SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 236 વાત કરતાં વીરોની પત્નીઓનાં ખમીરને બિરદાવે છે. પતિદેવો રણસંગ્રામમાં મરી ફીટે તો એને પરવા નથી. વિજય મળે તો વિજયોત્સવ, નહિ તો ચિતામાં સાથે ચડી મરણોત્સવ ઉજવવાની વાત. શ્રીમતી લોકો તેના “સમબડીઝ ડાર્લીગ” કાવ્ય પરથી કરેલા ભાવાનુવાદ કોઈનો લાડકવાયો'માંની કોક અજાણી શહાદતને કવિ શાંત, મધુર, મંગલરૂપે વર્ણવે છે. ધૂપસળી ધરી પ્રણામ કરી કાનમાં પ્રભુપદ ઉચરવાનું કહેતા કવિ મેઘાણી “મૃત્યુને મંગલરૂપે જુએ છે. ૧૯૩૦માં કારાવાસમાં મેઘાણી સૈનિક ત્રિવિક્રમનું શબદર્શન કરતાં મૃત્યુનો ગરબો' કાવ્ય રચે છે. જેમાં મૃત્યુને મંગલરૂપે વર્ણવ્યું છે. નિર્ભય લોકોને મૃત્યુદેવીનું મુખ સુંદર, રળિયાત લાગે. અજ્ઞાનના આવરણને લીધે મૃત્યુની દિવ્ય રમ્યતા પમાતી નથી. એના કાળાં ઓઢણાંની કોર તો સુંદર, શ્વેત ને ઝળહળતી હોવાનું કવિ કહે છે. કવિ મેઘાણી કહે છે મૃત્યુ દ્વારા જગતજનનીને ખોળે જવાનું છે. મૃત્યુ સમીપે જતાં સંસાર આપોઆપ છૂટી જાય. મૃત્યુની ભગવી કંથા ભયભરી લાગે. પણ “માહીં રમે ગોરા ગોરાં રૂપ'. મૃત્યુ મંગલ જ નહીં રમ્યસુંદર પણ છે. તો “મોતના કંકુઘોળણ' કાવ્યમાં રાષ્ટ્ર કાજે મૃત્યુ પામવાની વાતને કવિ “અદકાલગ્નોત્સવ' તરીકે બિરદાવે છે. “રોપાય મંડપ મોતના, ગુર્જરી કેરે ઘરઘરે” 121 અહીં ચારેય બાજુ ગહેકતા મરણમયૂરોનું સ્વાગત કરવા ઉત્સુક મીંઢળબંધા નવપરિણીતોની શીશ સમર્પી દેવાની ભાવનાને કવિ શબ્દબદ્ધ કરે છે. રાજકીય બંદીવાનોની દશા સુધારવા માટે બોંતેર દિવસના મરણાંત અનશનને અંતે (1929) પોતાના દેહને મૃત્યુની ગોદમાં ધરી દેનાર જતીન્દ્રના મૃત્યુને કવિ “મંગલ અવસર' કહે છે તેથી જ કવિ અશ્રુની વાદળીને દૂર ચાલી જવાનું કહે છે. ગાંધીજીના ઉપવાસ વખતે મૃત્યુ જ એમનું પ્રહરી બન્યાનું મેઘાણી કહે છે. (“મૃત્યુ પ્રહરી બન્યું') ગાંધીજીના રક્ષણ માટે મૃત્યુ અમૃતના કુંભ લઈ ઊભું રહેતું. ગાંધીજી મૃત્યુ ન પામે એ માટે મૃત્યુ પોતે અહીં પ્રાર્થના કરે છે. જે મૃત્યુની મંગલતાનું સૂચન કરે છે. - ચંદ્રવદન મહેતા મૃત્યુની સુખનીંદરમાં સૂતેલી બહેનનું મૃદુ કાવ્યમય વર્ણન ગાઢનીંદરમાં કરે છે. (“ઇલાકાવ્યો રતન ને બીજા બધાં') જેમાં મૃત્યુને મંગલમય વર્ણવ્યું છે. બહેન સાત સમંદરની પાળે જઈ પહોંચી છે. અહીં ચંદ્રવદન પરલોકનું માંગલ્યદર્શી વર્ણન કરે છે. થોકબંધ ફૂલનાં પરિધાન એણે ધર્યા છે. કંકુના ચોક ચીતર્યા છે. ચારેબાજુ ધૂપસુગંધ મહેકે છે. સચરાચરનો રાસ મંડાયો છે. દેવાલય સમા આવાસમાં પોઢેલી બહેનનાં દર્શન કરી તરત સૌને ચાલ્યા જવાનું સૂચન કરે છે. જેથી બહેનને પરમશાંતિ મળે. “માઘનું મૃત્યુ' કાવ્યમાં માધના મૃત્યુને સુખશયા કહેવામાં આવ્યું છે. કવિવર સુખશયા મૃત્યુની માણતા'તા”. માઘને લઈ જઈ મૃત્યુ ઊજળું થયાનું કવિ કહે છે. મૃત્યુ પણ જાણે ઉત્તમ મુહૂર્ત જોઈને પળ જોઈને આવે છે. ને મૃત્યુ મધુરું મલકે છે. કવિએ માઘના મૃત્યુની મૃદુતા અને મંગલતાનું સુંદર નિરૂપણ કર્યું છે. મૃત્યુએ જાણે સંજીવનીરૂપ ન લીધું હોય? એનાં પગલાં લલિત અને રમ્ય છે. માઘ પાસે આવતાં મૃત્યુનું મુખ ઉજજવલ બને છે. કવિ માઘના મૃત્યુ દ્વારા મૃત્યુ પરનો માનવનો વિજય ઉલ્લાસાયો. કવિ-પત્ની પતિના આવા વિરલ મૃત્યુ છતાં વિષાદ તો અનુભવે છે. પત્ની પાસેથી હર્ષભરી વિદાય ઝંખતા પતિ પોતાને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જવા પ્રાર્થે છે. ઉપનિષદની નચિકેતાની વાતને કવિએ અહીં ગુજરાતીમાં કાવ્યરૂપે મૂકી છે. (“નચિકેતાને') P.P. Ac. Cunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy