________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 144 આવી જવાનું હોવા છતાં કવિને મન જીવનનું મૂલ્ય નિરાળું છે. કવિને મૃત્યુ પારના પ્રદેશમાં શ્રદ્ધા છે. મૃત્યુ સૌ સ્થૂળક્રિયાનો માત્ર અંત છે. “જીવનના અંતનું દશ્ય જીવનના બીજમાં સમાયેલું છે, એ સત્ય સ્વીકારવું જ રહ્યું. પાંદડામાં રહેલી સૌદર્યલીલાને આપણે એના બીજમાં જોઈ શકતા નથી. કવિનો આશાવાદ હવે સર્વત્ર અમૃતમય જયોતિનાં દર્શન કરે છે. મૃત્યુ કે અંધારનાં ક્યાંય એમને દર્શન થતાં નથી. આઠમા ખંડમાં કવિ માનવજીવનના કર્તવ્યનો નાદ જગાવે છે. તેઓ કહે છે જીવન મૃગજળ સમું હોવા છતાં એનો છેદ ઊડાડી શકાતો નથી. નાના કે મોટા કોઈનાય જન્મને કવિ નકામા' નથી ગણતા. “માટીમાં સજડ જકડાયું તે છતાં આ વૃક્ષ પણ ખીલતું ઊધ્વકાલે” જ (‘દર્શનિકા' 320). કવિ ખબરદાર કર્મયોગમાં શ્રદ્ધા ધરાવે છે. સ્વજન મૃત્યુ પામતાં માનવે અસ્વસ્થ બની કર્તવ્યવિમુખ બનવાનું નથી. ૧૯૪૦માં “કલ્યાણિકા' પ્રગટ થાય છે. જેમાં ક્યાંક ક્યાંક મૃત્યુ વિષયક ચિંતન રજૂ થયું છે. “માયાની લગની'માં જન્મ અને મૃત્યુની વચ્ચે જીવનસિંધુની ઊર્મિનાં ફીણ હોવાનું કવિ કહે છે. “પ્રકાશ' કાવ્યમાં પ્રાણના આઘાઆઘા પ્રયાણની વાત કરતા કવિ, જોતજોતામાં આયખું પૂરું થઈ જવાની વાસ્તવિક્તાનો નિર્દેશ કરે છે. તો “અમૃતપાત્રમાં પ્રાણને દેહની અંધારી ગલી છોડવાનો આદેશ અપાયો છે. “આનંદ' કાવ્યમાં પણ મૃત્યુને કવિ “ઈશ્વરકૃપા કહે છે. માટીના પિંજરમાંથી પ્રાણ ઊડી જતાં દુઃખમાંથી સુખમાં પ્રયાણ કરી શકાય છે. મૃત્યુને આમંત્રણ આપતા કવિને મૃત્યુનું આગમન સંગીતમય લાગે છે. (“દૂરને નિમંત્રણ') મૃત્યુ અને જન્મના ચંદ્રને કવિ સૌદર્યમય ગણાવે છે. લાખો રૂપેરી ઘંટડી રણકી ઊઠે છે. કવિને સ્વગૃહે જવાની ઉતાવળ હતી. મૃત્યુ જાણે વાજતે ગાજતે જીવને લેવા આવે છે. રજનીની ખુલતી અંજનમય આંખ એટલે મૃત્યુની આંખ”. “મૃત્યુ' એટલે “વિનાશ' એવું કવિ માનતા નથી. “રાષ્ટ્રિકા' પણ ૧૯૪૦માં પ્રગટ થાય છે. આ સંગ્રહમાં સ્વાતંત્ર્યવીરોની શહાદતના સંદર્ભમાં મૃત્યુચિંતન રજૂ થયું છે. “એક વાર મરી ફીટો'માં મૃત્યુને નિચોવીને મારી ફીટવાની વાત કરતાં કવિ કાયાને અનુપમ ચૈતન્ય તરીકે ઓળખાવે છે. “માનવ અને કાળ'માં ચારેય બાજુ કાળની અનંતતાનો સાગર ઘૂમતો હોવાનું કવિ કહે છે. “જીવન ભૂંસાય ને ભૂંસાયા તેની સાથે બધું અહીં તહીં રહે કોની લાંબી ટૂંકી યાદ” (“રાષ્ટ્રિકા' 136) જીવન ભૂંસાતાં કાળના ગર્ભમાં બધું ચાલ્યું જતાં સઘળું વિસરાઈ જાય છે. શૈશવ તથા યૌવનને યાદ કરીએ ત્યાં તો મૃત્યુની કાળી રાતનું અંધારું જાણે કે ફરી વળે છે.” (મૃત્યુની કાળી રાત) કમળની પાંદડી પર જેમ ઝાકળનું બિંદુ ઝાઝું ટકતું નથી તેમ જગતમાં કશું શાશ્વતપણે રહેતું નથી. કવિ કહે છે. બુબુદ્દે જેવા માનવની અહીં શું મહત્તા? નંદનિકા” ૧૯૪૪માં પ્રગટ થયું. અહીં પણ પાછો સનાતન પ્રશ્ન લઈને કવિ આવે છે.” મૃત્યુ સાથે લડવા માટે જ જીવવાનું?” સ્વજનોને નજર સમક્ષ મરતાં જોવાની અસહ્ય પીડાને લીધે મૃત્યુ કવિનેય જાણે બોલાવી રહ્યું હોય એમ લાગે છે. જોકે પછી તો કવિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust