________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 131 ચાંદની હોવાનું નાયક (કવિ) જણાવે છે. ને તેથી જ પોતાના મૃત્યુ માટે સ્વજનોને આંસુ ન સારવા વિનવે છે. હરિ હર્ષદ ધ્રુવના અવસાન નિમિત્તે રચેલું “સુદદમિત્રનો વિરહ અને તસંબંધિની કથા’ (અગ્રંથસ્થ કાવ્યોમાં પણ મૃત્યુના વાસ્તવનો કવિએ નિર્દેશ કર્યો છે. છે પ્રાણીમાત્ર શિર અંતિમ, આ જ લેખ વ્હાલા ત્યજી દઈ જ એકલું છે જવાનું રોતા જવું જ, રડતાં પ્રિય મૂકવાં જ 10 (‘ચંદ્ર 161/162) બોટાદકર (187-1924) મહદ્અંશે ગૃહજીવન અને કૌટુંબિક જીવનના મંગલ કરુણ ભાવો વિશેષ ગાયા છે. “સ્મશાન' કાવ્યમાં સ્મશાનની આજુબાજુના વાતાવરણનું કવિ વર્ણન કરે છે. નદી, વૃક્ષ, બધાંજ શોકમગ્ન હોવાનું કવિ વર્ણવે છે. “સ્મશાન'ને કવિ માનવના છેલ્લા વિરામ સ્થાન તરીકે ઓળખાવે છે. મનુનગણનું સાચું છેલ્લું “સુવાતણું સ્થાન' કહે છે. (“કલ્લોલિની' પાનું ર૨) આ વિષમ સ્થળ સૌનાં હૈયાં શોકથી ભરી દે છે. સ્મશાન” એવું સ્થાન છે જયાં ગુરુ વિના આપોઆપ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. અહીં ક્ષણમાં જ જીવનમરણની અસારતાનો મર્મ સમજાઈ જાય છે. “કુસુમ' કાવ્યમાં સુકાતા પુષ્પની શ્યામતા' મૃત્યુની પ્રબળ છાયાની શ્યામતા હોવાનું કવિ કહ્યું છે. પુષ્પનો સુરભિસંદેશ અવિસ્મરણીય છે, ને છતાં આત્માની અમરતાને કવિ શ્રેષ્ઠ ગણે છે. એને તો મૃત્યુ પણ ન લૂંટી શકે. “મૃગ અને ગાન'માં સંગીતલુબ્ધક મૃગને ચેતવણી આપવામાં આવી છે. મૃગને લોભાવનારું સંગીત શિકારીઓએ મૃગ માટે તૈયાર કરેલી “મૃત્યુભવાઈ” હોવાનું કવિ કહે છે. સંગીતપ્રેમી મૃગ સામે ચાલીને મરણમુખે હોમાય છે. શિકારીને કવિ “મૃત્યુના અનુચર' તરીકે ઓળખાવે છે. “અવસાન' કાવ્યમાં (સ્રોતસ્વિની પાનું-૧૭) મરણોન્મુખ માનવની મનોદશાનું, અંતસ્થ ભાવોનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. મૃત્યુબિછાને રહેલો માનવ પોતે પોતાનો અનુભવ કહેતો હોય એવી કલ્પના કવિએ કરી છે. પાતાળમાં ઊંડે ઊતરી પડવાનો, વિવશ બની આકાશમાં ઊડવાનો તથા શ્રવણની બધિરતાનો અનુભવ કરે છે. પણ પછી તરત જ એને બીજો દિવ્ય વિરલ અનુભવ પણ થાય છે. તો વળી ક્ષણેક સ્વર્ગમાં સ્વર્ગસ્થોનો સહચર બનીને વિહરવાનો, તો ક્યારેક જૂના ગાઢ અરણ્યમાં ભયંકર ગ્રીષ્મ ઋતુમાં ભટક્તો હોવાનું ય અનુભવાતું. પરમભૂમિના રમ્ય અનુભવો મળવાની શ્રદ્ધાથી એ મરણોન્મુખ માણસ આશ્વાસનના ઉચ્ચારો પણ વ્યક્ત કરે છે. મૃત્યુ પછી સંસારના કોઈ દુઃખ સતાવતાં નથી એ આશ્વાસનને લીધે વિતથ મિથ્યા જગતમાંથી મનને ઊઠાવી લઈ પોતાના અસ્તિત્વને કોઈ અનેરી સૃષ્ટિમાં લઈ જવા એ જીવ ઉત્સુક બને છે. વિમલ વિશુદ્ધ જીવ મરણથી ડરતો નથી. હવે તો એ વિમલ મનથી શાંતિપૂર્ણ અને સ્વસ્થ રીતે મરવા ઇચ્છે છે. ઈ. સ. ૧૯૨૧માં “નિર્ઝરિણી' પ્રગટ થાય છે. “વિશ્રાંતિ' કાવ્ય (નિર્ઝરિણી)માં પ્રિયજનોને વીણી વીણીને ઉપાડી જનાર મૃત્યુ ભયરૂપે પ્રત્યક્ષ થયું છે. કોઈનાય રુદનને કાને નહિ ધરનાર મૃત્યુને કવિ “લુંઠક' “નિર્દય” અને “ક્રૂર' કહે છે. - કવિ બોટાદકરના મૃત્યુ પછી પ્રગટ થનાર શૈવલિની' (ઈ. સ. 1925) કાવ્યસંગ્રહમાંના ‘શર્વરી' કાવ્યમાં કવિએ થોડી વિચિત્ર કલ્પના કરી છે. “મૃત્યુની સરખામણી Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.