________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 237 'Death itself is a Divine Poetry - મૃત્યુ પોતેજ એક દિવ્ય મંગલ કાવ્ય છે. યમરાજ નચિકેતાને મૃત્યુનું રહસ્ય સમજાવતાં, મૃત્યુછાંયડીને સાગરની લહરીઓ જેવી ગણાવે છે. યમદેવનું ભીષણ રૂપ જોઈ ભલભલા કંપી ઊઠે છે, ત્યારે નચિકેતા પોતાને યમદેવનાં ઘણીવાર અંતરદર્શન થયાનું જણાવી યમદેવ કોમળ હોવાનું કહે છે. યમદેવે પોતાના પ્રેમપૂર્વક કરેલા સ્વાગતની વાત નચિકેતાએ સમગ્ર જગતને કહી હતી. કવિ સ્નેહરશ્મિ “એકોહબહુસ્યામ્' કાવ્યમાં (‘અર્થ’) જન્મ અને મૃત્યુના હીંચકાને ભવ્ય' ગણાવતા મસ્યાવતાર રૂપે ઈશ્વર જ સ્વયંભૂ પૃથિવીપરે જન્મને મૃત્યુના ભવ્ય હીંચકે ઝૂલતા હોવાનું ગણાવે છે. મૃત્યુનો ખોળો શાંત હોવાનું કહેતા આ કવિ પોતાનો મિત્ર રિસાઈને સૂઈ ગયાનું જણાવે છે. “નીરવ' કાવ્યમાં શરૂમાં નિરાશા તથા અશ્રદ્ધા, પણ પછી દિવ્ય શ્રદ્ધાનો રણકાર સંભળાય છે. મિત્ર અમર બની ગયાની શ્રદ્ધા અહી વ્યક્ત થઈ છે. કવિ સ્નેહરશ્મિ એવું પણ કહ્યું છે કે પરલોકમાં પેલા વિરાટને ઘાટ મિત્રનાં સ્વાગતગીત ગવાશે. (‘પ્રયાણઘડીએ) મૃત્યુની ઘડીની સુંદરતાનું વર્ણન કરતાં સ્નેહરશ્મિ કહે છે. નહિ રજની આંસુ સાર | દિશાઓ રોશો મા આ પ્રયાણઘડી અભિરામ !! પાછું જોશો મા” 112 અંતિમ પ્રયાણની અભિરામ ધડીને બિરદાવતા કવિ દિશાઓને રડીને અપશુકન ન કરવા વિનવે છે. ને રાત્રિને આંસુ ન સારવા આજીજી કરે છે. “મુક્તિ' કાવ્યમાં માણકા બળદની અવદશાની ગાથા ગાઈ, અંતે માણકો મૃત્યુ પામતાં એ “મુક્ત' બન્યાની નિરાંતનો અનુભવ વર્ણવ્યો છે. “પળજો સુખેથીમાં શરૂમાં અશ્રદ્ધા છે. (‘પનઘટ') પણ કાવ્યને અંતે મૃત્યુની મંગલતાનો સ્વીકાર કરી મૃત્યુને કવિ “જીવનસાથી' તરીકે બિરદાવે છે. એટલું જ નહિ, મૃત્યુને તેઓ ‘હૃદયવિહારી' કહી ઈશ્વરની જેમ હૃદયમાં સ્થાન આપી મૃત્યુને પણ ઈશ્વરસમું ભવ્ય મંગલ ગણે છે. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'માં દીકરી ઉમાના અકાળ અવસાન નિમિત્તે લખાયેલાં હાઈકુ' ગ્રંથસ્થ થયાં છે. ઉમાનું સ્થળ અસ્તિત્વ પંચમહાભૂતમાં વિલીન થઈ જવા છતાં વાતાવરણમાં રહેલાં એનાં સ્મરણસ્પંદનો જાણે ઉમાની લીલીછમ પ્રતીતિ કવિપિતાને કરાવે છે. “હિમશિખરે ગયો હંસલો વેરી પીંછા રંગીન” 153 હંસલો હિમશિખરે પહોંચી ગયા છતાં વાતાવરણમાં એનાં રંગીન પીંછાં મૂકી ગયાનું કહેતા કવિ, પુષ્પની જેમ અનેરી રંગમહેક મૂકી ગયેલી ઉમાને એક ક્ષણ ભૂલી નથી શક્યા. મૃત્યુએ ઉમાને તો મૂદુ આલિંગન આપ્યું, પણ એથી કવિનો પંથ કંટકછાયો બને છે. “ગાઢ નિદ્રામાં ફૂલ આ સુરભિત મૂદુ આશ્લેષ” 54 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust