SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 186 એકલતાની કરુણા ક્યારેક કવિને સંસારના વૃક્ષ પરથી ખરી જવાની ઇચ્છાય કરાવે છે. ૧૯૮૨માં “અમૃતા' સંગ્રહ દેવજી મોઢા આપે છે. એક સ્વજન મૃત્યુ પામતાં બાકી રહેલાની સ્થિતિ અત્યંત દયનીય બને છે. “તું નવ ગેમાં કવિનો એક જુદો જ વિચાર પ્રગટ થાય છે. પત્ની અવસાન પામી હોય તેમ કવિનું મન કબૂલતું નથી. પણ એકાએક કવિની આંખ સમક્ષ સ્મશાને ચેતેલી ચેટ દેખાય છે. પત્નીની સુંદર સુંવાળી કુસુમકાયાને અગ્નિને હવાલે પોતે જ તો કરેલી. પત્ની સૂક્ષ્મરૂપે પોતાની વધુ ને વધુ પાસે, સાથે હોવાનું આશ્વાસન કવિ મેળવે છે. “સ્મશાનેથી વળતાં” પણ સ્વાનુભૂતિમાંથી ટપકતી કરણાનું કાવ્ય છે. લાકડા અને છાણાની સાથે પત્નીને બાળી નાખી એ વિષાદ કવિ કેમેય ભૂલી શકતા નથી. ખાલીપો' કાવ્ય પણ પત્ની જતાં જીવનમાં વ્યાપેલા સૂનકારનું નિરૂપણ કરે છે. “સદ્ગતસુતા' કોઈ પણ પિતાના નિર્ચાજ ઉદ્ગારનું પ્રતીક બની રહે છે. અશ્રુ ભલે વહે, પણ સુતાની મૃતિ ટકે એવી અભિલાષા કવિની છે. સ્મરણલોપને કવિ જીવનલોપ કહે છે. “ચહું' કાવ્ય પણ સદ્દગત પુત્રીના સંદર્ભમાં રચાયું. પુત્રીને સીધોજ પ્રશ્ન કરતા હોય તેમ કવિ કહે છે. અહીં એવું તે શું દુઃખ હતું કે આવું ભર્યુંભાદર્ય ધર છોડીને જવું પડ્યું? પણ પુત્રી હયાત નથી, એ સમજાતાં હૈયે ડૂમો ભરાય છે. ને આંખથી અશ્ર ઝરે છે. એકાએક ચાલી જઈ બધાને દઝાડી, સૌને વેરાન કરી ગયેલી પુત્રીનાં સ્મરણને ‘ટહુકશે” માં ફરી વાચા અપાઈ છે. “મોરગળક્યા'માં ગોરંભાયેલો ઘન, ગાજવીજ બધું તો છે. પણ માની પાંખમાં ભયભીત બની ભરાઈ જતી દીકરીની હયાતી ન હોવાનો વલોપાત વ્યક્ત થયો છે. “અવસાન” કાવ્ય પણ ગોળીથી કોઈએ વીંધી નાખેલા વિહગશિશુની વાત દ્વારા કવિની પુત્રીના અવસાનનું જ સૂચક બને છે. મિત્રપુત્રના અવસાન વખતે સ્વાનુભવની વેદનાને કારણે આશ્વાસન આપતાં કાવ્યનાયક કહે છે. “સગા હાથે ચિતામાં શિશુની કાયા મૂક્યાનું ઘણું કપરું છે. સમય એનો ચહેરો ભૂલવવા મથશે, સ્મરણ પણ.... ને છતાં પુત્ર સાથે જીવેલી બધી ક્ષણોને સ્મરણદ્વારા ફરી જીવી લેવા તેઓ અનુરોધ કરે છે. સ્નેહસરિતા'ના કવિ જયેન્દ્રરાય દૂરકાળે ઉત્તરવિભાગમાં મૂકેલી “સ્નેહસરિતાને આનંદશંકરભાઈએ “કરુણપ્રશસ્તિ' તરીકે ઓળખાવી છે. આ કાવ્યસમુચ્ચયનું નિમિત્ત કવિનાં પત્ની સંયુક્તાનું અવસાન છે. વિ. સં. ૧૯૭૯ની વસંતપંચમીએ પત્નીનું, એ પહેલાં સાતેક વર્ષે સં. 1972 લેખકના નાનાભાઈનું ને સં. 1982 ભા. સુ. 1 ને રોજ પુત્રનું અવસાન થાય છે. પત્નીનું અવસાન થતાં નિર્મળ સ્નેહસરિતા, જે એકને પરિતોષ આપતી હતી તે સમગ્ર વિશ્વને પરિતોષે એવી વ્યાપક સ્નેહભાવનાનો ઉલ્લેખ થયો છે. ક્યારેય વંચના ન કરનાર પત્ની એકાએક આમ છેતરીને સ્વર્ગે કેમ ચાલી ગઈ એ સમજાતું નથી. અહીં ભાવો ખૂબ સામાન્યતામાં સરી પડ્યા છે. વસંતપંચમીને દિવસે પત્ની અવસાન પામતાં પોતાની જીવનવસંત વિલાયાનો કવિને અનુભવ થાય છે. (“સંભારણાં') “હું જાઉં તો મહારી કવિતા લખો કે? એવું મજાકમાં પૂછનાર પત્ની સાચે જ ચાલી જતાં કવિ હૈયું બહાવરું બને છે. સદૂગત પત્નીનાં સ્વપ્નો અદશ્ય પત્નીને જાણે દશ્યમય બનાવી દે છે. વિદેહી પત્નીએ કવિને ઈશ્વરના મહિમાનું દર્શન કરાવ્યું. “રૂઢસંસ્કારમાં પત્ની સાથેના - ભૂતકાળનાં સહવાસસ્મરણોને વાચા અપાઈ છે. ભાવનાઓની એ સૌરભ, તથા માધુર્યની અષાઢહેલીઓ ભુલાતી નથી. તો બીજી બાજુ વર્તમાનનો વિચાર કરતાં શોકાગ્નિમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy