________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 143 “મૃત્યુનું નૃત્ય' નામના બીજા ખંડમાં મૃત્યુના અખંડ નૃત્યનો કવિએ નિર્દેશ કર્યો છે. અનંતત્વના સિંધુ પર ઊઠતા જીવનનાં બુદ્દબુદ્દો પોતાનો રંગ સહેજ માટે દાખવી ફરીને સદા માટે લુપ્ત થઈ જતાં હોવાનું કવિ કહે છે. કવિ જીવનનું યથાર્થ દર્શન પણ અહીં કરાવે છે. જ્યારે પોતાનું પ્રાણપ્રિય સ્વજન અકાળે અવસાન પામે છે ત્યારે ચિંતકો અને ફિલસૂફોની ડાહી ડાહી વાતો રસ પમાડતી નથી. સ્નેહનો પંથ હજુ પૂરો મળે ન મળે ત્યાં તો જીવનનું સ્વપ્ન તૂટી જાય છે ને મૃત્યુ એક વધુ કૂંપળને ચૂંટી લે છે. કવિ ખબરદાર અહીં મૃત્યુની સાવ સીધી સાદી વ્યાખ્યા આપે છે. “મૃત્યુ એટલે હોવું નહિ આગળ” એ સત્યનો સ્વીકાર કરવાનો છે. જે ગયું છે તે ફરી એના એ સ્વરૂપે ક્યારેય પાછું આવતું નથી. એક વખત શ્વાસ થંભી ગયા પછી પાછો આવતો નથી. એ હકીક્ત છે. મૃત્યુના રંગને કવિ સંધ્યાના રંગ જેવા કહે છે, ને પછીની રાત્રિને, એની નીરવતાને શાંતિદાયક. મૃત્યુને ભયાનક યર્થાથરૂપે ચીતરી પછી કવિ મૃત્યુને જુદી રીતે જુએ છે. તેઓ મૃત્યુનો જ નિષેધ કરે છે. અર્થાત મૃત્યુના અસ્તિત્વને જ તેઓ નથી સ્વીકારતા. નહિ અનંતત્વમાં મૃત્યુ ક્યાંયે દિસે” 40 (‘દર્શનિકા' 66) અજ્ઞાન અને અણસમજને લીધે વિરૂપ દેખાતું મૃત્યુ જ્ઞાન પ્રાપ્ત થતાં સુંદર લાગે છે. “કોણ સૌદર્ય એ મૃત્યુનું નિરખશે ? કોણ જોશે બધી એની લીલા ?" 141 (‘દર્શનિકા' 72) મૃત્યુનું મહત્ત્વ કવિ જરાય ઓછું આંકતા નથી. જીવન એટલે સર્વસ્વ નહિ, ને મૃત્યુ એટલે સર્વનાશ નથી' એમ તેઓ દઢપણે માને છે. કવિને મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા છે. “જીવન પાછળ ન ક્યમ જીવન બીજું રહે - મૃત્યુનાં પડ પછી પડ ઊપડતાં 142 (‘દર્શનિકા' 77) ને છતાં આવું કહ્યા પછી કવિ વિવશ બને છે, ડૂમો ભરાય છે જ્ઞાન પણ પાછું ફિક્કુ પડી જાય છે. જન્મ મૃત્યુને કવિ જીવનનાં બે દ્વાર કહે છે. જન્મદ્વારમાં પ્રવેશેલાને મૃત્યુના દ્વારમાંથી પસાર થવું જ પડે છે. બીજા ખંડમાં કવિ “મૃત્યુનો મહિમા ગાય છે. તો ત્રીજામાં જીવનનો પુરસ્કાર'. જીવન બુદ્ધસમું હોય તોપણ એ નિરર્થક તો નથી જ. પણ જીવનનું મૂલ્ય તો ત્યારે જ સમજાય છે જયારે એના પર મૃત્યુની મહોર વાગે છે. એક વિના બીજાનું અસ્તિત્વ નથી. : “કુસુમ કળી તો પ્રભાતે ઊગી ખીલતી પાંદડી ખેરવે સાંજ પડતાં” 43 (‘દર્શનિકા' 104) . કવિ માને છે જન્મ અને મૃત્યુ તો “જીવન” હોય. “જીવન'નાં નહિ. જીવન તો સતત અવિરત વધેજ જાય છે. વિકાસની રેખા’ નામના ચોથા ખંડમાં વળી પાછો નિરાશાનો સૂર સંભળાય છે. - “ધર્મવાદનું ધુમ્મસ' નામના પાંચમા ખંડમાં કવિ જુદી રીતે ધર્મચિંતન રજૂ કરે છે. જ્ઞાન એક વાત છે, અનુભવ જુદી. જ્ઞાનની ગમે તેટલી વાતો કરવા છતાં જયારે કોઈ આત્મીયજન મૃત્યુ પામે છે, ત્યારે માનવનું હૈયું ખળભળી ઊઠે છે. “અનંતત્વની સાંકળી * નામના છઠ્ઠા ખંડમાં કવિ જગતને માયા તથા છાયા તરીકે વર્ણવે છે. મૃત્યુ આજ કે કાલમાં P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust.