SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 321 કવિ ડાહ્યાભાઈ નનામીને સફરનો અંત ગણવાની ના પાડે છે. (“નનામીની સફારીને) એને તેઓ આખરી મંઝિલ ગણતા નથી. ઉષાસંધ્યા વચ્ચે રાત્રિનો પડદો છે. તેમ નવા જૂના જીવન વચ્ચે “મરણનો પડદો' છે એમ કવિ માને છે. મૃત્યુનું પ્રાબલ્ય બધે હોવાનું અનુભવતાં કવયિત્રી સુરેશા મજમુદાર અંતે મૃત્યુને, માયા, મદ અને મદવૃષા, ભવવૃષા, ટાળતા ગૂઢ, તત્ત્વ, સત્ત્વ તરીકે ઓળખાવે છે. મૃત્યુના અનુભવને તેઓ અદ્વિતીય ગણાવે છે. મૃત્યુની પેલે પાર શું રહેલું છે એ જાણવા મથતી માનવજાતને એનો સર્વસામાન્ય ઉત્તર મળતો નથી. પરંતુ આર્ષદર્શનથી અનેક કવિઓ એમાં અનન્ય માંગલ્યનાં દર્શન કરે છે. તો વળી તરત જ સ્વજનમૃત્યુને ન ભૂલી શક્તી માતા અહીં મૃત્યુને ફિટકાર પણ આપે છે. મૃત્યુનું સામ્રાજય સ્થૂલ જગતમાં ભલે હોય, પણ સદ્ગતની સ્મરણ સુરભિને એ નષ્ટ કરી શકતું નથી. ત્યાં મૃત્યુ પરાસ્ત થાય છે. ક્યારેક કવયિત્રી આક્રોશમાં આવી જઈ મૃત્યુને “ડાકુ' કહે છે. જિગરનો કટકો મૃત્યુએ છિનવી લીધો છે ને? મૃત્યુને મહાત કરવા નીકળેલાં કવયિત્રી મૃત્યુ પાસેથી ભગીરથ પ્રયત્ન વડે પોતાના પુત્રને પાછો મેળવવા તલસે છે. પણ પછી તરત વાસ્તવ સમજાય છે. * મૃત્યુની સ્વછંદતાથી તેઓ સભાન બને છે. વિશ્વમંદિર કેરાં શું દ્વાર જીવન મૃત્યુ બે ? પ્રવેશ દ્વાર પહેલાથી, બીજેથી બહાર નીસરે ?" પર પણ મૃત્યુનું ભારેખમ પ્રાબલ્ય પ્રિયસ્મૃતિને મારી શકતું નથી એનું એમને આશ્વાસન છે. મૃત્યુ થાતાં પ્રિય ઉરવસી મારતા મૃત્યુને જે તે હૈયાંથી સ્મૃતિ પ્રિયતણી ના તું ભૂંસી શકે છે” 183 કવિ જયોતિષ જાની બિલાડીને મૃત્યુના પ્રતીકરૂપે વર્ણવે છે. (‘ફીણની દીવાલો) એ જ કાળી બિલાડી એના ચારે પગ લંબાવી મૂછને જીભથી ભીની કરી ભક્ષ્યને તીણા નહોર મારી ઉષ્ણ લોહીનો સ્વાદ માણે છે. જીવ મૃત્યુનો શિકાર બને છે. ત્યારે દશ્ય ભયાનક લાગે છે. પણ તો જ પેલું પુનરપિજનન, પુનરપિમરણનું ચક્ર ચાલે ને? “ઘર” કાવ્યમાં જીવ ચાલી જતાં શરીરરૂપી “ઘર' ફેંકાઈ જતું હોવાની વાત જયોતિષ જાનીએ કરી અનુગાંધીયુગ - મૃત્યુનું સ્વરૂપ, મૃત્યુ પામેલી વ્યક્તિનું વર્ણન, સ્મશાન અને ચિતાવર્ણન કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ “રુદ્રને' કાવ્યમાં વ્યાપક અર્થમાં મૃત્યુના તાંડવની-વિનાશની વાત કરે છે. શિવના ભયાનક તાંડવનૃત્યનું પ્રલયકારી સ્વરૂપ કવિ અહીં વર્ણવે છે. કવિ પણ જાણે વિનાશમૂર્તિ રુદ્રની સાથે સ્પર્ધા માંડે છે. - પ્રફ્લાદ પારેખ “દિવંગત ગુરુદેવને'માં રવીન્દ્રનાથના જીવનકાર્યની ભવ્યતા પાસે મૃત્યુની વામણાઈ અને ભોંઠપનો ઉલ્લેખ કરે છે. કવિની ભવ્ય જિંદગી પાસે મૃત્યુની શી વિસાત? જિંદગી લેવા આવનાર એ મૃત્યુ અમરત્વ આપીને જાય છે. - કવિ રાજેન્દ્ર શાહ (“ધ્વનિ') “અનાગત'માં વિશિષ્ટ રીતે મૃત્યુના રૂપ સ્વરૂપનું કુતૂહલ કાવ્યમય શૈલીમાં રજૂ કર્યું છે. “અનાગત' (મૃત્યુ) ને સમજી કે વાંચી શકાતું ન હોવા છતાં કવિનેણ એને નિહાળવા ઉત્સુક છે. અનાગતનું સ્વરૂપ પ્રસન્ન હોય કે તપ્તચિત્ત, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy