SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 130 તારાની જેમ પલકવારમાં મૃત્યુ પામવા તેઓ ઇચ્છે છે. યુવાવસ્થામાં જ કવિને મૃત્યુના પડઘા સંભળાય છે. “હારો ખજાનો'માં કવિ “મોતને મહેફિલ' કહે છે. મોતની મહેફિલમાં જ સઘળી મૂડી એમને દેખાય છે. મોતની છબી નજર આગળ દેખાય છે. “સનમની શોધમાં માનવના જન્મ સાથે જ મોતનો જન્મ થયાની વાત કવિ કહે છે. માણસ મોતમાં જ જન્મ્યો છે. રૂપશંકર ઉદયશંકર ઓઝા (સંચિત-૧૮૬૯-૧૯૩૨) “કલાપીના સાથી તરીકે જાણીતા સંચિત - રૂપશંકર ઉદયશંકર ઓઝાના “શ્રી સંચિતનાં કાવ્યો' (૧૯૩૮)માં 1893 થી 1929 સુધીનાં મળી આવે છે.” 11 (અ. ક. સુ. પાનું. 374) “અવસાન' કાવ્યમાં કવિ ઈશ્વરને આખરી સમયે પધારવાનું નિમંત્રણ આપે છે. ને એ રીતે છેલ્લી વિષમય ઘડી સુધરે એવું ઇચ્છે છે.” (“સંચિતનાં કાવ્યો' રર/ર૩) અંતિમ સમયે પત્ની દ્વારા ગંગાજળપાન, પુત્ર, પૌત્રની કાંધ અને જ્યેષ્ઠ પુત્ર દ્વારા અંત્યેષ્ટિ ક્રિયાની કવિ ઇચ્છા ધરાવે છે. ૧૯૨૭માં આ કાવ્ય રચાય છે. ને પાંચેક દિવસની માંદગી ભોગવી મૃત્યુને સત્કારે છે. “આખરી અરજીમાં (25) વિવિધ પુનર્જન્મો જે તે રૂપે, પણ વૃંદાવનમાં જ થાય એવી ઝંખના કવિ વ્યક્ત કરે છે. કવિને પોતાના જીવનથી, સ્વજનો, મિત્રોથી પૂરો સંતોષ હતો. તેથી “છેલ્લી અરજીમાં કાચા કુંભ જેવી સાઠ સંવત્સરથી ટકી રહેલી આ કાયાને પંચમહાભૂતમાં કવિ ભેળવી દેવા વિનવે છે. તેઓ સ્વસ્થ મૃત્યુ ખતા હતા, ને એવું જ મૃત્યુ એમને પ્રાપ્ત થયું. સ્વાન્તાન્તની વિરતિમાં આશ્વાસન શોધતા કવિ અંતે અવિઘન અનંતમાં શાંતિ અનુભવવા મથે છે. “વિરામઘન સ્વાન્ત - અંતે વિરામ જ' “વિશ્વતંદ્ર-અમર આશામાં કવિ સનાતન નિયમને વાચા આપતાં વારાફરતી થતા સતત અસ્તોદયના સંદર્ભે જન્મમરણચક્રની વાતનું સૂચન કરે છે. જીવણલાલ લક્ષ્મીરામ દવે (જટિલ) યુવાન અને મૃત્યકાલ'માં મૃત્યુશધ્યાએ પડેલા યુવાનની ચિત્તસ્થિતિનો ચિતાર આપે છે. દેશવાસીઓનાં દુઃખ જોતાં જોતાં જ મરવાનું નસીબે આવ્યાનો રંજ છે. મરણદૂત ભૂલમાં આવી ગયાનું એ કહે છે. છેલ્લે છેલ્લે સારું કામ કરવાની એ રજા મરણદૂત પાસે માગે છે. પણ મરણદૂત એક પળ પણ એને છોડે એમ નથી. તેથી પ્રિયજનોને અંતિમ વંદન કરે છે. “કાંટા વિનાનો ન ગુલાબ સંભવે'માં જન્મ સાથે જ મૃત્યુના અસ્તિત્વની સચ્ચાઈનો નિર્દેશ થયો છે. વસંતના અંતરમાં શિશિર છે. અને શિશિરાન્તર ફૂલડાં ભર્યા” 104 (કાવ્યાંગના'-૧૮) કવિ કહે છે “જિંદગી સતત મૃત્યુભયે ભરેલી છે. જન્મ જીવન મૃત્યુ એકબીજાથી જરાય જુદાં નથી. એકેયનો અલગ રીતે વિચાર કરી શકાય તેમ નથી. સૂર્યના દૃષ્ટાંત દ્વારા અસ્ત-મૃત્યુ સમયની સ્વસ્થતાનો નિર્દેશ કવિએ કર્યો છે. સંધ્યાસમે સૂર્ય સદા હસે છે” (“કાવ્યાંગના' 63) કલાપીના અવસાને ઉદ્વિગ્ન બનેલ કવિ અંતે સ્વસ્થ બને છે. ને જ્ઞાનવાણી ઉચ્ચારે છે. જેમાં આંસુ ન સારવા વિનવણી કરવામાં આવી છે. મૃત્યુ પછીના પ્રદેશ-ધામમાં સદાકાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy