________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 357 છે. મરણ પોતાની સાથે અંચઈ કરે એ પહેલાં કાવ્યનાયક (કવિ ?) પોતે જ જીવનમુક્ત બની મૃત્યુનો સહજ સ્વીકાર કરવાની અભિલાષા સેવે છે. મૃત્યુ અચાનક આવી આશ્ચર્ય આપે એ પહેલાં એને ઓળખી લેવાની ઝંખના કવિની છે. ગરુડે ચડી ગિરધારી આવશે, એવી પૂરી શ્રદ્ધા પણ કવિને છે જ. ફરી પાછાં ગુજરાતી કવિતાની કુંજગલીમાં કવિતાના પ્રદેશમાં અવતરવાનીયે ઝંખના સુરેશ દલાલની ખરી જ (‘હથેળીમાં બ્રહ્માંડ) તો નચિકેતાની જેમજ બાળક બનીને કરુણાનિધાન પાસે મૃત્યુનું રહસ્ય સમજવાની પણ કવિની અભિલાષા છે. મૃત્યુને ઓળખ્યા કે પામ્યા વિના એને વશ થવાનું તેઓ ઇચ્છતા નથી. મૃત્યુને પૂર્ણતાથી પામવા ઇચ્છે છે. (“હું તને લખું છું') તેથી તો તેઓ જીવનને પણ ભરપૂર જીવી લેવા, શ્વસી લેવા માગે છે. “આવતી કાલે કયા ઝાડ પર કયા ઝાડની કઈ ડાળ પર મારો માળો છે કે નહિ એને માટે હું આકાશ વિનાના આકાશમાં ઊડ્યા કરું છું” 190 દંભી જીવન કરતાં મૃત્યુની સુગંધ કવિને વિશેષ સ્પર્શે છે. તેથીજ ચિતાનાં ફૂલોમાં એમને જીવનની સુગંધ આવે છે. ‘હું તને લખું છું'ની છેલ્લી કવિતામાં કશું ન કરવાની ઝંખના પ્રગટ થઈ છે. તેઓ પોતાને માટે જીવવા માગતા નથી, કે કોઈને માટે મરવા ઇચ્છતા નથી. સાક્ષીભાવે તેઓ જીવનને જોયા કરવા ઇચ્છે છે. પેલા ઘવાયેલા સૈનિકની વેદના માનવમાત્રની વેદના છે. મૃત્યુને કવિ શાંતિનો પર્યાય ગણે છે. આ નવી યુદ્ધભૂમિનો અનુભવ કરતો સૈનિક યુદ્ધમાં એક જ ઝાટકે મરી ગયો હોત તો સારું હતું એમ વિચારે છે. જીવનયુદ્ધમાં કટકે કટકે કાખઘોડીએ ચાલવું ગમતું નથી. જેના સમયનો પગ કપાયો છે. એવો એ સૈનિક હવે કબરની શાંતિ ઇચ્છે છે. મૃત્યુની ઝંખના કરતો આ કાવ્યનાયક મૃત્યુની એ વાટ પ્રકાશવંતી હોવાનું એટલા માટે કહે છે કે સૂરજના એ કિરણોની કેડી પર મૃત પત્નીનું મિલન થશે. કાવ્યનાયક (કવિ) પોતાના મૃત્યુના સ્વરૂપની કલ્પના કરતાં કહે છે. “હું તો ઇચ્છું મારા ઘરમાં મારી જ પથારી પર પુસ્તકોના સાન્નિધ્યમાં મારું મૃત્યુ ડાળથી ફૂલને કોઈ ચૂંટી જાય અને બીજે ક્યાંક લઈ જાય એ મને નથી ગમતું ડાળ પર ફૂલ આપમેળે મુરઝાય એવું મારું મૃત્યુ મારી આંખ સામે પત્નીનો શાંત ચહેરો” 191 વરમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust