________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 239 લિંકનને મળેલા મૃત્યુના વરદાનનો મહિમા કવિએ આંક્યો છે. ઈન્દુલાલ ગાંધી “જયકાર' કાવ્યમાં “મંગલમૃત્યુ'નો જયજયકાર ગાય છે. તો સાથે સાથે જીવનનો પણ. ક્ષણેક્ષણે મળતા મૃત્યુના આમંત્રણને કાવ્યનાયક ઠેલવા માગતા નથી. જીવનના આરોહણને અંતે મૃત્યુનું મીઠું મુખદર્શન પ્રાપ્ત થવાની કવિની શ્રદ્ધા છે. મૃત્યુના રૂપને કવિ સુંદર કહે છે. મૃત્યુના રથની ઘૂઘરીઓના ઘમકારે કાવ્યનાયક જાગી જાય છે. મૃત્યુ કદી બોલતું નથી. માત્ર એનો હાથ લંબાવી માનવનો હાથ માગે છે. કાવ્યનાયકને મૃત્યુનો ભય કે કંપ નથી કે નથી મુખ પર પ્લાન વિષાદ. કવિ મૃત્યુને કહે છે. “કાર મૂકી ઊઘાડાં, શરણું લીધું તારું જ કવિને મૃત્યુમાં જ આયુષ્યની નૂતન કેડીનાં દર્શન થાય છે. મૃત્યુને હંમેશ મંગલ માનનાર આકાશ અને પૃથ્વીની સાથે પ્રેમનો નાતો બાંધનાર રવીન્દ્રનાથ ને કવિ યાદ કરે છે. પ્રભુપ્રીતિની સાથે મૃત્યુને માણવાની વાત કવિ “કેમ જીવાશે”? માં કરે છે. મૃત્યુને મોજ અને મહોત્સવ ગણનારા કવિ જીવન અને મૃત્યુ બંનેમાં પ્રભુનો સથવારો ઝંખે છે. મનસુખલાલ ઝવેરી દાદાજીના મંગલમૃત્યુથી કૃતાર્થ તો થાય છે. પણ ‘બેટા’ ‘બેટમજી' શબ્દો દોહ્યલા બન્યાનો વસવસોય વ્યક્ત કરે છે. “મિચાયાં તુષ્ટ નેત્રો ને પોઢ્યા શાંતિસનાતને” 157 મૃત્યુમાંથી અમૃતની અંજલિ પીને દાદાજી મૃત્યુંજય બની ગયા. કવિ સદા અખૂટ આત્મરસ ઝીલવા ઉત્સુક છે. હૃદય પુનિત શ્વેત વાર્ધક્યને નમે છે. જયાં પછી મરણ પણ “મહોત્સવ બની જાય છે. (“હું તો ચહું) પાઠક સાહેબના સહજ મૃત્યુને કવિ અપૂર્વ વરદાન ગણાવે છે. (‘પાઠક સાહેબને “અનુભૂતિ') તેથી મૃત્યુનો શોક તો નથી જ. માનવને ખબર પણ ન પડે એ રીતે મૃદુતાથી અકળ રીતે ઉરમાં પ્રવેશી મૃત્યુ માનવના ઘા રુઝવતું હોવાની શ્રદ્ધા પણ અહી વ્યક્ત થઈ છે. કવિ પૂજાલાલ મૃત્યુને જગતનાં દુઃખ નિવારનાર જડીબુટ્ટી કહે છે. (‘પઠાણની પુત્રને છેલ્લી આજ્ઞા') “મરણરસાયન' પીધાની વાત પણ કવિ વારંવાર કરે છે. હોઠ પર વહાલથી વતનની માટી દબાવી આનંદપૂર્વક મૌનના આવાસે સિધાવેલા સૈનિકોનાં મરણને કવિ “મીઠાં મરણ' કહે છે. (“સ્વાતંત્ર્યસૈનિકો’ ‘પારિજાત') તો “અમરજીવનમાં મૃત્યુને મહામંગલ ગણાવી એનો ડર ત્યજી દેવાની વાત કવિએ કરી છે. ૧૯૭૮માં પૂજાલાલે પ્રકાશિત કરેલું “શબરી' સમગ્રપણે મૃત્યુની મંગલતાને વ્યક્ત કરતું કાવ્ય છે. શબરીની આત્મજાગૃતિને કેન્દ્રમાં રાખી રચાયેલી આ કવિતામાં શબરીના મૃત્યુને કવિએ ‘મહોત્સવ' તરીકે સન્માન્યું છે. “રામચંદ્ર પધાર્યાના સમાચારે એનું વૃદ્ધત્વ અલોપ થઈ જાય છે. સ્વશરીરનું અર્થ ધરી એ સનાતન સમાધિના ધામમાં સંચરે છે. જયોતિર્મય મરણે ચિરકાલ વૈકુંઠવાસી બનીને એ વિરમે છે. શબરીના મૃત્યુની ચિતા ગામે સ્વયં પ્રગટાવી, ને લક્ષ્મણે પોતે સ્નેહમૂર્તિ શબરીને પ્રેમે ચિતામાં પધરાવી, એ પાવક જ્યોતને જગદીશ્વરે સ્વયં જલાવી ને શબરીનો શુભ્ર આત્મા અગ્નિને સોપાને ચડી અમૃત સ્વરૂપ બની ઊર્ધ્વને માર્ગે પ્રયાણ કરી ગયો. “શુક્તિકા'ની રચનામાં મૃત્યુને કવિ પૂજાલાલ યજમાન' કહે છે. વીરો મૃત્યુના અતિથિ બની અમૃતને ભોગવતા હોવાનું કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust