________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 129 કરી લેવા સમજાવે છે. “ડોલરની કળીને' કાવ્યમાં કવિ મૃત્યુની સાર્થક્તાને બિરદાવે છે. મૃત્યુ પણ સત્કારવા યોગ્ય છે એમ કવિ કહે છે. તો સગત વ્યક્તિના સ્મરણને કવિ ‘લ્હાણું' તરીકે ઓળખાવે છે. ‘વિધવા બહેન બાબાને'માં સ્વજનનું મૃત્યુ થતાં ઈષ્ટનું સ્મરણ કરવા એને સથવારે જીવવાની વાતને લ્હાણું ગણવા કહે છે. સ્વજનના મરણ પછી, એની સાથેના બધા સંબંધો તૂટી જતા નથી. સ્મરણરૂપે ટકે છે. એ વાત સ્પષ્ટ કરી છે. “આશા' કાવ્યમાં કવિના કાનમાં સંભળાતા મૃત્યુના પડઘાનો નિર્દેશ થયો છે. માનવની જીવનઆશા કદી મૃત્યુનો સ્વીકાર જ કરતી નથી. કવિ મૃત્યુને “આરામ' કહે છે. “હવે આરામ આ આવ્યો'માં મૃત્યુની અંધાણી મળતાં પુલકિત થઈ ઊઠેલા નાયકનું ચિત્ર દોરાયું છે. સૌને કવિ બે દિનના મહેમાન કહે છે. પછી આ ઘર-શરીર સૂનું થઈ જવાનું. પણ અંતે “આરામ મળશે. જીવનની વેદના અહીં મૃત્યુની ઝંખના કરે છે. “જન્મદિવસ' કાવ્યમાં ચોવીસમા જન્મદિને (351) “શું લ્હાણ કાળની મળી બસ એટલી જ? કહેતાં કવિને જાણે મૃત્યુની એંધાણી મળી ગઈ ન હોય ? “બે ચાર જન્મદિવસો વહી કાલ જાશે ને મૃત્યુની જલદ પાંખ સમીપ થાશે” 99 (351). - “હમીરજી ગોહેલ' નામના મહાકાવ્યના પ્રયાસરૂપ કાવ્યમાંનો નાયક હમીરજી જે અંતે તો કવિની જ પ્રતિચ્છવિ છે, પોતાને મૃત્યુના મુસાફર તરીકે ઓળખાવે છે. સ્નેહીઓ મૃત્યુવેળાએ પણ સ્નેહનો આદર પાછો ઠેલતા નથી. મૃત્યુ નજીક આવતાં તેઓ સૌની ક્ષમા યાચે છે. મૃત્યુના સત્કારની બધીજ તૈયારી એણે કરી લીધી છે. રંજ માત્ર એટલો કે મૃત્યુ પામતાં જગતસૌંદર્યનો અભિલાષ જતો કરવો પડશે. “અતિદીર્ધઆશા'માં જિંદગીને પાણીનું પતાસું કહી જિંદગીની ક્ષણભંગુરતા તરફ નિર્દેશ કર્યો છે. “હમારી પિછાન'માં કવિ પોતાને અને પોતાના જેવાઓને સ્મશાન ટૂંઢનારા તરીકે ઓળખાવે છે. સ્મશાન અને મૃત્યુના પ્રેમી એવા આ કવિ અહીં સ્મશાનનો મહિમા ગાય છે. “ભાવના અને વિશ્વ' કાવ્યમાં કલાપીએ આત્મા અને દેહ વિશે ગૂઢ ચિંતન કર્યું છે. આત્માને શરીરનાં આવરણો નડતાં નથી. પણ શરીરને સ્થળ અને સમયનાં બંધન જરૂર છે. વિશ્વનાં સ્થૂળ તત્ત્વોમાં કદી અમરતા ન વસતી હોવાનું કવિ જણાવે છે. “પ્રિયાને પ્રાર્થનામાં સન્નિપાતમાં મૃત્યુ નજીક હોવાના સતત થતા આભાસનો નિર્દેશ થયો છે. મૃત્યુને વળી દૂર શું નજીક શું? એ કદી દૂર હોતું નથી. હુકમ કરતાં જ આવી પહોંચવાનું. કારણ ચોમેર એ મરણનદ ઘૂઘવતો હોય છે. બધી વેળા જો કે તું જ - જીવિતનો ખેલ ડગતો અને ચોપાસે આ મરણનદ મોટો ધૂધવતો” 10 (પૃ. 542). પ્રથમ નિરાશા'માં કવિની મૃત્યુઝંખના વ્યક્ત થઈ છે. “કાળમુખે જાવા પ્રીતિ છે વીતી છે તે વીતી છે” 11 (પૃ. 544) જીવનહાનિચોવીસ વર્ષમાં ચોવીસ વર્ષ નિરર્થક ગુમાવ્યાનો અનુભવ કવિ વ્યક્ત કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust