________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 356 બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા એક હેવાલમાં કલ્પતરુ નામના વૃક્ષ પાસે પૃથ્વી પર પાછા જવાની યાચના, કદાચ કવિની પણ પુનર્જન્મ ઝંખના હોઈ શકે. પાછા નદી, વૃક્ષ, ને ડુંગરમાં આવી જવાની બચુભાઈની ઝંખના, જયંત પાઠકની જ ઝંખનાનું પ્રતિબિંબ પાડે છે. “ગાયત્રીમાં વ્યક્ત થયેલી ભવ્ય ઇચ્છામૃત્યુની ઝંખના, નિરંજન ભગતની જ અભિલાષાનું પ્રતીક બની રહે છે. જે કદાચ માનવમાત્રની પણ ઝંખના બની રહે છે. “સર્વના મુક્ત આત્મામાં તારું તું વીર્ય સ્થાપજે આપે તો ભવ્ય કો મૃત્યુ ઇચ્છામૃત્યુ આપજે 188 કવિ પ્રિયકાંત મણિયારે વિયોગ' કાવ્યમાં વિશિષ્ટ ઝંખના વ્યક્ત કરી છે. અહીં પોતાનું મૃત્યુ થયા પછી એ શરીરને જળસમાધિ આપવા ના કહેવાઈ છે. પોતાના દેહને કૃષ્ણની પ્રિય એવી વનરાજિમાં રાખવા વિનવે છે. કારણ એને શ્રદ્ધા છે કે કોક દિવસ પણ કૃષ્ણનાં ચરણકમળ ત્યાં પધારશે ને ત્યારે એમને જોઈ અચેત શરીર પણ જાગી જશે. છેલ્લી ઘડી હોવાની ખબર છેલ્લી ઘડીનેય ન પડે એવું આકસ્મિક મૃત્યુ વાંછતા કવિ સુરેશ દલાલ ઇચ્છે છે કે મૃત્યુ મધુર રૂપ લઈને આવે. તેઓ છેક સુધી સતત કાર્યરત રહેવા માગે છે. (‘એકાંત) “જઈ સમયની પાર' (‘તારીખનું ઘર')માં સમયની મૃત્યુની પાર જવાની ઇચ્છા વ્યક્ત થઈ છે. સુરેશ દલાલને એમનાં કાર્યો અને પુસ્તકો રૂપે સતત ગતિશીલ રહેવું છે. શિષ્ટાચારમાં એમને રસ નથી. ચૈતન્ય ધબકતા હૈયે અને વ્યક્તિત્વે જે ઘરમાં ફરતા હોઈએ એ ઘરની દીવાલ પર હાર જડેલા ફોટા થઈને શી રીતે લટકી શકાય ? એમને તો મૃત્યુબાદ ઘરના આંગણામાંના ઝાડ પર અદીઠ હવાનો ઝોકો થઈ ઝૂમવું છે. પોતાના જ આંગણમાં ઉંબર પરનો તડકો થઈ ફેલાઈ જવું છે. સાંજના દીવાટાણે આછા અંધાર બની રેલાઈ જવું છે. ને રાત્રે સ્વજનના ઓશિકાની પાસે પારિજાતનો સુરભિલ શ્વાસ થઈને ચૂમી રહેવાનો તલસાટ છે. જીવતાં જીવતા મરણની વાતો કરવી ને પ્રિય સ્વજનની આંખ સામે જ ખરી જવું, ને ખર્યા પછી પ્રિયાનાં આંસુથી ભીતર ને ભીતર ખીલી ઊઠવું એ કવિ સુરેશ દલાલને મન ગમતી વાત છે. કવિ ઑડનને મળ્યું હતું, એવા ઇચ્છામૃત્યુની સુરેશ દલાલને પણ ઝંખના છે. “કવિતાની વાત કર્યા પછી હજી તો કવિતાના શબ્દોનો સ્વાદ કાનમાં હોય, ત્યારે કોઈ પણ રાવ કે ફરિયાદ વિના આવી ચૂપકીથી ચાલ્યા જવું મને પણ ગમે ઓડન” 189 ને છતાં પડકાર સાથે એ કહી શકે છે કે તેઓ એટલી સહેલાઈથી મરણના સકંજામાં ઝડપાવાના નથી. કારણ સાસરે જતી દીકરીની વિદાયવેળાનાં સ્પંદનો માણવાં છે. પત્નીના સફેદવાળની વચ્ચે લાલ કંકુનો રંગ નિહાળવો છે. ને કંઈ કેટલાય કવિઓનાં કાવ્યો વાંચવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust