________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 234 બજતાં અતિથિને સંસારમાંથી વિદાય લેવાની રહે છે. (‘અતિથિને') કવિ રમણલાલ વસંતલાલ દેસાઈએ પણ “મહાકાલ'ને ગીતમાં મઢી લીધો છે. (“મહાકાલ') મૃત્યુના પર્યાય સમો “મહાકાલ' (“શમણાં') ગીત ગાતો ચારેયબાજુ ઘૂમ્યા કરતો હોવાનું કવિ કહે છે. કવિ કહે છે 'લય અને વિલયને ઝૂલે ઝૂલતો એ મહાકાલ અવકાશને ભરી દઈ, ચેતનને ચમકતું કરે છે.' કવિ હસિત બૂચ એના ગુરુ “સ્વ. ચતુરભાઈને' અંજલિ આપતાં ગુરુ મૃત્યુને “કાળના છલ' તરીકે ઓળખાવે છે. નંદકુમાર પાઠક રજની અને દિવસને કાળની બે પાંખો કહે છે અને એ જ રીતે જીવનમૃત્યુને ચૈતન્યની પાંખો. પ્રાણહારક કાળ જ પાછો શાશ્વત ચેતન પણ આપે છે. ભાઈનું અવસાન કવિને મહાકાળની વાગતી વિશ્વવ્યાપી ખંજરીનો રણકાર સંભળાવે છે. “પાવાગઢ'માં પાવાગઢે સહન કરેલા કાળપલટાને કવિ યાદ કરે છે. કવિ નંદકુમાર કાળની નિયત ધટનાને અફર ગણા છે. ને માનવજીવનને કાળના નાદપડઘા રૂપે ઓળખાવે છે. ને છતાં “કાળકિનારાને કવિ ગરવાય કહે છે. કવિ શંકરલાલ પંડ્યા કહે છે જે રીતે તેતર પર બાજ ફરી વળે તેમ કાળના ઝપાટામાં સૌ આવી જવાના (‘મણિકાન્તમાલા” “પલકમાં પ્રાણ જવાનો') કવિ ગોવિંદ હ. પટેલ કાળને વિધેયાત્મક રૂપે જુએ છે. ભગવાન કાળને તેઓ નિષ્પક્ષતાવાળા કહે છે. રમણિક અરાલવાળા શાંતિલાલ જૈનીની સ્મૃતિમાં લખેલા “સ્વપ્નખંડેર' કાવ્યમાં પોતેય કાળની એટલે કે મૃત્યુની ફૂકે ઓલવાઈ જવાની ઝંખના કરે છે. મુકુંદરાય પટ્ટણી જીવનની ક્ષણભંગુરતા (‘પ્રતીક્ષા') તથા કાળની રૌદ્રતાની વાત કરતાં કહે છે “કાળની ગતિને ઓળખનાર મૃત્યુ સમયે દુઃખ પામતો નથી” (“કર્મ” સંસ્કૃતિ') કવિ મુકુંદરાય એમ માને છે કે કાળ કદી ગજગતિએ નહિ, વાયુસંગે ઝડપથી સરકે છે. આંસુ) આ “કાલાબ્ધિનો કિનારો' એટલે જ “મૃત્યુ” કાળની શાંતિને કવિ દગાબાજ અને જૂઠી ગણાવે છે. કાળને કોઈ જીતી શક્યું નથી. પણ ગાંધીજીને કવિ “કાલનાયકાલ” તથા કાલતા' કહે છે. જીવનની રેતમાં ઊંડા લિસોટા ચીતરતા ખબખબ ફાળ ભરતા કાળપુરુષનું કવિ કુસુમાકરે ચિત્રાત્મક વર્ણન કર્યું છે. જોકે પછી કાળપુરુષના પ્રાયશ્ચિતનાં અશ્રુની પણ વાત કરી છે. રવીન્દ્રનાથના અવસાન નિમિત્તે લખાયેલા “કવિનિધન' કાવ્યમાં “કાળને નિષ્ફર' કહી કવિ પોતાનો આક્રોશ ઠાલવે છે. પણ પછી તરત કવિ વિચારે છે “કાળને શું ઠપકો દેવો' દર પર એડી પડતાં ચગદાઈ જનારો કીડો, “સૌ કાળના ઉદરમાં આમ જ સમાઈ જતાં હોવાનો સંદેશ આપી જાય છે. તો કવિ હસમુખ મઢીવાળા કારમાં કાળને મૃત્યુના પર્યાય તરીકે ઓળખાવે છે. ને, કાળના હાસ્યને “કાળું' કહે છે. (“ભાઈનું મૃત્યુ') સ્વ. મશરૂવાળાને, એ દૈવી ચૈતન્યપૂંજને કાળયાત્રામાં ભળવું પડ્યાનો અફસોસ “પ્રજ્ઞામૂર્તિ કાવ્યમાં વ્યક્ત થયો છે. તો ગાંધીના મૃત્યુદિને કાળના હાથે કાળી કલંકકથા લખાઈ હોવાનું મઢીવાળા કહે છે. સ્વાતંત્ર્યસંગ્રામ અને બીજા વિશ્વયુદ્ધના પ્રત્યાઘાતોની વાત કરતાં એ રાતને કવિ અમીદાસ કણકિયા “કાળના કડાકાવાળી રાત' તરીકે ઓળખાવે છે. (‘અનવસર') “ઓ રે કાલ કરાળ' કાવ્યમાં ચારેય બાજુ કાળનાં ધાડાં વ્યાપ્યા હોવાની કવિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust