________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 235 વાત કરે છે. કવિ મોહનદાસ દલસુખરામ ભટ્ટ, અણુઅણુમાં સંભળાતા ને અવિરત ગરજતા કાળના ઘોર ગીતનો, તથા મહાકાળના પ્રચંડ મૃત્યસૂરના શંખ ફૂંકાવાનો નિર્દેશ “મથન” કાવ્યમાં કરે છે. “હૈયાની આંખ' કાવ્યનું કવિ ચાંપશીભાઈ ઉદ્દેશીએ કરેલું કાળચિંતન સાવ સામાન્ય કક્ષાનું છે. જેમાં કાળ કોઈને છોડતો ન હોવાની વાત કરાઈ છે. ઈશ્વર તથા કાળને અહીં સર્વોપરી ગણાવાયા છે. માનવજીવન કાળના તાલ પર નાચી રહ્યું હોવાની વાત તેઓએ કરી છે. “ગાંધીવિરહ'ના કવિ મણિશંકર દવે કાળની કારમી પાંખો બધાનો સંહાર કરતી હોવાનું કહે છે. દુર્ગેશ શુક્લ “ક્રાંતિનું રૂપમાં બધું પ્રજાળતા રૂઠેલા કાળને યાદ કરે છે. “માન્યતાનાં પ્રતીકોમાં આકાશમાં કાળવિમાન સતત ભમ્યા કરતું હોવાનું કવિ કહે છે. ગાંધીયુગ - મૃત્યુ મંગલ - મુક્તિદાતા ભારતીય પરંપરામાં વર્ષોથી મૃત્યુને મંગલ મુક્તિદાતા તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ગાંધીયુગના કવિઓએ પણ મહદઅંશે મૃત્યુને “મંગલ’ સ્વરૂપે જોયું છે ને વર્ણવ્યું છે. રા. વિ. પાઠક પત્નીના મૃત્યુ નિમિત્તે લખાયેલા સોનેટ “છેલ્લું દર્શન' કાવ્યમાં મૃત્યુપર્યત વિકસતા રહેલા સૌદર્યનું અંતિમ દર્શન શક્ય બને તે માટે પોતાના નયનને રડવાની ના પાડે છે. મૃત્યુને કવિ “મહોત્સવ' માને છે. “સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો” પરમ મૃત્યુના મંગલ અવસરને દીપ, ધૂપ, ચંદન, ગુલાલ, ફૂલ, શ્રીફળ આદિ મંગલ સામગ્રીથી સત્કારવાનો તેઓ અનુરોધ કરે છે. ને છતાં શોક જરાય ઊણો કે ઓછો નથી. સદ્ગત પત્નીનું હૃદયસ્થાન સંસ્મરણ કે સ્વજન પૂરી શકે તેમ નથી. કાંતિલાલ કાલાણી આ કાવ્યમાં વર્ણવાયેલા મૃત્યુના સૌંદર્યની વાત આ રીતે કરે છે. “નાયિકા પંચભૂતના બનેલા દેહ સાથેના સંબંધ છોડે છે. મનને આકુળ વ્યાકુળ કરનારી પરિસ્થિતિમાં નાયક પાંપણો પર તોળાઈ રહેલાં અશ્રુઓને ખરવા દેતો નથી. મૃત્યુ વેળાનું ચહેરાનું સૌદર્ય ખાખ થઈ જાય એ પહેલાં એ જોઈને કૃતાર્થ થવા ઇચ્છતા કવિ “નયન વારિને થંભી જવા કહે છે” (1) સદ્ગત “સખીને' નાયક એના સૂક્ષ્મ સૌદર્યરૂપે હવે જુએ છે. તેથી તો ફૂલપગલે પરિમલની જેમ પધારવા “સખિને વિનંતિ કરાઈ છે અથવા અમરભૂમિમાં પોતાને પણ અમૃતનો સહભાગી કરવા બોલાવે એમ ઈચ્છે છે. “કવિવર રવીન્દ્રને અંજલિ આપતાં કવિ રવીન્દ્રનાથની મૃત્યવિચારણાને સ્મરે છે. પ્રકૃતિમાતા મૃત્યુ દ્વારા મનુષ્યને એક જીવનમાંથી છૂટો કરી બીજા જીવનમાં લઈ જાય છે. ને એવા કવિ રવીન્દ્રનાથે જીવનને ગીત ગાઈ શુભ બનાવ્યું હતું ને મૃત્યુને “અનન્યમંગલ' બનાવ્યું હતું. પરથમ પરણામ મારા શેષની એક અનોખી કૃતિ છે. પોતાની અંતિમ વિદાયની મંગલપળે અશેષ કૃતજ્ઞતાની લાગણીની ભેટ ધરી પોતાના સૌ ઉપકારીઓ પ્રત્યેનો ભાર હળવો કરે છે. . ગાંધીયુગમાં રાષ્ટ્રીય ચેતનાનો જુવાળ પ્રસરેલો. શહાદતને વરનારા વીરોનાં મૃત્યુ મંગલ અવસરરૂપ બની ગયાં. ઝવેરચંદ મેઘાણી “ઊઠો' કાવ્યમાં મૃત્યુના રસબસફાગની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust