________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 358 કવિ સુરેશ દલાલ પુસ્તકોના સાનિધ્યમાં, ડાળ પર સહજ રીતે મુરઝાતા પુષ્પની જેમ, આંખ સામે પત્નીના શાંત ચહેરાની સમક્ષ મરવા ઇચ્છે છે. ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું છે એવો કાવ્યનાયક (‘ઇચ્છામૃત્યુ “સાયુજય’ હસમુખ પાઠક) પોતાનું મૃત્યુ અંતે અમૃતમય ક્ષણ લઈ આવે એવી ઝંખના (આત્માની અમરતા ?) સેવે છે. નથી રે જાવું ને મારે નથી રે પાછા આવવું કહેતા કવિ પિનાકિન ઠાકોર (‘એક જ પલક અજંપ”)માં જન્મમૃત્યુના વારાફેરામાંથી મુક્તિ પામવાની ઇચ્છા ધરાવે છે. ધરતીની ધૂળમાં ભળી જવાની એમની ઇચ્છા છે. પલમાં જન્મ, મૃત્યુ પણ પલમાં એ જીવનની અમરતા” 192 મૃત્યુ પણ એક સહજ અમથી નાની પળમાં આવે એવી કવિની ઝંખના છે, ને એ જ એમની અમરતા. | કવિ હેમંત દેસાઈની ઝંખના મૃત્યુ પહેલાં કંઈક આપી જવાની છે. તેઓ વિશ્વને પોતાના સુંદર અમૂલ્ય અસ્તિત્વનો અધ્ય આપી જવા ઇચ્છે છે. “મૃત્યુને' (‘સોનલ મૃગ') કાવ્યમાં જીવનની નિરર્થકતાને લીધે સેવાયેલી મૃત્યુઝંખના વ્યક્ત થઈ છે. “તું આવ, અય મૃત્યુ ધાર મુજને તવાશ્લેષમાં” 193 અહીં જીવન અકારું બનતાં મૃત્યુને નિમંત્રણ આપતો કાવ્યનાયક મૃત્યુ એને પોતાના આશ્લેષમાં લે એવી ઇચ્છા વ્યક્ત થઈ છે. અજાણી ભોમનાં ગાન જેના હૈયે જાગ્યાં છે એવો માનવ (‘તફાવત' “જાહ્નવી') પોતાના પ્રાણને અગમપંથે પ્રયાણ કરવા વિનવે છે. (નાથાલાલ દવે) સુરેશા મજમુદાર પોતાના યુવાન પુત્ર ચિત્તરંજનના અવસાન પછી (‘ઉરના આંસુ) શોક, આઘાત અને દુઃખને દૂર કરવાની ઔષધિ ઝંખે છે. કોઈ મહાજગીને પોતાનું દુઃખ વિદારવાની જડીબુટ્ટી લઈ આવવા તેઓ પ્રાર્થે છે. પતિ મૃત્યુ પામતાં જેમના પ્રાણે, ગેહે, વિ, શૂન્યતાની મૂક વ્યથા વ્યાપી' વળી છે. જેનાં બધાં જ સુખનો સંહાર થઈ ગયો છે, એવાં કવયિત્રી હીરાબહેન પાઠક સગત પતિ પાસેથી બેચાર દિલાસાના વેણની અભિલાષા રાખે છે. પણ એ શક્ય નથી, એ સમજાતાં મર્મવેધક કરુણ વ્યક્ત થાય છે. જતાં જતાં સહેજ ઇશારો કરી તેઓ પત્ર લખવાના નથી એમ કહ્યું હોત તો આ ઝંખનાના ઝુરાપાની, આવી ઝાળ તો ન લાગત. પણ જ્ઞાનનો લાગણી પર જયારે વિજય થાય છે, ત્યારે પછી કવયિત્રીને શેનાય ઓરતા નથી રહેતા. ઇહલોક છોડવાનો સમય આવી લાગતાં, પ્રિય પ્રતિ ચાલી નીકળવાની ઝંખના જાગે છે. પતિ પાસે જતાં પહેલાંની ઈહલોકની છેલ્લી વેળાની, પનોતી પળની કથા તેઓ કરી લેવા ઇચ્છે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust