________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 323 કરાવે છે. વિશ્વજનની સ્વરૂપમાં બાના દેહાંત પછી ઘરમાં બધું જ જનનીરૂપ બનેલી સભરતા કવિ અનુભવે છે. ને “જાતકકથા'માં પૂર્વજન્મ અને પુનર્જન્મનો સંદર્ભ વણતાં બંનેમાં પોતાની આ જ જનની હોવાની પ્રતીતિની દઢતા કવિએ રજૂ કરી છે. “અભિજ્ઞાનમાં પણ પુનર્જન્મ કથની જ રજૂ થઈ છે. જુદાં રૂપ ધરી જનની જન્મશે તોય તેઓ સહેજમાં ઓળખી જવાના, એવો આત્મવિશ્વાસ વ્યક્ત થયો છે. માતા તરુ બનીને જન્મે તો એની શીતલ છાયાથી જ કવિ એને પામી, ઓળખી જવાના, ને ગ્રીષ્મઋતુમાં જનનીને યાદ કરતાં અમસ્તાં જ નેણ જળ ભરાશે ત્યારે જનની જ એના પર છાયા ધરશે, ને કવિ એને પામી ઓળખી જશે. પુષ્પ” કાવ્ય ઉશનસ ના Inner Being નો પરિચય આપે છે. જેમાં તૃણવેશે પોતાના પુર પ્રદેશે આવેલા અતિથિની કવિ વાત કરે છે. પાંચ નાની રંગછાંટી પાંદડી સહેજ લહરી અડતાં કંપી ઊઠે છે. ને કવિચિત્તને હરી લે છે. “પંચાગુલિ પકડી ધૂમું વનવનતણી યુગ યુગ તણી વીથિ વીથિ પાછી જીવું મારા હજારો જન્મની જાતકકથા” 104 પંચાગુલિ એટલે પંચમહાભૂત ? કવિ ઉશનસ્ મૃત્યુ પામેલી વ્યક્તિનું હલબલાવી નાખે એવું સ્વભાવોક્તિ સભર વર્ણન કરે છે. (“રૂપના લય') “અધૂરી ચર્ચાના અધૂરા રહેલા વાક્યસમું ખુલ્લું મ્હો ઉઘાડી આંખોની સ્તબ્ધતા” હમ “અને જ્યાં ડાધુની સ્વજનતણી ટોળી ઘર જતી ઘરે જાસાચિઠ્ઠી કશીક લખી'તી ચોકડીવળી” 0 માં મૃત્યુની એંધાણીનું વર્ણન ધારદાર છે. સ્વજનને સ્મશાને મૂકી આવ્યા પછી લાગતા મૃત્યુના ભયની તીવ્રતાનું વેધક નિરૂપણ કવિએ અહીં કર્યું છે. મૃત્યુ હવે ગમે ત્યારે પોતાનું દ્વાર ખટખટાવશે એવું લાગે છે. “અને મારી”માં કાવ્યનાયકનો મૃત્યુનો અનુભવ પરમવિશ્રાંતિભર્યો વર્ણવાયો છે. કવિ કહે છે. - “હજારો ગાઉની કળતી રહી શ્રાંતિ મરણમાં” 107 મરણ નામની ઊંઘમાં જિંદગીની સીમે મૃત્યરસને સભાનપણે ચગળતા હોવાનું કવિ (કાવ્યનાયક) કહે છે. મૃત્યુસમયના અનુભવની કલ્પનાસભર સંવેદના અહીં રજૂ થઈ છે. કાવ્યનાયકને મૃત્યુના સ્પર્શનો સર્પ શો લીસો ને શીતળ અનુભવ થાય છે. જયંત પાઠક “રણ” કાવ્યમાં કોઈ જુદી જ ભૂમિકાએ મરણની વાત કરી છે. આખું આકાશ બળી ગયેલા કાગળ જેવું, પણ હવે એ આકાશનું ઊંટથી અલગ કોઈ અસ્તિત્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust