________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 238 ઉમાનું જીવનપુષ્પ મૃત્યુના મૃદુ આશ્લેષે, એની સ્પર્શ સુગંધે સુરભિત બની જઈ પિતાનો ખોળો ત્યજી મૃત્યુને ખોળે પોહ્યું, ને દૈવી સુગંધે મહોરી ઊઠ્યું. મૃત્યુને પંથે પ્રયાણ કરતા માનવઆત્માની ખુશાલીનો અનુભવ કવિ ૩૬૧મા હાઈકુમાં આ રીતે વર્ણવે છે. . આજ હવે હું . પળું એકલો હેકે રજનીગંધા” 55 મૃત્યુપંથે પ્રયાણ કરતા એકાકી આત્માને રજની-ગંધાની (દિવ્ય અલૌકિક) સુગંધનો અનુભવ થાય છે. - ૧૯૮૪માં સ્નેહરશ્મિનો ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ' સંગ્રહ પ્રગટ થાય છે. મૃત્યુ વિષેનું કવિનું દૃષ્ટિબિંદુ હંમેશ પરમમંગલ રહ્યું છે. “એક ઘવાયેલી પંખિણી'માં મૃત્યુમાં રહેલી વેદનાહર અમૃત સંજીવનીનો નિર્દેશ થયો છે. પંખિણી પોતાના મૃત્યુનો શોક ન કરવા એટલા માટે કહે છે કે પોતે શાશ્વત, વસંતયુક્ત, દિવ્ય, અમર પરમધામમાં જવાની છે. (પંખિણી-સત દીકરીનું પ્રતીક?) દીકરી ઉમાના ગમનને કવિ અતિશય રમણીય અને દિવ્ય ગણાવે છે. એણે ઊધ્વગમન કર્યું ત્યારે હંસોનાં ગીતના પડછાયા ધરતી પર તરતા હતા. ફૂલોની સુગંધના ઓળા આકાશની નીલિમાને અજવાળતા હતા. પોતાને ગાઢ રીતે આલિંગી રહેતી શાશ્વતીને એણે જોઈ. મૃત્યુ એટલે કવિને મન શાશ્વતી સાથેનું મિલન. કવિએ કોઈ અગમ્ય “મૃત્યુનૃત્યની Dance of Death' ની કલ્પના કરી છે. (‘નથી જાણતો છતાં) મૃત્યુ પછીના પ્રદેશનું વર્ણન કરતાં કવિ કહે છે, મૃત્યુ બાદ, કદી નહિ જોયેલો દરવાજો (મંગલમંદિરનો) ખૂલે છે. આરસમઢી દીવાલમાં નુપૂરની ઘૂઘરીઓ રણકે છે. જેમાં પછી કંડારાય છે રંગોની વિવિધ ઝાંય. કવિને મન મૃત્યુ એટલે અંધકાર નહિ, પ્રકાશ. નિબિડ અંધકારમાં ઝળહળતો પ્રકાશ એટલે મૃત્યુ. જયારે કવિ એમ વિચારે કે યમદેવને ઘેર નિમંત્રણ વિના જવાશે ખરું ?' ત્યાં તો નિબિડ અંધકારમાં એકાએક નજરનાં કૌતુક ડૂબી જાય છે. ને કોઈક પ્રેમાળ સ્પર્શનો (યમદેવના ?) અનુભવ થાય છે. જ્ઞાન છે, અનુભવ નથી. પૂર્વજન્મોના અનુભવની અચેતન મનમાં સ્મૃતિ હશે? પણ સ્મૃતિ સ્પષ્ટ નથી. તેથી જાણવા છતાં નથી જાણતા કહ્યું હશે? પ્રેમનો સ્પર્શ આપી મૈત્રીનો હાથ લંબાવતું મૃત્યુ મંગલ જ હોય ને? મૃત્યુ કહે છે “તો આવ, ગુલાબની કળીની પાંખડીઓ ઊઘડે તે પહેલાં જે કાંઈ અગોચર છે. અણદીઠ છે. તેને પરિચિતતાના કાંટાથી ગુલાબની સૌરભમાં મઢી લઈએ” (760, “સકલ કવિતા'). કવિ ઉમાશંકર “પિતાનાં ફૂલ' કાવ્યમાં મૃત્યુને શુભ્ર ધવલ કલગીસમું કહે છે. અગ્નિમાંથી બચેલાં અસ્થિફૂલ વીણતાં કવિ એક વિચિત્ર અનુભવ કરે છે. “શમ્યા મૃત્યુ શોકો, અમર ફરકતી નીરખીને પિતાનાં ફૂલોમાં, ધવલ કલગી વિશ્વક્રમની” પૃ. 170 (“સમગ્રકવિતા” નિશીથ.) નિશાપંથ'માં પ્રતીકાત્મક રીતે મૃત્યુની મીઠી હૂંફ તરફ કવિ ઇશારો કરે છે. તો “પ્રાચીના” માં “ગાંધારી' કાવ્યમાં ગાંધારીએ કૃષ્ણને આપેલા મૃત્યુના અભિશાપને ‘વરદાનરૂપે કૃષ્ણ સ્વીકાર્યાની વાત પણ મૃત્યુના માંગલ્યનું સૂચક છે. તો “મહામનાલિંકન' કાવ્યમાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust