્ની મમતા દેસાઈના અવસાન નિમિત્તે લખાયેલા ખંડેરનો ઝુરાપો'માં કવિએ મૃત્યુ પારના પ્રદેશનું વર્ણન કર્યું છે. ને ત્યાં જવાની તમન્ના પણ વ્યક્ત કરી છે. જ્યાં નીલનિકુંજે મંદારપુષ્પો ખીલ્યાં છે ને ફરફરતી ફોરમ ફૂટે છે તથા ભરપૂર રસધાર છૂટે છે તેવી પેલે પારની અદભુત સૃષ્ટિમાં આનંદનો પારાવાર ઉછળે છે. સુંદરજી બેટાઈ “મૃત્યુને “માંગલ્યની પુણ્યપ્રવેશ બારી' કહે છે. “આગોચર આણામાં કવિ દેહબંધનમાંથી છૂટતી વખતે માનવ આત્માને સંભળાતા અગમ્ય પ્રદેશના સાદનો નિર્દેશ કરે છે. એ સાદ મૃત્યુનો. તેથી તો કવિ મૃત્યુના આ અવસરને (અમૂલખ ટાણા) કહે છે. “મૃત્યુ'ની સંધિકાને “શાંતિ નિર્ઝરણ' પણ કવિ કહે છે. (“શાંતિતીર્થ' - વિશેષાંજલિ') નવા જન્મના આનંદનો કવિ સહર્ષ સ્વીકાર કરવા તૈયાર છે. “લેશું પ્રગાઢતમ નીંદર મૃત્યુનીયે ને જાગશું ફરી વળી નવ જન્મ લેશું મૃત્યુને કવિ બેટાઈ ‘પ્રગાઢતમ નીંદર' કહે છે. તેઓને મન જન્મ અને મૃત્યુ બંને સુંદર છે. જન્મમરણચક્રને કવિ આનંદ અને શાંતિનો અનુભવ તરીકે ઓળખાવે છે. મૃત્યુને “ગર્જનશૂન્ય ' સિંધુ' તરીકે ઓળખાવતા આ કવિને પુત્રપુત્રીના અવસાન સમયે મૃત્યુની અશબ્દશક્તિનો પરિચય મળી ચૂક્યો છે. મૃત્યુ પરત્વેનું કવિનું દર્શન મંગલ છે. અંધકારના અભેદ્ય ગઢ જેવા મૃત્યુમાંય શુભંકરી જયોતિ છુપાયેલી એમને દેખાય છે. મૃત્યુને નહિ સમજી શકવાથી જ એ અમંગલ લાગે. નચિકેતાને મળેલા મૃત્યુના રહસ્યજ્ઞાનની કવિ પણ ઝંખના કરે છે. જેને આપણે અંધારની ચંડપ્રચંડ મૂર્તિસમું ભયંકર ગણીએ છીએ તે મૃત્યુદુર્ગમાં ગોપિતરૂપે મંગલ ઘુતિ રહેલી છે. મૃત્યરાત્રિને ઉજાળવા મંગલ દષ્ટિની જરૂર છે. ૧૯૫૮ની ૨૧મી જુલાઈએ કવિ બેટાઈના પત્નીનું અવસાન થાય છે. ૧૯૫૯ના ફેબ્રુઆરીમાં “સદ્ગત ચંદ્રશીલાને પ્રગટ થાય છે. રામપ્રસાદ બક્ષી આ સમગ્ર કાવ્યને “દામ્પત્યમંગલના સ્તોત્ર' તરીકે બિરદાવે છે. શરૂમાં મૃત્યુથી ડરતા કવિ અંતે સ્વસ્થ ચિત્તે સદ્ગત પત્નીનું ઘુતિમંગલારૂપ અચલ દર્શન કરે છે. કવિની શ્રદ્ધા દઢ થાય છે કે ઘુતિમંગલ વ્યક્તિત્વને મૃત્યુ ન તો બાળી શકે છે ન તો નષ્ટ કરી શકે છે. મૃત્યુની આ કવિતા પ્રેમમાંથી જન્મી હોવાથી મૃત્યુનું મંગલ દર્શન શક્ય બન્યું છે. ૧૯૬૯માં પ્રગટ થયેલા બેટાઈના “વ્યંજના' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 242 સંગ્રહના કાવ્યોમાં આવતા મૃત્યુસંદર્ભો નવયાત્રાના શુભ સંકેતરૂપે આવે છે. સ્વજનોનાં અવસાનને નવયાત્રાનો આરંભ ગણી નવા દૃષ્ટિકોણથી કવિ મૃત્યુને સ્વીકારે છે. માત્ર દેહાવસાનને કવિ “મૃત્યુ' ગણતા જ નથી. એમનો અભિગમ અહીં સાચા અધ્યાત્મ. યાત્રીનો છે. “ચલો જીવ ડેરા તંબુ ખાંધે ધરી આપણે મુકામ આઘે” 12 મૃત્યુનું નામ પાડ્યા વિના મૃત્યુનો નિર્દેશ “નિવર્તન ટાણેમાં થયો છે. પંચમહાભૂતનો બનેલો આ માનવ પોતાનામાં રહેલા પાંચ તત્ત્વો-પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશને બાહ્ય વિશાળ મૂળ તત્ત્વોમાં પાછા ફરવા આદેશ આપે છે. અહીં મૃત્યુની મંગલતાનો ચીલાચાલુ ઉદ્ઘોષ નથી, કશાય અભિનિવેશ વિના મૃત્યુને ભેટવાની અહીં વાત છે. જે આપોઆપ મૃત્યુની મંગલતાનું સૂચન કરી જાય છે. “નિવર્તન ટાણે માણવા દેજો ગાન મૌન મને” 183 રણતી ભલે'માં મહાઆહ્વાન ટંકોરી supreme call bell - ના રણકારને આનંદપૂર્વક વધાવવાની તેમની ઈચ્છા કાવ્યાંતે પ્રગટ થઈ છે. મૃત્યુના નિમંત્રણને કવિ મૃદુ, સંવાદી, મુખરમંજુલ ગણાવે છે. એ કર્ણપ્રિય રમ્યમંજુલ “મૃત્યુઘંટડી' એમને જાણે બોલાવતી હોય એવું કવિને લાગે છે. કવિ એ માટે ઉત્સુક પણ છે. બેટાઈએ “પ્રાણાધિક ચિરંજીવ’ એમના સદ્ગત પુત્રને સંબોધી લખ્યું. જેમાં પણ પોતાને સંભળાતા મૃત્યુમંદિર ઘંટાની વાત કરાઈ છે. જ્યાં જવા તેઓ ઉત્સુક છે. સદૂગત પુત્ર સાથે જાણે પોતે વાર્તાલાપ કરતા હોય એવો અનુભવ કરે છે. “વત્સ મૃત્યુ ભલે ભાસે ઘોરસાગર નિર્જલ” 144 કવિ સુંદરમે ગાંધી હત્યાને “મુક્તિનું પ્રતીક ગણી હતી. (‘અહો ગાંધી') પ્રભુની કરુણાએ જ સનનન.... એમને વીંધી દુઃખમય સંસારમાંથી મુક્ત કર્યાનું કવિ કહે છે. કવિ ન્હાનાલાલને અંજલિ આપતાં મંગલ મૃત્યુની સ્તુતિ કવિ કરે છે. સ્વ. પંડિત નારાયણ મો. ખરે. ને અજંલિ આપતાં કવિ સુંદરમ્ વિચારે છે. “એમની ગિરિસમાન ઉન્નત ભદ્ર કાયા નિહાળી મૃત્યુ એ કાયશિખરે જતાં જતાં હાંફી થાકી પરાજયને પામી પાછું ફરશે. અહીં મૃત્યુના મૃત્યુની વાત કરવામાં આવી છે. - શ્રીધરાણી મૃત્યુને “સુગંધી વાયુ' તરીકે ઓળખાવે છે. (“મૃત્યુને) મૃત્યુનો ધન્ય સ્પર્શ એમને કો અદેશ્ય સર્જનની પ્રેરણા આપતો હોય એવી કલ્પના કરી છે. જ્યારે “ચિતા' કાવ્યમાં પોતે કોઈ મહાકાળની પળે ચિતામાં બળઝળી ખાખ થઈ જશે. ત્યારે મૃત્યુ એનું મીઠું પ્રતિબિંબ પાથરીને હસશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. કવિ શ્રીધરાણી મૃત્યુને “સુંદર કરુણતા' કહે છે. ચિતાની એ સુંદર કરુણતા નિહાળતાં મૃત્યુનો કરુણસુંદર ભાવ કવિને ગમી જાય છે. - કવિ કરસનદાસ માણેક જીવનને કારાગાર અને મૃત્યુને “મુક્તિદાતા’ ગણાવે છે. (“રામ તારો દીવડો' 1964) “જીવનને જોયું પહેલીવાર'માં શરૂમાં મૃત્યુની ભીતિ છે. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #244
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 243 પણ પછી તો તેઓ યમના આગમનને “અજવાળું' કહી બિરદાવે છે. જે અનંત અમૃતનો જાણે કે અનુભવ કરાવે છે. મૃત્યુની મહેર થતાં મુક્તિનો અનુભવ થાય છે. “મૃત્યુદૂત' કવિને મન “હરિનો ખેપિયો' છે. યમરાજ પોતે જાણે કે કહે છે ઈશ્વર સાથે ણે પ્રીત જોડી છે. એને યમ-મૃત્યુની ભીતિ હોતી નથી. એને માટે યમરાજનું તેડું મંગલમય જ બની રહે છે, કારણ દેહના ઘરમાંય એ તો “અતિથિ'ની જેમ અનાસક્ત ભાવે રહેતો હોય છે. (“યમગીતા' “રામ તારો દીવડો') મૃત્યુ સમયે કવિનું પ્રાણકપોત ઈશ્વરમાં ઓતપ્રોત હોય, કાયાના કણેકણમાંથી શાંત સરોદ-સૂર પ્રગટતા હોય એવી ઝંખના વ્યક્ત થઈ છે. કવિ પ્રેમશંકર ભટ્ટ મૃત્યુને જિંદગીની મોટી કરુણતા નથી ગણતા. મૃત્યુ કરુણ છે જ નહિ. પ્રેમ હોય ત્યાં મૃત્યુ પણ મંગલ બની જાય એવી દઢ શ્રદ્ધા કવિની છે. - કવિ દેવજી મોઢાની કવિતામાં જિંદગીને અર્થવતી અને મૃત્યુને મૂલ્યવંતુ કરવાનો ઉત્સાહ છે. “ખરેલું પાંદડું આમ તો કવિની જ મનોદશાનું સૂચક છે. ખર્યાસૂકાં પર્ણોની ભસ્મમાંથી લીલીછમ ઝૂંપળોનાં કિરણો પ્રગટયા વિના રહેતાં નથી. એ મૃત્યુંજયી શ્રદ્ધાની ધ્રુવજયોતિનું કાવ્યના પૂર્વાધમાં ને આત્મસમર્પણના ગંગાવતરણની ઉભયમંગલ અન્નપૂર્ણા શક્તિનું કાવ્યના ઉત્તરાર્ધમાં વરદમંગલ દર્શન કવિએ કરાવ્યું છે. હંસ માનસે સિધાવી જશે, ત્યારે ધરા પિંજરને સ્વગોદમાં સમાવીને ધન્ય બનાવશે. ને પોતેય ધન્ય થશે, ને પછી પિલાં એમનાં પંચમહાભૂતો સૌ પોતપોતાના અંશ સાથે ભળી જશે. તૃષા'માં સદ્દગત પત્નીને સ્વર્ગમાં ગોઠતું નહીં હોવાની કવિ મોઢાએ વાત કરી છે. કવિ-પત્ની તો સ્વજનવીંટ્યા ઘરમાં સ્વર્ગ હોવાનું કહે છે. પોતાની જીવનસંધ્યાએ અગ્નિદેવ પાસે કવિ તેજસ્વી મેધાનું વરદાન માંગે છે. જેથી ગહન તમસના તાગ પામી શકાય ને જીવન તથા મૃત્યુનાં રહસ્યો ઉકેલી શકાય. ૧૯૮૨માં પ્રગટ થનારા “અમૃતા' કાવ્યસંગ્રહમાં કવિ પોતાની સદ્ગત પત્નીને જન્માન્તરની પત્ની તરીકે બિરદાવે છે. કવિ દૂરકાળના સ્નેહસંહિતા' ખંડ-રમાં કવિનો શોક અખંડ લીલાછમ વિરાટમાં આનંદમય પરમ પ્રેમાસ્પદ આત્મસ્વરૂપમાં અંતર્પિત થતો જોવા મળે છે. ચૈતન્યધામમાં, કે જ્યાં પત્ની ગઈ છે, ત્યાં તો સદા આનંદના ઓઘ જ ઉછળે છે. ને તેથી જ કવિ શોક ન કરવા કહે છે. કવિ 2. વ. દેસાઈ મૃત્યુને આરામદાયી સુખપૂર્ણ ખોળો કહે છે. (“આખરસલામ) જીવનનાટકમાંના પ્રિય અંક તરીકે “મૃત્યુને ઓળખનાર કવિનું મૃત્યચિંતન મંગલમય જ હોય. સમજદાર જીવ છેલ્લી સલામ ભરી નિરાંતે વિદાય લે છે. “પ્રભાતનર્મદા'ના કવિ મગનલાલ ભુધરભાઈ પટેલ જીવન કરતાં મૃત્યુને વિશેષ આનંદપ્રદ ગણાવે છે. શૈશવમાં મૃત્યુનો ભય ન હોવાથી શૈશવમાં મરનાર માટે મૃત્યુ મંગલદાયી ગણાય. કવિ પતીજ દેશ કાજે પોતાનું સમર્પણ કરનારના મૃત્યુને સુખદ ગણાવે છે. ને સ્વાશ્રયી તથા પરિશ્રમી માનવના મૃત્યુને ઉત્સવથી પણ વધુ “મંગલ' ગણાવે છે. જેનો જીવનરસ ભરપૂર છલક્યો હોય એનું મરણ ઉત્તમ જ હોય, ને મંગલ પણ. - કવિ નંદકુમાર પાઠકે તો બંધુને આપેલી અંજલિ જ “મંગલ વિદાય' શબ્દ દ્વારા શરૂ કરી છે. ભાઈનું મંગલમૃત્યુ કવિના આતમરામને જગાડી જાય છે. નલિન મણિશંકર ભટ્ટ અમૃતત્વ મૃત્યુના સ્વરૂપની હાંસી ઉડાવતું હોવાની વાત કરે છે. મૃત્યુ પ્રભુપ્રેરિત હોવાથી પ્રભુના આશીર્વાદ સાથે આવે છે ને તેથી એ મંગલ જ હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 244 શાશ્વત આનંદમાં નિર્વાણની તેમજ અમૃતની પ્રાપ્તિ માટે જેમણે ઘણું મંથન કર્યું હતું એવા કવિ ગોવિંદસ્વામીનું મૃત્યુ ખરેજ આનંદભર્યું ને મંગલ બની રહ્યું. ૧૯૪૨ના યુદ્ધની ભઠ્ઠીમાં ઉકળી રહેલા જગતનું ચિત્ર આપતાં કવિ ગોવિંદ સ્વામી અકાંડ મૃત્યુ ચીસને ઉર ઠારતી ગણાવે છે. જ્યાં પછી “મૃત્યુ' આ બધા ઝંઝાવાતમાંથી મુક્તિ અપાવનાર “મુક્તિદાતા' બની રહે છે. પ્રીત' (૧૯૬૮)ના કવિ મીનુ દેસાઈએ મૃત્યુને “મુલાયમ' રૂપે જોયું છે. કવિએ. “શ્રી અરવિંદનેમાં “મોતને હસતું' નીરખવાનો અનુભવ શબ્દબદ્ધ કર્યો છે. વિભૂતિના સુંદર, મધુર, દિવ્ય ભવ્ય મૃત્યુનું કવિ આ રીતે વર્ણન કરે છે. “સંસારને ત્યજી એ સંતશપ્યા પર સૂતા હતા, ને અંધકાર દૂર હડસેલાયો હતો. સ્મિતનાં મોજાં ઉછળતાં હતાં, પડછંદ દેહ અનંત રૂપે ઓપતો હતો. જાણે ન જન્મી કો કવિતાનો મૃદંગી છંદ. એ વિરલ સંતનું દર્શન જ અત્યંત કાવ્યમય હતું, ધવલ રાજહંસ સમા એ સૂતેલા દેહના ગળામાં જાણે માલકંસ લઈ દિવ્ય રાગીણી બેઠી હતી. “સ્વપ્નવસંત'ના કવિ કુસુમાકરના “પ્રાર્થના કાવ્યમાં રા. વિ. પાઠકના “પ્રભુ જીવન દેના ધ્વનિ સંભળાય છે. અમૃતસમું મૃત્યુ તેઓ વાંછતા, તેથી પ્રાર્થે છે. “મધુ મૃત્યુતાણા વિધુ અમૃત દે' જે “મંગલમૃત્યુની ઝંખનાનું જ સૂચક છે. નિરવધિ રસનિધિરૂપ જીવનકિનારે, મૃત્યુના અખંડ આનંદ ઓવારા હોવાની શ્રદ્ધા કવિને છે (“માનસી હંસીને) “પ્રકૃતિલીલા'માં પ્રકૃતિને આ મત્ય જગતમાં અમૃતલોકની રસસૃષ્ટિની સર્જક ગણાવાઈ છે. મૃત્યુની મોહિનીનાં કામણની પણ વાત કરે છે. ગોવિંદ હ. પટેલ “માતૃવંદના' કાવ્યમાં સૂક્ષ્મસ્મરણરૂપે રહેલાં માનું મંગલદર્શન કરાવે છે. પણે તુલસી છોડથી વહેતી ગંધ કોની ફૂટી? કિલોલ કરી રહેતું કોણ તરુ, વેલ ને પત્રમાં?” (પૃ. 54, “માતૃવંદના') કવિની ઉરભાવના આ બધાં તત્ત્વોમાં માની “મંગલમૂર્તિનું દર્શન કરે છે. “સગત મનીષાને કાવ્ય આમ તો સતત કવિની કરુણ મનોદશાનું ભાન કરાવે છે. પણ દીકરીના મૃતદેહ પાસે પ્રગટાવાતો દીવો, ને પછી નાની જ્યોતિરૂપ બની જતી બેબી નિજત્વના પ્રકાશ વડે જાણે કવિપિતાના અંતરને અજવાળી જાય છે. “પ્રકાશને દાટી શકાય શું? પ્રશ્ન દીકરીના મુખમાં મૂકી કવિ અંતે મૃત્યુની મંગલતાનું જ સૂચન કરે છે. નિસર્ગની ન્યારી લિપિ પણ જાણે “પ્રકાશને દાટી શકાય શું ?' પ્રશ્નને દોહરાવતી ન હોય ? અધ્યાત્મદર્શનના યોગી કવિ પ્રજારામ રાવળ માંગલ્યના કવિ છે. “પદ્મા' કાવ્યસંગ્રહમાં સીધો મૃત્યુસંદર્ભ ઓછો છે. પણ પ્રતીકાત્મક રીતે ક્યાંક ક્યાંક મૃત્યનું માંગલ્ય જરૂર વ્યક્ત થયું છે. જીવનાન્તનું સૂચન કરતા “આજ દિનાન્ત' કાવ્યમાં કાવ્યનાયકને જીવનને અંતે બધું શાંત, મંગલ અનુભવાય છે. ઇહલોકના ગાઢ સંસારવનના અંતે માહ્યલો એકલો એકાંતમાં ઊંડે ઊતરી જઈ પરમશાંતિનો અનુભવ કરે છે. ને જાણે પોતે જ પોતાનું પરમતત્ત્વમાં વિલીનીકરણ આસ્વાદે છે. શાંત મુદ્દામય નેનથી એક વિરાટ હૃદય ધીમે ધીમે લીન થતાં મૃદુ સ્પંદન તેઓ પરમધન્યતા સાથે નિહાળે છે. મૃત્યુની પ્રક્રિયા અલૌકિક રીતે પ્રતીકાત્મક રૂપે આનંદમય અભિવ્યક્તિ પામે છે. “અંજલિ' કાવ્યમાં એજ રીતે અમૃતની અંજલિના . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 245 છંટકાવનો અનુભવ વ્યક્ત થયો છે. આત્માની અંદર ડોકિયું કરનાર તપસ્વી ચિત્તને સતત કોઈ દિવ્યભવ્ય રૂપ હસતું ઢોળાતું અનુભવાયું છે. “યાત્રાવિરામ'માં સાંકેતિક રીતે જીવનયાત્રાના વિરામની, મૃત્યુની વાત કહેવાઈ છે. મૃત્યુ પછીના વિશાળ દિવ્ય મંગલ ચૈતન્યાનુભવની વાત કરાઈ છે. “મુક્તિ' કાવ્યમાં પ્રજારામે મૃત્યુદ્વારા પસાતી મુક્તિની સુગંધના સ્પર્શે કાવ્યનાયકનો પ્રાણ જાણે જાગી ઊઠતો બતાવ્યો છે. મૃત્યુને કવિ મુક્તિગંગાનો ઘાટ' કહે છે. (‘પદ્મા') શ્રી અરવિંદના “જિંદગી' કાવ્યના અનુવાદકાવ્યમાં જીવ અને શિવના સાયુજ્યનો નિર્દેશ થયો છે. જીવનમાં તૃષ્ણાનો અભાવ, ને મૃત્યુના શોકનો અભાવ જીવન તેમજ મૃત્યુ બંનેનું મંગલ દર્શન કરાવે છે. કેડી'ના કવિ બાદરાયણ પણ મૃત્યુને ચિરમુક્તિનું દ્વાર કહે છે. “મૃત્યુદ્વાર ચિરમુક્તિનું કાવ્યમાં ભારપૂર્વક કવિ જણાવે છે કે, મરણજીવનના ચૈતન્યસ્રોતને છિન્ન કરી શકતું નથી. . મનુષ્ય અજ્ઞાન અને મમત્વને કારણે રડે છે. બાકી મૃત્યુ મંગલમંદિરનું દ્વાર જ છે. કવિ અમીદાસ કાણકિયા આત્માને ઉદ્બોધી રચેલા ઊર્ધ્વપ્રયાણ' કાવ્યમાં “મૃત્યુને મંગલમહોત્સવ’ કહે છે. પેલે પાર જનાર આત્મા કોઈ નવીન દિવ્ય તેજનું દર્શન કરે છે. જનાર જીવને પૂર્વમાં શાંત વરેણ્ય શ્રેષ્ઠ પ્રકાશ દેખાય છે. કુદરતમાં ચારેબાજુ નવું સૌંદર્ય લહેરાતું અનુભવાય છે. જનાર સ્વજન પ્રિયતમાને જાણે મૃત્યુની મંગલતાનો પરિચય આપે છે. ત્યાં દૂર ઉન્નત શૈલશૃંગો નવી શોભા વધારે છે. જનાર આત્માને સત્કારવા જાણે ધીરે રવે મૃદંગો બાજે છે. એ દિવ્ય ધામમાં દિવ્યજીવન સિંધુસ્રોત સદા મહાલે છે. જયાં સ્થળકાળનાં બંધનો વિરમી જાય છે. “મંગલમૂર્તિ કાવ્યમાં (દીપજયોતિ') પણ મૃત્યુને મંગલમૂર્તિ તરીકે કવિ ઓળખાવે છે. કવિકલમ અહી મૃત્યુને જાણે શણગાર સજાવે છે. સમૃદ્ધ અને સુંદર એવા આ જીવન જગત બાગનો માળી જડ અને કાલજીર્ણ થયેલાને ઉછેદી ફેંકી દઈ બાગને સુંદર ને પ્રફુલ્લિત રાખે છે. મૃત્યુ દ્વારા જીવન જગતનો બાગ સુંદર રહેતો હોવાનું કવિ કહે છે. કવિ નટવરલાલ પટેલ “જવું છે પરગામ' કાવ્યમાં સાંકેતિક રીતે, “મૃત્યુ' શબ્દનો વિનિયોગ કર્યા વિના મૃત્યુ પછીના અગમ્ય મંગલ પ્રદેશમાં જઈ આરામ અને શાંતિ મેળવવાની જીવની ઝંખનાને વ્યક્ત કરે છે. જે મૃત્યુની મંગલતાનું જ દર્શન કરાવે છે. કવિ ચાંપશીભાઈ ઉદેશી મૃત્યુને નવજીવનનું દ્વાર ગણાવે છે. (‘મૃત્યુ') મૃત્યુ એમની દષ્ટિએ જીર્ણોદ્ધાર છે. સંસારનાં કર્મોના પ્રતિનિધિરૂપ મૃત્યુ મંગલ જ હોય એવી એમની શ્રદ્ધા છે. ગાંધીયુગ-પ્રેમ અને મૃત્યુ પ્રેમ, મૃત્યુ અને કરુણતા પરસ્પર અત્યંત નિકટતાથી સંકળાયેલાં તત્ત્વો છે. આ તત્ત્વોને અલગ અલગ વિચારવાનું મુશ્કેલ બને તેમ છે. તેમ છતાં, કવિઓએ મૃત્યુ કરતાં પણ “પ્રેમને વધુ ઉમદા ગણાવ્યો છે. મૃત્યુ પર કોઈ વિજય ન મેળવી શકે, પણ પ્રેમ મેળવી શકે. ગુજરાતી કવિતામાં દરેક યુગમાં મૃત્યુ પર પ્રેમના પ્રભાવ, તથા પ્રેમની અમરતાનો નિર્દેશ થયો છે. ગાંધીયુગના કવિઓએ પણ પ્રેમની અમરતાને મન મૂકીને ગાઈ છે. કવિ રા. વિ. પાઠકે. “છેલ્લું દર્શન'માં “પ્રેમ અને મૃત્યુમાં કોણ ચડે? એ કહેવું મુશ્કેલ બને એ રીતે બંનેની જોરદાર અભિવ્યક્તિ કરી છે. સ્વજનના ચહેરા પર મૃત્યુની લિપિ વાંચતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 246 દુઃખ પણ છે. તો સાથે સાથે બુદ્ધિ અને હૃદયનું કંઠ પણ છે. આંખમાં આંસુ તો આવી જ ગયાં છે એને ખાળી કાળજા પર પથ્થર મૂકી “છેલ્લું દર્શન' નયનને કરી લેવા કવિ વિનવે છે. અહીં તત્ત્વજ્ઞાનીની તટસ્થતાને બદલે સંયમની વેદના વધુ કરુણગર્ભ બને છે. સનાતનકાળ માટે છૂટા પડવાની પરિસ્થિતિ માથે ઝળંબી રહી છે, ત્યારે પોતાના પ્રિયજનના સૌદર્યને સહેજ પણ ખંડિત ન થવા દેવાનો આગ્રહ આપણાં પ્રેમકાવ્યોમાં એક જુદી જ ભાત પાડે છે. સખીને નાયક એના સૂક્ષ્મ સૌદર્યરૂપે જુએ છે. તેથી તો ફૂલપગલે, પરિમલની જેમ પધારવા વિનવે છે. “ગત જીવનની પ્રીત સખિને આવવા નાયક નિમંત્રે છે. પત્નીના મૃત્યુથી ભાંગી પડેલો, નિરાશ થયેલો નાયક આખરે ધીરતા અને સંયમના બધા બંધ તૂટી જતાં જીવનના લયને ઇચ્છે છે. ને તેથી સખિ ન આવી શકે તો અમૃતનો સહભાગી કરવા કોઈ રીતે અમરભૂમિમાં પતિને સાથી તરીકે બોલાવે એમ ઇચ્છે છે. પોતે તો દેહના પિંજરમાં પુરાયેલા છે. સખિ જેમ ઊડતા નથી આવડતું. “સખિ જો પ્રણયભાવનું ફુરણ કરાવતું કાવ્ય છે. પત્ની મૃત્યુ પામતાં, વેણીમાં જે કાવ્યપુષ્પો ગૂંથવાનાં હતાં, એ તર્પણની અંજલિમાં આપવાના રહે છે. અસહ્ય વેદનાને રા. વિ. પાઠકે અહીં સ્રગ્ધરામાં વહાવી છે. જાણે કુસુમો ગૂંથવા તૈયાર કરેલો હાથ પાછો ખેંચી લેવા-તો ન હોય ? “નર્મદાને આરે” આવી નિશા', “ઉદ્ગાર' અને “માઝમરાત' ગત પ્રિયજનનાં સ્મરણો વાગોળતાં કાવ્યો છે. એમાં ભૂત અને વર્તમાન વચ્ચેની વિષમતા વારંવાર યાદ કરી નાયક વિષાદથી ઘેરાય છે. સ્મરણનું દુઃખ કરુણા બનીને વહે છે. અફાટ રેતીમાં સ્મરણોના વીરડા ગાળવાના મિથ્યા પ્રવાસ જેવું નાયકનું જીવન અસહ્ય બને છે. “ઉદ્ગાર'માં પણ સ્મૃતિના વિવિધ રંગોનો આલેખ છે. સ્મરણોમાં રાચવા છતાં જીવનમાં એકલું લાગતાં સદ્ગત પત્નીના સાન્નિધ્યની તરસ જાગે છે. સ્વપ્નમાંય સખીના સાન્નિધ્યની તીવ્ર ઝંખનાની ઉત્તમ નકશી સાદી સરળ ભાષામાં કવિએ ગૂંથી છે. મનમાં સદ્ગતની અવનવી મૂર્તિ કંડારાતી રહે છે. અવશ આત્મા જૂના રસનો તરસ્યો હોવાથી રસ માગે છે. તો “માઝમ રાત” કાવ્ય પણ સ્મરણોના તંતુ પર વિરહ વિષાદનું ઝીણું ગીત સંભળાવે છે. મૃત્યુજન્ય વિપ્રલંભશૃંગાર, ભીની મીઠી યાદો, પ્રેમ અને મૃત્યુને પાસપાસે મૂકી આપે છે. પ્રેમની અતૂટતા પર કાળના દુસ્તર પાણી ફરી વળે છે ને કવિ પોતાની સ્થિતિને વૃક્ષના ટૂંઠા જેવી કહ્યું છે. પ્રિયાનું, હોઠ પર આંગળી મૂકેલું મુખ યાદ આવતાં પાછો વિષાદ વ્યાપે છે. “ઓચિંતી ઊર્મિ પણ સ્મૃતિ કાવ્ય જ છે. સૂર્યાસ્ત થતાં પૂર્વાકાશમાં દેખાતા પૂનમચંદ્રમાં નાયકને પોતાની સદ્ગત સખિનું મુખ દેખાય છે. ચિત્તનો સંક્ષોભ આંસુ બનીને ખરે છે. જીવનપોથીના એ પાનામાં ખરેલું સ્મરણ અશ્રુબિંદુ જન્માવે છે. ગુલાબને બદલે નિશિગંધાની પ્રીતઝંખના વ્યક્ત થઈ છે. સ્મરણોની અદીઠી નિશિગંધા સદ્ગત પ્રિયાને સન્મુખ કરી આપશે એવી કવિની (કાવ્યનાયક) શ્રદ્ધા વ્યક્ત થઈ છે. પછી એકાંતમાં બને ગોષ્ઠિ કરશે. તેથી તો ઉષાને બદલે સંધ્યા પ્રત્યેની પ્રીત વ્યક્ત થઈ છે. કારણ પછી રાત્રિ, અંધકાર, નિશિગંધા, એટલે “મૃત્યુ અને એ પછી સદ્ગત પ્રિયાનું શાશ્વત સાન્નિધ્ય. કવિ મેઘાણી પ્રેમને અમસ્ય માને છે. સ્વજન મૃત્યુ પામતાં પ્રેમનું કંઈ અવસાન થતું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #248
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 247 નથી. ઊલટું સ્વજન જતાં પ્રેમ વધુ વ્યાપક ને વિશાળ બને છે. પત્ની મૃત્યુ પામવા છતાં એની સંનિધિનો અનુભવ મૃત્યુ પરના પ્રેમના વિજયને સૂચવે છે. વ્યક્તિનું મૃત્યુ પ્રેમને મારી શકતું નથી. (‘તદ્દરે તત્તિકે કસુંબીનો રંગ') કવિ ઉમાશંકર મૃત્યુને પ્રીતને હૈયે ચૂંટાયેલું “રસાયન' કહે છે. “મૃત્યુથી જાણશો પ્રીતિ' કાદંબરીએ મોકલેલા એ સ્નેહસંદેશા પરથી રચાયેલા કાવ્યમાં કવિ પ્રેમ અને મૃત્યુનો એકસાથે મહિમા ગાય છે. તો તાજમહેલને મેં તાજ જોયો) સ્નેહની શહેનશાહીના સાજ તરીકે ઓળખાવે છે. એકાંત એ યમુના તટે યમદેવનો સુકુમાર સૌમ્ય લિહાજ” કપ શાહજહાં મુમતાઝને અંજલિ આપતા હોય એવી કલ્પના કવિએ કરી છે. મુમતાઝના મરણ પછી સ્મરણો શાહજહાંને દઝાડે છે. સ્વજનના મૃત્યુ બાદ પાછળ રહેનાર સ્વજનની અવદશાનો ચિતાર અપાયો છે. “થીયું મરણ શૈત્યમાં વિધુરું પ્રીતિનું અશ્રુ આ ઝખ્યું અમર મૃત્યુગીત, નયનો થકી શ્રાવ્ય આ, સુહાગી યમુના તટે હૃદયનું મહાકાવ્ય આ” " મુમતાજ પાસે તો યમદેવ પણ સુકુમાર, સૌમ્યરૂપ ધરીને આવે. સ્નેહ અને સૌંદર્ય સામે કાળને મોહતાજ થતો કવિએ જોયો. “મહાપ્રસ્થાન' કાવ્યમાં પાંડવોની અમીછાયા નીચે પોતાની યાત્રા પૂરી કરી વિદાય લેતી દ્રૌપદી પણ સ્નેહવિજય ગાતાં, મૃત્યુ કરતાં સ્નેહનો મહિમા વિશેષ હોવાનું કહે છે. નકુલ મૃત્યુ સામે અમત્ય એવા જીવનસૌદર્યનો જયજયકાર બોલી વિદાય માગે છે. મૃત્યુ પર જીવન સૌદર્યના વિજયની વાત કવિએ નકુલના મુખે મૂકી છે. “મૃત્યુ પીધેલો શબ્દ' રાવજી પટેલની સ્મૃતિમાં ઉમાશંકરે રચ્યું. (“ધારાવસ્ત્ર') કવિ કહે છે. આયુષ્ય કોઈને ન આપી શકાય. પ્રેમ તો આપી શકાય ને? મૃત્યુ માનવના શરીરને મારી શકે, પ્રેમતત્વને નહિ. રાવજીના શબ્દો મૃત્યુ પીનેય જીવંત, અમર બન્યાનું કવિ કહે છે. મૃત્યુ સાથે દોસ્તીનો હાથ લંબાવ્યાની વાત “મૃત્યુષણ'માં કવિએ કરી છે. મૃત્યુનું સ્વરૂપ વ્હાલપને વરસાવતું પણ હોય. દષ્ટિને પસવારતું મૂદુ કિરણ બનીનેય એ આવે. મૃત્યુ તો જીવનમાં મીઠાશને પ્રસરાવે છે. કવિની દષ્ટિએ પ્રેમ અને મૃત્યુ જુદાં નથી. મૃત્યુનો કીમિયો જ એ છે કે પ્રેમામૃતને સર્જી આપે. પ્રેમવિજયિત્રી તથા મૃત્યુવિજયિત્રી સાવિત્રીને કવિ અહીં યાદ કરે છે. મૃત્યુ પર, ને મૃત્યુ પાર પણ સાવિત્રીની પ્રીતિ હતી. અ-મૃત પ્રેમ, પ્રેમ અમૃત પ્રેમામૃત એ જ જીવન” પc૭ પ્રેમદ્વારા મૃત્યુ પર વિજય મેળવવાની વાત કવિ કરે છે. કવિ ઉમાશંકરે પ્રેમનો અહીં વ્યાપક સ્વરૂપે વિચાર કર્યો છે. પ્રભુપ્રેમની પણ વાત અહીં કરાઈ છે. મૃત્યુ દ્વારા જ પ્રભુને પામી શકાય. કવિ કહે છે. “કોઈ એક ક્ષણની વનિકા હટાવી મૃત્યુ સ્વયં બોલી રહેશે” લે પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને ? 18 P.P. Ac. Gunratnasuri M.S. "Jun Gun Aaradhak Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 248 મૃત્યુ એટલે પ્રભુ સાથેનું હસ્તધૂનન. પ્રેમ અને મૃત્યુની અનુભૂતિઓની સાથે ચાલતી ને અંતે બંને એકરૂપ થતી “પીછો'માં બતાવી છે. અમૃત પારાવારને કિનારે બેસાડી ઈશ્વર માનવને તરસ્યા રાખતો હોવાનું અનુભવાય છે. ૧૯૪૮માં “ઉન્મેષ' નામનો સંગ્રહ આપનાર કવિ ઇન્દુલાલ ગાંધી “પ્રેમ અને મૃત્યુની ભાવનાને રજૂ કરતાં પ્રણયવૈફલ્યને પરિણામે આત્મહત્યા કરનારી પ્રેમિકાના સ્મરણમાં વલોપાત કરતા નાયકનું ચિત્ર આપે છે. ૧૯૬રમાં “ઉત્તરીય' નામનો સંગ્રહ આપનાર ઇન્દુલાલ શાહજહાંને “પ્રણયશ્રેષ્ઠ' તરીકે બિરદાવે છે. કવિ કહે છે. મુમતાઝને શાહજહાં પ્રભાતનું પુષ્પ' કહેતા. એને અચાનક સંધ્યાને માર્ગ, વિલયને માર્ગે વળાવ્યાનો અફસોસ એમને છે જ. પણ પ્રેમસ્મરણો તો અમર છે. એ પ્રેમ અને રૂપ તો સમાધિમંદિરમાં મૃતિ ચાદરે ઢંકાયેલું પડ્યું જ છે. કવિ ઇન્દુલાલને પ્રીત પર ભારે શ્રદ્ધા તેથીજ તો તેઓ માને છે કે કવિ કદી મરતો નથી. એકએક હૈયામાં પોતાની પરમચિંતન પ્રીત હોવાની એમની શ્રદ્ધા છે. એજ તો પ્રેમનો મૃત્યુ પરનો વિજય. “કોણ નથી એકાકી'માં પ્રિયતમાને મૂકીને જવાનું ગમતું નથી, એવા નાયકના દુઃખ પરિતાપની વાત છે. “શોધી રહી છે'માં સદ્ગત પતિની પત્ની હજુય, ખોવાઈ ગયેલા સ્વજનને સર્વત્ર શોધતી હોય એવી કલ્પના કરવામાં આવી છે. મૃત્યુ વડે અમર બની અમૃતબિંદુ બની પ્રિયતમા પાસે કાવ્ય નાયક આવ્યાની પ્રતીતિ અહીં વ્યક્ત કરાઈ છે. સૂક્ષ્મદે આવીને જાણે પોતાના અતૂટ અને અજેય પ્રેમનો પરિચય આપે છે. જે મૃત્યુ પરના વિજયનું સૂચક છે. કવિ પૂજાલાલે “સહધર્મચારિણી’ અને ‘ઝુકાવીએ” (ગુર્જરી)માં દાંપત્યપ્રેમ વડે મરણ છાંયને દૂર કરવાના અભિલાષને વ્યક્ત કર્યો છે. પ્રેમના અતૂટ તાંતણે મૃત્યુના મુખને વિદીર્ણ કરવાની અભિલાષા વ્યક્ત કરાઈ છે. પ્રેમ મૃત્યુનેય મહાત કરી શકશે એવી શ્રદ્ધા અહીં વ્યક્ત થઈ છે. “વિપ્રયોગ” (“સોપાનિકા')માં પ્રિયજનના અવસાનનો નિર્દેશ કરી પ્રેમનો મહિમા કવિએ ગાયો છે. કાળની થપાટ વાગતાં માનવ તો મૃત્યુની દૃષ્ટામાં સમાઈ જાય છે. પણ સત્યપ્રેમના ઊંડા વિરહમાંથી જન્મેલી વેદના અમર રહે છે. વ્યક્તિ ભલે અમર ન રહે. પણ પ્રેમ અને વેદના અમર રહે છે. “રતિને આશ્વાસન'માં એક વિશિષ્ટ પ્રકારનો મૃત્યુસંદર્ભ વણાયો છે. કામદેવ મૃત્યુ પામીને વિશાળ સ્વરૂપે સૂક્ષ્મરૂપે અણુઅણુમાં પોતાનો પ્રેમપ્રસાદ અર્પી રહ્યાનું કવિ રતિને સમજાવે છે. કવિ રતિને અનન્ય અનુરાગનો ચાંલ્લો પોતાના કપાળમાં કરવા કહે છે. ને ગળામાં પરમપ્રેમીના મોતીનો હાર પહેરી અમૃતાત્મ આનંદનો અમર રાસ રચવાનું કહે છે. અહીં અનંગ મરીનેય અમર થયાની, પ્રેમબળે મૃત્યુંજયી બની નવા પાંચ દિવ્ય શરે સૌને વિવશ કર્યાની વાત કવિ કરે છે. જે પ્રેમના વિજયનું પ્રતીક છે. મૃત્યુ કે શિવ કામદેવને, પ્રેમને મારી ન શકે. બહુ બહુ તો એને અનંગ બનાવી શકે. કવિ રતુભાઈ દેસાઈ જુદી જ રીતે પ્રેમનો મહિમા ગાય છે. તેઓ કહે છે, સ્વર્ગમાં અમર મંગલ જીવન હશે. એ કબૂલ, પરંતુ પ્રણયભગ્ન કરો ત્યાં નહિ વસતાં હોય. રતુભાઈ મૃત્યુ અને પ્રેમને કદાચ પરસ્પરનાં પર્યાય ગણે છે. પ્રેમ તે શું મૃત્યુ મૃત્યુ તે શું પ્રેમ” 19 પ્રેમ જો સમર્પણ છે, તો મૃત્યુ પણ સમર્પણ જ છે. પ્રેમ એ કવિ રતુભાઈનું મોટું શ્રદ્ધાબળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 249 છે. પત્નીનું અવસાન થવા છતાં, પત્ની સમીપમાં નથી એવું તેઓ માની શકતા નથી. (“ખંડેરની ઝુરાપો') ફેર એટલો કે પહેલા જે દેશ્યરૂપ હતી તે હવે અદેશ્યરૂપે છે. પત્નીના સ્વરને કોયલના સ્વરમાં પામવાનો, સ્મૃતિની હરિતકુંજ, વસંતના પુષ્પકુંજે, તથા જલસ્થલ કેરી નાભિમાંથી ઊઠતા કોઈ દર્શને પામવાની શ્રદ્ધા વ્યક્ત થઈ છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ સિવાયના કોઈ અગોચર ગાત્રે એ પ્રેમમૂર્તિ પમાશે એવું સત પત્ની કહેતી હોય એવું અનુભવાય છે. - કવિ સુંદરજી બેટાઈ મિત્રના અવસાન નિમિત્તે લખેલાં કાવ્યોમાં મૃત્યુ કરતાં પ્રેમનો મહિમા વિશેષ હોવાનું કહે છે. “મિલન' કાવ્યમાં મૃત્યુ મૈત્રીને નષ્ટ ન કરી શકે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. મિત્રમૃત્યુ કવિની દષ્ટિને વિશાળ બનાવે છે. “સૂક્ષ્મદર્શન'માં પણ એ જ શ્રદ્ધાસૂર સંભળાય છે. સ્મૃતિદેહ ધારણ કરી અભિવ્યક્ત થયેલા એ સૂક્ષ્મ સૌંદર્યને કવિ ભૂલવા માગતા નથી. કવિ સદૂગત મિત્રને ઉદ્દેશી કહે છે. તેં તો ધર્યા અણગણ્યા સ્મૃતિદેહ વ્હાલા” 170 વ્યક્તિ-પ્રેમમાં રુંધાઈ ગયેલા આત્મનીરને કવિ વ્યાપક બનાવવા ઇચ્છે છે. ૧૯૫૯ના ફેબ્રુઆરીમાં પત્નીના અવસાન નિમિત્તે પ્રગટ થયેલી બેટાઈની કૃતિ “સદ્દગત ચન્દ્રશીલાને પ્રીતિની ગહનતા, વિયોગની અંતગૂઢ ઘનવ્યથા તથા યથાર્થના ગૌરવનો સમન્વય છે. ચંદ્રવદન મહેતા આ કાવ્યને “વલખ્યા વિનાના પ્રેમાલાપ' તરીકે ઓળખાવે છે. ધૃતિમંગલ વ્યક્તિત્વની સુગંધને મૃત્યુ બાળી ન શકે કે નષ્ટ ન કરી શકે. મૃત્યુની આ કવિતા પ્રેમમાંથી જન્મી હોવાથી મૃત્યુનું મંગલદર્શન શક્ય બન્યું છે. ૧૯૬૧માં પ્રગટ થયેલા “તુલસીદલ' સંગ્રહમાંના “શ્રાવણી ઝરમર' તથા “સખીહૃદયમંડના'માં પત્નીનાં સ્મરણો પ્રેમની જ મહત્તાનું સૂચક છે. જે સહવાસની રટણાને તીવ્ર બનાવે છે. નાયક જણે સદ્દગત પત્નીનો સહવાસ અનુભવે છે. મૃત્યુ પ્રેમને મારી શકતું નથી એ અહીં બતાવાયું છે. શ્રાવણી શુક્લ પંચમી' સદ્દગત ચંદ્રશીલાની પુણ્યતિથિ જાણે વસંતપંચમી બની જાય છે. ભૂતકાળનાં પ્રેમસ્મરણોનું સૌદર્ય કવિના અંતરની અમાસને અજવાળે છે. આ કવિ સુંદરમ્ પણ સ્વજનમૃત્યુના સ્મરણનો નિર્દેશ કરતાં પ્રેમનો મહિમા ગાય છે. “અનુદીકરી'માં દીકરીના અવસાનને ઘણો સમય થવા છતાં ઉખળતાં સ્મરણોની તાદશતા પ્રેમની અતૂટતાનો જ પરિચય આપે છે. અનુ જેવું જ હસતી કન્યામાં કવિ પોતાની સંગત પુત્રીનાં દર્શન કરે છે. મૃત્યુ, પ્રેમની ભાવનાને આ રીતે વિશાળ બનાવતું હોવાની વાત અહીં થઈ છે. કવિ શ્રીધરાણીએ “નિધનની પછીતે' નામનું પ્રેમનો મહિમા ગાતું કાવ્ય લખ્યું છે. (“કોડિયાં') On the background of Death' જેમાં નાયકના નયનમાં નહિ, પણ હૃદમાંય લોહીનીતર્યું અશ્રુબિંદુ સ્થિર થયાની વાત કવિએ કરી છે. પ્રભાત થતાં સુધીમાં તો એ હૃદયરાજ મૂગો બની પોતાને અગ્નિદાહ દેશે. ને ત્યારે એ દુઃખ નહિ અનુભવે ? “રચેલ તવ ચિત્ર મેં નિધનની પછીતે અને પ્રભા તરલ નેનની, કમળલાલી ગાલો તણી” 11 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #251
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 250 મૃત્યુના પ્રતિસ્વરૂપને ધરી પ્રિય પત્નીના રૂપને પામવાનો નાયકે અહીં પ્રયાસ કર્યો છે. મૃત્યુ પ્રેમના સૌંદર્યને વિદારી શકતું નથી. મૃત્યુની પાર્શ્વભૂમિમાં કવિએ પ્રિયાનું સુંદર ચિત્ર દોર્યું છે ને તેથી કદાચ સમગ્ર વિશ્વને પછાડી નાખે એવી ઘટના છતાં, નાયકના હાથમાં મૃત પત્નીનું શિશ હોવા છતાં કંપ થતો નથી. મૃત્યુના સાન્નિધ્યમાં પ્રિયપત્નીનું સૌદર્ય અનુપમ લાગે છે. અંતે નયનજ્યોત ઝાંખી થઈ વિલાઈ જાય છે. સ્નેહમાં એટલો બધો વિશ્વાસ છે કે પત્ની મૃત્યુ પામવા છતાં, કોઈ થડકાર કે કંપન નથી. “છતાંય સ્મરણમાં સ્વજન મૃત્યુથી થતી વેદનાને વાચા આપવામાં આવી છે. મૃત્યુનો ડર ન હોવા છતાં સ્વજનને વિદાય આપવાનું કપરું છે. તેમ છતાં કાવ્યનાયકને શ્રદ્ધા છે, કે મૃત્યુ સ્નેહની કે સ્નેહીની સ્મૃતિને નષ્ટ કરી શકતું નથી. મૃત્યુ સ્નેહીને લઈ જઈ શકે, સ્નેહને નહિ. કરસનદાસ માણેક પણ “જીવો ને જીવવા દો'માં પ્રેમની સર્વોપરીતાને વાચા આપે છે. (“આલબેલ') તાજ પાસે-પ્રેમ પાસે કાળ પણ પરાસ્ત થઈ બહાર ઊભો રહે છે. કાલપતિ ખુદ પ્રેમભાવનાનાં રખવાળાં કરે છે. કવિ પ્રેમશંકર ભટ્ટ દેશપ્રેમની વાત કરતી વેળા પ્રેમનું મૂલ્ય સમજાવે છે. શહીદોને શ્રિદ્ધાંજલિ આપતું “વણકરનું કાવ્ય'માં મૃત્યુને જિંદગીની એવી મોટી કરુણતા ગાવામાં નથી આવી. કવિ કહે છે, મૃત્યુ કરુણ છે જ નહિ. પ્રેમ હોય ત્યાં મૃત્યુ પણ મંગલ બની જાય છે. (“ધરિત્રી') “મઝધારેમાં પ્રેમ અને મૃત્યુને કવિએ સાથે સાંકળ્યા છે. પ્રિયતમ જતાં મધદરિયે તોફાન વચ્ચે સપડાયેલી એકાકિની નાયિકાની નિરાધારી અહીં સુંદર વિરોધાભાસ રચે છે. મધદરિયે વણચિંતવ્યા વિધિએ દીધો પ્રેમ સૂતું ખેંચી, સ્કોડ, દગ રાખી સાજનદશે” 2 (‘મઝધારે) પ્રિયજનની સ્મૃતિ નજરસમક્ષ રાખી મૃત્યુનો સ્વીકાર અહીં કરાયો છે. સ્મરણો અહીં પ્રેમના, મૃત્યુ પરનું વિજયપ્રતીક બની રહે છે. દેવજી મોઢાનાં કાવ્યોમાં તો ઠેરઠેર “પ્રેમ સ્મરણ મહિમા' ઉભરતો જોવા મળે છે. સ્નેહી મૃત્યુ પામે છે પણ સ્નેહ તો અમર છે. સ્નેહવશ કરુણતા જ તો હવાઈ કલ્પનાને જન્માવે છે. સદ્દગત પત્નીને પાછી ફરવાનું અપાતું નિમંત્રણ પ્રેમની અજેયતાનું, પ્રેમની પરાકાષ્ઠાનું સૂચન કરે છે. પત્નીના અવસાનને મહિનાઓ થઈ ગયાં છતાં, સહવાસસ્મરણો લુપ્ત થતાં નથી. સ્મરણ શારડી બની વધે છે. પત્ની પાછી આવીને જાણે પતિની આંખ દબાવે છે. સ્પર્શ ધ્વનિ મહેકને તેઓ ઓળખી કાઢે છે. આ ભ્રમણા પણ પ્રેમની જ પરિસીમા, જે દર્શાવે છે કે મૃત્યુ પ્રેમને મારી શકતું નથી, લુપ્ત કરી શકતું નથી. સદ્દગત પત્નીના આગમને થતો આનંદાનુભવ પ્રેમની અમરતાનું સૂચન કરે છે. પ્રેમના અદ્વૈતની પરાકાષ્ઠા તો ત્યાં કે સ્વર્ગસ્થ પત્ની સ્વર્ગે બેસી ફૂલના હાર ગૂંથે છે, ત્યારે સોયનો ઝેડકો અહીં પૃથ્વી પર પતિને વાગે છે: દેવજી મોઢાના અમૃતા' કાવ્યસંગ્રહ માટે રામપ્રસાદ લખે છે “મૃત છતાં “અમૃતા’ એવાં કવિપત્નીએ “અમૃતા' નામકરણની પ્રેરણા આપી હોય.” વિરહ અગ્નિમાં તારો' કાવ્ય પણ પત્ની સાથેના સહવાસનાં સ્મરણને વાચા આપે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #252
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 251 આત્માનું ઐક્ય બંને વચ્ચે સધાયું હતું. છતાં વિષાદમય હૈયે કવિ કબૂલે છે કે શરીરનું દ્વત હજુ મટ્યું નહિ, નહિ તો આવું બને જ કેમ? એક શરીર ચાલ્યું જાય, ને બીજું અહીં શી રીતે રહે? કાવ્યનાયકનો પત્નીસ્નેહ વિચિત્ર કલ્પનાઓ કરે છે. મૃત્યુ પછીના પ્રદેશે જઈ પત્ની સુખી થઈ છે એમ માનવાની જરૂર નથી. પતિ જેમ અહીં પૃથ્વી પર વિરહઅગ્નિમાં શકાય છે, એમ પત્ની પણ ત્યાં મૃત્યુપારના પ્રદેશમાં વિરહમાં શેકાય છે. તેઓ મુક્તિ નથી પામ્યાં. પૃથ્વી પરનાં સ્નેહીયુગલનાં “પ્રેમાદ્વૈત' એ જ ખરી મુક્તિનો અનુભવ. “જીવતા હશું'માં પોતાના જ મૃત્યુની કલ્પના કરતો કાવ્યનાયક પોતાની ધૂળ હસ્તી મટી જવા છતાં, સૂક્ષ્મપણે તો નિરંતર રહેવાની, શ્રદ્ધા ધરાવે છે. કવિ કહે છે સગત સ્વજનના સ્નેહને અમર રાખવાનો એક જ ઉપાય છે, સ્મરણો. બીજું કશું જ માનવના હાથમાં રહેતું નથી. સ્મરણો જ એને જીવવાનું બળ આપે છે. મિત્રપુત્રના અવસાન વખતે સ્વાનુભવની વેદનાને કારણે પુત્ર સાથે જીવેલી બધી ક્ષણોને સ્મરણદ્વારા ફરી જીવી લેવાનો અનુરોધ કરે છે. કવિ જયેન્દ્રાય દૂરકાળ “જીવન” કાવ્યમાં દાંપત્યજીવનનાં અતીત સ્મરણો વાગોળે છે. તેઓ સદૂગત પત્નીના મુખ પરની શાંતિ તથા મેધાને યાદ કરે છે. નેહભીના માળાની મધમીઠી કોકિલા ઊડી ગયાનું દર્દ ઓછું નથી. સદૂગત પત્ની નેહની વ્યાપકતા તથા વિશાળતાનું દર્શન કરાવે છે. અચબાને, ચવ્યો બનાવી દે છે. “રૂઢ સંસ્કારમાં વ્યક્ત થયેલાં પત્ની સાથેના સહવાસસ્મરણો, એની સૌરભ, માધુર્ય તથા અષાઢ હેલી પ્રેમની અમરતાનું જ સૂચન કરે છે. પત્નીની જન્મતિથિએ વધુ સતાવતાં સ્મરણોની વાત “જન્મદિન' કાવ્યમાં કરાઈ છે. મૃત્યુનો ડર જેને જરાપણ ન હતો, એવી સદ્ગત પત્નીની જન્મતિથિ પત્નીના સંદેશથી ભીની ભાવવાહી સ્નેહવિભોર બની ઊઠે છે. જે પ્રેમની અમરતાનું સૂચન કરે છે. પત્નીનું અવસાન થયું છે, સ્નેહસ્મરણનું નહિ. સદ્ગતના સમગ્ર વ્યક્તિત્વનું સૌંદર્ય સ્મૃતિપથમાં પ્રસરી રહે છે. દેવપૂજા કરવા બેસતી વખતેય વિષાદજન્ય અગ્રુપૂર્ણ સંસ્મરણો જાગી ઊઠે છે. જે અંતે પ્રભુ માટેનો પ્રસાદ બની રહે છે. કવિ દેશળજી પરમાર પણ એમ માને છે કે “સ્નેહને મૃત્યુ ન હોય' “સા ગતા'માં પોતાને સ્મરણસંગે મૂકી ચાલી ગયેલી પત્નીનો વિષાદ જરૂર છે, પણ સ્નેહની અમરતામાં એમને શ્રદ્ધા છે જ. મરણ દુઃખ ભલે આપે, પણ સ્નેહની શાશ્વત અનુભૂતિ કરાવે છે. જે કાવ્યનાયક માટે મોટું આશ્વાસન બની રહે છે. 2. વ. દેસાઈ “આશાકાવ્ય'માં અન્ય કવિઓની જેમ “મૃત્યુ પરના પ્રેમના વિજયને ગાય છે. (નિહારિકા') સનાતન પ્રેમરીતને મોતની બીક નથી. પ્રેમમાં મૃત્યુ પણ સહ્ય બને. “વિધવા' કાવ્યમાં પણ સ્નેહસ્મરણની જ વાત છે. પ્રિયતમની એંધાણીની પૃચ્છા નાયિકા “મૃત્યુને કરે છે. કારણ “મૃત્યુ જ હવે પ્રિયતમ વિશે કંઈક કહી શકે. “મૃત્યુને આવી પૃચ્છા કરવાની હિંમત પણ સ્નેહને જ આભારી છે. “પ્રભાતનર્મદા'ના કવિ મગનભાઈ પટેલ (‘પતીલ') “મહેબૂબના વસફમાં' કાવ્યમાં પ્રેમનો મૃત્યુ પરનો વિજય ગાય છે. કાવ્યનાયકને પ્રિયતમાનાં આંસુમાં “આબેખિઝર'નો (અમૃતનો ઝરો દેખાય છે. મોતનેય મારવા ઊભેલી પ્રિયાનો પ્રેમ સ્વજનના મૃત્યુને પણ હંફાવી શકે. ક્યારેક સ્વજનમૃત્યુ અસહ્ય પીડા અને પરિતાપ અનુભવાવે છે. સ્મરણો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ સુખ આપે એવું હંમેશાં બનતું નથી. જશભાઈ કા. પટેલના “સદાનું સિ” કાવ્યમાં પત્નીના અવસાને શતધા ખંડિત બનેલા હદયની અભિવ્યક્તિ છે. કાયમ માટે ચાલી ગયેલી પ્રિયાના વિરહમાં કાવ્યનાયકને હવે માત્ર શેકાવાનું જ રહે છે. - કવિ શંકરલાલ પંડ્યાએ “મણિકાન્ત કાવ્યમાળા' પ્રગટ કરી. જેમાં પ્રેમ અને મૃત્યુની એક કરુણ કથા “નિર્ભાગી નિર્મળ યા ને એક યુવકની કરુણાજનક પ્રેમકથા'માં સ્નેહ ખાતર મૃત્યુને પરણી બેસતી નાયિકાની ઘટના સ્નેહના મૃત્યુ પરના વિજયને પ્રસ્થાપિત કરી આપે છે. ને અંતે નિર્મળાની યાદ ન ભુલાતાં પ્રેમી શશિકાન્ત પણ નદીકિનારે ભેખડ પરથી નદીમાં પડે છે. “વિદ્યુતના ચમકારથી ચળકાટ જળમાં થઈ રહ્યો “હે નિર્મળા' એવું વદી શશિકાન્ત જળવાસી થયો” 13 નિલિની પરાગ'ના કવિ નલિન મણિશંકર ભટ્ટ “ઘા કરી તેમાં પ્રિયજનના હસ્તે મધુરું મરણ પામવાની ઝંખનાને વાચા આપે છે. તો “વિલાપ' કાવ્યમાં પ્રિયા સ્વર્ગે ગઈ હોવા છતાં, એની જીવંત પ્રતિકૃતિના દર્શનની વાત વ્યક્ત થઈ છે. પ્રિયતમાના શુન્યમાં ભળી ગઈ છે. એવો વિચાર મર્મવેધક હોવા છતાં જીવન કરતાં મરણને કવિ વિશેષ નેત્રની નજરને સ્મૃતિબદ્ધ કરાઈ છે. સહવાસનાં મીઠાં સુખદ સ્વપ્નો વિલીન થઈ જવા છતાં, સ્મરણો તો રહે જ છે. તો “અનાર' નામના ખંડકાવ્યમાં કવિ નલિન ભટ્ટ સ્નેહનો મૃત્યુ પરનો વિજય ગાય છે. પોતાને કેદ કરાતાં પ્રિયતમના મધુર સ્મરણ સાથે મરણનો સ્વીકાર કરવાનું પ્રેમિકા અનાર ઇષ્ટ માને છે. પ્રેમીઓનાં શરીરને છેદી શકાય, આત્માને નહિ. અનારની પ્રેમભાવના સૂક્ષ્મ છે. એ માને છે કે મૃત્યુ પછી જ ખરા જીવનની શરૂઆત થવાની, પછી સૂક્ષ્મ શરીર વડે સલીમના હૃદયમાં, અણુઅણુમાં વ્યાપી જઈ એને બમણો પ્રેમ કરી શકશે. પ્રેમના બળે, મરણને પણ તુચ્છ બનાવી દીધું. મિત્રને, પ્રેમીને મળવા જતી હોય તેમ અનારે મૃત્યુને મળવા પ્રયાણ કર્યું. ઈહલોકમાં એના પ્રેમને કોઈ અટકાવે, મૃત્યુ પછી કોણ અટકાવવાનું ? સલીમનાં અશ્રુનો અભિષેક કબરમાં પણ એને શાંતિ અર્પશે એવી શ્રદ્ધા અનારની હતી. એના પ્રેમની હતી. અનાર એટલે મૂર્તિમંત પ્રેમ. શાંતિલાલ ઠાકરે ગોવિંદ હ. પટેલના “તપોવન' કાવ્યને અસ્તિત્વ માત્રના શાસક યમ કે અતુલ શક્તિમય પ્રેમ ? એ પ્રશ્નના ઉત્તર તરીકે ઓળખાવ્યું છે. સામાન્ય રીતે કને લઈ જવા માટે યમદૂતો આવે. પરંતુ સત્યવાનના પ્રાણને લઈ જવા યમને સ્વયં તસ્દી કેમ લેવી પડી એનું સરસ કારણ આપતાં કવિ કહે છે શીલ, સંયમ તથા પ્રેમ સાવિત્રીના હૃદયમાં છે. તો પ્રેમની એ જ્વાળા સહન ન કરી શકે તેથી સત્યવાનના પ્રાણ લેવા યમ પોતે આવે છે. સત્યવાનના પ્રાણને પાશ કરી પ્રયાણ કરતા યમને કોઈ અજ્ઞાત શક્તિ (પ્રેમની) રોકી રહી છે. આ સ્થિતિમાં ઊભા રહી ગયેલા યમ સાથે મિત્રતા કરવી સાવિત્રીને આવશ્યક લાગે છે. (પ્રેમ યમનેય રોકી શકે) પ્રેમ પાસે ખુદ યમદેવ પોતાનો પરાજય સ્વીકારે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 253 “પુણ્યોઘરૂપ તનયા, તવ પ્રેમધર્મે દુર્ઘર્ષ કાળરૂપ, આ યમને જીત્યો” * પુણ્ય અને ધર્મબળે કરીને સાવિત્રીએ દુષ્કર એવું, યમને પરાજિત કરવાનું કાર્ય કર્યું. ગુલાબદાસ બ્રોકરે “રાજહંસનું અવસાન” નામના ખંડકાવ્યમાં કમળ અને હંસની પ્રીતદ્વારા પ્રતીકાત્મક રીતે પ્રેમ તથા મૃત્યુ બંનેનો મહિમા ગાયો છે. “સ્વપ્નવસંત'ના કવિ કુસુમાકરે છેલ્લી રાતે' કાવ્યમાં પ્રેમ અને મૃત્યુને સાથે સાંકળતાં, પ્રિયતમાના છેલ્લા આલિંગનમાં પોતાની જાતની સફળતા જતા કાવ્યનાયકનું ચિત્ર આપ્યું છે. અહીં અગ્રિમ રાત અને અંતિમ રાતને એક જણાવી આરંભમાં સમાયેલા અંતનો નિર્દેશ થયો છે. પ્રેમ કરતાં કરતાં મૃત્યુ આવે તો પણ નાયક એને વધુ શ્રેયસ્કર માને છે. સાલિક પોપટિયાએ “રઝળતું નહિ મળે' કાવ્યમાં પ્રેમમાં ફના થવાની વાત પર ભાર મૂક્યો છે. કવિ કહે છે “સાલિકને યાદ કરી કોઈ નયન ભીનાં કરશે, એની પ્રિયા એની યાદમાં ઝૂરશે ત્યારે રઝળતું બદન પણ વિશ્વને નહિ મળે. (“નયનધારા') “ન સમજાવી શક્યું કોઈમાં પણ મૃત્યુની અનિવાર્યતાનો નિર્દેશ કરતાં કવિ કહે છે કે પ્રેમીઓના ઝુરાપાને મૃત્યુ જ વિસામો આપી શકે. પ્રેમનું અતૂટ બળ પણ મૃત્યુને પાછું ફેરવી શકતું નથી. અમીદાસ કાણકિયાએ “મને છોડી જશે” માં પ્રેમાäતના દર્શનનો નિર્દેશ કર્યો છે. “ચંદ્રશંકરના કાવ્યો'માં “વિદેહને'માં દેહના અવસાનથી સ્નેહનું અવસાન ન થતું હોવાની વાત કરી છે. સ્નેહ કદી અવસાનને ઓળખતો નથી. સ્મરણો આંસુ બની ઉભરાય એજ તો છે મૃત્યુ પરનો વિજય. ગાંધીયુગ - વીરમૃત્યુ તથા યુદ્ધજન્ય કરુણ રાષ્ટ્રીય શાયર સ્વ. મેઘાણીનાં સ્વાતંત્ર્યયુદ્ધનાં કાવ્યો વીર અને કરુણને પ્રગટ કરે છે. પીડિતોની વેદના કવિની કલમમાંથી અંગારા બનીને ઝરે છે. કવિ મેઘાણીની કવિતામાં મૃત્યુસંદર્ભ મહદ્દઅંશે સ્વાતંત્ર્યસંગ્રામના એટલે કે વીરત્વના સંદર્ભમાં જોવા મળે છે. કસુંબીનો રંગ'માં સીધો મૃત્યુસંદર્ભ નથી. પણ ગાંધીયુગનું તેમ જ સ્વાતંત્ર્યસંગ્રામના જુવાળનું પ્રતિબિંબ મુક્તિક્યારે પોતાનાં પ્રાણની આહુતિ આપનાર વીરોનાં લીલાં બલિદાનની ગાથામાં જોવા મળે છે. “ઊઠો” કાવ્ય વીરત્વ સભર મોતને આમંત્રણ આપતું કાવ્ય છે. વીરો “મૃત્યુના સિંધુ' વલોવીને અમૃત વરવા મેદાનમાં સિધાવ્યાનો અહીં નિર્દેશ છે. રણસંગ્રામને મેઘાણીએ “કાળની કચેરી' કહ્યો છે. “છેલ્લી પ્રાર્થનામાં સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝૂઝનારની “અંતિમ ઇચ્છા' પ્રગટ થઈ છે. આ કાવ્ય આઈરીશ કવિ (1930) સ્વ. મેસ્વીનીના એક ઉદ્દગાર પરથી કવિને સૂઝેલું છે. જેમાં વતન કાજે મરી ફીટવાની ધન્ય ઘડીના સ્વીકારની ઉત્સુક્તા નિરૂપાઈ છે. રણમાં મૃત્યુપથારી વખતે સ્વજનો તો પાસે હોવાનાં નહિ. ત્યારે પ્રભુને છેલ્લાં નીર પાવા વીર વિનંતિ કરે છે. લડનારા માટે વીરત્વસૂચક રણખંજરી બજાવવા ને શહાદત પામેલા માટે મધુરી બંસરીના સૂર વડે અંતિમ વિદાય આપવા કાવ્યનાયક ઈશ્વરને પ્રાર્થે છે. “વિદાયમાં શહીદ થયેલા ઘેલાઓને યાદ કરી પોતાની સુખી જિંદગીને ખલેલ પહોંચાડવાની તો વીરો ના પાડે છે. પણ જો સ્વાધીનતા આવે તો એકાદ નાની પળ આ વીરોની શહાદતને યાદ કરી લેવાય એવી ઇચ્છા તેઓ જરૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #255
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 254 રાખે છે. “ફૂલમાળ' (1931) કાવ્ય સ્વ. વીરભગતસિંહને અપાયેલી ફાંસીના પ્રસંગને વણે છે. કવિ કહે છે “વીરા તારી નહિ રે જપે પ્રાણઝાળ ઠારેલી ભલે ટાઢિયું હોજી....જી ટાઢી ઠારી દેવાથી કાંઈ પ્રાણઝાળ ઠરવાની નથી. એક ભગતસિંહ મરાતાં બીજા હજાર . પ્રગટવાના. કવિ મેઘાણીએ ભગતસિંહની શહાદતને ભરપૂર વત્સલતાથી લાડ લડાવ્યા છે. કાચી કળી જેવી ઉંમરમાં ભગતસિંહે શહાદતની ભભૂત ચોળી હતી. ભગતસિંહને ફાંસી અપાઈ નથી. “ફૂલમાળ' પહેરાવાઈ છે. સામે ચાલીને મૃત્યુને પોંખણે ગયેલા ભગતસિંહને કવિ ઉત્સાહથી બિરદાવે છે. “આખરી સંદેશ”માં “ધી ન્યુઝ ઑફ એટલ' નામના અંગ્રેજી બેલેડને આધારે કવિ મેઘાણી અશુભ સમાચાર લઈ આવનાર રણદૂતના મૌનનો વિશિષ્ટ સંત ગૂંથે છે. “કુલવંતીના કંથ” “જીવતા છે કે મરેલા” એ એકજ પૃચ્છાના જવાબમાં રણદૂતની સુકાયેલી જીભ, નીચે ઝૂકેલી આંખ સાથે, ભાંગેલો ભાલો ઝુલાવી, ત્રિરંગી ધ્વજ ફરકાવવા સૌને જણાવે છે. દેશકાજે મૃત્યુને પરાજિત કરનાર વીરોની ગાથાનો આ સંદેશ છે. રવીન્દ્રનાથના કથાગીત “બંદીવીર' પરથી રચાયેલા “વીરબંદો'માં શીખોના પુત્રો પાસે જયગુરુદેવના નાદે હાથ જોડી ઝૂકી જતા જીવનમૃત્યુને કવિ નિરૂપે છે. યુદ્ધમાં શીખો અને મુગલોએ મરણબાથ ભરી - | ને “એક દિન પંચસિંધુને તીર મચી ગઈ શહીદ-શબોની ભીડ 101 શ્રીમતી લોકસ્તેના “સમ બડીઝ ડાર્લિંગ પરથી શહાદતને વરેલા અજાણ્યા લાડકવાયાનું ગીત “કોઈનો લાડકવાયો' કવિએ રચ્યું. એ લાડકવાયાની ચિરશાંતિમાં ખલેલ ન પડે માટે હળવેકથી પગ સંચરવા કવિ સૌને વિનવે છે. ધૂપસળી ધરી પ્રણામ કરી કાનમાં પ્રભુપદ ઉચ્ચરવા જણાવે છે. “સૂના સમદરની પાળે પણ અનુસર્જન છે. દૂર સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયા પછી એક નમતી સાંજે છેલ્લા શ્વાસ લઈ રહેલા યુવાને એના સાથીદારને આપેલા સંદેશની વાત છે. બાપુની તેગ ટોડલે ઝુલાવી ત્યાં ઘીનો દીવો પેટાવવા કહેણ મોકલેલ છે. ચાંદનીરસિત સુદ આઠમની રાતના આ પ્રેમપંખેરું ઊડી ગયાનો સંદેશો મરનારની પ્રિય પત્નીને આપવા પણ અહીં જણાવાયું છે. પોતાના દાંપત્ય સુખનો ટૂંકો ઇતિહાસ સંદેશવાહકને કહી એ વીર અંતિમ વિસામે પહોંચી જાય છે. “ધરણી માગે છે ભોગ' ૧૯૩૦ના સંગ્રામકાળના પ્રારંભે લખાયેલું એક મૌલિક કાવ્ય છે. જેમાં વતન માટે કબરમાંથી કંકાલોને, મસાણનાં મડદાંને પણ ઊભાં કરવાનો આદેશ અપાય છે. સૈનિક ત્રિવિક્રમના શબનું દર્શન કરતાં ૧૯૩૦માં કારાવાસમાં “મૃત્યુનો ગરબો' કાવ્ય લખાય છે. જેમાં મૃત્યુને મંગલરૂપે વર્ણવ્યું છે. નિર્ભય લોકોને મૃત્યુદેવીનું મુખ સુંદર અને રળિયાત લાગે છે. “શિવાજીનું હાલરડું' ('કિલ્લોલ')માં સીધો મૃત્યુસંદર્ભ નથી. પણ ભાવિ મોતની એંધાણી જરૂર અપાઈ છે. પછી તો મોતના ટાઢા વાયુ વાવાના છે જ છે. તેથી, બાળકને, શિવાજીને જીજીબાઈ, માની ગોદમાં નિરાંતે ઊંઘી લેવા જણાવે છે. - ૧૯૪૦માં મેઘાણી “એકતારો આપે છે. ૧૯૩૦ના રાષ્ટ્રસંગ્રામને ઉદ્દેશી લખાયેલા “મોતના કંકુઘોળણ' કાવ્યમાં “રાષ્ટ્રકાજે મૃત્યુ પામવાની વાતને કવિ અદકો લગ્નોત્સવ તરીકે ઓળખાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 255 રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરઘરે” 15 ચારેય બાજુ ગહેકતા મરણમયૂરોનું સ્વાગત કરવા ઉત્સુક મીંઢળબંધા નવપરિણીતોની, શીશ સમર્પી દેવાની ભાવનાને કવિ અહીં શબ્દબદ્ધ કરે છે. રાજકીય બંદીવાનોની દશા સુધારવા માટે બોંતેર દિવસના મરણાંત અને અનશનને અંતે (1929) પોતાના દેહને મૃત્યુની ગોદમાં ધરી દેનાર જતીન્દ્રના મૃત્યુને કવિ “મંગલ અવસર' તરીકે બિરદાવતાં અશ્રુની વાદળીને દૂર ચાલી જવા કહે છે. યુદ્ધમાં ખપી જઈ અક્ષય કીર્તિ પામેલા કલ્યાણની કથામાં ચંદ્રવદન મહેતા વીરમૃત્યુનો સંદર્ભ રચી આપે છે. પુત્ર હણાતાં, મા અહીં દુઃખ નહિ, ગૌરવ અનુભવે છે. વીરમૃત્યુનું ગૌરવ અહીં પ્રસ્થાપિત થયું છે. સ્વતંત્રતા” કાવ્યમાં ચંદ્રવદને, મોત મેળવવા તલસતા વીરોનો ઉત્સાહ તેમજ અગાઉ શહીદ થયેલાની યાદને વાચા આપી છે. કાં તો સફળતા, અથવા વીરમૃત્યુ બસ બે જ વિકલ્પ છે. ને ત્યારે મૃત્યુ ય મીઠું લાગે. શહીદી મૃત્યુને મીઠું બનાવે. વતનપ્રેમી કવિ ચંદ્રવદને “ગુજરાત' કાવ્યમાં વતનમાં મૃત્યુ પામવાની ઇચ્છા વ્યક્ત કરીને, ખુમારીને દર્શાવી છે. કવિ ને રશ્મિએ “અગ્નિસ્નાન” (“પનઘટ')માં યુદ્ધજન્ય ભયાનક મૃત્યુની કરુણાને વ્યક્ત કરી છે. યુદ્ધની ભીષણતાનો વ્યાપક મૃત્યુસંદર્ભ કવિએ અહીં રચી આપ્યો છે. શહીદી'માં એક નરપુંગવને મૂલ્યશ્રદ્ધા વહોરવી પડતી શહીદીની વાત રજૂ કરવામાં આવી છે. મૃત્યુંજયીની છાતી ઘોર હત્યાકાંડ રોકવા માટે રુધિરે રંગાય છે. (‘નિજલીલા') યુદ્ધજન્ય વિષાદમાંથી મૈત્રી અને કરુણાનો સંદેશ પ્રસારિત થયાની વાત “હીરોશિમાની તે બાલિકાને (‘નિજલીલા') કાવ્યમાં જોવા મળે છે. એટમબોમ્બના વિસ્ફોટમાં નિશાળે જતાં બૂટની છૂટી ગયેલી દોરી બાંધતી ગભરુ કન્યાને, સંહાર તરફ ધસી રહેલા જગતરાષ્ટ્રોનાં વહાણો માટેની ઝબકતી દીવાદાંડી તરીકે ઓળખાવાઈ છે. તો પોતાની આત્મકથની કહેતા “એટમને કવિ “મૃત્યુદેવતા' કહે છે. નવારૂપે એ જ યમદેવતા છે. એટમ પ્રલયની પીઠ પર નવસર્જનના ડમરુના ભીષણ તાલે તાલે તાંડવ કરતા રુદ્ર નટરાજ તરીકે પણ ગણી શકાય. કવિ ઉમાશંકર ૧૯૩૧માં વિશ્વશાંતિ' કવિતા લઈને આવે છે. કવિની ચિંતા પછી તો વિશેષપણે કારમી વાસ્તવિકતા નથી. પ્રતિસ્પર્ધીઓએ ખડકેલાં અણુશસ્ત્રના પરિણામરૂપે સર્જાયેલી વિશ્વયુદ્ધની ભીષણતાને કવિ સંવેદ્યા વિના કે વાચા આપ્યા વિના રહી નથી શક્યા. તેથીજ તો ગાંધીજીને તેઓએ મૂર્તિમતી અહિંસા તેમજ “જીવનના વિરાટ’ ‘કલાધર' ગણાવ્યા. સ્વાતંત્ર્યસંગ્રામના સંદર્ભમાં “મરણ સાટ” મુક્તિને વરવાનો મક્કમ નિર્ધાર વર્ણવતા કવિ શહીદોનાં સ્મરણમોંઘા મૃત્યુની પ્રતીતિ કરાવે છે. ઉમંગને ઉલટભેર જાણે મૃત્યુનાં તાંડવ નાચ્યાં. “કર્ણકૃષ્ણ' (‘પ્રાચીના')માં યુદ્ધનાં નગારાં સાંભળતાં કર્ણ મૃત્યુને ધ્રુવતત્ત્વ તરીકે સ્વીકારવાનો નિર્ણય કરે છે. હવે નહીં જન્મ, ન જોવું જીવન હવે રહ્યું જ્યાં, ધ્રુવ મૃત્યુ એક” 178 - ૧૯મા દિવસનું પ્રભાતમાં પણ યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતો કરુણ વહ્યો છે. ચોમેર વ્યાપેલા મૃત્યુના સામ્રાજ્યની વાત કવિ કરે છે. પ્રકૃતિને પણ કવિએ અહીં પ્રસંગને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 256 અનુરૂપ ભયાનક ચીતરી છે. ચેતનાનો સંચારવિહોણો, શૂન્યાવકાશ ચારેબાજુ સર્જાયો છે. સૌ અનંત સુષુપ્તિમાં છે. આચાર્યઘાતીને મુઠ્ઠીના પ્રપાતે અશ્વત્થામા મહાત કરે છે. રુધિરાંજલિ વડે પિતૃતર્પણ એ કરે છે. પુત્રો તથા ભાઈને મરાયેલા જોઈ પવનમાં કેળ કંપી ઊઠે, હાથીને જોઈ જળકમલિની ધ્રૂજી ઊઠે, ઉલ્કાપાતે નિઃશબ્દ રાત્રિ કમકમી ઊઠે, તેવી દ્વપદતનયાની અશ્રુધાર વહે છે. ને પછી એ મૂછ પામે છે. યુદ્ધની નિરર્થકતા સમજાય છે. કુંતી કહે છે. ભૂલી નથી પુત્રી લગાર હુંય જાણું જણ્યો જાય-નું દુઃખ શુંય” 179 યુદ્ધજન્ય વિનાશનું કવિએ હૃદયસ્પર્શી ચિત્ર દોર્યું છે. પાંચ પાંચ પુત્રે દ્રૌપદીની કૂખ ખાલી છે. ગાંધારીના પુત્રોય ગયા છે. કુલવિનાશ માટે સૌ પોતપોતાની જાતને દોષ દે છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી રણક્ષેત્ર પર મૃતવીરોનું અંતિમ દર્શન કરવા ગયેલા સ્ત્રીસમુદાયની હૃદયદ્રાવક વેદના “ગાંધારી' કાવ્યમાં વ્યક્ત થઈ છે. કૌરવ-વધૂના વિલાપ સાંભળીને જ ગાંધારીનું હૈયું હલી ઊહ્યું છે. મહેલોમાં સુખથી વસનારી પુષ્પકળી જેવી વધૂઓ રણક્ષેત્રમાં શોણિતથી ભીનાં થયેલાં શબોથી છવાયેલા રસ્તા પર ચાલે છે. કોઈક વળી પોતાના પતિના અસ્પષ્ટ મસ્તકને લઈ વિલાપે છે. કોઈક બેબાકળી સ્ત્રી પતિનું અંગ શોધી ન શકતાં વિષાદ અનુભવે છે. દુર્યોધનની પત્ની ભાનુમતી ગદાવિમુખ સૂતેલા મૃત પતિને ઉદ્દેશી વિલાપ કરે છે. ગાંધારીથી સુયોધન-છેદ ખાતો નથી. કર્ણની માતા રાધાનો વિલાપ પણ એવો જ દારુણ છે. જયારે કુંતી તો પુત્રના મૃત્યુ પર રડી પણ શકે તેમ નથી. ઉત્તરાનો વિલાપ ગાંધારીના હૃદયને હલાવી જાય છે. ગાંધારી પોતાનો આક્રોશ કૃષ્ણ પર ઠાલવે છે. નેત્રે નેત્રે નીતરે અશ્રુનેવ ના'વી તમોને શિશુઓની યે દયા?” 80 એક સ્ત્રી મૃત પતિને પૂછે છે, “કોના જ્યાથું કાય હોમી'? બીજી વળી એમની આવી દશા કરનાર ધર્મરાયને શોધે છે. એ બધી સ્ત્રીઓનું રુદન અંતર વલોવતી વેદનાને વાચા આપે છે. કારમી ચીસો, અર્ધદાવ્યાં ડૂસકાં હૈયું વલોવી નાખે છે. કવિ ગાંધારીના મુખે કહેવડાવે “જાણે ધરિત્રી હીબકાં ભરે છે” 81 ગાંધારી કૃષ્ણને, સામાન્ય માનવી જેવા મૃત્યુનો “અભિશાપ આપે છે, જેને વરદાન ગણી કૃષ્ણ સ્વીકારી લે છે. કવિ ઉમાશંકર ગાંધીજીના જીવન વડે મૃત્યુ અમર બની ગયાની વાત રેંટિયા બારશ' (૧૯૭૫)માં કરે છે. એમના શ્વાસનો પ્રેમળ ધાગો, એમના બલિદાને વિશેષ અમરત્વને પામે છે. | મનસુખલાલ ઝવેરીએ “અભિમન્યુ' કાવ્યમાં (‘ફૂલદોલ') અભિમન્યુના વીરત્વ સભર પરાક્રમ પછી દુશ્મનોના છલકપટ દ્વારા થયેલા મૃત્યુનું વેધક નિરૂપણ કર્યું છે. જાણે પાદપ્રહારે ધરણિ ધ્રુજાવતો કાળનો કાળ કૂદે” 182 અભિમન્યુનો આત્મા મહાજ્યોતિ બ્રહ્મમાં ભળી જતાં જગતમાં શોકસમુદ્ર છવાયાનું કવિએ કરેલું વર્ણન પણ અસરકારક છે. “અશ્વત્થામા યુદ્ધજન્ય વેદનાના ઓથારનું, ખાસ કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 257 અશ્વત્થામાની મનોદશા અને તેણે આચરેલી લીલાનું એક અનવદ્ય કાવ્ય છે. (‘ફૂલદોલ') અશ્વત્થામાને હૈયે ગત અઢાર દિવસમાં મૃત્યુમુખે હોમાયેલાંનાં હૃદય દઝાડતાં સ્મરણો છે. પિતાના ઘાતક, અઢાર દિવસમાં અનહદ સંહારલીલા આચરીને મૃત્યુ પણ થાકી જઈ મૌન બની ગયાનું કવિ કહે છે. કાવ્યની શરૂઆત તેમજ અંત બંને “મૃત્યુના મૌન'થી કવિએ કર્યા છે. મૂળે મોંએ પોતાનું કામ પતાવી ચાલ્યા જતા અશ્વત્થામાના દુરિતને કવિ આ રીતે વાચા આપે છે. “અંધારી રાત્રિનું હૈયું - ભેદીને મૌન મૃત્યુનું પાથરે અંચળો એનો - સૂનો આ સમરાંગણે” 183 જડચેતન બધું સ્તબ્ધ બની જતાં કવિ કહે છે. “મરણનું અહીં મૌન જ વ્યાપિયું ૮૪(ખ) કપટથી મરાયેલા પિતાના વધનો અવસાદ અશ્વત્થામા મુખે કવિ આ રીતે મૂકે છે. તે “ગયું ભરતગોત્રનું અનુપ છત્ર વાત્સલ્યનું પરાક્રમ પડ્યું, પડ્યો પુરુષકાર, સત્યે પડ્યું, અંતે બધીજ સૌમ્ય વૃત્તિઓને ત્યજી રુધિરની અંજલિ આપી પિતાનું તર્પણ કરવા અશ્વત્થામા તૈયાર થાય છે. રાત્રિની શૂન્યતાને સંહરતો દ્રૌહિ આગળ ધપે છે. મહાકાલની જીભ જેવું ભીષણ ખગ એણે ધર્યું છે. “ને સંચરે વૈર વિલીન ચિત્તે સંહારનો દેવ સદેહ જાણે” ૮૪(બ) ઊંઘતાં બાળકોના સુંદર વર્ણનના વિરોધમાં દ્રોણનું ભયાનક ચિત્ર મૂકી પુષ્પને રહેંસી નાખતા કરીન્દ્ર શા અશ્વત્થામાને કવિ સાક્ષાત “યમદેવ' કહે છે. કોમળ પુષ્પ સમાં બાળકો મૃત્યુની દેણામાં કેવાં ચવાઈ જાય છે? તેનું હૃદયસ્પર્શી વર્ણન કવિએ કર્યું છે. પવનની ધીમી લ્હેરખી સ્મિતભર્યા સૂતેલાં બાળકોની લટને લાડથી પંપાળે છે ને ત્યાં ધીરે ધીરે કમળ પાસે ધસી આવતા મદમસ્ત હાથી સમો દ્રાણિ પહોંચે છે. પાંચાલના કાળસમો એ મત્તકાલ અટ્ટહાસ્ય કરે છે. ઝીંકાઝીક કરી એણે ની એણે , સુખસંહાર આદર્યો ને બીજી જ પળે પાછો ઊડી અંધારમાં ગયો” 185 સૂતેલાઓને એક ઝાટકે મારી નાખ્યા પછી ધીરેથી અંધકારમાં એ અંધકારમૂર્તિ સરી જાય છે. ૧૯૩૯માં પ્રગટ થયેલા “આરાધના'નાં કાવ્યોમાં કવિ મનસુખલાલે ત્રણ જ દિવસના યુદ્ધનું વર્ણન કર્યું છે. બીજા દિવસના વર્ણનમાં ભીમના પરાક્રમની ગાથા વર્ણવી છે. ભીષણે મૃત્યુ પણ એના સ્મિતને લોપી શકે તેમ નથી, એમ કવિ કહે છે. અભિમન્યુ વડે દુર્યોધનનો પુત્ર લક્ષ્મણ મરાતાં “ત્રીજા દિવસના વર્ણનમાં “વીર ગતિને પામેલાના મરણનો શોક ન હોય' એવી જ્ઞાનવાણી ભીષ્મપિતામહ આશ્વાસન આપતી વખતે દુર્યોધનને સંભળાવે છે. સુદર્શન ચક્રને કવિ “મૃત્યમૂર્તિ કહે છે. શસ્ત્ર નહિ લેવાની પ્રતિજ્ઞા લેનાર કૃષ્ણને શસ્ત્ર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 258 લેવરાવનાર ભીખ વિજયી જ ને ? પોણા પાંચસો પંક્તિનું “મહાપ્રસ્થાન' ખંડકાવ્ય મનસુખલાલની સિદ્ધિ સમું છે. અહીં યુધિષ્ઠિરનું આત્મચિંતન રજૂ થયું છે. જેઓને અંતિમ વિદાય આપવી પડી છે, એ સૌને ભીની આંખે એ યાદ કરે છે. ને પરિતાપ અનુભવે છે. માનવવંશની બજતી મરણ ખંજરીને પણ એ ભૂલી શક્તા નથી. કાળના દેવસમા ભીખની મૂર્તિયે નજર સામે ખડી થાય છે. છ મહારથીઓએ ફૂલડા જેવા અભિમન્યુને રહેંસી નાખેલો એય એવું ને એવું યાદ છે. કાળો કેર મચાવતા, કાલાગ્નિની પ્રભા ધારણ કરતા દ્રોણાચાર્ય તો ભુલાતા જ નથી. કર્ણ નિઃશસ્ત્ર અવસ્થામાં હણાયો, એ દશ્ય નજર સામે તરે છે. “અશ્વત્થામા હતઃ બોલી પોતે આચરેલું જૂઠાણું યુધિષ્ઠિરને ધ્રુજાવી દે છે. પ્રપંચોની ઘોર પરંપરાઓ સામે જાણે ડાકલા વગાડે છે. “છૂંદીને કૂંપળો જેવી, યાજ્ઞસેનીની સંતતિ હાસતા દ્રોણિને આજે સ્થાળે છે રાય રોષથી” 18 વળી કપટવડે છુંદાયેલા દુર્યોધનની જંધાનું દશ્ય નજરે પડે છે ને ઘેરા વિષાદનો અનુભવ યુધિષ્ઠિર કરે છે. એક અંગ્રેજી કાવ્ય પરથી રચાયેલા કાવ્ય “અવાજો'માં વ્યાપક સંહારલીલાના પ્રત્યાઘાતોને કવિએ વર્ણવ્યા છે. આ કાવ્ય બીજા વિશ્વયુદ્ધની ભીષણતાને વાચા આપે છે. યુદ્ધમાં મૃત્યુ પામનારાના ચિત્કારો, અવાજોએ બાકી રહેલાની ઊંઘ હરામ કરી નાખી છે. એ અવાજોથી, એ ઓળાઓથી હિટલર ધ્રૂજી ઊઠ્યાનું કવિ કહે છે. હિટલરને એમ કે મૃત્યુ સૌ પર મૌનની મેખ મારી દેશે. પણ યમદેવને તો પોતે સર્વેસર્વા હોવાનું કોણ કહી શકે? સુંદરજી બેટાઈના વિશેષાંજલિ' સંગ્રહમાં પણ યુદ્ધજન્ય મૃત્યુની કરુણતાને શબ્દબદ્ધ કરી છે. પહેલા વિશ્વયુદ્ધ પછી ને બીજાના ભણકારાના સમયે વિશ્વવ્યાપી મૃત્યુને માણસની ભસ્માસુર પ્રવૃત્તિના પરિણામરૂપ કવિ ગણે છે. (“આ તે મૃત્યુ”) કવિને ચારેબાજુ જીવતા મોતનોજ ભાસ થતો, ને મૃત્યુના વિજયનો પણ. (“જીવતા મોતનો જય') “મૃત્યુમ્હોર્યું પ્રભાત'ની પીઠિકા પણ વિશ્વયુદ્ધ જ છે. ચારેય બાજુ પ્રસરેલા મૃત્યુની વાસનો કવિ અનુભવ કરે છે. “નિશાદર્શનમાં પશ્ચિમની હિંસાપૂજક સંસ્કૃતિનું લાઘવયુક્ત યથાર્થ વર્ણન કવિએ કર્યું છે. જલ, થલ, ને આકાશ ત્રણેય મૃત્યુની લીલાભૂમિ બને છે. ચારેય બાજુ મૃત્યુના ધ્વજ રોપતી, સ્વાર્થમાં માતેલી બનેલી માનવજાત પ્રત્યે કવિ રોષ વ્યક્ત કરે છે. કવિ માર્મિક કટાક્ષ કરતાં પ્રશ્ન કરે છે. “શાંતિની પ્રાપ્તિને માટે મૃત્યુ એ જ માર્ગ છે” ? ચારેબાજુ મંડાયેલી મૃત્યુની અવિવેકી પિશાચલીલાનો નિર્દેશ કરતાં કવિ કહે છે “સિંધુમાંય જગાડે છે, ટોર્નેડો મૃત્યુ ઝંખના” 180 જનારા કરતાં હયાત રહેનારની વેદના : વધુ દારુણ છે. આ ભયાનક વિનાશને કવિતામાં શી રીતે ચિતરવો? એની વ્યથા છે. કવિ સુંદરમ્, વતન કાજે ખપી જવાની તકને “સાફલ્યટાણું'માં બિરદાવી છે. (“કાવ્યમંગલા') દેશ માટે ઝઝૂમવાની, મરી ફીટવાની પળને કવિ અનેક જીવનોથીય મોંઘી ને યશભર્યા વિરલ મૃત્યુથી પણ મહાન ગણાવે છે. કર્ણના જીવન તેમજ મૃત્યુનું કાર્ય વ્યક્ત કરતા કર્ણ' (વસુધા) કાવ્યમાં જન્મથી જેને પરાક્રમ રગેરગમાં મળ્યું છે. એના ગુરુ પરશુરામે આપેલા અભિશાપને લીધે ઓસરતા પ્રભાવનું વેધક ચિત્ર સુંદરમે દોર્યું છે. જીવનના આધારસમી ધરિત્રીને આરાધવા જ્યાં કર્ણ નીચે ઊતરે ત્યાં કૃષ્ણના સંકેતથી પાર્થબાણ, છોડ પરથી ફૂલ ઊતારે એમ કર્ણનું શિર ઊતારી લે છે. કર્ણનો જન્મ અજાણ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #260
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 259 મૃત્યયં અસહાય સ્થિતિમાં થાય છે. હવે વિલંબાવ ન મૃત્યુ કર્ણનું, કૃણે કહ્યું, અર્જુનના નિપંગથી છૂટેલ અસ્ત્ર' શિર કર્ણનું ત્યાં ઊતારી લીધું યમ પુષ્પ વૃત્તથી 188 સંધ્યા સમયે યુદ્ધભૂમિ પર કર્ણનો વધ થાય છે. તેથી તો કવિ “પીગળ્યું વ્યોમ' કહે છે. સૂર્યને કર્ણના વધનો શોક થયો, ધરા ન પીગળી. ધરાની નિષ્ફરતાથી કવિ આઘાત અનુભવે છે. “શહીદ બનવામાં શહીદના બલિદાને સમગ્ર માનવસમાજની ભાવના તરીકે કવિ વર્ણવે છે. શહીદ બની મૃત્યુંજયી બનેલાની વીરગાથા ગાતા કવિ શહીદોનાં જીવન-મૃત્યુ બંનેને યશોદાયી ગણાવે છે. કૃષ્ણલાલ શ્રીધરાણી “આઠમું દિલ્હીમાં યુદ્ધજન્ય પરિસ્થિતિની વેદનાનો આક્રોશ ઠાલવે છે. (“કોડિયાં') જેમાં ગાંધીજીના મૃત્યુબલિદાનનો નિર્દેશ વેદનામય આક્રોશ દ્વારા અભિવ્યક્ત થયો છે. ભારતને જીવાડવા ગાંધીને મરવું પડ્યું. યુગપ્રભાવ પણ અહીં ખરો જ. દ્વિધા'માં કવિની દેશદાઝ પ્રગટ થઈ છે. જીવનનું વિશ્વ છોડી જવા નાયક ઉત્સુક છે, તેથી વિષાદ વ્યાપશે. પણ મૃત્યુને ખોળીને કવિ પાછા પુલકી ઊઠશે. “સપૂત'માં સ્વાતંત્ર્ય માટે મરી ફીટવાની ભાવના વ્યક્ત થઈ છે. દેશપ્રેમીઓ માટે મૃત્યુ, કાં સ્વાતંત્ર્ય, ત્રીજો વિકલ્પ નથી. જુવાન ડોસલાની દાંડીકૂચ વેળાની દઢતા અને સાત્વિક ખુમારીનું વર્ણન કરતાં કવિ કહે છે નાનકડા પુત્રો, તેમજ પત્નીને વીરો છેલ્લા જુહાર કરી નીકળી પડતા. “મુક્તિનો શંખનાદમાં કવિ શ્રીધરાણી સ્વાતંત્ર્યસંગ્રામના સંદર્ભમાં મૃત્યુને ભેટી અમર જીવન પામી જતા વીરોની વાત કરે છે. મૃત્યુ પામીને સાચા જીવનની અમરતા સિદ્ધ કરવા સ્વાતંત્ર્ય વીરો જઈ રહ્યાનું કવિ કહે છે. દેશકાજે મૃત્યુ પામવું એ જ ખરું જીવન. અહીં જીવન મૃત્યુ બની જાય છે, ને મૃત્યુ જીવન. આ વિપર્યય સધાતાં મૃત્યુ તથા જીવનની વ્યાખ્યા બદલાઈ જાય છે. “ખાલી ખપ્પરમાં વીરોના રક્તને લીધે ગંગાનાં પાણી લાલ બન્યાનું ને મરણ માટે સૌ અધીર બન્યાનું કવિ કહે છે. - ૧૯૬૯માં પ્રેમશંકર ભટ્ટ “મહારથી કર્ણ કાવ્ય લઈને આવે છે. કર્ણનાં વિવિધ પાસાંને ઉઠાવ આપી પાત્રના માનસિક સંઘર્ષનું સચોટ નિરૂપણ કવિએ કર્યું છે. “ઔદાર્યમૂર્તિમાં દેહની મૃત્યુંજયી રક્ષા સમા કવચકુંડળ ઇન્દ્રને આપી દીધાનો ઉલ્લેખ છે. વાત્સલ્ય'માં કર્ણને પાંડવપક્ષે લઈ આવવાના કુંતી તેમજ કૃષ્ણના પ્રયત્નો નિષ્ફળ જતાં વ્યાપેલા યુદ્ધના ઘોર ગર્જન તથા મૃત્યુનાં નિબંધ તાંડવના સામ્રાજયનું કવિ વર્ણન કરે છે. ગુરુજન, સત્ય અને ધર્મને યાદ કરી અર્જુન છેદાજો શીષ કર્ણનું' એમ બોલી “કાલાંતક જ દિવ્ય શું ? શસ્ત્રનો શિર પર પ્રહાર કરે છે. કાયાથી વિચ્છિન્ન થઈ કર્ણનું શિશ કડડડ કરતું પૃથ્વી પર છેદાઈને પડે છે. પાંડવોની સેનામાં હર્ષની ભવ્ય સરગમ વાગે છે. નિબિડ વનમાં આગ લાગી હોય એવી માતા કુંતી આ સમાચારે મૂંગી ભડભડ જાણે બળી રહી છે. અસહાય બની ગૂંગે મોંએ એને તો પુત્રામરણનું આ દુઃખ સહેવાનું. “મૃત્યુ' નામના કાવ્યખંડમાં કર્ણના મૃત્યુથી સમસ્ત પૃથ્વી પર તેમજ કૌરવોના હૃદયાકાશમાં અને કુંતીના માતૃહૃદયમાં પ્રવર્તતી દારુણ, શોકાકુલ પરિસ્થિતિનું કવિ પ્રકૃતિવર્ણન દ્વારા કરુણગંભીર ચિત્ર સૂચિત કરે છે. બંને પક્ષની કુલવધૂઓનાં અને કુલમાતાઓનાં આદો હૃદયભેદી છે. “આરંભો કર્ણનું શ્રાદ્ધ' “મહારથી કર્ણ કૃતિનો એક ખંડ છે. ઘનીભૂત થયેલો આ કરુણરસ એની પરાકાષ્ઠાએ તો ત્યારે પહોંચે છે, જ્યારે કુંતી યુધિષ્ઠિરને, કર્ણ જયેષ્ઠભાઈ હોવાથી એનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #261
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 260 શ્રાદ્ધ પહેલાં કરવાનું કહે છે. ને આ કરણની ઘેરી અસરતળે કાવ્ય પૂરું થાય છે. કુરુક્ષેત્રમાં ચારેય બાજુ સ્ત્રીઓનાં કંદનો, ને વિલાપોના હૃદયભેદક સ્વરો સંભળાય છે. ઉત્તરા ખંડિત શોકમૂર્તિ શી બની છે. ગાંધારી પુત્ર શોકે ત્રસ્ત છે. ને દ્રૌપદી પણ શિશુવધે ઉદ્વિગ્ન છે. કવિ કહે છે. “વહેતા ઝીલી સ્વર રુદનના મૂગું રૂવે સમીર” 189 શ્યામવસ્ત્રમાં સજ્જ કુંતી અશ્રુને રોધતાં યુધિષ્ઠિર પાસે જઈ હૈયામાં પ્રજવલિત શોકને, તથા અશ્રુને રોકી કહે છે. રોધી શોક હૈયામાં આરંભો શ્રાદ્ધ સત્વર પ્રથમ કર્ણનું - તારો હતો એ જયેષ્ઠ ભ્રાતર” 190() પોતાના પ્રથમ પુત્રનું શ્રાદ્ધ કરવાનું આ સૂચન છેક છેલ્લે કર્ણ પાંડવોનો મોટો ભાઈ હોવાના રહસ્યને ખુલ્લું કરતાં કરુણ અહીં વધુ ઘેરો બને છે. ૧૯૭રમાં પ્રેમશંકર ભટ્ટ અગ્નિજયોત' પ્રગટ કરે છે. અહી પણ મહાભારતનાં ભવ્ય પાત્રોનું ચરિત્રવર્ણન કવિએ કર્યું છે. દ્રૌપદી' કાવ્યમાં (‘વૈફલ્ય) કુરુક્ષેત્રમાં થયેલા વિનાશની કવિએ વાત કરી છે. યુદ્ધાંતે દ્રૌપદીના પાંચ પુત્રો હણી નાખનાર અશ્વત્થામાને હાજર કરવા દ્રૌપદી કહે છે. પણ જયારે મસ્તક નમાવી લજ્જિત અશ્વત્થામા દ્રૌપદી સમક્ષ ઊભો રહે છે ત્યારે સહોદર હણ્યો મારો, ફૂલ શાં શિશુ પાંચને છે વાઢીને ઊંઘતાં રાત્રે, નિઃસંતાન કરી મને” ૧૯૦(બ) દ્રૌપદીનાં ડૂસકાં વધતાં જાય છે. પણ મૃત્યુદંડે વળે વૈર કાળ કે બદલે ક્રમ? જ હિંસાથી જન્મતો હર્ષ ? ક્યાં લગી સેવવો ભ્રમ?” (અગ્નિજયોત-રર) કૃષ્ણનાં આ વેણથી દ્રૌપદીનો હૃદયદમ્ય શોક ઓથાર સહેજ દૂર થાય છે. “વિદાય' ખંડમાં પાંડવોના હિમાલયગમન તથા સ્વાર્ગારોહણ યાત્રાના પ્રસંગને વર્ણવ્યા છે. દ્રૌપદીના નેત્રામાં ભૂતકાળના સંહારના ભયાનક રૂપની ચિત્રાવલી છે. અઢાર અક્ષૌહિણીને (યોદ્ધાઓને) ચાવી ગયેલી કાળની કરાલ દંષ્ટ્રા યાદ આવે છે. વિદાય દો જીરવી ના શકું જય ન જાયે કદિયે, નવ મૃત્યુનો ભય” 195 પશ્ચાત્તાપના અગ્નિમાં શેકાતી દ્રૌપદી કહે છે “વિદાય દો ચેતન હા હરાય છે વાયુ વડે દીપક આ બૂઝાય છે” 192 હિમાદ્રિઅંકે વિરચંત અગ્નિના | સૌભાગ્ય-કંકુ લસતું લલાટમાં”૧૯૩ મૃત્યુ સમયે દ્રૌપદીના ભાલ પ્રદેશમાં સૌભાગ્યચિહન સમો કંકુનો ચાંદલો શોભતો હતો. દ્રૌપદીની નિર્જીવ કાયા સ્વયં હિમાલયનું સૌભાગ્ય, સુશોભન બની રહે છે. દ્રોણ” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #262
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 261 કાવ્યમાં (“અસ્તાચલ') સાક્ષાત્ યમમૂર્તિ બનેલા દ્રોણનું વર્ણન કવિએ કર્યું છે. ચારેબાજુ મૃત્યુનું તાંડવ સર્જાતાં પોતાના પરનું કલંક ભૂસવા દ્રોણ અર્જુનને હણવા તૈયાર થાય છે. કિરીટીનું મૃત્યુ હાથવેંતમાં લાગે છે. “અશ્વત્થામા હાથી મરાતાં “અશ્વત્થામા' યુદ્ધમાં મૃત્યુ પામ્યા'નો શોર ચારે બાજુ થતાં યુધિષ્ઠિરના અર્ધસત્યે દ્રોણ શસ્ત્ર નીચે ફેંકી દે છે. ને તેઓ સમાધિસ્થ થતાં ધૃષ્ટદ્યુમ્ન “માટીના પિંડને ભીના કુંભાર જેમ ટીપતો દ્રોણના શીર્ષને તેમ મૂકીને ખડ્ઝ ઝીંક્તો” 194 તુષારસમી દ્રોણની શ્વેત જટાને ધૃષ્ટદ્યુમ્ન હાથમાં ઝાલી દ્રોણના મસ્તકને વાઢી નાખે છે. વૃક્ષડાળ પરથી ફળ પડે, તેમ દ્રોણનું શિર નીચે પડે છે. “ભીષ્મ' કાવ્યમાં ભીખની આયુષ્યભરની બાણશય્યાનો ઉલ્લેખ કરતાં કવિ શિખંડીને તો ભીખના મૃત્યુનું માત્ર નિમિત્ત કહે છે. બાણશય્યા પર સૂતેલા તેઓ મૃત્યુના આગમનની ઘડીઓ ગણતા હતા. પવનમાં ખખડતાં પાનમાં જાણે મૃત્યુનું બીન બાજતું સંભળાતું. સ્મૃતિઓની વેદના તીર્ણ બાણની જેમ ભીષ્મને વીંધતી. અર્જુન-પુત્રની છલ વડે કરાયેલી હત્યા યાદ આવે છે. હ્યાં ઉત્તરા કંકણ નંદવે, ને કુંતી, સુભદ્રા, બની મૂછિત ઢળે” 195 કરુણાપૂર્ણ નેત્રે યુધિષ્ઠિરની વંદના તેઓ ઝીલે છે. ઉત્તરાયણના સૂર્યની તેઓ પ્રતીક્ષા કરે છે. એને પ્રણામ કરી પછી નાશવંત દેહને છોડવા તેઓ સંકલ્પ કરે છે. સમગ્ર જીવન પરિતાપમાં વીતાવનાર ભીખનું શિખંડીએ તો માત્ર દેહમૃત્યુ આપ્યું. સ્વેચ્છામૃત્યુને વરેલા ભીખ સ્વેચ્છાએ શાંતિથી મરી પણ ન શકે એવું બન્યું. ગાંધીયુગના ઘણા કવિઓએ યુદ્ધજન્ય મૃત્યુવેદનાને વાચા આપી છે. દેવજી મોઢાનું યુદ્ધદેવતાની વેદિ પર યુદ્ધજન્ય પરિસ્થિતિ પરના કટાક્ષનું કાવ્ય છે. સૌને અકાળે કંકાલ બનાવનાર જમદૂતે ફૂલ બાળ્યાં હોવાનું કવિ કહે છે. 2. વ. દેસાઈ પણ “પ્રલય' કાવ્યમાં સર્વત્ર મૃત્યુ જાગ્યાની વાત કરે છે. વતન કાજે શહીદ થનારાની ભસ્મમાંથી શાશ્વત વસંત પ્રગટવાનો કવિનો આશાવાદ “શહીદની ભસ્મ'માં વ્યક્ત થયો છે. “અર્ચન'ના કવિ પ્રબોધ પારાશર્ય એકસોબાવન પંક્તિમાં વિસ્તરેલું “યુદ્ધાન્ત' કાવ્ય આપે છે. શરૂમાં મહાભારતના યુદ્ધમાં ખપી ગયેલા સર્વ મહારથીઓના ઉલ્લેખ સાથે કરાયેલા મૃત્યુના તાંડવનું ભીષણ ચિત્ર છે. મૃત્યુશધ્યાએ કણસતા દુર્યોધનને હવે મૃત્યુ સિવાય કોઈ ઝંખના રહી નથી. કાદવ ખૂંદીને જયછાવણી પ્રતિ ચાલ્યા જતા કૃષ્ણસહિત પાંડવોના છેટેથી સંભળાતા પદઘોષ અને દુર્યોધનના મૃત્યુ સમયનું વર્ણન ભાવકના હૃદયમાં સહાનુભૂતિ જન્માવી જાય છે. મૃત્યુને બિછાને પડેલો દુર્યોધન યુધિષ્ઠિરની દયા, શાંતિ અને અનુકંપા પામતાં તરી ગયાનો અનુભવ કરે છે. “થીજેલા મોતની દાઢે. ચોંટેલા દંત-મધ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 262 કુરુસૈન્ય પર દષ્ટિ ફેંકી શ્રીકૃષ્ણ ઉચર્યા અસહ્ય દુ:ખે નિજ મૃત્યુ ઝંખું” ૧૯૨(બ) રાજ્યસિંહાસન ભણી પગલાં માંડતાં યુધિષ્ઠિરને સત્કારવા ત્યાં કોઈ નથી ને ઘરો બધાં મંગલચિહ્નો વિહોણાં છે. “સૌભાગ્યહીણાં કુલલક્ષ્મી લોચનો મા બાપ લ્હોતાં મૃત પુત્રને સ્મરી” 19 (બ) કવિ ગોવિંદ સ્વામી “૧૮૯૮ની વૈશાખની મધરાત' (18/4/42) કાવ્યમાં છેલ્લા મહાયુદ્ધ સમયે યુદ્ધની ભઠ્ઠીમાં ઉકળી રહેલા જગતનું, તથા દશે દિશાએ બાજ શા વાયુયાનોએ સળગાવેલી પ્રચંડ હોળીનું ચિત્ર આપતાં અકાંડ મૃત્યુ ચીસને ઉર ઠારતી ચીસ ગણાવે છે. | દુર્ગેશ શુક્લનાં કાવ્યો (‘ઝંકૃતિ') મહદ્અંશે ક્રાંતિનો ઉદઘોષ લઈને આવે છે. ૧૯૪રનો એ સમય ગાળો જ એવો કે સૌનાં રુધિર ખળભળી ઊઠે. “ક્રાંતિક્ષણમાં ઝેરી હવા, અગણ રોગ અને મૃત્યુઓળાઓની કવિ વાત કરે છે. “ક્રાંતિનું રૂપ'માં વિશ્વસંહાર માટે ધસતા મનુજ મગતરાંનો ઉલ્લેખ કરી લીલું સૂકું બધું પ્રજાળતા રૂઠેલા કાળનેય કવિ યાદ કરે છે. ગાંધીયુગ અને અંજલિકાવ્યો - ગાંધીયુગનાં અંજલિકાવ્યો યુગપ્રતિબિંબનાં કાવ્યો પણ છે જ. મેઘાણીનાં કાવ્યોમાં સ્વાતંત્ર્યસંગ્રામના તથા વીરત્વના સંદર્ભમાં મૃત્યુનું નિરૂપણ વિશેષ થયું છે. કવિ મેઘાણીએ ભગતસિંહની શહાદતને ભરપૂર વત્સલતાથી લાડ લડાવ્યા છે. મુખ પર હજુ તો જનનીનાં ધાવણ ચોટેલાં, એ ભગતસિંહે કાચી કળી જેવી ઉંમરમાં શહાદતની, મૃત્યુની ભભૂત ચોળી. કવિ કહે છે એને ફાંસી નથી અપાઈ. “કૂલમાળ' પહેરાવાઈ છે. સામે ચાલીને એ મૃત્યુને પોંખણે ગયાનું કવિ કહે છે. “ભરભર છાંટું અંજલિ' (‘એક્તારો)માં કવિ મેધાણી રાજસ્થાની પ્રજાના સેવક સ્વ. મણિભાઈ ત્રિવેદીની યાદમાં મરસિયા જેવું ગીત આપે છે. પુષ્પ સમું આવી જઈ અનેરી ફોરમ મૂકી જનાર ત્રિવેદી જવાથી તંબૂરના તાર તૂટી ગયાનો અનુભવ કવિ કરે છે. - કવિ સ્નેહરશ્મિને “બાપુજતાં' (પનઘટ) મોટા ઘરનો મોભ તૂટી પડ્યાની વેદના થઈ હતી. ગાંધીજીના મૃત્યુને તેઓ “મહામૃત્યુ' કહે છે. બાપુ જતાં એમને ઋત, પ્રેમ, ત્યાગ, સત્ય, શીલ, સોહાગ, બધું ચાલ્યું ગયાની અનુભૂતિ થાય છે. જાણે મૃત્યુનો માનવી પર વિજય ન થયો હોય? “મૃત્યુ ! આ જ હા જીતી ગયું તું, સભર તારો અંક 197 કવિ કહે છે, ગાંધી જતાં મૃત્યુનો ખોળો ભરાઈ ગયો. એ તૃપ્ત થઈ ગયું. પણ બાપુની અમરતા પર કવિને વિશ્વાસ હતો તેથી એમના દેહને હરી જનાર મૃત્યુની એમને પરવા નહતી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના અવસાન નિમિત્તે લખાયેલાં “આવશો કઈ ઉગતી બીજે' તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 263 પંખી મારું ઊડી ગયું. સામાન્ય પ્રકારની શ્રદ્ધાંજલિઓ છે. ('ક્ષિતિજે લંબાવ્યો ત્યાં હાથી) મૃત્યુની દિશા એમને કોણે બતાવી’ ? એવો સાવ સામાન્ય પ્રશ્ન કવિ સ્નેહરશ્મિએ પૂછયો છે. અનિરુદ્ધરૂપી પંખી કોઈ અગમ્ય આકાશમાં ઊડી ગયાનું કવિ કહે છે. પંખી કલરવગાન કરી ચાલ્યાં જાય છે, ને એ માળને સૂનો બનાવી દે છે. | કવિ ઉમાશંકરે (‘નિશીથ') મરહુમ ખાનસાહેબ અબ્દુલ કરીમખાંને અંજલિ આપતાં સંગીતકલા, તથા કલાકારની સુંદરતાને બિરદાવી છે. તેઓ જતાં સ્વરો નિરાધાર બન્યાનું કવિ કહે છે. ડિલન ટોમસના અકાળ મૃત્યુ પ્રસંગે ઉમાશંકરે “કવિનું મૃત્યુ' (‘વસંતવર્ષા) કાવ્ય રચ્યું. કિલ્લોલતું એ કવિહૃદય એકાએક મૌનને ખોળે જઈ બેઠું. પણ ધરતી પર તો એ હૂંફનું મઝાનું આચ્છાદન મૂકી ગયું. પ્રવાસમાં વચ્ચે લાઠી સ્ટેશન આવતાં સહજ રીતે કવિને કલાપીની યાદ સતાવે છે. એ યાદમાં “લાઠી સ્ટેશન પર' (16/1048) કાવ્ય રચાયું. હૃદયની સ્નેહગીતા આલાપનારને કવિથી આપોઆપ કાવ્યાંજલિ અર્પી દેવાય છે. રડો ન મુજ મૃત્યુને' કાવ્ય આમ તો ગાંધીજીના મૃત્યુસંદર્ભે લખાયેલું, પણ અનુભૂતિ અહીં કવિના પશ્ચાત્તાપની વ્યક્ત થઈ છે. ગાંધીજીનું ઉર વીંધાતાં માત્ર રક્તધારા જ નહિ, પ્રેમધારા પણ ઉછળતી હતી. ગાંધીનું મરણ તો પાવન હતું. કવિ કાંઈ એમના મરણને નથી રડતા. તેઓ તો પોતાના કલંકમય દૈન્યને રડે છે. ગાંધીજીની હત્યાને સમગ્ર માનવજાતના કલંક તરીકે કવિ ગણાવે છે. “શેક્સપિયરને (મહાપ્રસ્થાન') અંજલિ આપતાં શેક્સપિયરનાં નાટકોને માનવની આત્મકથા તરીકે ને મૃત્યશીલ સંસારની અમૃતાભિષિક્ત છબી તરીકે કવિ બિરદાવે છે. મૃત્યુશીલ સંસારમાં નાટકદ્વારા શેક્સપિયરે અવનિનું અમૃત આપ્યાનું કવિ કહે છે. "5, 16' (‘પાંચને સોળ') કાવ્ય શેલિને અપાયેલી અંજલિ છે. ઓક્સફર્ડ બોડલેયન લાઈબ્રેરીમાં શેલિની ઘડિયાળમાં અછોડાને છેડે કવિના ને મેરીના સીલ્સ છે. ઘડિયાળમાંની ૫૧૬ની મુદ્રાને કવિ ત્રિકાળની મૃત મુદ્રાના અંકન તરીકે ઓળખાવે છે. જેના સાંકળ છેડલે કવિની અમર મુદ્રા દેખાય છે. “લઘુ શી જિંદગી તો વહી ગઈ... ને છતાં જગતની પડદાને ચીરી દઈ સ્વર્ગ બારણે કવિનો નવરો હૃદય ટહુકો હંમેશ ગુંજયા કરે છે. “મહામનાલિંકન' (146/1965) કાવ્ય લિંકનની મૃત્ય-શતાબ્દીએ રચાયું. લિંકનના જીવન તથા મૃત્યુ બંનેને બિરદાવાયું છે. લિંકનને મળેલા મૃત્યુના વરદાનનો મહિમા કવિએ વર્ણવ્યો છે. જીવનમાં તો સાદગી ખરી, મૃત્યુમાંય ખરી એવા “તોસ્તોયની સમાધિએ' દર્શને જતાં કવિ ટોલ્સ્ટોયની કબરને સાદગી ને માનવ સદ્દભાવનાના પ્રતીક તરીકે ઓળખાવે છે. સારસ્વતમૂર્તિ નર્મદને બિરદાવવા “કલમને નર્મની પ્રાર્થના” કાવ્ય રચાયું. એકસો પચીસમા જન્મદિને કવિ નર્મદની યુદ્ધભેરીને બિરદાવે છે. નર્મદની દિલાવરીને કવિ અંજલિ આપે છે. “ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી તથા એમનાં સર્જનોને અંજલિ આપતાં એને એક બૃહત્ મનોરાજ્ય તરીકે ઓળખાવે છે. અશેષશબ્દમાધુરી'માં કવિ ન્હાનાલાલને અંજલિ આપતાં કવિ અમદાવાદના ઘોંઘાટિયા વાતાવરણના વિરોધમાં ન્હાનાલાલની સંગીતમયતાને મૂકી આપે છે. ને તેઓએ આપેલી આત્માની અમોઘ મહેકનો નિર્દેશ કરે છે. માત્ર સર્જક જ નહિ, સ્વજન તરીકેય “પાઠક સાહેબને અંજલિ અર્પતાં કવિ સદ્ગતની સૂક્ષ્મદર્શી શુચિ અને વિરલચિત સાજને યાદ કરે છે. “આઈન્સ્ટાઈન અને બુદ્ધને અંજલિ આપતાં, બંનેયે નિર્વાણ ચીંધ્યાનું કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #265
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 24 એકે માનવની અંતરવાસનાનું શમન કર્યું. તો બીજાએ બાહ્ય જગતલીલાના સકલ સંક્લનની યુક્તિ પ્રબોધી. ન જવાહરલાલના ગુલાબસમા હૃદયને, મેરુ જેવા ધર્યને, પ્રચંડ પુરુષાર્થધોધને, નભસમાન ઊંડા સ્વપ્નોને બિરદાવતાં “અજબ માનવ્યપુષ્પ' તરીકે ઉમાશંકર જવાહરલાલને અંજલિ અર્પે છે. તો સદ્ગત પ્રિયકાંતની સ્મૃતિમાં “કવિ કાવ્ય રચાયું (ધારાવસ્ત્ર') જેમાં પ્રિયકાંતની આંખોમાં સદાય છલકતા પ્રેમના નાયગરા ધોધને ઉછળતો જોવાની કવિ વાત કરે છે. ને એ જ તો બની જાય છે કાવ્યઝરો કવિ કહે છે, પ્રિયકાંતની આંખોમાં સદા કાવ્ય વંચાતાં. કવિ ઓડનના મૃત્યુથી તીવ્ર, આઘાત અનુભવતાં કવિ કહે છે “કાળ જ્યારે ઘા કરે છે, ત્યારે કશુંય જોવા બેસતો નથી' (“કવિ ઓડેન”) “પાબ્લો નેરુદાનું મૃત્યુમાં ઉમાશંકરે કવિતાને કવિના રુધિરની નિમિત્ત કહી છે. ચીલીના પ્રલંબ કિનારે મહાપ્રાણ કવિની ચેતનાના પ્રશાંત મહાસાગરના ઘોડાનો હણહણાટ, ને ઇતિહાસની કેડી પર પડઘાના અશાંત ડાબલાની કલ્પના કવિ કરે છે. જાન્યુઆરી ને એમાંય ત્રીસમી તારીખ, ઠંડાગાર હૃદયમાંથી વિશ્વ જેવડા પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતા રક્તના ટપ-કાનો નિર્દેશ જાણે ગોળીએ વીંધાયેલા ગાંધીના હૃદયમાંથી ટપકતા તાજા રક્તબિંદુને અરાવે છે. (“જાન્યુ. 30) મુજીબની આંખોની દૈવી ચમકને કવિ મૃત્યુની પેલે પારથી આવેલા માનવની ચમક તરીકે ઓળખાવે છે. મુજીબની હત્યા, ઇતિહાસ પણ મોં સંતાડી દે એવી હોવાનું કવિ કહે છે. “રહે તોય વીર કવિ રાષ્ટ્રપ્રસૂતિની ક્ષણે અપલક આંખે જાગી મૃત્યુના થડકારા ગણી રહેલી થડ, થડ, થડ....” 98 તો ગાંધીજીના જીવન વડે મૃત્યુય અમર બની ગયાની વાત રેંટિયા બારશ” “૧૯૭પમાં કરાઈ છે. ઇન્દુલાલ ગાંધીનાં ‘રે ક્ષણ' અને “મહાઅધ્ય” બંને ગાંધીજીની હત્યાના શોકમાં લખેલાં કાવ્યો છે. ગાંધીજીના મૃત્યુને “ભવ્ય' ગણવા છતાં, કવિ એમ માને છે કે, ગાંધીજીના મૃત્યુએ સમગ્ર પૃથ્વી અનાથ બની ગઈ. મૃત્યુદેવ કાળની કામળી ઓઢીને આવ્યાનું કવિ કહે છે. (‘મહાઅર્થ') “કવિ ન્હાનાલાલને' અંજલિકાવ્ય છે. (‘ઉત્તરીય) ન્હાનાલાલની ગુણપ્રશંસા કવિએ કરી છે. તેમ છતાં ન્હાનાલાલ વિનાની સાંજને તો કવિ ફિક્કી જ ગણાવે છે. મૃત્યુને હંમેશ મંગલ માનનાર, આકાશ અને પૃથ્વીની સાથે પ્રેમનો નાતો બાંધનાર રવીન્દ્રનાથને અંજલિ આપતાં ‘શતદલપા') સદ્ગત કવિને અલૌકિક ઊધ્વગામી ગાનવાળા “કમલ' તરીકે કવિ બિરદાવે છે. ગાંધીમૃત્યુ સંદર્ભે રચાયેલા “રડું હું તે કોને? કાવ્યમાં કવિ મનસુખલાલ ઝવેરીએ ગાંધી મૃત્યુને લીધે થયેલા આઘાતની અનુભૂતિ વર્ણવી છે. ગાંધીજીના મૃત્યુનો શોકવિલાપ ધરિત્રીએ હીબકાં ભરી કર્યાનું કવિ કહે છે. કાળને પણ પછી તો ગાંધી હત્યાનો પસ્તાવો થયાનું કવિ કહે છે. “વિજય માનવ્યનો'માં પણ મનસુખલાલ ગાંધીજીને એ અંજલિ આપી છે. ગાંધીનું જીવન અને મૃત્યુ બંનેને કવિ માનવ જાતનો વિજય ગણાવે છે. ગાંધી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 265 મરીને અમર બન્યાનું કવિ કહે છે. પાઠક સાહેબ માટે સદ્ગતની વાંછનારૂપે મિત્રરૂપે મૃત્યુ આવ્યાની વાત કવિ પાઠકસાહેબને'માં કરે છે. (‘અનુભૂતિ) “મૃત્યુ તો પ્રકૃતિ જીવિત માત્ર કેરી’ એ સત્યની પ્રતીતિ પળે પળે થવા છતાં કવિહૃદયનું ધૈર્ય ડગી જાય છે. પાઠક સાહેબના મૃત્યુનો શોક નથી. પણ તેઓ જતાં બ્રાહ્મણત્વ' ગયાથી પોતે રંક બની ગયાનું દુઃખ કવિ વ્યક્ત કરે કવિ પૂજાલાલ “શહીદ શ્રદ્ધાનંદ' કાવ્યમાં અજબ ખુમારીથી ભારત કાજ ફના થઈ ગયેલા શ્રદ્ધાનંદને અંજલિ અર્પે છે. શ્રદ્ધાનંદની શહીદીને યાદ કરતાં કવિ હૈયું દ્રવી ઊઠે છે. (‘પારિજાત') સદા સુધામાધુકરીથી ઉભરાતા હૃદયવાળી માને અંજલિ આપતાં કવિ માને જગતના વિષસમુદ્ર વચ્ચેય અમૃતની સરિતા વહાવનારી નંદન સુખકારી વ્યક્તિ તરીકે ઓળખાવે છે. (‘મા') ૧૯૫૯માં “ગુર્જરી' સંગ્રહ પ્રગટ કરનાર કવિ પૂજાલાલે મોતીભાઈ અમીન, સરદાર વલ્લભભાઈ, રવિશંકર, બલુચાચા, દરબારશ્રી ગોપાળદાસ, પુરાણીભાઈઓ ડૉ. ચંદુલાલ કનૈયાલાલ મુનશી, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, ગિજુભાઈ, જેવી વદ્યવિભૂતિઓને અહીં અંજલિ આપી છે. “સ્વ. મોતીભાઈ અમીનને પૂજાલાલે પૃથ્વીને પટલે પ્રકટેલા મહામોતી ગણાવ્યા. સૌને આશિષ આપવા માટે જ સર્જાયેલું એ મોતી, માનવ મહેરામણની આંખમાં મસ મોટાં અથુ મૂકીને ચાલ્યા ગયાનું દુઃખ અહીં વ્યક્ત થયું છે. સરદાર વલ્લભભાઈને' અંજલિ આપતાં કવિ તેમને સ્વમાની છતાં માનવતાસભર માનવ તરીકે વંદે છે. “દરબારશ્રીમાં પણ અંદરની મોટાઈ લઈ જન્મેલા સરદારને અંજલિ અપાઈ છે. “ડૉ. ચંદુલાલ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પતાં કવિ તેમને ફાંકડા મરદ, ને ભૂલથી પણ કોમળ માનવ તરીકે સન્માને છે. “શ્રી કરુણાશંકર ભટ્ટ' પૂજાલાલે ગુરુને આપેલી અંજલિ છે. જેમાં ગુરુની સત્ સાધના તથા શસ્ત્રનિપુણતાને બિરદાવાઈ છે. “મહર્ષિ દયાનંદ સરસ્વતી'ને કવિ સમગ્ર સૌરાષ્ટ્રના સિધ્ધાર સમા પ્રતિનિધિ તરીકે વર્ણવે છે. મહાત્મા ગાંધી' મૃત્યંજય ગાંધીને અપાયેલી અંજલિ છે. ગાંધીજીની નિર્ભયતાનો એમાં નિર્દેશ થયો છે. “સ્વ. ગિજુભાઈ બધેકાને અંજલિ આપતાં કવિ પૂજાલાલે આકાશ સુધી સત્ય, શિવ, સુંદરતાના પડઘા પાડતી મુક્તિના એ મહાનદની યજ્ઞભાવનાને તેમ જ સાચી શિક્ષણયાત્રાને બિરદાવી છે. વિપ્નભર્યા પંથે પ્રયાણ કરી સુરસદનમાં પહોંચેલા શહીદોને સ્વાતંત્ર્યના શહીદો'માં અંજલિ અપાઈ છે. મા વિના સૂનકારનો અનુભવ કરતું કવિચિત્ત “સગત” માને મળવા આતુર છે. (“મા”). ૧૯૬૨માં પ્રગટ થયેલા “વૈજયંતી' સંગ્રહમાં ફક્ત એક જ કાવ્યમાં મૃત્યુસંદર્ભ ગૂંથાયો છે. એક અંજલિ' ગાંધીજીના મૃત્યુને અપાયેલી અંજલિ છે. ગાંધીજીની ગુણપ્રશસ્તિ રજૂ થઈ છે. હિણે હાથે મોતની ઝેરી ગોળી છોડવાથી હતવંત ગાંધીજી હણાયાનો આઘાત નિર્દેશાયો છે. ૧૯૭૪માં “મા ભગવતી' નામનું તર્પણકાવ્ય, અરવિંદાશ્રમનાં માતાજીના અવસાન નિમિત્તે રચાય છે. 1974 નવેમ્બરની ૧૭મી તારીખે સાંજે મા ભગવતીએ સૌની વચ્ચેથી ચૂપચાપ વિદાય લીધી. જોકે સ્કૂલ શરીરની અપૂર્ણતાઓમાંથી નીકળીને ચિદંબર સ્વરૂપે ધ્યેય સિદ્ધિ અર્થે પૂર્વવત પ્રવૃત્ત હોવાનું કવિ પૂજાલાલ માને છે. દેહનો વિલય થવા છતાં તેઓ માંગભરી મૃત્યુંજયીરૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #267
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 266 હોવાનું અનુભવતા “ને જેને જન “મૃત્યુ” એમ વદતા ત્યારેય તું પારમાં રાજે જીવન-મૃત્યુ પાર સ્થલ ને કાલાદિની પાર મા” 199 “સોપાનિકાસંગ્રહમાં પૂજાલાલે કવિશ્રી બોટાદકરને અંજલિ આપી છે. અહીં સદ્ગત કવિના ઉદાત્ત અભિલાષોને સ્મર્યા છે. ૧૯૮૦માં પ્રગટ થયેલા “કાવ્યકેતુ'માં ત્રણેક સ્મરણાંજલિઓ ભાવની સચ્ચાઈને કારણે નોખી તરી આવે છે. જેમાં શ્રી કરુણાશંકર (માસ્તર) શ્રી અરવિંદાનુયાયી સારાભાઈ તથા કર્ણાકટના શ્રી અરવિંદભક્ત શ્રી ગૌડને અપાયેલી અંજલિઓ છે. “વિપ્રવરમાં ગુરુ શ્રી કરુણાશંકરને શ્રદ્ધાંજલિ અર્પતાં, તેઓ નામથી નહિ, ગુણથી મહાવિપ્ર હોવાનું જણાવે છે. ગુરુની ગુણગાથા કવિએ ગાઈ છે. સ્મરણાંજલિ' સારાભાઈ દોશીના અવસાન નિમિત્તે અપાયેલી “અંજલિ' છે. (128) 1905 જન્મ, 10/7/1958 મૃત્યુ) ૧૦મી જુલાઈએ તેઓ સમુદ્ર સ્નાને ગયા, ને એ કાળસમુદ્ર’ એમનો ભોગ લીધો. પણ પછી કવિ પોતાના મનનું સમાધાન આ રીતે કરે છે. આ દેહનું કામ પૃથ્વી પર સમાપ્ત થાય ત્યારે એમાંનો નિત્ય મુક્ત આત્મા સ્વધામે સંચરે છે. “તે વારે અબ્ધિને આરે આ વિધિએ વેર વાળિયું 30 કર્ણાટકના વિખ્યાત જમીનદાર કુટુંબમાં જન્મેલા “શંકર ગૌડના પાંચમી ઑગસ્ટ ૧૯૫૦ને દિવસે થયેલા સ્વર્ગવાસ નિમિત્તે અપાયેલી અંજલિમાં કવિ મૃત્યુને માનવીના મોટા ભ્રમ તરીકે ઓળખાવે છે. ઊધ્વ વિરાજતા એ શુભાત્મા માટે પ્રેમાÁ પુષ્પાંજલિ અર્પે છે. “અંતિમતંતુ' કાવ્ય સુંદરજી બેટાઈએ સ્વ. નરસિંહરાવના દોહિત્ર પ્રેમલના અવસાન નિમિત્તે રચ્યું. એકમાત્ર જીવનતંતુ સમા પ્રેમલનું અવસાન થતાં ભાંગી પડેલા નરસિંહરાવની વ્યથાને અહીં વાચા અપાઈ છે. “વાઘનાશ' કાવ્ય નરસિંહરાવના અવસાન નિમિત્તે લખાયું. જેમાં કવિના સર્જકત્વને અંજલિ અપાઈ છે. પ્રેમલના અવસાને કવિના કાવ્યવાઘે અતિકરુણ ગાન છેડ્યું. વાદ્ય તૂટી ફૂટી શીર્ણ થવા છતાં એનું વિરાટ સંગીત લુપ્ત નથી થતું, એવી નરસિંહરાવની શ્રદ્ધાને અહીં કવિ યાદ કરે છે. - “કાવ્યમંગલા'ના કવિ સુંદરમે “ત્રિમૂર્તિ' કાવ્યમાં બુદ્ધ, ઈસુ અને ગાંધીજીને અંજલિ અર્પે છે. પ્રથમ બેમાં બુદ્ધ અને ઇસુના બલિદાન સંદર્ભે અંજલિ અપાઈ છે. “ઇસુ' કાવ્યમાં ઈસુના બલિદાનને વંદવામાં આવ્યું છે. સં. ૧૯૮૭ના “પ્રસ્થાન'માં શ્રાવણ અંકમાં ગૂજરાત વિદ્યાપીઠના સંગીતના માજી અધ્યાપક સ્વ. શંકર દત્તાત્રેય પાઠક (વાયોલીન વાદક)ને અંજલિ આપી છે. અમૂર્ત અનંતમાંથી મૂર્તતા પામેલ પાઠકનું સંગીત, જીવનસંગીત પાછું અમૂર્તમાં (અનંત)માં સમાઈ ગયાનું કવિ કહે છે. “કસ્તુરબા” કાવ્યમાં સાચા અર્થમાં ગાંધીજીની જીવનસંગિની બની રહેનાર કસ્તુરબાને અંજલિ અપાઈ છે. એ નારીનાં સ્નેહદાનને યાદ કરી એમને પામી મૃત્યુ ધન્ય થયાની વાત કવિ કરે છે. “અહો ગાંધી’ ગાંધીજીને અપાયેલી અંજલિ છે. પ્રભુની કરુણાએજ સનનન.... એમને વીંધીને આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 267 સંસારની વેદનામાંથી મુક્ત કર્યાનું કવિ કહે છે. “કવિ ન્હાનાલાલને અંજલિ આપતાં મંગલમય મૃત્યુની સ્તુતિ કવિ કરે છે, ને “ગુર્જરકુંજ મોરલો' એમના ઈષ્ટધામે દેવોનું અમૃત પામે એવી કવિની અભ્યર્થના વ્યક્ત થઈ છે. યુવાન કવિ ગોવિંદ સ્વામીનું મૃત્યુ સુંદરમ્ પાસે પ્રશ્નાર્થ બનીને આવે છે. કમનીય વાસંતી પ્રભાતે ઉમંગભેર ટહેલવાની મનોરમ ઘડીએ કવિની કાંધે શબ બની ચડવાનું એણે પસંદ કર્યું. જલતરંગની જેમ પ્રશ્નો ઊભા કરનાર ગોવિંદનું મૃત્યુ કવિને બસ એટલી સમજ આપી ગયું કે “મૃત્યુના દરદની દવા' હજુ કોઈને જડી નથી. સ્વ. પંડિત નારાયણ મો. ખરે. ને અંજલિ આપતાં કવિ સદ્ગતના તંબૂરના તારના પ્રભાવને વ્યક્ત કરે છે. એમનાં ગીતો મૃત્યુને જીતવાનું બળ આપતાં. કવિ કહે છે. ઈહલોકમાં તો એમને મૃત્યુની થોડીઘણીયે બીક હતી. હવે તેઓ બેતાજ બાદશાહ બની અમરત્વનાં ગીત નિરાંતે ગાઈ શકશે. મૃત્યુનું અમૃત તેઓ એવું પીવડાવતા કે સૌને દેશકાજે મરવાનું મન થાય. “જીવંત ને અમૃત મૃત્યુ કેરું પિવાડતા ગાઈ હલકેથી મીઠી” 1 (‘ભક્તિધન નારદ') મહાભારતના જાજરમાન પાત્ર “દ્રિપદી'ને અંજલિ આપતાં કવિ સુંદરમ્ દ્રૌપદીના વિશિષ્ટ વ્યક્તિત્વને શબ્દબદ્ધ કરે છે. મૃત્યુની હિમાળી આંધી જીવનની ઉખાને ઠારી દે છે. અગ્નિની દુહિતા કેરી - ચિતા હિમમાં થઈ” 200 કર્ણ તરફની સહાનુભૂતિ પ્રગટ કરતું અંજલિકાવ્ય “કર્ણ કર્ણના જીવન તેમજ મૃત્યુનું કારુણ્ય વ્યક્ત કરે છે. “નવ કરશો કોઈ શોક' કહેનારની શોકમાં વીતેલી જિંદગીને યાદ કરી સુંદરમ્ કવિ નર્મદને અંજલિ આપે છે. નર્મદ માટે નહિ પણ પોતાના માટે કવિ શોક અનુભવે છે. ૧૯૫૮માં પ્રગટ થયેલા મધ્યાહન કાવ્યસંગ્રહમાં કવિ કરસનદાસ માણેક “એવું જ માગું મોત' નામનું સુંદર અંજલિકાવ્ય આપે છે. કસ્તુરબા ગાંધીના મૃત્યુએ પ્રેરેલું છતાં પ્રાસંગિકતાની સઘળી પરિસીમાઓ વટાવી જતું, મૃત્યુસમયના મહાભ્યને ગાતું આદર્શ કાવ્ય છે. “એને સ્મારક શાં ને સમાધિ શી” પણ કસ્તુરબાને અંજલિ આપતું કાવ્ય છે. જેમાં કસ્તુરબાના જીવનને બાહ્ય શિષ્ટાચારી અંજલિ ન હોવાનું કવિ પોતેજ કહે છે. “મૂર્તિમતી સલ્કિયા'ને વળી સ્મારક સમાધિ શાં? એમને તો બસ જગત માટે ફોરવું ગમ્યું. એક તેજ અંધકારને ઉજાળીને મહાતેજમાં વિરમી ગયું. “સ્વ. મહાદેવભાઈને' કાવ્યમાં શરૂમાં મહાદેવભાઈની ગુણપ્રશસ્તિ ગાઈ છે. તેમની દેશભક્તિ ખાંડાની ધાર જેવી હતી. મહાદેવભાઈને કવિ વિશ્વ પર ઊગેલા “સત્યના સૂરજ' તરીકે બિરદાવે છે. “રંગરંગ અમરત વીરા' કરસનદાસ માણેકે સ્વ. અમૃતલાલ શેઠને ઉદ્દેશી અંજલિકાવ્ય લખ્યું. કવિ કહે છે, તેઓએ અમરત પીધું ને પાઈ જાયું. અખંડ યુદ્ધનું કેસરરંગી ગાણું એમણે ગાઈ જાણ્યું. અણીશુદ્ધ સૈનિકની અદાથી અણનમ ઉલ્લાસ સાચવ્યો, ને જ્યાં જરૂર પડી ત્યાં ઝેરકટોરાય પી લીધા. “એક લોકોત્તર કમલ હેરી ગયું'માં (૧૮૫૭ની સ્વાતંત્ર્યલડતની શતાબ્દી નિમિત્તે) ગાંધીજીને બિરદાવતાં, દેશ ખાતર શહીદ બની અમરતાના પ્રવાસી બનેલા સૌને કવિ અહીં સ્મરે છે. શહીદોનાં મૃત્યુ તેમજ ગાંધીજીનું બલિદાન મુક્તિસંજીવની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #269
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 268 લઈ આવ્યાનું કવિ કહે છે. “થંભો હવે નિષ્ફળ અશ્રુ મારાં' ગાંધીજીની હત્યાની રાત્રેજ કરસનદાસ રચ્યું. આઘાતજન્ય વેદના અહીં સુપેરે ઘૂંટાઈને આવી છે. કવિ પોતાનાં નિષ્ફળ અશ્રુને થોભી જવા કહે છે. યુગોથી અંધકારની કંદરામાં આથડતા જીવને પરમ સત્યની કેડી ચીંધવા જેવી એકેક પળ જિંદગીની કણીએ કરીને પેટાવી પોતાનું સમર્પણ કરી જ્યોત આપી તે દીપ.... આગળ લખતાં કવિની વાણી, કલમ, હૈયું રુંધાય છે. ગાંધીજીનો નિશ્ચેતન દેહ સામે જ પડ્યો હોય તેમ ચિત્રાત્મક શૈલીમાં કવિ વર્ણન કરે છે. “જો એ તપસ્યા-દુબળા શરીરને ત્યાગી, ઊભા યોગી તમારી સામે” 03 ગાંધીજી પોતે જ જાણે સવેળા અશ્રુ લૂછી લઈ બાકી રહેલા જંગને ચાલુ રાખવા કહે છે. તે પોતે પહેલાની જેમજ હજુ એમની સાથે હોવાનું ગાંધીજી કહેતા ન હોય જાણે? ને તેથીજ કવિ પોતાનાં અશ્રુને થંભી જવા કહે છે. કથામાં વાંચ્યું “તું” કાવ્યમાં (“તીર્થોદક) પ્રેમશંકર ભટ્ટ ગાંધીજીએ દધિચી ઋષિ કરતાંય મોંધું બલિદાન આપ્યાનું કહે છે. જ્યારે હિંસાના દવમાં, માનવ્યનું સકલ શુભ પીંખાઈ રહ્યું હતું, ત્યારે મલકતે મુખે તેઓએ પોતાના આયુષ્યનું તર્પણ કર્યું. ‘ગાંધીજીની મૃત્યુતિથિમાં પણ ગાંધીજીને સાચવી ન શક્યાનો જ પશ્ચાત્તાપ વ્યક્ત થયો છે. ગાંધીની હત્યા વખતે મૂગું કંદન કરતી ધરિત્રી હીબકાં ભરતી લાગી હતી. દેવજી મોઢાએ “સ્વર્ગસ્થ ટાગોરને અંજલિ આપતાં (‘આરત') લખ્યું છે કે કવિવરનો સ્થૂલ દેહ ભલે સન્મુખ ન હોય તોપણ સ્થલકાલસીમા વિલોપી એમનો આત્મા અનંત અવકાશમાં સભર વ્યાપી રહ્યો છે. “સ્વ. બચુભાઈ રાવતને” (“તૃષા') અંજલિ આપતાં કવિ મોઢા જણાવે છે કે પાકી વયે ગયા તેથી શું? આપ્તજનોની વિદાય કોઈપણ ક્ષણે આકરી જ હોય છે. “ગયા....સુપ્યું ને ચરર.... ધ્વનિ ઊઠ્યો જાણે ઉતૈડાયું કશુંક ચિત્તથી 28 પંક્તિઓ ધારદાર છે. દેશળજી પરમારે “વીસમી સદી'ના સમર્થ પત્રકાર શ્રી “હાજી મહમ્મદ અલારખિયાના સાહિત્ય શ્રાદ્ધરૂપે “હાજી'નો સ્મારકગ્રંથ બહાર પાડવા વિચાર્યું. “હાજીના જ સ્મરણમાં રાજહંસ' નામનું એક “એલજી' કાવ્ય લખ્યું. જેને ચંદ્રવદન મહેતા સિવાય કોઈ સમજી શક્યું ન હતું. ૧૧/૧૦/૨પના મુંબઈથી ચંદ્રવદને લખેલા પત્રમાં કવિને તેઓએ “રાજહંસના રઢિયાળા લેખક તરીકે બિરદાવ્યા હતા. “વીર નર્મદને'માં કવિ દેશળજી પરમારે કવિ નર્મદનાં અર્પણોને મહાન ગણ્યાં છે. પોતાની જાતને કવિ ક્ષુદ્ર માને છે. નર્મદને કવિ ‘કાળમૃત્યુના વીર' તરીકે ઓળખાવે છે. “કલાપીની સમાધિ' પાસેની રમણીય શાંતિશોભાને વર્ણવતાં કવિ કહે છે. એમની સમાધિ પાસે શાંતિનો પારાવાર પમાય છે. ને સઘળી ઉપાધિ જાણે શમી જાય છે. “શ્રદ્ધાંજલિ' (૧૯૪૧)માં કવિવર રવીન્દ્રનાથના હૈયાને કવિ “બુદ્ધના પધ” સમું ગણાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #270
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 269 “રચી આપ્યું રસો હૈ સઃ મૃત્યુંજય રસાયન ધર્મગાથા સનાતન” 21 સાન્ત એકતારા વડે તેઓએ અનંતનું ગાન ગાયાનું કવિ વર્ણવે છે. “સ્વ. બોટાદકરને અંજલિ આપતાં કવિ બોટાદકરને ખડકસમા વજ મનના યોગી સાથે સરખાવી “શબ્દકશ્મ' તરીકે ઓળખાવે છે. એમના આંતચિંતે ઝમતાં કરુણરસને કવિ યાદ કરે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ “કલાપીને અંજલિ કાવ્યમાં (‘નિહારિકા') કલાપીની કવિતાથી ગુર્જરભૂમિ રસાળી ને રૂપવતી બન્યાનું કહે છે. મોંઘો મયૂર ગગન વીંધીને કેમ ચાલ્યો ગયો એ સમજાતું નથી. કવિ મગનલાલ ભૂધરભાઈ પટેલ (પતીલ) “નર્મદાને'માં અનેક મૃતજનોને પણ યાદ કરી અંજલિ અર્પે છે. કવિ નર્મદાને પિતૃઓના પ્રેતના ઉદ્ધારક તત્ત્વ તરીકે અહીં બિરદાવે છે. ને મૃત્યુને ભેટવાની પોતાની ઉત્સુકતા વ્યક્ત કરે છે. કવિ હસિત બૂચે શિક્ષક “સ્વ. પ્રા. ચતુરભાઈને' અંજલિ આપતાં એમના સ્વભાવનું ગુણદર્શન કરાવ્યું છે. ગુરુનો હવે માત્ર સ્મરણ-સાક્ષાત્કાર જ નસીબમાં રહ્યો. ગુરુમૃત્યુને કવિ “કાળના છલ' તરીકે ઓળખાવે છે. વજ જેવા રહીનેય ગૂઢ પ્રેમ ઝરણું વહાવનારને સૌની વિખરાયેલી શક્તિને વ્યવસ્થિત કરી આપનાર સરદારને પણ કવિએ અંજલિ આપી છે. ‘તણખે તણખે અમર'માં સ્વાતંત્ર્યસંગ્રામમાં ખાખ થયેલાનો ઇતિહાસ વર્ણવી ગાંધી હત્યા માટે હૈયું બાળતાં કવિ કહે છે. સંત વીંધાયો, હરિનો જન વૈષ્ણવ ભારતનો આત્મ વીંધાયો 200 મૃત્યુ લઈને એ સંતે અમૃત ધર્યું ને તિમિર લઈ જગતમાં અજવાળું કર્યું. “રહ્યા ન ગાંધી’ કાવ્યમાં કવિ હસિત બૂચ મૃત્યુના દિવ્ય હસ્તનો નિર્દેશ કરે છે. મૃત્યુ ગાંધીને કૃતાર્થ થયાનું કવિ કહે છે. ને છતાં મૃત્યુ એ મૃત્યુ જ છે. ગાંધી હવે નથી, એ સત્ય ક્ષણે ક્ષણે કઠે છે. ગાંધી ગયા પછી એમની મઢેલી છબી સર્વત્ર દેખાય છે. બસ એટલું જ, કવિને ગાંધીજીનો વત્સલ મંગલધ્વનિ ફરી ફરી યાદ આવે છે. ધ્વનિ એનો'માં ગાંધી ઉદ્ગાર કાળની કલગી થઈને ફરતો હોવાનું કવિ કહે છે. કવિ કાન્તને અંજલિ આપતાં એ મૃદુહૃદયી કાન્તને કવિ હસિત બૂચ જાણે કે પ્રશ્ન કરે છે “ચક્રવાકી’ અમિત અવકાશમાં શમી ગઈ' ? કવિ જશભાઈ પટેલે પણ ગાંધીજીને અંજલિ આપતાં કાવ્યો રચ્યાં છે. (“પ્રત્યુષ') સ્વ. બાપુને' કાવ્યમાં બાપુને માટે કયું વિશેષણ વાપરવું એની મૂંઝવણ તેઓ અનુભવે છે. ગાંધીજીની હત્યાની કાલિમા કવિના ચિત્તને હલાવી ગઈ હતી. એ નિમિત્તે “જાનેવારીની ત્રીસમી' લખાયું. દરેક ત્રીસમી જાન્યુઆરીએ એમનો આત્મા કકળી ઊઠે છે. પણ એ તારીખ સાથે ગાંધીજીનું શુભનામ જોડાયેલું હોવાથી ગમે પણ ખરું. - કવિ સુરેશ ગાંધી (‘વરદાન) “સ્વ. કવિવર ટાગોરને'માં ટાગોરને અંજલિ આપતાં કહે છે. સંસ્કૃતિના મહાકવિ ટાગોર જાણે પદ્માસને પ્રસન્ન ચિત્તે રાજતા ન હોય ? દેહાવસાન થવા છતાં એમની ગીતવસંત તો પલ્લવપુષ્પ ઘેરઘેર મહોરતી રહી હોવાની શ્રદ્ધા કવિની તો રહી છે. “સ્વ. મલયાનિલને અંજલિ આપતાં “અનંતના શ્યામલ આંચલમાં પુષ્પપરાગ ઘેરા માર્ગમાં' એ વેરી ગયાનું કવિ કહે છે. સૌંદર્યનો પ્રવાસી અક્ષરરૂપે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 270 કાવ્યપુષ્યમાં પણ એ સદાય વસતો જ હોવાનો. કવિ મીનુ દેસાઈ “સ્વ. સાગલને અંજલિ આપતાં સદ્ગતની દર્દભરી સુરાવલિ હવે નહિ મળવાનું દુઃખ વ્યક્ત કરે છે. “યુગપ્રવર્તક તપસ્વીને'માં અર્વાચીન ગદ્ય તથા પદ્યસાહિત્યના પ્રણેતા નર્મદને અંજલિ આપતાં નર્મદને વાગીશ્વરીના પરમ પૂજારી તરીકે કવિ મીનુ દેસાઈએ બિરદાવ્યા છે. “શ્રી અરવિંદને કાવ્યમાં મૃત્યુને મુલાયમરૂપે વર્ણવ્યું છે. અહી “મોતને હસતું' નીરખવાનો અનુભવ શબ્દબદ્ધ થયો છે. “પદ્યપરાગ'ના કવિ કેશવ હ. શેઠે દેશ ખાતર ફના થઈ જતા શહીદોને અંજલિ આપતાં (‘શહીદની સમાધિ') શહીદોની અનસ્ત આતમજ્યોતનો નિર્દેશ કર્યો છે. ટાગોરને અંજલિ આપતાં કવિ (નિવાપાંજલિ') એમને “જનહૃદયના રાજવી “રાષ્ટ્ર-દષ્ટા' સૃષ્ટિના સંદેશાવાહક તથા ભારતના ભાનુ' જેવાં સુંદર વિશેષણોથી સ્નેહભરપૂર અંજલિ અર્પે છે. એ મૃત્યુનો નહિ માનવી ઓ જનહૃદયના રાજવી” તો “મુક્તાત્મન મોતીલાલજી' જતાં નવલખ તારલાને, ચંદ્ર હોવા છતાં નભ સૂનું થયાનું કવિ કહે છે. મુક્તિ મા જણ્યા મોંઘાં સંતાનનાં બલિદાનો લઈ લે છે. એનો એમને વસવસો છે. ‘વીર વિઠ્ઠલભાઈને' અંજલિ આપતાં કવિ તેમને ‘નૂરેવતન' કહી બિરદાવે છે. લાગણીના પૂરમાં તણાઈને ભારતભૂમિને કવિ “ભોગભૂખી' કહે છે. “નર્મદકવિને' અંજલિ આપતાં નર્મદને સુધારાનો ને સાહિત્યનો તપસી અને “તેજલવીર' કહે છે. “કલાપી' કાવ્યમાં કલાપીના અવસાન સાથે કમનીય કલાસ્વપ્ન સંકેલાયાનું કવિ અનુભવે છે. કલાપી જતાં કાવ્યકુંજો, વન ઉપવન પંખી, સૌ સ્નેહસૂનાં થયાં હોવાનું કવિ કહે છે. “ચરોતરનું મોતી શ્રી નરસિંહરાવના સપૂત મોતીભાઈને ભાવભીની અંજલિ આપતું કાવ્ય છે. ગુર્જરી કંઠેથી એ તેજલમાળને તોડી લેવાતાં કવિ વ્યથા અનુભવે છે. - કવિ કુસુમાકર “કવિ ન્હાનાલાલને અંજલિ આપતાં ન્હાનાલાલની વાણીમાં છલક્તા બ્રહ્મપરાગને તથા એમના અમર વાસંતી ફાગના મહિમાને બિરદાવે છે. તો “હૃદયકુંજ' કુસુમાકરે ગાંધીજીને આપેલી અંજલિ છે. યુગદરા ગાંધી મૃત્યુને પીનારા હતા. એમ કવિ કહે છે. આ ઉપરાંત બુદ્ધ તથા ઇસુને પણ અંજલિ અર્પી છે. કવિ કહે છે, અભિશપ્ત ને વ્યથિત જગત દુઃખભારે હીબકાં ભરતું હતું ત્યારે ઈસુ બીજાનાં પાપો પોતાને શિર લઈને સૌને મુક્ત કરતા. ગોવર્ધનરામના સર્જનને કુસુમાકર, પ્રભુનાં દ્વાર ખોલી આપનાર તત્ત્વ તરીકે વર્ણવે છે. કવિ કહે છે એ ચિંતક અને ઋષિકવિના સર્જનમાં દિવ્યામૃતની લક્ષ્મી, બુદ્ધિ અને શ્રીની યાચના હતાં. સાહિત્યના અમૃતસભર જયોતિધામે પોતાને લઈ જનાર કવિતાગુરુ “કાન્તને અંજલિ આપતાં કુસુમાકર કાન્તની કવિતાને “ઉપનિષદની ઋચાઓ કહે છે. જયમનગૌરી પાઠકજી એમના “તેજછાયા' સંગ્રહમાં “સ્વ. કમળાશંકર ત્રિવેદીને નિવાપાંજલિ' કાવ્યમાં સદ્દગતની ગુણપ્રશસ્તિ આપે છે. કવયિત્રી કહે છે, અનંતકાળ વહી જશે, તોય એ અક્ષરવાડીનાં પુષ્પો સુકાવાનાં નથી એમ કહી આંસુની હળવી શબ્દમાળ તેઓ સદ્ગત ગુરુને સમર્પે છે. દુર્ગેશ શુક્લ ગાંધીહત્યાને વ્યક્તિ હત્યા ન ગણતાં માંગલ્યહત્યા ગણાવે છે. ગોડસેએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 271 ગાંધીજીની નહિ, પણ વિશ્વમાંગલ્યની હત્યા કર્યાનું કવિ કહે છે. “કવિનિધન' કાવ્યમાં રવીન્દ્રનાથના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતાં કવિ “કાળને નિષ્ફર' ગણાવે છે. કવિ રવીન્દ્રનાથના નિધને રૂપને ઝીલતી કવિ દૃષ્ટિ અને વિશ્વની વાણી ન ભંભે એ માટે જાણે પૃથ્વીના કોટિ કંઠની પ્રાર્થનાઓ સંભળાતી હતી. પ્રજારામ રાવળ, “કવિ કાન્તને' અંજલિ આપતાં એમની કવિતાને ‘ચિરલાવણ્યમયી કવિતા' કહે છે. ગુર્જર કવિતાનું મૌક્તિક વીંધાયાની વેદના કવિએ વ્યક્ત કરી છે. પણ કાવ્ય દ્વારા અક્ષરદેહે તેઓ અમર હોવાનું આશ્વાસન કવિ મેળવે છે. “ગટેને' અંજલિ આપતાં કાવ્યમાં જર્મન કવિ ગટેનાજ છેલ્લા શબ્દો “પ્રકાશ અધિક પ્રકાશ' શબ્દો યાદ કરાયા છે. સૌંદર્યના એ પરમ પિપાસુને અંતવેળા અધિક પ્રકાશની તમન્ના જાગી હતી. કવિ ગોવિંદ સ્વામીના “પ્રતિપદા' પુસ્તકમાં (પાનું 93 થી 98) કવિ મિત્ર ગોવિંદના અવસાન અંગે “હવે ન ગોવિંદ' કાવ્ય રચાય છે. મિત્રનાં સ્મરણો પ્રજારામને ઊંઘવા દેતાં નથી. બીજા જન્મે મળવાની વાત કવિ કરતા હોવા છતાં જે દેહને ચાહ્યો, જે આંખે મિત્રને નિહાળ્યો, એજ રૂપ ને આકાર જોવાની કવિ ઝંખના છે. પણ પાછું તરત વિશેષ સૂક્ષ્મરૂપે સતત ગોવિંદ એમની સાથેજ હોવાનું તેઓ આશ્વાસન મેળવે છે. ગાંધીના અવસાને અહિંસા, સત્ય અને સેવાની ત્રિદેવીઓ ચોધાર આંસુએ રડે, એ પોતાને ન ગમતી વાત હોવાનું કહે છે. ગાંધીજીની હત્યાને કવિ “કરાળો ધરતીકંપ' કહે છે. નિર્વાણદિને' પણ ગાંધીજીના મૃત્યુસંદર્ભે લખાયેલું કાવ્ય છે. કવિ કહે છે. કોટિ કોટિ ચખે ઊડ્યા અશ્રુકેરા જલાશય' ગાંધીજીની સંવત્સરીને કવિ મઢીવાળા મૃત્યુની કે કલંકની સંવત્સરી કહે છે. “અંજલિ કાવ્યમાં દર વર્ષે આવતી ગાંધીજીની જન્મતિથિ કવિને વ્યથિત કરતી હોવાની વાત કરાઈ છે. ગાંધીના મૃત્યુના ટાણાનું દુઃખદ સ્મરણ એમની જન્મતિથિના આનંદને અદેશ્ય કરે છે. પ્રજ્ઞામૂર્તિ સ્વ. મશરૂવાળાને અંજલિ આપતાં કવિ મઢીવાળા એમને પ્રબુદ્ધ જ્ઞાનયોગી કહી બિરદાવે છે. (“પ્રજ્ઞામૂર્તિ') કવિ એમને જ સીધો પ્રશ્ન કરે છે. “મૃત્યુ સંશોધનાર્થે શું આજે પ્રસ્થાન કર્યું? | કવિ બાદરાયણે એલ્ફિન્સ્ટન કૉલેજના અધ્યાપક પ્રોફેસર કુલકર્ણીની પુણ્યતિનું આલેખન “સ્મરણ'માં કર્યું છે. કવિ કહે છે આત્મશક્તિ પ્રગટ કરવા દેહ અશક્ત બને ત્યારે એનો આત્મા એનો ત્યાગ કરે છે. ચંદ્રશેખરનાં કાવ્યો'માં કવિ ચંદ્રશંકર ગોવર્ધનરામ સ્મારક નિમિત્તે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને અંજલિ આપતું “નિવાપાંજલિ' કાવ્ય રચ્યું. જેમાં એમની કૃતિઓને તેઓએ અચલઅમલ કીર્તિસ્મારકો ગણાવ્યાં છે. ગાંધીજી-નાય પહેલા “મહાત્મા'ના લોકનામથી મશહૂર થયેલા ને પાછળથી શ્રદ્ધાનંદ તરીકે ઓળખાયેલા વીરના ખૂનના સમાચારે ધર્મસમર્પિત એ પ્રાણને માટે “ધન્ય ધર્મવીર અવસાન' નામનું અંજલિકાવ્ય કવિએ ગયેલાં કાવ્યઝરણાંની ચિંતા અહીં વ્યક્ત થઈ છે. નૃસિંહદાસ વિભાકરની સાતમી મૃત્યુતિથિએ (21|8|31) એમને અંજલિ આપતા “તું કોને નહિ વ્હાલો' કાવ્યમાં નાની ઉમરે અવસાન પામેલી એ પ્રભાવશાળી વિભૂતિને વંદન કરાયા છે. બંધુ ખબરદારને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #273
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 272 વંદનમાં ખબરદારને અંજલિ આપતાં કવિ ચંદ્રશંકરે સમગ્ર પારસી કોમની વ્યક્તિતાને બિરદાવી છે. તો “વીર વાડીલાલને વિદાયવંદન'માં વાડીલાલના વીરવભર્યા મૃત્યુને કવિએ બિરદાવ્યું છે. “વંદન પૂજ્ય ગોવર્ધનરામ' કાવ્યમાં ‘ગોવર્ધનજયંતી') પંચમહાભૂતના બનેલા માનવદેહની જેમ ગોવર્ધનરામના “અક્ષરદેહ'નો નિર્દેશ થયો છે. ગોવર્ધનરામની પાંચેય કૃતિના સંદર્ભને અનુલક્ષીને અહીં અંજલિ અપાઈ છે. 1 મોહનલાલ ભટ્ટ (મોહિનીચંદ્ર) કવિ રવીન્દ્રનાથને અંજલિ આપતું “બ્રહ્મરાજર્ષિ' કાવ્ય લખ્યું. સકલ ભૂમંડલે આત્મામૃતભરી કવિતાના કનકવા છોડનાર ઊધ્વ આમંત્યમાં ઊડી ગયા છતાં, મૃત્યુ પામવા છતાં કવિ ગુરુપદ પામી અમર બન્યાનું કહેવાયું છે. વીર ભગતસિંહ રાજગુરુ, તથા સુખદેવની સ્વાતંત્ર્યધગશને અંજલિ આપતા “દૂત' કાવ્યમાં કવિ મોહિનીચંદ્ર સૌને મુક્તિના જીવંત અમરદૂત કહી વંદે છે. શહીદોનું એ વિરલ મૃત્યુ એમને અમરત્વ આપતું હોવાનું કવિ કહે છે. મણિશંકર હરિશંકર દવેએ “ગાંધીવિરહ' નામનું લાંબું અંજલિકાવ્ય લખ્યું છે. આમ તો “કરુણપ્રશસ્તિ' પ્રકારનું આ કાવ્ય છે. કવિ અહીં ગાંધીજીને માધુર્યના મહાકાવ્ય, સત્યનું શુદ્ધ સંગીત, અહિંસાની આશા તથા વિશ્વના અમૃત તરીકે ઓળખાવે છે. ને બાપુ જતાં “સાબર-આશ્રમો સૂનાં જ ઊભા રાહ હજુ જુએ સારે અશ્રુસરિતાઓ સાતે આ સાગર રુએ 208 અહીં માત્ર ભાવોદ્રેક જ છે. કાવ્યત્વ નહિવત છે. ગાંધી જતાં સમગ્ર વિશે શિરછત્ર ગુમાવ્યાની લાગણીને વ્યક્ત કરતા કવિ કહે છે. વિખૂટી વત્સથી ધેનુ અધીરી જેમ ભાંભરે - ભાંભરે . આપ વિયોગથી ઝૂરું * તાત હું તેમ અંતરે” 29 ગાંધીજીના મૃત્યુને કવિ “મહામોંઘું મૃત્યુ' કહે છે. ને સત્યની એ સ્વયંતિને નિત્ય પૂર્ણ પ્રકાશવા પ્રાર્થે છે. કવિ પ્રફ્લાદ પાઠક “પ્રિયકાન્તને અંજલિ આપતાં ઉત્તરાયણને ગર્ભિત અર્થમાં યાદ કરે છે. કવિ કહે છે, પાંચ હજાર વર્ષ પહેલાં ભીષ્મ પિતામહે પણ ઉત્તરાયણની આવી ને આટલી પ્રતીક્ષા કરી ન હતી. કવિ કહે છે. “પણ મને શી ખબર કે તમારી દોરીને કે નચિકેતાના ગુરુએ દાંતી પાડી દીધી હતી” 210. તો ચૂડગર પ્રિયકાન્તને અંજલિ આપતાં કવિતાસુંદરીને કંકણો પહેરાવનાર ન રહ્યાનો અફસોસ કવિ વ્યક્ત કરે છે. કવિને શું પોતાના પ્રતીક'માં સૌભાગ્ય સૂચન બનવાની શ્રદ્ધા ન હતી ? 10 * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 273 ગાંધીયુગ - અને સ્મશાન વર્ણન ગાંધીયુગના કેટલાક કવિઓએ સ્મશાનનું પણ સુંદર વર્ણન કર્યું છે. સ્મશાન સાથેની મૈત્રીની, સ્મશાનમાં મળતી શાંતિ અને સ્વસ્થતાની, ત્યાં પમાતા અનાસક્તિભાવની વાત લખી છે. જૂના સ્મશાન ઘાટ'માં કવિ સ્નેહરશ્મિ (‘નિજલીલા') સ્મશાન સાથેની મૈત્રીની વાત કરે છે. એકવાર સ્મશાનઘાટે નીરવ પગલાં કવિને સંભળાયા હતા. ચિતાની શીતળ ઘેરે કવિનાં અંગ પુલકિત બને છે. મૃત્યુ સાથેની પરિચિતતાની જેમ સ્મશાનભૂમિ સાથેની થે પરિચિતતા કવિ અનુભવે છે. “સ્મશાનને' કાવ્યમાં ( ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ') અસંખ્ય ભેદોને ઓગાળી નાખી સૌને શંકરના અંગોને વિભૂષિત કરતી ભસ્મનું ગૌરવ ખખડાવતા ઊભેલા કવિને અંદર “આત્મવત સર્વભૂતેષુ'નો મંત્ર સંભળાય છે. હળવદના સ્મશાન પાસે સેંકડો ખાંભીઓ અને દેરીઓથી છવાયેલા મેદાન “રાજેસરની દેરીઓને'માં કવિ પ્રેમશંકર ભટ્ટ પેલા અડીખમ ઊભેલા અગણ પાળિયા જોઈને વિચારે છે જયાં અમસ્તે જવુંઅમંગલ મનાય છે. ત્યાં જ હરેકને વિરમવાનું. એ વૈચિત્ર્ય જ ને?' કવિ કહે છે સ્મશાન, એવું સ્થળ છે, જ્યાં છળ, દ્વેષ, દંભ, મદ, સ્વાર્થ, મોહાંધતા હોતા નથી. વળી અહીં સૌ સરખાં, તેથીજ કવિને આ સ્થળ ગમે છે. છે “સહુ સાથરે ધૂળના સમાન બની પોઢતા” 21 અનેક વર્ષો પૂર્વ કો નવજુવાન અનેક ભવ સાથ નિભાવવાનાં વચનોનું બંધન છોડી ધીંગાણામાં દોડી જઈ અદીઠ મૃત્યુને પંથ પહોંચ્યો હશે. પતિની પાછળ એની ચિતાના અગ્નિને લઈને ઉત્સવે પળતી હોય એવા મંગલવસ્ત્ર ને સૌભાગ્યચિહન ધરી એ સતી થઈ હશે. ગોવિંદ હ. પટેલ “ગુરુ ગોવિંદસિંહ' કાવ્યમાં સ્મશાનનું ભયાનક વર્ણન આપે છે. થાતી ચિતા શમિત ક્યાંક વળી વિભૂતિ અંગાર તોય ઝગતા કંઈક મેં સ્થળે હાંડી ફૂટેલ મૃણની પણ કંઠ પાશે જાણે કથે, મરણથી નહિ મુક્તિ આવે” 212 સફર અને બીજાં કાવ્યો'માં કવિ મુરલી ઠાકુરે સ્વજનની ધીખતી ચિતા તથા સ્વજન સાથેના સહવાસનાં સ્મરણો યાદ આવતાં સ્મશાનની ભયાનક્તાનો ઉલ્લેખ “મશાણ” કાવ્યમાં કર્યો છે. ચિતાને, સ્મશાનને જોતાં સદ્ગત સ્વજનની યાદનાં તાંડવ ખેલાતાં દેખાય છે. સ્મશાનને જોતાં, ત્યાં જતાં જીવન મરણના વિચારો આવે, ને સ્વજનની યાદનાં તાંડવ રચાય ને છતાં હૃદયથી તો કવિ સ્મશાનભૂમિને વંદે છે. ત્યાં વિરલ શાંતિનો અનુભવ પમાતો હોય છે. પોતાને એક વખત શબ બનીને ત્યાં જવાનું, તેથીજ કદાચ અત્યારથી એનું આકર્ષણ રહે. નિરંતર સ્વજન ગોદનો અનુભવ સ્મશાને થાય. અર્થાત પોતાના અનેક જન્મોને કારણે અનેક મૃત્યુ પણ સ્મશાન સાથે સંકળાયેલાં છે. આમ ચિતા અને સ્મશાન કવિઓને માનવમાત્રની સમાનતાનો, શાંતિનો તેમજ જીવન અને સંસારની નિરર્થકતાનો સંદેશ આપે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #275
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 274 ગાંધીયુગ અને વિવિધ કવિઓની મૃત્યુઝંખનાઓ” ગાંધીયુગના કેટલાક કવિઓએ વિશિષ્ટ પ્રકારની મૃત્યુઝંખનાઓ સેવી છે. કેવા પ્રકારનું મૃત્યુ તેઓ ઇચ્છે છે, તેમજ મૃત્યુ પછી શું સાથે લઈ જવા ઇચ્છે છે એની વાત પણ કોઈક કવિઓએ કરી છે. કવિ રા. વિ. પાઠક મરવા માટે પણ ભવ્ય પ્રસંગની ઝંખના સેવતા. (‘જયારે આ આયખું ખૂટે') જેવી રીતે માત, નીંદરતું બાળક ધીમેથી અંકમાં લે તેવી રીતે મૃત્યુ તેમને ઉપાડી લે તેવી એમને ઝંખના થતી હતી અને બન્યું પણ એમ જ. માળી ખરેલાં પાનને ક્યારામાં વાળી લઈ, નવા અંકુરને પાંગરવા ખરેલાં પાનને બાળી નાખે એ જ રીતે પોતાના શેષ જીવનનું કો માટે ખાતર બનવાની ભાવના પણ એમની ખરી જ. આ ઉપરાંત સદ્ગત પત્ની ગતજીવનની પ્રીતે આવે, ને આવી ન શકે તો પોતાને એની પાસે (વર્ગમાં) બોલાવી લે, એવું પણ કવિએ ઇચ્છેલું. રા. વિ. પાઠકે પોતાની મૃત્યુઝંખનાનું નાજુક અભિરામ વર્ણન કર્યું છે. મહાન કવિના બસ, જરાક શબ્દસ્પર્શ, ભાવક તેના વિશ્વમાં પ્રવેશે, બસ રસને હર્ષે સ્વયં એ પોતે, ઈશ્વર કવિને આકર્ષી લે, મૃત્યુદેવ એમને આકર્ષી લે એવી ઝંખના પણ તેઓએ કરી હતી. રા. વિ. પાઠકે તેઓ મૃત્યુ પામે ત્યારે કો એમનો શોક ન કરે, એમના જવાથી અસહાય ન બની જાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. “મારો કોને લોપ ન નડશો મારો કોઈ શોક ન કરશો” 13 વતનપ્રેમી ચંદ્રવદન મહેતાએ “ગુજરાત’ કાવ્યમાં વતનમાંજ મૃત્યુ પામવાની પોતાની ઝંખના વ્યક્ત કરી હતી. દીકરીના અવસાને જૂના દેવળસમું જેમનું જીવન બની ગયું હતું. એવા કવિ સ્નેહરશ્મિ જન્મદિવસમાં, માત્ર એટલા માટે રસ ધરાવતા કે જન્મદિવસ, દુઃખ અને પરિતાપસભર જીવનને ધીમે ધીમે મૃત્યુ ભણી લઈ જતો હોય છે. દાયકાઓના અનુભવોની રંગબેરંગી ઝાંયવાળા દેહના ઉત્તરીયને કાંચળી ઉતારતા સાપની જેમ ક્યાંક ટીંગાડી દેવાની ઝંખના કવિ સ્નેહરશ્મિએ વ્યક્ત કરી હતી. મૃત્યુ પછી શું શું લઈ જવું? એની સુંદર કલ્પના, ઝંખના ઉમાશંકરે વ્યક્ત કરી છે. (“મહાપ્રસ્થાન') (“શું શું સાથે લઈ જઈશ હું') વસતંની હૃદયભર સિદ્ધિ, મેઘલ સાંજે વૃક્ષડાળીઓમાં ઝીલાતો તડકો, માનવજાતની ક્રાંતિ, એના મસ્તકે ઝબકતી હિમાદ્રિશ્વેત શાંતિ, પશુની ધીરજ, વિહંગના કલનૃત્ય, શિલાનું ચિરંતન મૌન, વિરહ ધડકતું મિલન, સંતોની શાંત, શીળી સ્મિતશોભા, સૌમ્ય તારક્તિ આભ, પ્રિયહૃદયોનો ચાહ, મસ્ત મિત્ર ગોઠડી, અજાણ્યા માનવબંધુનું લૂછેલું અશ્રુબિંદુ, નિદ્રાની નાની લહેરખી, એક નાનકડો સ્વપ્નદાબડો તથા બાળકના અનંત આશાથી ચમકતાં નયનો તેઓ સાથે લઈ જવાની ઈચ્છા રાખતા.... ને તે પણ ખુલ્લા બે ખાલી હાથે. કવિ ઇંદુલાલ ગાંધીએ મૃત્યુને સુપેરે માણવાની ઝંખના વ્યક્ત કરી હતી. (‘ગોરસી') અને એ ત્યારે જ શક્ય બને, જયારે રિબાઈને મરવાનું ન હોય. દરદગ્રસ્ત બની દેહ સડી સડીને મરે એવું તેઓ કદી ઇચ્છતા નહિ. કોઈ અગમ્ય પ્રદેશમાં, અજાણ્યા સ્થળે એકજ ઝાટકે મરવાની એમની ઈચ્છા હતી. કારણ આવા મૃત્યુ વખતે પછી મરનાર તેમજ બાકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 275 રહેનાર કોઈનેય કોઈ મોહમાયા ને સ્પર્શે એવું કવિ કદાચ માનતા હશે. ( મનસુખલાલ ઝવેરીના કાવ્યની નાયિકા પીડા આપતાં સદ્ગતનાં સ્મરણની ઝંખના (‘સંસ્મરણ' “ફૂલદોલ') જે કવિની ઝંખનાને વાચા આપે છે, સાથે સાથે પોતાના અંતકાળે પણ દાંત વિનાના હોઠ પર ભૂતકાળના સુખસ્મરણો અંકાયેલી મિતરેખા રમી રહે, એવું એ ઝંખે છે. કારણ મૃત્યુ સમયે એ મિતરેખા એવીને એવી જ અણનમ રહેવાની ને? મૃત્યુ અચાનક અકાળે આવે એવું મનસુખલાલ ઝવેરી ઇચ્છતા ન હતા. જો કે કવિ સ્વર્ગમાં જવા પણ ઈચ્છતા ન હતા. “મૃત્યુને' કાવ્યમાં મૃત્યુ સાથે મોઢામોઢ થયેલી વાતચીતમાં પોતાના વતનમાં તાજગીભર્યા પુનર્જન્મની ઝંખના વ્યક્ત થઈ છે. કવિ પૂજાલાલને મોક્ષ કે સ્વર્ગની ઝંખના ન હતી. તેમને તો જડમાંથી ચેતનમાં, મૃત્યુમાંથી અમૃતલોકમાં લઈ જનારી શ્રીમતી ઈશ્વરીના સ્વરૂપમાં લીન થઈ જવાની ઝંખના હતી. તે હથેલીમાં એક અંજલિ કરી કાળને પરાસ્ત કરી એમને પી જવો હતો. સુદૂર સફરે'માં (“સોપાનિકા') પૂજાલાલે, એમની અંતિમ વેળાએ સ્વજનો સજલ નેત્રે આડા ઊભા ન રહે, એવી ઝંખના સેવી હતી. અસીમ સિંધુ સાદ પાડે ત્યારે જીવ પળનોય વિલંબ ન કરે એવું પણ તેઓએ ઇચ્છયું હતું. રતુભાઈએ પણ એક વિશિષ્ટ પ્રકારની ઝંખના યાત્રાપથનો આલાપ'માં વ્યક્ત કરી છે. અમરધામની યાત્રા ટાણે કવિ પોતાના પંચતત્ત્વોનું વિસર્જન કરે, ત્યારે સૌને અશ્રુ ઢાળવાની કે શોકથી વિદ્ગલ થવાની તેઓ ના પાડે છે. “મારા પર પુષ્પની અંજલિ વેરશો માં મારા દેહ સમીપ દીપ પ્રગટાવશો મા. કે ધૂપદાની ધરશો મા મારી અર્થીની યાત્રા કાઢશો મા “મારા વિલય બાદ મારી પ્રતિમાની પૂજા કરશો નહિ” 14 કવિ રતુભાઈ એમના અણવ્યક્ત વિચારો દ્વારા, અમૂર્ત શબ્દો દ્વારા, અસ્પષ્ટ ભાવના દ્વારા જ અમર અને અક્ષર જીવનની ઝંખના સેવે છે. “ખંડેરનો ઝુરાપો'માં રતુભાઈ, માર્ગમાં જો મત્યુ મળી જાય તો મૃત્યુના હાથમાં હાથ મૂકી બાકીનો પંથ કાપવા ઇચ્છે છે. પત્નીના અવસાન પછી જીવનમાં રસ ન રહ્યો હોવાથી કવિ મૃત્યુની ઝંખના સેવે છે. મૃત્યુ ઝંખનાના રમ્ય સ્વરૂપની સુંદરજી બેટાઈએ પણ વાત કરી છે. “આવજે બંધુ આવજે' (‘તુલસીદલ')માં કવિ બેટાઈ કહે છે. આંતરજયોતિ કાવ્યસુધાનું પાન કર્યું હોય, કડવા જીવન ઘૂંટ વિસરાઈ ગયા હોય, ને સુંદર મધુર, મધુ લાધ્યું હોય, ને એનો ખુશનુમા આહલાદભર્યો અનુભવ થયો હોય. સાગરનું આનંદગાન સંભળાતું હોય. ધન્ય રમ્ય રાત્રિએ, રામસ્તવન પોતે કરતા હોય ત્યારે મૃત્યુ રામાનુચર બનીને આવે એવી ઝંખના બેટાઈએ અહીં વ્યક્ત કરી છે. મૃત્યુ કવિના અન્ય સ્વજનોને ખલેલ પહોંચાડે એ કવિને પસંદ નથી. તેથી દોરદમામ કે ગર્જના સાથે આવવાની મૃત્યુને તેઓ ના પાડે છે. જન્મ સાથે ગંઠાયેલા પરમમિત્ર મૃત્યુનો જવાબ પણ કવિ આ સાથે માગી લે છે. ને પોતાને મિત્રની જેમ પ્રેમપૂર્વક લઈ જવા તેઓ મૃત્યુને પ્રાર્થે છે. “મૃત્યુ'ના નામનો નિર્દેશ કર્યા વિના નિર્વતન' શબ્દ મૂકી સૂક્ષ્મ આધ્યાત્મદષ્ટિ દર્શાવી, પંચદેવ સમાન, પેલાં પાંચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #277
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 276 તત્ત્વો સ્વ સ્થાને પાછા ફરે એવી તટસ્થતા પૂર્વકની ઝંખના સેવી મૃત્યુના મૌન ગગનને માણવાના અભિલાષ બેટાઈ (‘નિવર્તનટાણે') વ્યક્ત કરે છે અને અંતે એજ રીતે “રણકતી ભલે'માં મૃત્યુની મહાઆહ્વાન ટંકોરીના રણકારને આનંદપૂર્વક વધાવવાની ઝંખના પણ કવિ વ્યક્ત કરે છે. મૃત્યુની ખીણના અંધારા રસ્તામાંય સુકોમળ પ્રકાશની ગલી મળી આવે, ને કોમળ મધુર પ્રકાશ પાથરી દે એવી ઝંખનાય વ્યક્ત થઈ છે. કવિ સુંદરમ્ “સુધા પીવી' (“કાવ્યમંગલા') કાવ્યમાં અમર થવાની અનિચ્છા વ્યક્ત કરે છે. ને છતાંય જો ઈશ્વર એમને અમરત્વ આપવા ઇચ્છતા જ હોય તો કવિ બધાજ પ્રકૃતિતમસો, ઇન્દ્રિયની ભૂંડી લાલસા, તથા દીન શમણાં નષ્ટ થાય એવી ઝંખના સેવે છે. કરસનદાસ માણેકે પોતાના મૃત્યુ બાદ (‘મધ્યાહન) પોતાનું કોઈપણ પ્રકારનું સ્મારક ન રચવા મિત્રોને જણાવેલું. “કબર પૂરશો ના, ફૂલો વેરશો મા પ્રશસ્તિના ફોગટન, ફાતેહા ભણશો જ કરસનદાસને, પોતાના મૃત્યુબાદ ગુણકથા, ફૂલપ્રશંસા, પ્રશસ્તિવચનો થાય એ પસંદ ન હતું. “ધીરે ધીરે પધારો નાથ' (‘રામ તારો દીવડો')માં દેહરૂપી પિંજરમાં લથડિયા ખાતા પોતાના આત્માને એ કેદમાંથી છોડાવવાની ઝંખના વ્યક્ત થઈ છે. કવિ માણેકે મુક્તિની ઝંખના કદી સેવી ન હતી. કારણ એમને તો અતૂટ શ્રદ્ધા હતી કે એમનો આત્મા દેહસહિત જ મુક્તિધામ' બની જશે. પોતાના દેહના સળિયા સોંસરવા ઈશ્વર પધારે એવી અભિલાષા પણ એમની ખરી. કવિ દેવજી મોઢા અનેક જન્મોની તેમની જીવનયાત્રા પૂરી થાય એવી ઝંખના સેવે છે. જન્મમરણના આ આંટાફેરામાંથી મુક્ત થઈ ઠરીઠામ થવાની તેમની ઝંખના (‘તૃષા') વ્યક્ત થઈ છે. તો વળી તરત જ “તારી કૂખે ફરીથી'માં વિરોધાભાસી ઝંખના વ્યક્ત થઈ છે. માની કૂખે ફરી જન્મવાની ઇચ્છા અહીં પ્રગટ કરાઈ છે. કવિ દેવજી મોઢા પોતાની જીવનસંધ્યાએ અગ્નિદેવ પાસેથી તેજસ્વી મેધાના વરદાનની ઝંખના વ્યક્ત કરે છે. (‘તણખલાં” “તૃષા') જેથી ગહન તમસના તથા જીવન અને મૃત્યુના તાગ પામી શકાય. કવિ જયેન્દ્રરાય દૂરકાળ પિતૃઓના દિવ્યલોકમાં ક્ષણેક સ્થાન પામી, સદ્ગત બનેલાનાં પુણ્યમય દર્શનો કરવાની ઝંખના “અંજલિ' કાવ્યમાં રજૂ કરે છે. “અંતિમ ઇચ્છા' કાવ્યમાં મરણ પછી પોતાના શબને ક્યાં અગ્નિદાહ કરવો, એ માટે રજૂ થયેલી સુંદર ઝંખનામાં કવિ નલિન મણિશંકર ભટ્ટની ઝંખનાનું પણ પ્રતિબિંબ જોવા મળે છે. જયાં સરિતા ઉમંગથી વહેતી હોય, પાનવાળાં વૃક્ષ વ્હેરાતાં હોય, ત્યાં પોતાના મૃતદેહને અગ્નિદાહ આપવા કાવ્યનાયક કહે છે, જે કવિની ઝંખનાનું પણ પ્રતીક ગણાય. પ્રબોધ પારાશર્ય (‘અર્ચન) જન્મ સમયે રડનાર માનવની મૃત્યુપળે હસતાં હસતાં જવાની ઝંખનામાં, પરોક્ષ રીતે પોતાની જ ઝંખના ને વાચા આપી છે. તે કવિ ગોવિંદ સ્વામીએ મધુરા મરણની ઝંખના સેવી હતી. “હૃદયગમતા પંથે ઝિંદાદિલે નિત જીવતા મરણ મધુરું, ઝંખી રહ્યો બસ આ જ ઓ" 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #278
--------------------------------------------------------------------------
________________ 149 - અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 277 મુક્તિ' કાવ્યમાં (‘નાન્દી') પ્રજારામ રાવળે મૃત્યુ દ્વારા પમાતી મુક્તિની ઝંખનાને પ્રગટ કરી છે. - નટવરલાલ પટેલે જવું છે પરગામમાં (‘ગુલાલ') અહીંનું બધું ત્યજી ગામતરું કરવાની એટલે કે મૃત્યુ ઝંખનાની વાત તો કરી જ છે. પણ મૃત્યુ પછીના અગમ્ય પ્રદેશમાં આરામ અને શાંતિ મેળવવાની પણ તેઓ અભિલાષા સેવે છે. સલામપ્રિય” આમ તો પ્રહલાદ પાઠકે રચેલું યુગદર્શનનું કાવ્ય છે. કાવ્યનાયક સ્વજનને આખરી સલામ કરે છે. ફરી ન મળાય તો વસવસો ન રહે એ માટે સ્વજનને ચુમી લે છે. કારણ દેહના અણુઅણુ સ્વાતંત્ર્યસંગ્રામે પળવા થનગની રહ્યા હતા. પોતાના જેવા અજ્ઞાતની કબર પર જો આઝાદીની ઇમારત ખડી રહે તો પોતાના લોપનો શોક કોઈ ન કરે એવી ઝંખના કવિના મૃત્યુનો શોક પણ કોઈ ન કરે એવી ઝંખનાનું પ્રતીક બની રહે છે. પાદટીપ અ.નં. વિગત પૃષ્ઠ નં. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની ડૉ. ધીરુભાઈ ઠાકર વિકાસરેખાભાગ-૨ 2. એજન 150 3. એજનતા પાર 150, 151 4. એજન ૪બ. એજન એજન રા. વિ. પાઠક સર્જક અને વિવેચક ડૉ. જયંત પાઠક શેપનાં કાવ્યો રામનારાયણ વિ. પાઠક એજન અર્વાચીન ગુજરાતી સાહિત્યની ડો. ધીરુભાઈ ઠાકર ૨૪ર વિકાસરેખા ભાગ-૨ સકલ કવિતા' સ્નેહરશ્મિ 259 એજન 262 12. એજન 298 13. એજન 311 14. એજન. ૧૫એ. એજન 500 ૧પબ. એજન 644 16. એજન 17. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની ડૉ. ધીરુભાઈ ઠાકર 179 વિકાસરેખા' ભાગ-૨ 18. “સમગ્ર કવિતા' પ ઉમાશંકર જોશી 648 19. પારિજાત પૂજાલાલ દલવાડી 184, 185 39 45 11. 499 644 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #279
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 278 20. 21. એજન એજન એજન 187 18 (પ્રવેશક) 189 194 10, 14 રતુભાઈ દેસાઈ રતુભાઈ દેસાઈ 67 120 અમીદાસ કાણકિયા સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ કરસનદાસ માણેક દેવજી મોઢા 70 70 35. દેવજી મોઢા દેશળજી પરમાર રમણલાલ વ. દેસાઈ શંકરલાલ પંડ્યા 93 69 125 283 ર૩. એજન 24. “જનની’ 25. એજન ર૬. “સાસુમાની ઝાલરી’ ર૭. એજન 28. “દીપશિખા' ઇન્દ્રધનુ' 30. સદ્દગત ચંદ્રશીલાને 31. આલબેલ' 32. એજન 33. “શ્રદ્ધા” 34. “એજન ‘તૃષા’ 36. ‘ઉત્તરાયન' નિહારિકા 38. નિર્ભાગી નિર્મલા યાને એક યુવકની કરુણાજનક પ્રેમકથા' 39. નલિનીપરાગ” એજન તપોવન 42. પ્રતિપદા 43. પ્રતીક્ષા 44. એજન 45. માતૃવંદના' 46. એજન 47. સત મનીષાને 48. એજન 49.. એજન એજન એજન ' એજન પ૩. વિશેષ કાવ્યો 54. ભ્રમ” (હસ્તપ્રત) પપ. “ઇલાકાવ્યો રતન અને બીજાં બધાં 56. એજન નલિન મણિશંકર ભટ્ટ 93 40. * 41. 12 ગોવિંદ હ. પટેલ કવિ ગોવિંદ સ્વામી રમણિક અરાલવાળા 18 21 પ્રો. ગોવિંદભાઈ પટેલ 53 પ્રો. ગોવિંદભાઈ પટેલ 16 18 51. પર. રામનારાયણ વિ. પાઠક ચંદ્રવદન ચિ. મહેતા ચંદ્રવદન ચિ. મહેતા 16, 217 રર૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #280
--------------------------------------------------------------------------
________________ એજન એજન એજન એજન અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 279 પ૭. એજન 225 58. સકલ કવિતા” સ્નેહરશ્મિ 106 પ૯. એજન 246 એજન 255 263 એજન 301 એજન 404 એજન 409 411 536 એજન 547 એજન પપ૦ 993 એજન 709 સમગ્ર કવિતા ઉમાશંકર જોશી 170 હર. એજન 176 એજન 176 એજન 247 75. એજન 247 76. એજન 250 77. એજન ર૯૨ એજન 292 79. એજન 461 80. એજન 818 81. એજન 818 82. શતદલ ઇન્દુલાલ ગાંધી 186 83. ઉત્તરીય ઈન્દુલાલ ગાંધી 126 84. અભિસાર” મનસુખલાલ ઝવેરી 85. કાવ્યસુષમા' સંપાદકો: અનંતરાય રાવળ 126 ગુલાબદાસ બ્રોકર, અમૃતલાલ યાજ્ઞિક 86. અનુભૂતિ મનસુખલાલ ઝવેરી 87. એજન 158 88. “શુક્તિકા પૂજાલાલ દલવાડી 89. એજન 90. “સોપાનિકા પૂજાલાલ દલવાડી 104 91. જનની રતુભાઈ દેસાઈ 14 92. એજન 51 46 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #281
--------------------------------------------------------------------------
________________ 117 14 35 108 110 177 206 120 124 43. 74 78 m w 106 100 102 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 280 93. કલ્પના રતુભાઈ દેસાઈ 94. “સાસુમાની ઝાલરી રતુભાઈ દેસાઈ 5. યાત્રાપથનો આલાપ રતુભાઈ દેસાઈ 96. 97. એજન 98, એજન 99. એજન 100. એજન સુંદરજી બેટાઈ 102, એજન 103. “વિશેષાંજલિ સુંદરજી બેટાઈ 104. એજન 105. એજન 106. “વ્યંજના' સુંદરજી બેટાઈ 107. એજન 108, યાત્રા સુંદરમ્ 109. એજન 110. “કેટલાંક કાવ્યો' (સુંદરમનાં) સંપાદક : નિરંજન ભગત 111. “કોડિયાં” શ્રીધરાણી 112. એજન 113. એજન 114. “પુનરપિ” શ્રીધરાણી 115. “મધ્યાન કરસનદાસ માણેક 116. ધરિત્રી” પ્રેમશંકર હ. ભટ્ટ 117. “આરત દેવજી મોઢા 118. “તૃષા' દેવજી મોઢા 119. “અમૃતા દેવજી મોઢા 120. ઉત્તરાયન' દેશળજી પરમાર 121. “નિહારિકા રમણલાલ વ. દેસાઈ 122. “શમણાં રમણલાલ વ. દેસાઈ 123. “કલ્પના” લીના મંગલદાસ 124. ઘડિયાળ” લીના મંગલદાસ 125. એજન ૧ર૬. “ઊડતાં બીજ લીના મંગલદાસ 127. નલિની પરાગ નલિન મણિશંકર ભટ્ટ 128. એજન 129. “તપોવન' ગોવિદ હ. પટેલ 196 222 224 84 127 18 જ 55 132 30 10 28 ૭ર 58 128 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #282
--------------------------------------------------------------------------
________________ 13 179 252 73 73 35 54 32 131 55 78 29 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 281 130. એજન 131. “ગુરુ ગોવિંદસિંહ ગોવિંદ હ. પટેલ 132. એજન 133. “પ્રતિપદા કવિ ગોવિંદ સ્વામી 134. એજન ૧૩પ. “પિતૃવંદના” પ્રો. ગોવિંદભાઈ પટેલ 136, “માતૃવંદના” પ્રો. ગોવિંદભાઈ પટેલ 137. “પદ્મા” પ્રજારામ રાવળ 138. એજન 139. પરિમલ રમણીકલાલ દલાલ 140. “મંજૂષા' મોહિનીચંદ્ર 141. “ગાંધીવિરહ’ મણિશંકર હરિશંકર દવે 142. એજન 143. “ખરતા તારાને’ પ્રહૂલાદ પાઠક 144. “સમગ્ર કવિતા 15. એજન 146. ‘ફૂલદોલ’ મનસુખલાલ ઝવેરી 147. ‘પારિજાત પૂજાલાલ દલવાડી 148. “યાત્રાપથનો આલાપ” રતુભાઈ દેસાઈ 149. “આરત” દેવજી મોઢા ૧૫એ. શેષનાં કાવ્યો” રા. વિ. પાઠક ૧૫Oબ.રા.વિ. પાઠક “વાડ્મય પ્રતિભા' કાંતિલાલ કાલાણી 151. “એકતારો’ ઝવેરચંદ મેઘાણી ૧૫ર. “સકલ સવિતા' સ્નેહરશ્મિ 153. એજન 154. એજન 155. એજન ૧પ૬. “શતદલ' ઇન્દુલાલ ગાંધી ૧પ૭. “અભિસાર મનસુખલાલ ઝવેરી 158. “મા ભગવતી’ પૂજાલાલ દલવાડી 159. “મુક્તાવલી પૂજાલાલ દલવાડી 160. “યાત્રાપથનો આલાપ” રતુભાઈ દેસાઈ 161. ‘વિશેષાંજલિ સુંદરજી બેટાઈ 162. “યંજના સુંદરજી બેટાઈ 163. એજન 164. એજન 165. સમગ્ર કબિતા ઉમાશંકર જોશી 12 818 19 194 1977 47 36 144 174 110 ર૭૭ 318 325 37 46 17 100 110 43 15 40 પ૭ 521 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #283
--------------------------------------------------------------------------
________________ 46 25 265 18 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 282 166. એજન 394 167. એજન 818 168. એજન 818 169. યાત્રાપથનો આલાપ રતુભાઈ દેસાઈ 109 170. “ઈન્દ્રધનું સુંદરજી બેટાઈ 137 171. ‘કોડિયાં” શ્રીધરાણી 204 172. ધરિત્રી પ્રેમશંકર ભટ્ટ 38 173. “મણિકાન્ત કાવ્યમાલા” શંકરલાલ પંડ્યા 283 174. “તપોવન ગોવિંદ હ. પટેલ 175. કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણી 176. એજન 113 177. “એકતારો” ઝવેરચંદ મેઘાણી 174 178. સમગ્ર કવિતા” ઉમાશંકર જોશી 179. એજન 275 180. એજન 284 181. એજન 285 182. “ફૂલદોલ મનસુખલાલ ઝવેરી 183. એજન ૧૮૪૪.એજન ૧૮૪બ.ફૂલદોલ મનસુખલાલ ઝવેરી 185. એજન 101 186, “આરાધના” મનસુખલાલ ઝવેરી 187. વિશેષાંજલિ સુંદરજી બેટાઈ 15 188. “કેટલાંક કાવ્યો” (સુંદરમનાં) સંપાદક : નિરંજન ભગત 115 189. “મહારથી કર્ણ પ્રેમશંકર ભટ્ટ ૧૯૦ઇ.એજન ૧૯૦બ “અગ્નિજયોત પ્રેમશંકર ભટ્ટ 191. એજન 192. એજન 193. એજન 194. એજન 195. એજન 1968. અર્ચન પ્રબોધ પારાશર્ય ૧૯૬બ.એજન 197. “સકલ કવિતા સ્નેહરશ્મિ 235 198. “સમગ્ર કવિતા ઉમાશંકર જોશી 76 1 199. મા ભગવતી પૂજાલાલ દલવાડી 200. “કાવ્યકેતુ’ પૂજાલાલ દલવાડી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust 98 188 97 17
Page #284
--------------------------------------------------------------------------
________________ 126 102 214 53 175 58 164 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 283 201. “વસુધા' સુંદરમ્ 202. “કેટલાંક કાવ્યો' (સંદરમના) ની સંપાદક : નિરંજન ભગત 203. “મધ્યાહન કરસનદાસ માણેક 204. “અમૃતા” દેવજી મોઢા 205. “ઉત્તરાયન' દેશળજી પરમાર 206. “સાન્નિધ્ય” હસિત બૂચ 207. “પદ્યપરાગ' કેશવ હ. શેઠ 208. “ગાંધીવિરહ' * મણિશંકર હરિશંકર દવે 209. એજન 210. “ખરતા તારાને પ્રફ્લાદ પાઠક 211. ધરિત્રી' પ્રેમશંકર ભટ્ટ 212. “ગુરુ ગોવિંદસિંહ ગોવિંદ હ. પટેલ 213. “શેષનાં કાવ્યો' રા. વિ. પાઠક 214. “યાત્રાપથનો આલાપ” રતુભાઈ દેસાઈ 215. “મધ્યાહુના કરસનદાસ માણેક 216. "પ્રતિપદા કવિ ગોવિંદ સ્વામી 25 136 18 19 132 211 127 73 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #285
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 284 ૬-અનુગાંધીયુગમાં મૃત્યુનું નિરૂપણ અનુગાંધીયુગ - પરિબળો “સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાનાં દશ વર્ષ દરમ્યાન દેશ અને દુનિયાના તખ્તા પર ઝડપથી પરિવર્તનો થઈ રહ્યાં હતાં. બીજું વિશ્વયુદ્ધ, બેંતાળીસમી લોકક્રાન્તિ, બંગાળનો દુષ્કાળ, કોમી રમખાણો વગેરે પ્રચંડ પ્રત્યાઘાતો જગાડતી ઘટનાઓ બની હતી. આશ્ચર્યની વાત એ છે કે આ નવીન પેઢીની કવિતા એ ઘટનાઓથી પ્રેરાઈને પ્રગટી હતી એમ કહી શકાશે નહીં.” 1 , - ઉશનસ્, પ્રફ્લાદ પારેખે “ત્રીસની લડતમાં ભાગ લીધો હતો. પણ કવિતામાં સ્વાતંત્ર્ય અને તેને લગતા રાષ્ટ્રીય કે સામૂહિક જીવનના પ્રશ્નોને બદલે હૃદયનાં સૂક્ષ્મ સંવેદનોને આલેખવાનું તાક્યું હતું. બાહ્ય ઘટનાઓના વિવિધ વિષયોનું આલંબન લેવાને બદલે પાંચમા દાયકાના કવિઓ “આંતરદર્શન'માં રાચે છે.” 2 પ્રકૃતિ, પ્રણય અને પ્રભુચિંતનનાં વિવિધ સંવેદનો આ કવિતાનો મોટો ભાગ રોકે - છે. આગલા દાયકાના કવિઓમાં રાષ્ટ્રીય આંદોલનનો જે પડઘો પડતો અને પીડિતોના ઉદ્ધાર માટેનો જે અભિગ્રહ હતો તેનો પણ આ કવિઓમાં ઘણે અંશે અભાવ જણાશે. તેને સ્થાને સૌંદર્યનો અભિનિવેશ અહીં ધ્યાન ખેંચે છે. “ચાળીસ પહેલાંનો કવિ સમાજાભિમુખ વિશેષ હતો.” આ નવીન કવિ સૌદર્યાભિમુખ વિશેષ છે.” હરિશ્ચંદ્ર ભટ્ટની પછી પ્રફ્લાદ પારેખ (૧૯૧૨-૧૯૬૨)ની કવિતામાં આત્મલક્ષી અંતર્મુખતાનું વલણ ધ્યાન ખેંચે છે. કવિતા “અકારણ અશ્રુની જેમ આ સંવેદનશીલ કવિના અંતરમાંથી ટપકે છે.” 4 “અમૂર્ત અને વાયવ્ય સ્વરૂપના ભાવને મૂર્તરૂપ આપવામાં પ્રલાદે વાણીના લય અને ધ્વનિ પાસેથી ઉત્તમ કામ લીધું છે. હૃદયની નાજુક લૂાગણીઓ શબ્દબદ્ધ કરતી વખતે મૌન અને મુખરતા બંનેનો મહિમા એ માણે છે.” 5 “પ્રહૂલાદની કવિતામાં જે સૌદર્યાભિનિવેશ પ્રગટ્યો તેનો સવિશેષ આવિર્ભાવ રાજેન્દ્ર શાહની કવિતામાં જોવા મળે છે.” “રાજેન્દ્રની કવિતામાં ગાંધીયુગની જ નહીં છેક ન્હાનાલાલ અને બળવંતરાયની કવિતાનું સાતત્ય નજરે પડે છે.” છે “રાજેન્દ્ર શાહ રહસ્યમય (mystic) આત્મસંવેદનાના કવિ છે... પોતામાં ખોવાઈ ગયેલ પરમ તત્ત્વને શોધતા આ કવિ કવિતામાં પોતાને અને એને એકરૂપ થઈ જતો જુએ છે. એની ઝંખના અને એના મિલનનો આનંદ તેઓ એકસરખી પ્રસન્નતાથી ગાય છે.” “રાજેન્દ્ર કરતાં તેર વર્ષે નાના નિરંજન ભગતની કાવ્યસર્જન પ્રવૃત્તિ પાંચમા અને છઠ્ઠા દાયકા દરમ્યાન રાજેન્દ્રની લગભગ સમાન્તર ચાલી હતી. રાજેન્દ્રની માફક નિરંજનમાં પણ પરંપરાનું સાતત્ય જોવા મળે છે.” 9 “કાન્ત અને ન્હાનાલાલના સંસ્કાર દર્શાવતાં ગીતો અને ઠાકોરશાઈ પ્રવાહી પદ્ય ધરાવતાં છંદોબદ્ધ કાવ્યો નિરંજનની પ્રથમ તબક્કાની કવિતાનો મોટો ભાગ રોકે છે. રૂઢ પ્રકારો ને પરંપરાગત શૈલીમાં તેમની આરંભની રોમેન્ટિક કવિતા પ્રગટે છે. પછી ઉત્તરોત્તર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #286
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 285 નિશ્ચંન્તિ (disilusionment) અને રિક્તતા-એકલતાનાં સંવેદનો વધતાં બિનંગત નિરૂપણરીતિ ધ્યાન ખેંચે છે. જે “પ્રવાલદ્વીપ'ની રચનાઓમાં શ્રેષ્ઠ કલારૂપ પામે છે. બીજા તબક્કાની કવિતામાં એક રીતે આધુનિકતાનો આવિષ્કાર જોવા મળે છે. તેમ છતાં બધાંજ કાવ્યોમાં છંદ અને લય પર કવિનું ધ્યાન એકાગ્ર થયેલું દેખાશે. એ દષ્ટિએ “છંદોલય'નાં અમુક કાવ્યો પરંપરા અને આધુનિકતાની વચ્ચે સેતુ રચી આપતાં જણાશે.” 10 “નિરંજને પોતાની સર્જનપ્રવૃત્તિના દોઢ દાયકાને બે વિભાગમાં વહેંચીને, પહેલાં પાંચ વર્ષની કવિતાને “રોમેન્ટિક' અને પછીના દસ વર્ષની કવિતાને “આધુનિક' તરીકે ઓળખાવી છે.” 11 - “નિરંજનની કવિતાનું ઉત્તમ સ્વરૂપ “પ્રવાલદ્વીપ' મુંબઈના નગરજીવનની પલટાયેલી તાસીરનાં ચિત્રોમાં જોવા મળે છે.” ર યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિમાં જીવતા મનુષ્યની યાંત્રિક જીવનરીતિ અને તેમાંથી નીપજતી કૃતકતા, અર્થહીનતા અને કાળગ્રસ્તતાનો કરુણ દોર આમ અહીં કવિતારૂપે મૂર્ત થાય છે.” 3 “તો લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલી પ્રિયકાંતની કાવ્યસર્જનપ્રવૃત્તિ આધુનિક જ નહિ, પણ પછીથી આધુનિકતાવાદી (modernist) વલણો પણ ધારણ કરે છે.” (જન્મ 24-1-1927) “પ્રિયકાંતે ગીતો અને છંદોબદ્ધ રચનાઓ દ્વારા “પ્રહૂલાદ-રાજેન્દ્ર-નિરંજને બાંધેલી સૌદર્યાનુરાગી લયલુબ્ધ કવિતાની પરંપરાને પુષ્ટ કરી છે. તેમ છતાં કવિની નિજી મુદ્રા પ્રથમ કાવ્યસંગ્રહથી જ પ્રગટ થાય છે.” 15 પ્રિયકાન્તની ખૂબી કશાક અમૂર્ત એવા રહસ્યને મૂર્તતા આપવામાં રહેલી છે.” " વ્યોમલિપિ' અને “લીલેરો ઢાળ' પ્રિયકાન્તના મરણોત્તર કાવ્યસંગ્રહો છે. થોડી છંદોબદ્ધ રચનાઓને બાદ કરતાં “વ્યોમલિપિમાં બધાં ગદ્યકાવ્યો છે. વિચ્છિન્નતા, વિસંવાદ, વિદ્રોહ, વિયોગ અને મૃત્યવિષયક વેદનો મુખ્યત્વે તેમાં શબ્દબદ્ધ થયેલાં છે.” * “વીસમી સદીના છઠ્ઠા દાયકાની મધ્યમાં ગુજરાતી કવિતા ઐતિહાસિક વળાંક લેતી દેખાય છે. આ નવીન વલણોનું પ્રતિબિંબ “કુમાર” અને “સંસ્કૃતિ' માસિકોમાં ભિન્ન ભિન્ન રીતે પડેલું હતું.” 17 “હસમુખ પાઠક જન્મ (૧૯૩૦)નો પ્રથમ કાવ્યસંગ્રહ “નમેલી સાંજ' નવીન કવિત્વરીતિનાં સુંદર નિદશનો પૂરાં પાડે છે.” 18 કોઈને કંઈ પૂછવું છે ?’માં શ્રેષ્ઠ પ્રતીક યોજના દેખાય છે. નંબર લગાડેલો પાડો, ચિક્કાર બસ અને ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું” એ ઉદ્દગારો વેધક રીતે નિષ્ફર સમાજના ક્રોસ પર દેવાતું વ્યક્તિનું બલિદાન સૂચવે છે. કવિની સંવેદના બિનંગત ઢબે કાવ્યમાં કલાત્મક રૂપે ઠરે છે એ તેની વિશેષતા.” 19 નલિન રાવળ જન્મ (1933) બે સંગ્રહો આપે છે. “ઉદ્ગાર' (1962) અને અવકાશ' (1972).... નિરંજન અને પ્રિયકાન્તની પેઠે તેમની કવિતામાં પણ સૌંદર્યાનુરાગ અને યુગચેતનાને ઝીલવાનો પ્રગલ્મ પ્રયાસ જોવા મળે છે.” 20 નલિનની કવિતામાં ક્યાંક ક્યાંક સમકાલીનોની છાયા જોવા મળે છે. આધુનિકતાનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #287
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 286 અભિનિવેશ દર્શાવે તેવી પ્રયોગખોરી પણ તેમનામાં છે. તેમ છતાં ભાવની સુકુમારતા, બાનીની નજાકત અને કલ્પનોની સૂક્ષ્મતાને કારણે સભાન રીતે પ્રવર્તેલો તેમનો સર્જનવ્યાપાર સ્વાતંત્ર્યોત્તર કવિતાના સૌન્દર્યાભિમુખ સોપાનનું એક નોંધપાત્ર ઘટક બની રહે છે. સાતમા દાયકાના આરંભમાં સુરેશ હ. જોષી દ્વારા આધુનિકતાવાદી આન્દોલન પ્રગટ્યું તે પહેલાંના એક દાયકા દરમ્યાન કેટલાક એવા સર્જકોની પ્રવૃત્તિ ધ્યાન ખેંચી રહી, જે સૌદર્યરાગી પરંપરાને પુષ્ટ કરવા સાથે નિજી વિશિષ્ટતાઓ પ્રગટ કરતા રહ્યા છે. છઠ્ઠા દાયકા દરમ્યાન ગીત, ગઝલ અને છંદોબદ્ધ રચનાઓની સેર વહેતી રહે છે.” બાલમુકુંદ દવેએ (1916) ગાંધીયુગ દરમ્યાન (1945) કાવ્યલેખનનો પ્રારંભ કરેલો. ગાંધીયુગના કવિઓની સમાજાભિમુખતા કેળવવાને બદલે મહદ્અંશે તેમણે શિષ્ટ સૌંદર્ય પ્રીતિ દર્શાવતાં આત્મલક્ષી સંવેદનો પ્રગટ કર્યા છે.” 22 ઉશનસ્ અને જયંત પાઠક કવિ બેલડીનું કવન ત્રીસી ઊતરતાં શરૂ થયેલું પરંતુ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૫૪-૫પના અરસામાં પ્રગટ થયા તે કારણે હોય તેમ રાજેન્દ્ર નિરંજનની સમાંતર ચાલતી તેમની સર્જનપ્રવૃત્તિએ વિવેચકોનું કંઈક મોડું ધ્યાન ખેંચેલું.” 23 “ઉશનસ ની (28/9/1920) કવિતાનું પ્રધાન લક્ષણ કલ્પનાનો વૈભવ છે. વાસ્તવમાંથી અગોચર ભાવપ્રદેશ સુધી પહોંચતાં તેમની દૃષ્ટિમાં અનેક અવનવાં કલ્પનો ઉઘડીને ભાષામાં ગોઠવાતાં જાય છે.” & “ઉશનસે નિરૂપેલ કુટુંબજીવનનાં ભાવચિત્રો શિષ્ટ, સરળ ને પારદર્શક બાનીમાં મઢાઈને અનુપમ સોનેટ કૃતિ પામ્યાં છે.” 25 ઉશનસનાં કાવ્યોમાં અધ્યાત્મરસ પણ જોવા મળશે. તેમાં કોઈ ચોક્કસ સંપ્રદાયનું દર્શન નથી. પરંતુ કવિસહજ સૂઝથી પ્રાપ્ત થયેલી જીવન વિશેની શ્રદ્ધાપૂત સમજ છે.” 21 જયંત પાઠકની કવિતામાં વિસ્મયમિશ્રિત વિષાદ અભિવ્યક્ત થાય છે. તેમની કવિતામાં સમયનાં આવર્તનો અવારનવાર આવે છે. જે તેમને “આધુનિક કવિ' ગણાવી શકે. “સબળ કલ્પનો, ગદ્યલયનો વિનિયોગ અને કલાકસબ અજમાવવા પરત્વે જયંત પાઠકમાં આધુનિક વલણ જોવા મળે છે. તેમ છતાં શિષ્ટસરલ બાની, તથા છંદોલય અને જીવનદષ્ટિ પરત્વે તેઓ આધુનિકોથી તદ્દન જુદું તરી આવે એવું નિજી સત્ત્વ દર્શાવે છે. તે દૃષ્ટિએ પાઠકની કવિતા જૂના-નવા પ્રવાહના સંગમ પર ઊભી છે એમ કહી શકાય.” 27 હરીન્દ્ર દવે અને સુરેશદલાલના પ્રથમ કાવ્યસંગ્રહો છઠ્ઠો દાયકો ઊતર્યા પછી પ્રગટ થયેલા છે અને તેમની પહેલાં નહીં, તો તેમની સાથેજ, આધુનિકતાવાદી (modernistic). કવિતાનું વહેણ શરૂ થઈ ચૂકયું હતું.” આમ છતાં આ બે કવિઓની મૂળ પ્રકૃતિ સૌંદર્યદર્શી આસ્તિકોની જ રહેલી છે. મનુષ્યપ્રેમ, સતશ્રદ્ધા, વિસ્મય ને વિરહદર્દથી રંગાયેલો રોમેન્ટિક મિજાજ તેમને અંતરાલના (છઠ્ઠા દાયકા) બીજા કવિઓની પંગતમાં બેસાડે છે.” 28 પ્રેમ અને મૃત્યુ જેવા ભાવની સઘન અનુભૂતિ, સત્ય અને સૌદર્યને યુગપત પામવાની ઝંખના, ભાષા ને છંદની મીઠી લયલઢણ અને ગીત ગઝલના વિવિધ પદ્યમરોડની જાણકારી આ કવિયુગ્મને સમકાલીનોમાં આગવું સ્થાન અપાવે છે.” 29 સમયની સંપ્રજ્ઞતા ઘણીવાર વેદનાને જન્માવે છે. આધુનિક કવિતામાં એ સંપ્રજ્ઞતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #288
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 287 તીવ્ર અનુભૂતિ જોવા મળે છે. હરીન્દ્રની ગઝલો અને અછાંદસ રચનાઓમાં આ સંપ્રજ્ઞતા અને તજ્જન્ય વેદના પ્રતીત થાય છે.” 30 “સુરેશ દલાલ (૧૧/૧૦/૧૯૩૨)ના સર્જનમાં આંતરિક અનુભૂતિ અને બાહ્ય પરિબળો બંને તેમને પ્રેરણારૂપ બનેલ છે. આથી જેમ અંગત સંવેદનો તેમ આસપાસની દુનિયા પણ તેમની કવિતામાં ઊતરે છે.” 31 સુરેશ વારંવાર મૌનનો મહિમા કાવ્યમાં વર્ણવ્યો છે. કોયલની છાતીમાં શબ્દના માળા’ને એમણે જોયો છે. શબ્દની પાછળ રહેલ “હોઠ' અને “હોઠની પાછળની “ચીસ'ની તેમને જાણ છે. તેમ છતાં તેમની સમાભિમુખતા ઘણીવાર કવિતામાં વાણીનો ફુવારો ઊડાડે છે. આધુનિક માનવીની વેદના અને યંત્રસંસ્કૃતિના ઠાઠ તેમની કવિતામાં નિબંધપણે મુખરિત થાય છે.” “આ અરસાના બીજા નોંધપાત્ર કવિઓમાં પ્રથમ ઉલ્લેખપાત્ર પિનાકિન ઠાકોર (1916) છે. અધ્યાત્મ ને સૌંદર્યની ગૂઢ અનુભૂતિ દર્શાવતાં લયમધુર ગીતો એ તેમની વિશેષતા છે.” 32 - “હેમંત દેસાઈએ પ્રણય અને પ્રકૃતિની કવિતા લખી છે. તેમાં સુંદરમ્, ઉમાશંકર, પ્રહલાદ, રાજેન્દ્ર આદિનો પ્રભાવ વરતાય છે.” 33 મકરંદની કવિતામાં શબ્દના ઊંડાણ ને મૌનનો મર્મ દશાર્વતી અભિવ્યક્તિ છે.... તેમની કવિતા ગેરવા રંગનાં કલ્પનો ઊડાડતી આગળ વધે છે. એ પ્રતીકો જૂની પરંપરાનાં છે.... સુગેય ઢાળ, ચમત્કારક લય અને તળપદા રૂપકો દ્વારા જીવનના મર્મ ખોલતી આ કવિતા આધુનિક સાથે જૂના પ્રવાહનું અર્થપૂર્ણ સાતત્ય સાધી આપે છે.” 34 અનુગાંધીયુગમાં મૃત્યુ કરુણરૂપે અનુગાંધીયુગમાં સ્વકીય વિત્તથી સમકાલીનોથી જુદા પડતા કવિ હરિશ્ચંદ્ર ભટ્ટે છેક ૧૯૨૫માં કવિતા લખવાનું શરૂ કરેલું. પરંતુ એનો તેજસ્વી ઝબકાર ચાલીસ પછી જોવા મળે છે. ઉમાશંકરે એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ “સ્વપ્નપ્રયાણ” સંપાદિત કરી પ્રગટ કર્યો. નિર્દોષ ને નિર્મળ આંખ તારી' કવિની બહેનના અકાળે થયેલા અવસાનના આધાતનું કાવ્ય છે. અહીં શબ્દ શબ્દ કરુણ ટપકે છે. જીવનચુંદડી હજુ એ પહેરે ન પહેરે ત્યાં એણે એનો શૃંગાર ચિતામાં પૂરો કર્યો, કવિ કાળ તેમજ નિયતિ સામે આક્રોશ વ્યક્ત કરે છે, ને પછી માનવની પામરતાનો ય સ્વીકાર કરે છે. “રાઈનર મારિયા રિલ્કને' છે તો અંજલિકાવ્ય. પણ કરુણરસથી નીતરતું કાવ્ય છે આ, જર્મન ભાષાના આ પ્રસિદ્ધ કવિ (૧૮૭૫-૧૯૨૬)ના મૃત્યુ માટે ગુલાબનો કાંટો નિમિત્ત બને છે. પુષ્પપ્રેમી કવિ માટે પુષ્પનો કાંટો જ મૃત્યુનું નિમિત્ત બને છે. વસંત'માં અકાળે અવસાન પામેલાં સ્વજનોની તીવ્ર સ્મૃતિ શબ્દબદ્ધ બની છે. કવિના બનેવી પશુપતિ ન. ભટ્ટનું મૃત્યુ ફાગણવદ પાંચમે થયું હતું. કવિના બહેનનું વસંતપંચમીએ, ને પિતાજીનું ફાગણ સુદ આઠમે થયેલું. તેથી શિશિરના શીતને કવિ હરિશ્ચંદ્ર “મૃત્યુ' સાથે સરખાવે છે. પરશુરામ સમા બનેવીને અંજલિ અર્પતાં કવિ સદ્ગતની વિદ્વત્તાને બિરદાવે છે. “હોલિકા પર્વણી પહેલાં . અમારાં ઋત ઓસર્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #289
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 288 બ્રહ્મપુત્ર અમારો એ યાત્રી ઉત્તરનો થયો” 1 રૂપાના ત્રીસ સિક્કાઓ માટે ઇસુનો દ્રોહ કરનાર, ને પછી કમોતે મરનાર મિત્રદ્રોહીની વ્યથા “જુડાસ’માં વ્યક્ત થઈ છે. બાલમુકુંદ દવે (1916) મુક્તિને બદલે ભવોભવની પરકમ્મામાં આનંદ માને છે.... કલ્પનની મૂર્તતા ને લય મંજુલ પદાવલિને કારણે તેમણે ન્હાનાલાલ ને ગાંધીજીને ઉદ્દેશીને લખેલાં અંજલિગીતો પણ ઊંચું કાવ્યત્વ સિદ્ધ કરી શક્યાં છે. હરિનો હંસલો' ગાંધી મૃત્યુ વિશે લખાયેલાં કાવ્યોમાં ઉત્તમ ઠરે તેવું છે.” 2 પ્રેમનો વિજયમાં અંતિમ મિલનની ક્ષણો માર્મિક રીતે આલેખાઈ છે. પહેલાં મળતાં ને છૂટાં પડતાં ત્યારે “મળ્યાં છેલ્લાં આજે, અવ નવ કદી” એવું આસાનીથી બોલી શકાતું. હવે ખરેખર એ સ્થિતિ સરજાઈ ત્યારે વાચા જ હણાઈ ગઈ. વિખૂટા પડવંજ અશક્ય બની ગયું. પરાણે ખાળેલાં જ છલકતાં ના છલકતાં થવા છૂટાં ભારે ડગ ઊપડતાં ન ઊપડતાં ? “બાલમુકુંદને મૃત્યુનો અનુભવ છે. પત્નીના ને બે પુત્રના મૃત્યુનો અનુભવ. આ અનુભવમાંથી એમણે જે ભરી ભરી વેદનાનાં કાવ્યો કર્યા છે, એ કાવ્યો જો મૃત્યુ વાંચે તો પોતાની ભૂલ માટે કાયમ શરમિંદુ બનીને પશ્ચાત્તાપ કર્યા વિના રહે નહીં. એમાં વેદના છે, પણ વેદનાવેડા નથી.” * દાંપત્યમાંગલ્યની સાથે સાથે બાલમુકુંદની કવિતામાં “બાળક” પણ મહત્ત્વનો વિષય બની રહે છે. દાંપત્યની પરમ સિદ્ધિરૂપ સંતાનનું મૃત્યુ કેવી મર્મવિદારક વ્યથા જન્માવે તે સંવેદના “જૂનું ઘર ખાલી કરતાં'માં અસરકારક રીતે વ્યક્ત થઈ છે. પ્રથમ ખંડમાં ખાલી ઘરમાં રહેલી ઝીણી ઝીણી વસ્તુઓની યાદી, ને બીજામાં મૃત્યુ પામેલા જિગરના ટુકડાનુંપુત્રનું હૃદયભેદી સ્મરણ સોંસરવો પ્રશ્ન કરે છે. “બા બાપુ ના કશુંય ભૂલિયાં એક ભૂલ્યાં મને કે” ? સરળ, સહજ ઉરસંવેદના અહીં કરુણને ઘેરો બનાવે છે. જ્યાં દેવો ' પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો ને જયાંથી રે કઠણ હૃદયે અગ્નિને એક સોંપ્યો. કેલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે “બા-બાપુ ના કશુંય ભૂલિયાં એક ભૂલ્યાં મને કે ?" 5 બાલમુકુંદની કવિતામાં સ્વાનુભવની સચ્ચાઈનો રણકો જોવા મળે છે. “તું જતાં સદ્ગત પત્નીને ઉદ્દેશી લખાયેલું કરુણગર્ભ કાવ્ય છે. આત્મીયજનનું મૃત્યુ જિંદગીને સ્વપ્નોનું સ્મશાન બનાવી દે છે. “દિન સૌ ભડકા છ આગના - રજની સૌ ઢગલા છ ખાખના વિધિના વસમા છ વાયરા 2i : આશા અવસાન જિંદગી” : પ્રિયજનના સ્મરણ સાથે સતત જિંદગીના મુકામ ભણી કૂચ કરવાની રહે છે. “દાદીમાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #290
--------------------------------------------------------------------------
________________ * અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 289 ઓરડોમાં દાદીમાને બાલમુકુંદે અંજલિ આપી છે. દાદીમાના ભૂતકાળને કવિ યાદ કરે છે. ત્રણ પેઢીનાં પારણાં અહીં જ આ ઘરમાં દાદીમાએ ઝૂલાવ્યાં હતાં. “કદી મરણ બા અકલ ફૂલડાં ચૂંટીયે લિયે સહ્યા કઠણ ઘા તમે કરુણ મૂર્તિ ભારે હિયે” 0 દાદીમાનો અનેક સુખદુ:ખનાં સ્મરણના પટારા સમો ઓરડો હવે સૂનો બની ગયો છે. નયન દાદીમાને જ ખોળે છે. સકલ વૃદ્ધમાં દાદીમાનું દર્શન તેઓ કરે છે. - સ્વ. પ્રફ્લાદ પારેખની કવિતા “અકારણ અશ્રુની જેમ એમના સંવેદનશીલ અંતરમાંથી ટપકે છે. ભક્તિ અને પ્રભુપ્રેમને મૃત્યુ પરાજિત કરી શકતું નથી. એની કરુણ કથા “છેલ્લી પૂજા'માં કવિએ વણી છે. “બુદ્ધનો સૂપ જે પુજશે એને મોતની સજા મળશે. આ ધોષણાની ચારેબાજુ શોકઘેરી છાયા વાતાવરણમાં પ્રસરેલી હોવા છતાં આરતી સમયે આરતીની સામગ્રી લઈ કોક સુંદરી ત્યાં પહોંચે છે. કદાચ એ છેલ્લી નવશિખ આરતી હતી ને આખરી એ પળ જિંદગી તણી” “સુંદરીના નમેલા ગળા પર તલવાર વીંઝાતાં, પ્રાણ જ પુષ્પમાળા થઈને જાણે આરોપાય છે. કાયાની જ ભવ્ય આરતી બની જાય છે. ભક્તિ અને પૂજા પાસે “મૃત્યુવામણું બની જાય છે. વેદનાની અનુભૂતિ રાજેન્દ્ર શાહને ક્યારેય નાસ્તિક બનાવતી નથી. શ્રદ્ધાને કારણે વેદના સ્વીકારી અંતે તેમાંથી તેઓ મંગલ દર્શન પામે છે. રાજેન્દ્રની કવિતામાં મહદ્અંશે મંગલદર્શન જ હોવાથી મૃત્યુ એમની કવિતામાં કરુણરૂપે ભાગ્યેજ આવે છે. માત્ર “દીપક રે હોલવાયો'માં સ્વજનમૃત્યુને કારણે છવાયેલા અંધકારની કવિ વાત કરે છે. નયનજયોતસમી પ્રિય વ્યક્તિ ચાલી જતાં કાવ્યનાયક પણ મૃત્યુઝંખના કરે છે. - ઉશનસનું કવન ત્રીસી ઊતરતાં શરૂ થયેલું. એમની કવિતાનું પ્રધાન લક્ષણ કલ્પનાનો વૈભવ છે. ઉશનસની કવિતામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને “લોકક્ષયરૂપકાળ' પણ પ્રભુરૂપે દેખાયો છે. છેલ્લી પ્રણયિની ને'માં ઉશનસે વિશિષ્ટ રીતે મૃત્યુના સંદર્ભને ગૂંથ્યો છે. આ કાવ્ય એક સ્મરણકથા છે. કાવ્યનાયકના મૂર્તિમાન હૃદયસમો જીર્ણશીર્ણ થઈ ગયેલો કાવ્યસંગ્રહ એમના મરી ગયા પછી પ્રણયિનીને મળે તો એની ઉપેક્ષા ન કરવા વિનંતિ કરાઈ છે. “ફૂલખવું'માં વેલના માંડવેથી ફૂલ ખર્યાની વેદનાનો અનુભવ વ્યક્ત થયો છે. - દીકરીનું અવસાન થતાં “મનોમુદ્રા' કાવ્યસંગ્રહ ચિ. અલ્પનાને અર્પણ થયો છે. સ્વજનમૃત્યુએ થતા ખેદની લાગણી ટાળી શકાતી નથી. આકૃતિ જતાં રૂપગંધનું સૌષ્ઠવ પણ નષ્ટ થાય છે. ને ત્યારે સ્વજન હૈયે ઊંડો ચિરાડો પડે છે. ને તેથી જ તો કવિ આંસુનું ઊંનું અંજલિફૂલ પેલા ખરેલા ફૂલની સમાધિ પર મૂકે છે. પૂ. બાપા જતાંમાં પિતાના મૃત્યુ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પતાં આઠ સૉનેટની એક સળંગસૂત્ર માલા કવિએ આપી છે. સ્વજનમૃત્યુ સંદર્ભે થયેલી અકથ્ય આઘાતની અનુભૂતિ, સ્વાનુભવની સચ્ચાઈને લીધે વધુ સઘન ને હૃદયસ્પર્શી બની છે. જેમાં પિતાની હયાતી વખતનાં સંસ્મરણો પણ ગૂંથાયાં છે. “રાખ અને સ્કૂલમાં પિતાના અવસાનનો શોધ વ્યક્ત કરતાં કવિ કહે છે. 1 . . “અમે જેને સ્કંધે ચઢી , ઉછરિયા વેલ સરખા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #291
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 290 અમારી ખાંધે તે તરુવર સ્વયં રે ચઢી ગયા” 9 એ જીર્ણ શરીર પણ વહાલું હતું. કારણ એ વત્સલમૂર્તિ પિતાનું શરીર હતું. ગેરુસમાન ભગવું મન ધરાવતા વેદાન્તી પિતાની છબી બને તોય'માં પ્રગટ થઈ છે. વેદાન્તી પિતાના મૃત્યુનો શોક કરવાનું મિથ્યા હોવા છતાં પુત્રની આંખ તો ભીની થઈ જ જાય છે. ને તેથી તેઓ વેદાન્તી પિતાની ક્ષમા માગે છે. પિતાના મૃત્યુબાદ ઘેર-વતનમાં પત્ર લખતાં કંઈક જુદો જ વસમો અનુભવ કવિ કરે છે. “પ્રિય પિતાજીનું સંબોધન કર્યા પછી એકાએક પિતાના મૃત્યુની યાદ તાજી થતાં દગો ટપકવા માંડે છે. “સંબોધન' સ્થળનો શૂન્યાવકાશ હૃદયને દઝાડે છે. તો “પત્રરસમાં દૂરસુદૂરની જિંદગીમાં એમના પત્રોને કવિ યાદ કર્યા વિના રહી શક્તા નથી. પત્રો જ તો હતા પિતાના જીવનને ટકાવનાર અવલંબન. “હું જાણુંમાં મરણની ફિલસૂફી સુંદર રીતે કવિએ મૂકી આપી છે. તો સાથે વાસ્તવનેય વાચા આપી છે. સ્વજનમૃત્યુના આઘાતાનુભવમાં, એ અશ્રુ અને વેદનામાં બધીજ ફિલસૂફી ઓગળી જાય છે. માનવે મૃત્યુથી ટેવાવું જ રહ્યું, એ જાણવા છતાં અહીં સ્થિતિ કંઈક જુદી જ છે. કવિ કહે છે. “પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું” 10 (‘તૃણનો ગ્રહ પૃ. 92) કોઈ અન્યનું મૃત્યુ એ નવી વાત નથી. ધોરી રસ્તે થઈને જીવનની ખાંધે ચડીને જતા મૃત્યુને તો કવિએય જોયું છે. પણ શિરછત્રસમાં સ્વજનનું મૃત્યુ વિષમ છે. છ કોઠે જીતનારી જીવનમરણની એ ફિલસૂફી અહીં સાતમે કોઠે હારી જાય છે. ને તત્ત્વજ્ઞાનનું શુષ્ક ટૂંપણું નિરર્થક બની જાય છે. ને તેથી જ તો કવિ પોતાનાં નયનોને એકાંતમાં નિરાંતે ટપકવા કહે “સ્પંદ અને છંદ' સંગ્રહમાં ઉશનસ્ માતાના મૃત્યુનિમિત્તે અગિયાર સોનેટ્સ શ્રદ્ધાંજલિરૂપે આપે છે. “વળાવી બા આવ્યા'માં બાને સ્મશાને વળાવી આવ્યાનું કરુણ મધુર અંદન કવિએ શબ્દબદ્ધ છે. જેમાં પોતાની જનની માટે કવિ “ફૂલ સરખી ફોરી’ વિશેષણ વાપરે છે. સ્મશાનેથી પાછાં ફરતાં ફરી એકવાર તેઓ છેલ્લીવાર ચિતાને જોઈ લે છે. ઘેર આવ્યા પછી આંતર્થક્ષથી ચિતાની જ્વાળાઓને ફરી કવિ નિહાળે છે. હવે એ વાળાઓ મનહૃદયના એકાંત વગડે કજળે છે. માના કજળતા દેહમાંથી ઊડતી વિભૂતિભભૂત આકાશે પહોંચી જાણે સ્વર્ગસ્થ પિતાના કપાળે બીજ શી અંકાઈ જાય છે. ને પિતાની સૌભાગ્યરેખા બની જાય છે. નર્મદામાં ફૂલ પધરાવતાંમાં જનની-મૃત્યુએ થયેલા આઘાતની તીલી સોય શી ચીસને શમી જવાનો અનુરોધ કરી જનનીને મોક્ષ મળે એવી વાંછના વ્યક્ત કરતાં ઉષ્ણ નયનલની શ્રદ્ધાંજલિ આપે છે. “જનની મૈને બધુંજ ગયાનો અનુભવ પણ ક્યારેક થતો. જે “નષ્ટો મોહ’માં વ્યક્ત થયો છે. - ૧૯૭૬માં પ્રગટ થયેલા “રૂપના લય” સંગ્રહમાં વતન-પ્રીતિનાં કાવ્યોમાં બાની કરુણ મૃતિ અંક્તિ થઈ છે. દિવાળીની રજાઓ પડતાં વતન અને બા બંને યાદ આવે છે. બા એ ઉશનસુને મન વતનનો પર્યાય' હતાં. હવે વતનમાં કોણ બોલાવે? બાના ચહેરાના પ્રતિબિંબને ઝીલતું વતન હવે જાણે સાદ દઈ બોલાવતું નથી. (‘વતનની બે દિવાળીતંદ્રાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #292
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 291 તંદ્રા-૧) છતાં વતનની દિશામાં ઊપડતી ગાડીને જતાં કવિ સ્મરણપ્રદેશે પહોંચી જાય છે “અલ્યો સૌ આવ્યા કે” ? ' માના શબ્દોનો ભાસ થાય છે. “તંદ્રા-૨'માં છોકરાંઓને દૂરથી સાદ કરી વાળ માટે બોલાવતી મા યાદ આવી ગઈ છે, ચૂલે વળીને દીવાટાણે બધા બેઠા હોય, ત્યારે કોરેલ ગરબાની વચ્ચે શોભતી દીવી જેવી મા કુટુંબ વચ્ચે શોભતી. સ્મરણને મેળે પહોંચી ગયેલું કવિનું મન તથા હૈયું મૃત જનનીને રગેરગે અનુભવે છે. “જૂના ચહેરા જાગે” (“વીથિકા)માં સ્મશાનમાંથી જાગી ઊઠતી રજષે સદ્ગતનાં સ્મરણો ઊખળે છે. કોઈક ગમગીન સ્મરણ કરુણરૂપે તાકી રહે છે. તો કોઈક વળી આડા ફરી જઈ પોતાની વ્યથા છુપાવતાં નયનજલને સંતાડે છે. “આંખમાં હશે આંસુ” (“રૂપના લય)માં સ્વમૃત્યુકલ્પના કરતો કાવ્યનાયક પત્નીની ઉજ્જડ આંખે ચોમાસું નીતરશે, ત્યારે પોતે તો હશે નહિ, એવો વિચાર કરે છે. એની ગમગીનીને એની બાળકી પણ જોઈને આશ્ચર્ય પામશે. પતિ વિનાનું જીવન પત્નીને નિરર્થક લાગે છે. જયંત પાઠક પણ “વતનથી વિદાય થતાં'માં સદ્દગત માનાં સ્મરણોને વાચા આપે છે. (‘અનુનય') જીવ ને તો આગળ જ જવાનું, હદ પૂરી થયે શ્વાન પણ પાછાં ફરશે, શિશુત્વ યાદ આવી જાય છે. “ક્યાં છે ?માં પણ વતનની સીમને શોધતો કવિ મૃત માને યાદ કરી . લે છે. “અંધારાની કાળી ગાયને દોહતી મા હવે નથી જડતી' એક વારનું ઘર' કાવ્ય પણ આમ તો વતનની યાદનું. કવિ ઉશનસની જેમ જયંત પાઠક માટે પણ વતન અને બા એકમેકના પર્યાય છે. સદ્ગત સ્વજનોનાં ઊખળતાં સ્મરણોમાં સરકી ગયેલા સમયનોય નિર્દેશ છે. “પિતાજીની શ્રાદ્ધતિથિએમાં કવિને સાંભરેલા શૈશવનો કરણસંદર્ભ (મૃગયા') વણાયો છે. દસેક વર્ષના બાળકની આછી આછી સ્મૃતિ સળવળે છે. પિતાને “પરસાળમાં જોયેલા, છેલવેલા ભોયે લીધેલા’ રામનામ બોલાય છે. દીવો હોલાય છે. આંખો દદડે છે. બસ આટલી સ્મૃતિનું આજે શ્રાદ્ધ. “મનામણુંમાં (“મૃગયા') સદ્ગત પતિની સ્મૃતિએ ઝૂરતી પત્નીની મનોવ્યથા પ્રગટ થઈ છે. જનારે તો મમતા મેલી દીધી ને ચાલી નીકળ્યા. હવે મનામણાં શી રીતે કરાય? પણ અહીં રહેનાર વિરલે ઝૂરે છે. ને સુક્કી ડાળે વળગેલા પાનની જેમ ખર્યા કરે છે. ડાબી આંખ ફરકે, મોભે કાગડો બોલે ને છતાં પ્રિયતમ ન આવે. પ્રેમની વર્ષાઋતુમાં તો એ ખાસ કાલાવાલા કરે છે. મૃત્યુજન્ય વિરહને લીધે જન્મેલો વિપ્રલંભશૃંગાર અંતે કરુણને જ વ્યક્ત કરે છે. કે ઈશ્વરચંદ્ર ભટ્ટ “વિકલ જનની' કાવ્યમાં પિતા સ્વર્ગે સિધાવતાં, ને ભાઈઓ ધંધાર્થે અળગા થઈ જતાં એકાકી બનેલાં માની વિરહવ્યથા વ્યક્ત કરે છે. વિકલ જનનીનું સંધ્યા સમયનું મૌન કવિ ચિત્તને હલાવી નાખે છે. (‘પર્ણરવ') “ફૂલખવું'માં બાળકના મૃત્યુનો પ્રતીકાત્મક રીતે નિર્દેશ થયો છે. “મધુર્યાદમાં કવિ ઈશ્વરચંદ્ર ભટ્ટે તેમનાં ધર્મપત્ની સૌદામીના મરણ બાદ એમના વિશે લખાયેલાં ચાલીસ સૉનેટ ગ્રંથસ્થ ર્યા છે. મકરંદ દવેને “મધુસંદ’માં પર્ણરવની લીલી રાત્રીમાં પ્રાણની લહેરી, આનંદનાં મધુફળ ઝુલાવતી, નવાં નવાં નક્ષત્રો ઊઘાડતી દેખાઈ છે. પત્ની એલી મહાપ્રવાસે ચાલી ગઈ. એનો કવિને રંજ છે. જે પંચભૂતે ગઈ ઓગળી તું તે પંચભૂતે રમમાણ હું છું” રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #293
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 292 તેઓ વિચારે છે કે, પોતાના જવાથી આ વિધુરને શું અને કેવું સહેવું પડશે, એનો વિચાર ન આવ્યો ?' - પ્રિયકાંત મણિયાર ખીલા' કાવ્યમાં (‘પ્રતીક') મકાનો બાંધવા તૈયાર કરેલા ખીલા ને જોઈ ઈસુના વધનું સાધન ખીલા બન્યા હતા એ યાદે વ્યથિત થયેલા. “કૌચનો વધ” કરનાર શિકારીને પેલા પ્રેમમગ્ન ક્રૌચ યુગલમાંના એકને વધતા બાકી રહેલાની આર્તચીસ વારંવાર સંભળાયા કરે છે. “જલાશયમાં સ્વજનમૃત્યુનો સંદર્ભ ગૂંથાયો છે. જળાશય આવે એટલે વળાવવા જનારે પાછા વળી જવાનું હોય છે. નનામી આગળ ચાલે છે ને પ્રિય સ્વજનની આંખ છલકી ઊઠે છે. સાથે તો જઈ શકાતું નથી. આંસુ વહાવ્યા સિવાય કરી પણ શું શકાય? મૃત્યુ પામતા પુષ્પને, બાળને મૃત્યુ પાસેથી પાછું મેળવવાની ઝંખના “ફૂલ” કાવ્યમાં વ્યક્ત થઈ છે. પણ વિલયની પળ તો આવી પહોંચે છે. “મૃત્યપળ” “વિલંબ શબ્દને ઓળખતી નથી. કઈ મા પોતાના જ હાથમાં, પોતાના બાળકને મૃત્યુ પામતું જોઈ શકે ? તો “આઝંદમાં એક પંખીબાળના અવસાનની મુલાયમ રીતે કવિએ વાત કરી છે. પવનનો ભયાનક સૂસવાટો આવતાં પંખી ઢળી પડે છે. માથી વિખૂટું પડી જાય છે ને ઓચિંતી હિમશિલા તૂટી પડે છે. , “અનંત શ્વેત ભાર તળે એક ચગદાયો મૃદુ લઘુ આકાર” 13 ને વ્યાકુલ મા તીવ્ર આનંદ કરી ઊઠે છે. મારી | ગીતાબહેન પરીખ આમ તો મૃત્યુને મંગલ માને છે. પણ અંગત સ્વજનનું મૃત્યુ તો ભલભલાને વ્યથિત કરી દેતું હોય છે. “બા તું ગઈ ને” તથા “મૃત્યુદંગલ'નું કાવ્યપંચક ગીતાબહેનનાં મા તથા પિતાના અવસાને પ્રેરેલી રચનાઓ છે. “મૃત્યુમંગલ કરુણપ્રશસ્તિ જેવો ઘાટ લઈને આવે છે. સ્વજનમૃત્યુના આઘાતે ભડકે બળતું ભીતર સુંદર ગીતો શું ગાઈ શકે ? “ભીતર' કાવ્યમાં ભડકે બળતા ભીતરનો વલોપાત છે. સ્વજનમૃત્યુએ મચાવેલા ખળભળાટને કોઈ એકાદ બોલ શાંત કરી શકે તેમ નથી. મૃત્યુનો કોઈ વિકલ્પ નથી. ગીતાબહેને માના મૃત્યુ અંગે બે અને પિતાના મૃત્યુ નિમિત્તે પાંચ મંગલમૃત્યુ' કાવ્યો લખેલા છે. “વજ જેવા દેખાતા પિતાજીનું ઉર પણ બા જતાં ધ્રૂજી ઊઠે છે. (“બા તું ગઈ ને) ને અશ્રુધારે વહે છે. ૧૭/૪/૭૧ના રોજ થયેલ પિતાના મૃત્યુ પર કવયિત્રી “મૃત્યુમંગલ' નામનું કાવ્યપંચક રચે છે. હવે મૃત્યુને મંગલરૂપે સ્વીકાર્યું હોવા છતાં ક્યારેક પાછું હૈયું દ્રવી ઊઠે છે. ગયા. બસ.... ગયા'? માં લાગણીનો સામાન્ય ઉદ્રક જોવા મળે છે. છત્ર જતાં છત પાંખી થઈ જાય છે. ને જીવવું દોહ્યલું બને છે. પિતાએ લીધેલી અંતિમ વિદાયની વેદનાની ઓસરતી તીક્ષ્ણતાનો નિર્દેશ “હવે તો લહું”માં થયો છે. પિતાનો એ પ્રસન્ન ચહેરો હવે કદી નિરખવા નહિ મળે એવો વિચાર ક્ષણભર થથરાવી દે છે. - સુરેશ દલાલને કવિતા દ્વારા પ્રગટ થતા, ભાર વિનાના તત્ત્વજ્ઞાનમાં રસ છે. સુરેશ દલાલે મૃત્યુને પોતાની કલમની નજાકતથી પુષ્પ શું કોમળ બનાવીને આપણી સમક્ષ મૂકી આપ્યું છે. મરણના વિચારને તેઓ જીવનનો જ અંશ ગણે છે. જો કે મરણના વિચારનું એમને વળગણ નથી. સુરેશ દલાલની કવિતાના સંદર્ભમાં અનિલ જોશી લખે છે. “કોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #294
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 293 શાસ્ત્રજ્ઞ મૃત્યુની જન્મકુંડળી નથી માંડી શકતો. પણ આ સૃષ્ટિમાં કવિ એકજ એવો જ્ઞાતા છે કે એ મૃત્યુની જન્મકુંડળી માંડી શકે છે.” w જ પિતાને અંજલિ આપતું કાવ્ય “પૂર્ણબ્રમણ' (‘તારીખનું ઘર') અનુભૂતિની સચ્ચાઈને કારણે વધુ હૃદયસ્પર્શી બન્યું છે. ડૂમો ભરાયેલા ચિત્તમાંજ થીજીને ઠરી ગયેલાં અદશ્ય આંસુ વડે તેઓ પિતાનું શ્રાદ્ધ કરે છે. પ્રિયજનના અવસાન પછી માત્ર એણે લખેલા પ્રેમપત્રો મરેલાના સાન્નિધ્યનો કંઈક અનુભવ કરાવી શકે. સ્મૃતિની રઝળતી કબરસમાં એકએક પરબીડિયામાંથી ટપકતી વેદનાને “થોડાંક સપનાં અઢળક ભ્રમણામાં કવિએ વાચા આપી છે. કવિનો અતિપ્રિય દોસ્ત જગદીશ અવસાન પામે છે, ત્યારે એમનું હૈયું હચમચી ઊઠે છે. ને “પ્રિય દોસ્ત જગદીશને, માણસ ભૂખ્યા માણસને' કાવ્યનું સર્જન થઈ જાય છે. બીજમાંથી ફૂટેલી એ ડાળને અકાળે કાપી નાખનાર મૃત્યુ પ્રત્યે કવિને રોષ ચડે છે. લાગણીની લીલીછમ વાડીને એ મૃત્યુ એકજ ઝાટકે વેડી નાખશે એની કોઈનેય ખબર ન હતી. ને પછી ખોબામાં રહે છે, માત્ર નહિ સારેલાં આંસુ, ને હોઠ પર નહીં પાડેલી ચીસ. “મહાપ્રસ્થાન' કાવ્યમાં પણ આમ તો ચાલ્યા વિના ચાલી ગયેલા મિત્રને ચિતામાં પોઢાડી દીધાની પળ વખતના સ્ટેજ હલી ગયેલાં આંસુનો નિર્દેશ છે. કાનમાં મૃત મિત્રના અવાજના આંદોલન ઉભરાય છે. જીવંત વ્યક્તિનો અવાજ જુકો લાગે એટલો બધો પેલા મરણ પામેલા સ્વજનનો અવાજ સાચુકલો લાગે છે ને છતાં એ મૃત્યુ પામ્યો છે, એ હળાહળ સત્ય છે. તેથી તો મરેલા માણસનો અવાજ સાંભળીને જીવતા રહેવાની ક્રિયા કાખઘોડી લઈને હિમાલય ચઢવા જેવી દુષ્કર છે. માણસે સંવેદના ગુમાવી છે, પણ ઈશ્વરે નહિ. “ઈશ્વર હવે વેઈટીંગરૂમમાં'માં કોઈના અકાળે થતા અવસાન સમયે ઈશ્વર કેવો ઉદાસ થઈ જાય છે. એ સરસ બતાવ્યું છે. કાચા ફળની જેમ જયારે કોઈક જીવન ટપકી પડે છે, ત્યારે ઈશ્વર ઉદાસ થઈ જાય છે. એકએક કૂલમાં, જન્મતાં પહેલાં મૃત્યુ પામેલા પોતાના બાળકનો ચહેરો શોધતી ને પોતાના ઉદરસ્થ બાળકની સુગંધ વિધાતા પાસે પાછી માગતી, મા નહિ બનેલી એક સ્ત્રીની વેદના વ્યક્ત કરતાં સુરેશ દલાલ લખે છે. “ખાલી આ કૂખમાં ફરકે છે કોણ ઓરતાની આંખડીઓ રડતી પારણે અવાવરુ કૂવા ભર્યા પૂછો મોતને કરુણ કેવી જિંદગી” ? " ઉદરમાંજ મૃત્યુ પામેલા બાળકની માનો વલોપાત જિંદગી કરતાં મોતને વધુ સારું ગણે છે. સુરેશ દલાલના કાવ્યસંગ્રહ “વિસંગતિને હરીન્દ્ર દવે સંબંધોની કવિતા તરીકે ઓળખાવે છે. સ્મરણના બહુવિધ રંગોમાં “ગુલમહોરી રંગથી માંડી મૃત્યુ પામતા મનુષ્યના નખ જેવો સ્મરણનો “રાખોડી રંગ” પણ કાવ્યનાયક જોઈ શકે છે. શબ પર ફૂલ મૂકીએ છીએ એ પહેલાં હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.” ....મૃત પદાર્થ પર પુષ્પ જેવી જીવત મહોરતી ચીજ મુકાય છે. જીવંત હૃદય પર જડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #295
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 294 પદાર્થ-પથ્થર મુકાય છે. જે અનુભવ આમ તો શબ્દાતીત છે. સુરેશ દલાલને મિત્ર જગદીશના ઓશીકા પાસે બેઠેલા મૃત્યુનો ચહેરો કઠોર દેખાયો છે. ભીડાયેલા હોઠમાં દોસ્તને ઊઠાવી જવાના સંકલ્પની સખતાઈ ભરીને આવેલા મૃત્યુ પાસે સપ્તપદીના પેલા સાત ફેરા (દોસ્તના ઓશીકા નજીક) જીવનની ભીખ માગતા, પ્રાર્થના કરતા દેખાયા હતા. ખભા પર નિશાળનું દફતર લટકાવતો કિશોર દોણી લઈ સ્મશાને શી રીતે જશે? એ પ્રશ્ન કવિને સતાવે છે. કવિ કહે છે. “મારા દોસ્તના ઓશીકા પાસે આ લગ્નના ફોટાઓ મૃત્યુ પાસે હાથ જોડીને ઊભા રહ્યા છે” પણ મૃત્યુના ભિડાયેલા હોઠમાં પોલાદી સંકલ્પની સખતાઈ છે” 8 મૃત્યુ પામી રહેલી વ્યક્તિની શી સ્થિતિ હોય એની કાવ્યમય કરણ મધુર કલ્પના સુરેશ દલાલે કરી છે. (પવનના અશ્વ') કવિ કહે છે “ક્યારે ધીમે ધીમે અચાનક ઇન્દ્રિયોના દિવા ઓલવાઈ જશે એની ખબર નથી. માણસ મૃત્યુ પામે ત્યારે કોઈકનો મધુર અવાજ બાજુમાંજ હોવા છતાં એને ઓળખવા એના કાન ના પાડશે. આંખ સામે પ્રિય વ્યક્તિનો ચહેરો હશે, પણ આંખ ઓળખવાની એને ના પાડશે. રોમાંચના દીવા પ્રગટાવનારના સ્પર્શને ઓળખવાની રોમેરોમ ના પાડશે. માણસ અને ઈશ્વરની ઘડિયાળમાં સુરેશ દલાલને કોઈ મેળ નથી દેખાતો. લગ્નવિધિ વખતે કન્યાદાન દેવાઈ ગયું હોય એ વખતે જ, માહ્યરામાંજ કન્યાની મા ગુજરી જાય ત્યારે કવિ ઈશ્વરને ગાળ દીધા વિના રહી શકતા નથી. ને તેઓ કહી ઊઠે છે "You may be God. but you have no time sense. 19 - ( ખર્યા પરણની વાર્તા કરવાની કવિને લિજ્જત આવે છે. તેથી તો “મા આવશે કાવ્યમાં કવિ મરણની વાતો કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. જીવતી વખતે તો પાસે નહિ રહેલાં સ્વજનોને કાવ્યનાયક પોતાના મૃત્યુ સમયે પાસે રહી, પોતાના મૃત્યુને શણગારવા વિનવે છે. “મૃત્યુ પામી રહેલા સ્વજનની સાથે રહેવામાં મઝા આવશે, કહી કવિ કરુણ નિર્વેદને વ્યક્ત કરી જાય છે. “જીવનથી તો આધા અળગા પણ શબની પાસે જરાક અમથું રેજો રે * મજા આવશે, ગંગાજળનો ઘૂંટ પાઈને જરાક અમસ્તે કહેજો રે....મજા આવશે તમે પવનના અશ્વોને બસ હંકારો રે....મજા આવશે” 20 જગદીશ જોશીના મૃત્યુને દસકો પૂરો થવા છતાં (9/8/1988) કવિ એની હયાતીનો અનુભવ કરે છે. સમયની છલના હજુ કવિને સમજતી નથી. સ્મરણો વ્યથા પહોંચાડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #296
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 295 કવિ પ્રશ્ન કરે છે કે “મૃત્યુ પારના પ્રદેશમાં પણ શું મૃત્યુને બે ચહેરા હોય છે? મિત્રના મૃત્યુની વાત પ્રતીકાત્મક રીતે કવિ કરે છે. “દરિયામાં સૂર્ય, ડૂબવાની તૈયારી કરે છે ત્યારે - એક વૃક્ષ, વળીવળી એના પર ઝૂકે છે. પોતાની છાયાની અંતિમ ચાદર ઓઢાડતું મૈત્રીના બે કાંઠા વચ્ચે મિત્ર ડૂબી ગયો” 1 નલિન રાવલે વિદાય' કાવ્યમાં ફૂલ ખરવાની પ્રક્રિયા દ્વારા પ્રતીકાત્મક રીતે બાળકના મૃત્યુની વાત કરી છે. વસંતના વ્યાકુલ હૈયે સુગંધભીની ઋજુ અંગુલિથી હું જાઉં છું' એવા વિદાયના શબ્દ લખી, અસ્તિત્વની સુગંધી મહોર મારી છોડ પરથી એક ફૂલ ખરી જાય છે. વિનોદ અધ્વર્યું પુત્રી નન્દિતાના અવસાન નિમિત્તે “નન્દિતા' સંગ્રહ સદ્ગત પુત્રીને અર્પણ કરે છે. “સ્મૃતિ' કાવ્ય પ્રતીકાત્મક રીતે સદ્ગત પુત્રીની જ વાત કરે છે. સૂર્યને સંતાડી શકે એવી અતલ ઘેરી રાત્રિ મૃત્યુનું, ને આછી બિચારી બીજ સદ્દગત બાળકીનું પ્રતીક બની રહે છે. બાળકીનો વિલય થયા છતાં એની દીપ્તિ સ્મૃતિરૂપે સચવાયાનું આશ્વાસન કવિ મેળવે છે. “તૃષ્ણા'માં અશક્યની આકાંક્ષા કરતા તૃષ્ણાસભર માનવમનના ખાલી વલખાંનો નિર્દેશ થયો છે. મૃત સ્વજન તો ક્યાંથી પાછું આવવાનું? ને છતાં એની સ્મરણ રજ દશ્યરૂપે પામવા કાવ્યનાયક મથે છે. ભલે મૂઠીમાં એ સ્પર્શાય નહિ. વરાળના બાચકા જેવો એ કણ ભલે દૂરથીજ સ્પર્શાય, પમાય, રૂપેરી ઢગલા જેવી મુલાયમ એ બાળકીને પકડવા કાવ્યનાયક વ્યર્થ ઝાપટ મારે છે. ને અંતે ભ્રમણા તૂટી પડે છે. કવિ હેમંત દેસાઈ “આપધાત” (“ઇંગિત)માં કોઈકે અચાનક જિંદગીની બાજી સંકેલી લીધાની વ્યથા રજૂ કરે છે. એ જીવનપાને કોરી ખાઈ એક ભમરાની જેમ પેલો જીવ ઊડી ગયાની વેદના અહીં વ્યક્ત થઈ છે. “પ્રસૂતિગૃહ જતાં, આવતાં' સૉનેટ (“સોનલમૃગ') તથા એ પછીનાં ત્રણ સોનેટ નિષ્ફળ તથા હણાયેલ વાત્સલ્યભાવનાની વેધક વ્યથાને નિરૂપે છે. આશાભરી પત્ની પ્રસૂતિ ગૃહે થઈ “ખાલી ખોળાની વેદના સાથે પાછી ફરે છે. એ વ્યથા કવિએ અહીં નિરૂપી છે. પછીનાં ત્રણ સૉનેટમાં “ખાલીખોળો’ “અશિવઘટના' “સખીનો શિશુરસ' સુપેરે નિરુપાયા છે. પુત્ર ગુમાવ્યાનું દર્દ દબાવવાની મથામણ બંને કરે છે ખરાં, ને છતાં બંનેનાં હૈયાં સળગેલાં છે. પછીનાં ત્રણ સોનેટ શિશુમૃત્યુ પછીના નિર્વેદ અને ખાલીપાને વ્યક્ત કરે છે. શિશુ વિનાનો હાથ, વિવશ બનેલા અધર, બળી ગયેલાં સ્તન, ને શશિ વિનાનો અમાસી આકાશ શો સૂનો બની ગયેલો ખોળો વેદના અર્પે છે. પણ પછી કવિ તેમજ કવિપત્ની વિશ્વનાં બાળકો પોતાનાં જ હોવાનું સાંત્વન મેળવે છે. પણ પાછું તરત જ ખાલી ઘરની લાંછનકણી ઊંડે ઊંડે પજવે છે. શિશુ માટેની તડપન, રુંધાયેલો શિશુરસ ક્યારેક બુમરાણ મચાવી દે છે. “અસહાય કવિ'માં સીધો મૃત્યુસંદર્ભ નથી. એક અછળતો ઉલ્લેખ છે. ખરી પડેલા ફૂલને ઝીલવા કવિ જતા નથી. ઝીલીને શું કરે ? . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #297
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 296 “એમ તો અહીં દુઃખ છે, મૃત્યુ છે ને મૃત્યુસમું જીવન છે” * કવિના શબ્દો આસું બની ઊડે છે. કાવ્યનાયકના પરલોકે પ્રયાણ નિમિત્તે ફુરેલું કવયિત્રીનું ઉરસ્પંદન એટલે હીરાબહેન પાઠકનો કાવ્યસંગ્રહ “પરલોકે પત્ર.” મૃત્યુજન્ય વિરહમાંથી ટપકેલાં સંવેદનોએ નાયિકા પાસે અવશપણે લખાવ્યું છે. આ પત્રકાવ્યોનું નિમિત્ત કવયિત્રીના સદ્ગત પતિનું મૃત્યુ (1955, 21 ઑગસ્ટ) હોવા છતાં અહીં તત્ત્વજ્ઞાનનું ચૂંથણું ક્યાંય જોવા મળતું નથી, કે નથી જોવા મળતી કેવળ રુદિષા. પતિના મૃત્યુની એ ગોઝારી પળ ખડી થાય છે. પતિ વિનાની એમની દેહ વણનેહ સૂની ને અલૂણી થઈ ગઈ છે. “આ જીવિત જ ન જોઈએ” 23 એમ આઝંદપૂર્વક બોલી ઊઠતી પત્નીને ખભે હાથ મૂકી પતિ કરુણાભાવે સમજાવતા ન હોય એવી કલ્પના કવયિત્રીએ કરી છે. કાચું ફૂલ બિનપક્વ ભોયે તે શું પડે ? દેહાવધિ વિણ શું કે - જીવિત ખરી પડે” 4 ને જાણે ઈષ્ટજીવનનો બોધ આપી પતિ અલોપ થઈ જાય છે. ભ્રમણાની આ રમણા? કે પછી કોઈ ચૈતસિક અનુભવ ? એમની આ દુર્ભાગી જલછાયી દષ્ટિને શુભ્રોજ્જવલ વસ્ત્રાન્તનો હજીયે જાણે સ્પર્શ, બધું એનું એ પણ કાવ્યનાયિકાને હૈયે તો ઉઝરડા છે. આપણું એ વણપ્રસલું ગર્ભબાળ પદપંક્તિ કંકુવરણી આછેરી ii આછેરી તે પે મૂકી થયું તું અદૃશ્ય૨૫ ની યાદ તેમને આજેય તીવ્ર વલોપાત ને આઘાત અનુભવાવે છે. ઇશાનના શીતવાયુ અંગાંગમાં મીઠો કંપ પ્રસરાવેછે. વૈકલ્પ ખમાતું નથી. દસમા પત્રમાંની “શોકપ્લાન સંધ્યા' કવયિત્રીની વિષાદમયતાનું સૂચન કરે છે. કાંઠા સુધી જળ ભરી ફૂલદાનીમાં પતિએ રોપેલી “ઇન્દુવલ્લીને ‘કાન્તવલ્લીની ફાલેલી, બારસાખે કમાન રચતી વેલ પતિની વિદાયનો જાણે દીર્ઘકાળ કથી રહે છે. એમની આરત અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે. જાણે ટેલિફોન પર વાત કરતાં હોય તેમ પૂછી નાખે છે. બોલ ક્યારે આવે ? ચાલે નવ કહેવડાવે ત્વરિત સવારી લાવે” 24 બસ પતિ જલદી આવે એ જ તમન્ના. અશક્યની ઝંખના સદ્ગત પતિના આગમનનો અનુભવ રોમેરોમ કરાવે છે ખરો. પણ પછી તરત તેઓ સભાન બને છે. ચિત્ત નિર્કાન્ત થાય છે. “રે ભ્રમ એ તો ભ્રમ નર્યો વાયુનો સંચાર એવું કેટલીયે વાર....” 27 ....ભ્રમણાનો ખ્યાલ આવ્યા પછી પાછી એ જ રટણા અને ભ્રમણા એમને ઘેરી વળે છે. P.P.AC. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust
Page #298
--------------------------------------------------------------------------
________________ " અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 297 દેવ વિનાના આ સૂના ગૃહમંદિરે પાછા ફરવા તેઓ પતિને વિનવે છે. તો તરત હળવી સહજ રીતે મૃત્યુના વાસ્તવનો સ્વીકાર કરે છે. એટલે જ કહું છું જનાર તો જાય છે. આડા હાથ કે દેવાય છે ?" 28 કવિપ્રિયા અલગારી પ્રવાસી પતિને એમના મુલકનું સરનામું પૂછે છે. “આ અભાગણીનું આયખું વિચ્છેદ વાટે વિસ્તર્યું એ... ય ને વાધ્યો જા....ય.” 29 આ વિરા....ટ વિચ્છેદ જે વલખતા વિખરાતા ઉરની કેદ બની રહે છે. વિલખતા વિરહની કરુણતા અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે. એક વેળા પ્રભાતને પહોર ન સમજાય એવો અવસાદ તેઓ અનુભવે છે. શિશિરનો વાયુ ભીતર ભેદીને વીંધે છે. “આવે આવે' સંભળાય ને તેઓ આવતા નથી કે નથી પત્ર' તેથી હૃદયમાં રોષ જન્મે છે. દીનતાથી હૈયું છેક ગળી જાય છે. પછી કવયિત્રી અહી આત્મદર્શન કરી પતિ પર કરેલા રોષ અને અપરાધની માફી માગે છે. “પ્રીતની પજવે પ્રાયશ્ચિતની ખરખર અંસુવન ધાર ઉર ડામે અપરંપાર” " હવે તો રીસામણા મનામણાં બધુંજ વિરમી ગયું છે. વ્યથિત નાયિકા પૃથ્વીને હવે પાષાણલોક' કહી નાખે છે. “કાય કારાગાર તોડ્યું છૂટે નવ છેક.... લહું આજ પ્રિય વારંવાર ગ્લાનિરંગ 3 વર્ષ આવે વર્ષ જાય, જાણે બધાંજ સુખનો સંહાર થઈ ગયો હોય એમ લાગે છે. મર્મવેધક કરુણ તો ત્યાં પ્રગટ થાય છે. કવયિત્રી કહે છે, પતિએ જતાં જતાં પોતે પત્ર લખી નથી શકવાના-એવો ઇશારો કર્યો હોત તો પત્રઝંખનાના ઝુરાપાની આવી ઝાળ તો ન લાગત. પ્રેમપથિક શેલિ' આમ તો ડાહ્યાભાઈ પટેલે લખેલું અંજલિ કાવ્ય છે. પણ એમાં કવિએ શેલિની પત્નીની વ્યથા નિરૂપવાનો પ્રયાસ કર્યો છે. (“કાવ્યપરિમલ') પતિના જીવનાત્તે દુઃખથી પાગલ બનેલી એની પત્ની પણ મૃત્યુની ઝંખના કરવા લાગી. સુરેશા મજમુદાર પુત્ર ચિત્તરંજનના કરુણ અવસાન નિમિત્તે “ઉરનાં આંસુ' (1965) કરુણપ્રશસ્તિકાવ્ય આપે છે. અશ્રુને દુઃખનું બેલી કહેનાર કવયિત્રી મૃત પુરાની સ્મૃતિ અમર રાખવાનું કાર્ય નયન, રસના અને હૃદયને સોંપે છે. “ઉરનાં આંસુ' શીર્ષક જ પુત્રવિરહી માતાની વ્યથાનું સૂચક છે. તેઓ ઑગસ્ટને (૮મી) તેથી તો “યમદૂત' કહે છે, કરુણ કારમી એ કાળઘડી કાળજડે કોરાઈ હોવાનું કહે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #299
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 298 અનુગાંધીયુગમાં - મૃત્યચિંતન, મૃત્યુનું વાસ્તવ, મૃત્યુની ભયાનકતા કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ ગ્રીક એપીગ્રામના ગુજરાતી અનુવાદ “પ્લેટોનો આત્મામાં પ્લેટોના આત્માને ગગનમાં સ્થિત રહેલો તથા અમરત્વને પામેલો દર્શાવ્યો છે. કબરમાં ગ્રીસે જે કવિએ બીજા ખંડમાં જીવન અને મૃત્યુના જયને એકજ ગણાવ્યો છે. નયનમાં કરુણા થકી જો ગ્રહ જીવન મૃત્યુ બધું સરખું જ છે” 32 ત્રીજા ખંડમાં જીવનની સુંદરતા ને ચોથામાં જીવનની કાળી બાજુનો ઉલ્લેખ છે. મૃત્યરૂપી પારધીની ચારે બાજુ ફેલાયેલી જાળનો અહીં નિર્દેશ થયો છે. સાતમા ખંડમાં સ્થાન કૂદાવતા યમનું શબ્દચિત્ર આપતાં કવિ કહે છે. જનની-થાન ભર્યા મુખ છોડવી શિશુ અનેક તું ભોળવી લે તો 33 સુંદર કામ્યરૂપ ધરીને આવતો યમરાજ માના સ્તનને વળગેલાં દૂધભર્યાં બાળકોને ભોળવીને ઉપાડી જાય છે. પ્રેમામૃત ચાખવા ઝંખતા અનેક યુવક યુવતીઓનેય યમ છોડતો નથી. જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા માનવને તો યમરાજ વિરૂપ બનાવી એના દાંત તોડી, અત્યંત ક્રૂર બની એને ઘસડી જાય છે. માનવજીવન પર રહેલી યમરાજની સર્વોપરી સત્તા અને જીવન પરના મૃત્યુના શાસનનું કવિએ અહીં વર્ણન કર્યું છે. મહિમા” કાવ્યમાં કવિ હરિશ્ચંદ્ર મૃત્યુનો ગર્ભિત અર્થ ગૂંથી આપે છે. મૃત્યુને કવિ સીમાઓનીયે સીમા તરીકે ઓળખાવે છે. વેદે જેને ‘અક્ષિતિ' નામ આપ્યું છે, તેનો પુત્ર તે માનવ. મૃત્યુ સતત જીવનની સાથે જ વણાયેલું હોવાથી એની આંગળી પકડીને જીવનને પામવાનું છે. ચાલતા શીખવાની સાથેજ બાળક એના નાનકડા પગ ઠેરવીને મૃત્યુની પાછળ પાછળ ચાલે છે. છતાં ક્યારેય સહેજ થોભી, ઊંચે જોઈ મૃત્યુને એ કેમ જોતો નહિ હોય? એવો પ્રશ્ન કવિ કરે છે. પરમાત્મા અને મૃત્યુ કવિને મન પર્યાય છે. મૃત્યુ એટલે પરમાત્મા સાથેનું મિલન. બાળકના શૈશવીરૂપ સાથે મૃત્યુ તેમજ પરમાત્મ સ્વરૂપ સતત ગૂંથાયેલું રહે છે. અંગૂઠો ધાવતા શૈશવીરૂપમાં કૃષ્ણનું બાળસ્વરૂપ અંતે તો “કાલોડમિ'નું પ્રતીક બની રહે છે. મૃત્યુના તાંડવ તથા સર્વનાશનું વર્ણન “રુદ્રને' કાવ્યમાં કર્યું છે. રુદ્રને કવિ પ્રલયસ્વામી તરીકે નિરૂપે છે. ધંસાત્મક શક્તિને કોઈ રોકી શકે નહિ. કવિ વિનાશમૂર્તિ રુદ્રની સાથે પ્રતિસ્પર્ધા માંડે છે. જે કાવ્ય પ્રગટ નહિ કરવાની નોંધ કવિએ લખી છે તે મિલન આશ” અનાસક્તિ ભાવનું સારું કાવ્ય છે. આ પૃથ્વી પર એનાં એ સ્વજનો તો પાછાં મળવાનાં નથી. તો આ આસક્તિ શાને? મૃત્યુ પછી મિલનની ચિર આશ શાને? રાજેન્દ્ર શાહનું મૃત્યુદર્શન મંગલ સુંદર મધુર છે. મૃત્યુના સ્વરૂપને વિવિધ રીતે પ્રમાણવાનો પ્રયાસ એમણે કર્યો છે. “સંધિકાળ' (“ધ્વનિ')માં કાવ્યમય રીતે કવિ જિંદગીના વારાફેરાના ચક્રનો નિર્દેશ કરે છે. ભૂમિ પર જોયેલા અપાર્થિવ સંધિકાળની કવિ વાત કરે છે. જન્મમૃત્યુના મેળાનો પણ તેઓ ઉલ્લેખ કરે છે. કોઈ આવે છે, કોઈ જાય છે. ક્યાંક આનંદ તો ક્યાંક શોક, ક્યાંક વિહ્વળતા, તો ક્યાંક વિલાપો. “અનાગત'માં યમદેવતાના વાહન મહિષને સંબોધન કરી એનું સ્વભાવોક્તિસભર સરસ વર્ણન રાજેન્દ્ર શાહ કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #300
--------------------------------------------------------------------------
________________ : : : અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 299 જ્યાં જ્યાં એનો સ્પર્શ થાય ત્યાં બધુ બળીને ભસ્મ થઈ જાય છે. એ આવે ત્યારે ચારે બાજુ આતંક ફેલાઈ જાય છે. એના શિંગડાથી ને ખરીથી સૌને એ ચૂર્ણ - વિચૂર્ણ કરી નાખે છે. ગર્વભેર ઊભેલાઓને, મધ્યસ્ત લોકોનેય એના પ્રલંબ પૂંછડાની એક માત્ર ઝાપટથી એ નીચે ઢાળી દે છે. પછી ચારેય બાજુ નીરવ શાંતિ છવાઈ જાય છે. “આયુષ્યને અવશેષમાં કવિ રાજેન્દ્ર શાહે જાણે મૃત્યુના આગમનની, આયુષ્યના અંતની પીઠિકા રચી આપી છે. અંધારને ઓઢી સૂઈ જતી સીમાઓ કે વૃક્ષના નીડ પર ફરકી જતું કોઈક પંખી-માનવને સ્વગૃહ-નીડ જવાના સમયનો સંકેત આપે છે. ને પેલો ખરતો તારોય આવી રહેલા મૃત્યુની એંધાણી આપી જાય છે. આયુષ્યના અવશેષે નિકટનાં ગંત સ્વજનો વધુ યાદ આવે. સદ્ગત માનું મરકતું મુખ જાણે સન્મુખ દેખાય છે. વિલીન થતા જીવની એષણાઓ સંતાનોના વિકાસરૂપે કોળે છે. “જીવનનો વિલય' નજીક જઈ રહેલા કાવ્યનાયકને હૃદયની શૂન્યતામાં જાણે પોતાના લય-વિલયનો અનુભવ થાય છે. “સદૈવ-વિસર્જન'માં દેહાત્મભાવના વિસ્મરણનું સૂચન છે. તો જ એકત્વ ને મુક્તિનો આનંદ પામી શકાય ને? મૃત્યુ અહીં કદાચ નવા અંકુરની-જન્મની પીઠિકા રચે છે. એનો આનંદ ઓછો નથી. મૃત્યુના આગમનની “શુભ માંગલ્યની ઘડી'નો અનુભવ કરતી નારીના સંવેદનનું સંવાદરૂપે સુંદર નિરૂપણ “શેષ અભિસાર'માં રાજેન્દ્ર શાહ કરે છે. કાવ્યનાયિકાએ મૃત્યુને ઓળખી, સમજી લીધું છે તેથી જ આનંદભેર એનો સ્વીકાર કરવા એ તત્પર છે. મૃત્યુ પામતી વ્યક્તિને નિહાળતી નિકટની વ્યક્તિના મનોભાવ પણ કવિએ સુંદર રીતે વ્યક્ત કર્યા છે. અંગોમાં શૈથિલ્ય છતાં, પગના અંગૂઠે માત્ર ઝૂલતી કાયાને તેઓ નિહાળે છે. જાણે હમણાં બધું જ સમાપ્ત થઈ જશે. “પર્ણ કો પીપળો કેરું વૃત્તમાંથી જશે ખરી , ખર્યું જાણે ખર્યું....” 34 મૃત્યુ પામી રહેલી, મૃત્યુને મળવા જઈ રહેલી વ્યક્તિનું અભિરામ વર્ણન કવિ કરે છે. બીજું સ્વજન કાવ્યનાયિકાની ચપલા ગતિની વાત કરે છે. બસ, પ્રયાણાર્થે તત્પર જિંદગી છેલ્લું નર્તન કરી નાખે છે. ને પછી થાકીને અંતેં ઢળી પડે છે. ત્રીજું સ્વજન થંભી ગયેલાં ગાન, વ્યાપેલા મૌન-તથા અંતના કારુણ્યનું હૃર્ણન કરે છે. કાવ્યનાયિકા મૃત્યુને આલંબન આપે છે. ટેકો દઈ ઊઠાડે છે. “દૂરનો વસનારો'માં કવિ રાજેન્દ્ર શાહ મૃત્યુ તેમજ પરમાત્મા બંનેને જાણે પર્યાયરૂપ ગણાવે છે. મૃત્યુને પસંચું ગણનારને મૃત્યુની સર્વવ્યાપક્તા સમજાવે છે. વગડાની વાટે, વૃક્ષમાં, ફૂલમાં, જીવલોકમાં એ ક્યાં નથી? સર્વત્ર ક્ષણેક્ષણે પરમાત્માની જેમ એનો વાસ છે. જીવ આયુષ્યનો બોજો ઉતારી નાખે છે, ત્યારે એ હવાથી હળવો બની જાય છે. જીવને મૃત્યુ અળપવા આવે છે પણ એ ક્યાં ઝલાય? એ તો મૃત્યુની પાર જઈ પહોંચે છે. (મૃત્યુ તો માત્ર શરીરને પકડી શકે) તો વળી “ઘટના મંદિરિયામાં મૃત્યુના કિનખાબી પડદાને ભક્તિમાં અંતરાયરૂપ ગણાવાયો છે. જીવ અને શિવના મિલન વચ્ચેનો આ પડદો હટી જાય, એટલે કે મૃત્યુની પેલે પાર જીવ જય પછી હરિને દ્વાર.... તો અગરચંદનની સૌરભ, ધૂપનો હાર છે. પેલા કિનખાબી પડદાનું આવરણ ન હટે ત્યાં સુધી બધું નિરર્થક (અજ્ઞાનના અંધકારનુંય આવરણ) .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust :
Page #301
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 300 પ્રયાણ'માં (“શ્રુતિ') અંતિમ પ્રયાણ સમયની કાવ્યનાયકની સ્વસ્થતાનું સુંદર ચિત્રણ કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે. જનાર જીવને ગ્લાનિ નથી, માત્ર વાતાવરણમાં સ્તબ્ધતા અને નિર્વેદ છે. સ્વજનોની પીડાને લીધે જનારને થોડી વ્યથા છે. શરીરના બધા બંધ છૂટવા માંડે છે, ને જીવ અંતિમ પ્રમાણે ઊપડે છે. “વાર્ધક્યની પાનખરેમાં મૃત્યુની જ અંધાણીનું સૂચન છે. બોરસલીના વિશીર્ણ થયેલા ને રૂપવિહોણા તથા પરાગહીન બનેલા પુષ્પની વાત દ્વારા દેવળ જૂનું થયાનું, ને હંસલો તો નાનો હોવાની વાત, તથા વસ્ત્ર જર્જરિત થયાનો ઉલ્લેખ મૃત્યુની જ સૂચનાત્મક રીતે વાત કરે છે. “દેશવટો'માં વિલક્ષણભાવ રજૂ થયેલો છે. નિવમું અહીં મૃત્યુમાં થવા હજીયે તે હું અજન્મ છું રહ્યો” 35 ઊલટું અહીં પૃથ્વીલોકે સતત મૃત્યુમાં વસતા હોવાનો અનુભવ કાવ્યનાયક કરે છે. વિદાયવેળાએ'માં અંતિમ વિદાયવેળાએ જીવને વીંટળાતાં રાહુસમાં સ્મરણોની વાત કરી છે. મૃત્યુના વ્હાલભર્યા બાહુસ્પર્શનો અનુભવ થતાં જીવ સૌને છેલ્લા જુહાર કરી ચાલ્યો જાય છે. “વિદાયરી' (‘શાંત કોલાહલે”)માં જીવના કોઈ અણદીઠ દેશે થતા પ્રયાણની વાત છે. અસહ્ય વેદના અંતિમ પળે સ્મિતમાં પલટાઈ જાય એવી પ્રાર્થના કાવ્યનાયક કરે છે. “નિર્વાસિતોનું ગાનમાં પૃથ્વી પર સૌ નિર્વાસિત હોવાનું કવિ જણાવે છે, કાળજાના ટુકડા જેવા સ્વજનોની રાખ જોવી પડતી હોય છે. “વેદનામાં કોઈનું શાસન ન હોવાનું કહેતા કવિ જીવનની જેમ મૃત્યુનેય ક્ષણભંગુર ગણાવે છે. જેમ જીવન ટકતું નથી, તેમ મૃત્યુ પણ ટકતું નથી. ખાલીઘર'નો કાવ્યનાયક શૂન્ય અંધકારમાં મૃત્યુના મૌનનો અનુભવ કરે છે. (“ક્ષણ જે ચિરંતન) “મૃત્યુની મૌન છાયામહીં ભરી રહું ડગ” 30 જાણે પોતાનું પ્રેત ભમતું હોવાની પ્રતીતિ થાય છે. મૃત્યુના પ્રતીક સમા ઘુવડની સામે નજર મંડાય છે. હૃદયના આવેગની વાણી સ્તબ્ધ બને છે. પાન વિનાની ડાળ પરનું ઘુવડ મૌન છે. મૃત્યુ થતાં ગંધ, નામ, રૂપ, રંગ, બધુંજ સ્વાહા થઈ જાય છે. (‘અગ્નિ, તેજ, આગ અને ભસ્મ') (‘વિષાદને સાદી) સદૂગત મિત્ર મનહરના અવાજના સૂરનો આભાસ પામતા કાવ્યનાયક પોતાના અંગના વસ્ત્ર પણ ગુમાવી બેસવાનો-પોતે મૃત્યુ પામવાનો જાણેકે અનુભવ કરે છે. (‘પુલ પર થઈને) “શ્વેતાશ્વેત'માં અવરલોકથી આવેલા જીવનના, ગતજન્મનાં સ્મરણોને વાચા અપાઈ છે. પણ ઈહલોકના સ્વજનો એને ઓળખી શકતાં નથી. પેલા નિધનના અંતરાયને ન તો મૃત્યુ પામેલ માનવ ભેદી શકે છે, કે નતો હયાત રહેલા સ્વજનો. “નવી ઓળખમાં જીવાત્માને શરીરના મૃત્યુ સમયે થતી કોઈક નવીજ ઓળખ, તેમજ હર્ષ અને વિસ્મયના અનુભવને શબ્દબદ્ધ કરાયો છે. જાણે મન દિવ્ય નર્તનમય છંદમાં છોડી જાય છે. “આ અંગ છોડી ગયું પ્રેત્ય કો થઈ છાયા ન ખાલી અવ P.P. AC. Gunratnasuri M.S. કાય આ રહી” 30 Jun Gun Aaradhak Trust
Page #302
--------------------------------------------------------------------------
________________ - અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 301 કવિ દિવસની જેમ રાત્રિનેય કર્મશીલ ગણાવે છે. દિવસ જીવનનું ને રાત્રિ મૃત્યુનું પ્રતીક છે. (‘કાળ પર ધરાય ચરણ” “વિભાવન”). કવિ રાજેન્દ્ર શાહ કહે છે, ભલે જણાય શાંત, પણ અચલ ન જાણ મરણ” 38 નિત્યના સુખનો દેશ જરાય દૂર ન હોવાનું કહેતો કાવ્યનાયક કાળની કેડી પર નૃત્યછટા સાથે નિર્ભયતાથી ખુમારીપૂર્વક ચરણ ધરવાનું કહે છે. માલયને સૌના ઘર તરીકે ઓળખાવતા કવિ (‘પુનર્જીવન”) મૃત્યુને સંજીવની તથા કૃતાંતકાલ બંને રૂપે બિરદાવે છે. મૃત્યુ હશે તો જ પુનર્જીવનની શક્યતા, તેથી એ સંજીવનીરૂપ. કવિ કહે છે કેટલા જન્મ ધર્યા એ કોઈ જાણતું નથી. દરેક ખેપે નવી જુદી દુનિયા જોવાની, જન્મ મરણના ચક્રનોય પછી અંત આવતાં જન્મમરણ બધું એકાકાર થઈ જાય ને ત્યારે મુક્તિની ધજા ફરકે. (“અવધૂતી” “ખેપ” “હાસુપર્ણા') સાંજ પડ્યે પોતાના નીડ ભણી પ્રયાણ કરતાં પંખીની વાત, અંતે માનવના ય નિજ ઘર ભણીના પ્રયાણની વાતનું સૂચન કરે છે. (“નીડભણી' “ધાસુપણ) જતી વખતે સ્વજનોની મમતા અવગણીને તળાવતીરે જીવ પળનો પોરો ખાય, પરમધામ નજીક દેખાય, ગંતવ્ય સ્થાનને જીવ આતુર નજરે જોયા કરે છે. ને પછી ઉમંગ ઉછળતા ટહુકાથી ગંભીર ગગન (ચિત્ત) રણઝણી ઊઠે છે. મરણના નિમંત્રણને પાછું ઠેલી શકાતું નથી ને છતાં જીવનમાં છેક છેલ્લું કશું ન હોવાની વાત કરતા કવિ મૃત્યુને ય અંત નથી ગણતા, માત્ર આ લોકની સીમા’ ગણે છે. મૃત્યુને પાસે બોલાવી આશ્લેષવાનું કહેતા કાવ્યનાયક મૃત્યુના શીર્ષને સૂંઘવા ને હૃદયપૂર્વક નમવા આતુર છે. મુખ ફેરવી લેવાથી મૃત્યુ દૂર થતું નથી, એ વાસ્તવથી પણ સભાન છે. કવિ કહે છે, ( જિંદગી જો તેજ કરી ઉજ્જવલ સૂર્યનું રાત્રિના અંધાર જેવી છે કજા” 39 કવિ રાજેન્દ્રશાહ અહીં વળી રાત્રિના અંધકાર સાથે મૃત્યુને સરખાવે છે. તો વળી ક્યાંક મરણને સગી આંખે જોઈ લીધાની વાત પણ તેઓ કરે છે. મૃત્યુને આ લોકની સીમા કહે “મેં મરણને જોઈ લીધું આંખથી સગી સાત ડગલા સંગ માંડ્યાં બારણા લગી” 40 બારણા સુધી આવી પહોંચેલા એ મૃત્યુનો પાર તો પામી જ નથી શકાયો, પાંચ તત્ત્વથી વિખૂટા પડ્યાનો અનુભવ જીવતાજીવત જાણે તેઓએ કર્યો છે. કવિ ઉશનસ સમગ્ર પૃથ્વીને “મરણક્ષેત્ર' કહે છે. “સ્મશાન” કાવ્યમાં મૃત્યુને ઉશનસ સિંહ સાથે સરખાવે છે. (“આદ્ગ”). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #303
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 302 વૃકોદર સમાન મૃત્યુસિંહ ઉદ્દરે સૌ પચ્યું” 41 મૃત્યરૂપી એ હિંસક પશુ પોતાની અનરૂપી યાળ આમથી તેમ સતત ફંગોળતો ફરે છે. એના ચમકતા પીળા દાંત વડે મૃત્યું પોતાના લક્ષ્યને પામવા તરાપ મારે છે. એટલું જ નહિ મૃત્યુ સ્વજનને સ્મશાને મૂકવા ગયેલા સૌ ડાધુ પર પણ પોતાની તરસી નજર ફેરવી લે છે. અહિ પૂર્વાર્ધમાં મરણની ભયાનક વર્ણવી ઉત્તરાર્ધમાં ભારતીય પરંપરામાં વર્ણવાયેલી મૃત્યુની ગતિને સ્વસ્થ ચિત્તે ઉશનસ નિરૂપે છે. જ્યાં પછી “મરણ” જેવું કશું છે જ નહિ, ની પ્રતીતિ કાવ્યનાયક કરે છે. વ્યાકુળ વૈષ્ણવ'નાં કાવ્યો આમ તો ઈશ્વર સાથેના અનુસંધાન અને મિલન માટે તલસતા કાવ્યનાયકના ઝુરાપાનાં છે. કાવ્યનાયક પોતાની જાતને “અનંત” માને છે. શરૂમાં ઉશનસે અહીં સરસ પંક્તિ મૂકી છે. “જોઈ શકું રાહ છું કેમકે, શાશ્વત હું” (ઉશનસ) અહીં પોતે શાશ્વત હોવાની રમણીય શ્રદ્ધા વ્યક્ત થઈ છે. કવિઓને જરામરણ ન હોય એવી આસ્થા? અથવા તો માનવઆત્માની અમરતાનો સંકેત. કવિ પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવે છે. એટલું જ નહિ પુનર્જન્મ ઝંખે પણ છે. તાજે નવજન્મ. “મટી જવા ઝંખી રહું આ અપ્લાન ભાવિ સમાજ હું, કેમકે, ઝ્મ ચહું” (ઉશનસ). આ કથનનો અહીં વિરોધ નથી. સંદર્ભ અહીં વધુ વિશાળ બનીને આવે છે. મટી જવાની ઝંખનામાં શરીરના મટી જવાની જે વાત છે. ને તો જ તો નવાંકુર ધરી શકાય ને? મૃત્યુના પ્રદેશમાં થઈને જ કદાચ ઈશ્વર સાથેનું મિલન શક્ય બને ને? “વ્યાકુળ વૈષ્ણવ'ને ગુજરાતની ગીતાંજલિ' ગણાવતા સુંદરમ્ અહીં કાલાતીત શાશ્વતીના ઝંકાર પણ સાંભળે છે. ૨૩માં કાવ્યમાં સમયછોડ પર નિત ફૂલ બીલવી, સાંજે ખેરવી નાખતી, વેઢા ગણતી વિરહિણી કોના આગમ માટે ઉજાગરા કરે છે એ નથી સમજતું. “હો ફાટે, 3 ફૂટ ફૂટે ટપ, સાંજ પડ્યે ગરી જાય સાંજ પડ્યે પ્રિય વાસર ફૂલની પાંખરીઓ * હું ખરી જાય” 1 કવિ ઉશનસ નિર્મમ નિસંગી વેદાંતી પિતાના મૃત્યુનો શોક કરવાનું મિથ્યા હોવાનું (“ને તોય) કહે છે. પિતાના મૃત્યુની સાથે સાથે પોતાના મૃત્યુની અનુભૂતિ “મુજપિતા'માં વ્યક્ત થઈ છે. (તૃણનો ગ્રહ) ઘેર વતનમાં પૂજા માટે તૈયાર થયેલા કવિને પોતે પિતા જેવા જ લાગતાં, સ્વમૃત્યુદર્શનનો જાણે અનુભવ થાય છે. સ્વસ્થ ચિત્તે, સાક્ષીભાવે તેઓ જાણે પોતાની જ ચિતા તથા નનામીને નિહાળે છે. નિઃસંગતાનો આ વિરલ અનુભવ ગણાય. જીવનમરણદર્શનમાં આમ તો જીર્ણ ઘરની અવસ્થાના વર્ણન દ્વારા મૃતપ્રાય બની ખાટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #304
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 303 બીમાર પડેલી જનનીના મૃત્યુના ભણકારની વાત રજૂ થઈ છે. પાછળના વનતૃણના એ વાડામાંથી બિલ્લીપગે ઘૂસીને ઘરમાં આવી બેસી ગયેલા મૃત્યુને કવિએ જોઈ લીધું છે. “ઉગેલું જોઉં છું તૃતૃણ પથારી-કબર પે જાણે મૃત્યુ તૃણતૃણ બની પથારીમાં ઊગ્યું” <3 મૃત્યુને તૃણરૂપે માની પથારીમાં ઊગેલું જોયા પછી મા પણ તૃણરૂપ બની હોવાનું કહે છે. મૃત્વમુખે ઉછરતા જીવનમાળાની વાત ઉશનસ્ “સર્જનનો ઉદ્યમ” (“સ્પંદ અને છંદ')માં કહે છે. “ચૈતન્યમાં ક્યહીં જતો મળી જાય તાળો મૃત્યુમુખે જીવનનો ઉછરંત માળો” જ જમીનની ભીતરમાંથી ફૂટી નીકળતો લીલા રંગનો અંકુર, તેમજ શાખા પર ફૂટતું નવું પર્ણ પોતાના વ્યતીત થયેલા શતશત જન્મોના દર્શનની પ્રતીતિ કરાવે છે. (“કાળ - ડૂબકી - એક તંદ્રા') “આ વેળા તો જુદો જ અનુભવમાં અન્યથા સૌદર્યદર્શી કવિ ઉશનસ એક નવી જ ઇબારત લઈને આવે છે. ભીંત પરની ખરતી પોપડીમાં આયુષ્યની જરઠતાને જોતા કવિ જીવનની સચ્ચાઈને નિરૂપે છે. દગના કાચની ઝાંખપ તેમને ભૂખરા સ્મશાનની અનુભૂતિ કરાવે છે. “મરણ ચૂસતું પોલા શીળી લહેર થકી નળા” 45 કોક કૂતરું હૃદયને પીંખી નાખતું હોય એવો અનુભવ થાય છે. પોતાના જ મરણની વાર્તા સાંભળતાં પોતે પ્રેત જેવા બની ગયાની અનુભૂતિ કરે છે. વિશ્વજનની-સ્વરૂપમાં એક વિરલ અનુભૂતિ વ્યક્ત થઈ છે. બાના દેહાંત પછી ઘરમાં પ્રવેશતાં, આશ્ચર્ય સાથે સર્વત્ર જનનીરૂપ બનેલી સભરતા અનુભવાય છે. જનની હવે વ્યક્તિ મટી વિભૂતિ બન્યાની પ્રતીતિ થાય છે. તો જાતકકથા'માં પૂર્વજન્મમાંય જાણે એ જ જનની અને પોતે પુત્ર હોવાની આસ્થા વ્યક્ત થઈ છે. માની ગોદમાં ઝરણરૂપ બની પોતે ઝમતા હોવાની શ્રદ્ધા કવિ ધરાવે છે. તો “અભિજ્ઞાન'માં પુનર્જન્મની વાત કવિ કરે છે. જુદાંરૂપ ધરી જનની જન્મશે તોય તેઓ સહેજમાં એમને ઓળખી જવાના. તરુ બની મા જન્મે તો એની શીતલ છાયાથી જ કવિ એમને પામી, ઓળખી જશે. ગ્રીષ્મઋતુમાં જનનીને યાદ કરતાં અમસ્તાં જ નેણ જળ ભરાશે ત્યારે જનની જ એના પર છાયા ધરશે ને કવિ પુત્ર એમને ઓળખી લેશે. - “સાંજનો સાદ'માં જીવન સંધ્યાનો નિર્દેશ છે. તેથી જ તો તેમને નીડને પેલે પારથી માનો સ્વર હવે સંભળાય છે. માટીનો-આદ્યધરણીનો એ રુધિરસ્વર. “ફરી પાછા નીડે, નીડથી ધરતીમાં મળી જવું, .* * ફરી પાછા ઇંડે જનની તવ જન્મી ફરકવું 49 ફરી એજ માને પેટે જન્મવાની ઝંખના અહીં વ્યક્ત થઈ છે. “પુષ્પ' નામનું કાવ્ય ઉશનસ ના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 304 Inner Being - નો પરિચય આપે છે. જેમાં તૃણવેશે પોતાના પુર પ્રદેશે આવેલા અતિથિની કવિ વાત કરે છે. સહેજ લહરી અડતાં કંપી ઊઠતાં પાંચ નાની રંગછાંટી પાંદડી કવિના ચિત્તને હરી લે છે.. “પંચાંગુલિ પકડી ઘૂમું વનવનતણી યુગયુગ તણી વીથિ વીથિ પાછી જીવું મારા હજારો જન્મની જાતક-કથા” 40 પાનખરમાં” પરોક્ષ રીતે જન્મમરણ બંને વણાયાં છે. સમયરૂપી શીશીમાંથી અવિરત ઝીણી ખરતી રજકણ, ક્ષણ, ક્ષણ નવી ફૂટતી કૂંપળ, બીજી બાજુ ઝર્યા કરતી પતઝર, ને અનમન બની જમનામાં ઘટ રિત કરતી ને ભરતી ગોવાલણ આ બધાંજ જન્મ તથા મૃત્યુનાં પ્રતીક બનીને આવે છે. કવિ કહે છે કે કૃશકાય ટિટોડીની જેમ માનવ પણ મરણનીંદરનો અનુભવ કરે છે. “ભમે મરણ નામની અફીણ જેવી કો” નીંદરા વીંટાઈ વળીને મને, ફૂંકતી ફૂંકતી શીતળા 48 સમયમાંથી મરણ સુધી આવી પહોંચેલા કવિ (કાવ્ય નાયક) કહે છે. - “હું આવી પહોંચ્યો છું, લગભગ મ્હારા મરણમાં” 49 જીવતાજાગતા શબ હોવાની પ્રતીતિ કરતા તેઓ શબવત્ જીવનનો અંત ઇચ્છે છે. “મિત્રની સ્મશાન યાત્રામાં' તથા “અને પછી મારીય કાવ્યો કવિની અદ્દભુત નિઃસંગતાનો પરિચય આપે છે. જીવતાજીવત મૃત્યુની અનુભૂતિને જીરવી, પચાવી જાણનાર કોઈ મહામાનવીની જાણે આ વાત ન હોય? મૃત વ્યક્તિનું હલબલાવી નાખે એવું સ્વભાવોક્તિસભર વર્ણન અહી કર્યું છે. “અધૂરી ચર્ચાના અધૂરા રહેલા વાક્યસમું ખુલ્લું મોંઉઘાડી આંખોની સ્તબ્ધતા” “અને જયાં ડાઘુની સ્વજનતણી - ટોળી ઘર જતી ઘરે જાસાચિઠ્ઠી કશીક લખી'તી ચોકડી વળી” પર સ્વજનને સ્મશાને મૂકી આવ્યા પછી લાગતા મૃત્યુભયની તીવ્રતાનું વેધક નિરૂપણ કવિએ અહી કર્યું છે. મૃત્યુ હવે પોતાનું દ્વાર પણ ગમે ત્યારે ખટખટાવશે, એ વાસ્તવથી કાવ્યનાયક સભાન છે જયારે “અને મારીય'માં મૃત્યુના પરમવિશ્રાંતિભર્યા અનુભવને વાચા અપાઈ છે. સ્વજનોએ એમને ખાંધે લીધા બદલ એમનો આભાર કાવ્યનાયક માને છે. બહુ થાક્યા હોવાથી જાતે ચાલીને તો જઈ શકાય એમ નહોતું ને વાંસની વળી-નનામી જાતે કંઈ થોડું વજન ઊંચકી શકે? જીવનનાં થાક, અંતે સ્વજનોની ખાંધે પોતે હોવા છતાંય થાક અનુભવાવે છે. * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #306
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 305 “હજારો ગાઉની કળતી રહી શ્રાંતિ મરણમાં” 51 ઉશનસ મરણને ઊંઘ જ નહિ “મીઠી ઊંઘ” કહે છે. “મરણ નામની ઊંઘ આખું કાવ્ય જ સુંદર છે. કાવ્યનાયક અર્ધી તંદ્રા, અર્ધી નીંદરના ઘેનમાં મૃત્યુના વહેણમાં પોતાની પદપ્પાનીને ડબક દઈ બોલે છે. પણ મૃત્યરસને આસ્વાદતી વખતે તેઓ તંદ્રા કે નિદ્રામાં નથી. “મૃત્યુરસ' જ મીઠી ઊંઘનો, કોઈ અકથ્ય મીઠા રસનો અનુભવ કરાવે છે. જિંદગીની સામે તેઓ મૃત્યરસને સભાનપણે ચગળે છે. કોઈક શીતળ અંધકાર જેવું કશુંક પગેથી જાણે ગળે છે. કોઈ બાળનું લીસું પહોળું જડબું જાણે. મૃત્યુના અનુભવને સર્પ શો શીતળ અનુભવ કવિ કહે છે. મૃત્યુ સમયે કાળની અતલ કૂખ જેવું કળણ અનુભવાય છે. “કળું છું ગરકું છું, આ ગમતું ઠંડું કૈં ગાર શું? અસહ્ય મીઠી માણું લાળ તણી જાળ વીંટી વળે - મને સરપશીતળું કશુંક ફૂંકી ફૂંકી ગળે-” પર કાવ્ય નાયકને મૃત્યુના સ્પર્શનો શીતળ ને લીસો અનુભવ થાય છે. કવિ જયંત પાઠકને સુરેશ દલાલ “વિસ્મય'ના કવિ કહે છે. “રણ” (“વગડાનો શ્વાસ) જયંત પાઠકનું એક વિશિષ્ટ કાવ્ય છે. અહીં કવિ કોઈ જુદી જ ભૂમિકાથી મરણની વાતને રણના સંદર્ભમાં આગવું પરિમાણ આપે છે. રણદીપોના મૃગજળ તરસને ઠારતાં નથી. તરસને મારતા નથી પણ તરસને તીવ્ર બનાવે છે. બદામી રેતીમાં જળને શોધતાં શોધતાં પોતે જ બદામી થઈ જઈ તરસમાં લપાઈ ગયેલા મરણની શોધ કવિને છે. રણની રેતીના નહિ પણ ઊંટની ગતિનાં મોજાં ઉપર મોજાં ઉછળતાં ઢળતાં, કહો કે અંતિમ વેળાનો વહી જતો “શ્વાસનો કાફલો ઢળે-આગળ જાણે કે અંતિમ શ્વાસનું પૂર્ણવિરામ. જીવનને સાચું પરિમાણ જેટલું જીવનથી નથી મળતું, એટલું મરણની વાસ્તવિકતાથી મળે છે. શ્રી અરવિંદની મુખ્ય સાધના અભેદની, ચેતનાના અનંતપણાની વિચારણા કેન્દ્રસ્થાને છે. જીવન સાવ મર્યાદિત નથી. “મૃત્યુ અને શ્રી અરવિંદ' જુદાં? કદાચ કોઈનું ય જીવન અને મૃત્યુ જુદા નથી. આઘેરા આલય સુધી પહોંચવા, આતમરામને કવિ મૃત્યુના કપરા પંથ કાપવા અનુરોધ કરે છે. (“આઘાં આઘાં') જીવન અને મરણ બંને વેળાએ શરણાગતિભાવ, વ્યક્તિત્વલોપની ભાવના વ્યક્ત થાય છે. કવિ અહીં નિઃસીમની સુખશવ્યાને મૃત્યુ, ને મૃત્યુને નિઃસીમની સુખશૈયા કહે છે. નિર્વેદ તથા પરિતાપ ખંખેરી નાખતા કવિ અનંત ગતિમાં બધું સૂક્ષ્મરૂપે જીવાતું અનુભવે છે. (સ્મશાનમાં) મૃત્યુનો જ અહીં કવિ ઇન્કાર કરે છે. ન મૃત્યુ, પણ ચેતના તણી લીલા જ આ સંસ્કૃતિ” પ૩ જીવનને અંતે મૃગજળ પીને અતૃપ્ત વાસનાઓ સાથે મરી જતા માનવો ફરી જન્મ મરણના ચકરાવામાં લપટાય છે. (‘અવસાદની ક્ષણે') P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #307
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 306 “મૃત્યુ લઈને જન્મ અહીં સૌ પૃથ્વી પરના પિંડ” 54 કવિ કહે છે શૂન્યની મીંડ (મૃત્યુ) પાસે શબ્દ કે મૌન બધું સરખું. સાવજને કવિએ “કાળ” . કે મૃત્યુના પ્રતીકરૂપે કલ્યો છે. (“સાવજ) આ જીવનરૂપી અઘોરવનમાં ગમે ત્યારે પેલો સાવજ નીકળે, માનવનાં સ્વપ્નોને બોચીમાંથી પકડશે, ને કાંધે નાખી લઈ જશે. સ્વજનની કાંધે નહિ, મૃત્યુની કાંધે ચઢીને જવાનું હોય છે. સાવજથી બચવાના બધા પ્રયત્નો વ્યર્થ જાય. “રીંછ' કાવ્યમાં “રીંછ' મૃત્યુનું પ્રતીક બનીને આવે છે. ગહનવેરા જીવનવનમાં રાતના અંધકારમાં મૃત્યુ સતત અણદીઠ રહી ફર્યા જ કરે છે. જિજીવિષા અને આશાઓનો મધપૂડો લઈને ફરતા વૃદ્ધોને ચાટીને આ રીંછ ધીમે ધીમે ખતમ કરે છે. મૃત્યુને મારનાર જ્ઞાનસૂર્યની કવિને (કાવ્યનાયકને) પ્રતીક્ષા છે. મૃત્યુ પછીનું અમૃતત્વ તો કોણ જાણે ? પણ જીવનના પ્રેમરસ ભર્યા સ્નિગ્ધ પદાર્થોમાં એકરૂપ થવાની સ્થિતિને કવિ મોક્ષની દશા કહે “પંચતત્ત્વોની ઘટનાનું ઘનરૂપ હું જૈશ વિખરી.... અને એમ પામીશ મને અસલ વતનમાં” પપ ભાવમાં જન્મેલો, ભાવરૂપ બનેલો વાસના દેહ, ભાવામૃતમાં ભળી જશે. સમયની શીશીમાં સરકતી ક્ષણોની રેતનો નિર્દેશ, જીવનની ક્ષણભંગુરતાની વાત પરોક્ષ રીતે કરી જાય છે. ને અંતે કાવ્યનાયક પોતાની આંખે નભનું ઊતરતું કલાન્ત મરણ નિહાળે છે. જે સ્વમરણનોય સંકેત આપે છે. માનવ પોતાની જિંદગીની ખૂબ માવજત કરે છે. એને શણગારે છે. ને પછી સાચવીને ચાલ્યા પછીયે એ જઈ પહોંચે છે, તો પેલા મરણની ભેંકાર ભેખડ પર “જિંદગીને ખભે બેસાડીને જાળવી જાળવી ચાલીએ ને ચાલી ચાલીને આવીએ આખરે તો એક નાજુક ટેકે ટેકવાઈ રહેતી મરણની ભેંકાર ભેખડ પર” પ જવાનું'માં કોઈ નવે પ્રદેશે બધું જ છોડીને જવાની વાત કરાઈ છે. ચાલનારાં ચરણોનેય છોડવાનાં છે....આ ચરણ વડે તો પેલા અવ્યક્ત અજાણ્યા પ્રદેશ જઈ શકાવાનું નથી. હું'નાં શરીર બંધનોની પાર તો સૂક્ષ્મરૂપે જ જવાય ને? “મનુષ્યસ્તોત્ર'માં કવિ જયંત પાઠક (“મૃગયા') એક વિશિષ્ટ વિરોધ રચી આપે છે. - “આપણે માણસ અમૃતના પુત્રો ગર્ભમાંથી જ મૃત્યુને વરેલા” પ અમૃતના પુત્રો' એ જ્ઞાનસૂત્ર છે. ને ગર્ભમાંથી “મૃત્યુનું વરણ' એ અજ્ઞાન? આભાસ? પુનરપિ જનનમ્ પુનરપિ મરણ, બધાનું મૂળ તૃષ્ણા વાસના. શરીરનું મૃત્યુ જ અંતે માનવને, આત્માને અમર બનાવે. “અમૃતપુત્ર” બનાવે, તો ‘મિથ્યાસ્તોત્રમાં પણ “મૂળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #308
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 307 સુધી પહોંચેલી તરની ઝીણી મરણ જીવાતની વાત અંતે તો માનવજીવનને સર્વીશે વ્યાપી વળેલા મરણ નામના રોગના જીવાણુની જ વાત. “વાર્ધક્ય વિશે ચાર રચનાઓમાં બાંકડા પર બેવડ વળીને પડેલા એક જર્જર વૃદ્ધની મૃતવત સ્થિતિનો કવિ નિર્દેશ કરે છે. દેહ જાણે રાખનો ઢગલો'. હજુ કેટલા શ્વાસ લેવાના બાકી એ વિચારે થાકી જતો વૃદ્ધ મૃત્યુની પ્રતીક્ષા કરે છે. “ને પછી પડ્યો વૃદ્ધ ને પડ્યો જ પડ્યો જ ગયો નીકળી ઠેઠ જીવનની બહાર” 18 આદિ કાળથી માનવજાત મૃત્યુના રહસ્યને ઉકેલી શકી નથી. તેથી તો નચિકેતા થવાનું અઘરું છે, એમ કવિ કહે છે. મૃત્યુના પ્રદેશમાં જવું એ જ પૂરતું નથી. ત્યાં જઈ એને મળી, એની સાચી ઓળખ, એનું રહસ્ય પામવાની કવિને ઝંખના છે. પણ એ તેમ કરી શકતા નથી. મૃત્યુની માત્ર રૂપાળી ને રોમેન્ટિક કલ્પનાઓ જ તેઓ કરી શકે છે. વિશેષ કાંઈ નહિ. કર્કશ કોલાહલથી દૂર ખંડને એક ખૂણે, મૂગાંમૂગાં બેઠેલા મૃત્યુની આંખોમાં કાવ્યનાયક સાથે વાત કરવાની અપેક્ષા દેખાય છે. કાવ્યનાયક પણ મૃત્યુ સાથે વાત કરવા ઉત્સુક છે. (“એકાએક' “શૂળી ઉપર સેજ') એ એની પાસે પહોંચે ન પહોંચે ત્યાં તો ઉપેક્ષાથી ઘવાયેલી પ્રેયસી જેવું મૃત્યુ ખંડની બહાર ચાલ્યું જાય છે. જાણે છેક આવેલું મૃત્યુ રીસાઈને પાછું ફરી જાય છે. “નોતરાં' કાવ્યમાં પરોક્ષ રીતે કવિ મૃત્યુનાંજ નોતરાંની વાત કરે છે. લોકગીતના ઢાળમાં ને તળપદી શૈલીમાં જીવને સંસારની માયા ત્યજવાનું કહેવાયું છે. “અસવાર' કાવ્યમાં કવિએ યમદેવનું વાહન “કાળો ઘોડો' કયું છે. “કાળે ધોડે કાળે લૂગડે પેઠો ગઢ મોઝાર' અસવારનું મોં ઢાંકેલું છે. તેથી આંખથી ઓળખાતો નથી. લીધો ઉપાડી અધ્ધર, પળમાં નાખ્યો ઘોડાપીઠ ઓળંગી ગઢ, અજીંગ ઊડ્યો ઓ દેખાય.... અદીઠ” પ૯ દશે દિશામાં ખેપટ ઊડાવતો (ચારે બાજુ ગમગીન વાતાવરણ ફેલાવતો) એ નાસી જાય છે ને બધે સોપો પડી જાય છે. “આ વૃક્ષ' કાવ્યમાં મરણને જોતા વૃદ્ધોની કથા કહેવાઈ છે. જીવનવૃક્ષનાં મૂળ ખવાઈ ગયાનો એકરાર છે, બે વૃદ્ધજન કહે છે. “જોયા કરવાનું આપણે બેઠા બેઠા શિશિરને તાપણે અહીં આંગણે એને - શિથિલચરણને - મરણને” 0 વૃદ્ધત્વ સમયે મૃત્યુય વૃદ્ધના શિથિલ ચરણની જેમ ધીમે ધીમે આવતું હોય એમ લાગે છે. કદાચમાં વતન, ઘર, ભૂમિની છેલ્લી વિદાય લેવાની અનુભૂતિનો નિર્દેશ છે. મિત્રને થાય છે, એના મિત્રને ઘરે જોતા જાય કદાચ એ આવ્યો હોય તો તે કવિ અંતિમ P.P. AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #309
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 308 પંક્તિમાં એ જ કહે છે. કદાચ મારે ફરી અહીં આવવું પડે ? મમતા આસક્તિ ફરી અહી જન્માવે. - ઈશ્વરચંદ્ર ભટ્ટને (‘અંતિમ અભિસાર) સર્વત્ર સદૂગત પત્ની સૂક્ષ્મરૂપે વ્યાપેલી જણાય છે. મૌન રહ્યાં રહ્યાં સૂક્ષ્મરૂપે પત્નીની અકળ વાણીને એ સાંભળે છે. પત્ની પરમ પ્રતિ ગતિ કરી ગઈ હોવાનું તેઓ કહે છે. “પૃથ્વી પરથી છૂટું રજકણ મુક્ત કરીને દેહનું વળગણ... 2 “અનુભવમાં સનાતન મૃત્યુ ચિંતન રજૂ કરતા કવિ આત્માની અમરતાને પ્રમાણતા હોય એવું લાગે છે. આત્માને જાતિ કે વયનાં વળગણ ન હોવાનું કવિ કહે છે. પોતાનામાં મગ્ન રહેનાર આત્મા કદી ક્યાંય ન બંધાય. નિરંજન ભગત મૃત્યુની વાત જુદા જ સંદર્ભમાં કરે છે. નગરસંસ્કૃતિને મુખે મૃત્યુલેપ હોવાની વાસ્તવિકતાનો નિર્દેશ “ગાયત્રી' કાવ્યમાં કવિ કરે છે.. “મુખે છે મૃત્યુનો લેપ આ ગીતનો સુરમો દ્રગે ઉછળે છાતી હૈયે શા હીરલા જગે” 23 કવિને સવારનું સ્વપ્ન સાંજે ભગ્ન, ખંડિત થયેલું દેખાય છે. અપૂર્ણ જિદગીની શૂન્ય એકલતાના રહસ્યનો પાર પામવા મથતો કવિ મૃત્યુને જ જિંદગી માની આત્મપ્રતારણામાં સરે છે. હવે તેને પ્રતીતિ થાય છે કે “આ તો સૌ નિત્ય જન્મે ને પાછાં નિત્ય જ જે મરે” 4 નગરજીવનની આ વિડંબના, કરુણતા માત્ર મુંબઈમાં જ છે, એવું નથી. બોદલેરના પેરિસમાં પણ આવી સ્થિતિ છે. જ્યાં સર્વત્ર જિંદગી મૃતવત છે. માણસ જન્મતાં જ મરી જાય છે. સંસ્કૃતિદર્શન છતાં વિષાદના કાવ્ય “સંસ્કૃતિમાં જુદા સંદર્ભે મૃત્યુનો નિર્દેશ ચિંતનાત્મકરૂપે થયો છે. ચારે બાજુ કંદનો તથા વિષમય વારુણીને જોઈ મૃત્યુના લોચનની લાલિમા હર્ષ અનુભવે છે. એવી તો વેદના સર્વત્ર ઘુમરાય છે, કે શબ્દોય શૂન્ય બની ગયા છે. મૃત્યુય આ બધું જોઈ ડઘાઈ જાય છે. મૃત્યુ પણ મૌન ધારી ગયું જે ક્ષણે' “એ ક્ષણોને વૃથા વાણી તે શું વણે ? મૃત્યુને, મૌનને મીંઢ આવું અને માનવીએ કદી ના લહ્યું” 5 કાળાં કામો કર્યા પછી મૃત્યુ સૂનમૂન બની ગયું, ને તેથી એણે કાળમીંઢ મૌન ધારણ કર્યું. છતાં કવિને ઊંડે ઊંડે શુભમાં શ્રદ્ધા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #310
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 309 “કાલ એ કંસના મૃત્યુની પ્રગટશે કૃષ્ણ કેરી લીલા” મુક્તિના સ્વપ્નને જોઈને રાષ્ટ્રના યજ્ઞમાં કંઈ કેટલાંય બલિ વિલીન થઈ ગયાં. એ સ્વપ્નને આજ વિલીન થતું જોઈને “ખાંભી નીચે હશે જેમની | મુઠ્ઠીભર માટીયે મૈ હલી” 17 કવિ' કાવ્યમાં મૃત્યુ પરના કવિના વિજયનો મહિમા ગાયો છે. કવિ તો સ્મશાનની ચિતામાંથી ભાગી છૂટવાનો, કવિ કશાથી ન બંધાય. અર્થાત કવિની કવિતાને મૃત્યુ મારી શકતું નથી. ચિતા જલાવી શકતી નથી. આગ દઝાડી શકતી નથી. આ સોંદર્યદ્રષ્ટા કવિઓ સ્મશાનમાંથીયે જગતમાં પાછા ફરે એવી એમની સૌંદર્યપ્રીતિ. ‘ફાઉન્ટનના બસ સ્ટોપ પર' કાવ્યમાં કવિએ મૃત્યુને દુર્નિવાર ને પવિત્ર ગણાવ્યું છે. તેથીજ એનો વિરોધ કે શોક નથી.. રહસ્ય મૃત્યનું ન હોય શું પિછાનતા ન શોક શબ્દના વિરોધનોય મૃત્યુને પવિત્ર દુર્નિવાર માનતા 8 પ્રિયકાંત મણિયાર સરળ વાણીમાં જીવનની ક્ષણભંગુરતાનો નિર્દેશ કરે છે. જલની લહરનું જાગવું સરળ, ને ભાંગવું ઘણું વહેલું”... શા કારણે કાવ્યમાં કવિ જીવનને મૃત્યુના પારણામાં મહોરતું કહે છે. જીવન અને મૃત્યુને જુદાં પાડી શકાય તેમ નથી. મૃત્યુની અવધિ પૂરી થતાં જીવન, ને જીવનની પૂરી થતાં પાછું મૃત્યુ, એ ક્રમ સતત ચાલતો રહે છે. અહા જીવન ઓરતું મૃત્યુને પારણે” 29 હજાર વોલ્ટના વીજળીના દબાણ પાસે, એને અડે તો બળી જવાની માણસને ચેતવણી અપાય છે. પણ માણસને જન્મમાં પ્રવેશતાં કોઈએ એવું ન કહ્યું કે, “મૃત્યુ એ રહ્યું તહીં જશો ન જાણી જોઈને” 08 પ્રિયકાંત કહે છે, “મનુષ્યજીવન એટલે મૃત્યુનોજ અવતાર. જન્મ એ મૃત્યુનું જ એક દેહધારી રૂપ. માનવનો જન્મ એ એનું મૃત્યુ પણ છે જ. “ગર્ભે ભરાઈ લઘુ જન્મ લેઈ . શા મૃત્યુના જન્મ ફરી ફરી” 1 મૃત્યુ પાસે જ તો જીવનની ભીખ માગવાની છે. જીવનને મૃત્યુના કૂબામાં નિરંતર રહેવાનું હોવાથી જીવન મૃત્યુને આધીન છે. એ વાત સિદ્ધ થાય છે. વ્યક્તિનું મૃત્યુ થતાં સાથે કશું જતું ન હોવાનો નિર્દેશ કરતાં કવિ કહે છે. “ઓઢી કફન કાયા ગઈ ઘરની વ્હાર જ્યાં ખૂણે પડી ગયેલી લાકડી રહી ગઈ 32 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #311
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 310 લાકડીયે ઘરમાંજ પડી રહે છે. કોઈના ટેકા વિના, સાથી સંગી વિના એકલા જ જવાનું. બળદ એક સુંદર રૂપક કાવ્ય છે. પોતાના જ મૃત્યુ સમયની, ને એ પછીની સ્થિતિનું વર્ણન કરતો બળદ અહીં માનવમાત્રનું પ્રતીક બની રહે છે. મૃત્યુને નહીં સમજી, કે પામી શકનારો બળદ (અને કદાચ માનવ પણ) કહી ઊઠે છે. “મૃત્યુમાં કયું લોઢું હશે તે મારાથી એ તો વહી શકાતું જ નથી” 3 મૃત્યુની કઠોરતા અને રહસ્યમયતાને અહીં વાચા અપાઈ છે. બળદના પૂંછડામાંના પેલા ચૈતન્યના વૃક્ષની ડાળીઓને કોઈએ જાણે મૂળમાંથી કાપી નાખી છે. “આ મૃત્યુએ અણદીઠા હાથે કઈ પરોણી મને ઘોંચી કે મારું કંઈ ચાલ્યું નહીં....” .... “હું ગાડું તાણતો હતો મને મૃત્યુ તાણી ગયું” 4 મૃત્યુ પામેલા એ બળદને બીજો એક જીવતો બળદ પેલા ખાડામાં લઈ જાય છે, ત્યારે એને પ્રશ્ન થાય છે કે એ પોતાને પણ લઈ જઈ રહ્યો છે કે શું? બીજાનું મૃત્યુ થશે ત્યારે એને ત્રીજો ખેંચી જશે....ને માનવનુંય એમ જ ને ? “ધવલ પથારીના શાંત અચેત સમુદ્રમાં' કાવ્ય પણ મૃત્યુના જ સંદર્ભને માર્મિક રીતે વ્યક્ત કરે છે. સમુદ્ર આમ તો અચેત ન હોય. પણ આ એવા સમુદ્રની (જીવન ?) વાત છે. જયાં બધું જ પછી વિરમી જાય છે. માનવને જીવનરૂપી પરપોટો ફૂટી જવાનો સતત ડર રહે છે. (“પ્રબલગતિ” “પરપોટો)) જીવનને પકડી રાખી શકાતું નથી. મૃત્યુને દૂર ધકેલવાનો પ્રયત્ન વંધ્ય નીવડે છે. માણસ જીવન પાછળ, ને મૃત્યુ માનવ પાછળ એમ નિરંતર સંતાકૂકડી ચાલે છે. કવિને ધૂપસળી જોઈને પોતે પણ અંતે ખાખ થઈ જવાના, એ વિચાર આવે છે. (“આંસુ”) તો સાથે સાથે જીવનક્રમના શાશ્વત પ્રતીકસમું નિત્ય ફુરણરૂપ, લીલું અંકુરિત થતું તૃણ પણ યાદ આવે છે. એક જીવ વિલીન થાય ત્યાર પહેલાં બીજો જન્મ લઈ લે છે. એમ જીવનધારા અવિરત ચાલે છે. પ્રિયજનો મૃત્યુ પામે છે. પણ એમની દર્દભરી પ્રેમકહાની અમર થઈ જાય છે. જીવનફળ તોડવાની ક્રિયાને કવિ “પાપ” ગણે છે. તેથી તો મૃત્યુને એની તીક્ષ્ણ ચાંચ વડે જીવનફળ નહિ તોડવા, ફૂલને નહિ તોડવા ફરમાન કરે છે. (“જન્મ અને મૃત્યુ) આત્માની નિઃસંગતાની વાત “દેહનાં બંધન'માં કરાઈ છે. આત્મા, જ્યારે સૌ સૂઈ જાય છે, ત્યારે બહાર નીકળી જાય છે. બધી ઇન્દ્રિયો સુપ્ત થઈ જાય છે. ત્યારે માંહ્યલો શરીરમાંથી ચૂપચાપ બહાર ચાલ્યો જાય છે, ને શરીર પડી રહે છે. શરીરરૂપી પિંજરના સળિયા તૂટી જાય છે. અહીં મૃત્યુને આનંદભેર સ્વીકારવાની પ્રક્રિયા દર્શાવાઈ છે. મૃત્યુ' કાવ્યમાં દેહમાંથી નીકળી ગયા પછી આત્મા અનંત ગગનમાં ઊડી જતો હોવાની કવિ વાત કરે છે. ને ત્યારે શરીરનાં બંધનો બધાં લુપ્ત થઈ જાય છે. “એત્રેલા'માં કવિ કહે છે. પૃથ્વી પરની અવરજવર વ્યર્થ લાગતી હોવા છતાં જીવને મૃત્યુનો, યમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #312
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ *311 મળવાનો ભય તો લાગે જ છે. અનંત પ્રગટીકરણવાળી સૃષ્ટિથી વિખૂટા પડવાનું પેલા જીવને ગમતું નથી. (‘સૃષ્ટિ') કા-કા કરતા કાગડાના મૃત્યુ પછી એકજ પ્રહરમાં બદલાઈ જતા રંગની વાત (‘સૃષ્ટિ જ જુદી) માનવના અસ્તિત્વને પણ લાગુ પડે છે. તો બ્લેકબોર્ડ પરની સહેજમાં ભૂંસાઈ જતી લીટી જેવા નાશવંત અસ્તિત્વનો વિચાર “અસ્તિત્વ' નામના કાવ્યમાં થયો છે. અસ્તિત્વને કવિ બ્લેકબોર્ડ પર ચોકથી દોરેલી લીટી સાથે સરખાવે છે. જે સહેજમાં ભૂંસાઈ જવાની. “પાંખ સંકેલીમાં ('લીલેરો ઢાળ) એક પછી એક પીંછા ખેરવી લેતા પંખીની વાત સાથે માનવજીવનની સંધ્યાના સંદર્ભને પ્રિયકાંત જોડી દે છે. માનવ પણ જીવનના બધા સૂરને સેરવી સંકેલી લે છે, ને અંતે આગને ચૂમી લે છે. જીવનઅસ્તિત્વને માટીનો ખેલ ગણતા કવિ એક સનાતન પ્રશ્ન રજૂ કરે છે. મોરપીંછની ભાતસમું ચૈતન્ય આ અસ્તિત્વમાં કોણે મૂક્યું? (“આયુષ્યના અવશેષ'). ગીતાબહેન પરીખ જિંદગીને થાળમાના મિષ્ટ ભોજન સાથે, ને મૃત્યુને સુગંધી રમ્ય મુખવાસ સાથે સરખાવે છે. (‘મરણપણ) (પૂર્વ) ૧૯૭૯માં કવયિત્રી “ભીનાશ' કાવ્યસંગ્રહ લઈને આવે છે. સ્વજનમૃત્યુની વેદના વ્યક્ત કરતાં તેઓ કહે છે. જીવતર કેરે તારેવાણે વણાઈ જાતું મોત... 9 જીવન સાથે વણાયેલા આ મોતના દોરા-તાણાને ફાડીને તોડીને ફેંકી દઈ શકાતો નથી. પ્રભુએ આપેલા મધમીઠા જીવનરસને પીવામાં માનવ એવો તો ડૂબી જાય છે કે જીવનની ખાલીમાં અંતે મૃત્યુરસ પણ ચાખવાનો છે, એ ભૂલી જાય છે. માનવને જીવનરસની પિછાન છે. મૃત્યુની નથી. માત્ર અન્યના મૃત્યુ દ્વારા “મૃત્યુરસ મીઠો નથી એવી કલ્પના કરવામાં આવી છે. પિતાના મૃત્યુ નિમિત્તે લખેલાં પાંચ કાવ્યો “મૃત્યુમંગલમાં મૃત્યુ પોત એમને સ્પર્શીને જીવનનું બળ પામ્યાનું કવયિત્રી કહે છે. “મૃત્યુ છે ફૂલની શવ્યા મૃત્યુ છે પંથ ઉજ્જવલ મૃત્યુ ના જિંદગી-અંત મૃત્યુ અમૃત-મંગલ” * અત્યંત સ્વસ્થ ચિત્તે કવયિત્રી અહીં મૃત્યુને સ્વીકારે છે. હવે તો લહુમાં પિતાના મૃત્યુની વેદનાની ઓસરતી તીક્ષ્ણતાનો અનુભવ જોવા મળે છે. એ પ્રસન્નઉર હવે સૂક્ષ્મ થઈ નિઃસીમમાં વ્યાપી વળ્યાનો સંતોષ તેઓ અહીં વ્યક્ત કરે છે. પિતાનું એ આત્મપુષ્પ શાશ્વત પારાવાર-સુગંધમાં ભળી ગયાનું તેઓ કહે છે. ખર્યું કુસુમ? ના અવ સુગંધમાં વ્યાપક - વિલાઈ ગઈ જયોત? ના કિરણ તેજમાં દ્યોતક 77 ધન્યતા'માં પિતા અગમ્ય દેશે ગયા હોવા છતાં સૂક્ષ્મરૂપે સ્વજનો અને સંતાનોની સાથે જ વસતા હોવાની પ્રતીતિ થતાં, દિવ્ય આંતર સહવાસ આનંદના સૂક્ષ્મ સ્પંદન સૂરો રેલાવે દગી-અંત સુરેશ દલાલ ઈહલોકને “મરણભૂમિ' કહે છે. ને ઝુરાપાવાળા જીવનને મૃત્યુવત ગણે છે. “તમારા પત્રોમાંનું સદ્ગત પતિના સ્નેહના ઈન્દ્રધનુસમા પત્રોમાંથી ઝરમર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #313
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 312 વહાલના અનુભવે સાંત્વન પામી, એમાં જ પતિના મુખનું દર્શન કરતી નાયિકાનું ચિત્ર અનેરું છે. “આપણો સંબંધમાં જનારને નહીં રોકવાની ને આવનારને વધાવવાની વાત દ્વારા જન્મમરણ વચ્ચે ઝૂલતી માનવની જીવનનાવનો સંકેત આપે છે. ડાળથી વિખૂટાં પડેલાં ફૂલોની ભીની નજરના સોગંદ આપીને, પોતાના મૃત્યુ બાદ સ્વજનોને, પોતાને ભૂલી જવાની વિનંતિની વાત વિનંતિ'માં કરાઈ છે. પણ પોતે તો કોઈને નથી ભૂલવાના, એવા નાજુક સંવેદન સ્પર્શ સાથેનું કારણ આપતાં તેઓ કહે છે કે ધૂળમાં ખરી ગયા પછી પણ વસંતની પાગલ હવાના સ્પર્શને ફૂલો ભૂલી શકતાં નથી. પલકમાં વીતી જતા જીવનનો ઉલ્લેખ કરતાં કવિ મુઠ્ઠીમાં જીવને પકડી રાખનારા મૃત્યુને “કાળમુખા પવન સાથે સરખાવે છે. “સાથે મળીને એકલા ગાવાનું ગદ્ય' (‘અસ્તિત્વ)માં કવિ સુરેશ દલાલે ડેથ હેઝ એ સ્ટેટસ વેલ્યુની સરસ પ્રતીતિ કરાવી છે. મૃત્યુ પણ મોભાનું મૂલ્ય ધરાવે છે. લગ્નમાંથી ઉઠમણામાં, ને એમાંથી પાછા લગ્નમાં, એક ખંડમાંથી બીજા ખંડમાં જતા હોય એવી સરળતાથી-ના યાંત્રિકતાથી જતા આજના માનવની આનંદ-વેદના કશાની પણ અનુભૂતિના અભાવની વાત સરસ રીતે ગૂંથી આપી છે. “અમે મરશું ત્યારે અમારા સિવાય કોઈને શોક નહિ હોય'-માં માનવે ગુમાવેલી સંવેદનાનો પરિચય કરાવતાં જીવન અને મૃત્યુ બંને સસ્તાં થયાં હોવાના વાસ્તવને એના નગ્ન સ્વરૂપે આપણી સમક્ષ મૂકી આપે છે. તો “આજનો દિવસ મરી ગયો છે'માં એકએક પસાર થતા દિવસના અગ્નિસંસ્કારને કવિ માનવના જ અગ્નિસંસ્કારના પૂર્વરૂપ તરીકે જાણે ઓળખાવે છે. ગરુડની સ્મશાનયાત્રાના છપાતા ફોટા, ને પતંગિયાની સ્મશાનયાત્રામાં ફૂલોય ન જતા હોવાની વાત કરતા કવિ પ્રતીકાત્મક રીતે ફરી પાછા મૃત્યુના પ્રસંગને “મોભા'ના પ્રસંગ તરીકે ઓળખાવાતી આજની શિષ્ટાચારી રીતરસમ પર કટાક્ષ કરે છે. પણ મૃત્યુ કાંઈ માનવે પાડેલા આ ભેદને ગાંઠતું નથી, એ વાત પણ તેઓ સ્પષ્ટપણે કહે છે. “આ સાતસો સ્કેવર ફીટનું સુખમાં ભેદને ભૂંસી નાખતા મરણની વાત, મૃત્યુના જ સર્વત્ર પ્રવર્તતા વર્ચસ્વનું સૂચન કરે છે. કોઈ વિરાટ યંત્રનો ભાગ-મારું ઘર'માં ગર્ભમાંથી થતા જન્મને, દુઃખનો પર્યાય ગણવામાં આવ્યા છે. “ઘર' અહીં ખોળિયાના પ્રતીકરૂપે આવે છે. “મારા હાથ વિના પણ ચહેરો ઢંકાય છે. સફેદ ચાદરથી” % ‘ત્યારે તો (“રોમાંચ) કાવ્યની બે ત્રણ પંક્તિઓમાં મૃત્યુની વાત ઉલ્લેખાઈ છે. જેમાં પ્રત્યેક પળ સાથે સમાધાન કરતા મરણને જ આપણા જીવનની આધારશિલા રૂપ ગણાવાયું છે. દુનિયાની વિદાય લેતી વ્યક્તિ પોતાનાં સ્વજનોનું ડૂસકું સાંભળી વ્યથિત બને છે. "(‘કાળની શેરી” “નામ લખી દઉં') - “વિદાય ટાણે'માં તેથી જ કાવ્યનાયક “મરણ મારા દેહનું સ્મરણની સૌરભ 39 કહી આત્માની ને સ્મરણની અમરતાને વ્યક્ત કરે છે. વિદાય લેતી વ્યક્તિના જીવાયેલા આનંદમય જીવનની સૌરભ પોતાના મરણ પછી પ્રિયજનના ખાલીપાને ભરી દેશે, એવી શ્રદ્ધા કાવ્યનાયક ધરાવે છે. એટલું જ નહિ પુનર્જન્મમાં ફરી મળવાની આશા ય વ્યક્ત કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ચહેરો તે
Page #314
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 313 તો “સ્વ. ભૂપતભાઈને' અંજલિ આપતાં કવિ સુરેશ દલાલને પ્રશ્ન થાય છે. “મૃત્યુ આટલું બધું અપારદર્શક હોય છે ?" 8 જનાર તો પછી મૃત્યુને પોતાનો મિત્ર બનાવે નિરાંતે એની લગોલગ બેસી ક્યાંક કોફી પીતું હશે એ. એના સ્વજનો, અરે, સમગ્ર મુંબઈનગરી શોકસભામાં ફેરવાઈ જાય છે. એકવીસ દિવસથી સિવાઈ ગયેલા એના હોઠમાં કવિ તેમજ કવિ-મિત્રો સૌની વેદનાને મુઠ્ઠીમાં લઈને ગુજરાતી કવિતાના આંગણમાં મહોરેલા ગુલમહોરના ઝાડને કાપવાનો નિશ્ચય કરીને પેલું મૃત્યુ જગદીશની સોડમાં સૂતેલું કવિએ જોયું હતું. (“માણસભૂખ્યા માણસને “પિરામિડ) સુરેશ દલાલ મરણના રંગને ઓળખી લીધાનો દાવો કરે છે. તેઓ કહે છે. “મરણનો રંગ કાળો હોય છે, પણ એ હૉસ્પિટલની દીવાલોનો ધોળો મેકઅપ કરીને બેસે છે ક્યારેક એ બિલ્લીપગે ચૂપચાપ પ્રવેશે છે તો ક્યારેક એ સમડીની જેમ તરાપ મારે છે" 81 રસ્તા પરની એબ્યુલન્સ ક્યારેક યમનો પાડો બની જવાના વાસ્તવ પ્રત્યે કવિ આપણું ધ્યાન દોર્યા વિના રહી શકતા નથી. ક્યારેક ઢાંકેલા, તો ક્યારેક ઉઘાડા મૃત્યુ ચહેરા પર કાયમ માટે ચાદર ઓઢાડી દેવાનું કહેતા કવિ અંતે તો મૃત્યુના મરણની જ વાત કરે છે. સુરેશ દલાલ જીવનને અફવા અને મરણને “સત્ય” કહે છે. સવાર, બપોર, રાતને જન્મ, જીવન અને મૃત્યુના પ્રતીક તરીકે વર્ણવતા કવિ કહે છે. “સવારે ગુડમોર્નિંગ કહ્યું બપોરે ગુડ-આફટરનૂન કહ્યું રાતે ગુડ-નાઈટ કહ્યું” 82 ચમત્કાર વિનાનો ચમત્કાર'માં બાહ્ય ચિતા ટાઢી પડ્યા પછી સ્મૃતિમાં ખડકાતી ને આંસુથી પવિત્ર બનતી ચિતાની પાવક જવાળાનો સંદર્ભ ગૂંથતાં ભોંઠા પડી જતા મૃત્યુને જીવનના ચમત્કાર તરીકે ઓળખાવે છે. કવિ હેમિંગ્વને યાદ કરે છે, મરેલું જીવતો માણસ મૃત્યુમાંથી જીવનનું સર્જન કેમ નથી કરતો? એવો માર્મિક પ્રશ્ન અહીં પૂછાયો છે. અને જાણે નથી નથી') “મજા છે'માં મરી જવાની મઝાનું વર્ણન કવિ કરે છે. પોતાના મૃત્યુ સમયની કલ્પના અહીં તેઓએ કરી છે. એક રાતે વરસાદ પડતો હશે ત્યારે એમની ચિતા ભડભડી ઊઠશે, રાતનો સમય હશે, શ્વાસ નહિ હોવાની નિરાંત હશે, સ્વજનો આસપાસ હશે, પણ પોતે નહિ હોય, પછી કોઈ જળોજથા નહિ હોય, કેવળ મોકળાશ, અવકાશ ને આકાશ જ માત્ર. સુરેશ દલાલ કહે છે, “મૃત્યુ પામીને ય માણસ ક્યાં સખણો રહે છે? થોડાક દિવસ ક્યાંક એ રહી આવશે પછી પાછો એને ઓનરશીપનો ફલેટ યાદ આવશે, સ્વજનો યાદ આવશે, ને પછી ફરી પાછા એ જ રાખ, જળ, દર્ભ, ગર્ભ, અંધકાર.... પુનરપિ જનનમ્ પુનરપિ મરણમ્ શરૂ થઈ જવાના. “રિયાઝની નાયિકા જિંદગી કરતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #315
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 314 મોત સારું હોવાનું કહે છે. પારણે અવાવરૂ કૂવા ભર્યા પૂછો મોતને કરુણ કેવી જિંદગી ?" 83 અહીં જન્મતાં પહેલાં જ મૃત્યુ પામેલા બાળકની માનો ચિત્કાર જિંદગી કરતા મૃત્યુને વધુ ઈષ્ટ ગણે છે. તો ક્યાંક સ્મરણના બહુવિધ રંગોમાં “ગુલમહોરી રંગથી માંડી મૃત્યુ પામતા મનુષ્યના નખ જેવો સ્મરણનો “રાખોડી રંગ” પણ ઉલ્લેખાયો છે. (‘વિષમ ગતિ’ - પૃ.૨૯) “પાલખી ઊંચકવાની છે, ને લાત ખાવાની છે. જીવનથી મૃત્યુ લગીની આ જ ધ્રુવપંક્તિ છે.” આ પંક્તિઓ ગર્ભાશય અને નનામીને સાથે ગૂંથી આપી જન્મમરણચકને પ્રસ્થાપિત કરી આપે છે. કવિ સુરેશ દલાલ જન્મને અસત્ય, ને મૃત્યુને સત્ય કહે છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને - જીવનને - “કંટાળા' તરીકે ઓળખાવતા કવિ “મૃત્યુને મોટું પૂર્ણવિરામ” ગણે છે. મૃત્યુને રોકનાર, પડકારનાર સાવિત્રીની જેમ મૃત્યુની સાથે હાથ મિલાવી પાછા આવનાર દોસ્તની કવિને ખોજ છે. “ચમાના કાચની જેમ - ભાંગી જશે મારો દોસ્ત અને આંખની કીકી ઓઢી લેશે સફેદ ચાદર” 85 મરણના રંગને બરાબર ઓળખી ચૂકેલા કવિ મૃત્યુને હૉસ્પિટલની દીવાલો જેવું અડીખમ ગણાવે છે. ને પથારીની ચાદર જેવું હંમેશા પથરાયેલું. - નર્સની સારવારને ભોંઠી પાડવા ખડેપગે ઊભું રહેતું, ડૉક્ટરોના પરાજયના પીળા રંગને પીપરમીટની જેમ મમળાવતું મૃત્યુ લોકોની લાચારી પર સૂકી આંખે હસ્યા કરતું કવિને દેખાય છે. “પણમૃત્યુના ભિડાયેલા હોઠમાં પોલાદી સંકલ્પની સખતાઈ છે” 86 જે. કૃષ્ણમૂર્તિના તત્ત્વજ્ઞાનથી પ્રભાવિત એવા કવિ સુરેશ દલાલ તત્ત્વજ્ઞાન અને કવિતાના પારસ્પરિક ગૂઢ સંબંધનો સ્વીકાર કરે છે. “નિરુત્તર'માં મૃત્યુ કરતાં વિષમ જિંદગી પ્રત્યે ધારદાર કટાક્ષ થયો છે. કાવ્ય નાયક કહે છે “નહિ સારેલા આંસુઓમાં કલમ બોળીને માયાળુ (કટાક્ષ) વિધિએ એમના લેખ લખ્યા છે.” - તેથી તો “મરવાનું કોઈ નામ નહિ લેવાનું ને આમ તો મારે અહીંયાં જીવતા રહેવાનું છે” 80 કાવ્યનાયક પોતાના મરણના વિચાર કરે છે. પોતાનું શબ બાજુમાં પડ્યું હોવાનું અનુભવાય છે. (“તું સાથે હોય તો) ચહેરાપર મરણના સુવાળા હાથનો સ્પર્શ ભીતરથી તેઓ સંવેદે છે. મૃત્યુને કાવ્યનાયક જીવનબાગના અંતિમ ગુલાબ તરીકે ઓળખાવે છે. (“તું સાથે હોય તો' “પવનના અશ્વ') મૃત્યુ એટલે શું? એ કેવું હોય? એનો રંગ કેવો? માણસ મૃત્યુ પામે ત્યારે મરનારને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #316
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 315 શું થતું હશે ? આ બધા પ્રશ્નો અંગે કેવળ કલ્પના જ કરવી રહી. તેથી તો કવિ અહીં (અગાઉ મરણને કાળા રંગવાનું કહી) પ્રશ્ન કરે છે. : મરણ બરફ જેવું સફેદ છે. - બ્લેકબોર્ડ જેવું કાળું ? " 88 કવિ અહીં એક સંવેદનસભર પ્રશ્ન કરે છે. “માણસ મૃત્યુ પામે પછી કંઈ અહીં પૃથ્વી પર કશો ફેરફાર થાય છે ખરો? પ્રકૃતિને કાંઈ થાય ખરું? હાડ જેવો માણસ મૃત્યુ પામે ત્યારે પહાડ સૂતક પામે છે ખરા ? દરિયામાં હોડી ડૂબી જાય પછી એકાદ મોજું પણ ડૂસકું ભરે છે ખરું? માણસ મૃત્યુ પામે છે, પછી જગત કાંઈ બદલાતું નથી, એનું એ રહે છે. ઘરની દીવાલ પર ઘડિયાળ તો ચાલે જ છે, માણસ જન્મે છે ત્યારે ચાલતી હોય છે એમ. મૃત્યુ અનેકરૂપે આવે છે. ક્યારેક અકસ્માત થતા જન્મની જેમ, તો કદીક ધીમે ધીમે પ્રસરતાં રોગની જેમ એ આવે છે. શયનખંડની પથારી ક્યારે સ્ટ્રેચરમાં ફેરવાઈ જાય એ ખબર પડતી નથી. જ્યારે ધીમે ધીમે અચાનક ઇન્દ્રિયોના દીવા ઓલવાઈ જશે એની ખબર નથી. મૃત્યુને કારણે ફેલાઈ ચૂકેલા અંધારાને હઠાવવાની કોઈપણ પ્રકાશની તાકાત નહીં હોય. જાણકારો કહે છે કે - એક નવી યાત્રા શરૂ થશે મને ખબર નથી પડતી કે મરણ એ પૂર્ણવિરામ છે - કે અલ્પવિરામ?”૮૯ “રસ્તાએ નક્કી કર્યું છે કે આખું પ્રતીક-કાવ્ય છે. રસ્તો મૃત્યુની રાહ જોતા એકાકી માનવનું પ્રતીક છે. રાહ જુએ છે રસ્તો ડૉક્ટરની, જે ડિકલેર કરે કે રસ્તો મરી ગયો છે, પણ એ શક્ય ન હોવાથી એ પોતે જ પોતાની ચિતા ગોઠવશે અને પોતે જ પોતાનો છેવટનો અગ્નિદાહ દેશે. હરીન્દ્ર દવેની જેમ સુરેશ દલાલે પણ મૃત્યુને ખૂબ પ્રેમ કર્યો છે. એવું તો ઘણીવાર તેઓ અનુભવે છે. ને તેથી જ કવિ પોતાના મરણનો યશ મૃત્યુને આપવા માગતા નથી. પણ”માં પ્રતીકાત્મક રીતે જીવન અને મૃત્યુના સૌંદર્યનો નિર્દેશ થયો છે. “ખીલે અને કરમાય છે એથી જ તો એ ફૂલ છે જે કદી કરમાય નહીં એ ફૂલ નહીં પણ શૂળ છે” 0 અહીં જીવન તથા મૃત્યુના નૈસર્ગિક સૌંદર્યનો ઉલ્લેખ થયો છે. “અકાળ મૃત્યુને કવિ ભરબપોરે અરીસામાં ઓલવાઈ જતા પ્રતિબિંબ સાથે સરખાવે છે. તો વેદના પણ હવે જેને સ્પર્શતી નથી એવી હતાશ નિરાશ કાવ્યનાયકની મૃત્યુઝંખના એટલી જ વારમાં વ્યક્ત થઈ છે. જીવનથી છૂટવા માટે એ મૃત્યુને ઝંખે છે એવું નથી, મરણને સાચા અર્થમાં પામવા એ ઇચ્છે છે. મરણને વ્યક્તિ તરીકે અહીં નિરૂપ્યું છે. મરણને કવિ મળવા જેવી વ્યક્તિ ગણાવે છે. કાવ્ય નાયિકા મરણના હાથ છલકાવી દેવા ઉત્સુક છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #317
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 316 “હું મરણના હાથ, છલકાવી દઈશ, એના ખોબામાં, સ્મિતનાં અઢળક ફૂલો મૂકી દઈશ.” 91 આ કાવ્યનાયિકા પોતાની જાગૃતિ હસતાં હસતાં મરણને સોંપી દઈ કાયમ માટે ઊંઘી જવા ઇચ્છે છે. “તરસ નામની મત્સ્યકન્યામાં દુન્યવી શિષ્ટાચાર પર પાછો કવિ કરુણકટાક્ષ કરે છે. “ઊંટ' અહીં કોઈપણ માનવનું પ્રતીક છે. એ મૃત્યુ પામે ત્યારે કોઈક વૃક્ષ શોક પાળવાનો માત્ર ચાળો કરે છે, દંભ કરે છે ને તેથી જ તો કવિ કહે છે “મરણ આપણું હોય છે એટલે આપણે જ આપણા શોક સાથે અહીંથી ચાલ્યા જવું જોઈએ.” ને આમ પણ કોઈના મૃત્યુનો કોઈ શોક પાળે કે ન પાળે એટલા માત્રથી મરણની હકીકત કાંઈ બદલાતી નથી. “હું મારા મરણનો સર્જક થઈશ'નો નાયક મરણને “સૂકો સમુદ્ર કહે છે. જેમાં નાયકનાયિકા બંને સાથે સરકશે. બંનેના શબ ઈશ્વરને તેઓ સોગાદરૂપે ધરશે. (“સમર્પણ') અબઘડીમાં “વ્રજ વહાલું રે વૈકુંઠ નથી જાવું'નો ભાવ વ્યક્ત થયો છે. જતા પહેલાં ફરી અહીં આવવાની ઉતાવળ જીવનપ્રીતિનું સૂચન કરે છે. “આંખને ખૂણેમાં કાવ્યનાયકની મૃત્યુને સમજવાની મથામણ વ્યક્ત થઈ છે. મૃત્યુ અલ્પવિરામ છે કે પૂર્ણવિરામ તે જ સમજાતું નથી. નચિકેતાની જેમ જ બાળક બનીને કરુણાનિધાનને કાવ્યનાયક મૃત્યુનું રહસ્ય સમજાવવા વિનવે છે. મૃત્યુ આવે એ તો સમજયા પણ એનું રહસ્ય સમજયા વિના, એને ઓળખ્યા વિના એને વશ થવાનું તો ન જ ગમે. કવિ કવિતાથી સદા જીવંત હોવાની વાત “કવિમાં વ્યક્ત થઈ છે. દેહની મતા તો ગૌણ છે. અનિલ જોશી કહે છે - કવિએ અહીં એક ઝાટકે આવતા મૃત્યુની વાત નથી કરી પણ ક્રમશઃ થતા મોતનું મરસિયું ગાયું છે.” 2 “હવે કવિની આથમતી આંખે નસના ધોરી રસ્તા તૂટતા દેખાય છે અને લોહીનો ડૂબતો લય દેખાય છે. બધું ધીમે ધીમે મરતું દેખાય છે. “મૃત્યુ એટલે ઓગળવું” ઇન્દ્રિયો ઓગળે છે, પણ “ઇન્દ્રિય' શબ્દ ઓગળતો નથી. શ્વાસ લઈને આ માનવવણઝારો થાકે છે ત્યારે નાકથી પણ નાતો છૂટી જાય છે. ચીમળાયેલી ચામડી સ્પર્શનો અનુભવ કરી શકતી નથી. ને તેથી જ કવિ કહે છે. સૂકા હોઠની પાસે રાખો બધું જ જાણે થંભી જાય છે “પંખી ઊડ્યું જાય ને પછી કંપે જરી ડાળ” 93 આવતીકાલની સલામતી માટે સતત દોડતા ને થાકી ગયેલા માનવને મૃત્યુ પણ ઠપકો આપે છે. બધા થાકેલાઓને લઈ જવા માટે એ જ તો રસ્તો તૈયાર કરે છે. મૃત્યુ માનવને માનભેર ને સલામત રીતે લઈ જવાની ખાતરી આપે છે. થાકેલાઓ માટે તો મૃત્યુ જ એક વિસામો છે. સ્વમૃત્યુકલ્પના કરતાં કવિ કહે છે જયારે મૃત્યુ એમની પાસે આવશે, ત્યારે તેઓ એમના કવચ અને કુંડળ (-અસ્તિત્વના) આપી દેશે. ને ત્યારે મૃત્યુને પણ તીવ્રતાથી જીવવાની ઝંખના ફૂટશે. માળી બાગને ઉછેરે તેમ પોતાના શરીરમાં પોતે મરણને ઉછેર્યાની .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #318
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 317 વાત મૃત્યુની માવજતનું સૂચન કરે છે. તો પોતાની મરણ સાથેની પ્રીતનું પણ વારંવાર સૂચન તેઓની કવિતામાંથી મળે છે. તો ક્યાંક વળી જીવન અને મરણ બંને જાણે માત્ર પતાવવા માટેના જ કામ હોય એ રીતે વાત કરાઈ છે. પોતાના મૃત્યુબાદ, પોતાના પ્રિયજનને થતી સ્મૃતિને તેઓ મરણ પછીના પોતાના “સરનામા' તરીકે ઓળખાવે છે. ને વીતતા દિવસો, મહિના, વરસો, ને એમનો Long Distance “ફોન નંબર.” દંભી જીવન કરતાં મૃત્યુની સુગંધનું વિશેષ આકર્ષણ ધરાવતા આ કવિને તેથી જ ચિતાનાં ફૂલોમાં જીવનની સુગંધ આવે છે. પડછાયાને પકડવા મથતી કાળી બિલાડી પણ મૃત્યુનું પ્રતીક બનીને આવે છે. કોઈના પણ મૃત્યુ સાથે કોઈક અંશ મૃત્યુ પામતો હોય તો કોઈ પણ જીવન ઉદય પામે ત્યારે તેનામાં નવું જીવન મહોરે છે. આ સત્ય તો માણસને માયાપ્રવેશ પછી પણ એ માયાને પાર કરી સત્ય સુધી પહોંચવાની શક્તિ આપે છે. સુરેશ દલાલ કહે છે, “વાંસળી પ્રગટ છે, સૂર અપ્રગટ છે, મરણ પ્રગટ છે, જીવન અપ્રગટ છે પેલા સૂરની જેવું જ” 94 કવિને અનેક પ્રકારના મન ફૂટે છે. મરણ ફૂટે છે. કોઈકની સાથે તેઓ જીવે છે કોઈકની સાથે મરે પણ છે. એમને શબ થઈ સૂતા આવડે છે. ચિતા પર ચડતા આવડે છે. કબરમાં દટાતા આવડે છે. કબર પરના ફૂલ થઈને મહેકતાં આવડે છે. તેથી તો પેલા ઘવાયેલા સૈનિકની વેદનાને માર્મિક રીતે શબ્દબદ્ધ કરી શકે છે. મૃત્યુને કવિ “શાંતિનો પર્યાય ગણે છે. આ નવી યુદ્ધભૂમિનો અનુભવ કરતો સૈનિક પોતે ખપી ગયો હોત તો સારું હતું, એમ વિચારે છે. કારણ એ યુદ્ધમાં એકજ ઝાટકે મરવાનું હતું. આ જીવનયુદ્ધમાં કટકે કટકે કાખઘોડીએ ચાલવું ગમતું નથી. જેના સમયનો પગ કપાયો છે એવો એ સૈનિક હવે કબરની શાંતિ ઇચ્છે છે. “માયાપ્રવેશ'ના છેલ્લા કાવ્યમાં કવિ સુરેશ દલાલ એક સગર્ભા સ્ત્રીની આનંદભરી સંવેદનાને વ્યક્ત કરતાં અવિરત વહેતા જીવન પ્રવાહનો નિર્દેશ કરે છે. “એક દિવસ હું મૃત્યુ પામીશ, મારા પતિ પણ મૃત્યુ પામશે અને છતાંયસંસારના અનંત જળમાં અમારો દીવો તરતો રહેશે, A અને એ પણ મૂકી જશે . કોઈક દીવો” 95 કાળના આ મહાસાગરમાં અનંત દીપાવલી વહેતી રહે એવી ઝંખના સેવતું આ દંપતી વ્યક્તિના મૃત્યુની જ વાત દોહરાવે છે. વ્યક્તિ મરે છે. જીવન મરતું નથી. જીવનતત્ત્વ તો શાશ્વત કાળ સુધી ટકે છે. માત્ર એનું રૂપ-સ્વરૂપ બદલાય છે, એવી શ્રદ્ધા અહીં વ્યક્ત થઈ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #319
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 318 નલિન રાવલે “સૈનિકનું મૃત્યુ'માં મૃત્યુની વાત કાવ્યમય રીતે કરી છે. સૈનિકોને તો રોજ મરણની પથારી પર સૂવાનું ને? બરફથી થીજેલી હાડની સોડમાં મરણની પથારી પાથરીને બધા સૈનિકો સૂવે છે. એક સૈનિકના મૃત્યુએ સૂનકાર પણ હલી જાય છે, ને તારાઓ આંસુ વડે રાતને ભીજવી દે છે. તો “અશ્વત્થામાની સ્વગતોક્તિ'માં અશ્વત્થામાને વ્યક્તિ નહિ વૃત્તિ રૂપે નિરૂપવામાં આવ્યો છે. કુરુક્ષેત્રની છાતી પર ચિત્કાર કરતું તૂટી પડતું અંધકારપક્ષી મૃત્યુની મૂર્તિમંતતાને પ્રગટ કરે છે. કવિ કહે છે, મૃત્યુ પામેલી વ્યક્તિ કદાચ વધુ સુખી થઈ ગઈ. કારણ એની આંખ જોઈ શકતી નથી. કાન સાંભળી શક્તા નથી. મૃત્યુ પામેલા અને સૂતેલાનો ફરક બતાવતાં નલિન રાવલ કહે છે, મૃત્યુ પામેલાઓના બાહુઓ ભીમના બાહુઓની જેમ નજરને ભીંસતા નથી. નિદ્રિત રક્ષકના મુખ ઉપર ફરકી ગયેલું સ્મિત મૃત્યુ પામેલાઓના મુખ પર ફરકતું ક્યારેય જોઈ શકાતું નથી. મૃત્યુ પામેલાઓની નાસિકા અર્જુનની જેમ પ્રકાશતી નથી. યુધિષ્ઠિરના મુખ પર પથરાયેલી શાંત સ્નિગ્ધ આભા પિતા દ્રોણના છેદાયેલા મસ્તકમાં ક્યાંથી હોય ? અશ્વત્થામાને દ્રૌપદીનાં પાંચ બાળકોના આદિ, મધ્ય ને અંત પોઢેલા જણાયા. એના હૃદયે એને રહેંસી નાખવા કહ્યું. - “એક નામેરી વૃદ્ધને મળતાંમાં સીધો મૃત્યુસંદર્ભ નથી, પણ આવી રહેલી પેલી શાશ્વત નિદ્રાનો નિર્દેશ સૂચક રીતે અપાયો છે. કશેક આગળ ને આગળ ચાલ્યા જતા કાવ્યનાયક સાંકેતિક રીતે આમ તો અંતે મૃત્યુપંથે થતા પ્રયાણનું જ ઇંગિત છે. “હું વૃદ્ધ આંખોમાં ભરી મણ એક ઘેરી ઊંઘની ઊંડી અસર' આ પંક્તિ પાસે થોભવું પડે એમ છે. આંખમાં ઊંઘ નહિ પણ ઊંઘની અસર, એ કઈ ઊંધ ? આ ઊંઘ પછી આવનારા મૃત્યુની નિદ્રાની અસર? કવિએ આ વિશે કશું સ્પષ્ટ નથી કર્યું એ જ સારું છે. જાણે જાસાચિઠ્ઠી મૂકીને કોઈ ચાલ્યું જતું હોય એમ “મળશું કદી' કહી તે નલિન ચાલ્યો ગયો” 2 “કોઈક ક્યાંક ઊભું છેમાં બળતા અવાજોથી ભર્યા બળતા નગરની બહાર, એક ગેબી સૂર રણકતો સંભળાય છે. ને સૂરનીયે પાર સૂર્યભીના દિવસના ને ચંદ્રભીની રાત્રિના પર્દા પાછળ, ક્યાંક કોઈક (મૃત્યુ ?) કાવ્યનાયકની રાહ જોતું ઊભું છે. નલિન રાવલની કવિતામાં મૃત્યુના સંકેતો ગર્ભિત રીતે આવે છે. “એક વૃદ્ધની સાંજ'માં આત્મદર્શન કરતી એક વૃદ્ધાનું સુંદર ચિત્ર મૂકાયું છે. લથડી રહેલી આંખની કીકી પૂછે છે “એ કોણ છે ? કદાચ આવી રહેલા મૃત્યુને એ જુએ છે. જેની ઓળખ પડતી નથી, એવી કોઈક સંદેશ્ય મૂર્તિએ હોઠ પર અંગાર મૂક્યો છે. વૃદ્ધત્વ અને મૃત્યુને એક સાથે કવિએ અહીં ગૂંથ્યાં છે. આવી રહેલું મૃત્યુ ઘેરી નીંદ તરીકે નિરૂપાયું છે. (“એક નામેરી વૃદ્ધને મળતાં') જેમાં જાતેજ અગ્નિનું અંજન આંજવાની વાત મૃત્યુના સ્વીકાર અને સત્કારનું પ્રતીક છે. કવિ હસમુખ પાઠક “કોઈને કંઈ પૂછવું છે ? (“નમેલી સાંજ')માં આધુનિક લોકોની સંવેદનશૂન્યતા, તથા મૃત્યુ જેવી ઘટના પ્રત્યેની લાપરવાહીનું સૂચન કરે છે. મૃત્યુની ઘટના જો એ કોઈનું હોય તો, કોઈને જાણે સ્પર્શતી નથી. “રાજઘાટ પર'માં પણ કરુણ કટાક્ષ કવિએ કર્યો છે. સતત કાર્યરત રહેનારા ગાંધી આટલો લાંબો સમય ને આટલાં ફૂલો નીચે મૃત્યુ પામ્યા પછી પહેલી ને છેલ્લીવાર સૂતા હોવાની મૃત્યુને નિરાંતની પળ તરીકેય વર્ણવી જાય છે. પુત્રી નેન્દિતાના અવસાન સંદર્ભે પ્રગટ કરેલા નદિતા સંગ્રહમાં' “તૃષ્ણા' કાવ્યમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #320
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 319 અશક્યની આકાંક્ષા કરતા તૃષ્ણા સભર માનવમનના ખાલી વલખાંનો નિર્દેશ થયો છે. મૃત સ્વજન તો પાછું ક્યાંથી આવવાનું? છતાં તેની સ્મરણરજ દશ્યરૂપે પામવા કવિ ઇચ્છે છે. રૂપેરી ઢગલા જેવી મુલાયમ એ બાળકીને પકડવા કાવ્યનાયક ઝાપટ મારે છે. વસંતસ્પર્શ'માં ઈસુના વધનો, ક્રોસનો કરુણ સંદર્ભ છે. વિનાશ પછી સર્જનના અંકુરની હવા લઈને વસંત આવે છે. ઘાયલ થયેલી લોહીતરબોળ ભૂમિ વસંતલ સ્પર્શથી શાંતિ પામે છે. જાણે ઈસુના ખભા પરથી કોઈકે ક્રૂસભાર ઉપાડી ન લીધો હોય ? મૃત્યુ પોતેય થાકી ગયું હોય તેમ વસંતસ્પર્શ સહેજ શાંતિનો અનુભવ કરી લેતું હશે ? - ભક્તિકવિતાએ વ્રજને વૈકુંઠથી વહાલું ગયું છે. વસુંધરાની સુંદરતા સ્વર્ગમાંય નથી. સ્વર્ગ આનંદધામ ખરું, પણ ત્યાં આંસુ નહિ, મરણનો શોક નહિ. પિનાકિન ઠાકોરે “સ્વર્ગ તણું શું કામ ? (“એકજ પલક અજંપ')માં પોતાનો ધરતીની ધૂળનો પ્રેમ આ રીતે વ્યક્ત કર્યો છે. અહીં રમ્ય રાગ, મધુર અમૃત છે. સૌમ્ય શાતા, ને સોહાગી સ્મિત છે. કવિને મોક્ષ નથી જોઈતો, તો “પ્રવાસ વળતો'માં કવિ પિનાકિન ઠાકોર પૃથ્વી સાથેના પૂરા થયેલા મિલનની, જીવનની મુસાફરી પૂરી થયાની વાત કરે છે. હવે વળતો પ્રવાસ કરવાનો, મૂળ સ્થાને જવાનું. વિદાયનું દુઃખ નથી, વિદાયને તેઓ “મધુર' કહે છે. “સૌ સાથની મધુર લઈ રહ્યાં વિદાય લે “પ્રીતિ અજિત'માં માનવને કવિ એક પ્રવાસી તરીકે વર્ણવે છે. “વિદાય થાવું વળતાં જ વહાણે પ્રવાસીથી કં કરશો ન પ્રીત” 97 પ્રયાણ સમયે સ્વજન પાય ૫કડી લે છે. પ્રેમનો પાશ અજિત છે. કવિ હેમંત દેસાઈ જીવનને અંતે જાતને છેલ્લું ગીત ગાઈ લેવા કહે છે. (૧છેલ્લું ગીત” ઇંગિત) કાવ્યનાયકને સત્કારવા ઝાલર બાજી ઊઠે છે. ભૈરવી ઉન્મુક્ત કંઠે ઉલટભેર સુદૂર ગાજી ઊઠે છે. પ્રાચીનું મોં હસું હસું થાય છે. કવિને મન જીવન અંધાર છે, મૃત્યુ પ્રકાશ. પચ્ચીસી પૂરી થતાંમાં વર્ષગાંઠ નિમિત્તે મૃત્યચિંતન રજૂ થયું છે. વર્ષગાંઠ એ અંત તરફની ગતિ છે. જિંદગીનો આરંભ થયો, એટલે અંત પણ હોવાનો. એ બધાને ખબર હોવા છતાં સૌ વર્ષગાંઠ મનાવે છે. પણ પછીના જન્મનું આશ્વાસન પણ એમાં ભળેલું છે. અંત સાથે બીજો આરંભ (પુનર્જન્મ) થવાનો. “ખરતું પાન'માં વૃદ્ધત્વને અંતે માયા ન છોડી શકાવાની વાતની સાથે સાથે ખરતું પાન બીજાં તરુણ પાંદડાને જગ્યા કરી આપવા, ખરી જવા તૈયાર છે, હૈયામાં લાખ અભિલાષ છતાં હવે ખરી જવાનું છે, એ સત્યને પ્રગટ કરે છે. માયા નથી છોડી શકાતી વૃક્ષની, આ ડાળની લેવા દઈને અન્યને જીવન નવું બસ, જાઉં છું આજે ખરી” 98 નિમાયું ના'માં મૃત્યુ સમયે હસવું હોવા છતાં હસી ન શકાયાની વ્યથા વ્યક્ત થઈ છે. (મૃત્યુને સહજ રીતે સ્વીકારી ન શકાયાની વ્યથા) (“હેંક નજરોની મહેંક સપનોની) કહેશે નહીંમાં મૃત્યુની અનિવાર્યતાનો નિર્દેશ કરતાં કવિ કહે છે. “જે જવાના છે, જશે, રહેશે નહિ. સાંજ પડશે, સૂર્ય શું ઢળશે નહિ” 99 . P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #321
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 320 જનાર તો બસ જાય છે, અદૃશ્ય થાય છે. એને જોઈ શકવાની આપણી મર્યાદાનો પણ અહીં નિર્દેશ થયો છે. શિશુમૃત્યુ પછીના વિષાદને “હવે' કાવ્યના ઉત્તરાર્ધમાં વ્યક્ત કરાયો છે. ચિત્તના સમાધાન પછીની શાંતિની અહીં વાત છે. સ્વજનમૃત્યુ અંતે વિશાળ દૃષ્ટિ આપે છે. વિશ્વનાં બાળકો પોતાનાં જ હોવાનું માની સકલ વિશ્વમાં અભિરમતા શિશુ સ્વરમાં પોતાના શિશુસ્વરનો આલાપ કવિ અનુભવે છે. પણ ઘેર પહોંચતાં પાછી એ જ માનવસહજ વ્યથાનો અનુભવ થાય છે. મૃત્યુશધ્યા પરના પીડિત દુર્યોધન જેવી સ્થિતિના અનુભવની વાત “મૃત્યુને' (1) કાવ્યમાં વ્યક્ત થઈ છે. કાષ્ઠની ચેહથી જલવું એ કાંઈ દુઃખદાયક નથી. “મૃત્યુ વસમું નથી' મૃત્યુની છાય નીચે સદા યથાર્થ જીવવુંય વસમું નથી. પણ જીવતાં જીવત મૃત્યુનો અનુભવ દઝાડે છે. જીવનની નિરર્થકતાને લીધે કાવ્યનાયક મૃત્યુઝંખના સેવે છે. તો “મૃત્યુને-૨'માં મૃત્યુને કવિ “કઠોર' કહે છે. “પ્રલંબ ભુજ, દીર્ઘ દૃષ્ટિ અતિચંડ, તું મૃત્યુ રે 9 આવું મૃત્યુ કઠોર હોવા છતાં અનિવાર્ય પણ છે જ. . - સ્વજન મૃત્યુ પામતાં તેની સ્કૂલ નહિ તો સૂક્ષ્મરૂપે, સ્મરણસંદર્ભે હયાતી રહે જ છે. એ વાત હીરાબ્લેન પાઠકે સદ્ગત પતિ રામનારાયણ પાઠકને ઉદેશી લખેલા પરલોકે પત્રમાં જોવા મળે છે. પતિને પાછા ફરવા વિનંતિ કરતાં કાવ્યનાયિકા-કવયિત્રી તરત હળવી ને સહજ રીતે વાસ્તવનો સ્વીકાર કરે છે. “એટલે જ કહું છું જનાર તો જાય છે. આડા હાથ કૈ દેવાય છે” ?" 11 છેલ્લાને અઢારમાં પત્રમાં કવયિત્રીના ચિત્તની એક ઊંચી ભૂમિકાનાં દર્શન થાય છે. જ્યાં જન્મ, જીવન, મૃત્યુ બધું જ એકાકાર બની ગયું છે. હવે ઈહલોક પરલોકના ભેદ રહ્યા નથી. ડાહ્યાભાઈ પટેલની કવિતા તેમજ એમાં આવતું મૃત્યચિંતન બંને સામાન્ય કક્ષાનાં છે. “ઊડો અમર હંસલામાં આત્માને આભમાં ઊડવાનો અનુરોધ કરાયો છે. ડાહ્યાભાઈ કહે છે, મરણ એ કાંઈ અંત નથી, કે નથી યાત્રાનું એ ધામ. (કાવ્યપરિમલ”) કવિ કહે છે “મૃત્યુને કોઈ શક્તિ રોકી શકતી નથી. પ્રેમ પણ મૃત્યુને ખાળી શકતો નથી. જો કે મૃત્યુને તેઓ “બીજો જન્મ” તો ગણાવે જ છે. ને જર્જરિતનો નાશ કરી નવાનું નિર્માણ કરવાનું હોય તો પછી “હૃદયમનને શોક શો' ? “જીવનફૂલ'માં આયુષ્યને ફૂલ સાથે સરખાવી, જીવનની ક્ષણભંગુરતાને કવિ વાચા આપે છે. માટીમાંથી સર્જાયેલું જીવનપુષ્પ શું માટીમાં મળી જવાનું? એવો પ્રશ્ન કરી પાછા તેઓ એવી પણ શ્રદ્ધા વ્યક્ત કરે છે કે, પુખ ખીલીને પ્લાન થયું છે. એનું મૃત્યુ નથી થયું. નવો જન્મ ધરી, પોતે શૃંગાર બની ધરતીને શોભાવશે, બીજનું નવું મૃદુ અંકુર ફૂટશે. “પુષ્પનું કદી મરણ હોતું નથી' એવી શ્રદ્ધા માનવ આત્માની અમરતાનો સંકેત કરે છે. કાવ્યનાયકને મરણની કે ખાખ થવાની પરવા નથી. પણ સ્નેહીઓ જીવતા જલાવે એની ચિંતા છે. (‘તમે જીવતો જલાવો છો') P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #322
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 321 કવિ ડાહ્યાભાઈ નનામીને સફરનો અંત ગણવાની ના પાડે છે. (“નનામીની સફારીને) એને તેઓ આખરી મંઝિલ ગણતા નથી. ઉષાસંધ્યા વચ્ચે રાત્રિનો પડદો છે. તેમ નવા જૂના જીવન વચ્ચે “મરણનો પડદો' છે એમ કવિ માને છે. મૃત્યુનું પ્રાબલ્ય બધે હોવાનું અનુભવતાં કવયિત્રી સુરેશા મજમુદાર અંતે મૃત્યુને, માયા, મદ અને મદવૃષા, ભવવૃષા, ટાળતા ગૂઢ, તત્ત્વ, સત્ત્વ તરીકે ઓળખાવે છે. મૃત્યુના અનુભવને તેઓ અદ્વિતીય ગણાવે છે. મૃત્યુની પેલે પાર શું રહેલું છે એ જાણવા મથતી માનવજાતને એનો સર્વસામાન્ય ઉત્તર મળતો નથી. પરંતુ આર્ષદર્શનથી અનેક કવિઓ એમાં અનન્ય માંગલ્યનાં દર્શન કરે છે. તો વળી તરત જ સ્વજનમૃત્યુને ન ભૂલી શક્તી માતા અહીં મૃત્યુને ફિટકાર પણ આપે છે. મૃત્યુનું સામ્રાજય સ્થૂલ જગતમાં ભલે હોય, પણ સદ્ગતની સ્મરણ સુરભિને એ નષ્ટ કરી શકતું નથી. ત્યાં મૃત્યુ પરાસ્ત થાય છે. ક્યારેક કવયિત્રી આક્રોશમાં આવી જઈ મૃત્યુને “ડાકુ' કહે છે. જિગરનો કટકો મૃત્યુએ છિનવી લીધો છે ને? મૃત્યુને મહાત કરવા નીકળેલાં કવયિત્રી મૃત્યુ પાસેથી ભગીરથ પ્રયત્ન વડે પોતાના પુત્રને પાછો મેળવવા તલસે છે. પણ પછી તરત વાસ્તવ સમજાય છે. * મૃત્યુની સ્વછંદતાથી તેઓ સભાન બને છે. વિશ્વમંદિર કેરાં શું દ્વાર જીવન મૃત્યુ બે ? પ્રવેશ દ્વાર પહેલાથી, બીજેથી બહાર નીસરે ?" પર પણ મૃત્યુનું ભારેખમ પ્રાબલ્ય પ્રિયસ્મૃતિને મારી શકતું નથી એનું એમને આશ્વાસન છે. મૃત્યુ થાતાં પ્રિય ઉરવસી મારતા મૃત્યુને જે તે હૈયાંથી સ્મૃતિ પ્રિયતણી ના તું ભૂંસી શકે છે” 183 કવિ જયોતિષ જાની બિલાડીને મૃત્યુના પ્રતીકરૂપે વર્ણવે છે. (‘ફીણની દીવાલો) એ જ કાળી બિલાડી એના ચારે પગ લંબાવી મૂછને જીભથી ભીની કરી ભક્ષ્યને તીણા નહોર મારી ઉષ્ણ લોહીનો સ્વાદ માણે છે. જીવ મૃત્યુનો શિકાર બને છે. ત્યારે દશ્ય ભયાનક લાગે છે. પણ તો જ પેલું પુનરપિજનન, પુનરપિમરણનું ચક્ર ચાલે ને? “ઘર” કાવ્યમાં જીવ ચાલી જતાં શરીરરૂપી “ઘર' ફેંકાઈ જતું હોવાની વાત જયોતિષ જાનીએ કરી અનુગાંધીયુગ - મૃત્યુનું સ્વરૂપ, મૃત્યુ પામેલી વ્યક્તિનું વર્ણન, સ્મશાન અને ચિતાવર્ણન કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ “રુદ્રને' કાવ્યમાં વ્યાપક અર્થમાં મૃત્યુના તાંડવની-વિનાશની વાત કરે છે. શિવના ભયાનક તાંડવનૃત્યનું પ્રલયકારી સ્વરૂપ કવિ અહીં વર્ણવે છે. કવિ પણ જાણે વિનાશમૂર્તિ રુદ્રની સાથે સ્પર્ધા માંડે છે. - પ્રફ્લાદ પારેખ “દિવંગત ગુરુદેવને'માં રવીન્દ્રનાથના જીવનકાર્યની ભવ્યતા પાસે મૃત્યુની વામણાઈ અને ભોંઠપનો ઉલ્લેખ કરે છે. કવિની ભવ્ય જિંદગી પાસે મૃત્યુની શી વિસાત? જિંદગી લેવા આવનાર એ મૃત્યુ અમરત્વ આપીને જાય છે. - કવિ રાજેન્દ્ર શાહ (“ધ્વનિ') “અનાગત'માં વિશિષ્ટ રીતે મૃત્યુના રૂપ સ્વરૂપનું કુતૂહલ કાવ્યમય શૈલીમાં રજૂ કર્યું છે. “અનાગત' (મૃત્યુ) ને સમજી કે વાંચી શકાતું ન હોવા છતાં કવિનેણ એને નિહાળવા ઉત્સુક છે. અનાગતનું સ્વરૂપ પ્રસન્ન હોય કે તપ્તચિત્ત, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #323
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 322 એ વૃતિ ધારણ કરનાર હશે, કે ક્યારેક અત્યંત ક્રોધમાં (મૃત્યુનાજ જુદા જુદા મિજાજ) છતાં એની સાથે સંગતિ તો અનિવાર્ય જ છે. “શેષ અભિસારમાં રાજેન્દ્ર શાહે કરેલું મહિમા રૂઢ મૃત્યુનું વર્ણન જીવંત અને ગૌરવપૂર્ણ છે. મૃત્યુના આગમનની વાત પણ અત્યંત નાજુક રીતે કાવ્યમય શૈલીમાં કહેવાઈ છે. મૃત્યુને કવિ અહીં “શ્યામવરણું' કહે છે. એ શ્યામ ઓળાને કાવ્યનાયિકાએ ઓળખી લીધો છે. મૃત્યુએ ભૂરખને ઢાંકી દેતો અંચળો ઓઢ્યો છે. શુક્રના તારાની જેમ માત્ર એની બે આંખો ઝગમગે છે. મૃત્યુના આલિંગને નાયિકા પ્રેમનું મધુપાન કરે છે. એને ચહેરે અપૂર્વ સૌમ્ય શાંતિ, તેજ, પ્રેમ, મધુપાનનો પરિચય મળે છે. આગમની'નો કાવ્યનાયક મનથી જાણે મૃત્યુનીયે પેલે પાર વિહરે છે. (‘ક્ષણ જે ચિરંતન) ને ત્યાં જઈ અમૃતનું પાન કરે છે. બારી પાસેની નિષ્પર્ટ ડાળ પર બેઠેલા નર્યા અંધકારમાંથી ઘડાયેલા મૃત્યુના પ્રતીક સમા ઘુવડની સામે મંડાતી કાવ્યનાયકની નજર, ભાવિ મૃત્યુનો અણસાર આપી જાય છે. (“ખાલીઘર') “વિષાદને સાદ'માં કવિ કહે છે. . વ્યક્તિનું મૃત્યુ થતાં ગંધ, નામ, રૂપ, રંગ બધું જ સ્વાહા થઈ જતું હોય છે. મૃત્યુ સાથે માનવ નિઃશેષમાં વ્યાપ્ત બની જાય છે. ને ફરી જવાલાપુંજમાંથી અમીકુંજ લઈ પ્રભવે છે એક આભાપુરુષ. (નવજન્મ?) જીવાત્માને શરીરના મૃત્યુ સમયે કોઈક નવી જ ઓળખનો થતો અનુભવ “નવી ઓળખ'માં વ્યક્ત થયો છે. મૃત્યુપળે સૌ સ્વજનોથી વિખૂટા પડવાનું, અંતે છેક સુધી સાથે રહેલાં પેલાં પાંચ તત્ત્વો, તેજ, વાયુ, આકાશ, પાણી અને પૃથ્વીથીયે વિખૂટા પડવાનું આવે છે. સાથે રહેલાં એ પાંચ તત્ત્વોય અંતે શરીરને છોડી જાય છે. “કાળ પર ધરાય ચરણ'માં કવિ દિવસની જેમ રાત્રિનેય કર્મશીલ ગણાવે છે. દિવસ જીવનનું ને રાત્રિ મૃત્યુનું પ્રતીક છે. કવિ ઉશનસ ને ભડભડતી ચિતા જોઈને સમયની સુતીક્ષ્ણ અણદીઠ દાઢ વડે બાકી રહેલા ભક્ષ્યને ઓહિયા કરતો તથા કૃશ થયેલા શરીરને (શબને) ચાટતો ચિતાગ્નિ યાદ આવે છે. મૃત્યરૂપી સિંહ પોતાની અનલરૂપી વાળ સતત આમથી તેમ ફેલાવતો, ફંગોળતો દેખાય છે. કવિ ઉશનસે પોતાના પિતાના મૃત્યુ સમયે પિતાની સ્વસ્થતાની તથા ચિત્તશાંતિની વાત કરતાં, જાણે પિતા એમનું ભગવું વસ્ત્ર ન બદલી રહ્યા હોય એવી અનુભૂતિને વાચા આપી છે. “હું મુજ પિતા' નામના સૉનેટમાં તો પિતાના મૃત્યુની સાથે સાથે કવિએ પોતાના મૃત્યુને, શબને નિહાળ્યું છે. પિતાજીની ખાટ પર સૂતાં સૂતાં તેમને સ્વ-મૃત્યુદર્શનનો જાણે અનુભવ થાય છે. પોતાના મૃત્યુને સ્વસ્થ ચિત્તે તેઓ જોઈ શકે છે. જે નિઃસંગતાનો વિરલ અનુભવ ગણાય. “વૈશાખી સીમ” (“સ્પંદ અને છંદ')માં કવિ ઉશનસ સ્મશાનનું વાસ્તવલક્ષી નિરૂપણ કરે છે. ભડથું થયેલા દિવસની ભડભડતી ચિતાનો અહીં ઉલ્લેખ છે. શરૂમાં મૃત શરીરની તડાક દઈ તૂટતી નસો, બળતા હાડકાના ગંધકની વાસ, ફાટતી ખોપરીનો અવાજ, લીલા લાકડાનો વિચિત્રગંધી ધુમાડો-વગેરેનું ભયાનક વર્ણન કવિ કરે છે, ને પછી સાંજ પડ્યું ઠરતી ચિતા કવિને શિવજીના કપાળમાંની સુખડની બીજ, તથા નવજીવનના પાંગરતા અંકુરની પ્રતીતિ કરાવે છે. ચિતાની એ ભસ્મ પર ભગવાનની કૃપાનું સુધા પ્રોક્ષણ થતાં નવાંકુરની આશા બંધાય છે. આ સ્મશાન જન્મ મરણ જન્મના અવિરત ચક્રની પ્રતીતિ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #324
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 323 કરાવે છે. વિશ્વજનની સ્વરૂપમાં બાના દેહાંત પછી ઘરમાં બધું જ જનનીરૂપ બનેલી સભરતા કવિ અનુભવે છે. ને “જાતકકથા'માં પૂર્વજન્મ અને પુનર્જન્મનો સંદર્ભ વણતાં બંનેમાં પોતાની આ જ જનની હોવાની પ્રતીતિની દઢતા કવિએ રજૂ કરી છે. “અભિજ્ઞાનમાં પણ પુનર્જન્મ કથની જ રજૂ થઈ છે. જુદાં રૂપ ધરી જનની જન્મશે તોય તેઓ સહેજમાં ઓળખી જવાના, એવો આત્મવિશ્વાસ વ્યક્ત થયો છે. માતા તરુ બનીને જન્મે તો એની શીતલ છાયાથી જ કવિ એને પામી, ઓળખી જવાના, ને ગ્રીષ્મઋતુમાં જનનીને યાદ કરતાં અમસ્તાં જ નેણ જળ ભરાશે ત્યારે જનની જ એના પર છાયા ધરશે, ને કવિ એને પામી ઓળખી જશે. પુષ્પ” કાવ્ય ઉશનસ ના Inner Being નો પરિચય આપે છે. જેમાં તૃણવેશે પોતાના પુર પ્રદેશે આવેલા અતિથિની કવિ વાત કરે છે. પાંચ નાની રંગછાંટી પાંદડી સહેજ લહરી અડતાં કંપી ઊઠે છે. ને કવિચિત્તને હરી લે છે. “પંચાગુલિ પકડી ધૂમું વનવનતણી યુગ યુગ તણી વીથિ વીથિ પાછી જીવું મારા હજારો જન્મની જાતકકથા” 104 પંચાગુલિ એટલે પંચમહાભૂત ? કવિ ઉશનસ્ મૃત્યુ પામેલી વ્યક્તિનું હલબલાવી નાખે એવું સ્વભાવોક્તિ સભર વર્ણન કરે છે. (“રૂપના લય') “અધૂરી ચર્ચાના અધૂરા રહેલા વાક્યસમું ખુલ્લું મ્હો ઉઘાડી આંખોની સ્તબ્ધતા” હમ “અને જ્યાં ડાધુની સ્વજનતણી ટોળી ઘર જતી ઘરે જાસાચિઠ્ઠી કશીક લખી'તી ચોકડીવળી” 0 માં મૃત્યુની એંધાણીનું વર્ણન ધારદાર છે. સ્વજનને સ્મશાને મૂકી આવ્યા પછી લાગતા મૃત્યુના ભયની તીવ્રતાનું વેધક નિરૂપણ કવિએ અહીં કર્યું છે. મૃત્યુ હવે ગમે ત્યારે પોતાનું દ્વાર ખટખટાવશે એવું લાગે છે. “અને મારી”માં કાવ્યનાયકનો મૃત્યુનો અનુભવ પરમવિશ્રાંતિભર્યો વર્ણવાયો છે. કવિ કહે છે. - “હજારો ગાઉની કળતી રહી શ્રાંતિ મરણમાં” 107 મરણ નામની ઊંઘમાં જિંદગીની સીમે મૃત્યરસને સભાનપણે ચગળતા હોવાનું કવિ (કાવ્યનાયક) કહે છે. મૃત્યુસમયના અનુભવની કલ્પનાસભર સંવેદના અહીં રજૂ થઈ છે. કાવ્યનાયકને મૃત્યુના સ્પર્શનો સર્પ શો લીસો ને શીતળ અનુભવ થાય છે. જયંત પાઠક “રણ” કાવ્યમાં કોઈ જુદી જ ભૂમિકાએ મરણની વાત કરી છે. આખું આકાશ બળી ગયેલા કાગળ જેવું, પણ હવે એ આકાશનું ઊંટથી અલગ કોઈ અસ્તિત્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #325
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 324 નથી. વ્યક્તિની આંખ મીંચાવા સાથે જ વ્યક્તિ માટે તો આકાશ વિલુપ્ત થતું હોય છે. હવે એ આકાશ મેશ ખાઈને આંખમાં દદડે છે. અંતિમ સમયે છે, છે ને નથી, નથી જેવા લાગતા બધા સંબંધો ખરી પડે છે. “રણદ્વીપોનાં લીલાં છોગાં મૃગજળ ઉપર તરે” 108 આ મૃગજળ તરસને ઠારતું નથી, તરસને મારતું નથી, પણ તરસને તીવ્ર બનાવે છે. છે. ને બીજામાં સમજણ પછી પ્રાપ્ત થયેલી શાંતિ છે. સ્વજનનો દેહ લાકડી જેવો બની ભડભડ બળે છે. પરાણે રાખેલો સંયમ ને સ્વસ્થતા તૂટે છે. દબાયેલું ડૂસકું કંઠથી સરી પડે છે. સ્વજનના સ્મરણની રાખને સંઘરી સ્વજનો હંમેશાં હૃદયને સ્મશાન જેવું કરી મૂકે છે. માનવીના ભાગ્યમાં ચપટી રાખ બની જવાનું જ નિર્માયું છે. પણ પછી તરત નિર્વેદ, પરિતાપ કવિ ખંખેરી નાખે છે. અનંત ગતિમાં બધું સૂક્ષ્મરૂપે જીવાતું જાણે જોવા મળે છે. “ન મૃત્યુ, પણ ચેતના તણી લીલા જ આ સંસ્કૃતિ વટ અવધિ કાલનો રમતી કાલ કેરી કૃતિ” પs માં મૃત્યુના અસ્તિત્વનોજ ઇન્કાર કરાયો છે. જીવનતટે આવી પહોંચેલા કાવ્યનાયકની છેલવેલ્લા સૌને મળી લેવાની ઇચ્છા “મરણ ઘડીએ'માં વ્યક્ત થઈ છે. (“સર્ગ') મૃત્યુ પછી પોતે તો પરદેશી થઈ જવાના. કયા દેશે વસવાના એ ખબર નથી. એટલી ખબર છે કે મૃત્યુ પછી સદેહે તો સ્વજનોને મળી શકાવાનું નથી. એમનો છેલ્લો શ્વાસ સ્વજનનું છાનું ડૂસકું બની રહેવાનું. મૃત્યુની ક્ષણને સુભગપળ કહી છે. યમને કાવ્યનાયક આંગણ સુધી, ઉબર વટાવી, પથારી પર આવી બેસી ગયેલો અનુભવે છે. યમ પોતાના હિમકરથી મરનારના ભાલે સ્પર્શ કરીને બેઠો છે. કાવ્યનાયકને આશ્ચર્ય થાય છે. મૃત્યુનો ડર નથી, પણ મૃત્યુના આગમનની સભાનતા જરૂર છે. બાહ્ય તેમજ હૃદયના “અંતરીક્ષ'ને જોઈ શકતા કવિ જયંત પાઠકને થાય છે કે, મૃત્યુ પછી આ પંચતત્ત્વની ઘટનાનું ઘનરૂપ-એનો આંતરભાવમય કોષ, પરિચિત, પ્રેમમય બનેલા પંચતત્ત્વનાં વિભિન્ન રૂપોમાં ભળી જશે એ કંઈ ઓછું સૌભાગ્ય નથી. જીવન . જગત પ્રકૃતિ, વેલી હરણાં, તરલ તરણાં, પ્રત્યેની કાવ્યનાયકની પ્રીત એને મૃત્યુને ઉંબરેથી પણ પાછો વાળે છે. મમતા છોડી મૃત્યુતારે હોંશે હોંશે જવું અઘરું છે. (“અઘરું નચિકેતા થવાનું') “ગામના સ્મશાનમાં રાતે” (“શૂળી ઉપર સેજ')માં કવિ જયંત પાઠક મસાણનું આબેહૂબ વર્ણન કરે છે. યમદૂતના બિકાળવા મુખજોણે કૂતરાનું સમૂહરુદન, કણભીના વૃક્ષ પરના ઘુવડના “મૂઓ'ના મંતર, મસાણિયાની છાની ગુસપુસ, તથા ધૂણી ઓઢી મોં લગી રડતી, પોક મૂકતી ભૂતાવળોનું ચિત્ર ભયપ્રેરક છે. ઈશ્વરચંદ્ર ભટ્ટ “ખરતાં પર્ણ' (‘પર્ણરવ')માં સ્મશાનતિમિરે કંપી રહેતાં કરાલ મુખગાત્ર અને તડતડતી ચિતાનું વર્ણન કરે છે. એક વખતનું ગાજતું બળવાન શરીર ચિતા પર બળીને ખાખ થઈ જાય છે, તો “મુક્તિપર્વ નામનાં કાવ્યોમાં સદૂગત પત્નીને તેઓ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #326
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 325 વિદ્યુતસમી ગણાવે છે. સૂક્ષ્મદેશે, આત્મસ્વરૂપે, સદ્ગત પત્ની ગરુડવેગે વ્યોમમાં વિહાર કરતી તેઓ કહ્યું છે. આધુનિક નગરસંસ્કૃતિના પોકળ સ્વરૂપને સમજતા થયેલા નિરંજન ભગતને સવારનું સ્વપન સાંજે ભગ્ન, ખંડિત થયેલું દેખાય છે. અપૂર્ણ જિંદગીની શૂન્ય એકલતાના રહસ્યનો પાર પામવા મથતો માનવ મૃત્યુનેજ જિંદગી માની આત્મપ્રતારણામાં સરે છે. તેને પ્રતીતિ થાય છે કે “આ તો સૌ નિત્ય જન્મે ને પાછાં નિત્ય જ મરે (પરંતુ કંક એવાં યે કે જે પાછાં ન હો ફર્યા વળી છે કેટલાં યે જે જન્મતાં વેંત હો મર્યા) ઓગળી જાય સૌ રાત્રિ અંધકારમાં” 110 મૃત્યુને “રૂપાંતર' તરીકે ઓળખાવતા પ્રિયકાંત મણિયાર “રૂપાંતર' કાવ્યમાં મૃત્યુ પામેલી વ્યક્તિનું આબેહૂબ વર્ણન કરે છે. ચૈતન્ય લુપ્ત થઈ ગયા પછી શરીરના અંગો કામ કરતાં બંધ થઈ જાય છે. કંપ અને હલનચલન વિનાનાં એ અંગો અન્યને ડરાવે છે. મૃત વ્યક્તિને કવિ પાષાણના તિમિરશિલ્પ સાથે સરખાવે છે. જો કે પછી તરત જ એ પ્રેતસમું તત્ત્વ પ્રભાતના કોમલ તેજ જેવી ગોઠડી માંડતું કાવ્યનાયકને લાગે છે. ચિકકટ અંધકારથી મુક્ત થઈ એ પ્રેત જાણે અન્ય રૂપ ધરે છે. કોઈ પ્રકાશપર્ણ ફૂટે છે. ને સુનીલ મહોત્સવ જાણે હોરી ઊઠે છે. ને પંખીનો પ્રસન્ન ટહુકાર પણ. ગીતાબ્દન કવિના “કાલ' નામના કાવ્યમાં આમ તો સ્મશાનનું વર્ણન છે. પણ અહીં જન્મ-મરણના ચક્રને કવયિત્રીએ સુંદર રીતે વર્ણવ્યું છે. કવયિત્રી આશાવાદી છે. “સૌ ક્ષણનાં સુખો છે.' એવાં હતાશ વચનો શું વદવાનાં? કારણ ત્યાં જ બાજુમાં એક નવાંકુર ફૂટ્યું છે. સરસ કૂણા અંકુરનું પ્રકટન કોઈ શિશુના જન્મનું પ્રતીક છે મરણ પછી જન્મ છે જ. ‘પુનરપિ જનન, પુનરપિ મરણં'. જ્યાં અનેકનાં શરીર સિગરેટની જેમ સળગીને અંતે રાખ બની જાય છે. આવા સ્મશાનને સુરેશ દલાલ એક વિરાટ એશટૅ તરીકે ઓળખાવે છે. “ચમત્કાર વિનાનો ચમત્કાર'માં બાહ્ય ચિતા ટાઢી પડ્યા પછી સ્મૃતિમાં ખડકાતી ને આંસુથી પવિત્ર બનતી ચિતાની પાવકવાળાનો સંદર્ભ ગૂંથતાં ભોંઠા પડી જતા મૃત્યુને જીવનના ચમત્કાર તરીકે ઓળખાવે છે. મરણના રંગને બરાબર ઓળખી ચૂકેલા કવિ સુરેશ દલાલ, મૃત્યુને હોસ્પિટલની દીવાલો જેવું અડીખમ ગણાવે છે. ને પથારીની ચાદર જેવું હંમેશાં પથરાયેલું. “હમણાં હમણાં' કાવ્યમાં કાવ્યનાયક “મરી જવાના ઉમળકા' વિશે વાત કરે છે. (“ઘટના') એનો જીવ શરીરની બહાર નીકળવાને ઝંખે છે. સુરેશ દલાલે વ્યક્તિના મૃત્યુ સમયની ક્ષણનું સરસ વર્ણન કર્યું છે. મૃત્યુ પામીએ ત્યારે આપણું સરનામું થોડુંક કંપે છે. ડેલી થોડીક થથરે છે. પણ વિશ્વમાં કોઈ ફેરફાર થતો નથી. મરનાર વ્યક્તિનું બધું જ ધીમે ધીમે મરતું જાય છે. દષ્ટિ અને શ્રવણેન્દ્રિય જાય છે, નસના ધોરી રસ્તા તૂટે છે. લોહીનો લય ડૂબે છે. સુરેશ દલાલ, મૃત્યુ અને જીવન વચ્ચેના મૌનને હવા જેવું પાતળું નહિ પણ, સાગર વચ્ચેના P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #327
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 326 અડીખમ ખડકો જેવું અપારદર્શક, અસ્પષ્ટ ને અદશ્ય ગણાવે છે. જે પેલા ફૂલ જેવા શબ્દોને મસળી નાખે છે. મરણ રમ્ય બને એ માટે જીવન અને મરણ વચ્ચે Communication થવું જોઈએ એમ કવિ માને છે. નારાયણના પિતા અજામિલના મૃત્યુ સમયની એની ચિત્તસ્થિતિ, તથા સંવેદનાનું હસમુખ પાઠકે “અંત ઘડીએ અજામિલ'માં સરસ વર્ણન કર્યું છે. (‘સાયુજય') યમરાજના ઓળા એને ભયાનકતા અર્પે છે. ઊંડી ખાઈમાં જાણે ખેંચી જાય છે. મૃત્યુનો ભય સતાવે છે. તેથી કદીયે જે પુત્રને એણે પ્રેમ નથી કર્યો, એનું શરણું એ શોધે છે. તારાઓના પ્રકાશમાં ભળી ગયેલી નારાયણની માનેય આ મિષે અજામિલ યાદ કરી લે છે. એ કહે મને ભય છે દીકરા આ રાત હું નહિ કાઢું” * એ કહે છે, “આજે ચંદ્ર નહિ ઊગે' અર્થાત એ પહેલાં એનું મૃત્યુ થશે. અંતિમ ઘડીએ એ કો દિવ્ય વિરલ અણદીઠ રૂપને “નારાયણ'ના રૂપને જોવા ચહે છે. | વિનોદ અધવર્યુ, સ્મશાનના ભસ્મ ઢગલા વચ્ચે રહી નવાં ખીલેલાં ફૂલે આનંદ મ્હોરી ઊઠે છે. સ્મશાનના નર્યા ભસ્મ ઢગલામાંય કંઈક નવું અંકુરિત જોતી દષ્ટિને નવાંકુરનું ખાતર તેઓ ગણે છે. જલતી ચિતાઓ જાણે એને હૂંફ આપે છે. એ સ્મશાનવાસી પોતાની ચલમમાં નિત્ય મૃત્યુને જાણે ફૂંકી રહ્યો છે. કવિ હેમંત દેસાઈ “છેલ્લું ગીત'માં જીવનજગત સાથેના મિલાપની છેલ્લી રાતે પોતાની જાતને છેલ્લું ગીત ગાઈ લેવા કહે છે. પોતાનું બાળક મૃત્યુ પામતાં વ્યથિત બનેલી મા અંતે વિશ્વનાં બાળકોને જ પોતાનાં બાળકો માની (‘હવે') સકલ વિશ્વમાં અભિરમતા શિશુ સ્વરમાં પોતાના શિશુસ્વરને આલાપતો અનુભવે છે. જો કે અન્યના બાળકને પ્રેમતરબોળ કરી દેતી સ્ત્રીની પ્રેમઘેલી વત્સલતા આમ તો એ વ્યથિત નારીના વલવલાટનું જ દર્શન કરાવે છે. હેમંત દેસાઈ કહે છે જગતની ચોસર પર યથેચ્છ મ્હાલતા આ માનવોરાને મૃત્યુ સહેજમાં હડપ કરી લે છે. ક્યારેક મૃત્યુ પોતે આવીને શિકાર કરે છે. તો કદીક વિરાટ એવા એના મુખમાં ભક્ષ્ય આપોઆપ જઈ પડે છે. મૃત્યુની ચાલને કવિ ચાતુર્યપૂર્ણ, અકળ, ને નિગૂઢ કહે છે. જીવનઅસ્થિના પિંડ પર પોતાના દાંત ભરાવી, પોતાના જ રક્તને ચૂસી, એમાં જ સુખ માણી રાચતા થાન શા જીવનઅર્થીઓ મરણને નિંદે છે. (“સોનલ મૃગ'). અનુગાંધીયુગ - મૃત્યુ મંગલ મુક્તિદાતા અલૌકિક દિવ્ય કવિ રાજેન્દ્ર શાહનું “શેષ અભિસાર' કાવ્ય (“ધ્વનિ) મંગલમૃત્યુના મિલનનું કાવ્ય છે. મૃત્યુના આગમનની “શુભ માંગલ્યની ઘડીનો અનુભવ કરતી નારીના અભુત સંવેદનનું આ કાવ્ય છે. “શેષ અભિસારને ધીરુભાઈ ઠાકર શ્રેષ્ઠ સંવાદ કાવ્ય તરીકે ઓળખાવે છે. મૃત્યુને પ્રિયતમ કલ્પી એને આલિંગવા ઉત્સુક બનવું એ એક અનોખી ઘટના છે. કાવ્યનાયિકા પ્રિયતમમૃત્યુના આગમનનાં પગલાં સાંભળતાં સૌ સ્વજનોને ખામોશ થઈ જવા કહે છે. મૃત્યુ સમયે કકળાટ ન શોભે, ન આંસુ. મહિષારૂઢ મૃત્યુનું ચિત્ર જીવંત અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust
Page #328
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 9327 ગૌરવપૂર્ણ છે. પ્રિયતમ યમદેવતાના મહિષની ડોકે બાંધેલા ઘૂઘરાના દૂરથી આવતા રણકાર, પણ એને તો ખૂબ જ નજીક હોવાનું અનુભવાય છે. કાન માંડીને એ બેઠી છે. એ ધીમો મીઠો ધૂઘર-રણકાર અન્ય કોઈને ન પણ સંભળાય. કાવ્યનાયિકાએ પ્રિયતમ મૃત્યુને ઓળખી લીધું છે. સમજી પણ લીધું છે. તેથી જ આનંદભેર એનો સ્વીકાર કરવા એ તત્પર છે. “અજાણ્યા સુખનો કેવો અંગે રોમાંચ વ્યાપતો” 1 મૃત્યુ પીડાકારી નહિ, સુખદ અને મુક્તિદાતા હોવાની પ્રતીતિ થાય છે. પ્રિયતમ આવી પહોંચતાં માંગલ્યની એ પરમ ક્ષણે કાવ્યનાયિકા પરિચારિકા (સ્વજનોને પોતાને શણગારવાનો આદેશ આપે છે. “કંકુની કોરના પાનેતર થકી મને સજો, ને સર્વ સીંગારે સોહાવો ક્ષણ લગ્નની દીપને પ્રગટાવી, જો મૂકો, પેલા ખૂણા મહીં ગતિ ના વાયુની જેને અંધારું અડકે બસ” 12 પ્રિયતમ ખૂબ નિકટ આવતો જાણી સ્ત્રી કહે છે “આવે છે પછી સામસામી આંખ મળે છે. મૃત્યુને એ કહે છે. આવ હે હર્ષવર્ધન અનિમેષ દ્રગો તારી કરે છે સ્નેહવર્ષણ અંગની આગ, સંતાપો ચિત્તના સર્વ શામતા નાઉ જમના કેરા જલે હું હેમ-શીતલ” 113 શેષ અભિસારનું નૃત્ય આરંભાય છે. જાણે મૃદંગો વાગે છે. મંદ મંદ અવાજે ગ્રહોનું વૃંદવાદન સંભળાય છે. હવાનુ શાંત હૈયું એ વાર્દેિત્રોના રણકારથી સહેજ હલી રહ્યું છે. “અધીરા અંગમાં મારા તાલના શત સ્પંદનો જાગે છે, પ્રિય છે ચાલો 114 પોતાના શેષાભિસારની ધન્ય મંગલવેળાના સુખાનુભવ વખતે ભવ્યમંગલ અવસરે કોઈકનું ડૂસકું કાવ્યનાયિકાથી નથી સહેવાતું. મૃત્યુ અને કાવ્યનાયિકાનું સંપૂર્ણ અદ્વૈત સધાય છે. પ્રિય પ્રાણને ત્યજવાની વેળા આવી ગઈ. એય હવે અલગ થઈ જશે. “મૃત્યુ એ જ પરમાત્મા, પરમાત્મા એ જ મૃત્યુ નાયિકા કહે છે, “ઊઠો, આલંબને ધારી અંગુલિ માહરી ઊઠો મૃત્યુને પોતાની સાથે ચાલવા કહે છે. રાત્રિના શેષ ભાગના શીતલ અંધકારમાં તોડીની ગતમાં આ પરમમૃત્યુને વધાવતું કોઈક સુકોમલ ગાન ગાય છે. જ્યોતમાંથી ઊઠતી ધૂમ્રલેખા જેવું. કોઈના મૃત્યુના) કોમળ સ્પર્શ કાયા જાણે હલવા માંડે છે. મૃત્યુના આલિંગને જાણે પ્રેમામૃત પાનનો અનુભવ થાય છે. મૃત્યપ્રિયતમાને જીવ કહે છે. “હવે સ્પર્શના વસ્ત્રની જરૂર નથી. શ્રુતિ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #329
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 328 દૃષ્ટિનાં દર્શન નથી. બધું દિવ્યતમ બની ગયું છે. મૃત્યુ અને કાવ્યનાયિકાનું સંપૂર્ણ અદ્વૈત (જીવન મૃત્યુનુંય) સધાય છે. “વિદાય વેળાએ” (“શ્રુતિ')માં કોકના (મૃત્યુના) વહાલભર્યા સ્પર્શનો અનુભવ થતો, સૌને છેલ્લા જુહાર કરી ચાલ્યા જતા જીવના ઝાકળજલમાં ન્હાવાનો ને અવર વિશ્વના દિવ્યશીતલ અનુભવનો ઉલ્લેખ થયો છે. “આગમની' (‘ક્ષણ જે ચિરંતન')ના કાવ્યનાયકનું મનપંખી મૃત્યુનીયે પેલે પાર વિહરે છે. ને ત્યાં જઈ અમૃતનું પાન કરે છે. આત્મા જાણે અનંતમાં સરકે છે. સર્વત્ર પ્રકાશ અને માધુર્યનો એ અનુભવ કરે છે. “ઉંબર પર' (‘ક્ષણ જે ચિરંતન') કાવ્યમાં પ્રતીકાત્મક રીતે મૃત્યુસંદર્ભ ગૂંથાયો છે. જીવન અને મૃત્યુના સંગમતીર્થે ઊંડા જલને પ્રવાહ કાવ્યનાયકનું મન મંદમંદ વહે છે. મૃત્યુ પછીના મંગલને દેશ એકલ પરિંદ સમો એ પ્રયાણ કરે છે. એ નિરાવરણ દેશ એનો દેહ તેજરૂપ બને છે. “ક્ષણ મહીં એના વાયુમંડલને તીર પામું નવું શરીર” " શરીર ત્યજ્યા પછી નવું શરીર પામ્યાનો અનુભવ કરે છે, ને છતાં એ ઉંબરને દાર સૌ પરિચિત લાગે છે. “બારણે” (“મધ્યમાં')માં કાવ્યનાયકને આવેલા એક વિચિત્ર સ્વપ્નનો નિર્દેશ છે. સરસ શણગાર સજી બેઠેલી સૌભાગ્યવતી સ્ત્રી, શ્વેત વસ્ત્રથી સજ્જ કાને કુંડળ ધરાવતા વાચક અભ્યાગતની સાથે ચાલી નીકળે છે. જેને રોકી શકાતા નથી. (મૃત્યુ દિવ્ય અલૌકિક રૂપ ધરી પત્નીને લઈ જવા આવ્યાનો નિર્દેશ) “નાચિકેત'માં પ્રસન્ન વદને સામે ચાલી યમાલયે જઈ મૃત્યુનું રહસ્ય જાણવા ગયેલા અતિપ્રસિદ્ધ નચિકેતવૃતાંતનો નિર્દેશ છે. જેણે પછી કાળનેય જીત્યો હતો. (“ઇક્ષણા') અનંતને પથ'માં (‘ઇક્ષણા')માં અસ્તોદયને નિહાળતા કાવ્યનાયકનું ચિત્ર છે. દૈવી અનંતપથની ઋજુ વાંકી રેખ અંતે તો આદિ બિંદુમાં જીવાત્માને શરીરના મૃત્યુ સમયે કોઈક નવી જ ઓળખના થતા અનુભવની વાત કરે છે. પોતાની નવી ઓળખ પામતો જીવ વિસ્મય અને હર્ષ અનુભવે છે. ને મન દિવ્ય નર્તનામત્ત છંદમાં દોડી જાય છે. “આ અંગ છોડી ગયું - પ્રેત્ય કો થઈ છાયા ન ખાલી અવ * કાય આ રહી” tle : વિદાય' કાવ્ય (‘કિંજલ્ફિની')માં પણ અંતિમ પ્રયાણ કરનારની વિશિષ્ટ અનુભૂતિનું વર્ણન છે. “ગોરજ વેળનું વિદાય ટાણું થયું હોવાનું કાવ્યનાયક કહે છે. ઈહલોક પરલોક મિલનનું દશ્ય સંતૃપ્તિનો અલૌકિક અનુભવ કરાવે છે. યમાલયને કવિ સૌના “ઘર' તરીકે ઓળખાવે છે. કવિ અહીં મૃત્યુની સ્થિતિમાં જ પુનર્જીવનનો સંચાર પામતા જીવની ધન્યતાનો ઉલ્લેખ કરે છે. ચિતા પર ચડી ચૂકેલા મારા - શીતલ શબ મહીં કોમલ ગીતિનાં સુધાબિંદુ પ્રેરિત લહું છું પુનઃ પ્રાણનો સંચાર" 17 મૃત્યુના પરિચિત હેતસિત કંઠને આનંદપૂર્વક ઝીલતો જીવ અણુઅણુમાં મૃદુ પુલકિત કંપન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #330
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 329 અનુભવે છે. ને પુનરપિ પોતાને સદન પાછા ફરવાનો ઉત્સાહ અનુભવે છે. કવિ રાજેન્દ્ર શાહ મૃત્યુને સંજીવની અને કૃતાંતકાલ બંને રૂપે વર્ણવે છે. (‘પ્રાણ) મૃત્યુ જ પુનર્જીવનની શક્યતા જન્માવે, ને તેથી જ એ સંજીવનીરૂપ, “ખેપ'માં જન્મમરણના ચક્રનો અંત આવતાં, બધું એકાકાર થતાં મુક્તિનો અનુભવ થાય છે. પછી કાષ્ઠની નાજુક નાવડી (નનામી) સંગે એકલા જવાનું “એકલો જાજેમાં મૃત્યુ પછી વાગતી મીઠી મોહન મોરલીનો અનુભવ મૃત્યુને મંગલરૂપે વર્ણવે છે. કવિ ઉશનસ્ પણ મૃત્યુને મંગલ અવસર ગણે છે. વિદાય થનાર માટે આંસુ સારનાર સ્વજનને તેઓ અભાગી ગણે છે. (‘વિદાય ટાણે'-“આદ્ર') મનુષ્યની વિદાયને તેઓ બીજા પ્રભાતે ઊગવા માટે આથમતા રવિ જેવી કહે છે. “વિશ્વજનની સ્વરૂપમાં ઉશનસ ની એક વિરલ દિવ્ય અનુભૂતિનો પરિચય મળે છે. મૃત જનની એમને માટે હવે વ્યક્તિ મટી વિભૂતિ બને છે. સ્વજનનું મૃત્યુ કવિની દૃષ્ટિને વિશાળ બનાવે છે. ઘરની ભીંજાતી ભીંતોમાં પેલી ટગુમગુ થતી દીવડી સમી, તો સંધ્યાકાળે તુલસીક્યારાઓમાં ડોલતા ઘીના દીવારૂપે, તથા તેની પ્રસરતી શીળી આભારૂપે જનનીનાં જ સર્વત્ર દર્શન કરે છે. “અભિજ્ઞાન'માં કવિ ઉશનસ્ ની પુનર્જન્મમાંની શ્રદ્ધા વ્યક્ત થઈ છે. જનની જુદાં રૂપ ધરી જન્મશે તોય તેઓ સહેજમાં એમને ઓળખી લેશે. તેઓ તરુ બની જન્મે તો એની શીતલછાયાથી જ એને ઓળખી લેશે. કવિ ઉશનસ્ મૃત્યુને “વિશ્રાંતિ' માને છે. “અને મારીય' (“રૂપના લય) કાવ્યમાં કાવ્યનાયક મૃત્યુના પરમ વિશ્રાંતિભર્યા અનુભવને વર્ણવે છે. સ્વજનોએ એમને ખાંધે લીધા બદલ એમનો તેઓ આભાર માને છે. હજારો ગાઉની કળતી રહી શ્રાંતિ મરણમાં” 18 ‘હજારો ગાઉ' એટલે જીવન. જીવનનો બધો જ થાક “મરણ' વખતે ઊતરી જાય. બહાર નહિ, સ્થળમાં નહિ, પળમાં નહિ, અંતરતરમાં નિરંતર મિલનની અનુભૂતિ પૂર્ણપણે કરતી નાયિકાને અંતિમ મિલનની આરઝૂ છે. (67) હવે મોક્ષ અને ક્તિ પામવાની ઝંખના છે. (‘વ્યાકુળ વૈષ્ણવ') “અવ કશું નહીં જરી અવ કશું નહીં ફરી” 119 મન હવે પ્રશાંત બને છે, ને જાણે જન્મજન્મના ફેરામાંથી મુક્તિ પામે છે. “મરણ નામની ઊંઘમાં ઉશનસ્ મરણને ઊંઘ જ નહીં, “મધુર ઊંઘ' કહી છે. ને મૃત્યુના અનુભવને સ્પર્શને સર્પ શો લીસો ને શીતળ કહ્યો છે. કવિ જયંત પાઠક મૃત્યુને નિઃસીમની સુખશયા' કહે છે. “તવચરણે'માં તેઓ વ્યક્તિત્વલોપની વાત કરે છે. જીવન મરણ બંને વેળાએ શરણાગતિભાવ વ્યક્ત થયો છે. મરણઘડીએ' કાવ્યમાં (“સર્ગ') કાવ્યનાયક મૃત્યુની ક્ષણને “સુભગ' ગણાવે છે. એને મૃત્યુનો ડર નથી, મૃત્યુના આગમનથી એ સભાન જરૂર છે. “પાછા વળવું'માં (“મૃગયા') પ્રતીકાત્મક રીતે નજર પાછા જવાની વાત કરાઈ છે. જીવનની સરહદ પૂરી થયાનો નિર્દેશ હૈયાને હળવુંકુલ ને સ્વસ્થ બનાવે છે. જીવન પૂરું થયાનો રંજ નથી, સંતોષ છે,
Page #331
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 330 આનંદ છે. ચંદનની સોડમમાં પોઢ્યા ઝેર વિનાના નાગ” 20 નોતરા' કાવ્યમાં (“શૂળી ઉપર સેજ') પરોક્ષ રીતે મૃત્યુનાંજ નોતરાંની વાત છે. જીવનને સંસારની માયા ત્યજવાનું અહીં કહેવાયું છે. આકાશી મહેલના એ ભૂરાભૂરા દેવ પોતાની ટૂંકભરી પાંખમાં પોઢાડે છે. ને આકાશી તેડાને લીધે આભ ઓરું બને છે. જીવને આંખ ખોલી અગોચરને જોવા (મૃત્યુ અને એ પછીનો પ્રદેશ) કહેવાય છે. જાતને ચોકખી ચણાક કરી મૃત્યુના ઓચ્છવમાં જીવને રંગે રમવા આવવાનું અહીં પ્રેમભર્યું ઇજન અપાયું છે. ઇજન આવ્યાં રે આગોતરાં જીવ દિયો ફંગોળી જર્જર આ તરાં” પર મરણોત્તરમાં વિશિષ્ટ રીતે જયંત પાઠક મૃત્યુને મુક્તિ કહે છે. (‘શૂળી ઉપર સેજ'), મરનાર માણસ પછી સુખદુઃખથી પર બની જાય છે. ને તેથી જ એ મુક્તિ પામે છે. અહીં આધ્યાત્મિક નહિ, વાસ્તવિક અર્થમાં “મૃત્યુને મુક્તિ' કહ્યું છે. તમે હવે નહીં, એ જ વાત સહી - બસ આ જ સો ટકાનો રોકડો મોક્ષ સીધેસીધો મોક્ષ, ચોકખી મુક્તિ” 22 ઈશ્વરચંદ્રભટ્ટ પણ “મરણ ને ઉત્સવ' કહે છે. “ખરતાપર્ણમાં મૃત્યુeણીના પ્રયાણને તેઓ અમરપ્રાણની દીક્ષા માટેનું પ્રથમ પગથિયું ગણે છે. પદ્મિની' ખંડકાવ્યમાં આ કવિ પદ્મિનીએ કરેલા સહર્ષ મૃત્યુસ્વીકારને “અભિસાર” તથા “પરમ ઉત્સવ' કહે છે. “અગનસેજમાં પોઢતી એ પદ્મિનીની “મોંઘેરી શીલભંજરી” “રૂપની રાખ'માં મ્હોરી ઊઠે છે. અગ્નિશિખા અંતે રાખમાં શમે છે. પેલા પરમરૂપનું સત્ત્વ અમરમાં ભળી જાય છે. લૂંટ કરવા ધસતા ધાડાને ખિલજી શાહ કડક આદેશ આપતાં, મૃત્યુની અદબ જાળવવાનો હુકમ કરે છે. “આવી તદા લહર, , ભસ્મ સતી ચિતાની રંગી કરે પુનિત ખાન શી રાજપુતી” 23 પ્રિયજન મૃત્યુ પામ્યા પછી સૂક્ષ્મ દિવ્યરૂપ ધારણ કરે છે. એ વાત ઈશ્વરચંદ્ર ભટ્ટ “મધુર્યાદામાં રજૂ કરી છે. મકરંદ દવે “મધુસ્પંદને માણતી વખતે એક અદીઠ ત્રીજી વ્યક્તિની હાજરીના અનુભવને આ રીતે વર્ણવે છે. “આપણાં ધૂળ નેત્રો જેને ગુમાવી બેઠાં ગણે છે, ને આપણી આસપાસ, આપણી અંદર, અથવા વધુ ઊંડે ઊતરી કહ્યું કે આપણી અંદર-બહાર આપણી જડતાને ભેદી આવ જા કરતું હોય છે.” 124 તેથી તો મકરંદ દવે કવિને પૂછે છે, “તમારા આ “મધુર્યાદમાં કોનું સ્મિત અમૃત બની ટપકી રહ્યું છે?” પત્ની મૃત્યુ પામવા છતાં હજી ગેહે, ઘરમાંજ રમમાણ છે. સૂક્ષ્મ દેહે જાણે એ હજુ વસુધામાં જ રમે છે, (‘મુક્તિપર્વ) પત્નીની આછી રસસુધા અભિષેકધારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #332
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ છે 331 ઝરતી પતિ અનુભવે છે. ઉરની ગુહાથી પ્રકટતો નિષ્કપ-સ્મૃતિદીપ મનમાં પ્રકાશને ભરી દે છે. નિરંજન ભગત “વિદાય વેળા'માં માનવીય મિલનવિદાયની સાથે સાથે મૃત્યુજન્ય વિદાયનો સંદર્ભ ગૂંથી આપે છે. બે માનવીના મિલનને કવિ અનન્ય ગણાવે છે. જીવન એ મિલન, મૃત્યુ એ વિદાય'. સ્નેહસભર જીવન જીવાયું હોય તો વિદાયવેળા કોઈ વ્યથા, નિરાશા કે કચવાટ ન રહે. સર્વવ્યાપી પ્રેમભાવના મૃત્યુને મંગલ બનાવે. કવિ પ્રિયકાંત મણિયાર “મૃત્યુને રૂપાંતર' કહે છે. “રૂપાંતર' કાવ્યને અંતે (‘સમીપ') મૃત્યુ પામનાર વ્યક્તિનું પ્રેમતત્ત્વ પ્રભાતના કોમલ તેજ જેવી ગોઠડી માડતું કાવ્યનાયકને લાગે છે. અંધકારમાંથી મુક્ત થઈ અન્યરૂપ એ ધરે છે. જ્ઞાન અને સમજ મૃત્યુનું દિવ્યદર્શન કરાવે છે. કોઈ પ્રકાશપર્ણ ફૂટે છે. ને કોઈ સુનીલ મહોત્સવ જાણે મહોરી ઊઠે છે ને પંખીનો પ્રસન્ન ટહુકાર પણ. તો ગાંધીજીના મૃત્યુને પ્રિયકાંત “સંપૂર્ણ સમર્પણનો મહોત્સવ' કહે છે. “વિદાયની એ ક્ષણ નહીં અશ્રુ સંતો ક્ષણ ક્ષણ જન્મ ધરે ને મૃત્યુને એમ આછું કરે” 25 તેથી જ તો ત્રીસમી જાન્યુઆરીએ ગાંધીનું રક્ત જોઈ આશ્ચર્ય પામેલો સૂર્ય પ્રશ્ન કરે છે. “માનવીનું રક્ત શું આટલું બધું પવિત્ર છે ? મૃત્યુનો સહર્ષ આનંદભેર સ્વીકાર તથા મૃત્યુનો મુક્તિ સ્વરૂપે અનુભવ “જન્મ અને મૃત્યુ'માં વર્ણવાયો છે. (‘પ્રબલગતિ') પેલો આત્મા પછી તારકોના વનમાં વિચરે છે. ચંદ્રના શીત લોકમાં શાતા પામે છે. પછી રહે છે “હું ને માત્ર આકાશ' પિંજરના સળિયા (દેહના બંધન) સહજ રીતે વરસાદની ધાર જેમ તૂટી જાય છે. પછી રહે છે મારા જીવાત્મા અને કેવળ આકાશ. “મૃત્યુ' કાવ્યમાં (‘વ્યોમલિપિ') દેહમાંથી નીકળી ગયા પછી અનંત ગગનમાં ઊડતા આત્માની વાત કરાઈ છે. શરીરના બંધનો બધા લુપ્ત થઈ જાય છે. પક્વ ફૂલ સમો કોઈક જીવ ખરી જાય છે. મૃત્યુને સુગંધી મુખવાસ માનતા કવયિત્રી ગીતાબ્લેન પરીખ “તેજ' નામના કાવ્યમાં (“ભીનાશ') વૃદ્ધત્વથી ત્રસ્ત બનતા કાવ્યનાયકની મૃત્યુઝંખનાને વાચા આપે છે. તો પિતાને અંજલિ આપતા ગીતાબ્લેન “મૃત્યુઅમૃતમંગલ'માં મૃત્યુને મંગલ જ નહિ અમૃતમંગલ' કહે છે. તેઓ કહે છે મૃત્યુ પોતે પિતાને સ્પર્શીને સમર્થ બન્યું. તેઓ કહે “મૃત્યુ છે ફૂલની શય્યા મૃત્યુ છે પંથ ઉજ્વલા મૃત્યુ ના જિંદગી - અંત મૃત્યુ અમૃતમંગલ” પર તો હવે તો લ’માં મૃત્યુ પામતા અન્યથા બદ્ધ અને સીમિત એવું પિતૃઉર સૂક્ષ્મ બની ભવ્ય સ્વરૂપે નિઃસીમમાં વ્યાપક બન્યાનું કવયિત્રી કહે છે. તેઓ કહે છે કસમ ખરી નથી ગયું, શાશ્વત પારાવારમાં, સુગંધમાં ભળી ગયું છે. જ્યોતિ વિલાઈ નથી. પરમ જ્યોતમાં ભળી ગઈ છે. “ધન્યતા' કાવ્યમાં મૃતપિતા સૂક્ષ્મરૂપે સૌ સ્વજનોની સાથે હોવાનો અનુભવ વ્યક્ત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #333
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 332 થયો છે. દિવ્ય આંતર સહવાસ આનંદના સૂક્ષ્મ સ્પંદન સૂરો રેલાવે છે. સતત ધન્યતાનો અનુભવ કરાવતી પિતૃસ્મૃતિ યુની મંગલતાની પ્રતીતિ કરાવે છે. સુરેશ દલાલ જીવન અને - યુ વચ્ચેની અતૂટ મૈત્રીથી પરિચિત છે. આ મૈત્રીમાં ક્યારેય વિયોગ હોતો નથી. મરી જ ની મજાનું વર્ણન “મજા છે' કાવ્યમાં કવિ કરે છે. જેમા “મૃત્યુને સર્વાશે મુક્તિ' ગણાવ્યું છે. એક રાતે વરસાદ પડતો હશે ત્યારે પોતાની ચિતા ભડભડી ઊઠશે ને પોતે નહિ હોય એનો તેઓ અત્યારથી “હાશકારો વ્યક્ત કરે છે. પછી કશીજ જળોજથા નહિ હોય. મૃત્યુને જીવનબાગના અંતિમ ગુલાબ તરીકે ઓળખાવતા સુરેશ દલાલ એને સુગંધમય અને દિવ્ય પણ ગણાવે છે પણ આ મૃત્યુ રમ્યમંગલ દિવ્ય ક્યારે બને ? જીવન અને મૃત્યુ વચ્ચે Communication' થાય ત્યારે. “આંખને ખૂણે સુરેશ દલાલનું એક સુંદર મંગલ રણઝણતું મૃત્યુકાવ્ય છે. કાવ્યનાયકને અગ્નિના રથના ઘૂઘરા સંભળાય છે. ને આંસુઓ આંખને ખૂણે અટકી જાય છે. ઋણસંબંધ બંધાયેલો દેહ તૂટવા લાગે છે. અહીંથી જીવ ક્યાં જશે? ખબર નથી. મરણ સાથેની પ્રીતનું વર્ણન કરતાં સુરેશ દલાલ “મરણ વ્હાલું લાગવાની વાત કરે છે. દંભી જીવન કરતાં મૃત્યુની સુગંધ કવિને વિશેષ સ્પર્શે છે. તેથી જ ચિતાના ફૂલોમાં એમને જીવનની સુગંધનો અનુભવ થાય છે. જેના સમયનો પગ કપાયો છે. એવો સૈનિક (‘માયાપ્રવેશ') હવે કબરની શાંતિ ઝંખે છે. મૃત્યુ જ હવે એને માટે શાંતિનો પર્યાય બની શકે એમ છે. વૃદ્ધત્વ વહેલું કે મોડું દરેકને મળતું સત્ય છે “એક દિવસ તમામ ધુમ્મસને હઠાવીને ઊગશે મારા મૃત્યુનો સૂરજ” મૃત્યુને સૂર્યોદય કહેતો કાવ્યનાયક સહજ રીતે જ મૃત્યુને પ્રકાશવંતુ - દિવ્ય ગણાવે છે. કાવ્યનાયક સૂરજના એ કિરણોની કેડી પર મૃતપત્ની સાથેનું મિલન ઝંખે છે. નલિન રાવલ “અશ્વત્થામાની સ્વગતોક્તિ'માં અશ્વત્થામાને મુખે મૂકેલા શબ્દોમાં મૃત્યુ પામેલી વ્યક્તિ વધુ સુખી થઈ ગઈ હોવાનું કહે છે. કારણ એની આંખ જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી. કવિ હસમુખ પાઠક એમના સદ્ગત માને અંજલિ આપતા (“મા જ્યારે વૈકુંઠ જશે') મૃત્યુને મંગલપ્રયાણ તરીકે વર્ણવે છે. માના અવસાનને કવિએ અહીં આધ્યાત્મિક સ્પર્શ આપ્યો છે. દેવોના આમંત્રણને (મૃત્યુ) સહર્ષ સ્વીકારી શાશ્વત નિદ્રાની તૈયારી એમણે કરી લીધી હતી. “મૃત્યુ સુગંધી બની જશે પછી ખીલશે ફૂલ વાશે વાયુ, વહેશે સુગંધ...” 27 ‘ઇચ્છામૃત્યુમાં મૃત્યુ અંતે અમૃતમય ક્ષણને લઈ આવશે, એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. કવિ પિનાકિન ઠાકોર જીવનને અંતે આવતા મરણમાર્ગને મંગલવિજયમુકામ' તરીકે ઓળખાવે “અને મરણમાર્ગ જીવનના - મંગલ નિત્ય વિજય મુકામ - સ્વર્ગતણું શું કામ” ? 28 કવિ હેમંત દેસાઈએ “હવે' નામના કાવ્યમાં (‘સોનલમગ') સ્વજનમૃત્યુથી વિશાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #334
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 333 થતી દૃષ્ટિની વાત કરી છે. શિશને એના જન્મ સાથે જ ગુમાવી બેઠેલી કાવ્યનાયિકા વિશ્વના બાળકોને પોતાના માને છે. સકલ વિશ્વમાં અભિરમતા શિશુસ્વરમાં પોતાના શિશુસ્વરને આલાપતા, મૃત્યુની ધન્યતાનો અનુભવ કાવ્યનાયક કરે છે. “મૃત્યુને' (૧)માં મૃત્યુ વસમું ન હોવાનું કાવ્યનાયક કહે છે. જીવનની નિરર્થકતાને લીધે મૃત્યુને સામેથી એ નિમંત્રે છે. “તું આવ, અય મૃત્યુ ધાર મુજને તવાગ્લેષમાં” 29 “મૃત્યુને-૨માં શરૂમાં “મૃત્યુને કઠોર' કહેતા કવિ કાવ્યાંતે શ્વાન શા જીવનઅર્થીઓ મરણને નિંદે, પણ સુખ અને શાંતિનો મર્મ જાણનાર તો જીવનને નહિ, મરણને જ મુક્તિદાતા માને છે. કાવ્યનાયક મૃત્યુને ઉદ્દેશી કહે છે, “તું કિંતુ નહિ રુક્ષ, આર્ટ વળી વજ ના, વ્હાલ તું બની કુસુમશા, ત્રસ્ત અમ - વક્ષને વીંધતું” 130 જિંદગીની વેરાની વ્યક્ત કરતો કાવ્યનાયક “મોતને લીલુંછમ કહે છે ને વેરાનીમાંથી છૂટવાનો માર્ગ “મૃત્યુ' હોવાનું કહે છે. સદ્ગત પતિને પત્ર લખનાર કવયિત્રી હીરાબ્લેન પાઠક પરલોકે પત્ર લખવાનો વિચાર કરે, એ જ મૃત્યુ અને એ પછીના પ્રદેશના દિવ્યત્વનું સૂચક છે. પોતે તો પત્ર લખે પણ પરલોકથી પ્રિયજનનો પત્ર આવ્યાની દિવ્ય અનુભૂતિ પણ જાણે તેઓ કરે છે. જે તેઓને સદેહે મૃત પતિ, સદ્ગત સાથે મિલન ને દઢાશ્લેષનો જાણે અનુભવ કરાવે છે. હું રળિયાત ભીતરે બહાર અંતરે અણુ અણુ અંકુરિત મ ....સદ્ગત પતિ આવ્યાના રહી રહી વાગતા ભણકારા પતિના સૂક્ષ્મ સ્વરૂપની ઉપસ્થિતિનું સૂચક છે. “ન કો જાણે આગમન મુજ પાખે ચૂપચૂપ બાર બિડાય - બારસાખે” ૧૩ર પણ પછી તરત એ તો ભ્રમ હોવાની પ્રતીતિ થાય છે. કલ્પનામાં ખોવાયેલાં કવયિત્રી પાછા વાસ્તવની ધરતી, ને ધરતીના વાસ્તવ પર આવે છે. ત્યારે, વળી પાછો એક વિરલ અનુભવ એમને થાય છે. “આ.... હું સૂર્ણ કિચૂડ... બંધ સ્વર્ગદ્વાર ખૂલે પ્રણયની દેવતા કનક કડાને ઝાલી સ્વર્ગયાન પ્રેરે....” 133 ઇન્દ્રરાજાના વાજિંત્ર મંગલગાન સાથે પતિને જાણે પૃથ્વી પર એમની પ્રિયતમાને મળવા જવા વિદાય આપે છે. કવયિત્રીની મનઃસ્થિતિ અંતે એવી કક્ષાએ પહોંચે છે જ્યાં જન્મ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #335
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 334 જીવન, મૃત્યુ બધું જ એકાકાર બની ગયું છે. હવે ઇન્દ્રલોક પરલોકના ભેદ પણ રહ્યા નથી. . આંગણે સર્વત્ર કૌમુદીના પૂર્ણકુંભનું અપૂર્વ રસપ્રોક્ષણ રેલાયું છે. જાણે તેમના ચિત્તમાંય અલૌકિક જ્ઞાનપ્રકાશ રેલાયો છે. આ ભવનું ભાગ્યવિધાયક સપ્તપદી સખ્ય વ્યર્થ ને વિતથ નથી એ એમને સમજાયું છે. ચેતનાને ચેતનાનો સંગ કદી મિથ્યા ન હોય. કવયિત્રી કહે છે ભાવસંમાર્જન થયું ન થયું ત્યાં તો તમારું પ્રયાણ” 134 એ પ્રમાણમાં પતિનું કલ્યાણ હશે, પણ પત્નીનો જરાય વિચાર ન કર્યો ? એવો પ્રશ્ન ક્ષણ માટે ઊઠે છે. પણ તરત જ્ઞાન અને સમજ કહે છે, ના, ના,પત્નીનાય ઊર્ધ્વીકરણાથે જ આ શિક્ષા, ને ઈષ્ટ સાધના પ્રતિની દીક્ષા. હવે આલોક પરલોકના ભેદ શાને? પત્રપ્રપંચની કેદ પણ શાને? મૃત્યુ હવે દુ:ખ કે યાતના નથી આપતું દિવ્ય દૃષ્ટિનું ઉદ્ઘાટન કરે છે. દિવ્ય ઉષઃકાળ પ્રગટવાની કવયિત્રી શ્રદ્ધા ધરાવે છે, ને ત્યારે સદ્ગત પતિને તેઓ “મંગલ પ્રભાત' સૂચવે છે. ને મનોમન (ચરણરજ લેવી ગમે એવા, પતિને પ્રણામ પાઠવે છે. ડાહ્યાભાઈ પટેલના “પ્રસન્નચિત્તે લઈ જશે ધામ' કાવ્યમાં કવિની ભક્તિયુક્ત શ્રદ્ધા વ્યક્ત થઈ છે. મૃત્યુ પછી ઈશ્વર પરમધામ લઈ જશે એવી શ્રદ્ધા પણ મૃત્યુ મંગલ હોવાની પ્રતીતિ કરાવે છે. અનુગાંધીયુગ - પ્રેમ અને મૃત્યુ કવિ પ્રહલાદ પારેખ એવી શ્રદ્ધા ધરાવે છે કે જેમ જીવ માત્ર ખોળિયું જ બદલે છે, તેમ પ્રેમ પણ, શરીરનું મૃત્યુ થતાં, માત્ર ખોળિયું જ બદલે છે. “પ્રેમ” (“બારીબહાર') કાવ્યમાં કવિ પ્રેમને અનેક જન્મોના ચકરાવામાં પ્રવાસ કરતો કહ્યું છે. અને જીવન એકથી મરણના થઈ દ્વારમાં નવીન થઈને જતો” 135 શરીરના દહન સાથે પ્રેમ કંઈ બળી જતો નથી. મરણ એને માટે કેવળ એક દ્વાર છે. મૃત્યુ “પ્રેમ” તત્ત્વને બાળી શકતું નથી. પ્રેમ તો મૃત્યુંજયી છે. સમયથી પણ એ પર છે. સમયનાં બંધનો એને હંફાવી શકતાં નથી. “એકલું'માં સીધો મૃત્યુસંદર્ભ નથી, પણ પ્રિયજન વિનાના એકલતાભર્યા જીવનની વ્યથા અહીં પ્રગટ થઈ છે. પ્રેમની સિતારી ઝણઝણાવી સ્વજન ચાલી ગયા પછી, મૃતિઓ તો રહે પણ તેથી શું? સ્મૃતિઓ એકલતાને દૂર ન જ કરી શકે. “કોઈ રે આવી કોઈ વહી ગયું મારે અંતરને દ્વાર કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું છાયો ઉરમાં સૂનકાર એવું રે લાગે આજે એકલું” 134 વિદાય' પ્રફ્લાદ પારેખનું એક ઉત્કૃષ્ટ કાવ્ય છે. ને પ્રેમની પરાકાષ્ઠાનું પણ. પ્રેમ કોઈને બાંધી ન રાખે. અંતિમ વિદાય લેતો પતિ અહીં પત્નીને એના નયનપંથનું અન્ય વિશ્વ ત્યાગી દેવા કહેતા નથી. ભૂતકાળનાં પ્રણયસ્મરણો યાદ કરે છે. બંને આત્મીયતાની વિશિષ્ટ પળોને સાથે યાદ કરે છે. ને છતાં, અધિક સુંદર સાથીદાર મળે તો અને તો જ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #336
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 335 ભૂતકાળને ભૂલી જવા પણ કહે છે. ને પોતે ક્યારેક યાદ આવે તો, આવશે જ. પહેલેથી ક્ષમા માગી લે છે. પ્રેમતત્ત્વની ઉદારતાનું આ સુંદર દષ્ટાંત છે. “શેલિને' કાવ્યમાં હરિશ્ચંદ્ર ભટ્ટ શેલિની પ્રણયભાવનાનો નિર્દેશ કરી દેહબંધથી મુક્ત અબંધ પ્રેમની વાતનો ઉલ્લેખ કરે છે. જે પ્રેમ દેહબંધનથી મુક્ત હોવાનું સૂચવે છે. “રાઈનર મારિયા રિલ્કને' કાવ્યમાં કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રેમ તથા મૃત્યુને સાથે સાંકળે છે. પુષ્પપ્રેમી કવિ માટે પુષ્પનો કાંટો જ મૃત્યુનું નિમિત્ત બને છે. કવિ રિલ્કના શબ્દો વર્ષે વર્ષે જયાં ગુલો ખીલતાં થાયે છો ને મૃત્યુલેખો કવિના” 137 રિલ્કના શબ્દો પોતાના જીવનમરણ આલેખ બને એમ આ કવિ ઇચ્છતા. “એકો અને નાર્સીસીસ'માં ગ્રીક દેવી એકોના નાર્લીસીસ પ્રત્યેના પ્રેમની આહુતિની કથા ગૂંથાઈ છે. નાર્લીસીસ આત્મરતિની પરાકાષ્ઠાનું પ્રતીક છે. “પ્રેમ પ્રેમ રટતી એકો તેમની તડપનમાં અનંતમાં ડૂબી જાય છે. મૃત્યુ પામે છે. જ્યારે નાર્લીસીસ પોતાના જ રૂપને નિહાળતાં પાગલ બની મૃત્યુ પામે છે. જયદેવના પ્રસિદ્ધ ચરિત્રમાંથી પદ્માવતીનો પ્રસંગ લઈ પતિપ્રેમની પરાકાષ્ઠાનો નિર્દેશ કવિ રાજેન્દ્ર શાહે કર્યો છે. જયદેવના મૃત્યુની વાત સાંભળી લોકલોકાન્તરમાં જયદેવને શોધવા નીકળી પડેલી એની પત્ની ઇતરલોકના માર્ગે જતાં સૂક્ષ્માતિસૂક્ષ્મ આંદોલનો સાંભળે છે. (મૃત્યુ પછી) ને સૂરના સંધાતે પંથ કાપતાં પુનઃ પોતાના દેહમાં પ્રવેશે છે, ને નિદ્રામાંથી બેઠી થતી હોય એમ બેઠી થાય છે. - કવિ ઉશનસે “આણું” કાવ્યમાં પ્રેમ અને મૃત્યુને સાંકળ્યા છે. અહીં દેખીતો મૃત્યુ સંદર્ભ નથી. પણ હવેને જન્મારે જરૂર મળીશું' કહી દિવગંત થયેલા પ્રિયતમની વાણીના સ્વરોને સાંભળવા પોતે મૃત્યુ પામી ફરી જન્મવાની ઉતાવળ અનુભવે છે. ઈહલોકમાં રહેવા છતાં નાયિકા ઈહલોકની રહી નથી. “ઓ જનમની” પુનર્જન્મની મધુરજની માટેની મેડી એ અત્યારથી જાણે સજાવે છે. (“અશ્વત્થ') “તમે સાથે રહેજોમાં મૃત્યુ સમયે પ્રિયતમના સાન્નિધ્યની ઝંખના વ્યક્ત થઈ છે. થાકીને પત્ની પ્રિયતમને ખભે જો લથડી પડે ને છેલ્લે ત્યાં મુખ ઢાળી દે તો છાયાવાળું વૃક્ષ બની જરી નીચે ઝૂકી જઈ, એને સહી લેવા પ્રાર્થે છે. પ્રિયના સાન્નિધ્યમાં મૃત્યુ મંગલ બની જાય એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. (‘અશ્વત્થ') . “વ્યાકુળ વૈષ્ણવ'માં કવિ ઉશનસ કોઈ અનંત પ્રેમકથાની વાત લઈને જાણે કે આવે છે. કોઈક મૂંગા છોડને ઝૂકી જતા જોઈ કવિ હૈયું ટહુકી ઊઠે છે. “આપણે શાનાં અળગાં, થોડા જનમ તણી જ જુદાઈ સૃજન વિલયને લય ચલતી મુજ પ્રેમકથા અકબંધ” 38 વ્યાપક પ્રેમની કથા અહીં વણાઈ છે. જે હંમેશાં સૃજન વિલયના લયની સાથે સતત અકબંધ નિરંતર ચાલ્યા કરે છે. “સૃજન હો કે વિલય' પ્રેમકથા અતૂટ છે. “૨૮'માં શ્લોકમાં સનાતન કાળની ભવોભવની પ્રીત લઈ બેઠેલી નાયિકાની અધીરાઈ અને અજંપાની કવિ વાત કરે છે. આ પ્રીત ભૂલવા કેટલડાં જન્માન્તર જોઈએ? અર્થાત અનેક જન્મો (પૃ. 32) (“વ્યાકુળ વૈષ્ણવ') પસાર થાય. જન્મ, મૃત્યુ, ચક્ર, પ્રેમને નષ્ટ ન કરી શકે. “૩૨માં Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #337
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 336 શ્લોકમાં આંખોમાં પાણી સાથે કાવ્યનાયિકા અંતિમ અરજી કરે છે. લખ જન્માન્તરનીયે પાર વસતા પેલા નિર્દય ઉદાસીન પ્રિયતમને દ્વાર લઈ જવાનું પોતાના દર્દને એ કહે છે અર્થાત મૃત્યુ અને એ દ્વારા મોક્ષ તથા મુક્તિની વાંછના કદાચ એ સેવે છે. કવિ ઉશનસ્ પ્રેમ વિનાના જીવનને મૃતવત ગણાવે છે. (“શબ' - “તૃણનો ગ્રહ') જન્મશતકોની પ્રીત વડે જન્મ ખૂટવતો કાવ્યનાયક આ જન્મે ભવના ચક્રમાંથી કદાચ છૂટી જાય. કહેવાતા મોક્ષની એને પરવા નથી, તો “કબરમાંય'નો કાવ્યનાયક પ્રેમમાં નિષ્ફળતા પામતાં, એવી ઝંખના સેવે છે કે, પોતાના મૃત્યુ પછી પણ પ્રિયતમા થોડુંકેય રડશે તો કબરમાં રહ્યાં રહ્યાંય એ પોતાની જાતને ધન્ય માનશે. મૃત્યુ પામવા છતાં પ્રેમની તૃષ્ણા તો એવીને એવીજ રહે છે. એ “ભૂત' નામના કાવ્યમાં વર્ણવાયું છે. (“તૃણનો ગ્રહ) મધ્યરાત્રિએ અંધકારમાં ઘરદ્વારે વહેતા સુસવાટામાં, કે ઘરકામમાં ડૂબેલી પ્રિયાના કો સ્વપ્નમાં તથા કોઈના બોલાવ્યાના ભણકારના સ્વરમાં પોતેજ હોવાનું માની લેવા કહે છે. સ્વજન મૃત્યુ પામવા છતાં પ્રેમ ઊણો થતો નથી. “અભિંજ્ઞાન’ના નાયક (“સ્પંદ અને છંદ)નું બહાવરું પ્રેત પૃથ્વીના પોલાણોમાં મૃત્યુ પછી પણ ભટક્યા કરશે. પ્રેતરૂપેય આ પૃથ્વીનો વ્યસની પૃથ્વી પરનાં પરિચિત સ્થાનો અને વ્યક્તિઓને ઓળખી કાઢશે. ખાસ કરીને પ્રિયાને. પ્રેમઝંખના મૃત્યુના આવરણનેય ન સ્વીકારે. સદ્ગત પ્રિયજન સદેહે નહિ હોય ત્યારે પ્રિયાનો દિયી નશો ઊતરી જશે. બપોરની પળે વસ્ત્રમાં ભારત ભરતાં એ દોરામાં મનની કોઈ ભાત (સ્મરણ) ઊઠશે ને પછી એના વિજયકવચ ખરી પડશે. એવી કાવ્યનાયકની કલ્પના (‘ભરાતા દોરામાં) પ્રેમ તેમજ સ્વજનનું મૃત્યુ અમને (રૂપના લય) ઓગાળતું હોવાની પ્રતીતિ કરાવે છે. - સદ્દગત પ્રિયજનના અચાનક જાગતાં સ્મરણ પ્રત્યેના વિસ્મયને જયંત પાઠક “સ્મરણ પ્રિયનમાં વાચા આપે છે. પ્રિયજનના શરીરની વિદાય સાથે પ્રણયભરતી થંભી જતી નથી. એ તો ઋતિકુસુમે સુરભિ શો આવીને સૂઈ જાય છે. ને પોતાના ચૈતન્યની ખુશબો (મૃત્યુ પછી પણ) પ્રસરાવે છે. ને “ઊભરી ઊભરી આવે, સામે ધરત્ત છટા નવી' પ્રણયની શક્તિની આ કમાલ છે. આખું જગત વિસ્મૃત બની જાય. પણ પ્રિયજન સાથેનાં પ્રણય પ્રસંગોની સ્મૃતિ અકબંધ અડીખમ રહે છે. મૃત્યુ પ્રિયજનને લઈ જાય, એની સ્મૃતિને ન લઈ જઈ શકે. પ્રેમ તો મૃત્યુથી પર છે જ, સ્મૃતિથી વિશેષ. “પ્રેમ અને મૃત્યુ” (“અંતરીક્ષ') કાવ્યમાં કવિ જયંત પાઠક પ્રેમ અને મૃત્યુના સહઅસ્તિત્વની વાત કરે છે. પ્રેમ અને મૃત્યુ હંમેશાં સાથે જ રહે છે. પ્રેમ અને મૃત્યુની સામે હસતો, ને સૂકા ઝાડની જેમ “મૃત્યુ” ખરી પડતું, ત્યારે પ્રેમનો વિજય થતો. મૃત્યુ પોતેજ સ્વીકારે છે કે પ્રેમ સાથેની રમતમાં એ હંમેશ હારી જતું. હાડ જેવું મૃત્યુ પ્રેમના નાનકડા ઝરણામાં આત્મવિલોપન કરે, એવું તો કોણ કલ્પી શકે ? પણ એજ તો છે સત્ય, જીવન સાથે લડતાં એના સાતમે કોઠે (પ્રેમના) મૃત્યુ હારી જાય છે. મૃત્યુનો પરાજય જોઈ પ્રેમને આઘાત લાગે છે. છે. “જીવી ગયો હોત' જયંત પાઠકનું (“અંતરીક્ષ') એક સુંદર કલ્પનામંડિત કાવ્ય છે. પ્રેમીના વિરહે ઝૂરતા પ્રેમીનું મૃત્યુ અહીં નાજુક રૂપ ધરીને આવે છે. એકલતાના કાનમાં જો પ્રેમીજને “હું છું નેનો સધિયારો આપ્યો હોત તો કદાચ કાવ્યનાયક મૃત્યુ ન પામ્યો હોત. “મરણને મારગે આ ચરણ ઉપડ્યા ત્યારે પ્રેમીજને માત્ર ઊભા રહો” એટલું જ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #338
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 337 હોત તોય જીવી ગયા હોત. મુખ પરની મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને પ્રેમીએ માત્ર કેમ છો ? પૂછયું હોત ને તોય એ જીવી ગયો હોત. પ્રિયજનનો પ્રેમ મૃત્યુનેય હંફાવી શક્યો હોત. તો બીજી બાજુ પ્રેમઝંખના મૃત્યુને નોતરી બેસે) “મનામણું'માં પ્રેમના પરાજયની વાત કરાઈ છે. જ્યારે એવું બને છે કે, મૃત્યુ પ્રેમને લપડાક મારે, ને પરાજિત કરે. મૃત્યુ ક્યારેક પ્રિયજનને છિનવી લે છે, ને ત્યારે મોભ પર બોલતા કાગડાના આશાવાદી અવાજો નિરર્થક નીવડે છે. પાંડુની પ્રણય ખાતરની ફનાગીરી જોઈ કવિ નિરંજન ભગત એની સાથે જાણે એકરૂપતા અનુભવે છે. પ્રિયનેત્રની ઝલકમાં મૂક ઇંગિતનું ઇજન વાંચીને પાંડુ પ્રિયાને ગાઢ આશ્લેષમાં લે છે. પણ પેલું અવયંભાવી અને અપરિહાર્ય મૃત્યુ તો આવીને ઊભું જ રહે છે. પણ પ્રેમીઓને કે પ્રેમને એની પરવા હોતી નથી. પાંડુ જેવી જ ખુમારીથી કવિ મૃત્યુને સંભળાવી દે છે. હે મૃત્યુ મારી પ્રેયસીના વેષમાં તું આવ, તો ધારું તનેયે એ જ આશ્લેષમાં” 39 મૃત્યુ પ્રેયસીરૂપે આવે તો એનોય અહીં સત્કાર છે. રાજેન્દ્ર શાહ મૃત્યુને પ્રિયતમ રૂપે સ્વીકારે છે. નિરંજન “પ્રેયસી રૂપે સ્વીકારવા તૈયાર છે. “આ હાથમાં મૃત્યુને અતિક્રમી જતા સાચા નિર્વ્યાજ પ્રેમનો મહિમા ગવાયો છે. પ્રેમ મેળવનાર વ્યક્તિને સ્વર્ગનું સુખ પામવા બીજે જવાની જરૂર નથી. પ્રેમ મૃત્યુનો પર્યાય બનીને આવે તો એ કવિને માન્ય છે. મૃત્યુ કરતાં પ્રેમનું અહીં અદકેરું મૂલ્ય અંકાયું છે. (‘આશ્લેષ') “વિદાય વેળાએ માનવ લોકમેળા પ્રેમસભર બની ધન્ય બન્યા હોય તો વિદાયવેળાએ મૃત્યુ સમયે કૃતજ્ઞનતાનો જ ભાવ અનુભવાય. સ્નેહસભર જીવન મૃત્યુને મંગલ બનાવી દે. “રિલ્કનું મૃત્યુ' (133 કાવ્યો')માં રિલ્કના મૃત્યુનો શોક નથી વ્યક્ત થયો. પરંતુ મૃત્યુનું કવિએ અહીં ગૌરવ કર્યું છે. પ્રિયપાત્ર માટે ગુલાબ ચૂંટવા જતાં શૂળ વાગતાં, લ્યુકેમિયા થવાથી જાણે મનવાંછિત મૃત્યુ મળ્યું. મહેંકી રહ્યો જીવનનો જ અર્થ ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ 40 અહીં મૃત્યુમાં મહેકતા જીવનાર્થને સૂચિત કરતા કવિ મૃત્યુને નિરર્થક કે વ્યર્થ માનતા નથી. પ્રેમે જ તો પેલા મૃત્યુનો અનુભવ કરાવ્યો. ને એમનાં જીવન મૃત્યુ બંને ધન્ય બન્યાં. - ઈશ્વરચંદ્ર ભટ્ટના “મધુસ્પંદમાં કવિપત્નીનું સ્મિત અમૃત બની ટપક્યાનું મકરંદ દવે સંવેદે છે. કવિ પત્નીનું જીવનભરનું મૌન, અહીં જાણે મુખરિત થાય છે. મકરંદ દવે “મધુસ્પંદ'ની પ્રેમકવિતાને બિરદાવતાં યાજ્ઞવલ્કયના શબ્દો નોંધે છે. “સ્નેહી કદી મરણધર્મી ન હોય. જે પોતાના પ્રિયને આત્મારૂપે ઉપાસે છે, તેનું પ્રિય કદાપિ મરણધર્મી થતું નથી” તેથીજ “મધુર્યાદમાં અમૃતા વસી રહી હોવાનું તેઓ જણાવે છે. સદ્ગતનો સ્નેહ સ્મરણરૂપે અવિરત પ્રિયજનની સાથે જ રહે છે. પ્રિયકાંત મણિયારના “કંચનો વધ” (“સમીપ') કાવ્યમાં પ્રેમમગ્ન ક્રૌંચ યુગલમાંના એકને વીંધતા બાકી રહેલાની શિકારીને વારંવાર સંભળાતી ચીસનો નિર્દેશ “વિરહી પ્રેમીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #339
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 338 વ્યથાને વાચા આપે છે.” “ફૂલ' નામના કાવ્યમાં (‘વ્યોમલિપિ') ડાળથી છૂટા પડી ગયેલા (માવિહોણા) ફૂલને સાચવવાની કાવ્યનાયિકાની ઝંખના વ્યક્ત થઈ છે. મૃત્યુ પામતા એ પુષ્પને મૃત્યુ પાસેથી પાછું લેવું છે. પણ વિલયની પળ આવી પહોંચે છે. “મૃત્યુપળ' કાંઈ “વિલંબ' શબ્દને ઓળખતી નથી. મૃત્યુ ક્યારેય માના આર્તપોકારને સાંભળતું નથી, કે નથી ઓળખતું “વાત્સલ્ય” કે “પ્રેમ' જેવા શબ્દોને. કવિ સુરેશ દલાલ પણ સદૂગતના સ્મરણમાધુર્ય દ્વારા સગત સાથેનો પ્રિયજનનો સેતુ રચી આપી સ્નેહની મૃત્યુ પરની અજેયતાને સિદ્ધ કરી આપે છે. “તમારા પત્રોમાં (‘તારીખનું ઘર') સદૂગત પતિના પત્રોમાંથી ઝરમર વહાલના અનુભવે સાંત્વન પામી એમાં જ પતિના મુખનું દર્શન કરે છે. સ્નેહના ઈન્દ્રધનુ સમા એ પત્રો વનકુસુમની સૌરભ લઈ પતિ સાથેનો સેતુ રચી આપે છે. ક્યાંક વિરહને મૃત્યુનો પર્યાય ગણવામાં આવ્યો છે. પ્રિયજન દૂર થતાં જાણે આખું જીવનવૃક્ષ ઉખડી જાય છે. ને મૃત્યુની ઝંખના જાગે છે. નાયિકા કહે છે. ઊંચકી લ્યો મારી હવે પળ પળની પાલખી ને અંત થકી બાંધો અનંત” 41 પ્રેમ કે પ્રેમીવિહોણું જીવન મૃત્યુ જેવું લાગતાં અહીં અંતને અનંત સાથે, ને પંચમહાભૂતને દિવ્યતા સાથે બાંધી દેવાની પ્રાર્થના કરાય છે. હરીન્દ્રની જેમ સુરેશ દલાલે પણ મૃત્યુને ભરપૂર પ્રેમ કર્યો છે. જીવનમાંથી છુટકારો મેળવવા નહિ, પણ મરણ મળવા જેવી વ્યક્તિ હોવાથી એને હોંશભેર મળવાની તેઓ વાત કરે છે. કવિ કહે છે. “હું મરણના હાથ છલકાવી દઈશ એના ખોબામાં સ્મિતના અઢળક - ફૂલો મૂકી દઈશ” 42 ભૂતકાળમાં પ્રેમી સાથેના મિલન વખતે રચાયેલા સ્મિતના બગીચામાંથી સાચવી રાખેલાં થોડાં ફૂલ, ને સાથે નહીં ગાઈ શકાયેલું ગીત મરણના હોઠ પર એ મૂકી દેવા ઇચ્છે છે. પ્રેમી સાથેના મિલનની થોડી ક્ષણોનું અમૃત સાચવીને બેઠેલી આ કાવ્યનાયિકા પોતાની જાગૃતિ હસતાં હસતાં મરણને સોંપી દઈ કાયમ માટે ઊંઘી જવા ઇચ્છે છે. “હું મારા મરણનો સર્જક થઈશ' કાવ્યમાં સુરેશ દલાલે Nikoskazantzakis ના 'Serpent and lily કવિતાનો સંદર્ભ આપ્યો છે. કાવ્યનાયક પોતાની સુંદર આરસમૂર્તિ શી, આત્મીય પ્રિયતમાને પ્રેમથી મારી નાખવા ઇચ્છે છે. એનામાં મૃત્યુની ઝંખના જગાડવાની ઈચ્છા ધરાવે છે. ગુલાબના બગીચાથી એ એને વીંટી દેશે. પછી એની એકએક પાંખડી ખર્યા કરશે. રાતને ચીરી નાખે એવા મૌનથી એ એને જોયા કરશે. ધીમે ધીમે ખબર નહિ પડે એમ એમની, બંનેની નાવ મરણના સુક્કા સમુદ્રમાં સર્યા કરશે. બંનેના શબને તેઓ ઈશ્વરને સોગાદરૂપે આપવા ઇચ્છે છે. “એ આપણા સંબંધોનું મોર્ગ રચે એ પહેલાં એવી દઈશ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #340
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 339 હું મારા મરણનો તારા મરણનો આપણા મરણનો સર્જક થઈશ” 183 સુરેશ દલાલની કવિતામાં પ્રેમ અને મૃત્યુનું સામ્ય તો જુઓ કવિ કહે છે. મેં એમના કાગળ પર સહી કરી * પછી મને ખબર પડી કે એ મૃત્યુનો કાગળ હતો” જ પ્રેમમાં મૃત્યુય શ્રેયસ્કર તેથી હવે તો'નો કાવ્યનાયક ચૂપચાપ આ સૃષ્ટિમાંથી રજા લેવા તૈયાર છે. પ્રિયતમ સાથેના સંબંધને કાવ્યનાયિકા સ્થળકાળનાં બંધનથી પર તથા શાશ્વત ગણાવે છે. પ્રીતનું કોમળ સ્પંદન ટૂલ થઈને ફોરે વ્હોરે છે. (“જનમ જનમથી') ને જનમમરણની છીપમાં મિલનનું (કોઈ રસ્તાની ધારે ધારે) મોતી બંધાય છે. પ્રેમને ‘વ્યાખ્યાથી પર માનતા' કવિ “કશું જ જોવું નથી'માં પ્રિયજનના સતત સાન્નિધ્યની ઝંખના કરે છે. - કવિ પિનાકિન ઠાકોર પ્રેમના પાશને અજિત કહે છે. (“પ્રીતિ અજિત) માનવને એક પ્રવાસી તરીકે ઓળખાવતા કવિ પ્રયાણ સમયે પાય પકડી લેતા માનવની પ્રીતઝંખનાને શબ્દબદ્ધ કરે છે. હેમંત દેસાઈનો કાવ્યનાયક (‘આધાર વિના') સ્વજન પ્રિયતમાને બને તો મૃત્યુના દ્વારમાં મળવાનું કહે છે. મારા વિશેની વાત બધી લઈ આવજો ન મળજો મને બને તો મૃત્યુના દુવારમાં” 145 હીરાબ્લેન પાઠકે તો પ્રેમ અને મૃત્યુને એવા તો ગૂંથી આપ્યા છે કે, અવશ બની સદ્દગત પતિને, પ્રેમબળેજ પત્રો લખી નાખે છે. પ્રેમ પર અતૂટ વિશ્વાસ ધરાવનાર આ કવયિત્રી અહીં ભ્રમણાની રમણામાં એવાં તો ગળાબૂડ રહે છે કે કોઈ ચૈતસિક અનુભવ પણ પામે છે. એમની દુર્ભાગી જલછાથી દૃષ્ટિને શુભ્રોક્વલ વસ્ત્રાન્તનો હજીયે જાણે સ્પર્શ અનુભવાય છે. પરલોકમાંથી પ્રિયજનનો પત્ર આવ્યાની પ્રતીતિ સદેહે મિલન ને દઢાશ્લેષનો જાણે અનુભવ કરાવે છે. જ “હું રળિયાત ભીતરે બહાર અંતરે અણુઅણુ અંકુરિત” 140 પ્રેમ મૃત્યુની પરવા નથી કરતો એ અહીં પણ પ્રમાણાયું છે. કાલગંગાને કાંઠે તેઓ આઠેય પહોર પતિની પ્રતીક્ષા કરે છે. પ્રેમના સંગીતની સરગમ સૂરાવલિએ કવયિત્રી સગત પતિની આકૃતિ આલેખે છે. મનમાં મનમાં પોતાના હાથની આંગળીઓ વડે એમજ પતિનું સ્થિર શિલ્પ રચે છે. પછી એ શિલ્પમાંથી જાણે પોતાના નેત્રમાં અવિકલ્પ તેજ પૂરે છે. અમૂર્તને મૂર્ત બનાવી એનો આનંદ માણતા હોય ત્યાં ઘડીભર જાણે એ હાથ હલી ઊઠ્યાનો, મોં મલકી રહ્યાનો, નેણ ઝબકી ઊઠ્યાનો તેમજ વેણની છાલકનો અનુભવ થાય. પ્રિયજનનો ચહેરો કંડારવાના મનસૂબા સાથે ઘડીભર કાળનેય તેઓ ખસેડી નાખવા ચહે છે. પ્રેમના અદ્વૈતની આ પરિસીમા છે. જ્યાં “મૃત્યુ' જેવો શબ્દ જ કદાચ નથી. સદૂગત સાથેના પ્રેમનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #341
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 340 પારાવાર અહીં સ્મરણરૂપે સતત ઉભરે છે. “મૃત્યુ' પ્રેમાદ્વૈતમાં અવરોધ કે આવરણરૂપ બનતું નથી. પ્રેમની પરાકાષ્ઠા જાણે પ્રીતિના પરોણાની ઓચિંતાની ઉરરળિયામણી આગમનવધામણી મેળવે છે. હૈયું હાથ રહેતું નથી. વિચારે છે કે લાભારે નમેલું એમનું મુખ પ્રિયતમની સામે દૃષ્ટિ નહિ માંડી શકે. પતિ આવ્યાના રહી રહી ભણકારા વાગે છે. દ્વાર ખોલી પતિને સત્કારવા કહે છે. “ન કો જાણે આગમન મુજ પાખે ચૂપચાપ બાર બિડાયા બાર સામે” 147 આ આગમનની જાણ એમના સિવાય કોઈને નથી, ન જ હોય ને? પ્રેમનું અદ્વૈત જ આવી કલ્પના કરાવે. પ્રેમનું અતિ કેવી કલ્પના કરાવે છે ? આ.... હું સૂણું કિચૂડ.... બંધ સ્વર્ગદ્વાર ખૂલે. પ્રણયની દેવતા, કનક કડાને ઝાલી - સ્વર્ગવાન પ્રેરે 48 ઇન્દ્રરાજાનાં વાજિંત્ર મંગલગાન સાથે પતિને જાણે પૃથ્વી પર એમની પ્રિયતમાને મળવા વિદાય આપે છે. પતિ મૃત્યુ પામતાં રીસામણા મનામણાં બધું જ વિરમી ગયું છે. કવયિત્રી કહે છે. “તુજને વરીને ન વિરહને વરી ? વિરહ મારે પ્રેમનો પર્યાય 149 અહીં પ્રેમ મૃત્યુને જીતી જવા મથે છે. પણ જ્યારે વાસ્તવમાં વિરહ અનુભવવો પડે છે. ત્યારે અસહ્ય બને છે. અઢારમો ને છેલ્લો પત્ર કવિના જન્મદિને તેઓ લખે છે, જેમાં અવસાદ વિષાદ નથી. અહીં તો પ્રેમાદ્વૈતના પરમ અધ્યાત્મ-તેજનો સાક્ષાત્કાર છે. પતિને તેઓ “સયુવા સખા'નું ઉદ્બોધન કરે છે. મૃત્યુ પ્રેમને કે પ્રેમીને વિરહિત કરી શકતું નથી. એ ભાવ પણ અહીં વ્યક્ત થયો છે. ડાહ્યાભાઈ પટેલ “ગાઈ લે છેલ્લું ગીત' (“કાવ્યપરિમલ') કાવ્યમાં નિષ્ફર પ્રણય રાતને યાદ કરી પોતાને છેલ્લું ગીત ગાઈ લેવા કહેતા માનવનું ચિત્ર દોરે છે. આ છેલ્લું ગીત જીવનસંધ્યાનું જ છેલ્લું ગીત. શેલિએ પ્રબોધેલો પ્રેમાબ્ધિ નષ્ટ ન થયાની વાત પ્રેમપથિક શેલિને' કાવ્યમાં રજૂ થઈ છે. કવિનાં કોમલ કાવ્ય પુષ્પોને શેલિની પત્ની મેરીએ સાચવ્યા હોવાનું કહેતા આ કવિ પ્રેમની સર્વોપરીતાને સિદ્ધ કરવા મથે છે. તો બીજી બાજુ મૃત્યુના વર્ચસ્વની ને શક્તિની સર્વોપરીતા પણ પ્રમાણાઈ છે. અતૂટ પ્રેમ બાહ્ય મૃત્યુને તો નથી જ ખાળી શકતો. “પ્રેયસી જતાં'માં પ્રેમને ખાતર મૃત્યુને ઈષ્ટ ગણવાનું કહેવાયું છે. મરતાં મરતાં પ્રિયતમાનું નામ રટવા છતાં શાંતિ તો ન જ મળી. અનુગાંધીયુગ - અને કાળનું સ્વરૂપ | કાળ તો જન્મ, મૃત્યુ, જીવન બધા સાથે સંકળાયેલો છે. ક્યારેક મૃત્યુ પર પણ કાળનું શાસન સર્વોપરી હોવાનું દેખાય છે. આ કાળતત્વનો પાર કોઈ પામી શક્યું નથી. તેથી તો ભગવાન શ્રીકૃષ્ણ પોતાને “કાળસ્વરૂપ' ગણાવે છે. કવિ હરીશ્ચંદ્ર ભટ્ટ પોતાની બહેનનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #342
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 341 અકાળે મૃત્યુ થતાં કાળ પ્રત્યેનો આક્રોશ ઠાલવતાં કહે છે. છો કાળ આવે, શિશિરોય આવે ને પુષ્પ Éળાં દવમાં પ્રજાને સુકોમળ દેહકળી અરે, અરે વસંતની ફૂંક મહીં ખરી પડી” 150 પહેલાં નિયતિ સામે આક્રોશ, ને પછી લાચારી વ્યક્ત થઈ છે. “છો કાળ આવે, શિશિરોય આવે’ પાછળ પોતેજ ડોનાલ્ફસના કરેલ અનુવાદ “તું છે વસંત'માંના “આવે શિશિર કૂર કાળ ભલે તહીં તો”ની અને આત્મ તપન-શોધન અંગે દાત્તેની અસર ઉમાશંકરે નોંધી છે. કાલનું પગેરું શોધી, પ્રચંડ કાળને રિઝવવા મથતી, આંસુઝરતાં નયનથી કંઈક કહેતી સાવિત્રીની હૃદયવ્યથા કવિએ “સાવિત્રી'માં વર્ણવી છે. ને આ સાવિત્રી અંતે કાળદેવનેય રિઝવવા સમર્થ બને છે. ને કાળદેવ પાસે આત્મતત્ત્વવિદ્યાનું, રહસ્યજ્ઞાનનું વરદાન માગે છે. “જીવન મૃત્યુ' નામક સાત ખંડના લાંબા કાવ્યમાં મહાકાળની વિજીગિષાના અનુભવને કવિએ ગૂંથ્યો છે. “કવિ રાજેન્દ્ર શાહનું ચિંતન નિર્મળ છે. ને દૃષ્ટિ શુભ છે. તેથી જ લોકોની દૃષ્ટિએ કાળું ઘોર ભૂ ભખ વિકરાળ મુખ ધરાવતો બિહામણો “કાલ' કવિને બંને હાથે ગુલાબ વેરતો લાગે છે.” પમૃત્યુના કિનખાબી પડદાને કવિ રાજેન્દ્ર અંતરાયરૂપ ગણાવતાં, વચ્ચે સમય-કાળને જ અવધાનરૂપ ગણાવે છે. આ સમય એ જ મૃત્યુ. અહીં કાળ અને મૃત્યુ એકબીજાના પર્યાય બની રહે છે. કાળ ધારે ત્યારે અને તો જ જીવનું શિવ સાથે મિલન કરાવે. “આજની કથામાં એક એક ડગલું નજીક આવી રહેલા કાળની વાત કરાઈ છે. પાંપણના પલકારામાં રમતો રમતો આવી પહોંચેલો કાળ “હાર'માં વર્ણવાયો છે. કાળ પાસે નાના મોટાના ભેદ ન હોવાની વાત પણ અહીં કરાઈ છે. તો “ફરી જુદ્ધ' (“શાંત કોલાહલ)માં રાજેન્દ્ર શાહ કાળને કાયહીન, બલવાન પલવેશધારી મહારિપુ તરીકે ઓળખાવે છે. અંધારમય અશરીરી એ મહારિપુ સતત પોતાની પાંખ વીંઝી ધસતો દીસે છે. કાલતીર્થ ભૂમિ પર યુગે યુગે એક યજ્ઞ મંડાય છે. (‘અગ્નિ, તેજ, આગ અને ભસ્મ' વિષાદને સાદી) જેમાં ઋચાઓ, ઋત્વિજ, ઉદ્દગાતા, ઋષિ, ધ્યાતા બધું જ નવું લાગે છે. કવિ અહીં સૌને સમયના નિર્વાસિત થયેલાઓ તરીકે ઓળખાવે છે. કાળના પ્રહારે ગંધ, નામ, રૂપ, રંગ બધું જ સ્વાહા થઈ જાય છે. માનવની વ્યાપ્તિ નિઃશેષમાં થઈ જાય છે. ને ફરી જ્વાલાપુંજમાંથી અમીકુંજ લઈ પ્રભવે છે એક આભાપુરુષ” (“નવજન્મ') “કાળનો કવલ” (“કાસુપર્ણા')માં કવિ કાળને જીતવાની વાત કરે છે. - કાલના અસીમ અબ્ધિની વાત “કાલાબ્ધિને કાંઠેમાં બાલમુકુંદ કરી છે. અતાગ કાળને કવિ નમન કરે છે. કાળના આદિ અંતનો તાગ મળતો નથી. “અસીમ અધેિ કાલનો ન આદિ અંતનો ક્યહીં મળેય તાગ રે આ અથાગ રે” પર સચરાચરમાં કાળનું વર્ચસ્વ હોવા છતાં કાળ અલિપ્ત અને અકર્મ છે. અખંડ ઊંઘતો છતાં સજાગ છે. પ્રજાનાં મહાકુલોની કારવાં અશેષ થશે ત્યારે પણ એક માત્ર કાળ તો અનંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #343
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 342. જ હશે. કવિ ઉશનસ્ (‘મનોમુદ્રા) સુક્રતુ, ગાંધી, તથાગત સૌને કાળના કબ્રસ્તાનમાં હોમાઈ ભળી ગયેલા હોવાનું કહે છે. “વ્યાકુળ વૈષ્ણવ'માં કવિ ઉશનસ્ (“વ્યાકુળ વૈષ્ણવ'), (શ્લોક-ર૭) અમીટ અથાહ કાળનું વર્ણન કરતાં કહે છે. મિતિ હોય તે મરે અહીં તો કાળ અમીટ અથાહ” 53 તો ૩૫-મા શ્લોકમાં સનાતન કાળની ભવોભવની પ્રીત લઈ બેઠેલી નાયિકાની વિમાસણ વ્યક્ત થઈ છે. કાળના અપરંપારને છેડે આટલે તનિક જોડે શી રીતે જવાશે? “કાળમાં તને આવડો શો વિશ્વાસ ? આપણી પાસે કેટલો સિલ્લક શ્વાસ” ? " 154 ૩૯માં શ્લોકમાં કાળસાગરે ઘડીક ઉપર ઘડીક નીચે અથડાતા માનવની વાત કરાઈ છે. “કાળ સાગરે ઘડીક ઉપર ઘડીક પાછા તળિયે સંતાકૂકડી ખૂબ રમાઈ, અળગાં પડીએ મળીએ” 15 શેરીમાંથી સમયરથ આવીને પસાર થઈ ગયાનો અનુભવ અંતે તો કાળના આધિપત્યને સૂચવે છે. (“સમયરથ” “તૃણનો ગ્રહ) સમયનેય જીવનભેર ગજવતા બે વત્સલ વૃદ્ધોનેય સમયરથ હરી ગયાનો નિર્દેશ કવિને વિષાદનો અનુભવ કરાવે છે. સમય પોતાના આગમનની કશીક નિશાની મૂકી ગયાનું “ગૃહપ્રવેશ'માં કવિ કહે છે. જતાં જતાં ત્યાંથી ઉઝરડી કશું જીવન ગયો” 150 જીવનતત્ત્વને ઉખાડી ગયેલા કાળને ઉખેડી શકાતો નથી. શિશિર ઋતુના પાંદડાનું ખરવું એ જાણે “ખરે પીળી ફીકી સમય તરુની ટપ, ટપ, ક્ષણ.” | કવિ ઉશનસ કાળને મૃદુ તૃણ સાથે સરખાવે છે. (“ઘાસ અને કાળ” “તૃણનો ગ્રહ') જનેતાય જાણે તૃણરૂપ બની ગઈ હોય એવો ભાવ કવિ અનુભવે છે. તેથી તો કવિ કાલ સ્વરૂપને નિષ્ફર કહી નીંદવા બદલ પશ્ચાત્તાપ અનુભવે છે. ને તેઓ કાળની નવી વ્યાખ્યા પામે છે. કાળ એટલે મૃદુ તૃણ'ને કાળ એ જ તો છે મૃત્યુનો પર્યાય, તેથી મૃત્યુ પણ મૂદુ તૃણસમું. તૃણ બનીને ઊગેલો પેલો કાળ “સ્પંદ અને છંદમાં સમય બને છે. (કાળનું સ્થાન સમય લે છે) કવિ ઉશનસને ખરેલા પાન પર સમયનું જંતુ ફરી વળતું દેખાય છે. (“કાળડૂબકી-એક તંદ્રા') વને વને નવો જન્મ ધારણ કરતું એ પર્ણ પાછું ફૂદડી ફરતું ખરી જાય છે. વળી નવો સૂર્ય હિમપડ ફાડી નાખે છે. ત્યારે એ જમીનની ભીતરમાંથી લીલા રંગનો અંકુર પાછો ફૂટી નીકળે છે. કાળના સાંઢને પલોટી એનાં બે શિંગડાં મચડી બે હાથે એને વળ આપી એને દૂર હાંકી કાઢવાની નહેરુની તાકાતનો પરિચય ઉશનસે આપ્યો છે. (“કાલ મર્દન” “સ્પંદ અને છંદ) કાળયાત્રાની વાત કરતાં કવિ ઉશનસે “હું આવી પહોંચ્યો છું, લગભગ મહારા મરણમાં” 157 સમયમાંથી કાવ્યનાયક હવે મરણ સુધી પહોંચી ગયાનો અનુભવ કરે છે. “મરણ નામની ઊંઘમાં કાળની “અતલ કૂખ જેવા કળણ'ના અનુભવની કવિ વાત કરે છે. જયંત પાઠક માટે સમયનો સંદર્ભ બદલાઈ જાય છે. સમય કેવળ સ્મૃતિરૂપ બની જાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #344
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 343 છે. “વસ્ત્રવયનું ફેંકી દેવાની કવિની તીવ્ર ઝંખના છે. “કાળની બલિહારી અને મનુષ્યની લાચારી, પરિસ્થિતિનો સ્વીકાર, પછી સ્વસ્થતાનું વર્ણન “જૂના પત્રોનો નાશ કરતાં'માં કવિ જયંત પાઠકે કહ્યું છે.” 58 “નદીના પટમાં થીજી ગયેલા સમયનો કવિએ એક સ્નેપ શોટ લીધો છે. જાણે કે આઠેકનો આદિવાસી બાળક એના ગળામાં સૂર્યમાંજી જળની હાંસડી, સમયનું એક જળચિત્ર આલેખીને કવિ એને ગહનમાંથી પ્રગટતા અવતાર સાથે સાંકળીને કાળની વ્યાપક અને ગહન ભૂમિકા બાંધી આપે છે.” 59 “ગલ' કાવ્યમાં કવિ " જયંત પાઠકે કાળપાશના પ્રતીક તરીકે “ગલ'નો નિર્દેશ કર્યો છે. પલમાં પેલા “ગલ'માં ચંચલ મુખ માછલી પકડાઈ જવાની “એક વારનું ઘર'માં વતનની સાથે જોડાયેલ બાનાં સ્મરણ તથા દીવાલોને પોપડે દાદાની વાત દ્વારા સરકી ગયેલા સમયનો નિર્દેશ થયો છે. કવિ નિરંજન ભગત બલુકાકાને અંજલિ આપતાં કાળની થપાટ સામે બલુકાકા પણ મનુજજંતુડા બન્યાની હકીકતનું વર્ણન કરે છે. સદા નિતરિ નીંગળે હૃદય છાનિ બાની સરે હવે ચકિત કર્ણ કાળ પણ મુગ્ધ સુણ્યા કરે” 0 ને તેમ છતાં બલુકાકાનો અવાજ શાશ્વત સ્મૃતિ મૂકી ગયાનું કહેતા કવિ નિરંજન કહે છે. એ રણકતી બાની કાળનેય સાંભળવાનું મન થશે “ગાયત્રી'ના બીજા ખંડમાં કવિ મધ્યાહનનું નર્યું ખંડિતરૂપ આલેખે છે. ક્ષણો બે સાંધતી જાણે તૂટી ગૈ કાળની કડી” 11 કવિને કાળનું નિષ્ક્રિય વિઘટિત મિથ્યા ને છલનાભર્યું રૂપ સર્વત્ર દષ્ટિગોચર થાય છે. - કવિ ઈશ્વરચંદ્ર ભટ્ટ “સમયપંખી-૧'માં વિરાટ સમય પંખીની પાંખમાંથી સૂસવતી ખરતી ક્ષણો અંતે વસુધાપટ પર મોતના રેતીકણોરૂપે છવાયાનું કહે છે. કાળની પ્રખર ગતિ ધ્વંસને રચે છે. “સમયપંખી-ર'માં આ સમયનું કાળનું વિહગ પાંખને વીંઝતું આગળ ધપતું ઉલ્લેખાયું છે. કાળની ગતિ અવાન્તરે કોળતી હોવાનું આ કવિ કહે છે. - પ્રિયકાંત મણિયારે કાળને પશુ સાથે સરખાવ્યો છે. કાળને માટે સૌ સરખા છે (“કાળ' “પ્રતીક') “આ કશું કાળનું રે પશુ? જે મળ્યું તે ઉદરની મહીં ઓરતું સર્વ એ ક્યાં જતું ? ગાય કાડી રહ્યો સિંહ કે યોનિમાંથી હજી પ્રસવ રે પામતું માનવી ડિલ્મ હો ભક્ષ્યમાં ભેદ ના કોઈ એને ખરે. સતત બસ ચર્વણા, દ્રષ્ટ્રથી રક્ત કેવું ઝરે ? શિશુ અને વૃદ્ધનો સ્વાદ જુદો નહીં નર અને નારમાં અલગ નવ કોઈ વૃત્તિ રહી” 142 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #345
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 344 કાળને માટે સૌ સરખાં છે. જળમાં મસ્તીથી, સરકતી માછલી કે રમતમાં મગ્ન હરણ, મેદાનમાં ચરતો ઘોડો, ગૂંજતું પંખી, કે ગાયને ફાડી ખાતો સિંહ કે પછી યોનિમાંથી પ્રસવ પામતું માનવબાળ. કાળપશુને કશાનો ભેદ નથી. કાવ્યનાયક વીતી ગયેલા કાળનું ને બાકી રહેલા કાળનું સૂચન કરતા અડધા ધોળા ને અડધા કાળા વાળને નહિ પણ પળને ઓળતી કાંસકી, કાળના પ્રહારની તથા માનવીના મૃત્યુ તરફની ગતિનું સૂચન કરે છે. (‘કાળ' “સમીપ') “પિપિલિકા'માં પણ માનવજીવનની નિરર્થકતાનો સંકેત અપાયો છે. માનવને પણ કાળરૂપી હાથીના પગને ભારતળે સદા પળેપળે ફફડવાનું જ છે. ને છતાં જીવવાનું છે. પાનખરમાં પ્રવેશતું પર્ણ, પોતાના નીલરંગને (જીવનતત્ત્વ) જાળવવા મથે તેમ પેલો જીવ પણ પોતાના ચૈતન્યને સાચવવા મથે છે. પણ સમીરનો એક સુસવાટો આવતાં છેવટે, એ ખરી પડે છે. “સમયને બે જ ચરણો છે' એમ કહેવાય છે. છતાં આ જીવ કંઈ કેટલાંય પગલાંથી કચડાય છે. ને ફરી જન્મ ક્યારે થશે એ તો કોઈ જાણતું નથી. સાવ લીલુડા વાંસના પ્રેમપિંજરને પેલો કોરો કાળ સુકવી નાખે છે. એના આ પગલાને કોઈ રોકી શકતું નથી. સમયના શિલ્પીને હાથ નથી હોતા, ને છતાં કણમાંથી કદવાળી, લધુમાંથી ભવ્ય, અરૂપમાંથી રૂપવાન, શૂન્યમાંથી જીવનું સર્જન કરે છે. ને એને પ્રાણવાયુથી ભરી દે છે. ને પછી એ જ સમય શિલ્પી પોતાની કૃતિને કરમાવી દે છે. મંગેશ પાડગાંવકર કહે છે “ક્યારેક આ કાળ તેમને (સુરેશ દલાલને) ઘડિયાળમાં ઘૂંટાતી સમયની બારાખડી જેવો લાગે છે. તો ક્યારેક ટેબલ પર પીધેલી ચાહનો કપ ખાલી થઈને પડ્યો હોય એવો લાગે છે.” 3 પાડગાંવકર આગળ નોંધે છે, “આજના માનવનો સમય પણ બહુરૂપી છે. સમય શોકસભામાં જાય છે. સભાનો પ્રમુખ થાય છે. પોતાના જ મૃત્યુ પર ભાષણ કરે છે. કાળના અધ્યક્ષપણા નીચે કાળના મૃત્યુ માટે કાળના ભાષણ પછી “બે મિનિટનું મૌન પાળે છે. આ બે મિનિટનું મૌન' એ પણ કાળનું જ ઘટક.” * “ધુમાડાની ગાંઠ છૂટે નહિ, તૂટે નહિ, (“સિમ્યુનિ)માં કાળને એના નગ્ન સ્વરૂપે જોવાની કાવ્યનાયકની ઝંખના વ્યક્ત થઈ છે. નવ મહિનાનાં વસ્ત્રોને હડસેલીને પ્રકટેલું તાજું બાળક એ કાળનું નિર્વસ્ત્ર સ્વરૂપ છે. એક ક્ષણ માટે જ એ પ્રગટે છે. (જન્મ સમયની એક જ પળ) અને ફરી પાછાં વસ્ત્રો જન્મમરણનાં-કાળ નહીં કેવલ ક્ષણ. કાળને તો કોઈ ક્યાં સમજી શક્યું છે? તો ક્ષણ પણ કાળનો જ અંશ ને ? “કાળની શેરીમાં કવિ સુરેશ દલાલ કાળની શેરીને કાળી ગણાવે છે. પોતાના મૃત્યુ સમયની કલ્પના કરતા કવિ પોતે ક્યાંક દૂર ગયા હશે. એમ કહે છે ત્યારે કાળથી પર બનવાની જ વાત પમાય છે. તો ટાંપીને બેઠેલી કાળની કાળી ફૂંકથી કવિ સભાન છે. કારણ જીવન અને મરણની સંતાકૂકડીની રમતને તેઓ ઓળખી ગયા છે. જન્મથી મરણ સુધીની જીવનયાત્રાની વાત કરતા સુરેશ દલાલ (‘યાત્રા') બધાં જ વળગણો વધીને ક્યાંક નીકળી જવા માંગે છે. જન્મ પહેલાં અને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે ક્ષણાર્ધ 1ev P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #346
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 345 કાળના નિરામય સ્વરૂપનો ક્ષણાર્ધ સાક્ષાત્કાર થાય છે. કાળના સામ્રાજ્યને સ્વીકાર્યા વિના ચાલી શકે તેમ નથી. કાળ તો ઘડિયાળના પેલા બાર આંકડાઓની બહાર-મુક્ત છે, ને આપણે સૌ એના કેદી છીએ. કદાચ ઈશ્વર કરતાંય કાળ વધુ અકળ ને ભેદી છે. સુરેશ દલાલ પોતાની કવિતાને મહાકાળના સમુદ્રમાં તરતી એક નાની હોડી તરીકે ઓળખાવે છે. (જીવન પણ) એક સ્થળે કવિ કાળને “બિહામણા કઠિયારા' તરીકે વર્ણવે છે. (‘કાપો મા') અથું કપાયેલું વૃક્ષ જોઈ કવિને ઘણું બોલ્યા વિના ઘણું બોલતા કાળના કઠિયારાના કુહાડાના જખમ યાદ આવે છે. કાળ કદી ઘડિયાળમાં પુરાતો નથી. એ વાત ‘દરિયો કદીયે નહીં'માં કવિએ વ્યક્ત કરી છે. (“યાદ આવે છે') નલિની માડગાંવકર કહે છે, “કાળના સતત વહેતા પ્રવાહમાંથી થોડીક ક્ષણો લઈ આવી કવિ એને શાશ્વતીનું રૂપ બક્ષે છે. સર્વભક્ષી કાળમાંથી કવિ આ માછલી જેવી પળને સાચવીને અહીં લઈ આવ્યા છે.” * જો કે ઇતિહાસનાં પુસ્તકોમાં અનંત છાપભૂલ સાથે છપાતા વિરાટ કાળપુરુષનાં પગલાંના પ્રૂફરીડરનું કામ કરવામાં કવિને રસ નથી. જગદીશ જોશીના મૃત્યુને દસકો પૂરો થવા છતાં કવિ એમની હયાતીનો અનુભવ (સ્મરણ) કરે છે. (9/8/1988) ને છતાં સમયની છલનાને કવિ સમજી નથી શકતા. કાળને માથે ઊભેલા જરઠ પાળિયાનું વર્ણન “પાળિયો'માં નલિન રાવલ કરે છે. અશ્વત્થામાની સ્વગતોક્તિ'માં ઉત્તરાના ગર્ભમાં ફરેલા બ્રહ્માસ્ત્રને કાલ ભગવાનનું ચક્ર છેદી રહ્યાની વાત પણ નલિન રાવલ કરે છે. તો “એક નામેરી વૃદ્ધને મળતાંમાં શૈશવ, તથા યૌવનને કાળના સમુદ્રમાં ઝરી જતા વર્ષાબિંદુ તરીકે કવિ ઓળખાવે છે. સાંજ સરતી' કાવ્યમાં સો વરસ ભરીને ભીડમાં, આંખ નીચી નમાવી ચાલ્યો જતો વૃદ્ધ પોતાનાથી પણ વધુ વરસ જૂની ઘડિયાળમાંના સરકતા કાળને જુએ છે. | વિનોદ અધ્વર્યુ “સંવત્સર' કાવ્યમાં (“નન્દિતા') કાળના ધુમ્મસની વાત કરે છે. અનંતની આંગળીમાં મેર વિનાની માળાની જેમ સમય સરકતો જતો હોવાનું કવિ કહે છે. કાળનું નજીક આવી રહેલું ધુમ્મસ, મૃત્યુના આગમનનું સૂચક છે. * કવિ હેમંત દેસાઈ ‘કાળકોશ” (“ઇંગિત')માં કાળને પાણી કાઢવાના કોશ સાથે સરખાવે છે. જીવ અને કાળકોશ બંને ઘૂંસરી જ ને? ઘોર કબરમાં સૂતેલા સમયની ધૂપ થઈ રંગીન બની ગઝલમાં મહેંક્યાની વાત “ગઝલમાં' કાવ્યમાં કવિ કરે છે. (‘ઇંગિત) ‘વિભૂતિવંદના' કાવ્યમાં (‘સોનલમૃગ') કવિ હેમંત દેસાઈ “મહાકાલ'ની વાત કરે છે. પૃથ્વી પર કરોડો માનવો જન્મે છે, જીવે છે, ને મરે છે. મહાકાલની આહુતિમાં કશુંક અશેષ થવાનું નિરખું જ હોય છે. કવયિત્રી હીરાબહેન પાઠક સદૂગત પતિને ઉદ્દેશી લખેલા “પરલોકે પત્ર'માં પ્રિયજનનો ચહેરો કંડારવાના મનસૂબા સાથે ઘડીભર કાળનેય ખસેડી નાખવા ચહે છે. સુરેશા મજમુદાર (‘ઉરનાં આંસુ) કહે છે. પુત્રને કાળ હરી ગયો, એટલો કાળ ફાવ્યો. પણ જનનીના હૃદયમાં ફેલાયેલી એની સૌરભને કાળ કદી હરી શકવાનો નથી. ત્યાં તો કાળ પણ ન ફાવે. તો બીજી બાજુ પુત્ર ગયાની વેદના કાળનું વર્ચસ્વ વ્યથિત હૈયે સ્વીકારે છે. “કરુણ કારમી કાળઘડી હા કાળજડે કોરાઈ 47 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #347
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0346 પુત્રની મૃત્યુપળને કવયિત્રી કારમી કાળઘડી' કહે છે. બાળકને હરી ગયેલા કાળને, બાળકની સ્મૃતિ ન લઈ જવા કવયિત્રી વિનવે છે. અનુગાંધીયુગ - અને યુદ્ધજન્ય મૃત્યુ તથા યુગદર્શન સૈનિકની અંતિમ ઇચ્છા'માં હરિશ્ચંદ્ર ભટ્ટે સ્વાધીનતા ખાતર પ્રાણ આપનાર સૈનિકની વતનપ્રીતિને વાચા આપી છે. પોલેન્ડને સ્વાધીનતા અપાવનાર માર્શલ પિલુસુદ્દસ્કીનું ૧૯૩૫માં અવસાન થયું. પોતાના મરણ સમયે એમણે પોતાના શરીરને દેશવાસીઓ વાવેલમાં દાટવા માગતા હોય તો પણ પોતાના હૃદયને તો વિલ્સામાં એની માતાની કબર આગળ માના પગ પાસે દાટવાની સૂચના આપી હતી. જેથી કાળાન્તય હંમેશા જન્મભૂમિ માની ચરણરજનો સ્પર્શ પણ એ પામે કવિ ઈશ્વરચંદ્ર ભટ્ટ (‘વીરોને' “પર્ણરવ') સતના વિજયનો અહાલેક જગાવવા યુવાનોને સ્વાતંત્ર્યસંગ્રામમાં ધસી જવા માથે ખાંપણ બાંધી રણભૂમિમાં શોણિત સીંચવા પ્રેરે છે. પ્રિયકાંત મણિયારે ‘યુદ્ધનું લોહીમાં સંહારલીલાના તાંડવનો ભયાનક સંદર્ભ ગૂંથ્યો છે. કવિને યુદ્ધજન્ય પરિસ્થિતિ એવી તો હલાવી ગઈ છે, કે જ્યાં જયાં એ લાલ રંગ જુએ છે. (ને નથી જોતા ત્યાંય) એમને લોહીની ધાર જ દેખાય છે. પાણીનો ધોધ, કપમાંની હા, સૂપ, તથા છાપું બધામાંથી જાણે લોહી ટપકતું દેખાય છે. ને “એ બધું લોહી પાબ્લો નેરુદાનું છે' એ વિચારે કવિના અણુએ અણુમાં આગ લાગે છે. કવિ નલિન રાવલે “સૈનિકનું મૃત્યુ'માં મૃત્યુની વાત અત્યંત કાવ્યમય રીતે કરી છે. કવિ કહે છે, સૈનિકોને તો રોજ મરણની પથારી કરી સૂવાનું ને?' સૈનિકના મૃત્યુએ હલી ગયેલા સૂનકારનું એ અશ્રુધારા તારાઓએ ભીંજવી દીધેલી રાતનું વર્ણન સ્પર્શી જાય એવું છે. અશ્વત્થામાની સ્વગતોક્તિ' કુરુક્ષેત્રના યુદ્ધજન્ય અવસાદનું નલિન રાવલે લખેલું એક સારું કાવ્ય છે. જે સૌને કદાચ Living Death' નો અનુભવ કરાવે છે. કુરુક્ષેત્રની છાતી પર ચિત્કાર કરતું તૂટી પડતું અંધકાર-પંખી, મૃત્યુની મૂર્તિમંતતાને પ્રગટ કરે છે. અશ્વત્થામાં અહીં વ્યક્તિ નહીં, વૃત્તિરૂપે પ્રગટ થાય છે. અશ્વત્થામાના આત્માને દાહ દેતો અગ્નિ (વૈરાગ્નિ) બહાર નીકળી સમગ્ર શબક્ષેત્રને એની નાગચૂડમાં લઈ શ્વસી રહેલા પેલા અધકાર પંખી (મૃત્યુ)ની આંખોમાં તક્ષકની જેમ સરકે છે. દ્રુપદપુત્રે ઊતારી લીધેલ પિતા દ્રોણના મસ્તકમાંથી વછૂટતા લોહીના પ્રવાહમાં એ અવશ તણાય છે. એ વિચારે છે. “વૃદ્ધ, પિતાના દેહમાં શું આટલું બધું લોહી હતું? યુધિષ્ઠિરના અસત્યને કારણે થયેલા પિતાના જડ મૃત્યુએ એને બેબાકળો બનાવી દીધેલો. “ઘુવડની આંખોમાં રહેતું મૃત્યુ આટલું જડ, હાડકા જેવું સફેદ જૂર એવી થીજેલી શૂન્યતાથી ભરેલું નથી હોતું” 18 દ્રૌપદીનાં પાંચ બાળકોમાં અશ્વત્થામાને આદિ, મધ્યને અંત પોઢેલા જણાયા. એના હૃદયે એમને રહેંસી નાખવા કહ્યું. ને પેલા તારકોને હણી નાખ્યા. એના રક્તમાં બોળાયેલા આ હાથને કયું તત્ત્વ ધોશે ? પોતે પોતાને નાસી જવા કહે છે, પણ નાસવુંય ક્યાં? પાંચ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #348
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 347 બાળકોને રહેંસી નાખ્યા પછી એના રક્તાંકિત ચરણ ત્રણે કાલખંડોની બહાર લથડિયાં લેતાં ચાલતાં હતાં. - કવિ પિનાકિન ઠાકોરે “સત્ સત્ તાવન' કાવ્યમાં (‘ઝાંખી અને પડછાયા') ઐતિહાસિક સંદર્ભે નુરુદ્દીનની શહાદતની વાત કરી છે. નુરુદ્દીનની બીબીએ પણ મોત માગી લઈ આત્મહત્યા કરી હતી. નુરુદ્દીનને જેલમાં પણ અંગ્રેજો તરફથી ઘણો ત્રાસ થતો. નુરુદ્દીન બધા કરતાં સત્યને વિશેષ મહત્ત્વ આપતો. સત્ય એને મન મૃત્યુ કરતાંય વધુ મહત્ત્વનું હતું. કવિ હેમંત દેસાઈએ દુર્યોધનની અંતિમ અવસ્થાનું ચિત્ર “અંતક્ષણ” (“સોનલ મૃગ)માં આપ્યું છે. કવિ કહે છે દુર્યોધનના ધબકતા હૈયામાં વેદના અને વિષનો સાગર ઘૂઘવતો. અંતિમ પળે એને અશ્વત્થામા યાદ આવે છે. જીવન ને મૃત્યુના ઘોર સંધ્યાકાળે મબલખ અસારતા મલપતી જાણે” 169 અંતિમણે દુર્યોધનના અણુ અણુને અસારતા કોરી રહી છે. ઉછળતા રથચક્રની જેમ ઊભા થઈ ભીમને ઝપાટામાં લઈ ભુજાઓના ભરડામાં ભીડવાની ઇચ્છા હતી. પણ હૈયે કંઈક છૂપું સોરાતું. છેલ્લા શ્વાસ કારમી વેદનાથી સભર હતા. જીવવું મરવા જેવું લાગતું. દુર્યોધન મૃત્યુ દ્વારા યાતનામુક્તિ ઈચ્છતો. “મરું છું, મરું છું, મરું છું, ને જીવું છું'માં દુર્યોધનની મરવાની પ્રક્રિયાનું, સ્થિતિનું વેધક વર્ણન કવિએ કર્યું છે. જે સ્થિતિ અંતે દુર્યોધનને શાતા આપે છે. મૃત્યુની એ અનુભૂતિ “જીવું છુંની પણ છેલ્લી આરામદાયક પ્રતીતિ કરાવે છે. અનુગાંધીયુગ અને અંજલિકાવ્યો બારી બહાર'ના કવિ પ્રહલાદ પારેખે સ્વ. મોતીલાલ નહેરને જન્મશતાબ્દીએ અંજલિ અર્પતાં એમના સમર્પણને બિરદાવ્યું છે. તો “દિવંગત ગુરુદેવને' કાવ્યમાં કવિવર રવીન્દ્રનાથના જીવનકાર્યની ભવ્ય આકર્ષકતા પાસે મૃત્યુ પણ ભોઠું પડી ગયાની વાત કવિએ કરી છે. કવિની ભવ્ય જિંદગી પાસે મૃત્યુય વામણું બની ગયું હતું. ‘આવ્યું તું જિંદગી લેવા આપી ગયું અમરત્વ એ મૃત્યુ પરના કવિ રવીન્દ્રનાથના જીવનના વિજયને અહી બિરદાવ્યું છે. - અંગ્રેજ કવિ “શેલિને અંજલિ આપતાં હરિશ્ચંદ્ર ભટ્ટ શેલિની દેહબંધથી મુક્ત અબંધ પ્રેમની કલ્પનાને યાદ કરે છે. શેલિના To a skylark' ની ૧૬મી પંક્તિ "Our Sweetest songs are those that tell of saddest thought" . ને તથા એમાંની ભાવનાને જાણે કે તેઓ સ્વીકારે છે. “રાઈનેર મારિયા રિલેને' હરિશ્ચંદ્ર આપેલી કરુણાંજલિ પ્રેમ અને મૃત્યુનો મહિમા ગાય છે. “વર્ષે વર્ષે જ્યાં ગુલો ખીલતાં થાયે છો ને મૃત્યુલેખો-કવિના તારા એ શબ્દ થાઓ જીવનમરણ આલેખ મારા સદાના” 10 તો “મરણોન્મુખ બોદુલેર’ને તેઓ પૃથ્વી પર હોવા છતાં, પૃથ્વીથી પર હોવાને લીધે નભના પ્રવાસી તરીકે કવિએ અંજલિ આપી છે. મૃત્યુપથારીએ રહેલા બોલેરના વ્યક્તિત્વને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #349
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 348 અહીં અંજલિ આપવામાં આવી છે. “ગાંધીજીને કાવ્યમાં ગાંધીજીએ વેદનાદેવની વિમલ સ્મિતયુક્ત મૂર્તિ દોર્યાનું કવિ કહે છે. ગાંધીજીનું ત્રિભુવનવિજયી સ્મિત કવિને એવું ને એવું યાદ છે. જીવન-જગતની રંગભૂમિ પર પ્રવેશ પણ કર્યા વિના દૂરની સફરે ઉપડી ગયેલા “મહેન્દ્રભગત'ને માટે કવિ રાજેન્દ્ર શાહ ખેદ વ્યક્ત કરે છે. કવિ બાલમુકુંદ સ્વ. મોહનલાલ સૂચકને ભિક્ષુ અખંડાનંદજીને સ્વ. કવિ ન્હાનાલાલને સ્વ. મેઘાણીને, કસ્તુરબા તથા ગાંધીજીને અંજલિ આપતાં કાવ્યો લખ્યાં છે. “સ્વ. મોહનલાલ સૂચકને અંજલિ આપતાં એમના તીખા તરવરાટ, તોર, બલ, જોમ અને બુદ્ધિ, છટાને કવિએ બિરદાવ્યા છે. અચાનક કરાલ કાલ છેતરી ગયાની અનુભૂતિ સૌ સ્વજનોને એમના મૃત્યુથી થાય છે. ઊભો હું પડકારતો મરણ આવ, ઉન્મેલ તે કર્યો સુહૃદ છોડ જો હૃદયમાં ધર્યો એ જ મેં 171 પણ મિત્ર ગયો હોવા છતાં નવલ સખ્યનો ધવલ. મોરલો નિત્ય નૂતન અંકુરોને જન્માવે છે. મિત્રને મરણ લઈ જઈ શક્યું, પણ મૈત્રીના છોડને ચરવા કાલમહર્ષિ આવી શકે તેમ નથી. “કે. ભિક્ષુ અખંડનંદજીને અંજલિ આપતાં કવિએ ભિક્ષુ, કાયાનાં કોટડાં વટાવી જ્યાં મન-વાયુની ગતિ ન પહોંચે ત્યાં ઊડી ગયાનું કહે છે. જ્ઞાનસાહિત્યનાં કોડિયાં એમણે પટાવ્યાં. આવા મહાનુભાવને કવિ આદરપૂર્વક વંદે છે. કર્મનો દંડ ધારીને, કાયા કીધી કમંડલ ઉદ્બોધ્યો યોગ તે સાચો કર્મયોગી નમું નમું” 72 વીરાંજલિ સ્વ. કવિ શ્રી નાનાલાલને અપાયેલી અંજલિ છે. ન્હાનાલાલને તેઓ ભડપુરુષ” કહી બિરદાવે છે. કવિતાના ખજાનાની એમણે ખેરાત કરી હતી. સાબરને તીર રુએ શિયાળુ સમીર રામ ઉષા કેરી આંખ એ રાતી જી ચાલતો થિયો રે વાદી વાજિતર મેલી સૂના કેમ રે કઠણ કરવી છાતી જી” 13 કવિ અહીં આંસુને આઘાં કરી ભીતરમાં કવિનો જે અખંડ દીવો જલે છે, એને જોવાનું કહે છે. હવે તો તેજમાં તેજ સમાઈ ગયાં છે. મેઘાણીના શબ્દો સજીવન થયાની વાત “સજીવન શબ્દોમાં કરીને આભના ગાભ ચીરી સત કવિના ગાજતા બુલંદ નાદને કવિ યાદ કરે છે. કાળની ફાળની સામે પણ ટંકાર કરીને એ પહાડ શબ્દો સદા સજીવન થતા હોય એવી અનુભૂતિ થાય છે. અંતિમ ઘડી કાવ્ય કસ્તુરબાને અપાયેલી અંજલિ છે. બાપુએ બાના મુખમાં શુભ ગંગોદક ટોયાનો પ્રસંગ કવિ વર્ણવે છે. પાસે ઊભેલી પરિચાર મંડળીને કસ્તુરબા ઔષધમાત્ર હવે મિથ્યા હોવાનું જણાવે છે. માત્ર ઈશ્વરનું શરણું જ સ્વીકારવા કહે છે. “ચાલીસ કોટિ નિજનો પરિવાર મૂકી લેવા ચહે જનની આજ વિદાય છેલ્લી” 14 ગાત્રોની ઉષ્મા ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે. જીવનપર્ણને ખરવા માટે માત્ર એક ફંકજ હવે પર્યાપ્ત છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #350
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 349 “ઉધામો લે, અતિશ્રમ થકી શીર્ષ ઊંચું કરીને બાએ છેલ્લાં શયન રચિયાં બાપુ કેરા ઉછંગે” 75 બે નજરો મળી, જાણે મૂક વાતો છેલ્લે કરે છે. દેતાં બાને આજ છેલ્લી વિદાય બાપુનીય અશ્રુથી આંખ ભીંજે.” 1 બાએ તો શૂળી પર સેજ બિછાવી હતી. આકરો કંટકપંથ ગ્રહ્યો હતો. સ્વાધીનતાયજ્ઞમાં તેઓ બલિ બન્યાં. “જીવી ગયાં બા અસિધાર જિંદગી સંસારમાં જોડ જતિ - સતીની ફરી ન આવી જડવી સુધન્ય” પ૭૭ નિર્વાણ સંધ્યા ગાંધીજીને અપાયેલી અંજલિ છે. ગાંધીજીએ વૃત્તિઓ બધી સંકેલી લીધી હતી. ને ચિત્ત રામમાં પરોવ્યું હતું. સૌની વંદના હસીને તેઓ ઝીલતા. ગાંધીજીની, હત્યા કરવા ઊભેલા યુવકને કવિ મૂર્તિમંત “મૃત્યુ' કહે છે. “પાષાણ ઊભે જયમ પ્રેમ સામે રાહુ થયા પૂનમ ચન્દ્ર સામે અંધાર ઊભે જ્યમ તેજ સામે મૃત્યુ ઊભે જેમ અમર્ત્ય સામે સાધુ સામે કૂડ કપટ ભર્યો તેમ ઊભો વિઘાતી” 18 ને સનસન સન ગોળી છૂટતાં એ વિભૂતિ વિશ્વને છેલ્લી વંદના કરી, ઢળી પડે છે. કાયાના પીંજરાં તોડી, માયા સર્વ કરી પરી હરિના, ધામમાં ઊડ્યો હંસલો હરિનો ફરી” 9 હરિનો હંસલો’ પણ ગાંધીજીને જ અપાયેલી અંજલિ છે. ગાંધીજીની હત્યા કરનારને ‘કલંકી' કહે છે. ગાંધીની હત્યા કરનાર, સમગ્ર માનવજાતનો અપરાધી હોવાનું કહે છે. જગને ખાબડે આવી ચડેલા એ હંસને માનવજાત સાચવી ન શકી, એનો રંજ કવિ વ્યક્ત કરે છે. ગાંધીજીને કવિ હવે “અમરોના અતિથિ' તરીકે બિરદાવે છે. કવિ ઉશનસે “દયારામ સ્મરણ'માં દયારામના મુક્તરમ્ય જીવનને પ્રશસ્યું છે. (‘પ્રસૂન') દયારામના નિબંધ ઝરણાસમા જીવનનું કવિને હંમેશા આકર્ષણ રહ્યું છે. જ્યારે એકસંત’માં તિલક ભભૂતિ વિનાના લંગોટીભર, યુગપ્રવર્તક સંત ગાંધીજીને કવિએ શ્રદ્ધાંજલિ અર્પી છે. અવિરત કરુણાનો મહેરામણ છલકાવતા ગાંધીને “વરાહના અવતાર' તરીકે કવિ ઓળખાવે છે. “ગાંધીજી'માં (‘આદ્ર') કવિ ઉશનસે ગાંધીજીની તેજમૂર્તિની પ્રતિમાને આરસપહાણમાં ઢાળતી પ્રજાના છીછરા આદર્શ પ્રત્યે કટાક્ષ કર્યો છે. ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા ગાંધીવારસો' કાવ્યમાં વણખેડ્યા ખેતરમાં છુપાયેલા પાક જેવી એમના વારસાની તિજોરીનો નિર્દેશ થયો છે. ઉશનસ્ કહે છે. “આપણા સૌના પિતા મૂકી ગયા યુદ્ધસ્વની કરુણા-ગીતા” 80 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #351
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 350 સૌના એ પિતા જે વારસો મૂકી ગયા છે એ તું લઈ શકીશ? એવો પ્રશ્ન કવિ દરેકને પૂછે કવિ ઉશનસે સ્વ. પંડિત નહેરુને અંજલિ આપતાં આઠેક કાવ્યો લખ્યાં છે. “અદ્ભુતમાં નહેરુની કાળ સાથેની મરણિયા લડાઈને બિરદાવી છે. “કાલમર્દનમાં પણ કાલને દૂર હાંકી કાઢવાની નહેરુની તાકાતનો પરિચય અપાયો છે. ગાંધીગુરુનો વારસોર્ટમાં ગાંધીહત્યાને સાથે વણી લઈ નહેરુ ગાંધી બંનેને અંજલિ અર્પી છે. “ભાગ્યવિધાતા શિલ્પી'માં નહેરુના તખ્તને કવિ શિલ્પીના સજગ સુડિઓ સાથે સરખાવે છે. “અહો હૃદયચેતના'માં કવિ ઉશનસ જવાહરના હૃદયને ઇસુ અને ગાંધીના હૃદય સાથે સરખાવે છે. અણદીઠ રીતે અંદરથી વીંધાયેલા હૃદયની ભીતરમાં તેઓ છૂપા ક્રોસને હંમેશ ઊંચકીને ચાલ્યા હોવાનું કવિ કહે છે. તો “ચિંતાગ્રસ્ત ચહેરો'માં નહેરુના મુખ પર સદા વંચાતી વિશ્વચિંતાલિપિનો કવિ નિર્દેશ કરે છે. નહેરુને તેઓ મૂર્તિમંત જગતચેતના તરીકે ઓળખાવે છે. “સમકાલીનો વચ્ચે’માં નહેરુની હયાતીનો સમગ્ર જગતને રોમાંચ હોવાની વાત કરાઈ છે. “શેક્સપિયર’ (સૉનેટ યુગ્મ) કવીન્દ્ર-૧માં શેક્સપિયરની વિશિષ્ટતાઓ બિરદાવાઈ છે. “વિશ્વરંગભૂમિમાં માનવ તો માત્ર નટ અસંગી બની રોલ ભજવવાની નાટ્યાચાર્યની વાત કવિને સ્પર્શી ગઈ છે. (‘રંગદર્શન') કવિ જયંત પાઠક “ગાંધીજીને અંજલિ આપતાં (“મર્મર') વિષાદ કે દુઃખ અનુભવતા નથી. ગાંધીજીના ગુણોની પ્રશસ્તિ એમણે ગાઈ છે. એમને પગલે ધરિત્રી અંધકારમાંથી પ્રકાશમાં ડગ માંડતી થયાનું ગૌરવ કવિ યાદ કરે છે. ને તેથી જ ગાંધીજી શરીરથી ન હોવા છતાં સૃષ્ટિના સનાતન રસાયનરૂપે સર્વત્ર હોવાનો તેમનો અનુભવ થાય છે. ધીંગોધોરી' સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ આપતું કાવ્ય છે. વજ દ્રષ્ટ્રા ધરાવતા સિંહ સાથે સરદારને અહીં સરખાવાયા છે. શ્રી અરવિંદની તો મુખ્ય સાધના જ જીવતે જીવત અમરત્વદિવ્યત્વની પ્રાપ્તિ અર્થે હતી. એમ “મૃત્યુ અને શ્રી અરવિંદ'માં કવિ કહે છે. તેથી આ અંજલિ કાવ્યમાં જીવનને મરણના અભેદની, ચેતનાના અનંતપણાની વિચારણા કેન્દ્રસ્થાને છે. મનુષ્યને મનુ-જંતુ કહેનાર ઠાકોરને જયંત પાઠક જિવ્યા ઘણું તમે' કહી અંજલિ અર્પ છે. આમ તો માનવજંતુની શી અને કેટલી મજાલ? પણ એની કલા એનું જીવન-કર્મ કલારૂપ પામે ત્યારે એ અનશ્વર બને છે. તો “અંજલિ'માં સ્ત્રીહૃદયના મરમી ન્હાનાલાલની કલ્પનાશક્તિ, તથા એમની કવિતાની અમરતાને બિરદાવી છે. સાથે સાથે પ્રેમશૌર્યનાં ગુર્જરીને પાન કરાવનાર નર્મદને પણ અંજલિ આપી છે. કવિના જીવનનો સ્પર્શ પામી મૃત્યુય જાણે અમર બની ગયું. કવિ ગયા જ નથી. એમણે તો મૃત્યુનેય અમરત્વ બક્યું. “ઘાયલ'માં (‘અંતરીક્ષ')માં આમ તો પરોક્ષ રીતે ગાંધીજીને જ અંજલિ અપાઈ છે. ગોડસેએ તે દિવસે છોડેલી પેલી ત્રણ ગોળીઓ કાવ્યનાયકની છાતીમાં પેસી ગઈ છે. ઊંડે છુપાઈને બેસી ગઈ છે. એમની છાતીમાં ફરી ફરી ગાંધી ઘવાય છે. કવિ નિરંજન ભગતે “પિતા” નામના કાવ્યમાં ગાંધીજીએ મરણને પરમમિત્ર માન્યાની વાત કરી છે. તેથી તો તેઓએ મૃત્યુને હસતે મુખે આવકાર્યું. ને દેહનાં સકલ બંધનોની ચિતા જલાવી ચાલ્યા ગયા. ‘૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮'માં ગાંધીજીના ખૂનથી સમગ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #352
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 351 પ્રકૃતિએ અનુભવેલ વ્યથા પ્રગટ થઈ છે. (‘અલ્પવિરામ') અહીં ગાંધીજીની ચિતાનું કાવ્યમય વર્ણન કવિએ કર્યું છે. ગાંધીજીના શબને તપનું શબ' કહેવામાં કેટલું બધું ઔચિત્ય છે ? ગાંધીજી વ્યક્તિ મટીને જાણે કે તારૂપ બની ગયા હતા. | ‘બલ્લુકાકાને અંજલિ આપતા કવિ મિત્ર નિરંજન ભગત સૌ પ્રથમ એમના રણકતા અવાજને યાદ કરે છે. કદીક ત્રાડસમો ને કદીક સુકોમલ મંદ મૃદુ લાડભર્યો અવાજ નષ્ટ થયાનું માન્યામાં આવતું નથી. સૌને મનુજ-જંતંડા” કહેનાર કવિ પણ કાળની થપાટ સામે મનુજ-જંતુડા બની ગયા. ‘રિલ્કનું મૃત્યુ' કાવ્યમાં નિરંજન ભગતે રિબેના મૃત્યુનો શોક વ્યક્ત નથી કર્યો. પરંતુ એ મૃત્યુનું કવિએ ગૌરવ કર્યું છે. - “હેકી રહ્યો જીવનનો જ અર્થ ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ” 181 જેમાં મૃત્યુમાં મહેકતા જીવનાર્થને સૂચિત કર્યો છે. કવિ મૃત્યુને નિરર્થક માનતા નથી. પ્રેમ જ તો રિલ્કને મૃત્યુનો અનુભવ કરાવ્યો, ને જીવનમૃત્યુ બંને ધન્ય બની ગયાં. પ્રિયકાંત મણિયારે “છેવટની ક્ષણો લગી' નામનું (સમીપ') સ્વ. દેશળજીભાઈના મૃત્યુ નિમિત્તે કાવ્ય લખ્યું. કોમળ સંવેદનામાં સદ્ગતનો મૃત્યુ પ્રસંગ કવિએ ઢાળ્યો છે. પાનની રતિમ ઝાંયનેય કવિ યાદ કરે છે. “અનંતના હે આયુષ્યમન' (‘સમીપ') ગાંધીશતાબ્દી નિમિત્તે અપાયેલી શ્રદ્ધાંજલિ છે. આવા વિરલ આત્માને વર્ષોના આંકડાથી ન મૂલવાય. તેથી તો કવિ એમને અનંતના આયુષ્યમાન તરીકે સંબોધે છે. ગાંધીના મૃત્યુને સંપૂર્ણ “સમર્પણનો મહોત્સવ કવિ કહે છે. “વિદાયની એ ક્ષણ જ નહીં અશ્રુ સંતો ક્ષણ ક્ષણ જન્મ ધરે ને મૃત્યુને એમ આછું કરે” 82 નહેરુને અંજલિ આપતા “ઇતિહાસકાર ઇતિહાસમાં' કાવ્યમાં નહેરને જગતપુરુષ તરીકે બિરદાવ્યા છે. કવિ કહે છે. “દીવો બુઝાઈ ગયો પણ પ્રકાશ આપણને મળ્યો છે. જવાહરના મૃત્યુ સાથે અશરીરી ગાંધીની આંખ પણ ભીની થયાનું કવિ કહે છે. - કવયિત્રી ગીતાબ્લેન પરીખ મૃત્યુ થવા છતાં જવાહરલાલ નહેરુની શાશ્વત તેજ જ્યોતનો ઉલ્લેખ કરી (‘અવનિ-અમૃત) નહેરુને અવનિના અમૃત તરીકે બિરદાવે છે. મૃત્યુ પામી જાણે તેઓએ મરણને નવજન્મ આપ્યો. કવયિત્રી કહે છે મૃત્યુ એમના નવજન્મ વડે બડભાગી થયું. ગીતાબ્દને સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી યશવંતરાવ પુરોહિતની આત્મહત્યા સંદર્ભે “અપ્રસિદ્ધ રાગ' કાવ્ય લખ્યું. શાંત ને સ્વસ્થ સુરીલતામાં જેમનું જીવન જ સ્વયં સંગીત' બની ગયેલું. કવયિત્રી પ્રશ્ન કરે છે, “એમણે મૃત્યુને સામેથી કેમ નિમંત્ર્ય'? મૃત્યુ પછીના એ અજાણ દેશે શું કોઈ અપ્રસિદ્ધ રાગ છુપાયો હશે? એની શોધમાં તો એ નથી ચાલ્યા ગયા ને ? ગીતાબહેન “પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને' ભવ્ય દષ્ટા તરીકે સન્માને છે. બાહ્ય દષ્ટિએ વિલીન થયેલા એ મહાનુભાવના અદીઠ રૂપને હજુય કવયિત્રી પ્રાર્થે છે. - સુરેશ દલાલ “રવીન્દ્રનાથને કવન સૃષ્ટિના “વાસવ' તરીકે ઓળખાવે છે. (“એકાંત') “કવિ કાન્તને અંજલિ આપતાં સુરેશ દલાલે (‘તારીખનું ઘર') કવિના એકાંતને કાન્તનાં ' 182 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #353
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 352 કાવ્યોએ ભરી દીધાનો એકરાર વ્યક્ત કર્યો છે. મૃત્યુ, મંથન અને ક્લેશને શાંત કરી શકે? કાન્તની એ શાશ્વત મથામણને કવિ અહીં ઉલ્લેખ છે.” “બ. ક. ઠાકોરને અંજલિ આપતાં સુરેશ દલાલ એમની લાક્ષણિકતાઓને બિરદાવે છે. કાળ પણ એ કવિને માનમરતબો આપતો. સદ્દગત મુનશીજીને અંજલિ આપતાં સુરેશ દલાલ એમની સર્જન સૃષ્ટિ નરી ચાંદની પીને પ્રસરી હોવાનું કહે છે. મુનશીજીને ઉપાડી જનાર કાળને કવિ કાળો કહે છે. અહીંથી જતાં જતાં રાવજી પટેલની ઉક્તિ'માં વૃદ્ધાવસ્થા ઓળંગ્યા વિના જ મૃત્યુને દ્વાર પહોંચી ગયેલા રાવજીની અધૂરી ઝંખનાઓ, રાવજીને ફરી અહીં જન્માવશે, એવી કલ્પના કવિ કરે છે. પોતાના નવા જન્મને મૌન દ્વારા સત્કારવાનું કહી ચાલ્યા ગયા છે રાવજી. સ્વ. ભૂપતભાઈને” (“પિરામિડ') અંજલિ આપતાં કવિ સુરેશ દલાલને પ્રશ્ન થાય છે, “જનાર તો પછી મૃત્યુને પોતાનો મિત્ર બનાવી નિરાંતે એની લગોલગ બેસી ક્યાંક કોફી પીતું હશે'ને અહીં આખી નગરી એના વિના શોકસભામાં ફેરવાઈ જાય છે. કવિનો અતિપ્રિય દોસ્ત જગદીશ અવસાન પામે છે, ત્યારે એમનું હૈયું હચમચી ઊઠે છે, ને ‘પ્રિય દોસ્ત જગદીશને માણસભૂખ્યા માણસને કાવ્યનું સર્જન થઈ જાય છે. બીજમાંથી ફૂટેલી એ ડાળને અકાળે કાપી નાખનાર મૃત્યુ પ્રત્યે ક્યારેક રોષ, તો ક્યારેક રીસ ચડે છે. “કવિ વેણીભાઈ'ના અવસાને સુરેશ દલાલ કવિતાની વનરાઈ સૂની બન્યાનો જાણે કે અનુભવ કરે છે. “પંચામૃતનો પારાવાર ચૂપ થઈ વાદળમાં પોઢી ગયો' કહી વેણીભાઈના મૃત્યુનેય કવિએ કાવ્યમય બનાવી દીધું છે. શાણપણના ગીતને હૃદયમાં લઈ રેખાઓમાં વહી એક પાગલ વાવાઝોડાની જેમ કાળનાં જંગલોને પાર કરી ગયેલા ચિત્રકાર વાન ગોઘના સંકલ્પનિષ્ઠ ચહેરાને યાદ કરતાં કવિને એમની પાઈપમાંથી નીકળતો ધુમાડો, જીવતે જીવત ચિતા સળગતી હોય એવો લાગતો પ્રિયજનના પરિઘની બહાર નીકળી ગયેલા મૃત્યુ પામેલા) કાવ્યનાયક પોતાને યાદ કરવાનું નિરર્થક ગણાવે છે. જીવનમાં સતત ઘણું ગુમાવતા રહેલા, ને છતાં રંગભીની પીંછી ઘુમાવતા રહેલા ચિત્રકાર “રબ્રાંતને અંજલિ આપતાં કવિ કહે છે. નિર્દય મૃત્યુએ ત્રણત્રણ દીકરા તથા પત્ની પર પોતાનો માલિકીનો હક્ક સ્થાપ્યા પછી એ ચિત્રકારે વેદનાના કાળા રંગને અનેક રૂપાળા રંગોની પાછળ છુપાવી રાખ્યો, ને જીવતાં જીવત મૃત્યુની વેદના અનુભવી. સુરેશ જોશી જતાં હવામાં મધુમાલતીનાં ડૂસકાં રહ્યાનું કવિ કહે છે. (“સુરેશ જોશી” “યાદ આવે છે') બોદલેર અને ટાગોર વચ્ચે વહેરાતો એ જીવ અજાણ્યા પ્રમાણ માટે વહેલો ઉપડી ગયાનું કવિ કહે છે. ને તેથી “તૂટેલા ઝાંઝરની ઘૂઘરી લઈને મૃણાલ રડે છે. “એટલી બધી ખાલી જગા છે”માં ચહેરાઓ ચાલી ગયા પછી વેદના વ્યક્ત થઈ છે. પોતાના જન્મદિવસે મળેલાં ફૂલોને માતાની કબર પર મૂકવા જતી ઇનગ્રીડ બર્નમેન યાદ આવે છે. બેઠાબેઠા નિયતિ નિર્મિત મૃત્યુનો સ્વીકાર કરી પોતાની પત્નીને આ વીસમી સદીમાં મૃત્યુ પામેલા , માણસનો શોક અડધો કલાકથી વિશેષ પાળવો પોષાય નહિ' એમ પત્રમાં આશ્વાસન આપતો નઝીમ હિકાત યાદ આવે છે. નઝીમ ભલે શોક પાળવાની ના કહે, પણ આ કવિ તો મનસુખલાલ ઝવેરી, જગદીશ જોશી, મડિયા, મણિલાલ, રાવજી, પ્રિયકાંત અને મૃણાલ મઢ્યો સુરેશ જોશીનો અવાજ કશું ભૂલી શકતા નથી. (શોક પાળવાનો નથી હોતો, પળાઈ જાય છે.) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #354
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 353 - સ્વ. પ્રહલાદ પારેખના મૃત્યુસંદર્ભે રચાયેલું નલિન રાવળનું “કવિનું મૃત્યુ” કાવ્ય કોઈપણ કવિના મૃત્યુને સ્પર્શે એવું સાધારણીકૃત બન્યું છે. સુહામણું તારકતેજ પહેરીને આવેલી, ખુબુભર્યા સ્વર્ગની લયલુબ્ધ અપ્સરા એવું કહ્યું લગીત-કવિગીત સાંભળી ગઈ કે, ઉન્માદમાં ફૂલને જ ચૂંટીને લઈ ગઈ. નલિન રાવળ (“કાવ્યમાં') આકાશમાં આકાશ બની પથરાયેલી કાન્તની નજરને મીઠી કહે છે. દલદલ ખીલેલા અંધારમાં હોળા ફૂલની ફોરમ બની મહોરેલી એ નજર ઘૂઘવતા તારકોના રમ્ય દરિયાવની શીળી લહરમાં લહર બની બધે શાંતિમાં છવાઈ ગયાનું કવિ કહે છે. કે પછી કો ગહન સ્વપ્ન થઈ સંવેગમાં ઊડી ગઈ. જેની નીરવ ગતિને હવે આ કવિ કદીક કાન્તનાં કાવ્યમાં, કે કદીક પોતાનાં કાવ્યોમાં સાંભળે છે. જવાહર માટે નલિન રાવલ કહે છે, “જાણે રાતું ગુલાબ ફૂલ થઈ પૃથ્વી પર અવતર્યું હોય, કદીક એ એવું ખિલખિલ હસ્યું કે પરીઓએ જઈ દોડી ચૂમી લીધું, તો ક્યારેક દેશદાઝ, યાતનાએ કરીને ઊંડું ઊંડું રડ્યું-ને આંખનું નાનકડું આંસુ કકળી ઊઠ્ય-ને પછી વિશ્વમાં મૃદુ સૌરભનો પુંજ પાથરી એક બપોરે કિરણોની પાંખ પર ઊડી દ્યુતિમંડળોની પેલી પાર ઉછળતા ઝલમલ દિવ્ય તેજસાગરે તરતા સૂર્યસાગરમાં, અનંતમાં ભળી ગયું. શ્રી જયંતી દલાલની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે અંજલિ આપતાં કવિ કહે છે, એમનું અવસાન થતાં એમનો ગ્રંથખંડ સૂનો થઈ ગયો. એ રણકતો અવાજ-ભર્યો ચહેરો, તાજા તડકા જેવી તબકતી આંખો, કવિની આંખે તરવરે છે. “મણિલાલ દેસાઈ'ને અંજલિ આપતાં નલિન રાવળ કહે છે, કાળા ઉનાળામાં સસડતા ને ખાલી અવાજોમાં ખખડતા શહેરને એમણે અર્થ આપેલો. છલકત સ્વપ્નભર્યા જીવનની કાવ્યપોથી એમ એમણે મૃત્યુને શું ધરી દીધી એ સમજાતું નથી. પોર્ટુગીઝ ભાષામાં રચાયેલું બ્રાઝિલની કવયિત્રી સેસીલીઆનું ગાંધીજીની હત્યા વિશેનું કરુણ કાવ્ય (ગાંધીજીની હત્યા') આ કવિને સ્તબ્ધ બનાવે છે. નલિન રાવળ કહે છે, કેવી હશે સર્વાનુભૂતિની એ ક્ષણ, જ્યારે એક સુકુમાર આત્માએ ગાંધીજીના મૃત્યુમાં પોતાના ઉત્તમાંગને નિઃશેષ થતો જોયો. “હત્યારાને આશિષ દેતા સંતો નીરવપણે મૃત્યુને ભેટે મારા શ્વાસ મહીં તું મેળવ તારા છેલ્લા શ્વાસ ફરી, જ્યારે માનવ કરશે સાદ ખોલશું આપણે ત્યારે આંખ” 183 . અહીં કવયિત્રીની, આત્મનિર્વેદ પ્રગટાવતી પંક્તિઓમાં આ કવિને મનુષ્યત્વનો ઉત્તમ મર્મ પ્રગટ થતો દેખાય છે. કવિ હેમંત દેસાઈ ‘ગાંધીસ્મૃતિ' કાવ્યમાં ‘સોનલમૃગ') રામનામ લઈ પ્રાણ છોડનારા હસતા બાપુની પ્રાણશક્તિના ગુણાનુવાદ ગાય છે. ગાંધી જ્યાં જન્મ્યા, જીવ્યા એ ધરાને કવિ ધન્ય માને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #355
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 354 કવિ ડાહ્યાભાઈ પટેલ “પ્રેમપથિક શેલિ'ને અંજલિ આપતાં શરૂમાં શેલિની સૌદર્યભાવના, તથા પ્રણયભાવનાને અંજલિ આપે છે. કવિની દેહમૂર્તિ રહી નથી. છતાં સુભગ દિવ્યદર્શન થાય છે. શેલિએ પ્રબોધેલો પ્રેમાબ્ધિ નષ્ટ ન થયાનું કવિ કહે છે. વિરાટ' કાવ્યમાં ડાહ્યાભાઈ ગાંધીજીની આફ્રિકાની આત્મકથનીને પદ્યમાં રજૂ કરે છે. જીવન, મૃત્યુની સીમા વટાવી વિશ્વમાં અમર થશે, એવી જાણે ભવિષ્યવાણી કરનારનો વચનો સાચાં પડતાં હોય તેમ અંતે આ વિભૂતિએ મૃત્યુને વહાલું કર્યાનું કવિ કહે છે. - કવિ નાથાલાલ દવે (‘જાહ્નવી') “પ્રયાણ) કાવ્યમાં ગાંધીજીની હત્યા સંદર્ભે કહે છે. આવાં પ્રયાણ કય્યાં ન હતાં.” સતની સમશેર વીંઝીને ગાંધી ચાલ્યા ગયાનું કવિ કહે છે. ગીત, વ્યાખ્યાન, શબ્દાંજલિથી ગાંધીજીના જીવન તથા મૃત્યુનું તર્પણ કરવું અશક્ય હોવાનું કવિ નાથાલાલ ‘તર્પણ” કાવ્યમાં કહે છે. અનુગાંધીયુગ - મૃત્યુઝંખના કવિ હરિશ્ચંદ્ર પ્રભુના પ્રેમનો અંચળો ઓઢી ભગવો વેશ લેવાની તમન્ના કરે છે. કરાળ કાળને ઘોળીને પીવાની એમની ઝંખના હતી. નર્મદની જેમ હરિશ્ચંદ્ર પણ પોતાના મૃત્યુ માટે દુઃખનાં આંસુ ન ખેરવવા કહે છે. “અમ અંતરની આશિષ લૈને અમને મરવા દેજો” 184 હરિશ્ચંદ્ર ખૂબ અનાસક્તભાવે યાચે છે કે સૌ એમને ભૂલી જાય. “અમને યાદ કદી ના કરજો મૃત્યુ બાદ એમને કોઈ યાદ કરે એવી તૃષ્ણાવાસના તેઓ રાખતા ન હતા. સંબંધોના તાણવાણાનો છેદ ઊડી જાય એ કદાચ એમને ગમતું હશે ? આત્માને તેઓ બંધનમુક્ત કરવા ઇચ્છતા હતા. મૃત્યુ પછી, ફરી ક્યાંક કોઈ જન્મમાં મળવાનું એવી તૃષ્ણાવાસના પણ કવિ રાખતા નથી. એ કશાનો કોઈ અર્થ પણ નથી, એમ તેઓ માનતા. “જીવનવિલય” (ધ્વનિ') કાવ્યમાં સ્વસ્થ, શાંત, તૃપ્તચિત્તવાળા, અજંપા કે ઉધામા વિનાના મૃત્યુની પ્રતીક્ષાની વાત કવિ રાજેન્દ્ર શાહ કરે છે. પરમ સ્વસ્થતાની અનુભૂતિની વાત અહીં કરાઈ છે. “ઈશ્વર સમુદ્ર છે, અને પોતે મોજું છે' એવો ભેદ પણ હવે રહેતો નથી. કવિ ઉશનસ વ્યાકુળ વૈષ્ણવ' સંગ્રહમાં શરૂમાં કહે છે, મટી જવા ઝંખી રહું અપ્લાન ભાવિ સમ હું કેમકે જન્મ ચહું” "I long to die for I want to be fresh Like future" મટી જવાની ઝંખનામાં શરીરના મટી જવાની જ વાત છે. ને તો જ તો નવાંકુર ધારી શકાય ને? “હું કેમ કે જન્મ ચહું' નવો તાજો જન્મ મેળવવા દેહને મરવું તો પડે જ. કવિને મોક્ષની વાંછના નથી. નવપલ્લવિત કુસુમ સમા પ્રફુલ્લિત નવજન્મની કવિને ઝંખના છે. શ્રાંત જીવનને શાંત કરી દેવા ઝંખતા કવિ “કાવ્ય-૪) ઈશ્વરને પ્રાર્થી એમના ચરણમાં ઓગળી જવાની ધન્ય ઘડીનો અનુભવ કરે છે. એમને હવે અલગ રૂપની ઝંખના નથી. પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #356
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 355 નામને તેઓ ઓગાળી નાખવા માગે છે. તો બીજી બાજુ “અવ કશું નહિ ફરી’ પણ કહે છે. “થાય છે ત્યારે માં (‘આર્કા') દેહ મૃત્યુ પામ્યા પછી પણ નામ અમર થઈ જાય એવું કામ કરી જવાની ઉશનસ્ ની ઝંખના વ્યક્ત થઈ છે. અનહદના દેશે જવાની ઝંખના સેવતા કવિ “૬૬'માં કાવ્યમાં “અવ એવે દેશ પ્રવાસ પદ પદ યહીં મંઝિલ” 18 કાવ્યનાયિકાની ઝંખના એ કદાચ કવિની પણ ઝંખના “બહાર નહિ, સ્થળમાં નહિ, પળમાં નહિ, અંતરતરમાં, મિલનની અનુભૂતિ પૂર્ણપણે કરતી નાયિકા (કાવ્ય-૬૭)ને અંતિમ મિલનની આરજૂ છે. મોક્ષ અને મુક્તિની ઝંખના અહીં વ્યક્ત થઈ છે. “અવ કશું નહીં, જરી અવ કશું નહીં' ફરી” 180 મન પ્રશાંત બને છે જાણે જન્મજન્મના ફેરામાંથી મુક્ત થવાય છે. સ્વર્ગમાંથી પણ પાછા ફરવા માગતા રખડું હૈયું ધરાવતા કવિ ઉશનસ્ ની પૃથ્વી પ્રત્યેની પ્રીત “આ રસ્તાઓ'માં (“સ્પંદ અને છંદ') વ્યક્ત થઈ છે. પગની મુદ્રા વિનાના રહી ગયેલા કંઈક રસ્તા હજુ ખૂંદવાની ઝંખના તેમની છે. આમ તો ક્યારેક મુક્તિનીયે ઝંખના કરી બેસતા આ કવિને ફરી જન્મવા સામે કોઈ વિરોધ નથી જ. પણ જન્મવાનું જ હોય તો એ જ માના વત્સલ ઉદરમાં ફરીફરીને જન્મોજન્મની શ્રેણી પૂરી કરવાની અભિલાષા તેમની છે.. ફરી પાછા નીડે, નીડથી ધરતીમાં મળી જવું, ફરી પાછા ઇંડે જનની તવ જન્મી ફરકવું” 80 એ જ માને પેટે વારંવાર જન્મવાની કવિ ઉશનસ ની અભિલાષા વ્યક્ત થઈ છે. કવિ જયંત પાઠક સમૃદ્ધ જીવન વિકાસક્રમની અભિલાષા સેવે છે. (“વાંછા” “મર્મર') મૃત્યુની નિશા વેળાએ સુંદર સ્મરણઉડુઓ પૂંઠે મૂકી જવા પણ તેઓ ઉત્સુક છે. અનેક જન્મોની આ અવિરત લાંબી યાત્રામાં કવિ જરા બધાને મળવાની ઝંખના સેવે છે. (આવ્યો છું તો') “દૂર નથી'માં જિંદગીની મજલનો થાક દૂર થાય, ને હાશકારો અનુભવી શકાય એવી ઝંખના સેવતા કવિ અંતે તો મૃત્યુદિનની જ ઝંખના સેવે છે. રુદન બધાં શમી જાય, ને વિશ્વવીણા સંગીત લયે નર્યો સંવાદ અનુભવાય એવી એમની તમન્ના વ્યક્ત થઈ છે. દિવસને અંતે (‘મર્મર' “દિનાન્ત') જિંદગીને અંતે ઘરભણી જતાં (મેલાં વસ્ત્રો સાથે) 'પાછા વળે ત્યારે પોતાને ખોળે આ કાવ્યનાયકને લઈ જાણે પ્રભુનેય ધન્ય બનાવવા કવિ પ્રેરે છે. અર્થાત પ્રભુ એમના ખોળે એમને લઈ લે એવી ઝંખના અહીં વ્યક્ત થઈ છે. તો જિંદગીનો અંત સૉનેટની જેમ ચોટદાર હોય એવી અભિલાષા જયંત પાઠકની છે. (“સોનેટ જેવી” “વિસ્મય') “પંથને અંતે')નો કાવ્યનાયક (‘અંતરીક્ષ') જીવનપથને અંતે એકલો, અટૂલો, થઈ જતાં કોઈકના મિલનની ઇચ્છા રાખે છે. (‘પંથને અંતે “જીવી ગયો હોત'(“અંતરીક્ષ') કાવ્યનાયકની પોતાના અંત સમયની પ્રેમઝંખના વ્યક્ત થઈ છે. જ્યારે “મારે જવું નથી”માં “અનંતપથે જવાની અભિલાષા વ્યક્ત થઈ છે. 26 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #357
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 356 બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા એક હેવાલમાં કલ્પતરુ નામના વૃક્ષ પાસે પૃથ્વી પર પાછા જવાની યાચના, કદાચ કવિની પણ પુનર્જન્મ ઝંખના હોઈ શકે. પાછા નદી, વૃક્ષ, ને ડુંગરમાં આવી જવાની બચુભાઈની ઝંખના, જયંત પાઠકની જ ઝંખનાનું પ્રતિબિંબ પાડે છે. “ગાયત્રીમાં વ્યક્ત થયેલી ભવ્ય ઇચ્છામૃત્યુની ઝંખના, નિરંજન ભગતની જ અભિલાષાનું પ્રતીક બની રહે છે. જે કદાચ માનવમાત્રની પણ ઝંખના બની રહે છે. “સર્વના મુક્ત આત્મામાં તારું તું વીર્ય સ્થાપજે આપે તો ભવ્ય કો મૃત્યુ ઇચ્છામૃત્યુ આપજે 188 કવિ પ્રિયકાંત મણિયારે વિયોગ' કાવ્યમાં વિશિષ્ટ ઝંખના વ્યક્ત કરી છે. અહીં પોતાનું મૃત્યુ થયા પછી એ શરીરને જળસમાધિ આપવા ના કહેવાઈ છે. પોતાના દેહને કૃષ્ણની પ્રિય એવી વનરાજિમાં રાખવા વિનવે છે. કારણ એને શ્રદ્ધા છે કે કોક દિવસ પણ કૃષ્ણનાં ચરણકમળ ત્યાં પધારશે ને ત્યારે એમને જોઈ અચેત શરીર પણ જાગી જશે. છેલ્લી ઘડી હોવાની ખબર છેલ્લી ઘડીનેય ન પડે એવું આકસ્મિક મૃત્યુ વાંછતા કવિ સુરેશ દલાલ ઇચ્છે છે કે મૃત્યુ મધુર રૂપ લઈને આવે. તેઓ છેક સુધી સતત કાર્યરત રહેવા માગે છે. (‘એકાંત) “જઈ સમયની પાર' (‘તારીખનું ઘર')માં સમયની મૃત્યુની પાર જવાની ઇચ્છા વ્યક્ત થઈ છે. સુરેશ દલાલને એમનાં કાર્યો અને પુસ્તકો રૂપે સતત ગતિશીલ રહેવું છે. શિષ્ટાચારમાં એમને રસ નથી. ચૈતન્ય ધબકતા હૈયે અને વ્યક્તિત્વે જે ઘરમાં ફરતા હોઈએ એ ઘરની દીવાલ પર હાર જડેલા ફોટા થઈને શી રીતે લટકી શકાય ? એમને તો મૃત્યુબાદ ઘરના આંગણામાંના ઝાડ પર અદીઠ હવાનો ઝોકો થઈ ઝૂમવું છે. પોતાના જ આંગણમાં ઉંબર પરનો તડકો થઈ ફેલાઈ જવું છે. સાંજના દીવાટાણે આછા અંધાર બની રેલાઈ જવું છે. ને રાત્રે સ્વજનના ઓશિકાની પાસે પારિજાતનો સુરભિલ શ્વાસ થઈને ચૂમી રહેવાનો તલસાટ છે. જીવતાં જીવતા મરણની વાતો કરવી ને પ્રિય સ્વજનની આંખ સામે જ ખરી જવું, ને ખર્યા પછી પ્રિયાનાં આંસુથી ભીતર ને ભીતર ખીલી ઊઠવું એ કવિ સુરેશ દલાલને મન ગમતી વાત છે. કવિ ઑડનને મળ્યું હતું, એવા ઇચ્છામૃત્યુની સુરેશ દલાલને પણ ઝંખના છે. “કવિતાની વાત કર્યા પછી હજી તો કવિતાના શબ્દોનો સ્વાદ કાનમાં હોય, ત્યારે કોઈ પણ રાવ કે ફરિયાદ વિના આવી ચૂપકીથી ચાલ્યા જવું મને પણ ગમે ઓડન” 189 ને છતાં પડકાર સાથે એ કહી શકે છે કે તેઓ એટલી સહેલાઈથી મરણના સકંજામાં ઝડપાવાના નથી. કારણ સાસરે જતી દીકરીની વિદાયવેળાનાં સ્પંદનો માણવાં છે. પત્નીના સફેદવાળની વચ્ચે લાલ કંકુનો રંગ નિહાળવો છે. ને કંઈ કેટલાય કવિઓનાં કાવ્યો વાંચવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #358
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 357 છે. મરણ પોતાની સાથે અંચઈ કરે એ પહેલાં કાવ્યનાયક (કવિ ?) પોતે જ જીવનમુક્ત બની મૃત્યુનો સહજ સ્વીકાર કરવાની અભિલાષા સેવે છે. મૃત્યુ અચાનક આવી આશ્ચર્ય આપે એ પહેલાં એને ઓળખી લેવાની ઝંખના કવિની છે. ગરુડે ચડી ગિરધારી આવશે, એવી પૂરી શ્રદ્ધા પણ કવિને છે જ. ફરી પાછાં ગુજરાતી કવિતાની કુંજગલીમાં કવિતાના પ્રદેશમાં અવતરવાનીયે ઝંખના સુરેશ દલાલની ખરી જ (‘હથેળીમાં બ્રહ્માંડ) તો નચિકેતાની જેમજ બાળક બનીને કરુણાનિધાન પાસે મૃત્યુનું રહસ્ય સમજવાની પણ કવિની અભિલાષા છે. મૃત્યુને ઓળખ્યા કે પામ્યા વિના એને વશ થવાનું તેઓ ઇચ્છતા નથી. મૃત્યુને પૂર્ણતાથી પામવા ઇચ્છે છે. (“હું તને લખું છું') તેથી તો તેઓ જીવનને પણ ભરપૂર જીવી લેવા, શ્વસી લેવા માગે છે. “આવતી કાલે કયા ઝાડ પર કયા ઝાડની કઈ ડાળ પર મારો માળો છે કે નહિ એને માટે હું આકાશ વિનાના આકાશમાં ઊડ્યા કરું છું” 190 દંભી જીવન કરતાં મૃત્યુની સુગંધ કવિને વિશેષ સ્પર્શે છે. તેથીજ ચિતાનાં ફૂલોમાં એમને જીવનની સુગંધ આવે છે. ‘હું તને લખું છું'ની છેલ્લી કવિતામાં કશું ન કરવાની ઝંખના પ્રગટ થઈ છે. તેઓ પોતાને માટે જીવવા માગતા નથી, કે કોઈને માટે મરવા ઇચ્છતા નથી. સાક્ષીભાવે તેઓ જીવનને જોયા કરવા ઇચ્છે છે. પેલા ઘવાયેલા સૈનિકની વેદના માનવમાત્રની વેદના છે. મૃત્યુને કવિ શાંતિનો પર્યાય ગણે છે. આ નવી યુદ્ધભૂમિનો અનુભવ કરતો સૈનિક યુદ્ધમાં એક જ ઝાટકે મરી ગયો હોત તો સારું હતું એમ વિચારે છે. જીવનયુદ્ધમાં કટકે કટકે કાખઘોડીએ ચાલવું ગમતું નથી. જેના સમયનો પગ કપાયો છે. એવો એ સૈનિક હવે કબરની શાંતિ ઇચ્છે છે. મૃત્યુની ઝંખના કરતો આ કાવ્યનાયક મૃત્યુની એ વાટ પ્રકાશવંતી હોવાનું એટલા માટે કહે છે કે સૂરજના એ કિરણોની કેડી પર મૃત પત્નીનું મિલન થશે. કાવ્યનાયક (કવિ) પોતાના મૃત્યુના સ્વરૂપની કલ્પના કરતાં કહે છે. “હું તો ઇચ્છું મારા ઘરમાં મારી જ પથારી પર પુસ્તકોના સાન્નિધ્યમાં મારું મૃત્યુ ડાળથી ફૂલને કોઈ ચૂંટી જાય અને બીજે ક્યાંક લઈ જાય એ મને નથી ગમતું ડાળ પર ફૂલ આપમેળે મુરઝાય એવું મારું મૃત્યુ મારી આંખ સામે પત્નીનો શાંત ચહેરો” 191 વરમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #359
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 358 કવિ સુરેશ દલાલ પુસ્તકોના સાનિધ્યમાં, ડાળ પર સહજ રીતે મુરઝાતા પુષ્પની જેમ, આંખ સામે પત્નીના શાંત ચહેરાની સમક્ષ મરવા ઇચ્છે છે. ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું છે એવો કાવ્યનાયક (‘ઇચ્છામૃત્યુ “સાયુજય’ હસમુખ પાઠક) પોતાનું મૃત્યુ અંતે અમૃતમય ક્ષણ લઈ આવે એવી ઝંખના (આત્માની અમરતા ?) સેવે છે. નથી રે જાવું ને મારે નથી રે પાછા આવવું કહેતા કવિ પિનાકિન ઠાકોર (‘એક જ પલક અજંપ”)માં જન્મમૃત્યુના વારાફેરામાંથી મુક્તિ પામવાની ઇચ્છા ધરાવે છે. ધરતીની ધૂળમાં ભળી જવાની એમની ઇચ્છા છે. પલમાં જન્મ, મૃત્યુ પણ પલમાં એ જીવનની અમરતા” 192 મૃત્યુ પણ એક સહજ અમથી નાની પળમાં આવે એવી કવિની ઝંખના છે, ને એ જ એમની અમરતા. | કવિ હેમંત દેસાઈની ઝંખના મૃત્યુ પહેલાં કંઈક આપી જવાની છે. તેઓ વિશ્વને પોતાના સુંદર અમૂલ્ય અસ્તિત્વનો અધ્ય આપી જવા ઇચ્છે છે. “મૃત્યુને' (‘સોનલ મૃગ') કાવ્યમાં જીવનની નિરર્થકતાને લીધે સેવાયેલી મૃત્યુઝંખના વ્યક્ત થઈ છે. “તું આવ, અય મૃત્યુ ધાર મુજને તવાશ્લેષમાં” 193 અહીં જીવન અકારું બનતાં મૃત્યુને નિમંત્રણ આપતો કાવ્યનાયક મૃત્યુ એને પોતાના આશ્લેષમાં લે એવી ઇચ્છા વ્યક્ત થઈ છે. અજાણી ભોમનાં ગાન જેના હૈયે જાગ્યાં છે એવો માનવ (‘તફાવત' “જાહ્નવી') પોતાના પ્રાણને અગમપંથે પ્રયાણ કરવા વિનવે છે. (નાથાલાલ દવે) સુરેશા મજમુદાર પોતાના યુવાન પુત્ર ચિત્તરંજનના અવસાન પછી (‘ઉરના આંસુ) શોક, આઘાત અને દુઃખને દૂર કરવાની ઔષધિ ઝંખે છે. કોઈ મહાજગીને પોતાનું દુઃખ વિદારવાની જડીબુટ્ટી લઈ આવવા તેઓ પ્રાર્થે છે. પતિ મૃત્યુ પામતાં જેમના પ્રાણે, ગેહે, વિ, શૂન્યતાની મૂક વ્યથા વ્યાપી' વળી છે. જેનાં બધાં જ સુખનો સંહાર થઈ ગયો છે, એવાં કવયિત્રી હીરાબહેન પાઠક સગત પતિ પાસેથી બેચાર દિલાસાના વેણની અભિલાષા રાખે છે. પણ એ શક્ય નથી, એ સમજાતાં મર્મવેધક કરુણ વ્યક્ત થાય છે. જતાં જતાં સહેજ ઇશારો કરી તેઓ પત્ર લખવાના નથી એમ કહ્યું હોત તો આ ઝંખનાના ઝુરાપાની, આવી ઝાળ તો ન લાગત. પણ જ્ઞાનનો લાગણી પર જયારે વિજય થાય છે, ત્યારે પછી કવયિત્રીને શેનાય ઓરતા નથી રહેતા. ઇહલોક છોડવાનો સમય આવી લાગતાં, પ્રિય પ્રતિ ચાલી નીકળવાની ઝંખના જાગે છે. પતિ પાસે જતાં પહેલાંની ઈહલોકની છેલ્લી વેળાની, પનોતી પળની કથા તેઓ કરી લેવા ઇચ્છે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #360
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 359 6. પાદટીપ પરિબળો પૃષ્ઠ નંબર 337 1. ડૉ. ધીરુભાઈ ઠાકર વિગત અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભાગ-૨ એજન 338 એજન 339 એજન એજન જે છે 4 સં ક છે $ 9 જ એજન એજન એજન એજન 340 341 342 343 348, 349 351 ૩પ૧, ૩પર 354 ૩પ૭ 359 उ६४ 366 370 375 376 12. 378 એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન એજન 23. 24: 380 382 383 389 391 391 395 401 403 403 409 414 421 422 425 29. 30. 32. 34. એજન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #361
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 360 - (1) પૃષ્ઠ નંબર હરીશ્ચંદ્ર ભટ્ટ ડૉ. ધીરુભાઈ ઠાકર 158 386 ૩ર બાલમુકુંદ દવે સુરેશ દલાલ બાલમુકુંદ દવે 204, 205 142 105 જે 4 v $ $ $ 9 = પ્રફ્લાદ પારેખ 106 ૧૩ર 87 ઉશનસ્ 1 2 w અ.નં. વિગત સ્વપ્નપ્રયાણ અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૨ પરિક્રમા કવિ પરિચય પરિક્રમા’ એજન એજન બારીબહાર' તૃણનો ગ્રહ’ એજન રૂપનાં લય” 12. “મધુસ્પંદ' . 13. વ્યોમલિપિ' ‘હથેળીમાં બ્રહ્માંડ રિયાઝ 16. વિસંગતિ' 17. એજન 18. પવનના અશ્વ” 20. એજન 21. હું તને લખું છું રર. “સોનલમૃગ' ર૩. પરલોકે પત્ર” એજન એજન એજન એજન એજન ઉશનસ ઈશ્વરચંદ્ર ભટ્ટ પ્રિયકાંત મણિયાર સુરેશ દલાલ સુરેશ દલાલ સુરેશ દલાલ 113 14. 15. 29 ૩ર 136 84 સુરેશ દલાલ સુરેશ દલાલ 19. 154 112 સુરેશ દલાલ હેમંત દેસાઈ હીરાબ્લેન પાઠક 45 73 86 93 108 એજન 110 ૩ર. હરિશ્ચંદ્ર ભટ્ટ એજન એજન . “સ્વપ્નપ્રયાણ એજન. સંકલિત કવિતા” એજન એજન 139 148 144 147 17 219 388 34. રાજેન્દ્ર શાહ ૩પ. 36. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #362
--------------------------------------------------------------------------
________________ 0 ઉશનસ્ 0 0 S 0 67 પર. પ૩. 54. પપ. અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 361 37. એજન 636 38. એજન 894 39. પંચવર્ષા રાજેન્દ્ર શાહ 40. એજન 41. આદ્ર ઉશનસ 42. “વ્યાકુળ વૈષ્ણવ ઉશનસ્ 43. ‘તૃણનો ગ્રહ ઉશનસ્ 44. “સ્પંદ અને છંદ 45. એજન 46. એજન 47. “વીથિકા’ ઉશનસ 48. રૂપના લય' ઉશનસ એજન 109 એજન 114 એજન 115 એજન 147 ‘વિસ્મય’ જયંત પાઠક જયંત પાઠક 56 સર્ગ અંતરીક્ષ જયંત પાઠક પદ. અનુનય' જયંત પાઠક “મૃગયા' જયંત પાઠક મૃગયા' જયંત પાઠક શૂળી ઉપર સેજ A 59. જયંત પાઠક 10 60. એજન 61. એજન 104 62. મધુર્યાદા ઈશ્વરચંદ્ર ભટ્ટ 30 છંદોલય' નિરંજન ભગત 230 236 એજન એજન 64 એજન 67. એજન 214 એજન પ્રતીક પ્રિયકાંત મણિયાર એજન “સમીપ પ્રિયકાંત મણિયાર ૭ર. એજન 74. એજન 75. “ભીનાશ' . ગીતા પરીખ 76. 2 એજન P. AC Gunratnasuri M:S. Jun Gun Aaradhak Trust 57. 58 15 63. 64. w w 68. 71. એજન હ 2.
Page #363
--------------------------------------------------------------------------
________________ 6 જ ? 87. 88. 1 90. 92. 30 એજન અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 362 77. એજન 59 78. સિમ્ફનિ’ સુરેશ દલાલ ૪ર “નામ લખી દઉં સુરેશ દલાલ 141 80. પિરામિડ સુરેશ દલાલ એજન 27 એજન 83. રિયાઝ' સુરેશ દલાલ ‘વિસંગતિ' સુરેશ દલાલ 85. સ્કાઈક્રેપર' સુરેશ દલાલ 85 86. એજન 136 કોઈ રસ્તાની ધારે ધારે સુરેશ દલાલ પવનના અશ્વ' સુરેશ દલાલ 89. એજન એજન 89 એજન 91. હથેળીમાં બ્રહ્માંડ સુરેશ દલાલ 113 93. એજન 194. માયાપ્રવેશ 95. 96. એક જ પલક અજંપ પિનાકિન ઠાકોર 97. એજન 114 ઇંગિત' હેમંત દેસાઈ 99. મહેક નજરોની મહેક સપનોની હેમંત દેસાઈ 100. “સોનલમૃગ હેમંત દેસાઈ 101. “પરલોકે પત્ર હિરાન્ટેન પાઠક 108 102. “ઉરનાં આંસુ સુરેશા મજમુદાર 103. એજન 57 104. “વીથિકા ઉશનસ 10 ૧૦પ. “રૂપના લય' ઉશનસ્ 114 106. એજન 114 107. એજન 115 108. “વગડાનો શ્વાસ જયંત પાઠક 109. વિસ્મય જયંત પાઠક 68 110. “છંદોલય'. નિરંજન ભગત 236 111. “સંકલિત કવિતા રાજેન્દ્ર શાહ 16 112. એજન 113. એજન 16 114. એજન 17 115. એજન 407 116. એજન 636 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust 57 34 16
Page #364
--------------------------------------------------------------------------
________________ 74 Om 83 89 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 363 117. એજન 918 118. “રૂપના લય” ઉશનસ 115 119. “વ્યાકુળ વૈષ્ણવ ઉશનસ 120. “મૃગયા” જયંત પાઠક 121. “શૂળી ઉપર સેજ' જયંત પાઠક ૧રર. એજન 123. “પર્ણરવ' ઈશ્વરચંદ્ર ભટ્ટ 124. “મધુસ્પંદ' ઈશ્વરચંદ્ર ભટ્ટ 125. “સમીપ’ પ્રિયકાંત મણિયાર 126. ભીનાશ' ગીતા પરીખ 127. “સાયુજય” હસમુખ પાઠક 128. “એકજ પલક અજંપ” પિનાકિન ઠાકોર 129. “સોનલમૃગ' હેમંત દેસાઈ 130. એજન 131. “પરલોકે પત્ર . હીરાબ્દન પાઠ 132. એજન 133. એજન 171 134. એજન ૧૩પ. “બારીબહાર' પ્રફ્લાદ પારેખ 136. એજન 137. “સ્વપ્નપ્રયાણ હરિશ્ચંદ્ર ભટ્ટ 17 138. “વ્યાકુળ વૈષ્ણવ(પ્રસ્તાવના) ઉશનસ 17 ર૭. 139. “છંદોલય' નિરંજન ભગત 140. એજન 141. “તારીખનું ઘર સુરેશ દલાલ 142. “પવનના અશ્વ સુરેશ દલાલ 146 143. એજન 144. “હથેળીમાં બ્રહ્માંડ સુરેશ દલાલ 104 34 હેમંત દેસાઈ 145. “મહેક નજરોની મહેક સપનોની’ 30 146. “પરલોકે પત્ર” હીરાબેન પાઠક 147. એજન 148. એજન 148 149. એજન 150. “સ્વપ્નપ્રયાણ હરિશ્ચંદ્ર ભટ્ટ 151. “રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા પ્રસાદ બ્રહ્મભટ્ટ 139 ૧૫ર. “પરિક્રમા બાલમુકુંદ દવે 153. “વ્યાકુળ વૈષ્ણવ” ઉશનસ્ 29 154. એજન 155. એજન 156 Jun Gun Aaradhak Trust 249 FO 3 162 38 P.P.AC. Gunratnasuri M.S.
Page #365
--------------------------------------------------------------------------
________________ 5 109 30 ૩ર 174 232 40 10 112 હર અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 364 156. “તૃણનો ગ્રહ ઉશનસ 157. “રૂપના લય” ઉશનસ 158. વગડાનો શ્વાસ” જયંત પાઠક (પ્રસ્તાવના) સુરેશદલાલ 159. એજન 160. છંદોલય” નિરંજન ભગત 161. એજન 162. “પ્રતીક પ્રિયકાંત મણિયાર 163. “અસ્તિત્વ સુરેશ દલાલ (પ્રસ્તાવના). 164. એજન 165. “ઘટના” સુરેશ દલાલ 166, “તને લખું છું સુરેશ દલાલ 167. “ઉરનાં આંસુ” સુરેશા મજમુદાર 168. “અવકાશ' નલિન રાવળ 169. “સોનલમૃગ હેમંત દેસાઈ 170. “સ્વપ્નપ્રયાણ હરિશ્ચંદ્ર દેસાઈ 171. “પરિક્રમા” બાલમુકુંદ દવે ૧૭ર. એજન 173. એજન 174. એજન ૧૭પ. એજન 176. એજન 177. એજન 178. એજન 179. એજન 180. “તૃણનો ગ્રહ ઉશનસ 181. “છંદોલય” બૃહત નિરંજન ભગત 182. “સમીપ’ પ્રિયકાંત મણિયાર 183. “અવકાશ” નલિન રાવળ 184. “સ્વપ્નપ્રયાણ” હરિશ્ચંદ્ર ભટ્ટ 185. “વ્યાકુળ વૈષ્ણવ 186. એજન 187. “સ્પંદ અને છંદ” ઉશનસ 188. 'છંદોલય બૃહત . નિરંજન ભગત 189. “ઘરઝુરાપો” સુરેશ દલાલ 190. “હું તને લખું છું સુરેશ દલાલ 191. “માયાપ્રવેશ” સુરેશ દલાલ 192. “એકજ પલક અજંપ” પિનાકિન ઠાકોર 193. “સોનલમૃગ” હેમંત દેસાઈ 71 17 107 108 109 111 112 113 113 115 116 119 249 પ૭ 118 248 73 ઉશનસ્ 74 237 પ૬, 57 69 P.P. Ac. Gunratnasuri.M.S. Jun Gun Aaradhak Trust
Page #366
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 365 ૭-અદ્યતન યુગ પરિબળો બીજા વિશ્વયુદ્ધ પછી જગતે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કટોકટીનો અનુભવ કર્યો. આજના કવિને માનવની બધીજ પ્રવૃત્તિઓ નિરર્થક લાગે છે. અદ્યતન ગુજરાતી કવિતામાં પાશ્ચાત્ય સાહિત્યની અસરો ઝીલાવા માંડી. આઇન્સ્ટાઈને સાપેક્ષવાદની વાત મૂકીને વિચારજગતમાં નવું પરિવર્તન આણ્યું. પદાર્થવાદીઓ વર્તમાન, ભૂત, ભવિષ્ય એમ કાળનાં ત્રણ પરિમાણ જ ગણતા. આઇન્સ્ટાઇને ચોથું પરિમાણ Continum' આપ્યું. Continum એટલે ત્રિકાળથી પર, એકબીજા સાથે સાતત્ય ધરાવતી પળ, ભાષા કાળની વિભાવના પર નિર્ભર હોવાથી એનું માળખું પણ બદલાયું. સમયને મૃત્યુના એક માત્ર માપ તરીકે ઓળખવામાં આવતો, પણ હવે Time ની વિભાવના બદલાતાં મૃત્યુની વિભાવના પણ બદલાઈ. નિજોએ ઈશ્વરના અવસાનની વાત કરીને માનવની સદીઓ જૂની શ્રદ્ધા પર આઘાત કર્યો. સાત્રે એ અસ્તિત્વવાદને આધુનિકતા સાથે સાંકળ્યો. માનવ એમની વિચારધારાનું કેન્દ્ર બન્યો. સાસ્ત્રની વિચારધારાનું અંતિમ લક્ષ્ય સર્વશક્તિમાન અને સર્વસત્તાધીશ સ્વતંત્ર મનુષ્ય છે. અસ્તિત્વવાદીઓની હતાશા વ્યાપક માનવીય સંદર્ભની પાયાની અસંગતિમાંથી જન્મે છે. મૃત્યુની નિશ્ચિતતા એ માનવીય પરિસ્થિતિનું એક અનિવાર્ય અંગ છે. પણ એ ક્યારે, આવે એ કોઈ જાણતું ન હોવાથી, માનવ સદા ભયભીત રહે છે. મૃત્યુને કારણે માનવની બધી પ્રવૃત્તિ નિરર્થક નીવડે છે. માનવજીવનની વિષમતા એ છે કે પોતાના અસ્તિત્વ માટે એ પોતે જવાબદાર નથી. ને છતાં જિંદગીના અર્થની સંપૂર્ણ જવાબદારી એની છે અને એ પ્રકૃતિ, અન્ય વ્યક્તિઓ, સમાજ તથા મૃત્યુથી ઘેરાયેલો છે. માનવીના શૌર્યને મૂર્ખ ઠરાવતાં યંત્રોની વચ્ચે મૃત્યુ એક સ્વાભાવિક નગણ્ય ઘટના બની ગઈ. અમાનવીકરણ કે નિર્માનવીકરણની એક ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું. આંતરચેતનાના પ્રવાહની અભિવ્યક્તિમાં તમામ અસંગતિઓને સ્થાન અપાવા લાગ્યું. અદ્યતન કવિ કાવ્યરચના પરત્વે વિશેષ સભાન છે. બોદલેરે જગતના શુભ તત્ત્વોનો ઈન્કાર કરવા છતાં માનવના ગૂઢ રહસ્યનો સ્વીકાર કર્યો. તો માલામેં એ શૂન્યત્ત્વસભર કવિતાઓ આપી. અભિનવ સાથે સંગીતનો સુમેળ એમણે કર્યો. જ્યારે માલાર્મેના શિષ્ય વાલેરીએ, પ્રતીકકલ્પનોની નક્કરતાનો આગ્રહ રાખ્યો. પ્રેરણા નહિ પરંતુ કવિકર્મને વિશેષ પ્રાધાન્ય એમણે આપ્યું. આપણે ત્યાં આધુનિકોના અગ્રણી બન્યા સુરેશ જોષી. વાલેરીની વિચારધારાનો ઊંડો પ્રભાવ એમની કવિતા પર છે. કલાનાં મૂલ્યો બદલાયાં. સભાનતાપૂર્વક સર્જાતી કૃતિઓ હવે શબ્દો અને કલ્પનોની સૃષ્ટિ બની રહે છે. આકૃતિ, નિર્માણકલાનું પ્રાણભૂત તત્ત્વ મનાયું. પોતાને વિશેની નિત્કૃતિ એ જ કદાચ અદ્યતન કવિતાની મોટામાં મોટી વિશેષતા છે. પોતાના અસ્તિત્વનું એને કોઈ મૂલ્ય જણાતું નથી. જન્મ, જીવન અને મૃત્યુની નિરર્થકતાના અનુભવે માનવની ઓળખ અદશ્ય કરી. પરિણામે આજનો માનવ આત્મવિડંબના કરતો થયો છે. જીવનની જેમ મૃત્યુએ પણ પોતાની મહત્તા તેમજ અર્થ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #367
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 366 ગુમાવ્યો છે. માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં પ્રવેશેલી કૃતતા, દેખાડો, વિરચ્છન્નતા, જુગુપ્સા અને વિદ્વેષની જવાળાને આજનો કવિ તીક્ષ્ણ નજરે જુએ છે, અનુભવે છે. નિર્ભાન્તિમાંથી જન્મતી હતાશા કવિને અંધકાર, ઘુવડ ને સ્મશાનની વાત કરવા પ્રેરે છે. પ્રબળ જિજીવિષા અને કોઈપણ પળે આવી પડનારા અનિવાર્ય મરણના ભયની વચ્ચે આજનો માનવ ઝોલાં ખાય છે. ભારે વલોપાત સાથે મૃત્યુને પાછું હડસેલવાની મથામણ કરતા રાવજી પટેલ ક્યારેક ટાઢપથી, જાણે કોઈ નિરાંતની પળ આવવાની હોય તેમ મૃત્યુનો સ્વીકાર પણ કરે છે. તો કવિ ચંદ્રકાંત શેઠ વ્યાકુળ થઈને મોતની યાચના કરે છે. આજનો કવિ મૃત્યુમાં કોઈ મંગલતા જોઈ શકતો નથી, મૃત્યુની વિભાવના બદલાઈ છે. વિચ્છિન્ન જગતમાં આજનો કવિ પ્રેમ પણ ગણિતની ભાષામાં વ્યક્ત કરે છે. એને માટે સમય વિદ્વેષનો વિષય બન્યો છે. સમય એને ખંડિત, વંધ્ય કે નપુંસક લાગે છે. સુરેશ જોષીને “કાળના મહીઅરમાં વિષના કૂતકાર' દેખાય છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને “કોઈના મૃતદેહ પર થીજી ગયેલા અશ્રુબિંદુરૂપે ચંદ્રનું દર્શન થાય છે. અદ્યતન કવિના વિદ્રોહનું ક્ષેત્ર પોતાની જાતથી માંડી ઈશ્વર સુધી વિસ્તરેલું છે. ઈશ્વર અને સ્વર્ગમાં આ કવિને શ્રદ્ધા નથી. લાભશંકર તો “મૃત્યુના ટીપામાં તણાતી ઈશ્વરની લાશને વગે કરવા સતત ઝઝૂમે છે. આજનો કવિ પોતાની તરફ જ વ્યંગનું તીર તાકીને યથાર્થને ઓળખવા મથે છે. રાવજી પટેલ મરસિયાનો ઉપયોગ કરીને જીવનની નિરર્થકતાને પ્રગટાવે છે. માનવજીવનની પોકળતા, વ્યર્થતા, દંભ, માનવ પ્રવૃત્તિની નિરર્થકતા માનવીની અગણિત ઇપ્સાઓ, ઝંખના કે વાંછનાઓ, એના તુચ્છ આનંદો અને આડંબર અને એ બધા ઉપર મૃત્યુની સર્વોપરીતા તથા મૃત્યુ દ્વારા વ્યંજિત થતી માનવની નિર્માલ્યતા સહજ રીતે ઉપસે છે. સિતાંશુ શબ્દ અને નાદની શક્તિ દ્વારા વર્ષોના આસ્ફાલનથી મૃત્યુનો સરિયલ અનુભવ શક્ય બનાવે છે. તો મહેશ દવેની ક્યૂબિસ્ટ કૃતિઓમાં સરિયલનાં તત્ત્વો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અસ્તિનાસ્તિની વચ્ચે ઝોલાં ખાતા અસ્તિત્વની ભીંસ, મૃત્યુની વિભીષિકા એમાં આલેખાય છે. એષણાઓનો ઉછળતો દરિયો મૃત્યુની નાવને હંકારી શકતો નથી, મૃત્યુની નાવમાં વહે છે મૃત્યુની ત્રસ્તતા. કવિ સુરેશ જોષી કલામાં રૂપવિધાનનો મહિમા કરે છે. ભાષા હવે માધ્યમ કે સાધન નહિ, સાધ્ય બને છે. શબ્દ પોતેજ ઘટના બની રહે, એની મથામણ છે. આજની કવિતા, માનવજાતની, એકવિધ અહંભાવી વ્યર્થ જીવનલીલાને કાળના વ્યાપક ફલક પર વ્યંજિત કરે છે. ગુલામ મોહમ્મદ શેખ ચિત્રકારની હેસિયતથી શબ્દ જોડે કામ પાડે છે. ચિત્રશૈલીનો આશ્રય લેતા કવિઓની કૃતિઓમાં પ્રતીક-કલ્પનનો લાભ વિશેષ પ્રમાણમાં લેવાતો જોવા મળે છે. મૃત્યુ જેવા અમૂર્ત ખ્યાલને મૂર્ત કરવા ગુલામ મોહમ્મદ શેખ ઈન્દ્રિયોથી આકલિત થતું એક કલ્પન રચે છે. રાવજી પટેલે મૃત્યમૂલક સંવેદનની અત્યંત નાજુક માવજત કરી છે. જાણે પાંચ ઇન્દ્રિયો મૃત્યુને એની તમામ સંવેદનશીલતા વડે અનુભવી રહે છે. (“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા') “રોલિંગશટર’માં અનિરુદ્ધ ગતિ, જન્મજન્માન્તર. જીવ સાથે વળગેલી અનેક બાબતોની ચક્રગતિ અને મૃત્યુ ભણીની ગતિના સંકેતો પ્રકટ કરે છે. આ ગાળામાં મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, તથા પ્રિયકાન્ત મણિયારના મૃત્યુ નિમિત્તે કેટલીક હૃદયસ્પર્શી અને ઊંચા કાવ્યસ્પર્શવાળી કરુણ કૃતિઓ રચાઈ છે. પ્રિયકાન્તના મૃત્યુ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #368
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 367 નિમિત્તે રચાયેલી કૃતિઓમાં યશવંત ત્રિવેદીના “પરિદેવના'ની રચનાઓ નોંધપાત્ર છે. - સુરેશ જોષીએ રૂઢ કાવ્યવિભાવનાને મૂળસોતી ઉખેડી નાખી. અભિવ્યક્તિનાં નવાં દ્વાર તેઓએ ખોલી આપ્યાં. એ પછી આજ સુધી અદ્યતન કવિતાના પ્રયોગોએ કવિતા જગતમાં એક નવું અનેરું પરિમાણ ઊભું કર્યું છે. માનવના જીવનના મૂળમાંજ કશીક અસહાયતા, તથા લાચારી પડેલી છે. જે જીવનને વિષાદ અને વેદનાથી ઘેરી લે છે. સુરેશ જોષીએ ચેતનાની વૈયક્તિક પીઠિકા પરથી આધુનિક યુગચેતનાને આકારિત કરી છે. ડૉ. સુમન શાહ કહે છે, “સુરેશભાઈનો કવિ-અવાજ આપણી અર્વાચીન અને આધુનિક બેય કાવ્યપરંપરામાંથી નોખો પડી ગયેલો છે.” 1 જે મધુર અને મંગલ લાગતું હતું, તે હવે વિષાદગ્રસ્ત અને ધૂંધળું દીસે છે. જે જોયું હતું એ બ્રાન્તિ હતી અને જે દેખાય છે, અનુભવાય છે, તે જ વાસ્તવિક છે. એવી પ્રતીતિ ઘેરી બનતી રહી. આ દર્શને મનુષ્યને અંતર્મુખ બનાવ્યો.” આ નૂતન સૃષ્ટિમાં નિર્ભાન્તિજન્ય શૂન્યતામાંથી જન્મેલી એક અમૂર્ધા ધબકે છે. છતાં મૃત્યુ મળતું તો નથી જ.” 3 - સુરેશભાઈની કવિતાનો નાયક મરણોન્મુખ છે. મૃણાલની નિપ્પલક પ્રતીક્ષા મરણની દિશાને જ ખોલી રહે છે. “પંખીના સશક્ત ચિત્ર વડે કવિએ મૃણાલના મરણને સુંદર રીતે વ્યંજિત કર્યું છે.” * અદ્યતન કવિતામાં મૃત્યુ કરુણરૂપે આજનો માનવ નિર્વેદ અને પીડાથી એટલો ટેવાઈ ગયો છે, તેથી સાચી કરુણ ઘટનાઓ પણ એને આઘાત આપી શકતી નથી. સ્વજનોનાં મૃત્યુ એને હલાવી શકતાં નથી. એ પહેલાં જ એ સંવેદનશૂન્ય બની ગયો છે. મૃત્યુ એ “કરુણ' નહિ, કેવળ “ઘટના” જ બની ગઈ છે. સમય લંબાતો જાય છે. સુરેશ જોષીના કાવ્યનાયકને અપેક્ષા છે નાટકના અંતની, મૃત્યુની, છુટકારાની. મૃત્યુ હવે મોક્ષ પણ નથી, મુક્તિ પણ નથી, એ હવે મંગલ’ પણ નથી રહ્યું. આજના માનવને જન્મનો આનંદ નથી, ને મરણનું દુઃખ નથી. આવા માનવનું પ્રતિનિધિત્વ આજની કવિતા કરે છે. સુરેશ જોષી એના પુરસ્કર્તા બન્યા. તેથી સ્વાભાવિક રીતે જ એમની કવિતામાં મૃત્યુ કરુણરૂપે ખાસ આવતું નથી. રાધેશ્યામ શર્મા ૧૯૬૩માં “આંસુ અને ચાંદરણું'ની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરે છે. એમની કૃતિઓમાં રઘુવીરે delicious pain' માણ્યું તો કેટલીક કૃતિઓનો આંતર્લય એમને સ્પર્શી ગયો. “શ્રીમંત વિધવા' કાવ્યમાં પતિના મૃત્યુ બાદ વિધવાની થતી અવદશાનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજા એક કાવ્યમાં પણ કવિએ વિધવા સ્ત્રીના દુઃસ્વપ્નની યાતનાને વર્ણવી છે. સ્વપ્નમાં પોતાનાં સ્તનોને હંસયુગલ બની ઊડી જતાં એ જુએ છે, ને પછી ધ્રૂજતો નિઃશ્વાસ નાખે છે. “અપૂર્વની આંખોમાં હમેશ માટે પોઢી ગયેલા બાળકો માટેનો વલોપાત વ્યક્ત થયો છે. કાળા કાંઠે મૃત અપુને મણ મીઠા હેઠળ દાટતા પૂર્વે તેનો પહેલો ખરો બાપ ધોળું ખાંપણ ઉતરડી લે છે. ને કાવ્યનાયક ગંગાજમના વહાવે છે. રાધેશ્યામે થોડાંક હાઈક પણ લખ્યાં છે. પીસ્તાળીસમા હાઈકુમાં વૃદ્ધત્વને આરે ઝૂલતા, માનવના લટકતા મૃત્યુનું સૂચન કરાયું છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #369
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 368 શ્વેતકેશ ને વચ્ચે * એક દોણી” 5 કોઈ કવિજનને ચિતામાંથી કંઈક લખવું સાંભરી આવવાનો સંદર્ભ બાવનમાં હાઈકુમાં કરાયો છે. “અર્ધ બળેલું, મડદું બેઠું થયું એને કોઈ “પેન’ સાંભરી.” - સુશીલા ઝવેરીની કાવ્યરચનાઓનો વ્યાપ 1963 થી 1985 સુધીનો હોવાથી, એમને અદ્યતન કવિતામાં સમાવ્યાં છે. જો કે વિશિષ્ટતાઓની દષ્ટિએ એમની કવિતા અદ્યતનયુગ સાથે તાલ મિલાવતી નથી. સુશીલા ઝવેરીનું એક અગત્યનું પાસું વેદનાનું છે. જે ઘરમાં બાળકનું મૃત્યુ થયું છે, એ ઘર યમદૂતને કોઈ શત્રુએ જ બતાવ્યાનું તેઓ કહે છે. (કૈરવવન') શિશુનાં રમકડાં ને ચોપડીઓ જોતાં રમત છોડી અચાનક હંમેશ માટે ચાલ્યા ગયેલા બાળકની યાદથી વ્યથિત થતી માની વેદના તેઓ સુપેરે આલેખે છે. માના અવસાને અનુભવાયેલી નિરાધારી “મા” કાવ્યમાં વ્યક્ત થઈ છે. પ્રિયજનના મૃત્યુ સમયને ફરી સજીવન થતો જાણે સ્મરણરૂપે અનુભવતાં તીવ્ર વેદના વ્યાપે છે. સ્વજન જતાં મશરૂશયામાં થોકબંધ થૉર ઊગ્યાનો અનુભવ થાય છે. હૈયાને સ્મરણના ડાઘ પડે છે. પહેલાં આંસુના અછોવાના થતા, હવે આંસુ લૂછનાર ચાલ્યો ગયો છે. આંખમાં રડી રડીને ખાડો પડ્યો છે. “શિશુ મૃત્યુની વેદના'માં કવયિત્રીએ મર્મસ્પર્શી સંવેદના ઝીલી છે. શત્રુએ પોતાનું સરનામું યમદેવને બતાવ્યાની વાત હૃદયસ્પર્શી છે. કોરી કટ આંખ, ને ઉજ્જડ હૈયામાં એમને “શબ્દોનું શૈશવ' ઊગાડવું છે. “છૂટી ગયો ટહુકો'માં ફરી શિશુમૃત્યુની જ વેદના વ્યક્ત થઈ છે. લીલુંછમ પાન તૂટતાં પેલી ડાળીઓ રોમેરોમ વીંધાય છે. આખી જીવનસીમ ઉજ્જડ થઈ જાય છે. બિછડ્યા પાનની વેદના હૈયાને વીંધે છે. “દુહિતાગતા'માં પુત્રીની અવલ ભેટ આપીને ઝૂંટવી લેનાર વિધાતા પ્રત્યેનો કરુણ આક્રોશ વ્યક્ત થાય છે. ૧૯૭૯માં પતિનું અવસાન થતાં સુશીલા ઝવેરી ક્ષણોનું આલ્બમ’ નામનું શોકકાવ્ય આપે છે. ભલે, કાળજા પર પથ્થર મૂકીને, પણ કવયિત્રી મૃત્યુનો, રાજરાણીની કૂખે જન્મેલા પાટવીકુંવરની જેમ સ્વીકાર જ નહિ, સત્કાર પણ કરે છે. પણ અચાનક વહાલસોયા વૃક્ષના મૃત્યુની વેદના સ્વજન મૃત્યુની યાદ અપાવે છે. આંખ સામે સ્વજનનું વૃક્ષનું) મૃત્યુ થયાની વેદના અનુભવતાં કવયિત્રીને પંખીઓ પ્રભાતિયાં ગાઈને હવે જગાડશે નહિ એની ચિંતા ચન્દ્રા જાડેજા એમનાં સ્વ. માતૃશ્રી રાજેન્દ્રકુમારી બાસાહેબના અવસાન નિમિત્તે “જીવનદાત્રી(“સ્મરણિકા') પ્રકટ કરે છે. 1968 (૧૩/૧૦/૧૯૬૮)માં કવયિત્રીનાં માતૃશ્રીનું અવસાન થતાં, ૧૯૬૯માં પોતાની ચેતના સ્તબ્ધ થઈ જતાં આ કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. વિશ્વનો સૂત્રધાર આયુષ્યનું દૃશ્ય સમેટતો રહ્યો. રહસ્ય છતું ન થયું, ને છેલ્લો પડદો પડી ગયો, બધું સમાપ્ત થઈ ગયું. પુત્રીએ પોતાને લલાટે સ્પર્શ કરતી વાત્સલ્ય-સભર આંગળી ગુમાવી. “છેલ્લી કડીમાં કવયિત્રી કહે છે, મા ચાલ્યાં ગયાં એનોય એમને રંજ નથી, પણ એ ધ્રૂજતી કાયાને એક વાર પંપાળવી હતી એમને, એમની આંખમાં આંખ પરોવી અખૂટ વાત્સલ્યની છેલ્લી કડી ગાવી હતી. માના અવસાને કવયિત્રીને રાતરાણીનાં ફૂલ થીજી ગયેલાં અશ્રુબિંદુ લાગે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #370
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 369 મકરંદ દવે આધુનિક કવિ સમયની દષ્ટિએ ખરા, પણ એમની કવિતા તો આનંદ અને માંગલ્યના પાયા પર રચાઈ છે. તેથી મૃત્યુને એમણે “કરુણરૂપ” કે “ભયરૂપે” ક્યારેય જોયું, વિચાર્યું કે અનુભવ્યું નથી. તેથી તો મોતની મીઠી મુસ્કાન કહેતા આ કવિ મસ્ત મરણને મળવાની ગજબની ખુમારી ધરાવે છે. એમની કવિતામાં મૃત્યુ કરુણરૂપે ક્યાંથી હોય ? જગદીશ જોષીને મન આયુષ્ય એ ક્ષણોનું બાંધી આપેલું સાલિયાણું છે. અંગત અનુભૂતિ, ને કાવ્યાનુભવ એ બંનેમાંથી પસાર થયેલા જગદીશે હૉસ્પિટલમાં મૃત્યુને કઈ રીતે સાકાર કર્યું છે ? મકરંદ દવે કહે છે “અહીં કયા કાવ્યની આંખોમાં આંસુ નથી, કોઈકવાર (વમળનાં વન-૧૯૭૬) તો લાગે છે કે એક સતત જલતી પ્રવાહી આગમાં ઝબોળાઈને કવિની કલમ ચાલી છે.” * “ભૂત રૂવે ભેંકારમાં ઘેરી કરુણતા કવિએ ઘૂંટી છે. જનાર જીવ રહેનારની કોરી નજરે લઈને ચાલી જાય છે. (જળને કહી દો)ને જૂની સાંજ સમું આંસુ આંખમાં આવી અટકી જાય છે. જનાર અને રહેનાર બંને જણ પરસ્પરને ઘેરાતી સાંજના સોગંદ આપે છે. પીળચટ્ટી સાંજનું બેડું તૂટી જાય છે. જીવન વિરમી જતાં સૂરજનો રંગ નંદવાય છે. (‘સૌભાગ્ય સૂરજ') જનાર જાય, પછી સ્વજનના જીવનમાં શૂન્યાવકાશ સર્જાય છે. મૃત્યુના ઝાંઝરનો ઝમકારે કોઈકનાં ચરણ થંભી જાય છે. જનાર જીવના ઝુરાપે ઝાડવાં સ્થિર થઈ ગયાની વાત કવિ કરે છે. “જાન ઉઘલતી ઝાલર ટાણે કોના થંભે ચરણ સાંભળી ઝાંઝરનો અણસાર” 7 માનવના મૃત્યુનો મલાજો જળવાતો ન હોવાની વાત “શોકસભા પહેલાં અને પછી'માં રજૂ થઈ છે. આધુનિક ક્રિયાકાંડ સમા શોકસભાના કાર્યક્રમ અંગે કવિ અહીં કરુણ કટાક્ષ કરે છે. જગદીશ જોષી “નિરાશાની સદાબહાર'ના “અશરીર દર્દીના કવિ છે. મનુષ્ય જન્મમરણની ઘટમાળમાંથી છૂટી જાય એની ઝંખના એમને છે. તેથી કરુણ આક્રોશ કરતાં * તેઓ કહે છે. “બંધ કરી દો આ પ્રવેશદ્વારો જનેતાના જનનદ્ધારો બંધ કરી દો એ ક્ષણોના કિલ્લાઓ કારણ કે પ્રવેશદ્વારો બંધ થશે તો જ બંધ થશે જીવનકિલ્લાની છટકબારીઓ અને તો જ અટકશે ઝરતી આ નેનઝારીઓ” " જન્મ જ ન હોય, તો મૃત્યુ ન હોય, ને મૃત્યુ ન હોય તો તેનઝારીઓ ઝરતી અટકે. “દશ્ય અદેશ્ય સાદશ્યમાં સ્વજનના મૃત્યુથી નંખાઈ ગયેલી વ્યક્તિની મૃત્યુપ્રતીક્ષા વ્યક્ત થઈ છે. કોઈ તોફાની બાળક ઉતાવળે આવીને આંગણાનો સાથિયો ભૂંસી નાખે એમ સ્વજનના મૃત્યુએ આ નાયિકાનું સ્મિત ભૂંસી નાખ્યું છે. નભે જતા જીવનનો અર્થ લુપ્ત થઈ જાય છે. ચૈતન્યથી ધબકતું જીવન જોતજોતામાં “મૃત્યુ' બની જાય છે. કવિ જગદીશ જોષી કહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #371
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 370 છે. “એ શબના આરસની ફરસ જેવા ઠંડાગાર કપાળ પર હાથ મૂકી જોયો છે? એ કપાળની ઠંડી આગ આપણી હથેળીમાં બળતી સ્મૃતિ બનીને, આયુભર વળગી ન પડે માટે આપણે આપણી હથેળી ખસેડી લીધી હતી.” 9 અદ્યતન કવિઓએ જીવનની નિરર્થકતાને મહદ્અંશે વાચા આપી છે. લાભશંકર ઠાકર “માણસની વાતમાં જિંદગીની સાર્થકતા અંગેની શંકા વ્યક્ત કરે છે. માણસના અસ્તિત્વ પર તોળાતા મરણના ભારની કવિએ વાત કરી છે. લાભશંકરનું ‘લઘરો' કાવ્ય પણ આધુનિક માનવની અર્થહીનતામાંથી જન્મે છે. “લઘરોવ્યક્તિવિશેષ નથી. અર્થરહિત મનુષ્યના Negative Parable' નો એ આવિષ્કાર છે.” ૧ભ માનવના જન્મમરણની નિરર્થકતાનું એ પ્રતીક છે. ૧૯૭૨માં “તમસાની' સંવર્ધિત આવૃત્તિ આપતા કવિ રઘુવીર ચૌધરીને રહી રહીને એક સુકાતી મૃત્યુગામી નદી દેખાય છે. વિદાયની ક્ષણે અનુભવાતું અસ્તિત્વ એ એક બીજી અનુભૂતિ છે. મૃત્યુ ક્યાં કેવી રીતે દેખાય એનું કરુણ છતાં સુંદર વર્ણન રઘુવીર ચૌધરીએ કર્યું છે. સ્વજન જતાં બાકી રહેલાની અશ્રુભરી આંખની લાલાશમાં મૃત્યુ દેખાય છે. એને પેલી અશ્રુધાર પણ બુઝાવી શકતી નથી. કેશોર્યમાં શૈશવનું મૃત્યુ જ ડોકિયાં કરે છે ને? ફૂલોમાં કળીનું વસી જાય મૃત્યુ કળી ફૂલ બને છે, ત્યારે પોતાને હોમી જ દે છે. રાવજી પટેલ “ભાઈ' કાવ્યમાં સીમનીરખી ગીતોનું સ્મરણ કરે છે. ભૂતકાળના મરણને યાદ કરતાં એ કહે છે “અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો’ સુરેશ દલાલ કહે છે “હરીન્દ્રની કવિતામાં મૃત્યુનો રહી રહીને સંભળાયા કરે એવો એક અવાજ તરતો રહે છે. (27) ડૉ. ધીરુભાઈ ઠાકર કહે છે “મૃત્યુ હરીન્દ્રના કવનનો મહત્ત્વનો વિષય બને છે.” (404 અ. ગુ. વિ.) હરીન્દ્ર કહે છે. - “જીવન જીવી રહસ્યો મેળવ્યાં વ્હાલાનાં મૃત્યુનાં કોઈ બે આંખ મીંચે ને, બધું વેરાઈ થઈ જાયે” (આસવ. 18) સ્વાભાવિક રીતે જ જનાર કરતાં બાકી રહેનારનો પરિતાપ, વેરાની, ને પછડાટ કારમી જ હોય. વ્યક્તિના મૃત્યુ પછી વ્યક્તિ વધુ યાદ આવે છે તેથી તો એની હયાતી વખતે બેચાર પળ ભૂલી ગયાની આટલી મોટી સજા ? એમ કહી કાયમ માટે ચાલી ગયેલા સ્વજનને ઠપકો અપાયો છે. એ યાદ પોતે જ પછી તો જાણે એક “સભા' બની જતી હોય છે, શોકસભા. મૃત્યુપ્રિયતમના પોકારે પ્રિયતમા તો આનંદ તરબોળ છે પણ એનો પતિ (સંસારનો) એને એમ શું જવા દે ? “લ્વેરિયે ચડેલ મારાં લોચનિયા જોઈ ઊભો નાવલિયો બારણાની આડે” ૧બ (74 “મૌન') પણ કાવ્યનાયિકાને માટે પતિ એક દ્વાર બંધ કરે તો કેટલાંય અન્ય દ્વાર ખૂલે છે. (નવ દ્વાર?) જનારને કોણ રોકી શકે ? રમેશ પારેખને નિકટનું સ્વજન ચાલી જતાં છતની આંખ પણ વરસી પડતી હોય એવું સંદર્ભ વણ્યો છે. જેમાં અણચિંતવ્યો ઘરનો મોભ તૂટી પડ્યાનો વસવસો વ્યક્ત થયો છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #372
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 371 ભીંતે વળગ્યા કંકુના થાપાના ઝેરી દાંત, જતાં આવતાં વાગવાના વાગ્યા કરશે' ત્રણ વખત ઉલ્લેખાયું. દંપતીમાંથી એકનું મૃત્યુ થતા બાકી રહેલાને પેલા થાપા વાગે જ ને ? નયન રોજ રોઈ રોઈ રાતાં બને છે, ને ખાંભી પથ્થરની ભલે ન રચાય નયનોમાં તો એ રોજ રચાય છે. (“સ્મરણોની” “આંસુની) “રાણી સોનલદેનું મરસિયું' સ્વજન પતિ જતાં પત્નીએ ગાયેલું મૃત્યુગીત છે. કરુણતાની અહીં પરાકાષ્ઠા છે. “તમને, મારા લોહીમાં લીલું રમતાં ઝામણ નાગ વળાવું તમને” 15 એને માટે તો ચૂડીનો ખમકાર પણ પતિ જ હતો. “છૂંદણાં બહાદુરો' કાવ્યમાં સરકારી બુલેટ વડે છોકરાઓએ છૂંદણાં છૂંદાવ્યાનું કવિ કહે છે. બદલામાં પોતાનો જીવ તેઓએ આપી દીધો. “તોય તેના છૂંદણાં બહાદુર એ લાડકાઓ તો સફેદ કપડા નીચે ચૂપચાપ સૂતા જ રહ્યા” 2 વેદનાની પરિસીમાની વાત કરતાં કવિ કહે છે, હવે કદાચ કદીપણ માતાની છાતીમાંથી દૂધ પીવાની એમને જરૂર રહી નહોતી. “નવી છાતી' કાવ્યમાં પણ નવનિર્માણ વખતે જુવાન છાતીઓની આરપાર નીકળી ગયેલી બુલેટોનો સંદર્ભ ટાંકતા, રમેશ પારેખ મૃત્યુને બીકણ, લુચ્યું ને ટાલિયું કહે છે. કરુણ આક્રોશની આ પરાકાષ્ઠા છે. કાવ્યનાયકની પત્નીને પ્રસૂતિ થાય છે. એ વિચારે છે આ બાળકના જન્મવાનો શો અર્થ? બાળકની છાતી અવતરી મૃત્યુના શાસનને ઉથલાવી પાડવા ' ? 13 ભવિષ્યમાં સરકારી બુલેટનું નિશાન બનવા ? 13 સદ્ગત માને યાદ કરતો કાવ્યનાયક કહે છે (‘મંદિરમાંથી કાઢી મૂક્યા પછી) હું માના ગર્ભમાંથી જન્મ્યો એકવાર ન હવે મા મારા લોહીમાંથી જન્મે છે વારંવાર મૃત....” જ અનિલ જોશી ચાસનાલાની હોનારતમાં આકસ્મિક રીતે ખાણમાં જ મૃત્યુ પામેલાઓ પ્રત્યે પોતાની તીવ્ર સંવેદના વ્યક્ત કરતાં કહે છે. (‘ચાસનાલાના ખાણિયાઓને સંબોધન') શું તમે હજી ઑવરટાઈમ કરો છો ? શું મૃત્યુનું ઉત્પાદન લક્ષ્યાંક વટાવી ગયું?” 15 P.P.AC. Gunratnasuri M.S." Jun Gun Aaradhak Trust
Page #373
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 372 જયા મહેતાએ ઊર્મિ અને બુદ્ધિના સમન્વયની કવિતા આપી છે. ૧૯૭૮માં “વેનીશન બ્લાઈન્ડ' સંગ્રહ તેઓ પ્રગટ કરે છે. દીવાનખાનાની મૂર્તિમાંના બુદ્ધને “ક્યાં સુધી આમ બેસી રહેશો?' નથી સંભળાતો દ્વારે દ્વારે હજીયે રાઈના દાણા માગતી ગૌતમીનો સાદ? એમ પૂછી નાખતાં કવયિત્રી બાળકના મૃત્યુથી વ્યથિત થયેલી માના દુઃખને દૂર કરવા જાણે ભગવાન બુદ્ધને આજીજી કરે છે. “અચાનક'માં સ્વજનના મૃત્યુથી ડઘાઈ ગયેલા જીવતા છતાં ન જીવતા સ્વજનના ચહેરાની વાત કરાઈ છે. મૃત્યુથી ચિતરાયેલો શોકગ્રસ્ત ચહેરો કેવળ આંસુ વડે નથી ધોઈ શકાતો. દરિયો જાણે અચાનક ખાલી થઈ જાય છે. “માણસ મરી જાય છે પછી માણસના મૃત્યુ પછી જગતમાં જે શિષ્ટાચારો પ્રવર્તે છે, એના પર પણ કવયિત્રી કરુણ કટાક્ષ કરે છે. મરનારના પુરુષાર્થના ગુણગાનની ભરતી અને ઓટ ને પછી રેશનકાર્ડમાંથી નામની થતી બાદબાકીનો ઉલ્લેખ કંપાવી દે તેમ છે. પણ જેનું નિકટનું સ્વજન ગયું છે એની મનોદશા કેવી છે? એ સ્ત્રીની વેદના કવયિત્રીએ અહીં સરસ ઘૂંટી છે. “કંકુની ડબ્બી પર ઢંકાતી શબની ચાદર, કંકણોની પાંપણોનું ટપકવું અને મંગલસૂત્રનું ઝૂરવું લખવા માટે કદાચ સ્ત્રીની સંવેદના ઉપકારક નીવડતી હશે.” * (સુરેશ દલાલ). ૧૯૮રમાં જયા મહેતા “એક દિવસ' લઈને આવે છે. શ્રી યશવંત શુક્લ લખે છે મૃત્યુ” અને “નગરમાં સવાર એ બંને નાનકડાં કાવ્ય પોતપોતાની રીતે માર્મિકતા સાથે છે. “ગભરુ કબૂતરના ફફડાટમાં કાગડાનાં પીંછાનું હળવેથી ફરકવું અને પછી ફફડાટનું શમી જવું, એ પ્રક્રિયા દ્વારા મૃત્યુનું સૂચન વેદનાને બોલકી બનવાનો અવકાશ રહેવા દેતું નથી.” વૈકલ્યનો આક્રોશ જે શબ્દો લઈ આવ્યો છે, અને મૃત્યુની અનિવાર્યતા જીવનની જે વ્યર્થતા સૂચવી રહે છે, તેમાં કરણનું સૌદર્ય પ્રગટ થાય છે. જયા મહેતા ૧૯૮૫માં આકાશમાં તારા ચૂપ છે' સંગ્રહ પ્રકટ કરે છે. કવયિત્રી મૃત્યુદૂતને દુશ્મનના લશ્કર સાથે સરખાવે છે. મૃત શિશુના માતપિતાની કરુણગર્ભ સંવેદના અહીં વ્યક્ત થઈ છે. “પુરુષ નિષ્પલક બાળકને હાથમાં લે છે સ્ત્રીના ખાલી ખોળામાં ચાર મૂગી આંખો ટપકી પડે છે 18 પોતાની માંદગી દરમ્યાન હોસ્પિટલમાંના વાતાવરણને કવયિત્રીએ “હોસ્પિટલ પોએમ્સ' (૧૯૮૭)માં આત્મસાત કર્યું છે. “હોસ્પિટલમાં સતત ક્ષણે ક્ષણ જાણે મૃત્યુના ઓછાયા, ને એની નીરવતા અનુભવાય છે. કણસતા દર્દીની જેમ રાત ઝીણું જાગે છે.” (“હોસ્પિટલ પોએમ્સ' પૃ. 10) અંધકારને કવયિત્રી મરેલા માણસની ઉઘાડી આંખ જેવો કહે છે. પીડાના બૅચલાળી વર્દીવાન જીવો એમણે જોયા છે. શ્વેત વસ્ત્રો છે, નિસ્પૃહ, નિર્મમ, અનાસક્ત ફરે છે, બુઝાતા દર્દીઓ છે. અજાણ અનાગતના પડછાયામાં થરથરે છે” 19 પન્ના નાયકની કવિતાને સુરેશ દલાલ “સોયની અણી જેટલા વ્યથાના બિંદુ પર ઊભેલી 20 કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #374
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 373 ૧૯૮૦માં તેઓ “ફિલાડેલ્ફીઆ' સંગ્રહ પ્રગટ કરે છે. કવયિત્રીનાં માના મૃત્યુ સમયની વેદનાનો ચિતાર “બાને' કાવ્યમાં તેઓ આપે છે. માના મૃત્યુની સાથે એક વૃદ્ધાના સૌંદર્યની હલચલ, આંખોનો મધુર અવાજ (આંખની ભાષા) અને મીઠાં સગપણનો અખ્ખલિત પ્રવાહ બધું જાણે એ એક જ ઝાટકે સ્થિર થઈ ગયું તેઓ અનુભવે છે. કવયિત્રી પોતાના જન્મ સમયે કપાયેલી નાળ (સંબંધ) ફરીથી કપાયાની સંવેદના અનુભવે છે. “અકસ્માતમાં કોઈક સ્વજનના અકસ્માત કે મૃત્યુના સ્મરણની વાત છે. ભૂતકાળનાં સંવેદનો જાણે ફરી જાગૃત થાય છે. ૧૯૮૯માં “અરસપરસ” કાવ્યસંગ્રહ તેઓ પ્રગટ કરે છે. સદૂગત બાનાં સ્મરણો કવયિત્રીને અવારનવાર વ્યથિત બનાવે છે. ખાલીખમ ઓરડામાં બા સમસ્ત યાદથી વ્યાપી જઈ ઓરડાને ભરી દે છે. મૃત્યુ પામેલ બા હવે કશું જ કહી શકે તેમ નથી. કશું જોઈ શકે તેમ નથી, ને છતાં બાને જ કહેવા મન લલચાય છે કે શ્રીનાથજીની આ જ છબી સામે આ જ પથારીમાં, આ જ રીતે આવે જ કસમયે તે કેટલીયવાર બેઠી છે, ને બેઠાબેઠા વરસતા વરસાદમાં નિર્જન બગીચામાં પડેલા ભીના પણ સૂના બાંકડાની વ્યથા અનુભવી છે. બાનો અંતિમ દિન' કાવ્ય સંવેદનની વેધકતાને શબ્દબદ્ધ કરે છે. કવયિત્રી, માને છેલ્લાં ન મળી શકાયાની પોતાની વેદનાને પણ વાચા આપે છે. સાત સાગરને ન ઓળંગી શકતી એમની આંખોને એમણે બારીબહારના ખુલ્લા ભૂરા જમ્બો જેટ વિનાના આકાશ તરફ મીટ માંડી સ્થિર કરી દીધી સદાય માટે. “હજીય ચચરે છે'માં પણ સદ્દગત માનું જ સ્મરણ શબ્દબદ્ધ થયું છે. બાનું પંચમહાભૂતોનું બનેલું શરીર ક્યારનુંય ભસ્મીભૂત થઈ જવા છતાં ચિતામાં દાહ દીધેલી કાયાની ઓલવાતી આગનો આછો ધુમાડો જોજનો દૂરથી આવીને હજીય ચચરે છે. દીકરીની આંખોમાં, ને એને ઓલવવા ઉભરાયા કરે છે ઊનાં ઊનાં પાણી. ૧૯૭૯માં ડૉ. ધીરુભાઈ પરીખ “ઉઘાડ સંગ્રહ લઈને આવે છે. “મૃતિ'માં સદ્દગત બાની સ્મૃતિ શબ્દબદ્ધ થઈ છે. કવિ વિપીન પરીખ ૧૯૭૫માં “આશંકા' નામનો કાવ્યસંગ્રહ લઈને આવે છે. “સઘવિધવા' કાવ્ય મૃત પતિને અપાયેલી શ્રદ્ધાંજલિ છે. બીજું ઘણું બધું જોતાં નયનો, પતિને જોઈ શકતાં નથી, એનું દુઃખ વ્યક્ત થયું છે. I hope' કાવ્યમાં પ્રિયજનના મૃત્યુ પછી ધરબી રાખેલી વ્યથાનો ચિત્કાર રજૂ થયો છે. મૃત્યુ પછી થતી શરીરની સ્થિતિનો નિર્દેશ પણ થયો છે, ને છતાં પ્રિયજનના મૃત્યુ પછી એના દેહને વળગીને બેસી રહેવાતું નથી. મૃત્યુને સાવ સામાન્ય ઘટના ગણતો આજનો માનવ કોઈકના મૃત્યુની રાહ પણ જોતો હોય, જેથી મરનારનો હોદ્દો પોતાને મળે, ને પછી મરનારનું નામ રજિસ્ટરમાંથી નીકળી જવાનું. (“મૃત્યુ-એક કારકુનનું') ૧૯૮૦માં વિપીન પરીખ “તલાશ' નામનો સંગ્રહ લઈને આવે છે. મુંબઈમાં થયેલા વિમાની અકસ્માતથી બહાવરા બનેલા કાવ્યનાયકની સંજીવની મંત્ર જાણનાર સંતપુરુષની શોધની ઝંખના “ભસ્મ' કાવ્યમાં પ્રગટ થઈ છે. એ સંતની ભસ્મ એરોડ્રામ પરના એ સત્તાણું મૃતક પાછા સજીવન થાય એવી એમની વાંછના છે. “હાઈ-વે પર ખૂન' કાવ્યમાં ધસી આવતી ટ્રકની હડફેટમાં થયેલા મૃત્યુના સંદર્ભમાં કવિ એક માર્મિક પ્રશ્ન પૂછે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #375
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 374 કે પછી ખરેખર એની પાસે જ એના મૃત્યુનું અફર આજ્ઞાપત્ર હતું” ? 1 કવિ કહે છે, ના, બધું જ પૂર્વયોજિત હોય છે. લોકો ભલે એને અકસ્માત કહે, એ જ હોય છે સફાઈબદ્ધ નિયતિ. “શ્રદ્ધા' કાવ્યમાં સદૂગતનાં સ્મરણોની વાત વિશિષ્ટ આભાસ સ્વરૂપે વ્યક્ત થઈ છે. કાવ્યનાયિકા પરિચિત મુલાયમ દેહસુગંધનો જાણે કે અનુભવ કરે છે. પ્રિયસ્વજનના મૃત્યુથી સર્જાતી કરુણતાને અહીં આ રીતે વાચા અપાઈ છે. એ તું છે ? તું જે હજી ગઈકાલે જ મારા કપાળેથી ચાંલ્લો ભૂંસીને ચાલી * ગયો હતો ને?” રર ને હવે પોતે છે, અફાટ સમય છે; પણ પતિ નથી, ને છતાં પ્રિયજન માથે હાથ ફેરવતો હોય, તેમ એની સૂક્ષ્મ હાજરી શાતાય પમાડે છે. કેન્સરમાં પોતાના પતિને ગુમાવી બેઠેલી પત્ની, એ રોગની દવા શોધાતાં, વ્યથિત ચિત્તે, જાણે પતિ હયાત હોય એમ, ઔષધ શોધાય ત્યાં સુધી તેઓ જીવ્યા હોય તો, તો તે વધુય જીવી જાત ને? (“કેન્સરમાં અવસાન પામેલ પ્રિયજનને) જનારે ઉતાવળ કર્યાનો હૃદયભેદી વલોપાત અહીં વ્યક્ત થયો છે. મૃત્યુની કાળાશ, ભયાનકતા તેમજ કરુણાનો અનુભવ કરાવી સ્વજનને બેબાકળા બનાવી દે છે. ફૂલોની વાતમાં માના અવસાનને વેધક રીતે હલબલાવી નાખે એવી સંવેદનામાં કવિએ મઢી આપ્યું છે. મોંઘા ઇંગ્લીશ ફૂલ એકવાર લઈ આવેલી બાને, કાવ્યનાયકે ઠપકો આપતાં, એ ભોંઠી પડી ગયેલી. બાના મૃત્યુ સમયે અસંખ્ય ફૂલોથી બાને શણગારી હતી. કવિ વિચારે છે, આટલાં બધાં ફૂલો જોઈ એ ગાંડી થઈ ગઈ હોત. “સદૂગત બા' પણ માને અપાયેલી સ્મરણાંજલિ છે. કાવ્યનાયકને રાત પડતાં કોઈના હાલરડાનો અવાજ સંભળાય છે. હાલરડું તો ઊંધાડે, પણ હાલરડાનો આભાસ ઊંઘને ભગાડી દે છે. સદ્દગત માનું સ્મરણ ઊંઘવા નથી દેતું. માધવ રામાનુજનો “તમે' કાવ્યસંગ્રહ ૧૯૭રમાં પ્રકટ થાય છે. “હળવા તે હાથે જીવનની અંતિમ વેળાની અપેક્ષાનું એક કરુણ મધુર ગાન છે. જીવતાં જે ન મળ્યું, એ મૃત્યુ પછી મળે એવી વાંછના કાવ્યનાયિકાની છે. કેડિયે કોયલ ગૂંથાવાની, ને ફૂમતે મોર ગેંકાવાની ઝંખના એ સેવે છે. મૃત્યુ પછી કોમળ કાયાને કોઈ જો હળવે હાથે ન ઉપાડે તો જીવનના ઘા દૂઝવા લાગે એવી ભીતિ છે. તેથી જ મૃત્યુબાદ “સાથરા પર ફૂલ ઢાળવા, ને ઊને પાણીએ ઝારવા વિનવે છે, જેથી જીવતરભરના થાક ઊતરી જાય. “ટીમણ ટાણે કાવ્ય રાવજીનું સ્મરણ કરાવે છે. “મોતના દમિયલ પગલાં ભીંત ઉપર પડઘાય નેજ હોલું મૂગું થાય” એ કહેતા માધવ રામાનુજે “દમ” કાવ્યમાં દમિયલની સાથે મોતની સરખામણી કરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #376
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 375 માધવ રામાનુજે તો શબનેય આંસુ હોવાની કલ્પના કરે છે. “ઠીબ ખાલી હલે છે'માં મૃત વ્યક્તિનાં આંસુને ન જોનાર, સ્વજનો એની પાસે ન હોવાની વ્યથા વ્યક્ત થઈ છે. એ જ રીતે મૃત વ્યક્તિ જોઈ શકતી નથી. ૧૯૬રમાં “મહેરામણ’ સંગ્રહને પ્રગટ કરનાર ચંદ્રકાંત ટોપીવાળા ‘વિધુર' કાવ્યમાં પત્ની અવસાન પામતાં પતિની વિષમ મનોદશાનું વર્ણન કરે છે. દ્વારની નાની સરખી ફાટમાંથી અંદર ક્યારનો આવવા મથતો આકાર, પત્નીના આગમનની ભ્રમણા જ છે. જે કરુણને વધુ ઘેરો બનાવે છે. ૧૯૭૭માં ‘રૂપરોમાંચ' લઈને આવતા કવિ શશિશિવમ્ “પિતાને પત્ર” અને “પિતાને ઉત્તર' રચનાઓમાં મૃત વ્યક્તિના ગુણ અને પોતાની અલ્પતાનું વર્ણન કરીને કૃતિને કરુણનો પુટ આપે છે. “એકાન્ત પમરે’માં પ્રિયજનની અનુપસ્થિતિમાં તેને જોયાના વિભ્રમનો ચમત્કાર વર્ણવતાં શશિશિવમ્ લખે છે. પથારીના દીસે સળ સુતનું કાયા હજી સૂતી” * જે કરુણનો વિવર્ત છે. “ઘટ' કાવ્ય દ્વિઅર્થી છે. પિતાએ વારસામાં આપેલો ઘટ હજુ એવો જ કોરો કટ હોવાનું તેઓ કહે છે. અસ્તિત્વના આ ઘટને સ્વેચ્છાએ બદલી શકાતો નથી. છાપરાના ચૂવામાંથી નીતર્યા કરતા અને નળિયામાંથી ટપક્યા કરતાં જલબિંદુઓ ટપકતી આંખે જોતાં કાવ્યનાયક સદ્ગતના સ્મરણે હલી ઊઠે છે. ૧૯૮૫માં કવિયત્રી કમલ વૈદ્ય (સુશીલાબહેન વૈદ્ય) " ઉજ્વલ શર્વરી' નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કરે છે. “બા જતાં'-૧-માં બાના અવસાનના આઘાતની વ્યથા શબ્દબદ્ધ બની છે. “બા એવું તે કેવું સૂઈ ગઈ કે બધા એને લઈ ગયાં બહાર' નાનીદ્ધનના આ પ્રશ્નની માર્મિકતા અસરકારક છે. તો “બા જતાં-ર'માં બા જતાં જીવનમાં વ્યાપેલા કરુણઘેરા અધકારની વાત કરાઈ છે. બા વિદેહ થતાં અન્યથા ગમતાં કલિ, ફૂલ, ફલ, પરિમલ, રસાસ્વાદ બધું જ નિરર્થક લાગે છે. ઘરનો મોભી આંખ મીંચી લે, પછી બધુંજ હંમેશ માટે વિરમી જાય છે. જનારને રોકી શકતું નથી. (‘ઑપરેશન થિયેટર') આંખમાં આંસુ સમસમી રહે છે. જેને વીતી હોય એને જ ખબર પડે કે “અંતિમ વિદાય' શું છે? સ્વસ્થતાનો દેખાવ કરનાર સ્વજનના હૃદયમાં તો અવિરત વહેતો હોય છે કરુણરસનો ઝરો. યોસેફ મેકવાન ૧૯૬૯માં “સ્વગત' કાવ્યસંગ્રહ પ્રકાશિત કરે છે. “જિંદગી' કાવ્ય કવિએ Tchnikovsky ની કૃતિ “પેથેટિક સિમ્ફની' પરથી રચ્યું છે. કાવ્યનાયકને દ્વારે જાણે આભ ઊભું છે. ને તેઓ એ દ્વારની પેલી પાર પહોંચે છે. ઉપર ઝાંખો સૂર્ય હસી લઈ વાદળમાં સંતાય છે ને કિરણોના હાથને પ્રસારે છે. . “હાથમાં મૃત્યુ તો શું મહોર્યું અવકાશ હજી યે મૌન ટઅઅઅપ ટઅપ ટપ....૫” રપ મનોજ ખંડેરિયાનો “અચાનક' કાવ્યસંગ્રહ ૧૯૭૦માં પ્રકટ થાય છે. “ભીંત મૂગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #377
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 9376 રહી'માં કોઈકના મૃત્યુની વાત વેધક રીતે નિરૂપાઈ છે. બારીએ બેસી માથું ઢાળી આખી રાત રડતી રહેલી રાતનું વર્ણન વાતાવરણમાં પ્રસરેલા કરુણની પ્રતીતિ કરાવે છે. ૧૯૭૯માં આ કવિ “અટકળ' લઈને આવે છે. કવિ સદ્ગતનાં સ્મરણને ક્યાંક સમયવીણા પરના નખલી સાથે સરખાવે છે. “કોણ ગયું કાગળના રસ્તે અક્ષર રહી ગઈ પગલી જાણે સૂની સૂની સમય વીણા પર સ્મરણ કરે છે નખલી જાણે” -અ જનાર જાય છે, ચરણની રેણુ રહી જાય છે. જતું કોણ હળવેથી કાગળ ઉપરથી અહીં રહી જતી એના પગની જ રેણુ” રબ મનોજ ખંડેરિયા શ્વાસની સાથેના માનવના સંબંધને મીણ જેવો ગણે છે. “અંત વેળા દોસ્ત, ઓગાળી લીધો' આંગળીમાંથી ચૈતન્યનું હરણ દોડી જતાં હાથ ખાલી વન સમો પડી જાય છે. સ્વજનના ચૈતન્યના દીવડાની શગ ધીમેથી સંકોરાતાં હયાત સ્વજનનાં આંસુના સરવરમાં મૃતિઓ પગ રોજ હળવેથી ઝબોળે છે. પરપોટો ફૂટે તો જળને શું થાય? નથી જાણ થતી કોઈ દિવસ કોઈને. પ્રિયજનના અવસાને સ્વજનને થતી વેદનાની કરુણ પરિતાપભરી સંવેદના અહીં વ્યક્ત થઈ છે. કવિ ફકીર મહમ્મદ મનસુરી ૧૯૬૭માં “ઇજન' લઈને આવે છે. “તમે નેત્રો ખોયાં'માં સીધો મૃત્યુસંદર્ભ નથી. પરંતુ કાવ્યનાયકની માતાએ આંખ ગુમાવ્યાની વેદનાની સાથે પતિ મૃત્યુની વેદના ચૂંટાયેલી છે, જે તેઓ ક્યારેય ભૂલી શકે એમ નથી. પતિ જતાં, એ મારાં નયનરલ મહિનાઓ સુધી સુકાયાં ન હતાં. - કવિ યશવંત ત્રિવેદીના “પરિપ્રશ્ન સંગ્રહમાં (1975) “મૃત્યુનામના કાવ્યમાં વિદ્યાર્થીમિત્રની બાના મૃત્યુની વાત વણી લેતાં આ કવિ બા અને આંસુને પરસ્પરના પર્યાય તરીકે ઓળખાવે છે. એક માત્ર વેદનાના સંબંધને જ કવિ સાચો સંબંધ હોવાનું કહે છે. પરિદેવના'માં બધાંજ કાવ્યો પ્રિયકાન્ત મણિયારના અવસાન નિમિત્તે લખાયાં છે. જેમાં કવિ યશવંત ત્રિવેદીએ મૃત્યુના જુદા જુદા આવિર્ભાવો પકડ્યા છે. વાસ્તુ કરવાના મૂરત કાઢવાની વેળાએ મકાનનું પાકું ધાબું પડી જાય, ને જે આઘાત થાય, એવો આઘાત પ્રિયકાંતના અવસાને યશવંત ત્રિવેદીને થયો હતો. પ્રિયકાંત મણિયારના અવસાનથી હતપ્રભ થયેલાં એમનાં માએ એવું તો છાતી ફાટ રુદન કરેલું કે, ખડકોને ભાંગી નાખતા વિશ્વ શોકાંતિકાઓના સમુદ્રોય એમની બાના હૈયાફાટ રુદનને પ્રકટ ન કરી શકે. સ્તબ્ધતા અને ચિત્તવિક્ષોભને ભાષા હોતી નથી. ૧૯૭૮માં “પરિશેષ લઈને યશવંત ત્રિવેદી આવે છે. “આવજે મુંબઈ આવજે દોસ્તોમાં બહુ સ્મરણના મોટા કળતરની વાત તેઓ કરે છે. શાશ્વતી વેદનાથી પીડાતા કવિ પ્રવીણ દરજી ૧૯૭૩માં “ચીસ” લઈને આવે છે. એકમાં ક્રૌચયુગલને મિષે પારધીએ વાલ્મિકીને જ તીર માર્યાની, ને એ રીતે આદિ કવિનું અકાળે નિધન થયાની વેદનાને વ્યક્ત કરે છે. જેની શાશ્વતી ચીસ પછી અવકાશના ગર્ભમાં વ્યાપી ગઈ હોવાનું તેઓ કહે છે. P.P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #378
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 377 ૧૯૮૭માં ભગવતીકુમાર શર્મા “છન્દો છે પાંદડા જેનાં સંગ્રહ પ્રકટ કરે છે. જેમાં વિષાદની રમ્ય વાચા'નો અનુભવ થાય છે. “ફરીથી' કાવ્યને વિષ્ણુપ્રસાદે અવિસ્મરણીય ગણાવ્યું છે. પિતાની મૃત્યુશધ્યાનું કવિએ કરેલું વર્ણન હૃદયસ્પર્શી છે. મૃત્યુનું ક્યાંય નામ પાડ્યા વિના મૃત્યુની આખા ઘરમાં વ્યાપેલી ઉપસ્થિતિનું કવિએ સરસ વર્ણન કર્યું છે. અર્ધા ખુલ્લા જનકમુખમાં કંપતે હાથ માતા મૂકે લીલું મરણ તુલસીનું ભીડી હોઠ સૂકા” 27 પિતૃકંઠે' પણ સદ્ગત પિતાનાં સ્મરણવલયની કથા છે. પોથીના પાન પરના કંકુવાળા હાથના સ્પર્શ લીલી સ્મૃતિની સૃષ્ટિ ખડી કરે છે. બે શિશુ સોનેટ “નવલજન્સ” અને બાલ્યવય રે ગઈ માતૃવંદનાનાં કાવ્યો છે. શિશુપગલીઓ જીવન જીવવાની પ્રેરણા આપે છે. પણ તરત આ બધામાં, કાલગર્ભે ડૂબેલી, અવસાન પામેલી મા યાદ આવી જાય છે. બીજા સૉનેટમાં પણ આ જ વાત જુદી રીતે કહેવાઈ છે. માતાના અવસાન સાથે શૈશવ લુપ્ત થયાનો અનુભવ થાય છે. કવયિત્રી ઇન્દુમતી મહેતા ૧૯૭૬માં “સંજીવની' કાવ્યસંગ્રહ પ્રકાશિત કરે છે. જેમાં મહદ્અંશે સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પતાં કાવ્યોનો સમાવેશ છે. ભાઈના મૃત્યુ પ્રસંગે “વીરને સ્મરણાંજલિ” ડોલનશૈલીમાં લખાયેલું કાવ્ય છે. “સુમધુર પુષ્પનાં જીવન અતિ આછેરાં છે.' કહી તેઓ ટૂંકા આયુષ્યની વેદનાને શબ્દબદ્ધ કરે છે. અહીં કવિત્વ સામાન્ય છે, લાગણીનો ઉદ્રક વધુ. ૧૯૭૮માં અવસાન પામેલા કવિ શિવ પંડ્યાનો “કાવ્યો' નામનો મરણોત્તર સંગ્રહ ૧૯૮૯માં પ્રગટ થાય છે. જેનું વર્ચસ્વ લૂંટાઈ ગયું છે એવી વિધવાની કરુણ સ્થિતિનું વર્ણન કવિ એકસો અગિયારમાં કાવ્યમાં કરે છે. લગ્ન વખતે ઉંબરમાં કંકુની પાડેલી પગલીનો રંગ રાખમાં કોણે પલટાવી નાખ્યો? એવો પ્રશ્ન કવિ અહીં પૂછે છે. રક્ષા દવે ૧૯૭૯માં “સૂરજમુખી' નામનો સંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુને કરુણ ઘટના તરીકે નિરૂપતાં કવયિત્રી “અંતિમ વિદાય આપવાની ઘટનાને ઘણી વસમી કહે છે. " “આવજો'નું હોઠો પર આવવું તો અમને પુષ્પોથી પાંખ તોડ્યાની જેવું” 28 “સૂરજમુખી' સંગ્રહ પ્રેસમાં હતો એ વખતે જ કવયિત્રીના નાનાજીનું અવસાન થાય છે. એમને ઉદ્દેશી લખાયેલું કાવ્ય કેવળ લાગણીના ઉદ્રકરૂપે જ અહીં પ્રકટ્યું છે. વળગણી પર નાનાજીનાં વસ્ત્રો હવે સૂકાતાં નથી, એ વેદના સહજ રીતે પ્રકટ કરતાં તેઓ કહે છે. “ઉફ ! વળગણી પર ઝૂલે વસ્ત્રો એમાં આજ બે ઓછાં” 29 આવડો મોટો ઘરનો મોભ ઘડીમાં ઉંબર બહાર થઈ ગયાની વેદના કવયિત્રીએ અહીં વ્યક્ત કરી છે. શત કલબલ વચ્ચેય હંમેશ માટે ચૂપ થઈ ગયેલા એક અવાજની પ્યાસ કવયિત્રીને છે. “મોસાળે ખત લખવા ટાણે પૂજ્ય' લખીને અટકું વાંચણહાર વહ્યા ગયા હવે નામ લખી શું કરવું?” 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #379
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 378 ૧૯૮૧માં રક્ષા દવે નિશિગંધા’ લઈને આવે છે. અહીં મુખ્યત્વે મીરાં વિષયક કાવ્યો છે. જો કે નાનાજીને અંજલિ આપતું કાવ્ય અહીં પણ છે. “ભીડ' કાવ્યમાં નાનાજીનાં ભીનાં સ્મરણો આલેખાયાં છે. કવયિત્રી કહે છે. “જગ છે, રવ છે, પણ અહીં નિતનો ચૂપ એક હોંકારો” 1 કવયિત્રી કહે છે “જીવન કોટેજ (ધરનું નામ)માં હવે જીવન નથી રહ્યું. નાનાજી જતાં સૌ પોતાને “મોભ વિનાની ભીંતો' જેવા અનુભવે છે. “બસ' કાવ્ય પણ નાનાજીને અંજલિ આપતું કાવ્ય છે. જેમાં અંગત ઊર્મિઓ વિશેષ છે. કાવ્યત્વ નહિવત . ૧૯૮૬માં પ્રકટ થયેલા રક્ષા દવેના “અજવાસ' સંગ્રહમાં સ્વજનો, પરિચિતોના અવસાન નિમિત્તે રચાયેલાં કાવ્યો અતિસામાન્ય કક્ષાનાં છે. - કવિ સતીશ ડણાક ૧૯૮૧માં “એકાત્તવાસ' સંગ્રહ પ્રકાશિત કરે છે. ૧૯૭પમાં એમનાં પત્ની સરોજનું અવસાન થતાં Bienek નું વિધાન There is only one alphabet left pain.' એમને સારું લાગે છે. મૃગજળની જેમ રણ બનેલા જીવનની રેતમાં જાણે તેઓ દોડ્યા કરે છે. પ્રિય સ્વજનનું અવસાન થતાં “થીયાં હતાં જે રાતભર ઝાકળનહીં.. અશ્રુબિંદુ આંખથી ખરતાં રહ્યાં... 32 સ્વજનના અવસાને આયખું શૂન્યવત બને છે. ચારે બાજુ જીવનના પીળા પાક પર નજર ઠેરવતાં વિનાશનાં તીડ ઊડતાં દેખાય છે. “ચાદર લપેટી આભ સૂતું મૌનની બે કાફલા મોઘમ મહીં હસતા રહ્યા” 33 સ્વજનમૃત્યુને કારણે વિષાદમગ્ન બનેલા જીવનને કવિ લોહીથી ભીની થયેલી નદી સાથે સરખાવે છે. પત્નીના અવસાન સમયે પહાડ થીજી ગયેલો અનુભવાય છે. નિર્જનતાના ટાપુઓ પર આંસુનાં વૃક્ષો ઊગી જાય એ પહેલાં એમને સદા માટે ચાલી નીકળવું છે. પત્નીના અવસાન સાથે દાંપત્યજીવનનો અંત આવે છે. કવિ કહે છે. ચોત્રીસ ચોત્રીસ વર્ષથી સળગી રહેલો સૂરજ ખુલ્લી આંખો રાખી ઠરી ગયો છે....” 34 ને છતાં સ્મરણો તો હજુ એવા ને એવાં જ છે. સફરજનના ફૂલ જેવો સદ્ગત પત્નીનો શ્વાસ હજીયે કાવ્યનાયકના એકાંતવાસમાં ખીલ્યા કરે છે. અજિત ઠાકોર “અલુક' નામનો કાવ્યસંગ્રહ ૧૯૮૧માં પ્રકાશિત કરે છે. “મૃત્યુ૧'માં સ્વજનમૃત્યુને કારણે સીમ પણ જાણે બારણા આડે ઊભી રહી ભાંભરતી, ને વિલપતી હોવાનું કવિ વર્ણવે છે. જનમ કુંડારિયા ૧૯૮૧માં “કલરવનાં પગલાં' લઈને આવે છે. “વિધવાના પ્રશ્નાર્થનું ગીત'માં સીધો મૃત્યુ સંદર્ભ નથી, પતિ મૃત્યુ પામતાં પત્નીની સ્થિતિમાંથી ઊભા થતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #380
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 379 પ્રશ્નોની વેદનાસભર અભિવ્યક્તિ છે. રાતોમાં દીવડાને ઠાર્યા પછી કોણ શ્વાસ સુધી આમ આવી અટક્યા કરે ?" 35 અધવચ્ચે સથવારા છૂટ્યા પછી ગમતીલું ગીત શી રીતે ગવાય? મોર ઊડી જાય, ને છતાં તોરણ ટળવળે (“જેવું હોય છે') કહી જમન કુંડારિયા કોઈક આંસુભીના તોરણની આંસુભીની વેદના ઠાલવે છે. “યાદમાં પ્રેમ, મૃત્યુ, કરુણનું સંયોજન છે. નાયિકા ભરમધરાતે સ્વજનનું સ્મરણ કરે છે. ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું યાદ આવે છે. (સૌભાગ્ય વિલાયાની યાદ)ને પ્રિયજનના વિરહ અસ્તિત્વ મીણની જેમ ઓગળે છે. ૧૯૮૧માં મનોહર ત્રિવેદી “ફરી નૌકા લઈને આવે છે. “મૂકી ચાલ્યા'માં યાદના કલરવને મૂકીને સંસાર વચ્ચેથી ચાલ્યા ગયેલા સ્વજનની યાદમાં ગોધૂલિવેળાનો અવસર ત્વચામાં થરકતો અનુભવાય છે. ઝળહળતાં આંસુમાં દીવાની શગ પ્રતિબિંબાય છે. ઉદાસ માણો ઘડીભર અહીં જાણે ઉત્સવ બની જાય છે. કવિ યોગેશ્વરજીએ તેમનાં માતાજી જયોતિર્મયીનો સ્વર્ગવાસ થતાં “તર્પણ” નામનો કર!પ્રશસ્તિ સંગ્રહ આપ્યો છે. સ્મશાનગૃહે બાને અગ્નિદાહ આપી પાછા ફરતાં બાને નહિ, પણ પોતે પોતાની જાતને વળાવી પાછા આવ્યાની અનુભૂતિ થઈ હતી. આ કવિ અધ્યાત્મપુરુષ હોવાથી, એમને સ્વજન મૃત્યુની વેદના પરિતાપનો અનુભવ નથી કરાવતી, ને છતાં બે નયનો મીંચતી વેળાનો માનો એ કરુણાસભર ચહેરો તેઓ હજુ ભૂલ્યા નથી. મૃત્યુને દિવ્યમંગલ અવસર કહીએ છીએ ખરા, ને છતાં સ્વજનમૃત્યુ આપણને હલબલાવી નાખે છે. યોગેશ્વરજીને માના મૃત્યુથી વ્યથા તો જરૂર થઈ છે. મરનાર સાથેના સઘળા સંપર્ક છૂટી જતાં સ્મૃતિઓ પ્રબળતમ બની કવિના અંતરતમને સંવેદને છલકાવે છે. “શરીરમૃત, એ સ્મશાનયાત્રા ચિતા સળગતી જ્વાળા ભસ્મીભૂત સઘળું, તીર્થોનું અંતિમ અસ્થિવિસર્જન” 30 માની સળગતી ચિતા નજરસમક્ષ જીવત બની હૃદયને વ્યથિત કરે છે. - ૧૯૮૨માં “ભમ્મરિયું મધ સંગ્રહ લઈને કવિ જિતેન્દ્ર વ્યાસ આવે છે. “ખાલીપો ધૂમરાય” પ્રતીકાત્મક કાવ્ય છે. સ્વજનના મૃત્યુ સમયની સ્થિતિનો અહીં કવિએ ચિતાર આપ્યો છે. પૈ સિંચાયા લઈ મુજ મતા વૈલડું હાલ્ય” 37 હૃદયસંપત્તિ લઈ ચાલી નીકળેલું વેલડું, નિકટના સ્વજનમૃત્યુનું પ્રતીક છે. સ્વજનો પાદર વળાવી પાછાં ઘેર આવે છે, સ્વજનના મૃત્યુ સાથે સંબંધની ગાંઠ જાણે એક જ ઝાટકે છૂટી જાય છે. જયેન્દ્ર શેખડીવાળા ૧૯૮૨માં “કલ્કિ' લઈને આવે છે. “ઝૂરણ મરસિયું” કાવ્યમાં સ્વજનના મૃત્યુ નિમિત્તે અનુભવાયેલી સંવેદનાને વાચા અપાઈ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #381
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 380 “વાયસ ઊડ્યા રે - કંઠેથી લઈને વાયકા રે” 38 (વાયસ-જીવનું પ્રતીક ?) ડૂળ્યા હાડમાંસનાં વહાણ કે જાગો વણઝારા રે મરસિયા પ્રકારનું ગીત છે. વણઝારાની આંખ ઊઘડતી નથી. પાંખ ફફડતી નથી. “વણઝારા નિંદરિયા રે' સ્વજન મૃત્યુને કારણે ચારેબાજુ ચોધાર આંખનું અંધારું ઘૂઘવે છે. કાવ્યનાયકના અસ્તિત્વમાંથી પંચમહાભૂત નામની નગરી અળગી થઈ જાય છે. ને એ સાથે પેલા પડછાયાનું સગપણ પણ અળગું થઈ જાય છે. “ગર્ભસ્થ' કાવ્યમાં આકસ્મિક મૃત્યુનો સંકેત છે. અંધારાજળ વચ્ચે તબડક દોડતા ઘોડા મૃત્યુના આગમનનું સૂચક છે. મરણ અને જન્મની ઘટનાઓના તંતુ સતત લંબાતા રહે છે, ને શ્વાસના અંતિમ છેડા સુધી માનવજાતને એ પીડા આપે છે. મોટેરાઓની હયાતીમાં નાનાં બાળ મરે ત્યારે વેદનાની પરાકોટિ સર્જાય છે. વીરુ પુરોહિત ૧૯૮૩માં ‘વાંસ થકી વહાવેલી' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “શિશુમૃત્યુ કાવ્યમાં બાળકના મૃત્યુ સમયની માબાપની સંવેદના રજૂ થઈ છે. પિતાનો હાથ મૃત શિશુના ઝબલાને એના ડિલથી ઉતારતાં ખૂબ ઘૂજ્યો હતો. ભૂતકાળમાં “શિશુના મોંમાં પંડો મૂકી હબુક કોળિયો' કહેતો હાથ, મૃત્યુ પામેલા બાળકની છાતી પર પ્રૂજતે હાથે પેંડો મૂકે છે. કરુણની પરિસીમા ત્યાં આવે છે, શિશુની મા કહે છે “રન્નાદેના રથ ફરી રોકી રોકીને કેટલાંક વરદાન માંગવાં' ? રન્નાદેના વરદાનસમાં બાળકોને મૃત્યુદેવ ટપ લઈ લે રામપ્રસાદ દવે ૧૯૮૩માં તન્મય' પ્રકાશિત કરે છે. મિત્રો સ્વ. જનાર્દન વૈદ્ય અને સ્વ. બહાદુરશાહ પંડિતની સ્મૃતિને આ સંગ્રહ કવિએ અર્પણ કર્યો છે. સદ્ગત મિત્રોના શ્વાસ સાથે પોતાના શ્વાસ એક ખરલમાં ચૂંટાયા હોવાનું તેઓ કહે છે. મિત્રોનાં અવસાનનો એવો તો આઘાત લાગ્યો છે કે તેઓ મિત્રોને અલવિદા ન દઈ શક્યા. ૧૯૮૮માં મણિલાલ હ. પટેલ “સાતમી ઋતુ' સંગ્રહ પ્રકાશિત કરે છે. સ્વજનનું મૃત્યુ થતાં ક્યાંક ચૂડી ફૂટે છે, ચાંલ્લો ભૂંસાય છે. આંખોના કૂવા ઉલેચાય છે. અશ્રુધાર વહે છે. બધું સૂનમૂન ને સ્તબ્ધ બને છે. ચારે તરફ ઝંઝાવાત પછીની શાંતિ છે. કવિ કહે છે “ખારું ખારું કાળું ઘાસ ચરતા પાડાને ધરવ નથી. | વિનોદ જોશી ૧૯૮૪માં “પરંતુ' લઈને આવે છે. જીવનને કાંઠે એકલી ઝૂરતી કાવ્યનાયિકાની વ્યથા “હો પિયુજી'માં વ્યક્ત થઈ છે. જીવનના બટકણિયા જળની વચ્ચે, સુખનાં ગુલાબ તથા ગલગોટા વીણવા મથતી અણસમજુ નાયિકાને હાથમાં તો આવે છે. અવાવરુ પરપોટા જ. પતિ જતાં કંકણ, તથા સોગઠાબાજીનાં સોગટાં સૂનાં થયાં છે. નજરના કૃપામાં ઝળઝળિયાં ભર્યા છે. “જત લખવાનું આટલું યાને વિમલીનો પત્ર'માં પ્રિયતમાના પત્રનો નિર્દેશ કરી દેદાના મરસિયાનો સંદર્ભ ગૂંથી કવિ કરુણને ઘેરો બનાવે છે. પ્રિયજન જતાં જાણે આંસુમાં નાહી નેણને નેવે જળની સોસો દાંડલી તરફડતી હોવાનું કાવ્યનાયિકા કહે છે. “કકડભૂસ આકાશ કાગળ ઉપર ખાબક” સ્વજન જતાં હયાત સ્વજનના તૂટી પડતા જીવન આકાશનું આ વર્ણન છે. દક્ષા દેસાઈ ૧૯૮૪માં “શબ્દાંચલ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “ગામને મોભારેમાં કરૂણની છાયા વ્યક્ત થઈ છે. કોઈકનું સૌભાગ્યકંકણ નંદવાય છે. એ દુઃખમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #382
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં યુનું નિરૂપણ 381 શાતા આપનાર ભાઈને વિનંતિ કરાય છે. કંકણ નહિ, દુઃખને વીણવાનાં છે. કવયિત્રી કહે છે. “દેહના ઘૂમટે લાજ મૂકી લ્યો ઢાંકજો વીરા નાની વહુના કંકણ ફૂટ્યા રે વણજો વીરા સૂકે પાંદડ... લીલું બળે રે ઠારજો વીરા....” 39 ૧૯૯૦માં દક્ષા દેસાઈ નિર્જળા નદી' લઈને આવે છે. “તારા પછી'માં પ્રિયજનના સ્મરણની વાત કવયિત્રી કરે છે. ઘેઘુર સ્વજનની સ્મરણ પાંદડીથી જણે એ રમે છે. સડક પર જેમણે ચાલતાં શીખવેલું એ માને “ટ્રસ ટેસ્ટમાં યાદ કરાયાં છે. હવે મા નથી'ની વેદના આ રીતે વ્યક્ત થઈ છે. “મા તું સદા ધબકતો શ્વાસ - ખડી પડેલી ભીંતડીઓમાં પડઘાતો કોમળ શ્વાસ માણું માથે ફરતો હાથ હીંચકાનો કચૂડાટ સાંભળું ગીતવછોઈ વાણી કૂવે ખૂટ્યાં પાણી રે ! તું ક્યાં છો મારી માડી ! " 40 કવિ ઇન્દુકુમાર વ્યાસ ૧૯૮૫માં “સંનિવાસ' લઈને આવે છે. “સગત માતાની સ્મૃતિમાં માને અંજલિ અપાઈ છે. વાત્સલ્યથી ભર્યોભર્યો રેશમી અવાજ અવકાશમાં વ્યાપી ગયાનું દુઃખ વ્યક્ત થયું છે. કપૂરક્ષેત, આજારવૃદ્ધ દેહ પાવક અગ્નિમાં મળી ગયાની વાત તેઓ વ્યથિત હૈયે કરે છે. રહી શેષ માત્ર સંસ્કૃતિ. તો પત્નીના મૃત્યુ પ્રસંગે ને કવિ ઇન્દુકુમાર કારમી રીતિ કહે છે. અંતરના ઊંડાણમાંથી ઝરણાં સમાં સ્મરણો ફૂટે છે. - પ્રીતિ સેનગુપ્તાનો કાવ્યસંગ્રહ “ખંડિત આકાશ” ૧૯૮૫માં પ્રગટ થાય છે. ‘કાન્તાગૌરી’ કવયિત્રીની માતાના નિધન પછી રચાયેલી સ્મૃતિનું અનેરું સંવેદનકાવ્ય છે. માને ભેટ આપેલી પેનથી ડાયરીમાં પોતાનું નામ લખનાર માના ‘કાન્તાગૌરી' અક્ષરો આંખ સામે તરે છે. ને કવયિત્રીનાં આંસુમાં થીજી જઈ એ અક્ષરો અમૂલ્ય બની જાય છે. પછી વેદનાના ભારથી કચડાઈ કેલિડોસ્કોપની જેમ કણી કણી થઈ વેરાઈ જાય છે. અસ્વાભાવિક' કાવ્યમાં માના મૃત્યુ પછીની પોતાની ભીતરી સંવેદનાનું વર્ણન કવયિત્રીએ કર્યું છે. માને ગુમાવ્યાની વાત તેઓ કરે છે, ત્યારે તો તેઓ સ્વાભાવિક હોય છે. પણ મનના એકાંતમાં ઝાટકો વાગે છે, હૃદયનું રક્ત આંખ સુધી છલકાઈ આવે છે. ૧૯૮૭માં “સૂરજના શહેરમાં' સંગ્રહ પ્રકાશિત કરનાર કવિ નિરંજન ભટ્ટને સ્વજનનું મૃત્યુ સ્વમૃત્યુનો જાણે જીવતાં જીવત અનુભવ કરાવે છે. હાલીપુત્રી ઉષાના મૃત્યુસંદર્ભે હૃદયનો વલોપાત તેઓ અહીં ઠાલવે છે. સરસ મઝાનું ફૂલ કાંઈ જિંદગીભર સાથ નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #383
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 382 આપતું. સ્વજનનું મૃત્યુ થતાં “ઘર” પછી “ઘર' નથી રહેતું. જિગરનો ટુકડો ચિરાઈ જતાં હૈયું ખંડેરસમું બને છે. ને હૈયાનું મૌન પણ રડી ઊઠે છે. અમને આપોને'માં પણ દીકરીના મૃત્યુને કારણે વેરાન બનેલા આયખાની વેદના શબ્દબદ્ધ બની છે. પાન ડાળથી અલગ થઈ ગયાની વેદના અકથ્ય હોવાનું કવિ કહે છે. “આંખોને અણસારે' કાવ્ય પણ સદ્ગત પુત્રીનાં સ્મરણોને ઉભરાવે છે. સદૂગત પુત્રી રુસણાનું ગીત લઈને સોફામાં આવે છે. તો “સૂરજ ડૂળ્યો ને' દીકરીના અવસાને પોતાના જીવનના સુખનો સૂરજ ડૂબ્યાની પ્રતીતિ કરાવે છે. કવિ કહે છે. “આંખોનું બંધ થાવું કેમ રે ભૂલાય? 41 સ્વજન અધખુલ્લા બારણામાંથી હાલી નીકળ્યા છે, તે લોકો ટોળે વળ્યા છે. ઊગતા પગલાને વાંકી નજરે - જુએ છે ત્યાં શ્વાસોનું રણ રહ્યું થાકી” 42 સ્વજન-મૃત્યુએ જીવનને રણ સમું બનાવી દીધું છે. ચૈતન્યબહેન, જ. દિવેટિયા ૧૯૮૭માં “પુષ્પાંજલિ' કાવ્યસંગ્રહ પ્રકટ કરે છે. પિતાની પ્રથમ પુણ્યતિથિએ રચેલી આ રચનાઓ છે. પિતાજી જતાં પોતાની જીવનનાવ અટવાતી. અનુભવાય, પણ ઈશ્વરમાં શ્રદ્ધા હોવાથી તેઓ સ્વસ્થતા મેળવી શકે છે. આ કવયિત્રીએ થોડાંક હાઈકુ પણ લખ્યાં છે. “પ્રાણ ઊડી ગયું સુગંધ અવશેષમાં” 43 માં મૃત્યુ પામનારની સ્મરણ સુગંધની શાશ્વતતાની વાત કવયિત્રીએ કરી છે. ૧૯૮૮માં ઉપેન્દ્ર પંડ્યા “ઝરમર' કાવ્યસંગ્રહ લઈને આવે છે. “એ” કાવ્યમાં પત્નીના અવસાને મૂળમાંથી ઉખડી હચમચી જનારા કાવ્યનાયકની વેદનાને કવિ વાચા આપે છે. પત્નીના અવસાન બાદ જિંદગી અનિમેષ, સ્તબ્ધ, ભૂતાવળ સમી, બિહામણી, પ્રલંબ ને કારમી બની ગઈ છે. પત્નીના અવસાને હવે તો માત્ર મૃત્યુ જ જીવતું રહ્યાંની અનુભૂતિ થાય છે. તો “ગઈ તું'માં સદૂગત બહેનને યાદ કરાઈ છે. “ગુલાબ ખરી ગયું, ને કંટકો રહી ગયાં'ની અનુભૂતિ તેઓ કરે છે. - ભીખુ કપોડિયા “અને ભૌમિતિકા' નામનો સંગ્રહ ૧૯૮૮માં પ્રકટ કરે છે. તમે ગયાં નેમાં પ્રિયા જતાં સર્વત્ર પ્રસરેલા સૂનકારની વાત કરાઈ છે. આંગણિયે લીંપણમાં પડેલી હથેળીઓની ભાત હવે કલબલતી નથી. ઓકળીઓની થીજી ગયેલી પાંખ જોઈ આભ જેવડો નિસાસો કાવ્યનાયક નાખે છે. એ ૧૯૮૯માં દેવકુમાર પિનાકિન ત્રિવેદી “ઓવારણા લઈને આવે છે. “તિયાનાન્મન ચોક' ચીનની રાજધાનીનો જાહેર ચોક છે. જ્યાં સ્વાતંત્ર્યને લોકશાહી માટે શાંતિપૂર્વક પ્રદર્શન કરતા હજારો વિદ્યાર્થીઓ ઉપર સરકારે ગોળીબાર કર્યા, ને ટેંક ચલાવી તલ કરી. એ ઘટનાને કેન્દ્રમાં રાખી ચોકમાંની સ્મશાનવત શાંતિનો કરુણ સંદર્ભ કવિ આપે છે. કવિ કહે છે તિયાના”ન ચોકમાં હવે ઈન્ટરનેશનલ પીસ જ પીસ છે. લશ્કરે એક ઝાટકે નીચે Jun Gun Aaradhak Trust P.P, AC. Gunratnasuri M.S. "
Page #384
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 383 ખેંચી આકાશ ને ઠીંગણું કર્યું. સામ્યવાદમાં સૌ સરખા. સૌએ સાષ્ટાંગ દંડવત્ કર્યા, અર્થાત હંમેશ માટે સૌ સૂતા. ચિત્રકાર કવિ રાજુ પારેખ ૧૯૮૯માં “કદાચ કવિતા' પ્રગટ કરે છે. કાળા કવિ બેન્જામીન મોલાઈસને ફાંસી અપાઈ. આયરલેન્ડ, બેલફાસ્ટ, પ્રિટોરિયા, રહોડેશિયા એથી ત્રસ્ત થયાં. કવિ અહીં કરુણ કટાક્ષ કરે છે. દમામદાર બે મિનિટ શોક, મૌન ઊજવશે. (મૌન પાળશે, એમ નહિ, મૌન ઊજવશે') મૃત્યુ “જોણું' બની જાય છે. બીજે દિવસે, શોકસભા પછી તરત જ પાછી, એજ કાળા ધોળાની શાશ્વત સૂગ. અધતન યુગ - મૃત્યુ સ્વરૂપ, મૃત્યુ ચિંતન, મૃત્યુની વાસ્તવિકતા તથા ભયાનકતા સુરેશ જોષી સં. ૨૦૧૭માં ‘પ્રત્યંચા' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “લહરી' કાવ્યમાં કવિ મૃત્યુના ઇંડાને ફોડી બહાર નીકળતા જીવનશાવકના પ્રથમ ઉચ્છવાસના સંકેતસમી સવાર ઊગ્યાની વાત કરે છે. જેમાં મૃત્યુ પર જીવનબળનો વિજય સૂચવાયો છે. “સૂર્ય અને ચંદ્ર'માં જૂઈની કળીને ખભે માથું ટેકવી ઢળી પડતા શિશુ શા સૂર્યની વાત કરતાં “મૃત્યુનો ખોળો, જાણે જૂઈની કળીનો ખભો’ કહી પ્રતીકાત્મક રીતે મૃત્યુની નજાકતને સૂચવે છે. તેરમા કાવ્યમાં સુરેશ જોષી લોહીમાં ભળી ગયેલા મૃત્યુના અનુભવની વાત કરે છે. ચૌદમા કાવ્યમાં મૃત્યુનાં જુદાં જુદાં રૂપની તેઓ વાત કરે છે. ચંદ્રનું ખડી રંગનું પ્રેત, એટલે જ ચોરપગલે પ્રવેશતું મૃત્યુ. જેને પડકારી કંકયુદ્ધ નાયક કરે છે. અઢારમા કાવ્યમાં મહેલને મિનારે લાલ ચાંચવાળા કાળા મોટામસ પંખીની વાત મૃત્યુનું પ્રતીક છે. એની આંખો જાણે અગ્નિની આંચ. કાવ્યનાયક મૃણાલને સંબોધી કહે છે. “લાળઝરતે મોઢે ઘરડું મરણ ભટકે છે બારણે બારણે પૂછે છે મારું નામ” જ મૃત્યુનો ભય એટલો છે કે, મૃત્યુ એને ઓળખી ન શકે એટલા માટે કાવ્યનાયક શહેરના ટોળામાં પોતાનો ચહેરો વારંવાર ભૂસતો ફરે છે. સંતાડતો ફરે છે. મૃત્યુની વિભાવના હવે બદલાઈ છે. હોવું ન હોવું ની દ્વિધામાં ગુંચવાતો માનવ એના પડછાયામાં મરણના ઓળાને માપ લેતો જુએ છે. કાવ્યનાયક કહે છે. “મરણ એટલે મોક્ષ એ વાતમાં મને વિશ્વાસ નથી મરણ પછી પણ સમય તો વળગેલો જ રહે છે. 2. એ મેં મરેલાઓની આંખોમાં જોયું છે પછી ગણિત બદલાય છે એટલું જ” 42 કવયિત્રી સુશીલા ઝવેરી ૧૯૮૫માં પતિના અવસાન (1979) નિમિત્તે લખાયેલું પુસ્તક ક્ષણોનું આલ્બમ’ પ્રગટ કરે છે. જેમાં જિંદગીના સવાલના જવાબ તરીકે “મૃત્યુ'ને એમણે P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #385
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 384 ઓળખાવ્યું છે. મૃત્યુ દસ ડગલાં દૂર, રોજ ટુકડો ખાવા ટેવાયેલા શ્વાનની જેમ બારણા પાછળ બેઠું તરાપ મારશે, એવી ભીતિ સતત રહે છે. મૃત્યુના માનવ પરના વર્ચસ્વની વાત કરતાં કવયિત્રી, યમને કદાચ કોઈ નિયમો જ નથી. (‘યમને', એમ કહે છે. કવયિત્રી ચન્દ્ર જાડેજા મૃત્યુને “અણઘડ' કહે છે. ને તેથી જ એની નિંદા પણ શું કરવી? માતૃવાત્સલ્ય શું કહેવાય, એની અણઘડ મૃત્યુને શી ખબર હોય ? અરધું મુખ છુપાવી ઊભેલા મૃત્યુનું કવયિત્રીને ન તો કશું કામ હતું, ન પરવા. એકીટશે એમના બારણા સામે જોઈ રહેલા મૃત્યુનેય કદાચ પોતાની ભૂલનો પસ્તાવો થયો હશે. ને તેથીજ એનું મુખ મુરઝાયેલું દેખાય છે. (“આંસુઓમાં તરવું છે') તો ક્યાંક આવા ગરીબડા મૃત્યુને “મગરૂર' કહીને પણ તેઓ નવાજે છે. ક્યાંક વળી તેઓ મૃત્યુને “અનુદાર' પણ કહે છે. (“રાજહંસી') જિંદગી મોતની મજાકથી ભરેલી હોવા છતાં મકરંદ દવેને એ ગમે છે. કારણ મોત એમને મન “મીઠી મુસ્કાન” છે. મૃત્યુ પથારીને તેઓ “અમિયલ સેણ' કહે છે. જ્ઞાનની જાગૃતિ મોતને પણ મિટાવી શકે એવી એમની શ્રદ્ધા છે. (‘અમલ પિયાસી) “અમૃત ભીનાં સ્વજનોમાં સ્વજન મૃત્યુની વાત એ રીતે કહેવાઈ છે. જાણે એ પ્રસંગ અત્યારે જ બન્યો હોય. મરનારનો શ્વાસ ધીરે ધીરે ઠંડો પડી શમી જાય છે. હેતાળ હૃદયના ધબકાર શમી જઈ ક્યારે ઠંડો પડી જાય છે, એની ખબર પણ પડતી નથી. કવિ મકરંદ દવેને મન મૃત્યુ' કાળરૂપી પરમસિંધુની અંતિમ ભેટ છે. (‘સદ્ગત મિત્રોને') “મૃત્યુ એટલે મહામિલન’ તો બીજી બાજુ “મરણની કાળી પળો'ના વાસ્તવનેય તેઓ નથી ભૂલતા. “મિલાપ બસ અંતનો? અકળ શાંતિ શું અસ્તની સદા જીવનને ગળે, મરણની શું કાળી પળો ?" * જગદીશ જોશીએ હોસ્પિટલના વાતાવરણમાં જોયેલું મૃત્યુ આ રીતે સાકાર થયું છે. “પણ મૃત્યુના માંજાર - પગલા જેવાં જ રબરસોલ પહેરેલી, ધોળી દીવાદાંડીઓ એક ઝબકારે દોડાદોડ કરી મૂકે છે. અને મૃત્યુ કોઈક ઝીણી તિરાડોમાંથી ભાગી જાય છે ક્યારેક ખાલી હાથે તો ક્યારેક દાઢમાં કશુંક સંતાડીને 47 સુરેશ દલાલ કહે છે “મૃત્યુની વચ્ચોવચ્ચ જીવનનો મહિમા પ્રગટ કરતાં દશ્યો એની નજરમાંથી છટક્યાં નથી.”... પ્રિયજન કાવ્યનાયકને “આવજો' તો કહે છે, પણ આંખમાંથી આંસુ ટપક્યા વિના નથી રહેતાં. “આ ભવ કદી બે પાંપણો સાથે નહીં મળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #386
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 385 ઓચિંતી, ઊંઘમાં જ ઠરી જાય જિંદગી” 49 જગદીશ જોશી કહે છે “હું જોઉં છું મારી ઉત્તરક્રિયા' પોતાના જ મૃત્યુ વિશે સાક્ષીભાવે વિચારવું, કે કલ્પવું એ હિંમત માગી લે તેવો છતાં રમ્ય અનુભવ છે. મરનાર જીવ જાણે તળિયે નાવ ડૂબે એમ પોતાની શયામાં પોતાને શમતો અનુભવે છે. સ્મશાનમાં પ્રવેશતાં જ મંદિર આવશે, પણ મરનારને એ મંદિર દેખાશે નહિ, એનાથી હાથ પણ જોડાશે નહિ. સ્મશાનની બહાર વહી જતાં વાહનોની ભીડને કાયમ માટે ક્રોસ કરીને મરનાર તો નીકળી જાય છે ક્યાંક દૂર દૂર. ૧૯૭૯માં જગદીશ જોશીનો મરણોત્તર સંગ્રહ “મોન્ટા કૉલાજ' પ્રગટ થાય છે. ‘ક્ષણોના લાક્ષાગૃહમાં મૃત્યુના વર્ચસ્વનું એક વિરલ કાવ્ય છે. સૌનો કાન આમળતા મૃત્યુના શાસનનું કવિ જોરદાર વર્ણન અહીં કરે છે. “પંદરસો વર્ષ પહેલાંના પેલા પેલા લેટિન કવિની જેમ આજે પણ મૃત્યુ કાન આમળે છે ને કહે છે “જીવ્યે રાખ બેટા તો તે હું આવું ત્યાં સુધી....” 50 મૃત્યુ આવશે ત્યારે જીવન નહિ હોય, સ્વજનના મૃત્યુ બાદ થતા શિષ્ટાચારો માટે કવિ કરણ આક્રોશ વ્યક્ત કરે છે. ચિંતાનો ચહેરો ઓઢીને કે ક્યારેક ઉડાઉ વાચામાં એને છેહ-વટો દેતા સ્વજનોને જગદીશ જોશી ઉઘાડા પાડે છે. આ લાભશંકર ઠાકર ૧૯૬૫માં ‘વહી જતી પાછળ રમ્યઘોષા' લઈને આવે છે. “તડકો’ કાવ્યને સિતાંશુ મહેતા નવજાતની ભાષામાં આસન્ન મૃત્યુની અર્થલુપ્ત તેથી અન્યાર્થ સભર કથા તરીકે ઓળખાવે છે. સંયોગના નવા જ વિકાસ પછી અંતે “તડકો જાય મરીમાં મરણના સત્યને કવિ પ્રગટ કરે છે. લાભશંકરને મન મરી ગયેલું શરીર ઉચ્છલ સુગંધથી સભર છે. તેથીજ તેઓ “મારે નામને દરવાજે'ને મરી ગયેલાં શરીરોની ઉચ્છલ સુગંધના સંગ્રહ તરીકે ઓળખાવે છે. આત્માની અમરતામાં ન માનવા છતાં જાયે અજાણ્યે આત્માના અમરત્વની વાત તેઓ કરી નાખે છે. માણસની વાતમાં કેટલાંક ઇમેજ, ભાવ પ્રતીકો - શૈશવ તથા મૃત્યુનાં આકર્ષક છે. - જેમ કે, “તેમ છતાં છેદો, તપાવો, ઘસો કે ટીપો પણ નદીઓ પોતાનાં જળ પીવા જતી નથી છે અને વડવાનલ હમેશાં સમુદ્રને બાળે છે” 51 માણસની મુક્તિઝંખનાને કવિ આ રીતે વ્યક્ત કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #387
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 386 “મારે મુક્તિ જોઈએ છે. એ જ મારી મોટામાં મોટી - આકાંક્ષા છે” પર ૧૯૬૮માં “બૂમ કાગળમાં કોરા'ની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. આત્માની અમરતામાં ન માનતા કવિ લાભશંકર મોતને જૂઠું ગણે છે, ને મોતનો ઇન્કાર પણ કરે છે. જો કે મૃત્યુનો ભય તો તેઓ અનુભવે છે. આ તો મનમાં આવ્યો એક અપંગ વિચાર કરી મૃત્યુનો ને ધ્રૂજી ઊઠયો રે થરથર સૂકા ઘાસ સમા....” 53 એકાદ કચડાયેલી કીડી, કે એકાદ મૂછાળા માનવનું મૃત્યુ કાવ્યનાયકને પોતાના મૃત્યુનો વિચાર આપી જાય છે, ને એ સાથે જ સમગ્ર અસ્તિત્વ ધ્રૂજી ઊઠે છે. ૧૯૮૭માં આધુનિક માનવની અર્થહીનતાની અનુભૂતિમાંથી લાભશંકર ‘લઘરો' સર્જે છે. મૃત્યુ સાથે આંખ મિલાવતાં પહેલાં લઘરાએ વાસ્તવ કવિતામાં પડેલા બ્લેક હોલમાંથી જોયું છે. “લઘરો' સમગ્ર માનવ અસ્તિત્વનું પ્રતીક છે. “લઘરો' કાંઈ અંતિમ નથી. “લઘરો' જભ્યો પરંપરિત આત્મસાત નો નકાર કરતો અને “લઘરો'જ આત્મસાત થઈ ગયો. બધી જ વાતનો આખરે અંત આવે છે. એમ જળસૂત્રધારા તૂટક તૂટક થતી જાય, જેમ માણસનું આયખું ખૂટી જાય, એમ બિંદુ બિંદુ થતાં આવે અંત, જળાશયની સભરતાનો, જળસૂત્ર ધારાનો, અને એના, સમજો, ને ટોટલ ઓડિયોવિઝયુઅલનો.” તો બીજી બાજુ કવિ માનવજીવનને અર્થસભર પણ ગણાવે છે. “પણ એમ કંઈ અંત નથી આવતો માનવજંતના જીવન-તંતનો” “હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી ચેતના સેરિબલ, એની પ્રશુષ્ક શાખા પ્રશાખામાં જકડાયેલું મૃત્યુફળ ઉછળ્યું, અધ્ધર અને પડ્યું નીચ કવિ કહે છે “પૂરતું મરતાં નથી આવડતું માનવીને.” 54 ૧૯૮૯માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ “કાલગ્રંથિમાં લાભશંકર, જીવનની નિરર્થકતાનો અનુભવ કરતા માનવની વાત કરે છે. આવો માનવ પણ, મોત સમયેય મરવા તો નથી જ માગતો. ક્રમશઃ આવી રહેલા મૃત્યુની વાત તેઓ આ રીતે સમજાવે છે. “માણસ ઝાડની જેમ સૂકાતો જાય, ખરતો જાય, ખખડતો જાય, સૂનમૂન અને એક દિવસ “રામનામ સત્ય છે' બસ યંત્રવત જીવવાનું, ને પછી એક દિવસ પૂર્ણવિરામ. અસંખ્ય કાચોને વીંધી કોક (મૃત્યુ ?) નિપ્પલક તાકી રહ્યું છે. રધુવીર ચૌધરી “મૃત્યુ' નામની ગઝલમાં પળેપળે માણસનો પીછો પકડતા મૃત્યુના સ્વરૂપને સ્પષ્ટ કરવાનો યત્ન કરે છે. છાનુંમાનું આવતું મૃત્યુ દેખાતું ભલે ન હોય, પણ પગલીએ પગલીએ એનો અનુભવ માણસને અચૂક થાય છે. સતત કાર્યરત રહેવા છતાં આ મૃત્યુ કદી અકળાતું નથી. (‘તમસા') ગુલામ મોહમ્મદ શેખ ૧૯૭૪માં “અથવા” કાવ્યસંગ્રહ પ્રકાશિત કરે છે. ગુલામ મોહમ્મદે “મૃત્યુનું માનવીય સ્વરૂપ આકાર્યું છે. Death as a person. દૂરથી પણ મૃત્યુનાં પાંસળાં એમને દેખાય છે. કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #388
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 387 “મૃત્યુ છે એક મોટું મોઝેઈક. દૂરથી એ આખા માણસ જેવું લાગે છે ...એનું શરીર માણસનું છે. છતાં એને વૃક્ષ પણ કહી શકાય આદિ મનુષ્ય એને વાદળું પણ કહે એની ધોરી નસ કાપીએ તો, ધખધખ કરતાં જીવડાં એમાંથી નીકળે... મને મૃત્યુ સામે જ ઊભેલું દેખાય છે. આછરેલા પાણીના અરીસામાંસાવ સામે ઊભું ટગર ટગર તાકતું” 55 ૧૯૭૪માં “સૂરજ કદાચ ઊગે' નામનો સંગ્રહ લઈને આવતા કવિ હરિકૃષ્ણ પાઠકની કવિતામાં પોતાનાં દ્વાર રોજ ખોતરનાર “ભમરો” (“કરું') પણ મૃત્યુનું જ પ્રતીક. કેટલીય બળતી ચેહ આંખમાં આંસુ લાવી દે છે. તો વૃક્ષની વિદાયની વાત, પણ કોઈ વૃદ્ધ વ્યક્તિની મૃત્યુપ્રતીક્ષાનું સૂચન કરે છે. પાંદડાની પથારીનો સાથરો પાથરીને ઊભેલું વૃક્ષ અંતિમ ઘડીની રાહ જુએ છે. લો આવો ચેહ ઠરી ગઈ છે, હું યે ફરી વેરવિખેર મારા થકી જે અજાણરૂપ સૌએ મળીને કંઈ સ્પષ્ટ તો કર્યું પર કવિ ચિનુ મોદી શ્વાસને મરણ ઢાંકવાનું આવરણ કહે છે. તેઓ કહે છે, જીવવા માટે માણસને વર્ષો મળે છે. જ્યારે મરણ માટે માત્ર એકજ પળ, જીવવાનું વર્ષોમાં, મરવાનું પળમાં. પોતાના મરણનો ભાવ ઊંચો હોવાનું કહેતા કવિ મોંઘા કફનની યાચના કરે છે. “મોંધું કફન, ઓઢાડવું પડશે મને મારો મરણનો ભાવ વધતો જાય છે” પ” (“શાપિત વનમાં'). ચિનુ મોદીનું “સૂર્ય' કાવ્ય પ્રતીકાત્મક છે. એક અજાયબ છાયા હાથમાં હથિયાર લઈ દશે દિશાને કાર ઘૂમી રહ્યાની વાત સર્વત્ર ઘૂમતા મૃત્યુનું સૂચન કરે છે. મૃત્યુ દશ્યરૂપે પ્રતીત નથી થતું, અજાયબ છાયા રૂપે ઘૂમ્યા કરે છે એ સર્વત્ર. સાત દાદરા ચડી પરદાદાને વાસ નાખવા જતાં, પેલા કાગડાઓ કાવ્યનાયકને મૃત્યુ પ્રત્યે સભાન બનાવે છે. પણ કાવ્યનાયકની આંખ ઊઘડતી નથી, ને એનો રસ્તો રોકી કોક કાચીંડો (રંગ બદલતું મૃત્યુ) જાણે ઊભેલો દેખાય છે. “હું કાચીંડો, ઝાડ ઝાંખરે છુપાયેલા પયગમ્બરનું હું મોત 58 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #389
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 388 મોત પયગમ્બરનેય ન છોડે. “મૃત્યુ” નામના સિક્કાને તેઓ માત્ર ઈશ્વરની નબળાઈ તરીકે જ સ્વીકારશે. બાકી એમના અસ્તિત્વના આરસ મહેલમાં મૃત્યુની ચાખડી ખખડે એની એમને કોઈ જ પરવા નથી. એક પલાયા અશ્વ ઉપર બેસીને ભાગેડુ દીકરાની જેમ ઘર મોઝાર પહોંચવાની વાત કરતા કવિ ચિનુ મોદી પણ એટલું તો સ્વીકારે છે કે મૃત્યુ જ એમને લઈ જશે પોતાને ઘેર. “અશ્વ' અહીં મૃત્યુદૂતનું પ્રતીક છે. ૧૯૭૪માં “ઊર્ણનાભ' લઈને આવતા ચિનુ મોદી યમદેવના શસ્ત્રનો દુરુપયોગ થતો અટકાવવા “મોતની સામે મનાઈ હુકમ' પણ ફરમાવે છે. “મૃત્યુ' કાવ્યમાં ઝીણા કૂણા ઘાસ જેવા જીવનને પેલા યમરાજના મહિષની છાયા પડતાં ચગદાઈ જવું પડતું હોવાની વાત કરાઈ છે. ૧૯૭૮માં “દેશવટો' લઈને આવતા ચિનુ મોદી જન્મમૃત્યુની અફરતાનો નિર્દેશ કરતાં કહે છે માત્ર કાગળના ફૂલને જ જન્મ પણ ન હોય, મૃત્યય ન હોય. બાકી તો જે જન્મે એ મરે જ મરે. બે શ્વાસની વચ્ચે આટાપાટા રમતા દેવને (મૃત્યુદેવ) રીઝવ્યા વગર તો છૂટકો જ નથી. અન્યદેવને જળસમાધિ લેવડાવી શકાય. મૃત્યુદેવને ઘરના ટાંકામાં પધરાવી દઈ શકાતા નથી. એમની તો આજ્ઞા શિરે ધરવી પડે. * કવિ ચંદ્રકાન્ત શેઠ માનવની અંતિમ અવસ્થાનું પ્રતીકાત્મક વર્ણન “નકામો શોર કરે (‘પવન રૂપેરી)માં કરે છે. “શઢ સંકેલી જીવ પડ્યો આ ઘાટે કહેતા કવિ જીવન વિરમી ગયાની જ વાત કરે છે. જીર્ણ થયેલ જીવ, જીવનમૃત્યુને ઘાટ પછી ડૂબી જાય છે. ૧૯૭૪માં ઊઘડતી દીવાલો' લઈને આવતા “ચંદ્રકાંત શેઠ” “ક્યાં છે મારું મોત’ ? કહી પોતાના મોતને શોધે છે. “મોત તો જિગરજાન મિત્ર છે એમને માટે. પોતાના મૃત્યુની કાળોતરી કઢાવવી છે એમને. એ કામ તેઓ મૃત્યુનેજ સોંપે છે. “જરા આ બંદા પર રહેમ કરી કાઢી તો આપો મારી કાળોત્રી - બંદેનવાજ ! કેમનું છે મારું મોત ?" પલ આધુનિક માનવની જીવનગુંગળામણને તેઓએ “મારેય હતું જન્મદિવસ જેવું કંઈક' કાવ્યમાં વાચા આપી છે. (પડઘાની પેલે પાર' 1987). “અમને સખત લાગે છે અમારા હોવાની ગૂંગળામણ” જ પ્રતીકાત્મક રીતે માનવની મૃત્યુઝંખનાય અહીં વ્યક્ત થઈ છે. “આપ અમને મદદ ન કરો ? [, આ જીર્ણ કોટની થોડી - ઇંટો ન ખેંચી આપો”? “થોડુંક મીઠું મીઠું મોત હૂંફાળું મોત” 1 તેઓ ઇચ્છે છે. “તાજી હવામાં ભેળવીને આપી શકાય એવું, થોડુંક સરસ મધમધતું મોત... 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #390
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 389 નવસારબિંદુમાં ખતમ થયેલા ખેલની વાત કરાઈ છે. જો કે નવો ઘાટ ઊતારવાનો નીંભાડો તૈયાર હોવાની વાતમાં નવું રૂપ, નવો આકાર, પુનર્જન્મ પ્રત્યે આંગળી કરે છે. ફસલા શરીરના પોટલામાં ચીંથરા વિના કંઈ નથી. તેથી જ સમયસર હોલવાઈ જવાની વાત કવિ કરે છે. “ગોરંભોમાં જીવનની ચાલતી ચક્કીની વાત મૃત્યુની અનિવાર્યતાનું પ્રતીક છે. “ચક્કી તો ચાલે જ છે. બે પડ વચ્ચે જે આવ્યું તે દળાયું મારા એક એક અશ્વ છોડી દઉં” છે કબીરજી કહે છે તેમ “દો પાટન, બીચ બાકી બચા ન કોય' આજનો માનવ જીવનની અધૂરપ એવી તો અનુભવે છે કે મૃત્યુનેય જાણે પોતાનો ખપ નથી. એવું એ માને છે. “સ્વયં મૃત્યુનેય ભલે થાય કે, આને અહીં જ પડ્યો રહેવા દો” 4 મૂળગામ કે અસલી નામ કદી કોઈનેય હોતાં નથી. એ વાત “ગાળી જો શકાય'માં વ્યક્ત થઈ છે. “પંખી તો આ ડાળ છોડી ક્યારનોય વિદાય થયાં” , માનવજીવનની નશ્વરતાને વાચા આપતાં ચંદ્રકાંત શેઠ કહે છે “સુચંચળ બિંદુને સિંધુ માની માનવ મહેલ રચે છે, પછી ભલે તે સૌ ઢળી જાય” ચેતનાનાં બધાં રાજ આથમી જાય એની કાવ્યનાયકને પરવા નથી. કારણ તેઓ હદનીયે પાર જવા માગે છે. “ભલે હવે ક્ષણક્ષણ બુદ્ધની જેમ ફૂટી ફાટી જાય ઊંટ જેના નાકામાંથી સેંકડો જ પસાર થયા એ જ સોય કેવી ઊઠે ધ્રુજી એક મારી ચેતનાનો દૂરથી નિહાળે દોર” * અનેક જન્માન્તરોનો સંદર્ભ અહીં વણાયો છે. મણિલાલ દેસાઈ ૧૯૬૮માં “રાનેરી” પ્રગટ કરે છે. “રણ....૨માં દૂર દૂર વાગતી ઘૂઘરીનો રણકાર મૃત્યુના આગમનનો સૂચક છે. કવિ રાવજી પટેલનો મરણોત્તર સંગ્રહ “અંગત' પ્રથમ ૧૯૭૧માં ને ૧૯૮૨માં બીજી વખત પ્રગટ થાય છે. “સંબંધ” નામનું 450 પંક્તિનું કાવ્ય “અંગત’ અને ‘બિનંગત'ના સમન્વયનું છે. જાણે કવિની પોતાની જ કરુણ-પ્રશસ્તિ. રાવજીનું સત્ય એટલે એનો નિજી અનુભવ. જે મૃત્યુની સાક્ષીએ થયો હોવાથી માતબર છે. આ કાવ્યનું બીજું સૂચક શીર્ષક છે. “ક્ષયમાં આત્મદર્શન' નજીક આવી રહેલા મૃત્યુનું પારદર્શક દર્શન અહીં વાચાબદ્ધ બન્યું છે. આવી રહેલી શાશ્વત નિદ્રા માટે રાવજી “નિદ્રાના કેશલ ટોળાં' શબ્દ વાપરે છે. મારી ઊંઘ ભેદીને પીગળી મહુડલ ટેકરીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #391
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 390 હું સંચરતો કે શ્વાસ પહેરીને - નિદ્રા પગલાં વીણે” 27 કાવ્યનાયક અને કવિ બને અહીં એક જ છે. જે ક્ષણે ક્ષણે બટકાતા હોવાનો અનુભવ કરે છે. “મને વાવલિયા ઢોળે હાથ દૂરના નજીક આવી રહેલા મૃત્યુની ચિંતા નથી. તેથી તો ઊંઘની રજવાડીઓ' શબ્દપ્રયોગ થયો છે. મૃત્યુ વ્યક્તિરૂપે નજીક આવી રહ્યાનો અનુભવ અહી સુપેરે વ્યક્ત થયો છે. “આ મારી આંખ કને ઊભો તો, રાતદિવસ મારા જીવવા પર કલાકે અડધે કલાકે ડંકાની છડી પુકારે મારી સામે લાંબો લાંબો માણસ જાણે લાંબો ઊભો” 8 જીવનની મુઠ્ઠીમાં ગંધાતા મૃત્યુની, અનાગતની કવિ આ રીતે વાત કરે છે. “દરેકની મુઠ્ઠીમાં પડ્યો પડ્યો ગંધાય અનાગત દરેકની મુઠ્ઠીમાં ઉકલે અમરતજૂની વાવ દરેકની મુઠ્ઠીમાં સળગે મસાણ જૂના” 9 જીવનના અમિયલ કૂપાની તૂટન રાવજી આ રીતે વ્યક્ત કરે છે. “મારો લહેરાતો લય બટકે મને મડદામાંથી પાછો ખેંચી પૂછે ....મારા મડદા પર મૂકીને મારું નામ મને પડકારે” 70 પોતાનો જ શ્વાસ હવે અદીઠો અજાણ્યો લાગે છે. શ્વાસ સુંવાળા શરીર બનીને પાસે બેસે છે. “મૃત્યુ જેવા અદીઠ સરતા શ્વાસની પરખ રાવજીને છે. ખરતા તારા વચ્ચે કરેણનાં ફૂલની ઝાલર રણકતી સંભળાય છે. કવિ કહે છે. એવું લાગે, કે ભઈ ઘણીવાર તો જીવવાનું આ લફરું પણ બીજાને માથે નાખું” 1 તો ક્યારેક દેહમાં આત્માનો ભાર ન હોવાનુંય અનુભવાય છે. પ્રેમને એઠું બોર કહેતા રાવજી એને જ, અધૂરી વાસનાને જ માનવનાં કષ્ટોનું કારણ ગણાવે છે. એમાંથી કદાચ છૂટવું છે રાવજીને, તેથી તો કહે છે - “હું આવ્યો છું હવે અંતહીન નિદ્રા ઘડવા” 72 રઘુવીર ચૌધરી કહે છે, “હું આવ્યો છું, હવે અંતહીન નિદ્રા ઘડવા, આ દાવો શબ્દાન્તરે મૃત્યુનો સ્વીકાર કરે છે. કવિ મુક્તિ નથી માગતો, શાશ્વત નિદ્રા ઝંખે છે.” 3 તો સુરેશ જોષી કહે છે “રાવજીમાં મરણ સાથે સંકળાયેલી રુદિષા નથી, મરણવિષયક કાવ્યોમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #392
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 391 હાસ્યની છોળો વહાવતો આ કવિ “મરણની તો જાણે એસીતેસી' એવું જાણે કહી નાખે છે.” 74 તે “મારી આંખે કંકુના સૂરજ' વિશે કવિશ્રી ઉમાશંકર લખે છે “મૃત્યુ વખતે મરનારને માટે બધાય દિવસોના સૂરજ એકસામટા આથમે છે. પોતાના મૃત્યુની વાત કવિએ સૂરજના સંકેતથી કરી છે.” 05 બીજી લીટીથી અંતિમ પ્રયાણની વાત શરૂ થાય છે. એ પ્રયાણની કથા કહેવા કોઈ પાછું ફર્યું નથી. વહેલને શણગારવા કહે છે. પ્રાણદીવડાની શગને સંકોરવા કહેવાય છે. અજવાળાં પરિધાન કરીને શ્વાસ ઊભા છે મહાયાત્રાના આરંભ માટે. “પીળે રે પાંદે લીલા ધોડા ડૂળ્યા' પીળું પાંદ ખરું જોતાં તો મરનારનું શરીર છે. આ કાવ્યની વ્યક્તિ જેને સ્વયં કવિ માનવામાં વાંધો નથી, તે તો જુવાન છે. પણ શરીર ક્ષયથી ખવાઈને પીળું પાંદ બની ગયું છે. હવેની યાત્રા તો ખરવાની યાત્રા છે. પાંચેય ઇન્દ્રિયોના હણહણતા ઘોડા હવે ડૂળ્યા.” જ આ દુનિયામાં કશું હવે પોતાનું રહ્યું નથી. જેની દ્વારા દુનિયા ગ્રહણ થઈ શકતી હતી તે ઇન્દ્રિયો ડૂબી.” (પૃ. 80, શબ્દની શક્તિ) હણહણતી સુવાસ દ્વારા આખું વિશ્વજગત જાણે પોતાની તરફ આકર્ષા ન રહ્યું હોય? કવિ ઉમાશંકર કહે છે “જો મૃત્યુ પૂર્વે પોતાને વિશે કરુણપ્રશસ્તિ (એલેજી લખી શકે તે એવી જાતકરુણપ્રશસ્તિ) (સેલ્ફ એલેજી) આ કૃતિને લેખી શકાય. રાવજીનું “હંસગીત” (સ્વાન સોંગ) લેખવાનું વધુ પસંદ કરું.” એ મૃત્યુને હરીન્દ્ર પ્રિયતમ કહે છે દૂરથી એનો સાદ આવે છે. “હેજ હસી લ્યો હોઠ, નેણ નીરખી લ્યો દુનિયા ના સામે તીર ઝુકાવો સાજન, એ અણજાણ્યા તટે કોઈના મીટ માંડી બેઠાં લોચનિયાં” બ (મૌન 110) જેને સૌ મોત કહે છે એને હરીન્દ્ર મંઝિલે જવા માટેના વળાંક તરીકે ઓળખાવે છે. લોકો જેને “મૃત્યુ' કહે છે એને હરીન્દ્ર જીવ શિવમાં ભળ્યાની ને હેકમાં મહેક મળ્યાની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. જીવ આ સંસારથી ઊફરો ચાલ્યો જાય, ને તેજ મહાતેજમાં ભળી જાય એને “મૃત્યુ' ન કહેવાય. મરણનું સ્વરૂપ ઓળખવાની હરીન્દ્રની તમન્ના છે. “કોઈ તો ઓળખાવો મરણ કેવું હોય છે.” (સમય 16) કાવ્યનાયકે જીવન તેમજ મૃત્યુ બંનેમાંથી રસ ગુમાવ્યો છે. એ મરણનો અસ્વીકાર કરે છે. મરણને શ્વાસે સંકેલેલા દેહ તરીકે તેઓ ઓળખાવે છે. મરણને જિંદગી માની એની સાથે વાતો કરી હતી કદીક. મૃત્યુનો ભય નથી, મૃત્યુને કવિ “આરામ' કહે છે. હરીન્દ્ર મૃત્યુને ઓળખવાનો દાવો કરે છે. “મૃત્યુને ઓળખું છું એ નક્કી નથી નથી. જીવનની આસપાસ આ કોનો પ્રસાર છે (69 સમય) પ્રસાર તો શરીરના મૃત્યુનો છે. બાકી આમ તો કવિ મૃત્યુ'નો સ્વીકાર જ કરતા નથી. મૃત્યુને “સુખદ ઊંઘ' કહે છે તેઓ. મૃત્યુને બારણું નથી, ન તો એને નિમંત્રી શકાય, કે ન ટાળી શકાય. તો જિંદગી પણ માનવને વશ નથી, ક્યાંક જીવનનો થાક, ને મૃત્યુનો ભય પણ વ્યક્ત થયા છે. મૃત્યુની હસ્તી સાથે હરીન્દ્રને ગાઢ દોસ્તી છે. મૃત્યુને ઉવેખી શકાય એમ ન હોય તો પછી સ્નેહ P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #393
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 392 કેમ એને ન સત્કારવું, મૃત્યુને તો બંને બાજુ આંખ છે. આગળ ને પાછળ આંખો રાખી ઉંબર પર બેઠેલા મૃત્યુથી હવે તેઓ છળી મરતા નથી, ઊલટું સામેથી એ મૃત્યુના ખબર અંતર પૂછે છે. સતત કામ કરી એ થાકી ગયું હોય તો અંદર આવી આરામ કરવાનું અને નિમંત્રણ પણ આપે છે.” ફરી નિરાંતે ક્યારે મળીશું? એમ પૂછી નાખે છે એ. મૃત્યુને શોધવું ક્યાં? કવિ કહે છે, શ્વાસ વિનાના પિંજરામાં, મૃત્યુ શોધનારાને કહો મૃત્યુ એટલે ગતિ મૃત્યુ એટલે શ્વાસ મૃત્યુ એટલે હવા, મૃત્યુ એટલે નાતો” (125 હયાતી) (આ બધામાં મૃત્યુને ક્યાં શોધવાનું? છટકણું છે મૃત્યુ તો) મોતના દેશથી બધા ભડકે છે. ત્યારે હરીન્દ્ર દવેનો કાવ્યનાયક, અમસ્તા જ મૃત્યુના પ્રદેશમાં લટાર મારવા ઉત્સુક છે. તો ક્યાંક મૃત્યુનો ભય પણ સેવાયો છે. શરીરને વાંસની વળી પર બાંધવાની ના પાડતો કાવ્યનાયક મૃત્યુ ઇચ્છતો નથી. મૃત્યુ સાથે ફેરા ફરવાની વાત કરતાંય ચક્કર આવી જાય. સતત પોતાની હાજરીની પ્રતીતિ કરાવતી પ્રેયસીરૂપે ક્યારેક મૃત્યુને કવિએ ઓળખાવ્યું છે. દૂરથી એનાં પગલાં સાંભળવા છતાં એનો પરિચય નથી મળતો. કારણ એનું સ્વરૂપ અદશ્ય છે. કાવ્યનાયક મૃત્યુને ઓળખવા સતત મથે છે. આથમતાં કિરણોના સોનેરી ચળકાટ સાથેનું જળ સ્તબ્ધ થઈ જાય, એ તો મૃત્યુ નથી ને? ઉત્સવ અને મૃત્યુ જયાં એક થઈ જાય એવી કોઈક ક્ષણે કાવ્યનાયક અસહાય બની જાય છે. જન્મદિવસનો ઉત્સવ એ મૃત્યુનો જ ઉત્સવ છે. - રમેશ પારેખ શરીરની ક્ષણભંગુરતા માટે કાચનું મકાન' શબ્દ વાપરે છે. મધરાતે કોઈ સૂર્યવંશી અસવારનું આગમન, યમદેવના આગમનનું પ્રતીક. અંધકાર પણ મૃત્યુનું જ પ્રતીક. સ્વજનમૃત્યુને કારણે રેશમલીલી ભીનાશ સ્વપ્નની જેમ સરકી જાય છે. જીવનનો દ્વાર તો ખાલી જ વસાય. પેલો અંધકાર-મૃત્યુ સહજમાં એ દ્વાર ખોલી પ્રવેશી જાય “ને જતાં નીરખી રહું ઠરતા દીવાના શ્વાસને 8 ને જનારને નથી રોકી શકાતા. જોતજોતામાં સ્વજનના શ્વાસ ઠરી જાય છે. “એક મરસિયું'માં અણચિંતવ્યો ઘરનો મોભ તૂટ્યાની વેદના વ્યક્ત થઈ છે. 'Epidemic' માં રોગથી ભયભીત થયેલા કાવ્યનાયકની સ્થિતિ રમેશ પારેખે નિરૂપી છે. એક સાથે કેટલી ગતિનો દોર અહીં એમણે સાધ્યો છે. મૃત્યુનો ભય માનવને કેવો બેબાકળો બનાવી દે છે. એનું ચિત્રાત્મક વર્ણન કવિએ કર્યું છે. જોયું ને ઊડ્યો, ને ચોક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ” 9 આધુનિક કવિએ જીવનના થાકને સર્જનના કેન્દ્રમાં રાખ્યો છે. થાકઘેર્યા શ્વાસની પીંછી વડે જીવવાના ચિત્રને જલ્દી પૂરું કરવા કહેવાયું છે. શરીરના બે ટુકડાઓ તરફ હળવે હળવે કોણ જાણે ક્યાંથી મૃત્યુ પ્રકટપણે આવતું દેખાય. કપાયેલા શરીરનો એક એક ટુકડો ઝડપ મારી મોંમાં પકડી પેલું મૃત્યુ ચગળવા લાગે, ચાવે, વળી તોડે, અને કોશકોશમાંથી લિજ્જતપૂર્વક સત્ત્વ ચૂસે, જયાં સુધી તેમનાં મોંમાં તડફડતું શરીર લાશમાં ફેરવાઈ ન જાય ત્યાં સુધી ચુસકી પર ચુસકી ભરતા રહે. ૧૯૮૦માં રમેશ પારેખ “ત્વ' સંગ્રહ પ્રકટ કરે છે. વિશ્વની વીથિઓમાં પોતાનું મૃત્યુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #394
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 393 થવાની વાત કરતાં કવિ કહે છે. “મારું પૂર્ણશમન થશે એની વાયવ્યકતલ વીથિઓમાં” 0 ને પછી પોતેજ વિશ્વપ્રિયાના ગર્ભનું સ્વરૂપ ધારણ કરી નવશિષ્ણુરૂપે પુનર્જન્મ ધારણ કરશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. મરનાર માટે પછી સમયનું પણ પૂર્ણવિરામ આવી જતું હોય છે. દિવાસ્વપ્નમાં કવિ કહે છે. “કાલના ગોટેગોટા ખરી પડ્યા” 81 “આ ખરી પડ્યું, તે ખરી પડ્યું ને જાણું લોચન ખરી પડ્યાં તું ખરી રડી, હું ખરી પડ્યો ને પણે જૂઈના છોડ તળે, એક ખોબો ચપટી જીવ ગંધની કાળી જોજન લય ઘૂમરીમાં ડૂળ્યો” (2) રમેશ પારેખ જન્મ તથા મૃત્યુ બંનેને જાહેર ઘટના કહે છે. સડક વચ્ચે મરી ગયેલા કાગડાની વાત આ તો માનવમાત્રની મૃત્યુ-ઘટના છે. . “લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો હવે આ રાષ્ટ્રગીત ગાવ કાગડો મરી ગયો n83 માણસ હોવાના પૂર્ણવિરામને કવિ મૃત્યુ કહે છે. મૃત્યુ એટલે જીવન જીવવાનો પૂરો થયેલો કાર્યક્રમ. રમેશ પારેખ મૃત્યુ નામના રાજાધિરાજને પોતાના અસ્તિત્વની સોગાદ ધરવાની વાત કરે છે. “જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને પેસેન્જ૨, રમેશની સોગાદ કરી જોઉં 84 છદ્મવેશે સૌની નજીકમાં જ સતત રહેતા મૃત્યુની વાત કવિ રમેશ પારેખ પાંચવૃત્ત ગઝલ'માં સરસ રીતે રજૂ કરે છે. છ“નામે રહે સૌનું મૃત્યુ સૌથી નજીકમાં શ્વાસનું ચાલવું એ જ ઝેરીલી ફાંસ હોય છે "85 આખું શહેર કૃતાંતની મુઠ્ઠી, ને એમાં સૌ ભયત્રસ્ત, એમાંથી જે લહેરથી નીકળી શકે એ લાશો બિંદાસ હોવાનું કવિ કહે છે. મૃત્યુબાદ શરીરની તેમજ માનવની પણ થતી અવદશાની વાત “દસમણ અગ્નિમાં કરાઈ છે. દસમણ અગ્નિમાં હાથ પછી સળગી ઊઠે છે. બધું જોતજોતામાં હળફળ બની જાય છે. પંડય ધુમાડો થૈ ગયું ને તણખો થઈ ગઈ વાત "8 મૃત્યુ માનવને એક પળમાં છે' માંથી હતો' બનાવી દે છે. 1981 માં “સનનન, નામનો કાવ્યસંગ્રહ રમેશ પારેખ પ્રગટ કરે છે. “નીકળીએ’માં મૃત્યુ સમયના પ્રયાણની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #395
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 394 સ્થિતિનું કવિએ વર્ણન કર્યું છે. ભર્યા ઘરમાંથી અમે ખાલી ખાલી નીકળીએ” 80 મરણ પોતાનું આગમન “ખુશાલી બની રહેશે, એની ખાતરી આપે છે. શરીર દોદળું થઈ જાય પછી માનવે મરી જવું જોઈએ. એવું પરોક્ષ સૂચન “શરીરાયણ'માં કરાયું છે. જગત એક મુસાફરખાનું હોવાથી ત્યાં ઝાઝું ન રહેવાય, તેથી કવિ પોતાની જાતને જ અહીંથી ઉચાળા ભરવા કહે છે. જીવનની બંધપેટીને ખોલતાં “એક કાળો તોખાર હણેણે” 88 એના એ માતેલા ઘોડાની (મૃત્યુદૂતની) ફાળ ગજબની છે. સબોસબ ઓસરી વધી સોંસરી, કાળી ફાળ નાખીને, વાળ ફંગોળી તબડાટી દેનાર હૂંફાડે” 89 મહેમાનગીતમાં ધીરેધીરે થતા મૃત્યુના આગમનની વાત કરાઈ છે. આથમતા આથમતા ઝાંખા થવાની વાત છેલ્લા ઝબકારનું સૂચન કરી જાય છે. તો “આવ આવ, તાજો નક્કર જીવ હેર'માં “વાસાંસિ જિર્ણાનિ'નો પડઘો સંભળાય છે. ૧૯૭૦માં “કદાચ' અને ૧૯૮૧માં “બરફનાં પંખી' સંગ્રહ પ્રકટ કરનાર કવિ અનિલ જોશી “અઢી અક્ષરિયું' કાવ્યમાં જીવનને જ એક જીવલેણ વ્યસન તરીકે ઓળખાવે છે. ‘જીવ ચાળતી માયામાં ઓગળી જતી કાયાનેય માયાનાં વળગણ કેવાં હોય છે એની કવિ વાત કરે છે. “એમ તો હજી જીવવાનું છે એમ તો હજી મરવાનું છે” 0 મૃત્યુબાદ ખોવાઈ જાય છે માનવનું સમગ્ર અસ્તિત્વ, ને વ્યક્તિત્વ, એ પછી જઈ પહોંચે છે એના પોતાના એકાંતના રેશમી પડદા પાછળ. હું ઊઠી ગયો છું ને ચાલ્યો ગયો છું મારા એકાંતના રેશમી પડદાઓ પાછળ” 91 સમુદ્રના ખારા પવનથી ચિક્કાર ભરેલા દિવાનખાનામાં પિયાનોની કાળી ચાલના પગથિયાં ઊતરતી પીળી આંગળીઓ એકાએક અટકી પડે છે. ને મૃત્યુ સમયે પળાતા ઔપચારિક મલાજા વિશે કવિ વાત કર્યા વિના રહી શક્તા નથી. (“કવિનું અકાળે મૃત્યુ) બે મિનિટની દાબડીમાં મૌન ગોઠવીને ઊભા રહેનાર લોકો પર કરણકટાક્ષ કવિ કરે છે. ટ્રેનમાં લટક્તા ટ્રાન્સફરેબલ ગુડસ બની ગયેલા માણસોની મનઃસ્થિતિને વાચા આપતા અનિલ જોશી કહે “એક દિવસ આપણે બધા - આ શહેરના કબ્રસ્તાનમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #396
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 395 ઊભાં ઊભાં આ સવાલ પૂછીશું - આ લાશને દાટવી છે બોલો, સ્કેવરફીટનો શું ભાવ છે?” 92 કવિ સિતાંશુ યશશ્ચંદ્ર “ઓડિયૂસનું હલેસું' કાવ્યસંગ્રહ ૧૯૭૪માં પ્રગટ કરે છે. યમદૂત'માં નિરર્થકતાનો ભાવ સૂચવવા બાલસહજ ભાષાનો કવિએ પ્રયોગ કર્યો છે. “કંઈ નહીં, નાં બી લીધાં છે. ટોપરિયાળો, શેલડિયાળો, ગોળિયાળો તૂટી જશે રે કોટ રેશમના પડદાની પાછળ તગે વાઘની આંખો 93 જીવન એટલે રેશમનો પડદો અને એની પાછળ તગતી વાઘની આંખો' એટલે યમદૂતમૃત્યુ. તરત જ કવિ યમદૂતને “વરુ' તરીકે વર્ણવે છે. “તોય એમ લાગે છે ક્યારનું આ કોક વરુ ઘેટાને શોધે ....અટકે, ટકે ન ક્યાંય ને ભટકે, એકજ સરખાં પાંચ ભોટિલાં ભટકે” 94 મૃત્યુ-એક સરરિયલ અનુભવમાં સિતાંશુએ પવનવેગી મૃત્યુદૂતના આગમનની વાત આવનારના વેગીલા આગમનની જેમ જ વેગપૂર્ણ ભાષામાં કરી છે. બારણાં વાસીએ તોય ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડતા એ કાળા ડમ્મર ઘોડા બારણાં તોડીને અંદર ધસી આવે એવું એમનું જોમ. અંદરથી ત્યાં ક્યાં ક્યાં ક્યાં ક્યાં ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા | ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા” 95 “જ્યોતીન્દ્ર જૈનીનાં ચિત્રો યાદ આવતાં' કાવ્યમાં કવિ સિતાંશુએ મયોની જન્મભૂમિ મસ્યોને જ અજાણી' હોવાનું કહ્યું છે. મૃત્યુના રંગમહેલમાં, ભૂરાં ઠંડા પાણીમાં સળકતા ડિંભની વાત, જન્મતાં પહેલાં જ મૃત્યુના થતા સ્પર્શના સત્યને પ્રકટ કરે છે. તો “મનુ યમ અને જળ એક સરરિયલ પુરાણકથા'માં કવિ ગરમ મરણના ગરમ પ્રવાહીની વાત કરે છે. “સાંધું બર્ફીલા આયુષ્યોને આ ગરમ મરણના ગરમ પ્રવાહી સાથેએના દંત મૂળના ચસકાઓના ઊંડા ટાંકા લઈને સાચી મને જરા તો સાંધુ ....જનમની મોર ડિંભની ચારે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #397
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 396 બાજુ, નીર, હતાં તે હવે નેત્ર પર તરે જે જોવું તે જોવું એની આરપાર, આખરે” 99 કવિ મત્ય માનવોને મનુની સાથે તેમજ યમની સાથે ચાલવા કહે છે. દા. ત. “મુંબઈ હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલમાં મુંબઈ શહેર, મરણોની ડાળ પર ઊભેલું હોવાનું કવિ કહે છે. (‘કાળું પંખી') જેના પંજા તથા ઝાપટની વાત પણ કવિએ કરી છે. નાડીઓ પર ધબકતાં ઘડિયાળ મેળવી શકાય ન યે મેળવી શકાય ફેર ન પડે ત્યાં કશાથી યે જાણે કે 90 ૧૯૮૬માં “જટાયુ' સંગ્રહ લઈને આવતા સિતાંશુ “પ્રલય' કાવ્યમાં પાણીના ઘૂઘવતા વિનાશકારી પૂરને “ડાધુઓનું ટોળું' કહે છે. | ઊર્મિ અને બુદ્ધિના સમન્વયની કવિતા આપનાર જયા મહેતા ચાસનાલાના મૃત્યુકાંડ સંદર્ભે, માનવોની છતી થયેલી સંવેદનશૂન્યતા તરફ ઈશારો કરે છે. તો ‘દ્રશ્યો'માં જીવનવૃત પરની શ્રદ્ધાનો પરિચય અપાયો છે. બીજા દશ્યમાં કૂંડામાં ઊગાડેલા છોડ પર એક જાસૂદ ખીલી ખરી જવા છતાં, લીલાછમ છોડમાં રહેલા સનાતન જીવનત્વની એંધાણી કવિએ આપી છે. વ્યક્તિ મરે છે, જીવનધારા તો અનંત અવિરત ચાલ્યા કરે છે. માણસ મરી જાય છે પછી'માં માણસના મૃત્યુ બાદની ઔપચારિકતા પ્રત્યે કરુણ કટાક્ષ કરાયો છે. થોડા દિવસ ઠાલા આશ્વાસનોની અવરજવર રહે છે. ગીતા અને ગરુડપુરાણની હવા રહે છે થોડા દિવસ, ત્યારબાદ બેન્ક બેલેન્સ અંગેની પૂછપરછ, રેશનકાર્ડમાંથી મરનારના નામની બાદબાકી, વગેરેનો નિર્દેશ માનવોની સંવેદનશૂન્યતાની પ્રતીતિ કરાવે છે. ૧૯૮૨માં ‘એક દિવસ’ નામનો કાવ્યસંગ્રહ જયા મહેતા પ્રકટ કરે છે. “મૃત્યુ' કાવ્યમાં આવી રહેલા મૃત્યુની વાત પ્રતીકાત્મક રીતે કરાઈ છે. “ખંડ સ્તબ્ધ દીવાલો ફિક્કી ફિક્કી ફફડાટ શમી ગયો છે” 98 જીવન વિરમી ગયાની વાત અહીં સાંકેતિક રીતે કહેવાઈ છે. “અંતિમ વિરામ'માં અચાનક આકાશ બિડાઈ જવાની વાત, જીવન બીડાવાનો સંકેત આપે છે. ૧૯૮૫માં જયા મહેતા “આકાશમાં તારા ચૂપ છે' સંગ્રહ લઈને આવે છે. મૃત્યુદૂતને તેઓ દુશ્મનના લશ્કર સાથે સરખાવે છે. ૧૯૮૭માં પ્રગટ થયેલ હોસ્પિટલ પોએમ્સ'માં દરેક જીવ પીડાના કોચલામાં બંદીવાન હોવાની વાત કરાઈ છે. “શ્વેત વસ્ત્રો છે, નિસ્પૃહ, નિર્મમ અનાસક્ત ફરે છે, બુઝાતા દર્દીઓ છે અજાણ અનાગતના પડછાયામાં થરથરે છે” 99 અજાણ અનાગત એટલે “મૃત્યુ. વણઝંખું કોઈક (મૃત્યુ) ક્યાંકથી આવી ન જાય, એનો ભય સેવતા બુઝાતા દર્દીઓની વાત, “મૃત્યુના ભયને શબ્દબદ્ધ કરે છે, મૃત્યુ કેટલી હદે રોજિંદી ઘટના લાગે છે. એ વાતને નાનકડા કાવ્યમાં કવયિત્રીએ આ રીતે મૂકી છે. એકાએક પવન પડી જાય છે. રાખોડી સપનાંઓનો ભંગાર લઈને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #398
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 397 જહાજ સમુદ્રમાં ગરક થઈ જાય છે રાતની શાંતિમાં ભંગ પડતો નથી મૃત્યુ પછી શું....નો વિચાર પણ ફરકી જાય છે, “દીવાલો બેસવા માંડે છે ત્યારે.” 10 જીવનની ચદરિયાના તંતુએ તંતુ છૂટા પડવા માંડે છે. ઉપટી ગયેલા રંગ કે ઝાંખી થતી ભાતને સોયદોરા ને થાગડથીગડથી જાળવી શકાતાં નથી. દરદીઓના ભાવિનો અનિશ્ચિત માર્ગ ક્યારે કઈ તરફ દિશાપલટો કરશે એની એમને ખબર હોતી નથી. “મૃત્યુનો કોઈ જ વિકલ્પ નથી” “દીવાલો બેસવા માંડે ત્યારે બીજો કોઈ રસ્તોજ નથી રહેતો. અજવાળા અંધારાના પડદા ચીરીને રંગબેરંગી સૂતરના ગૂંચવાયેલા તાંતણાં તોડીને સીમાઓ વળોટીને નીકળી જવા સિવાય” “હવામાં થશે એક આછો રોમાંચ અને પછી, અંતે તો હેમનું હેમ હોયે 101 મૃત્યુ સીમાઓ વળોટવાની ક્રિયા છે. કવયિત્રી કહે છે અનંત દિવસોનો સથવારો લઈને એક ક્ષણ આવે છે, વાવાઝોડું થઈને હવાનાંયે સ્પંદનો ઝીલવા અસમર્થ વસ્ત્ર નિશ્ચન્ટ, તાંતણાનો ભારો આંસુઓથી, અસિત, અલિપ્ત અગ્નિને સમર્પિત, ઝળહળી ઊઠે છે એક એક તાંતણો વસ્ત્રનો” પર યુદ્ધજન્ય વેદના અને વિષાદની વિષમતા તો કૃષ્ણનેય અસહ્ય લાગે છે. ભીખની જેમ કૃષ્ણને કાંઈ ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું ન હતું. એમને તો પ્રતીક્ષા કરવાની હતી પારધીના બાણની, મૃત્યુ આવતાં “પવનનો એક જોરદાર સપાટો એકાએક હચમચી જાય છે સૂતેલી ડાળીઓ ઝબકીને થીજી જાય છે, વૃક્ષ અવાજ વગર” 13 વ્યક્તિનું મૃત્યુ થતાં છવાય છે સ્તબ્ધ શાંતિ. . પન્ના નાયક મૃત્યુ અંગેની અનોખી અભિવ્યક્તિ “મૃત્યુ' કાવ્યમાં સાધે છે. “વાસંતી વાયરાના સ્પર્શ જાણે કેસૂડાની એકાદ કળીનું સહેજે ખડખડાટ વિના હળવેથી ખરી જવું જ બે બિલાડીઓ'ની અંતિમ પંક્તિઓ વેધક વ્યંજનાથી સભર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #399
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 398 ને ખાટલા પાસે બિલાડીઓ જીવન મૃત્યુના, બે મોટા પ્રશ્નાર્થ ચિહન . જેવી ઊભી તી.” 105 મૃત્યુના નિશ્ચિત વાસ્તવની વાત કરતાં કવયિત્રી કહે છે. “આપણે નિશ્ચિત કલાકે જ પહોંચીએ છીએ યમરાજને દ્વારે” હe આ કવયિત્રી મૃત્યુદૂત સાથે સીધીજ વાત કરી લે છે. “ટેબલ પર પડેલી મારી કવિતાની અધૂરી પંક્તિઓ જોઈ મૃત્યુદૂત પાછો તો નહીં ફરી જાય ને ?" 100 મૃત્યુના પ્રતીકસમી બિલ્લી’ પોતે ભયાનક ન હોવાનું કહે છે. પોતાને ગળે, મોંએ હાથ મૂકી નરમાશનો પુરાવો જોઈ જવા કહે છે. ૧૯૮૪માં “નિસ્બત' લઈને પન્નાનાયક આવે છે. કવયિત્રીએ મૃત્યુને આંગણું વાળતાં જોયું છે. (‘ક્યારેક.) “જ્યાં મૃત્યુનાં ચરણ રજકણરહિત ચાલી શકે'માં જીવન તેમજ મૃત્યુ બંનેની સ્વચ્છતા પ્રમાણાઈ છે. તેઓ કહે છે કહેવાય છે કે મૃત્યુ સમયે મનુષ્યની પસાર થયેલી આખી જિંદગી નજર સમક્ષ Flash Back ની જેમ ખડી થાય છે” 108 અહીં પણ એક કાવ્યમાં બિલ્લી મૃત્યુના પ્રતીકરૂપે આવે છે. એ પોતાના જન્મની સાથેજ જન્મેલી, ને સદા પોતાની પાસે જ રહેતી હોવાનું કવયિત્રી કહે છે. “એની પાસે ધારદાર અસ્ત્ર છે-નજર', “એને સતત તાક્યા કરવાની ટેવ છે' એની તાકતી નજરથી એ અકળાઈ જાય છે. એને ખબર નથી કે કઈ ઘડીએ એ એની આંખો ફોડી નાખશે. ૧૯૮૯માં પન્ના નાયક “અરસપરસ' સંગ્રહ લઈને આવે છે. કવયિત્રી મરણનું સામે ચાલીને સ્વાગત કરવા ઉત્સુક છે. ને ત્યારે એમના ચહેરા પર કોઈ રંગ ઊઘડશે ખરો? કેવો હશે એ રંગ? આ બધાથી તેઓ અત્યારે સાવ અજાણ છે. તેઓ કહે છે. એક વાત તમને કાનમાં કહું ? મને અજાણ્યા રંગની માયા લાગી છે” 19. ૧૯૭૫માં “આશંકા' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરનાર કવિ વિપીન પરીખ મૃત્યુ પછી શું નહિ મળે? ની સરસ વાત “મૃત્યુ' નામના કાવ્યમાં કરે છે. બીજું તો ઠીક, પણ “ફૂલોની પાંદડીમાં ઈન્દ્રધનું દેખાતું બંધ થઈ જશે’-એની ચિંતા કવિને જરૂર છે. પ્રથમ વર્ષના શીતલ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #400
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 399 સ્પર્શ પછી ત્વચા પરથી કોઈ ગીત નહિ ફૂટે, એનો વસવસો કવિને છે જ. પછી કોઈ કાવ્ય નહિ જન્મે એની વેદનાય ઓછી નથી. આમ તો માનવીને જીવનમાં કંઈ કેટલાય શ્વાસ લેવાના હોય છે. પણ ક્યારેક એક એક શ્વાસ માટે કેટલો બધો પરિશ્રમ પડતો હોય છે. આવા મૃત્યુની ચેતવણી જાહેરરસ્તા પર હાર્ટ એટેક'માં અપાઈ છે. મૃત્યુને એક ઘટના કે કેવળ વાસ્તવ તરીકે વિચારતા કવિ કહે છે પ્રિયજનના મૃત્યુ પછી એના દેહને વળગીને બેસી રહેવાતું નથી. “તમને એકલા કશે નહીં જવા દઉં' એમ કહેનાર પણ જનારને રોકી શકતું નથી. વિપીન પરીખ મૃત્યુના વિચારને અણગમતો કહે છે. (ક્વીન્સરોડ') કવિમૃત્યુના વિચારને નપુંસક અને “કાળો' કહે છે. પણ કવિ એ તો જાણે જ છે કે, મૃત્યુના વિચાર કરવા ન ગમે તોય કરવા પડે. “સ્મશાનની ઊંચી દીવાલો કૂદીને પણ એનો ધુમાડો રસ્તા પર છવાઈ જાય છે, ને મૃત્યુ જાણે પોતાના અસ્તિત્વની જોરજોરથી છડી પોકારે છે.” 110 એક ટૂંકો પરિચય' નામના કાવ્યમાં મૃત્યુનો ટૂંકો પરિચય કવિ વિપીન પરીખ આપણને કરાવે છે. “મૃત્યુ સફેદ હોય છે ચાદર જેવું, મૃત્યુ ઠંડુ હોય છે બરફ જેવું, મૃત્યુ હુકમનું પાનું છે, મૃત્યુ શંકરના હાથનું ડમરું છે, | મૃત્યુ બિલાડીના પગ છે, મૃત્યુ કાલીની જીભથી ટપકે છે લાલ લાલ.” 111 “મૃત્યુ'નો એક ઘટના તરીકે સ્વીકાર કરતાં આ કવિને સારી રીતે હવે ફાવી ગયું છે. કવિ કહે છે. “પહેલીવાર સ્મશાને ગયો તે પછી કેટલીયે રાત જેપીને સૂઈ નતો શકયો પણ હવે તો મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે” 112 મરનાર વ્યક્તિ અધૂરાં સ્વપ્ન સાથે લઈ જાય છે. માત્ર આપી જાય છે પોતાની આંખ. જો કે જનાર વ્યક્તિને “ચક્ષુદાન' કર્યાનો સંતોષ જરૂર છે. દાનમાં અપાયેલાં એ ચક્ષુને સંબોધી કાવ્યનાયક કહે છે. “દુનિયા તો તમારી સામે હશે, એની એ જ હું નહીં હોઉં 113 પછી ફૂલોને જોઈ એ ચક્ષુ ઘેલાં થાય, કે કમળના પાન પર ઝાકળનું બિંદુ પાણીનું એક નિરર્થક ટીપું લાગે, એમને શું? દાનમાં આપેલા એ ચક્ષુને કવિ પૂછે છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #401
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 400 “રવિવારની ફુરસદે કોઈ ચોપાનિયામાં વિપીન પરીખ' નામ વાંચતાં તમને કશું પરિચિત લાગશે ? મૃત્યુના ભયની વાત કવિ વિપીન પરીખ નિખાલસ રીતે વ્યક્ત કરે છે. આમ તો સહેલી છે મૃત્યુની વાતો કરવી વિરક્ત થઈને પણ રાત્રિની સ્તબ્ધતામાં એના આગમનના - પડધા આપણા ઘરભણી આવતાં લાગે તે પછી પણ હસતા રહેવું થોડીક હિંમત માગી લે છે” 14 * માધવ રામાનુજ “કોક કોકવાર'માં (‘તમે) સદૂગત પ્રિયજનની યાદને વ્યક્ત કરતાં મૃત્યુની અફરતાનો ઉલ્લેખ કરે છે. મૃત્યુને વીંધી શકાતું નથી. મૃત્યુની સામે કોઈ તેગ કામ આવી શકતી નથી. ૧૯૬રમાં “મહેરામણ’ સંગ્રહ લઈને આવતા કવિ ચંદ્રકાંત ટોપીવાળાને મૃત્યુનો તોતિંગ પડછાયો હાલતો દેખાય છે. “અદશ્ય હાથમાં મૃત્યુના પડછાયાનો કવિએ ઉલ્લેખ કર્યો છે. ૧૯૬૪માં “નિર્મિતિ' સંગ્રહ લઈને આવનાર શશિશિવમ્ મૃત્યુ પ્રત્યેની નિર્ભયતા તથા ખુમારી વ્યક્ત કરે છે. “જંગમાં મૃત્યુ સાથેના આખરી જંગની, તથા “જંગ આખરી'માં પણ મૃત્યુ સાથેના આખરી યુદ્ધની અપૂર્વતા વિશે કહેવાયું છે. મૃત્યુ પર વિજય મેળવી આખરે પરાશક્તિ ભણી પ્રયાણ કરવાની કવિની શ્રદ્ધા છે. “મૃત્યુની અનુભૂતિ' (“રૂપરોમાંચ')માં કવિ શશિશિવમે અંધકારને મૃત્યુના પર્યાય તરીકે વર્ણવી જન્મ, જીવન, મૃત્યુની સાંકેતિક રીતે વાત કરે છે. ગમે તેટલું મથવા છતાં અંધકારજવર તૂટતો નથી. સાંજ ઢળે ત્યારે (જીવનસંધ્યા) અંધકારનાં જાણે પૂર ચડે, ને પછી બધુંજ પારાવારમાં, અનંતમાં ડુબાડે. ૧૯૮૯માં શશિશિવમ નો કાવ્યસંગ્રહ ‘શ્વાસનો શ્વાસ' પ્રગટ થાય છે. પ્રત્યેક જન્મદિન માનવમાં મૃત્યુની સભાનતા પણ જગાડે છે. “૬૦મા શ્રાવણે'માં પ્રત્યેક શ્રાવણે પોતાના જ મૃત્યુમાં સ્નાન કર્યાની અનુભૂતિ આ કવિને પણ થાય છે. - કવયિત્રી કમલ વૈદ્ય મૃત્યુને સન્મિત્ર ગણે છે. ૧૯૬૬માં તેઓ “પ્રતીતિ' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુની છાયા અદશ્ય રૂપે એમની પાછળ પાછળ, ચાલતી હોવાનું તેઓ અનુભવે છે. “પ્રશાંતમૂર્તિ મૃત્યુ નજીકમાં જ હોવાની અનુભૂતિ જાણે એમને થાય છે. મૃત્યુના મૌન મંત્રનાં ગાન ઝીલવા તેઓ ઉત્સુક છે. આ શ્યામ સન્મિત્રના સ્નિગ્ધ તેજને ઝીલવાની એમની તીવ્ર ઉત્કંઠા છે. “દૂર-અન્તિકે' સકલથી ઘણે દૂર સરી જઈ અખિલાઈ પામ્યાનો અનુભવ વ્યક્ત થયો છે. સમગ્ર અસ્તિત્વે જાણે મૃત્યુ પર વિજય મેળવી લીધો છે. અર્થાત મૃત્યુના સ્વરૂપને સમજવાનું જ્ઞાન લાધ્યું છે. “ઉજ્જવલ શર્વરી' પ્રગટ થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #402
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 401 છે. જેમાં એમની અંદરની સભરતાનો પરિચય આપણને મળે છે. આમોદ' કાવ્યસંગ્રહના કવિ શ્રીકાંત માહુલીકર મોતને બિહામણું નથી ગણતા, જીવન અને મૃત્યુની ફિલસૂફીમાં કવિને પેલા પરમ ગ્રષ્ટાના સનાતન ગીતનું પૂરક, કુંભક ને રેચકની લીલાનું દર્શન થાય છે. જીવનની પ્રેયસીના પ્યારમાં ગળાબૂડ હોવા છતાં તેઓ મૃત્યુનો અનાદર નથી કરતા. મૃત્યુતરી પહેલી મિલન રાત્રિમાં આયુષ્યની અણતૃપ્તિમાં હું તૃપ્ત છું, મુક્ત છું” 15 ૧૯૬૯માં “સ્વગત' કાવ્યસંગ્રહ પ્રકાશિત કરનાર યોસેફ મેકવાનને દૂરથી ધીરે ધીરે ચાલ્યા આવતા મૃત્યુના પડઘા સંભળાય છે. જેનું સરસ ચાક્ષુષરૂપે તેમણે શબ્દાંક્તિ કર્યું અરવ કુટિરે જોતો બેઠો ફરે ઘડિયાળમાં કર્મઠ ગતિએ, બેઉ કાંટા અને લયપૂર્ણ ત્યાં ટક.... ટક....મહીં, મૃત્યુ કેરી ક્ષણો પગલાં ભરી સમયપથમાં ચાલી આવે સુદૂર, સુણી રહું ધક.... ધક....થતા મારે હૈયે પડે પડઘાય તે” 114 કવિનું મૃત્યુ' કાવ્યમાં એક રમણીય પરિવેશમાં કોઈ કવિના થતા મૃત્યુનો પ્રસંગ આલેખાયો છે. આંગણામાં સોનચંપાની ઝૂકેલી ડાળ પર બુલબુલ પોતાનો સ્વર રેલાવતું હોય, વાતાવરણમાં પ્રસરતા ધૂપની જેમ કવિ એ ગાનમાં લીન થતાં થાય કવિનું મૃત્યુ. “સ્વિચ ઑફ થતાં પ્રતીકાત્મક કાવ્ય છે. બારીમાંથી ધસી આવતા પેલા અંધકાર રીંછના રક્તડાહ્યા સ્વરૂપથી (મૃત્યુથી) શી રીતે બચવું એ વિમાસણ છે. કવિ મહેશ દવે ૧૯૬૯માં બીજો સૂર્ય' નામનો સંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુને કેવળ “ઘટના” તરીકે જોનાર કવિ, તથા આજના માનવે પણ જીવન અને મૃત્યુ બંનેમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી છે. ને “હું'ને કેન્દ્રમાં રાખી જીવતો આજનો માનવ તેથી જ આ અડાબીડ જંગલના “કેસરી' (મૃત્યુ)ની ત્રાડથી ફફડે છે. કદાચ એમનામાં જ એ પશુ ત્રાડતું હોય તોય શી ખબર? મૃત્યુનું વર્ચસ્વ કબૂલવા છતાં મહેશ દવે “મૃત્યુને “ઇતિમાનતા નથી. ક્યારેક તેઓ મૃત્યુને પરિણામશૂન્ય વંધ્ય પ્રક્રિયા ગણાવે છે. ને છતાં માનવના સમગ્ર અસ્તિત્વને એ ઓગાળી નાખે છે. “મૃત્યુકાવ્યમાં પ્રતીકાત્મક રીતે મૃત્યુની વાત કહેવાઈ છે. જીવનની જ નહિ, મૃત્યુની પણ ક્ષણભંગુરતાનો ઉલ્લેખ કવિએ અહીં કર્યો છે. - ૧૯૭૯માં ખંડેરિયા અટકળ' નામનો કાવ્યસંગ્રહ પ્રકટ કરે છે. મૃત્યુના ઝગમગાટની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #403
--------------------------------------------------------------------------
________________ - અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 402 વાત અહીં કવિ કરે છે. મૃત્યુ જાણે જીવને સમજાવે છે. મરવું એ તો ઝાકળ જેવું, ને જીવતર કાગળ જેવું એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર ડાળ છોલાતી રહી કે હું....ખબર પડતી નથી ....એ ઘટનાને કોઈ “મૃત્યુ' કહી દે ને કાયા “હું'થી અલગ થતી જાય શ્વાસ હિસાબો કાઢ્યા કરે રોજ દેણું ચૂકવવાનું” 117 મીણ જેવા શ્વાસના સંબંધો અંતે ઓગળી જાય છે. કાવ્યનાયકના ઉંબર પર એક જાસાચિઠ્ઠી પડી હોવાનું તેઓ કહે છે. મરણનો ભાર સૌએ સતત ઉપાડીને જીવવાનું છે. હાથમાં આયુરેખા તૂટેલી હું કરું છું મરણ ઉપાડીને” 118 છેલ્લા શ્વાસ અડગ થઈ અટકી જાય છે. મૃત્યુ સમયે બધા કિલ્લા જીર્ણ થઈ જાય છે. શ્વાસમાં પછી લીલાં પર્ણ ફરકતાં નથી. “હવે સાંજ થઈ, દૂર ઝાલર બજે ને ક્ષિતિજે ક્ષણોનો ઊડે રંગ ગેરુ” 119 શ્વાસ અંતે પથ્થરધાર તોડી શરીરની બહાર નીકળી જવાના “સ્પર્શ કહે છે માટીનો કે ક્યાં વાર હવે તો ?" 120 ૧૯૬૭માં “ઇજન' લઈને આવતા ફકીર મહમ્મદ મનસુરીને મૃત્યુનું સ્મરણ વાયરાની શીળી લહર જેવું લાગે છે. કવિ યશવંત ત્રિવેદી ૧૯૭૧માં ‘ક્ષિતિજને વાંસવન” સંગ્રહ પ્રગટ કરે છે. પોતાને “ભૂરી ઝાંયનો પરપોટો' કહેતા કાવ્યનાયક અનેક પૂર્વજન્મોનાં સરકતાં ઈન્દ્રધનુષ્યની લસરણીનો અનુભવ કરે છે. “બુબુદ્દનું આયું વળી કેટલું ? કહી કવિ જીવનની નશ્વરતાને વર્ણવે છે. ૧૯૭૫માં કવિ યશવંત ત્રિવેદી “પરિપ્રશ્ન” કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. કવિ કહે છે. “સમુદ્રને અને મૃત્યુને' (પૃ. 36) અનુભવાતાં હોય છે. કાવ્યનાયકને જીવન અને મૃત્યુ વચ્ચેના એક અભ્યસ્ત અનુણુપ છંદનો અનુભવ થાય છે. પરિદેવના' આખો કાવ્યસંગ્રહ આમ તો પ્રિયકાંત મણિયારને અપાયેલી શ્રદ્ધાંજલિ છે. પ્રિયકાંતનું “જલાશય' વાંચતાં તેમની આંખ ભીની થઈ જાય છે. “નવમા કાવ્ય'માં કવિ મૃત્યુની વ્યાખ્યા આપતાં કહે છે “મૃત્યુ એક શંકુ-આકાર અંધકાર છે.” પ્રિયકાંત આ નક્ષત્ર પર ઊતરી ગયા હશે એવી કલ્પના કવિ કરે છે. એમ કહેવાય છે કે “મૃત્યુ પછી માણસ ભાષા ભૂલી જાય છે” (એટલે?) “રીતા' કાવ્યમાં મૃત્યુને યશવંત ત્રિવેદી વેદનાના * પૂર્ણજ્ઞાન તરીકે ઓળખાવે છે. પ્રવીણ દરજી “ચીસ”ના નવમા કાવ્યમાં પંચમહાભૂતોનો વિસામો ઇચ્છતા કાવ્યનાયકની વાત કરે છે. “અગિયારમા' કાવ્યમાં અસ્તિત્વના હરણને મૃત્યુની હમેશ ભીતિ’ હોવાનું કવિ કહે છે. “ઓગણીસમા' કાવ્યમાં કાવ્યનાયક પોતાને મૃત્યુનો કેફ ચઢ્યો (“એટલે?) હોવાનું કહે છે. મૃત્યુના ગૂઢાતિગૂઢ રહસ્યો ઉકેલવાનું કાર્ય નચિકેતરું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #404
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 403 ઉપર છોડી દઈને મૃત્યુને માત્ર “ગમ્મત” માનવાનું એમણે શરૂ કર્યું છે. પોતાના મૃત્યુને કાવ્યનાયક “કંગાળ' કહે છે. અઠ્ઠાવીસમું કાવ્ય મૃત્યુને ઉદ્દેશીને લખાયું છે. કવિ “મૃત્યુને નિમંત્રણ આપે છે. મૃત્યુ ઘણી ચૂપકીથી આવતું હોય છે. ને પોતાના શિકારને પલકમાં ઝડપી લઈ જતું હોય છે. ચૂપકીદીભરી આવનજાવન છોડી ઉઘાડે છોક ખુલ્લે મને ખુમારીથી હરેક ક્ષણે મૃત્યુને આવવા કવિ નિમંત્રે છે. પ્રવીણ દરજી “ઉન્સેધ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. અસ્તિત્વ આખું ઘંટીના પડ નીચે ભૂકો બની જાય કે મધુર ટહુકો ખાટકીના છરા દ્વારા ખચ્ચ કરતોક ને છેદાઈ જાય. એ સૂચવે છે કે “મૃત્યુ ખાટકી પણ છે' પેલા અશ્મિઓનાં પોલાણોની બંશીમાંથી મૃત્યુની સિસોટીઓ વાગવી શરૂ થાય છે. પેલું મૃત્યુ રાક્ષસી દરિયાઈ પાણીની જેમ ભરડો લઈને છેલ્લા બુંદ સુધી ચૂસ્યા કરે છે આપણને. આધુનિક માનવ પોતાને જીવતું જાગતું શબ માને છે. પોતાના શબને કાંધ ઉપર લઈ અહીં તહીં ફરતાં બેવડ વળી ગયાની વાત સતત મૃત્યુ પોતાની સાથે હોવાનો નિર્દેશ કરે છે. પ્રિયકાન્ત મણિયારને અંજલિ આપતાં પ્રવીણ દરજી “મૃત્યુને મૌનના મહાલય” તરીકે ઓળખાવે છે. ભગવતીકુમાર શર્મા ૧૯૭૪માં “સંભવ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “મળાતું નથી' કાવ્યમાં મૃત્યુની અનિવાર્યતાનું વર્ણન ભગવતીકુમારે નાજુકાઈથી કર્યું છે. શ્વાસનું કબૂતર પાળી શકાતું નથી. મૃત્યુ પામવાની પ્રક્રિયાને કવિ સૂર્યની સંગે ચાલી નીકળવાની ક્રિયા ગણાવે છે. “લ્યો હવે આવ્યો છે ઢળવાનો સમય સૂર્યસંગ ચાલી નીકળવાનો સમય” 121 જીવી ગયો' કાવ્યમાં જિંદગીને સાપની કાંચળી સાથે સરખાવાઈ છે. પોતાની કબર ક્યાંક બાજુમાં હોવા છતાં, ત્યાં સુધી પહોંચતા લાગી જતા થાકની વાત, પરોક્ષ રીતે મૃત્યુઝંખના સૂચવી જાય છે. તો ક્યાંક શ્વાસ તૂટી રહ્યાની પ્રતીતિ પણ કાવ્યનાયકને થાય છે. લોહીલુહાણ'માં કોઈકના છેલ્લા પ્રયાણની વાત કરાઈ છે. કોઈનાય અસ્તને કદી રોકી શકાતો નથી. ગગનથી શ્યામ અશ્વો ઊતરી રહ્યાની અનુભૂતિ મૃત્યુના આગમનનું સૂચક છે. મૃત્યુદૂતના પડઘાના ડાબલાને કાવ્યનાયક ઓળખતા હોવાનું કહે છે. (અનેક જન્મમરણ સંદર્ભ ?) ૧૯૮૭માં ‘છન્દો છે પાંદડાં જેનાં સંગ્રહ ભગવતીકુમાર પ્રગટ કરે છે. મૂળથી જ જીવવાની ઝુંબેશમાં એમનો કાવ્યનાયક નથી. તેથી જ તેઓ એમના ભણકાતા મૃત્યુની ચિંતા ન કરવા કહે છે. પોતે પોતાને (ખોળિયાને) છોડીને જાય પણ સ્મરણોનું શું? મૃત્યુના - આગમનને “જાસાચિઠ્ઠી' ઘણા કવિઓએ કહ્યું છે. કાવ્યનાયક શ્વાસનો અશ્વ લઈ અનાગતના મેદાનમાં પહોંચવા નીકળી પડે છે. મરઘટ પરની ભીડનો ઉલ્લેખ ક્ષણે ક્ષણે મૃત્યુ પામતા માનવોનું સૂચન કરે છે. “લાઈટ્સ ઑફના અંધારઘેર્યા દળકટકની વાત મૃત્યુનો સંક્ત આપે છે. આપણો હક્ક માત્ર કાળા રંગ (મૃત્યુ) પર હોવાનું કહેવાયું છે. પ્રભુમિલન માટે શ્વાસની દીવાલ કૂદવી પડે, અર્થાત મૃત્યુ પછી જ એ શક્ય બને. તો અલપઝલપ થતો રામણદીવડો પણ મૃત્યુનો સંકેત આપે છે. અંધારી રાતનો ત્રણ વખત થયેલો ઉલ્લેખ મૃત્યુની ભયાનકતા તરફ ઇશારો કરે છે. “નીકળી ગયો'માં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #405
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 404 પોતાના દેહમાંથી બહાર નીકળી ગયેલો માનવ મૃત્યુની સાથે શરત મારી, એને હરાવી, મૃત્યુ પર જીવનના વિજયની છડી પોકારે છે. મૃત્યુનું નામ પાડ્યા વિના મૃત્યુની જોરદાર ઉપસ્થિતિનું વર્ણન “તુલસીપર્ણ'માં કરવામાં આવ્યું છે. તો સ્મરણવલયની કથા ‘પિતૃકેર્ટમાં કવિ ભગવતીકુમારે મૃત્યુને “કાંટાળું કહ્યું છે. અહીં મૃત્યુ નિકટના સ્વજનને લઈ ગયું છે ને ? કવિને તેથી એ “જરઠપશુ' જેવું લાગે છે. ૧૯૮૦માં સુધીર દેસાઈ “સૂર્યને તરતો મૂકું છું' સંગ્રહ લઈને આવે છે. કવિઓએ મૃત્યુના વિવિધ રંગોની કલ્પના કરી છે. સુધીર દેસાઈ પોતાના મૃત્યુનું લાલ પંખી લોહીમાં નહાઈ હજુ બહાર નહિ આવ્યાની વેદના વ્યક્ત કરે છે. કવિએ “બપ્પોર'નું આપેલું ચિત્ર મૃત્યુસમયની સ્તબ્ધતાનો અનુભવ કરાવે છે. સકંપ વૃક્ષ મૃત્યુનું મહોરું બની ઊભેલું દેખાય છે. ને ખરી પડતી રજકણો મૃત્યુના દાંત જેવી. મૃત્યુના પીત અંધકારની પણ વાત કરાઈ છે. મૃત્યુ “શ્વાનજીભ' પણ છે. ને એ પછી બધું રિક્ત જ રિક્ત. કાવ્યનાયકની બારી પાસેથી મરણ પામેલાઓ શરણાઈ વગાડતા જાણે પસાર થતા અનુભવાય છે. તો બીજી બાજુ તેઓ ફરી જન્મવાની અનુભૂતિ પણ કરે છે. બાલ્કનીના કૂંડામાં પોતે ફરી જન્મી રહ્યાની અનુભૂતિ પુનર્જન્મનો સંકેત આપે છે. સામેના ડુંગર પર ઊભેલો ઇશારો કરતો, મૃત્યુનો નિઃશબ્દ અવાજ સંભળાય છે. કરશનદાસ લુહારે “નિરકુશે' ૧૯૭૪માં “લીલો અભાવ' નામનો સંગ્રહ પ્રગટ કર્યો છે. “મૃત્યુ પામતા પંખીનું ગીત)માં પંખી પોતે પોતાની અંતિમ ક્ષણની વાત કરતું હોય એવી કલ્પના કરી છે. મૃત્યુપળે રાખમાંથી ફરી જન્મારો પામે એવા પોતાના ભાગ્ય નથી એમ કહેતું આ પંખી હજુ જીવવા તો માગે છે. ૧૯૮૮માં નિર્વાણ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરનાર કવિ નીતિન મહેતાને મૃત્યુની લીલી મહેકનો અનુભવ થાય છે. તેઓ કહે છે “આજ મને શ્વાસમાં સંભળાય છે લીલી મહેક” 122 મૃત્યુસમયની સ્થિતિનો કલ્પનાસભર ચિતાર મૃત્યુનેય રમણીય બનાવી દે છે. કાવ્યનાયકને પોતાના ટેરવાં પર બાઝેલી ધૂળમાં પરી અને પંખાળો ઘોડો ફૂટી નીકળ્યાનો અનુભવ થાય છે. પોતે પતંગિયાની જેમ જાણે ક્યાંક ઊડ્યા ન કરતા હોય ? એવું લાગે છે. મફત ઓઝાના કાવ્યસંગ્રહ “પડઘાનું ચકરાતું આકાશ'નું પ્રકાશન ૧૯૮૫માં થાય છે. સાંજ પડતાં મરણ ઓઢતા માણસની વાત “માણસ સાતમો કોઠોમાં રજૂ થઈ છે. મફત ઓઝા કહે છે “માણસ મરણ નામના રાક્ષસથી બીએ છે.” ૧૯૮૩૮૪માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મેળવનાર “અપડાઉન' સંગ્રહમાં મફત ઓઝાએ “છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષા' કાવ્યમાં મૃત્યુ ઝંખનાનો નિર્દેશ કર્યો છે. “અપ'માં પોતાના શ્વાસને “છૂટતાવંટોળ' સમા ગણાવતા કાવ્યનાયક તાતા હણહણતા તોખારનો (મૃત્યુ) અવાજ સાંભળે છે. સ્ટેશન (મૃત્યુ) આવે, એ પહેલાં વિસલો પર વિસલો વાગે છે. (મૃત્યુના આગમનના સંકેતો મળી જાય છે) અને ગાડીઓ દોડે છે. (મૃત્યુ સમયની મરનારની અનુભૂતિનું અહીં પ્રતીકાત્મક વર્ણન થયું છે) લોકો શેડમાં ઊભું ઊભું ધબકતું લાલ એન્જિન માનવના હૃદય ધબકારનો સંકેત આપે છે. ને પછી માણસ ઘસઘસાટ ઊંધે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #406
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 405 છે. ગાડી ઊભી રહે છે ત્યાં એક નદી (વૈતરણી ?) વહે છે. ૧૯૭૬માં મફત ઓઝા “અશુભ' કાવ્યસંગ્રહ લઈને આવે છે. કુરુક્ષેત્રના અઢાર દિવસના યુદ્ધની કથા સાંભળી કંપી ગયેલા કાવ્યનાયકને મૃત્યુનો ભય લાગે છે, પણ કવિ કહે છે મહામૃત્યુને તો કૃષ્ણ પણ ક્યાં ખાળી શક્યા હતા' ? કોઈ ક્યારેય મૃત્યુના સકંજામાંથી છૂટી ન શકે, એ વાસ્તવ અંતે સમજાય છે. એટલું જ નહિ તેઓ પોતાના મૃત્યુની કાળોતરી પોતે જ લખી સગાંઓને સ્વમૃત્યુ સમાચાર પણ આપે છે. મૃત્યુથી દૂર રહેવા મથનારાનેય મૃત્યુ છોડતું નથી. ભગવતપ્રસાદ ચૌહાણ “સૂરજમાં લોહીની કૂંપળ' સંગ્રહ પ્રગટ કરે છે. જિંદગીને રાઝ કહેતા આ કવિ મૃત્યુને નવો ધબકાર કહે છે. સામાન્ય રીતે મૃત્યુ માનવનો પીછો કરે છે, એમ કહેવાય છે. અહીં કાવ્યનાયક મૃત્યુનો પીછો કરવા તત્પર છે. મૃત્યુ અતિશય નમણું હોવાની કલ્પના આ કવિએ કરી છે. મોતને “ઊંચું શિખર' કહેતા આ કવિ બીજી જ પળે મૃત્યુને ઊંડી ખીણ' પણ કહી નાખે છે. કવિની દૃષ્ટિએ જિંદગી એટલે જ વિદાયનો છોડ. મૃત્યુની બારીએથી (પૃ. 49) અખિલાઈને જોવાની કવિની ઇચ્છા છે. એમની શ્રદ્ધા છે કે મૃત્યુ જ જીવનનું અખિલાઈભર્યું દર્શન કરાવી શકે. - ૧૯૭૯માં “અંતિ' કાવ્યસંગ્રહ પ્રકાશિત કરતા કવિ લાલભાઈ પટેલ “ઘેઘૂર અવાજ'માં મૃત્યુની ચિરંજીવતા અને જીવનની નશ્વરતાનો ઉલ્લેખ કરે છે. મૃત્યુના શાસનની વાત કરતા કવિ કહે છે “બંધ આંખની પાંપણ પર મૃત્યુ કદી અવાજનું નામ લખવા દેતું નથી શરીરના બધા જ અવયવો પર મૃત્યુનું શાસન ચાલતું હોવાનું કવિ માને છે. “અલવિદા' કાવ્યમાં લાલભાઈએ મૃત્યુની વાત નજાકતથી કરી છે. વ્યક્તિનું મૃત્યુ થતાં સમયના વાસંતી છોડ પર મહેકતું, સંદર્ભોની કળીઓનું હાસ્ય સંબંધના વિસ્તરતા રણમાં રોળાઈ જાય છે. ૧૯૭૮માં અવસાન પામેલા શિવ પંડ્યાનો “કાવ્યો' નામનો મરણોત્તર સંગ્રહ ૧૯૭૯માં પ્રગટ થાય છે. મૃત્યુપળે ધીરેધીરે હિમશૃંગોની જેમ ઓગળવાની અનુભૂતિ થાય છે. આયુષ્યના મધ્યાહુને થતી સૂર્યાસ્તની ભ્રાંતિ જીવનવિલયની એંધાણી આપે છે. ઊડે ઊતરી અવાવરુ અંધારે જઈને અંદરના શ્વાસ પ્રથાસે કોઈકને શોધતું બારેમાસ પ્રવાસ કરતું, દૂરદૂર ઊડતું પંખી મૃત્યુનું જ પ્રતીક બની રહે છે. જે મનુષ્યના શ્વાસને લૂલો બનાવી દે છે. “મારા આછા મારા ઊંડા શ્વાસ અને પ્રશ્વાસ મારા જનમ મરણનો ઝૂલો પાંખો એની મંદ પડે ને શ્વાસ બનાવે લૂલો” 123 શ્યામ રંગનો એક જ લસરકો આખા મારગને (જીવનના) ભૂંસી નાખે છે. સાંજની આરતી ટાણે મંદિરના પ્રાંગણમાં શિર નમાવી પથરાયેલો અબોલ પડછાયો અંધકાર બનીને કાવ્યનાયકના ઊંડા એકાંતમાં ઊતરે છે. પડછાયાની જેમ સતત સાથે રહેતા મૃત્યુએ જ કદાચ “ક્યાં છો? પ્રશ્ન પૂછયો. તેમ છતાં મૃત્યુનો એને ડર નથી. એમના અસ્તિત્વનું સૂંઠું તો મૃત્યુના અજવાસની પ્રતીક્ષા કરે છે. કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #407
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 406 દેહ તો વામણો છે, પીગળે તોય શું? સરી જતા, આ પગને ખાળ્યા કરીશું? ....ક્યાં સુધી આ જીવને પાળ્યા કરીશું ?" 14 જીવને લાંબા સમય સુધી પાળી શકાતો નથી. ને મૃત્યુને આવતું ખાળી શકાતું નથી, ને છતાં કવિની શ્રદ્ધા એવી છે કે, ઈશ્વરના હસ્તસ્પર્શે મૃત્યુની રેખ પણ ભૂંસાઈ જાય. “ઈશ્વર છે ત્યાં સુધી મૃત્યુ નથી.” - ૧૯૭૯માં “નિમિષ' નામનો કાવ્યસંગ્રહ પ્રકટ કરનાર કવિ પીયૂષ પંડ્યા (“જયોતિ') માને છે કે મૃત્યુથી ડરવા જેવું નથી. મૃત્યુનું સૌંદર્ય માણસને માટે અનન્ય આનંદ બની રહે છે. કવિ મૃત્યુને “સુંદરતમ' કહે છે. એટલુંજ નહિ તેઓ તો મૃત્યુને સૌંદર્યનું સર્જન પણ કહે છે. એમની દષ્ટિએ મરણ તો જીવનનું નાજુક પડખું છે. જીવન એ નાજુક પડખું ફરે છે ત્યારે આકરો વિયોગ સર્જાય છે. “મરણ' સ્વજનોને શાશ્વત વિયોગનું દુઃખ આપે છે. હે મરણ ! સુંદર સત્ય શિવનું સર્જન” 125 - કવિ મેઘનાદ ભટ્ટ જન્મ સાથે જ મૃત્યુનો છોડ ઉછરતો હોવાની વાત કરે છે. “એમ તો મેં જાતે જ મારા મૃત્યુના છોડને દૂધ પાઈ ઉછેર્યો છે, મારા મૃત્યુના છોડમાં જીવનની જે લીલેરી કૂંપળો મેં જોઈ (એમાં તમને મારો વાંક લાગે તો ભલે). હું એને અવસાનની આગવી રીત સમજું છું” રજ પોતાના મૃત્યુ માટે જવાબદાર મિત્રો તરફ રોષ પ્રગટ કરવાને બદલે એમણે તો એ મૃત્યુને જીવતદાન' માન્યું છે. ૧૯૮૭માં મેઘનાદ ભટ્ટ “મલાજો' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુની કાવ્યમય રીતે વાત કરતાં કવિ મેઘનાદ ભટ્ટ મૃત્યુને સુધાધવલ સુધાકર સાથે સરખાવે છે. ગ્રીખની ગર્વીલી રાત્રિમાં સુંદર સમીરના સુરીલા પાવાના સુમધુર સંગીતમાં સંતાકૂકડી રમતા સુધાધવલ સુધાકરે (મૃત્યુએ) દેહને સ્નેહાલિંગન સિરપાવ આપ્યાની વાત મૃત્યુની નજાકતનો પરિચય આપે છે. સતીશ ડણાક ૧૯૮૧માં “એકાન્તવાસ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. સ્વજનમૃત્યુની અનુભૂતિમાંથી એમનું મૃત્યુ દર્શન પ્રગટ થયું છે. મૃત સારસી મૃત પત્નીનું પ્રતીક બનીને આવે છે. ટકોરા મારતો આંધળો અસવાર યમદૂતનું પ્રતીક છે. પંચકલ્યાણી ઘોડાનો હણહણાટ પણ મૃત્યુદૂતના આગમનની જ એંધાણી આપે છે. વાસ નાખવા ઊંચો થતો હાથ અને છાપરા પરથી ઊડી આવતા અવાજ, મૃત્યુનો અંધકાર તથા કાળું ધબ્બ આકાશ બની આંખોમાં પુરાઈ જાય છે. અજિત ઠાકોર ૧૯૮૧માં “અલુફ સંગ્રહ પ્રગટ કરે છે. “મૃત્યુ-૧'માં અજિત ઠાકોરે મૃત્યુનું ચાક્ષુષ રૂપ વ્યક્ત કર્યું છે. “રાખોડી કૂતરી જેવું સઉને ઠેકે....દડે, દખણાદ, પંથક વળે” મૃત્યુ આવે, પથારીમાં આળોટે, ને પછી સૌને ઠેકતું દખણાદે પંથક વળી જાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #408
--------------------------------------------------------------------------
________________ 2. * અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 407 કોઈકને લઈનેજ તો. મધરાતે એક ડોશી અઢીક વાગ્યે હાથમાં ઝાંખું ફાનસ લઈ ફળીમાંથી થાય છે પસાર. “એના થરવીંથર વાળ સમારવા એ જે ઘર સામે મૂકે ફાનસ સવારે, તે ઘરમાંથી ઓછું થાય એક “માણસ” સાંભળ્યું છે એને ઝાંપો ઠેકતી જોતાં ગામ આખાનાં કૂતરાં રડી ઊઠે છે” 27 કાવ્યનાયક જાગી ઊઠે છે. એમના પલંગ તળેથી ઊભરાતો અંધકાર કદાચ એક ઝાંખા ફાનસમાં પલટાઈ રહ્યો છે. પાંપણો પાછળ.... તરે છે દૂ....૨ એક ઝાંખું ઝાંખું ફાનસ. કાવ્યનાયક અંદરથી પાકા ફળની જેમ ફદફદી ગયા છે. મૃત્યુ-૨'માં મૌનની ટેકરીઓ મૃત્યુનો પર્યાય બનીને આવે છે. ઓરડાની શૂન્યતા ભીંસાય છે. “ઘરમાં' કાવ્યમાં મૃત્યુના આગમનને ખાળવાના ઠાલા પ્રયાસની વાત કરાઈ છે. બારીબારણાં બંધ કરવાથી મૃત્યુને આવતું રોકી શકાતું નથી. સૌ મોતથી સંતાતા ફરે છે. પણ મૃત્યુ તો સર્વત્ર છે. ભીંતોમાંય એ ઊંડે ઊતરી જામી જતું હોય છે. કવિ યોગેશ્વરજી “તર્પણ' નામના કાવ્યમાં માના સૂક્ષ્મરૂપની વાત કરતાં કહે છે, માએ તન ત્યજ્યા પછી, મૃત્યુ બાદ જાણે અનેક સૂક્ષ્મ નયનથી કવિને જોયા કર્યા છે. શરીરધારી માની સીમિત વાણી મૃત્યુબાદ નિઃસીમ અને અમૃતરૂપ બની રહે છે. - જિતેન્દ્ર વ્યાસ “ભમ્મરિયું મધ'માં મૃત્યુના સ્વરૂપની વાત “કાળી તે સાંઢણી પે” કાવ્યમાં કરે છે. કાળી સાંઢણી' મૃત્યુદેવના અસવારનું પ્રતીક છે. કાવ્યનાયકને મોતની બીક નથી. પત્નીનું સૌભાગ્ય નંદવાય એનો ડર છે. પતિનાં સંભારણાનાં ફૂલ ધગધગતા ડામમાં ફેરવાઈ જવાના. જયેન્દ્ર શેખડીવાળા શ્વાસને અનાદિ છળ અને મૃત્યુને સમજણ કહે છે. પ્રણય અને પ્રલયમાં એમને તફાવત લાગતો નથી. બંનેનું પરિણામ “વિલયમાં આવતું હોવાનું તેઓ કહે છે. હયાતીને સતત ખોદયા કરે છે શ્વાસ લેવા મને ખોદે સતત એવું કોઈ નિતાંત બંડ આપો” 28 ગર્ભસ્થ'માં અંધારાજળ વચ્ચે તબડક દોડતા ઘોડા, મૃત્યુના આગમનનું સૂચક છે. “ભાઈ નામના કાવ્યમાં અસ્તિત્વના તળાવની હેઠળ મરણનો વેશ સંતાયો હોવાનું કવિ કહે છે. મૃત્યુની સાર્વત્રિતાની વાત કરતાં શેખડીવાળા યમદેવના કાળા પાડા સર્વત્ર ચરતા હોવાનું સત્ય પ્રગટ કરે છે. મૃત્યુના સ્પર્શ સાથે જ સાંજના ધૂમિલ કેસૂડાં કાળા ગુલાબમાં પલટાઈ જાય છે, ને પછી સંભળાય છે મૃત્યુગીત. * રાધેશ્યામ શર્મા (“આંસુ અને ચાંદરણું) “શબ' નામના કાવ્યમાં શ્વાસે શ્વાસે માણસ ઊંડા અજાણ્યા પાણીમાં ઊતરતો જતો હોવાની વાત કરે છે. “મૃત્યુને કવિ પ્રખર ઘોરખોદિયું” કહે છે. જે પોતાના પીળા તીર્ણ નહોરથી પેલી કાળી રેશમી ચાદરને ઉઝરડા ઉતરડી ચીરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #409
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 408 તો નાખે છે પણ ઘોરતી કબરો અણગમો વ્યક્ત કરતી બસ ચૂનાને ખેરવતી રહે છે. “પડછાયો અને મનુષ્યમાં મૃત્યુને માનવની સાથે સાથે ચાલતા પડછાયા સાથે સરખાવ્યું છે. તો “અધવચ્ચેમાં આયુષ્યની અધવચ્ચે પહોંચેલા કાવ્યનાયકની મૃત્યુભીતિ સૂચવાઈ છે. ૧૯૮૩માં “અંતઃસ્થા' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરતાં કવયિત્રી પુષ્પા ભટ્ટ એમ માને છે કે મૃત્યુભયને કારણે જિજીવિષા પરાસ્ત થતી નથી. કવયિત્રી કહે છે “આ શ્વાસ અને નિઃશ્વાસના વચગાળાની સ્થિતિમાં થોડીક ક્ષણો એવીય છે, જ્યાં સંભળાઈ જાય છે. મૃત્યુની નિઃસ્પદ પગલીઓ” 129 એમને લાગે છે કે એક જીવનું પ્રગલ્મ મૃત્યુ એમનામાં ઓધાન પામે છે. (મૃત્યુ જન્મ લે છે, માનવના જ શરીરની અંદર) કાવ્યનાયિકા પોતાનામાં રહેલા આ ભયના ઇંડાને (મૃત્યુને) સતત સેવ્યા કરે છે. ઓરથી ગર્ભ વીંટળાય એમ કાવ્યનાયિકા મૃત્યુથી વીંટળાઈ વળે છે. તન્મય' કાવ્યસંગ્રહના કવિ રામપ્રસાદ દવે મૃત્યુ પરત્વેની પોતાની બેફિકરાઈ વ્યક્ત કરે છે. રામપ્રસાદ દવે “મૃત્યુને ઉદ્દેશી લખે છે “ચાલ આવું છું મૃત્યુ' કહી ચાલી નીકળવા તેઓ તૈયાર છે. જીવન અસમગતું ન હતું, ને મૃત્યુ પણ અપ્રિય નથી. પોતાને જીવનમાં મળેલા સારા માણસોની વાત તેઓ મૃત્યુને રસ્તામાં કહેવાના. જીવનના આનંદ વિષાદની વાતો કરતાં મૃત્યુનો રસ્તો ખૂટી જશે. તેઓ મૃત્યુને કોઈ સિફારસ કરવા નથી માગતા. તેમ છતાં મૃત્યુને કટાણું મોં કરીને ન ચાલવા વિનવે છે. મૃત્યુને તેઓ હસવા માટે વિનંતિ કરે છે. મૃત્યુનેય હસાવતો આ કાવ્યનાયક મૃત્યુ સાથે હરખભેર ચાલી નીકળવા ઉત્સુક છે. ૧૯૮૮માં મણિલાલ હ. પટેલ “સાતમી ઋતુ સંગ્રહ પ્રકાશિત કરે છે. મૃત્યુને તેઓ રક્ત ખૂંદતો “કાળો ઘોડો' કહે છે. (“રૂપ આંધળી રાત') ચારે બાજુ મૃત્યુના અંધારા ચકરાતા હોવાનું તેઓ કહે છે. કાળા કોતર, ડાઘુઓનાં ટોળાં, ને પ્રેત તથા ઠાઠડી ને ગીધ પણ બીકનો અનુભવ કરે એવો તો સોપો મૃત્યુએ પાડ્યો હોવાનું કવિ કહે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો મરણોત્તર કાવ્યસંગ્રહ “કિમપિ' ૧૯૮૩માં પ્રગટ થાય છે. મૃત્યુને ઢંઢોળીને તેની સાથે ફરવા જવાનીયે તેમની તો તૈયારી છે. (પૃ. 19) તેઓ અંધારું જામેલું જોઈ બેસી પડતા નથી. તેઓ તો જુએ છે એકાદ તારો ખીલેલો, જામેલા અંધકારમાં અને નક્કી કરે છે કદમ ઉપાડવાનું... અને તેમણે કદમ ઉપાડયાય ખરા. તેઓ ચાલી નીકળ્યા પોતાની છાયા ઉતરડીને” 130 શ્વેત અશ્વો મૃત્યુનું દ્યોતક બની રહે છે. એમની શિરાઓમાં અસંખ્ય શ્વેત અશ્વો ખરી પછાડતા હણહણતા રણે ચડ્યાનો અનુભવ એમને થાય છે. મૃત્યુની પેલે પારના દશ્યની કલ્પનામાં શ્રદ્ધાનો રણકો છે. હિલોળા લેતાં જળ દેખાય પણ ખરા. મૃત્યુએ એમને નહિ, એમણે મૃત્યુને ઢંઢોળી સાથે ફરવા નીકળવાનું કહ્યું ને ચાલી પણ નીકળ્યા. કવિ મૃત્યુને એકાદ ગીત ગાવા કહે છે. જે સાંભળીને પેલા પંખીગીતોને પાછું આવવાનું મન થાય ને એમના આગમનનો પદરવ સાંભળીને તેઓ મૃત્યુના ખોળામાં માથું મૂકી ચિરનિદ્રામાં પોઢી જાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #410
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 409 ૧૯૮૭માં “તુણ્ડિલ તુણ્ડિકા' નામની પદ્યવાર્તા વિનોદ જોશી પ્રગટ કરે છે. આ વાર્તાનો નાયક “નવ્ય કવિ છે. જે આત્મા કાત્મા નહિ, દેહની જ સર્વોપરીતાને સ્વીકારે છે. અહીં વિનોદ જોશી દૂર ડણકતા મોતના ડાઘુની વાત કરે છે. આયુષ્ય કેવળ ભક્ષ્ય, ને મોત પરમ લક્ષ્ય કહેવાયું છે અહીં. દેહમહિમ્નસ્તોત્રમાં દેહનો મહિમા અંકાયો છે. દેહનો અંત દેહમાં જ હોવાની વાત કવિએ કરી છે. કવયિત્રી દક્ષા દેસાઈ પોતાની કબર પહેલેથી બનાવી રાખી હોવાનું કહે છે. ટાઢ ન વાય, ને સૂવામાં સરળતા રહે એ માટે ઓલપ્રૂફ વેધરનું લાકડું એમાં જડાવ્યું છે. (અહીં કેવળ વાહિયાત તરંગલીલા જ છે) યમરાજને લાલ કરેણનો પાશ ફેંકવા કવયિત્રી વિનંતી કરે છે. માણસ મૃત્યુ પામે, પછી જગત તો એનું એ, જેમ ચાલતું હતું એમજ ચાલવાનું. કુદરત પણ નિશ્ચિત ક્રમમાં જ કાર્ય કરવાની, કવયિત્રી કહે છે તેઓ આથમી જશે, ત્યારે સૂર્ય ઊગશે. (‘હું નહિ હોઉં) ફૂલો ઊગશે, પણ પોતે ફ....૨....૨ ક્યાંય ઊડી જશે. પેલેપારમાં મરનાર વ્યક્તિને કેસેટના અવાજના આરોહ અવરોહ સ્વજનને મૃત્યુ પછી સહકાર આપી શકવાના નથી, એ વાસ્તવ રજૂ થયું છે. કાલે એમનાથી ન જગાય તોપણ સવાર તો એવી જ ખુશનુમા હોવાની. નગ્ન વાસ્તવનો સ્વીકાર ખૂબ જ સ્વસ્થતાથી કવયિત્રી કરે છે. “મારાં વસ્ત્રો, મારી યાદો, જૂની કવિતાની ડાયરીઓ પસ્તીમાં અપાઈ જશે” 15 ૧૯૯૦માં દક્ષા દેસાઈ નિર્જળા નદી' લઈને આવે છે. દવાઓ સાથેનો રોજબરોજનો સંબંધ એમને થકવી નાખે છે. ને મૃત્યુના ઓળા બીવડાવે છે. જીવનની ક્ષણભંગુરતાની વાત સાવ સીધીસાદી રીતે તેમણે વ્યક્ત કરી છે. શરીરનો ભરોસો નથી આ જન્મમાં પાછું મળાય ન મળાય” 13 સોરબીટ્રેટની ખીંટી પકડી, એ વડે યમનેય પાછા ધકેલવાની તાકાત પોતાનામાં હોવાનું તેઓ કહે છે. હંસલાનો નવો સંદર્ભ રચતાં આ કવયિત્રી, પોતાના હંસલાને બાજપક્ષીઓનાં ટોળાં વચ્ચે અટવાયેલો અનુભવે છે. જન્માન્તરોની અવધિ ખૂબ ટાંચી ક્યાં ક્યાં શોધું તને ? ઓ' પાર લઈ જા હંસલા” 133 મૃત્યુને નજીક આવતું જોઈ રહેલી કાવ્યનાયિકાને લાગે છે કે એ કાર્ડયોગ્રામ એમને જરૂર સ્વજનોથી અલગ કરશે, તો ક્યારેક પંખીઓમાં મધુર ટહુકો બની જીવી જવાની શ્રદ્ધા પણ જાગે છે. “માણસ એટલે પરપોટો એ વાત દક્ષા દેસાઈ સારી પેઠે સમજે છે. (‘ક્ષણપછીથી') દૂરનાં તેડાં આવ્યાની ને આંગણે થનગનતી સાંઢણી ઊભી રહી હોવાનું અનુભવાય છે. કવયિત્રી કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #411
--------------------------------------------------------------------------
________________ સભર અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 410 “શ્વાસોની પેલે પાર કોઈ ધૂંધળું ધૂંધળું મારી વાટ જુએ છે. તે મૃત્યુ તો નહીં હોય ?" 135 દક્ષા દેસાઈને હવે કમળનો “ક નહિ પરંતુ કેન્સરનો “ક” દેખાય છે. " “ક” એટલે સમગ્ર અક્ષર, જીવનથી મૃત્યુ સુધીનો અર્થસભર અડીખમ અક્ષર” 13 મૃત્યુગીત-૧'માં ખરતા આયુષ્યની વાત લોકગીતના ઢાળમાં કરી છે. અસ્તિત્વના થડને લૂણો લાગ્યો છે. ને લીલાં પાન પણ ખરી ગયાં છે. કાવ્યનાયિકાને મૃત્યુનો ડર નથી. એમને સત્કારવા તેઓ તૈયાર છે. મૃત્યુને પેલે પાર તો સાજ સજીને જવાનું છે. મૃત્યુગીત-૨'માં મૃત્યુનો સરસ પરિચય તેઓ આપે છે. “મૃત્યુને આપણાં નામ-સરનામાની ખબર છે. જ્યારથી આપણે ઊગ્યા ત્યારથી મૃત્યુ ઉંબરે સાથિયા પૂરી ગયું ધીમે પગલે દિવાનખાનામાં આવી તારિખિયાની તારીખોને ફાડવા લાગ્યું” 130 જળની આંખે' (૧૯૮૫)ના કવિ યજ્ઞેશ દવે કહે છે. “ને મૃત્યુનો હણહણતો ઘોડો મારપછાડ સવાર થઈ જાય છે આ અંગારને વીંધતો” 138 યજ્ઞેશ દવે મૃત્યુનાય કાયાકલ્પની વાત લઈને આવે છે. “ને શ્વાસે શ્વાસે થતો જાય છે આપણા Iકલ્પ' 139 યજ્ઞેશ દવેનો કાવ્યનાયક કહે છે. મારા શ્વાસમાં બેઠેલું મૃત્યુ શોધે છે મને, ને હું શોધું છું મૃત્યુ” 140 માનવ તથા મૃત્યુની પરસ્પર સંતાકૂકડી સદા ચાલતી જ રહે છે. “સમુદ્રમાં પ્રતીકાત્મક મૃત્યુસંદર્ભ વણાયો છે. રેતીના ઢુવાની પેલે પાર ચાલ્યા જતા છેલ્લા યુગલની વાત મૃત્યુનો સંત આપી જાય છે. “ખંડિત આકાશનાં કવયિત્રી પ્રીતિ સેનગુપ્તા અવિરત ઝરતા બરફનું વર્ણન કરતી વખતે “કાળોતરી'નો વિચાર કરે છે. આખાય જગતને ધરબી દેતી મહાજાળ જેવો એ બરફ કવયિત્રીને મહાકાળે અદશ્ય અક્ષરે લખેલી “કાળોતરી' જેવો લાગે છે. દિનકર શાહનો કાવ્યનાયક (“અજનવી વસ્તીમાં) હજુ ગઈકાલ સુધી મૃત્યુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #412
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 411 જરાય ડરતો ન હતો. પણ આંખ સામે છવાતું ધુમ્મસ ને નદીના પટમાં રડતાં કૂતરાંનો અવાજ એમને ભયભીત કરે છે. મૃત્યુ પામનારની ખુલ્લી આંખોના સ્થિર કાંટા પર સમય થીજી જશે. મોતની ઘાટી પરથી માંડ બચીને આવેલો કાવ્યનાયક (“મોતની ઘાટી પરથી') પાછો દિવસ તો મોતના ઇંતજારમાં જ ગુજારે છે. પોતાના મૃત્યુની વાત તેઓ સાંકેતિક રીતે કરે છે. “કાલ' સવારે, જયારે રાતભરના તોફાની સમુદ્ર શાંત થશે' ..નિર્જન ઘાટી પર. “સપનાંઓને તૂટતાં જોયાં છે.” માં મૃત્યુમાં નિરાંત શોધતા મરણોત્સુક માનવોની વાત - કરાઈ છે. ૧૯૮૮માં “સ્પર્શ' નામનો કાવ્યસંગ્રહ દિનકર શાહ પ્રગટ કરે છે. એમની કવિતાઓમાં આથમતો સૂર્ય મૃત્યુનું પ્રતીક બનીને આવે છે. શ્વાસોની કેડીએ રહી વિદાયગીત લખવાનું (‘વિદાયગીત', કહેતા કાવ્યનાયક કહે છે “ચાલ્યાં ન બે કદમ, ને સ્મશાને ઠરી ગયાં' “અસ્થમાના દર્દીને જોઈને'માં મૃત્યુપળની પ્રતીક્ષા કરતા દર્દીની વાત છે. મૃત્યુ પણ જાણે સુખદ કણ પળની રાહ જોઈ રહ્યું છે. દુઃખી થતા જીવને પીડામાંથી મુક્ત કરે એ પળ સુખદ, સ્વજનોને પ્રિયજનના મૃત્યુથી દુઃખ થાય તે કરુણ. “યાદ છે'માં શેરીમાં રડતા કૂતરાના અવાજ દ્વારા અમંગલની એંધાણીનું સૂચન થયું છે. કાવ્યનાયક રોજ સવારે ઊગતા સૂર્યની આંખમાં જુએ છે મૃત્યુનું વાવેતર. (“મૃત્યુનું વાવેતર!) જન્મ સાથેજ થતા મૃત્યુના જન્મનો નિર્દેશ અહીં થયો છે. ૧૯૮૬માં “જીભ ઉપરનો ધ્વજ' લઈને પ્રફુલ્લ પંડ્યા આવે છે. મૃત્યુની ઘટનાની, પુનરાવૃત્તિ કદી થતી નથી. મૃત્યુ પામનાર પોતાના અનુભવને કહેવા કદી રોકાતો નથી, કે નથી એ પાછો આવતો. ને તેથી જ સ્વજન જતાં અશ્રુધાર વહેવા માંડે છે. બાકી શું? માં મૃત્યુ સમયની મરનારની સ્થિતિનું વર્ણન કવિએ કર્યું છે. દેહ નામનું ઝાડવું ખરવા લાગે છે ને જીભ નામનું પાન જીવસટોસટ વરસતાં કોઈક ઉપાડીને અંદરના એક તળિયે જાણે લઈ જાય છે. ચેતનવંતી કાયાની આંખે અંધાપો ઉતરે છે. અસ્તિત્વ, અટકી બટકી ગયાની અનુભૂતિ થાય છે. કવિયશ ખેવના ન રાખનાર સુશીલા પાઠકનાં કાવ્યો ૧૯૮૬માં મન મારું પંખીનું નામે એમનાં સ્વજનો પ્રગટ કરે છે. “મૃત્યુ' નામના કાવ્યમાં જિંદગી અને મૃત્યુના નૈકટયને વર્ણવતાં તેઓ જણાવે છે “નિત નિત મળવું બેએ, લાગતો એજ મોભો! તેઓ કહે છે જિંદગીને રોજ આ મૃત્યુ મળવા આવે છે. ને છતાં સૌને એ આંખના કણાની જેમ ખૂંચે છે. 1987 માં “એકાવન' પ્રગટ કરનાર ઉદયન ઠકકર “મરતા આદમીની ગઝલ' દ્વારા મૃત્યુની નજાકત આપણી સમક્ષ મૂકી આપે છે. મૃત્યુને જાસાચિઠ્ઠી કહેતા આ કવિ તેજાબી પવનમાં ઝૂલતા શ્વેત કેશની ધારને મૃત્યુની તીક્ષ્ણતાની ધાર કહે છે. કાવ્યનાયકની મુઠ્ઠીનો સાવ નાનકડો ભાગ મૃત્યુને જોઈએ છે. જીવતરના ગામને છેડે મૃત્યુ, માનવની પ્રતીક્ષા કરે છે. માનવનું દર્શનાભિલાષી મૃત્યુ બેધડક જાસાચિઠ્ઠીમાં પોતાની સહી કરે છે. ઘનશ્યામ ગઢવી “આંખ આંસુ ને શ્વાસ” નામનો કાવ્યસંગ્રહ 1987 માં પ્રગટ કરે છે. શ્વાસ વગરની ઓરડીમાં પુરાઈ જવાની વાત કદાચ મૃત્યુની એંધાણી. કવિ સ્થળ કાળ, અણુઅણુમાં વ્યાપ્ત એવા મોતની સર્વવ્યાપકતા વર્ણવે છે. છતાં મૃત્યુના મૃત્યુની વાત પણ સાથે કરી નાખે છે. મોતનું અસ્તિત્વ વર્ષો પહેલાં ને આજે પણ અડીખમ છે. એ ગમે ત્યારે ને ગમે તે રીતે આવે જ આવે. કયારેક અજવાળાં છેદીને આવે, તો કાયરેક અંધકારને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #413
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 412 કચડીને. સવારે આવે, સાંજે આવે. પણ એક વાત છે મોતથી ન ડરનાર એને ભાગી જવાનું કહે તો એ ભાગી જાય. “મોત મોતને પણ આવે’ કહી મૃત્યુ મરી ગયું” ની વાત જરા જુદી રીતે તેઓ કહે છે. ચૈતન્યબ્રેન જ. દિવેટિયા 1987 માં “પુષ્પાંજલિ” નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. પિતાની પ્રથમ પુણ્યતિથિએ કવયિત્રીએ રચેલી આ કાવ્યરચના છે. “સત-ચિત-આનંદ માં તેઓ મૃત્યુને ઉદ્દેશી કહે છે. મૃત્યુ નથી ભિષણ રૂપ તારું ભીતર છુપાઈ કરણા ચાર.”૧૪૧ મૃત્યું માત્ર દેહનું જ થાય છે એમ માનતાં આ કવયિત્રી મૃત્યુ ને પ્રભુ તારે જવાની મંગલકારી પ્રકાશબારી તરીકે ઓળખાવે છે. તો બીજી બાજુ “માગવા જેવું તો એક મૃત્યુ જ છે. એવુંય તેઓ માને છે. મૃત્યુને તેઓ ઈશ્વર મિલનની ક્ષણ કહે છે. કવિ નટવરલાલ મૃત્યુને ઈશ્વરના દૂત તરીકે ઓળખાવે છે. ને મૃત્યુદેવનું સ્વાગત કરવા ઉત્સુક છે. મૃત્યુદેવ એમને માટે અગ્નિનું વાહન, વાયુની ગંત અને આકાશની પગથી બનાવીને લાવ્યા હોય એવી અનુભૂતિ એમને થાય છે. 1988 માં “મનોગતા' લઈને આવતા કવિ જયાનંદ દવે મૃત્યુની પરવા કરતા નથી, કે મૃત્યુના શાસનનો પણ સ્વીકાર નથી કરતા. “મૃત્યુંજય મંત્રમંગલ' માં મુંબઈના મધ્યબિંદુ સમા સોનાપુર સ્મશાનનો મહિમા કવિએ ગાયો છે. જો કે કવિ જિંદગી પરના મોતના સામ્રાજયની ફિલસૂફી નથી સ્વીકારતા. જીવનસંગીતના આ સાધક મૃત્યુના વિજય' નો વિચાર માન્ય કરતા નથી. “તમે રહ્યા રાત-દિ છેડી જેને તે મૃત્યુ કેરા જ્ય-ગાન સૂરનું સંધ્ધ મારી સ્વર-સૃષ્ટિ માહીં કશુંય ના સ્થાન કદીય શકય "42 સ્મશાનના સ્થાઈ વસવાટની કશી નોંધ કે પરવા કર્યા વિના જીવન તો સતત મોર્યા કરતું હોવાની શ્રધ્ધા ધરાવતા આ કવિ, માનવજિંદગીને મળેલા મહામૃત્યુંજય મંત્રનું ગૌરવ કરે છે. “મને જીવન પ્યારું માં પણ જીવનનો મહિમા ગવાયો છે. જીવનને ઈશ્વરનો અનેરો ઉપહાર માનતા કવિ મૃત્યુના ઘેરા નિરંકુશ પડછાયાની નિરંકુશ લીલાથી ગભરાતા નથી. અકળ સૃષ્ટિના શત્રુ એવા મૃત્યુને જયાનંદ દવે પડકારે છે. તેઓ મૃત્યુને ગર્વ ન કરવા કહે છે. મૃત્યુનું અણુ જેટલું પણ મહત્ત્વ તેઓ સ્વીકારતા નથી. જો કે 1979 ની મોરબીની હોનારતથી કવિ પ્રૂજી ઊઠયા હતા. એ સમયે આસું, ઉદ્ગાર, ને મૃત્યુ વેશભૂષા બન્યાં હતાં (“રે મયૂરી મોરબી) 1988 માં ઈન્દુ ગોસ્વામી “જેમ તેમ' સંગ્રહ પ્રગટ કરે છે. પરથમ પહેલું માં પ્રતીકાત્મક રીતે મૃત્યુની વાત કવિએ કરી છે. કવિ કહે છે “મૃત્યુ બાંય ચડાવી બોલવા યત્ન કરે, પણ એને એની નથી કોઈ ભાષા, કે નથી કોઈ ભૂમિ. (લયની માનો મેળો મૂઠી ઊંચેરા મરણ પર આમ તો આ કવિ મુસ્તાક છે, ને છતાં માનવના જીવની આંખને સતત તાક્યા કરતી મૃત્યરૂપી બિલાડીને તેઓ ઓળખે છે. (‘ચોકડી ચોકડી ચોકડી') કવિ P.P.AC. Gunratnasuri M.S. - ળ) Jun Gun Aaradhak Trust
Page #414
--------------------------------------------------------------------------
________________ અવાજ" અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0413 કહે છે બધા જ ચોરપગલે જીવે છે, વ્હેલી સવારનું કમળપત્ર જોતજોતામાં કાગળનો ડૂચો થઈ જાય છે. મૃત્યુ જેની પાસે આવે એને એકલે હાથે જ એનો આગમનનો સન્નાટો સમજી લેવાનો હોય છે. હિન્દીભાષી ગુજરાતી કવિ દ્વારકેશ વ્યાસ 1988 માં લીટી લગ લંબાયા' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “પાંચ પાણીના દેશના' કાવ્યમાં કવિ કહે છે માયાવી કૃષ્ણનેય મરવું ન હતું, પણ મરવું પડયું. માનવ અવતાર લીધેલાએ તો મરવું જ રહ્યું, પછી ભલે ને એ ભગવાન હોય એ વાત શરીરધારીની મૃત્યુશીલતાની અનિવાર્યતા પ્રત્યે આપણું ધ્યાન દોરે છે. “ત્રેપન મે પાને” માં બાવન વર્ષોમાં સંસારમાં જીવનમાં રમવા જમવાની ને પરદેશમાં જઈ ઊંધી જવાની વાત કહી જીવનરસનો મહિમા ગાય છે. ને તેથી જ તો મૃત્યુની પણ પરવા તેઓ કરતા નથી. તે છતાં મૃત્યુને કોઈક જાણે સજ્જડ સાથ દેતું હોય એમ લાગે છે. મૃત્યુની પરવા નહિ કરનારા આ કવિ જીવનની ક્ષણભંગુરતા વિશે પણ સભાન છે. શ્વાસની ભરતી અને ઓટ પર માનવ સતત રહેતો હોવાની વાત, જીવનની અને શ્વાસની ક્ષણભંગુરતાનો જ સંદેશ આપે છે. 1989 માં દેવકુમાર પિનાકિન ત્રિવેદી “ઓવારણાં' લઈને આવે છે. આંખ મીંચાયા પછી' કાવ્યમાં મૃત્યુ પછીની સ્થિતિનું કલ્પનાચિત્ર દેવકુમારે આલેખ્યું છે. લીલા વાંસડા પર સૂતળી બાંધી શ્વેત ચાદરના સઢને સાંધી તેજનો એક તરાપો ઝૂલતો ઝૂલતો ચાલ્યો જાય છે. (જીવ) સંબંધના સૌ બંધ ખૂલી જાય છે. પરમ જ્યોતિમાં સમાઇ જવા હલકી થાપે વિલયના જાપ જપતો એ તરાપો શાશ્વતી આનંદ સાથે ચાલ્યો જાય છે. વાંસડા કેરી ગાંઠ તૂટતાં મુક્તિવાહન તરાપાના બંધન તો છૂટતાં જાય. કવિ રાજુ પારેખ જિજીવિષા વિશે પાંચ વિચારો રજૂ કરે છે. માનવ ગમે તેટલી વેદના જીવનમાં અનુભવે પણ એને મરવું તો નથી જ. મૃત્યુ પ્રત્યેની અપ્રીતિનું કાવ્ય એટલે જ જિજીવિષાનું કાવ્ય. જીવનની જિજીવિષા અને મરણ એક સાથે પરસ્પર સંકળાયેલા છે. તો બીજી બાજુ કવિ મૃત્યુનો અસ્વીકાર કરતી જિજીવિષાની પણ વાત કરે છે. આગિયા' નામના હાઈકુ સંગ્રહમાં ડો. ધીરુ પરીખ મૃત્યુ નવજન્મ સાથે સંકળાયેલું હોવાની વાત કરે છે. જીર્ણ દુર્ગની ટોચ ઉપર તાજું લહેરે ઘાસ”૪૩ અહીં જીર્ણતાની પાસે નવી લહેરાતી કૂંપળ નવજન્મનો સંકેત આપે છે. તો કયાંક અવિરત ચાલતા કુદરતના ક્રમનો પણ નિર્દેશ થયો છે. રજમાં આળોટતાં પાકાં પાન, તથા ડાળ પર ઝૂલતાં કાચાં પાન પણ પરોક્ષ રીતે જન્મ જીવન મૃત્યુના કુદરતી ક્રમનો સંકેત આપે છે. સ્વજનમૃત્યુ વેદના અચૂક આપે છે. પણ વેદનાને પકડીને બેસી રહી શકાતું નથી. ઊડયું પંખી ત્યાં, હેજ ખખડી પાન શાંત થૈ ગયાં “માં સ્વજનના મૃત્યુને સ્વીકાર્યા વિના કોઈ આરો ન હોવાના વાસ્તવનો નિર્દેશ થયો છે. કારણ જનારને કોઈ રોકી શકતું નથી, કે ન તો એની પાછળ જવાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #415
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 414 અધતનયુગ-મૃત્યુચિંતનઃ અદ્યતન ગુજરાતી કવિઓએ મહદ્અંશે મૃત્યુને એક સ્કૂળ ઘટના તરીકે સ્વીકાર્યું છે. તેમ છતાં કેટલાક કવિઓએ “ચિંતન' નું નામ આપ્યા વિના મૃત્યુ વિશે ભલે જુદી રીત પણ વિચાર તો કર્યો જ છે. જે એક અર્થમાં “મૃત્યચિંતન' જ છે. કવિ સુરેશ જોશીનું મૃત્યચિંતન નવોજ સદર્ભ લઈને આવે છે. એમાં મૃત્યુને “મોક્ષ' માનવામાં નથી આવ્યું. મૃત્યુ કદાચ એક “ઘટના' તરીકે જ જોવાયું છે. તેમ છતાં જયાં નવજન્મનો, અન્ય જન્મનો સંદર્ભ છે ત્યાં હોવું આકાશ વ્યાપે, નવું પંખી ટહુકે, એ માટે સાવ રિત થવાનું છે. નવું ખોળિયું, નવું કલેવર, નવી વસંત, નવા શબ્દો, નવો જન્મ. કાવ્યનાયકને હવે અપેક્ષા છે. નાટકના અંતની, મૃત્યુની, છુટકારાની, કયારેક તો કદી ન અવતરવાનું એ યાચે છે. ને છતાં એ સ્થિતિને એ મુક્તિ નું નામ નથી આપતો. એને તો જીવન અને મૃત્યુ બંને નિઃસારતાનો અનુભવ આપે છે. એને મન જીવન કે મૃત્યુ કશું જ મંગલ નથી. જન્મવાનો આનંદ નથી, ને મરણનું સુખ પણ નથી. મરણ એ સ્થૂળ ઘટના જ માત્ર છે. આજે મૃત્યુની વિભાવના, વ્યાખ્યા, ખ્યાલ, બધું બદલાયું છે. આ બધું છતાં સુરેશ જોશી કોઈકના જન્મની લહરીના સ્પર્શે ઝૂમી ઊઠે છે. (‘લહરી') જીવનબાળ કદાચ એટલે પ્રબળ પ્રભાવક છે કે મૃત્યુના ઇંડાને ફોડીને એ બહાર નીકળે છે. મૃત્યુને મહાત કરી જીવન પોતાના સ્વત્વને પ્રભાવક રીતે પ્રગટ કરે છે. ઘડિયાળના ડાયલે ઘુમરાતાં કવયિત્રી સુશીલા ઝવેરીને મૃત્યુની વ્યાખ્યા કદી નથી સમજાઈ. ને છતાં બધું છોડી મૂળ મુકામ ભણી જવાની વાસ્તવિકતાનો તો કવયિત્રી સ્વીકાર કરે છે. (“ઊઠાવી જવું મુકામ'- “કૈરવવન') શેકસપિયરની જેમ માનવમાત્રને ‘બજાણિય’ કહેતા કવયિત્રી સુશીલા ઝવેરી કહે છે છેલ્લું પાત્ર ગમે તેવું ભજવાય હુરિયો નહિ બોલે. સુશીલા ઝવેરીને “યમનો ખેલ' સમજાતો નથી. યમ કોઈની જિંદગીને કયારેય વધુ સમય સમ પર રહેવા દેતો નથી. જન્મ અને મૃત્યુની વ્યાખ્યા સમજવા કવયિત્રી ઉત્સુક છે. મૃત્યુ ભલે ભુજાઓ ભીડી ભેટી રહ્યું હોય. પણ જીવનની મશાલ તો પ્રજવલિત જ રહેવાની, એવી શ્રધ્ધા મકરંદ દવેની છે. તેઓ અમાંગલ્યની વચ્ચોવચ્ચ પણ માંગલ્યનું ગાણું ગાય છે. જે એમની માંગલ્યશ્રધ્ધાનું પ્રતીક છે. તેઓ માને છે કે જ્યાં જ્ઞાન હોય ત્યાં. મૃત્યુનું અસ્તિત્વ જ નથી રહેતું. મરણ તો માત્ર શરીર જ પામે છે. જીવન અવિરત વહે છે. “મહામિલન' માં કવિ શરુમાં મરણને “કાળી પળો' તરીકે વર્ણવે છે. પણ પછી તરત ચિત્તનું સમાધાન મેળવી મૃત્યુને મહામિલનની, ને અમરમુકિતની હવા તરીકે ઓળખાવે છે. ને છેલ્લે તો “મરણ' ને “મસ્ત' પણ કહે છે. સમુદ્રની ઊર્મિઓ જેવું “મસ્ત’ પણ કહે છે. જે પોતાનું મૃત્યુ જાતે અનુભવી શકે એને મૃત્યુનો ભય પણ ન જ હોય. માનવની પીડાથી હલી ઊઠેલા કવિ જગદીશ જોશી સ્ત્રીઓનાં જનનદ્વારોને જ બંધ કરી દેવા કહે છે. જીવના જન્મવાનું બંધ થઈ જાય તો, પછી મૃત્યુ પણ ન હોય, ને તો જ નેનઝારીઓ ઝરતી અટકે. (હિન્દુ પરંપરામાં કરાયેલી “મોક્ષની જ વાત અહીં કરુણ આક્રોશ રૂપે વ્યકત થઈ છે) જગદીશ જોશી આયુષ્યને ક્ષણોના બાંધી આપેલા સાલિયાણા તરીકે ઓળખાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #416
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 415 કવિ લાભશંકર ઠાકરને દુઃખ દર્દસભર હોવા છતાં જિંદગી જીવવા જેવી લાગે છે. મને છેદો તપાવો ઘસો કે ટીપો, પણ હું અહીં જ ઊભો રહીશ' માં ગીતાનું સ્મરણ થાય છે. “મને ખબર છે કે, જીવનનાટકનો એક દિવસ પડદો પડવાનો છે અને છતાં, નીલ નિરભ્ર આકાશમાં . રજનીને નિહાળવા તારા જેમ આવતા હતા તેમ આવ્યા કરશે”૧૪૪ “જૂઠું છે. મારું મોત' કહેતા લાભશંકર આત્માની અમરતામાં માનતા નથી. બધી વાતનો આખરે અંત આવે છે. માણસના ટોટલ ઓડિયો વિઝયૂલનો અંત આવે છે છેવટે તો. તરતજ કવિ એમ પણ કહે છે કે, માનવના જીવનતંતનો એમ કાંઈ અંત આવતો નથી. પૂરતું મરતાં નથી આવડતું માનવીને '145 જો કે ચૈતન્ય-સમુદ્રની અનંતતામાં કવિને શ્રધ્ધા છે. સમયને કવિ આદિ, મધ્ય અને અંતરહિત ગણવે છે. યંત્રવત્ જિંદગી હોવા છતાં માનવને મરવું તો નથી જ. સ્ફોટ સાથે બધું શાંત થઈ જાય છે. જીવ પ્રયાણ કરી જાય છે. ઘટ (શરીર) નહીં હોય ત્યારે ઘટસ્ફોટ થશે. રહસ્ય સમજાશે જીવન અને મૃત્યુનું. કવિ લાભશંકર જીવનને એક આશ્ચર્ય તરીકે ઓળખાવે છે. જગત છોડી જવું પડશે ક્યાં? ખબર નથી. રઘુવીર ચૌધરી, માનવ મર્યલોકે એક વિવશ અતિથિ હોવાનું કહે છે. એને સતત પેલા મરણને જોયા કરવાનું છે વિવશ બનીને. (‘તમસા') મૃત્યુની સાર્વત્રિક્તાની વાત કરતાં રધુવીર (“તમસા'“મૃત્યુ) કહે છે. નગરમાં કયાંય પાનખરની નિશાની ન હોવા છતાં પળેપળ ધૂણીમાં પેલું મૃત્યુ છે. ત્યાં જ એનું જોર ચાલે છે. કવિ હરિકૃષ્ણ પાઠક એમ માને છે કે કેટલીય બળતી ચેહ માનવને પોતાના મૃત્યુ વિષે વિચારતા કરી મૂકે છે. જિંદગી સતત સાથરા પર સૂતેલી હોવાનું તેઓ કહે છે. જીવન અને મૃત્યુ, બંનેમાં મનુષ્ય એકલો હોવાની કવિની માન્યતા છે. - રાવજી પટેલે મરનાર માટે બધાય દિવસોના સૂરજ એકસામટા આથમતા હોવાની વાત “મારી આંખ માં કરી છે. મૃત્યુ પછી મરનાર માટે તો આ દુનિયા ડૂબી જવાની, એ સત્યને અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. ઈન્દ્રિયો જવા જ બેઠી હોય ત્યારે ઈન્દ્રિયવ્યત્યય કેવળ આકસ્મિક નથી રહેતા. સુવાસ સંભળાય છે. ઝાંઝર ઝમકીને અવાજ દ્વારા ઝાલે છે. ભર્યા સમંદર' માં રાવજીએ આધુનિક માનવની જીવન પ્રત્યેની નીરસતાને વાચા આપી છે. “હજી કેટલું જીવવાનું છે ? “સંબંધ” નામના કાવ્યમાં રાવજી કહે છે “દરેકની મુઠીમાં પડ્યો ગંધાય અનાગત દરેકની મુઠીમાં ઉકલે અમરત જૂની વાવ દરેકની મુઠીમાં સળગે મસાણ જૂનાં "18 કવિ રમેશ પારેખ માનવના ટૂંકા આયુષ્યનું પ્રતીકાત્મક વર્ણન “તૂટેલા પાંદડાનું ગીત” માં કરે છે. જૂનાં પાન તૂટે ખરે, નવી કૂંપળ લહેરાય.એક વ્યક્તિ વિદાય લે, બીજાનું આગમન થાય. એમ જીવનધારા તો સતત વહ્યા કરે. (“કયાં?) શરીરને જગતના તખ્તા પરના આગંતુક તરીકે ઓળખાવે છે. મૃત્યુને કવિ જાહેર ઘટના કહે છે. મૃત્યુ પામ્યાની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #417
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 416 વાત અહીં ફરીથી કરે છે. માણસ મૃત્યુ પામે ત્યાં સુધી પોતાથી કે બીજાથી ઓળખાતો નથી. માનવ મૃત્યુ પામે છે, ત્યારે જ એની સાચી ઓળખ સૌને થાય છે. “છઘનામે રહે સૌનું મૃત્યુ સૌની નજીકમાં શ્વાસની આવન જાવનને “ઝેરીલી ફાંસ' તરીકે તેઓ ઓળખાવે છે. શહેરને કવિ કૃત્તાંતની મુઠ્ઠી' કહે છે. જેમાં સૌ ભયબધ્ધ હોય છે. મરણ સૌનાં દ્વાર ખખડાવે છે ને પોતાનું આગમન સૌને માટે ખુશાલી નીકળશે કદાચ, એવી એ ખાતરી આપે છે. મરણનો મૂદુ હાથ ઝાલીને આ ભીડમાંથી (સંસાર) નીકળવાની કવિ વાત કરે છે. “ઇચ્છા' માં જન્મમૃત્યુચક્રને વાચા આપવામાં આવી છે. “આવ આવ, તાજો નકકોર જીવ હેર' માં ‘વાસાંસિ જીર્ણનિ' નો ધ્વનિ સંભળાય છે. હરીન્દ્ર દવે, એમની મુલાકાત મૃત્યુ સાથે પહેલા થઈ હોવાનું કહે છે. જીવન તો પછી આવ્યું, એ પહેલાં મૃત્યુ જ હતું. ને જીવનાંતે પણ મૃત્યુ; કવિ કયારેક આત્મખોજ કરે છે. “મૃત્યુ એ નિદ્રા છે એ સમજું તો કદાચ સૂઈ શકું ”૧૪૭(૬૪મૌન) પણ એ નહિ સમજી શકવાનું કારણ અજ્ઞાન છે. અજંપો છે. ભીતિ છે. તો બીજી બાજુ જ્યાં સમજણ અને જ્ઞાન છે ત્યાં મૃત્યુને નિઃસંગપણે જોવાની સ્વસ્થતા પણ છે. “તો' નો કાવ્યનાયક સંપૂર્ણ સાક્ષીભાવે પોતાના અસંખ્ય મૃતદેહોને નિહાળે છે. મૃત્યુનું રહસ્ય જેણે પચાવ્યું હોય એ જ આવી નિઃસંગતાનો અનુભવ કરી શકે. મરણ, જિંદગીની હદને એવી રીતે બાંધે છે કે, પછી જિંદગીની કોઇ વિસાત રહેતી નથી. આ કોલાહલના પારાવારમાં માનવને મૃત્યુનો અવાજ સંભળાતો નથી એ વાત “મૃત્યુનો અવાજ માં વ્યકત થઈ છે. (સૂર્યોપનિષદ) પણ શાંતચિત્તે કોઇ વિચાર કરે તો પોતના જ સ્ટયધબકાર સાથે મૃત્યુનો અવાજ પણ સતત એકધારો સંભળાતો હોય છે. આ મોત માનવની સાથે સતત છે છતાં નથી. એનો અણસાર વિચાર રૂપે સતત એની સાથે જ રહે છે. મૃત્યુ એ પૂર્ણવિરામ નથી એવી કવિની પરંપરાગત કે પ્રતીતિગત માન્યતા છે તેથી તો તેઓ કહે છે. શ્વાસની લીલા સમેટાય. તો મૃત્યુ ન કહો “આવજો' કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો દ્રષ્ટિ છે આંખથી છલકાય તો મૃત્યુ ન કહો ...કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો ”૧૪૭-ક(@ાતી‘૨૮). અંતિમયાત્રા જીવે સાથીસંગી વિના એકલા જ કરવાની. ઈહલોકની યાત્રા સમાપ્ત થતાં શ્વાસનો કાફલો બધું સંકેલી રવાના થઈ જતા એકલરામની વાત “એ મુસાફર હશે એકલો' માં વ્યક્ત થઈ છે. મૃત્યુ પામ્યાની કલ્પના કરતા કાવ્યનાયકને સ્વજનોના રુદનનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #418
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 417 ભાર લાગે છે. એ કહે છે. “મિત્ર, જરા તો હસો રુદનનો ભાર નથી જીરવાતો કોઇ ટૂંકભરી પ્રજળે છે મારી કેસરવરણી ચેહ કે અડવું લાગે જ્યારે કોઈ હસે ના” (૧૪૭-ડ) (હયાતી-૭૫) અહીં મૃત્યુ એ રુદનનો અવસર ન હોવાનું કવિ કહે છે. તો બીજી બાજુ જિંદગીની દોર મૃત્યુના હાથમાં હોવાથી ને મહામૂલા જીવનને સતત મોતની દોરથી બાંધી રાખવામાં આવ્યું હોવાથી જિંદગી પોતેજ જોખમી હોવાનું કવિ કહે છે. કવિ અનિલ જોશી જિંદગીને ચાવી દીધેલા રમકડા સાથે સરખાવે છે. કાવ્યનાયક જિંદગીથી હારી નથી ગયા, પણ જિંદગીનો એવો મોહ પણ એમને નથી. કવિ “શરીરને પ્રીતિનું ખાતર' કહે છે. (“અનારકલીનું ડાઈગ ડેકલેરેશન”) કડિયો અનારનું શરીર ચણવાનો સંતોષ ભલે લે, બાકી, આત્મા તો સુગંધ જેમ એ દીવાલમાંથી બહાર નીકળી જવાનો. - “સિતાંશુ યશશ્ચંદ્ર જન્મીલંમરણ' માં માનવજીવનની અસ્થિરતાનો નિર્દેશ કરે છે.. ને છતાં બધું સ્થિર માનીને જ ટોચ પર પ્રભુનાં મંદિર એ ચણતો હોય છે. “આ પીતપર્ણ પર પોઢેલા એ સાંભળજો, નવજાત શિશુનો સ્મિત કલરવ અક્ષય છે રે"1૪૮ માં વૃધ્ધોને નવજાત શિશુના મિતકલરવને સાંભળવા આદેશ અપાયો છે. પતિ પર્ણ ખરી પડે છે. પણ એ પહેલાં નવાંકુર, નવું પાન ફૂટી ચૂકયું હોય છે. વૃધ્ધત્ત્વ ખરે છે, જીવન નહિ, એ તો અવિરત વહે છે, મૃત્યુ પામવા માટે પણ શરીર તો જોઈએ જ. કારણ આત્મા તો મરતો નથી. કવયિત્રી જયા મહેતા માર્મિક રીતે “છે” અને “હતા' ના ભેદની વાત કરતાં પ્રશ્ન પૂછે છે “કે વ્યાકરણનાં પુસ્તકોનાં પુસ્તકો જ સમજાવ્યા કરશે આપણને “છે' અને “હતાં” નો ભેદw૯ ભીતર કંઇ કેટલાંય શબ ખડકાયાની અનુભૂતિ, ને અસંખ્ય નનામીઓનો ભાર અનેક જન્મ મૃત્યુનો સંકેત આપે છે. “એકાએક પવન પડી જાય છે. રાખોડી સપનાંઓનો ભંગાર લઈને જહાજ સમુદ્રમાં ગરક થઇ જાય છે. રાતની શાંતિમાં ભંગ પડતો નથી 50 મૃત્યુને રોજિંદી ઘટનારૂપે કવયિત્રીએ સિફતથી રજૂ કરી છે.' મનુષ્યમાત્રની જિજીવિષા પ્રબળ છે. હોસ્પિટલ પોએમ્સ' માં શરીરની સરહદો છોડીને દૂર ભળી જવાની તાલાવેલી ઊડીને આંખે વળગે છે. કવયિત્રી જીવનના બંધનને ભારેખમ જંજીર તરીકે ઓળખાવે છે. એ તૂટવાની જાણે રાહ જોવાય છે. “મોતની છાયા નીચે જિંદગીની આ ઝલક તૂટેલી વાડની વચ્ચે ફૂલોની મહકે ધબક”૧૫૧ જયા મહેતા લખે છે “વસ્ત્રનો એકએક તાંતણો ધીરે ધીરે છૂટો પડવા માંડે ત્યારે સોયદોરા, થાગડથીગડ, ઊડી જતા રંગને, ઝાંખી થતી ભાતને જાળવી શકતા નથી” રોગ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #419
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 418 માણસને મૃત્યુના વિચાર કરાવે, ને મૃત્યુષણ ઈશ્વર તરફ વિશેષ અભિમુખ કરે છે. “તને તો વેદ ઉપનિષદ નેતિ નેતિ, કહી વર્ણવ્યો છે તો આ સંકેલાઈ રહેલા દેહની આંખોમાં ક્ષીણ ટમટમી રહ્યું છે એ કોણ ?"1" જીવન અને મૃત્યુની રમત અવિરત ચાલ્યા કરે છે. કવયિત્રી કહે છે “કોનો દાવ પૂરો થઈ ગયો છે? કોણ ચૂકી ગયું છે એક ધબકાર, કોના શ્વાસમાં તિરાડ પડી છે? કોણ આવ્યું છે અહીં લઇને એક વિશાળ નકાર? કોને પ્રાપ્ત થયો છે. સંપૂર્ણ શાંતિનો અધિકાર?”૧૫ર-બ “ખરાબે ચડેલા વહાણને ન જળ તારી શકે, ન હવા ઉગારી શકે, સુકાનીએ જ ખેલવાનું રહે છે યુધ્ધ યુધ્ધ-પ્રાણસટોસટનું”૧૫૩ અદ્યતન કવિઓ પણ જાયે અજાણ્યે ફરીફરી પુરાણસંદર્ભને કવિતામાં પ્રયોજે છે. જયોત થઈ જાઉં છું'માં પન્ના નાયકે પરોક્ષરીતે મૃત્યુની ઘટનાને 'Supernatural' સ્પર્શ આપ્યો છે. ઇષ્ટદેવની મૂર્તિસમીપ રોજ સવારે ઘીનો દીવો પ્રગટાવતાં કાવ્યનાયિકાને આંખ પાસે દશ્યમાન થાય છે. ભડભડ બળતી ચિતા. દીવાની જ્યોતના અગ્નિ સાથે ચિતાના અગ્નિનું સામ્ય વિચારી લેવાય છે. જીવનની કેડીને જન્મ તથા મરણની બે ડાળીઓ હોવાનું કવયિત્રી કહે છે. જીવનનું તળાવ આંસુઓથી સભર છે. સ્વજન મૃત્યુ પામતાં બચે છે સ્વજનનાં માત્ર બોર શા આંસુ And Miles to Go'માં જીવનયાત્રાનો નિર્દેશ થયો છે. ઊગતો સૂર્ય, જીવનનું, ને આથમતો મૃત્યુનું પ્રતીક. ને બસ આની વચ્ચે ચાલ્યા જ કરવાનું. “પ્રત્યુત્તરમાં આત્મખોજ નિમિત્તે પન્ના નાયકે શરીર અને આત્માની ચર્ચા કરી છે. (“અરસપરસ') જળની જેમ જ વહી જતી આ વય. એમાં કેવળ વસ્ત્ર ઊતારવાનાં છે કે પછી મનના વાઘા, કે પછી બને? આત્મા અને શરીર વચ્ચે આપણે માનીએ છીએ એવી દ્વિધા નથી હોતી. પુનઃ વિપીન પરીખનું પ્રતીકાત્મક કાવ્ય છે. બધું જ આટોપાઈ જશે ત્યારે (અર્થાત્ માનવીના મૃત્યુ સાથે એને માટે બધું જ આટોપાઈ જતું હોય છે ને) મૃત્યુ પામેલા માનવ માટે પછી વૃક્ષ, પંખી, ઘર, સૂરજનો ભભૂકતો અગ્નિ, ચંદ્રનું શીતળ તેજ, તારાઓ, કશું જ નથી હોતું. હોય છે ચારેકોર એક અસીમ સમુદ્ર ને એની ઉપર ઝૂમી રહેલો નીરવ રાત્રિનો અંધકાર ને બધે જ સૂમસામ નિઃશબ્દતા હશે. ....કાવ્યનાયક કહે છે, ને ત્યારે તેઓ વિષ્ણુની નાભિમાંથી કમળ થઈને પાછા પ્રકટશે. શૂન્યમાંથી વિલીન થયા પછી થતા નવસર્જન, પુનર્જન્મની અહીં વાત છે. વિપીન પરીખ કહે છે, બધું જ પૂર્વયોજિત હોય છે. સફાઈબદ્ધ નિયતિ, ધસી આવતી ટ્રકની હડફેટમાં થયેલા કોઈના મૃત્યુનો સંદર્ભ આપતાં તેઓ કહે છે. કે પછી ખરેખર એની પાસે જ એના મૃત્યુનું અફર આજ્ઞાપત્ર હતું?” 154 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #420
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 419 કવિ શશિશિવમ્ (“શ્વાસનો શ્વાસ’) મૃત્યુને સાન્તથી “અનંત તરફની યાત્રા' કહે છે. શરીર સાન્ત છે. આત્મા અનંત. સાન્તમાંથી, નશ્વરતામાંથી આત્મા અનંત તરફ પ્રયાણ કરે છે એ સૂક્ષ્મ ઘટનાને હજુ સુધી કોઈ સમજી શક્યું નથી. સાન્ત તરફથી અનંત તરફની ગતિને કવિ મંગલદાયી માને છે. “અનંતમાં વિલય'માં સાન્તનો અનંતમાં થતો વિલય દર્શાવાયો છે. જીવાત્મા ક્યાં ભૂલો પડ્યો છે એ નથી સમજાતું. અનંત ભણીના પ્રયાણ સમયે સીમ, સીમાડા દેખાતા નથી. ન સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, કે પાણી, વાયુ કે શબ્દ કશુંજ અનુભવાતું નથી. પછી તો રહે છે માત્ર સૂક્ષ્મ યાત્રા. પરમતેજમાં, અનંતમાં વિલય પામવાની આનંદાનુભૂતિ થાય છે. તેમાં તેજ થઈ, આમંત્યમાં આતંત્ય થઈ પેલું કશુંક પૂર્ણતામાં પ્રસરી જાય છે. પેલું કશુંક, પૂર્ણતામાં પૂર્ણ થઈ બ્રહ્માંડમાં વિલસી રહે છે. જયાંથી પછી પાછા ફરવાનું નથી “તત ધામમ્ પરમ” મમ' આકાર ઓગળી જાય છે નિરાકારમાં. - કવયિત્રી કમલ વૈદ્ય પ્રશ્ન કરે છે વિદાયનું ગીત છેડી મૃત્યુ બાદ પથિક ક્યાં જાય છે ? જનારે જીવતા હતા ત્યાં સુધી તેજ છાયાના છંદનો હિલોળ ઝીલતાં જીવન ગાયું. કવિ શ્રીકાંત માહુલીકર કહે છે ભીતર ડોકિયું, કરતાં સમજાય છે કે જીવન એ જીવન નથી. મૃત્યુ નથી મૃત્યુ. મરણને તેઓ જીવનના મહાનલ-સાગરમાંથી ઊર્મિલહર તરીકે ઓળખાવે છે. જીવન અને મૃત્યુને ભિન્ન રીતે સમજાવવા મુશ્કેલ છે. આ બંનેને અલગ પાડી શકાય તેમ નથી. તેમ છતાં કવિ અંતે જીવનને જ સત ગણે છે, ને એનો જ વિજય સૂચવે છે. - કવિ યોસેફ મેકવાન માનવ જીવનની નશ્વરતાને કાવ્યમય રીતે વર્ણવે છે. આપણા અસ્તિત્વને કવિ શ્વેત અલ્પાયુષી ઝાકળ સમું ગણાવે છે. જેમાં કથ્થઈ અનિશ્ચિતતા વચ્ચે માનવજીવન થોડુંક મહોરે ન મહોરે ત્યાંજ... કવિ કહે છે, જીવનના અન્ય રંગનો સ્વાદ આવ્યો હોત તો શ્વેત રંગના મૃત્યુનો) અર્થ સમજાત. સહેજમાં મૃત્યુ પામી પાછા તરત પુનર્જન્મની તૈયારી કરવાની હોય છે. (‘સૂરજનો હાથ’) યોસેફ મેકવાનનું પણ માનવું એમ છે કે સ્થૂલ મૃત્યુ કવિના નામને મારી શકતું નથી. તેથી તો પડકાર સાથે કહે છે કાનમાં કહું મારા મૃત્યુ સાથે મારા નામને દફનાવી તો જોજો” 155 મહેશ દવે ૧૯૬૯માં બીજો સૂર્ય' નામનો સંગ્રહ પ્રગટ કરે છે. તેઓ મૃત્યુને “ઇતિ’ માનતા નથી. મૃત્યુ પામનાર પોતાની વાસના છોડી શકતા નથી. ને તેથી તો એને વારંવાર જન્મવું પડે. “વિરાટ કાળું ડિલ્મ પિંજરમાં.” જન્મમૃત્યુના ટ્રાફિકમાં જીવવાનું વાસ્તવ અસહ્ય લાગે છે ક્યારેક. મૃત્યુનો અનુભવ કરતો હોવા છતાં માનવ એને ઓળખી શકતો નથી. ને મરનાર કદી એ અનુભવ કહેવા રોકાઈ શક્તો નથી. માનવ મૃત્યુના પડછાયાને જ માત્ર પામી શકે. કાવ્યનાયક કહે છે, પોતે અનેક સ્મશાનોમાં, કબ્રસ્તાનોમાં, ચર્ચયાર્ડોમાં, કૂવાઓમાં, બળ્યા, દટાયા, ફેલાયા છતાં એમને મૃત્યુ તો ન જ મળ્યું. પોતાની જેમ જ મૃત્યુ પણ ટાવરના લોલક પર બેસી ઝૂલ્યા કરતું એમને લાગે છે. જીવન કે મૃત્યુનો અંત જ નથી. બંને અનંત. કવિ પ્રવીણ દરજી એમ માને છે કે “પુનરપિ જનનું પુનરપિ મરણ'નો પ્રાચીન સંદર્ભ
Page #421
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 420 પેલા ખુદાભણી વળી ગયેલાંની વણથંભી યાત્રાને જન્મજન્માન્તરના સાહચર્યનું અને “ન ચ વિપ્રયોગ'નું વ્યંજનાત્મક બળ આપે છે. “ફોગટલાલ' માનવમાત્રનું પ્રતીક છે. (ઉત્સધ) “ચોરસ માણસ જન્મે ને મરે, મરે ને જન્મ, જન્મ ને મરે” માં જન્મમરણચક્રની જ વાત ઉલ્લેખાઈ છે. બધુંજ નષ્ટ થઈ ગયા પછી પણ પેલો “પુનરપિ'નો મંત્ર એનું કાર્ય કરતો જ રહેવાનો અને “નિરાલંબ અસ્તિત્વ'ના મંદિર ઉપર ફરકતી જીવનના વિજયની પતાકાઓ જોવાની શક્યતાનો ધખારો પણ ઊભો જ છે. કવિ ભગવતીકુમાર શર્મા માનવજીવનની નશ્વરતાને પ્રગટ કરતાં કહે છે “કલમ, કાગળ, ગઝલ, ચશ્મા અને તડકાભરી બારી, પડ્યું રહેશે બધું અહીંનું અહીં, કંઈ આપણું ક્યાં છે?” અહીં કવિ સનાતન સત્યને વાચા આપે છે. જીવનની આ નશ્વરતા માનવના બનાવટી ઉલ્લાસની મશ્કરી એવી તો કરે છે. એવી તો કરે છે. “હોઠ અને પાંપણની નકરી ઉઘાડબંધ જીવવું-મરવું “હા” “ના' ના ડચકારા” 150 શ્વાસના પાંખાળા અશ્વો કંઈક વાંસવનો વીંધી ઊડી જતા હોય છે. ને પછી જીવ ઊડી જતાં ખોળિયું, માનવ આ ઘર ઉંબર ને ફળિયામાં જડ થઈ જકડાઈ જાય છે અંતે. મફત ઓઝા “રામ બોલો ભાઈમાં શબે માણસોને ઊંચક્યા'ની વાત દ્વારા અવળ વાણીનો પ્રયોગ કરે છે. માણસને તો ક્યાંથી ઊંચકાય? એ તો નીકળી જાય છે બહાર (જીવાત્મા જતો રહે છે) પછી રહે છે માત્ર ખોળિયું. ભગવતપ્રસાદ ચૌહાણ જિદગીને વિદાયનો છોડ કહે છે. લાગણીની ભીનાશમાં જિંદગીનો આ છોડ પાંગરે છે. એટલું જ નહિ, મૃત્યુ પણ લાગણીની ભીનાશમાં પાંગરતું હોવાનું તેઓ કહે છે. કવિની દૃષ્ટિએ જિંદગી અપૂર્ણ છે ને મૃત્યુ પૂર્ણ. જિંદગી અંતે શૂન્ય થઈ ઢોળાઈ જતી હોય છે. લાલભાઈ પટેલ, મૃત્યુ બાદ માનવીને નામ, અવાજ, કશું જ ન હોવાની વાત કરે છે. જિંદગીને તેઓ “જનમટીપ' કહે છે. પોતાના પ્રયાણને “મહાભિનિષ્ક્રમણ' જેવું મોટું નામ તેઓ આપવા માંગતા નથી. એમને “મુક્તિ' જેવો મોટો શબ્દ વાપરવાનું પસંદ નથી. શિવ પંડ્યા જન્મ મૃત્યુ જન્મના ચક્રની વાત પ્રતીકાત્મક રીતે કરે છે. સૂર્ય જન્મે છે. નવજાત શિશુ શો તેજસ્વી ને તપસ્વી. પણ પેલો માતેલા સાંઢ ગોરજ સમયે આવી સૂર્યને શિંગડે ચડાવે છે. ને અશ્રુતમ્ કેશવમ થઈ જાય છે. પાછું સવારે તત્સવિતુર્વરેણ્યું, નવજન્મ. મૃત્યુસમયે તૂટી જતા જન્માંતરના સંબંધજાળાથી કવિ સભાન છે. ને તેથી જ અંતિમ પ્રયાણ સમયે સંબંધના ફોટાની કચ્ચર ઉડાવી દેવા તેઓ તત્પર છે. કવયિત્રી રક્ષા દવે સર્જનહારની સૃષ્ટિના સર્જન, વિનાશ, જન્મ, મરણનાં ગણિત નથી સમજી શકતાં. સૃષ્ટિનો ચિતારો રમતાં રમતાં બધું બનાવીને પછી નિર્મમપણે તોડી નાખે છે. પેલી નાની ટીલકી દા દૂ દા લખીને ભૂંસી નાખે છે, ત્યારે કવયિત્રીને એનામાં સર્જનહારનાં દર્શન * થાય છે. કવિ યોગેશ્વરજી જીવનને જન્મમરણની મહાનિસરણીની એક લઘુ પગથી તરીકે ઓળખાવે છે. શાંતિપૂર્વક જો વિદાય લઈ શકાય તો પછી શોક ન રહે. P.P. Ac. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust
Page #422
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 421 “પદ્મ ખીલ્યું હસી પાંખડી બેઘડી ને થયું બંધ સંધ્યા જ નિહાળી મૃત્યુ એને કહ્યું અજ્ઞ કોઈ જ મૃત્યુને સ્થાન જીવન મહીં ક્યાં ? એ જીવનથકી અન્ય જીવનમહીં ...પૂર્ણપ્રજ્ઞા સજીને પ્રવેશ્યા 158 (તર્પણ) કશું સ્થાઈ ન હોવા છતાં ચૈતન્યનો તો કદી નાશ નથી થતો. આ મૃત્યુ થાયે તનનું ભલે છતાં દીસે મને માનવમાત્ર કેરો એમાં થનારો ઉપહાસ શાશ્વત કોઈક આવો, તન મૃત્યુ મારો સંદેશ છે. ' અંતિમ એ જ ન્યારો” 59 કવિ જયેન્દ્ર શેખડીવાળા, જીવ જ્યાંથી આવ્યો, ત્યાં પાછો જતો હોવાનું માને છે. અનંતથી સાન્તમાં આવેલો જીવ પાછો અનંતમાં ભળી જતો હોય છે. પવન ઉચ્છવાસમાં ભળી જાય એ રીતે. “ગર્ભસ્થ' કાવ્યમાં શેખડીવાળા (‘કિંવદન્તી') અસ્મલિત જીવનપ્રવાહમાંની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. વ્યક્તિ મરે છે, પણ જીવનપ્રવાહ અટકતો નથી. માનવમન પૂર્વજોને પહેરીને ઊભું હોય છે. સમય દંતકથાની જેમ ભૃણશય્યાએ સૂતો અનુભવાય છે. ને અંતરિયાળે કોઈ જીવને એ ખંખેરી નાખે છે. શ્વાસની સરહદ પછી, અર્થાત, મૃત્યુ બાદ માનવ “કિંવદન્તી' બની જતો હોવાની વાત “છોતરું'માં કવિએ વ્યક્ત કરી છે. કવિ રાધેશ્યામ શર્મા એમ માને છે કે દરેક સૂર્યોદય આવી રહેલા મૃત્યુની એંધાણી આપે છે. (“શબ') એના ઊગવા સાથે દરરોજ સવારે માણસનું શબ ધીમેધીમે ચળકતી સપાટી ઉપર નીકળે છે. માણસ રોજ થોડું થોડું મરતો રહે છે. સૂર્યનો પણ રોજ જન્મ થતો હોય છે. ને રોજ મૃત્યુ. (“સૂર્ય'). કવિ વિનોદ જોશી ‘તુમ્હલ તુણ્ડિકા'માંની પ્રશ્નોત્તરીમાં જીવનમરણનું ચિંતન અપાયું છે. “કોણ ચલાવતું આયખું? નો જવાબ “શ્વાસ અપાય છે. કૌન મોતસે દૂર? નો જવાબ છે ‘સમય’ ‘તિમિર’માં શાશ્વતી સમાયાનું ને દુઃખનું કારણ “જન્મ' હોવાનું કવિ કહે છે. મોતને પરમ લક્ષ્ય કહેવામાં આવ્યું છે. આયુષ્ય કેવળ ભટ્સ, ને ‘હોવું' કેવળ વંચના. આ કવિ વીરુ પુરોહિત “મૃત્યુ' નામનું પ્રતીકાત્મક કાવ્ય લઈ આવે છે. તેઓ કહે છે, માનવીના પગમાં સતત તૃષ્ણાનો સર્પ અટવાતો રહે છે. ને એજ તો છે પુનરપિ જનન, પુનરપિ મરણનું કારણ. કવિ પુરોહિત ૧૯૮૩માં “વાંસ થકી વહાવેલી' સંગ્રહ પ્રગટ કરે છે. જીવવાની ક્રિયાને તેઓ જન્મટીપ કહે છે, ને એની આસપાસ મૃત્યુની એંધાણીના પહેરાઓ હોવાનું કવિ કહે છે. હાલકડોલક શ્વાસની વળી નિશ્ચિતતા શી? કવયિત્રી દક્ષા દેસાઈ ‘વિસ્ફોટ” (“શબ્દાંચલ')માં જન્મ અને મૃત્યુની પ્રક્રિયા વિશે વાત કરે છે. વીર્ય વિસ્ફોટની ક્ષણે પ્રગટેલી કોક અજાણી આકાશગંગાની ઉલ્કાથી શરીરનો ઘાટ લઈ જીવ અહીં તહીં અથડાય છે. જન્મોજન્મથી એ આમ જ ઊગે છે, ને આથમે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #423
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 422 જન્મે છે, ને મરે છે. તે ક્ષણેક્ષણે પરમાણુઓની જેમ ખરે છે. કવિ ઈન્દુકુમાર ત્રિવેદી જિંદગી અને મૃત્યુની પરસ્પરની પ્રીતને અર્ધનારીનટેશ્વર, શિવપાર્વતી જેવા અનન્ય' કહે છે. બંનેની પ્રીત ખૂબ સૂક્ષ્મ હોવાનું કવિ કહે છે. કવિ યજ્ઞેશ દવે મૃત્યુને કોઈ એકાકી ધનિક પ્રૌઢાની જેમ, પોતાનો અસબાબ સાચવતું હોવાનું કલ્પ છે. દીપક જગતાપ, હજુ મૃત્યુ જન્યું જ ન હોવાથી, એનો ડર ન રાખવા જણાવે છે. કવયિત્રી ચૈતન્યવ્હેન દિવેટિયા પિતાની પ્રથમ પુણ્યતિથિએ “પુષ્પાંજલિ” નામનો સંગ્રહ આપે છે. જેમાં જન્મ તથા મૃત્યુ બંને સમયે જીવ એકાકી હોવાની વાત કરાઈ છે. શિવમાં ભળી જતાં બાહ્ય દીપક ભલે બુઝાય, પણ અંતે તેજ પરમ તેજમાં સમાઈ જાય છે. છપ્પનમે પાને ૮૩માં હાઈકુમાં ખરી જતા પાંદડાને સ્થાને નવી ફૂટતી કૂંપળનો નિર્દેશ જન્મ, મરણ-જન્મની જ વાત કરી જાય છે. “ખરે પાંદડાં, ફૂટે કૂંપળ વૃક્ષ | નવયૌવન” 140 દેવકુમાર પિનાકિન ત્રિવેદી જિંદગીના કાચા કોચલાને મોતની ચાંચ ખોતરી નાખતી હોવાનું કહે છે. જયારે ગર્ભવાસ ખૂટી જાય છે, ત્યારે કોચલું (અંધકાર, તૃષ્ણા) ફૂટી જાય છે ને પરમનો સૂરજ જોઈ શકાય છે, ને જ્ઞાન લાધે છે. - કવિ દ્વારકેશજી પ્રશ્ન કરે છે “કૃષ્ણ માયાવીનેય ક્યાં મરવું હતું?' પણ માનવશરીરધારીને તો મરવું જ રહ્યું. (‘પાંચ પાણીના દેશના') જગત એટલે જ કુરુક્ષેત્ર, જયાં રથિ, મહારથી, સારથિ સૌને મરવાનું જ. કૃષ્ણ જેવાનું પૂર્ણ વિરામ પારધીના બાણ વડે થયું. કવિ દ્વારકેશજી “બધું જ અટકી જવાનું છે એ સત્યથી સભાન છે. મંજરીની મહેકસમી જિંદગી પવનની પેઠે હાથથી જોતજોતામાં છટકી જવાની. કાચની પૂતળી જેવી જિંદગી સહેજમાં બટકી જવાની, ને પેલા શ્વાસ સાત ડગલાં ચાલી અટકી જવાનાં (‘લેબલ') મરણમાં જિંદગી, ને જિંદગીમાં મરણ હોવાની વાત કરતાં કવિ જયેન્દ્ર મહેતા (“વસંત અને પાનખર') “આશ્ચર્ય' નામના કાવ્યમાં મોતને “બહેતર' ગણાવે છે. કવિ યજ્ઞેશ દવે માને છે (“જળની આંખે') કે શ્વાસે શ્વાસે આપણા મૃત્યુનો કાયાકલ્પ થતો જાય છે. “અશ્વત્થામા' પ્રત્યેક માનવનું પ્રતીક બનીને આવે છે. “આ એક. જન્મની ઓરમાં જ વીંટળાઈ વીંટળાઈને મળ્યા છે અનેક જન્મો 1 અશ્વત્થામા નામના હાથીને અશ્વત્થામા સદ્દભાગી માને છે, કારણ એને મૃત્યુ મળ્યું. પૃથ્વીપટે અહરહ નિરુદ્દેશ ભટક્યા કરતો પીડિત અશ્વત્થામાં જીવનને અભિશાપ માને છે. ને મૃત્યુને નિરર્થક. - ૧૯૮૮માં “લ્હરો જળ' નામનો કાવ્યસંગ્રહ લઈને આવતા કવિ કનુ સુથાર કહે છે. ખર્યું ગુલાબ - વેરીએથી મારગ હવે ન મહેકે દર પ્રાણ પ્રયાણ કરી ગયા પછી શરીરરૂપી મારગ મહેકતો નથી તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #424
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 423 “તરુ સુકાય એક જ ડાળે બાંધે પંખી બે માળો” 143 કહેતા કવિ મૃત્યુ, નવસર્જન, પુર્નજન્મના વારાફેરાનો નિર્દેશ કરે છે. એક વૃક્ષ સુકાય છે, ને ત્યાં બીજે છેડે નવી લીલીછમ કૂંપળો ફૂટતી હોય છે જીવનધારા એમ અવિરત ચાલે છે. * ડૉ. ધીરુભાઈ પરીખ “આગિયા' નામનો હાઈકુસંગ્રહ પ્રગટ કરે છે. “કાચાં પાન ડાળ પર ઝૂલે ને પાકેલાં રજમાં આળોટેમાં કુદરતના સર્જન વિસર્જનના, જન્મ મૃત્યુના વારાફેરાની વાત કરાઈ છે. ચિતામાં એકબાજુ શબ બળે, બીજી બાજુ ખૂણામાં બિલાડી બચ્ચાને જન્મ આપે. ક્યાંક મૃત્યુ, તો ક્યાંક કોઈકનો જન્મ. જગતમાં બંનેની અનિવાર્યતા છે. કોઈક જાય છે, કોઈક આવે છે. સતત આમ ક્રમ ચાલ્યા કરે છે. ચોકમાં ખરતું પાન, ને દાદીમાના ખોળે પૌત્ર, પણ સર્જન વિસર્જનનો સંકેત આપે છે. અધતનયુગ : મૃત્યુ દિવ્ય મંગલ, સુંદર મધુર અદ્યતન યુગના કવિઓ મૃત્યુને મહદ અંશે કેવળ એક ભૌતિક “ઘટના” તરીકે જુએ છે. છતાં ક્યાંક ક્યાંક મૃત્યુ દિવ્યમંગલ ને સુંદર મધુર રૂપે પણ વર્ણવાયું છે. મૃત્યુના માધુર્યનો અણસાર આપતાં સુરેશ જોશી કહે છે. કાવ્યનાયકને લઈ જવા માટે મૃત્યુએ પણ મધુમાલતીની અનુમતિ લેવી પડશે. માના મૃત્યુ બાદ પ્રકૃતિમાં મધુમાલતીની સુગંધરૂપે જાણે મા જ વ્યાપેલી રહે છે. પુરાણા પીપળા નીચે કોઈક કાળની બંસરી બજાવતું સંભળાય છે. મૃત્યુની ભવ્યતાને વાચા આપતાં કવિ કહે છે અશ્વિનનો સુવર્ણરંગી પ્રકાશ શરણાઈ પર લલિત બિભાસ છેડે છે. પવનની અંગુલિ કોઈ દિવ્ય સુરાવલિ છેડે છે. (‘પ્રત્યંચા') - કવયિત્રી સુશીલા ઝવેરી કોક મંગલ ચોઘડિયે આનંદથી ભાન ભૂલી હાથમાં હાથ પરોવી, મૃત્યુ-શિશુ સાથે ચાલી નીકળવાની વાત કરે છે. જે મૃત્યુની મંગલતાનું સૂચક છે. મૃત્યુના આગમન સમયે દ્વાર પર નોબતખાનું બેસાડી ચોઘડિયા વગડાવવા તેઓ ઉત્સુક છે. તેઓ મૃત્યુને ઉદ્દેશી કહે છે. સ્વચ્છ શિશુ શા તને ઝૂલે ઝૂલાવીશ” t8 ને ત્યારે પવન પણ મૃત્યુને માટે હાલરડું ગાશે એવી તેમની શ્રદ્ધા છે. - કવિ મકરંદ દવે એવી શ્રદ્ધા ધરાવે છે કે મૃત્યુ ઈશ્વરની ઝાંખી કરાવે. મૃત્યુ પથારીને અમિયલ સેણ” કહે છે તેઓ. કવિ માને છે કે જ્ઞાનની જાગૃતિ મોતનેય મિટાવી દે. વિદાય લેતા આત્માની વાણી'માં વિદાય લેતા આત્માના આનંદને વ્યક્ત ર્યો છે. “જીવ ઉપાડો પાયો હાય રે કોરું ખાપણ ને આ ભવની ભીની કોર કોઈ આઘેરા લોકનું તેડું આવ્યું મારા પ્રાણ પલ ન થોભો, તો તમને રામજી કેરી આણ P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #425
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 424 બે'ક વાલેરા બોલને વીણું નજરું નેહ વિભો” અમરમુક્તિની સમુદ્ર ઊર્મિઓનો અનુભવ થતો હોવાનું “મહામિલનમાં કહેવાયું છે. સમુદ્રની ઊર્મિઓ જેવું મસ્ત મરણ' કહી મરણની મઝાનો નિર્દેશ મકરંદ દવેએ કર્યો છે. મોતની મીઠી મુસ્કાન માણવાનું કહેતા કવિ “મૃત્યુ શાંતિપ્રદ હોવાનું માને છે. (“નિરાધાર) મસ્તોકા મયખાનામાં મોતને માશૂક અને જીવનને “લાલદુલાલા' કહ્યું છે. “મૃત્યુની ઘાટીઓમાં પોતે ભેંકાર રાતો ગાળી હોવાની વાત કરતા મકરંદ દવે, પ્રેતની સાથે હાથ મિલાવી મૃત્યુની પેલી પારની હસ્તીઓને નિહાળ્યાનું કહે છે. આધુનિક યુગમાં મૃત્યુને શાંતિપ્રદ કહેતા બહુ થોડા કવિઓમાં, હરિકૃષ્ણ પાઠક પણ છે. “મુમુક્ષા' કાવ્યમાં મૃત્યુ પામતાં સઘળો બોજ સરી ગયાની, ને દેહ પડી ગયા પછીની નીરવ શાંતિની વાત કરાઈ છે. કવિ ચંદ્રકાંત શેઠ “થોડું મીઠું મીઠું મોત હૂંફાળું હૂંફાળું મોત - માગે છે. તાજી હવામાં ભેળવીને આપી શકાય એવું, થોડુંક સરસ મઘમઘતું મોત તેઓ વાંછે છે. કવિ રાવજી પટેલે શાશ્વત નિદ્રાની ઝંખના સેવી હતી. હું આવ્યો છું, હવે અંતહીન નિદ્રા ઘડવા' આ દાવો શબ્દાન્તરે મૃત્યુનો સ્વીકાર કરે છે. રાવજીની કવિતામાં મરણ સાથે સંકળાયેલી રુદિષા નથી. “આભાસી મરણનું ગીત' કાવ્યમાં સર્વત્ર વ્યાપી રહેલા પ્રાણતત્ત્વ મરણ જોડે ઉલ્લાસના વાતાવરણને ઊભું કરવાનો પ્રયત્ન કરાયો છે. પણ પછી તરત કરુણની છાયા રેલાય છે. “મૃત્યુ સમયે માત્ર વાહન જ નહિ પોતે પણ શણગારાઈને જવાનું છે.” જ મૃત્યુનું દશ્ય અહીં લોકકલ્પનામાં ઉત્સવની ભૂમિકાએ ઊંચકાયું છે. મરણ ઉત્સવ બની રહે છે, ને મહાયાત્રા પણ. કાવ્યનાયકના શ્વાસ અજવાળાં પરિધાન કરીને ઊભા રહે છે, મહાયાત્રાના આરંભ માટે. ક્ષણ મૃત્યુની છે, પણ લગ્નગીતના ધવલમંગલ લયમાં ઉદ્ગારો આકારિત થાય છે. કંકુનો ભારે સૂઝસંયમથી અણઉચ્ચારેલ “ચાંદલો અહીં “સૂરજ' તરીકે પ્રગટે છે. રમેશ પારેખ મીંઢળમાં અવસરને બાંધે તેમ મૃત્યુના શુભ અવસરને “દસમણ અગ્નિમાં બાંધે છે. મૃત્યુની જાણે તેઓ કંકોતરી લખે છે. “મરણને મૂદુ’ કહેતા રમેશ પારેખ કહે છે. “આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે રમેશ? અમે મરણનો મૃદુ હાથ ઝાલી નીકળીએ” ૧૬૮માં હરીન્દ્રની કૃતિઓમાં સર્જકના સ્થાઈભાવ તરીકે મૃત્યુ સ્થપાઈ ગયું છે. આ મૃત્યુ જ જાણે કે વાંસળી વગાડીને જીવને બોલાવ્યા કરે છે. “કોઈ આઘે આઘેથી વેણુ વાય છે. રે મને “જાતી રહું જાતી રહું થાય છે” હબ (હયાતી ર૪) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #426
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 425 મૃત્યુ સામે તીર બેઠેલ પ્રિયતમના મિલન માટેની તક છે. મંગળ અવસર છે, એવી પરંપરાગત શ્રદ્ધા હરીન્દ્ર ધરાવે છે. મૃત્યુનો ઉતારો મોહક હોવાનું કવિ કહે છે. “પિંજરામાં રહી ગઈ કાયામાં મૃત્યુના કહેણનો નાજુક સંદર્ભ વણાયો છે. “મૃત્યુ એટ : વન', હરીન્દ્ર આમ પણ “વેણુનાદીના કવિ છે. મૃત્યુનેય એ કૃષ્ણની બંસીના નાદ રૂપે ઓળખાવે છે. જનારને કોણ રોકી શકે છે? ધૂપ થઈ ઊડી હું ચાલી " સંભાળો, હવે પિંજરામાં રહી ગઈ કાયા” s8-6 (74 મૌન) કહેતી પેલી ચેતના ચાલી જાય છે કોક અગમના દેશે. વ્યક્ત, અવ્યક્તમાં ભળી જાય છે, ને પછી છાનું હતું એ છતું થઈ ગયું. એના ગમનને જગતે “મૃત્યુનું નામ પણ આપી દીધું, ને જનાર જીવ પ્રિયતમ મૃત્યુના હાલના પારાવારમાં હિલોળા લેતો છલકાતો મલકાતો ચાલી ગયો ને સૌ જોતાજ રહી ગયા. અંતે શોર બધો શમી જાય, પેલા મન-મૃગની માયા બધી છિન્ન થઈ જાય. મૃત્યુ ચૂપચાપ હળવે હળવે આવે, ને એક હળવી ફૂંકે બધું જ ખેરવી જાય. તન મન ચૈતન્ય સઘળું. ઈન્દ્રિયો બધી નિર્જીવ બની જાય, પંચમહાભૂત, પેલા વિશાળ મહાભૂતમાં ભળી જાય. જયા મહેતા ગત અને અનાગતની વચ્ચેની ક્ષણમાં થતા વાવાઝોડામાં પણ એકએક તાંતણી ઝળહળતો અનુભવે છે. અહીં જે પ્રકાશ છે, તે બુઝાવા પહેલાનો નહિ, પણ અગ્નિના રથમાં બેઠા પછીનો. કવયિત્રી કહે છે, “દેહ સંકેલાઈ જતો હોય છે ત્યારે પણ આંખમાં કોઈ ટમટમે છે એ કોણ ? વેદઉપનિષદોએ નેતિ નેતિ કહી વર્ણવ્યો છે એ ? મૃત્યુના આગમનને તેઓ “તાજીલહર' કહે છે. જયા મહેતાએ “હોસ્પિટલ પોએમ્સ” છેલ્લે પાને silence Please' લખ્યું છે. જે ઘણું સૂચવી જાય છે. જીવનના બબડાટ ને ઘોઘાટ પછી મૃત્યુ જ શાંતિ આપી શકે “નીરવ મૌન છે મૃત્યુ તો', માંદગી સમયે આવતા મૃત્યુના વિચારો ક્યારેક દિવ્ય સંસ્પર્શ આપી જાય, બધો ભય ખરી પડે. શરણાગતિની ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ થાય. “મૃત્યુ” ઈશ્વરનો જ પર્યાય બની જાય. ને પછી તો અસીમને બધું સોંપી દેવા જીવ તૈયાર થઈ જાય. “હવે તો હલેસાં હેઠાં મૂકી દીધાં છે સઢ ખોલી નાખ્યા છે શિર ઝુકાવી દીધું છે સુકાન સંભાળી લો હે અસીમ” 149 જયા મહેતા તો માને છે કે મૃત્યુ જીવનમાં બંધનમાંથી મુક્તિ અપાવે. જીવન તો સહરાનો રઝળપાટ છે. મૃત્યુના આગમનની ક્ષણે એ રઝળપાટ પૂરો થાય, ને પરમશાંતિનો અનુભવ થાય. હવાની તાજી લહરે, અન્ય દિવ્યલોકનાં બારણાં ખુલશે, કોઈક આવીને લઈ જશે, ને જીવનયાતનામાંથી મુક્ત કરશે, એવી શ્રદ્ધા કવયિત્રીને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #427
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 426 “મોતની છાયા નીચે જિંદગીની આ ઝલક તૂટેલ વાડની વચ્ચે મહકે ધબક” 10 “અનંત દિવસોનો સથવારો લઈને એક ક્ષણ આવે છે વાવાઝોડું થઈને, હવાનાંયે સ્પંદનો ઝીલવા અસમર્થ ને પછી ઝળહળી ઊઠે છે એક એક તાંતણો વસ્ત્રનો 101 પન્ના નાયક “મૃત્યુ' (“અરસપરસ) કાવ્યમાં મૃત્યુના સૌંદર્યસભર આગમનનો નિર્દેશ કરતાં જીવનનાં બારણાં વસાઈ જવાનો અફસોસ કરે છે. “નિમંત્રણ અને પ્રવેશ'માં કોઈ તેડવા આવ્યાનો અણસાર કવયિત્રી પામે છે. જાણે વાજિંત્રોની સ્વરસરવાણી લહેરાય છે. મૃત્યુનો મંગલ ઉત્સવ આખી રાત અવિરત ચાલ્યા કરે છે. જેને જયારે એમાં નિમંત્રણ મળે ત્યારે એ અહોભાગી બની જાય છે. કાવ્યનાયિકા નાચવા માટે સંકલ્પબદ્ધ બને છે. “છેક સંધ્યાએ પૂરો થયો મારો સિંગાર યામિની ગાઢ થઈ જાય એ પહેલાં હું પહોંચી જાઉં એ દ્વાર” 12 કાવ્યનાયિકા દૂરદૂરથી ડોલતી હાંડીમાં ઝૂલતા દીવા જુએ છે. સાજંદાનાં વાજિંત્રોની સ્વરસરવાણી સંભળાય છે. દિવ્યપ્રકાશ દેખાય છે. લગ્નની જેમ જ મૃત્યુ મિલન વાજતે ગાજતે થાય છે. કવિ શશિશિવમ્ મૃત્યુને ભયપ્રદ નથી માનતા. તેઓ “મૃત્યુને “સાન્તથી અનંત તરફની યાત્રા' કહે છે. (“સાન્તથી અનંત') ને એ અનંત ગતિને મંગલદાયી ગણાવે છે. સાન્તની ક્ષિતિજેમાં અનંતની દિશા તરફ મીટ માંડી ઊભેલા જીવાત્માની વાત કરાઈ છે. ૧૯૮૫માં કમલ વૈદ્ય “ઉજ્જવલ શર્વરી' પ્રકાશિત કરે છે. “વળામણ'માં કાવ્યનાયિકા પોતે નિધનને આરે આવી પહોંચ્યાનું કહે છે. સહુને પ્રણામ કરે છે. કાયાના સાજશણગારનું હવે એને કશું કામ નથી રહ્યું. મૃત્યુ મહોત્સવ હોય એવી અનુભૂતિ નાયિકાને થાય છે. “કાલ કાલિન્દીને જલ કરી લઈ સ્નાન જવું પેલે તીર મારા ગોકુળને ગામ વેણુનો હું માત્ર સૂર્ણ સૂર આતુરની ઉરધડકન દૂર - દૂ....” 13 શ્રીકાંત માહુલકર જીવનને વિરાટ અચંચલ વાયુ અને મૃત્યુને “મૃદુ લહેરખી’ કહે છે. જીવનને પ્રાણનો પુરક ને મરણને ક્ષણેક્ષણનો “કુંભક' કહે છે. કવિ મનોજ ખંડેરિયાને પણ મૃત્યુની મંગલતામાં અતૂટ શ્રદ્ધા છે. મૃત્યુપળ ઉદાસીને દૂર કરી ઉલ્લાસ તથા માંગલ્યનો અનુભવ કરાવતી હોવાનું તેઓ કહે છે. “નિમંત્રણ' Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #428
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 427 કાવ્યમાં મનોજ ખંડેરિયા સુગંધી મૃત્યુપળનું આલેખન કરે છે. મૃત્યુને તેઓ “મંગલ અવસર' ગણે છે. એ વખતે પણે પણે ભીનો શો મર્મર, ઉન્મેષ સર્જાય છે. અને પ્રકાશ ગુંજવા લાગે છે. ચારેબાજુ સુગંધનો કૂણો કલશોર છલકે છે. ૧૯૭૯માં પ્રકાશિત થતા મનોજ ખંડેરિયાના “અટકળ' નામના સંગ્રહમાં કવિએ મૃત્યુના ઝગમગાટની વાત કરી છે. મૃત્યુ જાણે જીવને સમજાવે છે કે “મરવું એ તો ઝાકળ જેવું છે, ને જીવતર કાગળ જેવું.' કવિ નીતિન મહેતાને (નિર્વાણ' 1988) અંતિમ સમયની દિવ્ય આફ્લાદક અનુભૂતિ સમયે દવા જેવાં સગાંઓનાં સાન્નિધ્ય પસંદ નથી. મૃત્યુને પોતાનો જ દેશ કહેતા આ કવિ મૃત્યુની લીલી મહેક પાછળ શરીરરૂપી ઝરણું દોડતું હોવાનો અનુભવ કરે છે. ભગવતપ્રસાદ ચૌહાણ (‘સૂરજમાં લોહીની કૂંપળ” 1977) મૃત્યુને “નવો ધબકાર' કહે છે. મૃત્યુના નીડમાં ઉજાસ ટહુતો હોવાની કવિશ્રદ્ધા મૃત્યુપથને પ્રકાશમય માને છે. મૃત્યુ અતિશય નમણું હોવાનું માનતા આ કવિ મોતની સુરભિ, સૌંદર્ય, સત્ય અને સંગીતથી મઢેલી હોવાનું કહે છે. તેના પ્રાગટ્યને પામવા મથતો શિવ પંડ્યાનો કાવ્યનાયક મૃત્યુની લેશ પણ પરવા વિના જરામાં અખંડ બ્રહ્માનંદ પામવા તલસે છે. કારણ મૃત્યુ તો પ્રકાશ છે. ગુણવંત શાહે “પુનર્જન્મ' નામના કાવ્યમાં મૃત્યુ પછીની મંગલતાનો વિચાર કર્યો છે. સૂર્યલોકમાં પહોંચી જતા કાવ્યનાયક નીચે જુએ છે, તો એક નવજાત શિશુની અધખૂલી આંખોમાં વિસ્મયનું આકાશ દેખાય છે, ને પોતે નવજાત શિશુની અધખૂલી આંખમાંના વિસ્મયના અતાગ આકાશને પામવા નીચે ઊતરી પડે છે. કવિ યોગેશ્વરજી માને અંજલિ આપતાં “તર્પણ' કાવ્યમાં મરણને અનોખા મંગલ અવસર તરીકે બિરદાવે છે. અનોખો આવ્યો આ અવસર ભલે ને મરણનો તમે જે જીવ્યાં તે વિષમ નવ છે વિસ્મરણનો 174 માને મેળવીને મૃત્યુય ધન્ય થયાનું કવિ કહે છે. માના મરણને તેઓ “શુચિમરણ' કહે છે. માએ મૃત્યુપથારીને દિવ્ય “મુક્તિ શય્યા' ગણી હતી. આત્મામાં રમનારને મમતા શેની? શરીરધારી માની સીમિત વાણી એમના મૃત્યુબાદ નિઃસીમ અને અમૃતરૂપ બની રહે.. કવિ જિતેન્દ્ર વ્યાસ (“ભમ્મરયું મધ') “આવ્યા કાગળ શ્રીરામનામાં મૃત્યુની મંગલતા ને ભવ્યતા પમાતી હોવાની વાત કરે છે. વહાલ ભરીને સુગંધી વાયરા વાતા હોય ત્યારે અમ્મર ધામનાં તેડાં (મૃત્યુ અમ્મર ધામનું તેડું) કેમ ટળાય? જીવાત્મા રામના આ તેડાનો સ્વીકાર કરવા તત્પર છે. કવિ જયેન્દ્ર શેખડીવાળા (“કર્દમપલ્લી') જીવનને નિર્જીવ દેહ અને મૃત્યુને નવજન્મ કહે છે. તેઓ એમ માને છે કે મૃત્યુ દેવકન્યાઓની ભૂમિમાંથી ઊતરી આવે છે. મૃત્યુના નૂપુરરવ સાંભળીને કાવ્યનાયકના નિર્જીવ દેહમાં ચૈતન્ય વ્યાપે છે. મૃત્યુના લયબદ્ધ નિર્ગમન પછી ઘૂમરાય છે એમની ચેતના, મૃત્યુને આ કવિ ચિરંતનના ગર્ભપ્રદેશ તરીકે ઓળખાવે છે. મૃત્યુ જ છે બ્રહ્મદ્વાર, કે જ્યાંથી સૌ કોઈ સત્યના અનંત પ્રદેશમાં પહોંચી શકે છે. - કવિ દિનકર શાહને (‘અજનવી વસ્તીમાં) પોતાના પ્રત્યેક અંગમાંથી મૃત્યુની સુગંધનો પ્રસાર અનુભવાતો. (“મહામૃત્યુ) પ્રફુલ્લ પંડ્યા (“જીભ ઉપરનો ધ્વજ 1986) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #429
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 428 અંતિમ પ્રસ્થાનને “પ્રફુલ્લ પ્રસ્થાન' કહે છે. મૃત્યુના દિવ્ય સુગંધના પ્રસારનું વર્ણન કરતાં કવિ કહે છે “હવે ફૂલનું પ્રસ્થાન છે સુગંધમાં” 175 એ સુગંધમાં હવા ફૂલમય જીવતરના કૌતુકને પામે છે. માંગલ્યશ્રદ્ધાના 2 વ્યક્ત થાય છે. “ગીત અનાદિ મૂડમાં લખ્યું એકમાં અનાદિ મૂડમાં સઘળું છોડી દૂરદૂર ‘વાની આ કવિ વાત કરે છે. અંધકારનો એક ખંડ. ઓળંગી કાવ્યનાયક અજવાળાને ઉંબર પહોંચે છે. ક્યાંક ઓંકને ઘંટારમાં શ્વાસટેકરી વચ્ચે મુજને મળી આવતું વાદળ” 1 અહીં મૃત્યુને માંગલ્યસભર ગયું છે. ચારે બાજુ દિવ્ય ઘંટારવ સંભળાતાં શ્વાસની આવન જાવન જોરદાર બને છે. ચૈતન્યબાળા દિવેટિયા (‘પુષ્પાંજલિ') મૃત્યુને, પ્રભુદારે જવાની મંગલકારી પ્રકાશબારી કહે છે. પીંજરમાં પુરાયેલું પંખી જાતેજ ચાંચથી પીંજરને શરીરને) તોડી ભયમુક્ત થતું હોવાની વાત આ કવયિત્રીએ કરી છે. કવિ નટવરભાઈ ઠક્કરના તો સંગ્રહનું નામ જ “પ્રભુજી તમે સાગર હું પાણી છે. તેઓ મૃત્યુને વિનંતિ કરે છે કે મૃત્યુ શાંત ચિત્તે તેમને અંધારપછેડો ઓઢાડે, જેથી પ્રીતમ સાથેના એમના મિલનને કોઈની નજર ન લાગે. મૃત્યુની ઘડીને પ્રભુમિલનનો મંગળ અવસર બની રહે, એવી એમની ઇચ્છા, ને શ્રદ્ધા બંને છે. મૃત્યુટાણે એમની વેદના પિતૃગૃહેથી સાસરે સિધાવતી દીકરીની વેદના હશે. જે અંતે તો પતિ ગૃહે પ્રવેશતી નવોઢાના ઉલ્લાસની જેમ આનંદ-સભર હશે. કવયિત્રી દક્ષા દેસાઈ મૃત્યુને પ્રિય મિલનની ક્ષણ કહે છે. (‘નિર્જળા નદી') તેથીજ તેઓ પેટીમાંથી લીલાં પટકૂળ કાઢવા કહે છે. સૈયર પોતાની પાંથી સજાવે, હાથમાં લીલાં કિંકણ પહેરાવે, ને કપાળે, કંકુની પીયળ કરી, નાકે ફટકિયું મોતી પહેરાવે એવી આશા વ્યક્ત કરે છે. પોતાના એ મંગલ પ્રયાણ પછી પેલી ભીંતે ચોડેલી કંકુની રેખાઓને ધોળાવી એના ડાઘ કઢાવી નાખવા તથા હૈયે મઢેલી છબીને હડસેલી દેવા પણ કહે છે છતાં સહેજ આછેરી આંખો રેલાવી થોડું રડી લેવા પણ જરૂર કહે છે. આ અદ્યતનયુગ - પ્રેમ અને મૃત્યુ “સુરેશ જોશી એમની ઉત્તમ રચનાઓમાં પ્રેમ, જીવન અને તેની સામેના તુલ્યબળ મરણને પણ પોતાની સીમામાં આવરી લે છે.” 2 પ્રેમનું તો શમણું જ સેવાયું હતું. પણ હવે તેને વળ ચડાવી રહેવા મરણની ઉપસ્થિતિમાં આખું જીવિત જે રીતે દુઃસ્વપ્ન બની ગયું તેમાંથી પોતે (નાયક) મુક્તિ ચાહે છે. “પ્રેમ અને મૃત્યુ' જેવાં તત્ત્વોમાંથી જન્મતા અસ્તિત્વમૂલક તનાવને કશા પણ માર્ગે હળવો કરી દઈને પ્રશ્નના ઉકેલની કોઈ ભૂમિકા પ્રસ્તુત કરવામાં કવિને રસ નથી. “નિષ્ફળ પ્રેમ અને ઉત્તરોત્તર વિકસતું મરણ, તેમની રચનાઓમાં એક અસ્તિત્વમૂલક તનાવ ઊભો કરે છે. “ઇતરાની અંતિમ કાવ્યકૃતિ પણ એવા જ તનાવને શબ્દસ્થ કરી આપે છે.” 18 કરોળિયાની જાળમાં ઝિલાયેલા ઝાકળની આંખે એમનું મરણ એમને તાકી રહેલું દેખાય છે. પ્રેમનો વિલય થતાં યુગપત ભાવે જ મરણ નિકટ આવતું ગયું અને પછી તો નાયક નાયિકા મરણથીજ જોડાતાં રહ્યાં. રસાતાં Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #430
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 429 રહ્યાં. મૃણાલની નિપ્પલક પ્રતીક્ષા નિરર્થક છે, કેમકે મહેલને કિનારે એક પંખી પણ બેઠું છે. જે એને લઈને એક દિવસ તો ઊડી જશે. આ પ્રતીક્ષા મરણની દિશાને જ ખોલી આપે છે, પંખીના સશક્ત ચિત્ર વડે કવિએ મૃણાલના મરણને સુંદર રીતે વ્યંજિત કર્યું છે. પાંચમા એકમમાં આ દુઃસ્વપ્નનો અંત લાવવાનો જાણે કે ઈલાજ ફરમાવ્યો છે. “ઘરડું મરણ'તો પછી ભરખી જ જશે. એકમના ઉત્તરભાગમાં મરણ અને નાયક વચ્ચેની જાણે કે સંતાકૂકડી આલેખાઈ છે. કાવ્ય-નં-૭માં દેખીતું પ્રિયાવર્ણન અંતે મૃત્યુવર્ણન જ છે. અમાસના અંધકાર શી તસતસતી એની કાયા, એના સ્પર્શમાં ઝાકળની સુખદ શીતળ ભંગુરતા, પ્રેમની તેમજ જીવનની ભંગુરતાનો નિર્દેશ કરે છે. કાવ્ય ૧૧માં (ઇ. રા' પૃ. 16) પ્રેમની વિદાયના મૂહૂર્તની વાત કરતો કાવ્યનાયક વિરહ અને મૃત્યુને પરસ્પરના પર્યાય તરીકે આલેખે છે. પણ અંતે પ્રેમશ્રદ્ધા જ વ્યક્ત થાય જ છે. પ્રેમ તો પ્રેમીના મરણ પછી પણ આગળ દૂર દૂર જશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. “આંધળી સ્મૃતિઓને રઝળાવશો નહિ' કહેતો કાવ્યનાયક જીવના પ્રયાણનું પગેરું શોધવાની ના પાડે છે. સાત સાગર ને સાત પર્વત પાર ઊડી ગયેલા મારા મરણના પાંખાળા ઘોડાના ભણકારા તું કાન માંડીને તારી નાડીમાં હજી સાંભળી રહી છે” 180 મૃત્યુ પામેલો નાયક, પ્રિયતમાને, બંનેએ સાથે મળી રચેલા પ્રેમના માયાવી જૂઠાણાને નાયિકાની ભડકે બળતી દૃષ્ટિની આંચથી એને સળગાવી દેવા સૂચવે છે. એ કહે છે. “છલનાના પાત્રમાંનું તારું એકાદ ચાંગળું સ્મિત મારા મરણ-વૃક્ષની ડાળે ટહૂકી ઊઠે તો તારા મૌનનો પથ્થર ફેંકીને એને ઉડાડી મૂકજે.... કટાઈ ગયેલા સિકકાની જેમ મેં ફગાવી દીધેલો સમય હવે તું આંસુથી ધોવા બેઠી છે ? ૮૧-ચ પોતે તો હવે શૂન્ય બની ગયો છે. પ્રિયતમ પોતાના અવસાન પછી આંસુ સારતી પ્રેમિકાને ઠપકો આપે છે. “મારા મરણના પરિપક્વ ફળનેય તું તારા દત્ત દંશથી કોરી નાખવાની ' . હામ ભીડશે ? ૧૮બ પોતાનું અવસાન થયા પછી પોતે પ્રિયતમાના સ્વપ્નના મહાલયમાં ઠાઠથી રહેતો હોવાનું કહે છે. પ્રિયાના શ્વાસની વીથિકાઓમાંથી એ લટાર મારવા નીકળે છે. પ્રિયતમ પોતાના મરણના આગ્નવસ્ત્રથી પ્રિયતમાની લજ્જાને ઢાંકે છે. “મારા મરણના અગ્નિવસ્ત્રથી તારી લજ્જા ઢાંકતો રહું છું” 82 ... P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak.Trust
Page #431
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 430 સુશીલા ઝવેરી પણ પ્રિયજન જતાં, વ્યથિત બનેલી નાયિકાની અવદશાનું અસરકારક વર્ણન કરે છે. (“કૈરવવન') પ્રિયજનના સથવારે પોતે સાગરની જેમ લહેરાતી હિલોળા ખાતી, તે હવે છૂટા પડતાં બિંદુ બની વિખરાઈ ગઈ છે. પ્રિયના સહવાસે બારસાખી તોરણનો રણકાર મીઠો લાગતો, હવે એ જ દ્વાર અડવું લાગે છે. તેઓ ઉપડ્યા ઉપડાતાં ન હતાં. એ બધી જીવનસૌરભ પ્રિયજનના અવસાને ઊડી જાય છે. ને પીડે છે હવે આકરું એકાંત. પહેલાં રડતી તો, આંસુના અછોવાના થતા, નજર ચુકાવવી પડતી, હવે આંખમાં - જાણે મોટું છીંડું. આ કવિ મકરંદ દવે આ મૃત્યુલોકમાં માત્ર મિલન-મેળાને જ, પ્રેમને અમર હોવાનું કહે છે. પ્રેમનાં ઝરણ, કાળની કઠણ શિલાને તોડી નાખે એવી એમની અતૂટ શ્રદ્ધા છે. મૃત્યુલોકમાં પ્રેમ જ એકમાત્ર કાલજેતા. “પ્રેમનું તેડુંમાં (‘તરણા') કવિ મકરંદ દવે મૃત્યુને પ્રેમદ્વાર તરીકે ઓળખાવે છે. મોતને બારણે નેહની જયોત ઝગતી હોવાની એમની આસ્થા છે. “રિલ્કની સંગિની બેનનુટાને' કાવ્યમાં (સંગતિ') કવિ પ્રેમનો મહિમા ગાય છે. ફૂલના કાંટાની શૂળે કવિના અંતરે મૃત્યરૂપ કંટક ઊગાડ્યું. પણ વિશ્વમાં તો એથી પ્રેમનો પરાગ મહેકી રહ્યો. સ્થૂળ મૃત્યુની સામે સૂક્ષ્મ પ્રેમભાવનાનો વિજય થયો. કવિએ મૃત્યુ પામીને પ્રેમને મહાન તેમ જ અમર બનાવ્યો, ને પ્રેમિકાએ સદૂગત પ્રિયજનનાં સ્મરણો દ્વારા જીવનનું સંગીત રચ્યું. કવિ જગદીશ જોશીની દષ્ટિએ પ્રેમ મરણશીલ હોય તો પણ મનુષ્યને અમૃત તરફ લઈ જનારું તત્ત્વ છે. દ્વારે લટકેલ સૂકાં તોરણમાં સ્મરણોની ભરતી ખખડે છે. (“મારો દીવો' “વમળનાં વન') સાથીનાં ખોવાયેલાં પગલાંઓને ફંફોસી ચરણો સાદ પાડે છે. જળને કહી દો'માં પણ પ્રેમ તથા મૃત્યુ સંકળાયેલાં છે. જનાર અને રહેનાર, પરસ્પરને ઘેરાતી સાંજના સોગન આપે છે. માયાનાં વાદળો ખંખેરી નાખવાનું કહે છે. જળમાં પંખીનો છાંયો પડે ને તોય પંખીની આંખ ભીની થાય છે. છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં અંકાશી ગીત કેમ ગાશું' ? (જનારનો અવાજ તો વિરમી ગયો છે ને ?) લાભશંકર ઠાકરના “ફૂલ' કાવ્યનો નાયક (‘વહી જતી પાછળ રમ્યઘોષા') મૃત્યુમથી પ્રિયાને અસ્તિત્વનું કૂલ અર્પતાં ધીમેધીમે એનામય બની ઓગળી ભળી જાય છે. “માણસની વાત’માં લાભશંકર પ્રેમ તથા મૃત્યુને સાથે સાંકળતાં લખે છે. “પ્રેમને ખાતર મોત મળે તોયે મહેફિલ છે. જાણશો મૃત્યુથી પ્રીતિ” 183 | ચિનુ મોદી “અંશુ મારો છિન્ન અંશમાં અંશુને ક્યારેક પ્રિયજનનું રૂપ ધરતી, કદીક ગ્રેવયાર્ડમાં ઢગલો કૂલ લઈને આવતી કલ્પ છે. ફૂલો કબર પર મૂકી ચૂપચાપ ચાલી જતી પ્રિયાના પડછાયાને ઝાલી રાખવા કાવ્યનાયક મથે છે. એની સાથે વાત કરવાની રાહ જોઈ બેસે છે. અંશુ શ્વેત શુભ્રવસ્ત્રાવૃત્ત દેવહંસી જેવી દૂતિકાનો સ્વર્ગ ભ્રષ્ટ આત્મા જાણે. રાવજી પટેલે “આભાસી મૃત્યુના ગીત'માં (‘અંગત) “મૃત્યુનેય રોકવા મથતા પ્રેમની વાત કરી છે. “મને રોકે પંછાયો એક ચોકમાં વિશેષરૂપે એક આકાર જનાર વ્યક્તિને રોકે છે. 'કિમપિ-દ્રવ્ય જનારને રોકે છે એ તત્ત્વ છે પ્રેમ.” 184 “પ્રેમપાત્રનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #432
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 431 સીધો સંબંધ તો છુટી ગયો છે. પૃથ્વી પરનું સારસર્વસ્વ “પ્રેમ” પોતાનો ઓછાયો જનારના માર્ગ ઉપર પાથરે છે. જનાર જરીક ખમચાય છે. આંતરે છે, પકડમાં લે છે. અરે અસ્થા બોલથી પ્રેમી ન ઝલાય તો ફેટ પડી એ પ્રેમમાં “પૂરો ન પકડાયો હોય તો અડધો ઝાંઝર દ્વારા પકડાયો” ૧૮-અ ઝાંઝરના ઝંકાર વડે જીવાયેલા જીવનની રસ-ઝંકૃતિ-ઝીણાઝીણા ભણકાર હોય એ દ્વારા એ એને પકડી રાખે છે એ પંછાયો, સહજીવનનો સૂક્ષ્મ અંશ ગમે તેટલી “હળવાશવાળો' હોવા છતાં ઓછો સજીવ નથી. પ્રેમ-મયી છાયાને અતિક્રમીને ચાલ્યા જવું સહેલું ન જ હોય. કંઈક તો ખટકો લાગે જ. “મૃત્યુ સાથે પ્રેમની અનુભૂતિ દઢપણે બંધાઈ છે. મૃત્યુને બહાને પ્રેમની જ વાત થાય છે. મૃત્યુ પછી વિશ્વ સાથે સંબંધ વિચ્છન્ન થાય છે, પ્રેમ સાથે રહે છે. પ્રિયપાત્રના કપાળનું કંકુ દૂર થયું. એ કંકુના સૂરજ હંમેશ માટે આથમ્યા. એટલે કે આંખોના માલિકની ચેતનામાં હંમેશ માટે અણઆથમ્યા રહેવાના છે. મૃત્યુ-અનુભૂતિ કરાવી રહે છે કે “પ્રેમ અનસ્ત છે” ૧૮૫-બ અજવાળાં પહેરેલો પુરુષ હળવેકથી પ્રેમનો સ્વીકાર કરે છે. એ જે ઘર અને આંગણામાં વસ્યો હતો, તે છોડતાં એ માલમાલ થઈને વિદાય લે છે. એની વાત છે “કવિએ કૃતિને “આભાસી મૃત્યુનું ગીત' એવું મથાળું આપેલું. શીર્ષકને પણ વિરોધના નમૂના તરીકે જોઈ શકાય. ખરેખર છે પ્રેમની અમરતાનું ગીત પણ એને કહ્યું “આભાસી મૃત્યુનું ગીત’ શરીર છૂટ્યું નથી એટલે “આભાસી’ મૃત્યુ છે. પણ ગીત છેવટે નીવડી આવે છે મૃત્યુના સાચેસાચ આભાસીપણાનું” હરીન્દ્ર કોઈક ક્ષણોમાં પ્રેમની ખોજ મૃત્યુમાં પણ કરી છે. તો ક્યારેક જયાં હયાતી કે મૃત્યુ કોઈનો મહિમા નથી એવા પ્રદેશનો પણ અનુભવ કર્યો છે. હરીન્દ્રને મન મૃત્યુ અને પ્રેમ' કદાચ પરસ્પરના પર્યાય છે. કદાચ જીવનની વાત મૃત્યુના સંદર્ભમાં પૂરેપૂરી પ્રગટતી હશે એટલા માટે? પ્રેમનું બીજું રૂપ મૃત્યુનું કહેવાયું છે. તેથી તો નાજુક ક્ષણોમાં મૃત્યુને કોલ દઈ દીધાની કવિ વાત કરે છે. જીવનની તરફદારી ન કરી શકે એ મોત પણ કેવું? પ્રેમની અનંતતા કે નિરાવરણતાને મૃત્યુ પણ મારી શકતું નથી. પ્રેમના સાનિધ્યમાં મૃત્યુ પણ આવકાર્ય બને છે. પ્રેમભર્યા સાન્નિધ્ય અને સ્મૃતિ સાથે કાયમની નીંદમાં જંપી જવાની તમન્ના મૃત્યુ કરતાં પ્રેમનો મહિમા અનેરો હોવાનું અનુભવાવે છે. કવિ રમેશ પારેખનું “કાંધ રે દીધી ને દેન દીધાં' (“ક્યાં' ?) હૈયાને વલોવી નાખે એવું મૃત્યુગીત છે. કાવ્યનાયિકા સોનલને ઉદ્દેશી રચાયેલું ગીત પ્રેમિકાના મૃત્યુનો સંદર્ભ વણી લે છે. “પોઢણાં દીધાં રે તમને રાખનાં હોજી” 80 ગળતી વેળાનાં પરભાતિયાં મૃત્યુની મીઠેરી નીંદર સાથે એકરૂપ થતાં કવિ કહ્યું છે. આંખનાં તેજ મૃત્યુપળે કરમાવા લાગે, ને મૃત્યુ પામનાર સ્વજન પોતાના ગઢમાં જ, પોતાને અપાયેલા દેશવટા (મૃત્યુ)નું માર્મિક દુઃખ અનુભવે છે. ગઢ છોડવો તો શી રીતે ગમે? “જનારજીવ' (“ખડિંગ')માં પ્રીત-બીત બધું ત્યજીને ખાલી ફળિયા ને શેરી બધાને ફંગોળી ચાલ્યા જતા જીવની વાત છે. અનિલ જોશી ‘ટીટોડીનો અવાજ' (“કદાચ)માં પ્રસિદ્ધ ઐતિહાસિક પ્રેમકથા, સલીમ અને અનારકલીના પ્રેમને ગૂંથી મૃત્યુ પર પ્રેમના વિજયને બુલંદીથી ગાય છે અનારકલી જીવતી ચણાતી ગઈ પોતાના જ અવાજની દીવાલમાં. “મુક્તિ ક્યાં છે મારા સલીમ'? P.P. Ac. Gunratnasuri M.S. Jun.Gun Aaradhak Trust .
Page #433
--------------------------------------------------------------------------
________________ તને ! અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 432 એવો વેધક પ્રશ્ન પૂછતી ગઈ. પ્રેમના ઝુરાપાની રઝળપાટને ગતિનું નામ આપી શકાય તેમ નથી, ને એટલે તો એ મૃત્યુ ઝંખે છે અવાજની દીવાલમાં જયારે અંતકાળ આવશે ત્યારે ધીમે ધીમે આકાશ ખરી પડશે. વૃક્ષો ખરી પડશે, મકાન ખરી પડશે, સૂરજ ખરી પડશે, નક્ષત્રો ખરી પડશે. એની બા ખરી પડશે, ને એ પોતે પણ. દુનિયાને વિદાય આપવી દોહ્યલી હોવાનું એ કહે છે. “ઓ મારી વ્હાલસોઈ દુનિયા તને વિદાય આપતાં આપતાં તો મારી આંખ જળાશય બની ગઈ છે” 88 “અનારકલીનું ડાઇંગ ડેકલેરેશન”માં (‘બરફનાં પંખી')ની અનારકલી જહાંપનાહને પોતાના પ્રેમની ખુમારીનો પરિચય આપતાં કહે છે, પોતે નથી ચણાતી, એક એક ઈંટ મૂકતો કડિયો ચણાય છે. શરીરને ચણવાથી શું?) “મને ચણીને શું કરશો? એવો, બેફિકરાઈભર્યો પ્રશ્ન અનારકલી કરે છે. શરીરને તો એ પ્રીતિનું ખાતર કહે છે. શરીર મરવાથી પ્રેમ મરવાનો નથી, એ વધુ બળવત્તર બનશે એવી શ્રદ્ધા એની છે. જયા મહેતા પણ પ્રેમની તાજગી તથા અતૂટતાની વાત “એક માત્ર તને જ'માં કરે છે. (“એક દિવસ) મૃત્યુ પણ પ્રેમને ખાળી ન શકે. યમરાજ પ્રેમના મૂલ્યની સાક્ષી પુરાવે. તેથી જ કાવ્યનાયિકા પ્રેમભાષાનો મહિમા વર્ણવે છે. “આંખ મીંચાય તે પહેલા'ની નાયિકા (‘આકાશમાં ચારા ચૂપ છે') હંમેશ માટે આંખ મીંચાય એ પહેલાં સ્વજન પ્રિયતમનો ઊંડો ઘેરો આÁ અવાજે આંખમાં ભરી લેવા માગે છે. પ્રિયજનને નખશિખ પોતાની આંખમાં એ ભરી લેવા ઈચ્છે છે. કારણ પોતાના મૃત્યુ બાદ આ બધું પામી નહિ શકાય. કવિ વિપીન પરીખના I hope' કાવ્યમાં (‘આશંકા') મૃત્યુ પછી ધરબી રાખેલી સંવેદનાઓનો ચિત્કાર રજૂ થયો છે. પ્રિયજનના મૃત્યુ પછી એના દેહને વળગીને બેસી રહેવાતું નથી એ સાચું. પણ કવિ કહે છે, “મૃતિ કોહિતી નથી'I hope you have recovered પૂછાતું ત્યારે નાહક વિષાદના વર્તુળને લંબાવવું ગમતું નહોતું છતાં I hope' એટલું કહેતામાં તો એ પાછી એકવાર ફસડાઈ પડે છે. મૃત પ્રિયજનની યાદ પાછી હલાવી જાય છે. શ્રદ્ધામાં કવિ (‘તલાશ') સદ્ગતનાં સ્મરણો વિશિષ્ટ આભાસરૂપે આવિષ્કાર પામતાં હોવાની વાત કરે છે. જેની મુલાયમતાથી એ પરિચિત છે. એવા એક દેહની (સદ્ગતના) સુગંધનો એ એકાંતવાસમાં અનુભવ કરે છે. સદ્દગતની સાથે સંવાદ રચાય છે ને પ્રશ્ન ઉદ્ભવે છે. “એ તું છે ? તું જે હજી ગઈ કાલે જ મારા કપાળેથી ચાંલ્લો ભૂસીને ચાલી ગયો હતો ને” ? 89 કવિ માધવ રામાનુજ “કોક કોકવાર' (‘તમે')માં સદ્ગત પ્રિયજનની યાદને ગૂંથે છે. વેલ્ય થઈ જવાની કાવ્યનાયકની ઇચ્છા, લગ્નસમયની વગડામાંથી પસાર થયેલી વેલ્યના સ્મરણ વાગોળે છે, કે જ્યાંથી પેલી પ્રિયા લજવાતી પસાર થઈ હતી. - કવિ શશિશિવમ્ “એકાંત પમરે' (‘રૂપરોમાંચ)માં પ્રિયજનની અનુપસ્થિતિમાં પણ એમને જોયાના વિભ્રમનો ચમત્કાર વર્ણવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #434
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 433 પથારીના દીસે સળ સુતનું કાયા હજી સૂતી” 10 મૃત્યુપળે પ્રિયજન નિકટ ન હોવાની વ્યથા કવયિત્રી કમલ વૈદ્ય વ્યક્ત કરે છે. કાવ્યનાયિકા દૂર દૂરને અંધાર ખેંચાઈ રહી હોવાનો અનુભવ કરે છે. મૃત્યુને પેલે પાર માત્ર અગનનો આધાર, પોતાને એ અવકાશદેહા લખે છે. જાણે કોઈ ભાર સરી જતો ન હોય. યોસેફ મેકવાન પણ ‘સ્મિત' (‘સ્વગત) કાવ્યમાં સદ્ગત પ્રિયાની સ્મૃતિના પંખીની જેમ ઉડાઉડ કરતાં સ્મરણોની વાત કરે છે. કોઈ સરકતા ધ્વનિની જેમ પ્રિયા સરકી ગઈ હોવાની વેદનાનો અનુભવ કાવ્યનાયકને થાય છે. જે પાછું નથી આવવાનું, એનીયે પ્રતીક્ષા કરી દેવાય છે. પ્રિયા ગયા પછી સ્મરણોનો સ્વાદ પણ ભૂરો થઈ ગયાનું અનુભવાય છે. પ્રિયાનો અનુભવ એટલે બંધ મુઠ્ઠીમાંનો સૂનકાર. કાવ્યનાયકની હરિયાળી કાવ્યપંક્તિઓ હશે પ્રિયાનું સ્મરણ માત્ર. શ્વાસે શ્વાસે સ્મરણ, તેથી પોતાના શ્વાસમાં પ્રિયા હોવાનો . અનુભવ કરે છે. કવિ મનોજ ખંડેરિયાએ (“અચાનક) “ને આજે અષાઢ હવે તો'માં ચિર-શાશ્વત વિરહિણીના હૈયાના સૂનકારને શબ્દબદ્ધ કર્યો છે. ઘરની ભીંતે, સિંદૂરિયા થાપામાં ને, રંગઢોલિયે સમયનો અવકાશ તરે છે. વરસાદ મન મૂકીને વરસે, કે ઘરમાં નેવા છલ છલ છલકે, માટીનું લીંપેલું હળ મહેંકી ઊઠે, પણ કાવ્યનાયિકા માટે તો બધું જ વેરી બની યશવંત ત્રિવેદી કહે છે. (‘પરિપ્રશ્ન) “મૃત્યુ એટલે તને અને મીતાને મળવા ધસમસાટ ફેલાઈ જવું. પ્રેમની ભરતી આવે છે ત્યારેજ બને કાંઠાને પૂર્ણતાથી મળાય છે અને પમાય પણ છે. પ્રિયમિલન મૃત્યુમાં પરિણમે તોય શું? કવિ પ્રવીણ દરજી પણ મૃત્યુ પર પ્રેમના વિજયની વાત કરે છે. (‘ઉત્સુઘી) પોતાની ભીતરમાં તુલસીના છોડની જેમ ઉછરેલી પ્રિય સખીને ભીની ભીની વિદાય અપાય છે. (“છેક બાળપણથી') આગિયાની પાંખ પર બેસી અંધકારમાં નિપ્પલક આંખે કાવ્યનાયક જોઈ રહેલા, ને છતાં પ્રિયજન સરકી જાય છે. (ખબરેય ન પડે તેમ મૃત્યુ લઈ જાય છે આપણાં સ્વજનોને). પોતાની હથેળી ને પોતે બંને શાપિત પુરવાર થાય છે. છે - “અને, તમે અચાનક સરકી ગયાં ને અટકી ગયો મારો રથ - મારી હથેળી, હું શાપિત પુરવાર થયાં. આ વિદાય * હાજરી માં 1 તમને જ સખી, : નાના અમથું અમથું ઘર ઘર ને અમથા અમથા વરવહુની રમતમાં તમાં તો ટટળેલા ત્રણ દાયકાની ભીની ભીની વિદાય” 191 સદ્ગત સખીને કાગળમાં શું લખવું એની વિમાસણને પણ કવિએ વાચા આપી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #435
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0434 પરણીને સખી આવ્યાં હશે ત્યારે, પ્રજની આંગળીઓ ભીંત પર શબ્દાવવા મથી હતી એને હવે તો ખાસ્સી લીલ ફૂટી નીકળી છે. - કવિ ભગવતીકુમાર શર્મા “હોવાનો ભાસ છુંમાં (‘સંભવ') પ્રિયજન વિના પોતાના જીવનને નિરર્થક ગણતા નાયકની સંવેદનાને વ્યક્ત કરે છે. નાયક પોતાની હસ્તરેખા છેલ્લીવાર જોઈ લેવા પ્રિયાને કહે છે, કારણ પોતે તો હવે સંધ્યા સમયનો “ક્ષીણ થતો ઉજાસ” છે. પોતે ધુમ્મસની જેમ પળમાં વિખરાઈ જવાના, એ વાતથી તેઓ સભાન છે. કરશનદાસ લુહાર (“લીલો અભાવ) અધૂરી વાસનાએ મૃત્યુ પામનારની વેદનાને વાચા આપે છે. (‘એક અવગતિયું ગીત) પ્રિયજનને સદેહે ન પામ્યાની અધૂરપની વ્યથા અહીં વ્યક્ત થઈ છે. બંનેએ સાથે વખ ઘોળ્યાં હશે. કાવ્યનાયક જીવતો રહી ગયો હશે? સદ્ગત પ્રિયાનાં પગલાં સુંધી, એને યાદ કરતો, રહ રહ રોતો, એ સ્મશાનની રાખમાં આળોટતો હોવાનું કહે છે. “પગલાં' કાવ્ય પણ સદ્ગતનાં સ્મરણનું છે. પ્રિયજનને કાવ્યનાયક પોતાને પાળિયે સ્મરણોનું સિંદૂર ચઢાવવા વિનવે છે. પોતે તો પોતાનાથી પણ ક્યાંય દૂર નીકળી ગયા છે.. “છેલ્લેરો તાંતણીય - - સરી ગયો અંગથી - શ્વાસોનો સંગ છોડીને - હું નીકળી ગયો 12 લાલભાઈ પટેલ (“અંકિત) “તુલસી ક્યારો'માં સ્વજન મૃત્યુને કારણે ઘરની ઓકળીઓ પણ સ્તબ્ધ થયાનું કહે છે. ભીતરના ઝરુખે યાદોની મહેકભર્યા ગીતોનો એકતારો ગૂંજે છે. પ્રિયતમા પથારીમાંથી બેઠી થઈ કંઈ વિચારશે, ત્યાં તો બધું સ્તબ્ધ થયેલું લાગશે. પેલી યાદોની મહેકભર્યો તુલસીક્યારો આંગણે લહેરાતો હશે. પ્રિયજનની જુદાઈથી વીંધાયેલા હૃદયની કશીક મૃદુ મધુર કસકમાંથી જન્મતી રચનાઓ લઈને આવતા કવિ પીયૂષ પંડ્યા સ્મરણમૂલક ઝંખનાને વાચા આપે છે. પ્રિયજનની ગેરહાજરીમાં દિવસોને સ્વસ્થતાથી જીવી જવાની તત્પરતા છે સદ્ગત પ્રિયજનનાં સ્મરણો જ કેન્દ્રમાં છે. પ્રિયજનની યાદને પાને પાને મબલખ સુગંધી સેર (સ્મરણોની) હોવાનું કાવ્યનાયક અનુભવે છે. મેઘનાદ ભટ્ટ (‘મલાજો”, “પગલીરાણીનું પ્રણયકાવ્ય'માં પગલીરાણીના મૃત્યુની દહેશતને વાચા આપે છે. “પગલીરાણી' કોઈપણ પ્રેમિકાનું પ્રતીક બની રહે છે. જેની પ્રણયભાવના મૃત્યુની પરવા કરતી નથી. ગુણવંત શાહ Nothingness' કાવ્યમાં ('વિસ્મયનું પરોઢ) પ્રિય સ્વજનની પ્રતીક્ષાની વાત કરે છે. જીવન અસ્ત થવા આવવા છતાં પ્રિયાના ઝાંઝરે સાદ ન પુરાવાની વેદના અહીં વ્યક્ત થઈ છે. ને હવે પ્રિયા આવશે, ત્યારે પોતે નહીં હોય, છતાં પોતાનું એ ન હોવું પણ ભર્યું ભર્યું બની રહેશે. પોતે સ્થૂળરૂપે નહિ હોય, પણ સૂક્ષ્મરૂપે તો ઘરમાં સર્વત્ર વ્યાપેલા હોવાના. તેથી એ સૂક્ષ્મરૂપ, ન હોવાપણું પણ પ્રિયાના આગમને પ્રેમના પગરવે ભર્યું ભર્યું બની આનંદી ઊઠશે, એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. કવિ જમન કુંડારિયા “યાદમાં (‘કલરવનાં પગલાં) મધરાતે પ્રિયજનનું સ્મરણ કરતી નાયિકાની સંવેદના વ્યક્ત કરે છે. ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું એને યાદ આવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #436
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 435 છે. પ્રિયજન વિરહે એનું અસ્તિત્વ મીણની જેમ ઓગળે છે. અહીં મૃત્યુ કરુણરૂપે, તથા પ્રેમસ્વરૂપે વ્યક્ત થયું છે. “એકલતા'માં સ્વજનમૃત્યુ પછી અનુભવાતી એકલતાનો નિર્દેશ છે. સ્મરણની કેડી પર એકલતા મૌન થઈ ઠરે છે. જો કે સદ્દગતની ફોરમ ક્યારેક એકલતાને ભરી પણ દે છે. અંતિમ વિદાય લેતી વખતે પોતાને તરછોડનાર પ્રિયજનને નહોતું કહેવું છતાં નાયક “આવજો' કહી દે છે. આંખો હસતી હતી, પણ જતાં જતાં રોવાઈ ગયું. ને છતાં યાદના દર્દને તેઓ સહી લેશે. પ્રેમ મરતી વ્યક્તિને જીવાડી દે. મરી તો જવું હતું જરૂર છે તે તમે તરછોડ્યા ત્યારે જ પણ તમારી આંખો જોઈને જીવાઈ ગયું જતાં જતાં” 93 કવિ યોગેશ્વરજી (‘તર્પણ) માતૃપ્રેમનો મહિમા કરે છે. જીવનની નશ્વરતાનો સ્વીકાર કરવાની સાથે સાથે પ્રેમની અમરતાનોય તેઓ મહિમા કરે છે. શરીર મૃત્યુબાદ સ્વાહા થાય છે, પણ પ્રેમ તો અજર અમર છે. એને કોઈ સ્વાહા કરી શકતું નથી. કવિ યોગેશ્વરજી પોતાનાં સદ્દગત મા સૂક્ષ્મરૂપે અમર હોવાની શ્રદ્ધા ધરાવે છે. જિતેન્દ્ર વ્યાસના “મધરાતે બોલે છે પાળિયો' કાવ્ય (“ભમ્મરિયું મધ')માં વિપ્રલંભ, શૃંગારમાંથી નીપજતો વેધક કરુણ હૃદયસ્પર્શી બન્યો છે. મીઢળબંધા પાળિયાની તો અવગતિ જ હોય ને ? લાલ ચૂંદડીના લીલાછમ ઓરતાના વણ ચાખેલા અમરતકૂપના અભરખાને કવિએ અનેરો સ્પર્શ આપ્યો કવિ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પ્રેમ અને મૃત્યુનો એક સાથે મહિમા ગાય છે. ('કિમપિ') જનાર વ્યક્તિ પ્રિયજનનો હાથ પોતાના હાથમાં માગે છે. મૃત્યુની પેલે પારના દશ્યની કલ્પનામાં શ્રદ્ધાનો રણકો છે. કાવ્યનાયકને આકાશના પંથે અંકિત થયેલી પ્રેમની કોઈ અગમ્ય લિપિ જોતાં જોતાં આંખ મીંચવી છે. “મૃત્યુ આવી પહોંચે એ પહેલાં પ્રિયતમા સાથેની સગાથાનું પાનું (પ્રેમકથા) તેઓ રચી લે, એ આશે જ તેઓ કદી પોતાની ખિન્નતાની વાત નથી કરતા. વિનોદ જોશીનું પરિભન' કાવ્ય (‘પરંતુ) પ્રિયજનની ગેરહાજરી સમયની નાયકની અનુભૂતિનું કાવ્ય છે. પડખું પસવારે છે તો ખાલીખમ ઢોલિયો દેખાય છે. “બથ ભરું, ભુજા બેઉ ભોંઠી પડે પરિરંભને કહેતો કાવ્યનાયક પછી સભાન બને છે કે પ્રિયજન તો નથી. પ્રિયતમાની યાદ લક્કડખોદ બની ઊંઘને ઠોલતી હોય, એવી વ્યથા “પ્રેયસીનું Vision અનુભવ્યાનો સાર'માં વ્યક્ત થઈ છે. સદ્ગત પ્રિયાની યાદ ઊંઘ હરામ કરી દે છે. ગુલામ મોહમ્મદ શેખ પ્રેમથી પરાજિત થતા મૃત્યુની વાત આ રીતે કરે છે. “મોતના પવનો રસ્તાની ચિરાડોમાં પ્રેમની બાષ્પથી લચી પડી ઓગળે છે. તે દક્ષા દેસાઈ સ્વમૃત્યુ કલ્પના કરે છે. (“શબ્દાંચલ') પ્રિયજન વેકેશનમાં ગામડેથી પાછો ફરશે, ત્યારે ફરીને ઘર ઉઘાડશે, ત્યાં ફ....૨....૨....૨ દઈ એ તો ક્યાંક ઊડી જશે. પોતાની અંતિમ ક્ષણ'ની વાત કરતાં તેઓ કલ્પના કરે છે. કે સૂર્ય આંખની કીકીઓમાં અસ્ત થતો હશે, ને ત્યારે પ્રિયજન ઘેઘૂર વડલાની માફક એમની ચોતરફ છાઈ ગયા હશે. પોતાના મૃત્યુ સમયે નાયિકા પ્રિયજનની સજળ આંખો જોઈ નહિ શકે. તો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #437
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 436 નિર્જળા નદીમાં કવયિત્રી કહે છે “નહીં જોવા મળે તે પરિચિત ચહેરો જે તને ગમતો હતો કદાચ” 194. તો ક્યાંક ચૂડીઓ પહેરતાં પહેલાં જ નંદવાયાની વેદનાય વ્યક્ત થઈ છે. “રા'મણ દીવડા ઝગ્યા, દોણીઓ સળગી ની ચૂડીઓ પહેરતાં જ નંદવાઈ” 195 પાંડુના મૃત્યુને બિરદાવતાં દક્ષા દેસાઈ કહે છે, પાંડુએ એકજ વાર લીલી ટશર બની ફણગવાનો યત્ન કર્યો, ને તેઓ પરમવૃત્તિ સાથેનું પ્રેમસભર મૃત્યુ પામ્યા. એમનું મૃત્યુ એમને માટે પરમસુખની, પ્રેમપરાકાષ્ઠા બની ગયું. અહીં મૃત્યુ પર પ્રેમનો વિજય થયો. પ્રીતિ સેનગુપ્તા લલાટ લેખમાં પ્રિયજનના અવસાન અંગે વલોપાત કરતા સ્વજનની વાત કરે છે. (“ખંડિત આકાશ) કશું લઈને નથી જવાનું તે તો સમજાય છે. પણ કશું મળ્યાની ખાતરી થાય એવું કશું ન હોવાનો વસવસો વ્યક્ત થયો છે. અતિઅંગત અને હૃદયદ્રાવક લલાટપ્લેખ (સ્વજનમૃત્યુ) એકલાં જ એક ખૂણે બેસી જીરવવા મથવું છે. કાવ્યનાયકને પોતાની મેળે બધું વિસરવું છે, બધું જ. મહેન્દ્ર જોશી “મૃત્યુ' નામના કાવ્યમાં ભરપૂર પ્રેમ સંતોષની નજાકતભરી શૈલીમાં વાત કરે છે. જનાર વ્યક્તિને જવાનો કોઈ રંજ નથી, કારણ આ જગતમાં અખૂટ પ્રેમ તેઓને મળ્યો છે, કોઈ હૃદયને ખૂણે તરુવરની જેમ મૂક્યાની અઢળક માયા હતી. પ્રેમનાં સ્મરણોના મબલખ ફૂલ મૂકીને તેઓ તારના સંદેશે ચાલી નીકળે. “સંચરું'માંનો કાવ્યનાયક પોતે ફૂલની સૌરભની જેમ બસ બેઘડી અહીં આવ્યાની વાત કરે છે. ને કોઈ યાદ કરે તો હવામાં તેઓ જરૂર ઝરમરવાના, વ્યક્તિ મરે છે, સ્મરણો નહિ, પ્રેમસંબંધ નહિ. જનાર સ્મરણરૂપે સદા સાથે જ રહે છે. કાવ્યનાયકને ઢળતી સાંજનો ડર નથી. પોતાના અંતિમ પ્રયાણ પછી કોઈ યાદ કરે તો પોતે ક્યાં નથી? ....હવામાં સર્વત્ર યાદરૂપે તેઓ પ્રસરેલા જ છે. દિનકર શાહ “જય' “આખરી વારે'માં (“અજનવી વસ્તીમાં') પ્રેમ અને મૃત્યુને સાથે સાંકળે છે. પેલું શાશ્વત મૌન (મૃત્યુ) એમને ઘેરી લે ત્યાર પહેલાં પ્રિયજન સાથે છેલ્લી છેલ્લી વાત કરી લેવાની કાવ્યનાયિકાની ઇચ્છા છે. તેઓ પ્રિયજનને કહે છે “આજની સાંજ જરાય ન રડીશ, કદાચ સવારે અઢળક ઓસકણોના ચળકાટથી છવાઈ જશે આખોય બગીચો. સ્મરણરૂપે મૃત્યુ પામનાર પ્રિયજન પોતાના હયાત સ્વજન સાથે સાહચર્ય જરૂર ભોગવવાના. “પ્રાયોગિક ધોરણે-૨૩માં નિરાધાર અવસ્થા વચ્ચે પોતાના ખોળિયાને ઓગળતું જોઈ રહ્યાની વ્યથા વ્યક્ત થઈ છે. (“સ્પર્શ દિનકર શાહ) પણ પછી આ અવિશ્રાંત ધીકતી ચેહને સૂર્યકિરણોમાં એકરૂપ કરી દઈ પ્રિયસ્વજનની ઓસરીમાં તેઓ પથરાઈ જશે એવી શ્રદ્ધા છે. | કવિ જયેન્દ્ર મહેતા (“મંજરી') “તમારા સમમાં ઍમનો મહિમા મૃત્યુનેય બાજુએ મૂકી દેતો હોવાની વાત કરે છે. પ્રેમપંથી મૃત્યુને માંડવે વિહરનારા છે, એવું કવિનું માનવું છે. પ્રેમની દુનિયામાં મિત્રતા તો માત્ર “મોત” સાથે જ થઈ શકે. પ્રેમ કરનારા “મોતથી કદી ડરતા નથી, ને મોતથી ડરનારા પ્રેમમાં કદી ફાવતા નથી. પ્રેમ કરીને મોતને માગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #438
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 437 લીધાની વાત કાવ્યનાયક કરે છે. - કાવ્યનાયક જતાં જતાંય મહોબતને સાદ કરતા જવાના. કાવ્યનાયકની આંખમાં (“સ્વજન') પ્રિયજનની યાદ આંસુ બનીને સરે છે. પ્રેમ મળતો હોય તો મૃત્યુનો સ્વીકાર કરવાની અહીં તૈયારી છે. મૃત્યુ પ્રેમને નહિ, પ્રેમ મૃત્યુને હંફાવે છે. આ અદ્યતન યુગ અને કાળનું નિરૂપણ - આધુનિકતાના પ્રણેતા સુરેશ જોશીની કવિતામાં ક્ષણોનું ભંગુર પાત્ર તથા કાળના મહુવરની વિષમતાનો ઉલ્લેખ મળે છે. આંગળીઓના શિથિલ બંધમાંથી ખંડિત કાળ ઘૂઘવતો હશે, ને પ્રેમની વિદાય પછી કાળની અભિજ્ઞતા બદલાઈ હશે.... ટીફ ટીફ અવાજવાળા ઘડિયાળના નિર્દેશથી મૃણાલના પરિવારમાં નિર્વિશેષ કાળપરિમાણને - ઉપસાવવામાં કવિ સુરેશ જોશીને સારી સફળતા મળી છે. કવિ કહે છે “પુરાણા પીપળા નીચે કોઈક કાળની બંસરી બજાવે છે ને એના મૃત્યુ છિદ્ર પ્રાણનો પ્રબળ પ્રચ્છવાસ પુકારે છે.” & “ઇતરા'ના આઠમા કાવ્યમાં કવિ સુરેશ જોશી સર્વત્ર વ્યાપેલા વિષરસની વાત કરે છે. કાળના મહુવામાં પળેપળે અનુભવાતા વિષના કુત્કારની વાત જીવનની ક્ષણભંગુરતાનો નિર્દેશ કરે છે. સુશીલા ઝવેરીના “ક્ષણોનું આલ્બમ' સંગ્રહનું શીર્ષક જ કાળસૂચક છે. “સમય” તત્ત્વનું કવયિત્રીને ભારે વિસ્મય છે. તેઓ કહે છે, “મારા જન્મમરણની વાત જેવું સમયનું વટવૃક્ષ”, “ઝંખના'માં કાળથી પર બનવાની કવયિત્રીની ઝંખના પ્રગટ કરે છે. સમયના ગર્ભમાંથી જન્મતી સુખદપળો કાળાંતરે મૃત્યુ પામતી હોવાના કડવા સત્યને તેઓએ “કડવા કુંવડીઆ’માં રજૂ કર્યું છે. કવયિત્રી કહે છે. “કાળ આંગણે આંટા મારતો - ત્યારે, કરી હતી. બારી બારણાં વાસી દીધાં કરી કાળ પવન થઈ ગયો” 197 , કવયિત્રી માને છે કે કાળ બારી વાટે જ ગૃહમાં પ્રવેશી શકે ને પછી જીવન, મૃત્યુ ને કાળ, માનવ ને કાળ બધું જ એકાકાર થઈ જાય. “કાળ' આ કવયિત્રીને મન સદાય ગહન એવા આશ્ચર્યનો વિષય રહ્યો છે. કવિ મકરંદ દવે કાળના મુકામને જીતવા માગે છે (‘તરણાં) પાંખના પલાણે બેસી બેઘડી ટહુકી છેલ્લેરી સલામ તેમને કરવી છે. કાલોડમિ' કહેનારને તેઓ પડકારે છે. (‘ભીતરનાં તેજ) પોતાનો દીવો ઉજ્જવળ હોવાથી કવિને ન તો કાળની પરવા છે, ન મૃત્યુની. ને બીજી જ પળે કવિ કહે છે “સમયના હાથમાંથી કોઈ બચી શકતું નથી. (‘તો સમયના હાથથી સંગતિ') કવિ જગદીશ જોશીને “ક્ષણના વૃંદાવનમાં શ્રદ્ધા નથી. તેઓ માને છે માનવની નિયતિ માટે નિર્માણ થયું છે “ક્ષણોનું લાક્ષાગૃહ', કારણ અનંતના હવનમાં બધું જ હોમાઈ જતું હોય છે. જગદીશ જોશી આયખાને ક્ષણોનું બાંધી આપેલું સાલિયાણું કહે છે. લાભશંકર ઠાકર તો આખો એક સંગ્રહ જ સમયને ઉદ્દેશીને આપે છે. “કાલગ્રંથિ', (૧૯૮૯)માં બધું જ સામયિક હોવાની કવિએ વાત કરી છે. પરંતુ કાવ્યને તેઓ વિશેષરૂપે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #439
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ *438 કાળપરક' કહે છે. ડૉ. સુમન શાહ “કાલગ્રંથિને લાભશંકરની કાવ્યસૃષ્ટિના મોંઘા “સ્થિત્યન્તર' તરીકે ઓળખાવે છે. કાળ જીવનરૂપે, મૃત્યરૂપે અરણરૂપે અનુભવાય છે. અખંડ, પરિપૂર્ણ અનવદ્ય, નિર%, સોલિડ સમયનો આવો પૂર્ણ સાક્ષાત્કાર કદી નથી થયો. સમયને કવિ લાભશંકરે નિતાંત વેદનારૂપે અખંડ અમિશ્રરૂપે કલ્લાકો કલ્લાકો સુધી સજીવ દેહમાંથી ચેતનામાંથી સ-ર-ક-તો, સ-ર-ક-તો અનુભવ્યો. સમયને કવિ મેટાફોરિકલ ટપકાંઓ તરીકે ઓળખાવે છે. વિચ્છિન્ન સાવ અલગ, ‘ટયૂમર’ નામના કાવ્યમાં મનુષ્ય માત્રને મળેલી જન્મજાત ઇનેટ ટયૂમરની વાત કરતાં “ધ ટયૂમર ઓફ ટાઈમ'ની વાત કરે છે કાલોહિ નામગ્રંથિ સ્વયંભૂ “હ્યુમન સ્પિસિસ'ના આરંભ સાથે એનો આરંભ સ સૂક્ષ્મામ્ અપિ કલામ ન લીયતે ઈતિ કાલ” 198 એ સતત ધબકે છે કાલગ્રંથિ. મનુષ્યના મૃત્યુ સાથે મરનાર વ્યક્તિ માટે અટકી જાય છે “કાલગ્રંથિ' “બધું સંકળાય છે અને સર્જાય છે મનુષ્યની કાલગ્રંથિના નિમિષોન્મેષથી. કાલઃ સંકલયતિ મને તમને બચુભાઈઓને એ વિભક્ત કરે છે, અને સંકલિત કરે છે 199 આ કાલગ્રંથિ મહાસમર્થ હોવાનું કવિ કહે છે. એ આદિ, મધ્ય અને અંતથી રહિત છે. કવિના (કદાચ બધાના) જીવનમરણનું કારણ છે કાલગ્રંથિ. નનામાને નામ આપી એ ભાષાના રસ્તે ઢસડી ચૂસી જાય છે. કાલગ્રંથિને ઉદેશી કવિ કહે છે “તું જ ચાંપ દબાવે છે, ને બધું ઉઘાડબંધ થાય છે. તારા જ (કાલગ્રંથિના) રસબસ તંતુઓમાં લથબથ સરકું છું. આમ ખખડ ખખડ સ્ટ્રેચરમાં ખખડ ખખડ બ્રાન્ત સ્ટ્રેચરમાં. “તું ગ્રસી લે નિશેષ' , તે પહેલા તને તાકતો અનિમેષ” 20 સૂક્ષ્મ છતાં સર્વવ્યાપ્ત ટયૂમર સર્વત્ર સમયનું જ ચેતન રસાયન બનીને આવે છે. - ૧૯૯૦માં પ્રકટ થયેલા “ટોળાં, અવાજ ઘોંઘાટ સંગ્રહમાં કવિ લાભશંકરે જીવનની નિરર્થકતાના સંદર્ભમાં “કાળને નિરૂપ્યો છે. “આવ્યા” ક્રિયાપદને કવિ ખોટું ગણાવે છે. કારણ કાળ નિરવધિ, સમગ્ર છે. એના ખંડ ન હોય. ભૂત, વર્તમાન, ભવિષ્ય, એ વળી શું? ક્યારેક સમયનો ભાર ગૂંગળાવે છે. “શિશ પર કાળ રહ્યો દંત કરડે, ગૂંગળામણ દમના દરદી જેવી પીડાનો અનુભવ કરાવે છે. સમયનું વજન તોતિંગ અને કાળમીંઢ છે, એનું વજનદાર ગાત્ર કદી તૂટતું નથી. “વિભાગ-૫માં કવિ કહે છે “અવિરત તો છે કેવળ સમય સમયને ઉલેચવાની વાત કરતો માણસ પોતે જ ઉલેચાઈ જતો હોય છે. સમયને ઉલેચવાની પ્રક્રિયામાંથી મળે છે મોત સુધીનું મૂળ. આ રઘુવીર ચૌધરી “મૃત્યુ' નામની ગઝલમાં સમયના મૃત્યુની વાત કરે છે. હરિકૃષ્ણ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #440
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 439 પાઠક “અડખેપડખે'માં કાળને બુદા મદારી સાથે સરખાવે છે. (“સૂરજ કદાચ ઊગે'). “ક્યાંક અગોચર રહીને બુદ્દો કાળ-મદારી, એવાં મહુવર છેડે રે” 201 - ચિનુ મોદીએ કાળને વાગોળોની પેઠે ઊંધે માથે લટકતો કસ્યો છે. શ્વાસની ઘડિયાળ, અંતે અટકી જતી હોય છે. (‘પછીથી” “ક્ષણોના મહેલમાં) ઉલૂકનો ભીનો પડછાયો કાળના અંધકારઘેર્યા વર્ચસ્વનું પ્રતીક બનીને આવે છે. “ક્ષણક્ષણનું મૃત્યુ નીપજાવી જાણે સરતો કાળ' ‘કાળનું ફળ રોજ વિકસતું હોવાની પ્રતીતિ કવિને થાય છે. (“શાપિતવનમાં પૃ.૩૧) | ચંદ્રકાન્ત શેઠ પોતાનો સમય ધીમેથી અતલ ઊંડાણે ડૂબતો અનુભવે છે. શ્વાસ થંભી જતા હોય એમ લાગે છે. ભીતરના અંગારે વળતી રાખ, જવાના સમયનો સંકેત આપે છે. (“સમય થયો છે' “પવન રૂપેરી') કવિ સૃષ્ટિ ને કાળના કાનન તરીકે, ઓળખાવે છે. તો ક્યાંક “સમયસર હોલવાઈ જવાની, મૃત્યુ પામવાની વાતેય કવિ કરે છે. (‘પડઘાની પેલેપાર) સવાર, સાંજ અને રાતનો સંદર્ભ ગૂંથતાં કવિ મણિલાલ દેસાઈ સમય મરી જવાની વાત કરે છે, ને જીવનને “કાળના વન સમું' કહે છે ને સૂર્યને ‘કાળમુખો'. રાવજી પટેલ “નવજન્મ-મૃત્યુ કાવ્યો'માં “મશ્કરી સમયની થઈ જાય મુજથી જરી' (‘અંગત' પૃ. 58) એમ કહે છે. મૃત્યુસમયની શાંતિનો નિર્દેશ કરતાં કવિ કહે છે. આંખને ખબર ન પડે એમ સમય પણ શાંત થઈ જાય છે. મરનાર સમયની યે પાર પહોંચી જાય છે. (જનાર માટે તો સમય શાંત જ થઈ જાય છે) રાવજી પટેલ સમયને વ્યાપક પરિમાણમાં આલેખે છે. (“સમય”) આયુષ્ય હજી વિલાયું નથી, એ સૂચવવા આયુષ્યના સમયને રતાશછાયો કહી તેઓ ઓળખાવે છે. કાવ્યનાયક કહે છે “મારા અશક્ત પગથી અવ કાળ ખેડુ” ર૦ર હરીન્દ્રને કાળના વહેણની પરવા નથી. પણ અવિરત કાર્યશીલ એવા મૃત્યુની એમને જરૂર ચિંતા છે. સમયના ઘંટનો બજાવનાર થાકી જતાં બીજો હાથ બદલશે, એ વચ્ચેની પળમાં મૃત્યુ પળક વિરામ કરશે ખરું? - કવિ રમેશ પારેખ મરનાર માટે આવી જતા સમયના પૂર્ણવિરામની વાત આ રીતે કરે છે. “દીવા તડાક, આલે, ખડિંગ છાતી ફાટ ખર્યું બંધાણી કાલના ગોટેગોટા ખરી પડ્યા” 23 - પ્રત્યેક માનવ અને એની નજર સમયની કેદમાં બદ્ધ હોવાનું કવિ કહે છે. પોતે એકલા હોત તો ક્યારનોય ભાગી છૂટ્યો હોત. જો એકલો જ હોત, તો થઈ જાત હું ફરાર ર છીએ સમયની કેદમાં, મારી નજર ને હું ર૦૪ કવિ અનિલ જોશી (‘એક પ્રશ્ન) સમય ક્યારેય પસાર થતો ન હોવાની વાત કરે છે. વ્યક્તિ જ પસાર થઈ જતી હોય છે. કવિ સિતાશુ યશશ્ચંદ્ર ધબકતી નાડીને ઘડિયાળ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #441
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 440 જેવી કહે છે. એ ખોટકાય એટલે બધું બંધ. રામને પોકાર કરતો જટાયુ અંતકાળે રામને સમયના સ્વામી તરીકે બિરદાવે છે. આ કવયિત્રી જયા મહેતા (“હોસ્પિટલ પોએમ્સ) આંખ સામે દીવો ઓલવાતો હોય એવા દરદીઓને જોઈને, સમય ગતિ ગુમાવી બેઠો હોય એવી અનુભૂતિ કરે છે. ઘડિયાળના ટકોરા ગણતા, ભૂલતા, ફરી ગણતા, ને વણઝંખું કોઈ આવી ન ચડે એની ભીતિ સેવતા દરદીઓની વાત કાળના અણધાર્યા પ્રહારનો સંકેત સૂચવે છે. પન્ના નાયક માત્ર પોતાનો સમય ચાલતો હોવાની વાત કરે છે. તેઓ ઘડિયાળને વંચક' કહે છે. (“ચાલે છે માત્ર સમય“પ્રવેશ') ઘડિયાળ તરફ નજર કરી વીતી ગયેલા અને તેનું જીવન કાળના સમયમાં જ પગલાં હોવાનું તેઓ કહે છે. જીવતાં જીવત સમયની પાર જવાની અનુભૂતિની વાત પન્ના નાયક કરે છે. સમય નામનું કાળું રીંછ (મૃત્યુનો પણ પર્યાય) એકોક્તિઓ ઉચ્ચારતું, દિનભર, રાતભર, એમના ઘરની આજુબાજુ બોલતું બબડતું. રઘવાયા કરે તો એની એમને પરવા નથી. (‘ફિલાડેલ્ફિઆ') રવિવાર પછી થવાના સોમવારના આનંદમાં તેઓ મગ્ન છે. કારણ વીતતો કાળ મૃત્યુને નજીક આણી દે છે. ને મરનાર માટે પછી વળી સોમવાર શું? ને મંગળવાર કેવો? કવિ શશિશિવમ્ જીવનના પૂર્ણવિરામને સમયે, અંતિમ પ્રયાણ વેળાએ કાળને જીત્યાના આનંદાનુભવની વાત કહેવા ઉત્સુક છે. અંતિમ સમયની એંધાણીનો સંકેત વહેતો થવા દો'માં જોવા મળે છે. સમય જાણે હવે ખચકાતો ચાલતો હોય એવું અનુભવાય છે. (શ્વાસનો શ્વાસ) હવે સમય મુઠ્ઠીમાં રહી શકે તેમ નથી. ધૂપસળીની સેલારા લેતી ધૂમ્રસેરની મુક્ત ગતિએ સમયને સુગંધિત થવા દઈ સદગતિએ પ્રયાણ કરવા કાવ્યનાયક ઝંખે છે. કવિ શ્રીકાંત માહુલીકર મૃત્યુના જ વ્યાપક પર્યાયસમા મહાકાલને અજેય ગણાવે છે. મહાકાલ અમર, ક્રૂર અને નિર્ભય છે. એનો રથ પ્રચંડ, અણથંભ, ને ગરજતો જ રહે છે. એનો વિજયી ધ્વજ અનંતમાં ફરકે છે. કાવ્યનાયક આવા અજેય મહાકાલને પણ “સબૂર” કહી થંભાવી દે છે. પોતે નિઃશસ્ત્ર હોવા છતાં, ને મહાકાલ સર્વશસ્ત્ર વડે પ્રહરવા મથે તોપણ પોતે ભયભીત થતા નથી. મહાકાલના એક પ્રહારે એમનું બળ વધુ પ્રજવલિત બને કવિ યોસેફ મેકવાન “પીગળતા કાળ'ની વાત કરે છે. (“સૂરજનો હાથ”) સામાન્ય રીતે સમયનો કદી પરાજય થતો નથી. કવિ યોસેફ મેકવાન સમયના પરાજયની વાત કરે છે. એમણે સમયને “મૃત્યુ પામેલા સિંહ જેવો કહ્યો છે. પળોની પીનથી ફાઈલ થયેલો હું” (માનવી) છેલ્લે હું મટી જઈ આકાશ બની જતો હોવાની કવિ વાત કરે છે. નામશેષ થઈ જતા, સમયની પાર શૂન્યમાં વિલીન થઈ જતા માનવીનું કરુણ ચિત્ર કવિ નિર્મમ તટસ્થતાથી આલેખે છે. સમયના નામશેષ થવાની વાત એટલે સમયનું મૃત્યુ, અર્થાત મૃત્યુનું મૃત્યુ? ક્યાંક આ કવિ મૃત્યુનેજ ખરી પડેલા સમય' તરીકે ઓળખાવે છે. “તંદ્રિલ કાવ્યો'માં મૃત્યુનું પ્રિયતમારૂપે આગમન, અથવા પ્રિયતમાના મૃત્યુની વાત કરતાં ખરી પડેલા સમયની આંખમાંથી આસમાની રંગના પ્રિયતમાનાં પગલાં, ફરી વળતાં હોવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #442
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 441 યોસેફ મેકવાને વાત કરી છે. તેઓ કહે છે છે . “શ્વાસની નાજુક આંગળિયો પસવાર્યા કરે છે સમયને” 25 મહેશ દવે કહે છે (‘બીજો સૂર્ય) મૃત્યુ સમયથી પર શી રીતે હોઈ શકે? પોતાની જેમ જ સમય પણ ટાવરના લોલક પરથી ઝૂલ્યા કરતો એમને દેખાય છે. કવિ મૃત્યુ અને સમય બંનેને “અનંત' કહે છે. કાળનો સર્પ કાળને ઢંઢોળતો હોય એવી કલ્પના તેઓએ ‘શૂન્યવાદ' નામના કાવ્યમાં કરી છે. કવિ મનોજ ખંડેરિયા કોઈક સ્વજનનો મૃત્યુ સંદર્ભે હવાને કાળના ભેજમાં ખવાતી હોવાનું કહ્યું છે. “મારો અભાવ' કાવ્યનો નાયક પોતાને કાળના પંખીની પાંખના પીંછા' તરીકે ઓળખાવે છે. હું તો છું પીંછું કાળના પંખીની પાંખનું” રજ ચારે બાજુ સમયનું વમળ ઘુમરાતું હોવાનું કવિ કહે છે.. “હવે સાંજ થઈ , દૂર ઝાલર બજે ને ક્ષિતિજે ક્ષણોનો ઊડે રંગ ગેર” ર૦૦ તો ક્યાંક કાળ મીણ બની ઓગળતો હોવાનુંય કવિ અનુભવે છે. કવિ ફકીર મહમ્મદ મનસુરી કાળને હંફાવવાની વાત કરે છે. કાળને ધોખો દેવાની ખુમારી એમનામાં છે. આ કવિ પ્રવીણ દરજી જન્મ, જીવન અને મૃત્યુ, દરેકના નિમિત્ત તરીકે ‘સમય’ ઓળખાવે છે. સમયને તેઓ સર્પ, છબ, ભ્રમ ને તરફડતી માછલી તરીકે પણ ગણાવે સમય” એટલે ઇવ અને આદમને ખાતાં “અવશિષ્ટ રહેલું ફળ' પણ તેઓ કહે કેલેન્ડરના જીર્ણ પાનાં પર બાઝેલા સમયનો છેલ્લો કોળિયો “ઉધઈના (મૃત્યુના) મ | જવાની વાત, કવિજીવનને સમયનો પર્યાય' કહે છે. સમયને અમળાતો ને કણસતો પ. અનુભવાયો છે. પ્રવીણ દરજી કાળની ગતિને સતત અર્થ આપ્યા કરતા માનવની વાત (ઉત્સવ') કરે છે. તો બીજી તરફ કાળ પણ માણસની સામે સતત એક આહ્વાન બનીને વિશેષ નવાં વિચિત્ર અણધાર્યા પરિણામો દાખવતો હોવાનું કવિ કહે છે. કાળની ક્રૂરતા, સત્ત્વ, સૌંદર્ય, માધુર્ય, પ્રણયનાં પરિપોષક તત્ત્વોની વિનષ્ટિ કરે છે. વિલક્ષણ પળની કરાડ પર એકાએક આપણી યાત્રા થંભી જાય છે. આપણાં ચૈતન્યો છિદ્રિત થઈ જતાં આપણે ઢગલો થઈ જઈએ છીએ. કાળ ફરીથી એની ડાકલી વગાડવી શરૂ કરે છે, ને પેલાં અશ્મિઓનાં પોલાણોની બંશીમાંથી મૃત્યુની સિસોટીઓ વાગવી શરૂ થાય છે. પ્રવીણ દરજી કહે છે “સમય બધું શીખવી દેશે'. ૧૯૭૪માં “સંભવ' સંગ્રહ પ્રગટ કરનારા કવિ ભગવતીકુમાર શર્મા “ક્ષણોમાં વિલાતી ક્ષણો ને ટૂંકી થતી જિંદગીની વાત કરે છે. “મળાતું નથી'માં સમયની સાથે ઘસડાતા માનવની લાચારીનું કવિ વર્ણન કરે છે. કાળ કદી મરતો ન હોવાની વાત અનેક કવિઓ તથા સંતોએ કરી છે. ભગવતીકુમાર પણ “સંદર્ભશૂન્યતાનું રણ'માં આ બે વાત દોહરાવતાં લખે છે, “હું સમય છું, એટલે મરતો નથી”. આપણે ઘડિયાળ વડે કાળને માપીએ છીએ, પણ કાળ કદી ઘડિયાળમાં ક્યાં પુરાય છે ? જળને કવિ જન્માન્તરોના ભરડા તરીકે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #443
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 442 ઓળખાવે છે. ને પોતાને નદી કિનારાની ભેખડ, સમય કેવળ કાંચળી છીનવતો નથી, આકારનેય ત્વચાથી ઉખેડીને ભૂંસી નાખતો હોવાનું વાસ્તવ કવિ “મરણની વાત છે'માં વ્યક્ત કરે છે. સમય અંતે માનવના અસ્તિત્વને ભૂંસી નાખે છે. સમય જ મૃત્યુને લઈ આવે છે. ને પછી અસ્તિત્વ સંપૂર્ણતઃ છિનવાઈ જાય છે. પારિજાત-૧-૨'નાં સ્મૃતિ આંદોલનોમાં સમયની નિર્દય થપાટ'ની વાત કરાઈ છે. “કાળશબ'માં ઓસરતા કાળનો ઉલ્લેખ થયી છે. અવ્યક્ત પળની મીઠી ખુબુ સમેટાઈ ગયેલી હોવાનું કહેતા કવિ “કાળનેય મરેલો’ ગણાવે છે. કાળી કીડી સમી ક્ષણો, કાળના શબને ઢસડતી' હોવાની કલ્પના કવિએ કરી છે. કવિ સુધીર દેસાઈએ ઘડિયાળમાં (સમયમાં) રહેવાનું શરૂ કર્યું ત્યારથી કોલાહલ તેમના રક્તમાં ભળીને વહેતો હોવાનું અનુભવે છે. કવિ હસમુખ મઢીવાળા સમયને આભના ઊંડાણમાં રહેતો ને રેતની રજકણમાં વહેતો કલ્પ છે. (“સમયને” “યરલવ') આમ્રકુંજોની ઘટામાં અણદીઠ કોયલના કંઠમાં સમય જ ગાતો હોવાનું તેઓ કહે છે. તો બીજે છેડે આ જ સમય માનવીના દેહના પોલાણમાં જિંદગીને ઉચ્છવાસરૂપે ફોલી ખાતોય એમણે અનુભવ્યો છે. દુષ્કાળ તથા રોગના ઓળા પર શબ બની નિત્ય લહેરાતો સમય પણ કવિએ જોયો છે. જન્મટાણે શ્વાસમાં બંધાયેલો મૃત્યુટાણે મુક્ત થઈ જાતો સમય” 208 માનવના મરણ સમયે, મરનારનો સમય પણ મુક્ત બની જાય છે. કાળની અફર માગણીને શિ થઈ, અણમૂલ સંપત્તિ સમા પિતાને કાળને હવાલે કરી દેવા પડ્યાનું દુઃખ કવિને છે. | કવિ નીતિન મહેતા પણ મરનાર માણસ માટે, ઘડિયાળ-સમય બધું જ વિરમી જતું હોવાની વાત કરે છે. શ્વાસ વિરમી જતાં કાચની જેમ માણસ તૂટી જાય છે. ને ત્યારે મરનાર માણસ માટે કાળ થીજી જતો હોય છે. કવિ શિવ પંડ્યાએ ૧૯૭૫માં એમને થયેલા હૃદયરોગના ભારે હુમલા વખતે જાણે મૃત્યુનો સાક્ષાત અનુભવ કર્યો, ને “સમય નથી'નું ભાન એમને થયું. બારે માસ હરણફાળ ભરતા કાળને કવિ ક્યારેય ભૂલ્યા નથી. કવિ કહે છે “રેતીના અક્કેક કણ પર સમય ઊડયા કરે છે. ને વામણો દેહ પણ પીગળ્યા કરે છે, ને છતાં સમયથી કવિ બીવા માગતા નથી. કવિ કહે છે “ક્યાં સુધી આ જીવને પાળ્યા કરીશું' ? 9 પોતાને જ્ઞાનદીપ તરીકે ઓળખાવતા કવિ “અક્ષયકાળ' પણ પોતેજ હોવાનું જણાવે છે. પણ આમ કહેનાર અંતે અચાનક “દેહવિલય” પણ પામે છે. ખચકો પડે છે અચાનક. કોઈ પોતાની જાતને અક્ષયકાળ' તરીકે ઓળખાવી શકે નહિ. “કાળ' અક્ષય હશે, પણ માનવશરીર “અક્ષય” નથી. ' સતીશ ડણાક માનવને સમયનું પંખી' કહે છે. (‘એકાન્ત વાસ') સમયની રેત પર તેઓ પત્નીની સાથે ચાલ્યા હતા. પણ પત્નીનું અવસાન થતાં સમયનો પહાડ જાણે એમને માટે થીજી ગયો. ને પછી ભીના સમયના વાયરા કણસ્યા કરે છે. કવિ અજિત ઠાકોર “મૃત્યુ-૨'માં કાળો સમય ઉંબરાને ખોદી રહ્યાનું કહે છે. “ઘરમાં સમયની પાછા પગે થતી કોઈકની અવરજવર, તથા કોઈક પડછાયાની વાત મૃત્યુનું સૂચન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #444
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 443 કરે છે. કવિ યોગેશ્વરજી પોતાની માના અવસાન નિમિત્તે લખેલા લાંબા ‘તર્પણ' કાવ્યમાં પુરાતનકાળથી ચાલતા “કાળચક્ર'નો નિર્દેશ કરે છે. “કાળચક્ર' કશાની રાહ જોતું નથી, એ સત્ય એમણે બરાબર પ્રમાયું છે. કાળ પળનીય પ્રતીક્ષા નથી કરતો, કે નથી કોઈ એને માટે અપવાદ. પરંતુ કવિનાં મા તો આત્મામાં રમનારાં હતાં, તેથી કાળનું શર પણ એમને વીંધી ન શક્યું. સૂક્ષ્મરૂપે તેઓ પોતાના પુત્ર સાથે જ રહેતાં. નિર્મોહીને કાળ શું કરી શકે? કવિ જયેન્દ્ર શેખડીવાળાને અનાગત ઘડીના પ્રહારો બની દિવસ પણ જાણે જાસો આપતો હોય એમ લાગે છે. પોતે સમયનો ઇશારો બની સતત ક્ષણથી ક્ષણમાં ગરક થઈ જતા હોવાનું કહે છે. “નિશાન્ત' કાવ્યમાં સમય અને સ્થળના પરિમાણની બહાર નીકળી જઈ વૈશ્વિક અવકાશને ભેદવાના યત્નની વાત કરાઈ છે. તો “દુહાગીત'માં કાળની ક્રૂર લીલાનો નિર્દેશ થયો છે. કવિ શેખડીવાળા સમયને માટીપગો કહે છે તો ક્યારેક મૃત્યુગીતને સાંભળતો કાવ્યનાયક સાંજના ધૂમિલ કેસૂડાં કાળાં ગુલાબમાં પલટાઈ જતાં અનુભવે છે. જે સમયના જ વારાફેરાનો સંકેત આપે છે. પૂરો થતો પ્રદોષકાળ સરકતા કાળનું પ્રતીક કવયિત્રી પુષ્મા ભટ્ટ સમયને વિવિધરૂપે ઓળખાવ્યા પછી કહે છે કાળની વ્યાખ્યા કદાચ અધૂરી જ રહે છે. સમયને તેઓ અફાટ રણ, સ્પન્જ, ધરતીમાં ઢબુરાયેલ બીજ, ને પછી અનંતકોટિ બીજોરૂપે વિસ્તરતો ઓળખાવે છે. સમયને તેઓ નાના નાના દૂધમલ દાણા ય કહે છે, તો બીજી જ પળે તેમણે સમયને જરઠ, બરડ, હાડકાનો માળો કહ્યું છે. અંતે સમયને મૃત્યુભોંતું શૂળ પણ તેઓ કહે છે, કારણ સમય જ લઈ આવે છે પેલા મૃત્યુને. સમય શું નથી ? ક્યારેક અંધકારનું ટપકું, અનિદ્રાનું ટપકું, સંજોગની ખૂંટી, મોંઘી લખલૂટી મિરાત, “કૂંપળ ફૂટી રતુંબડી' કે “કડવી તુંબલડી બનીને એ આવે છે. (સમય જન્મ, સમય મરણ) સમય મૃમ્ભય પિંડ, નવા નવા ઘાટ ઘડાયા કરે, (જન્મમરણ) સમય બાળકના દૂધમલ દાંત, કૂણું, કૂણું બટક્યા કરે, કાળ જ જન્મ આપે, ને કાળ જ મૃત્યુ પણ. સમય ઊગ્યા કરે, વધે, ને વિરમે. સમય સરક, રેશમના કીડાની જેમ પોતાનાથી જ આવૃત્ત. કવિ વીરુ પુરોહિત (‘વાંસ થકી વહાવેલી) સમયના અશ્વ પર અસવાર બની પોતે દોડતા ને હાંફતા હોવાની વાત કરે છે. (આમ તો દરેક માનવ સમયના - કાળના અશ્વ પર અસવાર બની દોડતો હોય છે) અંતિમ પળોએ પોતાની સદ્દગત પત્નીને યાદ કરતો કાવ્યનાયક (“મૃત પત્નીનું અંતિમ સ્મરણ') બધું જ સમયના ઘોડાપૂરમાં તણાઈ ગયાનું અનુભવે છે. સ્પર્શના રેશમી ઉપરણાં, શ્વાસના મહેકતા હંસલા બધું જ સમયના ઘોડાપૂરમાં નષ્ટ થયાનું તેઓ કહે છે. કવિ મણિલાલ હ.પટેલે “કાળ' નામનું ખંડકાવ્ય લખ્યું છે. (“સાતમી ઋતુ) જેમાં મરી ગયેલા રાજાઓ કાળ પાસે સત્તા પાછી માગતા હોવાની વાત કરાઈ છે. પણ તેઓ એ પાછી શી રીતે આપે ? આ કાવ્યનો નાયક “કાળ” છે. એય પોતાને “માટીના જાયા' તરીકે ઓળખાવે છે. છદ્મવેશે ફરતો આ પ્રાગૈતિહાસિક કાળ જળને વેશે મૂળને જઈને મળે છે, ફૂલો રૂપે ડાળે ડાળે એ ફળે છે. કવિ કહે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #445
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 444 “ચરણો તો ચાલી જતાં પડી રહે છે ભાતુ 50 માણસ ચાલ્યો જાય છે. સ્મરણો રહી જાય છે. કાળ અડીખમ બધું જુએ.. આ કવિ વિનોદ જોશી ‘કાળના ચલકચલાણાને ક્રૂર ગણાવે છે. (“તુણ્ડિલ તુણ્ડિકા) રાજા અને કિન્નરીની પ્રશ્નોત્તરીમાં કાળના આ સતત ચાલતા ચગડોળની કવિએ વાત કરી 1 કવયિત્રી દક્ષા દેસાઈ કાળરૂપી ઊંટડાની વાત કરે છે. (“શબ્દાંચલ' “વણજારું') મહાભિનિષ્ક્રમણમાં સમયના શાંત મહાસાગરમાં ડૂબકી મારવાની વાત કરતાં કવયિત્રી અસ્તિત્વના વિલયની જ વાત કરે છે. માણસ ઓગળીને મીણ બને છે, પણ કાળ સદા અડીખમ રહે છે. એ વાત ધીમેધીમે'માં (નિર્જળા નદી) કવિએ કરી છે. કાળ કદી કરમાતો નથી. સમેટાય છે તે તો જીવનની બાજી. સમયનો એકતારો સતત વાગ્યા કરતો હોવાની વાત “મૃત્યુગીત-૨માં કરાઈ છે. કવિ ઈન્દુકુમાર ત્રિવેદી “કાળવંદના' નામના કાવ્યમાં (“સંનિવાસ') કૃષ્ણનિધનનો સુંદર સંદર્ભ રચી આપે છે. તેઓ કહે છે, કાળદેવતાને પણ પ્રભુચરણે નમવાનું મન થયું. ખૂબ ઘૂમીને થાકેલાં ચરણોમાં તીર ખૂંપે છે, ને કવિ કલ્પના કરે છે, જાતે આવીને કાળભગવાને જાણે કૃષ્ણને પ્રણામ કર્યા ને કર્મમુક્તિ આપી. A કવિ યજ્ઞેશ દવે કહે છે ‘ત્રિકાળજ્ઞાનીને પણ મૃત્યુ તો ન જ છોડે.” (“જળની આંખે') ત્રિકાળ જ્ઞાનીઓ હવે માટીમાં માટી છે. ને અગ્નિમાં અગ્નિ. (કેસેન્દ્રા, સહદેવ, ટાયરેશિયસ) રોજ સાંજે સમય મૃત્યુને આંજે છે. સમય માં છે મૃત્યુને. ને છતાં અશ્વત્થામા'માં કવિએ કાળનેય મરતો કથ્થો છે. : “....જ્યાં મરે છે કાળા કે કામ ધીમે ધીમે, કોહવાતાં જતાં પાંદડાની જેમ..... બધો ભાગ હવે મરણના મુખમાં 11 બધે મીંઢા મૌનનું મરણવર્તી સામ્રાજય કાળ જેવું વિકરાળ સ્વરૂપ છે” ૧૧-બ સમુદ્ર' નામના પ્રતીકાત્મક કાવ્યમાં પવન, રેતી, ને જળ કાળનાં જ પ્રતીકો છે. “હજી હમણાં જ ચાલ્યાં ગયેલાં ચાર પગલાંની લિપિને | કોઈ નાદાન બાળકની જેમ જ ભૂંસી નાખે છે પવન, રેતી, ને જળ ને ફરી આલેખે છે કોઈ નવી જ લિપિ” પર પ્રીતિ સેનગુપ્તા, પશ્ચિમના આકાશમાં સંધ્યાની રક્તરેખા રાતની કાલિમા નથી બની, ત્યાં સુધી ગીતના સૂરોને શાંત નદીના પ્રવાહ સાથે કાળના મહાસાગરમાં અંગભૂત થઈ જવા કહે છે. જીવનની અગ્નિજ્વાળા ઊધ્વપથગામી જ્યોતિ થવાને હજી અલ્પ સમયનું દાન બાકી હોવાનું કહે છે. અવિરત ઝરતો બરફ મહાકાળે અદશ્ય અક્ષરે લખેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #446
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 445 “કાળોતરી' જેવો એમને લાગે છે. (“ખંડિત આકાશ') મહેન્દ્ર જોશી ભોળા દેખાતા સમયને ભોળો નથી ગણતા. (‘તંદ્રા') સમયના હાથને તેઓ તીક્ષ્ણ ન્હોર સાથે સરખાવે છે. જે હોરે કવિના મિત્ર આનંદને ઉઝરડી નાખ્યો છે. - કવિ દિનકર શાહ એમના પ્રિયજન અને એમની વચ્ચે અનંત, અનાદિ, સમયનો સાગર ઘૂઘવતો હોવાનું કહે છે. (‘અજનવી વસ્તીમાં) કાળને મૃત્યુના પગલાંથી પણ પર માને છે તેઓ. કાળના અનંત પ્રવાહમાં અસ્તિત્વને બાંધીને વહી જવા પહેલાં, એકવાર પ્રિયજનને તેઓ મળવા માગે છે. કવિ જયાનંદ દવે (‘મનોગતા') સ્મશાનને કાળ-ક્રીડાંગણ કહે છે. (“મૃત્યુ જયમંત્ર મંગલ') ૧૯૭૯ની મોરબીની હોનારત પરના “રે મયૂરી મોરબી' કાવ્યમાં કાળની ક્રીડાના રૌદ્ર ભીષણ રાસમાં નગરી વિલીન થઈ ગયાની વાત કરી કાળના પંજાની ક્રૂરતાનો પરિચય આપ્યો છે. ઇન્દ્ર ગોસ્વામી સમયે કસમયે અણધાર્યા આવતા મૃત્યુની અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરી, મૃત્યુ પર પણ કાળના વર્ચસ્વની વાત કરી છે. (‘જેમતેમ’ ‘પરથમ પહેલું) સમયની - સાઠમારીને કારણે બધા જ ચોરપગલે જીવતાં હોવાની વાત “ચોકડી ચોકડી ચોકડી'માં કરાઈ છે. - કવિ દ્વારકેશજી પારધીના બાણે કૃષ્ણ જેવા કૃષ્ણના થયેલા નિધનના સંદર્ભે, કાળની અજગ્ન સરિતા નિમિષનું પંડ ધારણ કરી બેસી ગઈ હોવાનું કહે છે. તો “કાળનો વિસ્તાર કાવ્યમાં કવિએ કાળના વિસ્તારને ઘડપણ જેવો ગણાવ્યો છે, ને ઘરને (શરીરને) પુરાતન દર્પણ જેવું. - ચિત્રકાર કવિ રાજુ પારેખે (કદાચ કવિતા') “બે સ્ત્રીઓનું કાવ્યમાં સમયને હજારો કિરણકણ થઈ વેરાતો, વિખરતો, આળોટતો, હવાતિયાં મારતો, ઊભો થઈને દોડતો ગલોટિયાં ખાતો, સાંજ પડતાં, રતાંધળો બનતો કસ્યો છે. (ના, સમય નથી વેરાતો, ભ્રમણા છે આ. સમય નહીં માનવ વેરાય છે વિખરાય છે. ગલોટિયાં ખાય છે. પછડાય છે) “ભયભીત સર્પ જે સરકી જાય સમય’ એમ પણ શી રીતે કહેવાય ? સમય નહિ, આપણે સરકીએ છીએ. પસાર થઈએ છીએ. કાલો ન જિર્ણા, વયમેવ જિર્ણા'. સમય તો સર્વોચ્ચ છે. તેથી તો ભગવાને “કાલોડમિ' કહ્યું. કવિ આકાશ ઠક્કરે સમયને “વિદૂષક' કહ્યો છે. આવો સમય હસતાં હસતાં પોતાને ધારદાર નખ વધાર્યા કરતો હોવાનુંય કવિ કહે છે. કવિ જયેન્દ્ર મહેતા સમયને હજી પણ સાચવી લેવા કહે છે. કારણ આ સમય લૂંટારો ત્યાં દૂર ઊભો જ છે. કાળનું કાળું વદન મલકાતું હોવાનું કવિ કહે છે. મૃત્યુને કવિ “કાળનો પુકાર' કહે છે. જીવનના સંવર્ધનની સાથે “કાળ'નું પણ સંવર્ધન થતું રહે છે. પણ છતાં કાવ્યનાયક કાળને કરગરવામાં માનતો નથી. (‘મોતથી કાં થરથરું) કાળની સાથે બાથ ભીડવાની એની હામ છે. “આવે ભલેને કાળ, સામનો કરીશ હું એમ કહી કાળને એ પડકારે છે. P.P. Ac. Gunratnasuri Ms. Jun Gun Aatedhak Trust
Page #447
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 446 અધતન યુગ - યુદ્ધજન્ય મૃત્યુ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, તે પછી પરમાણુ બોમ્બની વિનાશક અસરનો અનુભવ વિશ્વસમગ્રને થયો. ભારત પણ એની અગનઝાળમાંથી બાકાત ન જ રહી શકે. બીજા વિશ્વયુદ્ધ સર્જેલા વિનાશથી યુરોપ-અમેરિકાના સંવેદનશીલ બુદ્ધિજીવી વર્ગની જીવનશ્રદ્ધા મૂળમાંથી ઉખડી ગઈ હતી. જીવન વિશેનો અભિગમ બદલાઈ ગયો. આજના કવિઓને યુદ્ધનો કોઈ ઉત્સાહ રહ્યો નથી. એમનો વિષાદયોગ તે યુદ્ધ પૂર્વનો નહિ, યુદ્ધ પછીનો છે. આધુનિક કવિતાના પ્રણેતા સુરેશ જોશીને વેદના નવી સ્લરી, છતાં પોતે વાલ્મિકી નથી, પ્રાસ હવે હિરોશીમા અને નાગાસાકીનો જ બચ્યો છે, એવું તેઓએ અનુભવ્યું. શોક અને શ્લોક જોડવાની હવે નથી આશ' કોઈએ સર્ચબદ્ધ પ્રલય રચ્યો છે અને તેથી કવિનોય લય શોધ્યો જડતો નથી.” 3 “અમારું ઘર' (‘પ્રત્યંચા)માં સુરેશ જોશીએ નાગાસાકી અને હીરોશિમા પર પડેલા બોમ્બને કારણે થયેલા વિધ્વંસ અને વિભીષિકાનો નિર્દેશ કર્યો છે. યુદ્ધજન્ય વિષાદને લીધે માનવ પોતાને અંધકારના પિંડ જેવો અનુભવવા લાગ્યો. કાવ્યનાયક સૌને દૂર ભાગી જવા કહે છે. કારણ અહીં તો સૌ પેલા રેડિયોએક્ટિવ અણુવિસ્ફોટની અસરથી યુક્ત જીવ્યો છે. કાવ્યનાયક પોતાનું અસ્તિત્વના ભંગાર તરીકે ઓળખાવે છે. ને કરુણ કટાક્ષરૂપે આ તીર્થની યાત્રા અધૂરી હોવાનું જણાવે છે. ઇતરા” (કાવ્ય નં. ૫)માં ફરી પાછી યુદ્ધજન્ય સ્થિતિની સંવેદના, સુરેશ જોશીએ વ્યક્ત કરી છે. સમગ્ર લોક, અસૂર્યલોક થઈ ગયો છે. કોણ કોનો શોક કરે ? કવિ જગદીશ જોશી ‘તોખાર' કાવ્યમાં (‘આકાશ') યુદ્ધોત્તર જાપાનનું હૃદયદ્રાવક વર્ણન આપે છે. આખું રાષ્ટ્ર યુદ્ધે ચડતાં તો ચડી ગયું, પણ પરિણામે આકાશ, ધરતી, સમુદ્ર વલોવાઈ રહ્યા, અગ્નિમાં ઓરાઈ રહેલો ચામડી વગરનો ખુલ્લા પડી ગયેલા લચપચ માંસવાળો પેલો તોખાર (પુરુષ?) ઊભો ઊભો જ મરી ગયો તે દિવસે. કવિ રાવજી પટેલ શુભનિષ્ઠ ચૈતન્યના સ્વીકાર સાથે દઢભાવે યુદ્ધવિરોધ કરે છે. યુદ્ધની ટીકા જ નહિ, યુદ્ધમાં સક્રિય થતા મનુષ્યની મૂર્ખતાની ઠેકડી પણ એ ઉડાવે છે. અહીં મનુષ્ય માટેનો એનો પક્ષપાત બુલંદ બને છે. “મિલેટરી કેમ્પ પર અભાગિયા દોડધામ કર્યા કરે આત્માને હાથપગ મળ્યા એનું પરિણામ તે આ”? 54 કવિ અનિલ જોષી પણ પોતાને પૃથ્વી પરના બેકટેરિયાગ્રસ્ત વિસ્તાર અને કુરુક્ષેત્ર જેવા વાતાવરણમાં ફેંકી દેવાયા હોવાનો અનુભવ કરે છે. (“ગેસ ચેમ્બર' “કદાચ') માણસ વગરના માણસ બનીને જીવવાનું તો છે. પણ તેઓ કશું જ ન હોવાનો અનુભવ કરે છે. સિતાંશુ યશશ્ચંદ્ર “હોચીમિન્ડ માટે એક ગુજરાતી કવિતામાં વાક્યના વર્ણોને તોડી જોડી ટેન્કની આગેકૂચ, પીછેહઠ, વગેરેને વર્ણદ્વારા શ્રુતિગોચર કરે છે. આ કાવ્યનું બીજવાક્ય છે “ટેન્ક તળે કચડાતો હું'. આખા કાવ્યમાં આમ તો કેવળ નાદલીલા જ છે. સાર્થક વાક્યને અન્ - અર્થ બનાવી વ્યંજના દ્વારા માનવીની સાર્થકતાનો કચ્ચરઘાણ વળેલો બતાવાયો છે. ભાષાને અર્થ તિરોધાનની ભૂમિકા સુધી લઈ જઈ બીજે છેડે અર્થ નિપજાવવાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #448
--------------------------------------------------------------------------
________________ - અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 447 પ્રયાસ જોઈ શકાશે. ડૉ. ધીરુભાઈ પરીખ આ કાવ્ય વિષે નોંધતાં લખે છે, “એક પ્રયોગ તરીકે ગમી જાય તેવું હોવા છતાંય આ પ્રકારે કાવ્ય કરવાની એક મોટી મર્યાદા એ છે કે એમાં વર્ણજન્ય નાદપારખુ કાન સિવાય સર્જકતાનો કોઈ અન્ય વિશેષ પ્રકટ થઈ શકતો નથી” 215 તેમ છતાં યુદ્ધજન્ય પરિસ્થિતિનો અહીં વિશિષ્ટ સંદર્ભ ગૂંચ્યો છે. ટેન્ક નીચે કચડાતા માનવની સ્થિતિ શબ્દબદ્ધ નહીં અવાજબદ્ધ કરી છે. કવિએ શરૂમાં ટેન્કની આગેકૂચનું વર્ણન, પછી ટેન્કની વિજયકૂચને અંતે ટેન્ક નીચે કચડાતા માનવીની વેદના અને તેના મરણિયા હુમલાનો આનંદ ને અંતે ટેન્કની પીછેહઠનું વર્ણન કર્યું છે. યુદ્ધજન્ય પરિસ્થિતિથી ત્રસ્ત કવયિત્રી પન્ના નાયક એક વિશિષ્ટ કલ્પના કરે છે. એક બાળક મોટું થઈ સૈનિક થાય, ને પછી નાના બાળકને વહેરી નાખે એના કરતાં એ નાનપણથી જ મરી જાય એ સારું. એક બાળકને હણીને સૈનિક એને ઊંચકીને જુએ છે, પોતે સૈનિક હોવાનો પશ્ચાત્તાપ અનુભવતાં કહે છે, બહેતર છે કે અહીંયા જ એનો અંત આવે. કવિ વિપીન પરીખ ૧/ર/૭૧ના “ટાઈમ'માં સૈનિકના હાથમાં એની સનાતન વિજયપતાકાસમું બાળકનું માથું જોઈ દ્રવી ઊઠે છે. કવિ કહે છે (“આશંકા') સારું છે કે, માતાઓ મોરચા પર આવી નથી શકતી. કવિને પ્રશ્ન થાય છે કે શું એક બાળકની આંખો બીજા બાળક જેવી જ નિર્દોષ હોય છે એવો ખ્યાલ સૈનિકોને કદી હશે ખરો? મેઘનાદ ભટ્ટ (‘મલાજો') “એક યુદ્ધોત્તર આકાંક્ષામાં વિધ્વંસની કાલિમાનો ચિતાર આપે છે. અહિંસાની નિરાલંકૃત વિધાત્રીને જગતરત્નનાં ગળાં હળવાં આભૂષણોથી નવાજી દેવાનું સૌને કહે છે. નહિ તો જવાંવીરોની જવાંમર્દી અને શહીદોની વીરગતિ ઇતિહાસમાં પીળાં ચટ્ટાક પૃષ્ઠોની કાળી શાહીથી કાયમ માટે કલુષિત થઈ જશે, એવી ભીતિ છે. - ગુણવંત શાહ ('વિસ્મયનું પરોઢ') અમેરિકન યુનિવર્સિટીઓમાં ફાટી નીકળેલી હિંસા વખતે એક એલિસન મોગ્રો નામની છોકરીએ “ગોળી કરતાં પ્રેમ સુંદર નથી? એવો પ્રશ્ન પૂછી સૈનિકની બંદૂકના નાળચા પર મૂકેલા ફૂલનો કરુણમધુર સંદર્ભ ટાંકે છે. પણ યુદ્ધજન્ય ક્રૂરતાની વાત પણ કવિ કહ્યા વિના રહી શકતા નથી. એજ બંદૂકની ગોળીથી એલિસન ઢળી પડે છે. પણ એને એની પરવા નથી. સોળ સોળ પાંખડીઓ ગોળીનું નિશાન બની જાણે છેદાઈ જાય છે. કવિ સતીશ ડણાક પણ (“એકાંતવાસ') જીવનના પીળા પાક પર નજર ઠેરવતાં વિનાશનાં તીડને જુએ છે. ચાદર લપેટી આભ સૂતું મૌનની બે કાફલા મોઘમ મહીં હસતા રહ્યા” 21 કવિ મહેશ જોશી (યતિભંગ') “મૃત્યુગીતમાં યુદ્ધમાં મૃત્યુ પામેલ પતિ પાછળ સતી થયેલ સ્ત્રીની ખુમારીને વ્યક્ત કરે છે. ને છતાં સ્વજનમૃત્યુની વેદના તો તીવ્ર જ છે. કૂળા કાળજે તીરની જેમ પતિનું મૃત્યુ વાગ્યું છે. આ “સૂના વડની ડાળે ઝૂલું એકલી વડવાયુમાં અટકે કેશકલાપ જો 10 અતલસના ઓશીકાવાળા ઢોલિયા હવે પતિ વિના સૂના થયાની, ને સતી થતી વેળા પેલી ઘરચોળાની ઊડતી લાલ જ્વાલા, વીરાંગનાની છબીને ઉપસાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #449
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 448 અદ્યતન યુગ - અંજલિકાવ્યો સુશીલા ઝવેરી કવિલોકમાં પાઠક સાહેબના “છેલ્લું દર્શન' કાવ્ય વાંચીને હરાવ્યેન પાઠક કલ્પના કરતાં હોય તેમ “પરકાયા પ્રવેશ' નામનું એક અંજલિકાવ્ય રચે છે. (“અનાહત') દઈ અગનઅંક મંગળ, બધુંજ સૌભાગ્યનું બન્યું જીવન માત્ર ના, - પણ સુધન્ય મૃત્યુ થયું” 18 પ્રિયકાંત મણિયારને અંજલિ આપતાં સુશીલા ઝવેરી કહે છે ઉપટેલા રંગની ઓછપમાં કણસી રહ્યાં મઘમઘતાં ચાંદલો ને ચૂડી ... ફૂલોની ફોરમ અહીં ઓછી પડી કે તમે - ઝાકળની જેમ ગયા ઊડી” 19 - ચંદ્રા જાડેજા ગાંધીને અંજલિ આપતાં (‘અમૃતની હેલી') જડતાના કણકણને એક સ્પર્શે જીવતું કરનારને યાદ કરે છે. હિંસાની હારમાં પણ ગાંધીજી દુનિયાની દીવી જેવું જીવન જીવ્યાનો અહોભાવ વ્યક્ત થયો છે. કવિ મકરંદ દવે રિલ્કની સંગિની બેનનુટાને અંજલિ આપતાં (‘સંગતિ') પ્રિયતમાએ પ્રેમીને આપેલી કસકભરી વિદાયને યાદ કરે છે. પૃથ્વીલોકમાં કવિની જીવનસંગિનીએ હૈયે આગ ધરી, સ્થૂળ મૃત્યુની સામે પ્રેમનો વિજય ગાયો. ને પ્રેમસ્મરણો દ્વારા જીવનનું સંગીત રચ્યું. કવિ જગદીશ જોશી Freedom at Midnight' વાંચ્યા પછી ગાંધીજીની અંતિમ વેદનાના ચિત્કારરૂપે બાને અંજલિ આપતું કાવ્ય રચે છે. સદ્ગત બાને જાણે બાપુ પૂછે છે બા, મારાં જીવનસંગિની બા તમે ? પણ આરસ બોલ્યો નહીં” 220 ગાંધી ઇરવીન કરારથી ગુરચરનસિંઘને સૌ પ્રથમ લાભ મળ્યો, ને ફાંસીને માંચડેથી એ પાછો વળ્યો, ને ત્યારથી એ ગાંધીજીની પાછળ પાછળ ફર્યો. ગાંધીજીએ છેલ્લા શ્વાસ લીધા તે આ ગુરુચરનસિંઘના ખોળામાં. “ખોળામાં લેનાર ભાઈ તું છે કોણ ? એ પ્રશ્નના જવાબમાં ગુરુચરનસિંધ કહે છે. “હું તો પેલો ઇસુ જ છું બાપુ જેને તમે ક્રૂસ ઉપર જડાઈ જતાં છેલ્લી ઘડીએ બચાવ્યો હું ઇસુ છું, મારા તથાગતની શોધમાં, બાપુ પાણી પાઉં” ? રસ કવિ નાટ્યકાર શેક્સપિયરને ચારસો વર્ષ પૂરાં થતાં, એ નિમિત્તે રઘુવીર ચૌધરી અંજલિ આપે છે. (“શેક્સપિયર-ચાર વેદના') જેમાં શેક્સપિયરે વૃદ્ધ થયા વિના અનુભવેલી ચાર ચાર મૃત્યુની વેદનાને શબ્દબદ્ધ કરાઈ છે. કવિવર રવીન્દ્રનાથની પુણ્યતિથિ નિમિત્તે રઘુવીર “ઇચ્છામતીને તીરે' કાવ્ય રચે છે. નવજાત શિશુને ખોતી માતાનો સાદ કવિને કાને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #450
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 449 પડ્યો હતો. પદ્મા કે મેઘનાને ધીરે વહેવાનું કવિ હવે કહી શકતા નથી. રઘુવીરને શ્રદ્ધા છે કે મુક્તિવીરોએ વાવેલી એમની કાયાઓ એ ઉર્વરભૂમિમાં ક્યારેક તો એ ઊગશે જ, ને ત્યારે સ્મૃતિમાંથી સરી આવીને ઉપસી આવશે પ્રાચીના ભાલમાં એક રક્તતિલક. ને એના ઉજાસમાં પછી કવિ ગાઈ ઊઠશે “મરિતે ચાઈના આમિ સુંદર ભુવને” 22 કવિ હરિકૃષ્ણ પાઠક રાવજીને પારિજાતની ગંધ સાથે સરખાવે છે. (‘રાવજીને') “ઓતરાદા ઓશીકાં કરી ગયો આખરે પોઢી' (પૃ. 96 “સૂરજ કદાચ ઊગે') ભડભડતી ચેહ સામે, ભીની આંખે બધા એ અલગારીને વળાવ્યાની ક્ષણને યાદ કરી લે છે. રાવજીનું શરીર ભલે ન હોય, પણ એ લયના ખાતરમાંથી ખીલેલાં સાચા શબ્દલોકનાં ફૂલ હવે ફોર્યા કરવાના, એ શ્રદ્ધા જરૂર છે. કવિ ચંદ્રકાંત શેઠ “રાવજી' નામનું અંજલિકાવ્ય આપે છે. (‘પવન રૂપેરી”) કવિ પ્રશ્ન કરે છે. મનનું રૂપ વાવીને કોળી ઊઠેલો એ કવિ માટીમાંય ઠરશે ખરો ? રાવજી નીંદરમાંય ઉજળું મરકી રહ્યો દેખાય છે, ને એની લુખ્ખી આંખોમાં કવિને ખેતરના લીલામોલ દેખાયા. “આટ આટલા કાષ્ઠ વચાળે, કાષ્ઠ બનીને સૂતો વાળામાં જવાળા થે હડહડ પૂગ્યો” 23 બધાં કાષ્ઠ પર કોક અજપે ફરી વળીને ફિક્કા હાથે કશાકને આલિંગન દેવા મથતો હારી, થાકી, હાંફી પાછો, શાંત ભસ્મમાં શાંત પડીને સતો ૨૨૪મી છે એ ચંદ્રકાંતે “આમ થાય કે ?કાવ્ય સદૂગત ચિત્રકાર શ્રી શિવભાઈ પંડ્યાની સ્મૃતિમાં લખ્યું. કેનવાસના અવકાશે શ્વેત અવકાશ બની પોતે ક્યાં ભળ્યા ? ક્યાં છૂટયા ?' જરાક રંગભર્યો પ્રતિસાદ, જરાક હોંકારો સાંભળવા તેઓ ઉત્સુક છે. (‘પડઘાની પેલે પાર') : કવિ મણિલાલ દેસાઈએ કેનેડીની હત્યા સંદર્ભે “તો પછી ચાલો' નામનું અંજલિકાવ્ય રચ્યું. જેમાં “કબરથી જીવતા થઈ બહાર નીકળવાનો એટલે કે, કેનેડી જીવતા હોવાનો, મરી ન ગયાનો, અનુભવ કરતા કવિ કહી ઊઠે છે. “ફૂલો કોઈ શાને મૂકી જાય છે” ? ૨૨૪-બ લાલબહાદુર શાસ્ત્રીના અવસાન સમયે કબૂતરે સ્થિર મૃતવત્ બની ભોમ પર નળિયાં જેમ બેસી રહ્યાનું મણિલાલ વર્ણવે છે. જે શાંતિદૂત પણ ઠરી ગયાનું પ્રતીક છે. રાવજી પટેલ મણિલાલને અંજલિ આપતાં “કવિતા” બનીને દિલ ખોલવા સદ્ગતને વિનવે છે. બાવળનાં પીળાં, ફૂલ થઈને રાવજીના શૈશવને જાણે એ ગાતો, રાવજી કહે છે. “તું મારી માટીનો જાયો માટીના સ્તનમાં ક્યાં સંતાયો”? 225 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #451
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 450 “સમાયો' નહીં “સંતાયો’ કહેતા કવિને એ મિત્ર ફરી જડશે ની આશા છે. મણિલાલનું મૃત્યુ તેમજ કવિતા બંને રાવજીને ડસી ગયા છે. કવિ રમેશ પારેખે રાવજીની અસરને ભાવવિભોર બની ભરપૂર ઝીલી છે. “રાવજીનો કાવ્યસંગ્રહ વાંચતાં (‘ખડિંગ') નામનું અંજલિકાવ્ય રમેશ પારેખ આપે છે. એક બાજુ ઔષધ પીતો કવિ પોલો પોલો લાગે. એક તાળીએ, જૂઠું બુઠું રાવજીનું મયણું ઝીલે છે, ને બીજી બાજુ રાવજીને.... કઈ બાજુથી ઝીલવા ? રાવજીની લિપિની બળી ગયેલી સુંદરીઓ હજુય વળ નથી મેલતી. “હું ય રાવજી, બળીને ભડથું થયેલ મૂઈ ચકલી માટે નગર નગર રઝળીને જોને, ચપટીક રાઈ માગું” 2 (8/9/71) અહી સ્વજનમૃત્યુને ખાળવાનો પ્રયાસ વ્યર્થ પુરવાર થયાનું સૂચવાય છે. સદ્ગત ઉમાશંકરને અંજલિ આપતાં રમેશ પારેખ (‘ગિરા નદીને તીર' “મળીશું” પૂર્તિ 9) બધી વ્યંજનાઓ શૂન્ય નજરે જોતી કવિની પથારી પાસે નત મસ્તકે ઊભા રહ્યાનું કવિ કહ્યું છે. કવિ અનિલ જોશી (“કદાચ') મણિલાલને અંજલિ આપતાં, સદૂગત મિત્રને વાલમનો હરિયાળો કોલ આવ્યાનું કહે છે. મૃત્યુને કવિ “હરિયાળો કોલ' કહે છે. રાવજીને અંજલિ આપતાં કવિ અનિલ જોશી, માનવના શરીરને, ઉંબરે પડેલ સંજવારી સાથે સરખાવે છે. જેને મેલી સૌ ચાલ્યું જતું હોય છે. રાવજીની આ પૃથ્વી પરની યાત્રા અધૂરી હોવાનું કહે છે. પન્ના નાયક “પ્રિયકાન્તને' (‘ફિલાડેલ્ફિઆ') અંજલિ આપતાં કહે છે. મેળાને વિસ્મયથી પૂર્ણપણે ભોગવતા કોઈ બાળકને હાથ ખેંચી મેળાની બહાર ઘસડી જનાર મૃત્યુને આવું કેમ સૂઝતું હશે? એ સમજાતું નથી. પ્રસિદ્ધ રંગકર્મી “પ્રવીણ જોશીને અંજલિ આપતાં પન્ના નાયક (‘ફિલાડેલ્ફિઆ') એવી કલ્પના કરે છે કે સઘળો સામાન સ્ટેશન પર છોડી, સાથે કશુંય લીધા વિના, કોઈનેય લીધા વિના એકલોજ (આખી ટ્રેનમાં) સૂતો સૂતો આંખ મીંચી બંધ હોઠે જીવનના એક અવનવા નાટકની સ્ક્રીપ્ટને મમળાવતો જાણે ચાલ્યો જાય છે. પાબ્લો નેરુદા' વિપીન પરીખનું કરણકટાક્ષ સભર અંજલિકાવ્ય છે. સત્તાધીશોની વાહવાહ ન કરનાર પાબ્લોને વિશિષ્ટ શૈલીમાં અહીં અંજલિ અપાઈ છે. વર્ષો પછી કદાચ એક બીજી સરકાર આવી પાબ્લોને કબરમાંથી ઊભા કરી લશ્કરી સલામી સાથે શાહી દબદબાથી પાબ્લોને રાષ્ટ્રના મહાન કવિ તરીકે જાહેર કરશે... ....પણ ત્યાં સુધી તો પાબ્લોને શાંતિથી સૂઈ રહેવાનું છે. લોકો ગાંધીજીને સહેજમાં ભૂલી ગયાની વેદના માધવ રામાનુજે "30 જાન્યુઆરી ૧૯૭૦માં રજૂ કરી છે. (‘તમે') ગાંધીજીની હત્યા એક ક્ષણમાં થઈ, કવિ પ્રશ્ન કરે છે એ વખતે ગાંધીજીના શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે? કવિ શશિશિવમ્ “રાવજીને અંજલિ આપતાં (“રૂપરોમાંચ) ચોમેર ફેલાયેલી જીવનની વેરાનીની વાત કરે છે. લીલા ક્ય મધુરવા એ છોડવાની આગળ પાછળ કેવળ મૃગજળ * જ મૃગજળ હોવાનું કવિ કહે છે. “પ્રિયકાન્તને અંજલિ આપતાં શશિશિવમ્ એક શટર અર્થે બંધ કરતાં, બીજું આખું જીવનનું) અચાનક બંધ થઈ જવાનો વલોપાત કરે છે. ફૂલને P.P. Ag. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #452
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 451 ગટગટાવી જનારનેય અંતે ફૂલોથી ઢબૂરવાનું કેવું વરવું લાગતું ? ગાંધીજીને અંજલિ આપતાં કરણકટાક્ષ કરતાં કવિ ચંદ્રશંકર ભટ્ટ ગાંધીને નામે સૌએ રાજ લઈને, બદલામાં એમને કેવળ એક ઘાટ, આપ્યાની વ્યથાને વ્યક્ત કરે છે. - કવિ મનોજ ખંડેરિયા (“અટકળ') રાવજીને અંજલિ અર્પતાં (‘રાવજીસ્મૃતિ') લાલ ચણોઠીથી ટેકરીઓ શણગારવાની વાત કરે છે. કવિ કહે છે દૂર ક્ષિતિજે કવિ રાવજી લાલ કશું નીરખશે, ને એની આંખે લાલ ચણોઠીના સૂરજ ઊગશે. કવિ ફકીરમહમ્મદ મનસુરી (“ઇજન”) “પૂ. ભાઈકાકાને અંજલિ આપતાં એમને ચારુતર ભૂમિના “જિગર' કહે છે. સ્વપ્નશિલ્પી ભાઈકાકાના પૌરુષે ચારુતરની ધરા સિંચાઈ હોવાનું તેઓ કહે છે. “વલ્લભવિદ્યાનગરીમાં પણ નગરીની વાત કરતાં, પરોક્ષ રીતે ભાઈકાકાને જ અંજલિ અપાઈ છે. કવિ યશવંત ત્રિવેદી સ્વ. મણિલાલ દેસાઈને અંજલિ આપતાં “અહીંથી અકાળે ખરી પડેલું એ ફૂલ એકાએક આકાશમાં ઊગી ગયાનું કહે છે. હ રાને રીજી” પણ મણિલાલને અપાયેલી અંજલિ છે. જેમાં મણિલાલને એક ગીત ગૂંથી આપવાની વિનંતિ કરાઈ છે. એમનાં છાનાં ગીતોનો લય દાડમડીનાં ફૂલનું કેસર થઈને કૂદે છે દેશવટાનું ગીત ગૂંથી આપવા અંતે વિનંતિ કરાઈ છે. શેલિને અંજલિ આપતાં કવિ યશવંત ત્રિવેદીએ શેલિની જલશયા તળે સમયની દેવી કલ્પાંત કરતી હોય એવી કલ્પના કરી છે. “સીડનહામ કૉલેજ' આયોજિત “કલાપી શતાબ્દી મહોત્સવમાં કલાપીને અંજલિ આપતાં કાવ્યો યશવંતે વાંચ્યાં હતાં. જેમાં કલાપીને તેઓએ “જોગી ઠાકુર' તરીકે બિરદાવેલા. રમા અને શોભનાને કલાપીની અને વિશ્વ કવિતાની “પ્રેમલિપિ' તરીકે તેઓ ઓળખાવે છે. કલાપીના મૃત્યુને યાદ કરતાં કવિ લખે છે. દસમી જૂન ઓગણીસોની લથડતી રાત છવ્વીસ વરસની છાતીમાં લીલા કાચ અગ્નિનો ડાઘ” 27 દુનિયાની તમામ સ્ત્રીઓના એક નામ તરીકે “મીનાકુમારી'ના નામને ઓળખાવતા કવિ યશવંત ત્રિવેદી મીનાકુમારીને અંજલિ આપતાં લખે છે. “તમે ખૂબ થાકી ગયા હશો એટલેજ ચાલીસમે વર્ષે જિંદગીને માઈલસ્ટોનમાં ઊભી રાખી ખુદ ચાલી નીકળ્યાં” 228 મીનાકુમારી હવે એક Myth' બની ગયાનું તેઓ કહે છે. કવિ કહે છે. “પાલી હિલ પરથી હજારો આશિકો તમારો જનાજો લઈ હમણાં નીચે, ઊતરશે મીના, પણ હવે તમે નહીં હો” 229 રિલ્કની પ્રિયતમાને ઉદ્દેશીને વાત કરતાં કવિ અંતે તો રિલ્કને જ અંજલિ આપે છે. કવિ કહે છે. કાવ્યનાયક સાધ્વીઓનાં વસ્ત્રો પહેરી શોકાંતિકાઓ ગાતાં હશે, ત્યારે તેઓ ફરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #453
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 452 જન્મ લેશે. મેઘાણીભાઈની પંચોતેરમી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પતાં, મેઘાણીભાઈની વેદનાનો ચહેરો દેવળમાં બળતી મીણબત્તી જેવો હોવાનું કવિ કહે છે. ગોધૂલિટાણે કોઈના લાડકવાયાની આરસખાંભી પર મેઘાણી લોહીના અક્ષરે કવિતા લખતા, આ કવિને દેખાય છે. “પરિદેવના' નામનો આખો કાવ્યસંગ્રહ પ્રિયકાંતને અપાયેલી શ્રદ્ધાંજલિઓનો છે. (પ્રિયકાન્ત 9/1/27 જન્મ, 25/6/76 મૃત્યુ) પ્રિયકાંતને કવિ ફૂલના પવનના લય તરીકે - ઓળખાવે છે. આકાશના પર્યાય બનીને ઊભેલા પ્રિયકાંત, આ કવિને દેખાય છે. પ્રિયકાંત પોતાની કવિતા દ્વારા અમૃતતત્ત્વનું ઉચિત વસિયતનામું કર્યાનું કવિ કહે છે. પ્રિયકાંતનું જલાશય' વાંચી યશવંત ત્રિવેદીની આંખ ભીની થઈ જાય છે. આ ફૂલના કવિએ અધખુલ્લા અર્ધબીડ્યા જગતનું પ્રતીકાત્મક શટર પાડી દીધું. ને તેઓ પ્રિય રહસ્યમયના (પરમાત્મા) સાન્નિધ્યમાં ફૂલનો પવન થઈને ચાલી નીકળ્યા. ફલોરાફાઉન્ટન પરથી પ્રિયકાન્ત પસાર થતા હોવાનો આભાસ કવિને થાય છે. પાછળ દોડે છે, પણ પ્રિયકાન્ત તો વચ્ચે વરસાદમાં - કોણ જાણે ક્યાંય નીકળી ગયા. નહિતર એ તો લ્હાવો હોય પ્રિયકાન્ત ! કે તમે જતા હો અને જળાશય સુધી હું વળાવવા, આવું - ને પાછળ વળું ત્યાં તો આપણી આંખો છલકાઈ જાય પણ તમે તો.... વિદાય લીધા વગર જવાનો અર્થ શો થાય, પ્રિયકાન્ત? 230 કવિ પ્રવીણ દરજી બાપુને અંજલિ આપતાં એક પ્રશ્ન કરે છે. (“ચીસ') “શું સંતનું જન્મવું છેક વંધ્ય’? ગાંધીને કવિ મનુકુળના વિષ પીનાર શિવ તરીકે ઓળખાવે છે. | કવિ હસમુખ મઢીવાળા ગાંધીજી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરતાં બાપુને પ્રશ્ન કરે છે. “સ્વર્ગવાસી છો? સ્વર્ગમાં રહેલા બાપુને લોકોની અવદશા જોવા તેઓ વિનવે છે. કેમ નયન મીંચો છો બાપુ * શું લાગે, આ દશ્ય તણો યે ભાર”? 23 કવયિત્રી ઈન્દુમતી મહેતા “વસંત’ શબ્દને બેવડી રીતે પ્રયોજી એનીબેસંટને (થિયોસોફીકલ સોસાયટીના પ્રમુખ) અંજલિ આપે છે. કવયિત્રી એમને ભવના સાગરની ઝળકતી દીવડી તરીકે બિરદાવે છે. ઉરમાં વસંત પ્રગટાવી, જગની એ વસંત આભની અટારીએ ઊડી ગયાનું તેઓ કહે છે. ભગવતપ્રસાદ ચૌહાણ “કવિ પ્રિયકાન્તને અંજલિ આપતાં, પુષ્પપાંદડી જેવી સંવેદના ખુલવાની અનુભૂતિ કરે છે. “અશબ્દરાત્રિમાં આકાશ પણ સ્વપ્નિલ રંગોને આંખમાં આંજતું હોય એમ લાગે છે. સદ્ગત કવિના રક્તના બુંદેબુંદે નિત્યનૂતન રૂપે ફોરે છે, ફરકે છે, છલકે છે. કવિ લાલભાઈ પટેલ ગાલીબના અર્પણની સુગંધે પોતે મસ્ત થયાનું કહે છે. P.P.Ag Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #454
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 453 (‘ગાલીબને) સર્વત્ર ગાલીબના નામથી કળીઓ મહેકતી તેઓ જુએ છે. મહેફિલો ગાલીબનું નામ લઈ ઘેલી બનશે એવી તેમની શ્રદ્ધા છે. આ પીયૂષ પંડ્યાએ કૃષ્ણગાંધી જોડેની વાતચીતની કલ્પના કરી છે. રાજઘાટ પર વિષ્ટિ કરતા કૃષ્ણ જોતજોતામાં, નેતાઓને સંસદભવનમાં મળી, પવનવેગે રથ દોડાવતા વિષ્ટિ સફલ થતાં, હિમાલય-પંથે ચાલ્યા ગયાની કવિ કલ્પના કરે છે. (‘કસક) પરલોકથી ગાંધીબાપુનો પત્ર'માં કવયિત્રી રક્ષા દવે ૧૨મી ઓગસ્ટે બાપુને આવેલા એક સ્વપ્નની કલ્પના કરે છે. જેમાં ઝંડાવંદન કરતી વખતે દોરી ખેંચતાં ફૂલોને બદલે ઊનાં જલબિંદુ ટપક્યાંની વેદના વ્યક્ત થઈ છે. “સ્વ. સરદાર પટેલને નિવેદનમાં સરદારને ફરી પોલાદ સમી સંકલ્પશક્તિ લઈ ગોણિયાના ગોળા જેવી વાકશક્તિ લઈ જન્મવા વિનંતિ કરાઈ છે. “સ્વ. ઇંદિરા ગાંધીને અપાયેલી શ્રદ્ધાંજલિ કેવળ પ્રશંસાસભર સામાન્ય કાવ્ય બની રહે છે. રક્ષકો વડે જ ઇંદિરા ગાંધીની હત્યા થતાં, કવયિત્રી કહે છે કે ત્યારથી શબ્દકોશ'માંથી “રક્ષક' શબ્દ મૃત્યુ પામ્યો. (“પ્રાર્થના') લોકોત્તર વ્યક્તિત્વના ઝળહળ દીવા અલ્હાબાદથી હિમગિરિ સુધી ઇંદિરાજીએ પ્રગટાવ્યાનું કહેતાં કવયિત્રી અતિશયોક્તિની પરાકાષ્ઠા સર્જે છે. કવયિત્રી તરુલતા પટેલે મહામના સંન્યાસી પૂ. મોટાને, કવિ પ્રિયકાન્ત મણિયારને તથા કવિશ્રી ન્હાનાલાલને ભાવભરી અંજલિ અર્પી છે. હાનાલાલને તેઓ “ગૂર્જર ગિરાના સિરતાજ' કહે છે. પ્રિયકાન્ત જતાં ગૂર્જરગિરાનો મોરલો ઊડી ગયાનો અનુભવ તેઓ કરે છે. તો પૂ. મોટાને કળિયુગના રામ તરીકે બિરદાવતાં કવયિત્રી પૂ. મોટાને જરાપણ વીસરી શકતા નથી. મેઘનાદ ભટ્ટના " સત પિતાને' કાવ્યમાં સ્વાનુભૂત કરુણા નીપજી આવી છે. કવિ પિતાએ આત્મહત્યા કરી ત્યારે, પોતાની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી. એમના શબ્દકોશમાં આ શબ્દ શી રીતે સમાય ? “અવસાનના અવસાદને અતિક્રમી જતું મરણોત્તર સ્વપ્નપ્રયાણ કરવાને બદલે શું શ્વાસ લીધે રાખું છું” 232 * રામુ પંડિત ૧૯૭૬ના નવેમ્બરથી ર૭મીના “કોમર્સ' સાપ્તાહિકમાં સત એ વી. દેસાઈને આપેલી અંજલિ વાંચી મેઘનાદ ભટ્ટ “અવિદા' કાવ્ય રચે છે. જેમાં અંતિમ સામાન બંધાઈ ગયાની, કશી લેણદેણ બાકી ન રહ્યાની, ટિકિટ આવી ગયાની, તથા પ્લેટફોર્મની લાઈટે લીલું તોરણ બાંધી દીધાની વાત દ્વારા પ્રતીકાત્મક રીતે મૃત્યુના આગમનનો સંકેત કર્યો છે. . - “છેવટે ટ્રેઈન આવી ગઈ ને, મુસાફર ઉપડી ગયો - અ...રે ભૂલી ગયો એ કશુંક પ્લેટફોર્મ પર? સુગંધથી તરબતર તો તે ગુલોનો ગુચ્છો આ ....કોના અસ્તિત્વની એ ઍક ? 233 P.P. Ac. Gunratnasuri mis Jun Gun Aaradhak Trust
Page #455
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 454 મુ. સુરેશ હ. જોશીને અંજલિ આપતાં કવિ મેઘનાદ ભટ્ટ (‘મલાજો') ગઈ કાલે ઊગેલો સૂર્ય આજે આથમી ગયાનો, ને સમુદ્રમાં વિશાળ એક વર્તુળાકાર શમી ગયાનો અનુભવ કરે છે. “હમીરને અંજલિ આપતાં કવિ મેઘનાદ ભટ્ટ હમીરે સ્વીકારેલી મૃત્યુની હૂંડી માટે વલોપાત કરે છે. લૌકિક દૃષ્ટિએ હમીર સ્વર્ગસ્થ છતાં, એનાં સ્મરણો શાશ્વત રહેવાનાં, એવી શ્રદ્ધા છે. જિતેન્દ્ર વ્યાસ કવિ મણિયારની જ કાવ્યપંક્તિ વડે ‘સ્વ. પ્રિયકાન્તભાઈને' અંજલિ આપે છે. “પર્ણ' એ જ પક્વ, “જે વસંતમાં ખર્યામાં ગૂઢ સંકેત પમાય છે. વસંતમાં ખરતું પાન જ “પરિપક્વ પૂર્ણત્વથી સભર' એ જાણે તેઓએ પોતાના પ્રયાણ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું. જિતેન્દ્ર વ્યાસ “કવિ ન્હાનાલાલને “રાજહંસ' તરીકે ઓળખાવે છે. જેમની કવિતા રચા સમાન હોવાથી ગુર્જર ગિરા ધન્ય બન્યાનું ગૌરવ કવિને મળ્યું છે. કવિ રાધેશ્યામ શર્માએ “ઘરઅનિરુદ્ધનું બિલિમોરે'માં અનિરુદ્ધના વ્યક્તિચિત્રને એમના અવસાનની વિષાદપળ સાથે ગૂંથી આપ્યું છે. (“સંચેતના') “કવિ પ્રિયકાન્તને અપાયેલી અંજલિમાં કવિ પ્રિયકાન્તની ગોરા વાનને ટોડલે ઘનીભૂત કાળી ભમ્મરો પોતાના હૈયામાં સોંસરી ઊતરી ગયાનું રાધેશ્યામ કહે છે. “ગાય, ને રાતીમાતી ચૂડીને ફાડી રહ્યો, આવી રહ્યો સિંહ” 234 સિંહ અહીં યમદૂતનું પ્રતીક બની રહે છે. - કવિ દલપત ચૌહાણ બાબાસાહેબ આંબેડકરને અંજલિ આપતાં (“તો પછી સંગ્રહ) આંબેડકરની વજ સમી પોલાદી પાંખો, પોતે મેળવે એવી વાંછના વ્યક્ત કરે છે. (‘શિખર પર જ મોત શોભે', આંબેડકરને તેઓ “અછૂત સૂરજ' કહે છે. રામપ્રસાદ દવે (‘તન્મય’ સંગ્રહ) મિત્ર જનાર્દન વૈદ્ય અને સ્વ. બહાદુરશાહ પંડિતની મૃતિને અંજલિ અર્પે છે. એ બંને “સારસ્વતો' સતત ઊધ્વયાત્રામાં જોડાયેલા હોવાનું કવિ કહે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ('કિમપિ') રાવજીને એની જ તળપદી ભાષામાં અંજલિ અર્પી છે. જીવન અને મૃત્યુ બંને સામે રાવજી સતત ઝઝૂમ્યાનો ઉલ્લેખ કવિએ કર્યો છે. “રાવજી કાયા માટી કાચી' કહેતા કવિ માનવમાત્રના શરીરની નશ્વરતા પ્રત્યે આપણું ધ્યાન દોરે કવિ ઇન્દુકુમાર ત્રિવેદીએ “કવિ ટી. એસ. એલિયટને અંજલિ અર્પી છે. કવિ વ્યથિત હૈયે લખે છે. ધરણી હજી એની એ જ “મભૂમિ–” પ્રિયકાંત અચાનક “પ્રતીક મળે તેમ પોતાને મળ્યા હોવાનું કહેતા કવિ, અન્યોન્યનાં કવિહૃદયને પરસ્પરે ઓળખ્યાં હોવાની પ્રતીતિ કરે છે, “ગાંધી' નામના નાના કાવ્યમાં ગાંધીજીની શહાદતને અંજલિ અપાઈ છે. જેમાં સત્યમય સૂરજના કિરણને પામવા પલેપલ તપનાર તેઓ આખરે “હે રામ' કહી “કિરણ હૈ કિરણમાં ભળી ગયાનું કવિ કહે છે. “કવિ ઓડેનની સ્મૃતિમાં લખાયેલા કાવ્યમાં ધસમસતા પ્રવૃત્તિમય જગત અને બીજી બાજુ હંમેશ માટે પોઢી ગયેલા કવિનો વિરોધાભાસ કવિએ રચી આપ્યો છે. પુલ નીચેથી ધીમે વહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #456
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 455 રહેલી શાંત નદી, ને બીજી બાજુ હંમેશ માટે સૂઈ ગયેલા કવિ “ફૂલપાંખડીની સોડમાં પતંગિયું જાણે પોઢી ગયું છે. કવિ સૂઈ ગયા છે પણ કાવ્ય તો જાગે છે. કવયિત્રી પ્રીતિ સેનગુપ્તાએ ‘અનવર સદાતના મૃત્યુ પર' નાજુક સંવેદનભર્યું કાવ્ય રચ્યું છે. કવયિત્રી કહે છે અરેરાટીના અવાજની ભાષા શીખવાની નથી હોતી જેના હાથથી એ ઠોકાય છે, તે જુડાસ દેશવિદેશમાં જન્મતો અરે ! કેમ અટકતો નથી” ? 234 કવિ મહેન્દ્ર જોશી એમના મિત્ર આનંદ મહેતાને અંજલિ આપતાં “અંધારા ઘોર' તંદ્રા') માનવ માત્રને ભૂલાં પડેલાં પંખી તરીકે ઓળખાવે છે. સમયે એના તીક્ષ્ણ હોર વડે મિત્ર આનંદને ઉઝરડી નાખ્યાની વેદના કવિ અનુભવે છે. સ્વ. વડાપ્રધાન શ્રીમતી ઇંદિરાબહેન ગાંધીની અંતિમ ક્રિયા જોઈ કવિ દિનકર શાહ “અસ્તિત્વનો પ્રકાશ' નામનું કાવ્ય રચે છે. ઇંદિરાજીના અવસાન સાથે ક્ષિતિજ પર અસ્તિત્વનો પ્રકાશ સમુદ્રની ગહન ઊંડાઈમાં એમને જાણે ડૂબતો લાગ્યો. કવયિત્રી સુશીલાબ્લેન પાઠક ચારુન્હન યોદ્ધાને અંજલિ આપતાં “મન મારું પંખીનું) કહે છે. “ચારવ્હેન ગયાં છે જ ક્યાં' ? (‘અમારાં ચારુન્હન') ચારુન્હનની યાત્રા અનંત, ને કાર્યો જીવંત હોવાની તેઓ શ્રદ્ધા ધરાવે છે. કવયિત્રીને હજુય એમના હૈયાના ધબકાર સંભળાય છે. કવિ નિરંજન ભટ્ટ “સ્વ. કવિ શ્રી રાષ્ટ્રીય શાયર મેઘાણીને અંજલિ આપતાં (“સૂરજના શહેરમાં') શાયર સાથે બંધાયેલી ઉરપ્રીતનો સંદર્ભ યાદ કરે છે. મેઘાણી જતાં રંગ આંસુ થઈને ઢોળાતા લાગ્યા. ને સંગીત બનીને જાણે ઓગળ્યા. પેલાં વિહંગોય એમના મૃત્યુના આઘાતે વલવલ્યા. કવિ જયાનંદ દવેએ “તો કવિતા લજવે'માં (“મનોગતા') સ્વ. મહાત્મા ગાંધીજી, તથા સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ આપતાં બંને વિભૂતિના ગુણગાન ગાયા છે. “પળ્યો અહિથી ત્યહીંમાં જયાનંદ દવેએ ગાંધીજીની પ્રથમ સંવત્સરી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. એ પ્રસન્ન સ્મિતોજ્જવલ મુખ કવિની નજરમાંથી ખસતું નથી. - કવિ ઉપેન્દ્ર પંડ્યાએ “ગાંધીજીની છબી પાસે કાવ્યમાં (‘ઝરમર') ગાંધીજીને અંજલિ આપવાને બહાને, પોતાની જ કીર્તિલાલસા સંતોષનારાઓ પર કટાક્ષ કર્યો છે. શ્રી અરવિંદને શ્રદ્ધાંજલિ આપતાં બે કાવ્યોમાંના પહેલામાં શ્રી અરવિંદને કવિ ઉપેન્દ્ર પંડ્યા પ્રસન્ન માનસરોવર તરીકે બિરદાવે છે. શ્રી અરવિંદ જતાં ચારેબાજુ નરી રિક્તતા છવાયાની સ્થિતિનું કવિ વર્ણન કરે છે. બીજા કાવ્યમાં વળી પાછું કવિ વિચારે છે કે શ્રી અરવિંદે કરેલું કશું ફોગટ જવાનું નથી. તેથી ધરા રંક નહિ બને. “સ્વ. મણિલાલ ન. દ્વિવેદીની જન્મશતાબ્દીએ” પણ અંજલિકાવ્ય છે. મણિલાલને કવિ “મેઘ' સમા કહે છે. એમની જન્મશતાબ્દીને ટાણે એ બ્રહ્મમેઘનું મંગલવર્ષણ ગુર્જરી કુંજમાં થાય એવું તેઓ પ્રાર્થે છે. કવિ મેઘાણીને' કાવ્યમાં ઉપેન્દ્ર પંડ્યા, મેઘાણી સવાઈ રીતે જીવી ગયાના ગૌરવને યાદ કરે છે. તપ્ત રંક ધરતીના ઉરને ઠારવા કદીક આવવા નિમંત્રણ આપે છે. “શેલિને અંજલિ P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #457
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 456 આપતાં ઉપેન્દ્ર પંડ્યા ચંદ્રને જોઈ દ્રવતા ચંદ્રકાંત મણિ જેવી રસામૃત ઝરતી શેલિની કવિતાને બિરદાવે છે. શેલિ ભરયૌવને ગયા, બાકી રહેનારનું તો ઘણું જ ગયું. કવિ કહે છે, પણ જનારનેય ઓછું ગુમાવવાનું ન હતું. ભીખુ કપોડિયા રાવજી પટેલની પુણ્યતિથિએ અંજલિ આપતાં (‘અને ભૌમિતિકા') ઝૂલતા કૂંડાના અધપાક્યા દૂધભરેલા દાણે કૂંણા શબ્દો થઈ રાવજી ફૂટયો હોવાનું કવિ કહે છે. સદ્ગતનો પ્રેમ અને કવિતાને સાચવીને એનું જતન કરવાની રાવજીની રીતને કવિ પ્રશંસે છે. - કવિ દ્વારકેશ “યાદના નખ છે વીસે વીસમાં (‘લીટી લગ લંબાયાં) વિજુબ્રેન ગણાત્રાના અવસાન સંદર્ભે, વિજુવ્હેન સાથેના સ્નેહસંબંધનાં દઝાડતાં સ્મરણોને વાચા આપે છે. યાદોના વસવીસ નખ એમને પીંખી નાખે છે. વિજુબહેનના પાણી પોચા હૈયાને તેઓ ભૂલી શકતા નથી. “વિજુવ્હેન રિક્ત નદી હતાં’ વિધિની ભીંસ વધી, વિજુબહેનના શબ્દ શબ્દ સંવેદનની ભ્રમણા દાઝતી. - કવિ ચિત્રકાર રાજુ પારેખ (‘કદાચ કવિતા') “બેન્જામિન મોલાઈસને અપાયેલી ફાંસીથી ત્રસ્ત થઈ એમને અંજલિ આપે છે. કર્ણકટાક્ષ કરતાં કવિ કહે છે હા, સૌ એમ તો, દેશવિદેશી લોકશાહી, સામ્યવાદી, નાની મોટી, કાળી, ધોળી શાસક સરકાર, યુનો, યુનેસ્કો, કોમનવેલ્થની અગણ્ય પરિષદો દોમદમામદાર બે મિનિટ શોક-મૌન ઊજવશે. (“ઊજવશે' શબ્દ કવિ સહેતુક વાપરે છે, મૃત્યુ એક જોણું બની જાય છે ક્યારેક) શોકસભાને બીજે જ દિવસે પછી એ જ કાળાધોળાની શાશ્વત સૂગ શરૂ થવાની, એની કવિને ખબર ડૉ. ધીરુભાઈ પરીખ (‘ઉઘાડ) પ્રિયકાંતને અંજલિ આપતાં, સદ્ગત કવિની ધોધવાણી જેવા બોલને યાદ કરે છે. હવે એ બોલ તો ઉજડીબખોલ બની ગયા. કવિ ધીરભાઈ કહે છે “માનવીને માનવીનો આટલો જ સંગ, કવિ કેમ ક્રૂર થયા? એવો પ્રશ્ન જાગે છે. પણ પછી તરત સમજાય છે પ્રિયકાંત તો ગયા જ ક્યાં છે ? ફૂલમાં રહેલી સુવાસની જેમ તેઓ તો પાસે જ છે. - કવિ મહેશ જોશી (યતિભંગ') ડૉ. જયંત ખત્રીને જુદીજ રીતે અંજલિ આપે છે. આરસનાં ઉદાસફૂલ, સદ્ગતના ઓરડાની બહાર બેઠેલા મૃત્યુએ ઉપાડી લીધેલું લંગર, ને દૂર દૂર, ફરતા શ્વેત સઢ પર જનાજો ઊઠાવી લઈ જનારની આંખોની બેઠેલી ઉદાસીનું વર્ણન વેધક છે. ઓરડાની વિસ્તરતી દીવાલો, સુગંધ ગુમાવી ચૂકેલાં પુષ્પો, એક પણ સળ વિનાનું સદ્ગતનું બિછાનું, ડાઘુઓની કાંધ પર ઊઠાવી જવાતું એ શબ, . સદ્ગતની ગેરહાજરીને બોલકી કરી દે છે. કવિ કહે છે. “તમારા ઘરની બહારી દીવાલ સાથે શરીર ઘસતો મહિષ પ્રતિકૂળ હવા સુંઘવા લાગે ને, ફરીથી શ્વેત શઢવાળું મંથરગતિવહાણ માંડવીના બારામાં લાંગરે... લાંગર્યું જ હશે. પણ હવે આજે તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #458
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 457 એમના બિછાના પર ધીરે ધીરે રણરેત ખર્યા કરે છે. ને શાશ્વત જનાજો ઊઠાવી લઈ જાય છે આ ડાધુઓ નકશીર્ષ ચાલતા આ ડાઘુઓમાં હું મને ઓળખી કાઢું છું” 230 અદ્યતનયુગ : સ્વમૃત્યુ કલ્પના કવિ મકરંદ દવે કલ્પના કરે છે કે કદાચ આજે તેઓ મરી જાય તો તો કાવ્યની એક કડી અહીં વિલુપ્ત થાય, ને બીજે વળી એ જ કાવ્ય બને. પોતાના મૃત્યુ પછી કોઈક પોતાનાં ભજન વખાણશે, કોઈ વખોડશે. સ્મશાનમાંથી પણ બેએક મજાક કરી લેવાની ઇચ્છા થાય, પણ પ્રાણવિહોણા વદને વંદન શી રીતે કરી શકાય ? પોતાના મૃત્યુ વિશે, ને પોતાની ઉત્તરક્રિયા વિશે તટસ્થ રીતે વિચારવું કે કલ્પવું દુષ્કર છતાં રમ્ય અનુભવ છે. જગદીશ જોશીએ પોતાની ઉત્તરક્રિયા જોયાની કલ્પના કરી છે. (‘હું જોઉં છું મારી ઉત્તરક્રિયા') ભડભડ બળતી ચિતા પાસે માણસો વાતો કરતા હશે, પણ મૃત્યુ પામેલી વ્યક્તિના કાન તો સાંભળી શકવાના નથી. સ્મશાનમાં પ્રવેશતાં જ મંદિર આવશે, પણ મરનારને એ મંદિર નહિ દેખાય. એનાથી હાથ પણ ન જોડી શકાય. કવિ લાભશંકર પ્રતીકાત્મક રીતે સ્વમૃત્યુ કલ્પના કરે છે. “પણકદાચ આવતી કાલે અચાનક હું જમીનદોસ્ત થઈ જાઉં ત્યારે મારા પર વિશ્રબ્ધતાથી રચાયેલા અનેક નીડર નષ્ટ થઈ જશે તમે કહેશો પ્રકાશથી તો વૃક્ષનો વિકાસ થાય છે પણ મૃત્યુ પામીને હું એનો ઈન્કાર કરીશ” 238 ટોળાં અવાજ ઘોઘાટ'ના પહેલા વિભાગના અંતિમ કાવ્યમાં લાભશંકરે સ્વમૃત્યુકલ્પના કરી છે. મૃત્યુ થતાં ઇન્દ્રિયો ચૈતન્ય ગુમાવી બેસે છે. હૈયું ખાલીખમ થઈ જાય, અસ્તિત્વના બધાં જ બંધન તૂટી જાય છે. દેહઈમારતના નળિયા ખૂટી પડે છે. “આત્મપ્રકાશ'ની વાત પર કટાક્ષ કરતાં તેઓ કહે છે. ખટમાસ ઊંઘમાં ગાળિયા રે જણ જીવોજી ....ભડભડ ચેહમાં બાળિયા રે જણ જીવોજી અમથાં અલખ અજવાળિયાં રે જણ જીવોજી” 239 કવિ રમેશ પારેખનો કાવ્યનાયક સ્વમૃત્યુ થયા પછી પોતાનું શું થાય છે, એનો જાણે આંખે દેખ્યો હેવાલ આપતા હોય એમ વિગતો રજૂ કરે છે. “હું મરી ગયો અંતરિયાળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #459
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 458 મધ્યવયે થયેલા મૃત્યુની (અથવા રસ્તામાં થયેલા મૃત્યુની વાત) કલ્પાઈ છે. દુન્યવી શિષ્ટાચારની વાત કરતાં કાવ્યનાયક કહે છે, પોતે સારો માણસ હતો, નખમાંય રોગ નહિ, ને મરી ગયો. પુનર્જન્મની વિચારધારા પર કટાક્ષ કરતાં આ કવિ વેધક શૈલીમાં લખે છે. “હું બિનવારસી ને જીવ સાલો કોઈને પેટ પડી સુંવાળા સુંવાળા જલસા કરતો હશે પણ કાકો ફરી અવતરશે ને માણસીગીરી કરશે, હીહીહી” 240 અહીં મરવાની કલ્પના, મરી ગયાની ભ્રમણા, ને પછી પાછા જીવતા હોવાની પ્રતીતિ થાય. “ભરી સભામાં ચૂપ' મરસિયા પ્રકારનું કાવ્ય છે. કાવ્યનાયક પોતાના સંભાવી મૃત્યુનું અહીં વર્ણન કરે છે. ને પોતાના મરણનું મરસિયું ગાય છે. પોતાની મૈયતમાં પોતે ડાધુ બની પાછળ પાછળ જવાની કલ્પના કરતાં કવિ કહે છે આ તો મૈયતના મામલા . * તે ડાઘુઓનો વેશ પહેરી વાંહોવાંહે હાલ્યો મારો ડાવુછાપ સ્વ” 1 રમેશ પારેખે સ્વમૃત્યુકલ્પનાનેય મજાકરૂપે વ્યક્ત કરી છે. કર્ણકટાક્ષ પણ ખરો જ. ને સંધીય માયા ઠઠી રહી છડેચોક આમ” 242 રમણીયતા સભર કામરૂ દેશની વાત મૃત્યુ પછીના સ્વર્ગની કલ્પનાનો કટાક્ષસભર નિર્દેશ કરે છે. જીવ શરીરને ભડભડ બળવાનું કહે છે. પોતાની ખાંભી, ગઢી, ગઢ, ખસૂડી પાઘ, ખેસ, વેશ બધુંજ અખિયાતું-મુબારક હોવાનું જણાવતો આ જીવ સાચું કહે છે. “ત્રણ અક્ષરની છાંયડી ને તેની નીચે હું કંઠ તૂટી કટકા થયો પીતાં છાની લૂ છાની લૂ પીધી અમે ને પ્રગટ થયાં જે રૂપ તેને કારણ લ્યો અમે ભરી સભામાં ચૂપ” 43 કવયિત્રી પન્ના નાયક પોતાના મૃત્યુની કલ્પના કરતાં, ઇષ્ટદેવની મૂર્તિ સમીપ રોજ સવારે ઘીનો દીવો પ્રગટાવતાં, આંખ પાસે ભડભડ બળતી ચિતા જુએ છે. તેને પોતાના જ મૃત્યુની ઘટના અક્ષરબદ્ધ થાય છે) “મારાં વસ્ત્રો સરી પડે છે' કહ્યા પછી “શરીર સરી પડે છે' કહેવાની જરૂર નહિ. “બાહુ પ્રસારી કોઈ એમને સમાવી લે છે, ને ધરતી પર રહી જાય છે માત્ર રાખ' શરીર ભસ્મીભૂત થઈ જાય છે. 243 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #460
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0459 આપણે નિશ્ચિત કલાકે જ પહોંચીએ છીએ - યમરાજને દ્વાર” જ ખૂબ સામાન્ય વાત છે આ તો, કાવ્યત્વની કોઈ ચમત્કૃતિ અહીં નથી. - કવિ શશિશિવમ (ચંદ્રશંકર ભટ્ટ) જોતજોતામાં 60 શ્રાવણ પસાર થઈ જતાં ('60 મા શ્રાવણે) (“શ્વાસનો શ્વાસ') પોતાનાં જ અનેક મૃત્યસ્વરૂપોને જુએ છે. પ્રત્યેક શ્રાવણે પોતાના જ મૃત્યુમાં સ્નાન કર્યાની તેઓ વાત કરે છે. કવિ ભગવતીકુમાર શર્મા પણ પોતાની શોકસભાની વાત કરે છે. (“બે કદાચની વચ્ચે મારી શોકસભા) જેમાં સમાજની વાસ્તવિકતા, તથા કર્ણકટાક્ષ જોવા મળે છે. બે મિનિટનું મૌન સવા મિનિટમાં પૂરું થાય છે. શોકસભા કેવળ શિષ્ટાચાર બની જાય છે. ઘણા અઘતન કવિઓએ સ્વમૃત્યુની કલ્પના કરી છે. સુધીર દેસાઈ પણ પોતાને સ્મશાને લઈ જતા મિત્રોની કલ્પના (‘ગલીને નાકે') કરે છે. જિંદગીના પતંગિયાને ઉછેરતા કાવ્યનાયક મિત્રોની ખાંધે ચાલી જતી પોતાની નનામી જોવાની તટસ્થતા તથા સ્વસ્થતા ધારણ કરી શકે છે. કવિ નીતિન મહેતાએ પોતે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યાના સમાચારની (“વંચના'), “ને બીજે દિવસે ખરેખર દરવાજા બહાર મરેલી હાલતમાં મળ્યાની અનુભૂતિ કરતા હોય એવી કલ્પના કરી છે. કવિ મફત ઓઝાના “અશુભ' કાવ્યસંગ્રહમાં સતત સ્વમૃત્યુકલ્પના કરાઈ છે. પોતાના મૃત્યુના સંદેશાઓ, કાળોતરી વગેરે પોતેજ મોકલી આપ્યાની વાત તેઓ કરે છે. જે સ્વમૃત્યુના સ્વસ્થ ચિત્તે થતા સ્વીકારનું સૂચક છે. સ્વમૃત્યુ સમયની સ્થિતિની સરસ કલ્પના કરતાં તેઓ કહે છે. એમના મૃત્યુ સમયે એમની હથેળીમાં સમુદ્રની લહેરો (ચૈતન્ય ?) થીજી ગઈ હતી. પગની પાનીમાં ભમરાનો ગુંજારવ પોઢી ગયાનું ચિંતન્ય વિલાવાનું) પણ તેઓ કહે છે. પોતાના મૃત્યુ સમયે બેસણામાં સૌને પોતપોતાના પડછાયા સાથે લઈ આવવા કહે છે. (બેસણું') સમયના ખંડ તો આપણે પાડ્યા છે ને? તેથી “સાલા' કાવ્યમાં શ્વાસ અને ઉચ્છવાસ' વચ્ચે ને પળે “મફત ઓઝાનું અવસાન થયાનું' કવિ તટસ્થભાવે કહે છે. ખૂબ તટસ્થભાવે મફત ઓઝા સ્વ-મૃત્યુની કલ્પના કરે છે. છેલ્લો શ્વાસ લીધો ત્યારે પોતે ત્યાં હાજર હોવાની વાત પણ પરોક્ષ રીતે સાક્ષીભાવનું સૂચન કરે છે. પોતાનું મૃત્યુ જોતાં, એમની નસોમાં દોડતા અશ્વ (ચૈતન્યના) થંભી ગયા હતા. એમની ફાટી ગયેલી આંખમાં રણ વિસ્તર્યું હતું. ચાર જણા ઊંચકી એમને સ્મશાને લઈ ગયા હતા, ને પોતે જ પોતાના અગ્નિસંસ્કાર કર્યા હતા. પોતાના મૃત્યુની કલ્પના તેઓ હળવા ફૂલ બનીને કરે. છે. પોતાની નનામી નીકળી ત્યારે ઘરને ચરણ ફૂટયાની, ને આંગણામાં આંસુનો દરિયો છલકાયાની વાત કરુણકટાક્ષ બની રહે છે. વેદનાનું વાંસવન ઊગી નીકળ્યું હતું. મફત ઓઝા પોતાના મૃત્યુ અંગેનું મરસિયુંય રચી નાખે છે. નનામી પરથી ઊભા થઈ પોતાની ચેહ પોતે જ ગોઠવ્યાની વાત “લીલા” કાવ્યમાં કરી છે. પોતાને મૃતાવસ્થામાં જોઈ, પોતાનો પડછાયો ભડકે છે. સ્વદર્શન કરતાં શિષ્ટાચારી વ્યક્તિત્વનો અંચળો દૂર થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #461
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 460 કવિ શિવ પંડ્યાએ તો ખરેખર ૧૯૭૫માં જ્યારે એમને હૃદયરોગનો હુમલો થયો, ત્યારે પોતાનું મૃત્યુ સાવ નજીકથી જોયું હતું. એટલુંજ નહિ, મૃત્યુને એમણે હંફાવેલું પણ ખરું. મૃત્યુના એ સ્વાનુભવે તો એમને કવિતા આપી. મૃત્યુનો એમને આગોતરો અનુભવ હતો. ને તેથી જ એમાં કંઈક રહસ્યમયતા હોવાનું ચંદ્રકાંત શેઠ માને છે. કવિએ મૃત્યુના આગમનને એકવેળા પ્રમાણેલું, જે અનુભવ સુંદર રીતે એમણે વર્ણવ્યો છે. રાત્રિના પ્રથમ પ્રહરમાં જ આકાશ તરફ મીટ માંડીને માનવસ્વરૂપે વિચરી રહેલી એ એકની એક વફાદારીને (પોતાને) લેવા આવેલા યમદૂતોને પાછા વળવા માટે આકાશને ચીરતી ચીસથી તેઓએ ગજવી મૂક્યું હતું. કવિ મેઘનાદ ભટ્ટ પણ સ્વમૃત્યુકથા કહે છે. સ્મશાન સુધી પોતાને સૂતો સૂતો લઈ જનાર સ્વજનોની અનુકંપાનો તેઓ આભાર માને છે. પોતાની શબવાહિનીની ધુરા પોતેજ ઝાલી હોય એવું તેઓ અનુભવે છે. કલાકોના અગ્નિસ્નાનથી રૂંધાયા વિના અલુણ એમનો મૃતદેહ ક્ષુબ્ધ થયા વિના ઘેર (નિજધામ) પાછો ફરે છે. જીવતરનાં વર્ષોની દુર્ગંધ વ્યાપી જઈ, ડાઘુઓના નાકમાં એ ફેલાઈ જાય તે પહેલાં પોતાના શબને પુષ્પોથી ઢાંકી દેવા સ્વજનોને તેઓ વિનંતિ કરે છે. “મિત્રોને' કાવ્યમાં પણ મેઘનાદ ભટ્ટ સ્વમૃત્યુ કલ્પના રજૂ કરે છે. પોતાની કબર પર દીવો મૂકનાર મિત્રોનો શોક દાદ માગી લે એવો હતો કહી શિષ્ટાચાર પ્રત્યે કરૂણકટાક્ષ તેઓ કરે છે. પોતે જીવતા હતા, ત્યારેય, એમના મિત્રો તો મેઘનાદ ભટ્ટની શોકાંતિકા લખવામાં મશગૂલ હતા. ફૂલની નૌકા લઈને આવેલા મનોહર ત્રિવેદી “દીવો લાવમાં સ્વમૃત્યુકલ્પના વ્યક્ત કરે છે. છેલ્લો શ્વાસ ઠરતો હોવાની વાત અંતિમ સ્થિતિનું સૂચન કરે છે. પોતાને જ પોતાની અંતિમ પળોએ દીવો લાવવાની વાત દ્વારા પોતાના મૃત્યુનો પોતે સત્કાર કરવાની ખુમારી રજૂ કરે છે. કવિ રાધેશ્યામ શર્મા એકાએક પોતાનો સૂર્ય સ્થિર થયો અનુભવે છે. (“આંસુ અને ચાંદરણું') ઘડિયાળ અને સમય ઘડિયાળના ડંકા મૃત્યુનો સંદર્ભ રચી આપે છે. સૂના ખેતરમાં દૂર ટીકી રહેલાં કાળાં દસ પંખી મૃત્યુદૂતનાં જ પ્રતીક. કવિ વિનોદ જોશી ‘મરતાં મરતાં આટલુંમાં (‘પરંતુ) ત્રીજા પુરુષ એકવચનમાં, તટસ્થભાવે સ્વમૃત્યુકલ્પના કરે છે. દૂધમલ કાચો કુમળો વિનિયો ભડકાબોળ પોતાના વાવડ મોકલે છે. પોતાના ખોળિયે અગ્નિના અણસાર પમાય છે. લહેરખી સખી પ્રિયાને એ પોતાના મૃત્યુ સમયે યાદ કરી લે છે. પ્રિયતમાને વિનિયો, વિનિયા ઝંખવાની એ ના પાડે છે. કારણ હવે એનો કોઈ અર્થ નથી. કવિ મહેન્દ્ર જોશી “મૃત્યુ' નામના કાવ્યમાં ‘તંદ્રા') નજાકતભરી શૈલીમાં સ્વમૃત્યુની વાત કરે છે. પોતાનું રૂપ, આકાર, બધું વિખેરી તેઓ “ધુમ્રવલયના' અદેશ્ય વેશે ઊડી ચાલ્યાનો જાણે અનુભવ કરે છે. જીવનનો અસંતોષ નથી. ભરપૂર પ્રેમ મળ્યો છે. મરણ જીવનજલમાં ગમે ત્યારે ખાબકે એ વાતથી તેઓ સજાગ છે. મરણ ખાબક્યું છે. સપાટી પરથી અને છેક ઊંડે પડ્યો છે દિલાસો” 41 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #462
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 461 મૃત્યુના જાસાથી કે તેઓ સભાન છે. કવિ દિનકર શાહે “જય” “કદાચ છેલ્લીવાર'માં (“અજનવી વસ્તીમાં) સ્વમૃત્યુ કલ્પના કરી છે. સૂર્યના ઝળહળતા પ્રકાશની સુવર્ણમયી રેખાઓને કદાચ તેઓ છેલ્લીવાર જુએ છે. કાલે વૃક્ષ પરથી જ્યારે પહેલું ફૂલ ખરી પડશે, ત્યારે પૃથ્વીની ભીની ભીની સુવાસમાં એમની માટી ઓગળી ગઈ હશે. “સવારે' કાવ્યમાં “હિમ સરોવર નીચેથી સૂર્યનું દટાઈ ગયેલું શબ મળી આવશે” કહેતા કાવ્યનાયક પોતાના ભાવિમૃત્યુનો સંકેત આપે છે. પડાવ' કાવ્યમાં પોતાનો દેહ નષ્ટ થયા પછી સ્વજનોની સ્થિતિનું કલ્પનાચિત્ર રજૂ કરે છે. એ લોકો મારાં દેહ નષ્ટ થયા પછીય મારાં પુસ્તકોમાં મારાં થાસનાં જીવંત આંદોલનો મેળવવા ઝંખતાં હશે ત્યારે, કોઈ વણથંભી મુસાફરીએ નીકળેલા પ્રાણ અશ્વ-પીઠ પર થાકી વસ્તીમાં ક્યાંક શોધતા હશે પડાવ” 41 દિનકર શાહ મોતની ઘાટી પરથી માંડ માંડ બચીને, જિંદગીનો આસવ પીવા આવ્યા છે. મોતની ઘાટી પરથી પાછા ફરેલા તેઓ પાછા મોતના જ ઇંતેજારમાં જીવન પસાર કરે છે. સ્વમૃત્યુની વાત તેઓ સાંકેતિક રીતે કરે છે. “કાલે સવારે જ્યારે રાતભરનો તોફાની સમુદ્ર શાંત થશે.... નિર્જન ઘાટી પર એના રુદનમાંથી જન્મતા વેદમંત્ર સાંભળતો હું કોઈ તૂટેલા ખડક પર માથું ટેકવી, સૂતો હોઈશ નિશ્ચિત 40 કાવ્યનાયક કેવીય નિરાધાર અવસ્થા વચ્ચે પોતાના ખોળિયાને ઓગળતું જોઈ રહ્યા છે. (‘પ્રાયોગિક ધોરણે-૨૩ “સ્પર્શ') પ્રાયોગિક ધોરણે આ અવિશ્રાંત ધીકતી ચેહને, સૂર્યકિરણોમાં એકરૂપ કરી દઈ પ્રિય સ્વજનની ઓસરીમાં તેઓ પાથરી દેશે. બાદલ' ગણેશ સિંધવ (વિષાદિતા') અસ્તિત્વને ખરતા તારા જેવું ગણાવે છે. આ કવિએ પણ સ્વમૃત્યુ અને પોતાની શોકસભાની વાત કરી છે. શોકસભામાં લોકો શબ્દના ચાકળા ને તોરણના પ્રદર્શન કરી, બધું એમજ મૂકી વિખરાઈ જવાના. - કવિ ચિત્રકાર રાજુ પારેખ વિશિષ્ટ રીતે સ્વમૃત્યુની વાત કરે છે. “અંત્યેષ્ટિ' નામના કાવ્યમાં પોતાની પ્રશસ્તિને તેઓ અંત્યેષ્ટિ સમજવાનું કહે છે. “કાળા અક્ષરે પાળિયો નામે રાજુ પારેખ સંવત 2045 શ્રાવણ સુદ નોમ અનુરાધા રાત્રે 8 રોહિણી નક્ષત્ર પૂર્વે પાંપણે સૂર્યાસ્ત, 6.58" 48 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #463
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 462 અદ્યતનયુગ - મૃત્યુઝંખના અને તેનું સ્વરૂપ પ્રભુ તેમજ પોતાને અનંતરૂપે ઓળખાવતાં કવયિત્રી સુશીલા ઝવેરી મૃત્યુ અંગેની નિર્ભયતા, તથા પુનર્જન્મ પ્રત્યે નિશ્ચિતતાને પોતાની દિનચર્યામાં ઓતપ્રોત કરવા ઇચ્છે છે. “વહેતા સમય જેવી જિંદગી અચાનક સ્પર્શી જતા તેઓ ઇચ્છે છે પવન જેવું મૃત્યુ જ ચંદ્રકાંત શેઠને થોડાક મીઠા મીઠા હૂંફાળા હૂંફાળા મોતની ઝંખના છે. (‘પડઘાની પેલે પાર') એમને હદથીયે પાર જવું છે. પછી ભલે ચેતનામાં બધાં રાજ આથમી જાય. કવિ અનિલ જોશીએ “એક મૃત્યુકાવ્ય”માં વિશિષ્ટ પ્રકારના મૃત્યુની ઝંખના કરી છે. ધોધમાર પાણી વરસતું હોય, ટહુકાના શિખર ઉપરથી મોરલાઓ કેડીની માફક ગબડી પડતા હોય, ....છાતીમાં ખીલાની જેમ ઠોકાઈ જતું દર્દ વ્હાલુંછમ લાગતું હોય. પોતાના ગામની બધીજ માતાઓ પોતાના આઘાપાછાં થયેલાં રખડુ છોકરાંઓ વિષે ચિંતાભરી પૂછપરછો કરતી હોય, તેઓ ભીંજાતા કોઈ રંગીન પતંગિયાની પાછળ ગાંડાતૂર બનીને હરિયાળાં ખેતરમાં. હડિયાપટી કાઢતા હોય. તે જ ક્ષણે આકાશમાંથી એક ભયંકર કડાકા સાથે વીજળી એમના પર ત્રાટકી પડે, ને એમનું શરીર ભડથું થઈને ડાંગરની ક્યારીમાં છમ્મ કરતું ફેંકાઈ જાય તો જ શરીર છોડ્યાની સાચી લાગણી થઈ શકે. કવયિત્રી જયા મહેતા સહજ સ્વસ્થ મૃત્યુની ઝંખના વ્યક્ત કરે છે. મૃત્યુ પામતાં પહેલાં સામાન્યપણે શ્વાસ ઊંડા ઉતરવા માંડે, શરીર આખું શિથિલ થઈ જાય. આવું બધું થાય એ પહેલાં વિદાય ન લઈ શકાય? એવો પ્રશ્ન તેઓ કરે છે. મૃત્યુ મધુર, સુંદર ને તાજગીભર્યું હોવું જોઈએ. કવયિત્રી જયા મહેતા મૃત્યુઝંખનાનું કાવ્યમય વર્ણન કરે છે. “ગુલાબની પાંદડીઓ પરથી ઝાકળ હળવેથી અદશ્ય થાય, દૂધમલ બાળક ખિલખિલ હસતું જગે ને નિદ્રા સરી જાય. નવી નવી પાંખો ફફડાવતાં પંખીબાળ માળામાંથી ઊડી જાય. કોશેટોના તાંતણા વધી રંગસભર પતંગિયું બહાર નીકળી જાય, નૂરજહાંના કંઠમાંથી સરતા સૂર ધીરેધીરે હવામાં વિલીન થાય....એમ બધું વિવર્ણ થાય એ પહેલાં વિદાય લઈ શકાય તો ?" 50 જયા મહેતાને તો શ્રદ્ધા છે કે અંતે ઈશ્વર એમને લેવા આવશે. મૃત્યુ દ્વારા ઈશ્વર મિલન સધાય એવી ઈચ્છા વ્યક્ત થઈ છે. શ્રાવણી પૂર્ણિમાની મધરાતે બારણે ટકોરા માર્યા વગર એ આવે તોય, બે હાથ પસારીને એ પ્રિયતમ સ્વજનને ભેટી, લંગર ઊઠાવીને ભરતી ઘૂઘવતી હોય ત્યારે (જીવન સંપૂર્ણ સ્વસ્થ હોય ત્યારે) મૃત્યુ પામવાની ઝંખના જયા મહેતાની છે. પન્ના નાયક મૃત્યુદૂત સાથે વાત કરે છે. - “ટેબલ પર પડેલી મારી કવિતાની અધૂરી પંક્તિઓ જોઈ મૃત્યુદૂત તું પાછો તો નહીં ફરી જાય ને ?" ર૧ ચપચપ દૂધ પીતી બિલાડીની જેમ મૃત્યુદૂત ઝડપથી એમને લઈ જાય એવી એમની ઇચ્છા છે. અસ્તિત્વનું પાતળામાં પાતળું પડ પણ અહીં રહેવું ન જોઈએ એવી તેમની વાંછના છે. “મૃત્યુ' કાવ્યમાં પન્ના નાયકની એક લાક્ષણિક મૃત્યુઝંખના વ્યક્ત થઈ છે. (ફિલાડેલ્ફિઆ') વસંતપંચમી ને દિને કોઈક કવિની આંખને સહેજ લાલ કરી વાસંતી વાયરાના સ્પર્શે જાણે કેસૂડાની એકાદ કળી સહેજે ખડખડાટ વિના હળવેથી ખરી જાય, તેમ એમને પણ ખરી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #464
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 463 જવું છે સહેજેય ખડખડાટ વિના. - કવિ શશિશિવમ્ સદ્ગત પિતાનો ને પોતાનો ય પુનર્જન્મ થાય તો ફરી એ જ પિતા, પિતારૂપે મળે એવી ઝંખના વ્યક્ત કરે છે. (“રૂપરોમાંચ') કવિ મૃત્યુ પામે ત્યારે (“જ્યારે શ્વાસનો શ્વાસ') પોતાનો આવાસ છેલ્લીવાર મનભરી જોઈ લેવા ઝંખે છે. ક્લેશ, રૂદન, રઘવાટ, અશાંતિ વિના, હળવાશથી જવું છે એમને. બહાર વૃક્ષો તળે અબઘડી તેઓ સ્વજનોને થંભી જવા વિનવે છે. ઘેઘૂર ગુલમહોરની લાલચટક ચાદર છેલ્લે તેમને ઓઢી લેવી છે. માતૃસ્નેહરસમાં બોરસલીનાં બે પુષ્પ છેલ્લે પોતા પર વરસે એવુંય ઇચ્છી જવાય છે. પુત્રસમો મીઠડો ગુલમ્હોર શું ભૂલાય? પારિજાતની મૂદુમોંઘી છાંય પણ છેલ્લે ઓઢવી છે, ને પછી હળુહળુ પદે સૌને સંચરવા તેઓ વિનવે છે. સહૃદયસંગ જ્યાં જ્યાં અનેક ગોઠડી કીધી હતી, એ હૃદયસ્થાનોને, એ બધી મધુરતાને મમળાવી લેવા તેઓ ઈચ્છે છે. છેલ્લે ઊતારી હળવેકથી ખાંધથી, ને અગ્નિસુહૃદ મુજનો નિતનો રહ્યો છે તેને કરે કર દઈ મુજ સોંપી દેજો આ કાય, ને....” પર યોસેફ મેકવાન “અભિલાષ' (‘સ્વગત)માં મૃત્યુ પામી ફરી જન્મ ધરી ધરાના નવ્યપથમાં પદૂચિહ્ન મૂકી ઘૂમવાની ઝંખના પ્રગટ કરે છે. - કવિ યશવંત ત્રિવેદીનું વસિયતનામું એમની મૃત્યુઝંખનાનું પ્રતીક છે. (“આશ્લેષા'). મૃત્યુ સમયે તેઓ કશું યાદ કરવા નથી માગતા, સ્વજનોય નહિ. જૂહુના સમુદ્રને ધુમ્મસથી ચીતરતા જવો છે, ને ગીતોને સ્વપ્નના જલમાં તરતા મૂકી દેવાં છે. એક પૂર્ણ સુખી વિશ્વનું એક અપૂર્ણ કાવ્ય મારા કાવ્યસંગ્રહના અંતિમ | પૃષ્ઠ પર” 253 નીતિન મહેતાએ “મૃત્યુ' નામના કાવ્યમાં રજૂ (નિર્વાણ') કરેલી ઝંખના વિચિત્ર છે. મૃત્યુ પહેલા કેટલાક રોગ થાય એવું તેઓ ઝંખે છે. દમિયલ હવા એમના શ્વાસને સ્ટીલના બનાવી દે એ એમને ખૂબ ગમે. શતરંજની ચાલ તેઓ ચાલતા હોય, નાનીપ્લેન હાથમાં કૉફીનો કપ લઈ ઊભી હોય અને ત્યાં જ એમનો ડોરબેલ રણકી ઊઠે (મૃત્યુના આગમનનો) તો એમને ઘણું જ ગમે. મેઘનાદ ભટ્ટને પુનર્જન્મનું જ્ઞાનભાન તો નથી. પણ જો પુનર્જન્મ હોય તો, ઇચ્છામૃત્યુની જેમ ઇચ્છાજન્મ શક્ય હોય તો ડફોળશંખ ગર્દભશિરોમણિ થયું છે એમને. સંવેદનશૂન્ય બનવું છે તેમને? કાવ્યનાયકે આમ તો સંસાર ભરપૂર માણ્યો છે. પણ ન કરે નારાયણ ને, ખબરેય ન પડે ને એમનું મૃત્યુ થાય તો, પોતાને જીવાડવા કોઈ પ્રયત્ન ન કરે એવી તેમની ઝંખના છે. મૃત્યુ આવે તો મરી જ જવું છે) (“આળસાઈટિસ) મરવા વાંકે જીવ્યે જવાની સજા હવે જોઈતી નથી. મુક્ત થવું છે હવે પોતાનાથી પણ. (‘મલાજો') એ “ભલે' નામના કાવ્યમાં ગુણવંત શાહની (“વિસ્મયનું પરોઢ') એક વિશિષ્ટ ઝંખના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #465
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 464 વ્યક્ત થઈ છે. ઊગતો સૂર્ય અંધારું ચરતો હોય (અંધારું અદશ્ય થાય) ને કેળના પાન પર બેઠેલું આકાશ સરી પડે એ ઘડીએ જીવવાનું વ્યસન છૂટી જાય એ કેવું? . “ટેબલ લેમ્પને અજવાળે પથારીમાં પડ્યો હોઉં (જોનાથન લિવિંગસ્ટન સીગલ જેવું) એકાદ ફાંકડું પુસ્તક હાથમાં હોય ત્યારે હું હોલવાઈ જાઉં તો...” 54 કવિ જિતેન્દ્ર વ્યાસ “અંતિમ ઇચ્છા' (“ભમ્મરિયું મધ')માં પોતાની આંખ મીંચાય કે તરત, ઊગેલા મેઘધનુષ્યોને ઉપાડી કોરી કોરી આંખના આકાશમાં લહેરાવે એવી ઝંખના (ચક્ષુદાન) વ્યક્ત કરે છે. પોતાના અંતિમ શ્વાસે, બે અભિનવ કોયલોને બે મિનિટનું મૌન પાળવાને બદલે તેઓ ગાવાનું સૂચવે છે. રામપ્રસાદ દવે માટી સાથે ભળી જવાની ઝંખના વ્યક્ત કરે છે. (‘શાંતિ શાંતિ શાંતિ') એમની કોઈ પાકી કબર કરાવે એ એમને નહિ ગમે. કારણ થોડીવાર પછી એટલી જગ્યા બીજા કોઈ માટે ખાલી કરી આપવાની તેમની ઇચ્છા છે. કોઈ ફૂલ ચઢાવે, ફાતેહા પડે, લોબાન વહાવે એ ગમે, પણ એય લાંબો વખત નહિ. કોઈની સ્મૃતિ પર બોજ બન્યા વિના, અપાર શાંતિને પોતાના અસ્તિત્વનું અંગ બનાવવાની એમની ઝંખના છે. - અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને, આકાશમાંથી એકાદ તારો ખરે, ને આકાશના પંથે અંકિત થતી પ્રેમલિપિ જોતાં, ઉકેલતાં આંખ મીંચવી હતી. પછી નિશિગન્ધા એનાં પુષ્પોનો અભિષેક કરે એવી એમની શ્રદ્ધા હતી. પુષ્પોની સુવાસમાં વણાયેલી ગીતપંક્તિના સૂરોમાં લીન થઈ જવાની, એમની તમન્ના હતી. મૃત્યુને ખોળે માત્ર વિલીન થઈ જવાની જ નહિ, મૃત્યુ સાથે ફરવા નીકળી પડવાની એમની ઝંખના હતી. અને એમણે એમ કર્યું પણ ખરું) “શબ્દાંચલ'નાં કવયિત્રી દક્ષા દેસાઈને સૂરજની છાતી પર માથું ટેકવી ચાલી નીકળવું છે. એક એક કરી વીણેલી શમણાંની જૂઈ, થોડાંક લોહીનીગળતાં આંસુના વંટોળ, સૂરજના ચરણકમળમાં ઢાળી દઈ સરતા સમયના શાંત મહાસાગરમાં ડૂબકી મારવા તેઓ ચાલી નીકળશે. વિશ્વના સરિયામ રસ્તાની પેલે પાર... દૂર ક્ષિતિજની પણ પેલે પાર તારકગણના ગંજીફાને કરી ફરી ચીપવા તેઓ ચાલી નીકળવાના (જન્મ મરણ ચક્રમાં વીંટાવા) જ્યાં અજંપો ને ફફડાટ બંને મૃત્યુને વાગોળતા પડી રહ્યા હશે, ત્યાં, મન અને હૃદયની પેલે પાર તેઓ ચાલી નીકળશે. બધાથી દૂર.... “કાર્ડયોગ્રામ' કાવ્યમાં (નિર્જળા નદી) એમના શ્વાસોને કોઈ ગુલાબોના પ્રદેશમાં વિહરવા દે એની ઝંખના વ્યક્ત થઈ છે. એમને ઊંડે ઊંડે એમ છે કે અનેક સુપ્રભાત જોવા કદાચ તેઓ જીવી પણ જાય. પંખીઓમાં મધુર ટહુકો બની કે તેઓ જીવી જાય. (લેફટ વેન્ટાક્યુલર ફેલ્યોર') (એલ.વી.એફ.) એમનું મૃત્યુ નિમિત્ત ન બને એવું તેઓ ઈચ્છે છે. પ્રિયતમના ખોળામાં માથું ઢાળી હમેશ માટે સૂઈ જવાની ઝંખના { ' આ કવયિત્રીની છે. સુંદર કલ્પનામાં ખોવાઈ ગયાં હોય, પોતે સરસ વાતો વાગોળતાં હોય, સ્મરણનાં કોઈક દિવાસ્વપ્નો જોતાં હોય ને અચાનક સદા માટે ઢળી પડાય, તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #466
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 465 ઉત્તમ. મનના જે તે વિચારો થીજી જાય, બીડાયેલા ફૂલના પરાગમાં એમના પગ ખૂંપી જાય, ને લોક કહે બહેન ગયાં.... ફૂલની રજથી ખરડાયેલા પગ હોય મારા, ને ફોરમ ભરી ધેય શ્વાસમાં” ર૫૫ કવયિત્રી કહે છે, “મારું મૃત્યુ અવસર બની રહો”.... “લોકો કહે.... બહેનનું મૃત્યુ માથે ફૂલની ડાળ પડવાથી થયું બહેનનું મૃત્યુ પીળાં પાન ખાવાથી થયું. મારું માથું પ્રિયતમના ખોળામાં ઢાળું ને બસ ઢળી પડું....સદાને માટે” 25 કવયિત્રી માલા કાપડિયાનું કાવ્ય “મારું મૃત્યુ' ૧૯૫૭માં “નવનીત'માં છપાયું હતું. જેમાં એમના મૃત્યુ સમયની એમની ઝંખના વાચાબદ્ધ બની છે. તેઓ (કાવ્યનાયિકા) મૃત્યુ પામે ત્યારે, એમની ખુલ્લી આંખોને પ્રિયજન પોતાના પ્રથમ ચુંબનથી ઢાંકી દે, તથા એમના અતૃપ્ત હોઠ પર પ્રિયજન એક અશ્રુબિંદુ વડે અલ્પહાસ્ય પ્રગટાવી એવી એમની શ્રદ્ધા છે. માલા કાપડિયા કહે છે. અને પછી મારા લખેલા પત્રોને બાળી દેજો મારી સાથમાં તેની ભસ્મો દાટી દેજો તમારા ગુલાબના ફૂંડામાં. અને હું સમયના વ્હેણમાં ગુલાબ બની ખીલીશ તમારી પાસમાં 57 પ્રિયજન પાસે ગુલાબ બની, કવયિત્રીને ખીલી નીકળવું છે, મૃત્યુ પછી. (મૃત્યુ પ્રેમને મારી શકતું નથી.) ડૉ. ગીતા પરીખ કહે છે “નિરાશા, નિષ્ફળતા પણ કેવો નવજન્મ લે છે આ કાવ્યમાં?૫૮ ભસ્મ, ક્રૂડું ને ગુલાબ દ્વારા કવયિત્રી એના પ્રેમને કાલાતીત ગતિ આપે છે.” સમુદ્ર' નામના કાવ્યમાં યજ્ઞેશ દવે પ્રતીકાત્મક રૂપે પોતાની (કાવ્યનાયકની) મૃત્યુઝંખના પ્રગટ કરે છે. રેતી રેતી થઈ ખરતી જતી કાયાની માટીને ભાંગી નાખવાની એમની ઇચ્છા મૃત્યુ ઝંખનાનું પ્રતીક છે. ૧૯૮૭માં “એકાવન” કાવ્યસંગ્રહ લઈને આવનાર ઉદયન ઠક્કર કદાચ મરવાનું પસંદ જ નથી કરતા. પણ જો મર્યા વિના છૂટકો જ ન હોય તો કેવા પ્રકારનું મૃત્યુ એમને પસંદ છે, એની સરસ વાત તેઓ કરે છે. “જો મરવાનું જ હોય તો અમને વનવગડામાં મરવું છે ધૂળવાળી ધરતીને અડીઅડીને મરવું છે અમારે 259 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #467
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 466 ઉદયન ઠક્કર મરવાના સમયની પસંદગી પણ કરી દે છે. બપોરના પરસેવાયુક્ત આલસ્ય, કે રાતની ભેંકારતામાં મરવાની મઝા ન આવે. તેથી તેઓ કહે છે. “બ્રહ્મ મુરત હોય, અને આંખે ઓસનાં આંસુ બંધાતા હોય ને છેટેના ગામનો કૂકડો ગ્રીવામાંથી કેકા, કાઢે ને એવી સરળતાથી પ્રાણ કાઢીને આપી દઈએ 20 “મરતા આદમીની ગઝલ'માં ઉદયને નજાકતથી મૃત્યુઝંખના વ્યક્ત કરી છે. પરોઢના પહેલા કલરવમાં, ઉષાના મંગલોત્સવ ટાણે, શિયાળામાં સભીની માટી પર, તરણના નીરવમાં ચુપચાપ મરવું છે. હવાથી ખરતા પગરવમાં મરવાની ઇચ્છા છે તેમની. “પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓઠ પલળ્યા છે. આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો આ રાની ઘાસની વચ્ચે, આ રાની ઘાસની માફક અસલ વગડાઉ વૈભવમાં, મને ચુપચાપ મરવા દો” કવિ નટવરભાઈ ઠક્કર (‘પ્રભુજી તમે સાગર હું પાણી') મૃત્યુ નિશ્ચિત છતાં અનિશ્ચિત હોવાથી, એની રાહ જોવા માગતા નથી. સદેહે મૃત્યુનો સાક્ષાત્કાર કરવાની એમની ઝંખના છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સઘળું અહીં રહેવા દઈ પ્રીતમના રૂપમાં સમાઈ જવાની એમની ઝંખના કદાચ મૃત્યુનો સહર્ષ સ્વીકાર કરે. . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #468
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 467 ' ઉપસંહાર માનવો અમૃતના પુત્રો, પણ ગર્ભમાંથી જ મૃત્યુને વરેલા. આદિકાળથી માનવજાત મૃત્યુના રહસ્યને ઉકેલવા મથે છે. પણ ઉકેલી શકી નથી. તેથી જ તો સૌને માટે નચિકેતા થવાનું અઘરું છે. મૃત્યુ એટલે શું? એ કેવું હોય? એનો રંગ કેવો હશે? એનું રૂપ કેવું હશે? માણસ મૃત્યુ પામે ત્યારે, એ અંતિમ પળે એને શું થતું હશે ? આ બધા પ્રશ્નો વિશે વિશ્વભરમાં ઘણું ઘણું લખાયું છે, વિચારાયું છે. કવિઓએ પણ આ અંગે પોતાની કલ્પના-શક્તિને કામે લગાડી છે. ને છતાં આ બધાજ પ્રશ્નો અંતે પ્રશ્નો જ રહે છે. મૃત્યુ વિશે વિચારતાં માનવની બુદ્ધિ, હૃદય, કલમ, શબ્દો બધું જ અંતે વિરમી જાય છે. કવિ ન્હાનાલાલે જે વાત ઈશ્વર માટે કહી છે, એ મૃત્યુ માટે પણ એટલી જ સાચી છે. “જીભ થાકીને વિરમે રે વિરાટ વિરાટ વદી.” “મરણ'ને ઓળખવાનો દાવો કરનાર પણ પછી આત્મદર્શન કરતાં મૂંઝાઈ જાય છે, ને નિખાલસતાથી કબૂલી લે છે. “મરણ પૂર્ણવિરામ છે કે અલ્પવિરામ એની ખબર પડતી નથી.” “મૃત્યુ' ચિંતન કે વિચારનો પ્રદેશ જ નથી. એ અનુભવનો પ્રદેશ છે. ને છતાં જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી, જેમાં મૃત્યુનો વિચાર ન થયો હોય. શોપનહોવર મૃત્યુને તત્ત્વજ્ઞાનની દેવી કહે છે. અહીં શરૂમાં ભારતીય વિચારધારા તેમજ પાશ્ચાત્ય વિચારધારા પ્રમાણેની મૃત્યુની વિભાવના વિશે અભ્યાસ કરવાનો થોડો પ્રયત્ન કર્યો છે. મૃત્યુને વૈદિક ભાષામાં “અશનાયા' કહેવામાં આવ્યું છે. મહાભારતના “શાંતિપર્વમાં મૃત્યુની ઉત્પત્તિ, તેમજ જીવના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે “કઠોપનિષદ'ના નચિકેતાવૃત્તાંતમાં મૃત્યુની રહસ્યકથા વર્ણવવામાં આવી છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં મૃત્યુની અનિવાર્યતા, આત્માની અમરતા, તેમજ જીવનસાતત્યની મીંમાસા કરવામાં આવી છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ એમના “ભારતીય દર્શન' ગ્રંથમાં મૃત્યુ વિશેની અલગ અલગ ધર્મ તથા પરંપરાને ધ્યાનમાં રાખી છણાવટ કરી છે. શ્રી અરવિંદના મહાકાવ્ય સાવિત્રીમાં મૃત્યુના સ્વરૂપનું ભારતીય દષ્ટિબિંદુ કાવ્યમય ભાષામાં રજૂ થયું છે. ને અંતે મૃત્યુ પર પ્રેમનો વિજય સ્થાપિત કર્યો છે. જીવન અને મૃત્યુનાં રહસ્યો પરસ્પરનાં સંદર્ભદ્વારા જ ઓળખાય. અનેક પ્રશ્નોના ફણગા મૃત્યુના મહાપ્રશ્નમાંથી ફૂટે છે. જેઓ મહાકાળની સામે માથું ઊંચકી શકે છે, તેમને શોક, જરા મૃત્યુથી ભરેલા કાળા સમુદ્ર પર પણ “અમૃતનો સેતુ' દેખાય છે. માણસ ન તો જન્મે છે, ન મરે છે, માત્ર રૂપ બદલાય છે. મૃત્યુમાં સૂક્ષ્મ શરીર મરતું નથી, સ્થૂળ જ મરે છે. સૂક્ષ્મ તંતુઓથી ઘેરાયેલું શરીર ફરી યાત્રા કરે છે. પશ્ચિમની વિચારધારામાં માનવ સૌ પ્રથમ મૃત્યવિહીન હોવાનું કહેવાયું છે. પરંતુ દેવોએ કરેલી માનવોની ઈર્ષાને કારણે પૃથ્વી પર “મૃત્યુનું અવતરણ થયું હોવાનું તેઓ માને છે. ને પછી મૃત્યુના સાર્વત્રિક ભયે મૃત્યુની અનિવાર્યતા અંગે હઠીલી માન્યતાઓને જન્મ આપ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #469
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 468 સૌદર્યના ઉપાસક કવિઓએ જીવન અને મૃત્યુના પ્રશ્નોને, તથા એના સૌંદર્યને પોતાની પ્રતિભાવડે મન મૂકીને ગાયા છે. મૃત્યુનો ભય, મૃત્યુની અનિવાર્યતા, આત્માની અમરતા, મૃત્યુનો ઇન્કાર, મૃત્યુ પછીનું જીવન, પુનર્જીવન, પુનર્જન્મ, સૂક્ષ્મ જીવ, સૂક્ષ્મ શરીરની ભટકન, મૃત્યુ અંગેની લાપરવાહી, મૃત્યુની મંગલતા, જીવન મૃત્યુ બંનેની નિરર્થકતા, અસંગતતા, જુદાં જુદાં મૃત્યુ સ્વરૂપનું વૈવિધ્ય, વગેરે વિશે કેટલુંક સામ્ય પૂર્વ તેમજ પશ્ચિમની મૃત્યુમીમાંસામાં જોવા મળે છે. બંને મીમાંસામાં મૃત્યુને મિત્ર, મહોત્સવ રૂપે કલ્પવામાં આવ્યું છે. મૃત્યુને માનવીય વ્યક્તિ તરીકે પણ બંને વિચારધારામાં કલ્પવામાં આવ્યું છે. મૃત્યુને ઈશ્વર, તથા પ્રિયતમ સ્વરૂપે પણ બંને મીમાંસામાં જોવામાં આવ્યું છે. મૃત્યુ માનવજીવનની સૌથી વિશિષ્ટ, આકર્ષક વિશેષતા છે. જીવનબાગનું એ અંતિમ ગુલાબ છે. જે વ્યક્તિ મૃત્યુ અંગે સહજતાથી વિચારી શકે છે. એને પછી જન્મ, મૃત્યુ અલગ લાગતાં નથી. એને નથી હોતો પછી જન્મનો આનંદ કે નથી હોતો મૃત્યુનો ડર. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યથી આજ સુધી લખાયેલી કવિતામાં કવિઓએ વિવિધ રીતે મૃત્યુને વણી લીધું છે. સમગ્ર માનવજાત આદિકાળથી એમ માનતી આવી છે. જીવનનો સાચો અર્થ મૃત્યુ દ્વારા પમાય છે. આ મહાનિબંધના કેન્દ્રમાં “અર્વાચીન ગુજરાતી કવિતા' છે. તેમ છતાં લોકસાહિત્ય, પ્રાચીન ભજનો, મધ્યકાલીન સાહિત્યમાં આવતા મૃત્યુ સંદર્ભોની આછી ઝલક ભૂમિકારૂપે આપી છે. લોકસાહિત્યમાં હૃદય હચમચાવી નાખે એવો કરુણ સંદર્ભ “મૃત્યુની સર્વોપરીતાને વ્યક્ત કરે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પ્રેમલક્ષણા ભક્તિ કેન્દ્રસ્થાને હોવાથી, તેમજ આ યુગના સંતકવિઓ પોતે જીવનમુક્ત હોવાથી, મૃત્યુ ભયજનક કે કરુણરૂપે ખાસ ન જ આવે. જયાં થોડોઘણો મૃત્યુસંદર્ભ આવે છે ત્યાં પણ મંગલ સ્વરૂપે જ. દુન્યવી લોકો જેને “મૃત્યુ' કહે છે, એવું મૃત્યુ તો તેઓને સ્પર્શતું જ નથી. શરીરના મૃત્યુની વાત એ સૌએ સહજભાવે સ્વીકારી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિઓએ જીવનને સત્યરૂપે સ્વીકાર્યું છે. એમની દૃષ્ટિએ શરીર નકામું નથી, તેમ છતાં જડ અને મૂરખ લોકોને જાગૃત કરવા મૃત્યુનો ભય બતાવવામાં આવ્યો છે. - નર્મદ અને દલપતથી શરૂ થતી ગુજરાતી કવિતા, છેક અદ્યતન કાળ સુધી જુદી જુદી રીતે મૃત્યુમીમાંસાને કવિતાનો વિષય બનાવતી આવી છે. જેમાં યુગપરિબળો બદલાતાં મૃત્યુ વિષેની વિભાવનાઓ પણ બદલાતી રહી છે. આપણા ગુજરાતી કવિઓએ જયારે જ્યારે મૃત્યુ વિશે પોતાની ભાવાભિવ્યક્તિ આપી છે ત્યારે, મૃત્યુનું સ્વરૂપ, મૃત્યુ અંગેનો ભય, સ્વજનમૃત્યુથી થતી વેદના, આત્મમંથન પછી સમજાતું સત્ય, ને પરિણામે મૃત્યુનું થતું મંગલદર્શન, મૃત્યુ અને પ્રેમનો સંબંધ, “મૃત્યુ પારના પ્રદેશની કલ્પના, “મૃત્યુ અને કાળ' વિશેનું ચિંતન, યુદ્ધજન્ય મૃત્યુ, જે તે યુગના સંદર્ભમાં મહાન-વિભૂતિઓનાં મૃત્યુ સંદર્ભે અપાયેલી શ્રદ્ધાંજલિઓ, પોતાના મૃત્યુની કલ્પના, વિવિધ પ્રકારની મૃત્યુ ઝંખનાઓ વિશે સુંદર કલ્પનાચિત્રો રજૂ કર્યા છે. જ્યાં સ્વાનુભવમાંથી કવિતા નીપજી આવી છે ત્યાં એ વધુ ચોટદાર ને હૃદયસ્પર્શી બની છે. કવિઓએ તત્ત્વજ્ઞાનની દેવી સમાન “મૃત્યુને ખૂબ લાડ લડાવ્યા છે. મૃત્યુને ભરપૂર પ્રેમ કર્યો છે. મૃત્યુને સન્માન્યું છે. મૃત્યુ જેવા મહાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #470
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 469 પ્રશ્નને કવિઓએ જાણે હસ્તામલકવત્ કરી આપ્યો છે. મૃત્યુની વાસ્તવિકતા, જીવનની નશ્વરતા, યમરાજની આણ, મૃત્યુના વર્ચસ્વની વાત સુધારાયુગના કવિઓએ નિરૂપી છે. મૃત્યુને સળંગ જીવન વચ્ચેના નાના પડદારૂપે ઓળખાવાયું છે. મૃત્યુની રમણીયતાનું વર્ણન મૃત્યુને મુખે જ કવિઓએ કરાવ્યું છે. ક્યાંક મૃત્યુ કવિનું દોસ્ત બની ગયું છે. પોતાનાં કાવ્યો અર્પણ કરી શકાય એવું જિગરી દોસ્ત. મૃત્યુની અનિવાર્યતાને “કટુ અમૃત કહ્યું. મૃત્યુ પછી રૂડી ભૂમિમાં જવાની ધરપત અનુભવાઈ છે. મૃત્યુ પોતેજ નાશવંત હોવાનું કવિ કહે છે. મત્ય જીવન કેવળ “પૂર્વાલાપ' ગણતા કવિ મૃત્યુને અંતે મંગલરૂપે સ્વીકારે છે. મૃત્યુ કષ્ટનો અંત લાવનાર મધુ, મૃત્યુ એટલે આરામ, મૃત્યુ જન્મનો પડછાયો. મૃત્યુ જન્મોત્સવ જેવું પર્વ, મૃત્યુ એટલે મુક્તિ. મૃત્યુ પ્રભુનો રાજમાર્ગ. મૃત્યુ અખંડ નિદ્રા, મૃત્યુ નવપ્રભાત, કૃષ્ણ પણ મૃત્યુથી પર નહતા. શરીર ધારીને મૃત્યુ સ્વીકારવું જ પડે. કોઈકને બધા જ જાણે મૃત્યુના આવિર્ભાવ જણાય. દરેકના જન્મ સાથે પડેલું મૃત્યુબીજ શ્વાસ પર મૃત્યુછોડ બની જાય. શરૂમાં મૃત્યુનો ભય, પછી આત્મદર્શન થતાં, જ્ઞાન પ્રાપ્ત થતાં મૃત્યુ મિત્ર બની જાય, ને છતાં સ્વજનમૃત્યુ તો પીડા આપે જ. ચિંતનની સમજણની ડાહી વાતોમાંથી ક્યારેક શ્રદ્ધા ડગી જાય. ને ત્યારે મૃત્યુ અગનફાળ લાગે ને શાંતિથી વિચારીએ ત્યારે મૃત્યુ વિરામ મધુ' “વિસામો' પણ લાગે. મૃત્યુનો વિધેયાત્મક તેમજ નિષેધાત્મક બંને રૂપે કવિઓએ વિચાર કર્યો છે. ક્યાંક તો એવું બન્યું છે, એક જ કવિની કવિતામાં મૃત્યુ પ્રત્યેનો તિરસ્કાર પણ વ્યક્ત થયો છે અને મૃત્યુ પ્રત્યેનો પ્રેમ પણ. વિશ્વના સૌદર્ય તેમજ માનવજીવનની મૃદુતાનો લોપ કરનાર તરીકે પણ મૃત્યુનો વિચાર કરાયો છે. તો વળી તરત જ એ જ કવિને મૃત્યુમાં વિશ્વસંગીત સંભળાયું છે. મૃત્યુ એ કોઈ નવી વાત નથી, મૃત્યુ સાથેનો માનવનો સંબંધ યુગો જૂનો છે, ને છતાં સ્વજન મૃત્યુએ માનવ હલી જાય છે. 1 યુગના પ્રભાવને ઝીલતી કવિતાએ વિવિધ મૃત્યુસંદર્ભો આપ્યા છે. “ગાંધીયુગ'માં સ્વાતંત્ર્યસંગ્રામની તેમજ ગાંધીજીના પ્રભાવની અસર ઝીલતી કવિતાએ વીરોનાં બલિદાનોની ગાથા ગાતી વખતે મૃત્યુને મંગલરૂપે જ જોયું ને ગાયું છે. છતાં ક્યાંક કવિ લીલાં માથાં વધેરાતાં જોઈ પૂજી પણ ઊઠ્યો છે. કરુણ કટાક્ષ કરતાં એ કહી ઊઠે છે “મૃત્યુ જ શું શાંતિ લાવી શકે જગતમાં'? સ્વજનમૃત્યુની વેદના પણ કવિના મનમાં પ્રશ્ન જગાડે છે. “જગતમાં શું માત્ર “મોતજ અમર'? પણ પછી સમજાય છે કે મરણ એ એક સુંદર સ્વપ્ન જાળ છે. ભ્રમ' છે. ને એ સમજાયા પછી મૃત્યુ બની જાય છે દર્દની દવા, એક ધન્વન્તરી. મૃત્યુ બને છે સુખશયા, મૃત્યુ મધુરું મલકે છે પછી તો. મૃત્યુનાં પગલાંમાં પણ લાલિત્ય વરતાય છે. મૃત્યુ જ સંજીવની રૂપ ધરીને આવે છે જાણે. કોઈક કવિ “મૃત્યુને ઈશ્વરનું મધુર મૌન' કહે છે. માનવ અને મૃત્યુ નિશદિન સાથેજ રહે છે, હોય છે, ફરક એટલો જ કે માનવ દશ્ય સ્વરૂપે વિચરે છે. મૃત્યુ અદશ્યરૂપે. મૃત્યુ બની જાય છે જીવનસાથી, હૃદયવિહારી. કારણ એ ઈશ્વરનું જ એકરૂપ છે. શરીર મરે છે, એમાના ચૈતન્યદીપને મૃત્યુના અંધકારની પીંછીનો સ્પર્શ થતો નથી. મૃત્યુ ભણીનું મહાપ્રસ્થાન શ્વેત શુભ્ર છે. મૃત્યુ વરમાળ લઈને ઊભું છે માનવને સત્કારવા. મૃત્યુના સ્પર્શ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #471
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 470 રજનીગંધાની સુગંધનો અનુભવ જાણે મળે છે. જન્મ, જીવન અને મૃત્યુ જુદાં છે જ નહિ. માતાના ગર્ભમાં જીવનના જન્મ પહેલાં મૃત્યુએ પારણું બની પ્રવેશ કર્યો છે. જીવન જન્મ સાથે જ ઝૂલે છે; મૃત્યુના પારણામાં પણ આ મૃત્યુને પાંદડાં, ડાળ, થડ કશું નથી. એ નિર્મૂળ નિરાકાર તત્ત્વ છે. એને નથી હાથ, ન પગ, ન રેખા, ન ગતિ ન સ્થિતિ. તેજ કે અંધકાર વિનાનું મૃત્યુ નિઃસીમ બ્રહ્માંડ જાણે કે, આ મૃત્યુ અમૃત સંજીવની છે. મૃત્યુ પછીના દિવ્ય પ્રદેશમાં આરસમઢી દીવાલમાં નૂપુરની ઘૂઘરીઓ રણકે છે, ને એમાં દેખાય છે વિવિધ રંગોની ઝાંય. તો કોઈક કવિ મૃત્યુનું વાસ્તવદર્શન કરાવતાં કહે છે, “મૃત્યુના દરદની દવા હજુ સુધી કોઈને જડી નથી. મૃત્યુને નાસતું બીડું હાંફતું પશુ પણ કહ્યું છે. તો બીજી બાજુ દિવ્યમંગલ. ક્યારેક મૃત્યુની હિમાળી આંધી જીવનની ઉખાને ઠારી દે છે. જીવની ગર્ભસ્થ અવસ્થાની વાત દ્વારા ક્યાંક મૃત્યુની સાથે સાથે પુનરપિ જનને પુનરપિ મરણના વારાફેરાની વાત પણ વિચારાઈ છે. ને ત્યારે કવિ કહી ઊઠે છે કે કશાનો નાશ થતો નથી, જૂનાં પાંદડાં ખરી જાય છે, નવી કૂંપળો ફૂટે છે નવરૂપે જીવન વિલસે છે. અંતમાં શરૂઆત, શરૂઆતમાં અંત, દેહનાં બંધનમાંથી છૂટતી વખતે માનવ આત્માને આગમ્ય પ્રદેશનો સાદ સંભળાય છે, ને મૃત્યુ બની જાય છે મહોત્સવ. મૃત્યુની સંધિકા બની જાય છે “શાંતિનિર્ઝરણ'. તો મૃત્યુની અદીઠ સવારી એના દિવ્યમંગલ પ્રકાશનો પરિચય આપે છે. મૃત્યુ મંદિરની રણકતી ઘંટડીઓ સંભળાય છે કોઈકને. મૃત્યુ શુભ્ર ધવલકલગી સમું. એ કોઈને જાકારો ન આપે. સૌ સાથે એનો શાશ્વત ઘરોબો. પણ કવિ અંતે માનવ છે ને? “મૃત્યુ જીવિત માત્રની પ્રકૃતિ' એ વાત એને સમજાય છે. પણ વસંતે પર્ણ ખરે, એ સમજાતું નથી, સ્વીકારતું નથી. કવિને મૃત્યુ અને ચેતનની અવિરત સ્પર્ધા દેખાય છે. પણ કવિ મૃત્યુને વિજયી તો ક્યારેય નથી માનતા. તો ક્યાંક મૃત્યુને ભીષણ-કરાલ પણ કહ્યું છે. કોઈકને મૃત્યુ માનવરૂપે દેખાયું છે. કવિ કાળના આ વિકરાળ જડબાને ઉઘાડવા પડકાર ફેંકે છે. વક્રદંત, અતિચંડ ઘમંડભર્યા મૃત્યુના દાંત ગણવા કવિ ઉત્સુક છે. તો વળી પાછા તેઓ મૃત્યુની શીળી હિમશપ્યાની વાત પણ કરે છે. “વૈર માત્ર મરણાન્ત યુધિષ્ઠિરને કહેવાયેલાં આ નારદવચનો કવિને જાણે કોઈ મહાન મંત્ર આપી જાય છે. ને તેથી જ કવિ મૃત્યુ સાથે દોસ્તીનો હાથ લંબાવે છે. આ મૃત્યુ કોઈપણ રૂપ ધરીને આવે, વ્હાલપને વરસાવતું, દષ્ટિને પસવારતું, મૃદુ કિરણ બનીને આવે, કે પછી કાળો ઓછાયો બનીનેય આવે. મૃત્યુ છે તો જીવનની મીઠાશ છે. મૃત્યુનો કીમિયો જ એ કે એ પ્રેમામૃતને સર્જી આપે. “મૃત્યુ એટલે પ્રભુ સાથેનું હસ્તધૂનન'. મૃત્યુ આનંદલોકની યાત્રા, મૃત્યુ પિયામિલનનો અવસર. કવિ મૃત્યુને ક્યારેક જીવનનો અતિથિ કહે છે. પણ જ્યારે મૃત્યુ એક પછી એક વ્હાલાં સ્વજનો ઉપાડી જાય છે, ત્યારે કવિ એને મહાભિક્ષુક' પણ કહી નાખે છે, ને તોય અંતરની સમજણ મૃત્યુને માત્ર વેશપલટો જ ગણે છે. મૃત્યુની દિવ્યમંગલ ધન્ય સ્વરૂપની વાત કરતાં એનું માનવીયરૂપ કમ્યું છે. જેમાં મૃત્યુની આકાશ જેવી ઊંડી ને ભૂરી આંખો, ઉષા જેવા સોનેરી ઓષ્ઠ, સુવર્ણરંગી કેશકલાપની મોહિનીની વાત આપણનેય જાણે મૃત્યુની મોહિની લગાડી જાય છે. આવી સુંદરતા બળીને ખાખ થશે, એની ચિંતા કવિને છે. કારણ મૃત્યુ પણ એક દિવસ મરવાનું ને? મૃત્યુનૃત્યની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #472
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 471 વાત કરતો કવિ જીવન કરતાં મૃત્યુને વધુ સુંદર ગણે છે. મૃત્યુના નૃત્યની મોહિની જ એવી કે, બધુંજ નૃત્ય કરતું થઈ જાય. પુરાણોમાં પણ મૃત્યુના નૃત્યની વાત ઉલ્લેખાઈ છે. પણ આપણા કવિ તો “મૃત્યુની કથકલી'ની વાત કરે છે. એવું મૃત્યુ પોતે કદી બોલતું નથી. માત્ર એનો હાથ લંબાવી માનવનો હાથ માગે છે. ને માનવના મૃત્યુ સાથે હર્ષ, શોક, વેદના વેર બધું જ લુપ્ત થઈ જાય છે. જ્યાં આધ્યાત્મિક પ્રતિભાઓએ મૃત્યુ વિશે વિચાર્યું છે, ત્યાં મૃત્યુ ભવ્ય, દિવ્ય મંગલરૂપ ધરીને પ્રગટ થયું છે. એવા કવિઓએ મૃત્યુને પરમ મહોત્સવ માન્યું છે. આ મૃત્યુના રસાયણે માનવ મરમાંથી અમર બને છે. તો ક્યાંક કવિઓ મૃત્યુના રહસ્યને ઉકેલી ન શકાયાની નિખાલસતા પણ વ્યક્ત કરે છે. કદમે કદમે ઊભેલા મૃત્યુનો પાર નથી પામી શકાતો. કોને રડવું? મૃત્યુને? મૃત્યુ પામેલા માનવને? રુદન એને સ્પર્શવાનું નથી. કોણ મરે છે ? શરીર જ ને? તો પછી રડવાનું શાને? આત્માની અમરતા વિશે વાત કરવી કે સમજણ ધરાવવી એક વાત છે, ને સ્વજનમૃત્યુનો આઘાત જીરવવો એ જુદી વાત છે. ને છતા જનારને જવા દેવા પડે, જરાય ઢીલા નહિ થવાનું. પ્રાણપુષ્પની પાંખડી છાનામાના જ છેદાવા દેવાની, કાળજે કાપા પડે તોય ઝુરાપો વેઠી લેવાનો. આ મૃત્યુ ભયાનક છતાં સ્પૃહણીય ગણાયું છે. મૃત્યુને સ્પૃહણીય કહેનારા, “સોનું' કહેનારા સ્વજનમૃત્યુથી ખળભળી ઊઠે છે. કારણ પ્રિય સ્વજનને અગ્નિને હાથ સોંપવાનું કઠણ છે. પાષાણનાં ચક્ષુ ધરાવતો પેલો યમદૂત સદા સમીપ જ હોય છે. જનાર તો જાય પાછળ રહેનારની વેદના અકથ્ય હોય છે. પણ ધર્મ, ઉપાસના, આત્માના અમરત્વની શ્રદ્ધા ક્યારેક બળ આપે, તો ક્યારેક અશ્રુની નિરર્થકતા સમજાય. વિશ્વાત્માને પણ સ્વજનમૃત્યુનો આ શોક સ્પર્શતો નથી એ સમજાય છે. મૃત્યુને પનોતો અતિથિ પણ માનવામાં આવ્યો છે. એ જ છે શ્રેષ્ઠ વિશ્રામઘાટ. સ્વજનમૃત્યુના વિષાદે ગીતાજ્ઞાનને પણ ક્યારેક નિરર્થક સાબિત કર્યું છે. સ્વજનમૃત્યુ અનેક પ્રશ્નો ઊભા કરે છે. મરણ એટલે શું ? એનું સ્વરૂપ કેવું હોય ? એને “મૃત્યુ' ન હોય? મૃત્યુને જગતસૌંદર્ય હણવાનો શો અધિકાર? મૃત્યુની અનિવાર્યતા હોય તો, બધા જન્મે છે જ શા માટે? “શું મરણ એક અધ્યાસ જ કેવળ?' દેહ આત્માનો સંબંધ કોઈક કવિએ સરોવર ને કમળ જેવો કહ્યો છે. મૃત્યુપગલી જીવનની સૌંદર્યસુગંધને ચૂરચૂર કરી નાખે છે. મૃત્યુ સનાતન આનંદના અંજનને એકાએક ભૂંસી નાખે છે. કોઈક કવિએ પ્રતીકાત્મક રીતે મૃત્યુની મંગલમયતાને વાચા આપી છે. એમની કવિતામાં મૃત્યુની પ્રક્રિયા અલૌકિક આનંદમય અભિવ્યક્તિ પામે છે. જીવનની શાશ્વતીમાં શ્રદ્ધા ધરાવનાર કવિને મૃત્યુ મુરઝાવાની મહિ, ખીલવાની પ્રક્રિયા લાગે છે. જયારે પુત્રીના મૃત્યુના શોકને શ્લોક0 કરતો કવિપિતા જ્ઞાનવાણીને સ્વીકારી શકતો નથી. “પ્રકાશને દાટી શકાય શું કદી ?' એ પ્રશ્ન આત્માની અમરતાને વિશે પળ ઝુલાવવાનો આવે છે, ત્યારે કોઈ જ ગીતાજ્ઞાન કામ આવતું નથી. - કોઈ અન્યનું મૃત્યુ નવી વાત નથી. પણ શિરછત્રસમા પિતાનું મૃત્યુ કવિ ઉરને, પુત્રહૃદયને ખળભળાવી મૂકે છે. છ કોઠે જીતનારી ફિલસૂફી અહીં સાતમે કોઠે પછી હારી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #473
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 472 જાય છે. કવિ કે ફિલસૂફ મૃત્યુના ભીતરી સૌદર્યની વાતો ભલે કરે પણ પુત્ર તો સારી પેઠે જાણે છે કે “મરણ” હજુ આ પૃથ્વીને કોઠે નથી પડ્યું. પિતાના મૃત્યુની વેદના અશ્રુધારમાં પરિણમે છે, ને પુત્ર નયનોને નિરાંતે ટપકવા દે છે (અલબત્ત ક્ષમા યાચના સાથે.) ને ત્યારે સમગ્ર પૃથ્વી મરણક્ષેત્ર લાગે છે. જીવન મૃત્યુના પારણામાંજ મહોરતું હોવાની વાત પણ ઘણા કવિઓએ કરી છે. મનુષ્યના જીવનને મૃત્યુનો જ અવતાર ગણ્યો છે. જન્મ એ મૃત્યુનું જ દેહધારીરૂપ. આધુનિક યુગમાં મરણને ક્યાંક મોભાનું મૂલ્ય હોય છે, એ વાત કવિઓ ભૂલ્યા નથી. આધુનિક લોકોની સંવેદનશૂન્યતા મૃત્યુ જેવી ઘટના પ્રત્યે પણ બેપરવા છે એ બતાવાયું છે. મૃત્યુના રૂપ સ્વરૂપનું કુતૂહલ કવિઓને વિવિધ કલ્પના કરવા પ્રેરે છે. મહિષારૂઢ મૃત્યુનું જીવંત અને ગૌરવપૂર્ણ ચિત્ર પણ ક્યાંક કંડારાયું છે. માનવીય રૂપે કલ્પાયેલું મૃત્યુ, અંચળા વડે એની ભૂખને ઢાંકી દે છે. માત્ર શુક્રતારાની જેમ ઝગમગતી બે આંખોજ દેખાય છે, ને તે પણ મરનારને જ. શરીરના મૃત્યુ સમયે જીવાત્માને થતી કોઈક નવી જ ઓળખની અનુભૂતિ કવિઓએ વર્ણવી છે. સાથે રહેલાં પેલાં પાંચ તત્ત્વોય અંતે શરીરને છોડી જાય છે. સ્વજનને સ્મશાને મૂકી આવ્યા પછી લાગતા મૃત્યુભયનું વેધક નિરૂપણ કવિઓએ કર્યું છે. સ્વજનમૃત્યુ, મૃત્યુ ગમે ત્યારે પોતાનાંય દ્વારા ખટખટાવશે, એવી સજાગતા આપી જાય છે. | શરૂમાં મૃત્યુથી ભય પામતો કવિ-માનવ ક્યારેક ભીતરમાં ડોકિયું કરતાં, મૃત્યુના અસ્તિત્વનો ઈન્કાર કરે છે. ને મૃત્યુને રૂપાંતર તરીકે સ્વીકારે છે. મૃત્યુ આંગણ સુધી, પથારી પર આવી બેસી ગયાનો અનુભવ થવા છતાં, એને પછી ડર લાગતો નથી. મૃત્યુ અજાણ્યા સુખનો રોમાંચ અનુભવાવે. મૃત્યુ હર્ષવર્ધન છે. એની અનિમેષ દ્રગ સતત નેહવર્ષણ કરે છે. મૃત્યુમાં થતું સ્નાન હેમશીતળતાનો સ્પર્શ કરાવે છે. મૃત્યુ સાથે અદ્યત સધાય ત્યારે, પછી મૃત્યુ અને પરમેશ્વર જુદા નથી રહેતા. મૃત્યુ પછીના મંગલને દેશ પરિંદ સમા જીવનું એકલ પ્રયાણ હોય. મૃત્યુના પૂર્ણપરિચિત હેતસિક્ત કંઠને આનંદપૂર્વક ઝીલતો જીવ અણુઅણુમાં મૃદુપુલકિત કંપન અનુભવે છે. મૃત્યુ નિઃસીમની સુખશપ્યા છે. મૃત્યુપળ સુભગ છે. મરનાર માણસ પછી સુખદુ:ખથી પર બની જાય છે. આધ્યાત્મિક નહિ તો વાસ્તવિક અર્થમાં પણ મૃત્યુ “મુક્તિ' બની જાય છે. કોઈક કવિને “પરલોકે પત્ર' લખવાનું સુરે, એ જ મૃત્યુની મંગલતાનું સૂચક છે. એટલું જ નહિ, પરલોકથી સદ્ગત પ્રિયસ્વજનના પત્ર આવ્યાનું પણ અનુભવે. ને પછી જયાં જન્મ, જીવન, મૃત્યુ બધું એકાકાર થઈ જતું હોય એવી ભૂમિકાએ પહોચે. - આઈન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરી સાથે વિશ્વના વિચાર જગતમાં જબરું પરિવર્તન આવે છે. Time ની વિભાવના બદલાવાની સાથે મૃત્યુની વિભાવના પણ બદલાય છે. મૃત્યુ એક સ્વાભાવિક નગણ્ય ઘટના બની જાય છે. મૃત્યુ હવે “કરુણ નહિ કેવળ “ઘટના” બની રહે છે. ને છતાં કેટલાક અદ્યતન કવિઓએ પણ મૃત્યુની વેદનાજન્ય અનુભૂતિ, તેમજ મૃત્યુના મંગલદર્શનની વાત કરી છે. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #474
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 473 ઘણાંબધાં અમાંગલ્યો વચ્ચે પણ કવિ ક્યારેક “મોતની મીઠી મુસ્કાન ને અનુભવે છે. ક્યાંક મૃત્યુનો મલાજો ન જળવાતાં કોઈક કવિ ચીસ પણ પાડી ઊઠે છે. તો ક્યાંક સ્વજનમૃત્યુ ખનજ મૂળાક્ષર માનવા મજબૂર કરે છે. ને શિશુમૃત્યુ તો માણસને અંદરથી સાવ ખલાસ કરી નાખે છે. બાળકના મૃતદેહ પર ધ્રુજતે હાથે પેંડો મૂકાય છે. આત્માની અમરતામાં ન માનતો આજનો કવિ પણ ભલે જુદા અર્થમાં જીવનમાંથી છુટકારો મેળવવાની વાત તો કરે જ છે. કે કદીય કોઈ જન્મજ ન ધરે, એ માટે પીડાદાયી આક્રોશ વ્યક્ત કરતો કવિ જનનીનાં જનનદ્વારો જ બંધ કરી દેવાની વાતને ચીસની જેમ રજૂ કરે છે. જન્મ જ ન હોય તો વેદના પણ ન હોય. મૃત્યુને જૂઠું ગણતો કવિ માનવ પાછો મૃત્યુના વિચારે ધ્રૂજી ઊઠે છે. મૃત્યુનો ઈન્કાર કરવાથી મૃત્યુ અદશ્ય થવાનું નથી. એ તો સામે જ બેઠું છે ટગર ટગર તાકતું. કોઈક કવિ મૃત્યુને જ પોતાની કાળોતરી કાઢી આપવા કહે છે. કોઈક કવિને પારદર્શક મૃત્યુ માનવરૂપે સાવ નજીક આવતું દેખાયું છે. (રાવજી)ને છતાં મૃત્યુનો સહજભાવે સ્વીકાર કરી, મૃત્યુની ઠેકડી ઉડાવાઈ છે. કોઈકે મૃત્યુને પ્રિયતમ કહ્યું, તો કોઈક એને પ્રિયતમારૂપે પણ જુએ છે. મૃત્યુને નિમંત્રી પણ ન શકાય, કે ઉપેક્ષી પણ ન શકાય. આગળ ને પાછળ આંખો રાખી ઉંબર પર બેઠેલા મૃત્યુના ખબર અંતર પણ કવિએ પૂછયા છે. ને તોય પાછા બીજી જ પળે, મૃત્યુને ક્યાં શોધવું ? એમ તેઓ કહે છે. છટકશું છે આ મૃત્યુ. મૃત્યુ ગતિ, મૃત્યુ શ્વાસ, મૃત્યુ હવા, મૃત્યુ નાતો, મૃત્યુ શું નહિ ? ' તો વળી ક્યાંક કહેવાયું કે “મૃત્યુ એટલે માણસ હોવાનું પૂર્ણવિરામ. જીવન જીવવાનો પૂરો થયેલો કાર્યક્રમ. મૃત્યુ એક પળમાં માનવને “છે' માંથી ‘હતો બનાવી દે. મૃત્યુ પામતાં ભર્યા ઘરમાંથી ખાલી હાથે નીકળવાનું. મૃત્યુ માતેલો ઘોડો, મૃત્યુ તગતગતી આંખવાળો વાઘ, મૃત્યુ એક સરરિયલ અનુભવ. પવનવેગી મૃત્યુદૂત બારણાં તોડી અંદર ધસી આવે એવું એનું જોમ. મૃત્યુ પછી શું? નો વિચાર પણ કરકી જાય. દીવાલો બેસવા માંડે ત્યારે, બીજો કોઈ રસ્તો નથી રહેતો. ના, નથી કોઈ વિકલ્પ મૃત્યુનો. મૃત્યુ સીમા વળોટવાની ક્રિયા છે. વિરક્ત થઈ મૃત્યુની વાતો કરવી સહેલી છે. પણ આપણા ઘર ભણી આવતાં એનાં પગલાં સંભળાય પછી પણ હસતાં રહેવું થોડીક હિંમત માગી લે છે. અસ્તિત્વના હરણને મૃત્યુની હંમેશ ભીતિ રહે છે. કોઈકે મૃત્યુને પોતાનું આંગણું વાળતું જોયું છે. કોઈકે એને સન્મિત્ર કહ્યું. મૃત્યુ સાંતથી અનંતભણીની યાત્રા છે. તો વળી કોઈ મસ્તરામે મૃત્યુને “એક ગમ્મત' કહ્યું. કોઈકને એ ખાટકીરૂપે દેખાયું. મૃત્યુ રાક્ષસી દરિયાઈ પ્રાણીની જેમ ભરડો લઈ માનવને છેલ્લા બુંદ સુધી ચૂસતુંય કોઈકે કહ્યું. “મૃત્યુ જરઠ પશુ', “મૃત્યુ પીત અંધકાર” “મૃત્યુ શ્વાનની જીભ', “મૃત્યુ હણહણતા તોખારનો અવાજ' તો વળી કોઈકે મૃત્યુને નવધબકાર કહ્યું, ઊંચું શિખર કહ્યું, ને ઊંડી ખીણ પણ. કોઈકને મૃત્યુનો આગોતરો અનુભવ પણ હતો. મૃત્યુ ક્યાંક સત્યમ્ શિવમ્ સુંદરમ્ રૂપે કોઈકને દેખાયું. કોઈકે એને જન્મ સાથે ઉછરતો મૃત્યુછોડ કહ્યું. હાથમાં ફાનસ લઈ ડોસીરૂપે આવતુંય એ કોઈને દેખાયું. મૃત્યુ કાળી સાંઢણી, મૃત્યુ પ્રખર ઘોરખોદિયું, મૃત્યુ લક્કડખોદ, ઓરથી વીંટાતા ગર્ભની જેમ, જન્મ સાથેજ ઉદરમાં પ્રગલ્મ મૃત્યુના ઓધાનને પામતો માનવ, જન્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #475
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 474 સાથેજ મૃત્યુને લઈને અવતરે છે. મૃત્યુ રક્ત ખૂંદતો ઘોડો હોવા છતાં મૃત્યુને ઢંઢોળી એની સાથે ચાલી નીકળવાની ખુમારી કવિઓએ બતાવી છે. માત્ર દેહની સર્વોપરીતા પણ ક્યાંક વિચારાઈ છે. ચાર્વાકવાદીઓની જેમ દેહનો અંત દેહમાં જ હોવાનું પણ કલ્પાયું છે. શ્વાસોની પેલી પાર મૃત્યુ રાહ જુએ છે માનવની. મૃત્યુની પેલે પાર સાજ સજીને જવાનું, મૃત્યુને આપણાં નામ સરનામાંની ખબર હોય છે. માનવ અને મૃત્યુની સંતાકૂકડી યુગોથી ચાલે છે. હા, પણ એક વાત છે. મૃત્યુની ઘટનાની કદી પુનરાવૃત્તિ થતી નથી. એકજ વાર મરે છે માનવ. મૃત્યુ જાસાચિઠ્ઠી મોકલાવે છે. મિત્રભાવે જ એ કહેણ મોકલે છે. એ ભીષણ નથી. કોઈક કવિ મૃત્યુના શાસનનો અસ્વીકાર કરે છે. અણુ જેટલું પણ એનું મહત્ત્વ નથી આંકતા. કોઈક ગીતાવાણીને દોહરાવતાં “શરીરધારી માત્ર મરણશીલ' હોવાની વાત યાદ કરાવે છે. માંગલ્યમાં શ્રદ્ધા ધરાવનાર મૃત્યુનું અસ્તિત્વ જ સ્વીકારતો નથી, ને ધારોકે મરણ જેવું કંઈક છે, તોપણ એમને મન એ શરીર મૃત્યુ સમુદ્રની ઊર્મિઓ જેવું મસ્ત છે. મૃત્યુ પછી મરનાર માટે દુનિયા ડૂબી જાય. આંખોના સૂર્ય આથમી જાય. મૃત્યુ અંતહીન નિદ્રા છે. (રાવજી) મૃત્યુ કાળું અનાગત છે. છેલ્પરૂપે સૌની નજીક એ રહે છે. શહેર આખું કૃતાંતની ભઠ્ઠી, ને એમાં સૌ ભયબદ્ધ, તો ક્યાંક મૃત્યુના આગમનને ખુશાલી કહ્યું. મૃત્યુને મદુ હાથ પકડી, એની સાથે જવાનું છે. જીવન અને મૃત્યુને અલગ સમજાવવા મુશ્કેલ છે. અસ્તિત્વ શ્વેત અલ્પાયુષી ઝાકળ છે. મૃત્યુ ઇતિ નથી, મૃત્યુ પામનાર પોતાની વાસના છોડી શકતો નથી, ને તેથીજ પાછું પુનરપિ જનનું, ને પુનરપિ મરણમ્ ચક્ર ચાલે છે. કોઈક કવિ મૃત્યુને કેવળ શબ્દછલ કહે છે. મૃત્યુ વેદનાનું પૂર્ણવિરામ. જિંદગી વિદાયનો છોડ, જન્મ સમયે જન્મજન્માંતરનાં જાળાં તૂટી જાય છે. મૃત્યુ બાદ માનવ એક કિંવદન્તી બની જાય છે. માણસ રોજ થોડું થોડું મરે છે. કોઈક કહે છે, મૃત્યુ હજી જમ્મુ જ નથી. હરઘડી મૃત્યુ જુદાં રૂપ ધરીને આવે છે. જ કોઈકને મૃત્યુ અમિયલ સેણ, તો કોઈકને મોત મીઠી મુસ્કાન લાગે છે. કોઈક મઘમઘતું મીઠું હૂંફાળું મોત ઈચ્છે છે. મૃત્યુસમયે માત્ર વાહન જ નહિ, પોતેય શણગારાઈને જવાનું. મૃત્યુ મહાયાત્રાનો આરંભ. મૃત્યુપથ કમલની દાંડી જેવો સિક્ત. મૃત્યુની જાણે કંકોતરી લખાય. આથી કોઈ વેણુ વાવાનો અનુભવ થાય. મૃત્યુ પ્રિયતમા સાથેની મિલન ક્ષણ. મૃત્યુ બંસીનો નાદ. “મૃત્યુનું આગમન તાજીલહર'. મૃત્યુના આગમન સાથે જીવનનો રઝળપાટ પૂરો થાય. મૃત્યુપળે દૂર દૂરથી ડોલતી હાંડીમાં ઝૂલતા દીવા દેખાય. મૃત્યુની લીલી મહેક અનુભવાય. મૃત્યુ પોતેજ દિવ્યપ્રકાશ. મૃત્યુ એટલે વિસ્મયનો પ્રદેશ. મૃત્યુ વહાલભર્યો સુગંધી વાયરો. મૃત્યુ અમરધામના તેડા. મૃત્યુ પ્રફુલ્લ પ્રસ્થાન. મૃત્યુ ચિરંતનનો ગર્ભપ્રદેશ. મૃત્યુ અજવાળાનો ઉંબર. આપણા કવિઓએ મૃત્યુની વાત કરતી વખતે મૃત્યુ અને પ્રેમના અદ્વૈતનો ખાસ વિચાર કર્યો છે. જેમાં મહદ્અંશે મૃત્યુ કરતાં સ્નેહ તથા સૌંદર્યનો વિશેષ મહિમા આંક્યો છે. પ્રેમના અભાવવાળા જીવન કરતાં પ્રેમસભર મૃત્યુને વધારે વહાલું ગયાની વાત તેઓએ કરી છે. પ્રેમ મૃત્યુની પરવા નથી કરતો, ત્યાં પછી મૃત્યુ “કરુણ ઘટના નથી હોતું. માનવ મરીને પણ અમર બની જાય છે. વિધિપાશ સામે ઝઝૂમતો પ્રેમી મરીને વિજય મેળવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #476
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 475 છે. પ્રેમયોગ પાસે કોઈ વિધિનિષેધ ફાવતાં નથી, તો મૃત્યુ તો ક્યાંથી જ ફાવે? પ્રણયસૂરસરિતાને તોડવાની હામ મૃત્યુમાં પણ નથી. પ્રેમને જીવનમરણનાં બંધન નથી હોતાં. સદ્ગત સ્વજન સ્મરણરૂપે સાથે જ રહે છે. પ્રેમની શાશ્વતતા એવી કે, મૃત્યુ એને વિદારી ન શકે. મૃત્યુ પામેલ પ્રિયજનનું સ્થાન ધૃતિમંગલારૂપે ઉપસી આવે. પ્રેમમાંથી નીપજેલી મૃત્યકવિતા મૃત્યુનું મંગલ દર્શન કરાવે. પ્રેમ મૃત્યુને પણ મંગલ બનાવી દે. સૌંદર્ય અને પ્રેમ હંમેશ મૃત્યુથી અજેય રહ્યાં છે. પ્રેમ અને મૃત્યુ અલગ નથી, મૃત્યુના સાન્નિધ્યમાં પ્રિય પત્ની સુંદર લાગે. મૃત્યુ માનવને વધુ સુંદર બનાવે છે. સ્નેહને મૃત્યુ નથી હોતાં એવી શ્રદ્ધા કવિઓ ધરાવે છે. તેથી તો આપ્તજનોના અનંતવિયોગને સંતો તથા કવિઓ “ભવ્યધટના' તરીકે ઓળખાવે છે. ભક્તિ તથા પ્રભુપ્રેમને પણ મૃત્યુ પરાજિત કરી શકતું નથી. અન્યથા કઠોર રુક્ષ મૃત્યુચહેરો, પ્રેમ પાસે મદુ બની જાય છે. જીવ ખોળિયું બદલે છે. તેમ પ્રેમ પણ માત્ર ખોળિયું જ બદલે છે. અનંત પ્રેમકથા કદી મૃત્યુની પરવા ન કરે. પ્રેમ અને મૃત્યુનું સહઅસ્તિત્વ યુગોજૂનું છે. મૃત્યુ પોતેજ સ્વીકારે છે કે પ્રેમ સાથેની રમતમાં એ હંમેશ હારી જતું. (“સાવિત્રી') હાડ જેવું મૃત્યુ પ્રેમના નાનકડા ઝરણામાં આત્મવિલોપન કરે એવું તો કોણ કલ્પી શકે ? સદ્ગત પત્નીનું સ્મિત અમૃત બની સદા ટપક્યા કરતું હોય છે. ભૂતકાળનાં સહવાસ સ્મરણોમાં જે પોતાના પ્રિયને આત્મારૂપે ઉપાસે છે. એનું પ્રિય કદી મરણધર્મી થતું નથી. સદ્ગતનો સ્નેહ સ્મરણરૂપે સતત પ્રિયજનની સાથે જ રહે છે. પ્રેમ અને મૃત્યુનું અદ્ભુત સામ્ય છે. પ્રેમના કાગળ પર સહી કર્યા પછી ખબર પડે છે કે એ મૃત્યુનો કાગળ હતો. પ્રેમમાં મૃત્યુય શ્રેયસ્કર, તો ક્યાંક વળી પ્રિયતમાને મૃત્યુના દ્વારમાં મળવાનું ઇજન અપાયું છે. પ્રેમ અને મૃત્યુનું અદ્વૈત એવું કે, જે અવશપણે પ્રિયજન પાસે પરલોકે પત્ર લખાવે. ને પરલોકથી પત્ર આવ્યાની અનુભૂતિ પણ કરાવે, એટલું જ નહિ, અંતરે અણુ અણુ અંકુરિત થાય, ને ભીતર બહાર બધું રળિયાત બની જાય. પ્રેમના સંગીતની સરગમ સૂરાવલિએ સદ્ગત પ્રિયજનની આકૃતિ આલેખાય. પ્રેમ મરણશીલ હોય તો પણ મનુષ્યને એ અમૃત તરફ લઈ જાય, તો કોઈક કવિ એક માત્ર પ્રેમને જ અમર ગણે છે. મૃત્યુ પછી વ્યક્તિનો વિશ્વ સાથેનો સંબંધ વિચ્છન્ન થાય. પ્રેમ સાથેનો નહિ. પ્રેમ તો અન છે. તો ક્યાંક પ્રેમની ખરી ખોજ કવિએ મૃત્યુમાં કરી છે. પ્રેમનું બીજું રૂપ મૃત્યુનું કહેવાયું છે. મૃત પ્રિયજનના દેહને વળગીને બેસી ન રહેવાય, પણ સ્મૃતિને વળગીને તો આયખું કાઢી શકાય. કારણ સ્મૃતિ કોહિતી નથી. સદ્ગતનાં સ્મરણો વિશિષ્ટ આભાસરૂપે ઊભાં થાય છે. પ્રિયજનની હયાતી વિનાય એની હયાતીનો આભાસ ઊભો થાય. ક્યાંક કોઈ દિવ્ય પ્રેમલિપિ આકાશના પંથે અંક્તિ થયેલી જોતાં જોતાં આંખ મીંચવાની તમન્ના વ્યક્ત થઈ છે. તો કોઈક વળી પ્રેમસ્મરણનાં મબલખ ફૂલ મૂકીને જવાનો સંતોષ વ્યક્ત કર્યો છે. પ્રેમને બળેજ મૃત્યુ પામનાર, હયાત પ્રિયજન સાથે સ્મરણરૂપે સાહચર્ય ભોગવે. આ થઈ પ્રેમના મૃત્યુ પરના વિજયની વાત. પણ હંમેશાં પ્રેમજ વિજયી બન્યો છે એવું નથી. ક્યાંક મૃત્યુએ પ્રેમને પરાસ્ત કર્યો છે. એ પરાજયે ધ્યાત સ્વજનનું જીવન છિન્નભિન્ન કરી નાખ્યું છે. પ્રેમ અને મૃત્યુ જુદાં નથી એમ કહેવું એક વાત છે, ને સ્વજન વિનાનો ખાલીપો આખી જિંદગી વેંઢારવો એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #477
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 476 જુદી વાત છે. પ્રિય સ્વજનના મૃત્યુનો આઘાત સ્મરણોની અમરતા, પ્રેમની સૂક્ષ્મતા વગેરેમાં ક્યારેય શ્રદ્ધા રાખી શકતો નથી. મૃત્યુ ક્યારેક પ્રેમમાં ઢંત સર્જે છે. થોડો સમય સ્મરણો સાથ આપે, પછી એ પણ અદશ્ય થઈ જાય છે. કાળના ગર્ભમાં સ્મરણો પણ ખોવાઈ જાય છે. મૃત્યુ પ્રેમના સુંદર સ્વરૂપનો ક્યારેક નાશ કરી નાખે છે. મૃત્યુની છાંય નીચે સદા જીવવું પડતું જીવન મૃત્યુ કરતાંય વધુ કષ્ટદાયક હોય છે. મૃત્યુને કોઈ રોકી ન શકે, પ્રેમ પણ નહિ, એ છે માનવજીવનનું કરુણ વાસ્તવ. સંતાનને ગુમાવી બેઠેલી મા તો આક્રોશ જ ઠાલવે ને? મૃત્યુને એ “ડાકુ કહી બેસે છે. તો ક્યાંક કરુણતાની પરાકાષ્ઠા આવે છે, ત્યારે મા અશ્રુધાર સાથે પ્રશ્ન કરે છે. રાંદલમાને કેટલીવાર ખોળો પાથરવો? મૃત્યુ ભલભલા પ્રેમને ક્યારેક લપડાક મારે છે. મોભ પર બોલતા કાગડાના આશાવાદી અવાજો નિરર્થક નીવડે છે. જે ગયું છે એ એના એ સ્વરૂપે કદી પાછું નથી આવતું. વેદનાની અનુભૂતિ તત્ત્વજ્ઞાનને ઝાંખું પાડી દે છે. સ્વજનમૃત્યુની કરુણતા ઓછી નથી. પ્રિયજન સરકી જાય છે. ખબરેય ન પડે તેમ મૃત્યુ લઈ જાય છે સ્વજનોને, (ગમે તેટલો અતૂટ પ્રેમ હોય તોય) માનવ અને એની હથેળી શાપિત પુરવાર થાય છે. નથી રોકી શકતી એ સ્વજનમૃત્યુને. જિગરના ટુકડાનેય અશ્રુધારે વિદાય આપવી પડે છે. પ્રેમની અજેયતાની વાત કરીએ છતાં, મૃત્યુ એ મૃત્યુ છે. માનવ કેવળ આત્માને પ્રેમ નથી કરી શકતો. વ્યક્તિનું શરીર, એનો ચહેશે, એનો અવાજ, એનું રણકતું હાસ્ય એ બધાને એ પ્રેમ કરે છે અને મૃત્યુ સાથે એ બધુંજ અદશ્ય થઈ જાય છે. જીવતી જાગતી, હરતી ફરતી, થનગનતી, ધબકતી એક વ્યક્તિ ધબકતી અટકી જતાં હૈયે મોટો ચિરાડો પડે છે, જેની નથી હોતી કોઈ ભાષા, કે નથી કોઈ હોતા શબ્દો. હયાત સ્વજનના હૈયે ખાલીપો અને શૂન્યાવકાશ રહે છે માત્ર. સદ્ગત પ્રિયજનની યાદ સુખ નથી આપતી, વેદના આપે છે. એ યાદ લક્કડખોદ બની હયાત સ્વજનની ઊંઘને સતત ઠોલ્યા કરે છે. સદ્ગત માની યાદ હાલરડું બની માનવને ઊંઘાડતી નથી, પણ ઊંઘને ઉડાડી દે છે. આપણા કવિઓએ મૃત્યુની વાત કરતી વખતે સ્વાભાવિક રીતે જ, માનવજીવન તેમજ મૃત્યુ પર પણ સર્વોપરી શાસન કરનાર કાળ-મહાકાળનાં વિવિધ રૂપો, તથા મિજાજન શબ્દબદ્ધ કર્યા છે. જેઓ આ મહાકાળની સામે માથું ઊંચકી શકે છે તેમને જ શોક જરા, મૃત્યુથી ભરેલા આ કાળસમુદ્ર પર પણ અમૃતનો સેતુ દેખાય છે. બાકી સામાન્ય માણસ માટે તો ‘શિર પર કાળ રહ્યો દંત કરડે. કવિઓએ આ કાળ પર પોતાનો આક્રોશ ખૂબ ઠાલવ્યો છે. એને “જીવનો પાજી' કોઈએ કહ્યો તો કોઈકે “કસાઈ” તો કોઈક કવિએ કાયાને કાળનું ચવાણું કહી, તો કોઈકે કાયાને “કાળની ભાજી'. આ ચતુર કાળ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. કાળ કાળનું કામ કરે છે. અવતારી પુરુષ પણ કાળથી પર નથી. દેશ્યરૂપે ન દેખાતા, ઓચિંતા આવી દેણ ચૂકવવા માંગણી કરતા કાળને કવિ “પાતકિ'નું વિશેષણ આપે છે. આ કાળ કદી થાક ખાવા બેસતો નથી. સતત કાર્યરત રહે છે એ. કપટલીલા આચરવામાં એ કુશળ છે. કાળ ભમરાની જેમ માનવના જીવનને કોતર્યા કરે છે. તો કોઈક કવિએ “કાળને ફણીધર નાગ' કહ્યો છે. એક માત્ર કાળ જ અનશ્વર છે. કાળ જ્યારે ઘા કરવા બેસે છે ત્યારે કશું જોતો નથી. તો કોઈક કવિએ કાળની સામે પણ માથું ઊંચક્યું છે. એવા કવિઓ એમ માને છે કે કાળ ભલે માણસને ભરખી જાય, પણ એની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #478
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 477 મૃતિને ઝૂંટવી શકતો નથી. તો ક્યારેક વળી આ કાળનો મહિમા સમજી જનાર કાળનેજ વિનંતી કરે છે સદ્ગત સ્વજનની વિસ્મૃતિ ન થાય એ માટે, કોઈક કવિ કાળને “નમેરો' કહે છે. કાળ ક્યાંક વ્યક્તિરૂપે નિરૂપાયો છે. એને માત્ર દાઢી અને તાલકે ટાલ હોવાની કોઈકે વળી કલ્પના કરી છે. કાળની કરવત ક્યારે માનવને ખતમ કરે, એ કોઈ જાણી શકતું નથી. તો કોઈકે કાળને રાક્ષસ કહ્યો. જે એની માયાવીજાળ સમગ્ર વિશ્વ પર સતત ફેલાવતો રહે છે. કાળના ક્રૂર કટાક્ષને પામર મનુષ્ય સમજી નથી શકતો. તેતર પર બાજ ઝાપટ મારે એમ કાળ માનવ પર તૂટી પડે છે. તો વળી ક્યાંક આ કાળને મુલાયમરૂપે પણ વર્ણવવામાં આવ્યો છે. કોઈક કવિએ આ કાળ સતત માનવ જીવનમાં ગુલાબ વેરતો લાગ્યો છે. આ કાળ જ બધું ભુલાવે છે. કાળ જ સ્મરણો પણ આપે છે. દુઃખને પણ આ કાળ જ ભુલાવે છે ને ? આ જ કાળ શાશ્વત ચૈતન્યની લ્હાણ પણ કરે છે. રજની અને દિવસને કાળની બે પાંખો કલ્પવામાં આવી છે. આ કાળ નિષ્પક્ષ અને નિર્પક્ષ હોવાનું પણ કહેવાયું છે. આ મહાકાળની ગતિને જે ઓળખી શકે, એનું મહત્ત્વ પ્રમાણી શકે એ મૃત્યુ સમયે દુઃખ ન પામે. કવિઓએ કાલાબ્ધિના તાંડવનૃત્યની કલ્પના પણ કરી છે. આ કાલાબ્ધિનો કિનારો તે મૃત્યુ. કાળનો પ્રવાહ અમીટ અને અથાહ છે. સમગ્રજીવન એક કાળયાત્રા છે. કાળનું રૂપ ક્યારેક વિઘટિત અને છલનાભર્યું પણ હોય છે. વિરાટ સમયપંખીની થપાટો સતત વાગ્યા કરે છે. કોઈકે કાળને પશુ સાથે સરખાવ્યો છે. જે મળ્યું તે એ પોતાના ઉદરમાં ઓર્ગે જાય છે. બધુંજ ખપે છે એને. આ કાળને માટે સૌ સરખાં છે. કાળ ઘડિયાળમાં ઘૂંટાતી બારાખડી જેવો છે. “શોકસભામાં બે મિનિટનું મૌન એ પણ કાળનું જ ઘટક' “જન્મ પહેલાના, ને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો ક્ષણાઈ સાક્ષાત્કાર ક્યારેક કવિને થયો છે. ઈશ્વર કરતાં પણ વધુ ભેદી અને અકળ છે આ કાળ. સદ્ગત બાળક, કે સગત પ્રિયજનની સ્મૃતિને હરી ન લેવાની વિનંતિ પાછી આ કાળને જ કરવી પડે. આ કાળ અને મૃત્યુ પરસ્પરના પર્યાય છે. જો કે કાળ તો મૃત્યુથીયે મહાન. કાળનો હુકમ મૃત્યુએ માનવો પડે. કોઈક કવિને કાળના મહુવરની વિષમતાનો ડંખ વાગ્યો છે. કવિઓ તો ક્યારેક કાળના મુકામને જીતવાની ખ્વાહિશ પણ રાખે છે. તો કોઈક કવિએ ધી ટ્યૂમર ઑફ ટાઈમ”ની વાત કરી છે. આ કાલગ્રંથિ' સતત ધબકે છે. એને આદિ, મધ્ય, અંત નથી. અવિરત છે કેવળ આ સમય. કોઈકે કાળને “બુદો મદારી' કહ્યો. કાળનું ફળ રોજ વિકસ્યા કરે છે. મૃત્યુ એટલે મરનાર માટેના સમયનું પૂર્ણવિરામ. સમય નહિ, વ્યક્તિ પસાર થાય છે. કાળ કદી ઘડિયાળમાં નથી પુરાતો. “હું સમય છું, એટલે મરતો નથી' એમ કાળ સતત આપણને કહ્યા કરે છે. મૃત્યુ વખતે મરનારનો સમય પણ મુક્ત થઈ જાય છે. મરનાર માટે પછી વાર, કલાક, મિનિટો કશું જ રહેતું નથી. કાળચક્ર કશાની રાહ જોતું નથી, સમય મૃત્યુ ભોંકતું શૂળ છે, એ જ તો લઈ આવે છે પેલા મૃત્યુને. આ સમયનો એકતારો સતત વાગ્યા કરે છે. ત્રિકાળજ્ઞાનીએ પણ અંતે કાળને વશ થવું પડે. “મૃત્યુ કાળનો જ પુકાર'. માણસ આ કાળની સામે પડકાર ફેંકવાનો પ્રયત્ન ભલે કરે, પણ એ ફાવતો નથી. કરુણ આક્રોશ છો કાળ આવે શિશિરોય આવે” એમ બોલાવે છે, પણ અંતે તો માનવે એ કાળનેજ વશ થવું પડે છે. જે મનુષ્યની લાચારી બોલી ઊઠે છે “અરે અરે' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #479
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 478 માનવને કાંઈ ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું નથી. ને કદાચ કોઈને આવું વરદાન મળ્યું પણ હોય તો એની ખુદ એને પણ જાણ નથી. પણ આ તો બધા કલ્પનાની પાંખે વિહરનારા કવિઓ. સૌએ વિશિષ્ટ પ્રકારની મૃત્યુ ઝંખનાઓને એમની કવિતામાં કંડારી છે, ને મૃત્યુનેય રમણીય બનાવી દીધું છે. ક્યારેક જીવનના નિર્વેદને કારણે મૃત્યુને નિમંત્રણ અપાયું છે. કોઈકે મુક્તિની વાંછના કરી છે, તો કોઈકે પુનર્જન્મની. કોઈકે આ જન્મના જ માતાપિતા, અન્ય જન્મે માતાપિતા બને એવી અભિલાષા વ્યક્ત કરી છે. નવજન્મ પામવા માટે કોઈકે મૃત્યુનો અભિલાષ સેવ્યો છે. કોઈકે મધુરું મરણ ઇચ્છયું. કોઈક કવિએ મરવા માટે ભવ્ય પ્રસંગની ઇચ્છા વ્યક્ત કરી, તો કોઈકે ભવ્ય ઇચ્છામૃત્યુ વાંછયું. કોઈક કવિએ અમૃતને પામવાની અભીપ્સા વ્યક્ત કરી. મૃત્યુ પાસેજ અમીભિક્ષાની યાચના કરી. ક્યાંક વતનમાં મૃત્યુ પામવાની ઝંખના પણ વ્યક્ત થઈ છે. કવિઓ છેક સુધી કાર્યરત રહેવા ઇચ્છે છે. મૃત્યુ મધુર રૂપ ધરીને પોતાને લઈ જાય એવી ઝંખના ઘણા કવિઓએ વ્યક્ત કરી છે. જીવતાં જીવતાં મરણની વાતો કરવી ને પ્રિય સ્વજનની આંખ સામે જ ખરી પડવું, ને ખર્યા પછી પ્રિયાનાં આંસુથી ભીતરને ભીતર ખીલી ઊઠવું એ કોઈક કવિને ગમતી વાત છે. ઓડેનને મળ્યું હતું એવું ઇચ્છામૃત્યુ ઘણા કવિઓએ વાંછયું છે. તો કોઈક વળી મૃત્યુબાદ પોતાને કોઈ યાદ ન કરે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી છે. અન્ય જન્મમાં સ્વજનોને મળવાની પણ તૃષ્ણા વાસના કવિ ઇચ્છતા નથી, તો કોઈકે “સ્વસ્થ, શાંત, અજંપા કે ઉધામા વિનાનું મૃત્યુ ઇચ્છયું છે. કોઈક તો મૃત્યુને એવી પ્રાર્થના કરે છે કે, મૃત્યુ ખૂબ ધીમેથી આવે, જેથી સ્વજનોને ખલેલ ન પહોંચે. કોઈકની વળી ફરી જન્મવા માટે મરી જવાની ઇચ્છા વ્યક્ત થઈ છે. કોઈકને મૃત્યુનિશાવેળાએ સુંદર સ્મરણઉડુઓ મૂકી જવાં છે. કોઈકને મીઠું હૂંફાળું મોત જોઈએ છે. સહજ, સ્વસ્થ, સુંદર તાજગીભર્યું મૃત્યુ પણ ઇચ્છી જવાયું છે કોઈકથી, મૃત્યુ અવસર બની રહે એવી ઝંખનાય વ્યક્ત થઈ છે. પોતાના મૃત્યુ સમયે, પ્રિયજન પોતાની ખુલ્લી આંખને ઢાંકી દે, ને પ્રિયજન પાસે પોતે ગુલાબ બની ખીલી ઊઠે એવી તમન્ના પણ કોઈકે વ્યક્ત કરી છે. કોઈકે નચિકેતાની જેમ બાળક બનીને મૃત્યુનું રહસ્ય જાણવાની ઈચ્છા કરી છે. આમ તો મરવા જ ન માગતા, પણ મરવાનું જો ફરજિયાત હોય તો વનવગડામાં, પરોઢના છેલ્લા કલરવમાં, ઉષાના મંગલોત્સવ ટાણે, શિયાળામાં સભીની માટી પર તરણાના નીરવમાં ચુપચાપ મરવા ઈચ્છતા કવિ પણ છે. મૃત્યુનો અવાજ તો સર્વત્ર છે. પણ આ કોલાહલના પારાવારમાં માણસને મૃત્યુનો અવાજ સંભળાતો નથી. પ્રત્યેક હૃદયધબકાર સાથે વણાયેલો આ મૃત્યુનો અવાજ કર્ણસ્યકર્ણ જેને મળ્યાં છે એને સંભળાય, ને મૃત્યુનું સ્વરૂપ નેત્રસ્યનેત્ર ધરાવનારને દેખાય. ત્યારબાદ જ પામી શકાય કે, શ્વાસની લીલા સમેટવાની ક્રિયા એ મૃત્યુ નથી. કવિઓને દેખાય છે એ મૃત્યુનું રૂ૫, ને સ્મશાનને બીજે છેડે ફૂટેલા નવાં પાનનું, નવું જન્મસ્વરૂપ પણ. સંધ્યાની છેલ્લી પાંખડી વિલાઈ જાય છે, ને એ જ પળે બીજે ક્યાંક ઉષાની આંખડી ઊઘડે છે. અહી કોકનું મૃત્યુ થાય છે, ને બીજે ક્યાંક જીવનનું પોપચું ખૂલે છે. ને આમ જો અસ્તિત્વનો અંત નથી, તો મૃત્યુનો અવકાશ ક્યાં? એક નવી કૂંપળ ફૂટે, નવું આકાશ વ્યાપે, નવું પંખી ટહુકે, એ માટે રિક્ત થવાનું P.P.AC. Gunratnasuri M.S. : Jun Gun Aaradhak Trust
Page #480
--------------------------------------------------------------------------
________________ 1 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 479 છે. નવું ખોળિયું, નવું ફ્લેવર, નવી વસંત, નવા શબ્દો, નવો જન્મ, જીવન બાળ કદાચ એવું પ્રભાવક કે મૃત્યુના ઇંડાને ફોડી બહાર નીકળે. મૃત્યુને મહાત કરી જીવન પોતાના સ્વત્વને પ્રભાવક રીતે પ્રગટ કરે છે. આપણા કવિઓએ આ વાત પણ વારંવાર અભિવ્યક્ત કરી છે. ચૈતન્ય સમુદ્રની અનંતતામાં કવિઓને શ્રદ્ધા છે. બધુંજ નષ્ટ થઈ ગયા પછી પણ પેલો “પુનરપિ'નો મંત્ર એનું કાર્ય કરતો જ રહેવાનો. ચારેબાજુ સર્વત્ર સ્થાઈભાવ રૂપે મૃત્યુ સ્થપાયેલું હોવા છતાં, આ મૃત્યુ જ જાણે કે વાંસળી વગાડીને બોલાવ્યા કરે છે. ને પેલી ચેતના ધૂપ થઈ ઊડી જાય છે. પિંજરમાં રહી જાય છે કેવળ કાયા. સાજીંદાનાં વાજિંત્રોની સ્વર-સરવાણી સંભળાય છે. લગ્નની જેમજ મૃત્યુમિલન વાજતે ગાજતે થાય છે. આમ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું વિવિધ કવિઓએ સુંદર નિરૂપણ કર્યું છે. “મૃત્યુ' જેવા ગહન વિષયની અભિવ્યક્તિ છતાં, ખાસ તત્ત્વજ્ઞાનનો ભાર નથી લદાયો. ગુજરાતી કવિતામાં “મૃત્યુ' “સત્યમ્ શિવમ્ સુંદરમ્ ' બનીને મ્હોર્યું છે, ને એની વચ્ચે વચ્ચે વહ્યો છે કરુણનો ઝરો. આ બધું વાંચ્યા વિચાર્યા પછી એમ લાગે છે કે, મૃત્યુ વિશે વિવિધ કલ્પનાઓએ વિવિધ અભિવ્યક્તિ સાધી છે, ને સરસ સાધી છે, ને તોપણ “મૃત્યુને સમજવાની માનવની મથામણ અવિરત છે. કારણ “મૃત્યુ એ અવિરત વણઉકલ્યો પ્રશ્ન જ રહ્યું છે. તો “મૃત્યુ પછી શું? એ પ્રશ્ન પણ એક મહાપ્રશ્ન બની રહે છે. પાદટીપ અ.નં. વિગત પૃષ્ઠ નંબર સુરેશ જોશીથી સુરેશ જોશી ડૉ. સુમન શાહ 11 2. એજન 119 એજન 122 147 સંચેતના” રાધેશ્યામ શર્મા 45 વમળનાં વન' જગદીશ જોશી (પ્રસ્તાવના મકરંદ દવે) એજન 8. “મોન્ટાકૉલાજ' જગદીશ જોશી એજન 10. ‘લઘરો' લાભશંકર ઠાકર ૧બ. “મન” હરીન્દ્ર દવે 11. “ક્યાં ? રમેશ પારેખ 118 12. “ખડિંગ' રમેશ પારેખ 130 13. એજન 131 14. એજન 131 15. “બરફનાં પંખી અનિલ જોશી 70 16. “આકાશમાં તારાઓ ચૂપ છે ડૉ. જયા મહેતા 70 17. “એક દિવસ ડૉ. જયા મહેતા (પ્રસ્તાવના યશવંત શુક્લ) 9 18. “આકાશમાં તારા ચૂપ છે” ડૉ. જયા મહેતા 19 19. “હૉસ્પિટલ પોએમ્સ' ડૉ. જયા મહેતા 11 પ્રવેશ પન્ના નાયક 168 તલાશ' વિપીન પરીખ 22. એજન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust એજન 74 مها في
Page #481
--------------------------------------------------------------------------
________________ ઉપર 144 175 88 ૩ર. 85 41 39 40 જ પ૩ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 480 23. “તમે’ માધવ રામાનુજ 24. “રૂપરોમાંચ શશિશિવમ 25. “સ્વગત’ યોસેફ મેકવાન 264. “અટકળ” મનોજ ખંડેરિયા ૨૬બ. એજન 27. “છંદો છે પાંદડાં જેનાં ભગવતીકુમાર શર્મા 28. સૂરજમુખી * રક્ષા દવે 29. એજન 30. એજન 31. નિશિગંધા' રક્ષા દવે એકાંતવાસ' સતીશ ડણાક એજન. 34. એજન 35. કલરવનાં પગલાં જમન કુંડારિયા 36. તર્પણ” યોગેશ્વરજી 37. ભમ્મરિયું મધ જિતેન્દ્ર વ્યાસ 38. “કલ્કિ’ જયેન્દ્ર શેખડીવાળા '39. શબ્દાંચલ દક્ષા દેસાઈ 40. નિર્જળા નદી દક્ષા દેસાઈ 41. “સૂરજના શહેરમાં નિરંજન ભટ્ટ ૪ર. એજન 43. “પુષ્પાંજલિ ચૈતન્યબાળા દિવેટિયા 44. . “ઇતરા' સુરેશ જોશી 45. “તથાપિ” સુરેશ જોશી 46. “તરણાં મકરંદ દવે 47. “મોન્ટા કોલાજ જગદીશ જોશી 48. સમાગમ' સુરેશ દલાલ 49. આકાશ” જગદીશ જોશી 50. “મોન્ટાકોલાજ જગદીશ જોશી 51. માણસની વાત લાભશંકર ઠાકર પર. એજન ‘બૂમ કાગળમાં કોરા' લાભશંકર ઠાકર 54. ‘લઘરો' લાભશંકર ઠાકર 55. અથવા” ગુલામ મોહમ્મદ સૂરજ કદાચ ઊગે' હરિકૃષ્ણ પાઠક પ૭. “ક્ષણોના મહેલમાં ચિનુ મોદી 58. “શાપિત વનમાં ચિનુ મોદી 59. ઊઘડતી દીવાલો , ચંદ્રકાંત શેઠ 60. પડઘાની પેલે પાર' ચંદ્રકાંત શેઠ 61. એજન 62. એજન 63. એજન 64. એજન પ૩ 41 47 28 47 છે 0. J D 53. 39 50 પર . 45 17 54 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #482
--------------------------------------------------------------------------
________________ 98 107 - 28 85 88 છે 78 83 110 125 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 481 65. એજન 66. એજન 67. “અંગત' - રાવજી પટેલ 68. એજન 69, એજન 70. એજન એજન 72. એજન એજન નવોન્મેષ સુરેશ જોશી 75. “શબ્દની શક્તિ” ઉમાશંકર જોશી 76. “શબ્દની શક્તિ ઉમાશંકર જોશી ૭૭એ. એજન ૭૭બ. “મૌન' હરીન્દ્ર દવે ૭૭ક. “યાતી” હરીન્દ્ર દવે 78, “ક્યાં ? રમેશ પારેખ 79, “ખડિંગ' રમેશ પારેખ 80. '0' રમેશ પારેખ 81. એજન એજન 83. એજન એજન 85. એજન 86. એજન સનનન’ રમેશ પારેખ એજન 89. એજન 90. બરફનાં પંખી’ અનિલ જોશી 91. એજન 92. એજન 93. “ઓડિયુસનું હલેસું” સિતાંશુ યશશ્ચંદ્ર 94. એજન એજન 96. એજન 97. એજન 98. “એક દિવસ ડૉ. જયા મહેતા 99. “હૉસ્પિટલ પોએમ્સ” ડૉ. જયા મહેતા . 100. એજન 101. એજન 102. “હૉસ્પિટલ પોએમ્સ” ડૉ. જયા મહેતા 103. એજન 104. “ફિલાડેલ્ફિઆ’ પન્ના નાયક 105. “પ્રવેશ” પન્ના નાયક 73 89 151 87. 79 103 34 11 24 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #483
--------------------------------------------------------------------------
________________ ર૮ 40 124 39 80 6 49 48 89 છે. છે અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 482 106. એજન 107. એજન 108, “નિઅત” પન્ના નાયક 109. “અરસપરસ” પન્ના નાયક 110. “આશંકા” વિપીન પરીખ 111. એજન 112. એજન 113. એજન 114. એજન 115. “આમોદ’ શ્રીકાંત માહુલીકર 116. “સ્વગત’ યોસેફ મેકવાન 117. “અટકળ " મનોજ ખંડેરિયા 118. એજન 119. એજન 120. એજન 121. “સંભવ’ ભગવતીકુમાર શર્મા 122. “નિર્વાણ” નીતિન મહેતા 123. “કાવ્યો” શિવ પંડ્યા 124. એજન 15. “નિમિય' પીયૂષ પંડ્યા 126. “છીપલાં મેઘનાદ ભટ્ટ 127. “અલુફ અજિત ઠાકોર 128. “કિંવદન્તી' જયેન્દ્ર શેખડીવાળા 129, “અંતઃસ્થા' પુષ્પા ભટ્ટ 130. “કિમપિ' અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ 131. “શબ્દાંચલ' દક્ષા દેસાઈ ૧૩ર. “નિર્જળાનદી’ દક્ષા દેસાઈ 133. એજન 134. એજન 135. એજન 136. એજન 137. એજન 138. “જળની આંખે યજ્ઞેશ દવે 139. એજન 140. એજન 141. “પુષ્પાંજલિ' ચૈતન્યબાળા દિવેટિયા 142. “મનોગતા” જયાનંદ દવે 143. “આગિયા” ધીરુભાઈ પરીખ . 144. માણસની વાત” લાભશંકર ઠાકર 145. “લઘરો” લાભશંકર ઠાકર 146. “અંગત” રાવજી પટેલ : ૧૪૭એ. '' રમેશ પારેખ ૧૪૭બ. “મૌન” હરીન્દ્ર દવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #484
--------------------------------------------------------------------------
________________ 27 29 63 208 16 100 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 483 ૧૪૭ક. “હયાતી’ હરીન્દ્ર દવે 1473. “હયાતી” હરીન્દ્ર દવે 148. “ઓડિયુસનું હલેસું” સિતાંશુ યશશ્ચંદ્ર 149. “વેનિશન બ્લાઈન્ડ ડો. જયા મહેતા 150. “ૉસ્પિટલ પોએમ્સ” ડૉ. જયા મહેતા 151. એજન ૧૫રઅ, એજન ૧પરબ. એજન ડૉ. જયા મહેતા 153. એજન 154. “તલાશ' વિપીન પરીખ 155. “સ્વગત’ યોસેફ મેકવાન 156, “ઉત્સુઘ' પ્રવીણ દરજી 157. “છન્દો છે પાંદડાં જેનાં ભગવતીકુમાર શર્મા 158. “તર્પણ' યોગેશ્વરજી 159. એજન 160. “પુષ્પાંજલિ” . ચૈિતન્યબહેન દિવેટિયા 161. “જળની આંખે' યજ્ઞેશ દવે 162. લહેરો જળે' કનુ સુથાર 163 એજન 164. “ક્ષણોનું આલ્બમ સુશીલા ઝવેરી 165. “અમલ પિયાસી મકરંદ દવે 166. ‘પડઘાની પેલે પાર' ચંદ્રકાંત શેઠ 167. “શબ્દની શક્તિ ઉમાશંકર જોશી ૧૬૮અ, “સનનન’ રમેશ પારેખ ૧૬૮બ. “હયાતી” હરીન્દ્ર દવે ૧૬૮ક. “મૌન' હરીન્દ્ર દવે 169. “હોસ્પિટલ પોએમ્સ” ડૉ. જયા મહેતા 170. એજન 171. એજન 172. “પ્રવેશ” પન્ના નાયક 173. ઉજ્જવલ શર્વરી’ કમલ વૈધ 174. “તર્પણ” યોગેશ્વરજી 175. “જીભ ઉપરનો ધ્વજ પ્રફુલ્લ પંડ્યા 176, એજન 177. “સુરેશ જોશીથી સુરેશ જોશી ડૉ. સુમન શાહ 178. એજન 179. “ઇતરા” સુરેશ જોશી 180. “ઇતરા સુરેશ જોશી ( ૧૮૧એ.એજન ૧૮૧બ.એજન 182. એજન 183. “માણસની વાત લાભશંકર ઠાકર 184. “શબ્દની શક્તિ” ઉમાશંકર જોશી 15 24 20 31 ૬ર 12 139 18 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #485
--------------------------------------------------------------------------
________________ * 85 V = , 62 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 484 ૧૮૫એ.એજન ૧૮પબ.એજન 186. એજન ઉમાશંકર જોશી 187. “ક્યાં રમેશ પારેખ 188. “કદાચ” રમેશ પારેખ 189. “તલાશ' વિપીન પરીખ 190. “રૂપરોમાંચ' શશિશિવમ્ 191. ઉલ્લેધ' પ્રવીણ દરજી 192. “લીલો અભાવ” કરશન લુહાર 193. “કલરવનાં પગલાં” જમન કુંડારિયા 194. “નિર્જળાનદી’ દક્ષા દેસાઈ 195. એજન 196. “ઇતરા” સુરેશ જોશી 197. “ક્ષણોનું આલ્બમ સુશીલા ઝવેરી 198. “કાલગ્રંથિ લાભશંકર ઠાકર 199, એજન : 200. એજન 201. “સૂરજ કદાચ ઊગે' હરિકૃષ્ણ પાઠક 202. “અંગત રાવજી પટેલ 203. ‘ત્વ' ન રમેશ પારેખ 204. એજન 205. “સૂરજનો હાથ યોસેફ મેકવાન 206. “અચાનક’ મનોજ ખંડેરિયા 207. “અટકળ' મનોજ ખંડેરિયા 208, “યરલવ” હસમુખ મઢીવાળા ર૦૯. “કાવ્યો' શિવ પંડ્યા 210. “સાતમી ઋતુ' મણિલાલ હ. પટેલ ર૧ 18. “જળની આંખે’ યશ દવે ૨૧૧બ. એજન ૨૧ર. એજન 213. “સુરેશ જોશીથી સુરેશ જોશી ડૉ. સુમન શાહ 214. “અંગત રાવજી પટેલ 215. “સમકાલીન કવિઓ ડૉ. ધીરુ પરીખ 216. “એકાંતવાસ” સતીશ ડણાક 217. “યતિભંગ મહેશ જોશી 218. “અનાહત સુશીલા ઝવેરી 219. કૈરવવન” સુશીલા ઝવેરી રર૦. “વમળનાં વન” જગદીશ જોશી રર૧. એજન રરર. “તમસા” રઘુવીર ચૌધરી રર૩. “પવન રૂપેરી” ચંદ્રકાંત શેઠ રર૪૪.એજન રર૪બ. રાનેરી મણિલાલ દેસાઈ 127 49 છે. 0 ૐ >> 42 116 64 34 ( 45 112 109 ૭૧૭ર 73 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #486
--------------------------------------------------------------------------
________________ 62 143 17 34 34 70 61 54 65 60 43 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 485 225. “અંગત' રાવજી પટેલ રર૬. “ખડિંગ' રમેશ પારેખ 27. “પરિપ્રશ્ન યશવંત ત્રિવેદી ર૨૮. એજન 229. એજન 230. “પરિદેવના યશવંત ત્રિવેદી ર૩૧. “યરલવ' હસમુખ મઢીવાળા ર૩ર. “છીપલાં” મેઘનાદ ભટ્ટ 233. એજન 234. “સંચેતના” રાધેશ્યામ શર્મા 235. “ખંડિત આકાશ' પ્રીતિ સેનગુપ્તા 236. એજન 23:7. “યતિભંગ” મહેશ જોશી 238. “મારે નામને દરવાજે લાભશંકર ઠાકર 239. “ટોળાં અવાજ ઘોંઘાટ” લાભશંકર ઠાકર 240. ત્વ' રમેશ પારેખ 241. એજન ર૪૨. એજન 243. એજન 244. “પ્રવેશ પન્ના નાયક 245. ‘તંદ્રા” મહેન્દ્ર જોશી ર૪૬. “અજનવી વસ્તીમાં દિનકર શાહ 247. એજન 248. “કદાચ કવિતા રાજુ પારેખ 249, “ક્ષણોનું આલ્બમ સુશીલા ઝવેરી 250. “આકાશમાં તારા ચૂપ છે” ડૉ. જયા મહેતા ૨પ૧. “પ્રવેશ' પન્ના નાયક રપર. “શ્વાસનો શ્વાસ શશિશિવમ્ 253. “આશ્લેષા' યશવંત ત્રિવેદી 254. “વિસ્મયનું પરોઢ ગુણવંત શાહ 255. “નિર્જળા નદી દક્ષા દેસાઈ 256. એજન 257. “સીત્તેર ગુજરાતી કવયિત્રીઓ ગીતા પરીખ 258. એજન 259. “એકાવન” ઉદયન ઠક્કર 260. “એકાવન ઉદયન ઠક્કર ર૬૧. એજન 43 46 એ 25 47. Mo = 40 116 99 51 72 72 - 195 195 34 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #487
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 486 સંદર્ભગ્રંથસૂચિ (કાવ્યગ્રંથો તેમજ વિવેચન પુસ્તકો) “અખાભગતના છપ્પા' સંપા. ભૂપેન્દ્ર ત્રિવેદી, બાલકૃષ્ણ ત્રિવેદી, અનસૂયા ભૂપેન્દ્ર ત્રિવેદી. “અખો એક અધ્યયન ઉમાશંકર જોશી, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. (સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ) - 1973. પ્રકાશક યશવંત શુક્લ, સ. મંત્રી, ગુ. વિદ્યાસભા અખો એક સ્વાધ્યાય ડિૉ. રમણલાલ ધ. પાઠક, સંત કવિશ્રી સાગર પ્રકાશન ટ્રસ્ટ વડોદરા પુખ-૨ પ્રકા. વડોદરા. પ્રથમ આવૃત્તિ-૭ ફેબ્રુઆરી, 1976. અગ્નિ ' અમૃત ઘાયલ, પ્રકા. શ્રીમતી ભાનુમતી અમૃતલાલ ભટ્ટ રાજકોટ-૩૬૦૦૨. પ્ર. આ. 1982. અર્ચન’ પ્રબોધ પારાશર્ય, પ્રકા. મુકુંદરાય વિજયશંકર પટ્ટણી, પ્રબોધરાય માણેકલાલ ભટ્ટ. પ્ર. આ. સંવત 1994, ઈ.સ. 1938. અચાનક મનોજ ખંડેરિયા, પ્રકા. શિવજી આશર, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્ર.આ. 1970. અજવાસ' રક્ષા દવે, પ્રકા. શારદાબહેન પ્ર. દવે, ભાવનગર-૩૬૪૦૦૧. પપ્રર. આ. 1986. અજનવી વસ્તીમાં દિનકર શાહ ‘જય’ પ્રકા. દિનકર શાહ “જય’ શાહપુર, અમદાવાદ૩૮00૧. મુખ્ય વિક્રેતા ગૂર્જર એજન્સી, ગાંધીરોડ, અમદાવાદ 38001. પ્ર.આ. ઓગસ્ટ 1985. અજાણી સુગંધ” આકાશ ઠક્કર, પ્રકા. આકાશ ઠક્કર, અમદાવાદ-૩૮૦૦૨૭, પ્ર.આ.માર્ચ 1990. અટકળ મનોજ ખંડેરિયા, પ્રકા. શિવજી આશર. વોરા એન્ડ કંપની અમદાવાદ-૩૮૦૦૦૧. પ્ર.આ. 1979. અડોઅડ ભાનુપ્રસાદ પંડ્યા, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્ર.આ. 1987. અથવા’ ગુલામ મોહમ્મદ શેખ, પ્રકાશ. ભદ્ર, બુટાલા, બુટાલા એન્ડ કે, વડોદરા-૧, પ્ર.આ. 1974. અપરાજિતા પૂજલાલ-પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી, પ્ર.આ.૧૯૭૯. અભિલાષ” સ્વ. બહેન શ્રીમતી પ્રકા. શ્રી રામકૃષ્ણ સેવા સમિતિ, અમદાવાદ૧. પ્રકા. વિષ્ણુપ્રસાદ રતનરામ ડાકોર, પહેલી આવૃત્તિ ઓક્ટોબર 1945. અનાહત સુશીલા ઝવેરી, પ્રકા. સશીલા ઝવેરી, મુંબઈ-૭, વિક્રેતા એન.એમ.ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨, પ્ર.આ. 199. અનુનય' જયંત પાઠક પ્રકા. બાબુભાઈ જોષી, કુમકુમ પ્રકાશન, પ્ર.આ. 1978. અનુભૂતિ’ મનસુખલાલ ઝવેરી, પ્રકા. ભુરાલાલ ર. શેઠ, પ્રકા. અને પુસ્તક વિક્રેતા-આર. આર. શેઠની કંપની, મુંબઈ, પ્ર.આ. 1956. અભિસાર , મનસુખલાલ ઝવેરી પ્રકાશ. એન. એમ. ત્રિપાઠી, બલસેલર્સ - પબ્લિશર્સ, મુંબઈ. પ્ર.આ. 1947. 19. “અમલ પિયાસી સંપા. સુરેશ દલાલ (મકરંદ દવેની કવિતા) પ્રક. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી વતી, ધનીભાઈ શાહ, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧. પ્ર.આ. 1980.. 20. “અમૃતા” દેવજી 2. મોઢા, પ્રકા, દેવજી રા. મોઢા, પોરબંદર-૩૬૦૫૭૫, મુખ્ય વિક્રેતા-નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ, અમદાવાદ. પ્ર.આ. 1982. .P.P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #488
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 487 21. “અરસપરસ પન્ના નાયક, પ્રકા. રજિસ્ટ્રાર, એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, મુંબઈ-૪000૨. મુખ્ય વિક્રેતા-નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ ૪000ર, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્ર.આ. 1989. “અલસગમના', ભાનુપ્રસાદ ત્રિવેદી, પ્રકા. કૃષ્ણકાન્ત મદ્રાસી, આદર્શ પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્ર.આ. 1975. “અલફ અજિત ઠાકોર, પ્રકા. અજિતસિંહ ઈશ્વરસિંહ ઠાકોર, મુખ્ય વિક્રેતા સાહિત્ય સંગમ, ગોપીપુરા, સુરત. પ્ર.આ. મે-૧૯૮૧. “અસ્તવસ્તુ નલિન પંડ્યા, પ્રક. બી. ઠક્કર, પ્રકા. રૂપાલી પબ્લિકેશન, અમદાવાદ-૧. પ્ર.આ.૧૯૮૯. “અસ્તિત્વ સુરેશ દલાલ, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ 1. પ્ર.આ. 1973. અશુભ” મફત ઓઝા, પ્રકા. કૃષ્ણકાન્ત મદ્રાસી, આદર્શ પ્રકાશન, અમદાવાદ 38001. પ્ર.આ. 1976. “અષ્ટમ કાંડ' “કુરુક્ષેત્ર માયાવી સંધ્યા', વિ.સં. 1996/ ઈ.સ. 1939, આવૃત્તિ ૧લી, 1939, (સંદેશ દીપોત્સવી અંકમાં). “અવાન્તર' બકુલેશ દેસાઈ, પ્રકાશ, બકુલેશ દેસાઈ, હરિપરા, સુરત. વિક્રેતા શ્રી ગાયત્રી પુસ્તક ભંડાર, સુરત-૩૯૫૦૦૩. પ્ર.આ. ઓગસ્ટ 1983. 29. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની છે. ધીરુભાઈ ઠાકર, પ્રકા. શાંતિલાલ ગો. શાહ, ગુર્જર વિકાસરેખા' ભાગ-૧ ગ્રંથ કાર્યાલય, અમદાવાદ. નવમી આવૃત્તિ, સંશોધિત સંવર્ધિતસંસ્કરણ-૧૯૮૧. 30. “અર્વાચીન કવિતા સુંદરમ્, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, પ્રકા. જેઠાલાલ જીવણલાલ ગાંધી, સ.મંત્રી ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ 1. આવૃત્તિ ત્રીજી, 1965. 31. અંકિત લાલભાઈ પટેલ, પ્રકાશ. સંગીતા પટેલ, સાક્ષર પ્રકાશન, અમદાવાદ, મુખ્ય વિક્રેતા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. પ્ર.આ. ઉત્તરાયણ, 1979. રજની શેઠ, પ્રકા. રજનીકાંત જી. શેઠ, સુરત. પ્ર.આ. 1962. 33. “અંગત રાવજી પટેલ, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, પ્રકા. આર.આર. શેઠની કંપની, મુંબઈ-૨, અમદાવાદ-૧. દ્વિતીય આવૃત્તિ-૧૯૮૨. અંતસ્થા પુષ્મા ભટ્ટ, પ્રકા. પુષ્પા નાનાલાલ ભટ્ટ, કપડવંજ, પ્ર.આ.૧૯૮૩. 35. અંતરીક્ષ પ્રબોધરાય માણેકલાલ ભટ્ટ પ્રકા. શ્રી મૃગેશ પ્રબોધરાય ભટ્ટ, 1181, કૃષ્ણનગર, ભાવનગર. પ્રથમ આવૃત્તિ ઈ.સ.૧૯૬૨, સંવત 2018. આકાશ જગદીશ જોશી, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ-૧. પ્ર.આ. ૧૯૭ર. ‘આકાશમાં તારાઓ જયા મહેતા, પ્રકાશ. શ્રીમતી કમલિની હર્ષદ ભણસાલી, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ૪Co૨૦. મુખ્ય વિક્રેતા-નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ 1. પ્ર.આ. 1985. આગમન' મરીઝ” પ્રકા. ગિરીશ આર. ઠક્કર, સુમન પ્રકાશન, મુંબઈ-૪0000, ત્રીજી આવૃત્તિ ઓગસ્ટ 1986. 40. “આગિયા ધીરુ પરીખ, (હાઈકુસંગ્રહ), પ્રકા. કવિલોક ટ્રસ્ટ વતી, રાજેન્દ્ર શાહ, કવિલોક પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્ર.આ.૧૯૮૨. 41. ‘આપણાં ખંડકાવ્યો' (ગૂર્જર ગ્રંથ કાર્યાલય), પ્રકા. તથા વિક્રેતા કાંતિલાલ ગો. શાહ, ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધી ચાર રસ્તા, અમદાવાદ. સંપાદકો. 34. ચૂપ છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #489
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 488 ડૉ. ધીરુભાઈ ઠાકર. . ચિમનલાલ ત્રિવેદી, પ્રો. ચંદ્રશંકર ભટ્ટ (પુનર્મુદ્રણ-બીજું-૧૯૭૧). 42. “આપણો સાંસ્કૃતિક વારસો લે. પરમાનંદ મા. ગાંધી, પ્રકા. કનભાઈ વોરા, વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, મુંબઈ-૨. દ્રિ.આ. 1970. 3. ‘આરત” દેવજી રા. મોઢા, પ્રકા. દેવજી રામજી મોઢા, પ્રાપ્તિસ્થાન-ગંગાશંકર બેચરભાઈ ત્રિવેદી, કાંતિ પ્રિન્ટીંગ પ્રેસ, પોરબંદર, પ્ર.આ. 1959. આરાધના પ્રકાશક-મનસુખલાલ ઝવેરી, ભુરાલાલ ર. શેઠ, આર.આર. શેઠની કંપની, મુંબઈ 1958. “આદ્ર ઉશનસ્, પ્રકા. સુરેશ પરસોત્તમદાસ દલાલ, લિપિની પ્રિન્ટરી, મુંબઈ, પ્ર.આ. જાન્યુ. 1961. આલબેલ” કરસનદાસ માણેક, પ્રકા. મગનલાલ શેઠ, સોલ એજન્ટ્ર, ગુજરાત પુસ્તક ભંડાર, કરાંચી. પ્ર.આ. સંવત 1992, કારતક સુદિ એકમ. આશંકા વિપિન પરીખ, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ-૧. પ્ર.આ. 1975. આસવ' હરીન્દ્ર દવે, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ. પ્ર.આ. 1976. “આશ્લેષ' હસમુખ મઢીવાળા, પ્રકા. શરદ રામલાલ શાહ, પ્રગતિ સાહિત્ય મંદિર, સુરત પ્ર.આ. 1956. આશ્લેષા” છે. યશવંત ત્રિવેદી, પ્રકા. એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ 400002. પ્ર.આ. 1988. આમોદી શ્રીકાન્ત માહુલીકર, પ્રકા. શ્રીકાન્ત માહલીકર, રાયપુ૨, અમદાવાદ-૧. મુખ્ય વિક્રેતા-ગૂર્જરગ્રંથ કાર્યાલય, પ્ર.આ. 1965. આંખ આંસુ ને શ્વાસ ઘનશ્યામ ગઢવી, પ્રકાશ. કિન્તુ, નિહારિકા પ્રકાશન, અમદાવાદ 380021. પ્ર.આ. 1987. પ૩. “આંસુ અને ચાંદરણું' રાધેશ્યામ શર્મા, પ્રકા. ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૧. દ્વિ.આ. 1983. ઇકરાર' કિસ્મત કુરેશી, પ્રકા. રમણીક ઠક્કર, સુમન પ્રકાશન, મુંબઈ-૯. પ્ર.આ. 1970. 55. “ઈજન ક રી ફકીરમહમ્દ મનસુરી, પ્રકા. ડે. ઓમાનંદ રૂ. સારસ્વત, પ્રમુખ, રૂપ સહકાર, વલ્લભવિદ્યાનગર, મુખ્ય વિક્રેતા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્ર.આ. 1967. 56. “ઇતરા સુરેશ હ. જોશી, પ્રકા. બુટાલા પ્રકાશન, વડોદરા-૧. પ્ર.આ. ગુડીપડવો સં. ૨૦ર૯. 57. “ઇલાકાવ્યો’ ‘રતન અને બીજાં બધાં ચંદ્રવદન ચી. મહેતા. પ્રકા. ભારતી સાહિત્યસંઘ લિ. ‘રતનના ઉમેરા સાથેની, સુધારેલી વધારેલી તુ.આ. ૧૯પર. 58. “ઇસ્લામદર્શન ઇસ્માઈલભાઈ નાગોરી, સરદાર પટેલ યુનિવર્સિટી (વ.વિ.નગર) મુદ્રક અને પ્રકાશક-કાંતિભાઈ અં. અમીન, કુલસચિવ, સરદાર પટેલ યુનિ. પ્રેસ. વ.વિ.નગર. 59. ઇન્દ્રજીતવધ (મહાકાવ્ય) કર્તા દોલતરામ કૃપારામ પંડ્યા (નડીઆદ) વિ.આ. (શુદ્ધિબુદ્ધિ સાથે) સને 1913 સંવત 1969, પ્રસિદ્ધકર્તા નયનસુખલાલ હરિલાલ પંડ્યા, મુંબઈ. 60. ઇન્દ્રધનું સુંદરજી બેટાઈ, પ્રકાશક આર.આર.શેઠની કંપની, પ્ર.આ. કારતક 1966, ઈ.સ. 1939. 61. “ઉઘાડ ધીરુ પરીખ, પ્રકા. બાબુભાઈ જોષી, કુમકુમ પ્રકાશન, અમદાવાદ૩૮૦૦૦૧. પ્ર.આ. 1979. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #490
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 489 62. “ઉજ્જવલ શર્વરી કમલ વૈદ્ય, પ્રકા. કમલ વૈદ્ય, રાજકોટ, વિતરક-ગ્રંથાગાર, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. પ્ર.આ. જુલાઈ 1985, 63. “ઉઝરડા અમર પાલનપુરી, પ્રકા. મીનાક્ષી મારફતિયા, સુરત પ્ર.આ. 1989. ઉત્કંધ' પ્રવીણ દરજી, પ્રકા. પુલસા પ્રકાશન, વડોદરા. પ્ર.આ. 1985. . “ઉત્તરાયન' દેશળજી પરમાર, પ્રકાશક પરમસુખ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી, લિ. બુકસેલર્સ એન્ડ પબ્લિશર્સ, મુંબઈ. પ્ર.આ. 1954. “ઉત્તરીય’ ઇન્દુલાલ ગાંધી, પ્રકાશક એ. આર. અંબાણી એન્ડ કે, રાજકો... પ્ર.આ. 1962. ઉદ્ગાર' નલિન રાવળ, પ્રકા. તારાચંદ માણે ચંદ રવાણી, રવાણી પ્રકાશન ગૃહ, અમદાવાદ: પ્ર.આ. 1962. ઉન્મેષ' ઇંદુલાલ ગાંધી, પ્રકા, ઇન્દુલાલ ગાંધી, “અતિથિ' કાર્યાલય, મોરબી (સૌરાષ્ટ્ર) પ્ર.આ. 1948. ‘ઉપનિષદ નવનીત' હિન્દી લેખક પંડિત વાસુદેવશરણ અગ્રવાલ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ૨. અનુ. શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ, સસ્તું સાહિત્ય મુદ્રણાલય, (કિ.આ. 1977). 70. “ઉરનાં આંસુ” (કરુણપ્રશસ્તિ) સુરેશા મજમુદાર, પ્રકા. રમાકાન્ત મજમુદાર, વિલેપાર્લે, મુંબઈ- . 57. મુખ્ય વિક્રેતા-વોરા એન્ડ કું. પબ્લિશર્સ પ્રા. લિ. પ્ર.આ. 1965. 71. “ઊઘડતી દીવાલો ચંદ્રકાન્ત શેઠ, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર.આર. શેઠની કંપની, મુબંઈ-C000૨અમદાવાદ-૩૮૦૦૦૧, 72. “ઊઘડતાં બીજ લીના મંગળદાસ, પ્રકા. લીના મંગળદાસ, શ્રેયસ, અમદાવાદ-૭. પ્ર.આ. 1966. 73. “ઊર્ણનાભ ચિનુ મોદી, પ્રકા. ભિખુભાઈ ઠક્કર, રૂપાલી પ્રકાશન, અમદાવાદ 4. પ્ર.આ. 1974. 74. “એકજ પલક અજંપ” પિનાકિન ઠાકોર, પ્રકા. પિનાકિન ઠાકોર, સમન્વય પ્રકાશન, અમદાવાદ-૯, પ્ર.આ. ઓગસ્ટ-૧૯૮૮. ‘એક દિવસ જયા મહેતા, પ્રકા. મિહિકા પબ્લિકેશન્સ, મુંબઈ-૪Coco૫. પ્ર.આ. 1982. એકાંતની સભા' જગદીશ જોશી, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ-૧, પ્ર.આ. 1988. એકાન્તવાસ સતીશ ડણાક, પ્રકા. આદર્શ પ્રકાશન, અમદાવાદ-૩૮Op૧. પ્ર.આ. જુલાઈ 1981. એકાન્ત' સુરેશ દલાલ, પ્રકા. શિવજી આશર, સ્વાતિ પ્રકાશન, પ્ર.આ. 1966. 79. “એકાવન" ઉદયન ઠક્કર, પ્રકા. શ્રીમતી ઉષા ઠક્કર, રજીસ્ટ્રાર, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ. મુખ્ય વિક્રેતા-નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-૪૦૦૦૦૨. પ્ર.આ. 1987. 80. “ઓરિસ્યુસનું હલેસું * સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર.આર. શેઠની કંપની, મુંબઈ-૪CC00૨. અમદાવાદ-૩૮00૧. પ્ર.આ. 1974. 81. “ઓચ્છવ' હસિત બૂચ, પ્રકા. શ્રી જયોત્સનાબેન હ, બૂચ, વડોદરા૩૯૦૦૦૯. પ્રાપ્તિસ્થાન-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ૧. પ્ર.આ. 1987. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #491
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 490 82. ‘કદાચ અનિલ જોશી, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ 1. પ્ર.આ. 1970. 83. “કદાચ' કવિતા રાજુ પારેખ, પ્રકા. રન્નાદે પ્રકાશન, રાયપુર, અમદાવાદ-૧. પ્ર.આ. 1989. 84. કર્દમપલ્લી’ જયેન્દ્ર શેખડીવાળા, પ્રકાશ. કાવ્યસ્થલિ પ્રકા. વ.વિ.નગર, પ્રાપ્તિસ્થાન-પટેલ યુનિ. વ.વિ.નગર-૩૮૮૧૨૦. પ્ર.આ. 1988. ‘કલરવનાં પગલાં જમન કુંડારિયા, પ્રકા. અને મુખ્ય વિક્રેતા-મે. વિદ્યાર્થી બુક સ્ટોર્સ, ભાયાવદર, પ્ર.આ. ઓક્ટો-૧૯૮૧. કલ્કિ જયેન્દ્ર શેખડીવાળા, પ્રકા. રઘુવીર ચૌધરી, ગુજરાતી સાહિત્ય પરિપદ, શ્રી બી. કે મજમૂદાર ટ્રસ્ટ પ્રકાશન, પ્ર.આ. 1982. 87. ‘કલ્પના’ રતુભાઈ દેસાઈ, પ્રકા. સૌ મમતા દેસાઈ, વિલેપાર્લે, મુંબઈ-૫૭. પ્ર.આ. સન 1963. ‘કલ્પના' લીના મંગલદાસ, પ્રકા. લીનાબહેન મંગળદાસ, શાહીબાગ, અમદાવાદ-૮, પ્ર.આ. 1957. ‘કલાપીનો વિરહ (કવિ ત્રિભુવન પ્રેમશંકર) પ્રકા. રાજકોટ, ધી ગણાત્રા પ્રિન્ટીંગ વર્કસ, વિ.સં.૧૯૬૯, પ્ર.આ. ઈ.સ. 1913. * - “કલાપીનો કેકારવ' ‘પ્રવીણ પુસ્તક ભંડાર' લાભ ચેમ્બર્સ, બસસ્ટેન્ડ પાસે, રાજકોટ, પ્રકા.શ્રી એમ. 5. પટેલ, કલ્યાણ ટ્રસ્ટ, રાજકોટ, નવસંસ્કરણ વિ.સં. 2038. 91. કલ્લોલિની દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર, પ્ર.આ.વિ.સં. 1968, ઈ.સ. 1912, ભાવનગર “સરસ્વતી છાપખાનું ‘કલ્યાણિકા ખબરદાર, એન.એમ.ત્રિપાઠી એન્ડ કંપની, બુકસેલર્સ, પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. 93. “કલિકા અરદેશર ફરામજી ખબરદાર, માઉંટ રોડ, મદ્રાસ, પ્ર.આ. સંવત 1982, ઈ.સ. 1926. 94. “ક્યાં ? રમેશ પારેખ, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧. પ્રથમ આવૃત્તિ-૧૯૭૦. 5. ‘કાન્હડદે પ્રબંધ ખંડ-૧- કવિ પદ્મનાભ વિરચિત, સંપા. પ્રા. કાંતિલાલ બળદેવરામ વ્યાસ, એલ્ફિન્સ્ટન કોલેજ, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. પુસ્તક વિક્રેતા અને પ્રકાશક, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. 96. કવિલોક ગુજરાતી કવિતાનું ઋતુપત્ર, સંસ્થાપક. રાજેન્દ્ર શાહ, તંત્રી. ધીરુ પરીખ, ટી. એસ. એલિયટ, વિશેષાંક, શરદ-૨૮૮૪. સપ્ટે-ઓક્ટો૧૯૮૮, સળંગ અંક-૧૧૮૫ દ્વિજ અંક-૧૧૩, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦0૯. 97. વિશ્રી ન્હાનાલાલ સ્મારકગ્રંથ સંપાદન સમિતિ, શ્રી રામનારાયણ વિ. પાઠક, રવિશંકર જોશી, ચતુરભાઈ શં. પટેલ. અનંતરાય મ. રાવળ, દુદાભાઈ ગો. ધામેલિયા, પ્રકા. રાજકોટ રાજકુમાર કોલેજ, કવિશ્રી ન્હાનાલાલ સ્મારક સમિતિ, પ્રેમભક્તિ મુદ્રણાલય. પાલીતાણા. વિ.સં. 209 ઈ.સ. 1953. 98. કબીર વચનાવલી અનુ. પિનાકિન ત્રિવેદી, સહ. અનુ. રણધીર ઉપાધ્યાય, પ્ર.આ. 1972, પ્રા.સ્થાન. સાહિત્ય અકાદમી, રવીન્દ્રભવન, 35, ફીરોજશાહ રોડ, નવી દિલ્હી-૧, 99. ‘કાલગ્રંથિ લાભશંકર ઠાકર, પ્રકા. પાર્શ્વ પ્રકાશન, અમ-૧. પ્ર.આ. 1989. 10. કાવ્યસ્પંદિતા” ડૉ. ગીતા પરીખ, પ્રકા. ગીતા પરીખ, એર, મનાલી એપા. વિક્રમ સારાભાઈ રોડ, અમ-૧૫. મૂલ્ય-૬૫-૦૦, પ્ર.આ. 1989. પણ વિ. ળ. તાલાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #492
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ -491 101. 'કાવ્ય' પુજાલાલ, પ્રકા, પૂજાલા, શ્રી અરવિંદ આશ્રમ, પડિચરી-૨. પ્ર.આ. 102. “કાવ્યરસિકા' 103. “કાવ્યાંગના 104. “કાવ્યો 105. ‘કિમપિ' 106. “કિન્તુ 107. ‘કીર્તન મુક્તાવલી’ 108. કુરુક્ષેત્ર 109. “કુરુક્ષેત્ર 110. કુરુક્ષેત્ર 111. કુરુક્ષેત્ર 112. કુરુક્ષેત્ર નિર્ણયસાગર મુદ્રણાલય, સં. 1957, ઈ.સ. 1901, મુંબઈ. રચનાર, અરદેશર ફરામજી ખબરદાર. જટિલ, પ્રકા. જટિલરાય કેશવલાલ વ્યાસ, પોરબંદર, પ્ર.આ. '45 શિવ પંડ્યા, પ્રકા. નક્ષત્ર ટ્રસ્ટ, અમ-૧૫. પ્રા.સ્થાન-આર. આર. શેઠની કંપની, ગાંધીમાર્ગ, અમ-૧. પ્ર.આ. 1979. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, મુંબઈ-૨. અમ-૧. પ્ર.આ. 198:3. ઇન્દુ પુવાર, પ્રકા. બી. ઠક્કર, રૂપાલી પ્રકાશન, અમ-૪. પ્ર.આ. સ્વામિનારાયણ અક્ષરપીઠ, અમદાવાદ. પ્રકા, સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ રોડ, અમ-૪. સં. 2047 સન-૧૯૯૧. આ. સાત-ફેબ્રુઆરી-૧૯૯૧. કવિ ન્હાનાલાલ, (પ્રેમભક્તિ ગ્રંથમાળા), વિ.સં. 1996, ઈ.સ. 1940, પ્રકા. જાનાલાલ દલપતરામ કવિ. એલિસપુલ, * અમદાવાદ, પ્ર.આ. 1940. કવિ ન્હાનાલાલ પ્રથમકાંડ, (પ્રેમભક્તિ ગ્રંથમાળા) “રસો હૈ સ’ કરક્ષેત્ર પ્રથમકાંડ યુગપલટો વિ. 1985, ઈ.સ. 1929. કવિ ન્હાનાલાલ, દ્વિતીયકાંડ, “હસ્તિનાપુરનાં નિપિ' વિ.સં. ૧૯૮૬ઈ.સ. 1930. પ્રકા. ન્હાનાલાલ દલપતરામ કવિ, ભદ્ર, અમ-નં.૧. પ્ર.આ. 1930. કવિ ન્હાનાલાલ તૃતીયાકાંડ (નિર્ધાર) વિ.સં. 1996, ઈ.સ. 1940. કવિ ન્હાનાલાલ, ચોથો કાંડ (‘યોધપર્વણી') દ્ધિ. આ. અને પ્રતિજ્ઞા, વિ.સં. 1984, ઈ.સ. 1928, પ્રકા. ન્હાનાલાલ દલપતરામ કિવિ, ભદ્ર, અમ-૧. કવિ ન્હાનાલાલ, છઠ્ઠાકાંડ-આયુષ્યનાં દાન” (પ્રેમભક્તિ ગ્રંથમાળા) પ્ર.આ. વિ.સં.-૧૯૯૬ઈ.સ. 1940, પ્રકા. હાનાલાલ દલપતરામ કવિ. કવિ ન્હાનાલાલ, સપ્તમકાંડ, ‘ચક્રમૂહ હાનાલાલ દલપતરામ કવિ, પ્ર.આ. વિ.સં. ૧૯૯૬ઈ.સ. 1940. કવિ ન્હાનાલાલ, નવમોકાંડ, ‘સહોદરનાં બાણ પ્ર. આ. વિ. સં. ૧૯૯૬ઈ.સ. 1940. કવિ ન્હાનાલાલ, દશમોકાંડ, ‘દ્રી અથવા કાળનો કો’ વિ. સં. 1986. ઈ.સ. 1930, પ્ર.આ. 1930. ‘ગુજરાતીના દીપોત્સવી અંકમાં કિ.આ. 1930 (એકાદશકાંડ, ‘શરશય્યા'), વિ.સં. 1986, ઈ.સ. 1929, પ્ર.આ. ૧૯ર૯. “ગુણસુંદરી’ના દીપોત્સવી અંકમાં આવૃત્તિ રજી, 1929. મગનભાઈ ચતુરભાઈ પટેલ, (બીજી આવૃત્તિ), સન 1927, * અમદાવાદ, રચનાર, નરસિંહરાવ ભોળાના બી. એ. બ્લ્યુ. વાંદરા, પ્રકા. સી. એન. બ્રધર્સ, બુકસેલર્સ એન્ડ પબ્લિશર્સ, ભાગાતળાવ-સુરત. સ્વ. ભીમરાવ ભોળાનાથ કૃત છૂટક કાવ્યોનો સંગ્રહ, પ્રસિદ્ધર્તાસત્યેન્દ્ર ભીમરાવ, અમ. આર્યોદય’-પ્રેસ. ઈ.સ. 1903, સંવત૧૯૫૯. વાર - Jun Gun Aaradhak Trust 113. “કુરુક્ષેત્ર 114. કુરુક્ષેત્ર 115. ‘કુરક્ષેત્ર' 116. ‘કુરુક્ષેત્ર” 117. કુરુક્ષેત્ર 118, “કુસુમાંજલિ 119. “કુસુમમાળા’ 120. કુસુમાંજલિ P.P. Ac. Gunratnasuri M.S.
Page #493
--------------------------------------------------------------------------
________________ (સાટછાટ) ન. 6 તથા 11, A ' S અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 492 121. “કુસુમરજ' સંપાદકો-ભૃગુરાય અંજારિયા, યશવંત દોશી, “કવિ કાન્ત શતાબ્દી ગ્રંથ’ આર. આર. શેઠની કંપની, પુસ્તક પ્રકા. અને વિક્રેતા મુંબઈ-૨, અમ-૧. પ્ર.આ. 1982. 122. કૃષ્ણમૂર્તિનું જીવનદર્શન રણછોડભાઈ પટેલ, ત્રિમૂર્તિ પ્રકાશન, રિલીફરોડ, અમ-૧. પ્ર.આ. 1982483, મુખ્ય વિક્રેતા સદૂભાવ પ્રકા રતનપોળ, અમ.૧ 123. “કૃષ્ણવિરહ કવિ ભવાનીશંકર નરસિંહરાવ, છપાવી પ્રસિદ્ધ કરનાર દેવચંદ ચતુરભુજ, મુંબઈ દફતર આશકારા છાપખાના મધે બહેરામજીજી ફરદુનજીની કંપનીએ છાપ્યું છે. કોટ બહેરામજી હોરમસજી (સીટસ્ટ્રીટ) નં. 6 તથા 11, સને 1876, સં. 1932. 124. કડી’ ‘બાદરાયણ ભાનુશંકર વ્યાસ, પ્રકો. પરમાણંદાસ પીતાંબરદાસ, ધી જનરલ બુક ડીપો, બુકસેલર્સ અને પબ્લીશર્સ, મુબંઈ. પ્ર.આ.સં. 1997, વસંતપંચમી, ૧/ર/૧૯૪૧. 125. કેટલાંક કાવ્યો' ભા.-૩ ‘પ્રેમભક્તિ ગ્રંથમાળા' ન્હાનાલાલ દલપતરામ કવિ, વિ.સં. 1991, ઈ.સ. 1935, પ્ર.આ. 126. કેટલાંક કાવ્યો (સુંદરમનાં કાવ્યો), સંપા. નિરંજન ભગત, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમ. તૃતીય મુદ્રણ-૧૯૯૦. 127. કોઈ રસ્તાની ધારે ધારે સુરેશ દલાલ, પ્રક. શ્રીમતી કમલિની ભણસાલી, શ્રીમતી નાથીબાઈ ઠાકરસી. મહિલા વિદ્યાપીઠ, મુખ્ય વિક્રેતા-નવભારત સાહિત્ય મંદિર, પ્ર.આ.-૧૯૮૫. 128. ‘કોડિયાં' કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રકા. વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિ., પુનમુદ્રણ-૧૯૭૨. 129. “કોમલરિષભ રાજેન્દ્ર શુક્લ, પ્રકા. બી. ઠક્કર, પ્રકા. રૂપાલી પબ્લિકેશન, રિલીફરોડ, અમ-૧. દ્રિ.આ.-૧૯૮૩. 130. “કોયા ભગતની કડવી વાણી સુંદરમ્, પ્રકા. આર. આર. શેઠની કંપની, દ્રિ.આ. ઈ.સ. 1967. અને ગરીબોનાં ગીતો’ 131. “કેરવવન’ સુશીલા ઝવેરી, મુંબઈ-૭. વિક્રેતા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ 1. પ્ર.આ. 1981. 132. “ખલક ૨જની શેઠે, પ્રકા. રાષ્ટ્રભાષા પુસ્તક મંદિર, સુરત. પ્ર.આ. 1984. 133, “ખડિંગ રમેશ પારેખ, પ્રકા. શિવજી આશર. વોરા એન્ડ કંપની, અમ-૧. પ્ર.આ. 1979. , 134. ખંડિત આકાશ પ્રીતિ સેનગુપ્તા પ્રકા. પ્રીતિ સેનગુપ્તા, અમદાવાદ-૩૮૦૦૦૬. મુખ્ય વિક્રેતા આર.આર. શેઠની કંપની, મુંબઈ-૨, અમદાવાદ-સ્. પ્ર.આ. 1985. 135. “ખંડેરનો ઝુરાપો રતુભાઈ દેસાઈ, પ્રકા. પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન, વતી-મૃણાલ દેસાઈ, પ્ર.આ.-૧૯૮૯. 13. “ગંગા સતી એમ બોલિયાં રે સંપાદક-સુનંદા હોરા, અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ, ભદ્ર, 380001. પ્રકાશ-સુનંદા હોરા, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્રથમ આવૃત્તિ-૧૯૭૫. 137. ગજેન્દ્ર મક્ષિકો” (પ્રણેતા) સ્વ. પ્રોફેસર ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ, સંપાદક-પ્રોફેસર રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, પ્રકાશક-રા.રા. ગણેશરાય દુલેરાય બુચ, પ્રથમ આવૃત્તિ, ઈ.સ. 1928, સંવત-૧૯૮૪. 138. “ગાતાં ઝરણાં ગની દહીંવાલા, પ્રકા. રમણીક ઠક્કર, સુમન પ્રકાશન, મુંબઈ-૮. તૃતીય આવૃત્તિ-૧૯૭૩. 139. “ગાંધી બાપુનો પવાડો' (ત્રણ ભાગમાં) અરદેશર ફરામજી ખબરદાર, ઈ.સ. 1948, સંવત આ 2004, પ્રકાશક-અરદેશર ફરામજી ખબરદાર, 788, પારસી કોલોની, દાદર, મુંબઈ-૧૪, પહેલી આવૃત્તિ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #494
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 493 140. ‘ગાંધી બાપુ અરદેશર ફરામજી ખબરદાર, પ્રકા. અરદેશર ફરામજી ખબરદાર, 788, પારસી કોલોની, દાદર, મુંબઈ. 141. “ગાંધીવિહુ' (બાપુવિરહ) કવિ મણિશંકર દવે, પ્રકા. શ્રીમતી મણિગૌરી, મણિશંકર દવે, નાઈરોબી, પો.બો.નં.-૧૦૪૮૧. પ્ર.આ.-૧૯૫૬. 142. “ગિરા નદીને તીર પ્રમુખ સંપા.-રમેશ પારેખ, પ્રકા.-મહેન્દ્રભાઈ સી. દવે, પ્રાપ્તિ સ્થાન-ઝાલાવાડ રોડ, પ્રાંગધ્રા-૩૬૩૩૧૦. ‘અથ થી ઈતિ’ (સાપ્તાહિક) પ્ર. આ. 1989. 143. “ગીતમંજરી કવિ ન્હાનાલાલ, વિ. સં. 1984, ઈ.સ. 1928, પ્રકાશક ન્હાનાલાલ દલપતરામ કવિ, આવૃત્તિ પહેલી, પ્રત-૨૩૦૦. 144. “ગીત પંચશતી’ રવીન્દ્રનાથ ઠાકુર, (સાહિત્ય અકાદમી, નવી દિલ્હી), 1978, સંપાદક-ઈન્દરાદેવી ચૌધરાણી, અનુવાદક-નગીનદાસ પારેખ, ઉમાશંકર જોશી, રમણલાલ સોની, જયંતીલાલ આચાર્ય, સુરેશ એશી, અનિલા દલાલ, ભોળાભાઈ પટેલ. 145. ગીતાની યોગસાધના રોહિત મહેતાના પુસ્તકનો અનુવાદ, અનુ. ઈન્દુન્હેન મહેતા, પ્રકાશક-દિનકરભાઈ ત્રિવેદી, ન્યુ ઑર્ડર બુક કંપની' અમદાવાદ 380006. (From Mind to supermind). 146. “ગુર્જરી પૂજાલાલ, પ્રકાશક-શંભુલાલ જગશીભાઈ શાહ, વિક્રેતા ગૂર્જરગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. પ્ર.આ. 1959. 147. ગુજરાત લોક સાહિત્યમાળા' મણકો ચોથો, સંપાદક-ડૉ. મંજુલાલ 2. મજમુદાર, ગુજ. રાજય સરકાર પુરસ્કૃત શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી કનૈયાલાલ જોશી, ગુજરાત રાજય શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી કનવા લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ. પ્રથમ મુદ્રણ, સંવત-૨૦૨૦. ઈ.સ. 1964. 148, “ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ (9) “દયારામ’ પ્રવીણ દરજી, સંપાદક-રમણલાલ જોશી, કુમકુમ પ્રકાશન, ગાંધીરોડ, અમદાવાદ-૧ પાંચ રૂપિયા-પ્ર.આ. માર્ચ-૭૮ 149. “ગુજરાતી ગઝલની સૌદર્યમીમાંસા' . રશીદ મીર, પ્રકા. બાબુભાઈ એમ. શાહ, વિક્રેતા-પાર્થ પ્રકાશન, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૧. પ્ર.આ. 1992. 150. “ગુજરાતી સાહિત્ય' (મધ્યકાલીન) અનંતરાય રાવળ-મેકમિલન, ધી મેકમિલન કંપની ઓફ ઇન્ડિયા લિ. ચતુર્થ આવૃત્તિ 1976. 151. “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૧, સાહિત્ય પરિષદ, (ઈ.સ. 1150-1450) સંપાદકો ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, પ્ર.આ. 1973 સહાયક સંપાદક-ચિમનભાઈ ત્રિવેદી, પ્રકાશક-પીતાંબર પટેલ, | (મંત્રી) ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-૯. 152. “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' (ઈ.સ. 1451850) ગુજરાતી સાહિત્ય પરિષદ, સંપાદકો (ગ્રંથ-ર) ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સહાયક સંપાદક-ચિમનલાલ ત્રિવેદી. 153. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ' (દલપતરામથી ક્લાપી), પ્રકા. રઘુવીર ચૌધરી, ગુજરાતી (ગ્રંથ-૩) સાહિત્ય પરિષદ, અમદાવાદ-૯. સંપાદકો-ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સહાયક સંપાદક-ચિમનલાલ ત્રિવેદી, પ્ર.આ. 1978. 154. “ગુલઝારે શાયરી' શયદા પ્રકા. વિજયા પ્રકાશન, મુંબઈ-૬ પ્રથમ પુસ્તિકા ફેબ્રુ-૧૯૬૧. 155. ‘ગુલાલ નટવરલાલ મ. પટેલ, પ્રકા. નટવરલાલ મગનલાલ પટેલ, પ્રાપ્તિસ્થાન-મહાદેવી બ્રધર્સ, સ્ટોક એક્સેજ ઓ૯ બિલ્ડીંગ, દલાલ સ્ટ્રીટ મુંબઈ. પ્ર.આ. 1950. 15. ગોરસી ઇન્દુલાલ ગાંધી, પ્રકા, ઇન્દુલાલ ગાંધી, સમરસેટ સ્ટ્રીટ કેમ્પ, કરાંચી, કોપી રાઈટ સર્વ હક્ક લેખકને સ્વાધીન, ઈ.સ. 1939, સંવત-૧૯૯૫. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #495
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 494 157. ગોવર્ધનરામશતાબ્દી સ્મારકગ્રંથ સંપા. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, શ્રી મગનભાઈ દેસાઈ, શ્રી ઉપેન્દ્ર છે. પંડ્યા, શ્રી યશવંત પ્રા. શુક્લ. 4.કા. શ્રી ગોવર્ધનરામ શતાબ્દી મહોત્સવ સમિતિ-નડીયાદ, 1955. 158. ગોરમ્ભા પછી જ વારિજ લુહાર, પ્રકા. મુદ્રા, અમરેલી-૩૬૪૬૦૧. મુખ્ય વિક્રેતા રૂપાલી પબ્લિકેશન, અમ-૧. પ્ર.આ. 1987. 159. ઘડિયાળ અને પ્રકા. લીનાબ્લેન મંગળદાસ, શ્રેયસ શાહીબાગ, અમ-૪. પ્ર.આ. મે-૧૯૫૯. 160. ‘ઘટના સુરેશ દલાલ, પ્રકા. સુશીલા દલાલ, મિહિકા પબ્લિકેશન, મુંબઈ. પ્ર.આ. 1984. 161. “ઘટા” બરકત વીરાણી, પ્રકા. ગિરીશ આર. ઠક્કર, મુંબઈ-૪૦૦ 09. તૂ.આ. 1987. 12. “ચંદનભીની અનામિકા રાજેન્દ્ર શાહ, પ્રકા. રાજેન્દ્ર શાહ, મુંબઈ-૪૦૦૦0૭. પ્રા.સ્થાન ગ્રંથાગાર, અમ-૯, પ્ર.આ. 1987. 163. “છંદો છે પાંદડાં જેનાં ભગવતીકુમાર શર્મા, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, મુબઈ-૪0000૨. અમદાવાદ-૩૮૦૦૦૧. પ્ર.આ. 1987. 164. 'છંદોલય' નિરંજન ભગત, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ-૧. દિ.આ. 1972. 165. “છીપલાં મેઘનાદ હ. ભટ્ટ, પ્રકા, નક્ષત્ર ટ્રસ્ટ, અમ-૧૫. પ્રા.સ્થાન-આર. આર. શેઠની કંપની, પ્ર.આ. 1980. 166. ચંદ્રશંકરનાં કાવ્યો સં૫. કાંતિલાલ છગનલાલ પંડ્યા, પ્રકા. પરમસુખ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની, મુંબઈ-૨, પ્ર.આ. ઈ.સ. 1942, , વિ.સ. 1998. 167. “ચીસ' પ્રવીણ દરજી, પ્રકાપુષ્મા બી. જોશી, પ્રદેશ પ્રકાશન, અમ-૧. પ્રા. સ્થાન કુમકુમ પ્રકાશન, અમ-૧. પ્ર.આ. 1973. 168. ‘ચિત્રલેખા’ રમણ વકીલ, પ્રકા. રમણલાલ નરહરિલાલ વકીલ, મુંબઈ. પ્ર.આ. ફેબ્રુઆરી-૧૯૪૦, 169, ‘ચિત્રદર્શનો પ્રકા. શ્રીમતી જયાબહેન મનોહરકવિ, લાલકાંકરનો બંગલો, કવિ ન્હાનાલાલ માર્ગ, અમ-૬દ્રિ.આ. ઈ.સ. 1977. 170. ‘ચિદાનંદા’ મકરન્દ દવે, નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-૪૦૦૦૦૫. પ્ર.આ.૧૯૮૫. પ્રકા. ધનજીભાઈ પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધીરોડ, અમ-૧, મુંબઈ-૪0000ર. 171. “જળની આંખે' યજ્ઞેશ દવે, પ્રકા. રાજેન્દ્ર શાહ, કવિલોક ટ્રસ્ટ, અમ-૯. પ્ર.આ. જાન્યુઆરી-૧૯૮૫. 172. ‘જટાયુ” સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. હોઠની કંપની, મુંબઈ-૪000ર. અમ-૧. પ્ર.આ.૧૯૮૬, 173. “જનની રતુભાઈ દેસાઈ, (એક શોકપ્રશસ્તિ), સોલ એજન્ટ્સ, શિષ્ટ સાહિત્ય ભંડાર, મુંબઈ. પ્ર.આ. 1940. 174. “જ્યાં દરેકને પહોંચવું છે કાકા સાહેબ કાલેલકર, પ્રકા. અરવિંદ સ. પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨. બીજી સંવર્ધિત આવૃત્તિ-૧૯૮૦. 175. “જાનવી નાથાલાલ દવે, પ્રકા. નાથાલાલ દવે, અમ-૧. મુખ્ય વિક્રેતા-શ્રી ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્ર.આ. 1961. 176. “જીભ ઉપરનો ધ્વજ પ્રફુલ્લ પંડ્યા, મકા. રાજેન્દ્ર શાહ, કવિલોક ટ્રસ્ટ, અમ-૯, પ્ર.આ. 1986. 177. “જીવનદાત્રી “ચન્દ્રા જાડેજા (સ્મરણિકા) પ્રકા. શ્રી પદ્મના પ્રકાશન, શ્રી પાદેવી જાડેજા, કલ્યાણ મંદિર, રાજકોટ. પ્ર.આ. 1969. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #496
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 495 178. “જૈનધર્મ ધમ' શ્રી જૈનતત્ત્વપ્રકાશ, આગમોધ્ધારક આચાર્યશ્રી આમોલેખ ઋષિજી મહારાજ, અનુ. શ્રી ઝવેરચંદ જાદવજી કામદાર, પ્રકા. ધનરાજભાઈ ઘાસીરામ કોઠારી, વ્યવ. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, ફર્નાન્ડીઝ બ્રીજ પાસે, અમ-૧. 179. “જેમતેમ ઇન્દુ ગોસ્વામી, પ્રકા. મહેન્દ્ર શાહ, ચંદ્રમૌલિ પ્રકાશન, અમ-૧, પ્ર.આ. 19j1988. 180. ‘ઝરુખો' સૈફ પાલનપુરી, પ્રકા. શિવજી આશર, સ્વાતિ પ્રકાશન, મુબંઈ 3 .. આ. 1965. 181. ‘ઝરમર ઉપેન્દ્ર પંડ્યા, પ્રકા. ઉત્પલ પંડ્યા, રાજકોટ-૩૬000૧. પ્ર.આ. 1988. 182. “ઝંકૃતિ” દુર્ગેશ શુક્લ, (વસંત અવસરે), પ્રકા. દુર્ગેશ શુક્લ, શશીવિલાસ, પોરબંદર રોડ, સાંતાક્રુઝ, મુંબઈ-૨૩. પ્ર.આ. 1949. 183. ‘ઝંઝા’ હિંમત ખાટરિયા, પ્રકા. વિશ્વશાંતિ પ્રકાશન, ભાવનગર, પ્ર.આ. 1978. 184. “ગંદુવિરહ બનાવનાર આનંદજી લવજી લાખાણી, કુંડલા તાબે ભાવનગર. ભાવનગર દરબારી છાપખાનામાં છાપ્યું. સં. 1954. ઈ.સ. 1898. 185. “ઝાંખી અને પડછાયા પિનાકિન ઠાકોર, પ્રકા. કૃષ્ણકાંત મદ્રાસી, પ્રકા. આદર્શ પ્રકાશન, અમ-૧. પ્ર.આ. 1971. 186. ‘ઝરણાં ટાઢાં ને ઊન્યાં જયેન્દ્રરાય દૂકાળ, પ્રકા. જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળ, અમદાવાદ. પ્ર.આ. વિ.સં. 1984. ઈ.સ. 1928. 187. ‘ઝાંય' અમૃત ઘાયલ, પ્રકા. શ્રીમતી ભાનુમતી અ. ભટ્ટ, રાજકોટ 360002. પ્ર.આ. 1982. 188. “મો ઓગળ્યો” મનસુખલાલ ઝવેરી, પ્રકા. ભોગીલાલ પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ. પ્ર.આ. 1975. 189. ‘તથાપિ સુરેશ જોશી, પ્રકા. ડાહ્યાભાઈ જીવણજી નાયક, સાહિત્યસંગમ, સૂરત. પ્ર.આ. સં. 2036. 19O. તન્મય' રામપ્રસાદ દવે., પ્રકા. જયપ્રકાશ દવે, રાજકોટ, પ્રા.સ્થાન-ગૂર્જર એજન્સી, અમ-૧. પ્ર.આ. 1983. 191. “તમસા રઘુવીર ચૌધરી (સંવર્ધિત આવૃત્તિ). પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, અમ-૧. મુંબઈ-૨. દ્વિ.સં.આ. ૧૯૭ર. 192. “તમારી વસ્તુ અબ્દુલ કરીમ શેખ, પ્રકા, નક્ષત્ર ટ્રસ્ટ, ગુલબાઈ ટેકરો, અમ-૧૫ પ્ર.આ. 1980. 193. “તમે માધવ રામાનુજ, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમ 1. પ્ર.આ. 1972. 194. તરણાં” મકરન્દ દવે, પ્રકા. બાબુભાઈ પ્રા. વૈદ્ય, હર્ષદ ગ્રંથમાળા, રાજકોટ, પ્ર.આ. 1951. 195. ‘તલાશ” વિપિન પરીખ, પ્રકા. અરવિંદ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨. પ્ર.આ. 1980. : 196. “તપણ” યોગેશ્વરજી, પ્રકા. બાબુભાઈ જોશી, કુમકુમ પ્રકાશન, અમ-૧. પ્ર.આ. 1982. 197. “તારીખનું ઘર' સુરેશ દલાલ, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમ-૧. પ્ર.આ. 1971. 198. 'તુલસીદલ' ના કર સુંદરજી બેટાઈ, પ્રકા. આર. આર. શેઠની કંપની, પ્ર.આ. જુલાઈ 1961. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #497
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 496 199, “તૂટેલો સમય રાજેશ વ્યાસ ‘મિસ્કીન' પ્રકા. મંગલમ્ પ્રકાશન વતી અમ-૮. પ્ર. આ. 1 માર્ચ 1983. 200. ‘તૃણનો ગ્રહ ઉશનસ્, પ્રકા. હરિહર પુસ્તકાલય, સુરત. પ્ર.આ. 1964. 201. ‘તૃષા' દેવજી રા. મોઢા, પ્રકા. કિરણ પ્રકાશન, પ્રા. સ્થાન-કિરણ પ્રકાશન, પોરબંદર-૩૬૦૫૭૫, પ્ર.આ. 1987. 202. “ત્વ' રમેશ પારેખ, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમ-૧. પ્ર.આ. 1980. 203. “તેજછાયા જયમનગરી પાઠકજી, સં. 1996, ઈ.સ. 1940, પ્રકા. જયમનગૌરી પાઠકજી, યુગાન્તર કાર્યાલય, ગોપીપુરા, સુરત. 204. "33 કાવ્યો” નિરંજન ભગત, પ્રકા. તારાચંદ માણેકચંદ રવાણી, રવાણી પ્રકાશન ગૃહ, અમદાવાદ. કોપી રાઈટ-નિરંજન ભગત, પ્ર.આ. 1958. 205. “ડિલ કુંડિકા (પઘવાર્તા) વિનોદ જોશી, પ્રકા. બાબુભાઈ એચ. શાહ, પાર્થ પ્રકા., અમ 1 પ્ર.આ. 1987. 20. ત્રિપદા , ગજાનન મ. ભટ્ટ, પ્રકા, શિવજી આશર, સ્વાતિ પ્રકાશન, મુંબઈ 3 પ્ર.આ. 1968, 207. થાકેલું હૃદય સાગર” જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી, ઈ.સ. 1909 (વિ.સં. 1965), ‘નિર્મળ’ પ્રિન્ટીંગ પ્રેસ, દાણાપીઠ, અમદાવાદ. 208. દલપત કાવ્ય ભા. 1-2 ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ છપાવી પ્રસિદ્ધ કર્યું, અમદાવાદ. આવૃત્તિ રજી. સંવત 1953, ઈ.સ. 1896. 209. દલપત વિરહ રચનાર તથા છપાવી પ્રસિદ્ધ કરનાર ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામ (ડાકોરના) અમદાવાદમાં-રાજનગર પ્રિન્ટીંગ પ્રેસમાં છાપ્યો. (સંવત 1954 સને 1898) 210. “દલપતવિરહવિલાપ' કાશીરામ મુળશંકર દવે, “વીરક્ષેત્ર મુદ્રાલય” ઈ.સ. 1898 211. “દનિકા” કિવિ ખબરદાર, પ્રકા. અરદેશર ફરામજી ખબરદાર, એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની, મુંબઈ-૨. પ્ર.આ. 1931. 212. ‘દ્વારિકાપ્રલય કવિ ન્હાનાલાલ, પ્રેમભક્તિ ગ્રંથમાળા, ઈ.સ. 1944, વિ. સં. 2000, આવૃત્તિ ૧લી. ર૧૩. “દીપજયોતિ અમીદાસ કાણકિયા, પ્રકાશક-આર. આર. શેઠની કંપની. પ્ર. આ. 1961. 214. “દીવાને સાગર 4i પ્રેમધર્મ પ્રથમ તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો. કર્તા અને પ્રકાશક-જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી, ચિત્રા લતા પાદરા (વડોદરા) રાજય સોલ એજન્ટ જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ. પ્ર. આ. 1916, 215. દેશવટો ચિનુ મોદી, પ્રકા, ભરત બી. ઠક્કર, રૂપાલી પબ્લિકેશન, રિલીફરોડ, અમ-૧. પ્ર.આ. 1978. 216. “દુહરાવલી’ પૂજાલાલ, પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી, પ્ર.આ. 1980. 217. “ધર્મમંથન' મોહનદાસ કરમચંદ ગાંધી, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ 1949. ચોથી આવૃત્તિ (ખંડ ત્રીજો) 218. “નકશા' (મરણોત્તર સંગ્રહ) મરીઝ, પ્રકા. શ્રીમતી સોનાબહેન અબ્બાસવાસી. પ્રા. સ્થાન તાહેર. એ.વાસી, મુંબઈ-૩૪. પ્ર.આ. 1985. 219. “નદિતા વિનોદ અધ્વર્યુ, પ્રકા. શંભુલાલ જગદીશભાઈ શાહ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ-૧. પ્ર.આ. 1961. 220. “નંદનિકા” અરદેશર ફરામજી ખબરદાર, પ્રકા. અરદેશર ફરામજી ખબરદાર, પ્ર. આ. 1CO0, ઈ.સ. 1944, સંવત-૨૦૦. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #498
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 497 221. “નમેલી સાંજ હસમુખ પાઠક, પ્રકા. તારાચંદ માણેકચંદ રવાણી, રવાણી પ્રકાશન ગૃહ, અમદાવાદ. પ્ર.આ. 1958. 222. “નર્મદવિરહ - કવિ કાશીશંકર મૂળશંકર, દવે, (પેટલાદ) ઈ.સ. 1886 સં. 1942. 23. “નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ' સંશો. સંપા. ડૉ. શિવલાલ કેશલપુરા, પ્રમાણભૂત અને શુદ્ધ પાઠ્યપુસ્તક 807 પદોનો સંગ્રહ, સાહિત્ય સંશોધન પ્રકાશન, 13, તેજપાલ સોસા. પાલડી, અમ-૭, પ્ર.આ. 1981. 224. “નરસિંહ, મીરાં, અખો અને કે. મીરાં મહેતા, પ્ર.આ. 2010/1986. પ્રકા. મીરાં દયારામની કવિતામાં તત્ત્વદર્શન' પ્રકા. મીરાં કીર્તિકુમાર મહેતા, રાજકોટ. વિતરક-‘ગ્રંથાગાર', નહેરુ મ્યુનિસિપલ માર્કેટ, નવરંગપુરા, અમ-૨૯. રર૫. “નયનધારા' સાલિક પોપટીઆ, પ્રકા. પાકિસ્તાન ગુજરાતી પબ્લિકેશન્સનું પ્રકાશન, લી. મારકેટ કરાંચી, પાકિસ્તાન, પ્રકા. ઝીયાઉદીન, પ્ર.આ. ૧૯૫ર હિંદમાં મળવાનું ઠેકાણું રતિલાલ ‘અનિલ' ગોલવાડ, સુરત. 26. “નક્ષત્ર' પુરુરાજ જોષી, નડીઆદ. વિક્રેતા-પારિજાત પ્રકાશન, નડીઆદ. પ્ર.આ. 1979. 227. ‘નયનધારા' સાલિક' પોપડીઆ, પ્રકા. ઝીઆઉદીન, પાકિસ્તાન ગુજરાતી પબ્લિકેશન્સનું પ્રકાશન લિ. મારકટ, કરાંચી. પ્ર.આ. 1952 નવે, પાકિસ્તાન. 28. “નવાજિશ’ કિસ્મત કુરેશી, પ્રકા. કિસ્મત ચાંદભાઈ કુરેશી, ભાવનગર૩૬૪૦૦૧, મુ. વિક્રેતા-સુમન પ્રકાશન, મુબઈ-૪૦૦૦૯. પ્ર.આ. 2051989. રર૯. ‘નવોન્મેષ' (વિવેચન) સંપા. સુરેશ જોષી, પ્રકા. ઉપેન્દ્ર કાકા, સાહિત્યસંસદ, સાંતાક્રુઝ, (ગત દાયકાની કવિતા) : મુબંઈ-૫૪. પ્ર.આ. ઓક્ટો-૧૯૭૧. 230. “હાનાલાલ મધુકોષ' કવિશ્રી ન્હાનાલાલની રચનાઓનું સંદોહન (ઉપોદઘાત અને રસદર્શી વિવરણ સાથે) સંપા. અનંતરાય મ. રાવળ, સાહિત્ય અકાદમી વતી વોરા એન્ડ કંપની, પબ્લિશર્સ પ્રા. લિ. પ્ર. આ. (1959) પ્રકા. કનુભાઈ કે. વોરા, વોરા એન્ડ કે, મુંબઈ. ર૩૧. ‘હાનાલાલનાં યુદ્ધ કાવ્યો પ્રકા. પ્રભુદાસ બાલુભાઈ પટવારી, મેનેજીંગ ટ્રસ્ટી, મહાકવિ ન્હાનાલાલ ટ્રસ્ટ, ડ્ર.આ. 1963. 232. “હાનાલાલ' (દસ વિવેચન લેખો) મનસુખલાલ ઝવેરી, પ્રકા. કનુભાઈ વોરા, વોરા એન્ડ કંપની, પબ્લિશર્સ પ્રા. લિ. મુંબઈ-૨ પ્ર.આ. 1967. ર૩૩. નિર્જળાનદી દક્ષા દેસાઈ, પ્રકા. કુસુમ પ્રકાશન, પાલડી, અમ-૭. પ્ર.આ. 1990. 234. “નિતાન્ત' ડૉ. ચંદ્રકાન્ત દત્તાણી, પ્રકા. લય પ્રકાશન, પોરબંદર-૩૬૦૫૭૫. પ્ર. આ. 1982. 235. “નિમિષ' (પીયૂષ પંડ્યા, પ્રકા. ભરત બી. ઠક્કર, રૂપાલી પબ્લિકેશન, રિલીફરોડ, અમ-૧. પ્ર.આ. 1979. મીનુ દેસાઈ, પ્રકા. વલ્લભજી સુંદરજી કવિ, મુંબઈ. વિ.સં. 1949, પ્ર.આ. વિ.સં. 2006. શશિશિવમ્ પ્રકા. શંભુલાલ જગદીશભાઈ શાહ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ-૧. પ્ર.આ. 1964. * ર૩૮. “નિરાંત ગની દહીંવાલા, પ્રકા. ગની દહીંવાલા, સુરત-૨. મુ.વિક્રેતા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ-૧. પ્ર.આ. 1981. ર૩૯. “નિર્વાણ નીતિન મહેતા, પ્રકા. મહેન્દ્ર શાહ, ચંદ્રમૌલી-પ્રકાશન, અમ-૧. પ્ર.આ. 1988. ર૩૬નિમિ’ 237. નિર્મિતિ' P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #499
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 498 240. ' “નિશિગંધા રક્ષાબ્લેન દવે, પ્રકા. શશિક્ષા યો. દવે, જીવનકોટેજ, ભાવનગર, પ્રા.સ્થાન-રૂપાલી પ્રકાશન, અમ-૧. પ્ર.આ. 1981. 241. 'નિસ્બત પન્ના નાયક, પ્રકા. મિહિકા પબ્લિકેશન, મુંબઈ-૪૦૦૦૦૫. મુ. રિત સાહિત્ય મંદિર, અમ-૧. પ્ર.આ. 1984. 242. “નિહારિકા’ રમણલાલ વસંતલાલ દેસાઈ, પ્રકા. મુળશંકર સોમનાથ ભટ્ટ, વડોદરા. સોલ એજર્સ-આર. આર. શેઠની કંપની, મુંબઈ. પ્ર.આ. 1935. 243. ‘નૂપુરઝંકાર નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, પ્રકા. જીવનલાલ અમરશી. મહેતા, પીરમશાહ રોડ, અમદાવાદ, દ્વિ.આ. ઈ.સ. 1929 (સં. 1986) 244. “પડઘાની પેલે પાર' ચંદ્રકાંત શેઠ, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, મુંબઈ-૨, અમ-૧, પ્ર.આ. 1987. 245. “પડઘાનું ચકરાતું આકાશ' મફત ઓઝા, પ્રકા. શ્રી કૃષ્ણકાંત મદ્રાસી, આદર્શ પ્રકાશન, અમદાવાદ-૧. પ્ર.આ. 1975. 246. ‘પદ્મા વિનાના દેશમાં મણિલાલ હ. પટેલ, નક્ષત્ર ટ્રસ્ટ, અમ-૧૫. પ્ર.આ. 1983. 247. ‘પદ્યપરાગ' કેશવ હ. શેઠ, પ્રકા. ગૂર્જર ગ્રંથ કાર્યાલય, પ્ર.આ. સં. 2002. 248. “પરમસખા મૃત્યુ કાકાસાહેબ કાલેલકર, પ્રકા. અરવિંદ સ. પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨. બીજી સંવર્ધિત આવૃત્તિ 1980. 249. ‘પકલોકેપત્ર' હીરા રામનારાયણ પાઠક, પ્રકા. કાંતિલાલ ગોવિંદલાલ શાહ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ.-૧, સંવર્ધિત દ્રિ.આ. 1989. 50. “પરંતું વિનોદ જોશી, પ્રકા. રાજેન્દ્ર શાહ, કવિલોક ટ્રસ્ટ, અમ-૯. પ્ર.આ. ફેબ્રુઆરી-૧૯૮૪. 251. “પવનના અશ્વ સુરેશ દલાલ, પ્રકાશ. . ઉષા ઠક્કર, રજિસ્ટ્રાર શ્રીમતી નાથીબાઈ ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ. મું. વિક્રેતા-નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ. પ્ર.આ. 1986. ૨પર. પરિક્રમા બાલમુકુંદ દવે, પ્રકા, કનુભાઈ કે. વોરા એન્ડ કંપની, અમ-૧. પાંચમી આ. 1975 જૂન. ર૫૩. “પરિપ્રશ્ન' યશવંત ત્રિવેદી, પ્રકા. યશવંત ત્રિવેદી, આર. આર. શેઠની કંપની. મુંબઈ-૨. અમ-૧. પ્ર.આ. 1975. 254. “પરિદેવના યશવંત ત્રિવેદી, પ્રકા. યશવંત ત્રિવેદી, મુંબઈ-૯૨. મુ. વિક્રેતાભગતભાઈ ભુરાભાઈ શેઠ, આર. આર. શેઠની કંપની, મુંબઈ 2. અમ-૧. પ્ર.આ. 1976. 255. “પરિશેષ' યશવંત ત્રિવેદી, પ્રકા. યશવંત ત્રિવેદી, મુંબઈ-૯૨. મુ. વિક્રેતા આર. આર. શેઠની કંપની, મુંબઈ. પ્ર.આ.-૧૯૭૮. 256. “પરિમલ' રમણીકલાલ દલાલ, પ્રકા. શંભુલાલ ગશી શાહ, ગૂર્જરગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ. પ્ર.આ.સં.-૧૯૯૮, ૧૯૪ર. 257. પવન રૂપેરી' ચંદ્રકાન્ત શેઠ, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની મુંબઈ-૨. અમ-૧. પ્ર.આ. 1972. 258. “પ્યાસ’ બરકત વીરાણી ‘બેફામ’ પ્રકા. ગિરીશ આર. ઠક્કર, સુન પ્રકાશન, મુંબઈ-૯, કિં.આ. 1989. 259. “પાર્થિવ' ગદીશ વ્યાસ, પ્રકા. રાજેન્દ્ર શાહ, કવિલોક ટ્રસ્ટ, અ-૯. પ્ર.આ. 1984 ર૬૦. “પંચપર્વ” રાજેન્દ્ર શાહ, પ્રકા. રાજેન્દ્ર શાહ, મુંબઈ-૭, પ્ર.આ. 1983. 261. “પાંચજન્ય' પૂજલાલ, પ્રકા. શરદ રામલાલ શાહ, પ્રગતિ સાહિત્ય મંદિર, પ્ર.આ. 1957. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #500
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 499 262. “પિરામિડ સુરેશ દલાલ, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ. પ્ર.આ. 1979. 263. “પિતૃવંદના પ્રો. ગોવિંદભાઈ પટેલ, પ્રકા. ગોવિંદભાઈ પટેલ, મુંબઈ. કિ. સંવર્ધિત આવૃત્તિ ડિસેમ્બર-૧૯૭૦, માર્ગશીર્ષ-૨૦૨૭. * 264. “પુનરપિ' કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રકા. વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિ. પ્ર.આ.-૧૯૬૧. ર૬પ. “પુષ્પાંજલિ' ચૈતન્યબહેન જ. દિવેટિયા, પ્રકા. ચૈતન્યબ્રેન જ. દિવેટિયા, પ્ર.આ. 1987. 26. “પૂર્વાલાપ' મણિશંકર રત્નજી ભટ્ટ, પ્રકા. ભગતભાઈ ભુરાભાઈ શેઠ, મુંબઈ 2. આર. આર. શેઠની કંપની, અમ-૧. પ્ર.આ.-૧૯૨૩. ર૬૭. “પૂર્વી” ગીતા પરીખ, પ્રકા. કનુભાઈ કે. વોરા, વોરા એન્ડ કંપની, મુંબઈ. પ્રઆ.-૧૯૬૬. 268. “પ્રબલગતિ પ્રિયકાન્ત મણિયાર, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ હોઠ, આર. આર. શેઠની કંપની, મુબંઈ, અમદાવાદ. પ્ર.આ. 1974. 269. “પ્રત્યંચા” સુરેશ હ. જોશી, પ્રકા. ઉષા જોશી, શ્રી રસિક શાહ, મનીષા પ્રકાશન, વડોદરા-૨. પ્ર.આ. ફાગણ સુદ તેરસ, બેહજાર સત્તર. 270. ‘પ્રતિપદા' સંપા. સુંદરમ્, ઉમાશંકર જોષી, પ્રજારામ રાવળ, પ્રકા. પ્રજારામ (મરક્ષેત્તર કાવ્યસંગ્રહ) નરોત્તમ રાવળ, વઢવાણ શહેર, પ્ર.આ.-૧૯૪૮. ર૭૧. “પ્રતીક પ્રિયકાન્ત મણિયાર, પ્રકા. શિવજી આશર. વોરા એન્ડ કંપની. અમદાવાદ, ચોથી આવૃત્તિ-૧૯૭૭. 272. ‘પ્રતીતિ’ કમલ વૈદ્ય, પ્રકા. સુશીલા વૈદ્ય, રાજકોટ-. પ્રાસ્થાન-એન. એમ. ત્રિપાટી પ્રા. લિ. મુંબઈ-૨. પ્ર.આ.-૧૯૬૬. 273. પ્રભાતનર્મદા' મગનલાલ ભૂધરભાઈ પટેલ, કર્તા અને પ્રકાશક, મગનલાલ , ભૂધરભાઈ પટેલ, પ્ર.આ. 1940. 274. “પ્રભુજી તમે સાગર હું પાણી નટવરભાઈ ઠક્કર, પ્રકા. મનુ પંડિત, જીવનમૃતિ સ્વાધ્યાય મંદિર, અમ-૮, પ્ર.આ. 1987. 275. ‘પ્રસૂન ઉશનસ્, પ્રકા. એમ. કે. વોરા, વોરા એન્ડ કંપની પબ્લિશર્સ, મુંબઈ. પ્ર. આ. 1955. 276. પ્રવેશ પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમ-૧, પ્ર.આ. 1975. 277. ‘પ્રાથ...” જયદેવ શુક્લ પ્રકા. મહેન્દ્ર શાહ, ચંદ્રમાંલિ પ્રકાશન, અમ-૧. પ્ર.આ. 1988. 278. 'પ્રાન્તર' છે. જ્યોન્ઝા અ. ત્રિવેદી, પ્રકા. જયોત્સના યશવંત ત્રિવેદી, મુંબઈ-૪૦૦૦૫૬. પ્રાપ્તિ સ્થાન-આર. આર. શેઠની કંપની, મુંબઈ-૪0000૨. અમદાવાદ-૩૮cc0૧. પ્ર.આ.-૧૯૮૩. 279. “પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ’ ન્હાનાલાલ દલપતરામ કવિ, વિ.સં. 1999, ઈ.સ. 1943, (પ્રેમભક્તિ-ગ્રંથમાળા) પ્રકાશક-ન્હાનાલાલ દલપતરામ કવિ, એલિસબ્રીજ, પ્રથમ આવૃત્તિ, અમદાવાદ, 280. “પ્રીતમ એક અધ્યયન' લે. પ્ર.-ડો. અશ્વિનભાઈ ડું. પટેલ, પ્રથમ આવૃત્તિ, 1979. મુખ્ય વિક્રેતા-કુમકુમ પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૧. 281. “પ્રીત મીન દેસાઈ, પ્રકા. શ્રીમતી બકુલા કુ. વોરા, વિજય પ્રકાશન વતી, મુંબઈ. કોપી રાઈટ મીનુ દેસાઈ, પ્ર.: આ. 1968. 282. “પૃથુરાજરાસા' ભીમરાવ ભોળાનાથ દિવેટિયા, પ્રકા. ભીમરાવ ભોળાનાથ દિવેટિયા, અમદાવાદ, પ્ર.આ. 1897. 283. “પ્રો.બ.ક.ઠાકોર, અધ્યયન ગ્રંથ' મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય, પ્રો. કોર જન્મશતાબ્દી પ્રકા. સંપા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, ભૂગરાય અંજારિયા, હર્ષદ ત્રિવેદી, કિસનસિંહ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #501
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 500 ચાવડા, નિરંજન ભગત, ભોગીલાલ સાંડેસરા, અધ્યક્ષ, ગુજરાતી. વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. પ્ર.આ.વિ.સં. 2025, ઈ.સ. ૧૯દ૯. 284. “પ્રેમાનંદની કાવ્યકૃતિઓ'ખંડ-૨ સંપા મહામહિમોપાધ્યાય, અધ્યા. કેશવરામ. કા. શાસ્ત્રી (બાંભણિયા) વિદ્યાવાચસ્પતિ, ડૉ. શિવલાલ તુલસીદાસ જેસલપુરા, એમ. એ., પી.એચ.ડી., સાહિત્ય સંશોધન પ્રકા. પ્ર.આ.અમ-૭. જાન્યુ-૧૯૭૯. 285. “પ્રેમાનંદની કાવ્યકૃતિઓ'ખંડ-૧ સંપા. મહામહિમોપાધ્યાય, અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રી, (બાંભણિયા) વિદ્યાવાચસ્પતિ, પ્રકા. ડૉ. શિવલાલ તુલસીદાસ જેસલપુરા, એમ.એ., પી.એચ.ડી., પાલડી, અમદાવાદ, પ્ર.આ. 1978. 286. “ફાંસ ફૂલની ગની દહીંવાલા, પ્રકા. ગનીભાઈ દહીંવાળા સ્મારક સમિતિ, સુરત. પ્ર.આ. 1987. 287. ફિલાડેલ્ફીઆ પન્ના નાયક, પ્રકા. અરવિંદ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨. પ્ર.આ. 1980. 288. ‘ફીણની દીવાલો જ્યોતિષ જાની, પ્રકા. શ્રી શાંતિ દામકાકર સુવાસિત સાહિત્ય પ્રકા. સુરત. ક્રિ.આ. 1977. 28. “કૂલની નૌકા લઈને મનોહર ત્રિવેદી, પ્રકા. બાબુભાઈ જી. જોશી, કુમકુમ પ્રકા. અમ 1. પ્ર.આ. 1981. ર૯૦. ‘ફૂલદોલ’ . મનસુખલાલ ઝવેરી, કર્તા અને પ્રકા. મનસુખલાલ મગનલાલ ઝવેરી, જામનગર, પ્ર.આ.વિ.સં. 1989, ઈ.સ. 1933. 291. “બરફનાં પંખી અનિલ જોશી, પ્રકા. અરવિંદ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ-૨, પ્ર.આ. 1981. ર૯૨. કુરુક્ષેત્ર (બારમાકાંડ) મહાસુદર્શન, કવિ ન્હાનાલાલ, ક્રિ.આ.વિ.સં. 1985, ઈ.સ. 1929. 293. “બારીબહાર' પ્રફ્લાદ પારેખ, પ્રકા. કનુભાઈ કે. વોરા, વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિ., મુંબઈ. ત્રીજી આવૃત્તિ-ઈ.સ. 1970. * ર૯૪. “બીજો સૂર્ય મહેશ દવે, પ્રકા. ભીખાભાઈ ઠક્કર, રૂપાલી પ્રકા. અમ-૪. પ્ર.આ. 1969, 295. બે ગ્રીક ટ્રેજે સોફોબ્લિસની કૃતિ ઈડિપસ રેક્સ’ અને ‘ઇડિપસ એટ કોલોનસ’ - (અનુવાદકો. જશવંત ઠાકર, ભાનુમતી જાની,) પ્રકા. ડૉ. હસુ યાજ્ઞિક, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર-પ્ર.આ. 1987. 296. “બૂમ કાગળમાં કોરા” લાભશંકર ઠાકર, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, મુંબઈ-૨, અમ-૧. પ્ર.આ. ઓક્ટો-૧૯૭૪, 297. બૌદ્ધધર્મ ધર્મોપદ'માંથી “ઓન ધમ્મપદ શ્રીમાતાજી, અનુ. જયંતીલાલ આચાર્ય, શ્રી અરવિંદ સોસાયટી (બ્રાન્ચ), અરવિંદ સોસાયટી, અમ-૬, પ્રકા. શ્રી અરવિંદ આશ્રમ ટ્રસ્ટ વતી, શ્રી હસમુખભાઈ શાહ, શ્રી અરવિંદ સોસાયટી સેન્ટર, પ્રતિમનગર, અમ-૬, પ્ર.આ. 1908, ર૯૮. “ભગવું ગગન ‘તરુલતા પટેલ, પ્રકા. તરુલતા પટેલ, નડીઆદ, મુ. વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર, ગાંધીરોડ, અમ-૧. પ્ર.આ. 1980. 299. “ભજનરસ મકરંદ દવે, પ્ર.આ. 1987, પ્રકા. ધનજીભાઈ પી. શાહ, નવભારત સાહિત્યમંદિર, મુંબઈ-૨. અમ-૧. 300. “ભજનસાગર' ભાગ-૧-૨ (અખાથી હોથી સુધીના 182 ભક્તોનાં 1273 ભજનોનો સૌથી મોટો સંગ્રહ) ભિક્ષુ અખંડ આનંદની પ્રસાદી, સસ્તવર્ધક કાર્યાલય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #502
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 501 છે. ભદ્ર પાસે, અમદાવાદ અને કાલબાદેવી, મુંબઈ-૨. 3015. “ભણકાર' બ.ક.ઠા. (1951). વિ.સં. 2007, (1950 લગીની લઘુ અને મધ્યમ કદની કૃતિઓનો સંગ્રહ) વિ.બી. સેહેની પ્રકાશન. ૩૦૧બ. “બ.ક.ઠા.ની કાવ્યતિ ' બિરાદરી લિ. (51) (બ.ક.ઠા.ની કાવ્યધૃતિ, (સંપાદકો ગુલાબદાસ બોકર, ભૃગુરાય અંજરિયા, સુરેશ દલાલ, યશવંત દોશી, બ. ક. ઠાકોર શતાબ્દી સમિતિ મુંબઈ વતી, પ્રકા. આર. આર. શેઠની કંપની મુંબઈ-૨. અમ-૧. પ્ર.આ. 1971. 302. “ભમ્મરિયું મધ’ જિતેન્દ્ર કા. વ્યાસ, મુ-વિક્રેતા. ગૂર્જર એજન્સી, અમ-૧. પ્ર.આ. ' 1982. 303. “ભારતરત્ન (મહાભારતનાં સૂક્તિ-રત્નોનું સમાલોચન), ઉપેન્દ્રરાય જયચંદભાઈ સાંડેસરા, પ્રાચ્ય વિદ્યામંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય, વડોદરા. પ્રક. ભોગીલાલ જ. સાંડેસરા, નિયામક-પ્રાપ્ય વિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા), સુધારેલી વધારેલી હિ.આ. (1967) પ્રાસ્થાન-યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિ. પ્રેસ, વડોદરા. 304. “ભારતનો ટંકાર' અરદેશર ફરામજી ખબરદાર, 788, પારસી કોલોની દાદર, મુંબઈ 14. ઝૂ.આ. ઈ.સ. 1941, સંવત-૧૯૯૭. 305. “ભીનાશ ગીતા પરીખ, પ્રકા. ગીતા સુર્યકાન્ત પરીખ, મુ. વિક્રેતા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ-૧, પ્ર.આ. 1979. 306. “ભાવવિરહબાવની' બનાવનાર રાજકવિ નથુરામ સુંદરજી શુક્લ, વાંકાનેર નિવાસી (પોરબંદર સ્ટેટ પ્રેસમાં છાપ્ય) પ્ર.આ. સંવત 1965 સને 1908 307. “મધુર્યાદ” (સોનેટ સંગ્રહ) સુદામો ૫૧મો પ્રકા. ઈશ્વરચંદ્ર ભ. ભટ્ટ, વલસાડ-૩૯૬૦૧. છે. આ. 1989 308. “મધુર૫ ગની દહીંવાલા, પ્રકા. જયંતીલાલ લાલવિઠ્ઠલદાસ, વિક્રેતા હરિહર પુસ્તકાલય, સુરત. પ્ર.આ. 1971. 309. “મધ્યાહન કરસનદાસ માણેક, પ્રકા. એચ. કે. વોરા, વોરા એન્ડ કંપની, પબ્લિશર્સ પ્રા. લિ. પ્ર. આ. 1958. 310. “મનસુખલાલ ઝવેરીની કાવ્યસુષમા'સંપા-અનંતરાય રાવળ, ગુલાબદાસ બ્રોકર, અમૃતલાલ યાજ્ઞિક, મનસુખલાલ ઝવેરી સન્માન સમિતિ વતી વોરા એન્ડ કંપની, મુંબઈ. પ્રકા. મનસુખલાલ ઝવેરી સન્માન સમિતિ વતી, અનંત જે. શાહ, પ્ર. આ. 1959. 311. “મંજરી જયેન્દ્ર મહેતા, પ્રકા. જયેન્દ્ર મહેતા, રાયપુ૨, અમ-૧. પ્ર.આ.૧૯૫૯. 312. મંયા મોહિનીચંદ્ર, (મોહનલાલ દલસુખરામ ભટ્ટ), અમદાવાદ, મુ વિક્રેતા-આર.આર. શેઠની કંપની, મુબંઈ. પ્ર.આ. સં. 1998. 313. “મન મારું પંખીનું ' સુશીલા પાઠક, પ્રકા. દેવવ્રત પાઠક, અમ-૧૫. પ્ર.આ. 1986. 314. “મનોગતા કા / જયાનન્દ લ. દવે, પ્રકા. જયાનંદ લ. દવે, કાલાવાડ રોડ, રાજકોટ૩૬000૫. વિક્રેતા-પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ. પ્ર.આ. 1988. 315. “મલાજો મેઘનાદ હ.ભટ્ટ, પ્રકા. હરેશ ડી. શાહ, અશોક પ્રકાશન, અમ૯. મુ. વિક્રેતા-નવભારત સાહિત્યમંદિર, મુંબઈ-૨. પ્ર.આ. 1987. 316. “મણિકાન્ત કાવ્યમાળા શંકરલાલ નગનલાલ પંડ્યા, હળધરારાવાળા, પ્રકા. મોહનલાલ લલ્લુભાઈ સોજીતરીયા, મુંબઈ. પ્ર.આ. સંવત-૧૯૮૪, ઈ.સ. 1928. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #503
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 500 317. “મલબારીનાં કાવ્યરત્નો' મહૂમ બહેરામજી મહેરવાનજી મલબારીના કાવ્યગ્રંથોમાંથી ચૂંટી કાઢેલી કવિતાઓનો સંગ્રહ (અરદેશર ફરામજી ખબરદારે લખેલા ઉપોદઘાત સાથે) પ્રકા. ફિરોજ બહેરામજી મલબારી, મુબંઈ. નિર્ણયસાગર' મુદ્રણાલય. ઈ.સ. 1937, સં. 1973. 318. “મહાભારત' ભાગ છઠ્ઠો (શાંતિપર્વ) (મહર્ષિ કષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ (સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય) ભદ્ર પાસે, અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. સરળ ગુજરાતી ભાષાંતર, ભાષાંતરકર્તા-શાસ્ત્રી ગિરજાશંકર મયાશંકર (25358). 319. “મહાબત વિરહ' ‘મહાબત વિરદ’ સંચિત સુમતિ પ્રકાશનસભા 29 941882 320. “મહેક ગની દહીંવાલા, પ્રકા. રમણીક ઠક્કર, સુમન પ્રકાશન, મુંબઈ-૯, હિ.આ. 1975. ૩ર૧. મહેરામણ ચંદ્રકાંત ટોપીવાળા, પ્રકા. ચંદ્રકાંત અમૃતલાલ ટોપીવાળા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. પ્ર.આ. 1962. - ૩રર. ‘મર્મર ડિૉ. જયંત પાઠક, પ્રકા. એન. કે. ગાંધી, પોપ્યુલર બુક સ્ટોર, સુરત. દ્વિ. સંવર્ધિત આ. 1957. 323. મા ભગવતી’ પૂજાલાલ, પ્રકા. શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી, પ્ર. આ. 1974. 324. “મારે નામને દરવાજે લાભશંકર ઠાકર, પ્રકા. ભગતભાઈ ભૂરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, મુંબઈ-૨. પ્ર.આ. 1972. ૩પ. ‘માર્ટીન હેડેગરનું તત્ત્વજ્ઞાન છે. જયેન્દ્રપ્રસાદ જટાશંકર શુક્લ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુ. રા. પ્રકા. જે, બી, સેદિલ (અધ્યક્ષ), યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય. ૩ર૬. માણસની વાત લાભશંકર ઠાકર, પ્રકા. લાભશંકર ઠાકર, રે. મઠ પ્રકાશન, અમ 1, પ્ર.આ. 1978, ૩ર૭. “માનસર' બરકત વીરાણી ‘બેફામપ્રકા. ગિરીશ આર. ઠક્કર, સુમન પ્રકાશન, મુંબઈ-૯. પાંચમી આવૃત્તિ-૧૯૮૭. 328. “માયાપ્રવેશ સુરેશ દલાલ, પ્રકા. મિહિકા પબ્લિકેશન્સ, મુંબઈ. મુ. વિક્રેતા વોરા એન્ડ કંપની, અમદાવાદ. પ્ર.આ. 1989. 32. માહરી મજેહ તથા જમશેદજી નશરવાનજી પીતીત, એદીત કરનાર, જીજીભાઈ બીજી કવિતાઓ પેસ્તનજી મીસ્તરી, એમ. એ. મુંબઈ. પી. જી. ન. પીતીત પારસી ઓરફનેજ કેપતન પ્રીતીંગ પ્રેસ. ઈ.સ. 1892. 330. “માહેશ્વર વિરહ' શેઠ વલ્લભદાસ પોપટ, અમદાવાદ ખાડિયામાં અમરતલાલના મહાદેવમાં ‘હિતેચ્છુ પ્રેસમાં પટેલ જેશંગ મૂળજીએ છાપી. સંવત 1936, પ્ર.આ. સન 1880. 331. “મિતવા મનોહર ત્રિવેદી, પ્રકા. પા પ્રકાશન, બાબુભાઈ શાહ, રીલીફરોડ, અમ-૧. પ્ર.આ. 1987. 332. “મીરા નિરંજન ભગત, પ્રક. ડૉ. રસીલા ચંદ્રકાંત કડિયા, સદ્ભાવ પ્રકાશન, રતનપોળ, અમ-૧. નિરંજન ભગત, પ્ર.આ. 1982. 333. “મુક્તાવલી’ પૂજાલાલ, લેખક અને પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ ટ્રસ્ટ માટે, પૂજાલાલ, પોંડિચેરી-૨. પ્ર.આ. ડિસે-૧૯૭૮. વિક્રેતા બાલગોવિંદ કુબેરદાસની કંપની, અમદાવાદ. 334. “મોત પર મનને પ્રો. ફિરોજ દાવર, ગુજરાત વિદ્યાસભા, ખાનપુર, અમદાવાદ. હિં.આ. 1961. 335. “મોટા કોલાજ જગદીશ જોશી, પ્રકા, અરવિંદ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા.લિ. મુંબઈ-૨. પ્ર.આ. 1979. 336. “મોસમ બાલુભાઈ પટેલ, પ્રકા. ભારતી જે શાહ, નવભારત પ્રકાશન મંદિર, ગાંધીરોડ, અમ-૧. પ્ર.આ. 1990. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #504
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 503 337. “મૌન' હરીન્દ્ર દવે, પ્રકા. શિવજી આશર, સ્વાતિ પ્રકાશન, મુંબઈ. પ્ર.આ. 1966. 338. “મૃગયા' જયંત પાઠક, પ્રકા, બાબુભાઈ જોશી, કુમકુમ પ્રકાશન, અમ-૧. 339. “મૃત્યુને પેલે પાર' 442 'What becomes of soul afterf death' સ્વામી શિવાનંદ સરસ્વતી સંક્ષિપ્ત- “સ્વામી શિવાનંદ શતાબ્દી મહોત્સવ સમિતિ, વડોદરા, રાજકોટ, 2. શિવાનંદ અધ્વર્યુ, પ્રમુખ, સ્વામી, શિવાનંદ શતાબ્દી મહોત્સવ સમિતિ, રાજકોટ. 340. “મૃત્યુના ભયનું રહસ્ય જે કૃણમૂર્તિની દષ્ટિએ (બબાભાઈ પટેલ), (‘ગુજરાત સમાચાર') (17293). 341. “પરલવ’ હસમુખ મઢીવાળા, પ્રકા. અભિલાખ હસમુખલાલ શાહ, (મઢીવાળા) પોરબંદર, મુ. વિક્રેતા-એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨. પ્ર.આ. 1974. 342. “યાદ આવે છે? સુરેશ દલાલ, પ્રકા. મિહિકા પબ્લિકેશન, મુંબઈ, પ્ર.આ. 1987. 34-3. “યાત્રા સુંદરમ અર્વાચીન કાવ્યગ્રંથાવલિ પુસ્તક, આર. આર. શેઠની કું. ચોથી સંવર્ધિત આવૃત્તિ 1985. 384. યાત્રાપથનો આલાપ રતુભાઈ નાનુભાઈ દેસાઈ, પ્રકા. મૃણાલ દેસાઈ, વિલેપાર્લે, મુબઈ-૫૭. પ્ર.આ. 1986. 345. યુગવંદના' ઝવેરચંદમેઘાણી, પ્રકા. આર. આર. શેઠની કંપની, છઠ્ઠી આ. 1958. 346. ‘યોગની પગદંડી (શ્રી માતાજી), અનુ. સુંદરમ્ અરવિંદ સોસાયટી બ્રાંચ, અમ-૬. 347. ‘યોગતપસ્યા' પૂજાલાલ, (111 પંચપદી), પ્રકા. પ્રેમચંદ શાહ, શ્રી અરવિંદઆશ્રમ, પોંડિચેરી-૬૦૫૨, પ્ર.આ. મે-૧૯૮૬. 348. રણદ્વીપ” રજની શેઠ, પ્રકા. રાષ્ટ્રભાષા પુસ્તકમંદિર, સુરત. પ્ર.આ. 1984. 349. “રસગન્યા (ન્હાનાલાલ), સંપા, બાલચંદ્ર પરીખ, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. બુકસેલર્સ પબ્લિશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. પ્ર.આ. 1957. 350. “રાજહંસી ચન્દ્રા જાડેજા, પ્રકા. શ્રી પદ્મના પ્રકાશન, શ્રી પદ્મજાદેવી જાડેજા, કલ્યાણમંદિર, રાજકોટ, પ્ર.આ. 1969. 351. “પાનેરી' મણિલાલ દેસાઈ, પ્રકા. જયંત પારેખ, કવિલોક, મુંબઈ-૨. વિક્રેતાઆર. આર. શેઠની કંપની, મુંબઈ-૨. અમ-૧. પ્ર.આ. 197 1968. ૩પર. “રામ તારો દીવડો કરસનદાસ માણેક, પ્રકા. જગમોહનદાસ મહેતા, નચિકેતા પ્રકાશનમંદિર, મુંબઈ. પ્ર.આ. 1964. 353. “રા.વિ.પા. વાડમય પ્રતિભા લેખક . કાંતિલાલ લ. કાલાણી, પ્રકા. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, 354. “રા.વિ.પા.સર્જક અને વિવેચક 355. રાષ્ટ્રિકો ૩૫દ. “ઋગ્વદ પરિચય ડો. જયંત પાઠક, પ્રકા. એન. કે. ગાંધી, પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ, સુરત. પ્ર.આ. ઈ.સ. 1970. અરદેશર ફરામજી ખબરદાર, પ્રકા. એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની, બુકસેલર્સ પબ્લિશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. પ્ર.આ. સ. 1940 સંવત 1997. આચાર્યશ્રી વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુ.રા. પ્ર. જે. બી. સેંડિલ, (અધ્યક્ષ યુનિ., ગુ.રા. અમ.૬ મુ. વિક્રેતા-મે. બાલગોવિંદ બુકસેલર્સ, અમ-૧. કનૈયાલાલ દવે, પ્રકા. “મંગલમ' વતી શ્રી ચીનુભાઈ હિંમતલાલ શાહ, મંગલ પ્રકાશન, અમદાવાદ. પ્ર.આ. 1980. ઉશનસ પ્રકા, શ્રી લક્ષ્મી પુસ્તકભંડાર, પ્રકા. ધનજીભાઈ ઘાસીરામ કોઠારી, પ્ર.આ. 1976. ૩પ૭. ‘ઋતા” 358. રૂપનાલય” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #505
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 504 359, “રૂપરોમાંચ શશિશિવમ પ્રકા. આદર્શ પ્રકાશન, અમ-૧. પ્ર.આ. 1977. 360. “લઘરો', લાભશંકર ઠાકર, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, મુંબઈ-૨. અમ-૧. પ્ર.આ. 1987. 361. ‘લલિતનાં બીજાં કાવ્યો' (લલિત). જન્મશંકર મહાશંકર બુચ, વિ.સં. 1988, ઈ.સ. ૧૯૩ર. . 362. લહેરો જળે' કનુ સુથાર, પ્રકા.૧ વલ્કલ પ્રકાશન, અમ-૧૬. પ્રા.સ્થાન ગ્રંથાગાર, નવરંગપુરા, અમ-૯, પ્ર.આ. 1988. 363. “લીટીલગ લંબાયા દ્વારકેશ વ્યાસ, મુ. વિક્રેતા-પાર્શ્વ પ્રકા., રિલીફરોડ, અમ-૧. પ્ર.આ. 1988. 364. લીલાવતી જીવનકલા” ગોવર્ધનરામ ત્રિપાઠી, પ્રકા. રમણીયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી, એજન્ટ-એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની, મુંબઈ, દ્ધિ.આ. સંવત 1965, સન 1909. 365. “લોકસાહિત્ય ગુજરાતી લોકગીતો’) (“ગુજરાતી સાહિત્ય પરિષદ), અમદાવાદ. સંપા. પ્રભાશંકર તેરૈયા, નરોત્તમ પલાણ, પ્રકા. રઘુવીર ચૌધરી, મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમ-૯. 366. લોકસાહિત્યમાં માનવસંવેદના લે. હાસ્યદા પંડ્યા, યેશા પ્રકાશન, શાહપુર દરવાજા બહાર, અમ-૧. પ્ર.આ. 1987. 367. “વગડાનો શ્વાસ સંપા. સુરેશ દલાલ, પ્રકા. એસ. એન. ડી. ટી. યુનિ. વતી ધનજીભાઈ પી. શાહ, નવભારત સાહિત્યમંદિર, મુંબઈ. પ્ર.આ. 1978. 368. “વમળનાં વન' જગદીશ જોશી, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમ 1. પ્ર.આ. 1976. 369. “વસુધા સુંદરમ્ પ્રકા. આર. આર. શેઠની કંપની. પ્ર.આ.વિ. 195. ઈ.સ. 1939, 370. ‘વસંતે ગુલાબદાસ બ્રોકર, પ્રકા. વિનોદીની સેલારકા, ચંદ્રપ્રકાશન, સેલારકાસદન, મુંબઈ. મુ. વિદેતા-નવભારત સાહિત્યમંદિર, મુંબઈ. પ્ર.આ. 1964. 371. વ્યંજના' સુંદરજી બેટાઈ પ્રકા. આર. આર. શેઠની કંપની, પ્ર.આ. 1969. 372. ‘વહી જતી પાછળ રમ્યઘોષા' કવિ લાભશંકર ઠાકર, પ્રકા. લાભશંકર જાદવજી ઠાકર, પ્રા. સ્થાન-(૧) ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ.(૨) કામચિકિત્સા, અમ-૧. પ્ર.આ. સપ્ટે-૧૯૬૫. 373. ‘વહેતાં વૃક્ષ પવનમાં, રઘુવીર ચૌધરી, પ્રકા. સંજય.૨.ચૌધરી, રંગદ્વાર પ્રકાશન, અમ 15. પ્ર.આ. 1984. 374. વાતાયન ચિનુ મોદી, પ્રકા. અનાગતા પ્રકા, અમ-૭, પ્ર.આ. 1963. 375. ‘વિચિમાલા સુશીલા ઝવેરી, પ્રકા. સુશીલા ઝવેરી, સુરત-૨, મુ. વિક્રેતા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ-૧, પ્ર.આ. 1963. 376. વિન્યાસ કિશોરસિંહ સોલંકી, પ્રકા. શ્રીમતી તારાબહેન સોલંકી, મહુધા૩૮૭૩૩૫. વિક્રેતા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ. પ્ર.આ. 1981. 377. “વિલ્સનવિરહ (રચનાર બેરામજી મેરવાનજી મલબારી, ‘ધિ રિપોર્ટ્સ પ્રસ'માં મેરવાનજી નવરોજજી દાબુએ છાપ્ય સં. 1878. 378. વિશેષાંજલિ સુંદરજી બેટાઈ, પ્રકા. આર. આર. શેઠની કંપની, પ્ર.આ. 1952, પુનમુદ્રણ-૧૯૫૭. 379, ‘વિશેષ કાવ્યો રા. વિ. પાઠક, પ્રકા. શંભુભાઈ જગદીશભાઈ શાહ, ગૂર્જરગ્રંથ રત્ન કાર્યાલય, પ્ર.આ. 1959. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #506
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 505 380. ‘વિસંગતિ' સુરેશ દલાલ, પ્રકા. શિવજી આશર. વોરા એન્ડ કંપની, અમદાવાદ. પ્ર.આ. 1980. 381. “વિસ્મય' જયંત પાઠક, પ્રકા. જયંતીલાલ વિઠ્ઠલદાસ મહેતા, સુરત. હરિહર પુસ્તકાલય, સુરત. પ્ર.આ. 1963. 382. “વિસ્મયનું પરોઢ ગુણવંત શાહ, પ્રકા. અવંતિકા શાહ, મુ. વિક્રેતા-આર. આર. શેટેની કંપની, ગાંધીમાર્ગ, અમ-૧. પ્ર.આ. 1980. 383. “વીથિકા’ ઉશનસ સંપા. સુરેશ દલાલ, પ્રકા. શિવજી આહાર, વોરા એન્ડ કંપની, અમદાવાદ. પ્ર.આ. 1974. 384. “વેદાન્તમાર્ગદર્શિની’ સંકલનકર્તા. શ્રી દેવાજી મહારાજ, પ્રકા. શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કૌશાલી બંગલો, કરમસદરોડ-૩૯૯૧૨૫. 385. “વેનીશન બ્લાઈન્ડ જયા મહેતા, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમ-૧, પ્ર.આ. 1978. 386. શતાવરી પૂજલાલ, પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી, પ્ર.આ. 1980. 387. “શબ્દાંચલ’ દક્ષા દેસાઈ, પ્રકા. પાર્થ જયેશ દેસાઈ, દંતાલી રોડ, પેટલાદ. પ્ર.આ. 1988. 388. “શબ્દની શક્તિ' (વિવેચન) ઉમાશંકર જોશી, પ્રકા. ડો. રસીલા ચંદ્રકાંત કડિયા, રતનપોળ, અમ-૧, પ્ર.આ. મહાશિવરાત્રિ સં. 2038. 389. શબરી પૂજાલાલ, પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી, દ. ભારત. પ્ર.આ. 1978. 390. ‘શમણાં’ રમણલાલ વસંતલાલ દેસાઈ, પ્રકા. અને પુ. વિક્રેતા-આર. આર. શેઠની કંપની, મુંબઈ. પ્ર.આ. 1959. 391. ‘શાપસંભ્રમ અને બીજી કવિતાઓ' નર્મદાશંકર પ્રભુશંકર ભટ્ટ, ૨ચનાર, નર્મદાશંકર પ્રભુરામભટ્ટ પ્રકા. ધી સાહિત્ય પ્રકાશક કે લિ. ઈ.સ. 1925, વિ.સં. 1982. 392. “શાપિતવનમાં ચિનુ મોદી, પ્રકા. બી. ઠક્કર, રૂપાલી પ્રકા. અમ-૪. પ્ર.આ. 1976. 393. ‘શાંતિનિકેતન' રવીન્દ્રનાથ ઠાકુર, (સ્વ. સુલોચનાબ્લેન ઇન્દુલાલ અડાલજા સ્મારક ગ્રંથાવલી), અનુ. નગીનદાસ પારેખ, (બાલગોવિંદ પ્રકાશન). 394. ‘શિલાલેખ પ્રદીપ રાવળ, પ્રકા. યતીશ પ્રકાશન, રાજકોટ, પ્ર.આ. 1983. 395. ‘શિશિરે વસંત સુંદરજી બેયઈ, પ્રકા. ભગતભાઈ ભુરાભાઈ શેઠ, આર. આર. શેઠની કંપની, પ્ર.આ. 1976. 396. ‘શુક્તિકા' પૂજાલાલ, પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી-૨. પોંડિચેરી-૨. પ્ર.આ. 1979. 397. શૂળી ઉપર સેજ' જયંત પાઠક, પ્રકા. કૃતિ પ્રકા., વિરમગામ, પ્રકા. દક્ષા રાવલ, પ્ર.આ. 1988. 398. “શૂળ અને શમણાં ઘાયલ, પ્રકા. જયંતીલાલ રેવાશંકર દોશી, હંસ પ્રકા., દિ.આ. જુલાઈ 1968. 399. “શૂન્યના અવશેષ' શૂન્ય પાલનપુરી, કર્તા અને પ્રકા. અલીખાન ઉસમાન બલુચ, પાટણ, ઉ.૨. ગુજરાત, પ્ર.આ. ૧પ૧૯૬૪. 400. “શ્વાસનો પર્યાય પ્રફુલ્લા વોરા, પ્રકા. કુ. પ્રફુલ્લા આર. વોરા, ભાવનગર, પ્ર.આ. * 1990. 401. “શેષનાં કાવ્યો' રામનારાયણ વિ. પાઠક, પ્રકા. કાંતિલાલ ગોવિંદલાલ શાહ, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, આ. ચતુર્થ ઈ.સ. 1982. 40. “શૈવલિની' દામોદરદાસ ખુ. બોટાદકર, પ્રકા. અમૃતલાલ વલ્લભદાસ દાણી, સંવત-૧૯૮૧, ઈ.સ. 1925. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #507
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 506 403. “શ્રદ્ધા દેવજી રા. મોટા, પ્રકા. દેવજી રા. મોઢા, પુસ્તકવિક્રેતા, રાજકોટ ન પ્રકા. પ્ર.આ. 1957. 404, “શ્રાવણી ઝરમર સુંદરજી બેટાઈ, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, મુબંઈ, અમદાવાદ. પ્ર.એ. 1982. 405. “શ્રી સંચિતનાં કાવ્યો રૂપશંકર ઉદયશંકર ઓઝા, પ્રકા. મનહર બ્રધર્સ, મોરબી કાઠીઆવાડ, પ્ર.આ. સંવત-૧૯૯૪. ૮ર૧૯૩૮. 406. “સકલ કવિતા સ્નેહરશ્મિ, (ઈ.સ. 1921 થી 1984 સુધીની કવિતા), વિદ્યાવિહાર પ્રકા. અમ. પ્રકા. હરિશંકર આણંદજીવાલા, મંત્રી, શેઠ ચી. ન. વિદ્યાવિહાર, પ્ર.આ. 1984. 407. “સર્ગ” જયંત પાઠંક, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, પ્ર.આ. 1969. 408. “સદ્ગત ચન્દ્રશીલાને સુંદરજી બેટાઈ, પ્રકા. મંછાગૌરી ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, લિ.આ. 1959. 409. સદ્ગત મનીષાને પ્રો. ગોવિંદભાઈ પટેલ, પ્રકા. ગોવિંદભાઈ પટેલ, ખાલસા કૉલેજ, મુંબઈ-૧૯, 1969, સંવત-૨૦૨૫ (ચૈત્ર). 410. “સતત આદિલ મનસૂરી, પ્રકા. શિવજી આશર. વોરા એન્ડ કંપની, ગાંધીરોડ, અમ-૧. પ્ર.આ. 1970. 411. “સંભવ * ભગવતીકુમાર શર્મા, પ્રકા, ભગભભાઈ ભરાલાલ શેઠની કંપની, મુ. પ્રકા. વિકેતા-આર.આર. શેઠની કંપની, અમ-૧. પ્ર.આ.'૩૪ 412. સમાગમ' (વિવેચન) સુરેશ દલાલ. પ્રકા. ચિમનલાલ પી. શાહ, પ્રમુખ, ચિમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ-૧, પ્ર.આ. 1982. 413. “સમીપ’ પ્રિયકાન્ત મણિયાર, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, અમ. પ્ર.આ. જૂન 1972. 414. સનનન રમેશ પારેખ, પ્રકા. અરવિંદ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨. પ્ર.આ. 1981. 415. “સફર અને બીજાં કાવ્યો મુરલી ઠાકુર, પ્રકા. કુમાર કાર્યાલય, અમ. મું. વિક્રેતા-આર. આર. શેઠની કંપની. મુંબઈ. પ્ર.આ. 1940. 41. “સમકાલીન કવિઓ ધીરુ પરીખ, પ્રકા. બાબુભાઈ જોશી, કુમકુમ પ્રકાશન, ગાંધીમાર્ગ, અમ-૧. પ્ર.આ. 1983. 417. “સમગ્ર કવિતા ઉમાશંકર જોશી, પ્રકા. મંત્રી-ગંગોત્રી ટ્રસ્ટ, મુ. વિક્રેતા-લોકમિલાપ ટ્રસ્ટ, ત્રિ.આ. 1981. 418. “સરવાણી પ્રહલાદ પારેખ, પ્રકા. જયંતીલાલ મણિલાલ શાહ, સંસ્કાર સાહિત્ય મંદિર, ભાવનગર. પ્ર.આ. 1948. કિસ્મત કુરેશી, પ્રકા. કિસ્મત ચાંદભાઈ કુરેશી, ભાવનગર. મુ. વિક્રેતા-સુરાલય કિતાબવાલા, ભાવનગર, પ્ર.આ. 1962. 420. “સહરા કિસન સોસા. પ્રકા. શાંતિલાલ ભ. શાહ, સુવાસિત સાહિત્ય પ્રકાશન, સુરત-૩. પ્ર.આ. 1977. 21. સહજ વાડીલાલ ડગલી, પ્રકા. ભાઈદાસ ત્રિભોવનદાસ પરીખ, બાલગોવિંદ પ્રકાશન, ગાંધીમાર્ગ-૧. પ્ર.આ. 1976. ૮રર. “સંકલિત કવિતા' રાજેન્દ્ર શાહ, પ્રકા, જયવદન તકતાવાલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિવતી વિમળાબહેન જયવદન તકતાવાલા, મુંબઈ. પ્ર.આ. 1983. 423. “સંગતિ મકરન્દ દવે, પ્રકા. કનુભાઈ વોરા, વોરા એન્ડ કંપની, મુંબઈ-૨. પ્ર.આ. 1983. 424. “સંચેતના” રાધેશ્યામ શર્મા, પ્રકા. ત્રિમૂર્તિ પ્રકા. અમ-૧. મુ. વિક્રેતા-સદ્ભાવ પ્રકાશન, રતનપોળ, અમ-૧. પ્ર.આ. 1983. 425. સંજીવની’ ઇન્દીમતી મહેતા, પ્રકા, ઈન્દુમતી મહેતા, નવરંગપુરા, અમe. પ્ર.આ. 1976. 419. “સલિલ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #508
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 507. 426. “સંત કેરી વાણી સંપા. મકરંદ દવે ૪ર૭. “સંનિવાસ’ ઇન્દુકુમાર ત્રિવેદી, પ્રકા. પ્રણવકુમાર ઈન્દુકુમાર ત્રિવેદી, નવરંગપુરા, અમ-૯, પ્ર.આ. 1985. 428. “સંવેદના' બાલમુકુંદ દવે, પ્રકા. પરમસુખ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની, મુબંઈ. પ્ર.આ. 1942, સં. 1998 અષાઢ, 49. “સંસ્કૃતિ પારાશર્ય, લેખક તથા પ્રકા. મુકુંદરાય વિજયશંકર પટટ્ટણી, ભાવનગર. પ્ર.આ. દીપોત્સવી સં. 1997. ઈ.સ. 1941. 430. “સાતમી ઋતુ' મણિલાલ હ. પટેલ, પ્રકા. ચંદ્રમાંલિ પ્રકા. અમ-૧. પ્ર.આ. 1988, 431. “સાસુમાની ઝાલરી’ રતુભાઈ દેસાઈ, પ્રકા. મૃણાલ દેસાઈ, પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન, મુંબઈ-૫૭, પ્ર.આ. 1981. 432. “સાતત્ય' સુરેશ દલાલ, પ્રકા. ચિમનલાલ પી. શાહ, પ્રમુખ, ચિમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ. વિક્રેતા-શિવજી આશર, પ્ર.આ. 1978, 433. “સાસ્ત્રનું તત્ત્વજ્ઞાન પ્રો. એમ. વી. બક્ષી, યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, ગુ.રા., અમ-૬. પ્રકા. ઈશ્વરભાઈ કે. પટેલ (અધ્યક્ષ), યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, ગુ.રા., અમ-૧૬, 434. “સાયુજ્ય' હસમુખ પાઠક, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, અમદાવાદ, મુંબઈ. પ્ર.આ. જૂન 1972. 435. સાહિત્ય દિવાકર નરસિંહરાવ સંપા. સુધીર દેસાઈ, કુરંગી દેસાઈ, ચિત્રા દેસાઈ. પ્રકા. જયવદન તકતાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વતી, વિમળાબ્લેન જયવદન તતાવાલા, મુંબઈ-૬. પ્ર.આ. 22 1984. 436. ‘સિમ્યુનિ’ સુરેશ દલાલ, પ્રકા. ચિમનલાલ પી. શાહ, ચિમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુબંઈ. પ્ર.આ. 1977. 437. “સ્કાઈસ્કેપર સુરેશ દલાલ, પ્રકા. અરવિંદ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુબંઈ. પ્ર.આ. 1980. 438. “સ્પર્શ પ્રિયકાન્ત મણિયાર. પ્રકા. શિવજી આશર, સ્વાતિ પ્રકા. મુંબઈ પ્ર.આ. 1966. 439. “સ્પર્શ દિનકર શાહ, પ્રકા. દિનકર શાહ, જય શાહપુર, અમ-૧. પ્ર.આ. 1988. 440. “સ્પંદ અને છંદ ઉશનસ પ્રકા. સાહિત્યસંગમ પ્રકાશન. સુરત. પ્ર.આ. સપ્ટે 1968. 441. “સ્વગત’ યોસેફ મેકવાન, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની. અમ 1. પ્ર.આ. 1969. 442. ‘સ્વપ્નપ્રયાણ હરિશ્ચંદ્ર ભટ્ટ, સં.-ઉમાશંકર જોશી. એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ. પ્ર.આ. 159. 443. “સ્વપ્નવસંત' (રૂપરેખા કાવ્યસંગ્રહ) કુસુમાકર રચિયતા સ્વ. કવિ કુસુમાકર, પ્રકા. ભરતકુમાર શિંભુપ્રસાદ જોષીપુરા, જાસુદભુવન. કોચરબ, અમદાવાદ. મુ. વિક્રેતા-ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ. પ્ર.આ. 2019. 196. 444. “સ્મરણસંહિતા” “એક કરુણ પ્રશસ્તિ નરસિંહરાવ ભોળાનાથ, સી જમનાદાસની કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. ખૂ.આ. સં. 1996. ઈ.સ. 1940. 45. સ્વામિનારાયણ સંતસાહિત્ય સંપા. રઘુવીર ચૌધરી, પ્રકા. પ્રગટ બ્રહ્મસ્વરૂપ, સ્વામીશ્રી નારાયણ સ્વરૂપદાસજી-પ્રમુખ સ્વામી, અધ્યક્ષ-ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી પ્રકા. સમિતિ, પ્ર.આ. 1981, બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, શાહીબાગ રોડ, અમ-૪. * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #509
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 508 446. નેપ લાઈફ નલિન પંડ્યા, પ્રકા. બી. ઠક્કર, રૂપાલી પબ્લિકેશન, અમ-૧. પ્ર.આ. જુલાઈ 1987. 447. “સુમનગુચ્છ' કર્તા. દોલતરામ કૃપારામ પંડ્યા (નટીઆદ), મુંબઈ નિર્ણયસાગર મુદ્રાલયમાં મુદ્રિત સને-૧૮૯૯. સં.-૧૯૫૫. 448. “સુરાહી કિસ્મત કુરેશી. પ્રકા. ગિરીશ આર. ઠક્કર, સુમન પ્રકા. મુંબઈ 9. તૂ. આ. 1989. 49. “સુરેશ જોષીથી સુરેશ જોષી છે. સુમન શાહ, પ્રકા. બાબુભાઈ જોષી, કુમકુમ પ્રકા. અમ-૧. પ્ર.આ. 1978.; 450. “સૂવાસિકા' (કાવ્ય) રચનાર મધુવચરામ બળવચરામ હોરા, અમદાવાદ. મામાની હવેલી મધ્યે યુનાઈટેડ પ્રિન્ટીંગ અને જનરલ એજન્સી કંપની લિમિટેડના પ્રેસમાં રણછોડલાલ ગંગારામે છાપ્યું. સં:-૧૯૪૫ સને 1888, ગુજરાત વર્નાક્યુલર સોસા. લાયબ્રેરી, અમ-૧. 451. “સૂરજ કદાચ ઊગે' હરિકપણ પાઠક, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, મુંબઈ-૨, અમ-૧, પ્ર.આ. 1974. ૪૫ર. સૂરજમાં લોહીની કૂંપળ ભગવતપ્રસાદ ચૌહાણ, પ્રકા. બી. ઠક્કર, રૂપાલી પબ્લિકેશન, અમ-૧. પ્ર.આ. 1977. 453. ‘સૂરજમુખી’ રક્ષા દવે, પ્રકા. રક્ષાબ્લેન દવે, વિક્રેતા-સુમન પ્રકા. મુંબઈ-૯. પ્ર.આ. 1979. 454. સૂરજનો હાથ યોસેફ મેકવાન. પ્રકા. રમણભાઈ ફાઉન્ડેશન પ્રકા. અમ-૧૫. પ્ર.આ. મે 1983. 55. “સૂર્યોપનિષદ હરીન્દ્ર દવે, પ્રકા. શિવજી આશર. વોરા એન્ડ કંપની, અમ. પ્ર.આ. 1975. 456. સોપાનિકા પૂજાલાલ, પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ ટ્રસ્ટ, પોંડિચેરી 2. પ્ર.આ. 1980. 457. “સોહાગણ - કિવિ ન્હાનાલાલ, પ્રકા. જેશીંગભાઈ ભોગીલાલ શાહ, ઢાળની પોળ, સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ, પાનકોર નાકા, અમ. કિ. આ. ૧૨મી મે 1940. 458. “સ્ત્રોતસ્વિની સ્વ. દામોદરદાસ ખુ. બોટાદકર, પ્રકા. અમૃતલાલ વલ્લભદાસ દાણી. મહિલા વિદ્યાલય, ભાવનગર. વિ.સં. 1985. (ઈ.સ. 1929). 459. “સંયર” કહીએ કોને ? છે. હરીશ વ્યાસ, પ્રકા. ડૉ. હરીશ વ્યાસ, અમ-૬, પ્રા.સ્થા-ડો. હરીશ વ્યાસ, અમ-૯, પ્ર.આ. 1979. 460. “સી લાડકીન્ટેન (લીલાવતી) વિરહ છોટાલાલ સેવકરામ કૃત, વડોદરા. નૂતન પ્રિન્ટિંગ પ્રેસ કંપની લિમિટેડ, ઈ.સ. 1902, વિ.સં. 1958. 461. “હથેળીમાં બ્રહ્માંડ સુરેશ દલાલ, પ્રકા. મિહિકા પબ્લિકેશન્સ, મુબંઈ. મુ. વિક્રેતા નવભારત સાહિત્યમંદિર, અમ-૧. પ્ર.આ. 1987. , 462. “હયાતી હરીન્દ્ર દવેની કવિતા, પ્રક. ચીમનલાલ પી. શાહ, પ્રમુખ, ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ. પ્ર.આ. 1977. મું. વિક્રેતા નવભારત સાહિત્યમંદિર, અમદાવાદ, 463. હરિસંહિતા' ગ્રંથ-૧ ન્હાનાલાલ કવિ. મહાકવિ ન્હાનાલાલ સ્મારકેસ્ટ, પ્રકા. મહાકવિ ન્હાનાલાલ સ્મારક સિમિત. વિ. સં. 2015, ઈ.સ. 1959, પ્રકા. પ્રભુદાસ બાલુભાઈ પટવારી, મંત્રી, મહાકવિ ન્હાનાલાલ સ્મારક સમિતિ, 46, પરિમલ સોસા. અમ-૬. 464. હરિસંહિતા ગ્રંથ-ર હાનાલાલ દલપતરામ કવિ, પ્રકા. મહાકવિ ન્હાનાલાલ સ્મારક સમિતિ, અમદાવાદ. પ્રકા. પ્રભુદાસ બાબુભાઈ પટવારી, મંત્રી મહાકવિ ન્હાનાલાલ સ્મારક સમિતિ, 46, પરિમલ સોસાયટી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #510
--------------------------------------------------------------------------
________________ s અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 509 એલિસબ્રિજ, અમ-૬. સં. 2016. ઈ.સ. 1960. 45. “હરિસંહિતા' ગ્રંથ-૩ ન્હાનાલાલ દલપતરામ કવિ, પ્રકા. મહાકવિ ન્હાનાલાલ સ્મારક સમિતિ, 46, પરિમલ સોસા. અમ-૬. વિ.સં. 2016, ઈ.સ. 1960, કિંમત-૧૦ રૂપિયા. 46. “હૃદયરોગ’ હરિહર પ્રાણશંકર ભટ્ટ, કર્યા અને પ્રકા. હરિહર પ્રાણશંકર ભટ્ટ, પ્રસ્થાન કાર્યાલય, મારફત (અમદાવાદ), પ્ર.આ. ઈ.સ. 1934. 467. “હૃદયવીણા નરસિંહરાવ ભોળાનાથ, પ્રકા. જમનાદાસ લક્ષ્મીદાસ, સી. જમનાદાસની કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. . આ. રપ૮ 34. 468. “હંસવિરહ' એટલે શેઠ હંસરાજ લુઆણાના બારોટ અયાચી કવિ લાઘારામ વિસરામ, છપાવનાર કરમસી “સ્ટીસ ઓફ પીસ'નું સ્વ. જ્ઞાતિ મહાજન, પરોપકારી સભાસ્ય સર્જન મુંબઈ. જ્ઞાનદીપક સ્વર્ગવાસવર્ણન' છાપખાનામાં છાપ્યું. 869, ‘હિંચકો સૈફ પાલનપુરી, પ્રકા. ગિરીશ આર. ઠક્કર, સુમન પ્રકા. મુંબઈ 9. ત્રિ.આ. 1986. 470. હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ મૂ.લે. શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતા, પ્રકા. ગુ. વર્નાક્યુલર સોસા. પૂર્વાધ પ્ર.આ. 1924, ઉત્તરાર્ધ પ્ર.આ. 1925. 471. “હું તને લખું છું સુરેશ દલાલ, પ્રકા. મિહિકા પબ્લિકેશન્સ, મુબંઈ. મુ. વિક્રેતા વોરા એન્ડ કંપની, અમ-૧, પ્ર.આ. 1988, 472. કહયું અને શબદ' ચાંપશી વિ. ઉદેશી, પ્રા. નવચેતન કાર્યાલય, અમ-૭. મુ. વિકેતા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ-૧, પ્ર.આ. 1973. 473. “હોસ્પિટલ પોએમ્સ' જયા મહેતા, પ્રકા. ડૉ. ઉષા ઠક્કર, રજિસ્ટ્રાર, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી, મહિલા વિદ્યાપીઠ, મુબંઈ-૨૦. મુ. વિક્રેતા નવભારત સાહિત્યમંદિર, અમ-સ્. પ્ર.આ. 1987. 474. “ક્ષણોના મહેલમાં ચિનુ મોદી, પ્રકા. રમણીક ઠક્કર, પ્રકા. સુમન પ્રકા. મુંબઈ-૮. પ્ર.આ. 1972. 475. “ક્ષણોનું આલ્બમ સુશીલા ઝવેરી, પ્રકા. ભૂપેન્દ્ર સી. ઝવેરી, મુંબઈ-૨૮. પ્રા.સ્થાન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્ર.આ. જુલાઈ 1985. 476. ક્ષિતિજને વાંસવન” યશવંત ત્રિવેદી, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની અમ 1. પ્ર.આ. 1971. 477. “જ્ઞાનયોગ સ્વામી વિવેકાનંદ, પ્રકા. શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. સ્વામી આત્મસ્થાનંદ (અધ્યક્ષ), દ્રિ.આ. (1973). સામયિકો. કવિલોક ચંદ્ર ગુલઝારે શાયરી ઉત્તરા’ ગઝલ વિશેષાંક, સળંગ અંક 20-21 (1985) પરબ કુમાર English 'DEATH AND WESTRN THOUGHT By Jacoques Choron, COLLIER BOOKS NEW YORK, N.Y. Coller - Macmillan Ltd. LONDON. Printed in the united states of America. P.P. Ac. Gunratnasuri N.S. Jun Gun Aaradhak Trust
Page #511
--------------------------------------------------------------------------
________________ 2. અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 510 DEATH IN SHAKESPEARE' A study in the context of his major works. Thesis submitted for the Degree of Doctor of Philosophy By Miss A. F. Daver, Ahmedabad. (Sardar Patel University) 'ENCYCLOPAEDIA OF RELIGION AND ETHICS' Rs. 293/- E. Vol.-4 (Page From 411 to 511) 'FREEDOM FROM THE KNOWN J. Krishnamurti. Edited By Mary Lutyens (8th edition) LIFE AFTER DEATH' J. P. Vaswani Gita Publishing House, Poona-411001, India. 'SAVITRI, SRI AUROBINDO LEGEND AND A SYMBOL Sri Aurobindo Ahsram, Pondicherry. Tenth impression - 1984. Published by Sri Aurobindo Ahsram Publication Department, Pondicherry, India. 'STEVENSONS ON DEATH Book of Quotation,s R. 808/- 88. Page from 373 to 417. 'THE DIALOGUE WITH DEATH Sri Aurobindo's Savitri, a Mystical Appoach. By Rohit Mehta Publisher, Shree Rambhai Amin. Ahmedabad-380006. First Edition, 1972. Printed in Navjivan Press, Ahmedabad-380014. 'THE LIFE DIVINE Shri Aurobindo Publisher, Shri AronindoInternation University Centre, Pondicherry. Vol.-III. 'THE MEANING OF DEATH Edited by Heman Feifel Ph.D. The Blakiston Division MCGRAW HILL (New York Book Company, Toronto) I.N.C. London - 1959. 1 Printed in the united states of America. All rights reserved, Library of Congress card No. 62-17575. 'Tayf146' श्रीमच्छकराचार्यकृत उपनिषद भाष्यं, खण्ड-१. गीताप्रेस, गोरखपुर, सानुवाद-शांकरभाष्यसहित प्रकाशक-घनश्यामदास जालान गीताप्रेस, गोरखपुर,. 8. Polo, HIACE HOUT, 10. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #512
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 511 प्रथम अध्याय, द्वितीय वल्ली श्रेयप्रेयविवेक 'भारतीय दर्शन' डॉ. राधाकृष्णन् भाग (श भारतीय दर्शनका विश्वविख्यात अध्यन (वैदिक-युगसे बौद्धकाल तक) राजपाल एन्ड सन्स दिल्ली-६. दूसरा संस्करण, १९६९फ अनुवाद स्व. नंदकिशोर गोमिल विद्यालंकरा गूजरात विद्यापीठ, अहमदावाद, कालिकाता विद्यापीठ, कलकत्ता. 'भारतीयदर्शन' डॉ. राधाकृष्णन भाग (2) भारतीय दर्शनका विश्व विख्यात अध्ययन (वैदिक युगसे बौद्धिकाल तक) राजपाल एन्ड सन्स - 1972 दिल्ली-६ अनु. स्व. श्री नन्दकिशोर गोमिल गूजरात विद्यपीठ, अहमदाबाद. कालिकत्ता विद्यापीठ - कलकत्ता. दूसरा संस्करण 1972. "मृत्यु रहस्य' पण्डित वेणीराम शर्मा गौड चौखम्मा संस्कृत संस्थान पो. बो. 1936 गोपाल मन्दिर लेन वाराणसी (भारत) 'मैं मृत्यु सिखाता हूँ आचार्य रजनीश संकलन, स्वामी, नरेन्द्र बोधिसत्त्व संपादन, स्वामी योगचिन्मय मोतीलाल बनारसीदास प्रधान कार्यालय, बंगला रोड, जवाहरनगर, दिल्ली-७. शाखाएं 1. चौक वाराणसी (उ.प्र.) 2. अशोक राजपथ पटना-४. जीवनजागृति केन्द्र, बम्बई. प्रथम संस्करण 1973 (ध्यान, मृत्यु और समाधि पर साधना शिबिर द्वारका (गुजरात) एवं साधनाचर्चा गोष्ठि बम्बई में दिये गये भगवान श्री रजनीशके बम्बईमें दिये गये भगवान श्री रजनीश के 15 प्रवचनों एवं ध्यान प्रयोगो का संकलन. 4. .P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust