SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 145 મૃત્યુ જ મરતું દેખાયું. “જન્મ અને મૃત્યુમાં એક વિશિષ્ટ તર્ક રજૂ કરતાં કવિ કહે છે. લોકો જીવન અને મૃત્યુને જોડકું કેમ કહે છે? મૃત્યુ જીવનને તો અડકી જ શકતું નથી. જીવન છે ત્યાં સુધી મૃત્યુનું ઊંટ દૂર જ રહે છે. જગતમાં ખરું જોડકું તો જન્મ અને મૃત્યુનું છે. “અપૂર્ણતાનું માધુર્યમાં ક્ષણભંગુરતાના સૌંદર્યને વ્યક્ત કર્યું છે. રમત અને પ્રભાતના આગવા સૌદર્યનો કવિ નિર્દેશ કરે છે. ખીલવું, કરમાવું, ફરી ખીલવું એમાં જ સૌંદર્યની ખુબુ હોવાનું કવિ જણાવે છે. “જગે મૃત્યુ થકી જ આ જીવન તાજું રહે મૃત્યુને લીધે જ જીવનની તાજગી છે. મૃત્યુનો આવો મહિમા ગાયા પછી તરત “ફૂલચૂંટણીમાં પોતાના વાસ્તવિક અનુભવોમાંથી ટપકતી વેદના રજૂ કરતાં કવિ અત્યંત વ્યથા અનુભવે છે. સ્વજન મૃત્યુનું દુઃખ અસહ્ય છે. કવિના જીવનમાં કંઈક કળી ખીલ્યા વિના જ કરમાઈ ગઈ છે. નાનાં પુષ્પ સમાં બાળ કરમાઈ જતાં કવિનું હૈયું ચિરાઈ ગયું છે. ને એ પુષ્પના સૌંદર્યને યાદ કરતાં કવિ અશ્રુ સારે છે. “શાશ્વત જીવનમાં મૃત્યુ કાનમાં ફૂંકાતો કોઈ વસંતમંત્ર તો નથી ને? એવો પ્રશ્ન કવિ પૂછે છે. સૂકા વૃક્ષ સમા ઝૂરતા જીવનનો અંજામ આવે એવી તમન્ના “જીવનમુક્તિ'માં વ્યક્ત થઈ છે. ઈશ્વર પોતાના બાગમાં ફૂલને ચૂંટીને કવિના જીવનના શિર પર મૃત્યુની કલગી મૂકશે. ને પછી ઈશ્વરની સાથે જ કવિ જવા માટે તૈયાર થઈ જવાના. ગોવર્ધનયુગ અને “કાળ’નું વર્ણન કવિ દોલતરામ પંડ્યાએ “ઇન્દ્રજીતવધ'માં રામાયણના (યુદ્ધવર્ણનમાં) છઠ્ઠા સર્ગમાં સૈન્યપ્રયાણ' વર્ણનમાં “સૈન્ય જાણે કાળરૂપી અશ્વને મનુષ્યરૂપી ચારો ચરાવવા નીકળ્યું હોવાનું કહ્યું છે. જયારે ચોવીસમાં સર્ગમાં કાળ ફાળ ભરતો આવતો હોવાની કલ્પના કવિએ કરી છે. કવિ દોલતરામે “સુમનગુચ્છ' નામના કાવ્યસંગ્રહમાં પણ મરણના દેવાદાર માનવીને ચેતવણી આપતાં કાળના વર્ચસ્વની વાત આ પ્રમાણે કરી છે. રમણ કાળની સાથે ઘટે નહિ મરણદર્પ સદર્પ સે સહી” આ જ કવિ “સંસાર' કાવ્યમાં સંસારની સ્વપ્નમયતાનું વર્ણન કરે છે. ત્યારે “કાળના અગ્નિરથ'માં સૌ બેઠેલાં હોવાનું કહે છે. માના મોં સામે જોઈ કાલું હાસ્ય કરતા શિશુને કરાળ કાળ ઝડપી લેશે એ ચિંતા કવિને છે. આશ્લેષમાં રમતાં પ્રેમીઓ પળવારમાં કરાળ કાળનો કોળિયો બની જવાના, કારણ પ્રાણ કાળને વશ છે. તો કવિ જટિલ “ખરતી નથી કાવ્યમાં કાળ પોતાનું ખપ્પર ભરવા ઘેરઘેર આથડતો હોવાનું કહે છે. જટિલે હરિ હર્ષદ ધ્રુવના અવસાન નિમિત્તે લખેલા “સુહૃદ મિત્રનો વિરહ અને તતસંબંધિની કથા'માં પ્રાણ પરના કાળના આધિપત્યનો ઉલ્લેખ કર્યો છે. “એ હંસ કાળથી હણ્યો વિખૂટો પડ્યો. 147 (પૃ. 3 “ચંદ્ર) નરસિંહરાવ દિવેટિયા (1859-1937) પ્રાકૃતિક વર્ણન કરતી વખતે “કાળની વારી ગતિ’ વિશે વિચાર્યા વિના રહી શકતા નથી. તો “કાળચક્ર'ના સપાટામાં ચૂરો થતા માનવની નષ્ટપ્રાયતા તેઓએ “કુસમાળા' કાવ્યના અંતે વર્ણવી છે.” “ચિ. પ્રિય મનુભાઈને' નામના અર્પણકાવ્યમાં નરસિંહરાવ કાળને “નમેરો' કહી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. કવિની વિનંતીને માન આપી કાળ જો ક્રૂર ન બને તો પોતાની બધી કવિતા કાળને સમર્પી દેવાનું કવિ વચન આપે છે. કવિ કહે છે. કાલ અને કાલી આ ભુવનપટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy