________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 322 એ વૃતિ ધારણ કરનાર હશે, કે ક્યારેક અત્યંત ક્રોધમાં (મૃત્યુનાજ જુદા જુદા મિજાજ) છતાં એની સાથે સંગતિ તો અનિવાર્ય જ છે. “શેષ અભિસારમાં રાજેન્દ્ર શાહે કરેલું મહિમા રૂઢ મૃત્યુનું વર્ણન જીવંત અને ગૌરવપૂર્ણ છે. મૃત્યુના આગમનની વાત પણ અત્યંત નાજુક રીતે કાવ્યમય શૈલીમાં કહેવાઈ છે. મૃત્યુને કવિ અહીં “શ્યામવરણું' કહે છે. એ શ્યામ ઓળાને કાવ્યનાયિકાએ ઓળખી લીધો છે. મૃત્યુએ ભૂરખને ઢાંકી દેતો અંચળો ઓઢ્યો છે. શુક્રના તારાની જેમ માત્ર એની બે આંખો ઝગમગે છે. મૃત્યુના આલિંગને નાયિકા પ્રેમનું મધુપાન કરે છે. એને ચહેરે અપૂર્વ સૌમ્ય શાંતિ, તેજ, પ્રેમ, મધુપાનનો પરિચય મળે છે. આગમની'નો કાવ્યનાયક મનથી જાણે મૃત્યુનીયે પેલે પાર વિહરે છે. (‘ક્ષણ જે ચિરંતન) ને ત્યાં જઈ અમૃતનું પાન કરે છે. બારી પાસેની નિષ્પર્ટ ડાળ પર બેઠેલા નર્યા અંધકારમાંથી ઘડાયેલા મૃત્યુના પ્રતીક સમા ઘુવડની સામે મંડાતી કાવ્યનાયકની નજર, ભાવિ મૃત્યુનો અણસાર આપી જાય છે. (“ખાલીઘર') “વિષાદને સાદ'માં કવિ કહે છે. . વ્યક્તિનું મૃત્યુ થતાં ગંધ, નામ, રૂપ, રંગ બધું જ સ્વાહા થઈ જતું હોય છે. મૃત્યુ સાથે માનવ નિઃશેષમાં વ્યાપ્ત બની જાય છે. ને ફરી જવાલાપુંજમાંથી અમીકુંજ લઈ પ્રભવે છે એક આભાપુરુષ. (નવજન્મ?) જીવાત્માને શરીરના મૃત્યુ સમયે કોઈક નવી જ ઓળખનો થતો અનુભવ “નવી ઓળખ'માં વ્યક્ત થયો છે. મૃત્યુપળે સૌ સ્વજનોથી વિખૂટા પડવાનું, અંતે છેક સુધી સાથે રહેલાં પેલાં પાંચ તત્ત્વો, તેજ, વાયુ, આકાશ, પાણી અને પૃથ્વીથીયે વિખૂટા પડવાનું આવે છે. સાથે રહેલાં એ પાંચ તત્ત્વોય અંતે શરીરને છોડી જાય છે. “કાળ પર ધરાય ચરણ'માં કવિ દિવસની જેમ રાત્રિનેય કર્મશીલ ગણાવે છે. દિવસ જીવનનું ને રાત્રિ મૃત્યુનું પ્રતીક છે. કવિ ઉશનસ ને ભડભડતી ચિતા જોઈને સમયની સુતીક્ષ્ણ અણદીઠ દાઢ વડે બાકી રહેલા ભક્ષ્યને ઓહિયા કરતો તથા કૃશ થયેલા શરીરને (શબને) ચાટતો ચિતાગ્નિ યાદ આવે છે. મૃત્યરૂપી સિંહ પોતાની અનલરૂપી વાળ સતત આમથી તેમ ફેલાવતો, ફંગોળતો દેખાય છે. કવિ ઉશનસે પોતાના પિતાના મૃત્યુ સમયે પિતાની સ્વસ્થતાની તથા ચિત્તશાંતિની વાત કરતાં, જાણે પિતા એમનું ભગવું વસ્ત્ર ન બદલી રહ્યા હોય એવી અનુભૂતિને વાચા આપી છે. “હું મુજ પિતા' નામના સૉનેટમાં તો પિતાના મૃત્યુની સાથે સાથે કવિએ પોતાના મૃત્યુને, શબને નિહાળ્યું છે. પિતાજીની ખાટ પર સૂતાં સૂતાં તેમને સ્વ-મૃત્યુદર્શનનો જાણે અનુભવ થાય છે. પોતાના મૃત્યુને સ્વસ્થ ચિત્તે તેઓ જોઈ શકે છે. જે નિઃસંગતાનો વિરલ અનુભવ ગણાય. “વૈશાખી સીમ” (“સ્પંદ અને છંદ')માં કવિ ઉશનસ સ્મશાનનું વાસ્તવલક્ષી નિરૂપણ કરે છે. ભડથું થયેલા દિવસની ભડભડતી ચિતાનો અહીં ઉલ્લેખ છે. શરૂમાં મૃત શરીરની તડાક દઈ તૂટતી નસો, બળતા હાડકાના ગંધકની વાસ, ફાટતી ખોપરીનો અવાજ, લીલા લાકડાનો વિચિત્રગંધી ધુમાડો-વગેરેનું ભયાનક વર્ણન કવિ કરે છે, ને પછી સાંજ પડ્યું ઠરતી ચિતા કવિને શિવજીના કપાળમાંની સુખડની બીજ, તથા નવજીવનના પાંગરતા અંકુરની પ્રતીતિ કરાવે છે. ચિતાની એ ભસ્મ પર ભગવાનની કૃપાનું સુધા પ્રોક્ષણ થતાં નવાંકુરની આશા બંધાય છે. આ સ્મશાન જન્મ મરણ જન્મના અવિરત ચક્રની પ્રતીતિ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust